‘FACEBOOK – WhatsApp’ની જરૂર શું છે Bhavin Goklani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

‘FACEBOOK – WhatsApp’ની જરૂર શું છે

‘ FACEBOOK – WhatsApp ‘ ની જરૂર શું છે ???

એકવીસમી સદી નું સૌથી મોટું પરિવર્તન કહીએ તો કદાચ એ ‘ Internet ‘ કહી શકાય.જીવન કેટલું બદલાઈ ગયું... ખરીદી કરવી હોય તો.. Online... સલાહ લેવી હોય તો.... Online... પત્ર લખવો હોય કે કોઈ દસ્તાવેજ મોકલવા હોય તો... Online... સરકારી કામ-કાજ પણ હવે તો Online થઇ રહ્યા છે. અરે, લગ્ન પણ Online થઇ રહ્યા છે અને બાકી રહી જતું હતું તો પ્રેમ પણ Online થવા લાગ્યો. એક વાત તો આપણે માનવી પડે કે ઈન્ટરનેટ આવતા આપણી જીન્દગી મોટા પ્રમાણ માં બદલાઈ ગઈ છે. બધા કામ કાજ સરળતા થી અને ઝડપથી તેમજ સારી રીતે વિના ઝંઝ્ટે થવા લાગ્યા... બદલાતા સમય સાથે બદલાતી ટેકનોલોજી આપણે અપનાવવી પડે, નહિતર હરીફાઈ ની દુનિયા માં પાછળ રહી જઈએ. પરંતુ એ નવી ટેક્નોલોજી થી કેટલો ફાયદો અને કેટલું નુકસાન થાય છે. એ બાબતને ધ્યાન માં રાખીને ઉપયોગ કરવો જોઈએ. આધુનિક ટેકનોલોજી ના નામે અમુક એવી પણ વસ્તુઓ પણ ઘુસી ગઈ છે કે લાંબા ગાળે દેશ ના યુવા ધનને મોટા પ્રમાણ માં નુકસાન પહોચાડી શકે છે. કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કઈ વસ્તુની વાત કરું છું. હા.... હું FACEBOOK, WhatsApp, Online Games, Android Apps નીવાત કરું છું.

અત્યારે મોટા ભાગ ના ૧૫ વર્ષે થી વધુ વય ના બાળકો FACEBOOK પર આવી ગયા છે. બધા પાસે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન છે. એમાં અગણિત ગેમ્સ એ પણ ફ્રી મળે છે. એમાં WhatsApp તો જાણે આજકાલ ની ફેશન થઇ ગઈ છે. લ્યો.. તમે એમ કહો ને મારે WhatsApp નથી.. તો સામે વાળા એવું વર્તન કરે ને કે જાણે આપણે પછાત હોઈએ ને.... લોકોની માન્યતાઓ બદલાઈ ગઈ છે... આદતો બદલાઈ ગઈ છે... રમતો બદલાઈ ગઈ છે. વિચાર સરણી બદલાઈ ગઈ છે.. પહેલા ના સમય માં બાળકો સાથે મળીને લંગડી, ચોર પોલીસ, ક્રિકેટ, અને બીજી અન્ય રમતો રમતા જેનાથી બાળક નો શારીરિક વિકાસ થાય, આત્મવિશ્વાસ માં વધારો થાય, કૌશલ્ય માં વધારો થાય અને આમ આવી રમત રમવાથી આવતા પરિવર્તન ને લીધે જીવન માં પણ આગળ વધે..

પણ, હાલ ના સમય માં બાળકો સાથે મળીને Online ગેમ્સ રમતા હોય છે. બોલો, હવે આ રીતે કઈ રીતે શારીરિક વિકાસ થશે કે આત્મવિશ્વાસ વધશે ? અને સૌથી ચિંતાજનક બાબત એ છે આ ગેમ્સ રમવી એ આજની પેઢી માટે એક નશો બની ગયો છે. જો દિવસે ગેમ ના રમે ને તો એને રાતે ઊંઘ ના આવે.. એવું પણ ધ્યાન માં આવ્યું છે કે લોકો પોતાનો ધંધો મુકીને પણ આખો દિવસ ગેમ રમ્યા કરતા હોય છે. એક તાજેતર ની વાત કરું તો તીન પત્તિ ગેમ નું નામે તો તમે સાંભળ્યું જ હશે.. તીન પત્તી વિશે એવું પણ જાણવા મળ્યું છે કે લોકો ગેમ માં એટલા બધા ખોવાઈ જાય છે કે રાત-દિવસ તીન પત્તિ રમતા હોય છે.. એવા ઘેલા બની જાય છે.. ગાંડા બની જાય છે.. રાત-દિવસ ગેમ રમી પોતાનું રોજિંદુ જીવન બરબાદ કરતા હોય છે... અને સૌથી ખરાબ વાત તો એ છે કે તીન પત્તી રમતા રમતા લોકો Online જુગાર ના રવાડે ચડી જાય છે.

મને યાદ છે, કે આજ થી ૧૦ વર્ષ પહેલા હું જયારે રાતે જમીને લટાર મારવા બહાર નીકળતો ત્યારે બહાર બેઠેલા બાળકો ભણવાની વાતો કરતા હતા, જૂની વાર્તાઓ કહેતા હતા, દોડ પકડ જેવી રમત રમતા હતા, કઈ નું કઈ શીખતા હતા.... પણ અત્યારે હું રોજ બહાર નીકળું ત્યારે જો સાત છોકરા બેઠા હોય ને તો એમાં થી ઓછા માં ઓછા છ છોકરાઓ તો ફોન માં જ ખોવાઈ ગયેલા હોય છે. કોઈ જ બીજી પ્રવૃત્તિ ના હોય.. કાં તો ગેમ રમતા હોય... કાં તો FACEBOOK... નહિ તો સો એ સો ટકા WhatsApp તો ચાલુ જ હોય.... અને આ બાબત નું તો નિરક્ષણ તમે પોતે પણ કર્યું હશે. વિચારવા લાયક બાબત છે કે જો આવી જ રીતે ચાલશે તો શું થશે યુવાનો નું...? એવું જોવા મળતું હોય છે કે લોકો પોતાને નિષ્ફળ બનાવે એવા પરિબળો ને શોધી અને પ્રયત્ન કરતા હોય છે કે એવા પરીબળો સામે લડી શકે...પણ અહિયાં તો લોકો ને ખબર છે કઈ જ મળવાનું નથી.. માત્ર સમય અને રૂપિયા નો બગાડ જ છે...તો પણ લોકો આ ઝેર ને સામે ચાલી ને ગળે ઉતારે છે જેનું પરિણામ વહેલા મોડું ભોગવવું જ પડે છે.

FACEBOOK ની વાત આવે એટલે એક પ્રશ્ન મારા મગજ માં જરૂર થી આવે છે અને આ પ્રશ્ન મેં બહુ બધા લોકો ને પૂછ્યો છે પણ આજ દિવસ સુધી કોઈએ મને સાચો , સંતોષકારક અને લોજીકલ જવાબ મળ્યો નથી. આજે આપને પણ પૂછું છું. અને તમે પણ બીજા જે મળે એમને પુછજો..

“ FACEBOOK કરવા થી તમને શું ફાયદો થાય છે ?”

“ કોઈ એક કારણ છે, તમારી પાસે FACEBOOK કરવાનું ?”

“ આજ સુધી તમને FACEBOOK થી શું હાંસલ થયું ?”

સમય, રૂપિયા, અને તમારી થઇ શક્તી પ્રગતી ના નાશ સિવાય બીજું કઈ જ મળ્યું નહિ હોય. હા, ઘણા લોકો એવો જવાબ આપે છે કે મને મારા Photo પર ૧૦૧ Like મળી.. બોલો, હવે આપણે Facebook ની Like થી પેટ ભરવાનું ?? Facebook પર Like ના આવે તો ઊંઘ નથી આવતી માણસ ને...

મારો એક મિત્ર છે, એ જયારે Facebook પર Photo મુકે ત્યારે મને અને એમાં બધા જ મિત્ર ને ફોન કરીને કહે કે મારો Photo Like કરજો, શું સમજવાનું હવે આપણે ???? ખરેખર આવી રીતે વ્યક્તિ હાંસલ શું કરવા માંગે છે એની ખબર જ નથી પડતી. બોલો, આજથી ૧૦ વર્ષ પહેલા આપને ફોટો પડાવતી વખતે ક્યારેય વિચાર્યું હતું કે આ ફોટો FACEBOOK પર કેવો લાગશે.? કહેવાનો અર્થ એ છે કે આપણે એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જેની આપણ ને જ ખબર નથી કે કેમ કરીએ છીએ ? શા માટે કરીએ છીએ ? એના થી શું મળે છે ?

FACEBOOK થી આટલું બધું નુકસાન થાય છે અને કોઈ ફાયદો છે જ નહિ તો FACEBOOK ની શોધ જ કેમ થઇ હશે ? વાત બહુ સાચી છે, પ્રશ્ન પણ વ્યવહારીક અને વ્યાજબી છે. તો એનો જવાબ પણ એટલો જ અપેક્ષિત છે. FACEBOOK એટલે આમ તો સોશીયલ મીડિયા એટલે સામાજિક જીવન, પણ ઈન્ટરનેટ પર... હવે વાત જયારે સામાજિક જીવન ની આવે છે ત્યારે અમેરિકા જેવા વિકસિત દેશ માં અત્યંત વ્યસ્તતા ને કારણે સામાજિક જીવન શક્ય નથી બનતું.. એક ઘર માં રહેતા બધા સભ્યો પણ સામાન્ય રીતે ભેગા નથી થઇ શકતા અને અઠવાડિક રજા અથવા જાહેર રજા ના દિવસે જ મળતા હોય છે. એટલે એક બીજા થી સંપર્ક માં રહેવા માટે Social Media એટલે કે FaceBook કે અન્ય કોઈ ઈન્ટરનેટ ના માધ્યમ નો ઉપયોગ કરે છે. જયારે આપણે તો એકના એક વ્યક્તિને રોજેરોજ વગર કામે પણ ભેગા થઇ જઈએ છીએ, તો આપણે વળી આ Social Media ની શું જરૂર ? હા, મોટા શહેરો માં જ્યાં ખરેખર લોકો અતિ વ્યસ્ત છે ત્યા અમુક અંશે Social Media ઉપયોગી નીવડે છે. પણ જ્યાં ગામ જ નાનું છે. ત્યાં ખરેખર આવી વસ્તુ સમાજ અને યુવાનો માટે એક ખતરારૂપ છે. સૌથી વધુ જો કોઈ ને Social Media નો ફાયદો થતો હોય તો એ ધંધાદારી એકમો છે જે પોતાની પ્રોડક્ટ લોકો સુધી પહોચાડી જતા હોય છે. અને બીજા નંબરે જો કોઈ ને ફાયદો થતો હોય તો એ રાજકારણીઓ છે જે પોતે કરેલા કામ ણી વિગત લોકો સુધી પહોચાડે છે.

નિરીક્ષણ પર થી એવું પણ ધ્યાન માં આવ્યું છે Social Media થી અંગત જીવનમાં પણ તકલીફો ઉભી થતી હોય છે. આપણે અવારનવાર વર્તમાનપત્ર માં વાંચતા હોઈએ છીએ કે FACEBOOK પર ફોટો મૂકવાને કારણે પોલીસ ફરિયાદ થઇ. ખાસ કરીને મહિલાવર્ગ FACEBOOK પર સલામત નથી, જે વ્યક્તિ ની સાથે છોકરીએ ક્યારેય સામે વાત પણ ન કરી હોય એવા લોકો સાથે એ આખી આખી રાત વાતો કરતી હોય છે. અને અંતે એ વાતો વગર કારણ ના પ્રેમ માં પરિણમે છે. બોલો, એવું લાગે છે કે FACEBOOK એ પ્રેમ નામ ના પવિત્ર સંબંધ ને પણ અપવિત્ર કરી નાખ્યો, લોકો ને પ્રેમ પણ Online થવા લાગ્યો, એ પણ એક કરતા વધારે વ્યક્તિઓ સાથે.

Social Media દ્વારા થતા દૂષણ થી સરકાર પણ એટલી જ ચિંતીત છે. ક્યારે અફવાઓ ફેલાઈ જાય છે. ક્યારે કોમી રમખાણો થાય છે, સાયબર ક્રાઈમ નો પણ દર સતાવે છે, ક્યારેક અન્ય રીતે પણ સમાજ ને નુક્સાન પહોચે એવી પ્રતૃતિઓ Social Media દ્વારા થાય છે. તાજેતર માં ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન થી સમાજ માં કોઈને નુકસાન થાય એ માટે ઈન્ટરનેટ જ બંધ કરી દીધું હતું, અને પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર હાર્દિક પટેલ પણ વારંવાર એમના ભાષણ માં Social Media ના ઉપયોગ નું નામ લેતા હતા. અને એ વાત પણ છે કે જો Social Media ના હોત તો કદાચ પાટીદાર અનામત આંદોલને આટલું મોટું સ્વરૂપ પણ ન પકડ્યું હોત. તમને જાણી ને આશ્ચર્ય થશે કે ચીન માં FACEBOOK પર પ્રતિબંધ છે.

એવું નથી કે Social Media થી માત્ર નુકસાન જ છે, જેમ એક સિક્કા ની બે બાજુ હોય છે એમ Social Media ની બીજી બાજુ એ ફાયદા પણ છે, પરંતુ એમાંથી મોટા ભાગ ના ફાયદા ધંધાદારી એકમો ને જ છે અને રાજનેતાઓ ને એ પણ ઈલેકશન દરમ્યાન. સામાન્ય વ્યક્તિ પણ જો એનો વિવેક પૂર્વક ઉપયોગ કરે તો એને પણ ચોક્કસ લાભદાયી જ છે. એ બાબત તો પણ ધ્યાન રાખવું જોઈએ કે “ Social Media એ સાધન છે, સાધ્ય નહિ”.

Internet નો સદુપયોગ આપને ખુબ આગળ પહોચાડી શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ એ પણ અવાર નવાર ટેકનોલોજી ના ઉપયોગ પર ભાર મુક્યો છે અને એમને વડાપ્રધાન ના પદ સુધી પહોચાડવા માં પણ Social Media અને Internet નો બહુ મોટો ફાળો રહ્યો છે.આમ જોઈએ તો એવી કોઈ વસ્તુ નથી કે જે internet પર નથી, કે એવી કોઈ પ્રવૃત્તિ નથી કે જેમાં internet નો ઉપયોગ ના હોય. જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ ની માહિતી જોઈતી હોય, તો Google પર સર્ચ કરો, ને ગણતરી ની સેકન્ડો માં માહિતી આંગળી ના ટેરવે હાજર થઇ જતી હોય છે. કોઈ વસ્તુ નો છોકાસ અર્થ જાણવો હોય કે કોઈ પણ વ્યક્તિ વિશેષ ની માહિતી જોઈતી હોય, તો Wikiepedia પર થી સચોટ માહિતી મળી જતી હોય છે. Youtube પર થી ઘણી બધી વસ્તુ પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી હોય છે. દેશ વિદેશ માં બનતી ઘટના ગણતરી ની સેકન્ડો માં Video સ્વરૂપે નિહાળી શકાતી હોય છે. કોઈ પણ વ્યક્તિ વિશે માહિતી જોઈતી હોય તો FaceBook પર સર્ચ કરવાથી તમામ માહિતી મળતી હોય છે, વળી FB પર થી વ્યક્તિ ની પ્રગતી , વર્તન , નેચર જેવી બાબતો નો અંદાજ પણ મળી શકતો હોય છે. મતલબ કહેવાનો એટલો જ કે Social Media નો કે Internet નો હું વિરોધી નથી પણ વિવેકપૂર્વક ના ઉપયોગ નો હિમાયતી છું.

મારા શબ્દો થી કોઈ ની લાગણી ને ઠેશ પહોચી હોય તો માફ કરે, કોઈને કડવું લાગ્યુ હોય તો ભલે લાગે, એક સત્ય ની સમજ આપની સમક્ષ મુકવા નો પ્રયત્ન કર્યો છે. વાંચીને વિચારજો કે ખરેખર તમારા માટે સાચું શું ? અને ખોટું શું ?. આપણે પોતે જ નક્કી કરવાનું છે કે Social Media થી પ્રગતી કરવી છે કે અધોગતિ ??

જય હિંદ !