ટુંકી વાર્તાઓ ભાગ-૨ Patel Bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટુંકી વાર્તાઓ ભાગ-૨

પ્રેરણાદાયક વાર્તાઓ

“હરણીનો પુત્ર પ્રેમ”

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો.

તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.તમને શું લાગે છે? તેનું શું થશે? શું હરણી બચી જશે? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે? શું તેનું બચ્ચુ બચી શકશે? કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?

શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.શું હરણી જમણી તરફ ગઈ હશે?ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.શું હરણી પાછળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે.એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે. Be Positive

(૨)“જે જુઓ તેવુ હોતુ નથી”

એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ`. સંતે જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે. પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા. સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો. થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.

સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ ? એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ, “ ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે ?”પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારીનો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું. મારી "માં" મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં ઘેરથી પાણી ભરીને લાવી હતી.

ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી "માં" ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!

કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય એની એક બીજી બાજુ પણ હોય.......

THINK POSITIVE....

કોઈના વિશે કંઈ પણ decision લેતા પહેલા 100 વાર વીચારવુ જોઈએ.....હકારાત્મક વિચાર કેળવવા જોઈએ.........

(૩) વેચતા આવડવું જોઈએ.....

એક ભારતીય અમેરિકા માં નોકરી માટે બહુ ફર્યા પછી એક સુપરમોલ માં નોકરી મળી.

માલિકે પુછ્યુ, કેટલા વર્ષ નો અનુભવ... વગેરે.. વગેરે..પૂછી બીજા દિવસથી મોલ માં કામ કરવા કહયુ.

નોકરી સવારે 8 થી રાત્રે 8 કરવાની. પહેલા દિવસના અંતે માલિકે પૂછ્યું કે કેટલા ઘરાક ને માલ વેચ્યો?

ભારતીય માણસે કહયુ એક ગ્રાહક ને ....માલિક ગુસ્સે થયા......

બીજા બધા 15 થી 20 ગ્રાહક ને માલ વેચે .....તારા સારા કાર્યો માટે નોકરી પર ચાલુ રાખવાનો વિચાર કરવો પડશે ..... સારું કેટલા નો માલ વેચ્યો .......? જવાબ મળ્યો કે દોઢ લાખ નો વેપાર કર્યો ........મોલ નો માલિક લગભગ બેભાન થઈ ગયો .......તે એવું શું વેચ્યું ?????

ભારતીય નો જવાબ હતો..........તે માણસને માછલી પકડવાનો ગલ આપ્યો ..... ગલ માટે મજબૂત સળિયો આપ્યો ......માછલાં ને આકર્ષવા ખોરાક ના પેકેટ આપ્યા .......વધારે માછલાં પકડવા ની જગ્યા બતાવી અને ત્યાં પાણી ખુબ ઉંડા અને જોખમી હોવાથી 2 એન્જિન વાળી સ્પીડ બોટ વેચી ......ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો અને સાથે તેના માટે ફુડ પેકેટના 15 થી 20 પાર્સલ અને 10 બિયર ના બોક્સ આપ્યા...... આમ કુલ દોઢ લાખ નો માલ વેચ્યો................ માલિક ની આંખ અને હ્રદય ભરાઈ આવ્યું ......

નવાઈ છે ........દોસ્ત, એક માછલી ના ગલ લેવા આવેલા ને તે આટલુ બધુ પકડાવ્યુ.... વાહ.. ત્યારે ભારતીય એ જણાવ્યુ એ ગ્રાહક તો સિર દર્દ માટે બામ લેવા આવ્યો હતો ... પણ મેં તેને ઠસાવી દીધું કે સિર દર્દ માટે કાયમી ઉપાય માછલી પકડવા નો શોખ રાખો ..... પછી આ બધી વસ્તુ મેં વેચી!!!! માલિક બોલ્યા...કાલ થી તું મારી જગ્યા સંભાળીશ . વેચતા આવડવુ જોઈએ ટકલાઓને કાંસકી પણ વેચી શકાય.