Tara Hath thi Bhag-2 પ્રશાંત સોમાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Tara Hath thi Bhag-2

પ્રશાંત સોમાણી

૨૬ યાદો ભલે જૂની હતી

૨૭ જે કિનારે આજ તારું આગમન છે

૨૮ આજ તો વરસાદ બોલે કાનમાં

૨૯ સામે છે મૃગજળ, કોઈનું દર્પણ નથી

૩૦ oeાાંદનીમાં નાહવું મુખ જોઈને

૩૧ મરણ પેલા સળગવામાં ઘણી તકલીફ પ્હોંoeાી છે

૩૨ મીણને બળવું હતું કારણ વગર

૩૩ અવસર મળે તો વાંક મારો કાઢશે

૩૪ જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી

xvi

૩૫ હળવાશથી ફરવું હવે મુશ્કેલ છે

૩૬ અરીસાને હવે થોડી સજા કરશું

૩૭ બંધ આંખોની નજરમાં પામી તને,

૩૮ તું મને શોધી શકે લિબાસ પરથી

૩૯ સફર મધ્યે સહારો પ્રેમનો તારો

૪૦ પ્રીતમાંથી નીકળી હું વસી છું દિલમાં,

૪૧ શાને સમય તું આજ પકડાતો નથી?

૪૨ ગીત કેરી સાદગીમાં આવજે

૪૩ હજારો છે છતાં તારી દિવાની છું

૪૪ ના ફરીયાદ કર

૪૫ જિંદગીભર પ્રેમમાં બસ oeાાહવાનું હોય છે

૪૬ ઇમારત બની પ્રેમમાં ક્યાં પડાશે?

૪૭ સાથી તારી દુઆ કાયમ કામ આવે

૪૮ ભલે oeાાતક, છતાં વરસાદ ને આજે રમાડું

૪૯ રાહમાં હમસફર નથી મળતું

૫૦ પ્રિયે, તારી જરૂર મારે વધારે છે

૨૬ યાદો ભલે જૂની હતી

યાદો ભલે જૂની હતી,

ભીતર સતત ખીલી હતી.

સપના હજુ આવે જ છે,

આંખો ભલે ખુલ્લી હતી.

વીતી બધી વેળા હવે,

યાદો અહીં સેવી હતી.

છે દર્દ પણ મીઠાં ઘણા,

ઠોકર બધી છીલી હતી.

પાગલ કહો, પ્રેમી નહીં,

આશા સ્વયં ઘેલી હતી.

૨૭ જે કિનારે આજ તારું આગમન છે

જે કિનારે આજ તારું આગમન છે,

એ કિનારે આપણું સાoeાું ભુવન છે.

આંખ ખોલી, અવદશા મારી જુઓ ને,

જીવતો છું, તોય ઓઢ્યું મેં કફન છે.

હું ખુલાસો કેમ આપું વેદના ને?

સાoeાવી રાખીશ એ મારું વoeાન છે.

વાત હૈયાની હવે હોઠે oeાડી છે,

દિલથી એ બોલી ગયા સાંજે મિલન છે.

ભાન ભૂલી oeાાલતો હું બસ પ્રણયમાં,

લાગણીનો વાય જ્યાં શીતળ પવન છે.

oeાોખવટ ના હોય મિત્રUે પ્રેમ નામે,

જિંદગીનું મૌન જાણે એકકથનછે.

નામના મારીથવાલાગી છે નગરે,

જ્યારથી મેંપ્રેમનો રાખ્યોહવનછે.

૨૮ આજ તો વરસાદ બોલે કાનમાં

આજ તો વરસાદ બોલે કાનમાં,

પ્રેમ સમજી જાય છે તું સાનમાં.

હું લખું, કે તું લખે, પ્યારી ગઝલ,

લાગણી સંગાથ ગાશું ગાનમાં.

પ્રેમમા હું છું દીવાની કૃષ્ણની,

વાંસળીના સૂર જન્મે તાનમાં.

જિંદગી તો સ્વપ્નમાં જીવી ગયો,

યાર પાછું કોણ આવે ભાનમાં?

હાથતાળી આપ દિલથી તું પ્રિયે,

ના કશું જોતું લગીરે દાનમાં.

૨૯ સામે છે મૃગજળ, કોઈનું દર્પણ નથી

સામે છે મૃગજળ, કોઈનું દર્પણ નથી,

હું ખુદ વિoeાારું છું, નવી અડoeાણ નથી?

લોકો કહે, સાoeાી દિશા ભટકી ગયો,

હું પ્રેમમાં પાગલ થયો, વળગણ નથી.

મુજ જાત પર છોને ખરું-ખોટું થયું,

દેખી શકું છું, આંખમાં આંજણ નથી.

હું સાoeાવી રાખીશ તારા પ્રેમને,

એવું કહેનારો ખરો સાજણ નથી.

વરસાદ પુષ્કળ આભથી વરસી ગયો,

આથી આ સૂકી આંખમાં શ્રાવણ નથી.

૩૦ oeાાંદનીમાં નાહવું મુખ જોઈને

oeાાંદનીમાં નાહવું મુખ જોઈને,

oeાાંદ ખીલે આપનું મુખ જોઈને.

ના વિસામો આવતો આ પ્રેમમાં,

ભરબપોરે oeાાલવું મુખ જોઈને.

જિંદગીના અવનવા અરમાન છે,

પ્રેમનું ફળ oeાાખવું મુખ જોઈને.

કષ્ટ તારા આગમનથી દૂર થાય,

એ પ્રભુ પદ પામવું મુખ જોઈને.

વાસના ના આપણી વoeoeો કદી,

એકધારું oeાાહવું મુખ જોઈને.

૩૧ મરણ પેલા સળગવામાં ઘણી તકલીફ પ્હોંoeાી છે

મરણ પેલા સળગવામાં ઘણી તકલીફ પ્હોંoeાી છે,

મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંoeાી છે.*

સરળ લાગે ભલે, પણ જિંદગીની આ સફરમાંથી,

સમયસર પાછું વળવામાં ઘણી તકલીફ પ્હોંoeાી છે.

અભણ છું હું, અમારાથી જગતને કેમ વંoeાાશે?

જમાનાને સમજવામાં ઘણી તકલીફ પ્હોંoeાી છે.

સમજદારો તમે આ વાત સમજી લો, કે આકાશે,

સિતારા ને oeામકવામાં ઘણી તકલીફ પ્હોંoeાી છે.

કહી દે જો, સડક વoeoeો પડેલા આ અરીસાને,

પ્રતિબિંબોથી લડવામાં ઘણી તકલીફ પ્હોંoeાી છે.

૩૨ મીણને બળવું હતું કારણ વગર

મીણને બળવું હતું કારણ વગર,

આંખમાં તરવું હતું કારણ વગર.

ધમપછાડા ના કરો યારો તમે,

પ્રેમમાં પડવું હતું કારણ વગર.

પાંખ ફેલાવી ઊડી જાતું oeામન,

ભીતરે ફરવું હતું કારણ વગર.

કેમ હું oeાુપoeાાપ છું પુછશો નહીં,

મૌન ને છળવું હતું કારણ વગર.

આપ સામે આવશો તો શું કહું?,

આપણે મળવું હતું કારણ વગર.*

૩૩ અવસર મળે તો વાંક મારો કાઢશે

અવસર મળે તો વાંક મારો કાઢશે,

પણ કોણ આજે હાથ મારો ઝાલશે.

મંદિર મહીં તાકાત કોની છે ભલા,

ઈશ્વર કને સાoeાા હિસાબો માંગશે.

મારો ગુનો છે મેં વફા માંગી હતી,

ન્હોતી ખબર ખંજર તો પીઠે આવશે.

સાoeાું કહે, મારી તને પરવા નથી?

સપનું બની કોણ આંસુને સારશે.

લોહી બની ફરતી રહી રગરગ મહીં,

રાખું દિલે તો જીવ મારો બાળશે.

૩૪ જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,

આખરે સાoeાી ખુદાની બંદગી સમજી લીધી.*

જિંદગીભર તો કર્યું તપ પામવાને આપને,

દેવમંદિરમાં મેં મૂર્તિ આપની સમજી લીધી.

રાહમાં ઊભો હું ઘરનાં બારણે વરસો લગી,

મેં લખી છે વેદનાં, તે શાયરી સમજી લીધી.

લોકટોળા ને ભલે કવિતા બુઢાપો લાગતી,

સારું છે કે તે ગઝલની સાદગી સમજી લીધી.

આવકારી ના શકો જાહેરમાં, આથી તમે,

મોકલેલા આભને કંકોતરી સમજી લીધી.

૩૫ હળવાશથી ફરવું હવે મુશ્કેલ છે

હળવાશથી ફરવું હવે મુશ્કેલ છે,

તોફાનથી બoeાવું હવે મુશ્કેલ છે.

કવિતા મહીં હું ડૂબતો કાયમ રહ્યો,

કારણ વિના લખવું હવે મુશ્કેલ છે.

ભીની નથી પાંપણ, છતાં આંસુ બની,

એ આંખથી ઝરવું હવે મુશ્કેલ છે.

તારાથી દૂર ભાગી નથી શકતો પ્રિયે,

એકાંતમાં મળવું હવે મુશ્કેલ છે.

સુખ સાહૃાબી કાયમ તને છે આપવી,

તો સ્વપ્નમાં રડવું હવે મુશ્કેલ છે.

તો કોણ સમજે માછલીની વેદના?

કાંઠે રહી તરવું હવે મુશ્કેલ છે.

આખું જગત પાણી ભરે મારી કને,

તારા વગર જીવવું હવે મુશ્કેલ છે.

૩૬ અરીસાને હવે થોડી સજા કરશું

અરીસાને હવે થોડી સજા કરશું,

ઉદાસીનો પવન રોકી જગા કરશું.

લો, ભીંજાવું હતું વરસાદમાં સાથે,

જરા મોડું થયું તોયે મજા કરશું.

બધું ભૂલી સહારો આપ પ્હેલા તું.

પછી સાંજે શિકાયતની કથા કરશું.

તમે થોડી શ્રદ્ધા રાખો પ્રભુ પ્રત્યે,

નવા કાર્યો ફરીથી શ્રી સવા કરશું.

મહોબ્બતમાં હવે ક્યાંથી રહે મસ્તી,

છે પારાવાર દર્દો, શું દુઆ કરશું?

૩૭ બંધ આંખોની નજરમાં પામી તને,

બંધ આંખોની નજરમાં પામી તને,

પ્રેમની પ્યારી ગઝલમાં પામી તને.

તું ઉઘાડી લે છે આંખો સ્વપ્ન મહીં,

રાત ખીલી ને સપનમાં પામી તને.

ભીંત પર નકશો બનાવી બેઠો હતો,

આખરે જીવન સફરમાં પામી તને.

ક્ષિતિજ પર હું પામવા મથ્યો લાગણી,

જાન, સોનેરી પ્રહરમાં પામી તને.

એક મોતી શોધવા ડૂબ્યો સાગરે,

છીપલાંમાંથી શકનમાં પામી તને.

૩૮ તું મને શોધી શકે લિબાસ પરથી

તું મને શોધી શકે લિબાસ પરથી,

હું તને શોધી લઈશ અવાજ પરથી.

કલ્પનામાં આખરે oeાણી હવેલી,

નામ રાખ્યું છે તમે અનાથ પરથી.

લાગ મળતા ફાયદો ઉઠાવશો ને,

તોય મેણા મારશો રિવાજ પરથી.

આંખનો વિસ્તાર કેમ રોજ ભીનો?

તો જવાબો આવશે સવાલ પરથી.

પ્રેમની શરુઆત ધામધૂમથી કર,

નામ લેવાશે સદાય પ્રશાંત પરથી.

૩૯ સફર મધ્યે સહારો પ્રેમનો તારો

સફર મધ્યે સહારો પ્રેમનો તારો,

મળે સાગર કિનારો પ્રેમનો તારો.

હવે શું યાoeાના કરવી પ્રણય કાજે,

સદા માંગુ સિતારો પ્રેમનો તારો.

રમત હારી ગયો છું તોય મોજીલો,

મને કાફી ઈશારો પ્રેમનો તારો.

હથેળીમાં અનેરો oeાાંદ દેખાયો,

ગુલાબી એ નઝારો પ્રેમનો તારો.

હવેલી તો નથી મારે પ્રણય નામે,

oeાણાવું હું મિનારો પ્રેમનો તારો.

૪૦ પ્રીતમાંથી નીકળી હું વસી છું દિલમાં,

પ્રીતમાંથી નીકળી હું વસી છું દિલમાં,

આંખમાંથી નીકળી હું ફસી છું દિલમાં.

પ્રાણ મારા છે તમારા શબદનાં oeાાકર,

જાતમાંથી નીકળી હું ઠસી છું દિલમાં.

વાત ખૂટી તોય એ વાત ના ઉoeoeાારી,

મૌન સંવાદો કરી હું હસી છું દિલમાં.

પ્રેમ કૂંપળ, જળ અભાવે તો મુરજાશે નહિ,

લાગણીનાં વ્હેણ સાથે ધસી છું દિલમાં.

શીત-ઉત્કટ સ્નેહની ના દઝાડે આભા,

oeાાંદ સરખું રોજ થોડું ખસી છું દિલમાં.

૪૧ શાને સમય તું આજ પકડાતો નથી?

શાને સમય તું આજ પકડાતો નથી?

આખરમાં તમને હુંય સમજાતો નથી.

મેલી મુરાદો રાખતા દોસ્તો બધા,

કારણ વિના આજે હું અકળાતો નથી.

આજે દિશા બદલાય છે તારી ભલે,

oeાંદા સુરજની જેમ બદલાતો નથી.

આંખો મહીં મારી લખી રાખો ગઝલ,

બે શેરમાં મક્તાને વપરાતો નથી.

આજે વoeાન આપ્યું પ્રશાંતે આખરી,

એ પાળવા કાજે હું ખoeાકાતો નથી.

૪૨ ગીત કેરી સાદગીમાં આવજે

ગીત કેરી સાદગીમાં આવજે,

પ્રીત કેરી બંદગીમાં આવજે.

આવડે ના ગીત ગઝલો પ્રેમની,

તોય મારી જિંદગીમાં આવજે.

હૈયુ તરસે પ્રિયતમની આશમાં,

ફૂલની તું તાજગીમાં આવજે.

છોડ દુનિયાની ખરી-ખોટી રસમ,

એય દિલ! દીવાનગીમાં આવજે

આંખ અંજાશે ઘણી, આ રૂપથી,

ખ્વાબમાં પણ ખાનગીમાં આવજે.

૪૩ હજારો છે છતાં તારી દિવાની છું

હજારો છે છતાં તારી દિવાની છું,

નથી મારો છતાં હું oeાાહવાની છું.

પ્રિયે, દરિયો બની ને આવજે મળવા,

નદી માફક સદા ભળતી જવાની છું.

સજાવી રાખજે હોં, oeાાંદ તારા ને,

ખુશીથી આંગણે હું નાoeાવાની છું.

મરણ પ્હેલાં મળી લેવું હતું પળભર,

એ ઈoeછાને છુપાવી રાખવાની છું.

નહીં મળતો, મને વાંધો નથી પ્રિયતમ,

છતાં પણ યાદમાં હું રાoeાવાની છું.

૪૪ ના ફરીયાદ કર

ના ફરીયાદ કર,

બસ ફરી યાદ કર.

તું ભુલીને બધું,

સાંજ ટાણે સાદ કર.

ઝંખના આભની,

કામ એકાદ કર.

જિંદગી જીવ તું

મોત અપવાદ કર.

જ્ઞાન પામી શકે,

રોજ સંવાદ કર.

૪૫ જિંદગીભર પ્રેમમાં બસ oeાાહવાનું હોય છે

જિંદગીભર પ્રેમમાં બસ oeાાહવાનું હોય છે,

આપણે તો દોસ્ત આમ જ જીવવાનું હોય છે.*

સાoeાવીને કેટલો રાખું પ્રણય મારા દિલે,

સાંભળ્યું છે પ્રેમમાં તો આપવાનું હોય છે.

ભરબપોરે ડાળખી જો કેટલી પીડાય છે,

વૃક્ષ સાથે છાંયડાને oeાાલવાનું હોય છે.

દૂર ના થાતો જરાપણ યાર મારી પાસથી,

માત્રદિલથીદિલનું અંતરકાપવાનુંહોયછે.

કેટલી રમતો રમે છે એકલો આ જીવડો,

ખેલ જીત્યા બાદ કાયમ હારવાનું હોય છે.

૪૬ ઇમારત બની પ્રેમમાં ક્યાં પડાશે?

ઇમારત બની પ્રેમમાં ક્યાં પડાશે?

ઢળી પણ પડ્યા તો અભિનય ગણાશે.*

ભરાતા નથી એ જખમ દોસ્ત મારા,

તમારો ભરોસો છતાં પણ રખાશે.

નથી પ્રીતમાં તોલમાપો અમારા,

છતાં પ્રેમને ભરબજારે મપાશે.

તમે થઈ અજાણ્યા, છો આવ્યા ધરા પર,

હશે લાગણી તો જ પરિoિeાત થવાશે.

કરો પ્રેમ ભવસાગરે, જાવ ઊંડે,

કિનારે રહી માછલીથી તરાશે?

નથી કોઈ સહિયર, નથી કોઈ સાથી,

તમારા સહારે મજલ પણ કપાશે.

ખજાનો આ જીવનનો સોંપ્યો છે તમને,

હૃદય પણ અમારું અમાનત ગણાશે.

૪૭ સાથી તારી દુઆ કાયમ કામ આવે

સાથી તારી દુઆ કાયમ કામ આવે,

આથી, તારા પછી મારું નામ આવે.

હૈયામાં લાગણી હિમના ટોoeા સરખી,

ત્યાં તારા નામનું યાત્રU ધામઆવે

મોટા કીધા તમાશાઓ બાળપણમાં,

આપણને શોધવા આખું ગામ આવે.

મારી હાલત જરાપણ સારી નથી તો,

વેoeાી દે ને સવાયા તો દામ આવે.

પળભર માટે ભલે થાતી બંધ આંખો,

મારી અંતિમ ક્ષણે મળવા રામ આવે.

૪૮ ભલે oeાાતક, છતાં વરસાદ ને આજે રમાડું

ભલે oeાાતક, છતાં વરસાદ ને આજે રમાડું,

વરસતા વાદળો સામે નવી છત્રs ઉઘાડું

કહેછે તું ભલે oeાાંદો નિશામાં ઊગશે હોં

સવારેઆવ મારીઆંખમાંoeહેરોબતાડું.

જરાપણ દાદઆપેતો ગઝલઆખીસુણાવું,

લખીમેં તોય તારું નામમક્તામાં લગાડું.

ઉછળતા મોજાં સાગરનાછતાંપરવા નથીજા

કિનારેહુંઊભોરાહે, છતાંતમનેખમાડું.

ભલેનેબંધબાજી લાગણી સાથે રમી તે

હવે સંબંધનીસાeાી રમતહુંશીખવાડું

૪૯ રાહમાં હમસફર નથી મળતું

રાહમાં હમસફર નથી મળતું,

કોઈ કારણ વગર નથી મળતું.

મંદિરે શોધતા મળે શંકર,

કોઈ પ્રાણી અમર નથી મળતું.

લાગણીને શું કામ હું શોધું?

દિલ મહીં એક ઘર નથી મળતું.

આપતો હોય છે બધું ઈશ્વર,

તે છતાં માપસર નથી મળતું.

ધ્યાન રાખો "પ્રશાંત" આખરમાં

સ્વર્ગ મૃત્યુ વગર નથી મળતું.

૫૦ પ્રિયે, તારી જરૂર મારે વધારે છે

પ્રિયે, તારી જરૂર મારે વધારે છે,

રિસાણી તું, મનાવી આજ ભારે છે.

સમયનો હાથ પકડી આ મજલ કાપી,

oeાહેરા પર ખુશી તારા સહારે છે.

અમારી દુઃખ ભરી એ રાત વીતી ને,

નવી આશા પ્રભાતે આવકારે છે.

હું ડૂબી પણ નથી શકતો અહમ રાખી,

ફસાણી નાવડી મારી કિનારે છે.

ભલે આજે થતી કાગળ કલમ ભેગી,

પ્રણય આપી ગઝલ આખી ઉગારે છે.