લેખીકા-14 lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લેખીકા-14

અંક - ૧

ભાગ – ૧

ભૂતથી પણ વધારે ડરાવણું શું છે ? વિચારો.... વિચારો..... મળ્યો કોઈ જવાબ. જો તમારો જવાબ ‘ના’ માં હોય તો તમારે બુક જરૂર વાંચવી જોઈએ...

ભૂતથી પણ વધારે ડરાવણું શું ???

‘ડર’ શબ્દ જ ડર ભરેલો હોય તેવો લાગે છે ને ? ડર હા.....જો ભુલથી પણ કોઈને કહેવાય ગયું હોય કે, તે રસ્તે દસ વાગ્યા પછી નીકળવું નહીં, પૂરું પત્યું એક જ દિવસમાં તો વાત જગ જાહેર થઈ જશે. આ ડર નહીં તો બીજું શું ?

મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી ડરને સાથે લઈને જીવતો હોય છે. કાં તો તે સમજે છે એટલે ડરે છે અથવા તો ડરે છે એટલે સમજવાની સુઝબુઝ ખોઈ બેસે છે. આમ પણ ડર પણ અલગ અલગ પ્રકારના હોતા નથી, પરંતુ માણસ જેવા ડરને તેમના મન અને મગજમાં લઈને જીવે છે તેની અસર તેના પર સવાર થઈ જાય છે, જે ડરને આપણે અલગ અલગ પ્રકારે જાહેર કરીએ છીએ...

જેમકે, કોઈને હોસ્પીટલમાં ઓપરેશનનો ડર, કોઈને પોતાના મૃત્યુનો ડર, તો કોઈને પરીક્ષાનો ડર, તો કોઈને ઉંચાઈનો ડર મનુષ્ય પોતાના મનમાં ન જાણે કેટલાય ડર સાચવીને જીવી રહ્યો છે. ડર માણસને જીવતાં જ મારી નાંખે છે. જેના મનમાં ડરે જન્મ લીધો તે તો જીવતે જીવ જ જીવતી લાશ બની ગયો સમજોને ? ડરથી આટલું બધું ડરવાની જરૂર નથી.

જે વ્યક્તિના જીવનમાં કે મનમાં. મનમાં શું વિચારમાં પણ ડરે સ્થાન લીધું તો, તમે જીવતે જીવતા ડરના ભરડામાં ભીંસાતા જાશો. આ ડર તમારા જીવનની કોઈ જંગ જીતવા નહીં દે. દરેક જગ્યાએ તેમનો પગપેસારો પદ્માસનની પલોઠી વાળી તમને ડરાવતો રહેશે. પરંતુ આટલેથી અટકવાનું નથી. ધીમે ધીમે તમને માનસિક રીતે ખોખલા કરીને તમારી હિંમતની જગ્યાએ ડરનું સ્થાન મજબુત થઈ જાય છે.

આ ડર તમને ક્યારેય પણ લક્ષ્ય સુધી પહોંચવા દેતો નથી. કોઈપણ કામમાં સફળતા માટે જરૂરી છે કે, તમારે એક એક સેકન્ડે બહુ નિડરતાથી ડરને ડરાવીને જીવનમાં આગળ વધવાનું અને લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી છે કે, મનમાં કોઈપણ પ્રકારનો ડર ન હોવો જોઈએ. જ્યારે મનમાં ડર પ્રવેશ કરે છે ત્યારે અને એટલી જ ઝડપથી સફળતા તમારાથી દુર થતી જાય છે તેમાં તો શંકાને કોઈ સ્થાન નથી. તમને મારી વાતનો કદાચ ભરોસો નહી આવે.

હું તમને મે જ નજરે જોએલી.... અરે મેં અનુભવેલી વાત કહું....લગભગ છ માસ પહેલાંની વાત છે. સોમવાર હોવાથી સવાર સવારમાં અરે સોરી...સોરી.... સોમવાર નહી. રવિવારે સવારમાં ગાર્ડનમાં એરોબિક કસરત માટે સ્તીરીયા ગોઠવવામાં આવ્યા હતા. આ કોઈ નવી વાત નથી... દર રવિવારે યોગ, કસરત, ગેમ્સ, કપલ ગેમ્સ, ફુટબોલ, વોલીબોલ ધમાલધોકો આવી તો કેટલીયે અલગ અલગ રમતોનો ભંડારો ખુલે અને બાળકો તો બાળકો પરંતુ મોટા પણ બાળક સાથે બાળક બની જાય.

