ભૂલ કોની છે ?, એ અત્યારે નક્કી ના કર !
દરેક વ્યક્તિ જીવન માં ડગલે ને પગલે ભૂલ કરતી હોય છે. ભૂલો થાય એ માનવજીવન માં સહજ અને સ્વાભાવિક છે. પરંતુ પ્રત્યેક ભૂલ માંથી કઈક ની કઈક શીખ અને બોધ પાઠ મળે જ છે. પણ સાથે સાથે એ ભૂલ ફરીથી ના થાય એની તકેદારી રાખવી એ પણ અત્યંત આવશ્યક છે. કોઈક મહાન વ્યક્તિ એ કહ્યું છે કે “ ભુલો કરો... ખુબ ભૂલો કરો... પણ એક ની ભૂલ બીજી વાર ના કરો...” દુનિયા માં કોઈ વ્યક્તિ કશું જ શીખી ને નથી આવતી , હા, શીખી ને જાય છે જરૂર . આમ શીખતા શીખતા ભૂલો થાય એ સામાન્ય બાબત છે. ભૂલ એ મનુષ્ય ના જીવન નો અવિભાજ્ય અંગ છે. એક કહેવત છે કે “ જેણે જીવન માં ક્યારેય ભૂલ નથી કરી એ જીવન માં ક્યારેય કશું નવું નથી શીખ્યા “
જયારે વ્યક્તિ કોઈ ભૂલ કરે ત્યારે તરત જ એ ભુલ ને સ્વીકારવા ને બદલે એ ભૂલ ના પરિબળો શોધી અને પરિબળો ને ભૂલ માટે જવાબદાર ઠેરવવાનો પ્રયાસ ચાલુ કરી દે છે, પરંતુ આવા સમયે પોતાની ભૂલ સ્વીકારીને, એના પર વિચારી અને બીજી વાર ના થાય એવો પ્રયાસ કરવો જોઈએ અને કઈક શ્કીહ્વાનો પ્રયત્ન કરવો જોઈએ.. ઘણી વાર એવું બને છે કે જાહેર માં પોતાની ભૂલને લીધે જો કોઈ અન્ય વ્યક્તિ ને નુકસાન થયું હોય, તો લોકો કેટલું , કોનું અને શું નુકસાન થયું છે અને જેનું નુકસાન થયું છે એની પરિસ્થિતિ સમજ્યા વગર જ ભૂલ પોતાની નહતી એવું સાબીત કરવા માં લાગી જાય છે. એક વાર, એક યુવતી ફૂલ ઝડપ માં મોટરકાર લઇ ને જતી હોય છે અને અકસ્માત થઇ જાય છે, એક વૃદ્ધ કાર કાર ટકરાઈ જાય છે. વૃદ્ધ રોડ પર ફંગોળાઈ જાય છે.ત્યાં જ રસ્તા પર લોકો ભેગા થઇ જાય છે. અને તરત જ કાર માંથી યુવતી ઉતરે છે. અને ત્યાં ભેગા થયેલા લોકો ને એવું લાગે છે કે આ યુવતી વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઇ જશે. પરંતુ, બધાના આશ્ચર્યની વચ્ચે વુદ્ધ ને કોઈ ગંભીર ઈજા તો નથી થઇ કે એ ઠીક તો છે એ બધું જોવાને બદલે એ યુવતી સાબિત કરવા લાગી ગઈ કે વૃદ્ધ અચાનક વચ્ચે આવી ગયા અને કાર થી ટકરાઈ ગયા તેથી એમની કોઈ ભૂલ નથી... શું ખરેખર આ સાચો સમય છે પોતાની જાતને બેગુનાહ સાબિત કરવાનો...? શું એ યુવતી એ વૃદ્ધ ની આપવીતી ના સમજવી જોઈએ... ? એને વૃદ્ધ ને ‘ તમે બરાબર છો ને ! ’ એમ ના પૂછવું જોઈએ... ખરેખર આ સમય એ નક્કી કરવાનો નહતો કે ભૂલ કોની છે. આ સમય એ સમજવાનો હતો કે પરિસ્થિતિ શું છે અને એને સમાધાન શું છે.. આવા જીવન ના ઘણા પ્રસંગો એવો આવે છે જેમાં આપણે ભૂલ કોની છે એ સાબિત કરવાને બદલે સામે વાળા વ્યક્તિ ની પરિસ્થિતિ સમજવી જોઈએ અને એ વ્યક્તિને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ભૂલો જીવનના વિવિધ ક્ષેત્ર માં થતી હોય છે. ભણતર માં, રમત ગમત માં, ધંધા માં, રાજકારણ માં. વગેરે માં. ક્યારેક એવડી મોટી મોટી ભૂલો થઇ જતી હોય છે કે ભૂલ કરનારાઓ ઊંડા આઘાત માં સારી જતા હોય છે. જેમ કે ધંધા માં નુકસાન, ભણતર માં અને જીવન માં પણ ક્યારેક આવી ભૂલો થઇ જતી હોય છે. ત્યારે વ્યક્તિ પોતાની જાત ને ગુનેગાર સમજવા લાગે છે. દિલ અને દિમાગ પર એક જ વાત હાવી થતી જતી હોય છે, મન માં અંદરો અંદર એ પોતાની જાત ને કોસતો રહે છે. આવા સમયે એની આસપાસ નું વાતાવરણ અને તેની આજુબાજુ ના લોકો નું વર્તન ચોક્કસ થી અસર કરતુ હોય છે.
એક વેપારી ને ધંધા માં મોટું નુકસાન ગયું.. વેપારી ઊંડા આઘાત માં સરી પડ્યો અને હતાશ થઇ ગયો . એને પોતાના માં રહેલી આવડત પર શંકાઓ થવા લાગી.. આત્મવિશ્વાસ ખૂટવા લાગ્યો.. બહુ જ કઠીન સમય આવી ગયો... પૈસા ના અભાવે ફરીથી ધંધો શરુ કરવાની હિંમત નહતી થતી.. અને સાથે સાથે એના પર આવડી મોટી ભૂલ કરવાનો ભાર હતો... આવા સમયે વારંવાર વેપારીને પોતાની ભૂલ યાદ કરાવવાને બદલે એના પરિવારે એને સંપૂર્ણ સાથ આપ્યો.. એને એના જીવન માં કરેલા સારા વેપાર નો સમય યાદ કરાવ્યો... એને પરિવાર ને આપેલો ફાળો યાદ કરાવ્યો... અને એને હિંમત આપી... એના માં રહેલી આવડ્ગત નો પરિચય કરાવ્યો અને આવી રીતે એને આવી વિકટ પરિસ્થિતિ માંથી બહાર લાવી અને ફરીથી નાનો મોટો ધંધો કરવા માટે પ્રેરણા આપી... અને એ નવા ધંધા માં પણ સાથ આપ્યો... વેપારી, ધગશ થી ધંધો કરવા લાગ્યો... અને જોત જોતામાં અમુક સમય માં એ ફરીથી મોટો વેપારી બની ગયો અને પહેલા કરતા વધારે તગડી કમાણી કરવા લાગ્યો. અને તેના બાદ પરિવારે એને કરેલી ભૂલ સમજાવી અને ફરીથી આવી ભૂલ થાય એ બાબત ની તકેદારી રાખવા ધ્યાન દોર્યું.
આ બધું ક્યારે શક્ય બન્યું કે એ વ્યક્તિને એના પરિવારે એને કરેલી ભૂલ નો અહેસાસ કરાવવાને બદલે એને તમામ ર્રીતે સાથ, સહયોગ અને સાંત્વના આપી. જો નુકસાન ના સમયે જ પરિવાર ના લોકોએ એના પર આરોપો મુક્યા હોત અને એને કરેલી ભૂલો યાદ કરાવી એને દબાવી દીધો હોત, તો કદાચ એ ફરીથી ક્યારેય ધંધો કરવાનું સાહસ ના કરી શક્યો હોત અને એનું જીવન આમ જ હતાશા અને આઘાત માં પસાર થઇ જાત. પરંતુ એના પરિવારે એવું નહતું કર્યું, કારણ કે એના પરિવાર ના લોકો એટલું ચોક્કસ સમજતા હતા કે આ સમય ભૂલ સમજાવવાનો નથી. પણ વ્યક્તિ ની પરિસ્થિતિ સમજવાનો છે, વ્યક્તિ ને સાથ આપવાનો છે, વ્યક્તિને આ ઊંડા આઘાત માંથી બહાર કાઢવાનો છે. એની હતાશા દૂર કરવાનો છે.
