Zindagi books and stories free download online pdf in Gujarati

જિંદગી

જિંદગી

ભીડ માં તો હંમેશ જીવીએ છે ક્યારેક ભીતર માં જીવી જુવો.

રડાવે ત્યારે ખૂબ રડાવે છે જિંદગી

હસાવે ત્યારે ખૂબ હસાવે છે જિંદગી

આ જિંદગીનો ભરોસો કરૂ કેટલો ?

થકાવે ત્યારે ખૂબ થકાવે છે જિંદગી

દિવસો શાંતિથી કાઢવા હોય છે

જીવન શાંતિ થી જીવવુ હોય છે

આ જિંદગીનો ભરોસો કરૂ કેટલો ?


એની મરજી પ્રમાણે ચલાવે છે જિંદગી

નીતા કોટેચા " નિત્યા"

હા જિંદગી આપણને પોતાની મરજી પ્રમાણે જ ચલાવે છે ને એની મરજી થી આવે એની મરજી પ્રમાણે ચાલી જાય. જન્મ અને મ્રુત્યુની વચ્ચેનો સમય એટલે જિંદગી . એના દિવસો માં ફુલોની કોમળતા પણ આવે, પાસણો ની કઠોરતા પણ આવે.. અને એમાથી

રસ્તો પણ આપણે જ શોધવાનો હોય છે.

ઝાડની ડાળી પર બેસનારું પંખી ક્યારેય પવનથી હાલતી ડાળીથી ડરતું નથી. કેમ કે તેને પવનના ડર કરતાં, પોતાની પાંખો પર વધુ વિશ્વાસ હોય છે.

જિંદગી શું છે સુતા પછી ઉઠવુ ને ઉઠવા પછી સુવુ.. પાછૂ ચાલવુ પાછૂ બેસવુ ને પાછુ સુવુ.. ના

જિંદગી આ બધાની વચ્ચે મળેલી પળો વિષે પોતા માટે વિચારવું કે હું એક મનુષ્ય બનીને આવ્યો છું તો મે કર્યું શું ? હું મારી માટે કેટલું જીવ્યો , હા લગ્ન કર્યા કે કોઇનાં બાળક હોવાની જવાબદારી પણ મારે નિભાવવાની જ છે પણ તોય પોતા માટે, પોતાને ગમતું કંઇક્ કર્યું? આપણે આપણાં શાસ્ત્ર નાં પુસ્તક માં વાંચીયે છે કે મનુષ્ય અવતાર બહુ જન્મો પછી મળે છે. બધું વાંચીયે છે સમજીએ છે પણ છેલ્લે વસ્તુઓ નાં મોહ માં વ્ય્ક્તિઓના મોહ માં અટવાઈને આપણી જિંદગી વેડફી નાખીએ છે , એ સમજણ પડે છે જ્યારે અતિમ શ્વાસ નજીક આવી જાય છે.. આપણે ફક્ત એક યંત્ર માનવ તરીકે જીદગી ને ખર્ચી નાખીએ છે. આનંદ થી જીવવા માટે એકાંત જરૂરી છે , બધા સંબધો થી દુર, બધી મોહ માયા થી દુર , એનું ઉદાહરણ છે કે ક્યારેક ઘરના બધા બહાર જતા હોય અને આપણે એકલા રહેવાના હોઈએ તો આપણને મન નાં ખૂણા માં એક ખુશી થતી હોય છે કે ચાલો આજે મગજને શાંતિ. એવું શું કામ ? કારણ મનુષ્ય એકલો આવ્યો હતો અને એકલો જવાનો છે અને એને હમેશ એકલું રહેવું વધારે ગમવાનું જ.. પણ આપણે હંમેશ હૃદય થી વિચારીએ છે કે આપણાં નજીકના લોકોને ખરાબ લાગશે જો આપણે કહેશું કે મારે એકલું રહેવું છે.. જીદગી માં ક્યારેક એકલા સફર કરી જુવો , કેટલો આનંદ મળે છે.. ક્યારેક એકલા નીકળી પડો. આપણા મન ને અને મગજને શાંતિ ગમે છે અને એ શાતી એકલા રહેવાથી જ મળે , ભલે જીવન શરુ કર્યું છે સંબધો માં અટવાણા છીએ એટલે હવે જવાબદારી પૂરી કરવી જ પડશે. પણ મહિનામાં એક વાર ફક્ત પોતા માટે જીવી જાણો. મૌન લઇ જુવો, મોબાઈલ વગર જીવી જુવો. ભીડ માં તો હંમેશ જીવીએ છે ક્યારેક ભીતર માં જીવી જુવો.

બ્રિટનના ખ્યાતનામ નવલકથાકાર ગ્રાહમ ગ્રીનને બાળપણથી જ આત્મહત્યાના વિચારો આવ્યા કરતા. આત્મહત્યાની એ લાગણી સામે એ જિંદગીભર ઝઝૂમ્યા . એટલે આપણા વિચારોમાં આપણા જીવનમાં ફક્ત અને ફક્ત ઉમદા વિચારોને સ્થાન આપો. એવા લોકો થી અને એવા લોકોના વિચારો થી પણ દુર રહો જેમની પાસે થી તમને નકારાત્મક જ પ્રતિભાવ મળે . કારણ જિંદગીના રસ્તા પર આગળ વધવાનો રસ્તો આપને જ સાફ રાખવાનો હોય છે .

