મારો એક દિવસ મોબાઈલ વિનાનો Purvi Bharat Babariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો એક દિવસ મોબાઈલ વિનાનો

પુર્વી ભરત બાબરીયા

purvibabariya@gmail.com

મારો એક દિવસ મોબાઇલ વિના નો

સોનેરી સુરજ સોહામણી સવાર લઈ આવી ઊગ્યો. પંખીઓ ચહેકવા લાગ્યા. મારા ઘર ના બગીચા માં થી કોયલ ના મીઠા મીઠા ટહુકા કાન માં સંભળાવવા લાગ્યા. હું પણ મારા બેડ પર થી આળસ મરડી ને ઊભો થયો આમ, તો રોજ જેવી સવાર હતી તો પણ કઈંક તો અલગ હતી. મોબાઇલ માં એલાર્મ વાગ્યે ને આપણે બંદા ઊઠીએ પણ આજે, તો વગર મોબાઈલ એ પણ રોજ ના સમયે જ ઉઠી જવાયું થોડું આશ્ચર્ય થયું સાથે સાથે એમ પણ થયું કે એમાં શી મોટી વાત છે. એક દિવસ મોબાઇલ વિના ચલાવી લઈશું ........! જો તમે એમ સમજતા હો કે મારો મોબાઇલ બગડી ગયો છે, ટાવર બંધ છે, સરકાર તરફ થી નેટ બંધ છે કે મારા મોબાઇલમાં ચાર્જિંગ નથી તો તમે ખોટું વિચારી રહ્યા છો.........વાત એમ છે કે કાલે મારે અને મારી વાઇફ મીરાં વચ્ચે મોબાઇલ માટે ઝગડો થયો ,વટ માં ને વટ માં આપણે કહી દીધું કે મોબાઇલ વગર મને તો ચાલે.....! પણ હવે સાબિત કરી ને બતાવવાનું કે “ I AM RIGHT “....

અત્યારે મારો મોબાઇલ Apple iPhone 6 બેડરૂમ ના ખાના માં સાઇલેન્ટ મોડ પર હતો. ગઈરાત્રે ૧૨ વાગ્યાથી આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી મોબાઇલ વગર ચલાવવાનું હતું. રાત્રે વાત એમ બની હતી કે હું FB પર અને મીરાં Whatsapp ફ્રેન્ડ સાથે ચેટિંગ કરતાં હતા. અયાન અને લિસા રમતા હતા. લિસાએ કહ્યું,” ડેડી, મારી સાથે ટેબલટેનિસ રમો ને ?” પણ હું મોબાઇલમાં એટલો મશગુલ હતો કે મારું ધ્યાન જ ના રહ્યું. લિસા અને અયાન સાથે રમવા ની જીદ્દ કરવા લાગ્યા. એટ્લે મીરાંએ મોબાઇલમાંથી નીકળતા રેડીએશન અને કિરણોથી મગજ, આંખ અને કાન ને કેટલું નુકશાન થાય છે તથા કાનનું કેન્સર થઈ શકે છે એવી વાત કરી. અમારી વચ્ચે ઉગ્ર દલીલો થઈ પછી મીરાં કહે કે હું મોબાઈલ વિના રહી શકું પણ તમે ન રહી શકો ?..એમ કહી મીરાં એ ચેલેંજ ફેંકી. મે પણ કહી દીધું કે એમાં શી મોટી વાત છે ! જ્યારે મોબાઈલ ન હતો ત્યારે પણ બધા સમયસર પહોંચી જતાં. આ તો સાવ ઈઝી છે મારા માટે…. I can do it, I am accepting your challenge. મીરાં સાહિલ ને કહેવા લાગી કે “ મને તો આખા દિવસ ઘરનું કામ ચાલે માત્ર રાત્રે જ સમય મળે ત્યારે Update જોવું છું. તમે તો આખો દિવસ મોબાઇલ માં રચ્યાપચ્યા હોવ છો !” મીરાં આજે મનોમન વિચારતી હતી કે એમના થી કેમ રહેવાશે મોબાઈલ વગર..!!

આમ તો આજે રવિવાર છે તો ખાસ વાંધો પણ ન આવે ઓફિસ માં હાફ-ડે હોય અને એ પણ ન જઇયે તો ચાલે. મારો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો બિઝનેસ. “ લિસા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ” માં હું MD ની પોઝિશન પર છું. મારું નામ સાહિલ સમા. મીરાંને તો કહી દીધું પણ પછી યાદ આવ્યું કે આજે તો હાઇવે પર રોડ બનાવવાનું મારુ ટેન્ડર પાસ થઈ ગયેલ એના બારામાં JK સિમેન્ટ કંપનીના મેનેજર સાથે અગત્ય ની મિટિંગ હતી એ પણ અબડાસા તાલુકાના એવા ગામમાં કે જે સાઇડ હું કદી ગયેલો નહિ પણ મને વિશ્વાસ હતો કે કોઈ વાંધો નહિ આવે. બિઝનેસ ના લગભગ બધા જ કામમાં હું મીરાંની સલાહ લઉં પણ આ નવા સાહસ વિષે નહોતું કહ્યું. મે એવું વિચારેલ કે ટેન્ડર મળે પછી મીરાં ને ખુશખબર સંભળાવીશ.

મીરાં ના હાથની ચા અને પૌઆં નો નાસ્તો કરી હું મારી Audi Q4 લઈ ને નીકળી પડ્યો... સાચું કહું તો વિના મોબાઈલ તો હું બાથરૂમ પણ ન જાઉં, BUT આજની વાત જુદી હતી. ગાડી ચલાવતા-ચલાવતા PK કોલેજ મીરાં સાથે ની પહેલી મુલાકાત પછી મોબાઈલ મેસેજથી પાંગરેલ અમારો પ્રેમ પરિણય સુધી પહોંચેલ. લવ મેરેજ તો ખરા પણ મીરાં વૈષ્ણવ અને હું મુસલમાન. મીરાંના માતપિતા અને મારા માતપિતા ને સમજાવતા થોડો સમય તો લાગ્યો ત્યાં સુધી મારું અને મીરાંનુ M.B.A. કમ્પલિટ થયું મીરાં યુનિવર્સિટી માં ફર્સ્ટ આવી અને હું સેકન્ડ આવ્યો પછી માતપિતાએ રજા આપી અને અમે નિકાહ કર્યા. પણ ક્યારે પ્રોબ્લેમ ન આવ્યો... બે સુંદર બાળકો- અયાન અને લિસા... મોબાઈલ સમયસર પહોંચાડે તો સમય બગાડે પણ બહુ એ મીરાં ની વાત પર હું 100% સહમત છું...

રસ્તા પર બતાવેલ સાઇન બોર્ડથી આગળ-આગળ ગયો એકાદ માણસને પૂછ્યું પણ JK સિમેન્ટ કંપની આ સાઇડ પર જ છે ને ? કન્ફોર્મ કર્યું કે રસ્તો એજ છે ને મનમાં વિચાર પણ આવ્યો કે આટલે દૂર આવું છું પણ મેનેજર હાજાર હોય તો સારું.... રસ્તામાં કોઈનો મોબાઈલ લઈને પૂછું તો મીરાં ક્યાં અહી જોવા આવવાની હતી....!!!! પણ મે જે કહ્યું તે પ્રૂફ કરીને જ બતાવવાનું હતું. મેનેજર ન હોય તો પણ એ બહાને JK સિમેન્ટ કંપની જોઈ આવશું .....

મારી Rolex ઘડિયાળ બરાબર સાડા આગિયારનો સમય બતાવતી હતી જે અમે નક્કી કરેલ હતો. ચોકીદારને વિઝિટિંગ કાર્ડ બતાવીને મેનેજર ની ઓફિસ સુધી પહોંચ્યો. આજે રવિવાર ને લીધે સ્ટાફ બહુ ઓછો હતો પણ મન માં વિશ્વાસ આવ્યો ધક્કો ફેઇલ નહિ જાય મારુ કાર્ડ મોકલાવ્યું પછી વેઈટિંગ રૂમ માં મેનેજર ખુદ મને લેવા આવ્યા ક્યારે એકબીજા ને મળેલા નહિ માત્ર મોબાઈલ પર વાત થયેલી આજે રૂબરૂ મળીને આનંદ થયો. મેનેજર કહે કે આજે તો તમારા મોબાઈલ પર કોલ કરી-કરી થાક્યો મે કહ્યું ભૂલથી પણ જાણીજોઇને આજે એક દિવસ મોબાઈલ નો ત્યાગ કર્યો છે.... તો મને ધારી-ધારીને પગથી માથા સુધી જોવા લાગ્યા જાણે હું કોઈ સંન્યાસી ન હોવું !!!.......... બિઝનેસ મિટિંગ તો સુખ રૂપ પતી ગયી.. બંદા રિટર્ન પણ થઈ ગયા...

આજની ડ્રાઇવિંગ મોબાઈલ વિના ની સુખ શાંતિ પૂર્વક મેહસૂસ થઈ હવે, fix વીકમાં નહિ તો મહિના એક દિવસ તો મોબાઈલ ઓફ-ડે રાખવો જ જોઇયે....