કળિયુગની વાર્તા Patel Bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળિયુગની વાર્તા

કળિયુગનુ વર્ણન

એક વખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.

સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.

ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે '"આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે. પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે."

ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ.

(૨)☆આદર્શ માતા☆

----------------------------

પ્રાચીન કાળ માં આર્ય માતાઓ પારણાં માં ઝૂલતા બાળક ને પણ આર્યત્વના સંસ્કાર રેડતી માતા પોતાનાં રડતાં બાળક ને કહેતી ...

"બેટા શા માટે તું રડે છે ? તે હું જાણું છું...!!

મૃત્યોર્બિભેષી કિં બાલ!

સ ચ જાત ન મુચંતિ!

અજાત નૈવં ગૃહણાતિ!

કુરુ યત્નમજન્મનિ!!

અર્થ - તું જન્મ્યો એટલે મૃત્યુ નો ભય હશે , પણ તેથી કાંઈ મૃત્યુ ટાળવાનું નથી, જો તને મરણ નો ડર લાગતો હોય તો ફરી જન્મ લેવો ન પડે તેવાં કાર્ય કર...!!

ત્યાર નાં સમય માં હાલરડા પણ સમજવા જેવાં મધુર હતાં...

“શુધ્ધોસિ બુધ્ધોસિ નિરંજનોસિ!

સંસાર માયા પરિવાર્જિતોસિ!

સંસાર સ્વપ્નં ત્યજ મોહનિદ્રાં!

મદાલસા વાક્યમુવાચ પુત્રમ!!”

અર્થ - હે -બાળક ! તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે

સંસાર ની માયા થી રહિત છે, સંસાર એતો સ્વપ્ન છે, માટે મોહનિદ્રા નો ત્યાગ કર અને નિજ સ્વરૂપ ને પ્રકટ કર....!!

આવા ઉતમ સંસ્કારો જયારે ગળગૂથી માંથી મળતાં ત્યાંરે એ બાળકો મોટાં થતાં કેવાં આદર્શ અને આશીર્વાદ રૂપ નિવડતા...!!

જ્યારે આજની માતાઓ તો કેવાં સંસ્કાર આપે છે તે નિચે ના પદ ઉપર થી ખ્યાલ આવશે...

" મારો બાબો ડા'યો ને પાટલે બેસી ના'યો ,

પાટલો ગયો ખસી ને બાબો પડ્યો હસી."

આવું કહેતી હોય તેને છાનો રાખવા ભય બતાવતી હોય પછી એવાં જ સંસ્કાર પડે ને .?

તમે સંસ્કાર આપવા માં કયાંય ખામી રાખશો માં નહિતર તમારે જ પસ્તાવું પડશે..!!

હરે ક્રિષ્ના......

૩) કળિયુગની પરણેલ કન્યાની મનોદશા

એક નવી પરણેલ કન્યા ને એના વર ના ઘરે પરંપરા પ્રમાણે આવકારવા માં આવી..પરિવાર ના સભ્યો એ એને બે શબ્દ કહેવા માટે આમંત્રી..એણે સ્પીચ આ પ્રમાણે આપી:

મારા પ્રિય પરિવારજનો, હું તમારો આભાર માનું છું, કે આપે મને કુટુંબ માં અને નવા ઘર માં આવકાર આપ્યો..સૌથી પહેલા, મારી હાજરી થી કોઈ ને તકલીફ ના પડવી જોઈએ.. મારો કહેવા નો મતલબ એ, કે આપની રહેણી કરણી માં કોઈ જાત નો બદલાવ મારે લીધે નાં લઇ આવતા.. નિયમિત જિંદગી જેમ જીવતા હતા તેમજ રાખજો..

તું શું કહેવા માંગે છે, બેટા.. ઘર ના વડીલે પૂછ્યું..

હું કહેવા માંગું છું પપ્પા, કે..જેઓ વાસણ ધોતા હતા, તેઓ એ એ ધોતાજ રહેવું..જેઓ કપડા ધોતા, તેઓ એ ધોતાજ રહેવું..જેઓ રસોઈ કરતા હતા, તેઓ એ મારે લીધે બંધ કરવાની જરૂર નથી.. જેઓ જાળુંપોતા કરતા, તેઓ એ ઘર ચોખ્ખું રાખવું જ..રહી વાત મારી, તો હું અહીં ફક્ત તમારા દીકરા ને કાબુમાં રાખવાજ આવી છું..

આ છે 21 મી સદી ની વહુરાણી.........આવી વહુરાણીને કાઢી મુકવી જોઈએ............

4)મારું મૃત્યુ (જીવનનો છેલ્લો દિવસ)..........

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.

‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’ હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે ! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે ? મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે... અરે ! બધાં ક્યાં જતા રહ્યાં ? મારા આ રૂમની બહાર બધા કેમ ભેગાં થયા છે ?’ આટલાં બધા લોકો ? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’ અરે ! આ શું ? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે ?

અલ્યાઓ ! હું મર્યો નથી, જુઓ આ રહ્યો.’ મેં રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો. મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું ? મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મિત્રો – બધાં ક્યાં છે ?’

હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું ? મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે, હું તેને અત્યંત ચાહું છું. અરે ! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત; એમ એમને કહ્યા વિના, હું કઈ રીતે વિદાય લઉં ? એ લોકોને મારી ખરેખર જરૂર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું ?

જો ને પેલાં ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહ્યો છે. અરે ! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમોના કારણે કદી ભેળા જ ન થયા.’ હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત ! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.

‘અરેરે ! એને મારો હાથ દેખાતો નથી ? એ કેવો નિષ્ઠુર છે ? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભિમાની છે ? ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય ? ભૂલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને ?

ઓ ભલા ભગવાન ! હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું. ‘અરે ! મારા ભલા ભગવાન ! મને બસ થોડાક દિવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મિત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે... ‘એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’ હું બરાડી ઊઠું છું ,’અલી એ ! તું ખરેખર સુંદર છે.” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે ? ‘મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા ? ‘ હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન ! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!’ હું રડી પડું છું. ‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા ! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં.

મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’ અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મૂકી. ‘અરે ! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા ! અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો ? તમને કંઈ થાય છે ? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.” ‘અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.' મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.

મિત્રો....કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ? કોઈની માફી માંગવી હોય, કોઈને કંઈ કહેવુ-સોપવુ હોય તો રાહ ન જોઈએ. દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે, એમ સમજીને જીવીએ તો ?...