બારી બહાર kavi anmol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

બારી બહાર

બારી બહાર...

ઘણા દિવસો થઇ ગયા ટ્રેન માં મુસાફરી કર્યા એને લાવને જરા આજે ક્યાય ટ્રેન માં વિહરીયાવું. એવું વિચારી હું રેલ્વેસ્ટેશને જવા માટે નીકળ્યો. ત્યાં પહોચ્યો તો ટ્રેન ઉભીજ હતી.

જડપથી સાસણ ની ટીકીટ લીધી, ડબ્બામાં પ્રવેશ્યો તો ડબ્બો આખો ખાલી હતો મને બારી પાસે બેસવું બહુ ગમે એટલે તરતજ હું જઈ બારી પાસે બેસી ગયો. ત્યાં એક ઘરડા માડી અને બાપા આવ્યા. મારી સામેની સીટ પર બેઠા. એક બેન એની ૨ ટ્વીન્સ દીકરીઓને લઈને આવ્યા. મારી બાજુમાં બેઠા. ટ્રેન ધીમે ધીમે ચાલતી થાય છે. બારી ને માથું અટકાડીને હું બારી બહાર જંગલ નો નજારો જોવા લાગ્યો. એવામાજ અચાનક મને એના વિચાર આવવા લાગ્યા.

“હાય રે...! બિચારી નું શું જીવન છે, કહી મેં લાંબો નિસાસો નાખ્યો.”

કેવી ઘુટનભરી જીન્દગી એ જીવી રહી છે. ના એને કોઈ બહેન છે ના એને સગો ભાઈ. !! કેવી સરસ હસતી ખેલતી એની રંગીન જીન્દગી હતી. ને હવે વિરાન ખાલી હવેલી જેવી જીન્દગી થઇ ગઈ છે. જેમાં અંધકાર જ અંધકાર છે. ક્યાય થી પ્રકાશ નું એક કિરણ પણ અંદર પ્રવેશતું નથી. હસવા માટે કોઈ ખુશી નથી જયારે રડવા માટે દર્દ બેશુમાર છે પણ એના આંસુઓને લુછવાવાળું કોઈ નથી એની પાસે. આટલે દુર રહીને હું પણ શું કરી શકું?- કહી ફરી વાર મેં એક ઊંડો નિસાસો નાખ્યો. જે ક્ષેત્ર માં એ અભ્યાસ કરવા માગતી હતી એ ક્ષેત્રમાં એ જઈ ના શકી. અને બીજાજ ક્ષેત્રમા એને પ્રવેશવું પડ્યું.

એની રંગીન મીઝાઝ જીન્દગીની તો શું વાત હતી..... એ ખુશખુશાલ ચહેરો. અન્યને મદદ કરવા માટે સદાયને માટે એનું તત્પર રહેવું. બહુ નિખાલસ એનું મન ને ભોળુ હૃદય. બધી પ્રવૃતિઓમાં ભાગ લેવો. અને હોશિયાર પણ એવી આ સંધ્યા. સારામાં સારા માર્ક્સે જ એ પાસ થાય. ભૌતિક રીતે એનું કુટુંબ સુખી-સંપન્ન હતું. એના માં-બાપની એક ને એક સંતાન હતી એ. સંધ્યા જ્યાં અભ્યાસ કરતી ત્યાં સાથે અભ્યાસ કરતો એક છોકરો મૃણાલ જે એની વાતો થી કોઈ પણ ને તેના વશમાં કરી લેતો. સરસ મજાના ગીતો ગાય. અને પાછો બહુ સારો કોમેડિયન પણ ખરો. કૈક ને કૈક ટીખળ પ્રવૃત્તિ કરીને સહુને ગમ્મત આપતો. કાઈક અલગ હુન્નર હતું એનામાં કોઈને પોતાનું કરી લેવાનું. પણ એનામાં એકજ દુર્ગુણ હતો. કે તે હંમેશા કોઈને ને કોઈ વ્યક્તિને પોતાની મીઠી મીઠી વાતોમાં ભોળવી એનું કામ કઢાવી લે. પૈસાદાર બાપની છોકરીને પોતાની જાળ માં ફસાવી એની પાસેથી પૈસા પડાવતો અને એની લાગણી સાથે રમત રમી એને બેહાલ કરી છોડી દેતો. મૃણાલ અને સંધ્યાની બહુ સારી દોસ્તી થવા લાગી. બંને એકબીજાની નોટ્સ શેર કરે. મસ્તી ને ધમાલ કરે. મોબાઈલ પર ફોન, મેસેજીસ કરે. પછીતો મૃણાલ સંધ્યાના ઘરે આવન જાવન કરવા લાગ્યો. સંધ્યાના મમી-પપા માટે પણ મૃણાલ હવે જાણીતો થઇ ગયો’તો. પાછા બંને એકજ કાસ્ટના પણ ખરા. ઘણો સમય વીતવા લાગ્યો. ને અભ્યાસ આગળ વધવા લાગ્યો. સંધ્યાના માં-બાપને પોતાની દીકરીના મુરતિયાના રૂપમાં હવે મૃણાલ દેખાવા લાગ્યો. સંધ્યાના મમી એટલે બહુ વિશાળ દિલના વ્યક્તિ, અને ભોળા પણ ખરા. મૃણાલ સંધ્યાને બરોબર ઓળખી ગયો’તો કે એ પૈસાદાર બાપની દીકરી છે એને મારી જાળમાં ફસાવી અને બહુ આસાની થી હું પૈસા કઢાવી શકીશ. મૃણાલ ના મનમાં આવા બદ ઈરાદા ભર્યાં’તા. જેની એક ભણક પણ સંધ્યાને કે એના માતાપિતાને નો’તી.

મૃણાલ મીઠી મીઠી વાતો કરે અને એની કપટ જાળ માં સંધ્યાને ફસાવા લાગ્યો. સંધ્યા તો બહુ ઈમોશનલ છોકરી અને દિલની સાચી પણ. એતો ભોળવાવા લાગી. તેને દિલથી સાચો પ્રેમ કરવા લાગી. એના માટે મરી મિટતી. મૃણાલ ને પોતાની બુક્સ ના લખવી પડે એ માટે તે પોતાના હાથમાં કઈ વાગ્યું છે એવો ડોળ કરતો ને ખોટે ખોટો હાથ માં પાટો બાંધીને આવે. સંધ્યાતો એના પ્રેમ માં પાગલ એ કહે તમે ચિંતા ના કરો બધી બુક્સ હું લખી આપીશ. અને પેલા મૃણાલભાઈ તો બીજી નવી નવી છોકરીઓ સાથે ઇશ્ક્ લડાવતા, એન્જોય કરતા અને વિચારતો કે કેટલી ભોળી છે આ સંધ્યા કેટલી આસાનીથી મેં એને મારા પ્રેમ માં ફસાવી અને હવે તો મારી બુક્સ પણ એની પાસે લખાવું છું. “what a fool girl”. ને હું સાવ ફ્રી રહી ને ગપ્પા મારું છું. મૃણાલે પોતાના કપટી પ્રેમ માં સંધ્યાને તરબતોળ કરી દીધી.

મૃણાલ સંધ્યાના ઘરે જઈ ગરીબીની વાતો કરે. પોતાને બાપ નથી એ વાતનો તે ભરપુર ફાયદો ઉઠાવે. એટલે સંધ્યાના મમી રહ્યા દાનેશ્વરી. શું સાચું છે શું ખોટું છે એ જોયા વિના મૃણાલ પોતાના ઘરે જાય ત્યારે નાસ્તો, કોઈ વસ્તુ અને પૈસા પણ આપતા. જો કે મનમાં એક સ્વાર્થ પણ હતો કે આ છોકરો મારો જમાઈ બને તો સારું. એ ઘેલછામાં એ કઈ પણ આપતા પાછી પાની ના કરતા અને સમજતા કે, “ઘી ના ઠામમાંજ ઘી ઢોળાઈ છે.” જયારે મૃણાલ ને તો જે જોતુ’તું એજ મળી ગ્યું. આવીજ રીતે કોઈને કોઈ બહાને મૃણાલ સંધ્યાના મમી પાસે અને સંધ્યાની પાસે ગરીબડો થઇ પૈસા કઢાવા લાગ્યો. પોતાની સત્ર ફી પણ સંધ્યાના મમી ભરી દેતા. એવા સારા લોકો સાથે કેવી કુટનીતિ રમતો એ મૃણાલ. સંધ્યા અને એના પરિવારને ક્યાં ખબર કે તેઓ બહુ મોટી ભ્રમણામાં જીવી રહ્યા છે કે મૃણાલ એમનો થશે. અભ્યાસ પુરો થતા લગ્નની વાત ચલાવશું, પણ એ એમનો તો શું એની માનો પણ નથી થવાનો એતો પોતાની આ જીન્દગી માં મસ્ત રીતે જીવી રહ્યો છે. એક પછી એક નવી નવી છોકરી સાથે ફલર્ટ ચાલુજ રાખતો.

મૃણાલ ને પણ એ વાતની ખબર પડી ગઈ હતી કે એ લોકો પોતાને એનો જમાઈ બનાવવા માગે છે. પણ તેનેતો તેના કામ થી મતલબ પૈસાથી મતલબ. આગળ જે થશે તે જોયું જશે. “હું તો ચોખ્ખી નાજ પાડી દઈશ લગ્ન કરવાની આટલા બોરિંગ લોકો સાથે મનેતો જરાય ના ગમે. આતો મને પૈસા મળી રહે છે અને મારી ભક્તિ ચાલે છે એટલે બાકી તો હું એ લોકોને બોલવું પણ નહિ. એ જાડી સંધ્યાડીને (સંધ્યા સ્વભાવમાં બહુ ડાઈ છોકરી પણ શરીર માં જરા જાડી હતી.) કોણ પરણે એના કરતા તો કુવારોજ નો રહું. અને આમ પણ મારી પાસે છોકરીઓની ક્યાં તાણ છે એ નઈ તો એની બેન. એમ વિચારી મૃણાલ મનમાં ને મનમાં હસવા લાગ્યો.”

સમય પણ ક્યાં ક્યારેય કોઈ માટે રોકાય છે. ‘ડીગ્રી અભ્યાસ’ ના ૨ વર્ષ હવે પુરા થવા આવ્યાંતા. લગ્નની વાત આગળ ચાલી મૃણાલ ના કાને આ શબ્દો પડ્યા. ફટ દેતા એણે ના પડી દીધી કે, “ના હું કાઈ લગન-બગન નથી કરવાનો એની સાથે.” એવું મૃણાલે પોતાની મમીને કહ્યું. પરિક્ષા પણ ધીમે ધીમે પૂરી થવા લાગી. પછીતો મૃણાલ સંધ્યાના ફોન રીસીવ ના કરે, મેસેજ ના રીપ્લાઈ ના આપે, અને વાત કરે તો પણ બહુ તોછડાઈ કરે, ગુસ્સો કરે, ગાળો આપે, સંધ્યાને ખબર પડી ગઈ કે મૃણાલે તેની સાથે રમત રમી છે અને એ લગ્ન કરવા નથી માગતો. સંધ્યાએ મૃણાલ સાથેના જે સપના જોયેલા એ બધા ચકના ચૂર થઇ ગયા. અને એ સાવ પડી ભાંગી. દિવસ રાત રડ્યા કરે સરખું જમે પણ નહિ.

ઘણો સમય વીત્યાં પછી મને એ વાત ની જાણ થઇ હતી કે સંધ્યા મૃણાલ ને ચાહે છે. હું મૃણાલ ને બહુ સારી રીતે જાણી ગયોતો કે તે કેવો છોકરો છે. મેં એને વાત વાતમાં ઘણી વાર સમજાવેલી પણ ખરી કે એ વ્યક્તિ બરોબર નથી તને એના કરતા બીજો બહુ સારો છોકરો મળી જશે. પણ કહેવાય છેને કે પ્રેમ તો આંધળો હોય. વિધિની વક્રતા કહો કે એના નબળા ભાગ્ય કહો. એણે મારી વાતને બિલકુલ પણ ના ગણકારી. એનું દિલ તૂટ્યા પછી મેં એને ઘણી સંભાળી અને કદાચ એ પણ પછી સમજી ગઈ હશે કે મેં જે કહેલું એ એકદમ સાચું હતું પણ તે માની નઈ. પણ સમય વીતી ગયા પછી એ બધું શું કામનું?

વાત છે એ ૨ વર્ષ દરમિયાનની જયારે અમે બધા સાથે અભ્યાસ કરતા. હું સંધ્યાનો ક્લાસમેટ હતો. પેલાતો બસ માત્ર અમે સહપાઠી હતા. હજું પણ યાદ છે મને રક્ષાબંધન નો એ દિવસ હતો બધી છોકરીઓ હર્ષભેર પોતાના ભાઈને રાખડી બાંધી રહી હતી. અને તે દિવસે સંધ્યા કોલેજ ના એક ખૂણામાં એકલી બેસીને રડી રહી હતી. ક્લાસમાં બેઠા બેઠા ‘બારી બહાર’ મેં એ જોયું. હું એની પાસે ગયો. અને મેં પૂછ્યું,

‘શું થયું? કેમ રડે છે?”

‘કાઈ નઈ’- સંધ્યાએ રડતા અવાજે જવાબ આપ્યો

મેં ફરી કહ્યું, “કાઈ થયું હોય તો જણાવ શાયદ હું તને મદદ કરી શકું.”

મને એકલીજ છોડી દો, મને રડવા દો.- એટલું કહેતાની સાથેજ એ વધારે આક્રંદ કરવા લાગી.

“જો તું આમ રડ નઈ”- આશ્વાશન આપતા ધીમા અવાજે મેં કહ્યું.

દિલ ખોલી એણે મને બધી વાત કરી, “મારા માં-બાપની હું એકને એક દીકરી છું. મારે નથી સગી બહેન કે નથી ભાઈ. હું દીકરી તરીકે જન્મી તો શું એમાં મારો કઈ વાંક છે? મારા ફઈબા પણ મને અવાર નવાર એવા મેણા મારે છે કે, “તારે ભાઈ નથી,” “તું અભાગણી છો”. ક્યારેક ના ક્રોધ માં આવીને મારી મમી પણ મને એ સંભળાવી દે છે કે, “તારા કરતાતો દીકરો આવ્યો હોત તો સારું હોત.” છેલ્લે હિબકા ભરતા...ભરતા બોલી બધી છોકરીઓએ પોતાના ભાઈ ને આજે રાખડી બાંધી, મારે તો ભાઈજ નથી.

બસ ત્યારેજ મેં કહ્યું, “બહેન રડ નઈ આજથી હું તારો ભાઈ ને તું મારી બેન” મેં હાથ આગળ કરતા કહ્યું લે બાંધ મને રાખડી. તે દિવસથી અમારા ભાઈ બહેન ના સબંધ ગાઢ થઇ ગયા.

બહુ કોશિશ કરી મેં એને સંભાળવાની, એનું ગમ ભુલાવવવાની, એને ખુશ રાખવાની પણ, ના તો એ મૃણાલને ક્યારેય ભૂલી શકી ના તો એના દર્દમાંથી એ બહાર નીકળી શકી. દર્દભર્યા ગીતો સંભાળવા અને રૂમ માં સુનમુન થઇ ને બેસી......................... – વિચારતાની સાથેજ ગાડીનો પાવો સંભળાણો. સાસણ બસ સામેજ દેખાતું હતું. ને હું જોતો રહ્યો “બારી બહાર”

-Written by

-“Kavi Anmol”