Anatar Manno Varshad Harshad Joshi - Uphaar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anatar Manno Varshad

“તું!પ અહીંપ!” “હા!!પ કેમ?” “ઈન્ટર્વ્યું થઈ ગયું?”

“ઓર્ડર આપવાનું કહે છે.” “ફાવશે?”

“જરૂર!”

“ત્યાંનું વાતાવરણપ અને અહીં સંકુચિતતા.” “એવું તો હોયપ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે રહે.”

“સાચું કહ્યું. ગરમ પ્રદેશમાં ક્રોધીપ તામસી પ્રજા હોય.” “ઠંડાપ શીતળ પ્રદેશમાં શાંતપ વિચારશીલપ આનંદી.” “એમ કરો! મકાન શોધ્યું?”

“ના શોધમાં જ છું. બે-ત્રણ મકાન સોસાયટી વિસ્તારમાં જોયાં. ના ગમ્યાં.”

“કેમ?”

“વસ્તી જેવું જ ના લાગે. ઓછી અવર જવર એક રૂમ રસોડાનાં

પૂરા બે હજાર રૂપિયા ભાડું.”

“ભાડું તો વધારે જ રહેવાનું. શહેર છે ને.”

“કોઈ પોળ-ચાલીમાં ભાડાનું મકાન મળે તો સારું.”

“મે માસ છે. જૂનમાં સ્કૂલ ખુલી જાય તે પહેલાં મળી જાય તો

ઘણું સરળ રહે.”

“તમે પ્રયત્ન કરશો?”

“હું પ્રયત્ન કરુંપ પણ.. તમને ગમશે?”

“બપોરની વેળાએ તો કોઈ જ ના મળે. શહેરમાં પુરુષવર્ગ ધંધા-રોજગારમાં વ્યસ્ત હોય. નોકરીયાત વર્ગ જે તે સર્વીસમાં ગયો હોય.”

“મકાન દલાલને મળોનેપ ચાલો હું બે-ત્રણ મકાન દલાલને

મળું. શહેરમાં ક્યાંક મકાન ભાડે મળી જાય. મારા ઓળખીતા છે.” “તમે ક્યારે મળશો?”

“બે, ત્રણ દિવસ પછી.”

“ઓહ! એ તો બહુ મોડું થઈ જાય.” “સમસ્યા જ એવી છે કેપ.”

“આજે રાત્રે ૮-૦૦ કલાકે મળશો?” “ક્યાં?”

“મંદિરમાં”

“અરે! પાછા અહીંયાંપ”

“કાગનો વાઘ થઈ જશે.” “કંઈ વાંધો નહિં.”

“ઓ.કે. બાય!”પ.બાય!”

અ અ અ

ઉત્થાપન્‌-સાયમ્‌ આરતી થઈ ગઈ. યાત્રાળું દર્શન કરી ઉતારા ઉપર જવા લાગ્યા. આઠ-દશ બોંકડા ઉપર વૃધ્ધ સ્ત્રી-પુરુષ બેસીને વાતો કરતા હતા. પૂર્વના એક બાંકડા ઉપર ચિંતાગ્રસ્ત યુવતી ચોતરફ નિહાળતી.. ઊંચે મંદિરના શિખરની ધજા તરફ કંઈ સ્મરણ કરતી બેઠી હતી. તે ઊઠી.

મંદિરના ખાલી બાંકડા “સ્વ. મગનલાલ વલ્લભદાસ તરફથી ભેટ”,

“સ્વ. અનીલકુમાર મોહનલાલ સુખડીયા તરફથી ભેટ,” “સ્વ. રમણલાલ છોટાલાલ સુતરીયા તરફથી ભેટ”, “સ્વ. જયવદન મંગળદાસ સેવક તરફથી ભેટ”, “સ્વ. મંગળદાસ અમીચંદ તરફથી ભેટ”, “સ્વ, ગિરીશકુમાર કીર્તનલાલ તરફથી ભેટ” ના વિવિધ નામોથી નજરોને આકર્ષતા હતા. “સ્વ. રેવાશંકર ભોગીલાલ જોશી તરફથી ભેટ” નજરને આકર્ષતો બાંકડો ત્યજીને યુવતી મંદિરની પશ્ચિમ તરફના ફૂલઘર વિભાગ પાસેના વોટર કુલર પાસે જઈ સાંકળે બાંધેલા સ્ટીલના પ્યાલાને સ્વચ્છ કરી નળને પ્રેસ કર્યો ટેરવાંને ઠંડા પાણીનો સ્પર્શ થતાં કંઈક ઠંડક અનુભવવા લાગી. એક પછીપ એક ત્રણ પ્યાલા પાણી પી. ચહેરો.. હાથ ઠંડા પાણીથી ધોઈને ખભે લટકતા પર્શમાંથી નાનકડો લેડીઝ રૂમાલ કાઢી ચહેરો લુંછતાં લુંછતાં ‘હાશ!’ અનુભવતી, હાથ લુંછીને બે હાથે રૂમાલ ઝટકાવતી થોડી મિનિટ માટે ત્યાં ઊભી રહી. પુનઃ તે જ બેઠક ઉપર

કુતૂહલભરી નજર તેના ઉપર પડી.

વૃધ્ધ સ્ત્રીએ પૂછ્યું - “કેમ એકલા?” “કંઈ જ નહિ. આમ.. જપ”

“કોઈની રાહ જુઓ છો?”

“નાપનાપહાપ.” યુવતીની જીભ થોથવાવા લાગી. મંદિરનો દક્ષિણ તરફનો તોતિંગ દરવાજો ખૂલ્લો રહ્યો. આઠ વાગતાં જ મંદિરના ગુરખાએ પશ્ચિમનો તોતિંગ દરવાજો બંધ કર્યો. ફૂલવાળા, પ્રસાદઘરવાળા, કેશરદૂધ વેચાવાવાળો, સેવકવર્ગ, ચીજવસ્તુ લઈને જવા લાગ્યા. વૃધ્ધ સ્ત્રી-પુરુષ, હસતાં હસતાં જતા હતા. ત્યાંજ.. યુવતીની નજર દક્ષિણના દરવાજા તરફ પડી તે બોલી ઊઠી.

“તમે!!!!”

“ખૂબ મોડુ થયું નહિ?”

“પાંચ જ મિનિટ વધારે થઈ છે. મંદિરવાળા ખરા હાંપ દરવાજા બંધ કરી. દર્શન બંધ થતાં જ ચાલવા લાગ્યા. દર્શન બંધ થયે

માત્ર ૩૦ મિનિટ જ થઈ છે.”

“હોયપ. એવું જ હોય”

“શું એવું હોયપ પેલાં વૃધ્ધ સ્ત્રી-પુરુષ કૌતુક પૂર્વક મને કહેતાં હતાં.”

“શું?”

“કેમ એકલા?” “કોઈની રાહ જુઓ છો?”

“મેં તને પહેલેથી જ કહ્યું હતું. લોકોને શંકાની નજરથી જોવાની

“શું થયું?પ”

“શું થવાનું હોય. બે દલાલ મિત્રોને ફોન કર્યા હતા. મને બોલાવ્યો પણ ખરો. કહેપ મકાન ખાલી તો નથી જ.”

“શું કહો છો?”

“હા! કહે છે પહેલી જૂને ખાલી થવાનું છે?” “ક્યાં છે?”

“દક્ષિણના દરવાજાથી પૂર્વ તરફના માર્ગ રોડ ટચ છે.”

“કેવું છે?”

“જૂનું મકાન છે. જર્જરિત ખરું હાં” “રહેવાય તેવું છે?”

“એવું તો ખરું ખડકીવાળું છે”

“બારણું બંધ કરો એટલેપ શાંતિ.”

“જરૂર કોઈ ચિંતા નહિં. ખડકીના ચોકમાં કપડાં-વાસણનું કામ થઈ શકે.”

“જોવા જઈશું!”

“અવશ્ય કેમ નહિ..” “કેટલું ભાડું કહે છે?”

“ભાડું તો ખૂબ ઓછું પૂરા ૫૦૦ રૂપિયા.” “વાહ! કંઈ વાંધો નહિં.”

બન્ને દક્ષિણના દરવાજેથી નીકળતા હતા. તેની વાતો સાંભળતો

પહેરાવાળો ગુરખો તેમની પાછળ પાછળ આવીને યુવક-યુવતીના

કાંઈ નવરા નથી.”

યુવતીએ ગુરખા સામે જોયું. ગુરખાનો ચહેરો ક્રુશ હતો. મોટી આંખોમાં અળસિયાં ચમકતાં હતાં. પગથિયાં ઉતરતાં જ ત્રીજા પગથિયે યુવતીનો ખભો યુવકની પીઠ તરફ અથડાઈ ગયો.

યુવતીએ કહ્યું.. “ઓહ!પ સોરી.”

યુવકે હસતાં હસતાં કહ્યું - “કંઈ વાંધો નહિ. એવું તો થયા જ કરે.”

પૂર્વના માર્ગ તરફ બંન્ને સાથે સાથે ચાલતાં હતાં. ઘણી મિનિટ

સુધી મૌને પીછો કર્યો. “ક્યાં રહો છો?”

કોઈ પ્રતિઉત્તર નહિં. - મૌનપ

કેમ બોલતા નથી. યુવતીએ યુવક સામું જોઈને સ્મિત વેરતાં કહ્યું.

“હા!” કોઈક વિચારમાં ખોવાયેલા યુવાને વિચારોને ખંખેરતાં કહ્યું.

“ગામડામાં છી.. ના ફાવે”

“હું રહું છું તેમાં તમારે શું?” “હા..હા.. મારે શું?”

ખડકીવાળું મકાન આવી ગયું. ખડકીનું બારણું ખુલ્લું હતું. માત્ર

જાળી બંધ હતી. જાળી ખોલી બંન્ને ખડકીમાં પ્રવેશ્યાં. એક પ્રૌઢ કદરૂપી

સ્ત્રી બહાર આવી. મોટી મોટી આંખોએ બંન્નેને અકળવ્યકળ જોતાં

બોલી. “કેમ આવ્યા?”

“મકાન જોવા” યુવતીએ સ્મિત વેરતાં કહ્યું. “જોઈ લો જલ્દી અમારે ખાવા બેસવાનું છે.”

યુવક યુવતી મકાનમાં પ્રવેશ્યાં. એક રૂમ અને રસોડાનું મકાન

જોઈને યુવક બોલ્યો. લાઈટનું મીટર એક છે કે ઉપર નીચેના રહીશોનું એક જ.

“એક જ હોય નેપ મકાન માલિક ચાલક રહેવાના ભાડુઆતને

ફ્રીજ, મોટર કે ઈસ્ત્રી ના વાપરવા દે. તેઓ ફ્રીજ, ટી.વી. મિક્સચર વાપરે. ઈસ્ત્રીનો ઉપયોગ કરે. ગીજર પણ હોય. અરે! વોશીંગ મશીન પણ ખરું.”

“લાઈટબીલ ભેગું ભરવાનુંપ અડધું” હાપ એવું જપ એટલે તો સસ્તું ભાડું” “શું વાત કરો છો? બધે કાગડા કાળા.”

“જય સિયારામપ હરિ.. હરિપ મરો ભાડુઆતનો” “ગરજ તમારે છે એમને નહિં.”

“તમને ફાવશે?”

“ફવડાવું પડશે. નોકરી કરવાની છે ને.” “પહેલી તારીખે સવારે ભાડુ લેવા આવશે.”

“સાવ નફ્ફટ મેળા ઉપરથી બૂમ મારશે.” “પહેલી થઈ ઘેર આવું?”

મકાન માલિકથી વાજ આવી ગયેલ કદરૂપી મોટી આંખોવાળી

લયલા જેવી સ્ત્રી કર્કશ અવાજે બોલતી હતી. બંન્ને યુવક-યુવતી સાંભળતાં

હતાં. યુવકે કહ્યું : “ચાલો જઈશું?” “પાણી પીવું છે?”

“ના પાછી તમને તકલીફ ચાલશે.”

માંડમાંડ ઊઠી શકે તેવી જાડી કદરૂપી સ્ત્રીના ચહેરાના ભાવને જોઈને જ યુવતી બોલી રહી હતી.

યુવકે આગળ ચાલતાં ચાલતાં યુવતીને ઈશારો કર્યો. હોઠ ઉપર

સ્મિત પ્રસારતી યુવતી આંખોમાં હસી રહી હતી. જાણે મોસમનો પહેલો વરસાદથી હસતી પ્રકૃતિ જેમ.

મકાનનાં પગથિયાં ઉતરતાં યુવક કહી રહ્યો. “હું જાઉં?” “મને મૂકવા તો આવો.”

“જરૂરપ”

બંન્ને ચાલવા લાગ્યાં.. શહેરના માર્ગો તરફ અવર જવર કરી રહેલાં યુવક-યુવતી, વૃધ્ધ સ્ત્રી-પુરુષ કુતૂહલથી ફળિયામાં ઘુસી ગયેલા અજાણ્યા કૂતરાને જોઈ પોળનાં કૂતરાં ઘૂરકે તેમ નજર ફેરવતા હતા. “તમે હજુ અહિં જ ફરો છો” મંદિરમાં મળેલાં વૃધ્ધ સ્ત્રી-પુરુષે

રોડ ટચ મકાનના ઓટલા ઉપર બેઠેલાં હતાં તેમણે જિજ્ઞાસાથી કહ્યું.

યુવક-યુવતી તેમની નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. યુવતીએ

મંદ હાસ્ય પ્રસારતાં કહ્યું - “હા માસીપ અહિં રહેવાનાં છીએ.” “અમારે ત્યાં રહો!” વૃધ્ધ દંપતીમાંથી વૃધ્ધે હળવાશથી કહ્યું. “અમારે તો પૂરા પંદર દિવસ રહેવું પડે તેમ છે.” યુવતીએ

સમસ્યા કહી.

“ઓહોપ એમાં શુંપ રહોપ તમારે જેટલું રહેવું હોય તેટલું”

વૃધ્ધ સ્ત્રીએ મૌનભાવે કહ્યું.

યુવક આશ્ચર્યમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો કે માત્ર મંદિરમાં

થોડી મિનિટ મળેલ વૃધ્ધ દંપતી આટલા ભાવુક હોય. “ક્યાંના છો?”

“હુરતનાં”

“હું વાત કરો છો. હુરત તો મારું વતન થાય.” “અહિં શું કરો છો?” યુવતીએ કહ્યું.

“વર્ષોથી અહિં રહીએ છીએ મારો દીકરો જીતું છે ને, જી.ઈ.બી.માં

ક્લાર્ક છે.” વૃધ્ધે ગૌરવપૂર્વક કહ્યું. “અમારી વહુ મંજરી નર્સ તરીકે

નોકરી કરે છે.” વૃધ્ધસ્ત્રીએ વાતમાં મોવાણ નાંખતાં કહ્યું. “શું ભાડું લેશો?”

“એવું નહિં જમવાનું.. રહેવાનું તમારે મારે ત્યાં. પંદર દિવસના

બે હજાર રૂપિયા આપજો બસ. વૃધ્ધે યુવતીને અવલોકતાં કહ્યું.”

“જરૂર એવું જ.” યુવકે હસતાં હસતાં હળવેથી યુવતીને પાછળથી

નીતંબ ઉપર ટપલી મારતાં કહ્યું.

યુવતી, યુવકની દૃષ્ટિમાં દૃષ્ટિ મેળવી હસતાં હસતાં કહી રહી

- “સારું ત્યારે હું મારી બેગ અને થેલો લઈ આવું.”

“જરૂર જલદી આવો પાછું મોડું થશે નવ વાગવા આવ્યા છે.”

વૃધ્ધે કાંડા ઘડિયાળમાં જોતાં કહ્યું.

યુવતી-યુવક નીચેથી જ મંદિર તરફના ઉત્તરના માર્ગે જતાં હતાં. વૃધ્ધ દંપતિ દૂર દૂર સુધી જતાં બંન્નેને રિક્ષામાં બેસતાં જોઈ રહ્યાં.

એક અજાણી યુવતી

“ઋતું! મકાન કેવું લાગ્યું? ગમ્યું?” “હા! તમને ગમે પછી શું?”

“મારે ક્યાં રહેવાનું છે? તારે રહેવાનું છે.”

“સત્યમ્‌્‌ તું કેમ આવું કહે છે? સ્ત્રી પુરુષને તેની દૃષ્ટિથી જ ઓળખી લે છે.”

“એટલે?”

“મેં તને પ્રથમ નજરે જોયો. તારી જ નજરમાં નજર મળી તો

મને થયું આ જ પુરુષ વિશ્વાસપાત્ર છે.” “ઋતું તું કેવી રીતે કહે છે?”

જો સત્યમ્‌્‌! ક્લાસરૂમ તરફ જતાં જતાં આચાર્યખંડમાં ચાલતા

ઈન્ટર્વ્યું સમયે તું નીકળ્યો. ત્યારે પંદર ઉમેદવાર હાજર હતા. તે બધાની

ઉપર દૃષ્ટિપાત કર્યા વિના માત્ર તારી નજર મારા ઉપર પડી.

“નજર તો પડે તે તો સહજ બાબત છે.” સત્યમ્‌્‌એ ઘટનાને

“ના એવું નથી મનની ગતિ અદ્‌ભૂત છે. તારી નજર મારા ઉપર પડતાં જ હળવું સ્મિત મારા હોઠ ઉપર ફરકી ગયું. તારી દૃષ્ટિમાં આવકારનો ઉમળકો વર્તાયો.” ઋતુંએ ગેસ્ટહાઉસના રૂમમાં બેડ ઉપર પડેલ રૂમાલ, સાડી, બ્લાઉઝ, નીકરને વાળી બેગમાં મૂકતાં કહ્યું.

“તું ખરી છે. પુરુષને હંમેશ વિજાતીય આકર્ષણ રહે છે. તેથી

આવું બની શકે.” સત્યમ્‌્‌એ ઋતુની બેગમાં કંઈ રહી ના જાય તે અર્થે બાથરૂમમાં જઈ અવલોક્યું. તેણે બ્રશ, ઊલિયું, પેસ્ટ લાવીને ઋતુને આપ્યું. સોફાની ઉપર પડેલ ચાંદલાની કિટસને પર્સમાં મૂકવા માટે પર્સ

લીધું.

“હં..હં.. લાવો હું પર્સમાં મૂકું છું. પર્સ સ્ત્રીની ગુપ્ત મેટર છે. ઋતુએ સત્યમ્‌્‌ના હાથમાંથી ચાંદલાની કિટસ લઈ લીધી. તે ત્યાં જ સત્યમ્‌્‌ની પ્રથમા-મધ્યમા અંગુલિનો સ્પર્શ થતાં જ અન્યોન્યની નેત્ર દૃષ્ટિ

મળી. સત્યમ્‌્‌એ રોમાંશ અનુભવ્યો. તો રોમાંશની પરાકાષ્ટા અનુભવતી ઋતું શરમાઈને નીચું જોઈ ગઈ. ધીમે ધીમે સત્યમ્‌્‌ પાસે ઋતુ આવી. સત્યમ્‌્‌ને ગળે વળગી પડી.

સત્યમ્‌્‌ ગભરાઈ ગયો. સહેજ દૂર ખસવા જાય છે ત્યાં ઋતું

સત્યમ્‌્‌ની વધુ નિકટ આવી. સત્યમ્‌્‌નાં ગળામાં વળગી જ ગઈ. જેમ

મધુમાલતી સોળે કળાએ ખીલીને તેના હસતાં રંગબેરંગી ફૂલો સાથે આસોપાલવને ભેટી પડે તેમ.”

સત્યમ્‌્‌ે કહ્યું - “હંપ હંપ” નદી ગાંડીતૂર બને છે જ્યારે તેના બંન્ને કિનારા ઘોડાપૂરથી તરબોળ બનીને બંન્ને કિનારાના પટને ધોઈ

ઉકેલ શોધ્યો.

ત્યાં તો ઋતું દોડતી.. બારણું બંધ કરી આવી. ઋતુએ સત્યમ્‌્‌ના હોઠ ઉપર ચુંબન એવું તીવ્ર કર્યું કે સત્યમ્‌્‌નો મન ઉપરનો કાબુ નિર્મૂલ થઈ ગયો. સત્યમ્‌્‌એ ઋતુંના હોઠ ઉપર વેધક ચુંબન આપ્યું. બે-ત્રણ મિનિટ સુધી ચાલેલું ચુંબને ઋતુને ચૂસી લીધી હોય તેમ ઋતું ગાંડીતૂર નદી જેમ ઘૂઘવવા લાગી, તેનો ચહેરો, હાથ-પગ, કમ્મર ઈશ્કના આવેગથી તડપતા હતા. કામદેવનું સામ્રાજ્ય પ્રસરી રહ્યું હતું. ત્યાં જ ગેસ્ટહાઉસના રૂમમાં મુકેલા ઈન્ટર ફોનની રીંગ રણકી ઊઠી.

કામુક ઋતું ચમકી ઊઠી. સત્યમ્‌ વિચારવા લાગ્યો. એક અજાણી છોકરી.. સાવ અલ્લડ.. મોર્ડન અને તે પણ એકલી ઈન્ટર્વ્યું આપવા આવી હોય તો આ ફોન કોનો હશે. ઈન્ટરફોનને રિસીવ કરવા જતી ઋતુંને સૂચક દૃષ્ટિથી જોતો સત્યમ્‌્‌ અનેક તર્કમાં ઘેરાઈ ગયો.

ઋતુંએ ફોન રિસીવ કર્યો.. “હલ્લો.. હું આરપયુંપ”

ઓહ! ડેડપ ડોન્ટવરી ઓર્ડર મળી જશે. પહેલી જૂને હાજર થઈ

જઈશ.. આઈ એમ નોટ એલોન.. સત્યમ્‌્‌..

“હી ઈઝ માય ન્યુ ફ્રેન્ડ..” “ઓ..કેપ”

ઋતુંએ ફોન મૂક્યો. તે સમય દરમ્યાન સત્યમ્‌્‌એ રૂમનું બારણું ખોલી નાંખ્યું હતું. ઋતુંની બેગની ચેઈન ખેંચતાં સત્યમ્‌્‌ વિચારી રહ્યો - “ઓહ ગોડ યુપઆરપગ્રેટપ અજાણી યુવતી.. એકાંતપ રિસ્પોન્સપ અને પાછુંપ ચાંદલો.. જરૂર કંઈક.”

“શું વિચારે છે? આઈ એમ નોટ મેરીડ.”

“યશપ ધી ઈઝ માય ટ્રીક.” ઋતું બોલી.

“વાય?” સત્યમ્‌્‌એ એક વીજ કરંટ અનુભવ્યો તેના રોમરોમ

ખડાં થઈ ગયાં.

“આ શો વેસ્ટન કલ્ચર. એવું છે કે.. નવોઢાનો શો ના કરું તો અજાણી યુવતીને રોડ રોમિયો હેરાન જ કર્યા કરે.. નિર્ભય રહેવા એવું શસ્ત્ર અપનાવું પડે. કોઈ અજાણી યુવતીને ઘર ભાડે ના આપે.” ઋતુંએ સત્યમ્‌્‌ને સ્પષ્ટતા કરતાં કહ્યું.

ઋતુંની દૃષ્ટિ સત્યમ્‌્‌ ઉપર પડતાં જ ચાલક સત્યમ્‌્‌ સમજી ગયો. તેણે ઋતુંની બેગ ઊઠાવતાં કહ્યું. “ચાલ.. પેલા તારાં માશી-માસા રાહ જોતાં હશે. સાડાદશ વાગી ગયા.”

ઋતું સત્યમ્‌્‌ની પીઠને અવલોકી રહી. વિશાળ પીઠપ પાતળી કમર.. જાણે કેશરી સિંહ જોઈ લો. ચાલ પણ દૃઢ, ધીર ગંભીર પડતાં ધમધમતાં પગલાં. ઋતું, સત્યમ્‌્‌નું અનુકરણ કરી હાથમાં પર્શ વિંઝતી કાઉન્ટર પાસે આવી. કાઉન્ટર ઉપરનો ૪૫-૫૦ વર્ષનો યુવાન પ્રૌઢ

ભરાવદાર મૂંછોમાં બીડાયેલા હોઠમાં હાસ્યને છૂપાવતો મોટી મોટી આંખોને

ચગળવગળ ફેરવી ઋતુંને જોઈને નીચેનો હોઠ દબાવી હોઠ ઉપર જીભ

પ્રસારી કહી રહ્યો. “બોલોપ.”

“રૂમ લેફ્ટ કરવાની છે. લો ચાવી.. કેટલા રૂપિયા થયા? ઋતુંએ

સીધી જ વાત કરી તેના અવાજમાં સહેજ કડકપણું હતું.”

“પૂરા ૭૦૦/- રૂપિયાપ લાવો ચાવી” સત્યમ્‌્‌એ પેન્ટના પાછળના

ઋતું, સત્યમ્‌્‌ના વર્તનને જોઈ જ રહી. તે હળવેથી તેનો ડાબોહાથ પકડી

દબાવી રહી. તે સમયે ઋતુંએ અવલોકતા મેનેજરને ઋતું કહી રહી. “હી ઈઝ માયપ હસબન્ડ.. સત્યમ્‌્‌!”

સત્યમ્‌્‌ વેધક નજરે ઋતુને જોઈ જ રહ્યો. તેનો ગુસ્સોપ આવેલપ છાતીમાં ભરાઈ ગયો. તેણે એક નિશ્વાસ નાંખ્યો.

“ચાલોપ સત્યમ્‌્‌પ” ઋતુંએ સત્યમ્‌્‌નો હાથ પકડી ચાલવા

માંડ્યું તે ચાલતી ન હતી સત્યમ્‌્‌ને સાંતવાહી સ્વરે ખેંચતી હતી.

મંદિર પાસેના બઝારમાં રિક્ષામાંથી બંન્ને ઊતર્યા. ત્યારે વૃધ્ધ ઓટલા ઉપર બેઠો બેઠો રાહ જોતો હતો. મકાનના ખૂલ્લા બારણામાંથી એક યુવાન સ્ત્રી દેખાઈ રહી હતી. તે ટી.વી.ની ચેનલ બદલી રહી હતી. સત્યમ્‌્‌ અને ઋતું બારણા પાસે ઓટલાનાં પગથિયાં ચઢી આવ્યાં ત્યારે વૃધ્ધ સ્ત્રી સોફામાં બેઠી બેઠી બોલી ઊઠી- “અરે ખૂબ મોડું કર્યુંપ જમવાનું પણ ઠંડું થઈ ગયું.”

ઋતું અને સત્યમ્‌્‌ વિચાર કરતાં જ થઈ ગયાં. વર્ષોનો કોઈ

અજ્ઞાત સંબંધ હોય તેમ તે જાડી સ્ત્રી બોલતી હતી. તેની આંખોમાં

ભાવુકતા હતી. ઋતું બોલી ઊઠી, “માશીપ તમારું નામ?”

“લત્તા!” લત્તામાસીએ હસતાં હસતાં કહ્યું. “ચાલો બંન્ને જમવા બેસી જાઓ. મંજરી! બે જણનું જમવાનું કાઢજે.” લત્તામાસીએ સહેજ

મોટેથી બૂમ મારી.

મંજરી આગંતુક તરફ ટી.વી. જોતાં જોતાં દૃષ્ટિપાત કરીને

ઊભી થઈ. તે કહેતી હતી. “તમને ફાવશે જ મમ્મીએ કહ્યું હતું કે તમે

પરોઠા શાક, હાંડવો, પૂરી-શાક, દહીંવડાં, દાળવડાં, ભાખરી શાક,

મસાલા ઢોંસા જેવું હળવું જમવાનું બનાવીએ છીએ. આજે તો મસાલા ઢાંસા-સંભાર છે. ધાણાની ચટણી અને ગળચટું દહીં તો ખરું જ ફાવશે ને?”

બોલકી મંજરી હસતી હતી. બોલતાં બોલતાં વાતવાતમાં હાથનાં આંગળાં નચાવતી ડોકને આમ તેમ નચાવતી લહેકા કરતી હતી. મંજરી તરફ સ્મિત વેરતાં ઋતું-સત્યમ્‌્‌ તેની પાછળ પાછળ રસોડા તરફ ગયાં. એક તરફ કીચન, સ્ટેન્ડીંગ હતું. તે ગ્રીન માર્બલ અને ડીઝાઈનવાળી ટાઈલ્સથી આછા રંગથી દીવાલો સજવેલી હતી. પૂર્વના ખૂણા તરફ ચાર

ખુરશી ગોઠવેલું ડાઈનીંગ ટેબલ રાઉન્ડ હતું. તેને સ્ટીલની ફ્રેમમાં વ્હાઈટ

માર્બલ મઢેલું હતું. નીચેના ભાગમાં રાઉન્ડમાં ત્રણ-ત્રણ ખાનાં ગોઠવેલાં હતાં. ખાનું ખેંચતાં વિવિધ અથાણાની, ગ્લાસની નાની બરણીઓ હતી.

ત્રીજા ખાનામાં મનગમતો વિવિધ મુખવાસ, વરિયાળી, ધાણાદાળ- સોપારી, સેવર્ધન સોપારી એક ડબામાં પાન તેની નીચે ચૂના કાથાની ડબ્બી કે પાન ઉપર લગાવા નાની નાની બે ચમચી બીજા બે ડબલાં કાજુ- બદામ, એલચી, લવીંગ વગેરે હતું. કીચનની સુવિધા જોઈને આશ્ચર્યથી આંખો ફેરવતાં ઋતું અને સત્યમ્‌્‌ વિચારી રહ્યાં. “ફેમીલી વ્યવસ્થિત છે.

ખાવા-પીવામાં શોખીન છે. સુખી છે. કોઈ જ ચિંતા નહિ.”

“ડાઈનીંગ ટેબલ પર બેસો ખુરશીમાં.” મંજરીએ સસ્મિત કહ્યું. થોડીવારમાં ગરમ ઢોંસા ઉતારી આપું. ગેસ સગડી શરૂ કરી તે ઉપર નોનસ્ટીક તવી મુકી. તપેલીમાં બનાવેલું ખીરુ, ફ્રીજ ખોલીને, કાઢીને

ઘર છે. તેમ રહેજો.. તમે સુરતનાં છો એટલે કંઈ કહેવાનું નાં હોય.”

મમ્મીએ વાત કરી હતી. “નોનસ્ટીક તવીમાં ખીરું રેડી તવેતાથી ફેરવતાં થોડીવારમાં બીજો ભાગ ફેરવીને તે ઉપર બનાવેલ વચ્ચે બાફેલા બટાકા, ડુંગળી, વટાણાનું મિક્સ ગોળો બનાવી, મુકીને સ્હેજ દબાવ્યો ત્યારબાદ ખીરાની પોળી તૈયાર થતાં એક બાજુ ઉપરથી અડધી વાળી

પ્રેસ કરી અને તે ઉપર બીજો અડધ ઉપરનો ભાગ વાળી લાકડાના તવેતાથી પ્રેસ કરી તેલ રેડી તે ભાગ નોનસ્ટીકમાં ફેરવી નાંખ્યો. હસતાં હસતાં સ્ટેન્ડીંગ કીચન ઉપર પડેલી ડીસમાં મુકીને ડાઈનીંગ ટેબલ ઉપર

મુકી દીધો. ખુરશી પાસેના ટેબલવાળા ભાગમાંથી નીચેથી એક ખાનું

ખોલીને સ્પૂૂન-કાંટા સ્પૂૂન અને નાની વાડકી કાઢી તેમાં ગળચટું રાઈના વગારવાળું દહીં અને મરચા ધાણાની તીખી ચટણી કાઢી. ટેબલ ઉપર

મૂક્યાં. ગ્યાસ ઉપર તપેલીમાં ઉકળતું ગરમા ગરમ સંભાર બે મોટા વાડકામાં કાઢીને ટેબલ ઉપર મુક્યાં. થોડી જ મિનિટમાં બીજો ઢોંસો ડીસમાં મુકીને ડીસ ટેબલ ઉપર મુક્યાં અને મંજરી બોલી ઊઠી “શરૂ કરી દો ઢોંસાની લિજ્જત માણવાનું જો જો હોં શરમાતો નહિં.”

ઋતું અને સત્યમ્‌્‌ ઢોંસાને કાંટાથી પ્રેસ કરી ચમચીથી કાપીને

ટૂકડા ટૂકડા કરી સંભાર ચટણી મિક્સ કરી ચમચીથી ખાવા લાગ્યા. સત્યમ્‌્‌ બોલી ઊઠ્યો. “મંજરીબેન સંભાર સ્વાદિષ્ટ છે હોં.”

“ઢોંસા પણ ક્યાં કમ છે?” ઋતુંએ મુક્ત હસતાં હસતાં ઢોંસા

ખાતાં કહ્યું.

“તમે ક્યાંના છો?” મંજરીએ વાતનો દોર શરૂ કરતાં કહ્યું.

રહી કહ્યું.

“તમે?”

“હું સત્યમ્‌્‌” સત્યમ્‌ે સંભારમાં ઢોંસો નાખતાં કહ્યું.

“મંજરી.. એ મારા મિસ્ટર છે.” ખડખડાટ હસતાં ઋતુંએ કાંટાળી

ગળી ગયો. બકરી ચીસો પાડતી રહી. પછી તે બાજુના ઝાડને ગોળ ગોળ

વિંટળાઈ રહ્યો હતો. તેના પેટમાં બકરીનાં હાડકાંનાં ચૂકે ચૂરા થઈ રહ્યા હતા. ત્યાં જ સાડા અગિયાર વાગતાં લત્તા માસી બોલી ઊઠ્યાં “તમારા

રહેવાની સગવડ ઉપર કરેલી છે. જાઓ ત્યારે જયશ્રીકૃષ્ણ.”

ચમચીથી ઢોંસાનો ઝીણા ઝીણા ટૂકડા કરી ચમચીથી સંભારમાં બરાબર રગદોડીને દહીં, લીલા ધાણા-ફૂદીનાની ચટણી નાંખીને ચમચીમાં ભરીને ઊંચા મુખમાં ઢોંસો ભરીને મુકતાં કહી રહી.

“સત્યમ્‌્‌, ઋતુના વર્તન, હાસ્યથી શરમાઈ ગયો. તે વ્યાકુળ ચહેરે આતુરતાથી કંઈ કહેવા જતો હતો. ઋતુ વાતનો દોર ચાલુ જ રાખતી હતી. “મંજરી ભાભીપ કાલે જ મને માણેક જ્વેલર્સમાંથી બે શેરનું સુંદર મંગળસૂત્ર લઈ આપ્યું. કેટલું સુંદર છે નહિં” ઋતુંએ કપાળના કેશરિયા ચાંદલાને ટેબલ સામેના દર્પણમાં જોઈને આંગળીથી પ્રેસ કર્યો. સત્યમ્‌્‌ મુક્ત નજરે ઋતુને નિહાળી જ રહ્યો. નિહાળી જ રહ્યો. “ઋતું તું સ્વથ થા” સત્યમ્‌ે મંજરી સામું જોઈ કહ્યું.

“સ્વથ જ છું. મંજરીભાભી! તે તો સાવ એવા જ છે જુઓને હું કંઈ કહું ને મારી વાત કાપી જ નાંખે છે” ઋતુંએ રડમસ ચહેરે કહ્યું. રડમસ ચહેરે મંજરીને જોતી ઋતું બે-ત્રણ મિનિટ પછી સત્યમ્‌્‌ તરફ જોઈને મર્માળ હસતી હતી. સત્યમ્‌્‌ વિચારતો હતો. કેટકેટલી સ્ત્રી-યુવતી નિહાળી હશે પણ ઋતું જેવી નહીં. તે વિચારતો હતો કે જરૂર આટલી ચાલાક ઋતુંમાં કંઈક નવીન છે. સાંજના જમણને ન્યાય આપી બંન્ને બેઠક રૂમમાં સોફા ઉપર ગોઠવાઈને ટી.વી. જોતાં હતાં. ડીસ્કવરી ચેનલ

સત્યમ્‌્‌ કંઈ પણ બોલ્યા વિના કહ્યાગરા કંથની જેમ ઋતુની પાછળ પાછળ બેગ લઈને દાદરનાં પગથિયાં ચઢી રહ્યા હતો. થોડી થોડી વારે ઋતું સત્યમ્‌્‌ સામે જોઈને મરક મરક હસતી હતી. તે કહી રહી હતી. “સત્યમ્‌્‌ ઢોંસા સ્વાદિષ્ટ હતા કેમ?”

“હા!પ સંભાર પણ..” સત્યમ્‌્‌ મનમાં સમસમી રહ્યો. તેના

કેટકેટલાંય પ્રયત્ન નિષ્ક્રીય જતા હતા. જમતાં જમતાં તેણે કહ્યું પણ ખરું

“ચાલ હું જાઉં”

ઋતું હસતાં કહી રહી હતી. “ક્યાં જાય છે?” “ફોન કરી દેપ રજા ઉપર છું નાઈટ રોકાઈ ગયો છું.”

દાદર ઉપર ચઢતાં ચઢતાં મોબાઈલની રીંગ મારી સત્યમ્‌્‌ કહી

રહ્યો હતો. “હું આજે રોકાઈ ગયો છું. રાહ ના જોતી.. કાલે નોકરી કરીને જ આવીશ.”

ઋતું, સત્યમ્‌્‌ની ફોન ઉપરની વાતચીતને ધ્યાનથી સાંભળી રહી હતી. તેણે ઉપરના રૂમનું બારણું ખોલી ટેબલ ઉપર પર્શ મુકતાં ફેન ચાલું કરી કહી રહી “કોને ફોન કર્યો?”

ટેબલ ઉપર બેગ મુકતાં સત્યમ્‌્‌ કહી રહ્યો “ઘેર તો જણાવું પડે

નેપ લુચ્ચી!”

“એય!પ શું કહ્યું?” ઋતુંએ સત્યમ્‌્‌નો હાથ ખેંચી તેના ગળે વળગી પડતાં કહ્યું. “હવે ક્યાં જઈશ?” સત્યમ્‌્‌ના ચૂંબનોનો વરસાદ ઋતું ઉપર વરસી રહ્યો. બારણું બંધ થયું.

એક આત્મા દેહ જુદા

પહેલી જૂન હતી. ઋતુંએ મંજરીના હાથે ભાડાના ખાલી થયેલા

મકાનમાં પણિયારા ઉપર મીઠાની ઢગલી કરી ખામણું બનાવીને પાણી

ભરેલો કોરો ઘડો મુકાવ્યો. તે ઉપર કોડિયામાં મીઠું ભરીને મુક્યું. ઘડા પાસે અગરબત્તી અને દીપ સળગાવી મુકાવ્યાં. ઋતુંની પાસે ઊભા રહેલા સત્યમ્‌ે ફોલી કાઢેલા નાળિયેરની ચોટલી દીપ જ્વાળાથી સળગાવી

ઘડાની પાસે મૂકેલા પથ્થર ઉપર વધેરીને દીપ ફરતાં નાળિયેરના પાણીનો

છંટકાવ કર્યો. ઋતું, દીપકને બે કર જોડી આંખમીંચનીને વંદન કરતાં

શ્રીકૃષ્ણનું સ્મરણ કરતી હતી. નાળિયેરના બે ટુકડા કરી ચોટલીવાળો

ભાગ લઈને બાકીનો ભાગ ઘડા પાસે મૂકી સત્યમ્‌ે નાળિયેરના અડધા

ભાગમાંથી કોપરાના ટુકડા કાઢતાં કહ્યું - “જય શ્રી કૃષ્ણ હે હરિ કલ્યાણ કરજો.” મંજરી બોલી ઊઠી - “પ્રભુ ઘરને ભર્યુ ભાદર્યુ ધન વૈભવથી સમૃધ્ધ કરજો.”

બારણા પાસે ઊભાં રહેલાં લત્તા માસી બોલી ઊઠ્યાં - “મંજરી!

ગ્યાસ ઉપર કંસાર બનાવી, કુકરમાં દાળ-ભાત ચઢાવી, શાક બનાવીને

ભોજન કરજો. જરૂર પડે તો મંજરી છે હોં.”

ઋતું બોલી ઊઠી - “માસી! કંસાર બનાવતાં નહીં આવડે. બીજું હું બનાવી દઈશ.”

“કંઈ ચીંતા ના કરતી મંજરી બનાવી આપશે.” લત્તા માસીએ

સહજ રીતે હસતાં કહ્યું.

“હું મંદિર પાસેની દુકાનેથી સૂકી દ્રાક્ષ, ઈલાયચી, કાજુ, દળેલી

ખાંડ વગેરે લાવું છું” સત્યમ્‌્‌ કહેતો કહેતો ખડકી બહાર નિકળી જાળી બંધ કરીને મંદિર તરફ જવા લાગ્યો.

અંદરના ઓરડામાંથી ઋતું બોલતી હતી “સત્યમ્‌્‌! કોપરાનો

પ્રસાદ તો લેતો જા.”

“આવીને લઈશ” રોડ ઉપરની પડતી બારી પાસે આવીને

સત્યમ્‌ે કહ્યું.

મંજરીએ પૂર્વ તરફના પડતા ખૂણામાં ગોઠવેલી ગ્યાસ સગડીને

સળગાવતાં કઢાઈમાં ઘી રેડી ગરમ કરવા મૂક્યું. થોડી મિનિટોમાં કંસાર

માટે દ્રાક્ષ, કાજુ, દળેલી ખાંડ, ચોળી વગેરે લાવીને આવેલા સત્યમ્‌્‌ પાસેથી પડીકાં લઈને દળેલી ખાંડનું પેકેટ ખોલી નાંખ્યું. કઢાઈમાં ઘી ગરમ થતાં જ એક થાળીમાં લોટ કાઢીને ચાળીને જરૂરી લોટ કઢાઈમાં નાંખી તવેતાથી શેકતાં ફેરવતાં મંજરી કહી રહી - “ઋતું તું બીજી સગડી સળગાવી દાળ-ભાતનું કુકર મુકી દે. ઋતુએ કુકરમાં પાણી ભરીને ગરમ કરી દાળ નાંખી તેની વચ્ચે એક નાનકડી તપેલીમાં ત્રણ જણ ખાઈ શકે તેટલા ચોખા નાંખ્યા. થોડી મિનિટમાં ગ્યાસ સગડી ઉપર મૂકેલા કુકરની

ત્રણ વ્હીસલ વાગી. ઋતુંએ ગ્યાસ સગડીનું બટન બંધ કરી દીધું.”

ટેબલ પાસેની ખુરશીમાં બેઠો બેઠો સત્યમ્‌્‌એ વાડકામાં ચોળી ફોલી ટૂકડા કરી રીંગણ કાપી રહ્યો હતો. મંજરીની નજર પડતાં તે વાડકામાં એક પ્યાલો પાણી રેડ્યું અને કહ્યું “રીંગણ પાણીમાં જ કપાય નહિં તો કાળાં પડી જાય.” ઋતું આ જોઈને હસી પડી “કુકીંગ નોલેજ તો મને સ્હેજ પણ નથી.” તેણે કહ્યું. ચિંતામાં પડી ગઈ.

“એમાં શું ચિંતા કરવાથી આવડી જશે.” મંજરીએ ઋતું તરફ જોઈને કહ્યું. રસોઈની રામાયણ તો હોય છે. સ્ત્રી નિપૂણ બને એટલે પૂરો જંગ જીતી જાય.” મંજરીએ ગૌરવપૂર્વક કહ્યું. મંજરીએ કઢાઈમાં કંસાર શેકી.. તેમાં ઘી નાંખી ચઢાવ્યો. અને તવેતાથી ફેરવવા લાગી. તે ચઢી જતાં અને થાળીમાં કાઢી ઘી-ખાંડ નાંખીને ચોળી નાંખ્યો. ચાલું ગ્યાસની સગડી ઉપરપ એજ કઢાઈમાં તેલ નાંખી કઢાઈ મુકી. તેલ ગરમ થતાં રાઈ નાંખી. રાઈનો તડતડવાનો અવાજ આવતાં સુકા મરચાના ત્રણ- ચાર ટુકડા નાંખ્યા. તે પછી વાડકામાં કાપેલા ચોળી-રીંગણને મસળીને ધોઈને તપેલીમાં નાંખતાં વઘારનો ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો. છીંકા છીંકને ઉધરસ શરૂ થઈ. મંજરીે બે પ્યાલા પાણી નાંખી કઢાઈ ઉપર ઢાંકણું ઢાંકી દીધું. થોડી મિનિટમાં શાક ચઢી જતાં તેમાં મીઠું મરચું હળદર અને ગોળ જરૂર પ્રમાણમાં નાંખ્યા. ત્રણે જણ એક ટેબલ ઉપર

ખુરશીમાં ગોઠવાઈને થાળીમાં પીરસેલા દાળ-ભાત-શાક અને કંસારના

ભોજનને ન્યાય આપવા લાગ્યા.

રસોઈનો સ્વાદ અનુભવતાં સત્યમ્‌્‌ કહી રહ્યો - “મંજરીબેન શું

દાળ-શાક બન્યાં છે. વાત ના પૂછો.”

“કંસાર તો મેં પહેલી વાર ખાધો.” ઋતું હસતાં હસતાં કંસાર

ખાતાં બોલી રહી. તેણે કહ્યું “શું સ્વાદિષ્ટ છે.”

“હું જાઉં” મંજરીએ કહેતાં કહેતાં જમી પરવારી વાસણ સાફ

કરી સ્ટેન્ડીંગ કીચન ઉપર ઊંધાં મૂકીને વિદાય લીધી.

ખડકીની જાળી સૂધી વિદાય આપવા ગયેલી ઋતું મંજરીને કહેતી હતી. “ઊભા રહો એક વાડકીમાં કંસાર લેતા જાઓ”

ઋતું દોડતી રસોડામાં જઈને એક એક વાડકામાં કંસાર લાવી તે ઉપર સ્ટીલની રકાબી ઢાંકીને મંજરીને આપ્યો. તે કહેતી હતી. “માસી ને કહેજો ઋતું ભુલી નથી.”

બારનો સમય થયો હતો. સત્યમ્‌્‌ની દૃષ્ટિ ફેનને ચાલું કરતાં ટ્યુબલાઈટ તરફ ગઈ. તે વિચારમાં પડી ગયો. જરૂર જૂનો ભાડુઆત તેની ટ્યુબલાઈટ અને બલ્બ કાઢી ગયો હશે જ. તેણે બાથરૂમમાં જઈને જોયું તો ત્યાંનો બલ્બ પણ ના મળે. સત્યમ્‌ે ઋતુંને કહ્યું, “બજારમાં જવું પડશે. જો પૂર્વની દિવાલ ઉપરની ટ્યુબ નથી, બાથરૂમમાં બલ્બ પણ નથી. આપણે બે ટ્યુબલાઈટ અને બે બલ્બ લાવા પડશે. સંડાસમાં પણ નહિં હોય તેમજ ખડકીમાં ટ્યુબ નાંખવી પડશે જ. બારણા પાસે ઊભા રહીને સત્યમ્‌ે ખડકીમાં દૃષ્ટિ નાંખી ક્યાંય બલ્બ કે ટ્યુબ નથી. દાદરનાં પગથિયાં ઉતરતાં નયનામાસીને કહ્યું. “માસી અહિંયાં ટ્યૂબ નથી.”

“અરે! હાપ એ તો પેલા ભાડૂઆત ગયાને તે તેમના બલ્બ અને ટ્યુબ લઈ ગયા હશે જ. સંડાસમાંથી ડોલ પણ લઈ ગયા હશે જ.” નયનામાસીએ ઠાવકા થઈને ઉત્તર આપતાં બારણા પાસે આવી ખડકીમાં આવેલા સંડાસમાં જોયું. તે બોલી ઊઠ્યાં - “જાવ ને સાલ્લી ખૂબ ચીક્કટ

હતી. જુઓ સંડાસનું બ્રસ તે લાવી હતી તે બ્રસ પણ લઈ ગઈ છે.” સત્યમ્‌્‌ સાથે વાતો કરતી નયનાની વાત સાંભળીને ઋતું પણ

પલંગમાંથી ઊઠીને બારણા પાસે આવીને ઊભી રહી. નયના કહી રહી હતી. “જો ઋતુંબેન તમને ખબર છે ને શહેરમાં મજિયારાં સંડાસમાં એક અઠવાડિયું તમારે સંડાસ સાફ કરવાનું અને એક અઠવાડિયું અમે સાફ કરશું. ખડકીનો ખુલ્લો ભાગ અને જાળી બહારનો ઓટલો તો તમારે જ વાળવાનો રહેશે હાં.”

નયનામાસીની વાત સાંભળી ઋતું વિચારવા લાગી. માસી જબરાં છે. હાં જેવાં દેખાય છે તેવાં જ નયનામાસી નીચાં ખભામાંથી

ખૂંધાં થઈ ગયેલાં હતાં. તેમનું ગળું અને ગરદન એક થઈ ગયેલાં હતાં.

મંજરી ભાભી કહેતાં હતાં તે સાચું લાગ્યું “જો ઋતું તું સાવ છોકરી છે. નયનાના ઘરમાં રહેવા જાય છે તે ચેતતી રહેજે. હાં બજારું ઓરત જેવી જ છે. સાંજ પડે ને છોકરા-છોકરીની અવર-જવર મોડી રાતના એક વાગ્યા સુધી ચાલું જ રહે છે. આપણે તો કંઈ માથાકૂટમાં નહિ પડવાનું હાં તારા રૂમની જાળી બંધ જ રાખવાની ભૂલાય ના એક તો તું રૂપાળી છે અને પાછી નાજુક છોકરી ખંધા-લુચ્ચા પુરુષોનો ભરોશો નહિ. રૂમમાં પણ ઘૂસી જાય. પેલો કનીચો માળી અને છગન કાછીયો દારૂડીયા છે. એક તો ઊંચો પાછો પાતળો સેંટ છાંટીને ઈસ્ત્રી ટાઈટ કપડાંમાં આખો દિવસ બજારમાં ફર્યા કરે છે. આંકડાં રમવાના અને દારૂ ઢીચી

મોડી રાતે નયનાને ત્યાં આવી જાય.”

“શું વાત કરો છો? માસી આવા મકાનમાં ના રહેવાય.” ઋતુંએ ગભરાઈ જઈને કહ્યું હતું ત્યારે લત્તા માસી આશ્વાસન આપતાં

કહેતાં હતાં. ચિંતા નહિં કરવાની તે તો સાલા બીકણ છે. તારે તારા બારણાની જાળી વાખતાં પહેલાં લાંબી સાગની સોટી મુકી રાખવાની એટલે પત્યું કામકાજ. તારા બારણાં સામું નજર પણ નહિ નાંખે.” લતા

માસીની વાત સાંભળીને ઋતું ખડખડાટ હસી પડી.

ઋતું કહેતી હતી - “માસી એવું તો મને ઘણું આવડે છે. મારી પાસે પોલીસનો ડ્રેસ છે સાંજે ડ્રેસ પહેરીને એક આંટો બજારમાં મારી આવીશ પછી જો જો ને મારો વટ.”

સાંજ પડી ગઈ હતી. સત્યમ્‌્‌ અને ઋતું ત્રણ ટ્યુબલાઈટ અને વાદળી રંગના ઝીરોના બે બલ્બ લાવીને સંડાસ બાથરૂમમાં લગાવી દીધાં. રસોડું અને બેઠકરૂમ અને ખડકીમાં ટ્યુબલાઈટ પણ લગાવી દીધી. સત્યમ્‌ે ઋતુંને કહ્યું “આજ તો ઘેર જવું જ પડશે જ અનુરાધા બિમાર છે.” “તેં તો મને વાત પણ ના કરી, કોણ અનુરાધા?” ઋતુંએ

પ્રશ્નાર્થભરી દૃષ્ટિ સત્યમ્‌્‌ ઉપર નાંખતાં કહ્યું.

“અનુરાધા, મારી પત્ની.” સત્યમ્‌ે હસતાં હસતાં કહ્યું.

“પત્ની, તે કે હું?” ઋતુંએ સત્યમ્‌્‌નો હાથ પકડી પલંગ ઉપર બેસાડતાં કહ્યું. સત્યમ્‌્‌ સમસમી ગયો. ચહેરા ઉપર લોહી ધસી આવ્યું. સવારનો ઊગતો સૂરજ પૂર્વના આકાશમાં લાલિમા પાથરતો હોય તેમ સમગ્ર ચહેરો રક્તવર્ણો થઈ ગયો. તેની આંખો લાલ હિંગોળ હતી જાણે ઊગતા સૂરજનો રતુંમડો રંગ બન્ને આંખોમાં ફેલાઈ ગયો હતો. સત્યમ્‌ે ઋતુંને કહ્યું - “ઋતું એક ગ્લાસ પાણી આપીશ?”

“કેમ નહિં. તમારે તો હુકમ કરવાનો હોય.” ઋતુંએ પલંગમાંથી

ઊઠીને સત્યમ્‌્‌ના હોષ્ઠ ઉપર ચુંબન કરતાં અત્યંત પ્રેમભરી નજરે જોઈ

જ રહી. તે રસોડામાં સ્ટેન્ડીંગ કીચન ઉપર ગોઠવેલા, સવારે જ મૂકેલા

માટીના ઘડામાંથી પાણીનો પ્યાલો ભરીને સત્યમ્‌્‌ને આપ્યો. સત્યમ્‌્‌ પાણી પીતાં પીતાં બોલી ઊઠ્યો. “ઋતું તને ઘડાનું પાણી ફાવશે. તું તો

ફ્રીજનું પાણી પીવા ટેવાયેલી હશે ને.. મને તો ફ્રીજનું પાણી નથી ફાવતું

પેટ પથરા જેવું થઈ જાય છે.”

ઋતું, સત્યમ્‌ે ખાલી કરેલા પાણીના ગ્લાસને તેના હાથમાંથી

લીધો. ટેરવાંનો સ્પર્શ સત્યમ્‌્‌ના ટેરવાંને થતાં જ ઋતુંએ રોમાંશ અનુભવી હોઠને ચગળતી જીભને હોઠો ઉપર પ્રસારતી ગ્લાસ લઈને રસોડામાં ગઈ. તે વિચારતી હતી. અનુરાધા પાસેથી સત્યમ્‌્‌ને કેવી રીતે છીનવી લેવો. રસોડામાંથી બહાર આવીને ઋતુંએ રૂમનું બારણું બંધ કર્યું. બારણાનો આગળો ભીડી દીધો. તે પલંગ ઉપર બેઠેલા સત્યમ્‌્‌ને વળગી પડી. સત્યમ્‌્‌ કંઈ પણ કહે તે પહેલાં સત્યમ્‌્‌ના હોઠ ઉપર ચુંબનોનો વરસાદ વરસાવી રહી. ઋતુંના મનોજગત અને સ્થિત્વમાં ઘોડાપૂર ઊભરાઈ રહ્યું હતું. ઋતું ઈશ્ક વસ બની ગઈ હતી. તેની આંખોમાં માદકતાનો કેફ હતો. રોમરોમ પુલકિત થઈ ઊઠ્યા હતા. તેના અંગોનું હલનચલન વધી રહ્યું હતું. સત્યમ્‌્‌ ઋતુંના અવિરત પ્રેમાવેગની અભિવ્યક્તિને કારણે મન ઉપરનો કાબુ ગુમાવી ચુક્યો. સત્યમ્‌ે ઋતુને તેની બાહુપાશમાં ભીડી દીધી. એક વેધક ચુંબન હોઠ ઉપર આપતાં જ ઋતુને પ્રેમભીની કરી દીધી. સત્યમ્‌્‌ અને ઋતું, ઋતું અને સત્યમ્‌્‌ અન્યોન્ય ઓતપ્રોત થઈ ગયાં. પ્રસ્વેદ ભીનાં અંગો અને વસ્ત્રો પરફ્યુમ અને સેંટની સુગંધમાં

મહેંકી રહ્યાં. વિખરાયેલા વાળમાં ઋતું અને સત્યમ્‌્‌ એકબીજાને નીરખી જ રહ્યાં. જાણે વાદળમાં ચંદ્રમા નીરખી જ રહ્યાં. સમય પસાર થતો જ

હતો. મોબાઈલમાં મુકેલા સમયની રીંગ રણકતાં જ સત્યમ્‌્‌ બોલી ઊઠ્યો

- નવ નો સમય થયો. હું ઘેર જાઉં છું. ઋતું બોલી ઊઠી - “હું આવું?” સત્યમ્‌્‌ વિચાર કરતો રહી ગયો. પલંગમાંથી ઊભા થઈને

ઋતુંને હોઠ ઉપર ચુંબન આપતાં કહી રહ્યો - “ઋતું તું સમજે છે ને આજે

મારે ઘેર જવું જ જોઈએ. અનુરાધા અકળાઈ ઊઠશે. હવે તો હદ થઈ ગઈ.” સત્યમ્‌્‌ બાથરૂમમાં જઈને હાથ-પગ-મોં ધોઈને મોજા પહેરી, બૂટ પહેરીને બારણા બહાર આવી ગયો. ઋતું ચોધાર આંસુએ રડતી હતી. સત્યમ્‌્‌, ઋતુંના રડવાનો અવાજ સાંભળીને તેના વિહ્‌વળ ચહેરાને અવલોકતો હતો. બે કિનારામાં નૌકા અનિર્ણાયક અવસ્થામાં કોઈ જ કિનારા તરફ પહોંચ્યા વિના નદીના પ્રવાહમાં વહેતી હોય તેમ સત્યમ્‌્‌નું મન દ્વિધા અનુભવી રહ્યું હતું. સત્યમ્‌્‌, ઋતું પાસે આવીને તેના ચહેરા ઉપર હાથ

પ્રસારી તેના હોઠ ઉપર ચુંબન કરતાં કહી રહ્યો - “ઋતું તું અને હું એક જ આત્મા છીએ. માત્ર દેહ જુદા છે. તારી લાગણી-પ્રેમને સમજુ છું પણ અનુરાધા ને કેમ ત્યજી શકું”

“નિર્ણય તો લેવો જ પડશેપ આજે નહિં તો કાલે.. હું તારા વિના નહિં રહી શકું” ઋતુંએ બેબાકળા બની હિબ્કુ ભરતાં કહ્યું. સત્યમ્‌્‌ રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરીને ઋતુંને પીવડાવતાં તેના ચહેરા અને

માથામાં હાથ પ્રસારતાં બચકારો બોલાવતાં કહી રહ્યો - “ઋતું સમય

જરૂર કોઈક રસ્તો આપશે જ કનૈયો ખૂબ દયાળું છે.”

ઋતું સ્વસ્થ થઈ. સત્યમ્‌ે ઋતુંની રજા લેતાં કહ્યું - “હવે હું જાઉં કાલે જરૂર આવીશ.”

“આવીશ ને હું તારી રાહ જોઈશ?” ઋતુંએ એક સૂચક નજર

સત્યમ્‌્‌ તરફ નાંખીને તેના ચહેરાના ભાવ જોતી રહી. સત્યમ્‌્‌ તુરંત બોલી ઊઠ્યો - “જરૂર આવીશ.. તું કહે ત્યારે બસ.”

“વહેલો આવજે દશ વાગેપ આપણે બાર વાગે હોટલ પ્રિયતમામાં

ભોજન લઈશું પછી ફ્રીજ લઈ આવીએ. ટી.વી. પણ લાવું પડશે જ.” ઋતુંએ સત્યમ્‌્‌ને દૃઢ શબ્દોમાં કહ્યું. “હું એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડી

લઈશ.”

સત્યમ્‌્‌ કહી રહ્યો હતો. “ઉતાવળ ના કરતી પૈસા તો મારી પાસે છે જ ને.” સત્યમ્‌્‌ ખડકીનું બારણું-જાળી વાખીને ઓટલાનાં પગથિયાં ઉતરી ગયો. રોડ ઉપરની ખુલ્લી બારીને જાળી હતી. ઋતું ઝીણી જાળીમાંથી સત્યમ્‌્‌ને જતો જોઈને બોલી ઊઠી, “સત્યમ્‌્‌ આવ..જેપ” સત્યમ્‌ે બારી તરફ ઝીણી જાળીમાં દેખાતું નહતું તેમ છતાં

આંખો ઝીણી કરીને જોવાનો પ્રયાસ કરી કહ્યું - “ઋતું! બાયપ બાયપ ડાલિંગ” માર્ગ ઉપર અવરજવર કરતાં નવીન આગંતૂકને માર્ગમાંથી

મકાનમાં પ્રવેશતાં કેટલાંક મકાનમાંથી માર્ગ ઉપર આવતાં પડોશીઓ

જોઈ જ રહ્યાં.

પ્રણય રંગ - રંગ નોખાં

ઋતુંને આખી રાત ઊંઘ ના આવી. તેણે પડખાં ફેરવતાં ફેરવતાં વિચારો કર્યા કર્યા. ક્યારેક સુરતના જીવન પ્રવાહમાં સરકી જતી તો વળી ક્યારેક અલ્લડ સ્વભાવને કારણે કરી બેસતી ટીખળીને કારણે જ થતા ઝઘડા યાદ કર્યા કરતી. મસ્તીખોર સ્વભાવમાં ચરોતરમાં જ નોકરી કરવાનો વિચાર કરી જાહેરાત વાંચતાં ડાકોર આવી પહોંચી. નવયુગ કોલેજમાં અભ્યાસ દરમ્યાન કેટલીય ધિંગામસ્તી યાદ આવી જતી. ભાડાનું

મકાન રાખ્યા પછી સત્યમ્‌્‌ના વિચારોમાં લતામાસી મંજરીભાભીના વિચારમાં તો વળી ઊંચી જાડી મોટી આંખોવાળી, મોટો અંબોડોવાળી ગુલાબનું ફૂલ નાંખી લટકો કરતી ચાલતી નયનામાસીની કાજળકાળી આંખો તરવર્યા જ કરતી હતી. મોડી રાતે મંજરીભાભીએ જયંતભાઈ જોડે

મોકલાવેલા વાસણો ને ગોઠવતી ઋતું લતામાસીના વિચારોમાં ચઢી જતી. ઓટલા ઉપર વિવિધ કેરી, ગુંદા, લસણ-ચણા, લીલાં મગ, આંબળા, કેરડાનાં અથાણાં અને ગળ્યો, તીખો છૂંદાંની બરણી ભરીને

પાપડના પેકીંગ, ખાખરાનાં પેકીંગ ગોઠવીને આસન પાથરી સામે વજન કાંટો ગોઠવીને વેપાર કરવા ગોઠવાઈ જતાં લતા માસી હંમેશાં હસતાં તરવર્યા કરતાં હતાં. પંદર દિવસના ગાળામાં ઋતું, મંજરી, લતામાસી અને જયંત ઓતપ્રોત થઈ ગયાં હતાં. ચિડીયા સ્વભાવવાળા મુકેશમાસાના બરાડા મકાનમાં ગાજ્યા જ કરતા હતા. સૂતાં સૂતાં ઋતુંની નજર સમક્ષ આદૃશ્યો તરવર્યા કરતા હતા. ગઈ બપોરની વેળાએ મંજરી કંસાર લઈને

ઘેર પહોંચી તો લતામાસી ઓટલા ઉપરથી જ બોલી ઊઠ્યો - “મંજરી શું લાવી?”

“કંસાર!” મંજરીએ ટૂંકો ઉત્તર વાળ્યો હતો.

લતા માસી બોલી ઊઠ્યાં “એ છોકરી બપોરે ક્યાં આરામ કરશે. તારા ખોળામાં.. જા.. મજુર બોલાવી લાવ અને ઉપરના માળનો પલંગ, ગોદડું, ચાદર, રજાઈ અને ઉશીકું મોકલી આપ.”

લતામાસીએ મોકલાવેલુ ગોદડું, ઓશીકું, રજાઈ, ચાદર પલંગ

ઉપર પાથરતાં હોઠોમાં હસતાં ઋતું અને સત્યમ્‌્‌ તો કહેતાં હતાં - “લતા

માસી એટલે લતા માસી.”

“એમની આંખોમાં જ એવો જાદુ છે કે મારો અહમ્‌ ઓગળી જ જાય છે.” ઋતુંએ સત્યમ્‌્‌ને કહ્યું હતું.

વહેલી સવારે ખડકીની જાળીનો આગળો ખખડાવતો દૂધવાળો

બોલી ઊઠ્યો - “દૂધ લેવું હોય તો?”

નયનામાસીએ મેળા ઉપરના રૂમની ખડકી તરફ પડતી બારી

ખોલી, નીચે આવી રહ્યાં હતાં. તેમણે ઋતુંનાં રૂમની જાળીનો આગળો

ખખડાવી કહ્યું, “દૂધ લેવું હોય તો?”

