સર્કસ ની ટીકીટ kavi anmol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

સર્કસ ની ટીકીટ

સર્કસ ની ટીકીટ...

વાત છે તે દિવસની જયારે અમે મિત્રો, હું, રાજ, વિશાલ, રોહિત, ભાવેશ, અને પ્રતિક, બધા સોમનાથ જવા માટે ઘરે થી નીકળેલા. સવારે ૮ વાગ્યે ટ્રેન સ્ટેશન પર આવી જતી, એટલે અમે લોકો ૭:૪૫ વાગ્યે ૧૫ મીનીટ અગાઉ ત્યાં પહોચી ગયા. અમારા મિત્ર મંડળ માં રાજ એ અમારો હિસાબનીશ. કોઈ પણ હિસાબ હોય એ બધો તેજ સંભાળે, એટલે તે ટ્રેન ની ટીકીટ લેવા ગયો. ટીકીટ આવ્યા પછી અમે મિત્રો પ્લેટફોર્મ પર ઉભા ઉભા વાતોથી મસ્તી કરતા હતા. એવામાજ અમારી પાસે એક ફેમેલી આવીને ઉભું રહી ગયું. તેને જોતાજ ખ્યાલ આવી જતો હતો કે તેમની આર્થિક હાલત ખાસ સારી નહોતી. તેમનાં કપડાં બહુ કિંમતી નહોતાં, પણ સાફ અને સુઘડ હતા. તેમનું વર્તન પણ સરસ હતું. તે ગરીબ લોકો છે, ને આકરી પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છે. તે ફેમિલી માં પતિ-પત્ની પોતે અને તેના ૪ બાળકો ૩ દીકરીઓ અને ૧ દીકરો. ૮ વાગીને ૧૨ મીનીટ થઇ ગઈ પણ હજું સુધી ટ્રેન આવી ન હતી. ધીમે ધીમે સમય નો કાંટો આગળ ધપવા લાગ્યો. ૮:૩૫ થયા. પેલો નાનો છોકરો નિરાશાજનક એકદમ ધીમા અવાજે બોલી ઉઠ્યો, “પપ્પા છુકછુકગાડી નઈ આવે તો આપડે શું કરશું? પાછા ઘેર વયા જાશું?” એના પપ્પા એ જવાબ આપ્યો, “ના દીકરા આજે ટ્રેન કોઈ કારણોસર મોડી છે હમણાજ આવી જશે.” એ બોલતાજ ટ્રેન નો પાવો સંભળાણો અને કહ્યું એ જો આવી ગઈ ગાડી. હવે ખુશ? છોકરાના ચહેરા પર આનંદ છવાઈ ગયો.

અમે મિત્રો જે ડબ્બા માં બેઠેલા તેમાજ પેલું ગરીબ કુટુંબ બેઠું. બાળકો તો ખુશખુશાલ મિજાજ માં બેસી ગયા છે. ટ્રેન ચાલવા માંડી. રસ્તામાં જે કાઈ નવું દેખાય કે તરતજ પેલો છોકરો એના પપ્પા ને પૂછે પપ્પા પપ્પા આ શું છે? પેલું શું છે? એ બાળક માં બહુ જીજ્ઞાસાવૃતિ દેખાઈ આવતીતી. એના પપ્પા પણ હોંશે હોંશે દીકરાને બધા જવાબ આપતા. હું તો બસ બેઠો બેઠો એ ફેમિલીનુજ નિરિક્ષણ કરતોતો. એવામાંજ ‘પ્રતીકે’ મને ટકોર કરી, “કવિ શું વિચારી રહ્યા છો?” મેં કહ્યું કાઈ નઈ બસ આ કુટુંબ ને જોઉં છું. કે એ બાળકો ક્યારેય પણ ક્યાય બહાર નીકળેલા નથી અને આજે પહેલીજ વખત તે ટ્રેન માં મુસાફરી કરે છે એ એના વર્તન પરથી ચોખ્ખો ખ્યાલ આવી જાય છે. જેટલા નિર્દોષ એ બાળકો તેવાજ તેના માતા-પિતા. એનો ચહેરો જોતાજ ખ્યાલ આવી જતોતો.” એવામાં રોહિત બોલ્યો કે ચાલો આપણે અંતાક્ષરી રમીએ. વિશાલે કહ્યું હું પહેલા ગીત ગાઈને રમત ની શરૂઆત કરું છું. એક પછી એક બધા પોતાના પર જે અક્ષર આવે એ પર થી ગીત ગાવા લાગ્યા.