હાલ માં તાજેતર માં જ રમાયેલા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ માં ફાઈનલ માં વેસ્ટઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ સામસામે હતા. મેચ ની છેલ્લી ઓવર નાખતા ઇંગ્લેન્ડ ના બોલર ને કલ્પના પણ નહતી કે આઠમાં નંબરે આવેલ બેટ્સમેન પહેલા જ ચાર બોલ માં ચાર છક્કા મારીને વર્લ્ડ કપ ની બાજી ઇંગ્લેન્ડ ના હાથ માં થી છીનવી લેશે. કદાચ એ મેચ જોઈ હોય તો, મેચ હાર્યા પછી છેલ્લી ઓવર નાખનાર બોલર મેચ ના ગ્રાઉન્ડ પર જ રડવા લાગ્યો હતો અને એ જ સમયે ઊંડા આઘાત માં સરી પડ્યો હતો. ઇંગ્લેન્ડ પહોચ્યા બાદ પણ એ ભયંકર તણાવ માં હતો.. અને એને આવા સમયે દેશ ને વર્લ્ડ કપ જેવડી મોટી ઇવેન્ટ માં હાર નો સામનો કરાવવાનો ભાર એના પર હતો. વર્લ્ડ કપ ની હાર માટે એ પોતાની જાત ને જવાબદાર માનતો હતો. પરંતુ જોવાજેવી બાબત એ છે કે મેચ ના બીજા દિવસે ઇંગ્લેન્ડ ના તમામ વર્તમાન પત્ર માં એને ભૂતકાળ માં કરેલા સારા પ્રદર્શન ના જ અહેવાલો હતા એક પણ નકારાત્મક સમાચાર નહતા છપાયા.. અને સોશિયલ મીડિયા પર પણ એને સાથ આપતી જ કોમેનટ્સ અને પોસ્ટ હતી.... એટલું જ નહિ. ઇંગ્લેન્ડ ના ખેલાડીઓએ પણ એને મેચ બાદ પણ અમુક દિવસો સુધી એકલો ન છોડવાનું નક્કી કર્યું હતું. અને વારાફરતી બધા જ એની સાથે રહેતા અને એ રીતે એને આવા ઊંડા આઘાત માં થી બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો...
વિધાર્થી, વેપારી, રમતવીર, કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય જયારે કોઈ આવી મોટી ભૂલ કરી બેસે ત્યારે આપણે એના પર આરોપો લગાવવા કે એને દોષી ઠેરવવો કે પછી એને એની ભૂલો સાબિત કરવાને બદલે એને સાથ, સહકાર, સાંત્વના,સહયોગ અને બહાર આવા માટે સમય આપવો જોઈએ. જેથી એ આવી વિકટ પરિસ્થિતિ માંથી બહાર આવી શકે અને જેથી એ એની ભૂલો સમજી એના પરથી બોધપાઠ મેળવી શકે અને એક સારું ભવિષ્ય પામી શકે.
વ્યક્તિને ભૂલ સમજાવવા માટે યોગ્ય સમય ની રાહ જોવી જરૂરી છે.ભૂલ ગમે એવડી મોટી કેમ ના હોય, એક ભૂલ થી વ્યક્તિ જિંદગી હારી ના જાય અને એમાં થી બહાર નીકળી શકે એની જવાબદારી તેની આસપાસ માં રહેલા લોકોની છે. અને જયારે આપણી ભૂલ થી કોઈને દુખ પહોચ્યું હોય, કોઈને હાની પહોચી હોય, કોઈને નુકસાન થયું હોય , ત્યારે પોતાની જાતને બેગુનાહ સાબિત કરવા ને બદલે સામે વાળા વ્યક્તિની પરિસ્થિતિ ને સમજવી જોઈએ અને એને બહાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ..! સત્ય પણ સમજાવવું જોઈએ , પણ સમયને અનુરૂપ સમજાવવું જોઈએ !