શોરબરી JAY MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોરબરી

શોરબરી

‘બે ફોન કેમ નથી ઉપાડતો? કેટલા દિવસ થયા? કઇ દુનિયામાં છે તું’ મારા હલ્લો બોલતાની સાથે જ સામેની તરફથી રઘુ મારા પર ત્રાટકી પડ્યો. ‘સાલા જીવે છે કે મરી ગયો?’‘
અરે! યાર થોડો બીઝી હતો. તો...’ ‘
બીઝી હતો કે પછી પેલી બંગાલનની બાહોમાં?’ મારું વાક્ય પુરૂં થવાની પણ એણે તસ્દી ના લીધી.‘
અરે સાચે જ કામમાં હતો. તારી પાસે ખોટું બોલું?’‘
મને ના ખબર હોય તું કયા કામમાં હોય?’ રઘુ મારી કોઇ વાત માનવા તૈયાર નહોતો.
‘સારું તો ના માન. બીજુ શું? બોલ કંઇ કામ હતું’ હું ધરાર એની સાથે વાત કરી રહ્યો હતો.
‘કામ તો શું હોય? આ તો કેટલાય દિવસથી મળ્યા નથી તો થયું કે ભાઇને ફોન કરૂ'‘
ઓહ્હ. સારું ચલ હું એક મિટિંગમાં છું. કોલ કરૂં તને નિરાંતે’ મેં ફોન કાપવા પ્રયાસ કર્યો.
‘મિટિંગ? સવાર સવારમાં? ક્યાંક બંગાલન સાથે તો મિટિંગમાં નથીને?’ રઘુ ફરી એ જ વાત પકડી રાખી હતી.
‘અરે ના યાર! એક વખત તો તને ના પાડી તોય જો તને વિશ્વાસ ના હોય તો તારી મરજી.’ મેં ફોન કાપી નાખ્યો. મને સમજાઇ નહોતું રહ્યું કે મને ગુસ્સો આવી રહ્યો છે કે હું ગુંગળામણ અનુભવી રહ્યો છું. સોફા પરથી ઉભો થઇને હું બાલ્કનીમાં જતો રહ્યો. મેં સિગારેટ સળગાવી અને ઉપરાંઉપર ચાર પાંચ કસ ખેચી કાઢ્યા. વ્હિસ્કીનો એક મોટો ઘુંટ ગળે ઉતાર્યો. દિલ-દિમાગ-જિસ્મ સળગવા લાગ્યા અને અને ‘બંગાલન’ મારા દિલોદિમાગ પર કબજો મેળવવા લાગી.

***

એનું નામ શોરબરી. શોરબરી બંગાળના કોઈ ગામથી અહીં આવી હતી. ક્યાં ગામથી આવી હતી. શું કરવા આવી હતી મેં નહોતું પૂછયું. એક બે વખત એણે કહેવા પ્રયાસ કર્યા પણ મેં અટકાવી દીધી. કહી દીધું કે ‘મારે એ કંઇ જાણવાની જરૂર નથી. મારે મારા કામથી મતલબ. તું તારા પૈસાથી મલતબ રાખ.’ બિચારીનું મોં સાવ પડી ગયું હતું પણ મને ક્યાં કંઇ ફેર પડતો? મારા માટે જરૂરી એટલું જ હતું કે એ મારા જીસ્મની જરૂરિયાત પુરી કરી દે, બસ! બદલામાં એ માગે એટલા પૈસા એને મળી જતા. એ સિવાય મારે ના તો એની વિશે કંઇ જાણવું હતું કે ના એને કંઇ જણાવવું હતું.

મેં ફરી એક ઉંડો કસ ખેંચ્યો ને એની ધ્રમસેર હવામાં છોડી દીધી. મારી આંખો સામે ધૂમાડો ઉડવા લાગ્યો. કોઇ ચિત્ર વિચિત્ર અધુરી આકૃતિઓ એમા સર્જાવા લાગીને એ આકૃતિમાં મને શોરબરી દેખાવા લાગી. કેટલીય વખત મને લાગ્યું હતું કે એના દિલમાં મારા માટે કંઇક છે. હું એના માટે માત્ર ગ્રાહક નહોતો. એની આંખો મને હમેંશા એ વાત કહેતી જે એ કહી નહોતી શકતી અથવા હું સમજવા નહોતો માગતો. એ કદાચ પ્રેમ હશે? હોઇ શકે! પણ પ્રેમ-ઇશ્ક-મહોબ્બ્ત એ મારા માટે તો ફાલતું શબ્દો હતા. લાગણીવેડા હતા. મારા માટે લાગણીઓ, સંબંધો એ બધુ માણસના દુઃખોની, પછાતપણા, પાગલપણાની, પોચાપણાની નિશાનીઓ હતી ને હું સ્ટ્રોંગ હતો. મારે સત્તા જોઇતી હતી. શક્તિ જોઇતી હતી. એશ કરવો હતો. અય્યાશી કરવી હતી. કોઇ પણ જાતની જવાબાદારી ઉઠાવ્યા વગર. કોઇ પણ જાતના સંબંધમાં બંધાયા વગર. અને એટલે જ મારી જિંદગીમાં પ્રેમ-બ્રેમનું કંઇ મહત્વ નહોતું. એની કોઈ જરૂર નહોતી અને જણાઇ પણ નહોતી. હાં, જેની જરૂર હતી એ શોરબરી પુરી કરી આપતી.

કેટલા સમયથી ઓળખતો હતો હું શોરબરીને? કદાચ છ-એક મહિના થયા હશે! હાં એટલા જ હશે! દોઢેક વાગ્યે હાઇવે પરના એક ઢાબા પરથી એ મને મળી હતી. એની ચાલ-ચલંગતથી જ મેં એને ઓળખી લીધી હતી અને સીધું જ પૂછી લીધું હતું કે ‘આવવું છે?’

એ ઔરત જ કંઇ ઔર હતી. એનું શરીર જોઇને હું ભૂરાયો થતો હતો. એવું નહોતું કે મેં સ્ત્રી જોઇ જ નહોતી. 35 વર્ષની ઉંમર સુધીમાં તો મેં કેટલીય સ્ત્રીઓ ભોગવી લીધી હતી. પણ શોરબરી એ શોરબરી હતી. એને જોઇને મારી લાળ ટપકી જતી. એના વણાંકોને છોડવા મારા હાથ તૈયાર નહોતા થતા. મને જાણે એની આદત પડી ગઇ હતી. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત મને શોરબરીની હવસ ઉઠતી. હું એને ફોન કરતો ને એ આવી જતી. એ મારા શરીરની જરૂરિયાત સંતોષતી, હું એના પૈસાની.

...પણ છેલ્લા કેટલાક દિવસોથી એ સાવ બદલાઇ ગઇ હતી. મારા પ્રત્યેનો એનો લગાવ વધી ગયો હતો. એ ગ્રાહક ને બદલે મને કંઇક ઔર જ સમજવા લાગી હતી. જે વસ્તુની મને ચીડ હતી એ જ વસ્તુ એ કરવા લાગી હતી. એ મને પ્રેમ કરવા લાગી હતી. હાં! પ્રેમ કરવા લાગી હતી. એક ધંધાદારી ઔરત તેના ગ્રાહકને પ્રેમ કરવા લાગી હતી. બે ત્રણ વખત મારા મોંની એણે સાંભળી હતી. બે ત્રણ વખત મેં એને હડધૂત પણ કરી નાખી હતી. પણ તોય એને જાણે કોઇ ફેર જ નહોતો પડતો. બસ દિવસે દિવસે એની સુકી આંખોમાં કોઇ અજબ પ્રકારની ભિનાશ છવાવા લાગી હતી. પણ એનો અર્થ શું હતો?

શું હું પણ એને પ્રેમ કરૂં એવું એ ઇચ્છતી હતી? હું સંબંધો-સ્નેહથી દૂર ભાગવાને બદલે એની સાથે લાગણીના તાંતણે બંધાઇ જઉં એવું એ ઇચ્છતી હતી? જિંદગી વિતાવવી હતી એને મારી સાથે? મારી આંખોમાં જોતા જોતા, મારી સાથે હસતા-રમતા જિંદગીને એક મુક્કમલ મુકામ સુધી લઇ જવી હતી એને? કે પછી એને માત્ર મારા પૈસામાં જ રસ હતો? ભલુ પૂછવું આવી સ્ત્રીઓનું?

...પણ એક રાતે તો એણે સાવ હદ કરી નાખી! મને કહે કે ‘હું મા બનવાની છું.’
હું ચોંકી ગયો. ‘માં???’ એ સાચું બોલતી હતી કે ખોટું એ મને નહોતી ખબર. મારા સિવાય એના બીજા કેટલા ગ્રાહકો હતા એના મને નહોતી ખબર અને મેં એ અંગે પૂછ્યું નહોતું. ને મારે પૂછવું પણ નહોતું. પણ ત્યારે હું એને પૂછી બેઠો હતો.
‘કોના થી?’
પણ નજરો જમીન પર ટેકવીને એમને એમ ચૂપ રહી હતી.
એનું મૌન મને અકળાવતું હતું.
‘કોનું બાળક છે તારા પેટમાં એની ખબર છે તને?’ અવાજ ઉંચો થઇ ગયો મારો પણ એણે એક શબ્દ નહોતો બોલ્યો. એણે બસ નજર ઉંચી કરીને મારી સામે જોયું. એની આંખોમાં પાણી હતા અને એની ભીનાશમાં મારા માટે કોઇ અજબ પ્રકારનું સમર્પણ હોય એવું મને લાગ્યું હતું. મારી અકળામણનો પાર નહોતો રહ્યો. ને એ અકળામણ કદાચ એ પણ પામી ગઇ હતી.
‘સા'બ! જબ સે આપસે મીલી હું કીસી ઔર કો પાસ નહીં આને દિયા.’ બંગાળી લહેકાવાળી હિંદીમાં એ બોલી હતી.
એનો જવાબ સાંભળીને મારો તો પિત્તો જ ગયો હતો. મગજ ફાટી ગયું હતું મારું ને એક જોરથી ખેંચી લીધી હતી મેં એને. એના પેટમાં મારા લીધે બાળક રહી ગયું હતું કે કેમ એ તો મને નહોતી ખબર પણ એના ગાલ પર મારો પંજો ચોક્કસથી રહી ગયો હતો.
‘માદરચોદ! તારા પાપને મારું નામ આપવા માગે છે? કોણ જાણે ક્યાં ક્યાં ઠોકાઇ હોઇશ! ને હવે મને ફસાવવા માગે છે? ચલ નિકળ અહીંથી તારી માને...’ એનું બાવડું ઝાલીને મેં એને તગેડી મુકી હતી. પૈસા પણ નહોતા આપ્યા ત્યાર તો. એક પણ શબ્દ બોલ્યા વગર, રડતી રડતી એ ચાલી ગઇ હતી.

બસ! છેલ્લી વખત જોઇ હતી ત્યારે એને. બે મહિના થઇ ગયા આ વાતને. પણ સાલ્લું! જેમ જેમ દિવસ જાય છે એમ એમ શોરબરી વધુને વધુ મારા દિલોદિમાગ પર શોર કરવા લાગી છે. હવે તો ઉઠતા બેઠતા બસ મને એના જ વિચાર આવે છે. આવું તો પહેલા ક્યારેય નથી થયું મારી સાથે. સાલ્લું એક ધંધો કરતી સ્ત્રીને હું આ હદે યાદ કરવા લાગ્યો છું. પાગલ તો નથી ગઇ ગયોને હું? કેટલી વાર ટ્રાય કરી એને કોલ કરવાની. પણ વ્યર્થ. બસ 'સ્વિચ્ડ ઓફ.' અરે! બે ત્રણ વખત તો હું એ હાઇવે વાળા ઢાબા પર પણ જઇ આવ્યો કે ક્યાંક એ મળી જાય. ત્યાં બે ત્રણ જણને પણ પૂછ્યું એના વિશે. ખાલી એટલું જ જાણવા મળ્યું કે છ-એક મહિના થઇ ગયા, એ ત્યાં નહોતી આવી.

***

મારાથી નિસાસો નખાઇ ગયો. મેં વ્હિસ્કીનો છેલ્લા લાર્જ સીપ માર્યો ને બેડરૂમમાં જઇને ફસડાઇ પડ્યો. મારી ગુંગળામણ વધવા લાગી. મેં એસી ઓન કર્યું ને મ્યુઝિક સિસ્ટમ ચાલું કરી...

દુનિયા જીસે કહેતે હૈ, જાદૂ કા ખિલોના હૈ
મિલ જાયે તો માટી હૈ, ખો જાયે તો સોના હૈ....

***

‘હહ્હ્હ બોલ’ અડધી મીંચાયેલી આંખે મેં સતત વાગી રણકી રહેલો મોબાઇલ રિસિવ કરીને હું બોલ્યો.‘
બે ટોપા શું ઘંટો બોલું? ક્યારનો તારા ફ્લેટની ડોરબેલ વગાડું છું. દરવાજો કોણ ખોલશે મારો બાપ?’ સામેના મોબાઇલ પર રઘુ રીતસરનો ત્રાડ પાડી રહ્યો હતો.
‘અરે હું ઓફિસે છું’ મારું માથું ભયાનક હદે દર્દ કરી રહ્યું હતું. ના તો રઘુને મળવાનો મારો કોઈ મૂડ હતો કે ના દરવાજો ખોલવાની મારી કોઇ ઇચ્છા હતી.
‘એ ઓફિસવાળી! ફેંકવાનું બધ કરને ઉભો થઇને દરવાજો ખોલ. હું તારી ઓફિસથી જ આવું છું.’‘
અરે...’‘
તું દરવાજો ખોલે છે કે તોડીને અંદર આવું’ રઘુ મારો મિત્ર કમ અય્યાશ સાથીદાર વધુ હતો. એના વાણી, વર્તન, વિચારોમાં બિલકુલ મારા જેવો જ! અને એટલે જ એ મને સારી રીતે ઓળખતો હતો. ને એ કોઈના બાપની પણ વાત માને નહીં એ હું જાણતો હતો. મારા પાસે દરવાજો ખોલ્યા સિવાય કોઇ આરો નહોતો. હું જેમ તેમ ઉભો થયો અને લથડાતા પગે મેં દરવાજો ખોલ્યો. ‘
બે ઉંઘી ગયો હતો કે મરી ગયો હતો?’ દરવાજો ખોલતાની સાથે જ રઘુ સીધો જ અંદર ઘુસી આવ્યો ને મારા હાલ હવાલ જોઇને એ બોલ્યો,‘આજે તો દિવસમાં જ ઠપકારી લાગી છે. શું વાત છે વ્હાલા? બંગાલનને બોલાવી હતી કે શું?’
રઘુનો પ્રશ્ન જાણે મારી છાતી સોંસરવો નિકળી ગયો. મને થયું કે મારી છાતી હમણાં ફાટી પડશે. એક પણ શબ્દો બોલ્યા વગર હું સોફા પર ફસડાઇ પડ્યો.
‘અલા તને પૂછું છું. બોલતો કેમ નથી?’‘
શું બોલું’‘
શું શું બોલું! જે પૂછું છું એનો જવાબ તો વળી! બંગાલન બોલાવી હતી?’ સોફા પર પગ લાંબા કરતા એ બોલ્યો.
હું શું બોલું એની મને કોઇ ગતાગમ ના પડી. હું બસ આંખો બંધ કરીને બેસી રહ્યો.
એણે ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો. જેને ભૂલવા માટે થોડી વાર પહેલા જ હું દારૂના આગોશમાં ખોવાઇ ગયો હતો. ફરીથી એણે મને બંગાલનની યાદ અપાવી દીધી જેને ભૂલવા હું હજારો પ્રયાસો કરી રહ્યો હતો. મારી કોઇ જ ઇચ્છા નહોતી શોરબરી વિશે રઘુને જણાવવાની. પણ મને ખબર હતી કે આ રઘુ છે અને અત્યાર સુધીના મારા બધા જ જલસા અને જફાઓથી એ વાકેફ હતો. એટલે એને કહ્યા વગર છૂટકો જ નહોતો. મેં એને બધી જ વાત કરી.
‘ઓહ્હ્!’ એકદમ ગંભીર થઇને એ બોલ્યો. ‘ભાઇ! તો તો તારે જબરું નુકસાન ગયું હેં?’ ને જોરજોરથી હસી પડ્યો.
હું એક શબ્દ પણ ના બોલ્યો. મારાથી કંઇ બોલાયું જ નહીં!
‘તો બંગાલન સીવાય બીજે ક્યાંય ના જઇ આવ્યો?’
આ વખતે પણ હું કંઇ ના બોલ્યો. બસ આંખો બંધ રાખીને એમને એમ મૌન બેસી રહ્યો.
‘બીજે મજા નહીં આવી હોય એમને? હમ્મ! તો વાત આ છે. હવે પકડાયું તારા દર્દનું મૂળ! ભાઇ! તું ભૂખ્યો થયો છે. બે મહિનાથી ધરાઇને ખાધુ નથીને એટલે આ બધી માથાકુટ થઇ છે.’ એ ઉભો થયો ને ફ્રિજમાંથી પાણીની બોટલ કાઢતા બોલ્યો, ‘ચલ! ન્હાઇ ધોઇને મસ્ત તૈયાર થઇ જા. એક જબ્બર જગ્યાએ લઇ જઉ તને’‘
મારે ક્યાંય નથી જવું.’
રઘુ મારી પાસે આવ્યો અને મને ઉભો કરી બાથરૂમમાં ધકેલતા બોલ્યો, ‘શું ક્યાંય નથી જવું! તને કહ્યું એટલું કરવાનું.ચૂપચાપ ઉભો થા તું. ’

***

રઘુએ કાર એક ત્રણ માળની બિલ્ડિંગની બાજુમાં ઉભી રાખી. સામે જ એક સ્પાનું બોર્ડ લગાવેલું હતું . મારી સામે આંખ મારીને બોલ્યો ‘ચલ ભાઇ મોજ કરી આવીએ’
હું સમજી ગયો કે રઘુ કઇ મોજની વાત કરતો હતો. સ્પાની આડશમાં અહીં જીસ્મફરોશીનો ધંધો ચાલતો હતો. મારી કોઇ ઇચ્છા નહોતી પણ રઘુ સાથે અહીં સુધી આવ્યો એટલે અંદર ગયા વગર છુટકો જ નહોતો.

અમે બન્ને સીધા જ કાઉન્ટર પર ગયા, જ્યાં એક નોર્થ ઇન્ડિય છોકરી રઘુને જ જોતા જ ઉભી થઇ ગઇ.
‘ઓહ! વેલકમ સર! હાઉ આર યુ?’
રઘુ એની નજીક ગયો ને એના ગાલ પર આંગલી ફેરવી. ‘સ્વિટી! લાસ્ટ ટાઇમ વાલી બેબ સા’બ કો સર્વ કરની હૈ ઔર જો નઇ આયી હૈં ઉસકી લિસ્ટ મુજ઼ે દિખાની હૈ. સમજ ગઇ?’ આંખ મારતા એ બોલ્યો. અને પછી બન્ને કંઇ ગુસપુસ કરવા લાગ્યા. મેં અંદર નજર દોડાવી. ત્રણ ચાર 'કસ્ટમર' બેઠેલા જોયા મેં.


રઘુ અને પેલી છોકરીની દિલ્લગ્ગી હજુ પણ ચાલું જ હતી. બન્નેના વર્તન પરથી મને એવું લાગ્યું કે એ પહેલા પણ અહીં આવી ચૂક્યો હતો. થોડી વાર બાદ પેલી કાઉન્ટર ગર્લે હળવી મુસ્કાન સાથે રઘુને સોફા પર બેસવા કહ્યું અને મારી તરફ ઝૂંકીને બોલી ‘સર! પ્લીઝ ફોલો મી. અપસાઇડ ધેર ’
મેં રઘુ સામે જોયું. એના ચહેરા પર શરારત હતી. ‘અપસાઇડ ધેર!’ મને આંખ મારતા એ બોલ્યો.
હું ચૂપચાપ એ છોકરીની પાછળ સીડી વાટે એક રૂમમાં આવી પહોંચ્યો. રૂમમાં એક સફેદ બેડ, એની બાજુમાં ફ્લાવર પોટ અને પોટમાં ટ્યુલિપના કેટલાક ફૂલો રખાયા હતા. આખા રૂમમાં નીલી રોશની ફેલાયેલી હતી.
મને થોડી રાહ જોવાનું કહી ને એ છોકરી ચાલી ગઇ. દરવાજો પણ બંધ કરતી ગઇ.


મારા માટે આ કંઇ નવું નહોતું. આ પહેલા પણ આવી કેટલીય જગ્યાએ હું જઇ આવ્યો હતો. કેટલીય જગ્યાએ તો નિયમિત ગ્રાહક પણ રહી ચૂક્યો હતો. અને એટલે જ કોઇ પણ જાતના ઉત્સાહ વગર હું બસ એમનેએમ બેસી રહ્યો, રઘુની ‘લાસ્ટ ટાઇમવાલી બેબ’ની રાહ જોતો.
થોડી વાર બાદ દરવાજો ખુલ્યો ને હું જોતો જ રહી ગયો. 24-25 વર્ષની એક યુવતી અંદર આવી. વ્હાઇટ શોર્ટ સ્કર્ટ અને સ્લિવલેસ વ્હાઇટ ટોપમાં એ ભયાનક હદે સેક્સી લાગતી હતી. એનું ઘાંટીલું શરીર એના ટૂંકા કપડાંથી બહાર નિકળવા મથામણ કરી રહ્યું હતું અને મહામહેનતે એણે એમા એને છૂપાવી રાખ્યું હતું.


એ મારી નજીક આવી અને ધીમી મુસ્કાન સાથે એ બોલી. ‘હલ્લો સર! હાઉ આર યુ?’
એને શું જવાબ આપવો એ મને કંઇ ના સૂજ્યું. હું બસ એમનેએમ એને જોઇ રહ્યો.


જો બેએક મહિના પહેલા હું અહીં આવ્યો હોત તો એના પર ભૂખ્યા વરૂને જેમ તૂટી પડ્યો હોત. મારી હવસ, મારી ભૂખ મેં એને ચૂંથીને સંતોષી લીધી હોત. પણ અત્યારે મને એવું કંઇ જ કરવાની ઇચ્છા ના થઇ. મને શોરબરી યાદ આવી ગઇ. ખિસ્સામાં હતા એટલા બધા જ પૈસા બેડ પર મુક્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર રૂમમાંથી બહાર નિકળી ગયો. નીચે રઘુ કે પેલી કાઉન્ટર ગર્લ કોઇ જ નહોતી. હું સડસડાટ બહાર નિકળી ગયો. મારે ક્યાં જવું હતું, કઇ તરફ જવું હતું, મને કઇં જ ખબર નહોતી. બસ હું ચાલ્યે જતો હતો. મારી અંદર કંઇક વિષાદ, કંઇક અવસાદ, કંઇક મૂજવણ, કઇંક મથામણ, કઇંક યાદ જેવું તો કંઇક એકલતા જેવું અનુભવાઇ રહ્યું હતું. એ શું હતું એ ના સમજી શક્યો. હું બસ ચાલ્યે જતો હતો. મારા પગલા અટકવાનું નામ નહોતા લેતા. અચાનક મને મારી આંખોમાં ભીનાશ અનુભવાઇ. પહેલા ક્યારેય નહોતી અનુભવાઇ એવી ભીનાશ....

ફૂટપાટ પર એક વૃદ્ધ રેડિયો સાંભળી રહ્યો હતો...

મેરે જેસે બન જાઓંગે... તબ ઇશ્ક તુમ્હે હો જાયેંગા
દિવારો સે ટકરાઓંગે... જબ ઇશ્ક તુમ્હે હો જાયેંગા...