લાલચ ની લડાઈ Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલચ ની લડાઈ

Neeta Kotecha

neetakotecha.1968@gmail.com

લાલચ ની લડાઈ

એક હતો વાંદરો , જંગલમાં મોજથી ફરતો . જે ખાવું હોય તે ખાતો પછી ઝાડ પર સુઈ જાતો . એનું જંગલ એના મિત્રો થી ભરેલું હતું . સસલા , શિયાળ , હરણ ,મેના ,પોપટ , મોર બધા સાથે રહેતા . બધા પોતાની મરજીના માલિક હતા . આખું જંગલ બધાનું હતું . કોઈ ગુલામ ન હતું અને કોઈ માલિક પણ ન હતું .

અત્યાર સુધી વાંદરો ને એની પત્ની બને એકલા હતા અને પોતા માટે ખાવાનું શોધી લેતા હતા . હવે વાંદરાને ત્યાં બચ્ચું આવ્યું , વાંદરાનું કામ વધ્યું , પોતાની પત્ની અને બચ્ચા માટે એને ખોરાક શોધી ને લાવવાનો હતો . એક દિવસ ખાવાનું શોધતા શોધતા તે એક ગામની નજીક પહોંચ્યો . તેને જોયું એક માણસ ત્યાં બેસીને જમતો હતો . વાંદરાને થયું આજે આવું કઈક જમવાનું લઈ જાવ તો પત્ની અને મિત્રો ને આપીશ તો બધા ખુશ થઈ જશે . પોતાના સ્વભાવ પ્રમાણે એણે જમવાનું ઝડપવાની તૈયારી કરી . પણ માનવ ચતુર હતો , વાંદરો જેવો એની પાસે આવ્યો એ જમવાનું લઈને દૂર જતો રહ્યો . વાંદરાને આ જોઈને બહુ ગુસ્સો આવ્યો . એણે ગુસ્સામાં કહ્યું " એ માનવ , થોડું મને આપ , નહીં તો હું તને મારીને પણ ઝૂંટવી લઈશ . માનવી એ કહ્યું " હું તને ઘણું બધું જમવાનું આપીશ , પણ એક શરતે , એક દિવસ માટે મારી સાથે ગામમાં ફરી . તને જોઈને લોકો મને પૈસા આપશે મને થોડી આવક થાશે . એમાંથી હું થોડા રાખીશ અને થોડાનું તારી માટે જમવાનું લઈને તને આપીશ "

વાંદરો માની ગયો એને વિચાર્યું કે એક દિવસ ની તો વાત છે . મારી પત્ની અને મારા મિત્રો જમવાનું જોઈને કેટલા રાજી થશે . એ માણસે એના પગ મા સાંકળ બાંધી દીધી અને વાંદરા ને લઈને રૂબાબ ભેર ચાલવા લાગ્યો . વાંદરા ને અચાનક એમ લાગવા માંડ્યું કે એ ક્યાંક કેદ થઈ ગયો છે અને આ માનવ એનો માલિક છે એને ગભરામણ થવા લાગી . પણ એક દિવસના વચન થી એ બંધાયેલો હતો . એ બીજા દિવસ ની રાહ મા એ માણસ સાથે ચાલવા લાગ્યો .

રસ્તામાં બાળક વૃદ્ધ અને યુવાનો બધાને વાંદરાને જોઈને મોજ પડી ગઈ . કોઈ એને પથ્થર થી મારતું કોઈ એને ખીજવતું , વાંદરાને બહુ ગુસ્સો આવતો હતો એણે એના માલિક ને કહ્યું " બધા મને પથ્થર મારે છે તને દેખાતું નથી , તું એમને કઈ કહેતો કેમ નથી "

માલિકે હસતા હસતા કહ્યું " મૂર્ખ તને નથી દેખાતું કે એ લોકો મને એના જ પૈસા આપે છે , આજે તારે કઈ બોલવાનું નથી "

વાંદરાને ઠેક ઠેકાણે થી લોહી નીકળવા લાગ્યું . વાંદરો રડવા લાગ્યો પણ માનવ જાત ને એની પીડામાં હજી વધારે ખુશી મળતી હતી . વાંદરો પથ્થર ના ઘા થી બચવા ગુલાટી ખાતો હતો અને લોકો ને એ વાંદરાની ગુલાટી સમજીને મજા આવતી હતી .

આખરે રાત પડી અને વાંદરાનો માલિક પણ થાક્યો વાંદરાની સર્કલ ઝાડ સાથે બાંધી એ પૈસા ગણવા લાગ્યો . વાંદરા એ કહ્યું " હવે તો મારી સાંકળ ખોલો . હું ક્યાંય નહીં જાઉં પણ મને આ સાંકળ લાગે છે "

માલિકે એની વિંનંતી સાંભળી નહીં . એ રૂપિયા ગણવામાં વ્યસ્ત હતો . એક દિવસમાં એને 300 રૂપિયા મળ્યા હતા . માલિકે વિચાર કર્યો કે જો આ વાંદરાને મહિનો રાખું તો મહિના ના છેવાડે 10 થી 12000 ની આવક તો થઈ જ જાય .

માલિકના મનમાં લાલચ આવી એને બે ત્રણ પાવ વાંદરાને આપ્યા અને પોતે જમીને સુવાની તૈયારી કરવા લાગ્યો . માલિક ને સુતા જોઈને વાંદરો બોલ્યો " અરે સુવો શું છો , મને જમવાનું આપો એટલે હું જાવ . મારી પત્ની અને મારું બાળક ભૂખ્યા હશે , મારી રાહ જોતા હશે . "

માલિક એની વાત સાંભળીને હસવા લાગ્યો અને બોલ્યો " મૂર્ખ વાંદરા તું પાગલ છો . મેં તો સવારના જ નક્કી કરી લીધું જતું કે હવે તું મારી આવક નું સાધન બનીશ . તને શું ખબર માણસ ની બુદ્ધિ કેવી હોય છે "

વાંદરા એ ઘણી કુદા કૂદી કરી ચીસિયારી પાડી પણ તે છૂટી ન શક્યો . માલિક બહુ થાક્યો હતો એટલે તે ઘસઘસાટ સુઈ ગયો .

માલિક ની એક દીકરી હતી એને આ જરા પણ નહોતું ગમતું હતું કે વાંદરા ને સાંકળ બાંધીને રાખે। એને કેટલી વાર રાતના સાંકળ ખોલવાની કોશિશ કરી પણ એના નાના નાના હાથથી એ સર્કલ ખુલતી નહીં। એ વાંદરા પર હાથ ફેરવીને ત્યાંથી ચાલી જતી

માલિક નો હવે આ રોજ નો ક્રમ થઈ ગયો હતો અને વાંદરાનો જીવ પત્ની અને બાળક મા પડ્યો હતો . એને સમજાતું ન હતું કે કરવું શું ?

એક રાત્રે આમ જ એનો માલિક સૂતો હતો ત્યાં એક બીજો માણસ આવ્યો એના હાથ મા હથોડી હતી . એ માણસ વાંદરાના માલિક પાસે ગયો . વાંદરાને થયું એ માણસ હમણાં જ એના માલિક ને મારી નાખશે . ભલે એના માલિકે એની સાથે સારું નહોતું કર્યું પણ આટલા દિવસ સાથે રહીને એને માલિક સાથે માયા બંધાઈ ગઈ હતી . વાંદરાએ ચીસિયારી પાડવાની શુરુ કરી એના અવાજ થી માલિક ઉઠી ગયો જોયું તો સામે એક માણસ હથોડી લઈને ઉભો હતો . માલિક કઈ વિચારે એની પહેલા તો બીજા બે માણસો એ એના માલિક ને પકડી લીધો

વાંદરો પણ વિચારવા લાગ્યો કે હવે શું થાશે . ત્યાં અચાનક એ માણસે વાંદરા ની સાંકળ પર હથોડી મારી અને તરત તાળું તૂટી ગયું . ત્યાં એ માણસ બોલ્યો " મને ખબર છે આ વાંદરા થી તારી આવક વધી ગઈ છે એટલે જ હું આ વાંદરાને મારી સાથે લઈ જવા આવ્યો છું . "

જેવો વાંદરા ની સાંકળ ખુલી માલિક ની દીકરી એ બૂમ પાડી ને કહ્યું " વાંદરા ભાગ "

બને વાંદરા માટે લાડવા લાગ્યા પણ વાંદરાએ આ મોકો ન ખોયો અને તે તરત જ કૂદીને ઝાડ પર ચડી ગયો . બને મિત્રો એક બીજા સામે જોવા લાગ્યા . ત્યાં વાંદરો બોલ્યો " હે માનવ તમારી અંદર અંદર ની લાલચ ની લડાઈ મા મને મુક્તિ મળી ગઈ . તમારો ઝગડવાનો સ્વભાવ મારી માટે સારો રહ્યો . તમે એક બીજાનું લૂંટવામાં જ માનો છો વાંદરા એ એના માલિક ને કહ્યું " તમે મને કપટ થી પકડ્યો તમે મારા બાળક નું ન વિચાર્યું . ક્યારેક અમારા જંગલમાં આવજો અમે બધા વહેંચીને ખાઈએ . તમે તો ખાલી તમારું પોતાનું પેટ

ભરવામાં માન્યા છો . ચાલો હું તો ચાલ્યો મારે પણ મારી થોડી લાલચ ની ભૂલને કારણે સજા ભોગવવી પડી . તમારા કરતા તો તમારી દીકરી સારી કે એણે હંમેશા કોશિશ કરી કે મને છોડાવી શકે। એને એક પ્રેમ ભરી નજરે એ દીકરી સામે જોયું અને કૂદતો કૂદતો પોતાના જંગલ મા ચાલ્યો ગયો અને બંને મિત્રો ઝગડતા જ રહયા .