ખડકીનું બારણું ખોલી જાળી ખોલીને નયનામાસી તપેલી લઈને ઊભાં રહ્યાં. દૂધવાળાએ પાંચ પોઈન્ટ દૂધ તપેલીમાં ભરી આપ્યું. દૂધવાળાંને નયનામાસી કહેતાં હતાં - “ભૂરા ઊભો રે નવા ભાડૂઆતને પૂછી જોઉં દૂધ જોઈતું હોય તો.”

નયનામાસીએ પુનઃ જાળીનો આગળો ખખડાવ્યો. ઋતું ઘસઘસાટ આઠ વાગ્યા સુધી ઊંઘવા ટેવાયેલી હતી. આજે આખી રાત ઊંઘી ન હતી. તેથી વહેલી સવારમાં મીઠી ઊંઘ માણતી ઋતુંએ જાળી ખખડવાના અવાજ સાથે જાગી અને તપેલી લઈને બારણું ખોલી જાળીની અંદરની સ્ટોપર ખોલી જાળી ખોલીને આંખો ચોળતી બહાર આવી ઊભી. તે બોલી ઊઠી - “શું થયું?”

“દૂધ લેવાનું છે? પછી નહિં મળે.”

નયનાં માસીએ સૂચક પ્રશ્ન કરતાં ઋતુને અવલોકી નિહાળતાં રહ્યાં. નયનામાસીએ સૂચક પ્રશ્ન કરતાં ઋતુંના રૂપને નિહાળતાં વિચારી રહ્યાં આટલી સુંદર છોકરી એકલી અને પાછી દૂર દૂર સુરતની મળી જાય તો પોબારા વાગી જાય. ન્યાલ થઈ જવાય. એક ધાર્યું જોઈ રહેલા નયનામાસીને ઋતું કહી રહી - “શું જોયા કરો છો?”

થોથવાતા સ્વરે નયનામાસીએ કહ્યું “કંઈ નહિં” ઋતું ખડકીના બારણા બહાર ઓટલા ઉપર મોટી બરણી લઈને ઊભા રહેલા દૂધવાળો

ભૂરો ઋતુંને જોઈને દંગ થઈ ઊઠ્યો. મોટી બરણીમાં લટકાવેલું માપલું

પકડતાં કહી રહ્યો - “કેટલું?”

ઋતું બોલી ઊઠી - “શું નામ છે? તારું..” “ભૂરો” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.

“ભૂરાભાઈ! પાંચ પોઈન્ટ આપો.” ઋતુંએ મર્માળ હસતાં હસતી આંખોએ ભૂરા તરફ જોઈને કહ્યું.

ભૂરાએ પાંચ પોઈન્ટનું માપલું ભરીને દૂધ આપ્યું. અને બોલ્યો

- “દરરોજ લેવાનું છે? સવાર-સાંજ.”

“હા, સવાર-સાંજ પાંચસો.. પાંચસો.. આપજે સારું છે ને?” “હા બુંન દૂધમાં કાંઈ કે’વાનું ના આવે. વર્ષોથી આ બધી

શેરીઓમાં મારું જ દૂધ અપાય છે. પૂછી જો જોને ગમે તે કોઈને.” રૂઆબભેર મૂછને તાવ આપતો લબરમૂછીઓ ભૂરો બોલી ઊઠ્યો.

“લો ત્યારે જયશ્રીકૃષ્ણ” ભૂરાએ બરણી ઊંચકી સાયકલના સ્ટેન્ડે લટકાવી દીધી. અને સાઈકલની ઘંટડી રણકાવતો સાઈકલ ઉપર બેસી નીકળી ગયો. ઋતું વિચારમાં પડી ગઈ. પૈસા તો લીધા જ નહિં.

મહિનો થશે એટલે માંગશે. સારું સાંજે સ્પષ્ટતા કરી લઈશ.

નિત્ય પ્રાતઃકર્મ પૂર્ણ કરી ઋતું તેના લાંબા કેશને સજાવી રહી હતી. નવનો સમય થવા આવ્યો હતો. સતત સત્યમ્‌્‌ના વિચારો કરતી કરતી ઋતુંની આંખો બંધ ખડકીની જાળી ઉપર મંડાયેલી રહેતી હતી. તે વિચારતી હતી કે સત્યમ્‌્‌ વહેલો આવે પછી જ કોફી બનાવીશ. સત્યમ્‌્‌ કેટલો દેખાવડો લાગે છે. જાણે સ્વર્ગલોકમાંથી ઉતરી આવેલો ગંધર્વ જેવો ઊંચો, પાતળી કમર, મોટી વિશાળ આંખો, ભરાવદાર વાંકળીયા વાળ, લાંબી પાતળી મૂંછો, મોટી પાંપણવાળી આંખો ઉપર ભરાવદાર કાળી ભ્રમર કેવી ધનુષ્ય જેવી શોભે છે. ગોરો ગોરો દેહ. હસે તો ચહેરા ઉપર લાલિમા ઉપસી આવે. ક્રોધને છાતીમાં સમાવે ત્યારે કેવી છૂપાવેલી થઈ જાય છે. ઓછું બોલવામાં તેની મહાનતા કેવી છૂૂપાવેલી છે. તેને

કળી જ શકાતો નથી તે શું વિચારે છે? જરૂર નોખી માટીનો પુરુષ બનાવ્યો છે. અનુરાધાએ કેવો સંકુચિત બનાવી મુક્યો છે. શું અનુરાધા તેને બરાબર ઓળખી શકી હશે?

સત્યમ્‌્‌ના વિચારોમાં ખોવાયેલી ઋતું ચહેરા ઉપર પાવડરને

લગાવી આંખોમાં કાજળ લગાવીને આયનામાં વારેવારે નિહાળતી વિચારી રહી. “શું સત્યમ્‌્‌ને હું ગમું છું?”

મોડી રાત્રે સત્યમ્‌્‌ રિક્ષા ભાડે કરી. જવા નીકળ્યો. રિક્ષાની

ઘરઘરાટી વચ્ચે ડ્રાયવર પૂછતો હતો “ભા, કયા ફળિયામાં ઉતારું?” “ગામની ભાગોળે ઉતારજે ને” સત્યમ્‌્‌ે વિચાર તંદ્રામાંથી જાગતાં

જવાબ આપ્યો. લાંબા માર્ગનું અંતર કાપતાં સત્યમ્‌્‌ વિચારતો હતો

“અનુરાધાને શું જવાબ આપીશ?”

“મનુકાકા તો ઉધડો લેશે. શું કહીશ?” “મમ્મી-પપ્પા તો કંઈ જ નહિં બોલે.” “નાનો ભાર્ગવ કહેશે પપા કાં ગયા તા?”

“માલાને શું કહીશ?” લોકો સવારે કુતૂહલથી જોશે વિચારોમાં

ઘરકાવ સત્યમ્‌્‌ની રિક્ષા ભાગોળે આવીને ઊભી રહી. સત્યમ્‌્‌ રિક્ષા ડ્રાયવરને કહી રહ્યો.

“કેટલા?”

“પૂરા સો. રાત છે ને.”

“સત્યમ્‌ે કંઈ જ કહ્યા વિના સો રૂપિયા આપી દીધા. ફળિયા તરફ જવા લાગ્યો ત્યારે ભાગોળ અને ફળિયાના કૂતરાંએ સ્વાગત્‌ કરવા

માંડ્યું. ફળિયાના નાકે દમની બીમારીથી પીડાતા શંકરકાકાએ ઉધરસ

ખાતાં ખાતાં કહ્યું - “કોણ?” “એ તો હું!”

“ઓ સત્યમ્‌્‌પ ખુ ખું.. ખું.. ખું.. બૈ..ઉ મોડું” શંકરકાકાએ

કહ્યું.

નિરુત્તર સત્યમ્‌્‌ અંધારામાં પણ સંકોચ અનુભવતો ફળિયામાં જવા લાગ્યો. રોડલાઈટ બંધ હતી. પંચાયતે બે બે વર્ષથી લાઈટબીલ ભર્યુ ન હતું. જીતુકાકાના ઘર પાસે પડેલા ખાડામાં સત્યમ્‌્‌ને ઠેસ વાગી તે પડતાં પડતાં રહી ગયો. તે બોલી ઊઠ્યો - “હમણાં જ છ મહિના થયા રોડ બને.” સત્યમ્‌્‌ વિચારોને ખંખેરતો ફળિયાના છેડે આવેલા ઘેર ઊભો રહ્યો. પપ્પા-મમ્મી બહાર ચોકમાં સૂતાં હતાં. બૂટના અવાજે જાગી જઈને સરલા બોલી ઊઠી - “બેટા બહુ મોડું થયું?”

“હા, મમ્મીપ”

દલપત પટેલ ખાટલામાં બેઠા બેઠા ઉધરસ ખાતા હતા. તેમણે

ખાટલાના પાયે મુકેલી બીડી-પેટી કાઢીને તેમાંથી એક બીડી સળગાવી. દીવાસળીના પ્રકાશમાં સત્યમ્‌્‌ના ચહેરાને જોતાં બોલી ઊઠ્યા - “ભૈ આવી નોકરી ના થાય.”

સત્યમ્‌્‌ મૌન રહ્યો. ક્ષોભ અનુભવતો બારણાની પાસે જઈને સાંકળ ખખડાવા લાગ્યો. અનુરાધા જાગી. તેણે બારણાની અંદરની સાંકળ ખોલીને બારણું ખોલ્યું. વેધક નજરે સત્યમ્‌ને જોવા પ્રયાસ કરતી તેણે ઓરડાની લાઈટ કરી. બાજુના ખાટલામાં સૂઈ રહેલાં ભાર્ગવ અને

માલા આંખો ચોળતાં બેઠાં થઈ ગયાં.

અનુરાધા અવિરત નયને સત્યમ્‌્‌ની દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવવા

પ્રયાસ કરતી રહી. તો સત્યમ્‌્‌ દૃષ્ટિ ચોરાવતો અવળો ફરીને પર્સ ટેબલ ઉપર મૂકી બુશટનાં બટન ખોલતાં ખોલતાં બારણા પાસે બૂટ કાઢી

ખુરશીમાં બેસીને મોજાં કાઢી રહ્યો. તેણે બુશટનાં બટન ખુલી જતાં

બુશટને ઈનમાંથી કાઢી દિવાલ ઉપરની ખીંટીએ લટકાવી દીધું. અનુરાધા રસોડામાં જઈને પાણીનો પ્યાલો લાવી કહેવા લાગી.. “ક્યાં ગયા હતા? આટલા દિવસ.”

“ક્યાંય નહિ..?” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર આપ્યો.

“આવી નોકરી કરવાની? છોડી દો.” અનુરાધાએ આક્રોશભર્યા

સ્વરે કહ્યું.

“ધીમે બોલ બહાર સાંભળશે?” સત્યમ્‌ે કહ્યું.

“ભલે સાંભળે આજ તો હું કહેવાની. છોકરાંની કંઈ પડી છે?”

અનુરાધાએ તીખા સ્વરે કહ્યું.

બહારથી મનુકાકા બોલી ઊઠ્યા - “એય ખડપા.. યાં જ્યો તો જતો રેં.”

સત્યમ્‌્‌ ગભરાઈ ગયો તે થોથવાતા સ્વરે કહી રહ્યો - “કામ જ

એવું આવી ગયું.”

“હું ઊઠાં ભણાવશ? દુનિયા અમે જોઈ શ.” “કાકા.. શું કરું?” સત્યમ્‌ે મન ઉપર કાબુ મેળવી કંટાળો પેદા કરતાં કહ્યું.

બહારથી દલપતનો અવાજ આવ્યો. “દીકરાપ ફોન તો કરવો

જોઈએ.”

“હારું.. ભૈ હુંઈ જાપ” સરલાએ ખાટલામાં પડ્યા પડ્યા કહ્યું.

“પપા ફોન કર્યો હતો” સત્યમ્‌ે કહ્યું.

“તારી હવારે વાત..” મનુકાકાનો ગુસ્સો આસમાને હતો. તેમણે બારણાના ઉમરેથી પાછા વળતાં કહ્યું.

ઓરડામાં કપડાં કાઢી રૂમાલ લઈને ઘરની અંદરના બાથરૂમમાં

હાથ-પગ-મોં ધોવા જતાં સત્યમ્‌્‌ વિચારી રહ્યો હતો. “સવારે શું થશે?” તેણે હાથ-પગ-મોં ધોઈને રૂમાલથી લુછતાં કહ્યું - “કોઈ ટપાલ હતી?” અનુરાધાએ કોઈ પ્રતિઉત્તર ના આપ્યો. ઓરડામાં મૌન ફેલાઈ

ગયું. ક્રોધમાં ધ્રુજતી અનુરાધાની આંખોમાં આંસુ હતાં. તે આંસુ સત્યમ્‌ે દૂરથી જોયાં. તેણે માટલામાંથી એક પ્યાલો પાણી લઈને પીધું. બારી પાસે હમેશાં પાથરેલો રહેતો દીવાન ઉપર સત્યમ્‌્‌ લાઈટ બંધ કરી સૂઈ ગયો. સૂરજનો સવારનો તડકો સત્યમ્‌્‌ને પ્રશ્વેદથી ભીંજવતો હતો. અનુરાધાએ તે જોઈને સિલિંગ ફેનની સ્વિચ ઓન કરી. માલા તે સમયે બોલતી બોલતી આવી “પાપ.. ઊ..ઠો..હવાલ થૈ”

ભાર્ગવ દોડતો સત્યમ્‌્‌ના દીવાન ઉપર ચઢી ગયો. અનુરાધાએ ડારતાં કહ્યું - “બોલ ના સૂવા દે.. ભાર્ગવ અહિં આવ તો”

સત્યમ્‌્‌ જાગતો જ પડી રહ્યો હતો. આખી રાત પડખાં ફેરવ્યા

કરતો હતો. સત્યમ્‌્‌ને ઋતુંના વિચારો આવ્યા કરતા હતા. તેની નજર સમક્ષ ઋતુંને મુકીને આવ્યો ત્યારે ઋતું ચોધાર આંસુએ રડતી હતી. તેના વિખરાયેલાં વાંકળીયાવાળની લટ ચહેરા ઉપર આવી જતાં આંસુ લુછતાં

લુછતાં ચહેરા ઉપર ફેલાયેલા વાળને વારેવારે ઉપર ચઢાવતી હતી. તે વિચારતો હતો. “ઋતું કેટલા આદ્‌સ્વરે તેને કહેતી હતી- “કાલે આવશોને?” સત્યમ્‌્‌ તેને આવવાનું વચન આપી ચુક્યો હતો. એ વચનમાં

નિખાલસતા અને દૃઢતા હતી. સુરતથી નોકરી કરવા આવેલી ઋતું કોણ છે! તેનું પરિવાર કેવું છે? તે ક્યાં રહે છે? તે તો સત્યમ્‌્‌ જાણતો જ ન હતો. સવારે તો ફ્રીજ - ટી.વી. - ખરીદવા જવાનું હતું શું કરીશ?

સત્યમ્‌ે પડખું ફેરવ્યું ઘણા લાંબા સમય સુધી પડી રહીને દીવાલ તરફ ખાટલામાં બેઠો થયો. થોડી શરમ-સંકોચ હજુ ચહેરા ઉપર આવી જતી હતી. તેને વિચાર આવતો હતો કે હરહંમેશ ઓસરીના ઓટલા ઉપર બ્રશ કરવા બેસશે તો આવતા જતાં મોહનકાકા, રેવાકાકી, જશીભાભી, નીતું, કર્ણવ, લોપા, આશિષ, પુરુરવા, કામિની ને શું જવાબ આપીશ.. એક જ ગોખેલો જવાબ.. “નોકરી એવી છે. શું કરું?” સત્યમ્‌્‌ ખાટલામાંથી ઊભો થઈને માથાના વાળ ઝટકોળી બે

હાથે દબાવીને શિર ઉપર લેતાં વિચારોને ખંખેરતો. હરહંમેશ રસોડા તરફના કબાટ પાસેના ટેબલ ઉપર રહેતા બ્રશ, ટૂથપેસ્ટ અને ઊલિયું

લેવા ગયો. તે ત્યાં ન હતું. તેણે બૂમ મારી “અનુરાધા પેસ્ટ ક્યાં છે?” “પપા આ રહી..” માલા દોડતી આવીને ટેબલની સામે છેડે

કબાટના તૂટી ગયેલા ખાનામાંથી બ્રશ પેસ્ટ અને ઊલિયું આપતાં કહી રહી હતી. “તમે ભુલી ગયા. બ્રશ પેસ્ટ તો અહિં રહે છે ને” માલા ખિલખિલાટ હસવા લાગી.

ભાર્ગવ હસતાં હસતાં સત્યમ્‌્‌ પાસે દોડી આવીને તેના પાયજામાની બાંય પકડીને કહી રહ્યો. “તમે ભુલકણા થઈ ગયા..”

“મમ્મી પપ્પા ભુલકણા..” માલા ખિલખિલાટ હસતી હસતી

બોલી રહી.

સત્યમ્‌્‌ સંકોચ અનુભવતો નીચું જોઈને બ્રશ, પેસ્ટ અને ઊલિયું

લઈને ઓસરીના ઓટલાને કિનારે આવેલી ઊંચી ઓટલી ઉપર બ્રશ કરવા બેઠો. નાનકડી સ્ટીલની પવાલી અને પ્લાસ્ટીકનું ટબ, નેપ્કીન

લઈને અનુરાધા હંમેશની જેમ તેની પાસે મૂકી ગઈ. બ્રશ કરતા સત્યમ્‌્‌ને જોઈને જશીભાભી મંદિરથી આવતાં આવતાં હસતા ચહેરે કહી રહ્યાં “ઓહો, સત્યમ્‌્‌ ભાઈ ગણા દિવસે.. માંડા ઊઠ્યા.. જય શ્રી કૃષ્ણપ” સત્યમ્‌્‌ હસતાં હસતાં કોગળા કરતાં કહી રહ્યો. “ભાભી

જયશ્રીકૃષ્ણ.”

“બહાર ગયો હતો?” જશીભાભીએ ઠાવકા થઈને પ્રશ્ન પૂછ્યો. ચાલતાં ચાલતાં ફળિયાને છેવાડાના સામા ઘેર જતાં જશીભાભીને

સત્યમ્‌્‌ કહી રહ્યો - “હા.. ભાભી ઑફિસના કામે..”

“સારું.. સારું.. એ તમ તમારે નોકરી કર્યા કરો.. જો.. જોપ પાછા નોકરી બદલતા નહિ.” જશીભાભીએ પીઠ ફેરવીને સત્યમ્‌્‌ સામું જોઈને કહ્યું.

“ના, ના, ભાભી એવું હોય.” સત્યમ્‌ે મંદ મંદ હસતાં કહ્યું.

લોપા, કામિની અને નીતું બજાર તરફથી શાકભાજીની થેલી

લટકાવતાં હસતાં હસતાં વાતો કરતાં આવી રહ્યાં હતાં. કામિનીની નજર સત્યમ્‌્‌ તરફ પડતાં જ કામિની લોપાને કહી રહી. “જો..જો.. સત્યમ્‌્‌..”

“હા..હા..” નીતું બોલી ઊઠી.

ધીમેથી લોપા કહી રહી. કામિની સત્યમ્‌્‌ની રીલ. લોપા મુક્ત હાસ્ય વેરતાં બોલી રહી “હા, જોરદાર ચાન્સ છે નીતું..”

નીતુંએ હળવેથી કહ્યું તેની પાસે જઈને ઓટલી ઉપર બેસી

જઈએ. લોપા, કામિની, નીતું બ્રશ કરી ચહેરો સાફ કરતા સત્યમ્‌્‌ની પાસે જઈને ઓટલી ઉપર બેસી ગયાં. સામેના ઘેર મનુકાકા ઘરમાંથી નીકળતાં ત્રણે જણ બેસતાં જોઈ સમજી ગયા કે લોપા.. નીતુંની ટેવ હંમેશાં મશ્કરી કરવાની છે જ. તેઓ ધીમે રહી ચંપલ પહેરી બજાર તરફ જવા લાગ્યા. દૂર દૂર જતાં જતાં સાંભળી રહ્યા હતા. લોપા કહેતી હતી. “સત્યમ્‌્‌ તું તો જબરો છે.”

“હા, હોય જને” નીતું હોઠમાં હસતાં હસતાં કહી રહી. કામિની

ઠાવકી થઈને કહી રહી હતી. “દરરોજ રોટલા-કઢી અને એને એ કઢી

મારી બેટી સામી મળે..”

લોપા..નીતું.. ખડખડાટ હસી રહ્યાં હતાં. કામિની ધીમેથી ઠાવકી

થઈને કહેતી હતી.. “એય..અનુરાધાભાભી.. સાંભળશે.”

“ઓહો.. તું તો કહેતી હતી.. અનુરાધાભાભી..જાણે જ છે”

લોપાએ સત્યમ્‌્‌ની પીઠ ઉપર હળવેથી ટપલી મારતાં કહ્યું. “એય.. સીધી રહેજે” સત્યમ્‌ે ગુસ્સો કર્યો.

લોપા.. નીતું સત્યમ્‌્‌ સામું જોઈને ઠાવકા થઈ કહેતાં હતાં.. “સાહેબ છે ના કહેવાય.”

કામિની હળવેથી સત્યમ્‌્‌ની કમ્મરમાં ચૂંટલી ખણતાં કહી રહીપ “એય.. મને બતાવજેને”

લોપા..નીતું.. કામિની હરકતને જોઈ જ રહ્યાં હતાં. ત્યાં જ

ઘરમાંથી માલા દોડતી આવીને નીતુંને કહેતી હતી. “નીતું દીદી.. પપ્પા બહું મોડા આવ્યા.”

માલાને તેડી લેતાં નીતુંએ તેના ગાલ ઉપર ચુંબન કરતાં કહ્યું..

“પપ્પા છે.. નોકરી કરેને”

ત્યાં જ ભાર્ગવ આવતાં જ લોપાને ગળે વળગી પડ્યો. ભાર્ગવ કહી રહ્યો હતો “નીતુ દીદી નોકલી ટો બઢા કલે સેં.. પપા એકલા થોલા કલે સેં”

“પપ્પા છે ને મોટા સાહેબ છે” લોપાએ મોટેથી કહ્યું. “ચાલ

માલા.. તને ચોકલેટ આપુંપ”

“દીદી મને આલશોપ” ભાર્ગવ નીતુંને કહી રહ્યો નીતું લોપા, અને કામિની વાત કરે તે પહેલાં જ હળવેથી ભાર્ગવ.. માલાને લઈને નીતું ના ઘર તરફ લઈ ગયાં. નીતું ભાર્ગવને તેડીને ઘરમાં જતી હતી. ત્યારે ડાબી તરફના પડોશમાં જ કામિની અને લોપાનું ઘર હતું. કામિની

માલાને કહેતી હતી. “તું ઘેર આવજે તને ચીકી આપીશ”

“મને આલશો ને” ભાર્ગવ નીતુંના ઘરમાં જતાં જતાં બોલી રહ્યો હતો.

“હા, આપીશ.” નીતુંએ કહ્યું.

કામિનીએ કહ્યું - “ભાર્ગવ તને તો ખુબ બધી ચીકી આપીશ.” ચોકલેટ આપીને નીતું માલાની આંગળી પકડી લોપાને ઘરે

ધીમે ધીમે ચલાવતી લઈ આવી. તે માલાને કહેતી હતી - “પાપા પગી

મામા ડગી - પાપા પગી મામા ડગી” માલા હસતાં હસતાં કહી રહી હતી. “દીદી.. ચોકલેટ ગલ્લી સેં ગલ્લી ચોકલેટ”

લોપા, માલાને હસતાં હસતાં કહેતી હતી.. “પપા ચોકલેટ

લાવ્યા છે નેપ”

“ના..ના.. માલા પપ્પા બઢી ચોકલેટ લાવશે” માલાએ પહોળા

હાથ કરતાં કરતાં આંખો મોટી કરીને લોપાને કહ્યું. ચોકલેટ ખાતાં ખાતાં ડચકારા બોલાવતી માલાને લઈને નીતું લોપાા ઘેર ગઈ. લોપાએ બેઠક રૂમનો કાચનો સોકેશ ખોલીને માલાને ડબો ખોલી ચીકી આપતાં કહ્યું - “માલા આ તારી ચીકી, આ પપ્પાની.. આ મમ્મીની..”

માલા હસતાં હસતાં ચીકી લઈને કહી રહી, “દીદી.. ભાર્ગવની..” “આ ભાર્ગવ આવ્યો.. લે ભાર્ગવને આપ.. ભાર્ગવની ચીકી

માલાને આપી. લોપા જોઈ રહી.. ભાર્ગવને ચીકી આપતાં માલા કહી રહી હતી. “ભયલા તાલી ચીકી” ભાર્ગવે ચીકી લીધી. ભાર્ગવ સામું જોઈને માલા ઠાવકા સ્વરે કહી રહી હતી. “મને ચીકી આપને..”

ભાર્ગવ કાલાકાલા અવાજે કહી રહ્યો.. “દીદી લે.. મને ચીકી ની

ભાવતી” તે માલાના ગાલ ઉપર હાથ ફેરવી રહ્યો હતો.

નીતું.. લોપા.. કામિની ભાર્ગવનું વર્તન જોઈને ખડખડાટ હસી

પડ્યાં. લોપાએ ભાર્ગવને તેડીને જોરથી ચુંબન કર્યું. તેના ગોરાગોરા ગાલ

લાલ થઈ ગયા. ભાર્ગવના ગાલ ઉપર લોહીની ટશર ફૂટી નીકળી જાણે હમણાં જ સૂરજ ઊગ્યો. ઠાવકી થઈ ગયેલી માલા અને કામિની હસતાં હસતાં ઊંચકી લઈને છાતીએ વળગાડી દેતાં કહ્યું - “મારી..માલા..બહુ ડાહી..” નીતું ખડખડાટ હસી રહી હતી. તો મુક્ત મને હસતી માલા સરોવરની પાળ ઉપરથી લહેરાતા સરોવરના પાણીમાં તેજ પવન મોજાં ઉછાળવા વલય ફેરવતો હતો તેમ હસી રહી હતી.

ભાર્ગવ માલાને જ્યારે ધીમે ધીમે ચલાવીને નીતું સત્યમ્‌્‌ના

ઘરના ચોકમાં બોલતી બોલતી આવતી હતી. “પાપા.. પગી.. મામા.. ડગી..” પાપા પગી.. મામા..ડગી..ચાલ કીકી ચાલ માલા ચાલ”.. ત્યારે

અનુરાધા સત્યમ્‌્‌ના મોટા અવાજને ધીમે કરવાનું કહેતાં બોલી રહી હતી.. “નીતું આવી.. સાંભળી જશે. ધીમેથી બોલો..”

ચાલાક નીતું ભાર્ગવ-માલાને લઈને ઘરમાં પ્રવેશતાં જ કહેતી હતી. “ભાભી શું થયું?”

“કંઈ નહિ” ઠાવકા થતાં અનુરાધા બોલતી બોલતી નીતુંની પાસે આવી માલાનો હાથ પકડીને કહેતી હતી. “બોલ..બોલ..શું ખાય છે?”

“કંઈ નહીં ભાભી.. ચીકી ચોકલેટ આપ્યાં” નીતુંએ ડ્રેસના છેડેથી માલાનો હોઠ સાફ કરતાં ચહેરો સાફ કર્યો. માલા, અનુરાધા પાસેથી દોડતી દોડતી સત્યમ્‌્‌ને ઓરડામાં જોતાં જ દોડવા લાગી, “માલા! આવ..આવ..! ધીમી ધીમી આવ..” માલાને નાનકડાં પગલાંથી દોડતી જોઈને અનુરાધા અને નીતું હસવા લાગ્યાં.

નીતું હસતાં હસતાં બોલી ઊઠી - “માલા ધીમું ધીમું દોડ. જોજે.. પડી ના જવાય.”

અનુરાધાએ દશ ફૂટ જેટલું દોડતી માલાને પાછળથી દોડીને

ઊંચકી લીધી ને કહી રહી “દીકા.. પડી જવાય.”

અનુરાધાના આવર્તનથી સત્યમ્‌્‌ ક્ષોભ અનુભવતો બોલી ઊઠ્યો

- “દોડવા દે ને.. નહિં પડી જાય.”

અનુરાધા હસતાં હસતાં કહી રહી, “ના..ના.. મારી દીકુ પડી જાય.”

નીતું હસતાં હસતાં કહી રહી.. “સત્યમ્‌્‌ છોકરાંનું નક્કિ નહીં.. સહેજમાં પડી જાય.”

સત્યમ્‌્‌ નીતુંની સામે જોઈને વિચારી રહ્યો. જરૂર નીતું કિશોર અવસ્થામાં તેના કરેલા અપમાનનો બદલો લે છે. તેની નજર સમક્ષ એ દૃશ્ય તરવરી ઊઠ્યું.

શ્રાવણના દિવસ હતા. જન્માષ્ટમીનો તહેવાર મનાવવા ગામના કિશોર કિશોરીઓ ગળતેશ્વર મેળામાં ગયાં હતાં. વહેલી સવારે ગળતેશ્વર પહોંચી ગયેલાં કિશોર કિશોરી મહિસાગરમાં સ્નાન કરતાં હતાં. થોડે દૂર

ભેખડની પેલે પાર પથ્થરો વચ્ચે ભરાયેલા પાણીમાં કિશોરો કૂદકા

મારતા મારતા પાણીની રમત આદુડો..પાદુડો રમતા હતા. સત્યમ્‌ે દડાને

“આદડોપાદડો” કહ્યું ને પૂછ્યું “ક્યાં નાંખું?” પડોશમાં રહેતા કણ્વયે કહ્યું

- “એ આ તરફ.” સત્યમ્‌ે દડો જોરથી દૂર ન્હાતી કિશોરીઓ તરફ નાંખ્યો. બધા છોકરા દડો લેવા દોડ્યયા. સત્યમ્‌્‌ તે તરફ જોઈ રહ્યો. નીતું સત્યમ્‌્‌ને અપલક નજર દૂર દૂરથી જોઈ રહી હતી. દડો લઈને કણ્વ આવ્યો ત્યારે તેણે કહ્યું - “સત્યમ્‌્‌ નીતું બોલાવે છે.”

સત્યમ્‌્‌ મૌન રહ્યો. કિશોર કિશોરી કપડાં બદલી ગળતેશ્વર

મહાદેવનાં દર્શન કરવાં ગયાં. સત્યમ્‌્‌ ધીમે ધીમે મંદિરમાં અંતમાં દર્શન કરવા ગયો તો નીતું મંદિરના ગર્ભગૃહમાં મહાદેવજીને પગે લાગતી ઊભી હતી. ત્યાં જ સત્યમ્‌ે મંદિરમાં પ્રવેશ કર્યો. ગર્ભગૃહમાં અંધારું હતું. તે નીતુંની નજીક હળવેથી મા પાર્વતીને પગે લાગવા ગયો. નીતુંએ ધીમેથી આંખ ખોલી. તેણે સત્યમ્‌્‌ને જોતાં જ તેને ભેટી પડી. વાસનાના આવેગમાં તડપતી હોઠ પ્રસારતી મંદ મંદ હસતાં બોલી ઊઠી “સત્યમ્‌્‌!..હ..” નીતુંના વર્તન અને ચહેરાના ભાવને ઓળખતો સત્યમ્‌્‌ બોલી ઊઠ્યો - “ના કોઈ જોઈ જાશે.”

“કોઈ નથી.” ખૂબ ઉત્તેજીત થયેલી નીતુંએ સત્યમ્‌્‌ના હોઠ ઉપર ચૂંબન કર્યું. સત્યમ્‌્‌ એક જ મિનિટમાં શિવજીને પગે લાગી પીઠ ફેરવી જતાં જતાં બોલી રહ્યો. “મંદિરમાં નહિં”

ક્રોધથી રાતી પીળી થતી નીતું રડવા લાગી. ગર્ભગૃહમાંથી બહાર નીકળતા સત્યમ્‌ે તેના રડવાનો અવાજ સાંભળ્યો. મંદિર બહાર રુદ્રી કરતા બ્રાહ્મણો ઊભા થઈ ગર્ભગૃહ પાસે આવ્યા. “હર હર.. શું થયું” ભવાન નામના બ્રાહ્મણે પૂછ્યું. નીતું રડતાં રડતાં કહી રહી.. “જુઓને પેલો છોકરો મને..”

બ્રાહ્મણો ક્રોધિત થઈ ગયા.. પગથિયાં ઉતરતો સત્યમ્‌્‌ને બરાડીને બોલી ઊઠ્યા “એય.. આવું કરવા આવે છે?”

ભવાને પણ મહાદેવનાં પગથિયાં ઉતરતા સત્યમ્‌્‌ને પકડીને જોરથી એક તમાચ મારી દીધી. ભેગા થયેલા બ્રાહ્મણના ટોળામાંથી અવાજ આવતો હતો.

“ક્યાંનો છે?”

“ગામની છોકરી લાગે છે.”

“અત્યારથી આવું કરે છે તો શું ઉકાળવાના છે.”

“એટલે જ બધા દર્શન કરીને ગયા એટલે છેલ્લે આવ્યો.” “લુચ્ચો છે”

“બિચારી છોકરી.. કોઈ ના હોત તોપ”

સત્યમ્‌્‌ ધીમે ધીમે ગભરાતો ગભરાતો ડરનો માર્યો અપમાન સહન કરીને મેળામાં ભેગા થયેલા માનવ મહેરામણમાં ભળી ગયો. નીતું આંખો લુંછતી લુંછતી મંદિર બહાર નીકળી. ચોગાનમાં આવીને હોઠ

ભીંસતી કહી રહી.. “ક્યાં જવાના છે?”

એકવાર તો “નીતું સત્યમ્‌ના જ વિચારો કરતી કરતી મેળામાં ચગડોળમાં બેઠી. બીજા કિશોર કિશોરી જેને જેની સાથે અનુકુળ આવે તેમ બેઠા હતા. સત્યમ્‌્‌ કણ્વની સાથે બેઠો હતો. નીતું સત્યમ્‌્‌ને કણ્વની પાસે ચગડોળમાં બેઠેલો જોઈને ચગડોળ પાસેથી ટગર ટગર જોઈ રહી. તેની આંખોમાં ગુસ્સો હજુ સમાયો ન હતો. તે બબડતી હતી. “સત્યમ્‌્‌..તું તું તનેપ તને.. જંપીશ.” તે હોઠ ચગળતી હતી. હોઠ ઉપર જીભ પ્રસારી રહી હતી. લોપાની સાથે ખાલી પડેલી જગ્યામાં નીતું બેસવા ગઈ તો

લોપા કહી રહી હતી. “કેમ.. સત્યમ્‌્‌?”

“જવા દે ને.. સાવ.. નક્કામો છે” નીતુ લોપા સામું જોઈને હસી રહી હતી. ચગડોળના ઊંચા ગયેલા ભાગમાં ઊંચેથી સત્યમ્‌્‌, નીતુંનો હસવાનો અવાજ સાંભળીને સમસમી રહ્યો હતો. સૂરજ મધ્યાહ્‌નો થવા આવ્યો હતો. ઉત્તરના આકાશમાં વરસાદી વાદળો ઘેરાયાં હતાં. મેઘગર્જના સંભળાઈ રહી હતી. પુરુરવા કહેતો હતો. આપણે જલ્દી ઘેર જવું જોઈએ. નહિં તો વરસાદમાં સપડાઈ જઈશું.”

પુરુરવાની પાસે બેસેલી કામિની કહી રહી હતી. “તું શું કામ

ચિંતા કરે છે?”

ચગડોળ ચકરાવો લેતો હતો. કિશોર કિશોરીને ઉપર નીચે નીચે-ઉપર ઘુમાવી રહ્યો હતો. નીતું વારેવારે સત્યમ્‌ને જોવાના જ પ્રયત્ન કરતી હતી. ઊંચે આકાશમાં જતો ચગડોળમાંથી દર્શકો દૂર દૂરથી આવતી મહિસાગર માતાને દૂર દૂર વહ જતી જોઈ રહ્યાં હતાં. તેનો અવિરત શાંત પ્રવાહ બે કાંઠાને ભીંજવતો વહી રહ્યો હતો.

સત્યમ્‌્‌ ઘરમાં ગયો. વાડામાં સળગતા ચૂલા ઉપર ગરમ પાણી ઉનમળીમાંથી કાઢીને ડોલ લઈ બાથરૂમમાં સ્નાન કરવા ગયો. તેની પાછળ પાછળ આવતી અનુરાધાએ કબાટમાંથી રૂમાલ લઈને બાથરૂમના બારણા ઉપર લટકાવી દીધો. ભાર્ગવ માલાને રસોડામાં દૂધ પીતાં પીતાં કહી રહ્યો હતો. “દીદી! મું પપા જોલે નીસાળે જવાલો.”

“મું પન આવવાલી..” પપા સાચકલું લાવી ચાલશે. તબ નૈ આલું” માલાના કાલા કાલા સ્વર ઉનમળીમાંથી ડોલ ભરીને બીજું ઠંડું પાણી ઉમેરીને ચૂલાનો અગ્નિ વધુ પ્રજ્વલિત કરતાં અનુરાધા લાકડાં સંકોરતી સંકોરતી કહી રહી હતી. “ભાર્ગવ.. અહીં આવ તો..”

અનુરાધાનો અવાજ સાંભળી ભાર્ગવ દોડતો આવ્યો. તે કહી

રહ્યો.. “મમ્મી શું સેં, પપા જોલે જવાનો.. સાચકલું લાવવાનો..” “બકા.. પપા જોડે ના જવાય એ તો નોકરીએ જવાના.. ખૂબ

બધી ચીકી લાવશે.. તને ભાવે છે ને?” અનુરાધાએ ભાર્ગવનો ખોળામાં

લઈને ચૂલા પાસે બેઠાં બેઠાં ચૂલાનો અગ્નિ સળગાવી રહી.

સત્યમ્‌્‌ સ્નાન કરી વાળને રૂમાલથી ઝટકોળતો બહાર આવી વાડાની પછીત ઉપર લટકતા આયનામાં જોઈને ખભા ઉપર રૂમાલ મૂકી આયના પાસે મૂકેલા કાંસકાથી વાળ ઓળતાં કહી રહ્યો - “ભાર્ગવ!.. તારા માટે ચીકી લાવીશ હોં.. માલા માટે ચોકલેટ.. સાયકલ પણ

લાવીશ હાં..” સત્યમ્‌ે હસતાં હસતાં ભાર્ગવને અનુરાધાના ખોળામાંથી ઊંચકીને તેના રતુમડા ગાલ ઉપર ચુંબન કરી લીધું. તે પાછળના ઓરડામાં જઈને ઓફિસે જવાનાં કપડાં પહેરતો હતો. ત્યાં અનુરાધા પહોંચી ગઈ. તમારે સત્યમ્‌ને હળવેથી કહ્યું - “અત્યારે જવાનું છે?”

“હા!” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો.

“જમવાનું?” અનુરાધાએ હળવેથી નીચું જોઈને પાલવના છેડાને વળ ચઢાવતાં ચઢાવતાં કહ્યું.

“ત્યાં જ જમી લઈશ.” સત્યમ્‌્‌ ચોપાસ નજર કરી અનુરાધા ને

કમ્મરમાંથી પકડીને ખેંચી લીધી અને તેને બાહુપાસમાં ભીડીને આલિંગન આપી દીધું. તેણે અનુરાધાની હડપચી પકડીને વેધક ચુંબન કરી લીધું. અનુરાધા આંખો ઢાળીને રોમાંશ અનુભવતી કહી રહી.

“જાવો ને.. કોઈ”

ત્યાં જ દલપત પટેલનો અવાજ આવી રહ્યો હતો.. “સત્યમ્‌્‌! સાંજે ઘેર આવતાં કપાસમાં ઈયળ મારવાની દવા લેતો આવજે. કાબરી ઈયળ બહુ થઈ ગઈ છે. જિંડવાં ગરી જાય છે.”

“એ હા પપ્પા! લીટર લાવું ને” સત્યમ્‌ે અનુરાધાને બાહુપાશમાંથી છોડતાં પુનઃ તેના હોઠ ઉપર ચુંબન કરી લીધું. મલકાતી મલકાતી અનુરાધા ઝાંઝરનો અવાજ ના થાય તેમ હળવેથી મોટી ફલંગ ભરતી રસોડામાં પહોંચી ગઈ. તેમ છતાં હળવા હળવા ઝાંઝરના અવાજને સાંભળીને બારણાના ઉંબર પાસે ઊભા રહીને દલપત પટેલ કહેતા હતા.. “જો પાછો આવજે. તારી મમ્મી માટે ઉધરસની દવા લેતો આવજે.”

“પપ્પા ડોક્ટરને બતાવું પડે એમને એમ દવા ના લવાય.” સત્યમ્‌ે દલપત પટેલને જવાબ આપતાં મોટેથી કહ્યું.

“પાછું ક્યાં દવાખાને લઈ જઈશ?” સરલાએ સત્યમ્‌્‌નો અવાજ

સાંભળીને ધીમા સ્વરે કહ્યું.

“મમ્મી! દવાખાને તો આવવુ જ પડે તો જ સારી દવા થાય”

સત્યમ્‌્‌ સરલા પાસે આવીને માને હળવું ચુંબન ગાલ ઉપર કરતાં કહ્યું. “બેટા! તું ઉધરસ કફની દવા લાવજે ને” સરલાએ સત્યમ્‌્‌ના

વાળમાં આંગળાં પ્રસારતાં કહ્યું.

સત્યમ્‌ે અંદરના ઓરડામાં જઈને તિજોરી ખોલી. તિજોરી

ખોલવાના અવાજ સાથે જ અનુરાધા વાડામાં થઈને પછીતની જાળીમાંથી જોઈ રહી.

સત્યમ્‌્‌ તિજોરી ખોલીને હજાર હજારની તીસ નોટ પાકીટમાં

મુકી રહ્યો હતો. તેણે તિજોરી બંધ કરી. અનુરાધા રસોડામાં આવીને પાણીનો પ્યાલો ભરી સત્યમ્‌્‌ પાસે આવીને ઊભી રહી. તે કહી રહી “કોફી બનાવું?”

“હા!” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો. મૌન બનીને આગલા ઓરડાની ટેબલ પાસેની ખુરશીમાં બેસી ગયો. તે વિચારતો હતો. ઋતુંને ફ્રીજ, ટી.વી., કપાસની દવા, મમ્મીની દવા.. થઈ જશે ને? ભાર્ગવની સાયકલ ચીકીને ચોકલેટ લાવાની જ. તેણે ડાયરી કાઢી ઘેર લાવાની ચીજોની નોંધ

લખી. અનુરાધા કોફી લઈને આવી ત્યારે સવારનું સમાચારપત્ર ઉપર

નજર ફેરવતા સત્યમ્‌્‌ને અનુરાધાએ કહ્યું - “લો કોફી.”

સત્યમ્‌્‌ કોફી પીતાં પીતાં સમાચારપત્ર વાંચતો હતો. ચાર પેઈઝ પર સમાચાર હતાં “માધ્યમિક સ્કૂલોની સીલેક્શન કમિટીએ પસંદ કરેલા શિક્ષકો પંદર જૂનથી સ્કૂલોમાં સેવા આપશે. રેલ્વેના હંગામી હમાલોને કાયમી કરવામાં આવ્યા. નર્મદા ડેમનું પાણી કચ્છની સૂકી ધરાને હરિયાળી બનાવશે. ઈશરતબાનું એન્કાઉન્ટર નકલી. પ્રધાનમંત્રી ચીનની મુલાકાતે.”

કોફીની ચુશ્કી લેતાં લેતાં સત્યમ્‌્‌ કોફીને ન્યાય આપી બૂટ મોજા પહેરી ઊભો થયો ત્યાં જ ભાર્ગવ આવીને તેના બંન્ને પગ વચ્ચે ાથું નાંખીને કહી રહ્યો - “પપ્પા.. સાચકલું.. ચોકલેટ..”

“હા બેટા.. જરૂર..” સત્યમ્‌ે ભાર્ગવને ઊંચકી લીધો અને તેના ગાલ ઉપર બે ચુંબન ચોઢી દીધાં. સત્યમ્‌્‌ થામણાના સ્ટેન્ડ ઉપર આવ્યો ત્યારે સ્ટેન્ડના બાંકડા ઉપર બેસી રહેલા તુષાર અને ચિરાગે તેને જોઈને હસી પડ્યા.

ચિરાગે ઊભા થઈને સત્યમ્‌્‌ને હાથ મિલાવતાં કહ્યું. “કેમ,

સત્યમ્‌્‌ મઝામાંને?”

“રવિવારે મેચ ગોઠવી છે આવીશને?” તુષાર સત્યમ્‌્‌ને સીધો

પ્રશ્ન કર્યો.

“કોની ટીમ છે?” સત્યમ્‌ે પ્રશ્ન કર્યો. “નેશની ટીમ છે” તુષારે કહ્યું. જરૂર આવીશ. થામણાના સ્ટેન્ડે નડીયાદ તરફથી આવતી બસને હાથ ઊંચો કરતાં બસ સ્ટોપ થઈ. સત્યમ્‌્‌ બારણું ખોલી પ્રવેશ્યો. કંડકટરને કહી રહ્યો. “એક ડાકોર.”

સહરાની તરસ

મોબાઈલની રીંગ રણકી ઊઠી - “તને જાતાં જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું.. મારું..મન..”

“હલોપ અનંત દેસાઈ”

“ઓહ..પાપા.. તમે તો રીંગ પણ બદલી કાઢી” “હા! જુની થઈ ગઈ હતી”

“પપા.. મકાન ભાડે રાખી લીધું”

“ક્યાં છે?”

“લક્ષ્મીજી મંદિર તરફ.. મુખીની ખડકી નજીક” “તને ગમ્યું ને?”

“ગમાવડવું પડે..”

“ઓહોપ તું તો સાવ બદલાઈ ગઈ હં”

“ટમેટો કેંટા નાંટા.. લુતું જો જે હાં ઈ ચલોતલ હેં.. હાહરીનું..

નાં ફાવે”

હા.. હાસું દેહું.. ભૂખી ના રેંટી. હું આવીશને પાપડ, પાપડી.. અથાણાં, નાસ્ટો લેતો સાથે.

“ના પાપા.. લતા માહી હુરતના હેં મઝાના હં.. તાંથી લૈ લૈ” “રવિવારે તારી મમ્મી હારેપ”

“હાં હાં આવજોપ ઘારી.. ગાંઠીયા” “જલુલ જલુલ મુકું તાંપ”

“બાયપ બાયપ” ઋતુંએ અનંત દેસાઈનો ફોન રીસીવ કરી ટૂંકી વાત કરી. તેનું મન માત્ર સત્યમ્‌્‌ના જ વિચારો કરતું હતું. અગિયાર થવા આવ્યા હતા. તેણે કોફી પણ પીધી ન હોતી. ઋતું ખડકીની જાળી

ખોલીને બહાર ઓટલા ઉપર આવીને ઊભી રહી. દૂર દૂર જ લકઝરી તરફ જતાં રસ્તા ઉપર થોડી થોડી અવર જવર હતી. બે-ત્રણ સાયકલ ચલાવીને આવતા છોકરા ઘંટડી રણકાવી ઋતુંના સામું જોઈ રહ્યા. અજાણ્યા છોકરા જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ ઋતું સામું જોઈને સ્મિત રેલાવતાં હતા. એક છોકરો તેની નજીકથી નીકળ્યો તે ઘંટડી રણકાવતો કહી રહ્યો.. કેટલી બ્યુટી છે.. પાછળ સાયકલ ચલાવતો કહી રહ્યો. “બ્યુટી ક્વીન”.. ઋતું સરવા કાને સાંભળી રહી હતી. થોડા સમયમાં જ રિક્ષા આવીને તેના પગથિયે સ્ટેન્ડ થઈ. સત્યમ્‌્‌ હાસ્ય રેલાવતો નીચે ઉતર્યો. તેને રિક્ષાને ૨૦ રૂપિયા પેઈડ કર્યા. ઓટલાના પગથિયાં ચઢતાં જ ઋતું તરફ દૃષ્ટિ કરી તો ઋતું ઉદાસ હતી. તેણે કરમાયેલા ચહેરે સાવ નિરસ આવકારો આપતાં કહ્યાં “કેટલું મોડું કર્યું?” “શું કરું મોડું થયું.” સત્યમ્‌ે હસતાં હસતાં ખડકીમાં પ્રવેશતાં

કહ્યું.

સત્યમ્‌્‌ના અંદર આવવાની સાથે જ ઋતું પણ ખડકીની જાળી બંધ કરી અંદર આવી રૂમનો ઉંબર ચઢીને પાછા ફરી રૂમની જાળી બંધ કરી. ઋતું બોલી ઊઠી - “સત્યમ્‌્‌ ઝડપી જઈએ.”

“ક્યાં જઈશું?”

“ફસ્ટ હોટલ પ્રિયતમા” “ઓહ બેસ્ટ આઈડીયા” “લન્ચ લઈશું”

“ફ્રીઝ ખરીદશુંપ ટી.વી.” “ઓ.કે.”

“હું કોફી બનાવી દઉં”

“પ્લીઝ સ્વિચ ઓન કરને” “ચાર ઉપર રાખું..”

“ના બે ઉપર ચાલશે”

સત્યમ્‌્‌ે બે ઉપર ફેનનું રેગ્યુલેટર કરાવી ખુરશીમાં બેસી કીચનમાં કોફી બનાવતી ઋતુંને કહી રહ્યો હતો “હું નહતો કહેતો કે સાંજે મોડું થશે રાત્રે બાર કલાકે પહોંચ્યો.”

“બારના સમયે જ પહોંચુંને અહિંથી જ અગિયાર વાગે ગયો હતો.” ઋતુંએ પ્રતિ ઉત્તર આપ્યો.

ઋતુંએ હસતાં હસતાં કહ્યું - “અનુરાધા બોલી હશે ને?” “હા! બોલે જ ને કેટલા દિવસે ગયો” સત્યમ્‌ે હકીકત કહેવા

માંડી.

“શું કહેતી હતી..?” ઋતુંએ હોઠ ચગળતાં કહ્યું. “કહેતી હતી

આળી તો નોકરી હોય” સત્યમ્‌ે રાતે બનેલી ઘટનાને યાદ કરી તેની નજર

સમક્ષ એ દૃશ્ય તરવરવા લાગ્યું.

કોફી લાવીને ઋતુંએ ટેબલ ઉપર મૂકી. બીજી કોફીનો કપ પણ ટેબલ ઉપર મુકતાં. બીજી ખુરશીમાં ઋતું બેસી ગઈ. સત્યમ્‌ે ઋતુંનો બેસતાંની સાથે જે ઊભા થઈ તેના હોઠ ઉપર ચુંબન અર્પતાં કહ્યું. “બધું શાંત થઈ ગયું.”

“શું થયું હતું?” ઋતુંએ સત્યમ્‌ની આંખોમાં આંખો મેળવવા કોશિશ કરી.

“ભયાનક તોફાન હતું.. તે કહેતી હતી છોકરાંનો તો વિચાર કરો” સત્યમ્‌ે ઋતું તરફ વેધક દૃષ્ટિ નાંખતાં કહ્યું.

“ઓહપ તમારે બાળકો છે.” ઋતુંએ ઊંચા અવાજે બોલી. “અફકોઝ.. બે.. માલા.. ભાર્ગવ..” સત્યમ્‌ે સહજતાથી કહ્યું. ઋતું કોફીનો કપ હોઠ ઉપર અડકાડી કોફીની ચૂૂસકી લેતાં

બોલી રહી.. “લે કોફી પીપ” ઋતું વિચારી રહી હતી. દીલ પણ કેવું પાગલ છે બસ લાગણી જુએ ને.. કૂદી પડે.. ભૂતકાળમાં તો આવું ક્યારેય બન્યું ન હતું.. એટલે તો ચોપાટી ઉપર પોંક ખાતાં ખાતાં ગરમ ગરમ પોંકમાં લીંબુ નીચોવતાં ઊષા બોલી ઊઠી હતી.. “ઋતું તું.. ખરી છે. કોલેજના ત્રણ વર્ષ ગયાં છતાં તારે કોઈ અફેર નથી.”

“ના જ હોય ને.. જ્યાં જુઓ ત્યાં સાવ કંડમ્‌ થોબડાંવાળા. રેકેટ જેવા છોકરા હોય છે. તો વળી ક્યાંક હુરતના નાસ્ટા કરી કરી જાડા જાડા

મોટા પેટવાળા..” ઋતું કહેતાં કહેતાં હસી પડી. ઊષા પણ ઋતુંની આંખોમાં આંખ નચાવી કહેતી હતી. “તારા માટે તીથલના હુસ્ટપુસ્ટ

માછી જ બરાબર છે” ટીખળ કરતાં ઊષાએ ઋતુંના બરડામાં હળવો ધબ્બો માર્યો. પોંકવાળો ટેબલ પાસે આવીને બીજો પોંક ડીસમાં મુકી ગયો. પોંક આપવા આવેલા યુવાનને જોઈને ઊષા કહેતી હતી “આ ચાલશે.. ટેમ્પરરી” તે હોઠમાં હસવા લાગી. ઋતું પોંક આપવા આવેલા યુવાનને જોઈને હસતાં કહી રહી. “તારા માટે સુટેબલ છે. ભાગળના

મોહસિન ચણાવાળા કરતાં સારો હાં” “જાને સાલ્લી..” ઊષા ગુસ્સે થઈ

ગઈ. તેણે પોંકવાળાને બૂમ મારી “એય શું નામ તારું. પાણી લાવ દેહું” “કરસન..” ઊષાએ કરસનને બોલાવ્યો.

“બોલો.. હું કે તોલ” કરસને સહજ કહ્યું. ઊષાએ કરસન સામું જોઈને આંખ મીંચકારતાં કહ્યું. “કરસન.. ફાઈન પીસ છે. ગમશે?”

“હાં હાં કેમ નહીં. તે કહે એટલે” કરસને હસતાં હસતાં કહ્યું. ઊષા મઝાક કરતાં કહી રહી “પેલા પોલા ગ્રાઉન્ડની દીવાલની પાછળ

લઈજા”

“ક્યાં ના પાડું છું એય.. ચાલ મઝા આવહેં” કરસને ઋતુંની દૃષ્ટિમાં દૃષ્ટિ મેળવતાં કહ્યું. ઋતું સમસમી ગઈ. તે હોઠ ચગળતાં કહી રહી હતી. “સાલ્લા.. એક જ સોટમાં હવા નીકળી જાહેં.. હોશ કોશ નહીં રહે હમજ્યો. તારું કામ નહીં” ઋતું મરક મરક હસતાં ઊષાને જોતી હતી તે કરસનને કહેતી હતી.. “કરસન મારા કરતાં આ ઊષા ઈશ્કી છે. જા.. હવા કાઢી લાખ.. હવા.. ત્યાં જ ઊભી રેં હમજ્યો”

“મું ક્યાં ના પાડું હું ચાલપ તું.. તારે” કરસન પોંકની લારી ઉપર ડીસ સાફ કરી ચાલવા લાગ્યો. ઊષા અને ઋતું.. તેને ચાલતાં જોઈને ખડખડાટ હસી પડી. ઊષા કહેતી હતી “સાલો ચાલુ છે હોં.. જો

ને નફ્ફટ ચાલવા લાગ્યો”

અ અ અ

ફેરવતાં ચહેરાને જોઈ રહી.. તે ચહેરા પાછળ બીજા રૂપમાં આવીને

આયના પાસે ઊભી રહી. પાવડરના ચહેરા ઉપર સ્પર્શ કરતાં હોઠને

કોફીની ચૂસ્કી લેતાં લેતાં સત્યમ્‌્‌ અને ઋતું વચ્ચે મૌન ફેલાઈ ગયું હતું. સત્યમ્‌્‌ વહેલી સવારે બ્રશ કરતાં નીતું, લોપા અને કામીની ટીખળ અંગે વિચારતો હતો. જશીભાભી કેવો ટોણો મારી ગયાં હતાં. અને મનુકાકા રાત્રે કેવા ગુસ્સે હતા. નીકળતાં નીકળતાં. પપાએ કપાસની કાબરી ઈયળ મારવાની દવા લાવાનું કહ્યું તેમાં શું કોઈ હેતું હશે? સત્યમ્‌્‌ એક વિચાર આવતાં થરકી ગયો. તેનો હાથમાં ઊંચકેલો કોફીનો કપ હાથની ધ્રુજારીથી ધ્રુજવા લાગ્યો. તેણે રકાબીમાં કપ મૂક્યો. કપ અને રકાબી ધ્રુજતાં હતાં. કપની કોફી, કપ વધુ ધ્રુજવાને કારણે રકાબીમાં ઢોળાઈ ગઈ. ઋતુંએ આ દૃશ્ય જોઈને કપ હાથમાં લઈ લેતાં બોલી ઊઠી.. “હં હં.. શું થયું કેમ હાથ ધ્રુજે છે?”

“કંઈ નહીં અમસ્તું જ ક્યારેક આવું બની જાય” સત્યમ્‌્‌ ચહેરાના

ભાવને ખંખેરીને સહજતા પૂર્વક કહ્યું જ્યારે ઋતું પોંકવાળા કરસન અને સત્યમ્‌્‌ની મનોમન સરખામણી કરતી હતી. મોહસીન ચણાવાળા કરતાં પણ સત્યમ્‌્‌ ઋતુંને વધુ સશક્ત, સ્માર્ટ, લબ્બરમૂછીયો લાગતો હતો. તેને આશ્ચર્ય થતું હતું. બે બાળકોનો પિતા આટલો હષ્ટપુષ્ટ-દેખાવડો રહી શકે. પાછું સત્યમ્‌્‌માં કેટલો પ્રેમ છુપાવેલો છે જાણે ઘોડાપૂર ભરી દોડતી નદીઓના વહેતાં પાણી જેવો.. તેમ છતાં શાંત.. નિર્મળ.. અવિરત.” ઋતું સત્યમ્‌્‌ને કહી રહી. ચાલ ત્યારે હું ડ્રેશ પહેરી લઉં. ઋતું રસોડામાં જઈને પૂર્વના ખૂણાના પીપડા ઉપર મૂકેલી બેગ ખોલી ડ્રેશ કાઢ્યો અને ડ્રેશ પહેરી તૈયાર થતાં આયના પાસે આવીને વાળમાં કાંસકો ફેરવતાં

બીડીને લીપસ્ટીકનો સ્પર્શ અર્પતાં બોલી ઊઠી - “હં.. સત્યમ્‌્‌ ચાલ.. હવે હું તારા માટે યોગ્ય..” આયનામાં તેના ચહેરા પાછળ સત્યમ્‌્‌ને જોતાં જોતાં કહી રહી. સત્યમ્‌્‌ બોલી ઊઠ્યો - “ઋતુંપ મારે મન ઋતું એ એના પાર્થીવ દેહ કરતાં અંતરના ભાવભરી ઋતું પ્રિય છે. આવો કોઈ દેખાડો ના કર્યો હોત તો ચાલત.”

ઋતું ગૌરવપૂર્વક કહી રહી.. “હું ઋતું દેસાઈ. જે પસંદ કરું છું તે મહાન હોય છે. શહેરના લોકો દંગ થઈ જાય.”

દક્ષિણ તરફના માર્ગે રિક્ષા દોડી રહી હતી. ધીમે ધીમે સૂર્ય

તેનો પ્રભાવ પાથરી રહ્યો હતો. વાતાવરણમાં ઉષ્માની તીવ્રતા વધી રહી હતી. મધ્યાહ્‌નો સૂરજ વિસામો કરવા થોભી ગયો હોય તેમ શહેરના

માર્ગો ઉપર અવરજવર ઓછી થઈ રહી હતી. દુકાનો ઉપર ગ્રાહકની રાહ જોતા વેપારીઓ બે-પાંચ મિનિટનું ઊંઘનું જોકું ખાઈ રહ્યા હતા. વેપારીની સામે તેના એક-બે નોકરવર્ગ પણ બગાસાનો અવાજ શેઠને ઊઠાડી ના દે તેની કાળજી રાખતા ખુલ્લા મોં ઉપર રૂમાલ દબાવીને બગાસાને ચૂપ કરી રહ્યા હતા. રામપ્લાઝા નજીક રિક્ષા આવીને ઊભી રહી. ઋતું અને સત્યમ્‌્‌ રિક્ષામાંથી ઊતર્યા. ઋતુંએ રિક્ષા ડ્રાયવરને ભાડું પેઈડ કરતાં પૂછ્યું, “કેટલા?”

“વીસ મેમ.” રિક્ષાવાળાએ ટૂંકો ઉત્તર વાળ્યો.

“ઓ.કે.” ઋતુંએ પર્શમાંથી વીસ રૂપિયા કાઢીને આપ્યા. ચોરી

છૂપીથી ઋતુંના રૂપને માણતા રિક્ષા ડ્રાયવરને ભાડું આપતાં હળવેથી

તીરછી નજરથી મર્માળ હસતાં કહ્યું - “કેમ? ગમું છું ને?”

રિક્ષા ડ્રાયવર ચમકી ઊઠ્યો - થોથવાતી જીભે કહી રહ્યો

“હં..હં.. હ.. કંઈ નહી.. મેમ.. પણ”

“હા.. માણવું તે તારો અધિકાર છે.” ઋતુંએ હસતાં હસતાં કહ્યું.

“હા.. હા.. નદીનું વહેતું પાણી છે..” રિક્ષા ડ્રાયવરે હસતાં

હસતાં ક્ષોભ અનુભવતાં કહ્યું અને વીસ રૂપિયા લઈને રીક્ષા મારી મૂકી. દૂર દૂર ઊભો ઊભો ઋતુંની રાહ જોતો ધીમે ધીમે કાત્યાયની ઈલેક્ટ્રોનીક્સની દુકાનનાં પગથિયાં ચઢી રહ્યો હતો. ઝડપી પગથિયાં ચઢીને સત્યમ્‌્‌ની સાથે ચાલતી ઋતુંને સત્યમ્‌્‌ કહી રહ્યો હતો - “ઋતું શું થયું?” “નથીંગ..બટ” ઋતુંએ હસતાં હસતાં ઉત્તર વાળ્યો.

“નો નો સમથીંગ ઈઝ.. ઈન નથીંગ” સત્યમ્‌ે ઋતુંને હસતાં હસતાં કહ્યું. ઋતું શર્મની મારી હસતાં હસતાં નીચું જોઈ રહી હતી. સત્યમ્‌્‌ હળવેથી ઋતુંના ગાલ ઉપર ટપલી મારતાં કહી રહ્યો. “ઋતું! રિક્ષા ડ્રાયવરને તું બહુ ગમી ગઈ ને?”

“હા!” ઋતુંએ હળવેથી હસતાં કહ્યું - તે ધીમે રહીને કહી રહી

હતી. “સત્યમ્‌્‌! પણ મને તો તું.. જ ગમે છે. આઈ લાઈક યુ.. લવ યુ સત્યમ્‌્‌” તેની વાણીમાં આદ્રતા હતી. ઋતુંએ સત્યમ્‌્‌ના હાથનાં આંગળાં પકડીને દબાવ્યાં. સત્યમ્‌્‌, ઋતુંના ચહેરાના ભાવને અવલોકી રહ્યો. ઋતુંની આંખમાં ભીનાશ હતી. તેના હોષ્ટ તડપતા હતા. વર્ષોની સહરાની તરસને છૂપાવા તડપતા હોય તેમ બીડાતા હતા. ખૂલતા હતા. તે ધીમે ધીમે સૂકાયેલાં હોઠથી કંઈક અમીરસના ઘૂંટ પીતો હોય તેમ તૃપ્ત થઈ

રહ્યો હતો. ઋતુંની આંખોમાં રતાશ વધી રહી હતી. ઋતુંએ આંસુને છૂપાવા ચહેરો પીઠ તરફ ખેંચીને ચોરી-છૂપીથી આંખોની ભીનાશ જમણા હાથમાં દબાવી રાખેલા હાથરૂમાલના ખૂણાથી લૂંછી નાંખી. કાત્યાયનીા ગ્લાસ ડોરને પુશ કરીને બન્ને પ્રવેશ્યાં ત્યારે એક જાડો-ભદ્દા ચહેરાવાળો ટાલીયો પુરુષ પોણીયું શર્ટ પહેરીને હસતાં હસતાં આવકારી રહ્યો. તેણે સામેની બે ચેરમાં ગોઠવવા ઈશારો કર્યો. ટેબલ ઉપરનો કોલ બેલ રણકાવીને બોલી ઊઠ્યો - “રઘુ! બે ગ્લાસ પાણી લાવ. જા પેપ્સી કહી આવ.. લઈને જ આવજે. તે ઋતુંના ચહેરાને અવલોકતો કહી રહ્યો. “મેમ, ફ્રીજ કે ટી.વી.? ડાયનોરા કે એલ.જી.?”

શો રૂમમાં ગોઠવાયેલાં ટી.વી. પીસીસ તરફ અંગુલી નિર્દેશ કરતાં રીમોટથી કલર, ઈટીવી ગુજરાતી, જી સિનેમા, ડીસકવરી અને નાઈન એક્સ ચેનલ ક્રમશઃ પાંચ ટી.વી. સેટ ઉપર ચાલુ કરી દીધી. તે ઉત્સાહમાં સત્યમ્‌્‌ને કહી રહ્યો - “સાહેબ, અમારા પીસનું રીઝલ્ટ અફલાતુન હોય છે. રશીદ મીરની ગઝલ જેવું.”

“શું વાત કરો છો?” ઋતું હસતાં હસતાં કહી રહી.. “અમારે તો ઐશ્વર્યાની લીલી આંખો જેવું ટી.વી. જોઈએ.” ૨૪’ના પડદાવાળું”

“મેમ મોંઘુ પડશે.. પૂરા અઢાર હજારનું પડશે.”

“કંઈ વાંધો નહીં.. વી વોન્ટ ડાયનેમીક પીસ” ઋતુંએ ગૌરવપૂર્વક

ચહેરા ઉપરના સનગ્લાસને ઉતારી સાફ કરતાં કહ્યું.

“મેમ!.. એલ.જી. લઈ જાવ. જોરદાર પીસ છે.” શો રૂમના

માલિક પ્રણવ શાહે હસતાં કહ્યું. ઋતું કહી રહી.. “ગેરંટી ખરીને?” “હા! મેમ. અમે ગેરંટી કાર્ડ આપીએ જ છીએ. ત્રણ સર્વીસ ફ્રી

હોય છે.” ફીટીંગ પણ અમારો માણસ આવીને કરી જશે. ચેનલની ત્રણ

માસની અમારા શો રૂમ તરફથી જ ફ્રી હોય છે. એકીશ્વાસે પ્રણવ બોલીને

ઋતું અને સત્યમ્‌્‌ના ચહેરાના ભાવ જોઈ રહ્યો. “ઋતું ગમ્યું ને?” સત્યમ્‌્‌ે ઋતુંને કહ્યું.

“હા, રીઝલ્ટ તો સારૂ લાગે છે” ઋતુંએ એલ.જી. પીસની સ્ક્રીન

ઉપરના દૃશ્યને નીહાળતાં કહ્યું.

“ઓ.કે. હં.. શું નામ તમારું?” ઋતુંએ હસતાં હસતાં શો

રૂમના માલિક તરફ જોતાં કહ્યું.

“પ્રણવ શાહ..” પ્રણવે ગૌરવપૂર્વક હોઠોમાં હસતાં કહ્યું. તે કહી રહ્યો હતો. બીજુ કંઈ?

“ફ્રીજ બતાવો!” ઋતું બોલી રહી.

“મેમ ફ્રીજમાં તો તમે જાણો જ છો ગોદરેજ વેલનોન હોય છે. તમારે કેટલા લીટરનું જોઈએ તે જ પસંદ કરવાનું અમારે ત્યાં પાંચસો પીસ છે. ચાલો, તમારું ટી.વી. શોકેશની બીજી તરફ ગોઠવાયેલા બસો

ફ્રીજ પીસીસને બતાવવા પ્રણવ જાતે જ ઊભો થયો. ત્યાં જ પેપ્સી અને

પાણી આપતો રઘું કહી રહ્યો - “લો.. કોલ્ડ વોટર આર.ઓ.નું છે.” “વેરીગુડ યુ આર ટૂ નાઈસ..” ઋતુંએ પાણી પીતાં પીતાં કહ્યું.

સત્યમ્‌્‌ ઠંડક અનુભવતાં કહ્યું, “પેપ્સી આપ.”

રઘુએ પેપ્સીની બોટલ ખોલીને સત્યમ્‌્‌ને આપી. બીજી બોટલ

ખોલીને ઋતુંને આપતાં કહ્યું.. “લો.. ફાઈન કોલ્ડ છે. ઓર મઝા આવશે.”

પ્રણવ હળવેથી કહી રહ્યો હતો - “મેમ અમે કસ્ટમરની ખૂબ કાળજી રાખીએ છીએ.”

સત્યમ્‌્‌ હસતાં હસતાં કહી રહ્યો - “પેપ્સી બીલ.. પરચેજીંગમાં આવી ગયું નેપ”

“ના, ના સાહેબ એવું હોતું હશે?” પ્રણવ શરમાતાં બોલી રહ્યો. ઋતું, સત્યમ્‌્‌ અને પ્રણવ - શોરૂમના પીસ જોતા હતા. ઋતુંએ

વિચાર કરતાં કરતાં મરુન કલરનું સાઈઠ લીટરનું ફ્રીજ પસંદ કર્યું. હળવેથી સત્યમ્‌્‌ તરફ જોતાં કહી રહી..“તને ગમશે ને?”

સત્યમ્‌્‌ ઋતું તરફ હસતાં કહી રહ્યો. “તારી પસંદગી કંઈ જેવી તેવી હોય.”

“આ તમને ચૌદ હજારમાં પડશે. વાંધો નહીં ને?” “ઓ.કે.” આ પણ પેક કરી બપોરે ત્રણ વાગે મોકલી આપો. આ સરનામું ઋતુંએ સરનામું લખાવ્યું. “ઋતું દેસાઈ.. લક્ષ્મીજી રોડ, પટેલ વાકાનાકા પાસે, ડાકોર.”

પ્રણવ પુનઃ તેની બેઠક ઉપર બેસીને સામેની ખુરશીમાં ગોઠવાયેલા

સત્યમ્‌્‌-ઋતું તરફ જોઈને કહી રહ્યો. “બીલ બનાવું?”

“હા” ઋતુંએ ટૂંકો ઉત્તર વાળ્યો. સત્યમ્‌ે પેન્ટના પોકેટમાંથી તીસ હજાર કાઢીને ઋતુંને આપતાં કહ્યું, “લે તીસ છે.”

“ના, ના રહેવા દે મારા પર્સમાં છે” ઋતુંએ પર્શમાંથી બત્રીસ હજાર કાઢીને પ્રણવનેે આપતાં કહ્યું “લો.”

પ્રણવે કેશ ગણીને ડ્રોઅરમાં મુકી હસતાં હસતાં બીલ બનાવીને ઋતુંને આપ્યું. તે કહી રહ્યો હતો.. “મેમ.. આ મારી દુકાનનું કાર્ડ છે. જરૂર પડે ફોન કરશો એટલે.. ચીજ મોકલી આપીશ કેશની ચીંતા ના કરતા.. સમજ્યા” પ્રણવ પાવરફૂલ કસ્ટમરને પોલસન મારતો હોય તેમ

બ્રેડ ઉપર માખણ લગાવીને બ્રેડનો સ્વાદ માણવા લાગ્યો. તેની જીભ હોઠ ઉપર પ્રસરી રહી હતી. તેણે રઘુને કહ્યું - “રઘુ! મેમનું એલ.જી. ૨૪”નું કલર ટી.વી. અને મરુન કલરનું પેલું ફ્રીજ પેક કરી ઘેર મોકલી આપો. જો જો ફીટીંગ વ્યવસ્થિત કરવાનું કોઈ ફરિયાદ ના આવે” પ્રણવે રઘુ ઉપર રૂઆબ પાથરતાં કહ્યું.

“હા હા.. શેઠ જોવું જ ના પડે” રઘુએ ઋતું-સત્યમ્‌્‌ તરફ દૃષ્ટિ

નાંખીને હસતાં હસતાં કહ્યું.

ઋતું-સત્યમ્‌્‌ બપોરના એક ના સમયે બજારમાંથી ચાલતાં નીકળ્યાં ત્યારે બજારના લોક નવઆગંતૂકને મનભરી અવલોકતા હતા. સત્યમ્‌્‌ તેમની નજર તકાતી અસંખ્ય નજરોને ટાળવા નીચું જોઈને ચાલવા પ્રયાસ કરતો હતો. તેણે ઋતુંને હળવેથી કહ્યું.. “ઋતું રિક્ષા કરી

લઈએ.”

“ના.. થોડે દૂર શેરડીનું કોલું છે” ઋતુંએ સત્યમ્‌્‌ને અંગુલિનિર્દેશ કરીને કોલું બતાવતાં કહ્યું. ગરમીથી કંટાળેલો સત્યમ્‌્‌ ઋતુંની સાથે પ્રશ્વેદ

લૂછતો ચાલતો હતો. તો ઋતું ચહેરા ઉપર ઉતરતા પ્રસ્વેદના રેલાને

લુંછ્યા વિના હસતી હસતી ચાલતાં કહેતી હતી. “સત્યમ્‌્‌ ઉનાળાની ગરમીમાં પ્રસ્વેદથી ન્હાવાની ખૂબ મઝા આવે.”

બંન્ને કોલા પાસે પહોંચ્યાં ત્યારે પ્રસ્વેદથી ભીનાં કપડાંવાળી

ઋતું ચહેરો સાફ કરતાં કહી રહી હતી “બે ફૂલ ગ્લાસ રસ.. આદુ લીંબુ

નાંખજે.”

“હા બહેનજી કાંઈ જ ના કેવાનું હોય મસાલો પણ છે.”

કોલાની સ્વિચ ઓન કરી શેરડી પીસતાં કોલાનો માલિક કહી

રહ્યો કહો - “સુરતમાં લોક શેરડીનો જ રસ પીવે એ પણ પેટ ભરીને” સત્યમ્‌્‌ કોલાવાળાને કહી રહ્યો. તમે સુરતના છો?

“હા.. વરાછાનો છું સુરત એટલે સુરત” કોલાવાળાએ વતનના વખાણ કરતાં કહ્યું.

“શું નામ તમારું.” ઋતુંએ કોલાવાળાને પૂછ્યું.

“નામ તો છે મદન પણ અહિં લોકો ભારે શરીરને કારણે

મદનિયું કહે છે.”

“હા.. ભાઈ હા.. પ્રેમ હોય તો આવું જ હોય” ઋતુંએ મદનના દેહને નીહાળતાં હસતાં હસતાં કહ્યું. સત્યમ્‌્‌ ખડખડાટ મુક્ત મને હસી રહ્યો હતો. તે હસતાં હસતાં કહી રહ્યો હતો. તે હસતાં હસતાં કહી રહ્યો “તમે તો ખરેખર એવા જ છો. હાથ-પગ ગાલ.. પેટ.. ગરદન પણ એવી જ છે હાં” ઋતું પેટ પકડીને મુક્ત મને હસી રહી હતી. પૂરા ત્રણ-ત્રણ ગ્લાસ પી જતાં પૂરા ચોપ્પન રૂપિયા આપતાં ઋતું કહી રહી. મદનભાઈ રસ તો ખુબ મઝાનો હતો. મસાલો પણ જરૂરી નાંખ્યો હતો હાં અમે તો વારે વારે આવીશું.

“હું તમારી રાહ જોતો જ રહીશ” મદને ઋતુંના ચહેરાને આશિકી નજરે જોતાં કહ્યું.

હોટલ પ્રિયતમાના પગથિયાં ચઢતાં સત્યમ્‌્‌ ઋતુંને આવકારતાં

ડોરકીપરે નીચા નમી સન્માન આપ્યું. તેણે ગ્લાસ ડોર ખોલીને પ્રવેશતાં કહ્યું - “ગુડ નૂન - જય શ્રીકૃષ્ણ..” ડોર કીપર સત્યમ્‌્‌-ઋતુંની જોડીને જોઈને ચગળવગળ આંખો ફેરવતાં પેન્ટ પોકેટમાંથી રૂમાલ કાઢી ચહેરાનો

પ્રસ્વેદ લૂંછી રહ્યો હતો. સામેના ખુલ્લા આકાશમાં ધગધગતા સૂરજની

ગરમી તેના ઉપર પ્રસરતી હતી.

“સેઈમ ટુ યુ બોય” સત્યમ્‌ે ડોર કીપરને હસતાં હસતાં કહ્યું. પાસેની પૂર્વની દીવાલ તરફના કાઉન્ટર ઉપર ગોઠવાયેલા હોટલ મેનેજરની દૃષ્ટિ સત્યમ્‌્‌ની દૃષ્ટિમાં મળતાં હળવું હાસ્ય કરી ચહેરો ગરદન તરફ નમાવી આવકારતાં કહી રહ્યો - “વેલકમ..” ઋતું મૌન ચહેરે મેનેજરને નીહાળતી સામેની તરફના ગોઠવાયેલાં ખુરશી ટેબલ તરફ ચાલવા લાગી. સત્યમ્‌્‌ તેને અનુસરતો ઋતુંની ખુરશીની સામે ગોઠવાઈ ગયો. વેઈટર ટ્રેમાં બે ગ્લાસ પાણી મૂકતાં હોટલની વાનગીનું મેનું કાર્ડ મૂકતાં મૌન ચહેરે મંદ મંદ હસતાં ઊભો રહ્યો. ઋતુંએ કાર્ડ સત્યમ્‌્‌ને આપ્યું. સત્યમ્‌્‌ કહી રહ્યો હતો - “તું જ પસંદ કરને!” ઋતુંએ વાનગીકાર્ડ લઈને કહ્યું - “ઓ.કે. તે થોડા સમય સુધી કાર્ડ અવલોકતાં બોલી ઊઠી. “બે સ્પેશ્યલ ગુજરાતી થાળી.”

હસતાં હસતાં વેઈટર વાનગી પ્લેટફોમ પાસે જઈને એક ડીસમાં

સલાડ.. કાંઠાનો જ્યુસપ લાવીને ટેબલ ઉપર મુકી ગયો. જ્યુસની ચૂસકી

લેતાં લેતાં સ્વાદ માણી રહેલાં. ઋતું સત્યમ્‌્‌ મૌન હતાં. એક નજરથી હોટલ પ્રિયતમાના ડાયનીંગ રૂમને અવલોકતાં સત્યમ્‌્‌ કહી રહ્યો હતો. “ઋતું હોટલને લેટેસ્ટ સજાવી છે હાં.”

“યશ.. ગુડ ડેકોરેટ.”

“સત્યમ્‌્‌ની નયનમાં નયન મેળવતાં ઋતું વિચારતી હતી. માત્ર થોડા જ દિવસમાં તે સત્યમ્‌્‌માં કેવી ઓતપ્રોત થઈ ગઈ છે. ક્યાં સુરતની વર્ષોની જિંન્દગી ક્યાં ઊષા, અવનિ, કૃપા અને અરુંધતીની દોસ્તી. દિવસોના દિવસોની પ્રેમ તલાશમાં તે ક્યાં આવી પહોંચી. સાવ અજાણી

ધરતી, અજાણ્યા લોક, અજાણી પ્રિત.. પાગલ દીલ કેવું છે? ઘડીક સંગના પરિચયમાં દીલ દઈ બેઠું. વિચારોમાં ખોવાયેલી ઋતું સત્યમ્‌્‌ના અવાજથી જાગૃત થઈ. “ઋતું કઈ ધરતીમાં ખોવાયેલી છે? મારા વિશે વિચારે છે ને?” સત્યમ્‌્‌ હસી રહ્યો હતો.

સત્યમ્‌્‌ બોલી રહ્યો હતો. “જો ઋતું સમય એની સમસ્યા ઉકેલે છે. તું મને ગમે છે?” હા! તો હું તને ચાહું છું.” પેલા ઈલેક્ટ્રોનીક ફ્રેમમાં દોડતાં ઝરણાં જેવું.. કેવાં નદીના પાષાણો વચ્ચે ઊછળતાં કૂદતાં દોડતાં દેખાય છે તેતો.. કદાચ માનવસર્જીત પ્રતિકૃતિ છે. પરંતું મારું હૃદય વાસ્તવિકતા છે.” સત્યમ્‌ે હળવેથી ઋતુંના હાથને પકડી પાડ્યો.

ઋતું પ્રતિકાર ન કરતાં આધિન થતાં કહી રહી.. “સત્યમ્‌્‌.. હું તો વિચારતી હતી કે ક્યાં સુરતની અલ્લડ.. તોફાની છોકરી. ક્યાં

પ્રેમદિવાની ઋતું.. શું એક અમસ્તી થોડી મદદમાં.. આવું બધુ થઈ શકે?

એક દિવસ કોલેજ ક્લાસ રૂમમાં લેકચર સાંભળતાં સાંભળતાં અવની- કૃપાને કહેતી હતી.. “કૃપા લવ ઈઝ એક્સીડન્ટ..”

કૃપા, અવનીને હસતાં હસતાં કહેતી હતી.. “અવની લવ ઈઝ સરપ્રાઈઝ ઓફ ઓફ લાઈફ.”

ત્યારે મેં કૃપાને કહ્યું હતું - “લવ ઈઝ ફીલીંગ ઓફ અનધર

પર્સન.. હુ ફીલ પોઝીટીવ ઈમોસનલ.”

કૃપા વિચારતાં કહી રહી હતી - “બટ આઈ બીલીવ લવ.. ઈઝ

અ લવ.. ઈટ ઈઝ નો આઈડન્ટી.”

અવની, કૃપા અને હું ખિલખિલાટ હસી પડ્યાં. લેક્ચર આપતા

પ્રો. શ્યામલકુમાર અમારા તરફ અંગુલી નિર્દેશ કરતાં બોલી ઊઠ્યા -

“વોટ હેપન્ડ.. પ્લીઝ ગેઈટઆઉટ.”

ત્યારે હું ક્લાસરૂમ લેફ્ટ કરતાં બોલી ઊઠી હતી.. “લવ ઈઝ ગેઈટઆઉટ” અને ક્લાસરૂમમાં ખડખડાટ હાસ્યનું મોજું ફેલાઈ ગયું. તે સમયે હું અવની અને કૃપા ક્લાસરૂમ છોડી ચૂક્યાં હતાં. કોલેજ કેન્ટીનમાં કોફીની ચૂસ્કી લેતાં અવની કહેતી હતી.. “સાલ્લા શ્યામલે.. કંઈ પણ પૂછ્યા વિના આપણને કાઢી મૂક્યા.”

હા, યુગોથી એવું જ બન્યું છે. રાજા દુશ્યંતના દરબારમાં શકુંતલા ગઈને કરગરતા કહી રહી, “હું તમારા બાળકની મા બનવાની છું” ત્યારે રાજસિંહાસનના ઘમંડમાં દુશ્યંત કહેતો હતો.. “શી સાબિતિ.”

ત્યારે કોફીની ચુશ્કી લેતાં અવની બોલી ઊઠી.. “પ્રેમમાં કંઈ સાબિતિ હોય?”

સત્યમ્‌્‌, ઋતુંની વાતોને ગંભીરતાથી સાંભળી રહ્યો હતો. તેણે

એક વિશ્વાસ નાંખતાં મનોમન બોલી રહ્યો હતો. “પ્રેમમાં તો અગ્નિ

પરીક્ષા જ હોય.”

વેઈટરે બે સ્પેશ્યલ ગુજરાતી થાળી ટેબલ ઉપર ગોઠવી. ઋતું- સત્યમ્‌્‌ ગુજરાતી વાનગીઓ નીહાળી રહ્યાં હતાં. ઋતુંએ વેઈટરને કહ્યું, “અરે અચાર-કેમ એક જ.. જા.. લીલાં મરી, તીખો છુંદો, લેતો આવ.

મીઠાઈમાં ઘારી છે ને?”

“જી.. લાવું છું..” વેઈટર ટ્રેમાં લીલાં મરી અને તીખો છૂંદો અને

ઘારી લાવીને ટેબલ ઉપર મૂક્યાં. હોટલ મેનેજર ટેબલ તરફ જોઈને

મનોમન વિચારી રહ્યો હતો. “જરૂર.. સુરતનાં છે.. જમણ સુરતનું.. જ”

ભોજનને ન્યાય આપતાં બંન્ને વચ્ચે મૌન પ્રસરી રહ્યું હતું.

સત્યમ્‌્‌ ઘારીનો ટૂકડો સ્પૂનથી કાપીને એક ટુકડાને ઋતુંના મોંમાં મૂકતાં હળવેથી કહેતો હતો. “ઋતું ઘારી ખૂબ ભાવે છે ને?”

“હા! સત્યમ્‌્‌..તું” ઋતું સત્યમ્‌્‌ની મોટી આંખોમાં સળવળતા

પ્રેમની અનુભૂતિ કરતાં કહી રહી.

ઋતુંએ સત્યમ્‌્‌ને લીલા મરીનો એક દાણો સ્પૂનથી સત્યમ્‌્‌ના હોઠ ઉપર મૂકતાં કહી રહી.. “તીખાશ તો મરીના..”

“હા.. તારા જેવી જ..” સત્યમ્‌ે હસતાં હસતાં સૂસકારો બોલાવતાં કહ્યું.. ભોજનને ન્યાય આપતાં સ્વાદને માણતાં ઋતું કહી રહી હતી.. “જમવાનું સારૂ છે.”

વેઈટરે મુખવાસ મૂકીને બીલ મૂક્યું. બીલ પેઈડ કરતાં ઋતું હસી રહી. “સત્યમ્‌્‌ બીલ ભોજન જેવું જ છે. પાંચ સો.”

બંન્ને હસતાં હસતાં વેઈટરની રૂપિયા પચાસ ટીપ મૂકીને ટેબલ

ઉપરથી ઊભાં થયાં. મેનેજરે વિદાય લેતાં બંન્ને કહ્યું. “બીજી વાર

મુલાકાત લેશો.”

હેલ લઈને આવીશ

સત્યમ્‌્‌ સંધ્યા આથમતાં થામણાના સ્ટેન્ડે ઉતર્યો. ત્યારે બજારમાં

લોકોની અવરજવર ઓછી હતી. સ્ટેન્ડ પાસે ગોઠવાયેલા પંદર-વીસ

લાકડાના ગલ્લા ઉપર ખરીદી કરનાર લોકોની અવર-જવર હતી. સ્કૂલ છૂટવાને કારણે વિદ્યાર્થીઓની અવરજવર વધી રહી હતી. પાનના ગલ્લા પાસે ઊભા રહેલા ચિરાગ, તુષાર સત્યમ્‌્‌ને જોઈ હસી પડ્યા. તુષારે

ખડખડાટ હાસ્ય સાથે સત્યમ્‌્‌ને હાથ ઊંચો કર્યો.

જ્યારે સત્યમ્‌્‌ને ચિરાગે બૂમ મારી - “સત્યમ્‌્‌ આવને જવાય છે.”

“જોને.. આ બધું.” સત્યમ્‌્‌ ભાર્ગવ માટે ખરીદેલી ટ્રાયસિકલ, હાથમાં પકડી રાખેલી કપાસની દવા, સરલાની દવા, ચીકી ચોકલેટ

ભરેલી થેલી બતાવતાં કહ્યું.

“કંઈ વાંધો નહીં મોકલાવી દઈએ” ચિરાગે સત્યમ્‌્‌ને કહીને

લીલાધરને બૂમ મારી. “લીલાધર! અહીં આવ તો. જા સત્યમ્‌્‌ની થેલી

અને ટ્રાયસિકલ ઘરે આપી આવ. કહેજે મોડો આવશે.”

સત્યમ્‌્‌ ચિરાગની સામે જ જોઈ રહ્યો. ચિરાગ ત્રણ આર.એમ.ડી. ગુટખા લેતાં કહી રહ્યો - “તારે કઈ લેવું છે”

“ના.. મને ક્યાં ટેવ છે?” સત્યમ્‌ે હસતાં કહ્યું. તુષાર તારે તો

વિલ્સને..?

“હા!” તુષારે ટૂંકો જવાબ વાળ્યો. ચિરાગે તુષારને વિલ્સ આપી, ગ્યાસ લાઈટરથી વિલ્સને સળગાવી તેનો એક દમ ખેંચતાં તુષાર કહી રહ્યો. “ચાલો.. તળાવ.. તરફ.”

ત્રણે મિત્રો તળાવ તરફ ચાલવા લાગ્યા. ઠાકોરવાસથી આવતી

મેના અને કંકુ બજાર તરફ જતાં સામે મળ્યાં. ચિરાગે મેનાની આંખો

મળતાં જ આંખ ઉછાળીને કહ્યું - “મેના ક્યાં?”

“લાઈન મારવા” મેનાએ આંખ મિચકારતાં કહ્યું.

“સુધર!.. વાંઢી જ રહી જઈશ.” તુષારે હસતાં હસતાં કહ્યું. “તું છે ને.. લગનની જરૂર નથી” મેના તુષાર પાસે આવી તેણે

તુષારથી ઘસાઈને ચાલતાં ખભો અથડાવ્યો.

“એય.. જોતો ખરી” તુષાર બોલી ઊઠ્યો. “શું જોવાનું? વરસોથી જોતી જ આવી છું ને.”

“મા!” તુષાર અતિતમાં સરકી ગયો.

“હા બેટા!.. તે જ તારીપ” અંબામાએ ગદ્‌ગદીત કંઠે કહ્યું. “હું જાણું છું મા પણ તારી સેવા.. ગામ લોકો.. પટેલ સમાજ”

તુષારે પગના અંગુઠે લીંપેલા ઓરડામાં લીંપણને ખોતરતા પ્રયાસ કરતાં કહ્યું.

પંચના નિયમો બધુ જ ગરીબો માટે છે. સમજ્યો” અંબામાએ ભીડાયેલા દાંતોને કચકચાવતાં કહ્યું. તે ઘસાતા દાંતનો અવાજ ઓરડામાં પ્રસરી રહ્યો હતો. તુષાર મૂક ઊભો ઊભો તે સાંભળી રહ્યો હતો.

તુષાર, રોજિંદી બનતી મેના-તુષારના જીવનની ઘટનાઓને ફિલ્મની જેમ જોઈ રહ્યો હતો. સત્યમ્‌ે તુષારનો હાથ પકડી તેને ખેંચતાં કહ્યું “તુષાર.. હવે તારે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. મેના તારા

ઘેર હેલ લઈને આવે તેમાં ખોટું શું છે?”

વીજ કરંટ લાગતાં સમગ્ર શરીરમાં એક ઝટકો આવે તેમ તુષારનું અસ્તિત્વ ખેંચાઈ ગયું. તે સફાળો ચમકી ઊઠ્યો. તુષાર, સત્યમ્‌્‌ને કહી રહ્યો. “ખોટું તો નથી પણપ”

“હા! તુષાર.. સત્યમ્‌્‌ કહે તે સાચું. પછી જોયું જશે.” ચિરાગ હવે તો ઉમંગમાં આવી ગયો હતો. ચિરાગથી તુષારના જીવનની ભયાનક કરુણા જોઈ જતી નહતી. લોક લાજે અંબામાને રિબાવા દેવા? તુષારે જીવનના દુઃખને વેઠવું યોગ્ય લાગતું ન હતું. હવે તો ગાંડિવ લઈને ટંકાર કર્યા વિના છૂટકો ન હતો. મા જ કહેતી હતી. હવે તો યુધ્ધ એ જ કલ્યાણ. રોડ લાઈટના અજવાળે તળાવના પાણી ઉપરથી આવતા શીતળ

પવનને માણતા જળકૂકડી અને બગલા અને સારસ બેલડીના અવાજ સાંભળતા ત્રણે મિત્રો પુનઃ ગામમાં વાતો કરતા કરતા આવ્યા. ત્યારે પટેલ ફળિયાના માર્ગે નીતું માલાને ટ્રાયસિકલ ઉપર બેસાડી એક હાથે ટ્રાયસિકલનું હેન્ડલ અને બીજા હાથે ટ્રાયસિકલને પાછળથી ધક્કો મારતી

મારતી ગામના ચોક તરફ આવતી હતી તેનો અવાજ સંભળાઈ રહ્યો

ખસો.. નહિં તો તમો પડી જશો.. ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય..”

માલાની ટ્રાયસિકલ નીતુંના ધક્કાને કારણે ધીમે ધીમે તુષાર, ચિરાગ અને સત્યમ્‌્‌ની પાસે આવીને ઊભી રહી. તુષાર માલાને જોઈને હસી પડ્યો. તેણે માલાને ટ્રાયસિકલ ઉપરથી ઊંચકીને એક ચુંબન કરી તેડી લેતાં કહ્યું “માલા.. મઝા આવીને”

“હા! છોલી ડો.. માલે સાયકલું..” તેડેલી માલા જોર જોરથી બંન્ને પગ પછાડતી હતી. તે નીચે ઊતરવા પ્રયાસ કરતી હતી.

નીતુંએ હસતાં હસતાં ત્રણે તરફ જોઈને વેધક નજરે સત્યમ્‌્‌ને નિહાળી હસતાં હસતાં કહી રહી “માલા જબરી છે હાં તેના પપ્પા જેવી,

લાવ તુષાર લઈ જાઉં” નીતુંએ માલાને તુષાર પાસેથી તેડીને તેણે ટ્રાયસિકલ ઉપર બેસાડી. સત્યમ્‌ે બાજુના ગલ્લા ઉપરથી બે અમૂલ બ્રાન્ડ ચોકલેટ લઈને માલાને આપી તે હળવેથી નીતુંને કહી રહ્યો હતો. “નીતું તું એને ઘેર લઈ જા ને હું આવું છું.”

નીતું સત્યમ્‌્‌ સામુ જોયા વિના જ કંઈ પડી ના હોય તેમ કહી રહી. “તુ તારે રખડને.. તારે શું? હું તો બજારમાં લઈ જઈશ.”

ચિરાગ, તુષાર નીતુંના શબ્દોથી દંગ થઈ ગયા. તુષાર કહી રહ્યો હતો.

સત્યમ્‌્‌.. હજુ નીતું એવીને એવી જ છે.”

“હા! જોને શું કરું?” સત્યમ્‌ે તુષાર સામું દયનિય દૃષ્ટિ નાખતાં કહ્યું.

તુષાર ભૂતકાળને વિચારતાં કહી રહ્યો હતો. “જો સત્યમ્‌્‌

આધિન થવું જ પડે.”

“શું વાત કરે છે?” સત્યમ્‌્‌ તુષારની વાત સાંભળતાં જ ચમકી

ઊઠ્યો. તે અકળાઈ ઊઠ્યો.. “વર્ષો થયાં તો પણ”

“હા..જો..નીતું..વર્ષો થયાં તો પણ તે જ યાદ કરતી હશે. મને

લાગે છે કે તેણે આજ સુધીમાં આઠ આઠ છોકરામાંથી કોઈનેય પસંદ ના કર્યો તેની પાછળ તું હશે.” તુષાર નીતુંના સ્વભાવ અને જિદ્દીપણાને સારી રીતે ઓળખતો હતો. તેમાંય વળી મેના સાથેની એક જ પ્રેમ

ઘટનામાં મેના તને કેટકેટલું સમર્પણ કરી ચુકી હતી. હવે તો તે પ્રેમદીવાની બની હોય તેમ જ વર્તન કરતી હતી. છુટ્ટા વાળ રાખવા. લધરવધર કપડાં પહેરવાં. ક્યારેક બની ઠનીને તુષારના ઘેર આવવું. આખો દિવસ તુષારના

ઘરનું કામ કરવું. છેવટે તે ના મળે તો ખેતરમાં તેને શોધવા નીકળવું. કોઈ જુએ કે ના જુએ તેની ચિંતા કર્યા વિના જોતાંની સાથે જ ભેટી પડવું. તુષાર હવે તો તેને કંઈ જ કહી શકતો ન હતો. પહેલ વહેલાં તો તેના ઉપર ગુસ્સે થતો હતો. ગમે તેમ બોલી નાખતો પરંતુ મેનાના આ નિત્યક્રમથી ટેવાઈ ગયેલો તુષાર મેનાના વર્તનનો સ્વીકાર કર્યા જ કરતો. ફળિયાના લોકો ગામલોક પણ મેનાના વર્તનથી ધીમે ધીમે ટેવાઈ ગયા હતા. પટેલ જ્ઞાતિના મોભાદાર વ્યક્તિઓ તો હવે મેના આવે એટલે કોઈને કોઈ બહાને ફળિયામાંથી નીકળી જતા હતા. સમગ્ર ફળિયાની

સ્ત્રીઓ-વૃધ્ધાઓ પહેલાં તો મેના ને જોતાં મોં મચકોડતી કંઈને કંઈ

ટોણો મારતી હતી. ધીમે ધીમે મેનાનું નિત્ય આવવું સહજ બન્યું હોય તેમ

મેનાનો કોઈ જ પ્રતિઉત્તર ના મળતાં થોડી મિનિટો માટે ઊભી રહેતી.

રહેલી સ્ત્રીઓને કહેતી “જુઓને કેવું ઘર બની જાય છે. બિચારાં અંબામાં..

ભગવાન તેમને લઈલે તો સારું.”

મેનાના ઉદ્‌ગારને સાંભળ્યો ના સાંભળ્યો કરતી કેટલીક સ્ત્રીઓ

ઘરમાં જતી રહેતી તો સામે ઘેર બારણાની શાખને ટેકવીને ઉમર ઉપર ઊભાં રહેતાં સંતોકકાકી બોલકા સ્વભાવને કારણે પોતાને વશ રાખ્યા વગર મેના સાથે વાતે વળગતાં કહેતાં. “શું થાય? એક તો અંબામાં અપંગ અને બાપ વગરના તુષારનું ઘર કોણ ઢાંકે? પંચ પટેલો તો પટલાઈમાંથી જ ઊંચા નથી આવતા.”

ત્યારે મરક મરક હસતાં મેના હળવેથી કહેતી “કોઈક તો એનું હશે જ ને?”

“હા! ભગવાન હજાર હાથવાળો છે. એક તું છે કંઈ નહીં તો અંબામાની દયા તાકીને સાફસુફ કરવા માટલાં વિંછરી પાણી ભરવા, અંબામાને નવડાવી ધોેયેલાં કપડાં પહેરાવી મેલાં કપડાં ધોવા અને મા- દીકરા માટે બે-ત્રણ રોટલા-શાક બનાવી આપી ઢાંકીને જાય છે. ભગવાન તારું ભલું કરશે હાં” સંતોકકાકી હૈયાનો ઉમળકો ઠાલવતાં ગળગળાં થઈને તુષાર-અંબામાનું દુઃખ ના જોયું જતાં કહી ઊઠતાં હતાં.

એક દિવસ બપોર સમયે ઘરકામ પરવારી, ખીચડી-કઢી બનાવી, ચૂલા ઉપર ઢાંકીને મેના બહાર જવા નીકળીને ત્યાં જ ઓસરીમાં તુષાર આવીને ઊભો રહ્યો. ચહેરા ઉપરનો પ્રસ્વેદ માથે બાંધેલા હજુરીયો છોડીને લૂછતાં મેનાનો માર્ગે રોકતાં કહી રહ્યો હતો.. “મેના.. છોડી દે

મને મારા ભાગ્ય તરફ ક્યાં સુધી અમારા દુઃખ ઉપર મલમપટ્ટા લગાવ્યા

કરીશ. ભગવાનને જે કરવું હોય તે કરે. અમારા કારણે તારે આ ગામવાળાની ટીકા સાંભળવાની. ધુત્કારભર્યા વર્તનને જોવાનું તને કેમ કરીને પોષાય છે.” તુષાર મેનાનો હાથ પકડીને કરગરતો હોય તેમ રુંધાતા કંઠે કહી રહ્યો હતો. મેના મીણના પૂતળા જેમ તુષારને સાંભળી રહી હતી. અચાનક તુષારની હડપચી ઉપર ગોઠવાયેલા પ્રસ્વેદના બે

બિંદુને ઓઢણીના છેડેથી લૂછતાં કહી રહી હતી. “એય.. તું આ બોલે છે તું.. ગામવાળાને.. આખા મલકને જે કહેવું હોય તે કહે હું તો જે ધાર્યુ છે તે જ કરીશ. એ દા’હડે તને જીવ નોતો વહાલો. તેં મને નદીના ઘોડા પૂરમાંથી કૂદી પડીને બચાવી. બે બે કલાક મને વળગીને નદીમાં તણાતો રહ્યો. બેઉ કાંઠાના નસમાં..બાયલા લોકો જોઈ જ રહ્યા કોઈને ગોળી

મૂકવાનોય વિચાર ના આવ્યો. તેં મને બચાવા તારા જીવની ચિંતા નહોતી કરી. તો હું હું હું મેનાડી.. પરમાર તારા માટે સંતાતી રહું? હવે તો મારું બાકીનું જીવન આ શરીર.. તન-મન-ધન તારું છે. તને આપી ચૂકી છું. જો જે ને હાં.. લોકો જોતા રહેશે ને હું હેલ ભરીને બનીઠનીને તારા બારણે આવીને ના ઊભી રહું તો મારું નામ મેના નહીં હાં” મેના ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. તેનું સમગ્ર શરીર કાંપતું હતું. રડતી મેનાને બાથમાં ભીડીને તુષાર તેનાં આંસુ ખમીસનાં છેડેથી લૂંછી રહ્યો હતો. તે ગળગળા ધીમા સ્વરે કહી રહ્યો હતો. “મેના.. શાંત થા.. તું જે કરીશ તેમાં મારી હા હશે.. બસ.”

થોડી મિનિટ પછી તુષારે માટલાના પાણીનો પ્યાલો લાવીને

પાણી પીવડાવ્યું ત્યારે ડૂમો વેરાતાં મેના કહી રહી.. “હું જાઉં?” “હા! પાછી આવજે” તુષારે હસતા હોઠોએ વિદાય આપી.

તો ચોક મધ્યે જઈને સંતોકકાકી બારણે ઊભાં સાંભળતાં હતાં તો પણ મેના કહી રહી - “એક દિવસ હેલ લઈને આવીશ.. અને ક્યારેય પાછી નહીં જાઉં હાં”

તે સમયે ઉંબરો ઊભો ઊભો તુષાર કહેતો હતો “હું તારી રાહ જોઈશ.”

સંતોષકાકીએ આદ્રસ્વરે કહ્યું “હાચું કેશ. એમાં ખોટું હુંશ. હું

શું ન ચંતા નાં કર.”

ઉકળતી ચા અને હું

સત્યમ્‌્‌, તુષાર અને ચિરાગથી છૂટો પડી પટેલ ફળિયામાં

પ્રવેશ્યો ત્યારે તેના મોબાઈલમાં મિસકોલની રીંગ રણકી. છૂટા પડતા ચિરાગે બાજુના જ ફળિયામાં જતાં સત્યમ્‌્‌ને કહ્યું - “સત્યમ્‌્‌! બાય..બાય..! કાલે..” સત્યમ્‌ે પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતાં ચિરાગને “બાય! બાય!” કહ્યું. તેનું ચિત્ત સતત મોબાઈલની મિસકોલ રીંગમાં હતું. તેણે

મોબાઈલ કાઢી મિસ કોલ ફંકસન ઓન કર્યુ તો ખબર પડી કે મિસ કોલ ઋતુંનો હતો. ફળિયાના નાકે મિસ કોલ ઉપર રીંગ મારી. સામેથી કોલ રીસીવ કરતાં ઋતું બોલી ઊઠી, “જલ્દી આવ.” તેણે ફોન ઓફ કરી દીધો. સત્મય્‌ને કંઈ જ બોલવાની તક ના મળી તેણે પુનઃ ઋતુને રીંગ

મારી પણ કોઈ જ ઉત્તર નહીં તેણે ફોન ઊઠાવ્યો પણ નહીં. સત્યમ્‌્‌

વિચારવા લાગ્યો “શું હશે? અચાનક રીંગ.. ક્યારેય કોઈ જ ફોન નહીં ને પહેલીવાર ફોન એ પણ મિસ કોલ.. રિસીવ પણ ના કર્યો જરૂર કંઈક” અનેક તર્કમાં ગળાડૂબ થઈ ગયેલો સત્યમ્‌્‌ વિચારોમાં ઘરકાવ થતો ઘેર

પહોંચ્યો. તે વિચારતો હતો કે શું કહ્યું? ઉંબર પાસે ઊભી રહેલી અનુરાધા સત્યમ્‌્‌ને જોઈ જ રહી હતી. ભાર્ગવે બૂમ મારી “પપ્પા સાયકલું સલસ સેં.. નીતું ફીયાપ મને લઈ જાય સે.”

સત્યમ્‌ે ભાર્ગવને ઊંચકીને તેડી લીધો તેને એક ચુંબન કરતાં કહ્યું - “તને ગમ્યું ને.. મઝા પડશે” ભાર્ગવ હસતાં હસતાં કહી રહ્યો હતો “પપ્પા.. મમી તો મને ચલાવા દેતી જ નથી”

“જુઠ્ઠા.. હજુ તો હમણાં જ લઈને આવ્યો છે ને” અનુરાધાએ

ભાર્ગવના ગાલ પર હળવી વહાલભરી ટપલી મારી. તે કહી રહી “ચાલ બેસી જા તો..” ભાર્ગવને ઊંચકીને ટ્રાયસિકલ ઉપર બેસાડી નીતું ના ઘર તરફ ધક્કો મારીને અનુરાધા લઈ જતી હતી. નાનકડો ભાર્ગવ ટ્રીન ટ્રીન ટોકરી વગાડતો હસતો હતો. તે કહી રહ્યો હતો “ખસી જાવ-ખસી જાવ પીલાઈ જાશો” થોડે દૂર જતી અનુરાધાની પીઠને તાકતો સત્યમ્‌્‌ કહી રહ્યો હતો “અનુ.. આવું છું. જોને પાછો મીસ કોલ આવ્યો.”

અનુરાધા ટ્રાયસિકલ પાસે ઊભી ઊભી કહી રહી હતી. “ક્યાં જાઓ છો. હમણાં જ આવ્યાને.”

“પાછો ડાકોર જવું પડશે. બે કલાકમાં તો આવી જઈશ”

સત્યમ્‌ે સહજ ઉદ્‌ગાર કાઢ્યાં.

સત્યમ્‌્‌ના ચિંતા સભર ચહેરાને જોઈને અનુરાધા કહી રહી. “સારું.. વહેલા આવજો.. મોડુ ના કરતા. આજે તો ગળ્યા પુલ્લા બનાવવાના છે. ધોળી દાળ..” મરક મરક હસી રહી.

સત્યમ્‌્‌ ખુશ થતાં કહી રહ્યો “કેમ ગળ્યા પુલ્લા?” સત્યમ્‌્‌ની

જીભ સળવળવા લાગી તે મરક મરક હસતો હતો. તે હળવેથી અનુરાધા

પાસે આવી કહી રહ્યો. “કેમ કંઈ ખાસ છે?”

“હા જ તો.” અનુરાધાએ ભાર્ગવની ટ્રાયસિકલને ધીમે ધીમે આગળ વધારતાં કહ્યું.

“શું છે કહે તો ખરી?” સત્યમ્‌ે જીજ્ઞાસાવસ અનુરાધાને કહ્યું.

“તમે આજે કેટલા દિવસે વહેલા આવ્યા” અનુરાધાનો ચહેરા ઉપર હાસ્યની લકીર હતી. તેની આંખો નીચે ઢળી ગયેલી હતી. ચહેરા ઉપરની શર્મ આકાશના વાદળછાયા વાતાવરણમાં ઊગતા સૂરજ જેવી જણાતી હતી. અનુરાધા લગ્ન પછીની પહેલી સવારને અનુભવતી હોય તેમ વિચારતી હતી તે હેલ ભરીને બારણે આવી હતી અને.. સત્યમ્‌ે હળવેથી હેલ ઉતારતાં કહ્યું હતું.. “એય અનુ.. ઉતારુંને..” અને અનુરાધા હોઠ ઉપર સ્મિત પારેવું ગોઠવાઈ ગયું હતું. ઊજળી ઊજળી ચળકતી દંતાવલી તેના અનુપમ રૂપની ચાડી ખાતી હતી. ઊંડા શ્વાસથી ઉન્નત નદીપ્રવાહમાં ઉછળતી નૌકા જેમ ઉછળી રહ્યાં હતાં. નિતંબ ઉપર ઉછાળતો ચોટલો હિલ્લોળા લઈ રહ્યો હતો. તેની કમર ફરતે વિંટાળેલી સાડીના પાલવની કોર એટલી ચૂસ્ત હતી કે તેની પાતળી કમરની ચાડી ખાતી હતી. મૃગ નયની સી આંખો ઉપર ઢળેલાં. હલેસાં જેવાં પોપચાં કાળાં

ભ્રમર હતાં. સત્યમ્‌ે તે સમયે હેલ ઉતારીને હળવેથી કમરને પકડીને તેને

ખેંચી હતી. ચાલાક, નીતું, લોપા, કામિની અને જશીભાભી તે જોઈને

ખડખડાટ હસી પડ્યાં હતાં.

વસંતની ઋતું હતી સામે ગોઠવાયેલા તુલસી ક્યારામાં તુલસીને નૂતન પર્ણો ફૂટીને માંજર આવી હતી. તેની પૂર્વ દરવાજા ઉપર ચઢી ગયેલી મધુમાલતી એવી ફૂંગરાઈ હતી કે તેના લચકાલોર એ લાલ પૂષ્પ

પવનની લહેરથી હસી રહ્યાં હતાં. દૂર દૂર ખાટલામાં ગોઠવાઈને હુક્કાને ગગડાવતાં મનુકાકાની અચાનક પડેલી નજર અનુભવતાં તે સ્વગત્‌ કહી રહ્યા હતા. “સત્યમ્‌્‌, લુચ્ચો છે હાં.”

રસોડામાં પાણિયારા ઉપર ઊતારેલી હેલને સત્યમ્‌્‌ના હાથમાંથી

લઈને નીતુંએ મૂકતાં કહ્યું, “સરલા માસી લો તમારી નવી વહું.. અનુરાધા..” કંસાર સેકતાં સરલાએ હસતાં હસતાં હેલને પાણિયારે

મુકાવીને કંકુ ચોખાથી વધાવી. નવી આવેલી વહુનાં ઓવારણાં લેતાં કહી રહ્યાં - “બેટા સુખી રહો.”

એ જ હાસ્ય એ જ શરમને અનુભવી અનુરાધા સત્યમ્‌્‌ને ઢળતી નજરે જોઈ રહી હતી. સત્યમ્‌્‌ને જવાની અનુમતી આપતી અનુરાધાએ કહ્યું - “સારું જાઓ પણ ક્યારે આવશો” “રાત્રે નવ એક તો વાગી જશે.” કંઈક વિચારતાં સત્યમ્‌ે કહ્યું. “અનુરાધા સત્યમ્‌્‌ના ઉત્તરને સાંભળી

ભાર્ગવને કહેતી હતી. “ટ્રીન ટ્રીન ટોકરી.. વગાડતી જાય..” અનુરાધાએ હાસ્ય સાથે ટ્રાયસિકલને પુનઃ ઘર તરફ વાળતાં કહ્યું. “વહેલા આવજો.” સત્યમ્‌ હળવો ઉત્તર આપતાં કહી રહ્યો “ચોક્કસ” તે ઘરમાં

જઈને ટુવાલ લઈ બાથરૂમમાં હાથ પગ ધોવા ગયો. અનુરાધા ભાર્ગવને ટ્રાયસિકલમાંથી ઊંચકીને છાતીએ વળગાડી બોલતી હતી. “બેટા તું પણ

મોટો થઈને મોટો સાહેબ બનજે.”

તાજગી અનુભવતો સત્યમ્‌્‌ ટુવાલથી ચહેરો લૂછતાં હસતાં હસતાં કહી રહ્યો હતો. “એને તો પાયલોટ બનાવો છે પાયલોટ.”

“વાહ વાહ.. ભાર્ગવ પાયલોટ” અનુરાધાએ ભાર્ગવના ગાલ ઉપર ચુંબન ચોઢી દીધું. પટેલ ફળિયામાં ઘરની રોશની થઈ ચૂકી હતી.

રોડ લાઈટ કેટલાક દિવસો બાદ ચાલુ થઈ હતી. સત્યમ્‌ે બૂટની દોરી બાંધતાં પુનઃ કહ્યું - “અનુ.. વહેલો આવી જઈશ.”

તે ખુરશીમાંથી ઊભો થઈને સડસડાટ ઝડપી ચાલતો થામણાના સ્ટેન્ડ ઉપર આવી ઊભો તે વિચારી રહ્યો હતો “હવે ફોરવ્હીલ કારની જરૂર ખરી જ.” આવતી રિક્ષાને હાથ ઊંચો કરી થોભાવતાં રિક્ષા ડ્રાયવરને કહી રહ્યો હતો. “ડાકોર લઈ જા.”

“હા! સાહેબ” રિક્ષા ડ્રાયવરે સાઈડગ્લાસમાંથી સત્યમ્‌્‌ને જોતાં ઉદ્‌બોધન કર્યું. થોડા સમયમાં પૂરપાટ ચાલતી રિક્ષા ડાકોર આવી ત્યારે ડ્રાયવરે સાઈડગ્લાસમાંથી જોતાં કહ્યું - “સાહેબ ક્યાં ઉતારું?”

બસસ્ટેન્ડ પાસે. ઊભી રહેલી રિક્ષામાંથી બીજા પેસેન્જર ઉતરીને

ભાડું ચૂકવી ચાલવા લાગ્યા હતા. સત્યમ્‌ે હળવેથી કહ્યું, “મંદિર લઈ

જા.”

ડાકોરના માર્ગો ઉપર દોડતી રિક્ષા મંદિર આવીને ઊભી રહી. સત્યમ્‌્‌ના મનોજગતમાં માત્ર ઋતુંના જ વિચારો આવતા હતા. “ઋતુંને શું થયું હશે? બિમાર હશે? ક્યાંક બીજે જવાનું હશે? કે પછી..” અનેક વિચારોનો અંત જ્યારે સત્યમ્‌્‌ ખડકીની જાળીનો આગળો ખોલીને બારણા પાસે આવીને ઊભો હતો ત્યારે આવી ચૂક્યો હતો. ઋતું વર્ષોથી રાહ જોતી બેઠી હોય તેમ છૂટ્ટા વાળ રાખી હોઠ બીડીને પલ દો પલ માટે ચાલતી ટી.વી. ચેનલ જી સિનેમા ઉપર નજર નાંખી. ખડકીની જાળીનો આગળો ખખડવાની રાહ જોતી બેઠી હતી. સત્યમ્‌્‌ને જોતાં જ તે ઊભી થઈ તેના મુખમાંથી ઉદ્‌ગાર નીકળી ચૂક્યો - “હાશ”

તેણે ચહેરા ઉપર બેઉ હાથ ફેરવ્યા. થોડી ક્ષણ માટે આંખો

ચોળતી વિચારતી હતી કે તે જુએ છે તે સત્ય છે કે ભ્રમ.. વારેવારે આંખ ચોળી સત્યમ્‌્‌ને જોતી ઋતુંના હોઠ હાસ્યથી ફરકી ઊઠ્યા. સત્યમ્‌્‌ ઋતુંના વર્તનને અવલોકતો કહી રહ્યો. “ઋતું શું જુએ છે? શું થયું છે તને?” ઋતું પાસે માત્ર એક જ ઉત્તર હતો. “સત્યમ્‌્‌ મને થયું કે

સત્યમ્‌્‌ આવશે.. કે પછી” ઋતુંનું હૃદય ધડકી રહ્યું હતું જ્યારે સત્યમ્‌્‌ના હૃદયના ધબકાર ખૂબ વધી ચૂક્યા હતા. તે પહેલા ઓરડાના બારણાને બંધ કરી ઋતુંને ઊંચકી લેતાં ચૂંબનોથી ભીની ભીની કરી મુકી. ટી.વી. ચેનલ ચાલું હતી. બરસાત ફિલ્મમાં હિરો હિરોઈન એક છત્રીમાં વરસતા વરસાદમાં એકબીજાને પકડીને ચાલી રહ્યાં. એક તો બંન્નેને વરસાદ

ભીંજવી રહ્યો હતો. બંન્નેને અંતરનો વરસાદ તરબોળ કરી રહ્યો હતો. નયનામાસીના ખડકી બંધી મકાનના નીચેના બંધ ઓરડામાં પ્રણયી સત્યમ્‌્‌ ઋતું બહાર વરસતા અંતરમનના વરસાદથી તરબતર બની ચુક્યાં હતાં. મેઘ ગર્જના અને વીજળીના ચમકારાનો અનુભવ બંન્ને પંખીડાં રસ્તા ઉપર પડતી ખૂલ્લી બારીને ફીટ કરેલી ઝીણી જાળીમાંથી જોઈને અનુભવી રહ્યાં હતાં. ઋતું પ્રણય ઉત્કટ બનીને સત્યમ્‌્‌ના બાહુમાં

ભીંસાઈ રહી હતી. તેના બંન્ને કર સત્યમ્‌્‌ની પીઠ, ચહેરા ઉપર પ્રસરી રહ્યા હતા. જ્યારે પ્રેમાવેશમાં પાગલસમો વિહ્‌વળ સત્યમ્‌્‌ના હોઠ ઋતુંના ચહેરા ઉપર-હોઠ, આંખો, ગાલ હડપચી લાંબી પાતળી કોમળ સારસી જેવી સોહામણી ડોક ઉપર ચુંબનોનો વરસાદ વરસતો હતો તેમ તેમ આકાશમાં વાદળોના અથડાવાની ગર્જના સાથે વીજ ચમકાર આખા આકાશમાં પ્રકાશ પાથરતો હતો. આકાશમાં કાળાડીબાંગ વાદળ જેવા છૂટ્ટાકેશમાં ઘેરાયેલો ઋતુંનો ચહેરો, અંગ સત્યમ્‌્‌ના ચુંબનોના વરસાદની

સાથે મેઘાચ્છાદિત વાદળો અથડાવાથી થતી વીજળી જેમ ચમકી રહ્યો હતો. પૂનમની ચાંદની રાતમાં સરોવરમાં ખીલતી પોરણી જેમ ઋતું પુલકિત થઈ રહી હતી. સમય વહી રહ્યો હતો. પ્રેમ રંગ છંટકાઈને છલોછલ રેલાઈ રહ્યો હતો. વિરહી પ્રણયી પંખીડાં અન્યોન્યમાં ઓતપ્રોત થવા તડપી રહ્યાં હતાં. ધીમે ધીમે સત્યમ્‌્‌ બંન્ને હાથ ઋતુંના દેહ ઉપરના વસ્ત્રો ચોળી, બ્રા, નીકર, ચણિયો હટાવી રહ્યાં હતાં તો ઋતુંના હાથ સત્યમ્‌્‌ના ચહેરા ઉપર આવી જતા શિરકેશને ખેંચીને ઊંચેને ઊંચે લઈ જઈ રહ્યા હતા. હળવે હળવે સત્યમ્‌્‌ના દેહ ઉપરથી સર્ટ, પેન્ટ, ગંજી, જાંગિયા સરકી રહ્યા હતા. અચાનક સત્યમ્‌ે ઋતુંને ઊંચકીને ચુંબનોથી

ભીનીભીની કરતાં બાજુમાં ગોઠવાયેલા ગાદલું પાથરેલા પલંગમાં સુવાડી. સત્યમ્‌્‌-ઋતું ઋતું-સત્યમ્‌્‌ અન્યોન્યમાં ઓતપ્રોત થઈ ચૂક્યાં. વારેવારે ઊંડા શ્વાસ, પ્રસ્વેદ.. સીસકારા સંભળાઈ રહ્યા હતા. દીવાલ ઘડીયાળમાં નવના ટકોરા સંભળાતાં સત્યમ્‌્‌ ચમકી ઊઠ્યો તે સભાન થતાં જ ઋતુને કહી રહ્યો - “ઋતુંપ નવના સમયે ઘેર આવવાનું મેં અનુરાધાને કહ્યું છે.”

“જવાય છે શું ઉતાવળ છે?” ઋતું સત્યમ્‌્‌ને બાહુપાસમાં ભીંસતી કહી રહી. તેણે સત્યમ્‌્‌ના ચહેરાને ખેંચીને તેના હોઠ ઉપર વેધક ચુંબન વરસાવ્યું. તેના બંન્ને હોઠ સત્યમ્‌્‌ની પીઠ ઉપર ત્વરાથી પ્રસરી રહ્યા. નદીના વેગીલા પ્રવાહમાં સામે કિનારે જવા માંગતી નૌકાનો નાવિક જે ત્વરાથી હલેસાં મારતો હોય તેમ ઋતું કરપલ્વો પીઠ ચહેરા ઉપર પ્રસરતા હતા તો વળી સત્યમ્‌્‌ના બંન્ને હાથ જોર જોરથી ઋતુના ઉરજ ઉપર પ્રસરી રહ્યા હતા. ઘોરંભાયેલા આકાશનાં વાદળો મેઘગર્જના કરાતં મૂશળધાર

વરસાદ વરસાવી રહ્યાં હતાં. પૃથ્વી તરબતર બની ચૂકી હતી. સત્યમ્‌ે ઋતુંની વિદાય લેતાં સ્વસ્થ થતાં વસ્ત્રો ધારણ કરી પૂર્વની દીવાલ ઉપર ગોઠવાયેલા આયનામાં કાંસકાથી વાળને સજાવતાં ઋતુંને કહ્યું - “ઋતું હું જાઉં.”

“જાવ ને જનારને કોણ રોકે છે?” ઋતુંએ એક મીઠા ગુસ્સાથી કહ્યું. વસ્ત્રોપરિધાન કરતી ઋતું પલંગમાં બેસીને જીવનના આનંદનો અનુભવ કરી રહી હતી. તે હળવા હાસ્યથી બોલી ઊઠી - “સત્યમ્‌્‌ કંઈક કરને આપણે સાથે જ રહીએ.”

“જરૂર વિચારીશું? થામણાથી ડાકોર દૂર તો ખરુ જ ને?” સત્યમ્‌ે ઓરડાનું બારણું ખોલતાં કહ્યું.

“તો શું કરીશું?” ઋતુંએ કહ્યું. તે વિચારી રહી હતી જો

થામણા જાઉં તો? સત્યમ્‌્‌ અને હું હંમેશ નિકટ રહી શકીએ.

સત્યમ્‌્‌ ઉંબર બહાર એક પગ મુકતાં કહી રહ્યો. “એક કામ

કરીએ તું થામણા રહેવા આવી જા..”

ઋતુનો તર્ક વીજચમકાર જેમ ઝબકી ઊઠ્યો. તેના સફાળા સત્યમ્‌નો હાથ પકડતાં કહ્યું - “પણ સત્યમ્‌્‌ નીકટ આવું ને દૂર હડસેલાવું તો.”

“જીવનની એ જ વાસ્તવિકતા છે” સત્યમ્‌ે હળવેથી લાચાર

ચહેરે કહ્યું.

“આપણે જેમ છીએ તેમ બરાબર છે. તું કાર લાવી દે” ઋતુંએ વિચારનો ચમકાર થતાં કહ્યું.

“એવો જ વિચાર છે.” સત્યમ્‌્‌ માર્ગમાં ડાકોર આવતાં જે

વિચારતો હતો તે ઋતું વિચારે છે તે યોગ્ય લાગ્યું તે ઋતુંને કહી રહ્યો - “કાલે મળીએ ત્યારે” સત્યમ્‌્‌ ઝડપી ખડકીનું દ્વાર ખોલી જાળી ખોલીને “બાયપ બાયપ” કહેતો જાળી બંધ કરી મકાનનાં પગથિયાં ઉતરી રહ્યો હતો. મૂશળધાર વરસાદ વરસતો હતો. બારે મેઘખાંગા થયા હતા. રસ્તાઓ પાણી ઉભરાતા હતા. ગોમતી ઉભરાઈ રહી હતી. મંદિર દ્વારના પગથિયે પાણી પહોંચી ગયું હતું. કોઈ સાધન મળતું ન હતું. મુખ્ય દરવાજાથી ચોક બજાર પસાર કરી બોડાણાની પ્રતિમા તરફ જોયું તો રમકડાવાળાની દુકાન સુધી પાણી જ હતું. બોડાણા પ્રતીમા ઊંચા ઢોળાવ ઉપર હતી. સત્યમ્‌ે વિચાર્યુ કે રોડ ઉપર ચાર કે પાંચ ફૂટ પાણી હશે. તે ટાવર પાસે આવી ઊભો તેણે માર્ગ બદલ્યો પુનિત આશ્રમ તરફના બ્રાહ્મણ ફળિયાના માર્ગે જવા લાગ્યો. સ્ટ્રીટ લાઈટના અજવાળામાં શેરીના

મકાનના ઓટલા ઉપર ઊભેલાં સ્ત્રી-પુરુષ, બાળકો, યુવક-યુવતી નીકળતા આગંતુકને જોતાં જ વિચારી રહ્યા હતા ક્યાં જતો હશે એ? કોઈકે તો પૂછ્યું “ક્યાં જશો?”

“ઉમરેઠ” સત્યમ્‌ે ટૂંકો જવાબ વાળ્યો.

ઓટલા ઉપર ઊભા આધેડ પુરુષે કહ્યું “નહીં જવાય, પાછા વળો. કૉલેજ આગળના નાળા પાસે ખૂબ પાણી છે. ફસાઈ જશો.”

સત્યમ્‌્‌ વિચાર કરતો થોડી ક્ષણ માટે ઊભો જ રહ્યો. શું કરવું

તે સુંજતું ન હતું. તે વિચારતો હતો થામણા તો જવું જ પડે. અનુરાધાને કહ્યું છે “નવ વાગે આવીશ” વરસતા ધોધમાર વરસાદમાં ઊભા રહેલા સત્યમ્‌્‌ને આધેડ કહેતો હતો “સાચું કહું છું નહીં જવાય. રાત રોકાઈ જાવ.”

સત્યમ્‌્‌ પાછા જ વળવા વિચારી રહ્યો. તો અનુરાધા- ભાર્ગવ અને માલાના વિચારો આવતાં પાછો મુંઝવણ અનુભવતો હતો. શું કરવું? તેને સુંજતું ન હતું. સમગ્ર પંથકમાં બુધ્ધિશાળી ગણાતા સત્યમ્‌ની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. તે લથડાતાં પગલે પાછો ચાલતો ચાલતો ટાવર પાસે આવી પહોંચ્યો. તેણે ઊંચા ઓટલાવાળી મેડીકલ સ્ટોરના પાટિયે ઊભા રહી. ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. ભીના મોબાઈલને હાથ રૂમાલથી લૂંછતાં લૂંછતાં મોબાઈલનું ફોનબુક ફંકશન ખોલી અનુરાધાને ફોન કર્યો. રીંગ રણકી રહી હતી “મેરે તો ગિરધર ગોપાલપ” અનુરાધાએ ફોન રીસીવ કર્યો.. “હલો..હલોપ થોડી ક્ષણ માટે અવઢવમાં ડૂબેલો સત્યમ્‌્‌ મૌન રહ્યો. પછી તે બોલી રહ્યો હતો. “અનું..હા..હા..બોલો”

“મૂશળધાર વરસાદ છે” સત્યમ્‌ે હળવા રુંધાયેલા કંઠે કહ્યું. “હા.. તેપ ક્યાં છે?” અનુરાધાનો હાંફળો અવાજ આવી રહ્યો

હતો.

“અહિં ડાકોર ટાવર પાસે ગોમતી ઉભરાય છે. મંદિર પગથિયે

પાણી આવ્યાં છે.” સત્યમ્‌ે સત્યને ખૂલ્લુ કર્યું.

અનુરાધાનો ગંભીર અવાજ સંભળાઈ રહ્યો હતો. તે સાથે તેની સાથે ઊભા રહેલા ભાર્ગવનો અવાજ આવતો હતો. “મમ્મી પપ્પા” અનુરાધાએ ફોન ઓફ કરી દીધો. સત્યમ્‌્‌ ફોન ઓફ કરી પુનઃ પેન્ટના ખિસ્સાાં મૂકતો મૂંઝવણથી મૂક્ત થવા બંન્ને ગાલમાં હવાભરી ફુગ્ગો ફુલાવી રહ્યો. તેણે જોર જોરથી વારે વારે ફૂગ્ગો ફૂલાવી ઉચ્છવાસને બહાર કાઢ્યો. થોડી રાહત અનુભવતો સત્યમ્‌્‌ કેટલોય સમય મેડીકલ સ્ટોરના પાટિયા ઉપર ઊભો ઊભો ઋતું.. અનુરાધા.. ભાર્ગવ, માલાના

વિચારોમાં ખોવાઈ ગયો.

સત્યમ્‌ે ઋતુંના ઘર તરફનો માર્ગ પકડ્યો. લક્ષ્મીજી મંદિરની શેરીમાં બીજા માળે લાઈટ ચાલુ હતી. સત્યમ્‌ે ખડકીની જાળી ખોલી. બારણું ખોલીને જાળી બંધ કરી બારણું બંધ કર્યું. તે ઋતુંના ઓરડાના બંધ બારણા.. જાળીને અડકી રહ્યો. થોડી મિનિટોમાં સુધી તે ઊભો ઊભો વિચારતો હતો “શું કરું? ઋતુંને ડીસ્ટબ કરું કે પાછો વળું” ઉપરના મેળા ઉપરની ખડકીમાં પડતી બારી ખુલતાં જ વિચારમાં ખોવાયેલા સત્યમ્‌ે ઋતુંની બંધ જાળીના આગળાને ખખડાવ્યો. ઋતુંના બંધ ઓરડાની લાઈટ થઈ. ઋતુંએ બારણું ખોલ્યું. ઓરડાની ટ્યુબલાઈટના અજવાળામાં ઋતુંએ જોયુ તો જાળીને અડકીને સત્યમ્‌્‌ ઊભો હતો. ઋતું વરસાદમાં ભીંજાયેલા સત્યમ્‌્‌ને જોઈને ભાવુક બની ગળગળા સ્વરે બોલી ઊઠી - “સત્યમ્‌્‌ તમે” તેણે જાળી ખોલી ભીંજાયેલા સત્યમ્‌્‌ને વળગી પડી તેના ચહેરા ઉપર હાથ

પ્રસારી રહી. તે સત્યમ્‌્‌ના ભીના શિર ઉપર હાથ ઘસતી બોલી રહી - “ખૂબ પલળી ગયા”

સત્યમ્‌્‌ થોડીવાર ઉંબર ઉપર એક પગે ઊભો રહ્યો. ઋતુંએ કહ્યું

- “કંઈ વાંધો નહીં રૂમ નહીં બગડે.” ઋતું ખુરશી ખેંચી લાવી. સત્યમ્‌્‌

ખુરશીમાં બેસી બૂટની દોરી છોડી રહ્યો. ભીના સર્ટનાં બટન ખોલી ઋતું કહી રહી હતી “શરદી થઈ જશે.” સત્યમ્‌ે ગંજી કાઢી નાંખી. ઋતુંએ જાળી બંધ કરીને બારણું બંધ કરી દીધું. બાથરૂમના બારણે લટકાવેલા રૂમાલને લાવીને સત્યમ્‌્‌ને આપતાં સત્યમ્‌્‌ દેહને લૂછી રહ્યો હતો. ઋતું ટેબલ ઉપર પડેલા નેપ્કીનથી સત્યમ્‌્‌ના ભીના માથાને ઘસી ઘસીને કોરું કરી રહી હતી. મોજાને કાઢતાં સત્યમ્‌્‌ કહી રહ્યો હતો “ઋતું ખરી કસોટી

શરૂ થઈ છે.”

“કેમ એમ કહો છો?” ઋતુંએ સત્યમ્‌્‌ તરફ દૃષ્ટિ કરતાં કહ્યું. “એમ જ.” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો.

ઋતું વિચારતી કહી રહી હતી. “આ રૂમાલથી બાથરૂમમાં

જઈને પેન્ટ કાઢી નાંખો બીજી ચાદર છે તે વીંટાળી દો. ઋતુંએ તિજોરીમાં

મૂકેલી પતંગિયાની છાપવાળી રંગીન ચાદર સત્યમ્‌્‌ માટે બહાર કાઢી સત્યમ્‌્‌ બાથરૂમમાં હાથ પગ ચહેરો સાફ કરીને રૂમાલ વીંટાળીને બહાર આવ્યો. ઋતુંએ આપેલી ચાદરને કમર ઉપર વિંટાળતાં કહી રહ્યો હતો. “થામણાથી નીકળતાં જ બસસ્ટોપ ઉપર ઊભો હતો ત્યારે વિચાર આવ્યો હતો કે “જો જઈશ તો અનુરાધાના આનંદને લૂંટી લઈશ. ગૃહજીવનમાં તિરાડ પડશે અને નહીં જાઉં તો ઋતું વિચારશે કે સત્યમ્‌્‌

માત્ર તેને રમકડું સમજે છે. હું તો મઝધારમાં ડૂબી રહ્યું છું ઋતું!” ઋતું મુંઝવણ અનુભવતાં કહી રહી હતી. “અંતે તો પ્રેમનો

વિજય હોય છે?” તે મર્માળ હસતી હતી. તે બોલી રહી હતી. “તું બેસ

હું તારા માટે સરસ મઝેદાર મસાલાવાળી ગરમાગરમ ચા બનાવી

લાઉં.”

ઋતું રસોડાની સ્વિચ ઓન કરી ગ્યેસ સગડી સળગાવીને તપેલીમાં દૂધ રેડી સગડી ઉપર મૂકતાં જ રસોડામાંથી જ કહેતી હતી “એવા વિચાર ના કરાય જીવનની અકળ ગતિ હું કે તું કોઈ જ જાણતું નથી.”

સત્યમ્‌્‌ ખુરશીમાં બેઠો બેઠો કહેતો હતો. “ઋતું તું કહે છે ને, પણ હું માણસ છું. જીવતો જાગતો, વિચારતો, હરતો, ફરતો માણસ.

પશું નથી.” સત્યમ્‌ે અકળામણ રજુ કરતાં કહ્યું ત્યારે ઋતું તપેલીમાં ચા,

ખાંડ, મસાલો નાંખીને ચાના ઉભરાને ખાળતી ચા ઉકાળતી હતી. ગળણીથી ઉછાળીને રહી રહી તે વારે વારે ગળણીથી ચાને ઉછાળતી સાંડસીથી તપેલી પકડીને સળગતી સગડી ઉપરથી તપેલી ઉચકવી પડે.. જો એક દમ ઉભો આવે તો સાંડસીથી પકડીને તપેલીને પણ સળગતી સગડી ઉપરથી ઉંચકવી પડે. “બરાબર ઉકળેલી ચા ને યેરાના કપ- રકાબીમાં ગાળીને કપ-રકાબીની કિનારને લૂંછતી ઋતું ચાનો કપ ટેબલ ઉપર મૂકી રહી હતી ત્યારે સત્યમ્‌્‌ ઋતુંને કહેતો હતો - “ઋતું.. ઉકળતી ચા અને હું બન્ને સરખાં ને.” તે વિષાદભર્યુ હસ્યો. ઋતું દુઃખદનેત્રે સત્યમ્‌્‌ના ચહેરાને જોઈ જ રહી જોઈ જ રહી.

અંતરમનનો વરસાદ

વરસાદી રાત જામતી જતી હતી. ધોધમાર વરસાદ હવે ઝરમર વરસી રહ્યો હતો. નીરવ શાંતી વચ્ચે સત્યમ્‌્‌-ઋતુંનું મન વિચારોના ચગડોળે ચઢ્યું હતું. એક જ પલંગમાં અન્યોન્યને બાહુમાં સમાવીને બંન્ને સૂતાં હતાં. નિંદ્રા વેરન થઈ ગઈ હતી. ઠંડીની કંપારી અનુભવતો સત્યમ્‌્‌ ઋતુંનાં અંગો ઉપર હાથ પ્રસારી રહ્યો હતો. અન્યોન્યના ચરણ એકબીજાના ચરણ ઉપર ઘસાઈ રહ્યા હતા. ઉત્તેજીત ઋતુંએ સત્યમ્‌્‌ના હોઠ ઉપર દિર્ઘ ચૂંબન આપ્યું. નીચી ઢળેલી સત્યમ્‌્‌ની આંખોમાં ઉત્તેજનાએ ડોકીયું કર્યું. હોઠને ચૂસતો સત્યમ્‌્‌ ઋતુંની આંખોએ ચૂંબન અર્પતાં વિહવળ બનીને સીસકારા બોલાવા લાગ્યો. ઉત્તેજીત ઋતુંની હડપચી, લાંબી, ડોક અને કદલીસ્થંભ જેવી જાંગ ઉપર ચુંબન કરતો સત્યમ્‌્‌ ઉરજને મર્દન કરતો હતો. સત્યમ્‌્‌ હળવેથી કહ્યું, “ઋતું.”

“હા..ઓહ!પ” ઋતુંએ સીસકાર સહ પ્રતિઉત્તર અર્પતાં તેના હાથ સત્યમ્‌્‌ની કમર ઉપર પ્રસરી રહ્યા. પીઠ સુધી પ્રસરતા હસ્તની કર

પલ્લવ કોઈ ચેન, સુખ શોધતાં હતાં. જીવનની ધન્ય ક્ષણ અનુભવતી

સાયુજ્યની એ ક્ષણોની અદ્‌ભૂત અનુભૂતિ બંન્ને કરી રહ્યાં હતાં. ઓરડામાં

માત્ર સિસકાર, ઊંડા, નિશ્વાસ, પ્રસ્વેદ પ્રસરી રહ્યાં હતાં. ઓરડો શાંત થઈ ગયો. ઊંડી નિંદ્રાનો શ્વાસેશ્વાસ ફેલાઈ રહ્યો. ઋતું જ્યારે ઊઠી ત્યારે સવારનો ઉજાશ બારીની તિરાડમાંથી ડોકાઈ રહ્યો હતો. પૂર્વની દિવાલ ઉપર ગોઠવેલી રાધા-કૃષ્ણની તસ્વીરના પાછળના ભાગમાં માળામાં ચકલી-ચકલો કલરવ કરી રહ્યાં હતાં.

ઋતું, સત્યમ્‌્‌ના ચહેરાને જોઈને ભાવસભર બની તેના, વિખરાયેલા કેશમાં કરપલ્લવ ફેરવી રહી હતી. ઘેરી નિંદ્રામાંથી પ્રેમની અનુભૂતિ કરતો સત્યમ્‌્‌ પલંગમાં બેઠેલી ઋતુંને કમરમાંથી પકડીને ખેંચતો હતો. બંધ આંખોએ સ્વપ્ન જોતા સત્યમ્‌ે ઋતુંને ખેંચીને બાહુપાસમાં ભીંસીને તેના હોઠ ઉપર ચૂંબન વર્ષા કરી હતી. આખી રાતના વરસેલા ધોધમારથી ધરતી ધરાઈ ગઈ હોય તેમ તૃપ્તિનો ઓડકારનો અનુભવ કરતી ઋતું કહી રહી હતી.. “નાપ સવાર થયું. કાલે..”

“અંહપ જરા.. એકવાર” સત્યમ્‌ે પુનઃ હોઠ અને નેત્ર ઉપર

ચૂંબન કરતાં ઋતુંને કહ્યું.

પ્રેમવશ ભગવાન પણ ભક્તને આધિન બને છે તેમ ઋતું તો અંતે માનવ છે તે સત્યમ્‌્‌ના પ્રેમને આધિન બનતાં સત્યમ્‌્‌ના કાળાભ્રમર છાતીના વાળમાં ચહેરો છૂપાવી પ્રેમરસનો અનુભવ કરી રહી. સત્યમ્‌્‌ના હૃદય ધબકારા સાંભળતી ઋતુંની પીઠ ઉપર સત્યમ્‌્‌નાં બંન્ને હાથનાં આંગળાં પ્રસરી રહ્યાં હતાં. ઋતુંએ સત્યમ્‌્‌ની આંખ ઉપર ચૂંબન કરતાં કહ્યું - “પ્રિય.. સત્યમ્‌્‌”

“અંહપ” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો ત્યારે ખડકીની જાળીનો આગળો ખખડવાનો અવાજ આવ્યો તે સાથે દૂધવાળો ભૂરો બોલી રહ્યો હતો. “દૂધપદૂ..ધપ.”

ઋતુંએ ઊંચા અવાજે કહ્યું “એ આવી..” વહેલી સવારે બાથરૂમમાં બ્રસ કરતાં સત્યમ્‌્‌ને ઋતું કહી રહી હતી. “કોફી પછી બનાવું કેપ”

“હા! તું બ્રસ કરી લે.. આપણે સાથે ચા પીશું” સત્યમ્‌્‌ બ્રસ

કરતાં કહ્યું.

હંમેશ કોફી સાથે નાસ્તો કરવા ટેવાયેલી ઋતુંએ રસોડાના કબાટમાંથી ટોસ, નાનખટાઈ, ખાખરા, કાઢી બે ડીસમાં ગોઠવી દીધા. સત્યમ્‌્‌ પહેલાં જ બ્રસ કરી સ્વસ્થ થયેલી ઋતુંએ આખ્ખા દૂધની ચા- કોફી બનાવી. સત્યમ્‌્‌ બ્રશ કરીને આવ્યો ત્યારે ઋતુંએ ટેબલ ઉપર ગોઠવેલા નાસ્તાની ડીસ અને ચા-કોફીના બે કપ મુકીને ટેબલ પાસે

ખુરશી ખેંચી લાવીને સત્યમ્‌્‌ની રાહ જોતી હતી. ચહેરો સાફ કરી પુલકિત હાસ્ય વેરતા સત્યમ્‌્‌ને હસતાં નયને મધુર હોઠ ઉપર મધુર હાસ્ય ફેલાવતાં ઋતું કહી રહી હતી. “પ્રાણપ્રિયપ” ઋતુંની હસતી આંખોમાં આનંદનાં આંસુ ઉભરાઈ આવ્યાં તેણે આંખોના બંન્ને ખૂણાને લૂંછીને આંસુને ખાળ્યાં ત્યારે સત્યમ્‌્‌ આશ્ચર્ય અનુભવતો ત્વરિત ઊભો થઈ ઋતુંના ચહેરાને છાતી સરસો ચાંપી તેના ગુલાબી ગાલ અને હોઠ ઉપર ચૂંબન કરતાં કહી રહ્યો “આજ મારા જીવનની ધન્ય ક્ષણ છે.”

“હે પ્રભુ! ભવોભવ મને સત્યમ્‌્‌ મળે..” ઋતુંએ પ્રભુને પ્રાર્થતાં કહ્યું.

“ઋતું! પ્રભુ કરુણામયી છે. જન્મોજન્મના સંસ્કારને ગતિવિધિનો

સર્જક છે. સાત સાત જન્મ સુધી વિરહ અનુભવતાં પિંગળા અને ભૂર્તહરિને

પ્રભુએ મિલન કરાવ્યું” ભાવભર્યા નેત્રે રાધા-કૃષ્ણની તસ્વીરને નિહાળતો

સત્યમ્‌્‌ કહી રહ્યો.

“હા! પણ..એવું મિલનપ સ્નાન કરતા પૂત્ર દેહ ને જોતી

પિંગળા પતિ વિરહને કેવો અનુભવતી હતી. ભૂર્તહરિ જોગી બની ગયા હતા.. રામની જન્મકુંડળીમાં પણ પ્રિય પત્નીનો વિરહ કેવો ભયનાક હતો. જ્યારે કૃષ્ણ કેવા દુઃખી થઈ ગયા. જીવનમાં ક્યારેય ક્યાંય શાંતિ ના મળી. મૃત્યું પણ પારધિના તીરથી થયું.. કેવું કેવું જોવું પડ્યું.. યાદવ કુળનાશ.. કુરુવંશ નાશ” ભારતવર્ષના ભૂતકાળને યાદ કરતી ઋતું સત્યમ્‌્‌ને અગમના એંધાણ આપતી કહી રહી હતી. આંતરમનના વરસાદની અપૂર્વ શીતળતા અનુભવી રહી હતી. અંતરમનનો વરસાદ તો ક્યારનોય વર્ષિય ચૂક્યો હતો. જ્યારથી સત્યમ્‌્‌ ઋતુંને મળ્યો હતો. પુનઃ મૌન, શીતળતા પરમશાંતિ, તૃપ્તિ ફેલાયાં.

અ અ અ

“હમણાં આવશેપ સૂઈજા..” “મમી પપા શું લાવશે?” “વાવા.. વા.. વા..”

“માલે ટો ડેસ જોઈએ”

“મમી માલે ટો છૂક છૂક ગાડી” “ના, મમીપ માલે વિમાન જોયે”

“હાપ હાપ પપા વાવાપ લાવશે, ડ્રેસ લાવશે, છૂક છૂક ગાડી

લાવશે.. વિમાન..” બંન્ને પડખામાં સૂઈ રહેલા ભાર્ગવ.. માલાને પીઠમાં

હાથ ફેરવતી.. થપ થપાવતી અનુરાધા બંધ આંખોએ ભાવભર્યા શબ્દો કહેતી હતી. તેનો શ્વર દોડડો થઈ ચૂક્યો હતો. ધોધમાર વરસતા વરસાદનો વરસવાનો અવાજ દલપતકાકાએ જાત મહેનતથી સરલા- દલપતે ઈંટોથી ચણેલા બે કરા અને પછીતની દિવાલ બે રૂમનાં ભડાં વચ્ચે ઉમરેઠથી કબાડીમાંથી લાવેલી જાળીઓ.. આગળના રૂમનું બારણું.. પાછળના રૂમનું બારણું.. બે રૂમ વચ્ચેના બારણાની આસપાસ સાવ અડોઅડ ગોઠવેલી બે-બે બારી તેમજ ગામના પરસોત્તમ સુથાર દ્વારા ઘર ઉપર ગોઠવેલા બે બાજુના ઢાળ ઉપર ત્રણ ત્રણ મોભ ઉપર ખીલા

મારીને કબાડીમાંથી લાવેલા અઠ્ઠાવીશ પતરાંને બેઉ કરા ઉપર ખીલાથી જડ્યા હતા. તે સમયે દલપતે હર્ષનાં આંસુ લૂછતાં લૂછતાં સરલાને કહ્યું હતું “સરલા આજ મારા જીવનનો ભવ્ય આનંદ અનુભવું છું. ઘરના

મોભમાં જડાતા ખીલા.. મારા અંતરમનમાં જડાઈ રહ્યા હોય તેમ અનુભવતાં થતું હતું કે મનનો મોરલીયો ટહૂકા કરતો હોય.. ઈસુના હૃદયમાં ખીલા જડાતાં લોહી નીકળ્યું હશે પણ મારા હૃદયમનમાં જડાતા

ખીલાથી ટહૂકતા મોરલાનાં આનંદનાં આંસુ વહે છે.. જોપ જોપ સરલા” “હા! પટેલ તમે ભાગ્યશાળી છો. તમારા આનંદને અનુભવતી

હું ઢેલડી. તમારા આંસું પીવા ઉન્માદીત છે..” સરલાએ ભાવભર્યા નેત્રે.. નેવાનાં પતરાંની ધાર ઉપર ઊભા પગે બેસેલા દલપત પટેલને કહ્યું. અને બન્યું પણ એવું જ એ અષાઢી વરસતા ધોધમાર વરસાદમાં ધરતી ધરાઈ ગઈ હતી. તેની તૃપ્તિનો ઓડકાર સરલાએ અનુભવ્યો હતો. ધરાયેલી ધરતીની રાત્રીની શીતળતામાં સાયુજ્યની ક્ષણો માણતાં તૃપ્ત સરલાએ

મરક મરક હોઠો વચ્ચે હળવું હાસ્ય પ્રસારતાં શર્મના શેરડાનો અનુભવ

કરતાં નીચાં નેત્રે.. વહેલી સવારે વડનું દાતણ કરતા પટેલને શર્મભર્યા

નયને કહ્યું હતું “પટેલપ પ..ટે..લ..”

દલપત પટેલ કંઈ જ સમજી શક્યો નહીં તે એટલું જ સમજ્યો કે સરલા જીવનનો આનંદ અનુભવીને તૃપ્ત છે. દલપત પટેલને ગરમાગરમ

મસાલાવાળી કડક ચા કપમાં આપતાં હળવેથી સરલાએ કોઈના જુએ તેમ તેની જમણી મૂંછને પકડીને જોસથી ખેંચી હતી. સરલાના આ અડપલાથી ચમકી ઉઠેલો દલપત પટેલ સરલાને જોઈ જ રહ્યો. બસ જોઈ જ રહ્યો. આગલા ઓરડામાં કચરો વાળતાં સમુ પટલાણીએ આ દૃશ્ય જોયું તે મનોમન હસી રહ્યાં હતો.. તે વિચારતાં હતાં કે ક્યારેય હેતનો અણસાર ના આવવા દેનારીપ ખૂબ મર્યાદા જાળવનારી સરલાવહુએ એવું કંઈક જરૂર અનુભવ્યું હશે જ..

પહેલા વરસાદથી તૃપ્ત તરબોળ ખેતરમાં ખેડીને વાડીયાવાળામાં વહેલી સવારે સૂરજ ઊગતાં સમાર કાઢી ચાવોટથી ચાસ પાડતા પટેલના બળદને હંકારતા ડચકાર “એ હાલો મારા બાપા..હાલો..” સાંભળતી આનંદ ઘેલી સરલા એની સાસુ સમુપટલાણીની લાજ કાઢી મગફળીના દાણા પેંરતાં પેંરતાં કહેતી હતી.. “મા..”

સમુ પટલાણીએ કોઈ જ ઉત્તર ના આપ્યો. પાછો થોડી મિનિટો બાદ એ જ અવાજ સાંભળ્યો - “મા”

“હં” સમુપટલાણીએ કહ્યું.

“મા હુંપહુંપ” સરલાએ હળવેથી શર્મ અનુભવતાં ધીમા સ્વરે કહ્યું.

“હું..હું.. શું કરેંશ..” સમુ પટલાણીએ કહ્યું.

ત્યાં જ મંદ મંદ પવનની લ્હેર પૂર્વના આકાશમાંથી આવી રહી હતી. સરલાએ ઓઢેલી પોપટી રંગી ચૂંદડી. ઊડી ઊડી રહી હતી. કાઢેલી

લાજના છેડાને પકડી રાખવા છતાં ઘૂંઘટ વારે વારે ઊડી જતો હતો.

સમુ પટલાણી કહ્યું.. “તું તારે ઊડી જવા દેને” “ના..ના..માપ તે છે તો”

“કંઈ વાંધો નહીંપ કોઈ જોતું નથી.”

“હોય મા.. તમે છો.. એય છે..”

“ભલે હોય હમણાં સવાર થયું છે. દશ વાગતાં વાર પણ નહીં

લાગે. હજુ તો - પેલું વાદળાંવાળું ખેતર ખેડવાનું છે મકાઈ પેંરવાની છે. આમાં હમાર કાઢવાનો રહી જશે.” સમુ પટલાણીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

બે બે ચાસમાં સાથે જ મગફળીના દાણા ઓરતાં સાસુ વહુ વાતો કરતાં હતાં. ઝરમર ઝરમર વરસાદ વીજ ચમકાર.. વાદળ ગર્જના સાથે શરૂ થયો.

સમુ પટલાણી હળવેથી કહેતાં હતાં.. “મું કહું છું તે સાચુંપ વરસાદ ચેડો નહીં મેલે અને તું તારા ઘૂંઘટની ચિંતા કરે છે.”

“હા.. મા.. હા.. બસ” પવનની વેગવાન લહેરમાં ઊડી જતા

ઘૂંઘટને ઊડવા દઈને સરલાએ સાસુનું કહ્યું માન્યું. તેમની સાથેને સાથે બે બે ચાસમાં મગફળી દાણા ઓરતી ઝડપી ચાલવા લાગી. ચાલવા શું ચાલવા લાગી પવન વેગ.. દોડવા લાગી.. જોત જોતામાં દલપત પટેલની પાછળ પાછળ મગફળી દાણા ઓરતી હસી રહી હતી. ખિલખિલાટપ

ખડ..ખડાટ..” સમું પટલાણી આજ સરલાનું આનંદભર્યુ સ્વરૂપ જોઈને

પ્રભુ શ્રીકૃષ્ણને પ્રાર્થતાં હતાં. “હે મારા કાળિયા તું અમારો રખોપો છે. અને રહેજે.”

દલપત પાછળ પાછળ ચાલતી સરલાને પીઠ તરફ ડોક ફેરવી જોતો હતો. તે જોર જોરથી બૂમ મારતો હતો. “હાલોપ મારા બાપાપ હાલો મોડું થશે.. અજુ વાદળું ખેડવાનું છે. ને..ને..મોભારેપ બે કારની ધારે ઈંટોની સીફીલ ચણવાની છે.”

બે વીઘાના ખેતરમાં મગફળી પેંરાઈ જતાં ચાસ ઉપર સમાર કાઢતો દલપત પટેલ હાશ અનુભવતો કહી રહ્યો હતો. “મા!.. તું તારે.. ઈ બારને ટકોર ભાતું લઈને વાદળામાં આવજે. મું ને તારી વહું મકાઈ પેંરી દઈશું.. હવે ચિંતા નથી. પહોંચી વળાશે.”

“હાશપ મારા ધણી કાળિયા તેં તો ગજબ કર્યો.” સમુ પટલાણી પૂર્વના આકાશ તરફ સોનું વેરતા સૂરજને ઊંચા આકાશમાં વંદન કરતાં કહી રહ્યાં હતાં.

“માપ માપ એતો હજાર હાથવાળો છે. નોધારાનો ધણી.. દુઃખીયા દુઃખે દુઃખીયારો, ભક્તોનો તારણહાર મારો કાળિયોપ” સરલાએ અંતરમનના વરસતા વરસાદથી ભીની ભીની આંખોમાં ઊભરાતાં હેતનાં આંસુંને લૂંછતાં લૂછતાં કહ્યું.. તે જોઈને સમુ પટલાણી સરલાને ભેટી પડીને કહી ગળગળા સ્વરે કહેતાં હતાં. “હાં હાં.. બેટા.. એ આનંદભર્યા વરસતા વરસાદની વહેતી ગંગા-જમનામાં મારા જીવને પલાળવા દે. એ પૂન્ય ક્યાં કોઈને મળે છે..” સમુ પટલાણી સરલા વહુંની આંખોમાં વહેતાં આંસુને પાલવને છેડેથી લૂંછી રહ્યાં હતાં. સામા છેડેથી સમાર કાઢતો આવતો દલપત પટેલ આ દૃશ્ય જોઈને ભાવ વિભોર બની રહ્યો હતો.

બપોરની વેળા થતાં થતાં દલપત પટેલે વાદળાંવાળું ખેતર

ખેડીને તૈયાર કર્યું હતું. ખેતર ખેડતા દલપતને સરલા કહી રહી હતી. “તમ તમારે..પોરો.. ખાઓ.. વિસામો કરો પેલી લીંબડીનાં છાંયમાં બાકીનું કામ હું કરું છું.” સરલાએ દલપતના હાથમાંથી બળદનો અછોડો

લઈ લીધો. પરોણી પકડીને હળનો છડો પકડી બળદને હાંકારતી કહી રહી હતી. “એ હાલ.. હાલ.. માર.. બાપા.. હાલ હાલ મારા બાપા.. મા.. આવે એ પહેલા વાદળું ખેડી નાંખીએ.. હટ કર.. મારા બાપા” અડધો અડધ ખેતર ખેડતી સરલાએ કમરે સાડીના છેડાને વિંટાળીને લાજની

ચિંતા કર્યા વિનાપ દોઢ કલાકમાં.. દશ વાગતાં વાગતાં ખેતર ખેડી નાંખ્યું. લીંબડીની છાંયમાં ટેકો દઈને બેસેલો દલપત સરલાના આ ચપળ કામને જોઈને દંગ થઈ રહ્યો હતો. તે આંખો ચોળતો ચોળતો વિચારતો હતો. શું જોઉં છું. સ્વપ્ન તો નથી ને? પુનઃ આંખો ચોળતો ચોળતો એકદમ ઊભો થઈ ગયો. આનંદમયી કરુણામયી સ્વરે તેના મૂખમાંથી ઉદ્‌ગાર સરી પડ્યાં. તેનું આંતરમન વરસી રહ્યું હતું. તેણે બે હાથે

મધ્યાહ્‌ન તરફ પહોંચતાં. સૂરજદેવને બે હાથે પગે લાગતો કહી રહ્યો હતો. “હે મારા.. કાળિયા.. તું તો જબરો છે હાં. આ રૂપ.. આ કામ તું જ કરાવે છે. તારી લીલા અપરંપાર છે.” તેની આંખોમાં ભાવનાનાં આંસુ વહી રહ્યાં હતાં. સામા છેડેથી હળ હાંકતી સરલા. તે જોઈ રહી હતી.

ભાવભર્યા ચહેરે કરુણામયી શબ્દો બોલતી હતી. “ઈ..ઈજ કરાવે છે બધી લીલા તેની જ.. મારો કાળિયો જબરો છે. નીરાધારનો આધાર.

ભક્તોના તારણહારપ આ સાવણે આપણે ચાલતાં ડાકોર જઈશું હાં.. તેના દરશને.” “હાલ હાલ.. મારા.. બાપા.. હાલ” સરલા આનંદભર્યા

શબ્દોથી બળદને પોકારતી હતી. તે વિચારતી હતી. બોડાણાનું ગાડું આમ જ ઊડ્યું હશે. એ દ્વારકાથી ડાકોરની સીમ સુધી. ખેતર ખેડઈ જતાં સમાર કાઢી ચાસ પાડીને દલપત સમુએ સાથે ફાંટવાળી. ફાંટમાં ડી.એ.પી. તગારી તગારીએ ભરીને બેઉ મૂઠ્ઠીએ બે બે ચાસ સાથે પેંરવા માંડ્યું. અડધા કલાકમાં તો આખા બે વિઘાના ખેતરમાં ખાતર પેંરી રહીને ફાંટમાં તગારીએ તગારીએ મકાઈ ભરી. બે બે ચાસમાં ઓરવાનું શરૂ કર્યું. ચોથા ભાગના ખેતરમાં ચાસમાં મકાઈ પેંરાઈ ગઈ હતી ત્યારે સમુ પટલાણીને માથા ઉપર ભાતું મૂકીને કમરમાં માટીના ઘડાનું પાણી

મૂકીને ખેતરના શેઢે આવી ઊભા ત્યારે આશ્ચર્ય અનુભવતાં કહી રહ્યાં. “ઓહો.. આ શું થયું? જબરું કહેવાયપ મને તો એમ કે.. હજુ ખેતર

ખેડાયું યે નહીં હોય ને સમાર કાઢી ચાસ પાડવાના બાકી હશે.” “મા! એ તો કાળિયો કરે છે” દલપતે કહ્યું.

“હા! મા.. કાળિયો જ કરે છે. અપંગને, લુલાં લંગડાને હિમાલય ચઢાવે. બોડાણાનું ગાડું ઊડાવે. જોત જોતામાં એ વાદળાંવાળું ખેડાવે.. સમાર કઢાવે.. ચાસ પડાવે.. અને અને મકાઈ ઓરાવેપ” સરલા હસી રહી હતી. હસતાં હસતાં કરુણામયી પ્રભુની યાદમાં તેની આંખોમાં આનંદનો વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો હતો. દલપતે દોડતા જઈને સરલાને ખભેથી પકડીને માથે બાંધેલી પાઘડીના છેડેથી તેના આંસુ

લૂછતાં કહી રહ્યો. “એય.. મન તારી ગંગા-જમનામાં સ્નાન કરી પાવન થવા દે” દલપત મરક મરક હસી રહ્યો હતો. લીંબડીની છાંયમાં ઊભી ઊભી સમુ પટલાણી દીકરા અને વહુના ભાવભર્યા મિલનને મૌન બનીને

મર્માળ હાસ્ય સાથે જોઈ રહી હતી. તે વિચારતી હતી આ હળાહળ

કળિયુગમાં આવું બને!પ તે મૌન જ રહી. તેણે ઊંચે આકાશમાં મધ્યાહ્‌ના સૂરજને વંદન કરતાં મનોમન કહી રહી “હે મારા કાળિયા.. આ બધું તુ જ કરે છે. તું જપ તું જ..” લીંબડીની છાંયમાં ઊભાં ઊભાં સમુ પટલાણી

મધુર સ્વરે કહેતાં હતાં. “બેટાપ ઈ તમ તમારે ચિંતા કર્યા વિના.. ફાંટ

છોડી નાંખો ને આ ગરમા ગરમ ભાત લાવી છું તે ખાવા ચાલો.” “ના.. ના.. માપ હવે અડધો કલાક મોડું” સરલાએ ચાસમાં

મકાઈ ઓરતાં કહ્યું. ચાસમાંથી નીકળેલી લાલ ગોકળગાયોની હારમાળા

આખા ખેતરમાં ફેલાયેલી હતી. જાણે લાલચણોઠીથી ચોક પૂર્યા હોય તેમ

ખેતરને શોભાવતી હતી. ખેતરના સેઢાની લીંબડી, સમડી, ખાખરાના વૃક્ષ ઉપરથી રાહ જોઈને બેસી રહેલા કાગડા ખેડાતા ખેતરમાં ઊડી ઊડીને ચાસ ચાસમાંથી ઈયળ, અળશિયાંનો શિકાર કરતા હતા. ઠેર ઠેર ઊડતી કાબરો કલબલાટ કરતી કીડીઓ, મંકોડા અને અળશિયાં ચાંચમાં પકડી આરોગતાં હતાં. કંથાર અને કણજની તાજી ખીલેલી પર્ણઘટામાં

લપાઈ છૂપાઈ દેવલી કિલ્લોલ કરતી વારેવારે ઊડતી પાંખો ફફડાવતી તેની હાજરી પૂરાવતી હતી કે “અમે પણ આ ખેતરમાં છીએ.” બોરડીના વૃક્ષ ઉપરથી વારેવારે લીંબડીની ઘટામાં સંતાવા કોશિશ કરતી ચકલી પાંખો ફફડાવી “ચીં-ચીં” અવાજથી ખેતરને ભરી દેતી હતી. દૂર દૂર દેખાતા તળાવના બાવળના ઝૂંડમાંથી ઊડી ઊડીને બગલા ક્યારના જ્યાં ત્યાં ઘૂમી ઘૂમીને ઊડતા ઊડતા.. ઈયળ, અળશિયાંનો શિકાર કરતા હતા. ખેતરને સામે શેઢે બાણ ઉપર ઘટાટોપ થયેલો ઘટાદાર આંબાની

ઘટામાંથી મોરલા ઘહેંકી રહ્યા હતા. તો વળી દૂર દૂરથી વાડીયાના

ખેતરમાં આંબાની ઘટામાં રહી કોયલનો ટહૂકો સીમમાં સાદ કરતો હતો.

સીમાડાને તેના મીઠ્ઠા સૂરથી ભરી દેતો હતો. જ્યારે સમડી અને વિવધ વૃક્ષો ઉપરથી એક પછી એક કોયલ ટહૂકા કરીને પ્રતિસાદ આપતી હતી. તેના સરવા સાદની સાથે સાથે હરખઘેલા મોરલા ઠેર ઠેર મહેંકીને સીમાડો જે હર્યો ભર્યો છે તેની સાબિતી આપતા હતા.

થોડા સમયમાં મકાઈ પેંરાઈ ગઈ. દલપત-સરલા ફાંટ છોડીને “હાશ” અનુભવતાં - લીંબડીના વૃક્ષની છાંયમાં આવી ઊભાં.. થોડી મિનિટ પછી દલપતે ઘડાના ઠંડા પાણીથી ચહેરો અને હાથ ધોઈને માથે બાંધેલા સાફાને છોડીને તેના બે છેડા ખંખેરી તેનાથી હાથ-મોં લૂછીયાં. સરલાએ ઘડાના પાણીથી હાથ-મોં ધોઈ પાલવના છેડાથી લૂંછતાં કહ્યું - “મા.. હવે ભાત ખોલ.” જૂની ઓઢણીમાં ભાત બાંધી લાવેલા સમુ પટલાણીએભાત ખોલ્યું. ગરમાગરમ બાજરીના રોટલાની મહેંકથી વાતાવરણ ઉષ્માભર્યુ બન્યું. ઓઢણીના પાથરેલા કપડામાં રોટલા ભરી વાંસની છાબડી મૂકતાં જ તપેલીમાં ગરમાગરમ કઢીની ખટ્ટમીઠી સુગંધ ફેલાઈ ગઈ. તેમાં વળી મીઠા લીંબડા અને જીરાની સુગંધ વઘારો કર્યો જાણે સુગંધવાળું સોનું. રોટલા ઉપર ગોળનાં ચાર-ચાર ઢેફાં ગોઠવતાં સમુ પટલાણી કહી રહ્યાં હતાં. “બેટા.. આપણી ભૂરીનું ઘી કેવું કણીદાર છે જોપ ત્રણ આંગળીએ કરેલા ઘીને બે બે રોટલા ઉપર ગોઠવતાં પટલાણીએ

લીલાં આથેલાં ચાર ચાર મરચાં મૂક્યાં. તેની બાજુમાં બે-બે ડુંગળીનાં બે બે ફાળિયાં મૂકતાં હસી રહ્યાં “ચાલો બેટા.. ગોઠવાઈ જાવો.” સરલા સમુપટલાણી જોડે ગોઠવાઈ જ્યારે માથી બીજી બાજુ દલપત પલાંઠીવાળીને ગોઠવાતાં છાબના બે રોટલા મૂકીને કહી રહ્યાં. “મા.. તપેલીની કઢી આ વાડકામાં કાઢ.”

સરલાએ બે રોટલા ઓઢણીના પથરાયેલા છેડાના કાપડમાં ગોઠવતાં કહ્યું - “માપ એમને તપેલીની કઢી આપો અને મને વાડકામાં કઢી આપો. એમને ફાવશે.” સમુ પટલાણી હસતાં હસતાં કહી રહી - “તું તો ખરી છે, ખેતરમાં શાલેપ ચાં ઘર છે.”

છાબના રોટલામાં માએ મૂકેલી ડુંગળીના ફાડીયાંમાં એક ફાડીયું ચાવતાં દલપત કહી રહ્યો. “જબરી તીખી છે હાં” તેણે સીસકારો બોલાવ્યો. રોટલાનું બચકું કઢીમાં બોળીને કહેતો હતો “સરસ ખટ્ટ મીઠી કઢી બની છે.”

પુનઃ રોટલાનો બટકુ મોંમાં મુકતાં હસતાં હસતાં આથેલાં

મરચાંનો થોડો ભાગ આવતાં કહેતો હતો. “મરચાં! સ્વાદ કંઈ ઓર છે.

મઝા આવી.”

સમુ પટલાણી મરક મરક હસતાં કહેતાં હતાં. “આ શિયાળામાં તારી વહુંએ જ આથ્યાં છે પૂરાં પાંચ કીલો.” “હં શું વાત કરે છે? રાઈનાં કુરીયાં તો હું નથી લાવ્યો.”

“એણે જ ઘરઘંટી ખેંચીને રાઈ ભરડી હતી. મેથી ભરડીને કેરીનું અથાણું પણ નાંખ્યું છે.”

“મા! તારી વહુ તો જબરી છે?” મર્માળ હસતાં કહ્યું.

“કેમ? એમ કહે છે” સમુ પટલાણીએ ઠપકા ભરી નજરે દલપતને કહ્યું તેમણે એમ પણ કહ્યું. “મારી વહુંને એવું નહીં કહેવાનું સમજ્યો.”

“કેમ મોટાઘરની વહું છે એટલે” દલપતે હસતાં કહ્યું.

“હા! મારા ખોરડાને લજવતો નહીં. ખબર છે? ગરીબ છીએ

પણ ખાનદાન છીએ જા તો ઊભા બજારમાં મારા સામું કોઈ આંખ ઊંચી કરીને જુએ છે.. હું જાઉંને તો બધા આદર-માન આપે છે.” સમુ પટલાણીએ ગૌરવપૂર્વક શિર ઉપરથી ખસી ગયેલા સફેદ સાલ્લાના છેડાને સરખો કરી શિર ઢાંક્યું.

“હા મા! હા! અમે પણ ગૌરવભર્યું જીવન જીવીશું. લોકો કહેતા કે માણેક પટેલ ગામનો મુખી પંચ પટેલ ગરીબ તોયે ખાનદાન-પ્રમાણિક એનો બોલ પંચાયત તો શું તાલુકાનો ઓફીસર, જમાદાર કે પી.એસ.આઈ. પણ ના ઉથાપે.” દલપતે ગૌરવને વ્યક્ત કરતાં કહ્યું.

“હા! બેટા એકવાર તારા બાપના દાદા રમણ પટેલ બહાર ગામ ગયા હતા. સાંજ પડવા આવી હતી. ફળિયામાં સોપો પડી ગયેલો હતો. ગામની સ્ત્રીઓ, પુરુષ-બાળકો આખું ગામ એકઠું થઈને તળાવ કિનારે ઊભું હતું. તળાવની સામે કિનારે બે આંબલા વચ્ચે આવેલી દરગાહની પાળી ઉપરથી જમાદાર-ફોજદાર-બે ગોરા ઓફીસરને લાવ્યા હતા. ભરચક તળાવમાં પોરણાં ખીલ્યાં હતાં. તો એક બાજુ ખીલેલાં કમળ હસી રહ્યાં હતાં ત્યાં જ જળજીવ હેંડો, જળકુકડી તરતી હતી. જમાદારે ગોરા અફસરને કહ્યું આ ગામની સમૃધ્ધિ તો આ પોરણાં-કમળ-જળકુકડી અને હેંડ છે. જુઓને બગલા સામેના બેટ ઉપર ચારો ચરે છે.”

“વેરીગુડ ઈટ્‌સ લુક્સ ઈઝ વેરી ફાઈન” ગોરા અફસરે કહ્યું, “હમ લોગ કો શિકાર કરને કી ખ્વાઈશ હૈ, વી વોન્ટ ટુ હીટ ધીઝ બર્ડઝ” અંગ્રેજ ગોરા અફસરે કડકાઈપૂર્વક કહ્યું.

જમાદારે કહ્યું, “હમે તો બહુત ખુશી હોગી મગર યે ગામ લોક હૈ ન સબ હિન્દુ હૈ, સાવન કે દિન હૈ વો લોગ બર્ડ કો ફાયર કરેંગે તો

નાખુશ હોંગે.” જમાદારે વિનંતીપૂર્વક કહ્યું પરંતુ ગોરો અફસર મક્કમ

રહ્યો. તે કડકાઈથી કહી રહ્યો. વોટ નોનસેન્સપ ડર્ટી લોગ હૈ. ઈટ ઈઝ

માય ઓર્ડર. અંગ્રેજ અફસરે તુરંત ખભે લટકાવેલી બંદુક છાતી સાથે ગોઠવીને નિશાન તાક્યું ને ફાયર કરવા બંદુકનો ટ્રાયગર દબાવ્યો. એક અવાજ થયો ને દૂર દેખાતા કમળ પાસેનું એક હેંડ તરફડતી મૃત્યું પામી. બીજા અફસરે બીજી બંદુકથી નિશાન તાકી ફાયર કર્યું. એક અવાજ ફેલાઈ ગયો. બીજી હેંડ પાસેના જ કમળ પાસે માછલી પકડતી હતી તે તરફડી મરી. એક પછી એક ઉપરા છાપરી વીસ ગોળીના અવાજે આકાશ-ગામને વગડો ગજવી મૂક્યો.

દૂર દૂર સીમાડાની પગદંડી ઉપર ખેતર વચ્ચે એ આવતા જીવરામ જોશી નામના ટહેલીયો અવાજની દિશામાં આવીને તળાવની પાળ ઉપર ઊભો રહ્યો. ગામ લોકો “અરપરપર” કરતા કરુણ ભાવે સીસકારો બોલાવતા બોલી રહ્યા હતા. સ્ત્રીઓ અને બાળકોની આંખમાં આંસું હતાં. સ્ત્રી કહી રહી હતી. “હે ભગવાન આ જીવને બચાવો બચાવો.” જીવરામ જોશી ક્રોધથી કંપતો છાંતી ફૂલાવતો તળાવની પાળે પાળે ચાલતો ત્વરાથી ફલંગ ભરતો બે આંબલા વચ્ચેની દરગાહ પાસે આવી ઊભો. તેણે કડક તીવ્ર વેધક હૃદયના અવાજે કહ્યું, “એયપ ક્યા કરતે હો.”

કોઈ જ ઉત્તર નહીં અફસરે ફાયર કર્યું. પોરણાં પાસેની હેંડ ગોળી વાગવાથી તરફડી મરી.

જીવરામ જોશીએ પૂરી તાકાતથી ગોરા અંગ્રેજ અફસરને એક તમાચો માર્યો. તે ભોંય ઉપર પડ્યો. તે દરગાહની ચાદર ઉપર પડ્યો.

બીજો પડ્યો.

તનુમીયાં જમાદાર બોલી ઊઠ્યો, “હાંપ હાંપ ક્યા કરતે હોં”

પડેગા.”

રમણ મુખીએ સંમતિ આપતાં કહ્યું - “મહરાજ અમારા ઘેર

તેના કડક અવાજભર્યા ચહેરાને જોયો તો તે મરક મરક હસી રહ્યો હતો. તેણે હળવેથી જોશીની પીઠ થાબડી.

બંન્ને અફસર ઊભા થયા. કપડાં ખંખેરવા લાગ્યા. તે સમયે જીવરામ જોશીએ બંન્ને બંદુકને ફેંકી દીધી. શ્રાવણી અમાસને સોમવાર હતો. ડાકોર રણછોડજીના દર્શને ગયેલો રમણ મુખી સાંજની વેળાએ આવ્યો તો ગામ સુમસામ હતું. દૂરદૂરથી બંદુકના ભડાકાના અવાજ સાંભળી રમણ પટેલને થતું હતું. જરૂર કંઈક ગામમાં અજુગતું થઈ ગયું છે. તે સીધો તળાવની પાળ તરફ ગયો. બની રહેલ ઘટના સમજી ગયો. જમાદાર તનુમીયાં જીવરામ જોશીને પકડીને બે અફસરોના મારે સહન કરતો જીવરામ જોશી કડક આંખોએ બોલી ઊઠ્યો હતો - “ગોરાપ હજુ

માર ખાવો છે?” બંન્ને અફસરોના દેહમાં કમકમો છૂટી ગયો. તેઓ કંઈ જ બોલ્યા વિના જીવરામની પાછળ આવવા લાગ્યા. ગામ થાણાની જેલમાં જીવરામને ધકેલીને સળિયાની જાળીને તાળાં મારી દેવામાં આવ્યાં. રમણ પટેલ થાણે પહોંચ્યા. રુઆબભેર કહ્યું, “તનુમીયાં.. હું

ગામ પટેલ, ગામ મુખી હુકમ કરું છું. જીવરામ બામણને છોડી દો.” બે ગોરા અફસર કહી રહ્યાં - “નહીં તો ક્યા કરેગા મુખ્ખી.” “દેખના હૈ.. ગાઁવવાલો કો બૂલાતા હું” દલપતે ગૌરવભેર

બરાડો પાડી કહ્યું.

મામલો વધુ બીચકી જશે તે ડરે તનુમીયાંએ કહ્યું - “અચ્છા, એસા કરો હમ બમ્મન કો છૂટ્ટા કરતે હૈ લેકીન. કલ સુબહ વડોદરે આના

રોટલા રાંધી ખાસે ચિંતા ના કરતા હું લઈને આવીશ.”

તનુમીયાં જમાદારે બંન્ને ગોરાને હસતાં કહ્યું - “હમને કહા હૈ

ઉસે સાથમે લેકર આના.. ઈન્હે રિલીવ કરતે હૈ.”

“અચ્છાપ અચ્છા.. ઓકે.” ગોરા અફસરે સંમતિ આપી. જેલના સળિયા પાછળથી જાળીનું તાળું ખોલી જીવરામ ટહેલીયાને

બહાર કાઢ્યો.

સન્માન ભેર રમણ પટેલે કહ્યું, “મહરાજ તમે તો અમારા ગામની આબરૂ રાખી. મહરાજા ક્યાંના છો?”

“વ્યાસ-વાસણાનો” જીવરામે ટૂંકો ઉત્તર વાળ્યો. રમણમુખીએ

જીવરામની કરડી આંખોનો પ્રસરતો અંગ્રેજ ગોરા અફસરો ઉપર પડતો

પ્રભાવ જોઈને થરકી ગયો. વેધક દૃષ્ટિ નિહાળી અફસરો સમસમી

ઊઠ્યા. તે ધ્રુજતા હતા.

રમણે જીવરામ જોશીનો ખભો થાબડતાં કહ્યું “મહરાજ ખમા કરો ખમા કરો. જે થાય તે વડોદરે.”

વહેલી સવારે અંગ્રેજ અફસરોની સાથે તનુમીયાં જમાદાર, જીવરામ જોશી અને રમણમુખી વડોદરા જવા ગાડીમાં ગોઠવાયા ત્યારે આખું ગામ આ દૃશ્યને જોવા ઊમટી પડ્યું હતું. ઐરાવત ઉપર ઈન્દ્રની સવારી નીકળે તેમ ગૌરવભેર હસતા ગામધણી અને રામધણીને જતા જોઈને ગામ લોકના તાળવે પહોંચેલા જીવ શાંત થયા હતા.

ત્રીજે દિવસે સાંજે તનુમીયાં જમાદાર, જીવરામ જોશી અને

રમણ પટેલ સાથે ગાડીમાંથી ઊતર્યા ત્યારે આખા ગામમાં તર્ક વિતર્ક દૂર થયા. લોકનું માનવું હતું કે કાંતો રાજા બામણને ગોળીએ દેશે કાંતો જેલના સળિયા પાછળ ધકેલી દેશે. ઉપરારું ખેંચવા આવેલા ગામમુખીને ઠપકો આપી. બસો-પાંચસો દંડ પણ કરશે. આમાંનું કંઈ જ ના બન્યું. ગામ લોકો સ્ત્રી-પુરુષો બાળકોનું કિડીયારું ત્રણેને ઊતરતા જોઈને ઊભરાવા લાગ્યું. કોઈની હિંમત રમણ મુખીને કે જીવરામ ટહેલીયાને પૂછવાની ના ચાલી. ગામ પગી મંગળ ચૌહાણે પૂછી નાંખ્યું- “કશું થયું નથી જાવ. જમાદાર શાંતી છે ને?”

મંગળ પગી સામું જોઈને જમાદારે કહ્યું - “રાજાએ તો જીવરામ ટેલીયાની પીઠ થાબડીને પૂરા હજાર રૂપિયા શિરપાવ આપી તાંબાના પત્ર ઉપર પ્રસસ્તી લખીને સહી કરતાં રાજમહોર મરાવી કહ્યું - “તમારા જેવા ટેલીયા ફકીર છે ત્યાં સુધી ગામડામાં ખોટું તો નહીં જ થાય.”

જમાદાર હસતાં હસતાં કહી રહ્યો હતો. બામણ ભડનો સૈયો છે

ભડનો.

રાજાને કે’તો તો કે યે લોગ નિર્દોષ પક્ષીકો શિકાર કરતે થે. બીગાડા હૈ તો હમ ગાંવવાલોને.. યે પક્ષીઓને ક્યા કીયા હૈ.. મહરાજ આપ હોત તો આપકો ભી તમાચ લગા દેતા.. દેશ કે કુદરતી કાનૂન કો કોઈ તોડ નહીં શકતા. “તેના ચહેરાના તેજને સત્યના સૂરજને જોતા રાજ

મરક મરક હસતા ઊભા થયાને પીઠ થાબડતાં કહ્યું “શાબાશપ તું ને અચ્છા કીયા હૈ” રાજાએ અંગ્રેજ અફસરોને ઠપકો આપતાં કહ્યું. “વાય આર યુ મર્ડર ઓફ બર્ડઝ” ગેઈટ આઉટ ફ્રોમ માય સ્ટેટ.” રાજાનો ચહેરો

લાલ પીળો થઈ ગયો હતો.

રમણ પટેલને ઘેર સાંજનું વાળું રોટલા-શાકને શીરો જમતાં જમતાં ટહેલીયો કહેતો હતો. રમણ મુખી - “સાચું હોય તોપ ભગવાનથી પણ ડરવાનું નહીં મોત કેમ અત્યારે નથી આવતું.”

રમણ મુખી મરક મરક હસતાં કહેતા હતા. “મહરાજ તમારા જેવા બાંમણ અમારું આંગણું પાવન કરતા હોય તોપ આ ધરતી કોઈની ગુલામ નથી.” મોડી રાત સુધી લોકોના ટોળે ટોળાં જીવરામ ટહેલીયાનાં વખાણ કરતાં.. ગામની આબરુંના રખવાળને સ્મરી રહ્યા હતા. મહરાજ

માટે ઢાળેલા ખાટલા ઉપર નવું રૂવેલ ગાદલું તેના ઉપર ચાદરને ભરતભરેલું

ઓશીકું ગોઠવાયેલું હતું. મહારાજ હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! સ્મરણ કરતાં કરતાં સુઈ ગયા. બાજુના ઢાળેલા ખાટલામાં સૂઈ રહેલા રમણ પટેલ સરવા કાને પ્રભુ સ્મરણ સાંભળી રહ્યા. તેમના મનમાં એ જપ.. હરે કૃષ્ણ.. ચાલી રહ્યો હતો. વહેલી સવારે સૂરજ ઊગવાને ટાણે

ભળભોંખરે આકાશમાં સૂરજની લાલીમા દેખાતી હતી. જીવરામ ટહેલીયો તાંબાનો લોટો ખભે મૂકાવાની હરે કૃષ્ણના જપ છાપીલું અંગરખું લઈને તળાવના આરામાં સ્નાન કરી. લોટો ભરીને ઘેર આવ્યા. ઊગતા સૂરજને અર્ધ્ય આપતાં બોલી રહ્યા “સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ”

તે સ્વરે આંખો ચોળતા ઊઠેલા રમણ પટેલે મહરાજને વંદન કરી “જયશ્રીકૃષ્ણ” કહ્યા. ઘરના પૂર્વખૂણા તરફ પાણીનો લોટો ભરવાનું કહી. લોટો આવતાં આસન પાથરી ન્યાસ કરતા મહરાજે આચમનીથી

ત્રણ વાર પાણી ગ્રહણ કરી ધરતી ઉપર હથેલીમાં મુકેલું આચમનીયું અંજલીભર્યું પાણી ધરતીમાતાને ધરાવી બીજી આચમની પાણીથી ચોતરફ છંટકાવ કરતા કંઈ મંત્રો બોલી રહ્યા. રમણમુખી માત્ર શાંતી મંત્ર

સાંભળી રહ્યો હતો. “ૐ શાંતિ શાંતિ.. શાંતિ..” રમણ પટેલ જીવનની ધન્યતા અનુભવી રહ્યો હતો. જીવરામ ટહેલીયો કંઈક વાંચી રહ્યો હતો. થોડી થોડી વારે આચમનીનું પાણી ધરતી ઉપર મૂકેલી તરભાણીમાં રેડતો હતો. પૂરો એક કલાક પૂર્ણ થતાં ટહેલીયો ઊઠ્યો. તેણે તરભાણી અને લોટો લઈને કહ્યું, “તુલસી ક્યારો છે?”

રમણમુખીએ કહ્યું, “હા! એ ઘરના ચોકના ખૂણામાં ડબામાં

માટી ભરીને છોકરાના છોકરાની વહુ સમુએ ઉછેરી છે.”

“વાહ! વહુ સારા સંસ્કારની કહેવાય બોલાવને તો.” હસતા

ચહેરે જીવરામે કહ્યું.

રમણ પટેલે વહુને બુમ મારી “વહુ બેટા!”

અવાજ સાંભળતાં હું આવીને. મહરાજને વંદન કરતાં

“જયશ્રીકૃષ્ણ” કહ્યું. મારા ચહેરા ઉપર સ્મિત હતું.

જીવરામ ટહેલીયો હસતાં હસતાં કહેતો હતો. “બેટા! સુખી થાવ. જયશ્રીકૃષ્ણપ આ તુલસી ઘરની રખવાળી છે. અનિષ્ટને ઘરમાંના આવવા દે, તુલસીની માંજર જેટલી વધે તેમ સમૃદ્ધિ વધે. હંમેશા સવાર સમયે તુલસી પર્ણ તોડીને દૂધમાં ઉકાળીને દૂધ પીવું. રોગ ના થાય. કફ છૂટો પડે. તુલસી ક્યારે સવાર-સાંજનો દીપ કરવો. સુખી થવાય.”

જીવરામ ટહેલીયાની મર્માળ રહસ્યભરી વાણી રમણ પટેલ અને સમુ સાંભળી રહ્યાં હતાં. સમુએ દલપતને બૂમ મારી “એ સાંભળો છો.. અહિં આવો તો..”

દલપત મહરાજ પાસે આવીને પગે લાગતાં ઊભો રહ્યો. તે

મહરાજ કહેતા હતા - “બેટા ઘરની આબરૂ ગૌરવભેર જીવવામાં છે.

કોઈની પાસે માંગવું નહીં. જે છે તેમાં ચલાવવું. પ્રગતિના વિચાર કરવા.. લડાઈ ઝગડામાં ના પડવું. હા! પણ હળાહળભર્યા અન્યાયને ક્યારયે ના સહન કરવો. ચૂપ રહ્યા તો ભિષ્મપિતા જેમ કાંટાળી શૈયા

ભોગવી પડે. જીવતે જીવ નરક ભોગવાય” મરક મરક હસતાં જીવરામ જોશી તુલસી ક્યારામાં તરભાણીનું પાણી રેડી વધેલા લોટાના પાણીને તુલસીમાં રેડી રહ્યા હતા. ઘરમાં આવ્યા ત્યારે પોતાની જોળીમાં ખેસ, ઉપવસ્ત્ર, આછમની, તરભાણી, તાંબાનો લોટો ગોઠવી ખભે જોળી

ભેરવી ઊભા થયા ત્યારે રમણ પટેલ કહેતો હતો “મહરાજ! બેસોપ”

મહારાજ નીચે આસન પાથરી બેસ્યા ત્યારે દલપત બોલી

ઊઠ્યો “મહારાજ ખાટલામાં બેસોને.”

“ના દિવસે ખાટલામાં ના બેસાય.” જીવરામ ટહેલીયાએ સ્પષ્ટ કહ્યું.

સમુ પટલાણીએ વીસ રૂપિયા દલપતને આપીને કહ્યું “મહરાજને આપો.”

દલપત મહરાજને વીસ રૂપિયા આપતાં કહી રહ્યો.. મહરાજ દક્ષિણા.. તમે શું વાંચતા હતા..“સ્વસ્તી કલ્યાણ ભવઃ” એ તો સત્યનારાયણની કથા વાંચતો હતો. અધ્યાયે અધ્યાયે કથાનો અધ્યાય પૂરો થતાં સંકલ્પનું પાણી ધરતી ઉપર રેડતો હતો. “બેટા! દર પૂનમે સત્યનારાયણની કથા કરાવજે. બ્રાહ્મણને ભોજન કરાવજે. યથાશક્તિ દક્ષિણા આપજે. વહેલા ઊઠી રોજ પક્ષીને દાણા નાંખજે. કૂતરાને ટૂકડો રોટલો.”

“તેથી શું થાય?” દલપતે કુતુહલપૂર્વક કહ્યું - “જીવરામ ટહેલીયો

શાંત મને આંખમીંચી કહેતો હતો - “જન્મોજન્મના ભયાનક પાપ પક્ષીએ ચણ નાંખવાથી પાપમાંથી મુક્ત થવાય. મન હળવું પ્રફુલ્લિત રહે. નૂતન વિચાર સ્ફૂરે. પ્રેરણા મળે.”

ટહેલીયો ઘંટને ડણકો મારતો બોલતો હતો.. ચાલતો હતો.. “હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેપ” વિદાય લેતા જીવરામ ટહેલીયાને ભાવપૂર્વક પ્રણામ કરતા પરિવારે વિદાય આપી. તેમની આંખોમાં જળજળિયાં હતાં. જેમ જેમ ગામનું ફળિયું વટાવી ગામ ચૌટા વચ્ચેથી પસાર થતો. ટહેલીયા પાછળ સ્ત્રી, પુરુષ, બાળકો, વૃધ્ધો

ભાવભરી વિદાય આપવા ભાગોળના વડલા સુધી ગયાં. શાંત અને અડગ પગલાં ભરતો ટહેલીયો પાછુ જોયા વિના વડલાની સામે જતી કેડીએ ચાલવા લાગ્યો.

સમુએ સ્મરણને યાદ કરતાં ગૌરવપૂર્વક દલપત સામું જોયા કર્યું હતું. ખેતરમાં હળ હાંકતાં દલપતને સરલાએ રમણદાદાની મહાનતાને સાંભળી હતી. ત્યારથી તુલસી ક્યારે સરલા રોજ પાણી સિંચતી હતી. સૂર્યને અર્ધ્ય આપતી હતી. દર પૂનમે સત્યનારાયણની કથા વંચાવતી હતી. ફળિયાંમાં સત્યનારાયણનો પ્રસાદ વહેંચાતો ત્યારે કેટલીક સ્ત્રી, બાળકો, પુરુષવર્ગ બોલી ઊઠતો- “ઓહ! રમણ પટેલ વખતની ચાલી આવી છે સત્યનારાયણની કથા.”

નિરાંતે શાંત ચિત્તે ખેતરના શેઢે ભરભાદર ખીલેલી લીંબડીની છાંયમાં સરલા-દલપત ભોજન કરતાં કરતાં આનંદ અનુભવી રહ્યાં હતાં. દૂર દૂરથી દોડતી આવતી ખિસકોલી ચીંક ચીંક કરતી લીંબડીના થડ ઉપરથી ડાળીઓ ઉપર દોડતી ચઢી જતી હતી. પુનઃ નીચે ઉતરતી ચીંક

ચીંકથી વાતાવરણને આનંદ ઘેલું બનાવતી રામપ્યારી. પાછલા બેઉ પગે ઊભી રહીને દલપતે નાંખેલા રોટલાના ટૂકડાને આગલા બે પગે પકડીને ચીંક ચીંક કરતી ફોલી રહી હતી. રોટલાનો ઘેર.. નીચે વેરાઈ રહ્યો હતો. તેના શરીર ઉપરના ત્રણ સફેદ પટ્ટા પૂંછડી સુધી અજવાળું પાથરતા હતા.

દલપત શેઢાના ઊગેલા ઘાસને ચરતા બળદને લાવી તેમની કાંધ ઉપર ધુંસરી મૂકી સમાર ઊચકી લાવીને સમાર જોડતાં બળદને નાડતાં સમાર ઉપર ઊભો રહીને બચકારા બોલાવતો - “હાલ.. બાપા.. હાલ” બળદને હંકારી રહ્યો હતો. લીંબડીની છાંયમાં વધેલા રોટલાના ટૂકડા થોડી કઢી એક બે મરચાં, વાડકામાં ભેગાં કરી કંથારના થડમાં

મૂક્યાં. દેવલી કંથારમાંથી ઊડીને આવી પહોંચી. પાંખો ફફડાવતી રોટલાના ટૂકડાને ખાવી લાગી. હોલો ક્યાંથી ઊડીને આવ્યો. વગારનાં મરચાં, ડુંગરીના બે ત્રણ ટુકડાં વિણીને ખાતાં ખાતાં ધરાઈ ગયો હોય તેમ ઘુંઉ

ઘુંઉ.. ઘર.હું..હુ..હું બોલી રહ્યો. સમુ પટલાણીએ ઘડાના પાણીથી વાડકો તપેલી વિંછરી નાંખ્યાં. છાબને ખંખેરીને તેમાં વાડકો તપેલી મુકીને પુનઃ ઓઢણી પાથરીને તેમાં બાંધી દીધાં. થોડીવારમાં સમાર કાઢીને બળદ છોડી દલપત ઘડાનું પાણી પીને ભીનો હાથ ચહેરા ઉપર ફેરવતો પાઘડીના છેડાથી ચહેરો લૂંછી રહ્યો. સરલા.. મા સાથે ઊભી ઊભી ચોરી છૂપીથી દલપતને જોઈ જ રહી હતી.. ક્યારે અલપ ઝલપ તો ક્યારે ટગર ટગર દલપતે હળવેથી બૂમ મારતાં કહ્યું “એય..આવીશ..નેપ”

મૌન પથરાઈ ગયું. સરલાએ ઈશારો કર્યો મા.. તરફ જોઈને

દલપત મૌન થઈ ગયો. સરલાએ હળવેથી “હા” ભણતાં ડોક હલાવી.

બળદની કાંધ ઉપરની ધૂંસરીએ હળ, સમાર બાંધીને ડચકાર બોલાવતાં દલપતની પાછળ ધીમે ધીમે ચાલતી સરલાએ હળવેથી માને કહ્યું - “માપ ધરવાડીયે જાઉં છું.”

સમુ પટલાણી ઘેર આવ્યાં ત્યારે સાંજનો સમય થવા આવ્યો હતો. બપોર ઢળવા લાગી હતી. ત્રણના ટકોરે બંધ બારણાની સાંકળ

ખોલીને બારણું ખુલ્લું કરતાં ઓસરીની ઓટલી ઉપર બેસી રહેલા ડાઘિયાને

બુમમારી “લે ડાઘિયા લે.. તું..તું..” ડાઘિયો પૂંછડી હલાવતો ઊભો થયો. તે આળશ મરડી રહ્યો હતો. મોં ખુલ્લું કરીને લાંબી જીભ બહાર કાઢી બગાસું ખાતો જાણે કહેતો ના હોય - “માં મને નથી ભૂલ્યાં”

સમુ પટલાણી રસોડામાં જઈ, ખાવા મૂકવાનું પાંજરું ખોલી. ફાડ રોટલો લાવીને ડાઘિયાને નાંખ્યો. પૂંછડી હલાવતો ડાઘિયો નાચવા

લાગ્યો. તે રોટલો લઈને ઘર સામે માંડેલી ડાંગરના પૂળાની ગંજી ઉપર

ચઢીને રોટલો બે પગે પકડી ખાવા લાગ્યો. ડાઘિયો ઘરની રખવાળી કરતો હતો. પૂનમ આવે. સત્યનારાયણની કથા વંચાતી હોય. સવારે ગામ- ફળિયાના સ્ત્રી, પુરુષ, બાળકો ઘેર એકઠા થાય. એટલે સમજી જાય કે પૂનમ છે તે ઘરની ઓસરીની ઓટલી ઉપર બેસી રહે. ક્યાંય જાય નહીં. આખો દિવસ કંઈ જ ખાય નહિં. પૂનમનો ઉપવાસ કરે. ડાઘિયો, માણસ કરતાં વધારે સમજુ કોઈ મહેમાન-સગા-ગામવાળી વ્યક્તિ પહેલીવાર એકલી આવે તો ભસે-ત્રાડ પાડે તે જ પણ કરડે નહીં. ઊંચા કદાવર ડાઘિયાને જોઈને આગંતુક ડરે. તે ડારે પણ ખરો.. તેની એક છલંગ એટલે પુરા ચાર ફૂટનું અંતર કાપે. સમુ પટલાણી પૂનમે સત્યનારાયણની કથા પૂરી થાય એટલે એને કંકુનો લાલ ચાંદલો કરે. પૂરા કાળાડીબાંગ ચળકતા

ઊંચા-કદાવર દેહ ઉપર કપાળમાં ચાંદલો સુંદર શોભે.

સમુ પટલાણી ઘેર આવ્યાં.. સાંજ થવા આવી હતી. ઘરની

દક્ષિણ કરાને અડીને આવેલી ગમાણમાં ધણીયાણીને આવેલી જોઈને

ત્રણેય ભેંસ ઊભી થઈને બોંગડવા લાગી. મહેસાણી, સુરતી, નવચાંદરી

ભેંસોને દોહીને કેનમાં દૂધ રેડતાં ભેંસો સાથે વાતો કરતાં પટલાણી કહેતાં હતાં - “ચિંતા ના કરતાં આ સાલનો પૂરુ એક વિઘું રજકો- બાજરીનું વાવેતર કરાવીશ. તમે શાંતીથી ધરાઈ ધરાઈને રેજો.”

આસોના દિવસ હતા. નવલી નવરાત્રીના દિવસના અંતિમ દિવસે ઘરના વાડામાં એકતરફના ખૂણે અચાનક નવ-દશને ટકોર સરલા વહુને ઉલટી કરતાં જોઈને સમુપટલાણી વિચારવા લાગ્યાં. “શું થયું?” પછી તો તે દિવસે બે થી ત્રણ વખત આ રીતે ઊલટી કરતાં જોઈને પટલાણી મરક મરક હસતાં દલપત પટેલને કહેતાં હતાં “સાંભળ્યું?” “મા! આ તારું સાંભળ્યું મટ્યું નહિં” કંટાળીને દલપતે કહ્યું.

કપાળે હાથ દઈને પટેલ સામું લાંબો હાથ કરતાં સમુ પટલાણી બોલી ઊઠ્યાં - “અહિં આવ બેટા”

“દલપત જમવાના સમયે બે બળદ માટે સુંઢિયાના પૂળા કાપવામાં

તન્મય બની ચુક્યો હતો. તે ના આવતાં સમુ પટલાણી તેની પાસે ગયાં. હળવેથી ધીરા સાદે કહેવા લાગ્યાં. “સરલા ભારે પગે છે, કુળ દીપક આવવાનો છે.”

“હેં! દલપત પૂળા પાસે જ કુહાડી નાંખીને ઊભો થઈ ગયો. આનંદઘેલો બની પટલાણીને મારકણી આંખોએ મૂછે તાવ દેતો તે બોલી ઊઠ્યો - “હે મારા કાળિયા તેંતો બાર બાર વર્ષે કૃપા કરી હાં.. જીવ તે

જીવ સારા દિવસ બતાવ્યા ખરાપ મારા વાહલા.”

સમુ પટલાણી ગળગળા કંઠે મનોમન રણછોડરાયને પ્રાર્થતી હતી - “રસભીના રાયરણછોડ વસો મારા હૃદયમાં.”

સરલાના મહિયરથી તેના કુટુંબના સગાવહાલા આવ્યાં. સીમંતને

મૂર્હુતે ફળિયામાં પાથરણાં પથરાયાં. સોળ શણગાર સજીને ચાલતી સરલાના પગલાંને કુટુંબની મોટી વહુ દામિની હસતાં હસતાં તેના પગલાંને કંકુવર્ણા કરતી હતી. તે કંકુવર્ણા પગલાં પથરાતા સફેદ કપડામાં સુંદર છાપ પાડતાં હતાં. ફળિયાની સ્ત્રીઓ હળવા કંઠે ગીતો ગાતી હતી.

મધ્યાહ્‌ન હતું. પાકું ભોજન લઈને મામેરું ભરાયું અને વહેવાર થયાં. સરલાએ મહિયરની વિદાય લીધી. ત્યારે ગાડીમાં બેસાડતાં સાસું-વહુની આંખોમાં હેતનાં આંસું હતાં. દૂર દૂર ઘરની ઓસરીની ખૂંભી પકડીને ઊભો રહેલો દલપતની આંખોમાં શ્રાવણ વરસી રહ્યો હતો.

ફાગણ માસની પૂનમે સરલાના મહિયરથી સુવાવડ આવ્યા કે પૂત્ર જન્મ થયો છે. તે સમયે થામણા ગામમાં ફાગણી પૂનમે રણછોડજીનાં દર્શને ગામ લોકો જવા નીકળ્યાં હતાં. સમુ પટલાણી હરખ ઘેલાં બનીને સત્યનારાયણની પૂજા કરવા બેસેલા દલપતને અચાનક રણકી ઊઠેલી ટેલીફોનની રીંગ અને મળેલ સંદેશો કહેતાં હરખપદુડા થઈને બોલી ઊઠ્યાં, “બેટાપ કુળ દીપક સત્યમ્‌્‌નો જનમ થયો.”

જ્યોતિષી પાસે જન્માક્ષર જોવડાવી આવતી રાશી પ્રમાણે તેનું નામ “સત્યમ્‌્‌” જ રાખ્યું. મહિનો માસ વિત્યા પછી સમુ પટલાણી કુટુંબની દામિની અને જશી સાથે વસો સરલાને ઘેર ખબર અંતર પૂછવા ગયાં. વેવાણને વધામણાં આપતાં સરલાનાં મમ્મી કેશર બોલી ઊઠ્યાં -

“પટલાણી.. લો આ તમારો દીકરો..” કેશરે સમુના ખોળામાં સત્યમ્‌્‌ને રમાડવા મૂક્યો ત્યારે તે સમુ પટલાણી સામે ખિલખિલાટ હસતો હતો. આજે દલપત પટેલ અને સરલાએ દીલ રેડીને સત્યમ્‌્‌ને ભણાવ્યો. સત્યમ્‌્‌ સાયન્સ શિક્ષક બની ઠાસરાની માધ્યમિક શાળામાં નોકરી કરવા લાગ્યો.

સમુ પટલાણી પૌત્રના સુખના દિવસો જોવા ના રહ્યા. શહેર અને ગામડામાં કમળાનો ઉપદ્રવ વધી ચૂક્યો હતો. સમુ પટલાણી કમળામાં પટકાયાં. રોગ વકરતો ગયો. ફીક્કા પડી ગયેલા કુશ દેહ

ખાટલામાં દેખાતો ન હતો. શરીર અશક્ત અજાર થઈ ગયું હતું. ધીમા સ્વરે ઈશારેથી દલપતને બોલાવ્યો. તે બોલી શક્યાં નહીં. અસ્પષ્ટ સ્વરોમાં ઈશારાથી પાણી માંગતાં દલપત-સરલા ઊભાં હતાં. ત્યારે સરલાએ એક ચમચી પાણી હોઠ ઉપર મૂકતાં દેહ ત્યાગ કરતાં ઈશારાથી સત્યમ્‌્‌ને સાચવવાનું કહેતાં દેહ છોડ્યો. ચોધાર આંસુએ દલપત-સરલા રડી પડ્યાં. તેમના દેહ ઉપર શિર મૂકીને રડતી સરલા-દલપતને સાંત્વના અર્પતો સત્યમ્‌્‌ કહી રહ્યો હતો. “મમ્મી..પપ્પા.. મમ્મી..પપ્પા..” તે પણ સરલાનો હાથ પકડી ઊભો ઊભો રડતો હતો. પાસે ઊભી રહેલી અનુરાધા રડતાં રડતાં પાલવને છેડેથી બંન્ને આંખો લૂછતી કહેતી હતી. “મમ્મીપમા..તે મા હતાં.. કેટકેટલું કર્યુંપ જીવનમાં ઝઝૂૂમ્યા.. લીલીવાડીનું સર્જન કર્યું.”

ત્યારે સરલા કહી રહી હતી. “અરે! તેમના નીતિ નિયમોથી જ આપણે ઘર ચલાવીએ છીએ. ઘરની સુખાકારી ભગવત ભક્તિથી ભરપૂર છે. અન્યોન્યને પૂરી શ્રધ્ધા-પ્રેમથી સાચવીએ છીએ.”

ઘરમાં રડારોડ સાંભળીને પડોશીઓ અને ફળિયાનાં સ્ત્રી પુરુષ

બાળકો એકઠાં થઈ ગયાં. સવારનો સમય હતો. જશીએ ઘરમાં ગાયના

છાણથી ઉત્તર-દક્ષિણ દિશા તરફ લીંપીને લાંબો ચોકો કર્યો. જશીએ

ભીની આંખોએ તે ચોકા પાસે ઉત્તર દિશામાં દીપક પ્રગટાવ્યો. તેમાં દલપત-સરલા સત્યમ્‌્‌ અનુરાધા રડતાં જ રહ્યાં. રડતાં જ રહ્યાં. બહારગામથી આવતા મનુકાકા અને જીતુભાઈ, શંકર પટેલે રડતા દિલે સમુમાને ઉત્તર દિશામાં શીશ રહે તેમ સુવાડ્યાં. ફળિયાની સ્ત્રીઓ તે ચોકા પાસે રડતી રડતી ગોઠવાઈ ગઈ. સમુમાને વળગી વળગીને સત્યમ્‌્‌, અનુરાધા, દલપત, સરલા ભૂતકાળને યાદ કરતાં કરતાં રડતાં હતાં. છૂટ્ટી પોકે રડતાં દલપતને મનુકાકાએ પીઠ ઉપર હાથ ફેરવી આશ્વાસન આપ્યું.

છણકો

અનરાધાર વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી મુક્યો. તીર્થધામ ડાકોરમાં હોડી ફરવા માંડી હતી. ડાકોરનો નીચાણવાળો વિસ્તાર પાણીમાં ઘરકાવ હતો. રેલ્વે સ્ટેશનનો માર્ગ શેઢી નદીના પૂલ ઉપરથી જવાય તેમ હતો. પૂરનાં પાણી ઉપર તરફની મસ્જિદ, લાકડાના પીઠામાંથી મંદિર તરફના કાંસમાંથી શહેરમાં ફરી રહ્યાં હતાં. ધસમસતા

પ્રવાહ કાંસને ઉભરાઈ રહ્યો હતો. સૈયાંત તળાવનું પાણી ડાકોરમાં, ગોમતીમાં ધસારાપૂર્વક વહેતું આવતું હતું. ડાકોર-ઉમરેઠનો રોડ માર્ગ પાંચ ફૂટ પાણીમાં ડૂબેલો હતો. કાલસર તરફના નીચાણવાળા ભાગમાં આવેલો રેલ્વે ફાટક ત્યાં આવેલ પૂરવઠાનાં પાંચ ગોડાઉનની હાલત વિચિત્ર હતી. સાત-આઠ ફૂટના પાણીમાં ડૂબેલા ગોડાઉન પૂર પછીના બે-ત્રણ દિવસે અનાજ કોહી જવાને કારણે દુર્ગંધ મારતાં હતાં.

સત્યમ્‌ે થામણા જવા માટે રેલ્વે માર્ગ પસંદ કર્યો. અસંખ્ય

લોકો ઉમરેઠ તરફ જતા હતા. રેલ્વે ટ્રેક ઉપર ચાલતાં ચાલતાં સત્યમ્‌ને

મા ના જ વિચારો આવતા હતા. મા એ એની જુવાનીમાં ખેતર ખેડ્યાં હતાં. મકાઈનું વાવેતર કર્યું હતું. મા ધરુવાડિયું નાંખતી તો એક સરખા ઉગેલા ધરુવાડિયાને જોવા લોકો આવ્યા જ કરતા હતા. તે જોઈ દિગ્મૂઢ થઈ જતા હતા. ઊગી ગયેલી મકાઈ, બાજરી, મગફળીની ચાસ બંધ પંક્તિને જોઈને નિષ્ણાત ખેડૂતો અચરજ પામતા હતા. મા રાંપડી પણ એવી કાઢતી હતી કે ચાસનો કોઈપણ છોડ કપાતો ન હતો. સમગ્ર ઘાસ

મૂળ સાથે ઊખડી જતું. માને પાકમાં અવારનવાર રોગની પણ ખબર

પડી જતી હતી. જરૂર સમયે દવાનો છંટકાવ કરવા ગ્રામસેવકને મળી

માહિતી મેળવી લેતી હતી.

રેલ્વે ટ્રેક ઉપર ચાલતા સત્યમ્‌્‌ને માની મહાનતાનો વિચાર આવતો હતો. તેની આંખો તે દૃશ્ય જોઈને ભીની થઈ ગઈ. સત્યમ્‌્‌ને

માનો પ્રેમ પણ એવો જ મળ્યો હતો. તેની નજર સમક્ષ તે સુખદ દુઃખદ

પ્રસંગો પણ તરવરવા લાગ્યા. સત્યમ્‌્‌ને ગળ્યું ખૂબ ભાવતું. તેમાં ગળ્યા પુલ્લા હાંસે હાંસે આરોગતો રહેતો. ગુલાબજાંબુનો હંમેશ ચાહક હતો. મા અઠવાડિયામાં એક વાર તો ગળ્યા પુલ્લા કે ગુલાબજાંબુ અવશ્ય બનાવતી અને પ્રેમપૂર્વક જમાડતી હતી.

એક દિવસ સત્યમ્‌્‌ને બાળપણમાં હાંકળી થઈ ગઈ હતી. આંખો ભારેભારેને તગતગ્યા કરે. માંડ માંડ આંખ ખોલે. માત્ર પેટે ઉછળ્યા કરે, હાંફ્યા કરે. રાત દિવસ સરલા સત્યમ્‌્‌ને ખોળામાં લઈ બેસી રહે. ડાકોર-ઉમરેઠની કોઈ જ દવા કામ ના કરી શકી ત્યારે મા એકલી જ નડીયાદ સીવીલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. એ સમયે દલપત પટેલ

મનુના વેવિશાળની વાત કરવા કરમસદ ગયા હતા. મોડી સાંજે ઘેર

આવ્યા ત્યારે ખબર પડી કે સરલા સત્યમ્‌્‌ને નડીઆદ દવાખાને પહોંચી ગઈ છે. રાત્રે નવને ટકોરે સીવીલમાં પહોંચ્યા ત્યારે જનરલ વોર્ડમાં

પ્રવેશતાં જ સરલાનો ગંભીર ચહેરો જોઈને ચિંતામાં પડી ગયા હતા. રાઉન્ડમાં નીકળેલા ડોક્ટરે સત્યમ્‌્‌ને તપાસતાં કહ્યું “હવે કોઈ ચિંતા કરવા જેવી નથી. મોડા આવ્યા હોત તો કેશ ફેઈલ હતો.” ડોક્ટરની વાતને સાંભળતાં જ દલપત પટેલ ફફડી ઊઠ્યા હતા. ચોધાર આંસુએ અવિરત સરલાને જોઈ જ રહ્યા. સત્યમ્‌્‌ પાસે ઊભા રહીને તેના શિશ ઉપર હાથ ફેરવી રહ્યા હતા.

થામણાના સ્ટેન્ડ પાસે આવીને ઊભા રહેલા સત્યમ્‌ને સવારનો તીખો તડકો પ્રસ્વેદ વાળતો હતો. ભીનાં ભીનાં કપડામાં સત્યમ્‌ને ગામ

લોકો કુતૂહલથી જોતા હતા. સ્ટેન્ડ ઉપર બાંકડામાં બેઠેલા ચિરાગે હળવેથી

સત્યમ્‌્‌ પાસે જઈને કહ્યું, “કેમ સત્યમ્‌્‌ આમ?”

વિચારોમાં ખોવાયેલો સત્યમ્‌્‌ જાગૃત થઈને કહી રહ્યો હતો. “એ તો.. જરા.. જવા દેને ડાકોરમાં ફસાઈ ગયો. ટ્રેક ઉપર ચાલતો આવ્યો.”

ચિરાગ, સત્યમ્‌્‌ના ચહેરાને અવલોકી રહ્યો હતો. ઘર તરફ પગલાં ઉપાડતો સત્યમ્‌્‌ હળવેથી કહી રહ્યો હતો. “ચિરાગ પછી મળીશું. કનુ ક્યાં છે?”

સત્યમ્‌્‌ ઘેર આવ્યો ત્યારે અનુરાધા ચોકમાં કચરો વાળતી હતી. દૂરથી આવતા સત્યમ્‌્‌ને જોઈને તુલસી ક્યારે ઊભી રહીને જોઈ રહી. ચોકમાં ઓટલી પાસે બૂટ કાઢતાં સત્યમ્‌્‌ને મર્માળ હાસ્ય સાથે કહેતી હતી “ધોધમાર વરસાદ પડ્યો. ટી.વી. સમાચારમાં ડાકોરમાં

હોડી ફરતી બતાવી. કેવી રીતે આવ્યા?”

“જવા દે ને વાત જ થાય એવી નથી” સત્યમ્‌ે ગંભીરતાપૂર્વક કહ્યું.

તમે નીકળ્યા ત્યારે લવજીકાકાના ઘેરથી બિલાડી આડી ઉતરી.

ફળિયામાં સામે પ્રભુકાકાને ઘેર કૂદકો મારી નીકળી ગઈ હતી. નીતું તો કહેતી હતી કે.. “તેમને ના જવા દેતાં.. પણપ”

હસતાં હસતાં સત્યમ્‌્‌ ભીના સર્ટનાં બટન ખોલતાં ખોલતાં કહી રહ્યો હતો - “એ બધી તમારી માન્યતા છે.”

“એવું બને જ નહીં વચ્ચે પેપરમાં આવેલું કે મુખ્યમંત્રીની ચોથા

માળની કચેરીમાં બિલાડી ક્યાંથી દેખાય.. બિલાડી દેખાય એટલેપ માંડ

માંડ.. બે કે અઢી વર્ષ મુખ્યમંત્રી પૂરાં કરે છે અને સરકાર અઠવાડિયામાં ઉથલી પડે છે.” સમાચારપત્રમાં આવેલી ઘટનાને યાદ કરતાં અનુરાધાએ સત્યમ્‌્‌ને કહ્યું.

સત્યમ્‌્‌ બાથરૂમમાં જઈને કપડાં બદલી ટી.વી. સ્વિચ ઓન કરી ટેબલ પાસેની ખુરશીમાં બેસતાં કહી રહ્યો હતો.. “અનુપ એક કોફી..”

“હા..હા.. જલ્દી બનાવી લાવું.. નાસ્તો કરવો છે? ઘરમાં

સકરપારા.. વેફર.. ખારી.. છે.” અનુરાધાએ રસોડા તરફ જતાં કહ્યું.

સત્યમ્‌ે ધીમા સ્વરે અનુરાધાના ચહેરા ઉપરના પ્રેમાળભાવને અવલોકતાં કહ્યું - “વેફર લાવજે..”

અનુરાધા થોડી મિનિટોમાં ટેબલ ઉપર કોફીનો કપ અને ડીસમાં વેફર મુકીને સત્યમ્‌્‌ની પાસે ઊભી રહી. બંન્ને ઈ.ટીવી ન્યુઝમાં આવતી

સમાચારો અવલોકી રહ્યાં હતાં. રાજકોટ, મોરબી, અમદાવાદ, વડોદરા શહેરોમાં મુશળધાર વરસાદથી થયેલી તારાજી દર્શાવામાં આવતી હતી.

ખેડૂતોના પાકને થયેલા નુકશાનને કારણે લીલા દુકાળ જેવી સ્થિતિ

સર્જાઈ હતી.

સરલા, દલપતને કહેતી હતી, “સત્યમ્‌્‌ને કહો કે ખેતરમાં આંટો મારી આવે.”

દલપત પટેલે બપોરનું ગરમા ગરમ દાળ, ભાત, રોટલી ને કારેલાંનું શાકનું ભોજન કરતાં સત્યમ્‌્‌ને હળવેથી કહ્યું, “સત્યમ્‌્‌ ખેતર જરાપ”

“હા.. પાપાપ જમીને નીકળું જ છું.” સત્યમ્‌ે દલપત પટેલ તરફ દૃષ્ટિ કરતાં કહ્યું. દલપત પટેલે સત્યમ્‌્‌ની દૃષ્ટિમાં એવું કંઈક અવલોક્યું કે તેને ખેતરમાં જવાની ઉદાસીનતા હતી. તેમણે હળવેથી અનુરાધા તરફ દૃષ્ટિ કરતાં કહ્યું, સારું સારું બેટા.. મોડા બપોરે જજે.” થોડી મિનિટો માટે મૌન ફેલાઈ ગયું. નીતુંને ત્યાં રમવા ગયેલી

માલાને લઈને નીતું ઘરમાં પ્રવેશતાં જ કહેતી હતી. “સત્યમ્‌્‌ ખૂૂબ વરસાદ પડ્યો. નેવાંમાં પાણી જ ના માય. આખી રાત અમે તો જાગતા જ ઓસરીમાં બેસી રહ્યા. ભાર્ગવ કહેતો હતો “પપ્પા તો ફસાઈ ગયા.” સત્યમ્‌્‌ નીતું તરફ દૃષ્ટિ કરતાં કહેતો હતો. સાચી વાત છે.

અડધા કલાકના કામે મને એવો ફસાવ્યો કે વાત ના પૂછો.

ત્યાં જ દોડતો આવતો ભાર્ગવ સત્યમ્‌ની પીઠ તરફથી ગળામાં હાથ ભેરવતાં બોલતો હતો “પપ્પા આવ્યા.. પાપા.. આવ્યા.”

અનુરાધાએ ભાર્ગવને છણકો કર્યો.. “એવું ના કર.. ખાવા દે.”

દલપત પટેલે ભાર્ગવને વ્હાલ કરતાં સત્યમ્‌ની પીઠ ઉપરથી ઉંચકી લેતાં કહ્યું. “દીકરાપ અહીં આવ.. પપ્પાને ખાવા દે” દૂર ઓરડામાં બેસેલાં સરલા બોલી ઊઠ્યાં. “દીકરા.. લેપવા વા.. નવી વા..વા..”

ભાર્ગવ સરલા પાસે દોડતો ગયો ને તેમના ખોળામાં બેસી ગયો.

માલા સત્યમ્‌્‌ની થાળીમાંથી રોટલીનો ટુકડો મોંમાં મૂકતાં કહી રહી હતી.

મમ્મી.. રોટલીપ સલસ થઈ. તું તો મને આવી બનાવી આપને. માલા ખિલખિલાટ હસતી સત્યમ્‌્‌ના ખોળામાં બેસી ગઈ. સત્યમ્‌્‌ તેને કંઈ જ કહી શક્યો નહીં. અનુરાધાએ રોટલી શેકતાં માલાને ખોળામાંથી ઊંચકી

લેતાં કહ્યું “જો બેટા હું કેવી રોટલી બનાવું છું” માલા ફૂલતી રોટલીને જોતાં કહેતી હતી “રોટલી ફુગ્ગો બની ગઈ. ફુગ્ગો બની ગઈ.”

મધ્યાહ્‌ન સમયે સત્યમ્‌્‌ વાડીયાવાળા ખેતરના છીંડે પહોંચ્યો ત્યારે મનુપટેલ પૂર્વના શેઢે અરડુશાના થડને ટેકો દઈને ઊભા હતા.

લેંઘાની બે મોંહરી ચઢાવી દીધેલી હતી. દાઢીના કાતરા ઉપર હાથ ફેરવતા હતા. સત્યમ્‌્‌ને જોતાં બે આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. બંન્ને આંખોના ખૂણા લૂછતા સત્યમ્‌્‌ને પોકારી ઊઠ્યા - “સત્યમ્‌્‌”

સત્યમ્‌્‌ની એક નજર ખેતરના ચોપાસ શેઢાને નીરખી રહી હતી. પૂરી પૂર્વની સીમનું પાણી ખેતરમાં આવી રહ્યું હતું. અડધા ઉપરનો ભાગ ધોવાઈ ગયો હતો. ખેતર વચ્ચે કોતર બની ગયું હતું. દક્ષિણના શેઢે ઉછરેલા આંબા, લીંબડી, અરડુશા જમીનદોસ્ત બની ગયા હતા. ખેતર વચ્ચેનો ઘેઘુર આંબો જડમૂળથી ઊખડીને પડી ગયો હતો.

મનુકાકાને જોતાં જ સત્યમ્‌્‌ બોલી ઊઠ્યો - “કાકાપ આ શું

થઈ ગયું?”

“હા! બેટા.. જોને કેવી તારાજી.. તારી મા એ જાત ઘસીને

ખેતરને ભર્યુ ભાદર્યુ બનાવ્યું હતું. પાદરના તળાવનું પાણી ઘડે ઘડે માથે

લાવીને આ ઘેઘુર આંબાને ઊછેર્યો હતો. ત્રણ ગાડાં ભરાઈને કેરી આવતી હતી.”

તારાજીને જોઈને નિરાશ વદને સત્યમ્‌ે કાકાને કહ્યું “કુદરત

આગળ માણસ વામણો છે તેનો કોઈ ઉપાય નથી.”

“હા! પણ.. તું તારી માને કોઈ વાત કરતો નહીં.. આ આઘાત સહન નહીં કરી શકે.” મનુકાકાએ હળવેથી સત્યમ્‌્‌ નજીક પહોંચીને પીઠ ઉપર હાથ ફેરવતાં કહ્યું. પૂર્વનો સૂરજ મધ્યાહ્‌નો તીખો તડકો પાથરતો હતો. સત્યમ્‌્‌ સમજતો હતો કે મા નો દેહ અશક્ત થઈ ગયો છે. પપ્પા હવે માંડ માંડ એક એક ડગ ચાલે છે. તેમ છતાં ગામની ભાગોળે આવેલી

પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના ઓટલે થામણાના નીચાણવાળા ઈન્દીરા આવાસનો અને સરદાર યોજનાના મકાનોમાં પાણી ભરાવાને કારણે આસરો આપેલા પરિવારોની વ્યવસ્થા માટે પહોંચી ગયા હતા. ગામમાં

ઘેર ઘેરથી ચોખા-દાળ ભેગા કરી. તેમને ભોજન માટે ખીચડી રંધાવી રહ્યા હતા.

સત્યમ્‌્‌ અને મનુપટેલ વાદળાવાળા ખેતરે માંડમાંડ કમ્મર

સુધીના સુધીના પાણીમાં પહોંચ્યા ત્યારે તે ખેતરની વધુ કરુણ પરિસ્થિતિ હતી. પશ્ચિમ તરફના છેડેથી પસાર થતા રોડની ગટરનું પાણી ખેતરમાં ફરી વળ્યું હતું. બે બે ફૂટ પાણીમાં ખેતર ગરકાવ હતું. ખેતરની વાડ જેવું તો રહ્યું જ ન હતું. વાડના ઊંચા ઊંચા થોર.. લિંબડીનું વૃક્ષ, કંથાર તો ઊખડીને તણાતાં શેઢા ઉપર પડ્યાં હતાં. ચો તરફ દૂર દૂર નજર પહોંચે

ત્યાં સુધી પાણી જ પાણી હતું. સીમનાં બધાં ખેતર પાણીમાં ઘરકાવ હતાં. કે અત્રતત્ર સર્વત્ર ખેતરના માલિક ખેડૂતો ઊભા ઊભા આ કરુણાંતિકાને નિહાળી રહ્યા હતા.

“ખેતરે જઈ આવ્યો બેટા?” “હા!”

“કેવું છે?”

“આપણા ખેતરને કોઈ નુકશાન નથી.”

“સારું કહેવાયપ આટલા મૂશળધાર વરસાદમાં ખેતર બચી જાય તો.. ભગવાનનો ઉપકાર માનવો રહ્યો.”

“મા!પ ઉત્તરના શેઢે પ્રભુકાકાનું ખેતર તો ધોવાઈ ગયું અને

લવજીકાકાના ખેતર વચ્ચે તો કોતર પડી ગયું” સત્યમ્‌ે માનો ચહેરો જોયા વિના ચહેરો ફેરવીને ભાર્ગવ તરફ જોતાં કહ્યું. તેણે અનુરાધાને બૂમ

મારી, “એય.. પાણી લાવને.”

“હા લાવી!” અનુરાધાએ પાણીનો પ્યાલો આપતાં કહ્યું, “ખેતરે જઈ આવ્યા?”

“હા..” સત્યમ્‌ે અનુરાધા તરફ નજર કરીને હળવેથી હોઠ ઉપર

પ્રથમા અંગુલિ મુકતાં ચૂપ રહેવા ઈશારો કર્યો. દૂર દૂર ગામના ચોરા તરફથી ફળિયામાં આવતા મનુકાકાને જોતાં સરલા બોલી ઊઠી.. મનુભાઈ તમે ખેતરે ગયા હતા? વાડીયામાં કેવું છે. વાદાળાં તો સલામત છે ને? “મનુ પટેલ થોડો સમય ચૂપ રહ્યો. સરલાની આંખોની વ્યાકુળતા

કહી ઊઠ્યા - “ભાભી ચિંતા કરવા જેવું કંઈ નથી. ખેતરો ને ઊની આંચ પણ આવી નથી. વાડીયાવાળા ખેતરની જોડેનું પ્રભુ પટેલનું વાજીયું

ધોવાઈ ગયું છે. લવજીના ખેતરનું નામ નિશાન નથી. આડી નદી પડી

છે. નદીપ. કોતર બની ગયું.”

“હાય હાય શું કહે છે?” સરલાએ છાતી ઉપર હાથ મુકતાં કહ્યું.

મનુ પટેલ અને સત્યમ્‌્‌ સરલાના ચહેરાને અવલોકી જ રહ્યા. સત્યમ્‌્‌

ભવિષ્યના એંધાણથી કંપી ઊઠ્યો. તે વિચારતો હતો કે જો માને સાચી હકીકત જાણવા મળશે તો.. તેણે મનુકાકાને ઘેર જતાં ધીમે રહીને કહ્યું.. “કાકા! કંઈક કરવું જોઈએ માને સ્હેજ પણ ખબર ના પડવી જોઈએ.” “હા! મેં એમ કર્યું છે. ગામની વહુવારું.. ગામ લોકોને એક જ

વાત કરી છે કે ભાભીને અને ભાઈને વરસાદે સર્જેલી તારાજીની કોઈ

જ ખબર ના પડે.”

“હાશ!” સત્યમ્‌્‌ શાંતીનો શ્વાસ લેતાં ભીની થઈ ગયેલી આંખોને ચોળતાં કહ્યું. મનુકાકાએ રેવાને બૂમ મારી. “હાંભળે છે. એક ચા.. એક કોફી બનાવ.. સત્યમ્‌્‌ આવ્યો છે.” રેવા કાકી રસોડામાંથી બહાર આવતાં બોલી ઊઠ્યાં. “એ આવ ભાઈ.. જોને વરસાદે કેવી દશા કરી છે?” રેવાકાકીના ચિંતાગ્રસ્ત ચહેરાને સત્યમ્‌્‌ જોતાં કહી રહ્યો. “હા! કાકી પણપ માને કંઈ ના કહેતાં.”

“એતો આખા ફળિયામાં બધાંને વાત કરી છે” રેવાએ હળવેથી રસોડામાં જઈને ગ્યાસ સગડી સળગાવી તપેલીમાં દૂધ રેડી ખાંડના ડબ્બામાંથી એક ચપટી ખાંડ નાંખતાં કહ્યું.

“કાકા! માપ જાણશે તો આઘાત સહન નહીં કરી શકશે” સત્યમ્‌ે ઓસરીમાં મૂકેલી ખુરશીમાં બેઠાં બેઠાં કહ્યું.

“બેટાપ વાત તો હાચી સે. કોઈને કોઈ તો વહેલું મોડું કહેશે

જ” રેવાએ હળવેથી સત્યમ્‌્‌ને કહ્યું.

મનુ પટેલ સત્યમ્‌્‌ની પીઠ ઉપર હાથ ફેરવતાં કહી રહ્યો હતો. “ચિંતા ના કરતો આપણે ચાર પાંચ દિવસ પછી ખેતર વરાપે એટલે ટ્રેક્ટર કામે લગાડી ને હતું તેવું કરી દઈશું.”

સત્યમ્‌્‌ના ચિત્તમાં આ જ વિચાર ચાલતો હતો. તે કહેવા જતો હતો ત્યાં જ મનુકાકાએ વાત મુકતાં જ બોલી ઊઠ્યો. “હું બે દિવસની રજા મૂકી દઈશ આમેયપ બે દિવસ સુધી સ્કૂલ બંધ જ રહેવાની છે.” સત્યમ્‌્‌ ઘેર પહોંચ્યો. કપડાં બદલીને ઘર પાછળના વાડામાં ભરાયેલા પાણીને નીક કરીને કાઢતો હતો. અનુરાધાએ નરાશથી ત્રણ ત્રણ ખાડા

ખોદીને બાવળના લાકડાના રોપેલા ત્રણ ખીલામાં ત્રણ ભેંસને બાંધી રહી હતી. પિતરાઈ ભાઈ કનુ પટેલને બૂમ મારતી કહી રહી હતી. “કનુભાઈ.. તમારી વાડે ખીલા ચોઢીને ભેંસને ખુલ્લામાં બાંધો. ખુલ્લામાં તડકો સારો ગમાણ પણ કોરી બને.”

અનનુરાધાનો અવાજ સાંભળી કનુ વાડામાં આવ્યો. તેણે

અનુરાધાને કહ્યું, “હું એજ કામ કરવા આવતો હતો ને તમે બૂમ મારીપ વાડાની નીકમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે તે પહેલાં કાઢી નાંખું. પાણી નીકળી જાય એટલે પશાકાકાની વાડને અડકીને ખીલા ચોઢું છું.” “તમે પાછા કંઈ નવું ના કરતા” અનુરાધાએ કનું પટેલને

નીરખતાં કહ્યું.

“નવું તો શું કરવાનું.. ભાભી! સાલો લુચ્ચો છે. આપણા ટાંકણીયાવાળા ખેતરને શેઢે વાડ કરવાના બહાને આપણા તરફ છ ઈંચ અંદરનો ત્રાંસો થોર રોપ્યો છે. મેં એને ખેતરમાં ઉધડો લીધેલો. પાછો

ડંફાસ મારતો કહે તારી વાડ તમારા ખેતરની અંદરની છે.. જો.. પેલી

લિંબડીની હદપ”

અનુરાધાએ કનુપટેલના ચહેરાને અવલોકતાં કહ્યું.. “મુંઉં કળથી કામ લેવાનું.. ઝઘડા નહીં કરવાના”

“એમ કંઈ સીધી સરાદે માને તેવો નથી સાલાને ઠોકવો પડશે.” કનુએ ગુસ્સે થતાં મોટેથી કહ્યું. સત્યમ્‌્‌ કનુની નજીક આવીને કહી રહ્યો હતો. ઝગડા ના કરતો. આપણે ખેતરના શેઢા મંપાવી લઈશું. “શું મંપાવાના રેલ્બાવાળામાં જોયું છે. પૂરું નાળિયું દબાવી

દીધું. નાળિયા ઉપરના બાવળના થડની છાલ કાઢી કાઢીને બાવળ સૂકવીને બાવળની ડાળિયો કાપીને થડમાં સૂકવી, થડ ને જ બાળી મૂક્યું. જંગલખાતાવાળા શું કરવાના હતા? કનુએ ક્રોધથી ધુઓ પૂવાં થતાં કહ્યું. “હશે આપણે શું?” અનુરાધાએ કનુને શાંત પાડવા ધીમેથી

કહ્યું.

સાંજ પડવા આવી હતી. ડેરીમાં દૂધ ભરવાનો સમય થયો હતો. ફળિયાની સ્ત્રીઓ ગાય, ભેંસને ટોપલો મૂકતી હતી. કેટલીય સ્ત્રીઓ કપાસનાં કાલાં, ઘઉંનાં સોળા ડબ્બામાં ભરી પાણી રેડી, ગોળની રસીં મીટું નાંખી બાફેલા ઘાસને વાંસના ટોપલામાં કાઢી ભેંસ-ગાયને

ખાવા મુકીને સ્ટીલની પવાલી સાફ કરીને દોહવા બેસતી હતી.

અનુરાધા ભેંસને ટોપલામાં ખાણું મૂકીને ભેંસ દોહવા બેસતી હતી. ત્યારે સત્યમ્‌્‌ની રીંગ રણકી ઊઠી.. “હું તો ગઈ’તી રે.. મેળે..

મેળામાં..” સત્યમ્‌્‌ શર્ટનાં ખીસ્સામાંથી મોબાઈલ કાઢીને સ્વિચ ઓન કર્યો.

“હલ્લો.. ઋતું..” “હા બોલો”

“ક્યાં છે?” “ઘેર”

“સલામત પહોંચી ગયો?” “હા”

“આઈ લવ યુ સત્યમ્‌્‌” “સેઈમ ટૂ યુ”

“નથી રહેવાતું” “મારે પણ” “કાલે આવીશ!” “ના”

“કેમ?”

“ખેતરમાં કામ છે.”

“તારા વિરહને નહીં સહન કરી શકું” “ઓહ! ગોડ “બી કંટ્રોલ” રીલેક્ષ”

“હું તારા વિચારોમાંથી નહીં નીકળી શકું” “પ્રભુ સ્મરણ કર”

“મજાક ના કર તું જલ્દી આવ”

“કેવી રીતે? રસ્તા બંધ છે. મનને શાંત રાખ.”

“ધૂળ શાંત રાખું તારી યાદ આવતાં આખી રાત રડી છું.” સત્યમ્‌્‌ ઋતુંના રડવાનો અવાજ સાંભળી રહ્યો. સત્યમ્‌્‌ ગળગળો

થઈ ગયો. સૂકાતાં કંઠ હોઠ ઉપર તડપન અનુભવતો તે સૂકી થઈ ગયેલી જીભ ને ફેરવવા કોશિશ કરી રહ્યો પરંતુ તેની આંખોમાં સહરાની તરસ ઝળઝળિયાં બની ઊભરાઈ રહી. ભેંસ દોહતી અનુરાધા ફોન ઉપરની વાત ચીત સરવા કાને સાંભળતી હતી. તે જાણે કંઈ જ ના બન્યું હોય તેમ સ્ટીલની પવાલીમાં દૂધને દોહી રહેતાં કેનમાં રેડતાં કહી રહી હતી.. “સાંભળ્યું? આ ભૂરીને પાનોવાળો! મોડું થાય છે.”

“એ હા!” સત્યમ્‌્‌ ફોનની સ્વિચ ઓફ કરી ભૂરી ભેંસના

પાછલા બે પગ બાંધવા લાગ્યો. અનુરાધા પવાલીનું દૂધ કેનમાં રેડીને

ભેંસ પાસે આવીને તેણે હળવેથી હસતાં હસતાં કહ્યું, “કોનો ફોન છે?” “એ તો સ્કૂલમાંથી ફોન હતો મને બોલાવે છે.”

“ના કહેવી હતી ને.. કોઈ છોકરીનો અવાજ.”

“હા, તને વાત તો કરી હતી. સ્ટાફમાં એક શિક્ષિકા લેવાઈ છે. સુરતની છે.” સત્યમ્‌ે સહજતાથી કહ્યું.

“એણે ફોન કરવાની શી જરૂર?” આશંક અનુરાધાએ કહ્યું,

“સ્ટાફમાં સાથે બેસે એટલે” સત્યમ્‌ે વાત ટૂંકવતાં ભેંસનો પાનોવાળીને અનુરાધાને કહ્યું.

“દોહવા બેસી જા પાછી છટકશે.”

“હા! હા! તમતમારે પેલી હણીજી જોડે વાત કરો. એટલે જ બહાનાં કાઢી મોડા આવો છો” અનુરાધાએ ધીમેથી રડમશ સ્વરે કહ્યું. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો.

સત્યમ્‌્‌ ઝંખવાણો પડી ગયો. ભેંસના બાવળા સામે નજર કરતાં કહી રહ્યો. “પાછી દૂધ ચઢાવી દેશે.”

અનુરાધાએ છણકો કર્યો - “તમારી પેલી પાનો મૂકે એટલે બસ” સ્ટીલની પવાલીના કોકરવણા પાણીથી ભેંસના આંચળ ધોતાં અનુરાધા બોલતી હતી. “જેમ જેમ ઉંમર થાય તેમ પુરુષ જાત વનેરું બને છે. જરા બે છોકરાંનું શું?” આંખમાંથી વહેતાં આંસું ને નાકને સિકોળતાં ખાળવા પ્રયાસ કરતાં સાલ્લાના ઘૂંઘટની કોરથી નાક લૂંછતાં બોલતી હતી ચૂપચાપ સત્યમ્‌્‌ સાંભળતો હતો.

સત્યમ્‌્‌ે દીર્ઘકાળ સમય મૌન સેવ્યું. હળવેથી તે અનુરાધાને કહેતો હતો. “તું કહે તો નોકરી છોડી દઉં. એક સ્ત્રી શિક્ષિકા હજુ હમણાં આવી તેમાં તને આટલી શંકાપ”

“હું ક્યાં કહું છું કે નોકરી છોડો પણ સખણા રહો. આટલા બધા શિક્ષકોમાં તમને જ કેમ ફોન કરે છે? લફરું તો નથી કર્યું ને?”

“હાપ હાપ લફરું કર્યું છે બસ.. જ્યારે જોઈએ ત્યારે તું અને

નીતું ટોણા મારો છો. શંકા કરો છો. બીજો કોઈ કામ ધંધો જ નથી?”

વાત વણસી જશે તે ડરથી મરક મરક હસતાં લાલગુમ આંખોએ અનુરાધા કહેતી હતી. “મા જાણશે તો.. જીવ તે જીવ મરી જાશે.”

“હા હાપ પણ શું કરું? તું જ આ બધું ઉપજાવે છે. કોઈ પુરુષ

સ્ત્રી જોડે વાત જ ના કરે એમ” સત્યમ્‌્‌ે દબાતા પણ ડારતા સ્વરે કહ્યું. “નાપ નાપ એવું નથી. તમે સાચવજો છોકરાંનું શું? માનું

શું?” અનુરાધાએ ચિંતા વ્યક્ત કરી.

હળવે હળવે હરિજી

“ગુડ મોર્નિંગ ટીચર!” “થેંક્સ”

“સીટ ડાઉન પ્લીઝ”

નંબર વન.. યશ ટીચર, ટું- યશ ટીચર થ્રી.. યશ ટીચર.. ફોર.. યશ ટીચર, ફાઈવ.. યશ ટીચર, સીક્સપ સેવનપ એઈટપ નાઈનપ ટેનપ ઈલેવનપ ટ્‌વેલપ

ક્લાસરૂમમાં શાંતી ફેલાયેલી હતી. નવીન આવેલી ઋતું ટીચરને આઠના વર્ગના બાળકો કુતૂહલથી નીહાળતા હતા. પ્રથમ તબક્કે તેના વ્યક્તિત્વથી પ્રભાવીત થયેલાં બાળકો અવાજથી વધારે મુગ્ધ થયાં.

ગુજરાતી પાઠ્યપુસ્તક કાઢવાનું કહીને તેનું પ્રથમ કાવ્ય.. “હળવે હળવે”નું શીર્ષક બ્લેક બોર્ડમાં લખતાં ઋતું બોલી ઊઠી.. “હળવે હળવે”પ નરસિંહ મહેતા..

“નરસિંહ મહેતા કોણ હતા?” ઋતુંએ પૂછ્યું. અસંખ્ય આંગળીઓ

દેખાવા લાગી.

વર્ગખંડમાં પહેલી બેંચ ઉપર પ્રથમ બેઠકમાં ગોઠવાયેલી કાદંબરીને

ઋતું પૂછ્યું. “બોલ કાદંબરી.. કોણ હતા.”

“ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હતાપ” કાદંબરીએ કહ્યું.

એ કરતાં તેમનો વિશેષ પરિચય કોણ આપશે? ઋતુંએ કાદંબરીને બેસી જવા ઈશારો કર્યો.

વચ્ચેની બેંચની લાઈનમાં ગોઠવાયેલી વિદ્યાર્થીનીઓમાંથી કેટલીક આંગળીઓ દેખાઈ. ઋતુંએ ચોથી બેંચમાં વચ્ચેની બેઠક ઉપર ગોઠવાયેલી સીતાને કહ્યું, “બોલ સીતા નરસિંહ મહેતાનો પરિચય.”

“ટીચર! નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા. તેમનો જન્મ

તળાજામાં થયો હતો. નાગરબ્રાહ્મણ હતા. માતા-પિતાના મૃત્યુ પછી

મોટાભાઈ અને ભાભીએ તેમનો ઉછેર કર્યો. કર્કશ ભાભીના મહેણાંના કારણે ઘર છોડી જંગલમાં ચાલ્યા ગયા. જંગલમાં એક શિવમંદીર ને જોયું. તેમણે શિવમંદિર સ્વચ્છ કરી શિવજીની આરાધના કરી. નરસિંહની

ભક્તિથી શિવજી પ્રસન્ન થયા. તેમણે રાસલીલા બતાવી.” સીતાએ

નરસિંહ મહેતાનો પરિચય આપતાં કહ્યું.

“રાસલીલાનાં દર્શન કરતાં શું થયું?” ઋતુંએ સિતાને બેસવાનો ઈશારો કર્યો. જમણી તરફની હરોળની બેંચ લાઈનમાં વિદ્યાર્થીઓની આંગળીઓ ઊંચી થયેલી દેખાઈ. ઋતુંએ છેલ્લી બેંચ ઉપર છેલ્લે ખૂણામાં બેસી રહેલા જયને જવાબ આપવા કહ્યું.

જય ઊભો થયો. તેની આંખો ઘેરાયેલી હતી. આવતા બગાસાને

રૂમાલથી દાબતાં કહી રહ્યો. “ટીચર.. નરસિંહ મહેતાનો હાથ બળી

ગયો.” ક્લાસરૂમના બધા વિદ્યાર્થીઓ એક સાથે હસી પડ્યા.

ઋતુંએ ટેબલ ઉપરના ડસ્ટરને ખખડાવ્યું. “શાંતિ.. શાંતિપ સાચી વાત છે. તેમણે મસાલ પકડી હતી. મસાલના પ્રકાશમાં રાસલીલા જોતા હતા. તેઓ એવા તન્મય બની ગયા કે આખોને આખો હાથ બળી ગયો છતાં ભાન ન રહ્યું. ભગવાને તેમને પ્રસન્ન થઈને કંઈક માંગવા કહ્યું. નરસિંહ મહેતાએ ભગવાનને ભક્તિ આપવા કહ્યું. નરસિંહ મહેતાએ

ભગવાનની ભક્તિ માંગી અને માંગ્યું કે મારા દુઃખના સમયમાં મદદ

કરવા આવે.”

“સ્વેતા. બોલ તો ભગવાને શું કહ્યું?” ઋતુંએ જમણી તરફની બારી પાસે બેસેલી વિદ્યાર્થીનીને કહ્યું.

સ્વેતા ઊભી થઈને કહેતી હતી - “આ કેદારો રાગ તને આપું છું. તારા દુઃખના સમયે તું મને યાદ કરવા કેદારો રાગ ગાઈશ એટલે હું આવી પહોંચીશ”

સ્વેતાના ઉત્તરથી વર્ગખંડના વિદ્યાર્થી આશ્ચર્યમાં પડી ગયાં. એક વિદ્યાર્થીએ ઊભા થઈ કહ્યું, “ટીચર પુસ્તકમાંતો કંઈ લખ્યું નથી?” ઋતુંએ જયંતને કહ્યું, “જયંત સાચી વાત છે. પુસ્તકમાં ટૂંકો

પરિચય છે. કાવ્યનો ભાવ રજૂ થયો છે.” “હળવે હળવે એટલે?” ઋતુંએ કહ્યું.

“ખૂબ ધીમેથી” વર્ગખંડના બધા વિદ્યાર્થીઓ બોલી ઊઠ્યા. ઋતું બ્લેકબોર્ડ પાસે ઊભી રહીને હાથ ઊંચો કરતાં શાંતિ

જાળવવાનું કહેતી હતી. વર્ગખંડમાં પુનઃ શાંતિ ફેલાઈ ગઈ.

“ચાલો આપણે હળવે હળવે ગીત ગાઈએ” ઋતુંએ વિદ્યાર્થીઓને

કહ્યું.

ઋતું કહેતી હતી.. હું ગાઉં પછી તમારે એ પંક્તિ ગાવાની છે. “યશ ટીચર” બધાં વિદ્યાર્થીઓ એક સાથે બોલી ઊઠ્યા.

“ખૂબ ધીમેથી ગાવાનું.. બાજુના ક્લાસને ડિસ્ટબ ના થાય તેમ”

ઋતુંએ ભાવાસૃષ્ટિમાંથી પાર્થિવ જગતમાં આવી પહોંચી તે અનુભવતી હતી કે પોતે જ કોઈ નવીનસૃષ્ટિમાં પહોંચી ગઈ છે. બે તાસ પછીની રિશેષ પડી. ઋતું સ્ટાફ રૂમમાં પહોંચી. શિક્ષકગણે તાળીઓના

ગળગળાટથી તેને વધાવી લીધી. થોડી મિનિટમાં આચાર્યશ્રી ગોપાલસર

ઋતુંએ સૂચન કર્યું.

હળવા સુરીલા કંઠે “હળવે હળવે”ની પંક્તિ ગાઈ. “હળવે હળવે હળવે હરિજી

મારે મંદિર આવ્યા રે” ઋતુંના સૂરીલા કોકિલ કંઠનો એવો

અદ્‌ભૂત પ્રભાવ પડતો હતો કે અંતરથી ગવાતા ગીતનો રણકો અજબનો હતો. આત્માના અવાજનો રણકાર અનુભવતો હતો. પ્રથમ પંક્તિનું ગાનનો રણકો સાંભળીને બાજુના ક્લાસના ટીચર મનિષ અને વિદ્યાર્થીગણ શાંત ચિત્ત સાંભળી રહ્યા. ગવાતા ગીતનું એવું આકર્ષણ હતું કે બારણા પાસે આવીને ગીત સાંભળી રહ્યા. ગીત ગવાતું નહતું. ગીત ગુંજતું હતું. તે સ્વરમાં લાવણ્યની મધુરતા હતી. તે સ્વરમાં હૃદયની આદ્રતા હતી. ધીમે ધીમે ગવાતા ગીતનો પ્રભાવ દૂર દૂર સ્ટાફ રૂમ, આચાર્ય ઓફીસ સુધી ફેલાયો. ફ્રી પીરયડમાં બેસેલા ટીચર્સ, આચાર્ય, ક્લાર્ક અને પટાવાળો ધોરણ આઠના વર્ગખંડની નજીક આવી અદ્‌ભૂત ભાવજગતની સંમોહન શક્તિ અનુભવી રહ્યા. ગીત પૂર્ણ થયું. ગીતના શૂરોના ગાયકીની

મંત્રમુગ્ધતાપૂર્ણ થઈ. જાણે બૈજુબાવરાના ગવાતા ગીતના રાગ-રાગીણીથી આકર્ષાઈને આવેલી બે હરણાંને બૈજુયે બે હાર પહેરાવતાં ભાનમાં આવી ગીત ગાવાને બંધ થવાના કારણે સભાન થઈ દોડતાં જંગલમાં જતાં રહ્યાં.

સ્ટાફ રૂમમાં આવ્યા. ઋતું દેસાઈ તમે તો કમાલ કરી. વર્ષો સુધી મેં ગણા મુશાયરા, સંગીતના જલસા માણ્યા છે. પરંતુ આવો કંઠ ક્યારેય સાંભળ્યો નથી. “ધન્યવાદ!”

ઋતુંએ આખો દિવસ બાળકો, શિક્ષકો, કર્મચારી વર્ગના કંઠના વખાણ સાંભળ્યા. તે બધાનો આભાર માનતી જ રહી. તેને ખ્યાલ પણ નહીં કે પોતે આટલું સુંદર ગાઈ શકે છે. તે તો તેનો પહેલો અનુભવ હતો. સાંજ પડી સ્કૂલ છૂટવાનો સમય થયો. વારે વારે તેને સત્યમ્‌્‌ને ફોન કરવાનો વિચાર કર્યો. તે વિચારને ટાળ્યો. અંતે તેનાથી ના રહેવાયું. સ્કૂલના દરવાજાથી બહાર આવી ફોન કરવા વિચાર્યું. બસસ્ટેન્ડના માર્ગ તરફ ચાલવા લાગી. પરંતું થોડું ચાલી ત્યાં જ શૈલેષ પંડ્યા તેની પાસે બાઈકને બ્રેક મારી ઊભુ રાખી બોલી ઊઠ્યો “ઋતું વાંધો ના હોય તો” ના ના હું તો ચાલતી જઈશ મને આનંદ આવે છે. શૈલેષ ઝંખવાણો પડ્યો. તેણે હળવેથી ચાલુ બાઈકને બ્રેક છોડીને મારી મૂક્યું. ઋતું હજુ ગેસ સર્વીસ ઓફિસ પાસે આળી. ત્યાં ગિરીશ પરમાર બાઈક ચલાવતો તેની પાસે બ્રેક મારી ઊભું રાખી હળવેથી કહી રહ્યો - “ઋતું” તેણે આંખ મિચકારી ઈશારો કર્યો.

“સોરી ગિરીશ.. હું માસીક ધર્મમાં છું.”

મર્માળ લુચ્ચું હસતાં ગિરીશ હળવા હાસ્ય સાથે વાત કરતી

ઋતુંને સાંભળીને ધીમે ધીમે બાઈક ચલાવી બસ સ્ટેન્ડ તરફ આવ્યો. પ્રિયા સ્કુટિ લઈને તેની પાસે આવી પહોંચતાં જ પ્રિયાએ હળવેથી ઋતું તરફ સ્કુટી લઈ જઈને મુક્ત હાસ્ય વેરતાં કહી રહી - “ઋતું ચાલો બેસી જાઓ.. હું ડાકોર જ જવાની છું.”

એકાદ બે મિનિટ માટે પ્રિયાને જોતી જ રહી તે ના ન કહી શકી તેમ છતાં સ્કુટી ઉપર બેસતાં હળવેથી કહી રહી. “પ્રિયા તમને તકલીફ આપવાની? તમારે કંઈને કંઈ કામ હોય ને.. આપણે તો કાયમ જવાનું નહીં.”

“એમાં શું કોઈક દિવસ તો મારે પણ તમારી સાથે ચાલતાં જવાની મઝા આવે હાં.” પ્રિયાએ હસતા ચહેરે ઋતુંને કહ્યું.

ઋતું કહી રહી હતી “મને ચાલવાનો બાળપણથી જ શોખ છે. એક તો હળવાશ અનુભવાય. ખોરાક પચે. ચાલતા જઈએ એટલે કોઈને કોઈ ઓળખાણ થાય. હળવા હાસ્ય સાથે એક બે વાત પણ થાય.”

“તમારી વાત તો સાચી છે જુઓને હું સ્કુટિ લાવી છું ત્યારે

ઘેરથી નીકળીને સ્કૂલમાં આવું છું કોઈની સાથે કોઈ વાતચીત નહીં કોઈ પરિચય પણ ના થાય. જાણે યંત્રવત જીવન બની જાય છે.” પ્રિયાએ ઋતુંની વાતમાં સમર્થન આપતાં કહ્યું.

ઋતું હળવા હાસ્ય સાથે પ્રિયાને કહેતી હતી. “પ્રિયા! યંત્રવત જીવન સ્વીકારવું કે નહી તે તો આપણા હાથમાં છે. મુક્ત જીવનની મઝા કંઈ ઓર છે. શૈલેષ સર કહેતા હતા કે “આપણી જિંદગીના અડધા વર્ષ ઊંઘવામાં તેમાનાં અડધા વર્ષ ખાવા-પીવા-નિત્યક્રમ પરવારવામાં, રહ્યો બાકીનો સમય ૧/૪ કહેવાય ૬૦ વર્ષ જીવ્યા. ૩૦ વર્ષ ઊંઘ્યા. ૧૫ વર્ષ

જીવનના નિત્યક્રમ પરવારવામાં જાય હકીકતમાં બાકીના ૧૫ વર્ષમાં

દશાંશભાગ તો આપણે આપણું મન સુસુપ્ત અવસ્થામાં હોય છે. માત્ર

૪૫૭૫ દિવસ જ કાર્યાત્વિત જીવન જીવીએ છીએ.” તે તો હસતાં ક્યારેક હતા પણ ખરા આ ક્ષણ ભંગુર જીવનનું નક્કી નહીં હોં. સમુસુથરું જીવ્યા તો મારા ભાઈ સારું નહીં તો કંઈ ને કંઈ ઉપાધિ આવી જ પડે. પ્રિયાએ જીવનની ગંભીરતા વ્યક્ત કરતાં કહ્યું.

“રિલેક્સ! અરે એવું બધુ ના વિચારાય વર્તમાનમાં જ જીવવાનું બીત ગઈ સો બાત નઈપ ભુલ સુધારો આગળ વધો.. નવો જોષ જન્માવો..” ઠાસરાનું સ્ટેન્ડ પસાર થતાં ઋતુંએ કહ્યું. ચોતરફનું દૃશ્ય જોતાં જ તેણે હળવેથી પ્રિયાને કહેતી હતી “હં ઊભી રાખો નેપ હું ઉતરી જાઉં..”

પ્રિયાએ સહેજ સંકોચ સાથે સ્કૂટી ઊભી રાખતાં કહ્યું- “કેમ?

ડાકોર તરફ નથી આવવું?”

ઋતું હસી રહી “ડાકોર જ આવવું છે પણ તમારે” તે હાસ્ય સાથે કહેતી હતી.

“કંઈ વાંધો નહીં મારે કંઈ એવું કોઈ કામ નથી” પ્રિયાએ

સુચક દૃષ્ટિથી કહ્યું.

“મને એવું થાય કે કદાચ તમારે કોઈ ફ્રેન્ડને” પ્રિયાએ વાક્ય

અધુરું મૂકી હસતાં કહ્યું.

“ના ના તમે સમજો છો તેવું કોઈ જ નથી. તમારી જેમ જ હું પણપ” પ્રિયાએ હસતા ચહેરે ઋતુંને સ્કુટિ ઉપર બેસવાનો ઈશારો કરી સ્કુટિ ડાકોર તરફના માર્ગે ઉપર હંકારી. સ્કુટી દોડતી હતી. આગળ બે-

ત્રણ ટ્રક લાઈનમાં પૂરપાટ દોડતી હતી. આગળ બે ત્રણ ટ્રક સ્કુટિની ગતિએ આવી રહી હતી. રોડની સાઈડ તરફ સ્કુટિ હંકારતાં બે બે ટ્રક ઓવર ટેક કરી આગળ જતી ટ્રકની પાછળ પાછળ તીસ ચાલીસ ફૂટના અંતરે સ્કુટિ ચલાવતી હતી. ડાકોર-ઉમરેઠ-કપડવંજ તરફનો માર્ગનું ટ્રાફીક સિગ્નલ આવતાં પ્રિયાએ સ્કૂટી ઊભી રાખી. પ્રિયા ટ્રાફીક સર્કલમાં ગોઠવાયેલ સરદારની પ્રતિમા જોઈ હસી રહી હતી.

પ્રિયા તરફ સૂચક દૃષ્ટિ કરતાં સ્નેહભીના શબ્દે ઋતું કહેતી હતી

“પ્રિય શું હસે છે કંઈ નહીં”

“ના સર્કલ જોઈ ને?” ઋતુંએ હળવેથી કહ્યું. “હા” પ્રિયાએ સહજ કહ્યું.

“પ્રિયા! સરદારની પ્રતીમા નાની મૂકાઈ છે પણ તે મૂકનાર વ્યક્તિની ભાવના કેટલી ઊંચી છે. તેને જોઈએ ને સરદારનું જીવન નજર સમક્ષ તરવરી ઊઠે. વૃધ્ધાવસ્થાનું જીવન ખૂબ દુઃખી હતું.” ઋતુંએ ગંભીર થઈ કહ્યું.

“હા! ઋતુંબેન મેં તો વાંચ્યું હતું કે ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા ત્યારે કરમસદમાં રેલ્વેસ્ટેશન પાસેના ખેતરમાં આંબો હતો. આ ઝગડામાં તેમના ભાઈનું ખૂન થયેલું. તે મૃત્યુંના સમાચાર

મળવા છતાં કામના ભારણને કારણે ન આવી શક્યા.. સરદારને પેટનું

દર્દ હતું. તેની અસહ્ય પીડા તેમણે મૃત્યું સુધી સહન કરી.”

“સાચી વાત છે. કરુણ જીવનમાં એકમાત્ર સાથી દીકરી મણીબેન હતાં. તેમનું કોણ હતું આ જગતમાં” પ્રિયાએ ધીમા સ્વરે કહ્યું.

“પ્રતીમા મૂકનાર ઢુણાદરાના ઈશ્વર પટેલને ધન્યવાદ!” ઋતુંએ

મંદિર તરફના માર્ગે ચાલતાં કહ્યું. રસ્તા ઉપરની અવરજવર ખૂબ હતી અસંખ્ય નજર તેના તરફ મંડાતી હતી. ઋતું દૃઢ મનોબળપૂર્વક માર્ગ ઉપર મંડાતી હતી. ઋતું દૃઢ મનોબળપૂર્વક માર્ગ ઉપર ચાલતી જ રહી. એક પછી એક પછી એક રિક્ષા ડ્રાયવર કહેતા હતા.. “મંદિર.. મંદિર” ઋતું સસ્મિત તે તરફ જોઈને આગળ ચાલતી હતી. ઋતુના વિખરેલા રૂપને અસંખ્ય હોઠ ઉપર જીવ્હા પ્રસરતી રહી. હોઠ ઉપર કચડાતા રહ્યા. ઋતુંને કોઈ ચિંતા ન હતી. તેનું લક્ષ્ય મંદિર હતું.

ઋતુંના મનમાં એક જ વિચાર ચાલતો હતો. સત્યમ્‌્‌ કેમ નહીં આવ્યો? શું થયું હશે? વરસાદમાં ભીંજાવાના કારણે તેને શરદી, તાવ તો નહીં આવી ગયા હોય? કે પછી અનુરાધા.. થોડા દિવસમાં અનુભવેલી સત્યમ્‌ની નીકટતા તેની નજર સમક્ષ તરવરવા લાગી. મંદિરના પગથિયાં ચઢતાં ભાવ વિભોર બની પગથિયાંનો સ્પર્શ કરતાં રણછોડરાયને યાદ કરતી બોલી ઊઠી.. “હે.. મારા રણછોડરાય કૃપા કરો.” મંદિરના દરવાજા પાસે ઊભા રહેલા આર્મીના જવાને ઋતુને પર્સ બતાવા કહ્યું. પર્સ ચેક કરતાં આર્મી દંગ થઈ ગયો. હજાર હજારની સો નોટ પાસે મોબાઈલ.. તે ઋતું સામું જોઈને હળવેથી કહેતો હતો “તમે પર્સ પાસે રાખો ને

મોબાઈલ આ સ્ટોલ ઉપર મૂકો. નંબર નોંધાવજો પાછો કીમતી છે.” ઋતું મનોમન સત્યમ્‌્‌ આવ.. સત્યમ્‌્‌ આવ.. કહેતી હતી.

ઋતું બાજુના સ્ટોલની ઉપર મોબાઈલ જમા કરાવતાં મોબાઈલ નંબર બોલી.. તેને ઈન્સ્ટ્રુમેન્ટ પીસનું નામ લખવા કહ્યું તેણે સહી કરી “ઋતું દેસાઈ” મંદિરમાં દર્શન કરતાં ભાવુક બનેલી ઋતુંની આંખો

ભીની થઈ ગઈ. હરિ દર્શન કરતાં હરિકૃપાની યાચના કરી. તે કહેતી

હતી “હે હરિ મારા સત્યમ્‌્‌ને મોકલ સત્યમ્‌્‌ આવ.. સત્યમ્‌્‌ હું તડપું છું, સત્યમ્‌્‌ આવ.. સત્યમ્‌્‌ આવ.”

તેના હાથમાં પ્રભુ પ્રસાદ અર્પતા પૂજારીએ હળવું સ્મિત વેર્યું. ઋતું સસ્મિત દર્શન કરી. દક્ષિણ તરફના પગથિયાં ઉતરી સ્ટોલ પાસે આવી મોબાઈલ નંબર અને પીસનું નામ બોલી ઊઠી. “૮૩૪૭૨૭૧૦૭૦પ

મોટોરોલા” સ્ટોર કીપરે હસતે ચહેરે ફોન આપી નોંધણી બુકમાં સહી

કરાવી.

અ સત્યમ્‌્‌ આવ.. સત્યમ્‌્‌ આવ

ઋતું ખડકીની જાળી ખોલી અંદરના બારણાને બંધ કરતાં હતાશા અનુભવતી હતી. તેના હોઠ સુકાઈ રહ્યા હતા. તેના ગળામાં ડૂમો

ભરાઈ ગયો હતો. તેનું મન મુંજવણ અનુભવતું હતું. તે પર્શ ખુરશીમાં

નાખી હતપ્રભ હાલતમાં પલંગમાં પડી. પલંગમાં ઓશીકામાં મોં છૂપાવી છૂટી પોકે રડી પડી. ચાર દીવાલો વચ્ચે તેનાં ધ્રુસકાં સંભળાઈ રહ્યાં. સત્યમ્‌્‌ સત્યમ્‌્‌ બોલતી કેટલાંય સમય તે રડતી રહી. રડતી રહી. ઋતું સ્વસ્થ થવા કોશિશ કરતી તેના લાંબા કેશને ઉપર ખેંચી રહી તેણે બે હાથ મશળ્યા. બંન્ને હથેલીમાં જોતી રહી. તેણે બંન્ને હાથમાં આંગળાં એક પછી એક ફોડ્યાં. ચહેરો ધોવા લથડતા પગે બાથરૂમમાં પહોંચી. બાથરૂમના આયનામાં તેનો રુક્ષ ચહેરો જોતાં વિચારી રહીપ આ ઋતું છે.. ના.. ના ઋતું દેસાઈ આવી ના હોઈ શકે.. ચહેરો પાણીથી ધોતાં તેણે પાણીની બે ચાર છાલક આંખો ઉપર છાંટી. બાથરૂમમાં લટકાવેલા રૂમાલથી ચહેરો સાફ કરી બહાર આવી બેઠકરૂમની દીવાલના આયના

પાસે મૂકેલા કાંસકાથી કેશ સજાવતી હતી. દીવાલ ઘડિયાળ આઠનો સમય દર્શાવતી હતી. તેની દૃષ્ટિ રસોડા તરફ ગઈ. તે ઊભી થઈ. રસોડાના સ્ટેન્ડીંગ કિચનમાં ગોઠવેલ ગેસ સગડી સળગાવી ફ્રીઝમાંથી દૂધ કાઢી એક કપ દૂધમાં કોફી બનાવા તપેલી સગડી ઉપર કોફી બનાવા કોફી નાંખી.. તેણે કોફી તૈયાર થતાં રકાબીમાં કપ ગોઠવી. કપ ભર્યો પણ આ શું તપેલીમાં કોફી બીજો એક કપ વધારે બની હતી. તેના અવિનાભાવી મને સ્વીકાર્યું કે તે હજુ સત્યમ્‌્‌ની હાજરી સમજે છે. તેના અંતરમનના ખૂણામાં સત્યમ્‌્‌ સળવળી ઊઠ્યો છે. તેણે સભાન અવસ્થામાં પણ બીજા કોપ કોફી બેઠક રૂમમાં લાવીને ટેબલ ઉપર ગોઠવ્યા. તેની બાજુની ખાલી ખુરશી તરફ એક તેજ નજર નાંખી.

તેજ સમયે તેની વેદના અનુભવતો સત્યમ્‌્‌ ખડકીની જાળી

ખોલી.. તેના બંધ રૂમના બારણા ઉપર ટકોરા મારી રહ્યો હતો. ઋતું વિચારોની તંદ્રામાંથી જાગૃત થઈ તેને સફાળું બારણું ખોલ્યું, તે શું જુએ છે “સત્યમ્‌્‌”

“સત્યમ્‌્‌” પોકારતી ઋતું બારણાના ઉંબર ઉપર ઊભા રહેલા સત્યમ્‌્‌ને ભેટી પડી. એક અદ્‌ભૂત મિલન અનુભવતી ઋતું ચોધાર આંસુએ રડી રહી. સત્યમ્‌્‌ ગળગળા કંઠે બોલી ઊઠ્યો - “ઋતું”

“હાપ સત્યમ્‌્‌” ઋતુંના હોઠ તડપતા હતા. તેના શ્વરમાં કોઈ અગમ્ય કારુણ્ય.. વિરહભર્યો ઉદ્‌ગાર સત્યમ્‌્‌ને હચમચાવી રહ્યો હતો. તેના કાળજાને ઓગાળી રહ્યો હતો. ઋતું અને સત્યમ્‌્‌, સત્યમ્‌્‌ અને ઋતુંનું મિલન અવિરત રહ્યું. સત્યમ્‌્‌ ઋતુંના ચહેરા ઉપર ચુંબનોની વર્ષા વરસાવતો હતો. ઋતુંના તરસતા હાથ સત્યમ્‌્‌ની પીઠ-કમર ઉપર પ્રસરી

રહ્યા હતા. સત્યમ્‌્‌ની બાહુમાં ભીંસાઈ રહેલી ઋતું ઓગળી રહી હતી. થોડી મિનિટો પછી સત્યમ્‌્‌ રૂમમાં જોયું તો ટેબલ ઉપર બે કપ કોફી હતી. બંન્ને ખુરશી પાસપાસમાં ગોઠવાયેલી હતી.

સત્યમ્‌્‌ વિચારતો હતો. આ કેવી રીતે શક્ય હશે. શું ઋતુંની વેદના તેને ખેંચતી હશે. મોડી સાંજે છ વાગ્યાના સમયે જે અવાજ પોકારતો હતો. સંભળાતો હતો. સત્યમ્‌્‌ આવ સત્યમ્‌્‌ આવ તે તો ઋતુંનો હતો. શું આ શક્ય હશે. જરૂર ઋતુંની આત્માનો અવાજ હોવો જોઈએ. હું અને ઋતું, ઋતું અને હું.. દેહ જુદા અને આત્મા.. એક બન્યા હશે. હું તેની એટલી નજીક હોઈશ. વિચારોના વમળોમાં ગૂંચાતો સત્યમ્‌્‌ ઋતુંને કહી રહ્યો.

“ઋતું, બે કપ કોફી” “હા, સત્યમ્‌્‌”

“કેવી રીતે?”

“તે મને પણ ખબર નથી.”

“તું એકલી છે. ને બે કપ કોફી..”

“હા.. સત્યમ્‌્‌ ખરું કહું છું.. મને કંઈ ખબર નથી” “તારું મન.. તું સભાન હતી?”

“ના સત્યમ્‌્‌ તારી યાદમાં એકલાપણું ના સહન કરી શકી. ડૂમો

ભરાઈ ગયો અને પર્શ ખુરશીમાં નાંખી આ પલંગમાં ઓશીકામાં મોં છૂપાવી ખૂબ રડી.”

સત્યમ્‌્‌ ઋતુંને બાહુપાશમાં ઊંચકીેને તેના ચહેરા ઉપર ચુંબન કરતાં કહી રહ્યો, “ઋતું.. હે.. ભગવાન.. મારી ઋતું..ને..”

“હા.. સત્યમ્‌્‌પ હું મંદિર દર્શને ગઈ હતી”

“તેં ભગવાન પાસે શું માંગ્યું” સત્યમ્‌ે સીધો પ્રશ્ન કર્યો.

મેં ભગવાનને કહ્યું “મારા સત્યમ્‌્‌ ને મોકલ સત્યમ્‌્‌ને મોકલ.. સત્યમ્‌્‌ આવ.. સત્યમ્‌્‌ આવ..”

“ઋતું આ શક્ય હશે” “શું?”

મેં છ વાગ્યે ઓસરીમાં ઊભાં ઊભાં તારો અવાજ સાંભળ્યો.. “સત્યમ્‌્‌ આવ.. સત્યમ્‌્‌ આવપ”

“પછીપ”

પ્રથમ હું ન સમજી શક્યો પણ મારું ચિત્ત તારા તરફ ખેંચાઈ

રહ્યું.

“ઓહ! તેં શું કર્યું?”

“હું તે જ કપડાંમાં કંઈપણ કહ્યા વિના સ્ટેન્ડ ઉપર આવ્યો. ઉમરેઠ તરફ આવતી ટ્રકમાં બેસી ગયો. વારેવારે ટ્રક ડ્રાયવર મારા તરફ જોયા કરતો હતો. મારી દૃષ્ટિ માત્ર માર્ગ ઉપર જ હતી.”

“તેં ઉમરેઠ આવી શું કર્યું?”

“ઉમરેઠથી ડાકોરનો માર્ગ પાણીમાં ગરકાવ હતો. કોઈ જ વાહન આવતાં ન હતાં. મેં રેલ્વે ટ્રેક ઉપર ચાલ્યા જ કર્યુ. હું ડાકોર આવ્યો અને સર્કલ ઉપરથી રિક્ષા કરી અહીં આવ્યો.”

“ઋતું આશ્ચર્યમાં પડી ગઈ. શું તેના આત્માનો અવાજ તેને

સંભળાયો હશે.. કે ભ્રમ હશે..”

સત્યમ્‌્‌ ઋતુંને પૂછી રહ્યો. “ઋતું તેં મને બોલાવ્યો હતો.”

“હા” ઋતુંએ ટૂંકો જવાબ આપ્યો. તે વિચારોમાં ખોવાઈ ગઈ. “તે શું કહ્યું હતું?” સત્યમ્‌ે સૂચક પ્રશ્ન કર્યો.

મેં કહ્યું હતું “સત્યમ્‌્‌ આવ.. સત્યમ્‌્‌ આવ” ઋતુંએ સત્યમ્‌્‌ની દૃષ્ટિ તરફ જોતાં કહ્યું.

સત્યમ્‌્‌ની દૃષ્ટિ બદલાઈ રહી હતી. ઋતું સત્યમ્‌્‌ને કહી રહી - “સત્યમ્‌્‌ રીલેક્ષ, તું મારી પાસે છે. લે કોફી પી” ઋતુંએ એક કપ કોફીનો તેના હાથમાં આપ્યો. સત્યમ્‌્‌ કોફી પીતાં પીતાં કહી રહ્યો. “ઋતું હુંપ તારા વિનાપ નહીં”

“હા, સત્યમ્‌્‌ મારી સ્થિતિ પણ એવી જ છે. આખો દિવસ તને સ્કૂલમાં ના જોયો તો હું ઉદાસ રહેતી હતી. મારા હૃદયની આદ્રતાએ મને ધોરણ આઠના વર્ગમાં “હળવે હળવે હરિજી” કવિતા ગાતાં વ્યક્ત થઈ ગઈ. હું કારુણ્યમયી અવસ્થામાં ગાઈ રહી હતી. તારા વિના ના રહી શકું મેં ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈને કોઈપ”

“હા! ઋતું આપણો પ્રેમ ક્યાંય પ્રદર્શિત ના થવો જોઈએ. આજે અનુરાધા પણ જાણી ગઈ હોય તેમ રડતી કહેતી હતી. તમારી તે હણીજી થાયે છે કે ફોન કરે. સત્યમ્‌ે ધીમા સ્વરે હકીકત કહી.. કોફીની ચૂસકી

લેતાં ઋતું સત્યમ્‌્‌ના જીવનની કરુણતા સમજી શકી. એ બોલી ઊઠી, “તે શું કહેતી હતી?”

તે કહેતી હતી કે “માનો વિચાર કરો તેમને આઘાત લાગશે.” “હં તેં શું કહ્યું” ઋતુંએ હળવેથી કહ્યું.

મેં તો કહ્યું “એવું કંઈ જ નથી તું અને નીતું શંકા જ કર્યા કરો

છો.” સત્યમ્‌્‌ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું.

“આ નીતું કોણ છે?” ઋતુંએ એકદમ પ્રશ્ન પૂછ્યો.

“ઋતું અમારા ફળિયામાં સામા ઘરની લાઈનમાં રહે છે જવાદેને સાવ નફ્ફટ છોકરી છે. ત્રીસ વર્ષની થવા આવી છતાં પરણતી જ નથી.” સત્યમ્‌્‌ નીતુંની વાતને ઉડાઉ શબ્દોમાં કાઢી નાંખી.

“એવી ના બને..” નીતું કોઈ અફેર જેવું હોય તો જ.. કે..

પ્રેમમાં કોઈ આઘાત અનુભવ્યો હોય તો જ બને.” ઋતુંએ સ્ત્રી સહજ

સ્વભાવ વ્યક્ત કરતાં કહ્યું.

સત્યમ્‌્‌ ઋતુંની દૃષ્ટિમાં દૃષ્ટિ મેળવતાં કંઈક પકડાઈ ગયાં હોય તેમ નીચું જોઈને કહી રહ્યો “એવું જ છે. કિશોર અવસ્થામાં ગામનાં અમે બધાં બાળકો મેળામાં ગયાં હતાં. મહિસાગરમાં સ્નાન કરતાં અમે બધા કિશોર “આદડો પાદડો” રમતા હતા. મારા મિત્રએ દડો કિશોરીઓ તરફ નાંખવા કહ્યું. મેં દડો ત્યાં નાંખ્યો અને દડો લેવા ગયેલા મારા મિત્રને નીતું કહી “સત્યમ્‌્‌ને મોકલને” સ્નાન કરી ગળતેશ્વરનાં દર્શને ગયાં હું મોડો પડ્યો ત્યાં ગયો તો મંદિરમાં નીતું ભગવાનના દર્શન કરી રહી હતી. મને જોઈને તેણે હસીને ખોટી માંગણી કરી. મેં “મંદિરમાં નહિં” કહ્યું અને બહાર નીકળ્યો તેણે મોટેથી રડી રહી. પૂજારી-બ્રાહ્મણ રુદ્રી કરતા હતા તે એકદમ ઊભા થઈ મારી પાસે આવ્યા. મને એક બ્રાહ્મણે થાપોટ મારી. બધા બ્રાહ્મણ તેનું ઉપરાણું લેતા બોલવા લાગ્યા. બસ ત્યારથી જ તે મારી પાછળ પણ છે. તે દિવસે ચગડોળમાં પણ મારી સામું જોઈને હોઠ ચગળ્યા કરતી હતી. હસતી હતી.

“જો સત્યમ્‌્‌ તારે ચેતતા રહેવું જોઈએ. તે કારણે જ તે પરણતી

નથી. સ્ત્રી જાતને તું ના ઓળખે. હું સ્ત્રી છું. તેથી ઓળખું છું.. હવે તો

એક જ ઉપાય નીતું અને અનુરાધાને લડાવાનો તો જ તું તેની જાળમાંથી બચી શકે. અનુરાધાને તે ચઢાવતી પણ હોય” ઋતુંએ વિચાર કરતાં અનુમાનપૂર્વક કહેવા લાગી તે કોફીને ન્યાય આપી ચુકી હતી. સત્યમ્‌્‌ પણ કોફીને ન્યાય આપી ચુક્યો હતો. નવનો સમય ઘડિયાળ દર્શાવતી હતી. ચોમાસાની રાત જામતી હતી. ઋતુંએ સત્યમ્‌્‌ તરફ જોયું. સત્યમ્‌્‌ ઋતુંની નજર એક થઈ. સત્યમ્‌ે ઋતુંને કહ્યું “હું જાઉં”

“ના” ઋતું એકદમ ઊભી થઈ ગઈ. તે સત્યમ્‌્‌ને ભેટી પડી. સત્યમ્‌્‌ના બાહુમાં સમાવા કોશીશ કરી રહી. સત્યમ્‌્‌ે ઋતુંને બાહુમાં

ભીંસી દીધી. અન્યોન્યના હોષ્ટ ઉપર ચુંબનનો વરસાદ થવા લાગ્યો. ઋતુંને સત્યમ્‌્‌ પલંગ તરફ ખેંચી ગયો. બંન્નેનું આલિંગન વેધક બન્યું. તડપન વધતી જ ગઈ. તડપતા દેહમાં ઈશ્કનું સામ્રાજ્ય પ્રસરી ગયું. હોઠપ ચહેરા.. હડપચી ઉપર ચુંબનનો વરસાદ વરસી રહ્યો. સત્યમ્‌્‌ના બંન્ને હાથ ઋતુંના ઉરજ ઉપર પ્રસરી રહ્યાં. રતીક્રીડામાં પ્રસ્વેદ.. આહટપ નિશ્વાસનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. રસોડાના બારણા ઉપર બાબુલીનનું બાળકનું ચિત્ર હસી રહ્યું હતું. તે કહેતું હતું “હું આવું?”

આંખ ઉપર પાટા

ચોમાસાની રાત્રિ જામતી જતી હતી. સત્યમ્‌્‌ે ઋતુંને પુનઃ કોફી પીવાની ઈચ્છા વ્યક્ત કરી. ઋતું કોફી બનાવતી કહેતી હતી. સાંજે મોડી પડી દૂધવાળો છના ટકોરે દૂધ આપવા આવી જાય છે. સવારનું દૂધ

ફ્રીજમાં છે. તેની જ કોફી બનાવીશ. સવારે ભૂરાની રાહ જોવાની રહી. “ચાલશે.. પાછું તારાથી મોડું ઊઠાયું તો” સત્યમ્‌ે સવારી ચિંતા

વ્યક્ત કરી.

“એમ તો કંઈ વાંધો નહીં. સૂરતમાં પપ્પા-મમ્મી હતાં એટલે આઠ વાગ્યા સુધી ઊંઘ્યા જ કરતી. હવે તો મોડી ઊઠું છું ને વહેલી ઊઠું છું” ઋતુંએ હાસ્ય વેરતાં રસોડામાંથી જ કહ્યું.

“ઋતું એકલું એકલું ફાવે છે? કે પછી” સત્યમ્‌્‌ે ઋજુ હૃદયની

સંવેદના વ્યક્ત કરી.

ઋતું બે કપ કોફી લાવીને ટેબલ ઉપર મુકતાં કહી રહી “કેમ નહીં. તું હોય પછી રાત તો શું જીંદગી પણ એકલાપણામાં વિતાવું તે પણ આનંદથી.” ઋતું હસતી હતી. મુક્ત મને.

સત્યમ્‌્‌ ઋતુંના હાસ્યને સાંભળી રહ્યો. તેની નજર ઋતુંના ચહેરાને એ અપલક નયને નિહાળતી હતી. ઋતુંને નખશીખ નિહાળતાં સત્યમ્‌્‌ વિચારતો હતો. ભલે ઋતું છૂપાવતી હોય પણ સુખી પરિવારની યુવતી જરૂર છે. નોકરી? તે તો માત્ર શોખ માટે કે કોઈ કારણસર જ સ્વીકારીને કરી રહી છે. જરૂર આ કારણ મારે જાણવું જ જોઈએ.

ઋતું મુક્ત નજરે નીહાળતાં સત્યમ્‌્‌ના મનની ગડમથલને જાણી ગઈ હોય તેમ કહી રહી “શું વિચારે છે? નોકરી કરવાની મારે જરૂર નથી. એમ જ ને..”

“હા, ઋતું તારું દેહ લાવણ્ય. રૂપ નીતરતું યૌવન.. ક્યાંય કોઈ

જ જમાનાની અસર નહીં. માત્ર બિન્દાશપણું. મને લાગે છે કે તું પપ્પા-

મમ્મીની ઉપરવટ જઈને નોકરી કરવા આવી છે” સત્યમ્‌ે મનની વાત કરી.

“હા એવું જ છે. મને મારા પપ્પા-મમ્મીનું વૈભવી જીવન પસંદ

નથી. માત્ર રીઝર્વ રહેવાનું ઓછા લોકો સાથે બોલવાનુંપ મળવાનુંપ

માત્ર સિમિત કહેવાતા સુસંસ્કૃત લોકોની એશ-આરામની જીંદગી જોવાની વાતો સાંભળવાની, સમારંભ, મેળવડા, સોપીંગ મોલમાં ફરવાનું.. એક પછી એક નવીન કાર બદલતા રહેવાની.. કારમાં જ જવા આવવાનું મને નથી ગમતું.. હું.. એ જીવનથી વાજ આવી ગઈ છું.. મારે તો મારું જીવન સરળ જીવન જોઈએ છે. નિરાભિમાની, મુક્ત હળવાશવાળું

પ્રકૃત્તિને સંગ જીવન..” ઋતું મુક્ત મને સત્યમ્‌્‌ને વાત કરતી હતી.

સત્યમ્‌્‌ ઋતુંની જીવનશૈલી સમજવા વિચારતો હતો તો તો ઋતું ગામડું ગમશે. જો ગમે તો શા માટે શહેરી જીવન પસંદ કરે છે. કે પછી વાત જુદી જ હશે. સત્યમ્‌્‌ ઋતુંના દેહ લાવણ્યપ્રતી એક દૃષ્ટિપાત નાખતાં તેની નજર દીવાલ ઉપરના ઘડિયાળ પર ગઈ તે બોલી ઊઠ્યો “ઓહ.. અગિયાર વાગ્યા” તે સફાળો ઊભો થયો. બૂટ પહેરતાં કહી રહ્યો - “ઋતું હું જાઉં છું”

“બહું મોડું થયું છે. મને ચિંતા રહે છે. ના જાઓ તો સારું” ઋતુંએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

“નાપ નાપ એવું નહીં બને અનુરાધાને કહ્યા વિના આવ્યો છું..

તે બધાં મારા વિના ઊંઘશે પણ નહીં. ભાર્ગવ તો મારી જોડે જ ઊંઘવા ટેવાયેલો છે” સત્યમ્‌ે જીવનની વાસ્તવિકતા કહી.

“બાય ઋતુંપ” સત્યમ્‌્‌ ખડકી બહાર નીકળ્યો. ઋતું દીવાલની બારીમાંથી સત્યમ્‌્‌ને કહેતી હતી. “સત્યમ્‌્‌ ગાડી કરી લેજે”

“એ હા” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો. મંદિર સામેના ટાવર પાસે જીપ ઊભી હતી. જીપ ડ્રાયવરને તે જીપ પાસે જઈને કહેતો હતો “થામણા જવું છે શું લઈશ”

“બસો રૂપિયા” ડ્રાયવરે ટૂંકો ઉત્તર હસતાં હસતાં આપ્યો. “ઓ.કે. ચાલ.” સત્યમ્‌્‌ જીપ ડ્રાયવર સાથેની સીટ ઉપર બેસ્યો. જીપ ડ્રાયવરે જીપ ગાડી હંકારી મૂકી. થોડી જ મિનિટોમાં

થામણા આવતાં ગામના ચોક પાસે ગાડી આવીને ઊભી રહી. સત્યમ્‌્‌

ડ્રાયવરને બસો રૂપિયા આપી ઘર તરફ ચાલવા લાગ્યો. ઘરની ઓસરીમાં

ખાટલા ઢળાયેલા હતા. મનુકાકા મહાભારત વાંચી રહ્યા હતા. અનુરાધા,

ભાર્ગવ, નીતું, લોપા, જશીભાભી, કનુ, દલપત પટેલ, માણેક પટેલ, શંકરકાકા, જીતુંકાકા, આશિષ, પુરુરવા, કણ્વ, સરલા, રેવાકાકી, જડી

મા, તુષાર અને ચિરાગ ચોકમાં બેઠાં બેઠાં સાંભળતાં હતાં. ઉત્તરના

અભિમન્યું સાથે આંખે પાટા બાંધી લગ્ન થયા હતા. કૃષ્ણ અને અર્જુન પાતાળમાં ગયા હતા. કોઠાયુધ્ધમાં લડવા માટે પાનનું બીડું ખાઈને અભિમન્યું લડવા માટે નીકળ્યો હતો. પાંડવો આશ્ચર્યમાં પડ્યા હતા. કુંતામાતાએ અભિમન્યુંને રક્ષા રાખડી બાંધી હતી. તે રાખડી ભીમે તોડી નાંખી. અભિમન્યુના ધનુષ્ય ઉપર બાંધી હતી. રણયુધ્ધમાં જતાં મામા

શ્રીકૃષ્ણ ઉત્તરા માટે અભિમન્યુ રાત બનાવી. તે રાત લંબાવી હતી.

માતા કુંતાએ અભિમન્યુને યુધ્ધમાં જતો રોક્યો. ઉત્તરાને તેડવા માટે રત્નો-રાયકા ને સાંઢણી લઈને મોકલ્યા હતા. મોડી સાંજે તે આવ્યા. રાત વધતી જતી હતી. જો અભિમન્યું ઉત્તરાનું રૂપ જોઈ જાય તો જરૂર અભિમન્યું યુધ્ધે જતાં અટકે તેમ કુંતા માનતી હતી. ઉત્તરા આવી. રાત વધતી ગઈ. ઉત્તરાના રૂપમાં મોહાંધ થયો. યુધ્ધના વિચારો નષ્ટ થવા

લાગ્યા. બંન્નેનું મિલન થયું.. છતાં.. સવારે અભિમન્યું યુદ્ધ કરવા નીકળી પડ્યો. અભિમન્યું યુધ્ધમાં હણાયો.. પરંતુ તેનો પુત્ર પરીક્ષિત કુળ દીપક બની રહ્યો.

ત્યાં જ સત્યમ્‌્‌ ઓસરીની ઓટલી પાસે બૂટ કાઢી અંદર જવા

લાગ્યો. અનુરાધા બોલી, “બહું મોડું થયું? જમવાનું કાઢું?”

સત્યમ્‌ે ટૂંકો ઉત્તર આપ્યો, “નાપ મહાભારત રસપ્રદ છે.” નીતું હળવેથી બોલી ઊઠી.. “હોય જ ને આજના જમાના જેવું

જ”

કણ્વ, ચિરાગ અને તુષાર.. હાસ્યને રૂમાલથી દબાવતા.. ચહેરો

ફેરવીને બેસી રહ્યા.

મનુકાકાની દૃષ્ટિ સત્યમ્‌્‌ ઉપર પડી. સત્યમ્‌્‌ ખાટલાના પાયા

પાસે મહાભારત સાંભળવા બેસી ગયો.

મનુકાકા કહી રહ્યા - “કાલે ખેતરમાં ટ્રેકટરથી કરવાનું છે. તું આવજે.”

“હાપ” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો.

મનુકાકા વાંચી રહ્યા હતા. “વૈશમ્‌ પાયે એમ કહી બોલ્યા સુંણ જન્મેજય રાય

વિસ્તારી તુંજને સંભળાવું કોઠા યુધ્ધપર્વ મહિમાય”

સત્યમ્‌્‌ અભિમન્યુની વીરતાનું વર્ણન સાંભળતાં દંગ રહી ગયો. કૌરવોએ

કેવી રીતે દગો કર્યો. કોણે કોણે અભિમન્યુને કેવી રીતે માર્યો. ભીમ કેમ ના બચાવી શક્યો. તેનું વર્ણન સાંભળીને સત્યમ્‌્‌થી ઊંડો નિશ્વાસ નીકળી ગયો. સત્યમ્‌્‌ દલપત પટેલ ઓશરીમાં એક તરફ ખાટલા ઢાળી સૂઈ ગયા હતા. અનુરાધા અને સરલા બાળકોને સાથે રાખી ઓસરીના એક ખૂણામાં સૂઈ ગયા. વહેલી સવારે ભેેંસ દોહવા. અનુરાધા ઊઠી. ત્યારે સત્યમ્‌્‌ને પાનોવાળવા બોલાવ્યો. તે આવતાં જ હળવેથી કહેતી હતી “મને ખબર પડી. તમે ક્યાં ગયા હતા?”

“હા! કેમ?” સત્યમ્‌ે હળવેથી ધીમા સ્વરમાં કહ્યું.

“જુઓ..! આમ કરવું હોય તો તમ તમારે ત્યાં જ રહો. હું મારું

ફોડી લઈશ.. ભલે દુનિયા દલપત પટેલના ખોરડાની વાતો કરે.. હું

મારે..” અનુરાધાએ ધીમા દબાતા સ્વરે કહ્યું. પરંતું તેના સ્વરમાં અગમ્ય સખતાઈ આવી ગઈ હોય તેમ સત્યમ્‌્‌ને જણાયું.

હળવે કંઠે સત્યમ્‌ે અનુરાધાને કહ્યું “એવું કંઈ જ નહીં બને તેની

ખાતરી આપું છું”

“સેની ખાતરી.. કહેવાનું કંઈ ને કરવાનું કંઈ હું તમને ઓળખી ગઈ છું.” અનુરાધાએ કહ્યું.

“શું ઓળખી ગઈ છે? કપાળ તારું..” સત્યમ્‌ે ધીમા અવાજે ગુસ્સો દબાવતાં કહ્યું.

“હા, હાપ તમારે જે કરવું હોય તે કરો. મારે શું? મારા કરમ હું ભોગવીશ” અનુરાધાનો આક્રોશ વધ્યો. પડોશમાં જ કોઢારમાંથી ભેંસ દોહવા આવેલા રેવાકાકી બંન્નેની વાત સરવા કાને સાંભળતાં હતાં. જશીભાભીથી રહેવાયું નહીં તેમણે હળવેથી છતાં તીખા શબ્દોમાં વેણ કહ્યા - “તમારા બેને અવારનવાર સવારમાં શું છે?”

“કંઈ નહીં ભાભી આને ટેવ પડી ગઈ છે. જુવોને સવારના પહોરમાં ટક ટક કરીને મારું માથું ખાઈ ગઈ” સત્યમ્‌ે તુરંત જવાબ વાળ્યો.

સત્યમ્‌્‌નું ઉપરાણું લેવા કોશિશ કરતાં જશીભાભી હળવેથી અનુરાધાને કહેતાં હતાં. “જાવા દે ભાભી.. હું તો જરા.. કહેતી.. હતી કે” અનુરાધાએ કહ્યું. ત્યાં જ જશીભાભીએ અનુરાધાની વાતનો દોર કાપી નાંખી કહ્યું, “શું કહેતી હતી.. મોડો આવ્યો.. પુરુષ જાત છે.

રખડે.. તેમાં તારે શું? આપણે તો ઘર સંભાળવાનું.. સમજી.”

જશીભાભી અને અનુરાધાની વાત સાંભળી રહેલાં રેવાકાકી બાજુમાં કોઢમાં ભેંસ દોહતાં દોહતાં હતાં. “હેંડ.. રાંડ.. ટાંટીયો ક્યાં નાંખેશ. હખની રે.. પવાલી ઢોળી કાઢે.”

“હું આવું રેવાકાકી” સત્યમ્‌ે રેવાકાકીનો અવાજ સાંભળતાં કહ્યું. સ્ટીલની પવાલીમાં એક સાથે દોહવાતા બે બે આંચળમાંથી નીકળતાં દૂધની શેરનો પવાલીમાં પડવાનો અવાજ શૈડ..ડ..ડ.. સૈડ..ડ..ડ.. સંભળાતો હતો. અનુરાધાએ ભૂરીને દોહી નાંખી એટલે ખૂણાનો ટોપલો ખસેડી સત્યમ્‌્‌ બોલી ઊઠ્યો “અનુ.. હું આવું છું.” તે રેવાકાકી પાસે ભેંસની આડે ઊભા રેવા ગયો. રેવાકાકી કહેતાં હતાં દીકરા.. એક ડફણું તેના મૂંઢા ઉપર માર.. નહીં તો હખણી નૈ રે.. રાંડ.. પવાલીને.. લાત મારીને ઢોળી આલશે..

રેવાકાકીની વાત સાંભળતો સત્યમ્‌્‌ ભેંસની આડે ઊભો રહીને ગમાણના ખીલા પાસે પડી રહેલું ડફણું મારતાં.. મરક મરક હસી રહ્યો. તેના મનમાં એક વિચાર સ્ફૂરી ઊઠ્યો. “બુધે નાર પાંસરી બુધે ડોબું દે.. બુધાને અમથું જોઈને રાજા સીધો રેં” ભેંસ દોહવાઈ રહી ત્યાં સુધી સત્યમ્‌્‌ હોઠોમાં હસતો જ રહ્યો. હસતો જ રહ્યો. તે વિચારતો હતો. આ યુગમાં કહેવત કેટલી સાચી પડે તેમ છે. રેવાકાકીની ભેંસ દોહવાઈ જતાં પુનઃ અનુરાધાની પાસે બુધુ લઈને બુધુ બતાવતાં કડક શબ્દોમાં કહેતો હતો - “બોલપ”

અનુરાધા ડઘાઈ ગઈ. એ વિચારતી હતી. “આ શું?” ક્યારેય

મને ખસ ના કહેનાર “ત્યાં જ સત્યમ્‌્‌ અનુરાધાથી પીઠ ફેરવી મર્માળ

હસતો હતો. પુનઃ મૌન બની અનુરાધા તરફ નજીક જઈ સામું જોઈ

કહેતો હતો. કઈ ભેંસ દોહવાની છે”

“પેલી વઢીયારી” અનુરાધાએ ટૂંકો ઉત્તર ડરતાં ડરતાં આપ્યો. સૂરજ ઊગવા પહેલાના પહોરમાં પૂર્વના આકાશમાંથી મંદમંદ શીળો પવન આવતો હતો. ઊડતા પક્ષીઓની હારમાળા પૂર્વ તરફ ઊગતા સૂરજના દેશમાં જઈ રહી હતી. સત્યમ્‌્‌ તે દૃશ્ય જોઈને કહી રહ્યો “અનું જોને પક્ષી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે.”

અનુરાધા મૌન રહીપ વઢીયારીને દોહતાં તેણે સત્યમ્‌્‌ તરફ ઊંચી નજરે તેનો ચહેરો વાંચતી રહી. સ્ટીલની પવાલીમાં દૂધ પડવાને કારણે એક સાથે બે બે આંચળના નીકળતા દૂધનો અવાજ પવાલીમાં આવી રહ્યો હતો. “સૈડ..ડપડપ સૈડપડ..ડપ” બંન્ને પતિ-પત્ની તે સાંભળી રહ્યાં હતાં. ઓસરીના ખાટલામાંથી આંખો ચોળતો આવેલો

ભાર્ગવ હાથમાં રાખેલા પ્યાલાંને બતાવતો કહેતો હતો “મમ્મી મને દૂધ આપ.” અનુરાધાએ તેના હાથમાંથી પ્યાલો લઈ લીધો અને.. એક જ આંચળની શેર ખેંચી પ્યાલામાં નાંખતા જ તાજા દૂધથી ભરાઈ ગયો. તેનું ફીણ પ્યાલામાંથી ઊભરાઈને પવાલીમાં પડી રહ્યું હતું.

ભાર્ગવ કહેતો હતો. “મમ્મી દૂધ તો ગરમ છે.”

“બેટા! તાજુ દૂધ તો ગરમ જ હોય ને.” અનુરાધાએ ભાર્ગવને હસતાં હસતાં જવાબ આપ્યો. તેના બે હોઠથી તેની અને ભાર્ગવની નજર

મળતાં તેણે બુચકારો બોલાવ્યો. તે પ્રેમભરી નયનને જોતાં કહી રહી..

“બેટા!”

“હા મમ્મી.. પપ્પાને દૂધ આપને” બાળ સહજ ભાવથી ભાર્ગવે

કહ્યું.

“પપ્પા તો મોટા કહેવાય” અનુરાધાએ હસતાં હસતાં સત્યમ્‌્‌

સામે જોઈને ઉત્તર આપ્યો.

લાડકી દીકરીના પપ્પા

સત્યમ્‌ને બારણાના ઊંબર ઉપર ઊભા ઊભા વિદાય આપતાં ઋતું.. ખડકીની બારણા તરફ જતાં સત્યમ્‌ની પીઠને જોઈ રહી હતી.. સત્યમ્‌્‌ જાળી બંધ કરી ઓટલાનું પગથિયું ઉતરી.. રોડ ઉપર ચાલવા

લાગ્યો. ત્યારે તે રસ્તા તરફ પડતી રૂમની બારી પાસે આવીને જતા સત્યમ્‌્‌ને જોઈ રહી હતી. ત્યારે સત્યમ્‌્‌ તે બારી તરફ દૃષ્ટિ કરીને ઋતુંને જોવાનો પ્રયાસ કરતો નીકળી ગયો. રાત્રિ વધતી જતી હતી. શાંત વાતાવરણ જામતું હતું. મંદિર તરફના રોડ ઉપર કોઈ વાહનની ગરેરાટી અવારનવાર વાતાવરણને કર્કશ ધ્વનિથી ડીસ્ટબ કરતી હતી. રૂમમાં નાઈટલેમ્પનો લીલો ઝાંખો પ્રકાશ શીતલતા પાથરતો હતો. પલંગ ઉપર ચતીપાટ પડી રહેલી ઋતું રજાઈ ઓઢીને ચહેરાને ઢાંકી જાગતી પડી રહેલી હતી. બંધ આંખોએ જોતી હોય તેમ તેના મનમાં સુરતના વિચારો ચાલતા હતા. ખડકીમાંથી એક પછી એક દાદર ઉતરવાનો અવાજ આવી રહ્યો હતો. અનંત દેસાઈથી છૂટા પડવાના સમયે વિદાય લેતાં મમ્મી

કહેતી હતી “ઋતું તું સેટ થઈ જાઉ ત્યારે ફોન કરજે અમે ત્યાં આવી જઈશું.”

ત્યારે અનંત દેસાઈ કહી રહ્યા હતા “મારા દીકાને એમાં કંઈ કહેવાનું ના હોય ઓલ રાઉન્ડ છે.. ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળશે.”

“હું ક્યાં ના કહું છું.. પણ છોકરીની જાત છે. સાવચેત રહેવું

સારું. જમાનો કેવો છે.” ઋતુંની મમ્મી દિવ્યા બોલી ઊઠી.

ત્યારે અનંત દેસાઈ કહેતા હતા “દિવ્યા તું ચિંતા ના કર ગમે તેવું વાતાવરણ હોય તો પણ તે વાતાવરણ આપણા સ્વભાવ, વર્તનથી, આપણા જેવું જ બની જાય. જમાનો આપણાથી છે. આપણે જમાનાનું

ઘડતર કરીએ છીએ.”

ઋતું વચ્ચે જ બોલી ઊઠી.. “મમ્મી.. પહેલાં પપ્પા કેવા જીદ્દી અને અડીયેલ હતા. અને હવેપકેવા..”

ઋતુંની વાત ઉપર બંન્ને ખડખડાટ હસી પડ્યાં.. ઋતુંની વાતનો

દોર પકડતાં જ અનંત દેસાઈ હસતાં હસતાં કહેતા હતા. “અને હવે સરળ

મળતાવળા, જમાનાને ઓળખી ચાલવાવાળા, બાંધછોડ કરવાવાળા થઈ

ગયા છે નહીં. હવે તો લાડકી દીકરીના જ છો.”

“હાં જ તો.. નવી નવી પરણીને આવી ત્યારે ફીલ્મ જોવાની બાબતમાં કેવી જીદ પકડી હતી. હું કહું કે મારે “ઘરાના” જોવી છે તો તમે કહેતા કે આપણે “હરે કાચ કી ચુડીયા” જોવા જઈએ..” દિવ્યાએ

ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું.

“બંન્ને ખૂબ ઝઘડ્યા.. ખૂબ ઝઘડ્યા.. સાંજે જમતાં જમતાં

દહીંવડાંની ડીસને મેં ઢોળી કાઢી.. ડાયનીંગ ટેબલ ઉપર દહીં દહીં થઈ

ગયું.. તું રડવા લાગી..” અનંત દેસાઈ ખડખડાટ હસી પડ્યા.

“તમે લડવાનું બંધ કરો જ્યાં જવું હોય ત્યાં જાવ.” નેહાબા બોલી ઊઠ્યાં હતાં કે “ખરા દેહું.. અમે પરણ્યા ત્યારે આવું નો તાં કરતાં”

ભૂતકાળને વાગોળતા દિવ્યા-અનંત દેસાઈએ કારમાં સામાન

મૂકતા ગુલાબને કહ્યું હતું “ગુલાબ.. તું યાદ કરીને મૂકજે બેગ.. થેલો.. વોટરબેગ.”

“ઋતું તારા થેલામાં ચાર-પાંચ ડ્રેસ મૂક્યા? બે રૂમાલ મૂક્યા

છે નેપ જો જે કાંઈ ભૂલી ના જતી બેગમાં મેં થોડી કેશ મૂકી છે” ઋતુંને કહેતાં દિવ્યાએ કારમાં બેસતાં તેની પીઠ ઉપર હાથ ફેરવ્યો હતો.

અનંત દેસાઈ મકાનનો ઓટલો ઉતરી કારની પાસે આવી ઊભા રહ્યા હતા. માત્ર મૌન ધારણ કરી રહેલા અનંત દેસાઈ ઉપર ઋતુંની દૃષ્ટિ ગુલાબે કાર સ્ટાર્ટ કરી ત્યારે પડી તો તેણે તેમની આંખો

ભીની જોઈ. ઋતું તેમને વળગી પડી. ભીની આંખોને ચોળતાં ઋતુંની પીઠ અને માથા ઉપર હાથ ફેરવતાં કહેતા હતા “બેટા, આવજે.. પહોંચું એટલે ફોન કરજે.”

લાંબા માર્ગની સફરમાં ભૂતકાળને વાગોળતી ઋતું ગુલાબને કહેતી હતી “ગુલાબ.. પપ્પા-મમ્મીનું ધ્યન આપજે. તે ઘરડા થયા છે. પપ્પાને ચાલવામાં તકલીફ છે. તેથી સાચવીને કારખાનાની ઓફિસે લઈ જજે. ક્યાંય પણ જાય તો તેમની સાથે જ ચાલજે જોજે પડી ના જાય.” વડોદરા શહેરમાં પ્રવેશતાં ઋતુંની નજર “હોટલ દીપાલી”

ઉપર પડી. ત્યારે જ ગુલાબને કહી રહી હતી “ગુલાબ અગિયાર થઈ ગયા

છે. આપણે જમી લઈએ પૂરા બે કલાકની સફર ખરી.”

“હા! મને તો કકડીને ભૂખ લાગી છે. પેટમાં ગુડગુડીયાં બોલે

છે” ગુલાબે દીન ચહેરે ઋતુંને કહ્યું.

“હું તને ક્યાં નથી ઓળખતી. નાસ્ટો કલીને નીકલ્યા. હવે પાછો.. ભૂખ્યો થઈ ગ્યો દેહું.. ચાલ ચાલ ધલાઈને ખાઈ લે ખાઈ લે પાછો.. ઊંઘતો નૈ નકર ક્યાંક ઠોકી દેહ” ઋતુંએ હસતાં હસતાં હળવો ગુસ્સો વ્યક્ત કર્યો.

બંન્ને ટેબલ ઉપર જમવા બેઠા. ત્યારે વેઈટર મેનું લઈને આવી

પહોંચ્યો. મેનું જોતાં જ ગુલાબે નજર નાંખી કહ્યું “બેન! ગુજરાતી ડીસ

મંગાવો..”

“ઓ.કે. એય.. ક્યાં ચાયલો.. બે ગુજરાતી ડીસ.. હુરતી.. હમજ્યો.” ઋતુંએ વેઈટરને કહ્યું.

થોડી મિનિટોમાં તે ડીસ બનાવી મૂકી ગયો. ઋતું-ગુલાબ જમવામાં મગ્ન બની ગયાં ત્યારે પાપડનો ટૂકડો ખાતાં ઋતું ગુલાબને કહેતી હતી “ગુલાબ!”

પાતરાં ખાતાં ખાતાં ગુલાબ ચમકી ઊઠ્યો, “હા! હા! બોલો. જો પપ્પાની કાર ઉપર ડ્રાઈવીંગ કરું ને ત્યારે લાખીને નાં બેહતો હમજ્યો” ઋતુંએ કડક શબ્દોમાં કહ્યું.

“નહીં બસ!” ગુલાબે ટૂંકો ઉત્તરવાળી ઘારીનો ટૂંકડો મોંમાં

મૂક્યો.

“જો.. ખબર પડીને તો..” ઋતુંએ વાક્ય ટૂંકાવ્યું ને કચોરીને

ખાતાં ખાતાં કહી રહી.

“નહીં દીદી.. એવું નૈ કલું બસ..” ગુલાબે હસતાં હસતાં વચન આપ્યું તે હડપચી લૂંછીને દાળની વાડકી ઊંચકી દાળ પીતાં કહી રહ્યો.. “દાળ ટેસ્ટી છે.”

“હાં.. હાં.. ખબર છે. મમ્મીને સોપીંગ માટે લઈ જાઉને ત્યારે

પર્શનું ધ્યાન રાખજે. પાછી ભૂલકણી છે” ઋતુંએ તતડાવતાં કહ્યું.

“મને ખબર છે” ગુલાબે ફૂલકા રોટલીનું પીલ્લુંવાળી દાળમાં બોળીને આખું જ મોંમાં મૂકી ચાવતાં ચાવતાં કહ્યું.

“એટલે જ ગયા મંગળવારે મોનિકા મોલમાં મમ્મી પર્શ ભૂલી

ગઈ ત્યારે ક્યાં હતો” ઋતુંએ ગુલાબને કડક નજરે કહ્યું.

“સાથે જ હતો ને” ગુલાબે ઋતુંની નજર ચોરાવતાં કહ્યું.

“તો પછી પર્શ ક્યાં ગયું. પૂરા દશ હજાર હતા ખબર છે?” ઋતુંએ ગુલાબને ધીમેથી ઋજુ સ્વરે કહ્યું.

કેરીનું રાયતું ચમચીથી ખાતાં ગુલાબ કહી રહ્યો હતો. “મમ્મીના

ખભે લટકતું મેં જોયું છે.. પછી તે તો કાઉન્ટર ઉપર ગયાં તેમની પાછળ

હું ઊભો હતો.. મેં કહ્યું પણ ખરું મમ્મી પર્શ જો જોપ”

“હા.. હા.. મને ખબર છે. ડાહપણ ના કર” મમ્મીએ મારી સામું જોઈને કહ્યું હતું. “ગુલાબે ધરાઈને ખાતાં પેટ ઉપર હાથ ફેરવ્યો. વેઈટર ગરમા ગરમ ભાત મૂકી ગયો. બાસમતી ચોખાની સુગંધ ફેલાઈ ગઈ. ભાતમાં દાળ નાંખી હાથથી ચોળતાં ગુલાબ કહી રહ્યો. “હાથથી

ખાવાની કોઈ ઓર મઝા આવે છે.”

ઋતું તેના વર્તન સામે મર્માળ હસતી જ રહી. તેણે થોડો ભાત

મંગાવી ગરમ દાળ વાડકીમાં રેડાવી તે ભાતમાં દાળ નાંખતી ચમચીથી

મિશ્ર કરતાં કહી રહી.. “સારું જે થયું તે.. પણ હવેથી તારે મમ્મીનું પર્શ

પકડી રાખવાનું.”

“મમ્મી ક્યાં આપે છે તે તો કહે છે પર્શ ના અપાય.. ખાનગી

માલીકી છે.” ગુલાબે ઋતું તરફ દૃષ્ટિ કરતાં કહી રહ્યો.

જમણને ન્યાય આપી બંન્ને કારમાં ગોઠવાયાં. કારનું સડસડાટ ડ્રાયવીંગ કરતો ગુલાબ આનંદમાં ગુમનામનું ગીત ગણગણતો હતો.. “ગુમનામ હૈ કોઈપ.” ઋતું વારે વારે માર્ગ ઉપર દોડતી કારનું ડ્રાયવીંગ કરતા ગુલાબના ચહેરાને જોતી હતી ડાકોર આવી જતાં ગેસ્ટ હાઉસ તરફ ટર્ન કરીને કંમ્પાઉન્ડમાં પાર્ક કરી સ્ફૂર્તિથી બેગ-થેલા લઈને કારને લોક કરતાં ગુલાબ કહેતો હતો. “ઋતુંબેન.. ચાલો.. ડાકોર.”

ઋતું કારમાંથી પર્શ લઈને ગુમાવતી તેની સાથે ચાલવા લાગી. ગેસ્ટ હાઉસનાં પગથિયાં ચઢી કાઉન્ટર ઉપર રૂમ બુક કરાવી ચાવી લઈને રૂમ ખોલ્યો. ગુલાબ રૂમમાં બેગ થેલો મૂકીને દરવાજામાં ઊભો રહ્યો. ઋતુંએ વોટરબેગમાંથી પાણી કાઢીને બે ઘુંટ પાણી પીધું. તે ગુલાબને પાણી આપતાં કહી રહી.. “લે પી.. તરસ લાગી હશે.”

વોટરબેગનું પાણી પીતાં ગુલાબ કહી રહ્યો “હવે હું જાઉં” “હા.. જા.. મોડું થશે સાંજના ચાર વાગ્યા છે” ઋતુંએ દીવાલ

ઘડીયાળમાં જોતાં કહ્યું.

“જો જે સંભાળીને જજે” ઋતુંએ ગુલાબ સામું હસીને કહ્યું. ઋતુંને ખબર હતી કે રસ્તામાં ક્યાંક ઈંગ્લીસ નાંખ્યા વીના ગુલાબ રહેવાનો નથી જ ત્યાં જ ગુલાબ બોલી ઊઠ્યો “જુઓ બેન ના લાખુંને ટો ડ્રાયવીંગ કરવાની મઝા ના આવે પણ તમે હાચવજો.. એક તો અજાણ્યું

શહેર.. તમે નવાં નવાં.. ને પાછાં..”

“એટલે?” ઋતુંએ સૂચક પ્રશ્ન કર્યો.

“એટલે તમે.. રૂ..પા..ળાં.. હું.. રૂપ છે?” ગુલાબે ઋતું સામું હળવી નજર નાંખીને નજર ઢાળી દીધી.

ઋતું કહી રહી.. “એય સાલ્લા.. મને હું હમજાવેલો.. મને ખબર છે. જો સાડીના કારખાનામાં પ્રીન્ટીંગ વિભાગમાં ધ્યાન રાખતો રહેજે.. પેલો જયલો.. ખતરનાક છે.. ચોરી કરી સાડી લઈ જાય છે.. દરવાજા ઉપર ગુરખાને કહેજે તેનું ચેકીંગ બરાબર કરે” ઋતુંએચિંતા કરતાં કહ્યું. તે કહી રહી. “સાડીનાં પાર્સલને કન્ટેઈનરમાં ગણીગણીને ચઢાવ જે. સાલો ગોવિંદ ચીટર છે. ચઢાવે પાંચસો એંસી ને લખાવે છસો. વીસ પાર્સલનો માલ ચોરી જાય છે.”

“હા.. હા.. મને ખબર છે એટલે તો મે એને માર્યો હતો” ગુલાબે તીખા સ્વરમાં કહ્યું.

“જરૂર પડ્યે બન્નેનું પાણીચું આપી દેવાનું.. પણ તેમનાં બૈરાં

છોકરાંની દયા આવે છે.” ઋતુંએ લાગણી વ્યક્ત કરતાં કહ્યું.

ગુલાબે ગાડી સ્ટાર્ટ કરી હાથ ઊંચો કર્યો. ઋતું ત્યાં જ ઊભી રહી “બાય.. બાય..” કહેતી હાથ ઊંચો કરતી રહી. થોડી મિનિટો પછી ઋતું ગેસ્ટ હાઉસનાં પગથિયાં ચઢી મેનેજર તરફ દૂરથી નજર નાંખી કાઉન્ટર પાસેથી રૂમ ઉપર આવીને સોફા ઉપર બેસી રહી. ઈન્ટર ફોન ઉપર તેણે મેનેજરને કહ્યું - “એક કોફી મળી શકશે?”

“હા!..” મેનેજરે હસતાં હસતાં ટૂંકો ઉત્તર વાળ્યો.

થોડાં સમય પછી ઋતુંની રૂમ નંબર આઠનો કોલબેલ રણકી

ઊઠ્યો.

“યશ કમઓન” ઋતુંએ હળવેથી મોબાઈલની ફોનબુક ઓપન

કરી. અનંત દેસાઈને રીંગ મારી રહી હતી.

રૂમ નંબર આઠનો દરવાજો ખૂલ્યો. કોફી લઈને રાજુ કોફી ટીપોય ઉપર મુકી ચાલવા લાગ્યો.

ઋતુંએ પૂછ્યું, “શું નામ તારું?” ઋતુંએ હળવું હાસ્ય વેરી

પૂછ્યું.

“મોડી સાંજે એક કોફી આપી જજે” ઋતુંએ આદેશ દૃષ્ટિથી

તું અને હું

કહ્યું અને વીસ રૂપિયા તેને આપ્યા. “રાજુ નામ મારું. સારું કેટલા વાગે

લાવું” રાજુએ પૂછ્યું.

“સાત વાગે લેતો આવજે ને. ઋતુએ દીવાલ ઉપરની પાંચનો સમય બતાવતી ઘડિયાળમાં જોઈને કહ્યું. પુનઃ તે ટકોર કરતી રહી “નૈશ કોફી લાવજે.”

“હાપ નહીં ભૂલું” રાજુએ બારણું બંધ કરતાં કહ્યું.

કોફીની ચૂસ્કીનો સ્વાદ માણતી ઋતું અનંત દેસાઈને ફોન જોઈન્ટ થતાં જ કહી રહી. “પપ્પા પહોંચી ગઈ છું. કાલે ઈન્ટર્વ્યું છે. એટલે

૧૦-૧૫ પહેલાં પહોંચી જઈશ. ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા સારી

છે. સાંજનું જમવાની વ્યવસ્થા કરી લઈશ.. ખાસ કંઈ ભૂખ નથીપ” “બેટા! મારી ચિંતા ના કરતી. ઈન્ટર્વ્યું પૂરું થાય એટલે ફોન

કરજે” અનંત દેસાઈએ ઋતુંને ધીમા સ્વરે વાત કરી.

ઋતુંએ કહ્યું “મમ્મીને કહેજો ચિંતા ના કરે. વ્હાલી મમ્મી, વ્હાલી મમ્મી. ઓ.કે.” અનંત દેસાઈએ ફોન ક્લોઝ કરતાં કહ્યું.

“સિસ્ટર ક્યાં જવાનું છે?” “પ્રવાસમાં.”

“ક્યારે જવાનું છે? તમે આવશો? તો જ આવીશું”

“ના કામ છે.”

“ના.. ના.. સિસ્ટર તમે આવજો ને આવું શું કરો છો?” “પછી આવીશ..”

“નાપ સિસ્ટર.. તમે..”

“પ્લીઝ શાંતી..” ઋતુંએ ટેબલ ઉપર ડસ્ટર ખખડાવ્યું. “અં..હ.. અમે નહીં આવીએ.”

“તમે આવશો તો જ”

“પ્લીઝ શાંતી રાખો..”

“ના તમે આવો.” એક સાથે ક્લાસરૂમમાં અવાજ “તમે આવો” પુનઃ વિદ્યાર્થીઓનો એક સાથે અવાજ “કહું છું ને શાંતી રાખો”

ક્રોધિત ઋતુંએ ટેબલ ઉપરનું ડસ્ટર જોરથી ખખડાવી એકદમ ઊભી થઈ

ગઈ.

ક્લાસરૂમમાં એકદમ ચૂપકીદી છવાઈ ગઈ. હૃદયશાંતી ધીમો ધીમો ગણગણાટ પણ નહીં. ક્લાસરૂમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીના ચહેરા નીરાશ થઈ ગયા.

ઋતુંએ બ્લેક બોર્ડ સાફ કરી ટેબલ ઉપર ડસ્ટર ખખડાવ્યું. ચોકનો ભૂકો વેરાઈ રહ્યો. બ્લેક બોર્ડ ઉપર ગુજરાતી વિષય લખીને વિષયાંગ “ભજ રે.. ભજ તું” નરસિંહ મહેતા લખી ગુજરાતી પાઠ્યપુસ્તકનું

પ્રથમ કાવ્ય “ભજ રે.. ભજ તું” કાવ્યનું સુંદર ગાન કરવાનું સરું કર્યું.

ધીમે ધીમે મધુર કંઠનો પ્રભાવ ક્લાસરૂમમાં ફેલાઈ ગયો. વિષાદ અનુભવતો વિદ્યાર્થી વર્ગ ઘવાયેલા પંખીની જેમ કાવ્યના શ્રવણમાં રસ અનુભવવા લાગ્યો. કાવ્યાનુભાવ અનુભવતાં વિદ્યાર્થીની વર્ગ પણ રસ તરબોડ થવા લાગ્યો. કાવ્યાનું ગાન પૂર્ણ થતાં સ્ટાફ રૂમ, આચાર્ય

ખંડમાં બેસેલો કર્મચારી ગણ અને શિક્ષકો ખૂબ રસપૂર્વક ઋતુંના કંઠનું

માધુર્ય અનુભવી રહ્યા હતા. થોડી મિનિટોમાં પુનઃ એ માધુર્યમાંથી મુક્ત થતાં વિદ્યાર્થીઓને ઋતુંએ પ્રશ્ન પુછ્યો. “નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે?”

ક્લાસરૂમમાં કેટલીક આંગળીઓ દેખાઈ રહી. અવનીને પ્રશ્નનો

ઉત્તર આપવા ઋતુંએ કહ્યું.

“અવની! તું જવાબ આપ.”

“તળાજા ગામમાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.”

અવનીએ હળવેથી ઊભા થઈ ધીમા અવાજે કહ્યું.

“સીટ ડાઉન અવની! કેયુરી તું કહે તો.. નરસિંહ મહેતાએ કેવું

સાહિત્ય સર્જ્યું?”

સિસ્ટર! નરસિંહ મહેતાએ પ્રભાતિયાં, ભજન “હુંડી”, શામળશાનાં વિવાહ - આખ્યાન કાવ્ય, “કુંવરબાઈનું મામેરું” આખ્યાન કાવ્યનું સર્જન કર્યું છે. તેમનાં પ્રભાતિયાં, પદ, ઝૂલણાં, છંદમાં રચાયેલાં છે. કેદારો રાગમાં ઘણાં ભજનો ગવાય છે.

“રૂપા! નરસિંહનાં ભજનમાં કઈ વિશેષતા છે” ઋતુંએ વર્ગખંડની

લોબી ઉપર પડતી બારી પાસે બેઠેલી રૂપાને કહ્યું.

“રૂપા થોડી મિનિટ બેસી રહી..” તે ઋતું તરફ એક દૃષ્ટિ

નાંખીને મૌન રહી.

“રૂપા! હું તને કહું છું.. નરસિંહ મહેતાના ભજનમાં કઈ

વિશેષતા છે.” ઋતુંએ પુનઃ રૂપાને ઉદ્દેશીને કહ્યું.

રૂપા ઊભી થઈ તે હળવેથી બોલી રહી “સિસ્ટર હું થોડી ભગત

છું કે મને ખબર પડેપ તમને કદાચ ખબર પડે.”

ક્લાસરૂમમાં એકસાથે ખડખડાટ હસવાનો અવાજ ફેલાઈ ગયો. ઋતુંએ ટેબલ ઉપર ડસ્ટર ખખડાવ્યું. તે પુનઃ રૂપાને કહી રહી. “રૂપાપ આપણે વિદ્યાર્થી છીએ કંઈ નહીં તો એટલી તો ખબર પડે ને કે તેમાં કેવો

ભાવ છે?”

“સિસ્ટર.. તેમના ભજનમાં શ્રીકૃષ્ણ પ્રત્યેના સમર્પણનો ભાવ વધુ જણાય છે. નદીઓ સરોવરને મળે તેમ તેમનાં ભજન ખૂબ

પ્રેમભાવભર્યા શ્રીકૃષ્ણને પ્રેમ વ્યક્ત કરતાં જણાય છે. જીવનની ધન્યતા

સમર્પણમાં તેમણે અનુભવી હોય તેમ જ છે” રૂપા.. મૌન બનીને ઊભી

રહી.

ઋતું રૂપાને કહી રહી “આપણે તે અનુભવીએ છીએ ને?” “હા! પણ ભણવામાં અને તે ભાવ-પ્રેમ જગત સાથે કોઈ લેવા

“હા.. સીસ્ટર તમે કેટલાં ફાઈન છો.”

“આઈ લવ યુ સીસ્ટરપ આઈ લવ યુ સીસ્ટર..” ધીમે ધીમે એક પછી એક અવાજ કોઈને કોઈ બેન્ચ ઉપરથી સંભળાઈ રહ્યો. ઋતું

દેવા લાગતી નથી.” રૂપાએ ઋતુંને ઉત્તર વાળ્યો.

“યશ સીટડાઉન” રૂપાને બેસવાનું કહી ઋતુંએ હળવેથી કહ્યું - “આ ભજન આપણને તે સમયના ગોકુળના વાતાવરણમાં ખેંચી જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ કેવા સરળ રીતે ગોકુળજનોમાં ઓતપ્રોત થઈને સામાન્ય

માનવી જેમ જીવન જીવી રહ્યા છે. તે દૃશ્ય આપણી નજર સમક્ષ ખડું

થાય છે.”

“સીસ્ટરપ આપણે ગોકુળ જઈશું?” ક્લાસરૂમની વચ્ચેની બેંન્ચ ઉપરની પ્રશ્ન આવ્યો.

“હા! પ્રવાસ ગોઠવાય તો જઈશું?” ઋતુંએ કહ્યું.

“તમે તો દ્વારકા આવવાનું ના પાડો છો ને ગોકુળ શું આવવાના” રૂપાએ એક દમ બેન્ચ ઉપર ઊભા થઈને કહ્યું.

“હા.. હાપ સાચી વાત છે” ક્લાસરૂમમાં એક સાથે વિદ્યાર્થીઓનો અવાજ આવ્યો.

“પ્લીઝ શાંતી.. શાંતી.. શાંતી..” “શું શાંતી.. તમે આવો તો” “હા.. હા.. ભૈ આવીશ બસ..”

ક્લાસરૂમમાં મુક્ત હાસ્યનો ધીમો અવાજ ખિલખિલાટ ફેલાઈ ગયો. ઋતું મૌન બનીને ટેબલ પાસે ઊભી રહેતાં કહી રહી.. “હવે તો શાંતીને”

મૌન ઊભી રહીને ધીમે ધીમે ડસ્ટર ખખડાવતી રહી.

અ અ અ

“તમે તો જેટલા સુંદર છો એટલા મધુર છો” “હા!”

“હા જ તો કેટલુ મધુર ગાઓ છો”

“થેંક્સ”

“નાપ તાસનો સમય થયો.” “થોડું કામ છે.”

“ના.. ધોરણ-૧૦ ના વિદ્યાર્થી શાંત ના રહે પછી બોલાવોને.”

“હું કહું છું ઓફિસમાં આવો”

“ઓકે! ઋતુંએ મન સાથે સમાધાન કરી આચાર્ય ગોપાલ

શર્માને ઉત્તર આપ્યો.”

આચાર્ય ઓફિસમાં જતાં જ તેમની પાછળ પાછળ ઓફીસમાં ગઈ. તે તેમની રીવોલ્વીંગ ચેરમાં બેસે તે પહેલાં સામે જ ખુરશીમાં બેસી ગઈ. આચાર્ય હળવેથી તેમની ખુરશીમાં બેસવા જવાને સ્થાને

ખુરશીમાં બેસેલી ઋતુંને પાસે આવીને ઊભા રહ્યા. તે મૃદુસ્વરે કહી રહ્યા, “ઋતું!”

“હા”

“ઋ..તું..તું” વધુ ધીમો અવાજ આચાર્યશ્રીની ઓફીસમાં ફેલાઈ

રહ્યો હતો.

“હા.. હા.. બો..લો.. શું.. કહો છો..” ઋતું નીચી નજરે અલપઝલપ આચાર્યના ચહેરાને નીરખતી હતી.

આચાર્ય ઋતુંની ખુરશીની પીઠીકા ઉપર હાથ મૂકી કહી રહ્યા

“તમે.. તું..તું.. મધુર ગાઓ છો”

“હા! તે.. શું કહેવા માંગો છો” ઋતુંના સ્વરમાં ક્રૂરતા હતી. તેના હોઠ ઉપર મંદમંદ હાસ્ય પ્રસરતું હતું. તે આચાર્યનો ઈરાદો સમજતી હોય તેમ કહેતી હતી “ગોપાલસર.. તમે.. પણ મધુર ગાઓ જ છો ને. શૈલેષસર.. કહેતા હતા કે ગોપાલસર મીરાંનાં ભજન મધુર ગાય છે.. તમે તો ગણા સારા છો.” ઋતુંએ નયન નચાવતાં હોઠ ઉપર હાસ્ય પ્રસારતાં ગોપાલસર તરફ જોયું.

“હા..હા..હા..” ગોપાલસર હસતા રહ્યા. ગોપાલસર તેમની

ખુરશીમાં બેસ્યા. ઋતું હળવેથી તેમની પીઠ પાછળ ઊભી રહી ને કહેતી હતી.

“ગોપાલસરપ આઈ..”

ગોપાલસર તેમના ચહેરાને પીઠ પાછળ ફેરવી ઋતુંને નીહાળવા કોશિશ કરતા હતા ત્યારે ઋતું જેમ જેમ તેમનો ચહેરો પીઠ પાછળ ફરતો હતો તેમ તેમ તે વધુને વધુ વિરુધ્ધ દિશા તરફ ખસતી જતી હતી. રીવોલ્વીંગ ચેરમાં બેસેલા આચાર્ય ચેરને નજીક ખસેડી રહ્યા હતા. હળવેથી ઋતુંનો હાથ પકડતાં બોલી ઊઠ્યા - “ઋતું.. તું કેટલી સુંદર છે.” શૈલેષ સર, રવીન્દ્ર સર અને કેતનસર આવું જ કહેતા હતા.

“સાચે જ હું સુંદર છું”

“હા!.. અનેપ અને.” ગોપાલસર હળવેથી થોથવાતી જીભે વાત આગળ ચલાવતા હતા.

“હા!.. હળવેથી ઋતુંએ બંન્ને હોઠનું મિલન કરી ગોપાલસરને નીહાળી નયનમાં નયન મેળવી હોઠ ભીસી ચુંમ્યા તેનો અવાજ ઓફિસમાં પથરાઈ ગયો. તેની જીભ હોઠ ઉપર પસરી રહી. હળવેથી નીચેના હોઠને દાંતમાં દબાવીને કહી રહી.

“ઋ..તું.. હુંપ તને..” ગોપાલસરના હોઠ ઉપર મંદ હાસ્ય

પ્રસર્યું. તેમની આંખોમાં વિકાર સાથે ચમક ઉદ્‌ભવી ઋતું તે જોઈને ઊઠી તે હળવેથી કહી રહી.. “સર દશમાના ક્લાસમાં જાઉંને..”

“ના.. જવાય છે.. બેસને..” ઋતુંની નજીક આવી તેનો હાથ

પકડતાં કહ્યું.

“સ..ર.. બાથરૂમ ક્યાં છે..” ઋતુંની ચાલક નજર વાત આગળ વધે તે પહેલાં સમયને ઓળખી ગઈ તે બોલી રહી “સર.. તમે ઘણાં સારા છો.” ઋતુંએ હળવું સ્મિત કર્યું. ઓફિસની ઉત્તર તરફના બારણા ઉપર ઉપર લખ્યું હતું “બાથરૂમ” ઋતું કહી રહી “હું આવું છું..” તે કંઈ પણ ઉત્તરની રાહ જોયા વિના બાથરૂમનું દ્વાર ખોલી અંદરથી સ્ટોપર બંધ કરીને હળવું હસી રહી. થોડા સમય પછી બહાર નીકળી ત્યારે તે ભીના ચહેરાને નાનકડો હાથ રૂમાલ પર્સમાંથી કાઢી લૂંછી રહી હતી. તેણે હળવેથી સનગ્લાસના ચશ્માને લૂછતા ગોપાલસરની રીવોલ્વીંગ ચેર પાસે ઊભા રહીને કહ્યું “સર હું જાઉં” ગોપાલસર.. સનગ્લાસના ચશ્માને ચહેરા ઉપર ગોઠવીને ઓફિસના દરવાજાને ખોલીને જતી ઋતુંની પીઠને તાકી જ રહ્યા. ઋતું મર્માળ હસતી હસતી ઓફિસ બહાર નીકળી ત્યારે

ઓફિસના દરવાજા પાસે બેસી રહેલો પટાવાળો ઓરુણે તેની તરફ નજર નાંખી કહી રહ્યો “ઋતુંબેન તમે હારું ગાઓ છો હાં. કા રવીન્દ્ર સર બહું વખાણ કરતા હતા.”

“ઋતું નિરુત્તર રહી. માત્ર સૂચક નજર રવીન્દ્ર ઉપર નાંખી સ્ટાફરૂમ પાસેના ધોરણ-૧૦ વર્ગખંડમાં ગઈ. વિદ્યાર્થીઓનો ગણગણાટ તુરંત બંધ થઈ ગયો. વિદ્યાર્થીઓએ ઊભા થઈ આદર આપ્યો. ઋતુંએ બ્લેક બોર્ડ ઉપર લખ્યું. વિષય - ગુજરાતી વિષયાંગ - “મનનો ડગે” ગંગાસતી.

ઋતુંએ વિષયાંગ લખ્યું કે તુરંત ક્લાસરૂમના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પાન ફેરવીને “મનનો ડગે”

ભજન શોધી કાઢ્યું. ક્લાસરૂમમાં હળવો ગેય ગણગણાટ શરૂ થયો. “મેરું તો ડગે જેનાં મનનાં ડગે,

ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે”

ઋતુંએ હળવા મધુરકંઠે એક તારાનું ભજન ગાવા માંડ્યું. પહેલી પંક્તિમાં અંતરનાં અવાજે સમગ્ર ક્લાસરૂમના વિદ્યાર્થીઓને ભજનમય કરી દીધા. તેનો પ્રભાવ સ્ટાફરૂમ સુધી પ્રસરી ગયો. ફ્રી તાસમાં બેસી રહેલો શિક્ષકસમૂહ હળવા પગલે ક્લાસરૂમની દીવાલે ચીપકીને ભજનનું સ્થાપન કરી રહ્યા. ઋતું ગાતી નહોતી તેનું હૃદય ગાતું હતું. હૃદય ઓગળીને નયનનાં આંસુ બની ઊભરાઈ રહ્યાં હતાં. કેટલાક વિદ્યાર્થીઓની આંખોપણ ભીની થઈ ગઈ હતી. ભજન પૂર્ણ થતાં જ નીરવ શાંતી અનુભવતો વિદ્યાર્થી સમૂહ કેટલીક મિનિટ મૌન બની રહ્યો. વર્ગખંડમાં એક અદ્‌ભૂત વાતાવરણ બની ચૂક્યું હતું.

ઋતુંએ વિદ્યાર્થીઓને વક્તવ્ય આપતાં કહ્યું. ગંગાસતી સોળમા શતકમાં સૌરાષ્ટ્રના સમઢિયાળ ગામ થઈ ગયાં. પોતાની પુત્રવધુ પાનબાઈને

ભક્તિ માર્ગમાં જ્ઞાન આપવા ભજન રચ્યાં છે. “મેરું એટલે શું?”

વર્ગખંડમાંથી વચલી હરોડમાંથી બેસી રહેલી વિદ્યાર્થીઓમાં કેટલીક આંગળી ઊભી થઈ. ઋતુંએ અવનીને કહ્યું “અવનિ! તું કહે તો

મેરુ એટલે શું?”

“મેરુ પર્વત.” અવનિએ ટૂંકો ઉત્તર વાળ્યો.

“હા! મેરું નામનો પર્વત છે. પરંતુ અધ્યાત્મ જગતમાં આપણી કરોડરજ્જુને મેરુદંડ કહેવાય છે. તેમાં ઈડા, પીંગળા, અને સુષુમણા નાડી આવેલી છે” ઋતુંએ સમજાવતાં કહ્યું.

“સિસ્ટર! વિજ્ઞાનમાં તો કરોડરજ્જુમાં આવું કંઈ છે તેવો કોઈ ઉલ્લેખ નથી” કેયુરીએ ઊભા થઈને ઋતુંને જણાવ્યું.

“હા! સાચી વાત છે. પરંતુ આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ.

ત્યારે શ્વસન પ્રક્રિયા વેધક બને છે. શ્રાસ લઈને હૃદયમાં રોકી હળવેથી તેને છોડતાં અને પુનઃ શ્વાસ લેતાં તેની ગતિ ઈડા નાડીમાંથી થાય છે. આ ગતિ સતત ચાલું રહે ત્યારે પીડા નાડીમાં શ્વાસની ગતિ શરૂ થાય છે. પીડા નાડીમાં શ્વસની ગતિ શરૂ થતાં જ હૃદય સ્થાનમાં ધ્યાન કરવાથી શ્વસન રોકવા કે વિશિષ્ટ ઊર્જા આપણને મળે છે. જેના પરિણામે પરમ શાંતિ અનુભવાય છે. આપણા શરીરમાં ધ્યાન કરવા માટેના બીજાં કેન્દ્રો પણ છે. શ્વસન પ્રક્રિયા વેગવાન કરતાં ધીમે ધીમે નાભિકમળમાં ધ્યાન કરવામાં આવે ત્યારે કેટલાક અવાજ સંભળાય છે. દેહાવસ્થામાં વેધક

અસર છે. કેટલાક સમય પછીના ધ્યાનના મહાવરાથી ગુદાદ્વાર પાસે આવેલી સુષુપ્ત કુંડલિની સ્થાને ધ્યાન કરવાથી વર્ષોના અનુભવ-અભ્યાસ

ગુરુ.”

“ગુરુ અનેક હોય છે. જીવનના અનેક ક્ષેત્રનું જ્ઞાન જરૂરી છે.

બાદ કુંડલિની જાગૃત થાય છે. તે ઊર્જા અદ્‌ભૂત હોય છે.”

“સિસ્ટર, આ કુંડલિની શું છે?” કેયુરીએ ઊભા થઈ કહ્યું. ઋતુંએ હળવેથી ઈશારો કરી કેયુરીને બેસી જવા કહ્યું. તે કહી

રહી. “કેયુરી, આપણા અભ્યાસક્રમમાં ગંગા સતીના ભજનનો રસા સ્વાદ અને ભાવાર્થ સમજવાનો છે. અધ્યાત્મની વાતો માત્ર આછી માહિતી આપવા કહું છું જો કુંડલિનીનું સ્થાન તો તમને ખબર પડી ગયુંને. આપણું સમગ્ર ચિત્ત આ સ્થાને કેન્દ્રીત કરી ધીમે ધીમે ત્યાં જ ચિત્તને સ્થિર કરવામાં આવે તો શ્વસનક્રિયાની અસર ગૂંચળું વળીને પડી રહેલી કુંડલિની ઉપર થાય છે. શરીરની સમગ્ર ઊર્જા ત્યાં કેન્દ્રીત થતાં કુંડલિની જાગૃત થાય છે. આ કુંડલિની જાગૃત થતાં જ ત્યાં એકઠી થયેલી ઊર્જા પ્રકાશરૂપે ધીમે ધીમે સમગ્ર શરીરમાં પ્રસરવાનું શરૂ કરે છે. જેથી દેહમાં અદ્‌ભૂત શક્તિનો સંચાર થાય છે. બીન જરૂરી દેહને નુકસાન કરતાં તત્ત્વો પ્રસ્વેદ કે મળ દ્વારા બહાર નીકળી જાય છે. આપણી ચેતના જાગૃત થાય છે. સતત કામ કરવા છતાં થાકનો અનુભવ થતો નથી.”

એકાગ્ર ચિત્તે વર્ગખંડમાં સાંભળી રહેલા વિદ્યાર્થીઓ વિશેષ

જ્ઞાન મળતાં કંઈક નૂતન સંતોષ અનુભવી રહ્યાં હતાં. ઋતુંએ જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવા પ્રશ્ન કર્યો. “રૂપા! ગુરુ હોવા જોઈએ?”

“હા!” રૂપાએ ઊભા થઈ ઉત્તર વાળ્યો.

“ગુરુ કોને કહેવાય?” ઋતુંએ પુનઃ પ્રશ્ન કર્યો.

મનુષ્યનો વિકાસ જ્ઞાન મળવાથી થાય છે. જે જ્ઞાનનો વ્યવહાર જીવનમાં

ઉપયોગ કરી શકાય.” ઋતુંએ સમજાવતાં કહ્યું.

ત્યાં જ તાસ પૂર્ણ થયાનો બેલ વાગી ઊઠ્યો. ઋતું વર્ગ ખંડમાંથી બહાર નીકળતી હતી. વિદ્યાર્થીઓ ઋતું તરફ નીહાળીને રહ્યા હતા. તેમના ચહેરા ઉપર સંતોષનું હાસ્ય હતું. સ્ટાફ રૂમમાં જતાં જ ફ્રી તાસમાં બેસી રહેલા રવીન્દ્ર અને કેતનસરે ઋતું તરફ નીહાળીને હળવું સ્મિત આપ્યું. રવીન્દ્ર સરે ઋતુંને કહ્યું, “તમે તો ગંગાસતી બની ગયાં.”

“કેમ?” ઋતુંએ પ્રશ્ન કર્યો.

“વર્ગમાં ખૂબ સુંદર વાત કરી” રવીન્દ્રએ વક્તવ્યનાં વખાણ કરતાં કહ્યું.

“હા! જ તો. ગંગાસતી આધ્યાત્મિક વ્યક્તિ હતાં. તેમના

ભજનો, આધ્યાત્મિક રહસ્ય ખુલ્લાં પાડે છે” ઋતુંએ ટૂંકમાં ઉત્તર આપતાં કહ્યું.

“તમને આ આધ્યાત્મિકતામાં રસ ખરો?” શૈલેષસરે ટેબલ ઉપરથી સમાચારપત્ર ઊઠાવી તેનાં પાનાં ફેરવતાં કહ્યું.

“હોવો જ જોઈએ ને.. અને છે..” ઋતુંએ ટેબલ ઉપર પાઠ્યપુસ્તક અને ડસ્ટર મૂકતાં કહ્યું.

“ગંગાસતી તો ખૂબ સાદગીવાળાં હતાં” રવીન્દ્રસરે હળવેથી વાતને ટ્‌વીસ કરતાં કહ્યું.

પ્રશ્ન કર્યો.

“ના.. ના.. એવું નથી” રવીન્દ્ર સરે મનની વાત વ્યક્ત થઈ

જતાં ગભરાઈને કહ્યું.

“એવું જ છે. મને તો ખૂબ શોખ છે. કપડાં, મેકઅપ, ફરવું, જાણવું, માણવું.. વગેરે.. વગેરે..” ઋતુંએ હળવેથી હસતાં હસતાં કહ્યું. “ઘણું સારું કહેવાય. હોવું જ જોઈએ” શૈલેષસરે ઋતુંની વાતમાં

સમર્થન આપ્યું. ત્યાં જ વર્ગખંડમાં ગયેલા બીજા શિક્ષક આવી ગયા. પુનઃ

શાંતિ ફેલાઈ ગઈ.

ગિરીશસર કહી રહ્યા હતા, “ખરા વિદ્યાર્થી આવે છે. કસી પડી જ નથી.”

“કેમ?” ગિરીશસરની સાથે જ આવીને કેતનસરે બાજુની ખુરશીમાં

ગોઠવાઈને ટેબલ ઉપર પાઠ્યપુસ્તક મૂકતાં કહ્યું. “પેલો ગણેશ!”

“હા”

“શું કર્યું?”

“સાવ જડ છે.. હોમવર્ક લાવતો જ નથી” ગિરીશસરે ટેબલ ઉપર મૂકેલા પાણીના ગ્લાસનું પાણી એકી શ્વાસે પી જતાં કહ્યું “સાલો રબ્બર જેવો છે. કાન મચડો કે બરડામાં ધબ્બો મારો કોઈ અસર નહીં.. આખો તાસ તેને ઊભો રાખ્યો તો.. હસ હસ કર્યા કરે” ગુસ્સામાં આવી ગયેલા ગિરીશસરે ઊભા થઈ તેમના ડ્રોઅરમાં પાઠ્યપુસ્તક અને ડસ્ટર

મૂકી જોરથી ડ્રોઅરનું બારણું બંધ કર્યું. તેનો અવાજ સ્ટાફ રૂમમાં ફેલાઈ

પ્રવેશ્યા બારણું બંધ થવાનો ધડમ્‌ અવાજ ફેલાઈ ગયો. પુનઃ ગિરીશસર બહાર નીકળી બાથરૂમનું બારણું જોરથી બંધ કર્યુ પુનઃ બારણું બંધ થવાનો અવાજ ફેલાઈ ગયો. બધા શિક્ષકોનું ધ્યાન તે તરફ ગયું. ઋતું હળવેથી કહી રહી “ગિરીશસરપ”

“હાં.. બોલોપ” ગિરીશસરે ઋતું તરફ જોઈને કહ્યું.

ઋતું હળવું સ્મિત વેરતાં કહી રહી “રીલેક્ષ સરપ એવું તો બનેપ”

“શું બને.. આવા તો ચાર વિદ્યાર્થી છે. આખો તાસ તેમની તહેનાતમાં પૂરો થઈ જાય.” ગિરીશસર ગુસ્સામાં બોલી રહ્યા હતા.

ઋતું અને બીજા શિક્ષક હસી રહ્યા હતા. ઋતુંએ હળવેથી પુનઃ

કહ્યું. “તેમને એવોઈડ કરોને?”

“ના થાય.. કોહી ગયેલી કેરીનો ચેપ બીજાને લાગે, બીજા પણ આવું કરે, પરિણામેપ રીઝલ્ટ ના આવે.” ગિરીશસરે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

“પ્રેમથી કામ લેવાનું રાખીએ.. હળવે હળવે રેગ્યુલર થઈ જશે” ઋતુંએ મુંઝવણનો ઉપાય દર્શાવતાં કહ્યું.

ત્યાં જ આચાર્યની ઓફીસનો બેલ રણકી રહ્યો થોડી મિનિટમાં

પ્યુન આવી પહોંચ્યો. સ્ટાફ રૂમમાં પ્રવેશતાં જ કહી રહ્યો. “ગિરીશસર તમને સાહેબ બોલાવે છે.”

ઋતું ખુરશી ઉપરથી ઊભી થઈ. ડ્રોઅર્સ ખોલી રહી હતી. ગિરીશસર તેની નજીકથી પસાર થયા. તેનો જમણો હાથ ઋતુંના નિતંબ

ઉપર અથડાયો. ઋતું ગિરીશસર તરફ પીઠવાળીને જોઈ રહી હતી. ગિરીશસર લથડતા પગે હળવેથી ત્રાંસી નજરે ઋતું તરફ જોઈને મર્માળ હસતાં આચાર્યશ્રીની ઓફીસમાં ગયા. ઋતું વિચારી રહી હતી. ગિરીશસરને દર્દ બીજુ છે અને દવા બીજી કરે છે. મનોમન સમજી રહી હતી. આ પણ શૈલેષસર જેવો જ છે. પંચ્ચાવનમું જતું હશે પણ એવોને એવો જ રહ્યો. ઋતુંએ હળવેથી નીચેનો હોઠ દાંતમાં ભીંસીને કચડ્યો. તે હળવેથી બોલી ઊઠી “સાલ્લા.. તારી વાત છે”

સાંજના અંતિમ તાસ પૂર્ણ થયો. ધો-૯ ના વર્ગખંડમાં સમાજવિદ્યાનો તાસ લઈને સ્ટાફ રૂમમાં પ્રવેશતી ઋતુંને જોઈને શૈલેષસર અને ગિરીશસરની વાસનાભરી નજર તેને ખાઈ જવા મથતી હોય તેવી જણાઈ. ઋતું પરિસ્થિતિ સમજી ગઈ તેણે સ્ટાફ રૂમનાટેબલ સુધી ન જતાં સીધી જ ડ્રોઅર્સ તરફ ગઈ તેણે ડ્રોઅર્સમાં પુસ્તક-ડસ્ટર મૂકીને ટેબલ ઉપરના પાણીનો ગ્લાસનું પાણી પીધું. હળવેથી પર્સ કાઢીને ત્વરિત સ્ટાફરૂમ બહાર ચાલવા માંડ્યું. શૈલેષસર ઋતુંની પીઠને જોઈ જ રહ્યા. જ્યારે ગિરીશસર.. મનમાં વિચારતા હળવું હાસ્ય પ્રસારતા મનોમન કહી રહ્યા, “શું ચાલ છે? તને તોપ”

વિદ્યાર્થીઓ સાથે ચાલતી ઋતું સ્કૂલનો ગેઈટ છોડીને ઉત્તર તરફના બસસ્ટેન્ડ તરફ જતા માર્ગ ઉપર ચાલવા લાગી. હાઈવે ટચ બસ સ્ટેન્ડ ઉપર આવીને ઊભી રહી ત્યાં જ સ્કુટી લઈને આવતી પ્રિયાએ સ્કુટિનું હોર્ન માર્યું. ઋતુંએ અવાજની દિશા તરફ જોયું. પ્રિયા.. ઋતુંને જોતી મુક્ત હાસ્ય વેરતી કહી રહી. “ચાલોનેપ ઋતું.. શું આમ કરો છો?”

મુક્ત હાસ્ય વેરતી ઋતું પ્રિયાને કહી રહી હતી “તું પણ મારો

પીછો નહીં છોડે?”

“હા જ તો.. તમે મને.. ખૂબ વ્હાલાં લાગો છો” ખડખડાટ હસતાં પ્રિયાએ ઉત્તર આપ્યો. તે સ્કુટિ સ્ટેન્ડ કરી ઋતુંની પાસે આવીને તેનો હાથ પકડી ખેંચવા લાગી. મર્માળ હસતાં હસતાં ઋતું-પ્રિયાના

પ્રેમાધીન બનીને. તેની સ્કુટિ પાસે આવીને ઊભી રહી. પ્રિયાએ સ્કુટિ સ્ટાર્ટ કરી. ઋતું સ્કુટિની પાછળની સીટ ઉપર ગોઠવાઈ ગઈ. તેને પાછળના માર્ગ તરફ નજર નાંખી તો રવીન્દ્રસર, શૈલેષસર બાઈક

લઈને આવી રહ્યા હતા. તેમની પાછળ ગોપાલસરની ફ્રન્ટી આવી રહી હતી. પ્રિયાની સ્કુટિ પાસેથી પસાર થતા શૈલેષ સર અને ગોપાલસર હળવું હાસ્ય આપ્યું. ઋતું તે તરફ નજર સુધ્ધાં કર્યા વગર ચહેરો ફેરવીને તે હાસ્યને સાંભળી રહી. ગોપાલસરે થોડે દૂર સડક વચ્ચે કાર ઊભી રાખીને જમણી સાઈડે સ્કુટિ ચલાવતી પ્રિયાને સ્કુટિ થોભવા ઈશારો કર્યો. સ્કુટિ ઊભી રહેતાં તેમણે ઋતુંને કારમાં બેસી જવા કહ્યું. ઋતું એક ક્ષણ માટે તેઓ કહે તે પહેલાં સમજી ગઈ હતી કે તેઓ કારમાં બેસવાનું કહેશે. પરંતું ઋતુંએ જવાબ તૈયાર રાખ્યો હતો. “મારે પ્રિયાને ઘરે જવાનું છે.”

એક ક્ષણ માટે ગોપાલસર મૌન રહ્યાને કહ્યું “ઓ.કે. મને એવું હતું કે તકલીફ ના હોય તો બેસી જાવ. ઘેર મુકી જઈશ.”

ઋતુંએ કૃત્રિમ હાસ્ય સાથે કહ્યું, “સર, નેક્સ્ટ્‌ ટાઈમ આઈ સી

યું. આઈ એરેન્જ માય પ્રોગ્રામ થેંક્સ.”

ગોપાલસર આશ્ચર્યમાં પડી ગયા. તેઓ ઋતુંના મૃદુ છતાં કઠોર

ચહેરાની રેખાને અવલોકી રહ્યા હતા. પ્રિયાએ સ્કુટિને આગળ દોડાવી. હાઈવે ઉપર ડાકોર તરફ દોડતી સ્કુટિને વણોતી તરફ વાળવાનું પ્રિયાને કહીને ઋતુંએ હળવેથી તેના કાન પાસે ચહેરો લાવીને ધીમેથી કહ્યું “પ્રિયા ગોપાલસર મેરીડ છે? કે વીડો?”

પ્રિયાએ હસતાં હસતાં કહ્યું - “વીડો” ઋતું અને પ્રિયા ખડખડાટ હસતાં હતાં. હાઈવે ઉપર ફ્રન્ટીને ડાકોર તરફ જતી જોઈને ઋતુંએ પુનઃ ડાકોર તરફ સ્કુટિ દોડાવાનું કહેતાં તે બોલી ઊઠી - “ઓહ માય ગોડ વોટ નોનસેન્સ.. વેરી ડર્ટી મેન..”

હળવેથી હસતાં પ્રિયા કહી રહી - “કેમ કંઈ થયું?”

“જવા દેને.. હી.. કોલમી ઈન ઓફિસ એન્ડ કીશ મી” ઋતુંનો ચહેરો કઠોર બની ગયો.

થોડા સમયમાં ડાકોર-ઉમરેઠ-કપડવંજ સર્કલ આવતાં પ્રિયા

કહી રહી “આ આપણા સરદાર.. તે પણ વીડો હતા.. ક્યારેય કંઈ.. સાંભળ્યું.”

“ચાલ્યા કરે.. ઋતું.. નોકરી કરવી હોય તો ચલાવું પડે” પ્રિયાએ વાતને હળવી બતાવતાં કહ્યું તે હળવેથી ઉમરેઠ તરફ સ્કુટિ દોડાવતી હતી. ઋતુંએ બસસ્ટેન્ડના ઉમરેઠ તરફના એન્ટરન્સ પાસે સ્કુટિ ઊભી રખાવી. તે નીચે ઊતરતાં કહી રહી “પ્રિયાપ બાયપ”

“કેમ ઘરે નથી આવવું?” પ્રિયાએ ઋતુંને કહ્યું - ઋતું પ્રેમાળ ચહેરે હસતાં હસતાં કહી રહી - “પ્રિયા નેક્સ્ટ ટાઈમ.. આઈ સી યુ.. આઈ લવ યુ પ્રિયા..”

“ઓ.કે. સેઈમ ટુ યુ.. જરૂર ઘેર આવીશ.. કાલે તો” પ્રિયાએ

ઋતુના હાથની પાંચેય આંગળી દબાવીને કહ્યું.

ઋતુંએ એક સિસકારો બોલાવ્યો. તેનાથી કહ્યા વિના રહેવાયું

નહિ “સત્યમ્‌્‌નું ઘર જોવું છે?”

“હા..જ..તો.. થામણા રહે છે” પ્રિયા સત્યમ્‌્‌નું નામ સાંભળતાં આશ્ચર્યમાં પડી ગઈ. તેણે અનુમાન લગાવતાં કહ્યું “કાલે આપણે સત્યમ્‌્‌ને ઘેર જઈશું.”

ઋતુંના ચહેરા ઉપર મૃદુહાસ્ય પથરાઈ ગયું. સમગ્ર અસ્થિત્વ શર્મનો અનુભવ કરતું સીમેડાઈ ગયું. તેણે હળવેથી પ્રિયાને કહ્યું - “પ્રિયા, સત્યમ્‌્‌ હોય તો જ નોકરીએ જવાય.”

વેધક દૃષ્ટિ ઋતું તરફ નાંખતાં પ્રિયાએ ઉમરેઠ તરફ સ્કુટિને હંકારી મૂકી. બસ સ્ટેન્ડથી મંદિર સુધી જતી ઋતુંને દૃષ્ટિ એજન આપતી હતી. અસંખ્ય સમય એજનને ટાળતી ઋતું હળવું સ્મિત આપતી હતી. તે મનોમન વિચારતી હતી કે દોસ્તી કે દુશ્મની કરવી યોગ્ય નથી. પૂરી

લાઈફ આ લોકો વચ્ચે રહેવાનું છે. તે મંદિર પહોંચી તો પણ સ્કૂલની

ઘટના અને સત્યમ્‌્‌નું ના આવવું તેને વધારે મુશ્કેલીમાં મૂકે તેમ હતું.

ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરતાં પણ ઋતું સત્યમ્‌્‌ વિશે વિચારતી હતી. તેણે પગથિયાં ઊતરતાં જ દર્શનાર્થીના વિરામ મંડપમાં આવીને ગોપાલદાસ સુખડીયાના દાન કરેલા બોંકડા ઉપર બેસીને સત્યમ્‌્‌ને ફોન જોડ્યો. રીંગ જોતાં જ પ્રતિઉત્તર આવ્યો - “હલો” પરંતું બીજી જ ક્ષણે વિચાર્યુ કે જો તે ફોન કટ કરશે તો ફોન રીસીવ કરનાર અનુરાધા હશે તો વધુ વહેમાશે. શંકાનું વાદળ. તેને ઘેરી લેશે. સત્યમ્‌્‌ના ગૃહ જીવનમાં કલહનું વાતાવરણ ઊભુ થતાં સમય નહિ લાગે તેણે.. રિસ્પોન્સ આપતાં

જ તુરંત કહ્યું “હલો અ..નુ..રા..ધા..હું ઋતું બોલું છું. મુશ્કેલીમાં છું કાલે.. સત્યમ્‌્‌ને સ્કૂલમાં મોકલજે” અનુરાધા ઋતુંના આઝીઝીભર્યા સ્વરને

પ્રથમવાર સાંભળ્યો. ઋતું નામે કોઈ છોકરી નોકરી કરે છે તે તો સત્યમ્‌્‌ અવારનવાર ફોન ઉપર વાતચીત કરતો હતો તે કારણે સાંભળ્યું તો હતું. પરંતું પ્રથમ વાતચીતમાં તે ઋતુંના અવાજને કારણે ઋતુંના વ્યક્તિત્વ વિશે અનુમાન લગાવતાં કહી રહી “હલો.. ઋતું તું”. “હા અનુરાધા

મંદિરથી બોલું છુંપ કાલે” “કેમ સુની પડી ગઈ છે રાંડ.” અનુરાધાએ

સ્ત્રી સહજ ક્રોધ કર્યો.

“ના એવું નથી.. મુશ્કેલીમાં છું” ધીમેથી ઋતુંએ કહ્યું.

“મારું ઘર ભાંગીને તારે પરણવું છે?” હળવેથી છતાં હતો તેટલો ગુસ્સો ઠાલવતાં ક્રોધથી ધ્રુજતાં અનુરાધા બોલી ઊઠી.

“નાપ. અનુ! હું નિરાધાર છું.. સુરતથી આવી છું.. મને સત્યમ્‌્‌માં

વિશ્વાસ છે.” ઋતુંએ મૃદુસ્વરમાં કહ્યું.

“જા કાલે આવશે” અનુરાધાએ હળવેથી કહ્યું. બાજુના ઓરડાની દીવાલને ચીપકીને ઋતું અને અનુરાધાના ફોન ઉપરના સંવાદ સાંભળતો સત્યમ્‌્‌ હળવેથી પહેલા ખંડમાં પ્રવેશતો ટેબલ ઉપર મોબાઈલ મૂકતી અનુરાધાને કહી રહ્યો.. “અનુ.. કોનો ફોન હતો?”

થોડી મિનિટના મૌન પછી ક્રોધમાં ધૂંવાપૂંવા થયેલો અનુરાધાના

લાલચોળ ચહેરાને અવલોકતાં સત્યમ્‌્‌ મૌન રહ્યો. હળવેથી અનુરાધાએ કહ્યું “તમારીપ ઋ..તું..નો..”

અનુરાધાના ટોણાથી ચકરાવો ખાતો સત્યમ્‌્‌ કહી રહ્યો “શું કહેતી હતી?”

“કહેતી હતી કે મુશ્કેલીમાં છે.. સ્કૂલમાં આવે” અનુરાધાએ

સમસમીને ઉત્તર વાળ્યો. તે ક્રોધથી ધુવાંપૂવાં થતી આંખમાં આંસું

લૂછતાં બોલી ઊઠી.. “તમારા વિના કોઈ નથી?”

“અનુ.. રીલેક્સ પ્લીઝ.. સમજવાની કોશિશ કર મમ્મી-પપ્પા સાંભળશે” સત્યમ્‌્‌ હળવેથી ટેબલ ઉપર પડેલા મોબાઈલને ઉપાડીને ઋતુંને રીંગ મારી પશ્ચિમના પગથિયાં ઉતરતી ઋતુંએ ફોન રીસીવ કરતાં કહ્યું “હલ્લો..”

“હા.. ઋતું.. બોલ”

“કાલે જરૂર સ્કુલ આવ.. મારી ખાતર પ્લીઝ.” “કેમ?”

“જવા દેને.. બધા જ મારી છેડતી કરે છે.” “ઓહ માય ગોડ”

“હા.. ગોપાલસરે તો ઓફિસમાં બોલાવી હાથ પકડીને કીશ

પણ કરી..”

“પછી.. ગિરીશસર અને શૈલેષ તો સાવ નફ્ફટ બની ગયા. સેક્સી નજરે જોઈ જ રહ્યા. ડ્રોઅર્સ પાસે ગિરીશસરે તો મારા નિતંબ ઉપર હાથ માર્યો. પછી.. પછી શું.. સ્કુલ છૂટતાં પ્રિયાની સ્કુટિ ઉપર ઘેર આવતી હતી તો ગોપાલસરે કારને રોડ ઉપર આડી કરીને કારમાં બેસવાનું કહ્યું.. પ્રિયા તો કહેતી હતી કે તે વિડો છે.” ગભરાતાં ગભરાતાં ઋતું કહી રહી હતી. મોબાઈલ ઉપર ઋતુંના રડવાનો અવાજ આવતો હતો. અનુરાધા એકદમ સત્યમ્‌્‌ પાસે આવીને ઊભી રહી.. સત્યમ્‌્‌ે ફોન ઓફ કર્યો.

અનુરાધા કહી રહી હતી “સાલા નાલાયક કહેવાય, બિચારી

છોકરી કેવી રીતે નોકરી કરે?”

“તું તો કહેતી હતી કે લફરું ના કરો” સત્યમ્‌ે અનુરાધાને ટોણો

માર્યો.

અનુરાધા ઋતું પ્રત્યેની સ્ત્રી સહજ લાગણી દર્શાવતી કહી રહી

“મને શી ખબર કે તમારે આવું ચાલતું હશે?”

“જાને તું બે ત્રણ દિવસ એકવાર નોકરીએ તો ખબર પડે કેમ નોકરી થાય?” સત્યમ્‌ે અનુરાધાને હળવેથી વાતને સમજાવતાં કહ્યું.

અનુરાધા કહી રહી હતી “એકલા રહેવામાં આવી જ ઝફા હશે

ને?”

“હોય જ ને.. જમાનો ખરાબ છે.” સત્યમ્‌ે અનુરાધાને કહ્યું. વિચારોમાં ખોવાઈ ગયેલી અનુરાધા સત્યમ્‌્‌ના ભૂતકાળના વર્તન વિશે વિચારવા લાગી.

પરિવારનો મોભો

વહેલી સવારે સવારે બ્રશ કરતાં કરતાં ઋતુંએ રણકી રહેલી

મોબાઈલની રીંગ સાંભળતાં જ મોબાઈલમાં નંબર જોયો. સત્યમ્‌્‌નો ફોન હતો. તે રિસીવ કરતાં કહી રહી. “હલો ગુડમોર્નીંગ! સત્યમ્‌્‌”

“હા, થેંક્સ આજે ન આવું તો નહીં ચાલે. ખેતરનું ખૂબ કામ ચાલે છે. ઓગષ્ટના દિવસો છે. તમાકુ માટે ખેતર ખેડાવીને તૈયાર કરાવેલા છે. બે દિવસ તમાકુ રોપવાનું કામ ચાલશે. આજનો દિવસ પ્લીઝ..” સત્યમ્‌્‌ વહેલી સવારે સ્નાન કરી ટેબલ પાસેની ખુરશીમાં કોફીની ચુશ્કી લેતાં કહી રહ્યો હતો. રસોડામાં અનુરાધા ચા પીતાં પીતાં ફોન ઉપરની વાતચીત સાંભળી રહી હતી.

“તું નહીં આવે તો હું સ્કૂલે નહીં જાઉં” ઋતું બોલી રહી હતી. “કેમ? ગભરાઈ ગઈ છે?” સત્યમ્‌્‌ સીધો જ પ્રશ્ન કર્યો.

“હા, એટલા બધા પુરુષો વચ્ચે નોકરી કરવી મુશ્કેલ છે. અરે! સ્ટાફરૂમમાં ઊભા રહેવું પણ કઠીન લાગે છે” ઋતુંનો ગભરાયેલો અવાજ આવતો હતો.

“જો ઋતું.. નોકરી કરવા તો તું આવી છે. ફેઈશ યોર પ્રોબ્લેમ.. પ્લીઝ.. લીવ મી એ લાઈફ માય વે. ઓ.કે.” સત્યમ્‌્‌ે ફોન કટ કરી નાંખ્યો.

પુનઃ રીંગ રણકી ઊઠી. સત્યમ્‌્‌ે મોબાઈલ નંબર જોઈને સ્વિચ

ઓફ કરી.

પુનઃ રીંગ રણકી પુનઃ સત્યમ્‌્‌ે મોબાઈલ નંબર જોઈને સ્વિચ

ઓફ કરી.

પુનઃ રીંગ રણકી ઊઠી.. તુરંત અનુરાધા રસોડામાંથી આવીને સત્યમ્‌્‌ના હાથમાંથી મોબાઈલ લઈને રિસીવ કરતાં કહી રહી.. “હલ્લો.. ઋતું..”

“હા! બોલો”

“સત્યમ્‌્‌ આવશે જ બસ” અનુરાધાએ ટૂંકો ઉત્તર આપ્યો. સામેથી ઋતું બોલી ઊઠી. “થેંક્સ.. અનુ..” અનુરાધાએ એ

શબ્દો સાંભળતાં જ મોબાઈલની સ્વિચ ઓફ કરી તે સત્યમ્‌્‌ને કહી રહી. “મુશ્કેલના સમયે તો ઊભા રહેવું જોઈએ.”

“પણ અનું.. દુનિયા છે. હું ક્યાં સુધી તેને મદદ કરું” સત્યમ્‌્‌

નિરાશવદને કહ્યું.

“તો શા માટે તેને પહેલેથી રિસ્પોન્સ આપ્યો?” અનુરાધાએ

સૂચક દૃષ્ટિ સત્યમ્‌્‌ તરફ નાંખતાં કહ્યું. સત્યમ્‌્‌ અનુરાધાની નજર એક

થતાં સત્યમ્‌્‌ ક્ષોભ અનુભવવા લાગ્યો.

અનુરાધા કહી રહી હતી “જો તમે તેને હેલ્પ ના કરો તો..” “તો શું?” સત્યમ્‌ે કહ્યું.

“આપણા પરિવારનો મોભો ના રહે” અનુરાધાએ ટૂંકમાં ઉત્તર

વાળ્યો.

“હેલ્પ કરવાનું પરિણામ જાણે છે?” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો. “હા.. જે આવે તે.. સ્વીકારવાનું રહ્યું” અનુરાધાએ મક્કમ સ્વરે

કહ્યું.

“અનું એવું નથી. સંજોગ આગળ ડહાપણ ના કામ આવે. નાગાઓની પાંચશેરી હંમેશ ભારે હોય છળકપટ કરે, હેરાન કરે.. અને ઋતું મારાના સંબંધને વિકૃત ગણાવે” સત્યમ્‌્‌ આવનાર સમય અને પરિણામથી અનુરાધાને ચેતવતાં કહ્યું.

“હું સ્ત્રી છું. હું જાણું છું. સ્ત્રી જાતને કેવું કેવું સહન કરવું પડે છે. ભલે જે પરિણામ આવે સ્વીકારવું જ રહ્યું” સત્યમ્‌્‌ને સ્પષ્ટ વાત કરતાં કહ્યું. સત્યમ્‌્‌ અનુરાધાની વાત સાંભળી દંગ થઈ ગયો. તે વિચારી રહ્યો. આ કેવા પ્રકારની લાગણી હશે. શું મારા ઋતુંના સંબંધના કારણે હશે. શું મારી લાગણીને સહાનુભૂતિ આપીને તે તેની પાસે ખેંચી રાખવા

માંગતી હશે કે પછી ઋતું પ્રત્યેની સ્ત્રી સહજ લાગણીને કારણે આમ કહેતી હશે કે પછી દલપત પટેલના સામાજિક મોભાને શોભતી કુલવધુની રીતે તે ગૌરવ વધારવા કહેતી હશે. સત્યમ્‌્‌નું મન વિચારોના વંટોળમાં પડી ગયું.

દૂર દૂર શિવમંદિરમાં આરતી શરૂ થઈ હતી. માઈકમાં આરતી

સંભળાઈ રહી હતી. “ઓમ જય હરિ હરા.. પ્રભુ જય હરિ હરા” ઘેર દેવ

શિવાયના ગોખમાં દેવ-દેવીની તસ્વીરની પૂજા કરી દીપ પ્રગટાવી

રાખજે”

“તમે જાઓ દશ તો થવા આવ્યા.” અનુરાધાએ દીવાલ ઉપર

રાધાકૃષ્ણની મૂર્તિ અને ગણેશજીને મૂર્તિને સ્નાન કરાવી. ચંદન કંકુના ચાંદલા કી. જળ.. દૂધનો તાંબાનો લોટો લઈ શિવમંદિર શિવ અભિષેક કરતા સત્યમ્‌ે અભિષેક કર્યો ત્યારે મંદિરનો પૂજારી કહી રહ્યો હતો “સત્યમ્‌્‌ભાઈ આજે શ્રાવણી અમાસ.. શિવજીની મહાપૂજા કરાવી હોય તો સાંજે આવી જજો.”

“હા કેમ નહીં તું.. તૈયારી કરી રાખજે ઘેર અનુને કહીને જાઉં છું” સત્યમ્‌્‌ મંદિરના પૂજારી અશોકપુરીને કહ્યું. આવતી પૂનમે સત્યનારાયણની કથા કરાવા માટે ગોરમહરાજને વાત કરવાનું કહેતાં સત્યમ્‌્‌ કહેતો હતો “અશોક મહરાજ પાછુ પૂનમે મારા ઘેર સત્યનારાયણની કથા કરવા માટે જયેશ ગોરને કહી રાખજોને કામની ધમાલમાં ભૂલી જવાય તો” સત્યમ્‌્‌ મંદિર બહાર નીકળતાં અશોક મહરાજને વાત કરી. ક્યારેય નહીં ને ઉંબર ઊપર ઊભી રહેલી અનુરાધા સત્યમ્‌્‌ને

આવતો જોઈને કહેતી હતી. “શું વિચાર્યું? હું તો ખેતરમાં જઈશ તમાકુ રોપાવાપ તમે.. સ્કૂલમાં જાવ.. ઋતું ચિંતામાં પડી જશે. મોડા ના પડતા.. નહીં તો” અનુરાધાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

“નહીં તો શું?” સત્યમ્‌ે કહ્યું.

સાવ નાદાન રહ્યા. સમજતા નથી. બિચારી.. ફસાઈ જશે.. હવશનો ભો બનશે.

અનુરાધાએ સત્યમ્‌્‌ને સીધુ જ કહી નાંખ્યું. સત્યમ્‌્‌ ઉતાવળે કપડાં પહેરી બૂટની દોરી બાંધતાં કહી રહ્યો “હું જાઉં છું પણ.. ધ્યાન

લટકાવેલી ઘડિયાળમાં સમય જોતાં કહ્યું.

“ઓહ! કંઈ વાંધો નહીં.. સાધન તો મળી જશે. સત્યમ્‌્‌ થામણાના રોડ ઉપર પીકઅપ સ્ટેન્ડ ઉપર આવીને ઊભો ત્યાંજ સેવાલીયા તરફ જતી કારને હાથ બતાવ્યો તો કાર ઊભી રહી. કારમાં ગોઠવાતાં જ સત્યમ્‌્‌ કહી રહ્યો “કેશર જવું છે.”

“હા, અમારે ડાકોર જવું છે” કારમાં પાછલી સીટમાં બેઠેલા

પ્રૌઢે કહ્યું. ઉમરેઠ આવ્યું ત્યાં સુધી મૌન રહ્યું. કાર ડાકોર તરફ આગળ

વધતી હતી. પ્રૌઢની બાજુમાં બેઠેલી સ્ત્રીએ કહ્યું.. “નોકરી કરો છો?” “હા ઠાસરા હાઈસ્કૂલમાં”

“મારી દીકરી પણ કેશર સ્કૂલમાં છે.”

“હા” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો. તે જોઈ રહ્યો તેણે કહ્યું “શું

નામ છે?”

“ઋતું” વૃધ્ધ સ્ત્રીએ કારની બારીનો કાચ ઊંચે ચઢાવતાં કહ્યું. “ઋતું! મારી સાથે જ નોકરી કરે છે” સત્યમ્‌ે ધીમેથી કહ્યું. કારની પાછલી સીટમાં ગોઠવાયેલો પ્રૌઢ કહી રહ્યો “શું નામ છે

તમારું?”

“સત્યમ્‌્‌” સત્યમ્‌્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો. સત્યમ્‌્‌ ડાકોરનું સ્ટેન્ડ આવતાં કહી રહ્યો “તમે અનંત દેસાઈ.. તમે દિવ્યા માસી?”

“હા તું સત્યમ્‌્‌?” દિવ્યા માસીએ ડ્રાયવરની સીટ પાસે ગોઠવાયેલી

સત્યમ્‌્‌ના ખભે હાથ મૂકતાં કહ્યું.

“હા! હું જ.. મારે ઉતાવળ છે..” સત્યમ્‌્‌ કાર થોભાવીને ઉતરી ગયો. ત્યાં જ પ્રિયાની સ્કુટિ પસાર થતી હતી. તેણે ક્યારેય નહીં ને પહેલી વાર પ્રિયાને લિફ્ટ આપવા હાથ કર્યો. પ્રિયા આશ્ચર્યમાં પડી ગઈ. સત્યમ્‌્‌ સ્કુટિ ઉપર બેસતાં જ કારમાં ગોઠવાયેલા અનંત દેસાઈ અને દિવ્યા

માસીને હાથ ઊંચો કરી.. “બાયપ સાંજે મળીશ”

દિવ્યા માસી અને અનંત દેસાઈએ હાથ ઊંચો કર્યો. તેના ચહેરા ઉપર હાસ્ય હતું. સ્વજન મળ્યાનું હાસ્ય પરંતું સત્યમ્‌્‌નો ચહેરો ગંભીર હતો. ૧૦-૩૦ તો થઈ ચૂકી હતી. તેના હૃદયમાં કોઈ અગમ્ય ફફડાટ હતો. પ્રિયાને વારેવારે સ્કુટિ સ્પિડમાં દોડાવાનું સત્યમ્‌્‌ કહેતો હતો. પ્રિયા અંતે તો બોલી ઊઠી.. “તમને શું થયું છે? સ્કુટિ સ્પિડમાં જ જાય છે.”

“ના.. જરા સ્પિડ વધાર” “આનાથી વધારે નહીં દોડે” “ઓ.કે.. માય ગોડ”

સ્કૂલના ગેઈટ પાસે સ્કુટિ સ્ટેન્ડ કરી સત્યમ્‌્‌ લગભગ દોડતો હોય તેમ ચાલતો સ્ટાફરૂમમાં આવ્યો. હજુ કોઈ જ આવ્યું ન હતું. પ્યુન.. સત્યમ્‌્‌ના ચહેરાના ભાવ જોતાં અચંબામાં પડી ગયો તે કંઈ અજુકતું બનશે તેવો ભાવ અનુભવી રહ્યો.

વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં ગોઠવાઈ ચૂક્યા હતા.

આચાર્યની ઓફિસ પાસે ગયો. ઓફિસ અંદરથી બંધ જણાઈ. કંઈ

ખખડવાનો અવાજ.. તીણી ચીસ સંભળાઈ રહી હતી. સત્યમ્‌ે ઓફિસ ડોર ખખડાવ્યો. કોઈ જ પ્રતિઉત્તર નહીં.. તેણે થોડા અંતરે દોડી જોરને જોરથી ખભાનો ધક્કો માર્યો. અંદરની સ્ટોપર તૂટી ગઈ. દ્વાર એકદમ

ધડાકા સાથે ખુલી ગયું. ગોપાલસર.. ઋતુંને બાહુમાં ભીંસવા હવાતિયાં

મારતા હતા. ઋતુંનો ડ્રેસ ફાટી ગયો હતો. તગતગતા સ્તન બહાર

નીકળી ગયા હતા. ઋતું રડતી રડતી પ્રતિકાર કરતી પેપર વેઈટ, ડસ્ટર

મારતી હતી. તેના વાળ વિખેરાઈ ગયા હતા. અચાનક સત્યમ્‌્‌ના

પ્રવેશની સાથે ગોપાલસર ગભરાઈ ગયા. ઋતું ચોધાર રડતી હતી. સત્યમ્‌્‌ ગોપાલસરના શિરકેશ સજ્જડ પકડીને ઊંચક્યા. તેમને તેમનીજ રીવોલ્વીંગ ચેરમાં પછાડ્યા. તેમને પછાડતાંની સાથે ગોપાલસર બોલી ઊઠ્યા “ઓહ.. બાપ..રે”

સત્યમ્‌્‌ કંઈ જ બોલ્યો નહીં માત્ર મૌન ફેલાઈ ગયું. ઋતુંને ઊભી કરીને તેનાં આંસું હાથના ટેરવેથી લૂછતાં કહી રહ્યો “ઋતું.. આ શું થયું?”

“હું મોડો.. અનુ સાચું કહેતી હતી” રડમસ સત્યમ્‌્‌ હોઠ ભીંસી રહ્યો હતો. તેનો ક્રોધાગ્નિ પ્રજ્વલીત હતો. તેમ છતાં સમયને ઓળખી ડોર બંધ કરી તેણે પોતાનું સર્ટ કાઢી ઋતુંને આપ્યું. સત્યમ્‌ે કહ્યું “તું ઘરે જા.”

ઋતું હીબકાં ભરતી સર્ટ પહેરી આંસુ લુંછતી ઓફીસ બહાર

ગઈ. તે બાથરૂમ તરફ જઈને ચહેરો સાફ કરી વાળને સજાવી એક ગ્લાસ પાણી પીને હળવેથી સ્ટાફરૂમ બહાર નીકળી ગઈ. બહાર બેલ

મારીને આવતા પ્યુનની નજર ગેઈટ તરફ જતી ઋતું ઉપર પડી. અન્ય શિક્ષકો સ્કૂલનાં પગથિયાં ચઢી રહ્યા હતા. તે વિચારી રહ્યો “આ શું?” આવી ત્યારે ડ્રેસમાં અને જાય છે ત્યારે સર્ટ છે. જરૂર કંઈક રંધાયું છે.. તે સ્ટાફરૂમમાં આવે તે પહેલાં માત્ર ગંજી ઉપર સત્યમ્‌્‌ને જોઈને કહી

રહ્યો “સત્યમ્‌્‌ભાઈ આ શું?”

“કંઈ નહીં.. સર્ટ ફાટી ગયું” સત્યમ્‌ે ટૂંકો ઉત્તર વાળ્યો. તે પણ સ્કૂલ ગેઈટ બહાર નીકળી નજીકની રૂપમ ટેલર્સમાંથી નવીન સર્ટ પહેરી પાછો આવ્યો. પુનઃ ઓફિસમાં પ્રવેશતાં ગોપાલસરના ચહેરા ઉપર મુક્કો

મારી રહ્યો. આજે તો જીવતો જવા દઉં છું લે રાજીનામું..”

સત્યમ્‌ે આચાર્ય સામેની ખુરશીમાં બેસીને રાજીનામું લખવાનું વિચાર્યું. ગોપાલસર કંઈ જ બોલી શક્યા નહીં. એના રડમસ ગભરાયેલા ચહેરામાં ભયાનક અજંપો ઉભરાઈ રહ્યો હતો. તે કમ્મરમાં દુઃખાવો અનુભવી રહ્યા. સત્યમ્‌્‌ બહાર આવીને બસ સ્ટેન્ડ તરફ માંડમાંડ ચાલતી

લંગડાતી જતી ઋતુંની પાસે આવી પહોંચ્યો. તેણે તેની પાસેથી પસાર

થતી ઓટો રિક્ષાને હાથ કર્યો. ઋતુંને રિક્ષામાં બેસવાનું કહી બંન્ને રિક્ષામાં ગોઠવાયાં. રિક્ષા ડ્રાયવરે કહ્યું “ક્યાં..”

“ડાકોર.. અપેક્ષા લેડીઝ ટેલર્સ”

રિક્ષા ડાકોર દોડવા લાગી. માત્ર ચાલીસ મિનિટમાં રિક્ષા ડાકોર આવી પહોંચી. રિક્ષામાં માત્ર મૌન ફેલાયેલું હતું. ઋતુંના ધીમાં ધીમાં હીબકાં સંભળાતાં હતાં. સત્યમ્‌્‌ ભીની આંખોએ ઋતુંને બાહુમાં વળગીને તેની આંખોને આંગળીના ટેરવે ક્યારે લીલા સર્ટની બાંયથી લૂછી રહ્યો હતો. લાલહિંગોળ આંખો ક્રોધાગ્નિથી સળગી રહી હતી. “અપેક્ષા ટેલર્સ” આવતાં રિક્ષા ડ્રાયવરે રિક્ષા સ્ટેન્ડ કરી. નીચે ઊતરેલા સત્યમ્‌ે ઋતુંને વીશ રૂપિયા આપવાનું કહ્યું તે સમયે સત્યમ્‌્‌ની આંખો જોતાં જ રિક્ષા ડ્રાયવર ગભરાઈ ગયો. તે બોલી ઊઠ્યો - “સર”

“કંઈ નહીં લે..” પાકીટ ખોલી જે નોટ આવી તે આપી દીધી.

સત્યમ્‌્‌ ઋતું ચાલવા લાગ્યાં.

રિક્ષા ડ્રાયવર મયંક કહી રહ્યો - “સર આતો.. સો ની છે.” “રાખને” સત્યમ્‌ે તેની તરફ જોયા વિના કહ્યું. મહામુશ્કેલીએ

અપેક્ષા ટેલર્સનાં પગથિયાં ચઢતાં જ ઋતું સિસ્કારતી અંદર ગઈ. બારણા

પાસેથી જ ટેલર્સને બેસ્ટ ન્યુ ડ્રેશ આપવા કહ્યું. સત્યમ્‌્‌નો ચહેરો જોઈને જ અપેક્ષા ટેલર્સના જયંતે કહ્યું.. “ઓ.કે. સરપ”

હાંફળો ફાંફળો જયંત સોકેશમાંથી કિંમતી ડ્રેશ કાઢીને ઋતુંને આપ્યો તે કહી રહ્યો “મેમ.. આ પડદા પાછળ પહેરી લો.. ફીટીંગ તો બરાબર આવી જશે. માત્ર મૌન ધારણ કરી ઋતું ટેલર્સના પડદા પાછળ ડ્રેશ પહેરીને આવી ત્યારે તેના કરમાઈ ગયેલા ચહેરા ઉપર જીવનનું નૂતન હાસ્ય પ્રગટ્યું હતું. વિષાદભર્યું હાસ્ય પ્રસારતાં સત્યમ્‌્‌ જયંતને કહી રહ્યો “કેટલા?”

“સાહેબ પૂરા સાતસો.” જયંતે હળવેથી હાસ્ય પ્રસારતાં કહ્યું. તે કહી રહ્યો. સાહેબ કિંમતી છે.

હમણાં આરક્ષણમાં આ જ ડ્રેશ પહેર્યો છે. સત્યમ્‌્‌ મૌન રહ્યો. એક હજારની નોટ કાઢીને ઋતુંનો હાથ પકડી તેના પર્સને હાથમાં લઈને પગથિયાં ઉતરતાં જયંતને આપતાં કહેતો હતો. “જયંત આવો બીજો ડ્રેશ તૈયાર કરી રાખજે.. કાલે લેવા આવીશ..”

પરમદિવસે જન્માષ્ટમી છે ને આ નોટ રાખ.

“હા! સર.. મેમ.. ને ખુબ ગમશે” જયંત ખુશ થઈને હજારની નોટ લઈ ડ્રોઅર્સમાં મૂકી. તે હળવેથી પગથિયાં સુધી મુકવા આવતાં કહી રહ્યો - “સર હવે ચારસો રહ્યાં.”

“કંઈ વાંધો નહીં સત્યમ્‌્‌ે ઋતુંનો હાથ પકડી પગથિયાં ઉતારવામાં

મદદ કરી. ઋતું જમણો પગ મૂકતાં હળવી ચીસ પાડતી હતી.”

સત્યમ્‌્‌ ઋતુંને કહી રહ્યો “તારા જમણા પગમાં મચકોડ લાગે

છે.”

વેદનાની મારી પગ મુકતાં ઋતું બોલી રહી “હા.. શું થાય?”

રોડ ઉપર આવતાં પુનઃ રિક્ષાને હાથ કર્યો. તો મયંક હતો. સત્યમ્‌્‌ કહી રહ્યો “મયંક સલીમ ભાડભૂજાને ત્યાં લઈ જા.”

હળવેથી હાથ પકડી ઋતુંને બેસાડતાં સત્યમ્‌્‌ તેની પાસે બેસતાં

કહ્યું - “હે કાળિયા તું શું કરે છે?”

મયંકે રિક્ષાના કાચમાંથી સત્યમ્‌્‌ની ભીની લાલ હિંગોળ આંખો જોઈ તે સીમેડાઈ ગયો છતાં હળવેથી રોડ તરફ જોતાં કહી રહ્યો “સર શું થયું?”

સત્યમ્‌્‌ મૌન રહ્યો. મયંકની પુનઃ પૂછવાની કોઈ જ હિંમત ચાલી નહીં. ભાડભૂજા હાડવૈદ્યનું દવાખાનું આવતાં તેના પગથિયા પાસે રિક્ષા ઊભી રાખીને મયંક નીચે ઊભો રહ્યો. નીચે ઊતરેલા સત્યમ્‌્‌ને કહી રહ્યો “મદદ કરું.”

“હા..”

સત્યમ્‌્‌ના જમણા ખભા ઉપર હાથ મુકીને પૂરુ વજન તેના ઉપર નાંખી ઋતું નીચે ઊતરી ઊભી રહી. બીજો હાથ મયંકના ખભા ઉપર મુકતાં કહી રહી “મયંકભાઈ તમને તકલીફ”

“મદદ કરવી મારી ફરજ છે” મયંક ટૂંકો ઉત્તર આપ્યો. છેક

ઠાસરાથી ડાકોર સુધી નજર સુધ્ધાં નહિ નાખનાર મયંક ઋતુંના સોહામણા

રૂપને જોઈને કહી રહ્યો “તમારે.. તો.. નોકરી ના જ કરવી જોઈએ.” “કેમ?” સત્યમ્‌ે કહ્યું.

“તમારા જેવા માટે નોકરી આફત કહેવાય.” મયંકે ગંભીર

થઈને કહ્યું.

ઋતુંને બેસાડીને પાટીયાના નાનકડા ટેબલ ઉપર મૂકવાનું કહીને સલીમ ભાડભૂજો પગને તપાસી રહ્યો હતો. અંગૂઠા પાસેની બીજી આંગળીની નશને પકડીને તેના ધબકાર તપાસતો કહી રહ્યો. “બહનજી પગમાં મચકોડ નથી. ઘુંટણમાંથી પગ ખસી ગયો છે. તેણે આમ તેમ પગના પોચાંને હલાવી ઋતુંને કહ્યું.”

જુઓ તો આ ભાઈ શું કહે છે. જેવું સત્યમ્‌્‌ તરફ ઋતુંએ જોયું કે તુરંત ઘુંટણમાંથી એક હાથે પગ પકડીને બીજા હાથે મચકોડ્યો તો “કટકટક” અવાજ ઘુંટણમાં આવ્યો. ઋતું હળવી ચીસ પાડી. “ઓય

મા.. મરી ગઈ” રડતી આંખોએ સત્યમ્‌્‌ તરફ જોઈ જ રહી. ત્યાં સત્યમ્‌્‌

હસતાં હસતાં કહી રહ્યો “મા સુરતથી આવી ગઈ છે.”

હસતાં હસતાં સલીમ ભાડભૂજો કહી રહ્યો “ઘુંટણ બેસી ગયો.

લો ચોકલેટ” તેણે ઋતુંને એક ચોકલેટ આપીને લાકડાની પટ્ટીથી ઘુંટણ અને પગના પંજા સુધી મલમ લગાવા લાગ્યો. ગરમ ગરમ લાગતા

મલમથી કંઈ રાહત અનુભવતી ઋતુંથી બોલી ઊઠ્યું, “હાશ!”

સલીમે પાટાનું વિટલું કાઢીને પગના પંજા અને ઘુંટણ ઉપર રૂ ગોઠવીને પટો વિંટાવા લાગ્યો. તેણે દુઃખાવાની ગોળી આપતાં કહ્યું. “બહેનજી સવારે એક ખાતા પહેલાં અને સાંજે એક ખાતાં પહેલાં દુઃખાવો-સોજો મટી જશે. પાંચ દિવસ આરામ કરવાનો આવતા શુક્રવારે

બતાવા આવજો. મટી જશે.”

ઋતુંના ચહેરા ઉપર આનંદની રેખા ફેલાઈ ગઈ. નવીન ઉપાધિમાં સત્યમ્‌્‌ તરફ જોઈ જ રહી. સત્યમ્‌્‌ે હળવેથી ઋતુંના જમણા હાથને બાહુમાંથી પકડીને તેને ઊભી કરી. ઋતુંને હસતાં હસતાં સત્યમ્‌્‌ના ખભા ઉપર લગભગ લટકી જઈને કહેવા લાગી.. “સત્યમ્‌્‌”

“હા!” સત્યમ્‌્‌ ઋતુંના ચહેરાને જોયો તેની આંખોમાં કલાકો

પછી પહેલીવાર આનંદ છલકાયો. હસતી ઋતું હળવેથી રિક્ષા તરફ જતાં કહેતી હતી. “જન્મો જન્મ આ રીતે તું અને હું..”

સત્યમ્‌્‌ હસવા લાગ્યો.. અને પેલો ગોપાલસર..

“છીં સાલા નાલાયકનું ક્યાં નામ દે છે?” ઋતુંએ ક્રોધ કર્યો. તેની આંખો ભીની થઈ ગઈ.

મયંકે પુનઃ રિક્ષા સ્ટાર્ટ કરી રિક્ષામાં ગોઠવાયેલા સત્યમ્‌્‌ના

ખભા ઉપર માથું ઢાળીને હસતી ઋતું કહેતી હતી “મંદિર પાસે મુખીની

ખડકી”

“જો જે કોઈ વાત ના કરતો ખૂબ લાગણીવાળાં છે. મને પાછાં

સુરત લઈ જશે. ઋતુંએ કહ્યું. “તું અને હું..” સત્યમ્‌્‌ ધીમે સ્વર સાંભળી

ભીની આંખોએ ઋતું તરફ જોઈ જ રહ્યો.