સુખ જેટલું મળશે એટલું ઓછુ જ છે.. બે સમય નો રોટલો રસ્તા પર રહેવા વાળાઓને પણ મળી જ રહે છે. તો કેટલું દોડવાનું ? ક્યારે કામ કાજ માં થી રીટાયર્ડ થવાનું , કેટલા વર્ષો કમાવા માટે બળદ ની જેમ ચાલે જ રાખવાનું ,ક્યારેક જીવનસાથી સાથે તો ક્યારેક ફકત પોતા સાથે જીવી તો લ્યો. જીદગી માં પડેલી તળ થોડી સાંધી તો લ્યો. નહિ તો જ્યારે ઈશ્વર થાકશે કે બસ હવે આને રીટાયર્ડ કરું ત્યારે બધા રૂપિયા મુકીને ચાલ્યા જવું પડશે. કોઈ પત્ની , કોઈ પતિ કે કોઈ બાળકો સાથે નહિ આવે. તૂટેલા સંબધો જોડવાનો પ્રયત્ન કરશું તોય ઈશ્વર બે મિનીટ નો સમય પણ નહિ આપે. એની તો એક ચપટી વાગે ને જીદગી ખતમ. ભાવ અને અભાવ વચ્ચે જીદગીને હડડોલા ખાવા દઇયે એના કરતા જે મળ્યું છે એમાં રાજી રહીને અને જે નથી મળ્યું એમાં દુખી ન થઈને શાતી થી જીવવું શું ખોટું. કોઈક ને 40 વર્ષ તો કોઈક ને વળી 90 વર્ષ , બસ એના કરતા વધારે કોઈને નથી મળતું. તો પછીએ થોડી જીદગી માં પોતાની મરજી થી રીટાયર્ડ થઈને પોતાના કમાવેલા પૈસા થી પોતા માટે થોડું તો જીવીયે. લોકો સાથે જીવીએ તો બસ સ્મિત સાથે જીવો,, કારણ રુદન કોઈને ગમતું નથી.. બધા સાથ છોડી દે છે.. પોતાને હાંસી પાત્ર બનાવીને પણ બીજાના ચહેરા પર સ્મિત રેલાવો. લોકો કહે છે કે જિંદગી માયા છે . તો જો આ જિંદગી માં આવી જ ગયા છે જન્મ લઇ જ લીધો છે તો શું કામ આ જિંદગી ને વેડફવી શું કામ ? પોતા માટે , બીજા માટે શું કામ નહિ જીવાવવાનું ? આપણા મૃત્યુ પછી પણ લોકો આપણી વાતો યાદ કરે અને હસી શકે એવું હાસ્ય શું કામ નહિ રેલાવાનું ?

કેટલાક લોકો એ વિચારવામાં અને એ શોધવા માં જીદગી ખર્ચી નાંખે છે કે જીદગી છે શું ? અને કેટલા દિવસોનો બગાડ. એમને કેમ સમજાવું કે એ શોધ્યા પછી જો એ વાતને કોઈ એવોર્ડ પણ મળશે કે તમે જીદગી પર જે લખ્યું છે એ બહુ જ સરસ છે તોય એ ડીગ્રી મૃત્યુ પછી કામ નથી લાગવાની. ઈશ્વર કોઈ ડીગ્રી નથી સ્વીકારતો. ના ગમે એ ના જ કરો.. હા સંબધો સાચવવા કરવું પડે ત્યાં સુધી ઠીક છે. પણ આપણે તો ક્યાય પણ ના ગમતો હોય ત્યાં લોકો ની મરજી પ્રમાણે કે ભયના કારણે આપણને ના ગમતો મત આપીએ છે.. અને પછી એ વિચાર આપણી જિદગી નો કેટલો સમય દુખી થવામાં વેડફી નાખીએ છે કે , મેં કેમ હિંમત કરીને ના ન પાડી ? કેમ હિમત કરીને સાચું ના બોલ્યો।. અફસોસ ની યાદી માં જીદગી વિતાવવી એના કરતા નિખાલસ રહીને પારદર્શક રહીને ખુશ રહીને જિંદગી વિતાવવી વધારે ઉત્તમ રહેશે એવુ નથી લાગતુ ? કારણ જિંદગી ને એક કેલેન્ડર નાં પાના ની જેમ પૂરી નથી કરવાની . એક તારીખ ની જેમ યાદ રાખી શકાય એમ જીવવાની છે . કારણ આપણી જિંદગી ફક્ત આપણા સુધી સીમિત નથી આપણી જિંદગી આપણું કુટુંબ આપણા બાળકો આપણા સમાજ અને આપણી દુનિયા જ્યાં સુધી અને જે લોકો સુધી આપનું નામ જોડાયેલું છે ત્યાં સુધી ફેલાયેલું છે . અને આપણા એક એક કર્મ નાં ફળ એમને પણ ક્યાંક ને કોઈક રીતે ભોગવવા જ પડતા હોય છે તો જીવન એવું જીવવાનું છે કે આપણા લીધે કોઈને તકલીફ ન પડે અને આપણું ઉદાહરણ લઈને આપણા બાળકો પણ સારી જિંદગી જીવવા માટે પ્રેરાય . કારણ આજનું બહારનું વાતાવરણ એટલી હદ સુધી દોષિત છે કે આપણા સંસ્કાર કેટલા પણ સારા હશે બાળકો ને ખરાબ સંગત ણી અસર થવા વગર રહેવાની નથી . અને એની માટે એક એક વ્યક્તિ એ સજાગ રહેવું પડશે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED