LEKHIKA - 9 lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

LEKHIKA - 9

અંક – ૨

જીવન માં લક્ષ્યનું ઘણું મહત્વ હોય છે અમ પણ કહી શકાય કે લક્ષ્ય વગરનું જીવન પણ નથી હોતું એ શ્રદ્ધા વગરનું લક્ષ્ય નથી હોતું



શ્રદ્ધા એ માર્ગ લક્ષ્ય નો

“શ્રદ્ધા” આ શબ્દ ને સાંભળતાજ એક શાંતિ નો અનુભવ થવા લાગે લાગે છે, કારણ કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં શાંતિ નો વાસ છે, શ્રદ્ધા નો અર્થ વિશ્વાસ પણ થાય છે, અને શ્રદ્ધા તે બ્રમ્હાંડ ની અનંત શકતી સાથે જોડાયેલી છે, અને બ્રમ્હાંડ ની જે અનંત શક્તિ છે તે બધાને જીવાડે છે, અને તે એક આધાર છે, જીવન માં શ્રદ્ધા અને વિશ્વાસ તે મન ની સતત પ્રક્રિયા છે અને અથાગ વિશ્વાસ અને શ્રદ્ધા ના કારણે બ્રમ્હાંડ ની અનંત શક્તિ તેનું બળ લગાડે છે અને તે શ્રદ્ધા સફળ થાય છે,

શ્રદ્ધા ને જીવન નો સહારો પણ માનવામાં આવે છે, શ્રદ્ધા કોઈના પણ માટે હોય શકે કોઈ વ્યક્તિ માટે કોઈ ઈશ્વર માટે કે કોઈ ને પોતાના પ્રેમ માટે એક શ્રદ્ધા એક વિશ્વાસ હોય છે, આવીજ એક શ્રદ્ધાની વાત કરીએ તો એક યુવક હતો તેને તેના જીવન માં PSI બનવાની ખુબજ ઈચ્છા હતી, પરંતુ તે શારીરિક રીતે શક્ષમ ના હતો, પરંતુ તેને તેના ઈશ્વર ઉપર શ્રદ્ધા હતી કે હું મેહનત કરીશ અને શ્રદ્ધા રાખીશ તો હું જરૂર થી સફળ થઈશ, બસ આ સંકલ્પ મનમાં રાખીને તેને તેની મહેનત ની શરૂઆત કરી અને તે રોજ સવાર સાંજ રનીંગ માં જતો હતો રાત દિવસ વાંચવાનું ચાલુ કર્યું પહેલા પહેલા દિવસો માં ખુબજ કપરું લાગ્યું, બધા લોકો તેની ખુબજ મજાક કરતા હતા અને તેને નાસી પાસ કરતા હતા કે તું ચાલ આમાં તું પાસ નઈ થા ખોટા સપના ના જોઇશ, ઘણું દુખ થતું હતું તેને આ સાંભળીને પરંતુ તેને તેનો વિશ્વાસ તેની શ્રદ્ધા હતી તેથી તે હિમત ના હાર્યો અને આગળ પોતાનું કામ કરતો રહ્યો, તેના મનમાં એક ધૂન સવાર હતી કે તેના લક્ષ્ય ને પમાંશેજ તેની આ લગન માં સાથ પુરાવા બ્રમ્હાંડ ની અનંત શક્તિ તેની સાથે જોડાઈગય અને ધીરે ધીરે તે તેના લક્ષ્ય ને પામવા સક્ષમ બનતો ગયો તેને તેની શ્રદ્ધા ઉપર પૂરો ભરોસો હતો તેની તે મેહનત કરતો હતો ધીરે ધીરે સમય સંજોગ બદલવા લાગ્યા જે લોકો તેની મજાક ઉડાવતાહતા તે તેને સહયોગ કરવા લાગ્યા, અબે અબ્તે પરીક્ષા આવી અને તે તેમાં પાસ થાય ગયો,

આના ઉપરથી ખ્યાલ આવે છે કે શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો વ્યક્તિ બધુજ કરી શકે છે બસ ધીરજ હોવી જરૂરી હોય છે, બાકી આ બ્રમ્હાંડ ની અનંત શક્તિ તયારજ છે, આપણને મદદ કરવા માટે આવા ઘણી વાત છે કે શ્રદ્ધા અને વિશ્વાસ થી સફળ થાય છે. અને આગળ વધે છે, પરેશાની બધાના જીવન માં હોય છે તેનાથી કેમ લડવું તે વિશ્વાસ શ્રદ્ધા અને સ્થિરતા જ સીખ્વાડે છે અને આ બધું જીવન માં હોવું ખુબજ જરૂરી હોય છે જીવન જીવવા માટે અને પોતાના લક્ષ્ય ને પામવા માટે આગળ વધે છે, આત્મવિશ્વાસ આવે છે,અને આત્મવિશ્વાસ માં જગ જીતીલેવાની શક્તિ હોય છે, જીવન માં તકલીફ બધાને હોય છે પણ એ તકલીફ માં શ્રદ્ધા અને વિશ્વાસ તે એક એવું કુશન હોય છે, કે તે પડીએ તો વાગવા નથી દેતું

બસ આમજ વિશ્વાસ અને શ્રધાને પામ્વામાંતે તો એક રસ્તો હોય છે જે છે ધ્યાન ધ્યાન થી જીવન માં બધુજ મેળવી શકાય છે, અને એક અનેરી શાંતિ મળે છે, જે આજ ના યુગ માં લાખો રૂપિયા ઓ આપતા પણ નથી મળતી અને આ જીવન માં શાંતિ નું ખુબજ મહત્વ હોય છે. શાંતિ છે તોજ જીવન છે, અને જીવન માં અનેક રંગ છે બાકી જીવન બેરંગ છે.


Bhatt khyati

E-mail :