રિક્ષા પૂરપાટ દોડવા લાગી. સત્યમ્‌્‌ ઋતુંના ચહેરાને જોતો તેના વિખરાયેલા વાળને વારેવારે ચહેરા ઉપર આવતા અટકાવીને હાથ ફેરવી રહ્યો હતો. ઋતું સત્યમ્‌્‌ની આંખોમાં પ્રેમનો વરસાદ અનુભવી રહી હતી. તો સત્યમ્‌્‌ ધોધમાર વરસાદમાં ભિંજાઈને તરબોળ બની ગયો હતો. દૂરથી મુખીની ખડકી પાસે પાર્ક થયેલી કારને જોઈને જ ઋતું કહી રહી

- “સત્યમ્‌્‌ આ તો પપ્પાની કાર છે.”

“હા.. જ.. તો હું થામણાથી આ જ કારમાં ડાકોર આવ્યો. મારે

ને તેમને ઓળખાણ પણ થઈ.” સત્યમ્‌્‌ે હળવેથી કહ્યું.

ઘડાનું પાણી ઘડામાં

સત્યમ્‌્‌ અને ઋતું ઘર પાસે જ રિક્ષામાંથી ઊતર્યાં. બાજુમાં

ઊભી રહેલી કાર ખાલી હતી. ઋતુંએ વિચાર્યું કે જરૂર પપ્પા-મમ્મી

મંદિરમાં રણછોડજીનાં દર્શન કરવા ગયા હશે. હમણાં આવશે. ખડકીની જાળી ખોલી ઋતું સત્યમ્‌્‌ બારણા પાસે આવી ઊભા. ઋતુંએ પર્શમાંથી ચાવી કાઢી તાળું ખોલ્યું. બારણું ખોલતાં જ હળવાશ અનુભવતી ઋતું ઉંબર ચઢીને ઉપર ઊભી રહીને સત્યમ્‌્‌ના સહારે રૂમમાં આવી. ઋતુંએ ટેબલ પાસેની ખુરશીમાં ગોઠવાઈ. કેટલાય સમયથી દબાવી રાખેલો ડૂમો

મોકળાશ મળતાં રૂદનમાં પલટાઈ ગયો તે મુક્ત મને ધ્રુસકે ધ્રુસકે રડી રહી.

“શાંત થા ઋતું!” સત્યમ્‌્‌ે ઋતુંની પીઠ ઉપર ચહેરા ઉપર હાથ

પ્રસારતાં કહ્યું. ઋતુંના એક પછી એક ડુસકાં રૂમના વાતાવરણને ગંભીર કરી રહ્યાં હતાં.

“ઋતું! પરિસ્થિતિ ઓળખવી જોઈએ. જાણ્યા પછી પણ તું

સ્કૂલે જાય તો તું પરિસ્થિતિ વશ બનવા ઈચ્છે છે તેવું ગણાય.”

“તો શું મારે સ્કૂલે ના જવું જોઈએ? મારે મારી મુશ્કેલીનો

સામનો ના કરવો જોઈએ?”

“હું ક્યાં એવું કહું છું?”

“શું મારી તે ક્ષમતા નથી?” “તેવું પણ ક્યાં કહું છું.” “સ્કૂલે જવું જોઈએ.”

“તો તું તેમ કેમ કહે છે?”

“મુશ્કેલીનો સામનો કરવાની તૈયારી રાખવી જોઈએ.” “મેં તે તૈયારી રાખી હતી.”

“ક્યાં રાખી હતી? ક્યાં રાખી હતી? હું આવ્યો ત્યારે..” “તું આવ્યો ત્યારે જ તેણે ડોર ક્લોઝ કર્યું હતું.”

“તો પછી તે બહાર નીકળવા કેમ કોશિશ ના કરી?” “કરી હતી પણ તે પહેલાં..”

“તેં શું કર્યું?”

“મેં એક તમાચ તો મારી દીધી.” “બહાર તો ના નીકળી શકીને” “કેવી રીતે નીકળું?”

“કેમ?”

“હું એક અબળા છું”

“અબળા અબળા.. સ્ત્રીઓ માત્ર લાચારી દર્શાવા અબળા શબ્દ

પ્રયોજે છે. તેમનામાં સામર્થ્ય છે.”

“ખૂબ સામર્થ્ય છે. મને અનુભવ થઈ ગયો.”

“તે તારી માન્યતા છે. ઋતું.. તેં ધાર્યું હોત તોપ”

“હા! મેં ધાર્યુ હોત.. તો.. ક્યાં ધાર્યું થાય છે. આ જગતાં. મેં

કોશિશ કરી પણ માત્ર નિષ્ફળતા જ મળી.”

“ઈતિહાસનાં પાનાં ઉપર માત્ર સફળતાને જ નોંધવામાં આવે

છે. વિજય તેને કહેવાય.. જે સર્વોચ્ચ સિધ્ધિ થાય.”

“સત્યમ્‌્‌ બોલવું જ સહેલું છે. પ્રાપ્ત કરવું કઠીન છે” “હું તે જ

જોઈએ.”

હતું.”

“તારી જ ચિંતામાં અનુરાધાએ જીદ પકડી કે તમારે જવું

“ના હોય” ઋતુંએ આશ્ચર્ય અનુભવતાં કહ્યું.

“હા! ઋતું કોણ જાણે કેમ.. પણ અનુરાધામાં અદ્‌ભૂત પરિવર્તન

“આખરે.. તે પણ સ્ત્રી છે ને”

“મને પણ એવું જ લાગ્યુંપ એટલી બધી લાગણીશીલ બની

કહું છું. આપણી ક્ષમતાને ઓળખ્યા પછી જ આગળ વધવું જોઈએ.” “જો ઋતું.. મદદની યાચના કરનાર માત્ર પરાધીન છે. લાચાર

છે. તેમાં ક્યાં સ્વાભિમાન રહે છે. આત્મગૌરવ હણાઈ ગયા પછી

જીવનનો ક્યાં અર્થ રહે છે.”

હજું મધ્યાહ્‌ન થવાને ઘણો સમય બાકી હતો. દૂર દૂર મંદિરમાં

ભોગ આરતી ચાલતી હતી. તેનો ઘંટારવ સંભળાતો હતો. સ્કૂલેથી આવીને રૂમની ચાર દીવાલોમાં બની ગયેલી ઘટનાનો વિચાર કરતાં સત્યમ્‌્‌-ઋતું હતાશભર્યા વાતાવરણમાં મુક્ત વિચાર ભરી વાતચીત કરતાં હતાં. ઋતુંએ દીવાલ ઉપરની ઘડિયાળમાં બારનો સમય થયેલો જોઈને સત્યમ્‌્‌ને કહ્યું “સત્યમ્‌્‌ રિલેક્સ થવા બે કોફી બનાવું?” ખોડંગાતી તે રસોડામાં ગઈ.

“હા બનાવને.. હજુ મેં બપોરનું ખાધું પણ નથી.” “કેમ?”

“દશને ટકોરે તો ઘેરથી નીકળી ગયો.” “અનુરાધાએ જમવાનું નથી બનાવ્યું?”

ગઈ કે મેં ફોન ઉપર તને ના જ કહ્યું ત્યારે તેણે મારા હાથમાંથી ફોન

લઈ લીધો.”

“પછી” ઋતુંએ આશ્ચર્ય અનુભવતાં કહ્યું. તે તો બોલી ઊઠીપ “હલો.. ઋતું” “સત્યમ્‌્‌ આવશે જ બસ”

તેનામાં કેટલો બધો આત્મવિશ્વાસ હતો કે હું તારા માટે આવીશ જ.

“હોય જ ને.” ઋતુંએ હસતાં હસતાં કહ્યું. તે ધીમેથી થોડી મિનિટ મૌન ધારણ કરીને કહી રહી “તે પણ સ્ત્રી છે. વકરતા દર્દને ડામવા ઉપાય તો શોધવો જ રહ્યો ને”

“કેમ એમ કહે છે? અનુએ મને કંઈ જ ના કહ્યું હોત તો હું ના આવત” સત્યમ્‌્‌ે તે સંજોગોનું સત્ય કહ્યું.

“હાંપ તો તમે અનુના જ થઈ ગયા” ઋતુંએ ગુસ્સો કર્યો. તેની

આંખો ભીની થઈ ગઈ. તેના ચહેરા ઉપર રતાશ ફેલાઈ ગઈ. વિસ્ફારીત આંખોથી સત્યમ્‌્‌ને જોઈ જ રહી.

“તે પણ હકીકત છે ને કે નારીની લાગણી નારી જ વધુ સમજી

શકે.” સત્યમ્‌ે હળવેથી ઋતુંને કહ્યું.

ઋતું કોફી બનાવીને બે કપ ટેબલ ઉપર મૂકતાં ટેબલની બાજુની

ખુરશીમાં બેસતાં કહી રહી. “તે શું કહેતી હતી”

તે તો કહેતી હતી કે “ભલે જે પરિણામ આવવાનું હોય તે આવે. એ સ્વીકારવાનું જ રહ્યું. આપણા પરિવારના મોભાનો સવાલ છે.” “હેં જોયી મોભાવાળી” ઋતુંએ તીરછી આંખોએ વેધક દૃષ્ટિ

સત્યમ્‌્‌ ઉપર નાંખીને કહી રહી.

“હાં.. ઋતું અમારા કુટુંબની વિશિષ્ટ ઈજ્જત સમાજમાં છે.” સત્યમ્‌્‌ે સ્પષ્ટતા કરી.

“એટલે?”

એ તો કહેતી હતી કે “હું સ્ત્રી છું. સ્ત્રી જાતને કેવું સહન કરવું

પડે તે હું જાણું છું” સત્યમ્‌ે કોફીની ચુશ્કી લેતાં કહ્યું.

મને તો એવું સમજાય છે કે મારા અને તારા પ્રેમ સંબંધ વધતા જાય છે. તે જાણીને મારા પ્રત્યે સહાનુભૂતિ બતાવી તને તેની તરફ ખેંચી રાખવાની તેની કોશિશ છે. ખૂબ ચાલાક સ્ત્રી છે.” ઋતુંએ સત્યમ્‌્‌ તરફ હસતાં કહ્યું.

“એની એ વાત પણ સાચી છે કે દલપત પટેલ એટલે કે મારા

પિતાની સામાજિક પ્રતિષ્ઠા આ પંથકમાં ખ્યાતનામ છે.” સત્યમ્‌ે ગૌરવપૂર્વક કહ્યું.

“તેમાં વળી મારી વાત અને પ્રતિષ્ઠાનો ક્યાં સવાલ આવ્યો?” ઋતુંએ સત્યમ્‌્‌ને સીધો પ્રશ્ન કર્યો.

“આવે જ ને હું જાણું છું કે તું મુશ્કેલીમાં છે. તેમ છતાં તને બચાવવા કોશિશ ના કરું તે પણ તારી આજીજીભરી યાચનાને નિષ્ઠુર બની સાંભળી રહું તો મારા જેવો કોઈ નરાધમ ખરો?” સત્યમ્‌્‌ ઋતુંના

પ્રશ્નથી સમસમી જઈને કહ્યું.

“હા! આ યક્ષ પ્રશ્ન તો ખરો પણ” “પણ શું?” સત્યમ્‌્‌ હળવેથી કહ્યું. “તેં મદદ ના કરી હોત તો..”

“તો શું થાતપ” સત્યમ્‌્‌ે સીધો પ્રશ્ન કર્યો.

“મેં આત્મહત્યા કરી હોત” ઋતુંએ હિબ્કું ભરતાં કેટલાય સમયથી દબાવી રાખેલા રુદનને બળવો કરીને ઋતું ઉપર સામ્રાજ્ય જમાવી દીધું.

લાચાર, રડતી ઋતુંની પાસે કોફીના કપને હોઠથી ચુશ્કી લેવા જતો સત્યમ્‌્‌ ટેબલ ઉપર મુકીને બોલી ઊઠ્યો - “હાં.. હાં.. ઋતું.. પ્લીઝ રિલેક્સ. તું આ શું કહે છે?”

“મને તો હવે એકલા રહેવામાં પણ ડર લાગે છે.” ઋતુંએ રડતાં રડતાં કહ્યું.

“તો પછી..” સત્યમ્‌ે જમણા હાથની હથેળી પકડતાં કહ્યું. “ઋતું શાંત થા. આપણે કંઈક વિચારીએ. ડર એ કંઈ ઉપાય નથી. નીડરતા તો કેળવવી પડે. ચહેરા ઉપર કઠોરતા રાખવી પડે. વર્તનમાં પણ કઠોરતા જરૂરી છે.”

ઋતુંએ હળવાશ અનુભવી. તે કહી રહી હતી. “સત્યમ્‌્‌ કોઈક તો ઉપાય શોધવો રહ્યો.”

“હા જ તો” નિશ્વાસ નાંખીને સત્યમ્‌્‌ પુનઃ કોફીને ન્યાય આપી રહ્યો. તેણે ઋતુંને કોફી પીવાનું કહ્યું. “કોફી તો પી. કેટલી સરસ બનાવી છે?”

“ઋતું!.. !.. દીકરી..!” રોડ ઉપરથી બારી તરફથી દિવ્યા દેસાઈનો અવાજ આવી રહ્યો હતો.

અવાજને ઓળખતાં જ કોફીના કપની કોફીની ચુશ્કી લેતી ઋતું એકદમ ઊભી થઈને કહી રહી “મમ્મી! આવી.” ઋતું તુરંત કોફીના કપને ટેબલ મુકીને રૂમનું બારણું ખોલી ખડકી તરફ ગઈ. તેણે ખડકીનું બારણું અને જાળી ખોલીને ઓટલા ઉપર આવી તો અનંતદેસાઈ અને દિવ્યા ઓટલાનાં પગથિયાં ચઢી રહ્યાં હતાં. ઋતુંએ હસતાં હસતાં બંન્નેને આવકાર્યા. તેમના હાથમાંથી પ્રસાદની પ્લાસ્ટીકની થેલી અને મમ્મીનું પર્શ લઈ લેતાં કહ્યું. “મમ્મી ફોન તો કરવો હતો”

“પ્રયત્ન તો કર્યો પણ ટાવરના કબાડા જ છે. ટાવર જ ના મળે” અનંત દેસાઈએ મોં બગાડતાં કહ્યું. તેમણે નાકને સીકોડતાં ઋતુંના ચહેરાને જોઈને કહ્યું. “બેટા.. આમ કેમ? ચહેરો પડી ગયો છે અને.. અને..”

“આંખમાં આંસું ઊભરાયાં છે.” દિવ્યાએ વાક્યને પૂર્ણ કર્યું.

તેમણેે ઋતુંને ખેંચીને છાતી સરસી ચાંપી.

“કંઈ નહીં કંઈ નહીં એ તો જરા” ઋતુંએ મમ્મીના ચહેરાને અવલોકતાં મુંઝવણને ટાળવાની હિંમત કરી.

ત્યાં જ અનંત દેસાઈની નજર જમણા પગ ઉપરના પાટા ઉપર

પડતાં કહી રહ્યા. “આ શું થયું”

“મમ્મી! પગ ખાડામાં પડી ગયો.” “ઓહોપ” મારી નજર પણ ના પડી “ક્યારે થયું?”

“સવારે જ”

“હા મમ્મી.. સ્કૂલમાં પગથિયાં ચઢતાં જ ખાડામાં પગ પડી ગયો અને પગ ઘૂંટણમાંથી ઉતરી ગયો” સત્યમ્‌ે હસતાં હસતાં રૂમનાં ઉંબરે દિવ્યા માસી અને અનંત દેસાઈને આવકારતાં કહ્યું.

“ઓહો! તમે પણ અહિં જ છો” અનંત દેસાઈએ સત્યમ્‌્‌ને જોતાં જ મરક મરક હસતાં કહ્યું.

“હાપ પપ્પા હું સ્કૂલમાં ગયો. તો ઋતુંને આવું થયું.” સત્યમ્‌્‌

ઋતુંના ઘુંટણને દર્શાવતાં અંગુલી નિર્દેશ કર્યો.

“હા મમ્મી.. પાટો બંધાવા મને આ જ લઈ ગયા.” ઋતુંએ

સત્યમ્‌્‌ તરફ દૃષ્ટિ કરી. તેની દૃષ્ટિમાં ભારોભાર આભારની હતી. અનંત દેસાઈ સત્યમ્‌્‌ તરફ અનિમેષ નિહાળી રહ્યા હતા. દિવ્યા

ગદ્‌ગદીત થઈ ઊઠી તે બોલી ઊઠી, “મારી દીકરીની કેટલી ચિંતા કરો

છો તમે.”

“હાપ” અનંત દેસાઈએ સત્યમ્‌્‌ને નખશીખ નિહાળતાં કેટલીક મિનિટ સુધી એકીટશે જોઈ જ રહ્યા. તે સત્યમ્‌્‌ના ચહેરાની તેજોમય આભા.. ચમકીલી વિશાળ આંખો જોતાં વિચારતા હતા કે જરૂર સત્યમ્‌્‌ કોઈ સંસ્કારી ઘરનો છોકરો લાગે છે. ઋતુંની નીકટતા કેળવેલી હોવા છતાં તેનામાં કોઈ છળ-કપટ નથી. માત્ર સરળતા ઊભરાઈ રહી છે. સત્યમ્‌્‌ના કમળપાંદડી જેવા ચળકતા બિડાયેલા હોઠમાં નીચેના હોઠને

દબાયેલો જોઈને અનંત દેસાઈ વિચારવા લાગ્યો કે તેનામાં નિષ્ઠા અને અડગતા ભરી હિંમત પણ છે. સત્યમ્‌્‌ના લાંબા તીણા નાક ઉપર દૃષ્ટિ પડતાં તે મનોમન બોલી પણ ઊઠ્યા. “ઓહ.. માત્ર સ્વાભિમાન.. આત્મગૌરવનો દરિયો અહિં ઘુઘવી રહ્યો છે. સિંહ જેવી પાતળી કમર અને વિશાળ છાતી ઉપર દૃષ્ટિપાત થતાં જ તે એ પણ વિચારી રહ્યા કે “ગમે તેમ થાય પણ ઋતું માટે આ જ યોગ્ય છે.” વિચાર સાગરમાંથી બહાર આવતાં જ અનંત દેસાઈએ ખૂંખારો ખાધો અને બોલી ઊઠ્યાં. “હં.. સત્યમ્‌્‌ તમે ક્યાંના છો?”

“થામણાપ સત્યમ્‌્‌ પટેલ”

“હા સત્યમ્‌્‌ પટેલ તમારો આભારી છું. મારી દીકરીની કાળજી રાખો છો તે મને સમજાયું” અનંત દેસાઈએ રૂમમાં પ્રવેશીને ટેબલ પાસેની ખુરશીમાં સ્થાન ગ્રહણ કરતાં કહ્યું. ઋતું એ મમ્મીનું પર્શ અને

પ્રસાદની થેલી ટેબલ ઉપર મુકી.

“આભાર કેમ? એ તો મારી ફરજ છે” સત્યમ્‌્‌ હળવેથી કહ્યું તે કહી રહ્યો “ઋતું પાણી લઈ આવને.”

“હા.. તે જ કરું છું.” પોતાના ઘરમાં આવકારતો હોય તેમ

સત્યમ્‌્‌ના કહેવા ઉપર ઋતું મર્માળ હસતાં હસતાં કહ્યું તે રસોડામાં પાણી

લેવા ગઈ. દિવ્યા રૂમમાં આવીને બાથરૂમ તરફ જતાં કહ્યું “રૂમ નાનકડી

છે. પણ સારી છે.”

ચોતરફ અવલોકતાં અનંત દેસાઈ કહી રહ્યા.. “છીં જૂની છે. જોને પૂર્વની દીવાલ ઉપર ભેજના ધાબાં પડેલાં છે. પાછું અંધારિયું મકાન છે.”

“પપ્પા.. મહામુશ્કેલીએ આવી રૂમ મળી.” ઋતુંએ રસોડામાં જ પાણીના બે પ્યાલા ભરતાં કહ્યું.

“આવામાં ના રહેવાય. ગેસ્ટ હાઉસમાં દશ દિવસ કાઢી નાખવા હતા” અનંત દેસાઈએ આક્રોશ વ્યક્ત કર્યો.

ઋતુંએ પપ્પાને પાણીનો પ્યાલો આપતાં કહ્યું, “લો પપ્પા.. કામ ચલાઉ બરાબર છે. એ તો પછી રૂમ બદલી કાઢીશ.”

“પછી નહીં ના.. જલ્દીમાં જલ્દી.. સમજી. મારી દીકરી આવા

મકાનમાં રહે.. ના શોભે.. વેરી વેરી બેડ.. સમજી” અનંત દેસાઈએ

પાણીનો ઘુંટડો પીતાં કહ્યું.

“અરે પાણી પણ કેમ આવું છે. જાડુ જાડુ લાગે છે” અનંત દેસાઈ પાણીનો કોગળો કરવા બાથરૂમ તરફ ગયા. તેમણે બૂમ મારી “બેટા ગાડીમાંથી વોટર જગ લેતી આવ.”

“હા પપ્પા.. હજુ દશ દિવસ જ થયા. રૂમ જ ક્યાં મળતી હતી. આર.ઓ. કે એક્વાગાર્ડ જ લાવી દે.. બીમાર પડીશ. બીમાર ખબર પડે છે?” અનંત દેસાઈ મોટેથી બોલતા હતા. ઋતું અનંત દેસાઈને શાંત પાડવા કહેતી હતી. “હા.. હા.. પપ્પા લઈ આવીશ. શાંતિ તો રાખો.. દૂરથી આવ્યા છો. થાકી ગયા હશો. ફ્રેશ થાઓ. હું તમારી મસાલાવાળી ચા બનાવી લાવું” ઋતું હળવે હળવે પપ્પાની પાસે બેસીને વાત કરતી હતી. દિવ્યા આવતાં જ અનંત દેસાઈ કહી રહ્યા હતા “એય.. તારી દીકરી જોની.. આવું પાણી બીમાર પડવાની છે. જા.. ગુલાબને કહે એક્વાગાર્ડઝ લઈ આવ.”

“હા.. હા.. ફોન કરું છું. પાર્ક કરેલી કારની બહાર હથેલીમાં

મસાલો ઘસતા ગુલાબને દિવ્યાએ રીંગ મારી. “હલ્લો.. ગુલાબ જાને બજારમાં એક્વાગાર્ડઝ લઈ આવ. તારા પપ્પાની બેગમાં પૈસા છે. પાંચસોનું જ બંડલ તોડજે. જલ્દી આવ.”

“હા.. મમ્મી.. લાવું છું..” ગુલાબે પાર્ક કરેલી કારની ડ્રાયવર સીટનું બારણું ખોલતાં કહ્યું. તેણે કાર સ્ટાર્ટ કરીને રિવસ કરતાં મોબાઈલની સ્વિચ ઓફ કરી તે પહેલાં દિવ્યાનો અવાજ સંભળાઈ રહ્યો “ગુલાબ.. કારમાંથી વોટરજગ આપી જા”

“હા.. લાવું છું.. કાર રિવશ કરીને સ્ટોપ કરું એટલે આપી

જાઉં” ગુલાબે મસાલાની પીચકારી મસાલો ચાવીને કાર બહાર મારતાં કહ્યું.

વોટરજગ લઈને ગુલાબ જેવો રૂમમાં પ્રવેશ્યો ત્યારે ગુલાબને જોતાં ઋતું હસતાં હસતાં બોલી ઊઠી - “ક્યાં ગયો હતો?”

“એય બડફા કંઈ ભાન બાન છે. તારે વહેલા આવાનું કે અમારે?” અનંત દેસાઈએ ગુલાબને ઉધડો લેતાં કહ્યું.

“પપ્પા! જરા” ગુલાબે ગલ્લાંતલ્લાં કરતાં કહ્યું.

“ખબર છે ખબર છે. કાર લોક કરીને નાસી ગયો હશે. પાન-

મસાલાના ગલ્લે. સાલ્લા.. આ પડીકીયો જ બંધ કરાવી દઉં. આખો દિવસ પડીકીઓ ચાય ચાય કરો છો ને ગમે ત્યાં ગળફોડામાં ભરેલો

મસાલાનો રસ થૂંક્યા કરો છો. મોં ખોલ મોં ખોલ.. જો જો.. પૂરું બે આંગળ માંડ માંડ મોં ખોલાય છે. કંઈ ભાન છે?” અનંત દેસાઈ ગુસ્સામાં ધુંઆપૂંવા થઈ ગયા હતા. ઋતું અને દિવ્યા ગુલાબ તરફ હસતાં હસતાં ગંભીર થઈને કહેતાં હતા “હા.. હા.. હવેથી તે નહીં ખાય.. ગુલાબ.. હવે

મસાલા ના ખાતો તમાકુમાં આલ્કોહોલ આવે. તારાથી બે આંગળ જ મોં

ખોલાય છે. જડબાનું ઓપરેશન કરવું પડશે. જરા ગંભીર થઈ જા.” “હા.. મમ્મી.. નહીં ખાવું આ તો જરા. મન થઈ ગયું” ગુલાબે

બારી તરફ ચહેરો ફેરવીને વોટર જગ મુકી બહાર નીકળતાં કહ્યું.

“ક્યાં જાય છે.. ઋતુંની ચા પીતો જા” દિવ્યાએ હળવેથી ગુલાબને કહ્યું.

“હા, હા આવું જરા” ગુલાબ બહાર નીકળતાં કહી રહ્યો. તેણે

મસાલાને થૂંકી નાંખ્યો અને ખુંખારો ખાતો હાથરૂમાલ હોઠ લુંછતો અંદર આવ્યો. બાજુના સોફા પાસે ઊભો રહેલા ગુલાબને ઋતુંએ બેસવાનું કહ્યું. તે કીચનમાંથી ત્રણ ચા બનાવી લાવી. દિવ્યાને ચા આપતાં કહી રહી. “મમ્મી ફ્રેસ થાઓ પછી જમવા જઈએ.”

“મારે તો અગિયારશ છે. તારા પપ્પાને કોઈક સારી હોટલમાં

લઈ જા.” દિવ્યાએ ઋતુંને કહ્યું. ચા ને ન્યાય આપીને અનંત દેસાઈ બાથરૂમ તરફ ગયા. ઋતુંએ કહ્યું, “પપ્પા પૂરી વ્યવસ્થા છે. નેપ્કીન, સાબુ.. વગેરે.”

“સારું સારું હોવી જ જોઈએ કોઈ જાતની તકલીફ નહીં વેઠવાની સમજી.” અનંત દેસાઈએ ઋતું તરફ દૃષ્ટિ કરતાં કહ્યું. થોડી મિનિટોમાં ફ્રેસ થઈને આયનામાં ચહેરો જોઈ વચ્ચે પડી ગયેલી ટાલની ચોતરફના વાળને પેન્ટના પાછળના ખિસ્સામાંથી કાંસકો કાઢી ગોઠવતા અનંત દેસાઈ ચહેરાને અવલોકી રહ્યા હતા. ઘણા દિવસે આયનામાં ચહેરો જોતાં તેઓ વિચારી રહ્યા હતા. “આ જ ઉંમર થઈ ગઈ છે. અસ્તાચલનો સૂરજ આથમે તે પહેલાં ઋતુંના હાથ પીળા કરી દેવા જરૂરી

છે. એક નિશ્વાસ નાંખતા પુનઃ ટેબલ પાસેની ખુરશીમાં ગોઠવાયા. કંઈક વિચાર કરતા અનંત દેસાઈએ બંને આંખ મીંચી દીધી. દિવ્યા બાથરૂમમાં

ફ્રેશ થઈને બહાર આવી. ત્યારે ઋતું અને સત્યમ્‌્‌ સ્વસ્થ બનીને ગુલાબની રાહ જોતાં હતાં. થોડી મિનિટોમાં એક્વાગાર્ડઝ લઈને પ્રવેશતાં ગુલાબે કહ્યું, “કિચનમાં ફીટ કરવું છે ને?”

“હા જ તો.. સ્ટેન્ડીંગ કીચન છે. જરા વ્યવસ્થિત ફીટ કરજે.” ઋતુંએ ગુલાબને સુચન કરતાં કહ્યું.

“કંઈ ના કહેવું પડે.. હું કોણ ગુલાબ.. સમજ્યાં” ગુલાબ

ખડખડાટ હસતો મૂંછને તાવ દેતો કીચનમાં ગયો. થોડી મિનિટોમાં એક્વાગાર્ડઝને ફીટ કરીને પાણીનો પ્યાલો લાવીને અનંત દેસાઈને આપતાં બોલી રહ્યો “લો.. પાણી લાવ્યો.”

“ઓય.. પાણી તો ગરમ હશે. કંઈ ભાન છે?” અનંત દેસાઈએ

પ્યાલા તરફ નજર પણ ના કરીને બંધ આંખોએ જ કહી રહ્યા. પ્યાલો

લઈને પુનઃ કીચનમાં જતા ગુલાબને કહી રહ્યા. “લાવ લાવ.. તું લાવ્યો

છે ને પી લાખું છું”

ગુલાબે પાણીનો પ્યાલો આપતાં અનંત દેસાઈએ પાણી પીતાં

પીતાં ગુલાબ તરફ દૃષ્ટિ કરી.

હોટલ પ્રિયતમામાં ભોજન લેતાં અનંત દેસાઈ કહી રહ્યા હતા. “ઋતું જમવાનું સારું છે. હોં તારી મમ્મી માટે એક મસાલાવાળું દૂધ કહે.”

“તમે લહેરથી જમો એ તો હું થોડીવા પછી મંગાવીશ” દિવ્યાએ હળવેથી કહ્યું.

“ગુલાબ તારે જે જોઈએ તે મંગાવી લેજે” ઋતુંએ બાજુના ટેબલ ઉપર જમતા ગુલાબ તરફ નજર નાંખીને કહ્યું “ઋતુંબેન એમાં તો કંઈ કહેવાનું ના હોય.”

“હા, ખબર જ.. પાછો કાર ચલાવતાં ઊંઘતો નહીં” અનંત દેસાઈ ગુલાબને ટકોર કરતા કહેતા હતા. જમવામાં મગ્ન થઈ ગયેલા અનંત દેસાઈ સત્યમ્‌્‌, ઋતું અને ગુલાબની મગ્નતા તોડતાં સત્યમ્‌્‌ કહી રહ્યો હતો. “આ હોટલ સુરતી થાળી મઝાની બનાવે છે.”

“હા, ઘારી, પતરવેલીયાં, દાળ, કેરીનું અથાણું, રતાળુંના

ભજીયાં અને સમોસા ખાતાં જ ખબર પડી ગઈ. ફુલ્કા રોટલી પણ સારી બનાવી છે.” અનંત દેસાઈએ ભોજનનો સ્વાદ માણતાં કહ્યું.

“હં સત્યમ્‌્‌ ફેમીલીમાં તમારે?” હળવેથી સત્યમ્‌્‌ને સીધો જ

પ્રશ્ન કરતાં અનંત દેસાઈએ ચમચીથી દાળનો સ્વાદ માણતાં કહ્યું.

“હું થામણા રહું છું. ૨૦ વીઘા ખેતીની જમીન છે. સુંદર,

પ્રેમાળ અનુરાધા પત્ની છે. બે બાળકો છે. ભાર્ગવ અને માલા. માલા હજુ હમણાં જ ચાલતાં શીખી છે. પપ્પા દલપત પટેલ અને મમ્મી સરલા હવે તો વૃદ્ધ થઈ ગયાં છે. ખેતીની કાળી મજૂરી કરીને ક્રુશ થઈ ગયાં છે. બીમાર રહે છે. જાત મહેનતથી બનાવેલું પપ્પાનું નાનકડું ઘર છે.” સત્યમ્‌્‌ે હળવેથી અનંત દેસાઈને વાત કરી. જમતાં જમતાં ઘારીના ટૂંકડાને ચમચીથી કાપીને આરોગતાં અનંત દેસાઈ હળવી દૃષ્ટિથી સત્યમ્‌્‌ના ચહેરાને અવલોકતાં હતા. તેના વક્તવ્યમાં ક્યાંય લાચારી કે ગરીબાઈની ઝલક ન હતી. માત્ર ગૌરવ ઉભરાઈ રહ્યું હતું. જમવાને ન્યાય આપીને હોટલ બહાર કારમાં ગોઠવાતાં જ દિવ્યા કહી રહી. “સત્યમ્‌્‌ વાંધો ના

હોય તો.. તમારે ઘેર જઈશું.”

“કેમ નહીં? તમે આવો તો મને જરૂર ગમશે. હું મારી જાતને

ભાગ્યશાળી ગણીશ” દિવ્યા અનંત દેસાઈ અને ઋતુંના ચહેરાને જોતો સત્યમ્‌્‌ મરક મરક હસતો હતો. તેનાં આંખોમાં ભાવભર્યું એજન હતું. અચાનક બનનાર ઘટનાના અણસાર માત્રથી ઋતુંનો ચહેરો સ્હેજ ઝંખવાણો પડી ગયો. તે વિચારવા લાગી. અનુરાધાને ગમશે? તેમ છતાં બીજી જ મિનિટે મનોભાવને છુપાવતાં કહી રહી “સત્યમ્‌્‌ હું તને એ જ કહેવા ઈચ્છતી હતી. મનની વાત મમ્મીએ કહી”

સત્યમ્‌્‌ મુક્ત હાસ્ય ફેલાવતાં ડ્રાયવર સીટની બાજુમાં ગોઠવાઈને ગુલાબને કહી રહ્યો. દક્ષિણ તરફના માર્ગે કાર હંકાર પાછળની સીટમાં અનંત દેસાઈ અને દિવ્યાની વચ્ચે ગોઠવાયેલી ઋતું સત્યમ્‌્‌ના મનનો

મોરલો ઘહેંકતો સાંભળી રહી હતી.

આમ્રકુંજમાં કુંજારવ કરતી કોકિલા જેમ ઋતુંના હૃદયનો આનંદ સમાતો ન હતો. મર્માળ હસતી હસતી ઋતું સત્યમ્‌્‌ને કહી રહી હતી “સત્યમ્‌્‌.. તારું ગામ તો સરસ હશે ને.. કેટલા દિવસથી એમ થતું હતું કે હું તારા ઘેર આવું.. પણપ”

સત્યમ્‌્‌ કારના સાઈડગ્લાસમાંથી ઋતુંના ચહેરાને અવલોકતો કહી રહ્યો “આજે જ આવવાનું થયું. ખરું ને.. ચાલો.. મનની ઈચ્છા પૂર્ણ થઈ” સત્યમ્‌્‌ે હસતાં હસતાં ઋતુંને કહ્યું. પટેલ ફળિયામાં કારને આવતી જોઈને અનુરાધા ઓસરીની ઓટલી ઉપર એક પગ મુકીને વિચારતી હતી. કોણ આવતું હશે. આંગણામાં આવીને કારમાં સત્યમ્‌્‌ને જોતાં જ

મુક્ત હસતાં હસતાં કારમાં ગોઠવાયેલાં આગંતુકને જોઈને મુક્ત હાસ્ય

વેરતાં આવકારી રહી. તે સ્ટેન્ડ થયેલી કારમાં પાછળની સીટમાં ગોઠવાયેલ વૃધ્ધ દંપતી અને તેની વચ્ચે સુંદર યુવતીને જોઈને સમજી શકી કે જરૂર ઋતું અને તેના મમ્મી-પપ્પા હશે. તેણે બધાંને હસતાં હસતાં આવકાર્યા. પાછલી સીટનું બારણું ખોલી બહાર નીકળી દિવ્યા, ઋતું અને અનંત દેસાઈને જોતાં જ એક ક્ષણ માટે ઋતુંના સુંદર રૂપને જોઈને ચકરાવો

ખાઈ ગઈ. તેને સ્ત્રી સહજ ઈર્ષા થઈ આવી પરંતું બીજી જ ક્ષણે ઋતુંનો હાથ પકડીને ખેંચતાં કહી રહી, “આવોપ તમે.. ઋતું?”

“હા, હું ઋતું..” ઋતુંએ હસતાં હસતાં અનુરાધાના ખભે હાથ

મૂક્યો. જાણે સહારો મળતાં જીવનનો આનંદ માણતી હોય. ઓસરીમાં

પ્રવેશતાં દિવ્યા, ઋતું અને અનંત દેસાઈ ઘરને અવલોકી રહ્યા હતા.

ઘરની સ્વચ્છતા.. બાંધણીથી ખુશ થતાં દિવ્યા કહી રહી હતી.. “અરે!.. સાંભળ્યું”

“હું પરણીને આવી ત્યારે પપ્પાનું ઘર આવું જ હતું નહીં” દિવ્યાએ હસતાં હસતાં પહેલા ઓરડામાં ગોઠવાયેલી ખુરશીમાં બેસતાં છાતી ઉપર હાથ મૂકતાં આનંદ અનુભવતાં કહ્યું.

“હું એ જ કહેવા જતો હતો. પપ્પા-મમ્મીએ જીંદગીમાં કેટલી બધી મહેનતથી ઘર બનાવ્યું હતું. મને યાદ છે. મમ્મી જાતે.. માટી ખોદી

લાવીને ઢગલો કરી. પપ્પા મોડી સાંજે માટીમાં પાણી ભરતાં. પાવડે

પાવડે પલળી ગયેલી માટીને ખાંપતા હતા. વહેલી સવારે પપ્પા માટે

ખૂંદતા હોય અને મમ્મી કરાનો થોર ઉપર બીજો થોર બનાવતી હોય. પૂરા ત્રણ માસની સખત મહેનત પછી કરા-પછીત ને બારણાંથી બનાવેલા

ઘરને દેશી નળિયાં ગોઠવ્યાં હતાં. પપ્પા કહેતા હતા “અનંત આ ઘર વેચી

ના દેતો. આ મારું સંભારણું છે. ભલે ને તું મીલ માલીક બનું”

“આજે પણ એ ઘરમાં જઈને બે ઘડી બેસીએ છીએ ત્યારે આખી જીંદગીનો બોજ જતો રહે છે. કેવી હળવાશ અનુભવીએ છીએ.” દિવ્યાએ એવી જ હળવાશ અનુભવતાં કહ્યું.

“હા! દિવ્યા એ જ હળવાશ અહીં અનુભવાય છે” અનંત દેસાઈએ ખુરશીમાં ટેકો દેતાં પીઠ પાછળ બંન્ને હાથને આંટી મારીને માથું ટેકવતાં કહ્યું. ત્યાં જ દલપત પટેલ લાકડીના ટેકે વાડામાંથી પાછલી બારીએ બીજા ઓરડો વટાવી હળવે હળવે પહેલા ઓરડામાં આવીને હાંફતા હાંફતા હસતા ચહેરે આવકારતાં કહી રહ્યા “આ તમારું જ ઘર છે ને..”

“હા જ તો.. એ આવો ત્રણે” સરલાએ રસોડામાંથી પાણીના પ્યાલા ડીસમાં લાવીને આપતાં કહ્યું. દિવ્યા, સરલા અને દલપત પટેલને જોતાં જ હાસ્યપૂર્વક આદર આપતાં ઉભી થઈ. જ્યારે ખુરશીમાંથી ઊભા થવા કોશિશ કરતા અનંત દેસાઈની પાસે જઈને દલપત પટેલે પીઠ ઉપર હાથ ફેરવતાં કહી રહ્યા “બેસો બેસો..” દલપત પટેલ અનંત દેસાઈની બાજુની ખુરશીમાં હળવેથી ગોઠવાયા. ખુરશીને ટેકે લાકડીને ટેકવી. બંન્ને પગ લાંબા કર્યા. કંઈક રાહત અનુભવવા લાગ્યા.

“જમવાનુંપ” અનુરાધાએ હળવેથી સત્યમ્‌્‌ને પૂછ્યું.

“જમીને જ આવ્યા છીએ.” અનંત દેસાઈએ અનુરાધા સામે જોઈને કહ્યું.

“હા હું અને સત્યમ્‌્‌” અનુરાધાએ દિવ્યાની મૂંઝવણનો ઉકેલ

લાવતાં કહ્યું.

ઋતું, અનુરાધા સામે જોઈ જ રહી. એકમાત્ર ઈશારાસૂચક

પ્રશ્ન માત્રથી સમસ્યા ઉકેલતી અનુરાધા જરૂર તેજબુધ્ધિની વ્યક્તિ છે. તે જરૂર મારી અને સત્યમ્‌્‌ની.. ઋતું વચ્ચેની સમસ્યાનો ઉકેલ લાવી દેશે જ. ઋતુંએ અનુરાધા સામે જોતાં જ અનુરાધા હળવેથી કહી રહી “પગમાં મચકોડ છે?”

“ના પગ ઉતરી ગયો છે.” ઋતુંએ દીનવદને કહ્યું.

અનંત દેસાઈ હળવેથી દલપત પટેલને કહી રહ્યા હતા “કાકાપ” “હંપ” દલપત પટેલે હળવેથી હુંકારો ભરતાં અનંત દેસાઈના

ચહેરાને જોઈ રહ્યા. દલપત પટેલને અનંત દેસાઈની આંખોમાં કંઈક

મુંઝવણ જોઈ તેમણે અનંત દેસાઈને કહ્યું “દેસાઈ.. બોલો દીકરી વિશે કહો છો ને.. એકલી છોકરીપ નોકરીપ”

“હા.. તમે તો મારા મનની વાત કરી નાંખી.”

સરલા પટલાણીએ વાતના દોરને પકડતાં જ કહ્યું “આમ તો અમારું ઘર નાનકડું છે. વહું-મોટો છોકરો.. અમે બે.. છોકરાનાં બે છોકરાં..”

“છ જણ થયાં.. પણ દીલ બહું મોટું છે. હાંપ દીકરી કહેશે તો તેનો સમાવેશ પણ થઈ જશે.” દલપત પટેલે હસતાં હસતાં અનંત દેસાઈને કહ્યું.

દિવ્યા.. અનુરાધા.. ઋતું તો બાગાની જેમ દલપત પટેલની

મીઠી મધ જેવી વાતને સાંભળી જ રહ્યાં.

ઋતુંના મનોજગતમાં આનંદસાગર હિલ્લોળાં લેતો હતો તો

પછી વળી અનુરાધા આવનાર પરિસ્થિતિને પામી જતાં મનોમન વિચારતી

હતી કે ઘડાનું પાણી ઘડામાં રહે તો ડોશા-ડોશીનો ભવ ના બગડે. કુટુંબની આબરૂના ધજાગરા થતા અટકી જાય. પછી તો જોયું જશે. કાલની વાત કાલે તુર્કનો છોકરો બાદશાહ થઈ જશે. મારો ભાર્ગવ ભણી ગણીને નોકરી વળગી પણ જશે.. અને હું તેને પરણાવી તેની..

“ક્યાં ખોવાઈ ગયાં અનુ..રા..” ઋતુંએ વિચારોમાં ખોવાઈ

ગયેલી અનુરાધાને હળવેથી કહ્યું.

“ક્યાંય નહીંપ અહીં.. જ..” અનુરાધાએ હળવેથી કહ્યું.

ઋતું હળવેથી અનુરાધાને કહ્યું - “ચિંતા નાં કરતાં એમ તો કંઈ.. હું.. તમારી..”

“એમ તો હું ક્યાં કંઈ તમારા વિશે વિચારતી નથી” અનુરાધાએ

ઋતું તરફ હસતાં હસતાં વેધક દૃષ્ટિથી વિચારતાં કહ્યું.

અનંત દેસાઈ બંન્નેની વાત સાંભળી રહ્યા હતા. હળવેથી દિવ્યા તરફ જોઈને દિવ્યાને ઊઠવાનો ઈશારો કરી કહી રહ્યા “ચાલો ત્યારે અમે રજા લઈએ.”

“અરે.. અરે.. આવ્યા કેટલામાં ને જવાનું કહો છો.. થોડી

મહેમાનગતી તો કરતા જાઓ” દલપત પટેલે ભાવસભર નેત્રે કોમળવાણીમાં કહ્યું.

“હા.. હા.. તમે આજનો દિવસ રોકાવો તો ખરા..” સરલાબેને

દિવ્યાનો હાથ પકડી પાડતાં આગ્રહ કર્યો.

“રોકાત તો ખરા પણ..” દિવ્યાબેને અનંત દેસાઈના ચહેરા તરફ જોતાં કહ્યું.

બંન્નેએ ઋતું તરફ નજર નાંખી. ઋતુંનું મન રોકાઈ જવાનું

કહેતું હતું. તેના હોઠ ઉપર જવાની વાતથી થોડી નિરાશાનો ભાવ હતો. તેણે હળવેથી અનુરાધા તરફ જોતાં કહ્યું.. “અમે જઈએ જ પછી કોઈ વાર જરૂર આવીશુંપ”

“તમે તો.. આવશો.. જ પણ કાકા-કાકી ક્યાં આવવાનાં છે”

પ્રેમસભર શબ્દોમાં અનુરાધાએ ઋતુંનો હાથ પકડતાં કહ્યું.

અનંત દેસાઈ અને દિવ્યાબેન બંન્ને અનુરાધાના પ્રેમભર્યા આગ્રહને સમજી શક્યા. અનંત દેસાઈ હળવેથી બોલી રહ્યા “અનુપ રોકાવામાં ક્યાં વાંધો હોય પણ આવ્યા છીએ તો જરા ગળતેશ્વર.. રણછોડજીનાં દર્શન.. બાજુમાં આવેલ ફાગવેલમાં ભાથીજી મહરાજનાં દર્શન કરતાં આવીએ. તેમના વિશે ઘણું ઘણું સાંભળ્યું છે.”

દિવ્યાબેને અનુરાધાનો હાથ પકડતાં કહ્યું “બીજી વાર જરૂર આવીશું.. બસ.. બેટા.. દીકરી ઋતુંનું ધ્યાન રાખજે.. હોં..”

અનુરાધાના વાણી અને ચહેરાનાં ભાવમાં ઋતું પ્રત્યેની ઋજુ

લાગણીને ઓળખી ગયેલ દિવ્યાબેને ઋતુંની સોંપણી કરતાં અનુરાધાને કહ્યું.

ઋતું તો મમ્મીના વર્તન અને વાણીથી આશ્ચર્યમાં પડી ગઈ.

તેને કલ્પના પણ નહીં કે ચિખલીમાં એક નાના ગરીબ ઘરમાં જન્મેલી ચોથી પૂત્રી તરીકેનું સ્થાન પામનાર દિવ્યાબેનમાં માત્ર જરૂરતનો અભાવ પરણ્યા સુધી રહેલો હતો. પિતા અનુપમ દેસાઈ તો કિરાણા સ્ટોરમાં બે હજારની નોકરીમાં ઘરનું માંડ માંડ પૂરુ કરતા હતા. અનુપમ દાદાને ઘેર

માત્ર એક બે વાર ગયેલી ઋતુંએ અભાવને કારણે કરકસરથી માંડમાંડ

પુરુ કરતાં જયાદાદીની બે જ સાડી ઘરમાં જોઈને એક સમયે દાદીને

સાંજના સમયે જમતાં જમતાં ઋતુંએ કહ્યું હતું “દાદી એક સાડી તમે પહેરો છો તે અને બીજી સાડી તમારી કપડા મૂકવાના તાકામાં છે તે જ ને.. એક ધોવા નાંખો બીજી પહેરો.. પહેલી સુકાય એટલે બીજા દિવસે તે જ પહેરો છો. કેમ તમે ત્રીજી સાડીની માંગણી નથી કરતાં!”

“ભાણીબેન.. તમોને નહીં સમજાય.. તમે મોટા થશોને ત્યારે સમજાઈ જશે” જ્યાં દાદીની ધીમી ગંભીર વાતને સાંભળીને ઋતું મૌન ધારણ કરી લીધું. ત્યાર પછી વેકેશનમાં.. બે ત્રણ વાર રહેવા ગયેલી ઋતુંએ ક્યારેય તેમની રહનસહન વિશે કોઈ જ પ્રશ્ન કર્યો નથી. ઋતું

માત્ર મૌન બનીને ઘરના રહીશો અને બીજી બે માસીના વર્તન બીજાના ત્યાં ઘરકામ કરવા જવાનો નિત્યક્રમ.. ખેતરમાં મજુરી કરવા જવાની

પ્રણાલિકાને જોયા કરતી ક્યારેક ઋતું પણ મંગળા અને લીના માસીની સાથે ખેતરમાં વાલી વિણવા.. ડાંગરની વાઢણી માટે તો વળી જુવારની વાઢણી કરવા જતી હતી. તેને તે દિવસો ખૂબ ખૂબ યાદ આવતા. બંન્ને

માસી ખૂબ વ્હાલથી કહેતી “ઋતુંબેન.. તમને આ જુવાર વાઢવાનું નહીં ફાવે હથેળીમાં દાતરડું પકડવાથી ફોલ્લા પડી જશે.. ઊભા પગે બેસીને

ખસવાને કારણે ઢીંચણમાં દુઃખાવો થશે. બપોરના તડકામાં વાઢવાને

કારણે ગરમી ખૂબ લાગશે. પરસેવો વળશે. માથું દુઃખશે અને કાળાં બની જશો. જાઓ પેલા આંબાની છાંયડીમાં દોરડાનો હીંચકો ડાળીએ બાંધી આપીએ એટલે હીંચકા ખાઓ” મંગળામાસી અને બીના માસી આંબાની ડાળી નમાવીને દોરડાના બે છેડા બાંધીને હીંચકો બનાવતાં ઋતુંને ઊંચકીને તેમાં બેસાડતા.. ઋતું દોરડાના બંન્ને છેડા પકડી પાડતી રખેને પડી જવાય તે હિંચકે હિંચ્યા જ કરતી. થાકીને નીચે ઊતરીને પાછી બંન્ને માસીની

પાસે આવીને ઊભી રહેતી. વિચારોમાં ખોવાઈ ગયેલી ઋતુંનો ખભો

પકડીને હલાવતાં સત્યમ્‌ે હળવેથી કહ્યું “ઋતું રોકાવું છે? કે જવું છે?” “હાં.. હાં.. શું કરવું” ઋતુંએ વિચારોને ખંખેરતાં કહ્યું.

“કહે છે કે રોકાવું છે?” અનુરાધાએ ઋતુંને મોટેથી કહ્યું.

“નાપ નાપ જઈએ જ બીજી વાર.” ઋતુંએ કંઈક મુંઝવણ અનુભવતાં કહ્યું.

અનુરાધા હસતાં હસતાં કહી રહી “એવું ના સમજતાં કે માન ન માન મેં તેરા મહેમાન જ્યારે આવવાનું મન થાયને ત્યારે એ પણ ના કહે તો પણ આવી જવાનું હાં.. હું.. તો.. તમારી મોટી બહેન છું.”

અનુરાધાની મીઠ્ઠી પ્રભાવશાળી ભાવનામય વાણી સાંભળીને

ખૂદ અનંત દેસાઈ દિવ્યાબેન આશ્ચર્યમાં પડી ગયાં. સરલાબેન તો વિચારતા હતં કે અનુરાધા આ શું કહે છે? ઋતું દિવ્યાબેન અને અનંતદેસાઈ કારમાં ગોઠવાયા ત્યારે બધાં જ કારની પાસે વિદાય આપતાં હતા ત્યારે અનંત દેસાઈએ ભાર્ગવ અને માલાના હાથમાં હજાર હજારની બે નોટ આપતાં કહ્યું, “અનુપદીકા.. આ છોકરાંને ભણાવજે જ્યારે કંઈ જરૂર પડેને તો મને ફોન કરજે.. યાદ કરજે.. જો.. આ ફોન નંબર છે..

૮૩૪૭૮૦૦૫૪૬.. અનંત દેસાઈએ અનુરાધાને આઈકાર્ડ આપતાં કહ્યું. ઋતું દિવ્યાબેન વિચારતાં જ રહ્યાં તે અનંત દેસાઈને જોઈ જ રહ્યાં હતાં તો વળી દલપત પટેલ, સરલાબેન અને સત્યમ્‌્‌ અનુરાધા અને ભાર્ગવ..

માલાને જોતાં હતાં. સત્યમ્‌્‌ વિચારતો હતો કે નોખી માટીનાં નોખાં

માનવી છે.. કુંભારે.. કેવો કેવો ઘાટ ઘડ્યો છે. એક ઘડો.. એક માટલી.. એક કોડિયું.. એક કુંજો.. એક હાંડલી તો વળી એક કલાડું. વિચારોમાં

ખોવાયેલો સત્યમ્‌્‌ કાર સ્ટાર્ટ થઈને ફળિયા બહાર એ રસ્તા ઉપર દોડવા

લાગી ત્યારે કહી રહ્યો “ખરા લોકો છે.”

“હાપ અનુરાધા તેં તો તમારા કુળની લાજ ને ચારચાંદ લગાવ્યા.” દલપત પટેલે અનુરાધા સામે જોઈને કહ્યું.

“અનુરાધા ચહેરા ઉપર સાડીના પાલવને સ્હેજ ખેંચતાં મર્યાદાભર્યા શબ્દોએ કહી રહી, “મને મારા પરિવારની મહાનતાનું સતત ભાન છે. આ ખોરડું કાંઈ સામાન્ય ખોરડું થોડું છે.”

સત્યમ્‌્‌ અનુરાધાને જોઈ જ રહ્યો. લગ્ન પહેલાંના દિવસોમાં અનુરાધા, મનુકાકા પરણીને આવ્યા ત્યારે નવીવહું રેવા સાથે અણવર બનીને આવી હતી. સ્કર્ટ, ફ્રોક અને ચણિયાચોળીમાં શોભતી નવીવહું રેવાની સાથે ફર્યા જ કરતી ત્યારે ટીખળી કરતાં સત્યમ્‌્‌ે અનુરાધાને કહ્યું હતું. “એય મારી હેલ લઈને આવીશ. હું ઉતારીશ.”

હેલ એટલે શું? તે જ ના જાણતી અનુરાધા તેની ફોઈને કહેતી હતી. “રેવા ફોઈ જોને આ છોરો.. હેલ ઉતારવાનું કહે છે.”

ફોઈ અને મનુફૂઆ ખડખડાટ હસતાં હસતાં સત્યમ્‌્‌ની પાછળ દોડતાં કહેતાં “રોયા.. આ છોડીને કેમ સતાવે છે.”

ભૂતકાળની મધુર યાદમાં સરકી ગયેલો સત્યમ્‌્‌ને સરલાએ કહ્યું

“આજે સ્કૂલ નથી જવું?”

“જવું છે ને મોડો જઈશ.”

“કેમ? દરરોજ તો સ્કૂલમાં જવા ગમે તેવું કામ હોય તોપણ પડતું મુકીને દશ વાગે એટલે નીકળી જતો હતો ને?” સરલા પટલાણીએ હળવી ટકોર કરી.

“હા!પ કેમપ. આજે વિચાર નથી કે શું?” અનુરાધાએ સાસુની વાતમાં ટાપસી પૂરતાં કહ્યું.

“વિચાર તો છે જ પણ બપોર પછી જવું છે.” સત્યમ્‌ે ટૂંકમાં ઉત્તર આપી વાતને ટાળી દીધી તે ફળીયું ઓળંગી ગામના ચોરા તરફ જવા લાગ્યો. બસસ્ટોપ પાસે આશિષ ઊભો હતો. સત્યમ્‌ને આવતો જોઈને પુરુરવાને કહેતો હતો. “સત્યમ્‌્‌ આવે છે. કંઈ વિચારોમાં ખોવાયેલો જણાય છે.”

“હા જ તો જોને.. કેવો લથ્થડીયાં ખાતો ચાલે છે” પુરુરવાએ

સત્યમ્‌્‌ના આગમનનું અવલોકન કરતાં કહ્યું.

સત્યમ્‌્‌ આવતાં પુરુરવા કહેતો હતો “સત્યમ્‌્‌ કણ્વ કહેતો હતો કે ચિરાગને તુષાર જતા હતા ત્યારે મેના સામે મળી હતી. તે તો તુષારને

ઘેર આવતી પૂનમે હેલ લઈને જવાની છે તેવું કહેતી હતી, “એક ક્ષણ

માટે સત્યમ્‌્‌ ડઘાઈ ગયો. પરંતું તુરંત પુરુરવાને કહ્યું, “જો પુરુરવા

મેનાની ઈચ્છા હોય તો બધાએ સમર્થન આપવું જ જોઈએ. એક વખત જશીભાભી અને નીતું પણ આજ વાત કરતાં હતાં. આમેય અંબામાની સેવા કરનાર છે કોણ? મનુકાકાને હું સમજાવી લઈશ.”

“મને તો એવું જણાય છે કે નીતું જ મેનાને ચઢાવે છે.” ચિરાગ હળવેથી નીતું પ્રત્યેના અણગમો વ્યક્ત કરતાં કહ્યું.

“એમાં ખોટુંય શું છે?” સત્યમ્‌ે ગળચટી વાત કરતાં કહ્યું. તેના

મનમાં પૂનમે હેલ લઈને આવનારી મેના ને બદલે ઋતું તેને ત્યાં આવતી હોય.. તે હેલ ઉતારતો હોય.. નીતું એ હેલને ઊંચકીને ઘરમાં લઈ જતી હોય. સરલામા હેલ પાણિયારે મૂકતાં હોય. બારણા પાસે ઊભો ઊભો

સત્યમ્‌્‌ મુંછને તાવ દેતો હસતો હોય એ જ વિચારોની કલ્પના દૃશ્યમાં

સત્યમ્‌્‌ ખોવાઈ ગયો.

અચાનક તુષારે પીઠ પાછળથી હળવે રહીને આવીને ધબ્બો

મારતાં કહ્યું, “સત્યમ્‌્‌પ”

“હાં હાં” વિચાર સ્વપ્નમાં ખોવાઈ ગયેલો સત્યમ્‌્‌ તરફ દૃષ્ટિ કરી.

“ક્યાંય નહીં એ તો જરા તારા વિચારો” સત્યમ્‌ે હસતાં હસતાં કહ્યું.

“ના..ના.. તું તો માત્ર તારા જ વિચાર કરે છે. પેલી છોકરી કોણ હતી? જાણે પૂરા હિન્દુસ્તાનનું રૂપ લઈને અવતરી હોય તેવો ઝાઝરમાન લાગતી હતી. શું તેની ચાલ હતી?” તુષારે ઋતુંના વખાણ કરતાં કહ્યું.

ચિરાગ, તુષાર ખડખડાટ હસી પડ્યાં.

ઝંખવાણો પડી ગયેલો સત્યમ્‌્‌ માંડ માંડ હસતાં હસતાં કહેતો હતો “એપ એપ તો ઋતું હતી. મારી સ્કૂલમાં નોકરી કરવા આવી છે.” “હં એટલે જ બંદાના ડાકોરના આંટા ફેરા ખૂબ વધી ગયા છે.”

ચિરાગ પાનના ગલ્લેથી તુલસીની પડીકી લઈને તેને ચીરી હાથમાં ભરતાં

ફૂંક મારી તેનો પાવડર ઉડાવતાં કહ્યું, “લે તુલસી ખા”

“ના, ના.. હું ક્યાં ખાઉં છું.” સત્યમ્‌ે ચિરાગ સામં જોઈને કહ્યું. ચિરાગે તુલસી ફાકી મોંમાં મૂકતાં બોલી રહ્યો “તું પણ તને હેલ લઈને આવવાનું કહે ને.. અમને પણ લાભ મળે.”

ચિરાગની વાતમાં તુષાર, ખડખડાટ હસી પડ્યો. સત્યમ્‌્‌ મરક

મરક હસતાં બસ આવતાં બેસવા ગયો. તે કહી રહ્યો હતો “સાંજે મળી શું બાય”

ચિરાગ અને તુષારે સત્યમ્‌્‌ને હાથ ઊંચા કરી વિદાય આપી. દૂરથી ચાલતા કણ્વએ ચિરાગ, તુષાર ને બસની બારી પાસે બેસેલા સત્યમ્‌્‌ને હાથ ઊંચો કરતા જોયા. તેણે પણ સત્યમ્‌્‌ને જોઈને હાથ ઊંચો કરી વિદાય આપી. ઘરનાં ચોકમાં ઊભી રહેલી અનુરાધા અને સરલા સત્યમ્‌્‌ને બસમાં બેસતાં જોઈ રહ્યા તે વિચારવા લાગ્યાં. આમ કેમ સ્કૂૂલે જવાનું કહેતા હતા અને અચાનક બસમાં બેસી ગયાં.

“હલો! ઋતું.”

હું પ્રેમ પૂંજારણ

“ઋતું દીકરા.. ભાર્ગવ.. ગોલ્ડમેડાલીસ્ટ બન્યો.”

“હા મમ્મી પપ્પાએ વાત કરી. તારી પસંદગી સારી જ છે ને સત્યમ્‌્‌ને કેટલું મનાવીને તું ભાર્ગવને અભ્યાસ કરવા લઈ ગઈ. ગામડામાં તેનો વિકાસ કુંઠીત થઈ જાત” ઋતુંએ હસતાં હસતાં કહ્યું.

“સત્યમ્‌્‌નો ફોન નંબર આપને.. હા મમ્મી ૯૩૭૪૬ ૪૦૪૩૧

પરંતુ તે તો સ્કૂૂલમાં મોબાઈલ બંધ જ રાખે છે. તે માને છે કે સ્કૂલના કામમાં બીજું કોઈ ડીસ્ટબન્સ ના હોવું જોઈએ. સિધ્ધાંતવાદનું પૂંછડું છે”

પ્રેમાળ ગુસ્સો કરીને ઋતુંએ કહ્યું.

“સારું સવારે ૯-૩૦ વાગે રિશેશમાં ફોન કરીશ દિવ્યાએ હળવેથી કહ્યું. સ્ટાફ રૂમમાં પ્રવેશતાં ઋતું રિશેશ પડવાની રાહ જોતી

“હા પપ્પા બોલો.” “જય શ્રીકૃષ્ણ.”

“હા, જયશ્રીકૃષ્ણ” બોલો બોલો શું કહો છો. “ક્યાં છે?” “સ્કૂલમાં છું.”

“હા જો.. તું સત્યમ્‌્‌ને કહેજે ને.”

“શું કહું”

“ભાર્ગવ મેડીકલમાં ગોલ્ડ મેડાલીસ્ટ બન્યો.” “પપ્પા તમારી મહેનત ફળી.”

“ખૂબ ડાહ્યો છોકરો છે. રીપોર્ટરો આવ્યા હતા. ચેનલવાળાને

કહે કે આ યશ અનંત અંકલ અને દિવ્યા આન્ટીને ફાળે જાય છે.” હસતાં હસતાં અનંત દેસાઈ કહી રહ્યા. “તારી મમ્મી સાથે વાત કર.”

“હા આપો.” ખૂબ આનંદમાં આવી જઈને ઋતુંએ કહ્યું.

હતી. સત્યમ્‌્‌ આવતાં જ ઋતુંએ તેની બાજુની સીટમાં બેસતા સત્યમ્‌્‌

સામે મર્માળ હસતાં હસતાં ઋતું જોયા જ કરતી હતી. સ્ટાફરૂમમાં બધા જ શિક્ષકો ઋતું અને સત્યમ્‌્‌ તરફ જોઈને આશ્ચર્ય અનુભવવા લાગ્યા. ઋતુંએ રફ પેડમાંથી એક ચબરખી લઈને લખ્યું “ભાર્ગવ ગોલ્ડ મેડાલીસ્ટ..” તેણે એ ચિઠ્ઠી સત્યમ્‌્‌ને આપી. સત્યમ્‌્‌ ચીઠ્ઠી વાંચીને ઋતું તરફ જોઈ હસવા લાગ્યો. સ્ટાફ ટેબલ ઉપર કોલબેલની રીંગ રણકાવી. પ્યુન આવતાં સત્યમ્‌્‌ કહી રહ્યો. “મોહન!”

“હા ભાઈ.”

“ઠાસરા કોઈને મોકલને.”

“કેમ?” ક્યારેય કોઈ કામ ન સોંપનાર સત્યમ્‌્‌ના ચહેરાને જોતો મોહન કહી રહ્યો.

“બજારમાં જઈને કિલો પેંડા અને પચ્ચીસ કિલો ચેવડો લેતો

આવે.” સત્યમ્‌્‌ મોહન અને ઋતું સામે જોઈને હસતાં હસતાં કહ્યું. “કેમ કંઈ નવા જુની છે.” શૈલેષે મૌન તોડતાં કહ્યું.

“હા પછી કહીશ” સત્યમ્‌ે મૌન સેવ્યું.

શનિવાર હતો. સવારની સ્કૂલ હતી. ૯-૨૦ થવા આવી હતી. ત્યાં જ સમાચારપત્ર આવતાં જ ફ્રન્ટ પેઈઝ ઉપર બોક્સમાં ભાર્ગવનો ફોટો હતો. લખ્યું હતું. “લાસ્ટ યર એમ.બી.બી.એસ.માં હાર્ટ વિભાગમાં ગોલ્ડ મેડાલીસ્ટ ડા. ભાર્ગવ પટેલ.” કોