પુર્વી ભરત બાબરીયા
૨,વિભા કોમ્પલેક્ષ,
રાતરાણી હોટેલ ની બાજુમાં ,
ન્યુ સ્ટેશન રોડ,
ભુજ-કચ્છ
પીન-૩૭૦૦૦૧
મોબાઇલ-૯૯૯૮૩૦૯૬૪૦
દિકરી વ્હાલનો દરિયો
આજે સવારથી વધાઈના ફૉન ચાલુ હતા. મારી નાનકડી પરી દિકરી C.A. થઈ હતી. છાપામાં ફોટા, ઇન્ટરવ્યૂ આવ્યો હતો. ઓલ ઈન્ડિયા લેવલે પરીનો 21 મો ક્રમ આવ્યો હતો. રાહુલ તેના ફ્રેન્ડ્સ ને ફૉન અને મેસેજ કરીને ખુશખબર આપતો હતો કે મારી પરી દિકરી C.A. થઈ ગઈ. આજે ઘરમાં બધા ખુબ ખુશ હતા, જેમાં સૌથી વધુ હું હતી. યાદ આવે છે મને કેવા સંજોગોમાં પરી મારી કૂખમાં આવી....
મારા પતિ રાહુલ MBA છે મોટી ફાઇનાન્સ કંપની માં જૉબ કરે છે. સસરા નવનીતરાય નિવૃત પ્રિન્સિપાલ છે સામાજીક ક્ષેત્રે અગ્રણી છે. સાસુમા મંજુલાબેન મહિલામંડળ માં ઉપપ્રમુખનું સ્થાન શોભાવે છે. ઘરમાં અને સમાજમાં બધે એમનું નામ છે. એમને હું મમ્મી જ કહું છું, તે પણ મને દિકરીની જેમ રાખે છે. મારી બે દિકરીઓ જીયા સાત વરસની છે અને દિયા નવ વરસની.... રાહુલની ખુબ ઈચ્છા કે બે દીકરીઓ છે તો એક દીકરો પણ હોય અને હું ત્રીજીવાર પ્રેગનેન્ટ બની.. રાહુલની જીદ્દ આ વખત તું સોનોગ્રાફી કરાવ અને દિકરી હોય તો અબોર્શન પણ..... ના...હું મક્કમ હતી દીકરી હોય કે દીકરો સોનોગ્રાફી પણ નહી અને ભ્રૂણહત્યા એવું પાપ હું ક્યારેય નહી કરુ. રાહુલ ખુબ જીદ્દી દર વખત એનું ધાર્યું જ કરાવે. આજ સવારથી બેચેની હતી જીયા ની સ્કૂલમાં યુનિટ ટેસ્ટ ના પેપર જોવા જવાનું હતું. મે અદિતીને ફૉન કર્યો કે તું પેપર જોઈ આવીશ...? અદિતી :પૂજા, હું તારા વગર ના જાઉ તું તૈયાર થા હું તને લેવા આવું છું. અદિતી મારી નણંદ પ્લસ બેસ્ટ ફ્રેન્ડ.
હું અને અદિતી સાથે જ ભણતાં કોલેજ માં. અમે રોજ એકબીજાને ઘેર આવતા જતાં... અદિતી ની બર્થડે પાર્ટી પર રાહુલે મને પ્રોપોઝ કરેલું. મે હા પાડી સગાઈ પછી અમે લગભગ રોજ ગાર્ડનમાં ફરવા જતાં લોંગડ્રાઇવ જતાં, કઈ રેસ્ટોરન્ટમાં જવું એ બધુ રાહુલ જ નક્કી કરતો. લગ્ન પણ ખુબ ધામધૂમથી થયેલા. બંને ફૅમિલી ખુબ ખુશ હતી. લગ્ન પછી આટલો વરસો માં અમારી વચ્ચે ઝઘડો પણ ભાગ્યે જ થયો હતો. કારણ કે, હું હમેશાં સમાધાન કરી લઉં. એની વાત માની જ લઉં, પણ આ વખત પરિસ્થિતી જુદી હતી. આજે એક બેડ પર સૂતા પણ દસ દિવસથી અમે બોલતા ન હતા.
અદિતી અને હું જીયાની સ્કૂલમાં થી પેપર જોઈને રિટર્ન આવતા હતા. મે અદિતી ને કહ્યું કે I AM PREGNANT તો અદિતી ચોંકી એક્ટિવા ઊભી રાખીને કહે,“ WHAT ??.... રાહુલભાઈનો આગ્રહ હતો કે By Mistake બોલ પૂજા બોલ. મે કહ્યું ઘરે ચાલ નિરાંતે વાત. ચા-નાસ્તો કરતાં વાતો કરશું ”.
ચા ગૅસ પર ઉકળતી હતી સાથે સાથે સાથે મારુ હ્રદય પણ ઊકળતું હતું. અદિતી: “ દૂધ નાખ પૂજા તપેલી બળી જશે ?... તને થયું શું છે મે જ્યારે અદિતી ને વાત કરી સોનોગ્રાફી અને અબોર્શનની તો એને કહ્યું કે હું રાહુલભાઈ સાથે વાત કરુ. પણ મે ના પાડી અદિતી તો ક્યારેય ચાલી ગઈ. મમ્મી મહિલામંડળ માંથી હમણાં જ આવ્યા હતા. આ વખતના પ્રોગ્રામ ની વાતો કરતાં હતા એમનો પ્રોગ્રામ “દિકરી વ્હાલનો દરિયો” હતો. આવીને દિકરીની જ વાત કરતાં હતા કે “દિકરી બે ઘર ને તારે” પણ મમ્મીને હું ન કહી શકી કે તમારો પુત્ર કેવું અલગ વિચારે છે ! રાહુલની જીદ્દ કે જો દિકરી હોય તો તારે અબોર્શન કરાવવું જ પડશે. પણ હું મક્કમ હતી કે હું ગર્ભપરીક્ષણ કોઈપણ સંજોગો માં નહી કરાવું. બિલકુલ નહિ.
મે અદિતી ને તો ના પાડી અને કહી દીધું કે It’s my Problem, પણ હવે હું એવું શું કરુ ?... જેથી રાહુલ બદલાય. હું વિચારતી હતી ત્યાં જીયા-દિયા સ્કૂલથી આવી અને કહ્યું કે મમ્મી અમારી સ્કૂલમાં એન્યુઅલ ફંકશન છે જેમાં અમે બંને એ ભાગ લીધો છે. મને લાગ્યુ કે મને રસ્તો મળી ગયો છે.....
ટાઉનહોલ ખીચોખીચ ભરેલ છે. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. હું અને મમ્મી-પપ્પા બધા પહોંચી ગયા. પાસ ને લીધે જગ્યા પણ વ્યવસ્થિત મળી ગઈ. રાહુલ એના બોસ સાથે ઓફિસથી સીધા આવવાના હતા કેમ કે બોસ ની બેબી પણ જીયાની સાથે જ ભણતી હતી. એકપાત્રિય અભિનય ચાલુ થયો. રાહુલ પણ એના બોસ સાથે આવી ગયા. જીયા નો વારો આવ્યો જીયા એ ગર્ભ માં ની બાળકી નો રોલ કર્યો ............શું ? મા ,તું મને જન્મ નહિ આપે ? પણ કેમ ? મા, કેમ કે હું દીકરી છું !.....મા, તું પણ કોઈ ની દીકરી જ છો ને? પપ્પા ને પણ કોઈક ની દીકરી એ જ જન્મ આપ્યો છે ! મમ્મી, જો તને તારી મા એ જન્મ ન આપ્યો હોત તો તું મારી હત્યા ન કરત ને ! મા, મને આ દુનિયા માં આવવાનો હક કેમ નથી? મા, જરા જો તો ખરી, મારા નાના પગ, નાજુક હાથ, કોમળ હોઠ, અને સુંદર આંખો……..! મા, મને આ ધરતી પર અવતરવાનો મોકો તો આપ હું તારું નામ રોશન કરીશ................................. ત્યાં ઓડિયન્સ માં બેઠેલા દરેક ની આંખો માં આંસુ હતા.કાનો માં તાળીઓ નો ગડગડાટ સાંભડાવવા લાગ્યો. જીયા ને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું અને તે પણ રાજ્ય ક્ક્ષા ના મંત્રી ના શુભ હસ્તે....બધા મને અને રાહુલ ને અભિનંદન આપવા લાગ્યા...ઘરે આવી ને રાહુલ સંપૂર્ણપણે બદલાઈ ગયા.રાહુલે કહયું કે પૂજા “દીકરી હોય કે દીકરો નો સોનોગ્રાફી ,નો અબોર્શન......”
આજે જીયા ફેશન ડિઝાયનર છે. દિયા IPS ની એક્ઝામ આપે છે અને આજે પરી CA થઈ. હું આજે ખૂબ ખુશ છું કે આવી હોશિયાર દીકરીઓ ની માતા છું. રાહુલે આજે મને કહયું કે દીકરો ન હોવા નો કોઈ વસવસો નથી. હું ભાગ્યશાળી છું કે હું દીકરીઓ નો બાપ છું. પૂજા “I AM VERY HAPPY.... મારે દીકરીઓ દીકરા થી પણ વિશેષ છે”......