શેતાન JAY MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેતાન

“દો બોઈલ્ડ દે..” એકદમ તુમાખીભર્યા અવાજમાં એણે કહ્યું.
રાતના સાડા બાર વાગવા આવ્યા હશે અને ઓર્ડરનો ટોન સાંભળી ઈંડાની લારીવાળા ગરીબના ચહેરા પર ગુસ્સો અને લાચારી એમ બન્ને પ્રકારને ભાવો એક સાથે ઉપસી આવ્યા. જોકે
, ગરીબાઈએ ગુસ્સાને વઘારના ‘છમ્મ’ કરતાં અવાજ સાથેના ધુમાડામાં ઉડાડી દીધો. અને ચુપચાપ લારીવાળાએ બે બોઈલ્ડ ઈંડા પેપર ડીસમાં આવનારને પીરીસ દીધા.
બોઈલ્ડ ઈંડા પર ઉપરથી ભભરાવેલું મીઠું જોઈને તેને થોડા કલાકો પહેલા જ પુરી કરેલી દોઢ વર્ષની જેલની સજાનું ખાવાનું યાદ આવી ગયું. જેલમાં મળતા ખાવામાં હમેંશા મીઠું વધારે પડી જતું તો ક્યારેક મીઠાને યાદ કરીને જ ખાઈ લેવાનું રહેતું. મીઠાની વધઘટનીએ કાળી ડિબાંગ મૌસમ હવે પુરી થઈ હોય એવું તેને લાગ્યું. અને એ સાથે જ તેણે બોઈલ્ડ ઈંડાનો એક કટકો મોંમાં મુક્યો.

મોઢાંમાં ઈંડાનો ટુકડો જતાં તેને પોતાની બત્રીસીમાં ત્રણ દાઢ ન હોવાનું ફરી પાછું અનુભવાયું. એક આધેડ વયની પારસી મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન તોડી ભાગવા જતાં તે લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. ઘરથી
, ઓફિસથી, પત્નીથી, ગર્લફ્રેન્ડથી, બોસથી, ધંધાથી, નોકરી, દેશથી, રાજકારણથી, મોંઘવારીથી, ગરીબીથી.ત્રાસેલા લોકોએ તેમના ત્રાસનું કારણ જાણે એ જ હોય એમ તેના પર હાથ સાફ કર્યા હતા. એ ભીડના ગુસ્સાની સાબિતી રુપે તેની ત્રણ દાઢ પડી ગઈ હતી. જ્યારે ભીડને લાગ્યું કે વધુ માર મારવાથી તે ‘માર ખાવાને લાયક જ નહી રહે’ ત્યારે તેને પોલીસને સોંપી દેવાયો હતો. મારને કારણે તે બેહોશ થઈ જાય તે પહેલા જ તેણે કેટલાક લોકોને બોલતા સાંભળ્યા હતા કે “ઔર મારો સાલે કો. ચુ@#.. શેતાન હૈ. એસે નહીં મરેંગા”
વિચારમાં ને વિચારમાં ઈંડાનો ટુકડો તેની ભૂખની ગર્તામાં ધકેલાઈ ગયો. જાણે ગુનાહિત ઈતિહાસમાંથી વર્તમાનમાં પાછો ફરતો હોય તેમ તેણે બીજી ટુંકડો મોંઢામાં મુક્યો. મુંબઈના ચિંચપોકલી રેલ્વે સ્ટેશનની બહાર એકલ દોકલ આવજાવ કરી રહેલા લોકો જ નજરે પડતાં હતાં. અને જ્યાં બેથી વધુ સંખ્યા દેખાતી તેઓ શિયાળાથી ઠંડીને ડરાવવા તાપણાનો ડર બતાવી રહ્યાં હતાં. કદાચ વગર ગરમ કપડાએ મુંબઈની ફૂટપાટો પર વિતાવેલું અનાથ બાળપણનું વરદાન હશે કે કદાચ ગરીબી
, ભૂખ, શોષણથી બચવા શેતાન બનવાનો અભિશાપ હશે. પણ કોણ જાણે કેમ તેને બિલકુલ ઠંડી નહોતી અનુભવાતી. અને એટલે જ ફરી પાછા તેને માર પડતી વખતના શબ્દો ફરી યાદ આવી ગયા. “ચુ@#.. શેતાન હૈ. એસે નહીં મરેંગા.” બીજાઓને ઠંડીથી ઠરઠર ધ્રુજતા જોઈને તેના મોઢા પર તિરસ્કારની એક હળવી રેખા અંકાઈ. અચાનક તેનું ધ્યાન તેની બોઈલ્ડ ઈંડાની ખાલી થઈ ગયેલી ડીસ પર ગયું. અને પેલા તિરસ્કારની રેખા વધુ સખત બની.

“અબે! એક ડબલ કી અંડા કરી દે દે. એકદમ તીખી બનાના” એની તુમાખીમાં આ વખતે ભૂખ અને તિરસ્કારનો એક સાથે ઉમેરો થઈ ગયો હતો. ઈંડાવાળાએ તેની સામે જોયા વગર પોતાનુ કામ ચાલું કર્યું બીજો ઓર્ડર આવવાને હજુ વાર હતી. ત્યાં તેનું મન જાણે એટલી વારમાં ફરી આંટો મારવા ઉતાવળું થયું.

# # #

“દો વડાપાઉં લે આરે. એક એકદમ તિખા બનાના.” ઈન્સ્પેક્ટર આમ્ટેના શબ્દો તેને યાદ આવી ગયાં. પોલીસને સોંપાયા બાદ કેટલા કલાકે તેને હોંશ આવ્યો તેનું તેને કોઈ ભાન નહોતું. હોશમાં આવ્યા બાદ બે ગ્લાસ પાણી ગટગટાવી ગયોં હતો. મોંઢામાંથી હજું પણ લોકોનો માર ઝરી રહ્યો હતો. અને સામે બેઠેલો ઈન્સપેક્ટર આમ્ટે તેના સામે તિરસ્કારથી જોઈ રહ્યો હતો. “ઈસ ચુ@#.. કો ઝિંદા કાય કો છોડા લોગોને. માર ડાલનેકા થાના બાબા. અપને સીર સે એક મગજમારી કમ હોતી.રે”. એ જ સમયે આમ્ટેની બાજુ ઉભેલો હવલદાર બોલ્યો હતો “મા@%&#. શેતાન હૈ. એસૈ થોડીના મરને વાલા થા”. અને એ સાથ જ આમ્ટે એ તેને લાત મારીને લોકઅપમાં પુરી દીધો હતો.

# # #
આમ્ટે પ્રત્યેનો ગુસ્સો અને તીસ્કાર તેણે થૂંક સાથે બહાર કાઢવા નિષ્ફળ પ્રયત્ન કર્યો.
એ ગુસ્સામાં, એ તિસ્કારમાં ભૂખ ભળીને અને લારીવાળાની તેની માં યાદ અપાવતા તે બોલી ઉઠ્યો “..... ઔર કિતની દેર લગેંગી. એક અંડાકરી બનાને મેં.” લારીવાળો ચુપચાપ તેને અંડાકરી આપી ગયો. છેલ્લા દોઢ વર્ષ બાદ આજે તે કઈંક સારુ કહીં શકાય તેવું ખાઈ રહ્યો હતો. તેનું મન ચકરાવે ચડ્યું હતું. એક બાદ એક દોઠ વર્ષના કિસ્સાઓનું બાયોસ્કોપ તેની આંખો સામે શરું થઈ ગયું હતું. તેની સમાધીમાં ભંગ્ન પડાવતો હોય તેમ લારીવારો તેની ડીશમાં સમારેલી ડુંગળી મુકી ગયો. અને સાથે જ તેનો પિત્તો ગયો. “ઈતની દેર લગતી હૈ કાંદા દેને મેં? ” લારીવાળાએ જાણે કઈં જ ના સાભળ્યું. પણ તેના મનને ઘણું બધું સાંભરી આવ્યું.
# # #
“ઈતની દેર લગતી હૈ યાદ કરને મેં” મેજિસ્ટ્રેટ તેને પુછ્યું. લોકોની ભીડે આપેલો મેથીપાક અને પોલીસે ખવરાવેલા સાલેમપાક બાદ તેણે ઈન્સ્પેક્ટર આપ્ટે સક્ષમ પાંચ જેટલી પોલીસ ચોપડે નોધાયેલી ચોરીના ભેદ કબુલ્યા હતાં. અને છઠ્ઠી વખત અછોડો તોડતી વખતે તે લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. મેજિસ્ટ્રેટ તેને આ જ ચોરીઓ અંગે પુછી રહ્યો હતો. “ કિતની ચોરી કી હૈ અબ તક?” પણ થોડી વાર સુધી તેના તરફથી કોઈ જવાબ ન મળતા મેજિસ્ટ્રેટ અકળાઈ ઉઠ્યો. અને બાદમાં મેજિસ્ટ્રેટે પકિયાને દોઢ વર્ષની સખત જેલની સજા સભળાવી દીધી. મેજિસ્ટ્રેટન ઓફિસમાંથી બે હવલદારો તેને બહાર લઈ જઈ રહ્યા હતાં. ત્યારે તેણે મેજિસ્ટ્રેટને બોલતો સાંભળ્યો હતો. “સાલા એકદમ શેતાન દિખતા થા”

# # #
ભૂતકાળના ભૂલા પાડી દે તેવા ભેદભરમમાંથી એક નાનો હાથ તેને ફરી વર્તમાનમાં ખેંચી લાવ્યો.
તેણે પાછળ ફરીને જોયું તે અગિયાર બાર વર્ષનો એક ભિખારી’ તેને બુશર્ટ ખેંચતો હતો. “સાબ! દો દિન સે ખાના નહીં ખાયાં. એક અંડા ખિલા દો ના” ડિસેમ્બરના થરથર ધ્રુજાવતા શિયાળામાં તેણે ચડી અને કહેવા પુરતો અડધી બાંયનો બુશર્ટ પહેર્યો હતો. પણ તેના ચહેરા પર ઠંડી કરતા ભૂખ વધારે પીડા ઉપજાવી રહી હતી. અનાથપાણની ઓળખ છતી કરતો હોય તેમ તે એક હાથ ખાવાનો ઈશારો કરી રહ્યો હતો. “સાબ એક અંડા ખિલા દોના”
ફરી તેનો પિત્તો છટક્યો.
પોતાની જેલ યાત્રા માટે આ માસૂમ છોકરો જ જવાબદાર હોય તેમ તેણે તેના મોઢા પર પોતાનો ગુસ્સો ચોટાડી દીધો. નાકકડા છોકરાને એક કેદીનો, એક ચોરનો હાથ બહુ ભારે પડ્યો. તે પડ્યો. તેની આંખોમાંથી લાચારી અને ગરીબી એક સાથે વહેવા લાગી. રડતો રડતો તે ત્યાંથી ચાલી નિકળ્યો.

ક્રોધે ભરાયેલી આંખે તે છોકરાને અંધારામાં અલોપ થઈ જતાં જોઈ રહ્યો. હજુ તેનો ગુસ્સો શમ્યો નહોતો. તેણે વાટકાંમાં વધેલી અંડાકરી પુરી કરવા પ્રયત્ન કર્યો. પણ ભૂખની જગ્યા ગુસ્સાએ લઈ લીધી હોય તેમ તેને કોળિયો ભરવાનું મન જ ન થયું. લારીવાળાને પૈસા આપી તે ચાલતો થયો. તેના મગજમાં જેલની જગ્યાનું સ્થાન હવે પેલા ભૂખ્યાંએ લીધુ હતું. તેને પ્રથમ વખત દૂનિયાની ક્રૂરતમાં ઘટાડો થતો હોય એમ લાગ્યું. વર્ષો થયે મરી પરવાળેલા તેના આત્માને કોઈ સંજીવની પાઈ રહ્યું હોય તેવુ મહેસૂસ થયું. તેણે જિંદગીમાં કદાચ પ્રથમ વખત પશ્ચાતાપ અનુભવ્યો. એક નિર્દોષને મારવાનો તેને કદાચ પ્રથમ વખત અફસોસ થયો. જાણે તેને એ છોકરાના રૂપમાં તેને પોતાના બાળપણનો ભેટો ન થઈ ગયો હોય.

...અને તેના પગ અટકી ગયાં. મુંબઈની મધરાતે ગલીમાં છવાઈ ગેયેલા અંધારામાંથી તે પ્રકાશ બાજુ પરત ફર્યો. અને છોકરો જે દિશામાં અદ્રશ્ય થઈ ગયો હતો તે બાજુ તેના પગ ચાલવા લાગ્યાં. તે આતુર નજરે એ ‘ગરીબ’ છોકરાનો શોધી રહ્યો હતો. જાણે તેની અંદરનો ઈન્સાન ફરી આળસ મરડીને ઉભો થતો હોય એમ. જાણે વર્ષોના દૂકાળ બાદ ફરી ધરા પર અમી છાંટણા થઈ રહ્યાં હોય એમ. જાણે મઝધારમાં ફસાયેલું જહાજ જીવસટોસટનો સંગ્રામ ખેલી તોફાનને મ્હાત કરવા મથામણ કરી રહ્યું હોય એમ. જાણે તેની અંદરના શેતાનને કોઈ દબોચવા ઉતાવળું થયું હોય એમ તે પેલા ગરીબ છોકરાનો શોધવા ઉતાવળો થયો.
પણ...પણ..પણ તેનો ક્યાંય પત્તો નહોતો. તેણે આમથી તેમ આંટા માર્યા. પણ છોકરો ક્યાંય દેખાયો નહીં. તે પેલા છોકરાને ફરી એક વખત જોવા માટે જાણે ઘાંઘોવાંઘો થઈ ગયો હોય તેમ તે દોડવાં લાગ્યો. મરતો માણસ પાણી માટે વલખે તેમ તે એક અજાણ્યા છોકરાને શોધવા લાગ્યો અને...

...અને અચાનક તેને કઈંક અવાજ સંભળાયો. તે અટક્યો. અવાજ જે દિશામાંથી આવતો હતો. તે દિશામાં તે આગળ વધ્યો. જેમ જેમ તેના પગ ઉપડવા લાગ્યા તેમ તેમ શિયાળાની નિરવ શાંતિમાં અવાજ મોટો મોટો થતો ગયો. તેણે એક ગણીનો વણાંક પુરો કર્યો અને અવાજ એકદમ સ્પષ્ટ થઈ ગયો.

તે જે જગ્યાએ ઉભો હતો. ત્યાંથી થોડા અંતરે અડધી બંધ બેકરીની બહાર આવી એક દુકાનદાર ગાળોનો વરસાદ વરસાવી રહ્યો હતો. અને અંધારી ગલી બાજુ ઈશારો કરી આક્રોશ ફેલાવી રહ્યો હતો. “ચુ@#.... પાઉં ઉઠાકર લે ગયાં ... ભો@$#... મા@%&#...... પત્તા નહીં કોઈ એસે શેતાનો કો પેદા કર કે છોડ દેતે હૈં? ”

...!!!અને તેને કાનમાં કોઈએ ધગધગતું શીશું રેડી દીધું હોય તેવું લાગ્યું.