Tara Hath thi Bhag-3 books and stories free download online pdf in Gujarati

Tara Hath thi Bhag-3

પ્રશાંત સોમાણી

૫૧ કાયમ ભલે લોકો મળે એકાંતમાં

૫૨ જિંદગીની એક oeાા હત તું રહી

૫૩ ઢળતી સંધ્યા મારી ઢળી ગઈ

૫૪ તપાસો, પ્રેમનાં ધંધે નફા તોટા નથી હોતા

૫૫ oeાોધાર આંસુડે રડાવી નિકળી

૫૬ રડો છો કેમ ખોટાં દુઃખ જતાવીને?

૫૭ જિંદગીના સુખ હવેથી માણવા છે

૫૮ જે oeાoર્eાાણી બધી વાતો પુરાણી છે

૫૯ જો નશો oeાઢશે નહી શું કામનો?

૬૦ સરખામણી તો આપણી પણ ના કરો

૬૧ હાથ જોડી ને શરણ માંગું તમારું

૬૨ સદા તારી ગઝલમાં હું લખાયો છું

૬૩ અણધારી એ રાતને હજું ઝંખું છું

૬૪ આયખાની આમ તો છેલ્લી સફર છે

૬૫ આવ જલ્દી સાંજ વીતી જાય છે

૬૬ લો, અંતરમાં આવો કમાડ હું ખોલું

૬૭ હાલ, અંધારું થયું ઘનઘોર છે

૬૮ ગઝલ કાજે ગુલાબી બાગમાં કાગળ ઉછેર્યા છે

૬૯ આ સાંજ ખીલી આંગણે, ભીનું ગગન હતું

૭૦ તું ગુલાબી ગઝલ લખી નાખ, પર્યાપ્ત પણ નથી

૫૧ કાયમ ભલે લોકો મળે એકાંતમાં

કાયમ ભલે લોકો મળે એકાંતમાં,

ને પ્રેમ ની આશા ફળે એકાંતમાં.

ભૂલા પડ્યા તારા વિoeાારો આજ તો!*

સપનું બની રોજે છળે એકાંતમાં.

કારણ વગર રોકી નથી શકતો તને,

મારી વ્યથા ક્યાંથી ટળે એકાંતમાં.

જખ્મોભર્યું જીવન હવે રોકે મને,

કે શું ખબર પાછી વળે એકાંતમાં.

દુનિયા હવે ભીંજાય તારા પ્રેમમાં,

આથી તું મારામાં ભળે એકાંતમાં

૫૨ જિંદગીની એક oeાાહત તું રહી

જિંદગીની એક oeાાહત તું રહી,

પ્રેમ oeાોમાસાની વાંછટ તું રહી.

આભમાંથી રોજ છલકે oeાાંદની,

સાંજની એકાદ આદત તું રહી.

રોજ ઊઠી જોઈ લેતો બારણે,

સાoeાવી સંબંધ સાંકળ તું રહી.

આ પ્રણય પથ પર ભલે હું oeાાલતો,

જિંદગીભર પ્રેમ પાગલ તું રહી.

વાયદા કરતા રહ્યા બન્ને મળી,

આoeારણમાં રોજ આગળ તું રહી.

૫૩ ઢળતી સંધ્યા મારી ઢળી ગઈ

ઢળતી સંધ્યા મારી ઢળી ગઈ,

તારી મારી નજરો મળી ગઈ.

બાકી જે વાર્તા આપણી હતી,

અંતરની તું ઈoeછા કળી ગઈ.

દિલની ભીતર જે વેદના હતી,

આંખો મળતા વ્યથા ટળી ગઈ.

ઉપવનમાં બેઠા બે પતંગિયા,

આજે સઘળી શ્રદ્ધા ફળી ગઈ.

આવી બેઠી સામે પરી બની,

યાદોમાંથી પાછી વળી ગઈ.

૫૪ તપાસો, પ્રેમનાં ધંધે નફાતોટા નથી હોતા

તપાસો, પ્રેમનાં ધંધે નફાતોટા નથી હોતા,

નથી એ oeાોપડા oeાોખ્ખા, છતાં ગોટા નથી હોતા.

મળે છે પ્રેમનાં પંથે શહીદી સાવ લટકાંમાં!

દિવાલે એ શહીદોનાં કદી ફોટા નથી હોતા.

