Zanza Ane Jivan - 3 books and stories free download online pdf in Gujarati

ઝંઝા અને જીવન - 3

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ત્રણ

કોલેજ છૂટ્યા પછીથી બન્ને લિબર્ટી રેસ્ટોરામાં બેસીને ગપસપ કરતાં હતાં. સુનિતા કહે, થોમ, ‘‘વરની મા વરને વખાણે’’ એ કહેવતનો અર્થ મેં તને કહ્યો હતો. હવે તું મારી સામે એનો ઉપયોગ કરે છે એ મને બિલકુલ ગમતું નથી. ભારત મારો દેશ છે તેથી એની ખરાબ રીતભાતને હું વખાણતી નથી. એ જ રીતે અહીં અમેરિકામાં બધું જ શ્રેષ્ઠ છે, એમ હું માનતી નથી. જે દેશની રીત-રસમ કે પરંપરા ઉત્તમ હોય એનો સ્વીકાર કરવો એ સર્વથા યોગ્ય છે.

સુનિતાએ આગળ કહ્યું, ‘‘બીજું કે મારો જન્મ અહીં અમેરિકામાં થયો છે. એથી આ દેશ મારી જન્મભૂમિ છે. તારા વડવા બસો વરસ પહેલાં આવીને અહીં વસેલા છે તેથી તારો જન્મ અહીં થયો છે. મારાં મા-બાપ પાંત્રીસ વરસ થયાં ત્યારે અહીં આવીને વસેલાં છે. આપણે બન્ને આ દેશનાં નાગરિકો છીએ. તેથી પેલી કહેવત તને અને મને લાગુ પડતી નથી.’’

રેસ્ટોરામાંથી છૂટાં પડતાં પહેલાં સુનિતા કહે, ‘‘થોમ, આવતી કાલે અહીંયાં જ આપણે મળીશું. અહીંથી હું તને જ્યાં લઈ જઉં ત્યાં તારે આવવાનું છે.’’ તે પછી નિયત સમયે બન્ને મળ્યાં, સુનિતાએ એની ગાડી આગળ હંકારીને એક અનાથાલય આગળ થોભાવી.

વિશાળ કમ્પાઉન્ડમાં સ્વચ્છતા હતી. ફૂલછોડ પર સુગંધવિહોણાં પુષ્પો હતાં. પ્રાથમિક શાળા હતી. રજા હોવાતી તે બંધ હતી. બીજી બાજુના વિશાળ મકાનમાં જુદી જુદી રૂમો હતી. પ્રત્યેક રૂમમાં પાંચથી સાત બાળકોની સંખ્યા હતી. કેટલીક રૂમોમાં ઘોડિયાં હતાં. એમાં એક માસથી બારમાસ સુધીની ઉમરનાં બાળકો સૂતાં હતાં. કેટલાંક બાળકો રડતાં હતાં. કોઈ બાળક ફરસ પર ઊંઘતું હતું. દરેક રૂમમાં એક એક આયા હતી. આ તમામ બાળકો મા વિનાનાં હતાં. આ બાળકોના ઉછેરની જવાબદારી અમેરિકન સરકારના માથે છે.

આ અનાથ બાળકોનું નિરીક્ષણ કરીને તેઓ બન્ને કમ્પાઉન્ડના બાંકડે બેઠાં. સુનિતા બોલી, ‘‘અહીં અમેરિકામાં અપરિણીત યુવક-યુવતીઓ ડેટિંગ માટે મોટલમાં જાય છે. પરિણામે કુંવારી માતાના પેટે જે બાળકનો જન્મ થાય છે. એ માતા પોતાના પેટનાં જણ્યાંને અનાથાલયમાં મૂકીને રવાના થાય છે. અહીંનું આ દૂષણ છે. ઈન્ડિયામાં આવું દૂષણ નથી.

આ દૂષણ કુદરતના નિયમ વિરૂદ્ધનું છે. પશુ-પંખી અને કીડી જેવાં નાચીજ જીવજંતુ પોતાનાં બચ્ચાંની હિફાજત કરે છે. એને કુદરતી પ્રેરણા મળે છે. માણસ માટે કુદરત પ્રેરણાનો સ્ત્રોત છે. આ પ્રેરણા ઈશ્વરનો ચમત્કાર છે. કુદરતના આ કરિશ્માની અવગણના માણસ કરે એના જેવો બીજો કોઈ અધર્મ હોઈ શકે ખરો ? આ અનાથ બાળકો ડેટિંગ પ્રથાનું પાપ ભોગવે છે.’’

એ આગળ બોલી, ‘‘થોમ, સાંભળ. મારા ઘરના કબાટમાંથી મને એક ચોપડી હાથ લાગી હતી. એમાં મેં વાંચેલી બે પંક્તિઓ મને યાદ આવે છે.’’

‘‘લીલી હોજો લીંબડી, શીતળ એની છાંય,

માતા શીળી છાંયડી, બાળક મોટાં થાય’’

ઈન્ડિયામાં લીમડાનાં વૃક્ષ થાય છે. આ ઝાડનાં પાન ફળ, છાલ બધું જ કડવું હોય છે. આમ છતાં આ વૃક્ષને લોકો પોતાના આંગણે વાવે છે. કારણ એનો છાંયો શીળો હોય છે. એ જ રીતે માતા એના બાળકને મારપીટ કરે, ધમકાવે, તો પણ એ બાળક માટે માના દિલમાં મમતા છે. ગરીબ માતા ભૂખી રહીને એના બાળકને ખવરાવે છે. પોતાના બાળક માટે એ જીવ આપવા તત્પર બને છે. બાળક પ્રત્યેની આ મમતાએ જ કુદરતનાં દર્શન છે. એવાં દર્શન એ ઈશ્વરનો સાક્ષાત્કાર છે.

મા-બાપ વિનાનાં આ બાળકોને સંસ્કારના પાઠ શીખવા મળતાં નથી. આ નમાયાં બાળકોને ખાવાનું મળે પણ માતાની મમતા વિના એમાં સ્વાદ ક્યાંથી હોય ? માણસને ઈશ્વરમાં જે શ્રદ્ધા છે. એના ચમત્કારનું નામ માતા છે. થોમસે સુનિતાની વાતો ધ્યાનથી સાંભળી હતી. બન્ને પોતપોતાની ગાડીમાં રવાના થયાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED