Matubhasaye namh ashish raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Matubhasaye namh

માતૃભાષાયે નમઃ

“ ‘નિકી’, તને ખબર છે આજે નવા સર આવવાના છે” હજી તો હું કલાસરૂમ માં પ્રવેશુ તે પહેલા જ મારી ફ્રેંડ રિયા એ મને મેસેજ આપ્યા.

‘તને કેવી રીતે ખબર ? ’ મે આશ્ર્ચયૅથી રિયા ને પુંછયું

“ અરે મેં સવારમાં જ પ્રિંન્સીપાલ સાહેબની વાતો સાંભળી. ‘વિકાસ પંડયા’ એવુ કંઇ નામ છે.હવેથી આપણને ગુજરાતી એ ભણાવશે”

‘હાશ પેલા પકાઉ ચીનુ તો થી છુટકારો મળ્યો’ (ચીનુભાઇ પટેલ અગિયારમાં ધોરણમાં પહેલા અમને ગુજરાતી ભણાવતા.દરેક વિધાર્થીઓ માટે તેમનો પિરીયડ ખૂબ બોરિંગ રહેતો.)

‘આ છોકરી જુઓ કેટલી શાંતિથી મારી વાત સાંભળે છે’ મને તો કાયમ એવુ કહેતા,નિકી ખબર છે તને ?

‘હા, કહેજ ને એમને કયાં ખબર હતી કે આ ડાહી-ડમરી થઇને બેઠેલી રિયા,કાયમ ઇયર-ફોન કાનમાં નાખીને ગીતો સાંભળતી હોય છે’

અમે બંને સાથે હસી પડયા.પ્રાથનાનો બેલ વાગી ચુકયો હતો.અમારી ઈંતેજારી નો પ્રાથના સમાપ્ત થયા પછી અંત આવ્યો.અમારા પ્રિંન્સીપાલ નવા આગંતુક સાથે ક્લાસરૂમ માં પ્રવેશ્યા.

એક સાથે ચાલીસ જણાની આંખો તેમની સામે મંડરાયેલી હતી.પાર્થ જેવા ટીખળી છોકરાઓ આ નવા સર ને હેરાન કઇ રીતે કરવા તેના વિચાર માં લાગી ગયા હતા.નવા આગંતુક નુ પાતળુ શરીર,સાદા વસ્ત્રો જોઇ મને ખાતરી થઇ ચુકી હતી કે આ સર પણ શુષ્ક અને બોંરિગ જ નીકળવાના.

પ્રિંન્સીપાલશ્રી નો વ્યકિત પરિચય બહુ જલ્દીથી ભાષણ માં પલટાઇ ગયો.વિકાસ સર ની ઉચ્ચતર ડિગ્રી ઓ જણાવી તેમણે બહુ જલ્દીથી સંતોષ માની લીધો.”

““ “”” “ “”’બાદમેં વો હી ધિસિપિટી કેસેટ’

“ " તમે બારમા ધોરણ ના વિધાર્થીઓ છો,બારમુ ધોરણ એટલે ખબર છે ને બોર્ડ નુ વર્ષ ! આ વર્ષ તમારી કારર્કિદી ને નવો વળાંક આપી શકે એમ છે.આ વર્ષે ભણવામાં ધ્યાન આપ્યુ તો બનશો હિરો ,નહિંતર કાયમ બની રહેશો ઝિરો."

ખબર નહિ આ મોટેરાઓ સલાહ આપવાનું કયારે બંધ કરશે ? “ “”“"વાંચવા બેસો " – એ ડાયલો”ગ નુ તેઓ એટલી વાર રટણ કરે છે કે આટલી વાર ભગવાન નુ નામ લે તો ભગવાન મળી જાય.ઔપચારિકતા પતાવ્યા બાદ પ્રિંન્સીપાલશ્રી એ અમને સૂચન કર્યુ કે ટાઇમ ટેબલ પ્રમાણે જ તાસ લેવાશે અને રેગ્યુલર લેવાતા ત્રીજા પિરિયડમાં વિકાસ સર અમને ભણાવવા આવશે,સાથે કડક ટકોર પણ કરી કે અમારે સૌએ તે નવા હોવાથી તેમને સહકાર આપવો.બંને જણાએ ક્લાસરૂમ માં થી વિદાય લીધી.રોજિંદા ક્રમ પ્રમાણે પિરિયડો લેવાના શરૂ થયા. વિધાર્થીઓ વચ્ચે ગણગણાટ શરૂ થઇ ગયો હતો.પાર્થે તો એલાન પણ કરી દીધુ હતુ કે ‘આ સર ને એવા હેરાન કરીશુકે કલાસ માં આવતા પણ બીએ.’ પાર્થ શાળાના જ એક ટ્રસ્ટી મનસુખલાલ નો તોફાની નબીરો હતો.ટ્રસ્ટીનો પુત્ર હોવાથી મોટાભાગના શિક્ષકો તેને છાવરતા.તે અમારા બારમા ધોરણની ગેંગનો લિડર હતો.

આ બધા શોરબકોર વચ્ચે ત્રીજો પિરીયડ શરૂ થયો.બાર કોમૅસ ના બીજા વિધાર્થીઓ ની જેમ અમે પણ ગુજરાતી ને ઉપયોગી વિષય ગણતા નહિ.અમને બધેથી કહેવામાં આવતુ ‘ અકાઉંટ,સ્ટેટ જેવા વિષયોની ડિમાન્ડ છે.આ વિષયો પર વધુ ધ્યાન આપો અને તે વિષયો માં સ્કોર કરો.અને એમ પણ અંગ્રેજી ના આ યુગમાં ગુજરાતી નો શો પ્રભાવ !

મને આશા હતી કે તેઓ કહેશે ‘ચલો ટેકસ્ટ-બુક ખોલો , આપણે આ પદ્ય ચલાવીશુ’ પણ બન્યુ એનાથી એકદમ વિપરીત.પોતાનો ટુંકો પરિચય આપીને તેઓ પોતાના ભુતકાળમાં અમને લઇ ગયા.

પોતે જયારે બારમાં ધોરણ માં હતા ત્યારે તે કેવુ ફિલ કરતા,એમને ભણાવતા શિક્ષકોના એમણે કેવા-કેવા નામ રાખ્યા હતા.ક્રિકેટની મેચ જોવા માટે પિરિયડમાંથી કઇ રીતે ગુલ્લી મારતા હતા.તેમણે છેલ્લે-છેલ્લે કઇ રીતે બારમાની પરિક્ષાની મેહનત કરી અને માકૅ લાવ્યા. આ બધાનુ એટલુ હાસ્યમય વણૅન એમણે કર્યુ કે આખા કલાસને ખબર જ ના પડી કે એમણે વિધાર્થીઓના મન સાથે કયારે અનુસંધાન બાંધી લીધુ.

બાદમાં તો તેમના પિરિયડની આતુરતાથી રાહ જોવાતી. હા, તેઓ ગુજરાતી ભણાવતા પણ ચીલાચાલુ રીતે જરાય નહિ. પાઠયપુસ્તક ની પદ્યની પંકિતઓ ભણાવતા તેમને અંગ્રેજી લેખક વુડઝવથૅની કોઇ કવિતા સાંભળી જતી,તો કયારેક મેધાણીની શૌર્યભરી ચારણક્ન્યા.તેઓ એકપછી એક ટ્રેક બદલતા રહેતા અને પાછા મુળ વિષય સાથે કયારે જોડાઇ જતા એ ખબર જ ના પડતી.વચ્ચે વચ્ચે અમને વિનોદ પણ કરાવતા અને એવી હ્યુમર ભરી વાતો કહેતા કે ઘરે આવ્યા પછી પણ મનમાં એ વાતો રમ્યા કરે.પાથૅ જેવા તોફાની સાંઢને પણ એમણે કંઇ કર્યા વગર કાબુમાં લઇ લીધો.અગિયારમાં ધોરણ સુધી અમે કયારેય લાઇબ્રેરીનો ઉપયોગ કર્યો નહોતો,પણ હવે લાઇબ્રેરીમાંથી નિયમિત પુસ્તકો વંચાતા.ઘરેથી એવી ટકોર પણ મળતી કે “ આ બધી ચોપડીઓ વાંચવાનુ છોડી ભણવાનુ કરો તો ઉદ્ધાર થશે.”’

ગમે તે હોય વિકાસ સર અને વિધાર્થીઓ વચ્ચે આત્મીયતાનો એવો સેતુ સંધાઇ ગયો હતો કે જે વધુને વધુ મજબુત થઇ રહ્યો હતો.વિકાસ સર દર વખતે કંઇ નવુ કરતા એક વખત કલાસરૂમમાં આવીને કહેવા લાગ્યા.” "મિત્રો મારા માટે એક ફરિયાદ આવી છે,મેં હજી સુધી કોઇ નિબંધલેખન કરાવ્યુ નથી.તો આજે આપણે નિબંધ વિશે ચર્ચા કરીશું.અગિયારમા ધોરણ સુધી અમે ‘માતૃપ્રેમ’ અને ‘મારો પ્રિય તહેવાર’ નિબંધ દર પરીક્ષામાં ટપકાવ્યા હતા.પેપરસેટરો પણ વિધાર્થીઓનો ખાસ ખ્યાલ રાખે છે.આ નિબંધો વગરના પેપરોની ક્લ્પના કરવી મુશ્કેલ છે.સાતમા ધોરણ ના રક્ષા ટીચર આવા જ નિબંધ નિબંધમાળામાંથી જોઇની ચાલીસ વાર લખવા આપતા.તમે કલ્પના કરી શકો છો વિધાર્થીઓને નિબંધ પ્રત્યે આટલી સુગ કેમ હોય છે.પણ જયારે નિબંધનો વિષય લખાયો અમારી સૌની આંખો પહોળી થઇ ગઇ.વિષય હતો ‘૨૦૪૦નુ વિશ્ર્વ’ .તેઓ એ અમારી સૌની સામે હસતા જોયુ.ચાકને થોડીક વાર રમાડ્યો અને બોલ્યા.

“ મારી ઇચ્છા છે કે આપણે કંઇ નવુ કરીએ.કલ્પના શકિત ને ખુબ લાંબો કુદકો મરાવીએ.પહેલા આપણે ચચૉ કરીશુ.તમે બધા અનુમાન કરો કે ૨૦૪૦ નુ વિશ્ર્વ કેવુ હશે ? શુ સારું હશે અને શુ ખરાબ હશે ? અને આ ચચૉ માંથી જેને જે સારું લાગે તે નિબંધ માં ટપકાવે.” પછી શરૂ થયો ચચૉ નો દોર.શરૂઆત તો ખુબજ હાસ્યમય રહી.પછી ધીરેધીરે ચચૉ નું સ્વરુપ બદલાયુ.નટખટ ટીનએજસૅ માંથી અમે કયારે વાલીઓ બની ગયા તેનો ખ્યાલ જ ના રહર્યો.બાદમાં તેઓ એ વકતવ્ય આપ્યુ કે ‘હું ૨૦૪૦ ની સાલમાં શુ ઇચ્છુ છું’ અદભુત વકતવ્ય ! આજે પણ તે વકત્વયનો ધણો ખરો ભાગ મને યાદ છે.અલબત હું ધણા પ્રમેયો અને પ્રશ્ર્નો ભુલી ચુકી છું.

આખરે ડિસેમ્બર મહિનો આવ્યો.શિયાળાની એ ઠંડીમાં વિકાસ સરનો પિરિયડ જ હુંફાળો લાગતો.૨૫ મી ડિસેમ્બર પછીના દિવસે અમે સૌ એ ત્રીજા પિરિયડ ની રાહ જોતા હતા.એ ત્રીજો પિરિયડ શરૂ થયો,પણ એકદમ ઉદાસ રીતે.આજના વિકાસ સરમાં એ ચૈતન્ય,સ્ફુર્તિ નો અભાવ હતો.પિરિયડ પુરી થવાની પંદર મિનિટ પહેલા તેઓ બોલ્યા.

“ મિત્રો આપણો આ સાથ ટુંક સમય માં પતી જશે .તમને નવાઇ લાગશે કે હજી તો બોડૅ ની પરીક્ષાને ત્રણ મહિનાની વાર છે.પણ મારા માટે એક બોડૅ ની પરિક્ષા આવી છે.તમે જાણો છો કે આપણી શાળા નોન ગ્રાંટેડ છે અને આવી શાળાઓમાં શિક્ષકો ના પગાર કંઇ ખાસ હોતા નથી.ગુજરાતી વિષય ના ટયુશન પણ કોઇ મુશ્કેલીથી રખાવે એમ છે.શિક્ષક બનવાનુ ક્ષેત્ર સ્વીકાર્યુ ત્યારે ભાવના તો હતી કે મને જે મારા શિક્ષકો પાસેથી ના મળ્યુ,તે તમને સૌને મળે તેવા પ્રયત્નો કરીશ.માતૃભાષા ગુજરાતી ની પણ સેવા કરીશ.ગુજરાતી લેખકો અને કવિઓ ને જીવંત રાખીશ.પણ આ ટુંકી ઇન્કમમાં ચલાવું અધરુ પડે તેવુ છે.વધારામાં નાની બેન ના મેરેજ અને પપ્પાની બિમારી નો ખચૅ મારા માથે છે.આવી કોઇ વાત મારે સ્કૂલમાં શેર ના કરવી જોઇએ,પણ તમારા લોકો સાથે સધાયેલી આત્મીયતાને કારણે જ આ બોલી રહયો છું.અભ્યાસક્રમ વધારે બાકી નથી અને ગુજરાતી વિષય સાથે તો તમે સૌ સમાધાન કરી લેશો.અંતે એ જ ઇચ્છા છે કે તમે સૌ જીવનમાં આગળ વધો.હા, વાંચવાનુ અને વિચારવાનું છોડતા નહિ.”

સમગ્ર કલાસરૂમમાં આધાત ની લાગણી છવાઇ ગઇ,કોઇને શુ બોલવુ તે સુઝયુ નહિ.વરસાદની એક હેલી અમારા સૌના જીવનમાં આવી ગઇ પણ આંધીએ એને વિખેરી નાખી.આખરે પાર્થે મૌન તોડયુ.

“સર તો તમે કયાં સર્વિસ કરશો ? “

“કોલ સેંટર માં જોડવાનો વિચાર છે શરૂઆત ના ધોરણે તેવો સારો પગાર આપે છે.”

પિરીયડ પતવાનો બેલ કયારનો વાગી ચુકયો હતો.અકાઉન્ટ નો પિરિયડ લેનારા સર દરવાજા સુધી પહોચી ગયા હતા.વિકાસ સર કદાચ વધુ વખત લાગણીઓનો ડુમો મારી શકે એમ નહોતા.તેઓ ઝડપથી નીકળી ગયા,ફરીવાર તેમની સાથે મુલાકાત ના થઇ શકી.

આજે પણ જ્યારે કસ્ટમર કેર માંથી કોઇ પણ ફોન આવે તો હું કાપ્યા વગર અચુક ઉપાડું છું.એ આશાએ કે કદાચ વિકાસ સર નો અવાજ સાંભળવા મળી શકે, અંગ્રેજી માં કહેતો

“વી આર ઓંફરીંગ યુ...........”

“ “