સામે બેઠેલા બાળકો એકજધારું અમારા સામે જોઈ રહ્યા હતા. તેમની એક છોકરી બોલી, “ચાલને દીદી આપણે પણ તે રમીએ.” સૌથી મોટી દીકરીએ ગીત ગાઈને રમત ની શરૂઆત કરી. પછી નાની બે બહેનો અને પેલો છોકરો ભાંગ્યા તૂટ્યા શબ્દો ને ગીત ની જે લીટી યાદ આવે તે ગાતા હતા. અમે મિત્રોએ અંતાક્ષરી બંધ કરી અને તેના ગીતો સાંભળીને આનંદ માણતાતા. આખરે એ બાળકો થાકીને સુઈ ગયા. રસ્તો ઘણો લાંબો એટલે મૂંગા બેસીએ તો કંટાળો આવે એટલે અમે મનોરંજન માટે કાઈને કાઈ નવી નવી વાતો- મસ્તી કરતાતા. અચાનકથી રાજે મને કહ્યું, “कवि कुछ शेरो शायरि हो जाये...” મેં કહ્યું ઓકે ચલો તો સાંભળો...

¸.•*´¨`*•.¸¸.•*´¨`*•.¸¸.•*´¨`*•.¸¸.•*•.¸¸.•*´¨`*•.¸¸.•*´¨`*•.¸¸.•*´¨`*•.¸¸.•*•.¸¸.•*´¨`*•.

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

 • જિંદગીની પરિક્ષા સમજાતી નથી, આંસુ ની વહેતી ધારા છુપાતી નથી, મજબુરીથી નિભાવો કે દિલ થી નિભાવો, સાચી પ્રીત ની યાદો ક્યારેય ભુલાતીજ નથી.
 • યહી રીત હે યહી દસ્તુર હે, મોહબ્બત કી ઇસ રાહ મેં હર કોઈ મજબુર હે, બીછડના હી નસીબ મેં લિખા હોગા, શાયદ ના તેરી ખતા ના મેરા કસુર હે.
 • ના સમજા મેરી મોહબ્બત કો તુને, ના સમજી ગયી તેરી વફા મુજસે, ગીલા ના કિયા થા કભી ભી હમને, અબ ક્યા કરેંગે શીકાયત તુમ્સે….
 • મારાથી તે કેમ રીસામણું કરી લીધું? બહાનું પણ તે જોને કેવું ખોટું બનાવી લીધું... ના ભૂલી શકીશ તને હું ક્યારેય યાદોનું તે એવું સંભારણું દઈ દીધું...
 • હું લખું ને તું વાંચે
  તો તો શબ્દે-શબ્દ નાચે,
  હોઈ જો તું આટલી હસીન
  એ સનમ,
  પછી કોણ તને ના યાચે?
 • પ્રેમ માં તે કેવી કપટબાજી રમી લીધી,
 • બેવફાઈ તે એવી બેશુમાર દઈ દીધી,

  કહેવાનું હવે મારે તને શું રહ્યું છે બાકી?

  ઉમર ભરની તે મારી વાચામાં ખામોશી ભરી દીધી...

 • ચાલ જિંદગી આપણે સમાધાન કરી લઈએ,
  થોડો થોડો એકબીજા પર અહેસાન કરી લઈએ.
  રહે યાદ એવું કૈં દરમિયાન કરી લઈએ,
  ભૂલોનું એક અલગ જ જહાન કરી લઈએ.
  હું ક્યાં કહું છું કે હું મને બરાબર ઓળખું છું,
  ...પણ સામે છો તો ચાલો પહેચાન કરી લઈએ.
  એક ટૂકડો ચાંદનો,”અનમોલ” બે સિતારા એક હું એક તું,
  ધરાના અમુક હિસ્સાને આસમાન કરી લઈએ.
 • એક આવાઝ જો મુજે પુકારા કરતી થી તન્હાઈયોમે, લગતા હે વો તન્હા નહિ રેહતી અબ હમસે જુદા હોકર ભી.
 • દિને આજ રડાવી કવિતા, રાતે આજ રડાવી કવિતા,
 • ઘુંટી ઘુંટી ને જે દર્દ ભર્યાં “અનમોલ” ના દિલમાં, એ

  પોક મૂકીને મેં આજ રડાવી કવિતા.

  *´¨`*•.¸¸.•*´¨`*•.¸¸.•*´¨`*•.¸¸.•*´¨`*•.¸.•*´¨`*•.¸¸.•*´¨`*•.¸¸.•*´¨`*•.¸¸.•*´¨`*.¸¸.•*´¨`*

  આટલી શાયરી ને કાવ્ય બોલ્યા બાદ બધા મિત્રો ખુબ ખુશ થઇ ગયા ને “વાહ... વાહ...” કરી ને મારી પીઠ થાબડી અને ભવિષ્ય ઉજ્વળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી. આવીજ મહેફિલ કરતાતા ને વાતો વાતો માં સોમનાથ ક્યારે પહોચી જવાયું એ ખબરજ ના રહી. નીચે ઉતરી જરા ફ્રેશ થઈને મંદિરે દર્શન માટે નીકળ્યા.

  દર્શન કરીને ચોપાટી પર ચાલતા ચાલતા ઘૂઘવાટા મારતો દરિયો નિહાળતા જતાતા. એવામાજ ભાવેશ ની સામે લટકાવેલા એક બોર્ડ પર નજર પડી.

  બધા સર્કસ જોવા માટે સહમત થયા. હર વખત ની જેમ રાજ ટીકીટ લેવા માટે જતોતો હું એની જોડે ગયો. ટીકીટ માટે બહુ લાંબી કતાર લાગી હતી. પેલો ગરીબ પરિવાર પણ લાઈન માં ઉભેલ. માં બાપની પાછળ બે બેની જોડીમાં હાથ પકડીને તેઓ શાંતિથી ઉભા હતા.
  તેઓ અંદરો અંદર ઉત્સાહથી જોકરની, હાથીની અને સર્કસના બીજા ખેલોની વાતો કરતા હતા. તેમને પહેલાં કદી સરકસ જોયું નહિં હોય એ સમજાતું હતું. આજે રાત્રે તેઓ પહેલી વાર સરકસ જોવાના હતાં. તેનો આનદ તેમનાં કુમળાં મોં પર ચમકતો હતો. પત્નીએ પતિનો હાથ પકડી રાખ્યો હતો. ઘણી વારે ટીકીટ બારીની નજીક આવ્યા. હવે બારી અને અમારી વચ્ચે એકજ પરિવાર હતો. ટિકિટ બારીએ બેસનાર ભાઈએ પેલા ૪ બાળકોના પિતાને પૂછ્યું,

  ”કેટલી ટિકિટ આપું?”

  પિતાએ કહ્યું,” ૪ બાળકો માટેની,બે પુખ્ત વયના માટેની.

  “જાણે કે એક વાત મનમાં ઠાંસી લીધી હતી કે આજે તો મારે મારા પરિવારને સરકસ દેખાડવું જ છે.” પેલાએ તેને ટીકીટો માટે થતી રકમનો આંકડો કહ્યો. આંકડો સાંભળી પત્નીના હાથમાંથી પતિનો હાથ છૂટી ગયો. પતિના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે કંપતા અવાજે પુછ્યું

  ‘કેટલા કહ્યા??’

  પેલાએ ફરીવાર રકમ કહી.

  એટલા પૈસા પતિ પાસે હતાં નહીં. પણ એ વાત તે પોતાની પાછળ ઉત્સુકતાથી ઉભેલાં બાળકોને કેવી રીતે કહે?? કેવી રીતે કહે કે તમારા પિતા પાસે તમને સરકસ બતાવવાના પૈસા નથી?

  આ પરિસ્થિતિ હું અને રાજ એ પરિવાર ની પાછળ લાઈન માં ઉભા રહીને જોઈ રહ્યા હતા. અમે બંને મિત્રોએ આંખોથી આંખોના ઈશારામાં સમજી ગયા. મેં વોલેટ માંથી પૈસા કાઢી એને ચાઈ કરીને જમીન પર પડવા દીધા. રાજે સહેજ નીચે નમીને મેં નીચે પાડેલી નોટ લઈને પેલા ભાઈને કહ્યું, “જુઓ ભાઈ આ તમારા પૈસા નીચે પડી ગયા હતા.” પણ તેણે હાથ ના લંબાવ્યો. એટલે મેં કહ્યું લઈ લો ભાઈ... આ તમારાજ પૈસા છે. એ ભાઈ સમજી ગયા. તે કોઈની પાસે મદદ માગે કે કોઈની મદદ સ્વીકારે એવા ન હતા. પણ દિલ તોડી નાખનારી અને મુંઝવણભરી પરિસ્થિતિ જોઈ તેણે મારી આંખોમાં જોયું, મારા હાથને પોતાના બન્ને હાથમાં લઇ દબાવ્યો. તેની આંખોમાંથી આંસુનાં ટીપાં તેના ગાલ પર સરી પડ્યાં. તેણે નોટ લઈને કહ્યું, ‘થેંક યૂ. થેંક યૂ. સર. મારો પરિવાર અને હું આ વાત કદી નહીં ભૂલીએ.’


  મિત્રો જ્યાં ઉભા હતા ત્યાં જઈ મેં અને રાજે બધી વાત કરી. મિત્રો એ કહ્યું તમે જે કર્યું એ ખુબ સરસ કામ કર્યું. મને ગર્વ છે મારા મિત્રો પર કે એ બહુ સમજદાર છે. અને મારા એ નિર્ણય થી બધા ખુશ થયા.

  હું અને મારા મિત્રો સરકસ જોયા વિના જ અમે જ્યાં રોકાયેલા તે હોટેલ તરફ પાછા ફર્યા. અમે સરકસ જોવાનું ગુમાવ્યું હતું. પણ અનેકગણો આનંદ લઈને આવ્યા હતાં...

  -A story written by

  kavi anmol