Be Vyakti vachche antar vadhe tyare triji vyakti praveshe chhe books and stories free download online pdf in Gujarati

બે વ્યક્તિ વચ્ચે અંતર વધે ત્યારે ત્રીજી વ્યક્તિ પ્રવેશે છે...

બે વ્યક્તિ વચ્ચે અંતર વધે ત્યારે ત્રીજી વ્યક્તિ પ્રવેશે છે....

“When a man cheats, it is said it is because he is a dog. When a woman cheats, it is said it is because her man is a dog.”

બેવફાઈ, સંબંધોમાં છેતરપીંડી અને લગ્નેતર જેવી બાબતો આવે એટલે સ્વાભાવિક રીતે પુરુષ તરફ આંગળી ચીંધાતી હોય છે. આવું બને છે શા કારણે તે આપણે વિચારીએ છીએ? જવાબ ના જ હશે. એક ઘટનાની વાત કરું તો. રાજવી અને વિરાજના લગ્નને બે વર્ષ થયા છે. હાઈલી ક્વોલિફાઈડ કપલ છે. હાલમાં બંને એક જ છત નીચે અલગ અલગ રહે છે. એક સાથે કોલેજ કરનારા, એકસાથે ફરતા અને આજીવન એકસાથે જ રહેવાના સપનાં જોનારા આ બંને આજે એકબીજાથી દૂર થતાં જાય છે. રાજવીએ ઘર સંસાર માંડવા પોતાની કેરિયર છોડી દીધી, નોકરી છોડી દીધી. વિરાજે દબાણ નહોતું કર્યું પણ તેણે સ્વેચ્છાએ છોડી દીધી હતી.

લગ્ન પછી થોડો સમય પસાર થયો એટલે અસ્તિત્વ અને વ્યક્તિત્વના સંઘર્ષ શરૂ થયાં. વિરાજ વહેલો-મોડો આવે એટલે સવાલો કરવાના... ફોન પર વધારે વાત થાય તો શંકા કરવાની... સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે વિરાજ કંઈપણ કરે કે ક્યાંયપણ જાય ત્યારે રાજવીના મનમાં એક જ વાત ભમ્યા કરે કે, વિરાજને તેનામાં રસ નથી. તે બીજે ક્યાંક સેટ છે. બંને વચ્ચે વારંવાર આ મુદ્દે ઝઘડા થતાં. રાજવી કાયમ પોતે કેરિયરનો ભોગ આપ્યાથી ચર્ચા શરૂ કરે અને તું ક્યાંક લફરામાં છે ત્યાં સુધી પહોંચી જાય. આ કારણે વિરાજ હવે રાજવીથી દૂર રહેવા લાગ્યો. રાજવી તેને પાસે જવા પ્રયાસ કરે તો તે ભયથી વધારે દૂર જવા લાગ્યો.

આવું મોટાભાગના સાથે બન્યું હશે અથવા તો બનતું હશે કે પછી એમ પણ કહીએ કે બનશે તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. લગ્ન બાદ દરેકના જીવનમાં આ તબક્કો આવતો જ હોય છે. કદાચ સમય નાનો-મોટો હોઈ શકે પણ આ તબક્કો આવતો જ હોય છે. મોટાભાગની પત્નીઓને શંકા હોય છે કે તેમનો પતિ બીજે ક્યાંક સેટ છે અથવા લફરાં કરી રહ્યો છે. પોતાનો પતિ લગ્નેતર તરફ કેમ ગયો છે તેની તપાસ કરવા કરતા કોની સાથે છે તે જાણવામાં સ્ત્રીને વધારે રસ હોય છે. કોઈપણ પુરુષને તેની સ્ત્રી મિત્ર અથવા તો સહકર્મીના ફોન આવે કે તેઓ વાત કરે અથવા તો એસએમએસ આવે ત્યારે પત્નીઓના રડાર ફરવા લાગે છે. લગ્નેતર સંબંધો વધ્યા છે તે વાત સ્વીકારવી જ રહી પણ તેમાં વધારો શા માટે થયો છે તે કોઈ તપાસતું નથી. દરેક પુરુષ માત્ર એન્જોય કરવા કે થ્રિલ માટે કે પછી શોખ ખાતર એવું કરતો હોય છે તેમ માની લેવું ભુલ ભરેલું છે.

ઘણી સ્ત્રીઓ સતત તેના પતિના મગજ પર હેમરિંગ કરતી હોય છે. તેમના ઝઘડા દરમિયાન સ્ત્રીઓનું એક જ રટણ હોય છે કે, તારે બીજી સાથે સંબંધો છે. આખરે આ બધાથી કંટાળેલો પુરુષ શાંતિ પામવા અને પત્નીની શંકાને સાચી પાડવા લગ્નેતર સંબંધો બાંધે છે. પુરુષમાં ભ્રમરવૃત્તિ હોય છે તે બધા જાણે જ છે. તેને નાના મોટા ફ્લર્ટ કરવા કે લફરાં કરવા ગમે છે. તેને તેમ કરવામાં સંકોચ પણ નથી થતો. બીજી તરફ હવે સ્ત્રીઓ પણ આ મુદ્દે છૂટછાટ લેતી થઈ છે. તેને પોતાના વખાણ સાંભળવા, કોઈની સાથે કોફી પીવા જવું વગેરે ગમે છે. બીજી તરફ દરેક પુરુષ લફરાં કરતો જ હોય છે તેવું પણ ન માની લેવું જોઈએ. વાત એવી છે કે પુરુષ લગ્નેત્તર જે પણ સંબંધો બાંધે છે કે લફરાં કરે છે તો તેની પાછળ કારણ કયું છે. પુરુષને જો તેની પત્ની સતત શંકાના કારણે ટોર્ચર કરતી હોય, સતત કંકાસ થયા કરતો હોય તો અંતે તેનો અહમ ઘવાય છે. પુરુષના અહંકાર પર જ્યારે સીધો પ્રહાર થાય ત્યારે તે બતાવી દેવાની વૃત્તિ પર આવી જાય છે. આ સમયે તે પોતાની પત્નીને બતાવી દેવા તત્પર થાય છે કે, તું જે ભ્રમર વૃત્તિની વાત કરે છે તે મેં અપનાવી લીધી છે. મારા લગ્નેતર સંબંધો છે અને હું લફરાં કરતો રહીશ.

સદીઓથી સ્ત્રીઓ જ પુરુષ માટે શક્તિ, જવાબદારી અને નબળાઈ એમ દરેક તબક્કે સામે આવી છે. પુરુષપ્રધાન સમાજે સ્વીકારી લીધું છે કે, ઘર વસાવવા, સંતાનો લાવવા, ઘર સાચવવા અને ઘડપણમાં શાંતિથી જીવવા સ્ત્રીની જરૂર છે. સ્ત્રીનું શરીર તેને સમયાંતરે અલગ અલગ બાબતો અનુભવવા મજબૂર કરે છે. ખાસ કરીને યુવાન પુરુષ માટે સ્ત્રીનું શરીર સૌથી મોટી નબળાઈ હોય છે. લગ્ન જીવનમાં જો શાંતિ જળવાયેલી હોય તો પુરુષ હંમેશા વિકાસ કરવા અને પોતાની કારકિર્દીને વધાર મજબૂત કરવા વિચારતો હોય છે. આ શાંતિ ડહોળાય ત્યારે તે અન્ય સ્ત્રી તરફ ખેંચાય છે. તે માત્ર શરીર માટે નહીં પણ ઘણી વખત કોઈ સમજુ સ્ત્રી સાથે શાંતિ મેળવવા પણ લફરાં કરતો હોય છે.

પુરુષ પહેલેથી જ બહુગામી હોય છે જ્યારે સ્ત્રી ઈનસિક્યોર હોય છે. દીકરી જ્યારે પહેલી વખત રજસ્વાલા થાય ત્યારથી તેને વર્જિનિટી અને બળાત્કારો અંગે ભયભીત કરી નાખવામાં આવે છે. તે પોતાના શરીર પ્રત્યે સખત પઝેસિવ થઈ જાય છે. તેને શરીરને કંઈક થઈ જવાનો ભય હોય છે. લગ્ન બાદ જ્યારે સ્ત્રી માતા બને છે ત્યારે આ ભય ફરીથી તેના માનસમાં પ્રવૃત્ત થાય છે. તેને સતત થયા કરે છે કે હવે તેના પુરુષને તેનામાં રસ નહીં રહે. આ કરાણે જ ઝઘડાં થતાં રહે છે. વાસ્તવિકતા એ છે કે સ્ત્રી જાતે જ પોતાના શરીરમાંથી રસ ગુમાવવા લાગે છે. તે સતત પોતાના પુરુષને અહેસાસ કરાવતી હોય છે કે, તેનું શરીર પહેલાં જેવું નથી રહ્યું. તેનો આ જ ભય તેને એમ વિચારવા મજબૂર કરે છે કે મારો પતિ હવે બીજી સ્ત્રીના શરીરમાં રસ લેવા માંડશે. હાલના સમયમાં ગૃહિણીઓને વર્કિંગ વુમન અને ખાસ કરીને સફળ થયેલી સ્ત્રીઓનો ભય લાગ્યા કરે છે. તેમને સતત એમ થયા કરે છે કે મારો પતિ કોઈ સ્ત્રી સાથે જતો નહીં રહે ને. આ કારણે તે તેના ફોન ચેક કરે છે, એમસએમએસ ચકે કરે છે. તે સતત તેની અવરજવર અને અન્ય બાબતોની નોંધ લીધા કરે છે. સ્ત્રીએ એક વાત સ્વીકારી લેવી જોઈએ કે જો તેનો પુરુષ કમિટેડ હશે તો દુનિયાની કોઈ સ્ત્રી તેને આકર્ષી નહીં શકે અને જો તેનો પુરુષ લગ્નેતર માટે સજ્જ થઈ ગયો હશે તો દુનિયાને કોઈ તાકાત તેને નહીં કોરી શકે.

આપણે એ નથી સમજતા કે બે વ્યક્તિ વચ્ચે અંતર વધે છે ત્યારે ત્રીજી વ્યક્તિને પ્રવેશવાનો અવસર મળે છે. જો બે પાત્રો જ એકબીજાની નજીક હોય તો ત્રીજાના પ્રવેશનો પ્રશ્ન જ નથી આવતો. પતિ જો ભયના કારણે ઓફિસથી વહેલો ઘરે આવી જાય અને બીજાના વિચારો કરે તેના કરતા ક્યાંક જતો હોય અને તેને ઘરનો વિચાર આવે તો જ તમારો સંબંધ સફળ થયો ગણાય. આ માટે અમેરિકન અભિનેત્રી ઓલિવિયા વાઈલ્ડે ખૂબ જ સરસ વાત કરી છે,

I think that women are more sensitive to emotional infidelity than men. I think men are more scared of physical infidelity.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED