મમ્મી, મારે સ્માર્ટ ફોન બનવું છે.
એવું તો સાંભળ્યું હશે કે મારે ડોક્ટર બનવું છે, શિક્ષક બનવું છે, એન્જીનીયર બનવું છે, કે પછી પાયલોટ બનવું છે પણ આ બધી મહ્ત્વ્કન્ક્ષાઓ વ્યક્તિના મગજ માં તૈયાર થયેલ નકશો છે, એક વિઝન છે. પણ જયારે વાત એવી આવે કે મારે સ્માર્ટ ફોન બનવું છે, ત્યારે કઈક અજુગતું જ લાગે છે, કઈક નવું લાગે છે, કઈક અચરજ પમાડે એવું લાગે છે. પણ એક નિર્દોષ બાળકે એવું કેમ કહેવું પડ્યું કે મારે સ્માર્ટ ફોન બનવું છે, એ વાત હ્રદયસ્પર્શી છે.
એક માતા જે પોતે શિક્ષિકા હોય છે, એમનું સંતાન એ જ શાળા માં ભણતું હોય છે જ્યાં તેઓ ટીચર હોય છે. બાળક નું નામ રાઘવ હોય છે, રાઘવ ધોરણ ૩ માં ભણતો હોય છે, એક વાર શાળા માં વકતૃત્વ સ્પર્ધા નું આયોજન થાય છે. જેમાં રાઘવ પણ ભાગ લે છે અને એનો વિષય છે ‘ મારી મહત્વકાન્ક્ષા ’ મતલબ કે તમે શું કરવા માંગો છે, શું બનવા માંગો છો એના પર વિચારો પ્રગટ કરો, સામાન્ય રીતે આવા વિષય પર લોકો કહેતા હોય છે, કે મારે ડોક્ટર બનવું છે, શિક્ષક બનવું છે, એન્જીનીયર બનવું છે, કે પછી પાયલોટ બનવું છે. રાઘવ ની મહ્ત્વકાન્ક્ષા કઈક જુદી જ રીતે રજુ થાય ... ત્યાં હાજર તમામ વ્યક્તિઓની આંખ ભીની થઇ જાય છે, જયારે વક્તવ્ય પૂરું થાય એની પહેલા જ એની માતા સ્ટેજ પર જઈને એને છાતી સરસો ચાંપી ને રડવા લાગે છે.
રાઘવ નું વક્તવ્ય...
“ હું જયારે બોલતો હોઉં, ત્યારે મારા પપ્પા મને નથી સાંભળતા.. પણ જયારે ફોન આવે ત્યારે ફોન પર બધું જ ધ્યાન થી સંભાળતા હોય છે ભલે હું કઈક મહત્વ નું બોલતો હોઉં તો પણ નથી સાંભળતા ”
“ પપ્પા , જયારે ઓફીસ થી કંટાળી આવે ત્યારે પણ એ ફોન માં કેન્ડી ક્રશ રમે છે પણ મારી સાથે નથી રમતા”
“ પપ્પા ધ્યાન રાખતા હોય છે ફોન ના પડી જાય હાથ માંથી, એ કેમ મારું એટલું ધ્યાન નહિ રાખતા હોય ? ”
“ મારા મમ્મી કે પપ્પા જયારે મહત્વનું કામ કરતા હોય અને ફોનની રીંગ વાગે, તો એક જ રિંગે ફોર ઉઠાવી લે છે, પણ મને નથી ઉઠાવતા હું પડી જાઉં અને રડતો હોઉં તો પણ ”
“ મમ્મી-પપ્પા Facebook પર બીજા ના ફોટા જોવે છે, જયારે હું તો એમની સામે જ છું, તો કેમ એ મને નથી જોતા ? “
“ મમ્મી-પપ્પા માટે હું મહત્વનો છુ કે ફોન ? “
“ એમની પાસે ફોન માટે સમય છે, પણ શું મારા માટે સમય નથી? ”
“ મને ખબર પડી ગઈ છે કે મારા મમ્મી – પપ્પા મારા કરતા વધારે પ્રેમ સ્માર્ટ ફોન ને કરે છે, એટલે, મારે સ્માર્ટ ફોન બનવું છે... જેનાથી કદાચ વધારે નહિ પણ ફોન જેટલો પ્રેમ તો તમે મને કરશો....”
હૃદય દ્રવી ઉઠી એવી વાત જો ૮ વર્ષ નું બાળક સમજી શકતું હોય, તો પછી આપણે કેમ આ વાત ને ના સમજી શકીએ કે બાળકને લાગણી, પ્રેમ , હુંફની જરુર હોય છે. એને આપણા સમય ની જરૂર હોય છે. એક ટચુકડી વાત યાદ આવે છે. “ એક બાળક પૂછે છે... પપ્પા તમારો પગાર કેટલો છે ?.. પિતા ગુસ્સે થાય છે અને ગુસ્સા માં જ બોલે છે.. તારે જાણી ને શું કામ છે ?.... ત્યારે બાળક રડવા લાગે છે.. અને રડતા રડતા કહે છે... બોલો ને પપ્પા, તમારો રોજનો કેટલો પગાર છે.. બાળક ને રડતા જોઈ પપ્પા પાસે આવીને માથા પર હાથ મુકીને કહે છે.. ૮૦૦ રૂપિયા એક દિવસ ના.... બાળક ઝડપ થી દોડી ને એના રૂમ માં જાય છે અને પાછો આવે છે અને એને ભેગા કરેલા પૈસા માંથી ગણી ને ૧૬૦૦ રૂપિયા આપે છે અને કહે છે, પપ્પા તમે રોજ સવારે ઓફીસ જાઓ છો અને સાંજે પાછા આવો છો તમને મારા માટે સમય નથી હોતો... તો તમે બે દિવસ ઓફીસ ના જશો... બે દિવસ મને સમય આપો... આ તમારા બે દિવસ નો પગાર.....!!!!
પપ્પા, સ્તબ્ધ રહી જાય છે, અને ભેટી ને રડી પડે છે...........
એમને સમજાઈ જાય છે કે બાળક ને પણ સમય આપવો પડે.. અને એ એ દિવસે ઓફીસ જવાનું ટાળે છે. અને આખો દિવસ બાળક સાથે વિતાવે છે.”
“ એક વાર હું રેલ્વે માં મુસાફરી કરતો હતો ત્યારે મારી સામે બેઠેલા પતિ-પત્ની ઝઘડતા હતા... અને એ વાત પર ઝઘડતા હતા.. કે એમનું બાળક રડતું હતું... પત્ની પતિ ને કહે કે એને સંભાળો... અને પતિ પત્નીને કહે કે એને રમાડ અને છાનો રાખ... નવાઈ ની વાત એ હતી કે બંને એટલા માટે એક બીજા ને કહેતા હતા કેમકે બંને સ્માર્ટ ફોન મંતર તા હતા... કદાચ FaceBook કે WhatsApp માં જ મથતા હતા.... અને કદાચ એમનું બાળક રડતું રડતું મન માં પણ એવું જ કહેતું હશે કે તમે મારી સામે જુઓ.. મને સમય આપો.. મને સાચવો.. પણ, એ લોકો માટે કદાચ ફોન સાથે રમવું વધારે મહત્વ નું હતું... અને ના કે બાળક ને સાચવવું...”
આ નવી પેઢીને સમજવાની અને જાણવાની જરૂર છે.. ક્યારે કઈ વસ્તુ ને કેટલું મહત્વ આપવું... તમારા સંતાન ને સમય આપો... પ્રેમ આપો.. હુંફ આપો.. લાગણી આપો... માર્ગદર્શન આપો... એવું નથી કે ક્યારેય સ્માર્ટ ફોન ને હાથ ના લગાવવો અને માત્ર બાળકો પર જ ધ્યાન આપવું.. પણ સમતુલા જાળવવી જરૂરી છે.. જયારે જેનુ મહત્વ હોય એને સમય આપવો..... પણ માત્ર તેમ પાસ કરવા... કે માત્ર તમને મજા લેવી છે એટલે ફોન નો ઉપયોગ કરી અને તમારા સંતાન નો લાગણી નો હક ના છીનવી લેશો.... ગમે એટલા વ્યવસ્ત કેમ ના હોઈએ આપણા પોતાના માટે તો સમય કાઢવો જ જોઈએ... અને જો એ સમય ના કાઢી શકીએ.. તો ગમે એટલા વ્યસ્ત હોઈએ એ નિરર્થક છે....
જય હિંદ.. !
ચાલો વિચારીએ.... ચાલો વિક્સીએ.....
ભાવિન જગદીશકુમાર ગોકલાણી
ભાભર – ૩૮૫૩૨૦(બ.કા)