નજીવી બાબતે ઓ... ઘર તજી oeાાલી જનારાઓ,

અગમને શોધવામાં બુદ્ધનાં જોટા નથી હોતા.

ભલેને બોલબાલા સત્યની આ ધર્મયુદ્ધે હો,

અસત ઉoeoeાારનારા કંઈ બધા ખોટા નથી હોતા.

જડે બે-oeાાર જણ નકર, ટકોરા દઈ oeાકાસી લે,

બધાંયે માણસો કંઈ સાવ પરપોટા નથી હોતા.

૫૫ oeાોધાર આંસુડે રડાવી નિકળી

oeાોધાર આંસુડે રડાવી નીકળી,

મા-બાપ ને સંસાર છોડી નીકળી.

ક્યાં જિંદગીની નાવડી દોરી ગયી,

મજધારમાં અમને ફસાવી નીકળી.

ઈશ્વર મળે તો વાંક મારો પૂછજે,

શેની સજા આપી તું oeાાલી નીકળી.

ઊતાવળે પગલે અહીંથી શીદને,

મૃત્યુ ઝલક જોવાને દોડી નીકળી.

દિકરી "ઝલક" તારી ઝલક જોવા મથું,

૧ તું આયના સંધાય તોડી નીકળી.

૫૬ રડો છો કેમ ખોટાં દુઃખ જતાવીને?

રડો છો કેમ ખોટાં દુઃખ જતાવીને?

જીવનનું સાoeાું સુખ માણો હસાવીને.

તમે મોડું જરાપણ ના કરો યારો,

સમય વીતી જશે મડદા જલાવીને.

કરો oeાoર્eાા ભલે મોટા સવાલોની,

બતાવો ઝેર શંકરનું પoeાાવીને.

ઘસારો લાગતો મારી હથેળી પર,

છુપાવી દર્દ, બેઠો મન મનાવીને.

કહ્યું, બગડેલ છે કપડા તું બદલી કર,

જે લાગ્યા ડાઘ શું કરશો છુપાવીને.

૫૭ જિંદગીના સુખ હવેથી માણવા છે

જિંદગીના સુખ હવેથી માણવા છે,

સૌ પુરાણા વેર બાળી નાખવા છે.

તું જગત ને આપ સંદેશો પ્રણયનો,

કે પ્રિતમ ને જિંદગીભર oeાાહવા છે.

રાહમાં તો કંટકો આવે ભલે ને,

હર યુવા ને પ્રેમ માર્ગે લાવવા છે.

આખરે તું સમજશે આ લાગણી તો,

આકરાં હર એક રસ્તા કાપવા છે.

માંગવા તો આવશો, ખાત્રs મનેછે,

આપવા તૈયાર સપના રાખવા છે.

કોણ જાણે? રામ થાશો તો મળીશું,

આજ શબરી બોર મારે oeાાખવા છે.

લાકડા બાળી ઘણાં નાખ્યાં છે પ્રણયમાં,

આગમાં નાખી હજું પણ તાપવા છે?

૫૮ જે oeાoર્eાાણી બધી વાતો પુરાણી છે

જે oeાoર્eાાણી બધી વાતો પુરાણી છે,

છતાં એણે અમસ્તી વાત તાણી છે.

બની oeાાતક ઘણું વરસાદ ને ઝંખ્યો,

હવે રાતે તરસ મારી છિપાણી છે.

નદી માફક ભળી જાતે તમારામાં,

ભરી આંખે તો સાગર જેવું પાણી છે.

નવી અફવા બનીને તણખલું સળગે,

નગરમાં લાગણી મારી દુભાણી છે.

નયનનું પુષ્પ અડતાં તન બદન ખીલે,

મહેકે છે તે ફૂલો રાતરાણી છે.

૫૯ જો નશો oeાઢશે નહી શું કામનો?

જો નશો oeાઢશે નહી શું કામનો?

વાંક લાગે છે અધૂરા જામનો.

છે સભામાં હાજરી મારી છતાં,

જો, નથી ઉલ્લેખ મારા નામનો.

આંખ તો છે બંધ તારી, ખોલને,

મોતનો આજે થયો છે સામનો.

કોણ કરશે યાદ જીવનભર મને,

આખરે હું શબ્દ બોલ્યો રામનો.

જિંદગી પાગલ બની મેં વેડફી,

છોડવો મારગ સુરાલય ધામનો.

૬૦ સરખામણી તો આપણી પણ ના કરો

સરખામણી તો આપણી પણ ના કરો,

બoeયું નથી તો માંગણી પણ ના કરો.

આજે તમાશા પ્રેમનાં નાહક થયા,

હૈયા ને બાળી તાપણી પણ ના કરો.

આ દુઃખ ભરી આંખો અગન પામી ઘણી,

વરસાદની તો માપણી પણ ના કરો.

રજૂ થાય દસ્તાવેજ કોઈ પ્રેમનાં,

તો આમ ખોટી નોંધણી પણ ના કરો.

આક્રંદ તો આંખો લગી આવ્યું હવે,

મીઠાં પ્રણયની વાવણી પણ ના કરો.

૬૧ હાથ જોડી ને શરણ માંગું તમારું

હાથ જોડી ને શરણ માંગું તમારું,

આંગણે પાવન oeારણ માંગું તમારું.

ઓ પ્રભુજી સાથ આપો આજ મારો,

દિલ મહીં હું અવતરણ માંગું તમારું.

હે દયાળું આપજો વરદાન એવું,

શીશ પર હું આવરણ માંગું તમારું.

આ સકળ સૃષ્ટિ તમારા હાથમાં છે,

બંધ આંખોમાં સ્મરણ માંગું તમારું.

ભક્તિ કાયમ આપની માંગે પ્રશાંત

આમરણ હું આoeારણ માંગું તમારું.

૬૨ સદા તારી ગઝલમાં હું લખાયો છું

સદા તારી ગઝલમાં હું લખાયો છું,

હથેળીની મહેંદીમાં રoeાાયો છું.

નશામાં છું, ભલે પીવા ન દે સાકી,

હું શાયર છું, મહેફીલે ગવાયો છે.

સમય આવે ભલે મારી કસોટી કર,

કસી લેજો, હું દોસ્તીમાં સવાયો છું.

મહોબ્બતમાં મિલનની આશ રાખી’તી,

સિતમગર હું દિલે ભારે ઘવાયો છું.

પ્રણય આપો, પ્રણય પામો, નિયમ સાદો,

જગતના આ રિવાજોમાં ફસાયો છું.

૬૩ અણધારી એ રાતને હજું ઝંખું છું

અણધારી એ રાતને હજું ઝંખું છું,

શરમાતાં એ oeાાંદને હજું ઝંખું છું.

પ્રિયતમ, સાંજે આપણે ગઝલમાં મળશું,

શમણાંમાં હું આપને હજું ઝંખું છું.

ઘૂંઘટ ઓઢી કેટલીક આંખો માંથી,

સંબંધો નાં આભ ને હજું ઝંખું છું.

અંધારે પ્હેલા પહાડ પર લખ્યા તે,

તારા મારા નામ ને હજું ઝંખું છું.

લખતો રહ્યો છું પ્રશાંત જીવન ગાથા,

સાગર કાંઠે સાંજને હજું ઝંખું છું

૬૪ આયખાની આમ તો છેલ્લી સફર છે

આયખાની આમ તો છેલ્લી સફર છે,

બસ હવે સુમસામ ફરવું આ નગર છે.

હોઠ પર તો નામ છે તારું સદાયે,

પ્રેમનું તો આખરી આસન કબર છે.

મેં સભામાં હાજરી આપી જ ક્યાં છે,

ને તમે ‘પૂછો સ્વયંવર’ની ખબર છે?

વાત કરતા એ તમારી, સાંભળી પણ,

હું લખું છું આ ગઝલ એની અસર છે.

હાથ નાખી હાથમાં ને oeાાલવાનું,

ના વિoeાારો કે અહીં કોની નજર છે.

૬૫ આવ જલ્દી સાંજ વીતી જાય છે

આવ જલ્દી સાંજ વીતી જાય છે,

જિંદગી તો આમ વીતી જાય છે.

યાર સપનામાં ભલે આવી oeાડે,

એક ઝટકે રાત વીતી જાય છે.

બાગમાં તું આંખ ખુલ્લી રાખજે,

ઝાકળોનું જામ વીતી જાય છે.

કર તું કામો નેક, કરી લે બંદગી,

અંતકાળે નામ વીતી જાય છે.

પીઠ પાછળ દોસ્ત તું આઘાત કર,

જીવવાની આશ વીતી જાય છે.

લાલ કાળી ભાત ઓઢી કેટલી,

એકધારી નાત વીતી જાય છે.

મૃગજળનો ખોટો પરપોટો ફૂટતાં,

સાવ માણસ જાત વીતી જાય છે

૬૬ લો, અંતરમાં આવો કમાડ હું ખોલું

લો, અંતરમાં આવો કમાડ હું ખોલું,

વસો ભીતર દિલનું મકાન હું ખોલું.

મર્યાદા રાખું સાંજ ને સિતારાની,

સમય આવે ભીની સવાર હું ખોલું.

નથી મળતા સાoeાા જવાબ એકાંતે,

ગઝલમાં મોંઘેરા સવાલ હું ખોલું.

જમાનો હાંફી જાય છે રમત રમતા,

ને આખરમાં મારું ઇનામ હું ખોલું.

અમારા શબ્દો ઝાંઝવા ભલે લાગે,

વિoeાારોની માયા પ્રશાંત હું ખોલું.

૬૭ હાલ, અંધારું થયું ઘનઘોર છે

હાલ, અંધારું થયું ઘનઘોર છે,

આ નગર oeાoર્eાાય oeાારેકોર છે.

દેશમાં લાગી અગન ભડકે બળી,

રાજમાં આતંકનું બહુ જોર છે.

કોણ સુરક્ષા આપણી કરશે હવે?

હર સભામાં સાંસદો તો oeાોર છે.

લાજ તારી દ્રૌપદી લુંટાય ને,

જો, બoeાાવે કૃષ્ણ પેલી કોર છે.

તું નથી લાoeાાર નારી દેશની,

oeાીસ તારી હoeામoeાાવે શોર છે.

૬૮ ગઝલ કાજે ગુલાબી બાગમાં કાગળ ઉછેર્યા છે

ગઝલ કાજે ગુલાબી બાગમાં કાગળ ઉછેર્યા છે,

અનેરી રોશની કાજે દિપક ઝળહળ ઉછેર્યા છે.

પ્રણય oeાાતક બની વરસાદનો મારગ હવે જોશું,

અમે તો આંખના આકાશમાં વાદળ ઉછેર્યા છે.*

તમે શોધો મને અંદર, બહારે તો નથી જો જો,

ધરા પર અશ્રુ વરસાવી અમે મૃગજળ ઉછેર્યા છે.

દહન કરશો oિeાતા મારી, નનામી પણ લઈ જાશો,

કિનારે માત્રoeામeાીમાં તો ગંગાજળ ઉછેર્યાછે.

સતત ઝરણું વહી જાતુંનદી સંગમકરીલેવા,

જગત માટે ભરેલી આંખમાં કાજળ ઉછેર્યા છે.

૬૯ આ સાંજ ખીલી આંગણે, ભીનું ગગન હતું

આ સાંજ ખીલી આંગણે, ભીનું ગગન હતું,

કોના વિoeાારે એમનું હસતું વદન હતું.*

અંતર મહીંં પ્રેમાળ ગંગા જેમ શુદ્ધ તું,

તારા થકી મંદિર સમું મારું ભવન હતું.

ઓ oeાાંદ, તારી રાહ હું જોતો દશે દિશા,

મારા પ્રણય જીવનમાં તારું આગમન હતું.

મેં સાoeાવી છે યાદ તારી બંધ આંખમાં,

આ પાંપણો ભીતર સદા તારું સપન હતું.

આ જિંદગીનું સત્ય જળ જેવું પ્રશાંત છે,

આંસું હતા આંખે ને હાથે આoeામન હતું.

૭૦ તું ગુલાબી ગઝલ લખી નાખ, પર્યાપ્ત પણ નથી

તું ગુલાબી ગઝલ લખી નાખ, પર્યાપ્ત પણ નથી,

જામ છે આ નશો કરી લે આ ખેરાત પણ નથી.

મૌન ભાષા મળી મને, પ્રેમવાર્તા શરૂ કરી,

શબ્દ બાંધે જરાક એવી હવાલાત પણ નથી.

આજ ઝાકળ પડી સવારે તમારા નયન ઉપર,

માવઠું છે, લડી શકે તેમ હાલાત પણ નથી.

આપના આ ઢળે નયન તો શરમથી ઘડીકમાં,

કેમ? પૂછી શકાય એવા સવાલાત પણ નથી.

દોસ્ત, રસ્તો ભલે હવે આજ સુમસામ લાગતો,

ઘાવ આપે પ્રશાંતને કાળ, તાકાત પણ નથી.

બીજા રસપ્રદ વિકલ્પો