સટ્ટો રૂપિયાનો કે જીંદગીનો Bhavin Goklani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

સટ્ટો રૂપિયાનો કે જીંદગીનો

સટ્ટો રૂપિયાનો ? કે જીંદગીનો ?

આજ ના આ સમય માં દરેક માતા પિતા ઇરછતા હોય છે કે એમના સંતાન ભલે એ દીકરી હોય કે દીકરો પણ એ ભણી ને આગળ વધે અને ડોક્ટર ,વકીલ, એન્જીનીયર, કે શિક્ષક બને.પરંતુ શું ખરેખર આવું બને છે ખરી? અને જો નથી બનતું.. તો કેમ આવું નથી બનતું?? એના માટે જવાબદાર કોણ છે ? બાળક પોતે ? બાળક ના માતા પિતા ? શિક્ષક ? સમાજ ? કે એની આસપાસ નું વાતાવરણ ?

બીજા કોઈ પરિબળ પર ચર્ચા કરવા કરતા હું આજે એ વાત પર વધુ જોર મુકીશ કે બાળક ના આસપાસ નું વાતાવરણ ખરેખર બહુ જ અસર કરે છે. આસપાસ નું વાતાવરણ એટલે શું ?વાતાવરણ એટલે ઘર નું વતાવરણ, સમાજ નું વાતાવરણ, શિક્ષણ ની અસર, આસપાસ ના લોકો મા શિક્ષણનું પ્રમાણ.

એક વાત છે એક નાનકડું ગામ હતું, જેમાં શિક્ષણ નું પ્રમાણ ઠીક હતું, પણ ત્યાં ના લોકો ઠાઠ થી જ જીવતા , ત્યાંની વિશેશતા એ હતી કે લોકો બહુ નાની જ ઉમર થી કમાવા લાગતા...... હે ??? શું વાત કરો છો ? હા બિલકુલ બરાબર વાંચ્યું છે તમે... બહુ જ નાની ઉમર થી બાળકો માં કમાવા ની એટલી બધી ધગસ હોય કે એ કોલેજ સુધી નું શિક્ષણ તો પૂરું કરે પણ ખરૂ અને ના પણ કરે,.. આપને આ વાત થી કદાચ આનંદ થશે કે એ તો સારું કેવાય ક બાળક ને કમાવા નો ઉત્સાહ હોય છે , એ લોકો નાની ઉમરે જ એમના માતા પિતા નો સહારો બને છે . પોતાનો ખર્ચ જાતે જ ઉઠાવી લે. પરંતુ આપ એ વાત થી અજાણ છો કે એવો તો કયો ધંધો છે કે જેમાં બાળકો ઉત્સાહ થી લાગી જાય છે. કદાચ એ જાણી ને તમને દુખ પણ થશે કે એ લોકો ક્રિકેટ ના સટ્ટ! માં લાગી જાય છે ?

શું વાત કરે છો ??? હા એ વાત સત્ય છે કે બાળકો ક્રિકેટ ના સટ્ટ! માં જોડાઈ જાય છે. અને એટલી હદ સુધી

ધોરણ ૧૦ માં ભણતા બાળક ને ભલે એ ખબર ના હોય કે એને કેટલા વિષય ભણવા માં આવે છે , પણ એને એ ચોક્કસ ખબર હોય કે મેચ માં કેટલા સેશન હોય.

એને એ પરીક્ષા નો કાર્યક્રમ ભલે ખબર ના હોય પણ વલ્ડકપ, આઈ .પી.એલ., અને બીજા બધા કપ ના કાર્યક્રમ બહુ જ સારી રીતે ખબર હોય.

એને ગણિત ના દાખલા , વિજ્ઞાન ના પ્રયોગ ભલે ના આવડતા હોય પણ એને ખાધા – લગાડ્યા , લંબી, મેચ સેસન, ના બધા જ, કન્સેપ્ટ ખબર હોય છે...

એ ભણતર માટે ભલે ૨ કલાક ના બેસે. પણ મેચ માટે ૬ કલાક એક ધર્યા બેસી સકે છે..

એ ભલે રાતે ૧૨ વાગ્યા સુધી ભણી ના સકે, પણ ૪ વાગ્યા સુધી મેચ ચોક્કસ જોઈ સકે છે...

શરૂઆત માં આવા બાળકો મેચ ના રવાડે ચડી પોતાના ભણતર માંથી રસ ગુમાવી બેસે છે અને ધોરણ ૧૨ સુધી તો માંડ માંડ ભણે છે... અને ત્યાં સુધી તો એ લોકો મેચ ના મોટા મોટા સોદા કરવા લાગે છે.. શરૂઆત માં એ લોકો ખુબ કમાય પણ છે... અને એમના મોજ્શોખ પણ વધતા જતા હોય છે.... આવા લોકો ઓનલાઈન જુગાર રમતા પણ થઇ જાય છે. અને ક્યારેક રૂપિયા ગુમાવે તો પણ એ પૈસા પાછા રિકવર કરવા ની લાલચે ક્યારેક મોટા ખાડા પણ કરી બેસતા હોય છે.. શોર્ટકટ થી પૈસા કમાવાની લાલચે લોકો એ પણ ભૂલી જતા હોય છે કે એ લોકો જે કરી રહ્યા છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે...મેચ ના ધંધા ની સાથે સાથે એમની આદતો અને સોબતો પણ બગડતી જાય છે. જે છોકરા ની ઉમર સવારે ઉઠી ને દૂધ પીવાની હોય છે.. એ છોકરો ઉઠી ને સિગારેટ માંગે છે.. ક્યારેક દારૂ પણ..... આવા લોકો નવરાશ ના સમય માં જુગાર પણ રમતા હોય છે. અને ૨-૩ વર્ષ ના ધંધા દરમ્યાન કેટલાક લોકો તો એવડા મોટા નુકસાન પણ કરી બેસે છે કે એમના પિતા આખી જિંદગી માં કમાણા ના હોય.. અને પછી એ નુકસાન ભરપાઈ કરવા પિતા પોતાની આખી જિંદગી ની કમાણી આપી દે છે.. અથવા તો આખા જીવન માં બનાવેલ આબરૂ ગુમાવે છે. સરવાળે આવા બાળકો પોતાનું કરીઅર બરબાદ કરે છે.... અને નાની ૨૫-૩૦ વર્ષ ની ઉમરે જ મન થી હારી ને મરી મરીને જીવે છે અને પછી આવા હતાશ લોકો ગુનાઈત પ્રવૃત્તિઓ માં લાગી જતા હોય છે .... આ વસ્તુ ના અપવાદ પણ છે... ઘણા લોકો નાની ઉમરે બહુ રૂપિયા પણ કમાય છે... અને સારું ભૌતિક જીવન પણ જીવે છે.... પરંતુ મન ની શાંતિ નથી મળતી,.. આવા લોકો પોતાની સાથે પોતાના સંતાનો ને પણ આવી જ લાઈન પર દોરવા માટે આડકતરી રીતે પ્રોત્સાહન પણ પૂરું પાડે છે.. એવા ઉદાહરણ પણ જોવા મળ્યા છે, કે પિતા પોતે મેચ માં ધ્યાન આપતા હોય અને એમની પાસે એમનો ૭-૮ વર્ષ નો બાળક એમની પાસે બેસીને ખાધા-લગાડ્યા ના સોદાઓ નોટ માં લખતો હોય છે. એવું પણ જોવા મળ્યું છે કે એમની ૧૭-૧૮ વર્ષ ની દીકરી બાજુ માં બેસીને લેપટોપ પર સોદા લખતી હોય છે. ક્યારેક ગૃહિણીઓં પણ એમના પતિ ને આવા કામ કાજ માં મદદરૂપ થતી હશે.. .. શું આવા વાતાવરણ માં ઉછરેલ બાળક ક્યારેય મહેનત થી પૈસા કમાઈ શકશે ખરી ??? શું એ બાળક ભવિષ્ય માં બીજા કોઈ ધંધા માં જોડાઈ શકશે ? કે ભણી ગણી ને આગળ વધી શકશે ખરી ?? ખરેખર આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે ?????

આ પ્રશ્નો મારા નથી.. પણ સમાજ ના કેટલાય પરિવાર ના છે.. મેં તો બસ સમાજ ના પ્રશ્નો ને એક વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે..

ઘણા આવા લોકો ને પૂછવા માં આવ્યું તો એમના જવાબ માં હતું કે....

 • અમારા માતા પિતા એ અમને રોક્યા નહિ....
 • અમારે મિત્રો ના કારણે અમે રસ્તો ભટકી ગયા....
 • આસપાસ ના વાતાવરણ ને કારણે અમે ફસાઈ ગયા....
 • ટૂંક સમય માં પૈસાદાર થવાના સપના ના કારણે બહુ જ આગળ વધી ગયા.
 • ભણવામાટે કોઈ પ્રેરણા નહોતી મળી.
 • સફળ થવા માટે શોર્ટ-કટ અપનાવ્યો હતો.
 • નાણાકીય પરિસ્થીતી સુધારવા માટે.
 • મોજ શોખ ના ખર્ચા ને પહોચી વળવા આ રસ્તો પકડ્યો..
 • પરંતુ મારા મત મુજબ આ બાબતે કોણ કોણ જવાબદાર છે ?

  ૧. માતા પિતા

  પોતાનું બાળક શું કરે છે અને શું નહિ એ ધ્યાન રાખવાની જવાબદારી એમની હોય છે... જયારે એ લોકો જ કોઈ પડી ના રાખે... બાળક ને જે કરવું હોય એ કરવા દે.... એને ભણવા માટે પ્રોત્સાહન પૂરું ના પાડે.... ત્યારે આવી પરીશ્થીતી નું સર્જન થતું હોય છે...

  ૨. સમાજ

  સમાજ લગ્ન, તહેવારો, સ્નેહમિલન. જેવી બાબતો ને તો ચોક્કસ મહત્વ આપે છે પણ ક્યારેય બાળક ના કારકિર્દી ના કાર્યક્રમ કે એના માં બીજી કળા નો વિકાસ થાય... આવી બાબતો માં સમાજ નો ફાળો બહુ ઓછો હોય છે...

  ૩. કૌટુંબિક પરિસ્થિતિ

  જયારે કોઈ કુટુંબ આર્થિક રીતે સધ્ધર ન હોય ત્યારે બાળક પર કમાવા નું વધતું જતું દબાણ પણ સટ્ટાકીય પ્રવૃત્તિ તરફ ધકેલવા નું એક કારણ બની રહે છે....

  ૪. એવા લોકો જે પહેલા થી આવી પ્રવૃત્તિ માં જોડાયેલા છે...

  જે લોકો પોતે સટ્ટાકીય બાબતો માં જોડાયેલા છે... કાંતો એ કમાઈ ને બેઠા છે... અથવા તો ખોએલા પૈસા કમાવાની આશાએ બેઠા છે.... એ લોકો નવા લોકો ને શીખવે છે... અને એમને અંદર આવવા માટે પ્રેરણા આપે છે... મારા મત મુજબ એ લોકો ના પણ કોઈ નીતિ નિયમો હોવા જોઈએ... એમના પણ ધારા ધોરણો હોવા જોઈએ જેમ કે... અમુક ઉમર થી ઓછી વયના બાળકો સાથે સટ્ટાકીય વ્યવહાર કરવો નહિ.... જે લોકો સાથે વ્યવહાર થાય છે એમના સગ્ગા સંબંધીઓ ને જાણ છે ક એ લોકો સટ્ટાકીય પ્રવૃત્તિ સાથે જોડાયલ છે... જો આવા કોઈ નિયમો હોય તો નવા લોકો ને અને ખાસ કરી આવનાર યુવાનો ને આવી પરિસ્થિતિ નો સામનો નહિ કરવો પડે.

  મને એ વાત ની ચોક્કસ ખાતરી છે કે કોઈ માતા પિતા એવું તો નહિ જ છે કે એમનું સંતાન એક સટોડીયો બને... અરે એ લોકો પણ નહિ ઇરછે ક જે લોકો પોતે સટ્ટાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ છે.. સફળ પણ છે... એવા લોકો પણ નહિ જ ઇરછે કે એમના સંતાન પણ મોટા થઇ ને એમના માર્ગે જ ચાલે..પરંતુ મોટાભાગે એ બાળકો એમના પિતા નું જ અનુકરણ કરતા હોય છે. શરૂઆત માં ભલે ભણવા માટે બહાર જાય પણ અંતે એન્જીનીયર બને કે વકીલ છેલ્લે તો સટ્ટ! ના ધંધા માં જ જોડાઈ જાય છે.

  વિચારવા લાયક છે.. કે આ સટ્ટો રૂપિયાનો છે ?? કે જિંદગી નો ??

  ખરેખર આજના યુવાનો ને સાચી દિશાએ દોરવાની ખુબ જરૂર છે... આજ ના યુવાનો કાલ નું ભવિષ્ય છે... આજના બાળકો એ કાલ ના ઘડવૈયા છે... એ લોકો નું જીવન સારું ઘડાય એની જવાબદારી આ અનુભવી સમાજ ની છે.... અનુભવી લોકો ની છે....

  માત્ર મારા મંતવ્ય રજુ કરવાથી જો કોઈ ની લાગણી ને ઠેસ પહોચી હોય તો હું ક્ષમા યાચના ચાહું છુ... આ મારો એક નિર્દોષ પ્રયત્ન છે કે કોઈ વ્યક્તિની કે એના થકી એના પરિવાર ની જીન્દગીમાં આંચ ના આવે...

  આ લેખ વાંચ્યા પછી જો એક વ્યક્તિ પણ આવા ધંધા માં જોડાંતા અટકાય છે, અથવા તો બીજા ને આ માર્ગે આવતા અટકાવે છે. તો હું મારી જાત ને સફળ ગણીશ..

  “ ચાલો વિચારીએ..... ચાલો વિક્સીએ....”

  વંદે માતરમ !