My Dear Hubby books and stories free download online pdf in Gujarati

My Dear Hubby

પુર્વી ભરત બાબરીયા

purvibabariya@gmail.com

My Dear Hubi

Dear Hubi,

શું લખું ????? ક્યાંથી શરૂઆત કરું સુઝતું નથી મને…?

કેવી રીતે વાત કરું ? આજે આપણાં અબોલાને પંદર દિવસ પૂરા થયાં, એક ઘર, એક છત નીચે પણ એક બેડરૂમમાં નથી સૂતાં !!! છેલ્લા પંદર દિવસથી જિંદગી બદલાઈ ગયી છે આપણી.. પંદર વરસનો પ્રેમ પંદર દિવસમાં જાણે બાષ્પીભવન થઈ ગયો છે.

આજે પણ યાદ કરું આપણી સગાઈના એ દિવસો ! આપણે રાજમંદિર થિયેટરમાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ જોવા ગયાતા. મે ખાલી એક વાર કહ્યું કે,” મારો ફેવરિટ હીરો સલમાનખાન છે ને તમે અમદાવાદના મશહૂર થિયેટરમાં ટિકિટ બૂકીંગ કરાવી લાવી મને સરપ્રાઇઝ આપેલ .” બે વરસ આપણે કાંકરીયા, સાબરમતી રિવરફ્રન્ટ ખૂબ ફર્યા.જયારે હું વડોદરાથી આવતી ત્યારે તમે મારા હિનામાસીના ઘરે મને લેવા આવતા... બે દિવસ પછી મારા કઝીનના મેરેજ હતા તોય તમારી જીદ ના કારણે 14 Feb ના Valentine Day ના આપણાં મેરેજ મમ્મી- પપ્પા એ કરાવી આપેલ. આજે પણ 15 Feb. ની એ ફર્સ્ટ નાઇટની એ રાત યાદ કરું તો મારા શરીરના સાડા ત્રણ કરોડ રોમરોમમાં ઝણઝણાટી થાય. પહેલી વાર કોઈ પુરૂષનો સ્પર્શ માણ્યો. કુમારીમાથી પૂર્ણ સ્ત્રી બનાવી તમે મને.. Full enjoy ની તો વાત શું કરું? એ રાત નું વર્ણન શબ્દોમાં કેમ વર્ણવું ????? અજય, you make me perfect …..!

વીસની ઉંમરે તમારી સાથે લગ્ન કરી હું આ ઘરમાં આવી. મોટી ઉંમરના તમારા માતા- પિતા, ભાઈ- ભાભી અને બે બહેનોનો તમારો મોટો પરિવાર.દૂધમાં સાકરની જેમ ભળવા કાયમ અંગ તોડીને કોશિશ કરતી રહયી આ તમારી ઈશા,પણ છતાંય ક્યારેય પૂર્ણતા ન પામી શકી.ખબર નહીં શું કચાશ રહી ગયી મારાથી? આવતાની સાથે ઘરમાં ભાભીના નાના બાળકો, બંને બહેનો ઘરકામમાં ક્યારેક સાથ આપે બાકી તો મોટેભાગે કોલેજ સર્કલમાં ફરવામાં બિઝી હોય, મા મંદિરમાં હોય એકલા નેજ કામ કરવાનું આવે ઉપરથી ભાભીના મેણાં- ટોણાં કે આ નથી આવડતું અને તે નથી આવડતું. તમારી માં પણ ક્યારેય પણ ગમે તેટલું સારું કામ કરીએ, રસોઈ સારી કરીએ તો પણ એમના મુખેથી આશીર્વચન સાંભળવા મળ્યા નથી. લગ્ન પછીના શરૂઆતના જ ગાળામાં મારુ પ્રેગનન્ટ બનવું અહી આવીને હું નાની ઉંમરમાં ઘણું શીખી. પિતાજી ના બગડતાં સ્વાસ્થ્યની હમેશા કેર કરી છે તોય એમના મુખે પણ કયાં અપમાનના શબ્દો જ સાંભળ્યા છે. શું કમી હશે મારામાં ???... કિસ્મત ને દોષ આપતી રહી ૨૪ વરસની ઉંમરે બે બાળકોની માતા બની ગઈ હું બે બહેનોના લગ્ન પછી ભાઈ- ભાભી અલગ થયા પણ માતા- પિતા ક્યારેય ભાઈ ના ઘેર ના જતાં તોય વાતે-વાતે ભાભી બહુ સારી, કામોઢી, હોશિયાર એને આ બહુ સારું આવડે એજ સાંભળતી હંમેશા. આ બધાની વચ્ચે હું બાળકોને જોઈ હું ફ્રેશ થઈ જતી, મારૂ સમગ્ર ધ્યાન હું બાળકોમાં લગાવતી, યશ અને જય. જય મોટો તોફાની, જિદ્દી પણ યશ શાંત અને ડાહ્યો એ પણ પોતાનું ધાર્યું જ કરે. બધા કહેતા બેય અજય પર ગયા છે દેખાવ માં અને સ્વભાવમાં ઈશા જેવા એકેય નથી લાગતા. આવ - જાવ મહેમાનોની વચ્ચે તમે હંમેશા મારી પડખે રહેતા અજય ઈશા પ્લીઝ આ હું રેડી લઈ આવીશ . તું આટલું જ કરજે, તમારે મુખે થી આવું સાંભળી હું બમણા ઉત્સાહ થી કામે લાગતી ત્યારે તો હું ન સમજતી પણ હવે થાય છે આ તમારો માસ્ટરસ્ટ્રોક હતો . અજય તમે પહેલે થી પાક્કા વેપારી છો . તમારો ઉકળતો લાવા જેવો તમારો સ્વભાવ મે હંમેશા શીતળ જળ બની સહન કર્યો છે જરાક વાર માં આખું ઘર માથે લેવું એ તમારે માટે રમત વાત છે અજય . કેટલીય વાર તમે મારા મમ્મી- પપ્પા માટે અપશબ્દો બોલ્યા હશો પણ એ તમારો સ્વભાવ દોષ જાણી માફ કર્યા તમને . મારા મૌન ને હંમેશા તમે મને દોષી જ ઠરાવી છે . મને એમ જ કે હું મારા રદિયા આપું એટલે તમે બમણા વેગ થી વાર કરો શબ્દો નો, પણ મારી ખામોશી તમને બેચેન બનાવી મુકતી . પછી જ્યારે ઠંડા દિમાગે નવરાશ ની પળો માં હું યાદ કરાવુ તો સ્વીકારી પણ લેતા સહજતા કે હા, મારી ભૂલ હતી ઈશા . I have never repeat this again . બાળકો પણ તમારા દૂધના ઉભરા જેવા સ્વભાવ થી ટેવાઇ ગયા હતા એ પણ મને કહેતા મોમ, ડેડ ને ન કહીશ એ ચિલ્લાશે ? .... આમ, ને આમ બાળકો મોટા થતા ગયા તમારી લિમીટેડ આવક માં મે ઘર ને સારી રીતે ચલાવ્યું તમે 15000 આપ્યા તોય ચલાવ્યું 20000 કે 30000 થી વધુ આપ્યા તો વધુ સારી રીતે ચલાવ્યું ક્યારેય કોઈ ફરમાઇશ ન કરી મારી સખીઓ સ્નેહા કે પ્રિયાની જેમ . કાયમ કોશિશ કરી તમને અનુકૂળ રહેવાની . લગભગ કપડાં- દાગીના પિયરથી આપેલ માં જ ચલાવ્યું . મે ક્યારેય સ્નેહની જેમ કે આ વખતે કાશ્મીર, ઊંટી કે ગોવા ફરવા લઈ જવો એવી ફરમાઇશ આ કરી . તો પ્રિયાની જેમ રીઅલ ડાયમંડ ની રિંગ, બ્રેસલેટ કે સોનાના કંગન નથી માંગ્યા કેમ, કે I know your limit હા, એક નવો શોખ પાળ્યો મારામાં રહેલ કવિયત્રી ને જગાડવાનો . શરૂ શરૂમાં મારા લખેલ નાના નાના કાવ્યો ને FB પર Post કરતી રહેતી અને લાઇક મેળવતી રહેતી નવા નવા દોસ્તો બન્યા . ગ્રુપો બન્યા ઘણું શેર કરતા શિખતા સમજતા મારી અંદર રહેલ ઊર્મિઓ ને શબ્દના વાઘા પહેરવીને લોકો સમક્ષ રાખતી . અલગ અલગ સ્પર્ધાઓ માં મારી કવિતાઓ મોકલતી રહી . ક્યારેક બીજો, ત્રીજો નંબર અને આશ્વાસન મેળવતી રહી પોતાની ભુલો સુધરતી રહી . કવિયત્રી બનવા થનગની રહી Smartphone આવ્યા પછી જીંદગી થોડી બદલાઈ ગઈ . ક્લબો, પાર્ટીઓ, મંડળો, ઓળખાણ વિસ્તારતું રહ્યું પણ હું ક્યારેય પરિવાર ને ના ભૂલી કાયમ કોશિષ રહેતી કે જમવા સમયે ઘરે પહોચી જતી . બધુ કામ જાતે જ કરું છું . Stress પણ લાગે છે Kid હવે 13- 14 ની ટીનએજ માં આવી ગયા . તમારા માર્કેટ ની માંડીને લીધે ઓછા ધંધાની રાવ રહેતી . ખર્ચાઓ વધવા લાગ્યા . સ્કૂલ ટ્યુશન ની ફી અને ઘરના ખર્ચાઓ મા- બાપ ની દવાઓ વધુ વધુને થવા લાગ્યા . મારા FB Friendzz ની વાતો પર થી કવિતાઓ બનતી જે તમને ખૂંચતી પણ લોકો સાથે વાતો કરતાં જ નવા આઇડિયા નવી પ્રેરણાઓ માલ્ટા પણ ખબર નહિ તમે દિવસે ને દિવસે મારા પર શક કરવા લાગ્યા કેમ અજય કેમ ? હંમેશા તમારી ઈશા તમારી વાત માંથી જ રહી છે . પણ જ્યારે જરા આગળ આવે ને તમે ટાટિયાં ખેંચતા જ રહો છો . અજય તમે ઇચ્છતા હું આગળ વધુ આ ક્ષેત્રે ? ... સર્કલ તો વધવાનું સર્કલો વધતાં જ ગ્રુપો વધવાના થોડી કૉન્ટૅક્ટ માં પણ રહેવું જોઈએ જો આગળ વધવું હોય તો . અજય પહેલી પણ આપણા ઘણીવાર ઝઘડવા છીએ . મે હંમેશા બંધ છોડ કરી છે ક્યારેક તમે પણ સંબંધો ને સાચવવા હંમેશા સમાધાન કરવું જ પડે . બસ અજય હવે Enough થયું તમે મારા ચારિત્ર પર લાંછન લગાડવા બેઠાં !!!! હું કાયમ તમારી જ છું . તમારી ઈશા ક્યારે પણ સપને કોઈ પુરુષ નો વિચાર ન કરે . આ શક્કી સ્વભાવ શું જાન લેશે મારી ?? મારી પૂરી કોશિષ છે કે આ તૂટતાં લગ્ન જીવન ને કોઈપણ સંજોગો માં બચાવું ??? હજીયે ફેંસલો આખરી નિર્ણય તમારા હાથમાં છે મારી આંખોના આંસુ હજી સૂકાતા વારે વારે દિલમાં એમ જ થાય છે કે, “

ના પુરી તરહ સે કાબિલ ના પુરી તરહ સે પૂરા હૈ,

યહાં હાર શખ્શ ... કહી ના કહી સે આધુરા હૈ .....

બીજા રસપ્રદ વિકલ્પો