2- LEKHIKA lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

2- LEKHIKA

ભાગ-૨

અંક – ૧

નમસ્તે.....

કાળ ફર્યે જતો, દરરોજ સૂર્ય ઉગતો અને આથમતો. કુષ્ણપક્ષને શુક્લ પક્ષની ઘટમાળ ચાલ્યે જતી. દિવસો ગયા, માસો ગયા, વર્ષો જવા લાગ્યાં તેનું મને ભાન ન રહ્યું. હું તેને વળગી રહેતો. તે મને વહાલ કરી હસતી. જ્યાં જોઉં ત્યાં તેની સત્તા મને દેખાતી, તેથી તે મને વધારે ગમતી.

હું પ્રૌઢ થયો છતાં તે યુવાન હતી. મને લાગ્યું કે કાળને હરાવે એવી તે જાદુગરની હતી. મારી સત્તામાં, મારા ધન વૈભવમાં, મારા કુટુંબ કબીલામાં ટુંકમાં જેને મારી કહી સંબોધી શકું એવી દુનિયાની બધી વસ્તુમાં તેને સ્વચ્છદથી ફરતી હું દેખાતો અને રાજી થતો.

પ્રાણથી પ્રિય મારી.........

તે મને પ્રાણથી પણ વધારે પ્રિય હતી. ઘડીભર તેના સિવાય મને ચાલતું નહી. તેનાથી પળ પણ વિખુટું પડવું એ મને પ્રાણઘાતક લાગતું તે અને હું અમે બન્ને જન્મથી જ એકબીજાને ઓળખતાં. ઘણી વાર મને એમ થતું કે અમો જન્મોજન્મથી જ એક બીજાને પ્રિય હશું. ગમે તે હોય..... તે મને ઘણી ગમતી......

હું તેનો હતો તે મારી હતી અમોને યુગયુગની ઓળખાણ હતી. અમે બન્ને સાથે જ જન્મેલાં અને તે મારી છે તેનું ભાન ન હતું છતાં હું તેને સર્વત્ર દેખતો. નિર્દોષ બાલ્યાવસ્થાના સ્મરણોમાં આજે પણ હું તેને મારી તરીકે ઓળખું છું.

હું નીર્દોષ હતો તે ચાલાક હતી. બાળપણથી જ તે હોશિયાર હતી અને મારી સાથે મારા પડછાયા રૂપે રહેતી. બાળક તરીકેના મારા પ્રથમ રુદનમાં મેં તેનું રુદન સાંભળ્યું. મારા રડવાના અવાજમાં તેના તરફની મારી પ્રીતિનો અવાજ મને સ્પષ્ટ સંભળાયો હું નિદોર્ષ હતો, તેથી રડતો તે ચાલક હતી તેથી હસતી.

આમ પરસ્પર વિરોધી સ્વભાવનું દર્શન થતું તે મને ગમતી. જ્યાં ત્યાં હું તેને જ દેખતો. મારી માતાના હાલરડામાં તે છુપાઈ મને ઉંઘાડવાના ગીત ગાતી. મારા રમકડામાં તે રમતી મારા માતા-પિતાના, ભાઈ ભાડુના વાત્સલ્યમાં મેં તેને જોઈ, મને તેની જ ઝંખના હતી.

બલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પ્રવેશતાં વેત જ તે મારી સન્મુખ આવી ઉભી. મારી સાથે તે પણ મોટી થતી જતી હતી. મારા વિકાસ સાથે તેનો વિકાસ પણ થતો હતો. કિશોર ! હું તને ગમું છું ? એ પશ્ન તે મને પૂછતી, ત્યારે હું હર્ષપૂર્વક હકારમાં જ જવાબ આપતો.

મારા પુસ્તકોમાં, મારી નાની નાની ભણતર સામગ્રીમાં હું તેને જોતો અને મારો મોહ વધતો જતો. મને તે પ્રિય થવા લાગી. હેતમાંથી ચાહના ઉત્પન્ન થઈ. મારી ચાહનાનો તે ઉત્તર આપતી અને સામી મને ચાહતી. સ્વભાવે તે સ્વતંત્ર હતી એટલે મારા નજીકના સ્નેહીઓમાં, મારા અંગત મિત્રોમાં તે નિરંકુશ પણે ફરતી અને તેથી મારા મિત્રો પણ મને એટલા પ્રિય લગતા કે તેઓથી દૂર જતાં મને આઘાત લાગતો.

કિશોર મટી હું યુવાન થયો. નિર્દોષ અવસ્થામાં અવિકૃત સ્વરૂપમાં વિકાર થયો. તે પણ મુગ્ધા મટી યુવતી થઈ. તેની દેહલતિકામાં વિકાસ થયો, તેનું ચાંચલ્ય તેજસ્વી થયું, તેના સૌદર્યમાં જ્યોતિ ઝબકી, તેની આંખમાં અમી ભરાયું, તેના હાસ્યમાં માધુર્યનાં વહેણ વહેવા લાગ્યાં.

મને લાગ્યું કે હવે તે મારી મટી જશે પણ તેને મને છોડયો નહીં. તેની મીઠી અબોલ વાણી સાંભળી હું મુગ્ધ બન્યો. તેના લાવણ્યમાં હું ભાન ભૂલ્યો. આત્મજ્ઞાન ભૂલી હું તેની પાછળ ભટક્યો. તે મને સતાવતી. તેણે મારામાં આશા ઉત્પન્ન કરી. તેના પ્રત્યેક કાર્યમાં હું અભિન્નપણે જોડાયો. મને આનંદ થઈ રહ્યો. છતાં મને તૃપ્તિ ન હતી. તે મસ્ત બની મારા સાથે રહેતી.

કાળ ફર્યે જતું. દરરોજ સૂર્ય ઉગતો અને આથમતો. કુષ્ણપક્ષને શુક્લ પક્ષની ઘટમાળ ચાલ્યે જતી. દિવસો ગયા, માસો ગયા, વર્ષો જવા લાગ્યાં તેનું મને ભાન ન રહ્યું. હું તેને વળગી રહેતો. તે મને વહાલ કરી હસતી. જ્યાં જોઉં ત્યાં તેની સત્તા મને દેખાતી, તેથી તે મને વધારે ગમતી.

હું પ્રૌઢ થયો છતાં તે યુવાન હતી. મને લાગ્યું કે કાળને હરાવે એવી તે જાદુગરની હતી. મારી સત્તામાં, મારા ધન વૈભવમાં, મારા કુટુંબ કબીલામાં ટુંકમાં જેને મારી કહી સંબોધી શકું એવી દુનિયાની બધી વસ્તુમાં તેને સ્વચ્છદથી ફરતી હું દેખાતો અને રાજી થતો.

મને લાગ્યું કે તેની યુવાની અમર હશે અને હતું પણ તેમજ મારી પ્રૌઢવસ્થામાંથી હું પસાર થવા લાગ્યો. છતાં તે યુવાન હતી અને મને ગમતી.

એક કોતુક થયું ! એક રમણીય પ્રભાત હતું. તે અને હું, બન્ને મારા મકાનના સુંદર ઉપવનમાં બેઠાં હતા. સુકુમાર પુષ્પોની સુવાસ અને પક્ષીઓનો કિલકિલાટ વાતાવરણને મધુર બનાવી રહ્યા. તે નિરંતર હસતી હતી. તેના મોહમાં અંજાઈ પડેલા મારા ચિત્તને નિસર્ગના સુંદર દર્શનમાં પણ તેની જ પ્રતિમાં દેખાઈ.

મને તેનું ઘેન ચડ્યું. આંખોમાં નશો ચડ્યો અને એ ઘેનમાં હું તેને લોલુપતાથી નિહાળી રહ્યો હતો ત્યાં એકાએક. ‘આહલેક’ નો અવાજ સંભળાયો ! કોણ જાણે ક્યાંથીય એક પહાડ સભી કાયાવાળો જોગી અમારી સમીપ આવી ચડ્યો. તેની આંખમાં જ્ઞાનનું તેજ હતું. તેના દેહમાં બ્રહ્મચર્યની શક્તિ હતી, તેના વિશાળ લલાટમાં વિધાતાના લેખને ભુંસી નાખનારની પ્રતિભા હતી.

તેના શરીરની ભવ્ય સુંદરતામાં, અંગે વીટાળેલુ એક કૌપીન વધારે સૌન્દર્ય આપતું હતું. ત્રિનેત્રધારી અલૌકિક યોગી ભગવાન શંકર જાણે સર્પોનાં આભૂષણો દૂર ફેંકી થોડા સમય માટે ત્રિશુળ ડમરુનો ત્યાગ કરી પુથ્વીના રમ્ય સ્થળોમાં ભ્રમણ કરવા નીકળ્યા હોય એમ ક્ષણવાર ભાસ થયો. એ જોગીને જોતાં વેત જ તે મારી પાસેથી સફાળી ઉઠી અને હું રોકું તે પહેલાં તો ત્યાંથી નાસી ગઈ. હજુ હું મોહદશામાં જ હતો.

પેલા યોગીરાજ તેના ગયા બાદ હાસ્ય કરતાં મારી સમીપ આવ્યા અને મારી આંખ ઉપર ભસ્મ લગાવી ઓમકારનો જાપ જપતા ચાલ્યા ગયા. મને બ્રહ્માંડ ડોલતું ભાસ્યું, સારુંય જગત ફરતું દેખાયું, મારા દેહમાંથી જીવન ઓંસરી જતું જણાયું, જાણે ગાઢ મૂર્છામાં પડ્યો હોઉં એમ હું કેટલોક સમય નિશ્ચેત પડ્યો રહ્યો અને પછી જાગ્યો.

મેં શું જોયું ? મેં તેને જોઈ તેવી જ નાજુક રમણીય અને સુંદર પણ તે મારી નહોતી મેં તેને જગતનાં અનેક માનવીઓમાં તેવી જ હસતી ખેલતી જોઈ તેને મારી પરવા નહોતી. મારી આંખના પડળ ખુલી ગયા મને સ્પષ્ટ જણાયું કે જેને મેં પ્રાણથી પણ વધારે ગણી તે મારી ન હતી, એ જ્ઞાને હું સ્તબ્ધ થયો અને ફરી આખો મીચી ગયો.

બહારનાં બધાં દ્રશ્યો અદ્રશ્ય થયાં અને હદયનાં ઊંડાણમાંથી આવતાં મે એક પ્રકાશ જોયો એ પ્રકાશના પ્રભાવથી ફરી મારી આંખો ઉઘડી ગઈ અને મને દેખાયું કે નાજુક રમણીય સુંદરીને બદલે તે એક ક્રુર રાક્ષસી હતી. સરીય આલમને તે તેના કારમાં સૌદર્યથી મુગ્ધ કરતી હતી. સંસારતખ્તા પર તે ભીષણ નૃત્યુ કરતી હતી, અને કળયુગના અનેક વ્હેતીય માણસો પતંગીયાની માફક એ સૌદર્ય જ્યોતિની આસપાસ તપી બળી મરતાં હતાં. મારી સામું જોઈ તે ખડખડાટ હસી પડી. ભૂતાવળ જેવું હાસ્ય જોઈને કંપારી આવી ગઈ.

મેં તેમને પછી ઓળખી તેનું નામ માયા ! સંસાર સાગરના શાન્ત નીરને તે પલકમાં તોફાને ચડાવતી. વિશ્વપ્રેમની દિવ્ય ભાવનાને ક્ષણમાં સંકુચિત કરી નાખતી. પરબ્રહ્મ પ્રાપ્તિના અલૌકિક આદર્શને તે પળમાં વિસરાવતી. તત્વવેત્તાઓ તેને અવિધા સંજ્ઞાથી જણાતા યોગીઓ તેને ‘માયા’ નામથી સંબોધતા. સંસારીઓમાં તે અનેક નામથી ધુમતી. તેની એક ભુજામાં ‘આવરણ’ શક્તિ હતી અને પરમ લક્ષ્યને ઢાંકી નાખતી, તેની બીજી ભુજામાં ‘વિક્ષેપ’ હતો, તેની આંખની કીકીમાં ‘રાગ’ હતો. તેના વિશાળ વૃક્ષસ્થળમાં ‘દ્વેષ’ ડોકાતો હતો, તેની વાણીમાં વિલાસ વરસતો. તેના હલનચલનમાં, તેના નૃત્યમાં સ્વાર્થ હતો. તેના પગમાં સંસાર ચક્રની જન્મ મરણની ભીષણ ઝાંઝર હતી.

ક્યાંય સુધી મેં તેનું સંસાર નૃત્ય જોયું આશા અને તૃષ્ણા એ બે સહચરીઓ સાથે ઘુમતી હતી. ભોગવિલાસની કારમી ભૂતાવળ તેની આજુબાજુ ભમતી હતી. એ દ્રશ્ય પછી હું ફરી જાગૃત થયો. આંખ ઉઘાડી આજુબાજુ જોયું તો એજ મકાન, એજ ફુલવાડી બધું એજ હતું છતાં તેમાં મને ઉણપ જણાઈ. તેમાં તેજ નહોતું, ચેતન નહોતું, માત્ર વાસનાનો થાક હતો. એ જ્ઞાને હું કંપ્યો અને દિવ્ય મહાનલની એક ચિનગારીની ઝંખના કરતો પોકારી ઉઠ્યો. હે ભગવાન દુર કરો આ ‘ઈર્ષા’ ને....

કીર્તિ ત્રાંબડીયા,

મો. ૯૪૨૯૨૪૪૦૧૯

E-mail :