10 - LEKHIKA lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

10 - LEKHIKA

ભાગ-૨

નમસ્તે.....

દુઃખ, પીડા, રેપ, ભુખ, અપમાનનું ઝેર, આટલું ઓછું હોય તેમ અશ્વેત હોવાનો સમાજનો કાળો કેર... અને અનમેરીડ માતા-પિતાનું સંતાન આટલી મુસીબતોને માત આપીને પણ ઝુંપડપટ્ટીથી કરોડપતિ સુધીની સફરમાં પોતાની જગ્યા બનાવી દુનિયાની શક્તિશાળી એન્કર, પ્રોગ્રામર, ઓર્ગોનાઈર જાણો આ પરીને કીર્તિ ત્રાંબડીયાની કલમે માણો......

ઝુંપડપટ્ટીથી કરોડપતિ સુધીની સફર

બાળપણમાં તમે દાદી પાસેથી પરીની, સોનપરીની કે પછી જાદુઈ ચિરાગ, અલાઉદીનનો ચિરાગ જેવી કેટલીય વાર્તા સાંભળી હશે, કારણકે... પહેલાંના સમયમાં એટલે કે, તમારા પપ્પાના અને દાદાના સમયની વાત કરીએ તો ટેલીવિઝનનો જેટલો ઉપયોગ હાલના સમયમાં થાય છે, એટલો ઉપયોગ તે સમયમાં ન હતો.

તેમજ વધારે પડતાં જોઈન્ટ ફેમીલીમાં રહેતાં વર્ગમાં દાદા-દાદી ઘરના મોભી કહેવાતા, એટલે બાળકો હંમેશા દાદા-દાદીની છત્રછાયા મોટા થતા તેમન તેના જીવનના અનુભવોની વાતોની પુરી જાણકારી પુત્ર અને પૌત્ર પાસે રહેતી પરંતુ હાલનો સમય પરિર્વતનનો સમય છે, વધારે પડતા ઘર સ્વતંત્ર રહેવા લાગ્યા છે.

તેમજ આજ-કાલના બાળકોને દાદા-દાદીની વાર્તામાં કોઈ મતલબ હોતો નથી. પરંતુ ટીવી, લેપટોપ, ફોન, મોબાઈલ,વિડીયોગેમ જેવી ઈલેકટ્રોનીક સાધનોના આદતી બનતાં ગયા હોવાથી તેમને ઈલેકટ્રોનીક દુનિયાની ગઈકાલની નહી પરંતુ આવતીકાલ નહીં પરંતુ આવતા વર્ષે શું થઈ જવાનું છે તેની જાણકારી મેળવતા થયા છે. બહુ થયું... છોડો દાદા-દાદીની વાત.....

આજ હું પણ તમને એક વાર્તા કહું છું, તે પણ ઈલેકટ્રોનીક યુગની છે, તો ચાલો થઈ જાઓ તેયાર તેયાર એક એવી કહાની માટે જે ઝુંપડપટ્ટીમાં જન્મીને વિદેશની ધરતી પર પગ મુકતી લાખો, કરોડો નહી પરંતુ અબજોની વારસદાર એક અશ્વેત છતાં પણ સુંદર પરીની વાર્તા......

ચારે બાજુ જાણે ગંદકીના ઢગ દેખાય રહ્યા હતાં. ચારે બાજુ ગરીબી જાણે તેમની મજાક ઉડાવી રહી હોય તેમ ખાવા માટે ઘરમાં માફ કરશો ઘર તો કહી શકાય નહી. ફક્ત ઝુપડું તે પણ ભાંગી તુટી ગયેલ દીવાલ વાળું અર્ધતુટેલી છત વાળું આ ઝુપડામાં એક બાળકીએ જન્મ લીધો.

અધિક્માસમાં દિવાળી જેવી હાલત હતી. આથી પણ વિશેષ તો તેમના માતા-પિતાએ લગ્ન કર્યા ન હતાં. તે એક અપરણિત માતા-પિતાનું સંતાન હતી. કરમની કઠણાય આને કહેવાય. તે પુરી સમજતી પણ નહોતી થઈ તે પહેલાં તેમનાં માતા-પિતા અલગ રહેવા લાગ્યા. દુઃખના વાદળ હજુ દુર નહોતા થયા.

ક્યારેક પરિસ્થિતિ પણ બાર સાંધતા તેર તૂટે તેવી બનતી જાય એવું જ કંઈ આ ઝુપડીની આડશમાં થઈ રહ્યું હતું, એટલે કે તે બાળકી પોતાના સગા સંબંધીઓની હવસનો શિકાર બની તે પણ નવ વર્ષની નાની ઉંમરે. કુદરત પણ જાણે નિષ્ઠુર બની જોઈ રહી હતી. આટલો ત્રાસ ઓછા હોય તેમ ૧૪ વર્ષની નાની ઉંમરે કુંવારી બાળકીએ એક બાળકીને જન્મ આપ્યો. લાગ્યોને આંચકો ?

માં નહી, બાપ નહી, સગા નહી, સંબંધી નહીં અને કુંવારી માતા આથી વિશેષ દુઃખ તમે કોનો કહી શકશો. ભગવાન પણ તેમની કસોટી કરીને થાક્યો ન હતો. કારણકે અશ્વેત હોવાને લીધે હંમેશા અપમાનનું ઝેર પીવાનો વારો આવતો. ૧૪ વર્ષની કુંવારી કન્યાને શું ખબર કે માતા એટલે શું ?

તે પણ એવી કન્યાને જેને ક્યારેય માતાનો પ્રેમ નસીબ જ ન હતો. પરંતુ થોડા દિવસમાં તે બાળક પણ મત્યુ પામ્યું. માનસિક અને શારીરિક થાક – ત્રાસ – ભુખ – ગરીબી સામે ક્યારે ડ્રગ્સની કેડીએ રસ્તો કરી લીધો. તે હંમેશા માતા-પિતાના પ્રેમને ઝંખતી રહેતી. પરંતુ તેમની માતાને તો કઈ પરવાજ ન હતી, તે માતાનું ધ્યાન પોતા તરફ ખેંચવા ઘરમાં જ ચોરી કરતી.

તેમ છતાં તેના તરફ કોઈ ધ્યાન ન આપતા. એક સમયે ઘર છોડીને ભાગી જાય છે. પરંતુ બહુ ઓછો સમય તે પોતાની નાની સાથે રહી હતી, પરંતુ તેની નાની પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી.

હવે તો તેમની માતા પણ તેમના વર્તનથી કંટાળી ગઈ અને તેમના પિતા પાસે છોડી આવી. તેમના પિતાનું નામ વર્નિન તે બહુ શિસ્તબધ્ધ અને સીધ્ધાંતોમાં જીવવા વાળા તેથી તેમને નવાં નવાં પુસ્તકો લાવીને દીકરીને વાંચવા માટે આપ્યા, અને દર અઠવાડિયે વાંચેલા દરેક પુસ્તકનો સાર કહેવાનો. ધીમે ધીમે તેમનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો, તેમજ એક સમજ પણ આવી કે દેશ કે સમાજમાં જે કંઈ શોધ કે પરિવર્તન જોઈ રહ્યા છીએ.

શોધ કરવામાં જે સફળતા મેળવી છે તેમના જીવનમાં પણ સંઘર્ષની હારમાળાઓના પગથીયાનું ચઢાણ કરેલ છે. ધીમે ધીમે વાંચન તેમનો શોખ બનતો ગયો, અને તે શોખે તેમને ભણવામાં પણ હંમેશા આગવું સ્થાન અપાવતો અને આ શોખને લીધે જ ઘણીબધી સ્કોલરશીપ મેળવી છે.

પીળા, ત્રાસ,ગરીબી સામે ઝઝુમતા ધીરજ અને ખંત સાથે આગળ આવી અને બની ગઈ ૨૦મી સદીની સૌથી ધનવાન મહિલા. તેમની શરૂઆત ૧૯૭૧માં રેડિયોમાં સમાચાર વાંચવાની નોકરી મળી તે તેમની મીડિયા સાથેનો પહેલો અનુભવ અને નોકરી મળી તે હોવા છતાં પણ નાની મોટી અનેક બ્યુટીકોન્ટેશમાં હિત મેળવી અને ૧૯૭૬ માં ટેલીવિઝન સાથેનું તેમનું જોડાણે તેમને પોતાની માલિક બનાવી દીધી છે, તેમાં તેમની કલા અને આવડતનો પણ બહુ મોટો ફાળો છે.

સફળ લેડી તરીકે ટાઈમ મેગેઝીને તેમને કવર પેજ પર સ્થાન આપેલ. તેનું પોતાનું મેગેઝીનનું નામ ‘ઓ’ છે, અને તે મેગેઝીનના દરેક પેજ પર તે બાળકી એટલે કે.... ઓપ્રાહ વિન્ફેર ટેલીવીઝનની દુનિયાની શક્તિશાળી એન્કર, પ્રોગ્રામર, ઓર્ગોનાઈર એટલે ઓપ્રાહ વિન્ફેર જેનો જન્મ જ કાદવમાં થયો હતો પણ તે કમળ બનીને મહેકી રહ્યા છે, અરે ૧૦૦ સેલિબ્રિટીની ફોબ્સરની યાદીમાં પાંચ પાંચ વખત પ્રથમ ક્રમાંકે રહેનાર એટલે ઓપ્રાહ વિન્ફેર.

મન હોય તો માળવે જવાય કહેવતને સાચી કરનાર આ અશ્વેત પરીએ ગરીબીની ખેની ઉંડાઈ માપીને મુસીબતનો દરીયો પાર કરવો તે ઓપ્રાહ વિન્ફેર જ કરી શકે. ખરેખર, ઓપ્રાહ વિન્ફેરના જીવનની સંઘર્ષ કથામાંથી જીવનમાં આવેલ મુસીબતમાં લડવા માટેની તાકાત મળે છે.

સોનલબેન ભાલોડીયા