અરે..... તમે રમતમાં મશગુલ બે ઘડી જોઈ લો તો પણ તમારો થાક છુમંતર થઈ જાય. રમત રમી રમી થાકે એટલે નાસ્તાની મીજબાની ક્યારેક ગરમ ગાંઠિયા, જલેબી, ગરમા ગરમ ચા અને સાથે તેલ વગરના જીરો ફેટના ખાખરા. રતલામી સેવ, અરે બિસ્કિટ તો ભુલાય જ ગયા અને હા ક્યારેક તો ગરમાગરમ પૈવા બટેટાની મહેફિલ.... અરે બસ...બસ....

આમ દર રવિવારે અવનવા કાર્યક્રમ બનતાં હોય છે. પરતું છ માસ પહેલાંનો એ રવિવારે રમતગમતનો કાર્યક્રમ પૂરો થતાં સૌ પોત પોતાના ઘરે. હું નીચે લટાર મારવા પહોંચી. ગાર્ડનમાં જાણે બાળકોનો મેળો ભરાયેલો હતો. બધાં પોતપોતાની રીતે રમવામાં તલ્લીન હતાં.

અચાનક કાન ફાડી નાંખતી ચીસે ધ્રુજાવી ગઈ. બધાં અવાજની દિશામાં ભાગ્યા.... નજર પડતાં આંખો ખુલી જ રહી ગઈ. જે જોયું તો બધાનાં મોઢા સીવાય ગયા. કોઈ બોલવાની હિંમત કરી શક્યું નહીં. ચારે બાજુથી કોલાહલ સંભાળ રહ્યો હતો. ભીડને ચીરતી હું પણ પહોંચી...

એક બાળક બોલથી રમી રહ્યો હતો. તેની ઉંમર એકાદ વર્ષની આસપાસ હતી. પરંતુ તેના માથા ઉપર નાનું એવું સર્પનું બચ્ચું ફેણ ચડાવીને બેઠું છે. બાળક તો મસ્તમૌલા બની રમી રહ્યું છે. નથી સર્પને ડર તે બાળકનો, નથી બાળકને ડર સર્પનો. ભીડને ચીરતી બાળકની માતા તો જોઈને જ ચીસ પણ ન પડી શકીને બેભાન બની ગઈ.

બાળકના હાથમાંથી બોલ દુર ફેકાંતા બાળક બાખોળીયાભર ચાલવા માટે નમ્યું તેવું જ સર્પનું બચ્ચું માથા પરથી લસરીને બાળકની આગળ પડી ગયું. બાળક તો પોતાની મસ્તીમાં ચાર પગે ચાલતું ચાલતું બોલ સુધી પહોંચી ગયું. તે દરમ્યાન એક વડીલે હિંમત કરી બાળકને તે જગ્યાએથી ઉપાડી લીધો. અત્યારે તમારા રૂવાડા ઉભા થઈ ગયા હશે. ખરુંને ???

ડર ને જો થોડી પણ જગ્યા આપી તો પોતાનું ઘરનું ઘર તમારા મનમાં બનાવી લેશે અને તમે તો તેના ગુલામ બની જશો. ગુલામીની બેડીઓમાં ઝકડાવા કરતાં હિંમતથી સામનો કરે તે જ જીવનની દરેક મુસીબતને સરળતાથી હરાવીને જીતનો તાજ પહેરી શકે છે...

તેથી તો કહી રહી છું કે, ડર તેને લાગે છે જે જાણે છે જે બાળક જાણતો જ નથી તો પછી ડર શેનો. હવે તમે જ વિચારો જોઈએ આ ડરને મનમાં રાખવાથી કોઈ ફાયદો થોડો છે. સમજી ગયા છો તો પછી ભગવો ડરને દુર અને રહો તમે કુલ......

Kirti Trambadiya, Mo. 9429244019

E-mail :