LEKHIKA-3 lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

LEKHIKA-3

અંક – ૨

“ટેલીપથી” આ શબ્દ નજર સામે આવે તો ઘણા પ્રશ્નો મનમાં ઉદભવે છે, પરંતુ આપણા ભારત માં ઘણા રહસ્યો છુપાયેલા છે, તેમાનું એક આ ટેલીપથી જેને આપણે આપણા જીવન માં અનુંભાવીશાકીયે છીએ તેવી એક વાત છે.


ટેલીપથી

“ટેલીપથી” તો અર્થ એટલેકે એક પ્રકારની આત્મીયતા, જીવનમાં ઘણા તેવા સંબંધો હશે જેમાં ભરપુર આત્મીયતા જોવા મળતી હોય છે, અને જીવનમાં અનેક તેવા દાખલા પણ બનતા હોય છે, તેમાં ટેલીપથી હોય છે, જીવનમાં ઘણી વાર તેવું પણ બને છે કે કોઈને યાદ કાર્ય હોય અને તે આપણને મળ્યા હોય, કે દુર હોય તો ફોન દ્વારા સંપર્ક માં આવ્યા હોય, એક બીજાના મન ની વાત જાણી લેતા હોય કીધા વગર આ બધું એક ટેલીપથી હોય છે, અથવા તો જીવનમાં કશુજ બનવાનું હોય છે, તો તેનો પૂર્વાભાસ થાય છે, પણ તે આપણે નથી સમજી શકતા, જીવન માં આવી ઘણી વાતો બને છે, આમાં કોઈ પ્રકારનો ચમચ્કાર નથી, પણ સીક્સ્સેંસ કામ કરતી હોય છે, અને બધાને ભગવાન એ સમાન શકતીજ આપી છે, પણ બધો આધાર માણસ ની જાગૃતતા પર આધાર રાખે છે.

અને આ બધી જાગૃતતા આધ્યાત્મિકતા અને ધ્યાન થી પ્રાપ્ત થાય છે, માણસ નો આત્મવિશ્વાસ તેની જાગૃતતા અને તેનું વ્યક્તિત્વ ધ્યાન અને આધ્યાત્મિકતાથી જ પ્રાપ્ત થાય છે, જીવન માં જીવન એક ખુબજ સુંદર મજાની જર્ની છે, આમાં ઘણી તકલીફ અને ઘણી મુશ્કેલી આવશે પણ આ બધામાં વિચલિત થયા વગર કેમ રસ્તો શોધવો તે ધ્યાન અને આધ્યાત્મિકતા માંથીજ પ્રાપ્ત થાય છે, તેથીજ ગીતાજીમાં ધ્યાન,યોગ,પ્રયાનામ, ને શ્રેષ્ટ કહેવામાં આવ્યું છે.

આપણા ઇતહાસમાં ઘણી તેવી પ્રેમકથા છે, કે જેમાં ટેલીપથી એ ખુબજ ભાગ ભજવ્યો છે, તે સમય માં વોટ્સએપ કે ફેસબુક કશુજ નોતું માત્ર આત્મીયતા હતી, અને તે પ્રેમ સાચો હતો, અને હાલ નો પ્રેમ તો આપણે જોઈશકિયે છીએ, સિવાય શંકા કે બીજું કશુજ નથી હોતું, અને હાલના સમય માં બધાપાસ માત્ર ફોન છે, આત્મીયતા કે પ્રેમ નથી, જે પત્ની તેનું બધું છોડીને તેના પતિ જોડે રહે છે, તેના નામપર વોટ્સએપ માં જોક બને છે, આમાં આત્મીયતા ના હોય.

એક ખુબજ સુંદર પુસ્તક છે “ શ્રી યોગીનીકુમારી” ખુબજ સુંદર પુસ્તક છે, “શ્રી વિશ્વવંધજી” નું આ પુસ્તક છે, તેમાં “દિવ્યશ્રોત” માં ટેલીપથી દ્વારા મન થી વાત કરતા શીખવ્યું છે, તેના વિષે થોડી જાણકારી આપીશ, તે પુસ્તક માં યોગીનીકુમારી હોય છે, તો તે તેના ગુરુ સાથે મનથી વાત કરે છે, તો તેને પૂછવામાં આવે છે, કે આવીરીતે કેમ વાત કરી શકાય, ત્યારે યોગીની જવાબ આપે છે, મારા ગુરુજી એ મને આ જ્ઞાન શીક્વ્યું છે, તે ખુબજ સરળ ની સાથે સાથે થોડું આકરું પણ છે, તેની રોજ પ્રેક્ટીસ કરવાથી તેનું પરિણામ ખુબજ જલદી મળે છે.

ગુરુજી કહે છે એક એકાંત જગ્યામાં બેસીને અને શરીર ને ફાવે તે રીતે બેસીને આંખ બંધ કરીને ખુબજ એકાગ્રતાથી મનમાં બોલવાનું જેને સંદેશો પહોચાડવો હોય તેનું નામ લઈને વારે વારે તે સંદેશાનું મનમાં રટન કરવાનું, આવું ૨૦,૨૫ મિનીટ સુધી ખુબજ એકાગ્રતાથી કરવાનું રેહશે, અને આવીજ પ્રેક્ટીસ થોડા દિવસો સુધી કરવાની રેહશે, અને ત્યારબાદ જે કઈ સંદેશો પોહાચાડવાનો હોય તેમાં વધું સમય લાગશે નહિ, અને આમાં કોઈજ ચાચ્કાર નથી, આપદા જે વિચારોની તરંગ છે તે હમેશા હવામાં ફરતી રહે છે, અને ત્યારબાદ તે તરંગ આપણા વિચારોને બળ આપે છે, અને તે વિચાર જે માણસ ને આપણે યાદ કરીએ છીએ ત્યાં સુધી પોહચી જાય છે, અને તે વ્યક્તિને આપણા વિચારોનો આભાસ થાય છે.

આમ તે પુસતાકમાં ટેલીપથી વિષે ખુબજ સુંદર સમજાવ્યું છે, અને આમજ ટેલીપથી ને આગળ વધારવા માટે પ્રેક્ટીસ,ધ્યાન,આધ્યાત્મ તે ખુબજ મદદરૂપ બને છે. જીવન માં આવી ઘણીજ બાબત છે, જે ટેલીપથી દ્વારા સરળ બનીજાય છે, જીવનમાં સ્પ્રિચ્યુઅલ પાવર ખુબજ મહત્વનો હોય છે, આ બ્રમ્હાંડની તરંગ ખુબજ સક્રિયછે, તેથી જે જગ્યાપર જે વિચાર આવે છે, ત્યાં વિચારોના બીજ વવાયજાય છે, તેથી હમેશા સારા અને હકારાત્મક વિચાર કરવા, કોઈપણ જગ્યાએ આપણે જાયે છે, ત્યારે તે જગ્યાની ઉર્જા માણસ ના મનમાં અસર કરે છે, તેથી પોતાની જાતને ખરાબ ઉર્જાથી બચાવવા સ્પિચ્યુઅલ પાવર હોવો ખુબજ મહત્વનો હોય છે.

Joshi sima

Simajoshi908@gmail.com