Kya duniya so rahi he books and stories free download online pdf in Gujarati

ક્યા દુનિયા સો રહી હે

ક્યાં દુનિયા ભી સો રહી હૈ !?

દેશ હી નહીં દુનિયા સો રહી હે???' 'બાઝ ચુઝો પે છપટા ઉઠા લે ગયા કહાની સચ્ચી લગતી હે લેકિન અચ્છી નહીં! બાઝ પે પલટવાર હુઆ કહાની સચ્ચી નહીં લગતી લેકિન હમે બહુત અચ્છી લગતી હૈ'
'મદારી' ઈરફાન ખાન અભિનીત એક સુંદર અને દરેક પાસામાં કંઈક કહી જતી પિક્ચરનો આ દેશની સિસ્ટમ પર એક જબરદસ્ત કટાક્ષ હતો. દેશનાં રાજકારણ, દેશની પ્રજા અને સમસ્ત તંત્ર પર કટાર ફેરવતી પિક્ચરનો આ ડાયલોગ ખરેખર આજે દુનિયાને લાગુ પડે છે, તે માત્ર એકલ દોકલ દેશ પૂરતો મર્યાદિત નથી. પિક્ચરમાં કહે છે દેશ સો રહા હૈ પણ આજે આખી દુનિયા એક મીઠી નિંદર માણી રહી હોય એમ લાગી રહ્યું છે.
શું ખરેખર આવું છે??? કે કોઈ ભ્રમ???

સમગ્ર સૃષ્ટિ જ્યાં જીવનનાં સૂર રેલાવે છે, જ્યાં સૌ પોતાનાં ભાગનો અભિનય કરી અને પોતાના અસ્તિત્વની નોંધ લેવાડાવા મથી રહ્યા છે, જ્યાં સૌએ આદમ અને ઈવનાં સંતાન સૌ આદમી કરોડો વર્ષોથી રહે છે એ પૃથ્વી. ધર્મિક રીતે જોઈએ તો આપણી માતા. સામાજિક રીતે જોઈએ તો અન્નદાતા અને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સૂર્યમંડળનો એક ગ્રહ જે ખડકના ટુકડાનો બનેલો છે. આમઝ બધી રીતે અનોખું મહત્વ ધરાવતી આ પૃથ્વી આપણા અસ્તિત્વનો પર્યાય.
કરોડો વર્ષોથી આપણો બધો જ 'વેસ્ટેજ' સહન કરતી અને હજી પણ મૌન રાખી સહન કર્યા કરે છે. પોતાની અનેક અભિલાષા પૂર્ણ કરવા માટે સતત પૃથ્વીની અંદર અને તેની બહાર હજારો માઈલ સફર કરી આવ્યા. વટ વાળા બહાના કાઢ્યા અને પોતાની જાતને સંતોષી.
કેટલાક સુખ માટે આખી પૃથ્વીને અસંતુલિત કરી અને પછી આ દુનિયાનાં નેતાઓ તેના પર 'સમિટ' ભરે એ પણ ફર્સ્ટ ક્લાસ સુવિધાની લઈને. આજે આખી પૃથ્વીને 360 ડીગ્રીએ જોઈએ તો કેટ-કેટલી સમસ્યા દેખાય છે, એકેય ખૂણો એવો નથી કે ત્યાં કોઈ પીડા ન હોય. આતંકવાદ, ત્રાસવાદની સમસ્યા તો જાણે પડખે બંધાઇ ગઈ હોય તેમ રોજ સવાર પડે અને કોઈ જગ્યા બૉમ્બ વિસ્ફોટ થયો હોય તો ગોળી તો એ રીતે ફૂટે છે જેમ ધાણી ફૂટતી હોય એ રીતે ફૂટે છે. હજારો માણસોનાં જીવ પણ વિલીન થઈ જાય છે. આ આતંકવાદનો પાયો એટલે ધાર્મિક કટ્ટરતા.
દુનિયાને સૌથી વધુ ખતરો હોય, જેનાથી દુનિયાનો નાશ થવા સંભવ છે એ છે ધાર્મિક કટ્ટરતા. પોતાનો ધર્મ સૌથી શ્રેષ્ઠ અને આખી દુનિયાને તેમાં રંગી દેવા માટે થતા કાવાદાવાથી આવનારું અંતિમ પરિણામ પરમાણુ બોમ્બનાં ઉપયોગ સુધી જાય તો પણ નવાઈ નહીં. અત્યારે આખી પૃથ્વી આ પરમાણુ બોમ્બનાં જ્વાળામુખી પર બેઠી છે, એક ચિનગારી અને આખી પૃથ્વી સળગી જશે. આ કટ્ટરતા રોકવા માટે કોણ આવશે? જો હજી કોઈ ચમત્કારની આશાએ જીવતા હોઈએ તો એ આપણી ભૂલ જ ગણવી. આ દરેક વખતે આપણે જાગૃત થવું જ રહ્યું. કટ્ટરતા વસ્તુને નાબૂદ કરવા માટે ધાર્મિક ગ્રંથોનો સાચો અભ્યાસ કરવો રહ્યો. ધાર્મિકતા વિશે ખોટી બાબતો,ઉશ્કેરણીય બાબતોનો નિકાલ લાવવો હોય તો અને તેમને સાચી દિશામાં વાળવા હોય તો આ વસ્તુ કરવી કે રહી.
પોતાના સંતાનને યોગ્ય માર્ગ પર વાળવાની સૌથી મહત્વની જવાબદારી એના માતા પિતાની છે. નાની ઉંમરમાં જ્યારે મનનાં બારણા બધું જ સ્વીકારતા હોય ત્યારે એ બારણાં પર શું જાય અને ન જાય એ જોવાની જવાબદારી માં બાપની છે. કોની સંગતમાં તેઓ રહે છે, એમના મિત્રો અને એમની ચહલપહલ પર સતત નજર રાખી તેમને સાચા ખોટાનું ભાન આપવું પડશે. બાળપણનાં અમુક વર્ષ સાચવાથી ઘણી મદદ દુનિયાને થશે
વિકાસનો વ્યાપ વધતા જ ટેકનોલોજીએ માઝા મૂકી છે અને આ ટેકનોલોજીએ આજે આપણે ચન્દ્ર પર પહોંચાડી દીધા છે તો શનિ અને મંગળને હાઉકલી પણ કરી દીધી છે. આખી દુનિયાને આંગળીને ટેરવે લાવનાર એપલ અને એન્ડ્રોઈડ સૌથી ક્રાંતિકારી શોધો ગણી શકાય કેમ કે તેને ધરમૂળથી આ દુનિયાને બદલી નાખી છે. આપણે હવે એકલતાને ભૂલી ગયા છીયે અને ખરા અર્થમાં 'સોશિયલ' પ્રાણી બની ગયા છીયે. આ વસ્તુથી સંબધની સંભાળ ભુલાઈ ગઈ છે અને માનસિકતાને ધમરોળી નાખે છે.
વિશ્વબંધુત્વની ભાવના વિકસાવી આજના યુગની તાતી જરૂરિયાત બની રહી છે. નાનકડી બની રહેતી દુનિયામાં અંતર વધી ગયા છે. કોઈની પડખે ઉભા રહેવાનો પડકાર આજે ઉભો થયો છે. આંતરિક એકતાની તાતી આવશક્યતા ઉભી થઈ રહી છે જેની જવાબદારી આપણી જ છે. અન્ય ગ્રહ કે અન્ય લોકમાંથી કોઈ શક્તિ બચાવવા આવે એની રાહ જોતા હોઈએ એવું લાગે છે. દરેક દેશમાં આવતા તહેવારો લોકોને જોડતા રહ્યા છે અને તેની ઉજવણીમાં નવી પેઢીને જોડવાથી તેમને સંબંધની વાસ્તવિકતા સમજી શકે અને જેનાથી સામાજિક મૂલ્યને સમજી શકશે. પ્રેમ, હુંફ, તકલીફો, મહેનત, સંઘર્ષ સમજી શકશે.
ઘણા દેશોના ટીનેજર આજે આઈફોન માટે તો કિડની વેચી નાખે છે. એક એવી પેઢી તૈયાર થઈ રહી છે જેની ખરેખર શારીરિક રીતે ક્ષમતા ઝીર્ણ થઈ રહી છે અને સમયનો બગાડ થઈ રહ્યો છે. દુનિયા સામે આડકતરી મુસિબત છે આ રમકડાં જે આપણી માટે છે કે આપણે એની માટે એ જ ખ્યાલ નથી આવતો અને ખાસ્સા રૂપિયા ખર્ચી તેના ખરીદવાનું અને તેના પછી પણ તેને યુઝ કરતા ન આવડ્યું તો આપણો જ લોશ્. નવી પેઢીને સતત નવું શીખવવા દુનિયા સમક્ષ ઉતારવી પડશે નહીં તો દુનિયાને ઘણી ખોટ પડશે.
આ જ ટેક્નોલોજીનાં લીધે પર્યાવરણને પણ ભરડામાં લઈ લીધું છે. દરેક વસ્તુની નિકાસ પ્રકૃતિમાં થતાં આજે તે પણ પોતના રૂપરંગ બદલી રહી છે. 'ગ્લોબલ વોર્મિંગ', 'અલનીનો' જેવી આફતોથી હવે આપણે ડરતા પણ નથી કેમ કે એ હવે આપણી માટે રોજિંદી થઈ ગઈ છે, એટલે જ કદાચ આપણે તેની ગંભીરતા ભૂલ્યા છીયે અને સતત અવગણના કરી તેને અજાણ્યે વિકાસ માટે તક આપીએ છીએ. પાણી હોય કે પર્વત કોઈ વસ્તુ આપણે બાકી નથી રાખી. આ બાબતો માનવસર્જિત છે અને એના માટે આપણે કોઈ ફરિશ્તાની આશાએ બેઠા હોઈએ તો કેમ ચાલશે?
પર્યાવરણને નુકસાન એ ધીમું ઝેર છે જેનું રિઝલ્ટ ઇન્સટન નથી આવવાનું એટલે આપમેળે આપણે જાગતા નથી. જ્યારથી ઝેર પોતાનું પોટ પ્રકાશશે ત્યારે શ્વાસ લેવો ભી દુષ્કર બની જશે. ભૂરી પૃથ્વી લીલી થઈ જશે. કરોડપતિ બાપ હોય અને તેના સ્વર્ગવાસ બાદ એના છોકરાઓ તેના રૂપિયા વાપર્યા કરે તો એક દિવસ તો તિજોરી ખાલી થવાની અને રોડપતિ પણ થઈ જશે. બિલકુલ એ હાલત છે આજે 7 અબજ લોકોની. બધું કાઢ્યા જ જાય છે, ઉપયોગ કર્યા જ જાય છે અને ધરતી પોલી કરી દીધી છે, પર્વતો કાપી દીધા અને નદીઓ બગાડી દીધી છે. લૂંટ સર્વત્ર થઈ રહી છે તો પણ અચ્છે દિનની રાહ જોવાય છે!!!!!!
એક્સક્યુસ્મી પ્લીઝ કહી સતત અવગણના કરવાથી કૈં થવાનું નહીં આમ છતાં આજે દરેક શક્તિશાળી દેશ વિસ્તારવાદ, સંસ્થાનવાદ અને સૈન્ય વધારી રહ્યું છે જેનાથી શાંતિ અને સાર્વભોમત્વ જોખમાયું છે, અજમ્પો અને અશાંતિ વધ્યા છે. જેની પાછળ પૈસા,શક્તિનો વેડફાટ જ છે એના સ્થાન લાખો કરોડો જરૂરિયાતમંદને પોષણ,રહેઠાણ આપવાથી વધુ આનંદ મળશે અને શાંતિ પણ..
એના બનાવેલ આપણે એને જ બનાવા નીકળ્યા હોઈએ તેમ લાગે છે અને પછી હાર્યા બાદ તેની જ શરણ શોધવા નીકળીએ છીયે. હાથે કર્યા હૈયે વાગે છે અને પછી ડેમેજ કંટ્રોલ માટે કોઈને શોધવા પડે છે.
આંશિક રીતે હવે દરેકની જવાબદારી છે એ સમય આવી ગયો છે. દુનિયાના દરેક ખૂણે રહેલો વ્યક્તિ એક નાની સમજણથી કાર્ય કરે તો જ નવી સવાર આવશે અને આવનારી પેઢી શુદ્ધ ઓક્સિજન મેળવી શકશે.નાની નાની બાબતોમાં સુધાર કરવાથી મોટી મુસીબતને ટાળી શકાશે.

પ્રીતની સંગે – “આપણી પૃથ્વી માટે એક માન્યતા સૌથી મોટો ભય છે કે બીજું કોઈ તેણે બચાવશે” –રોબર્ટ સ્વાન


-Poojan Jani

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED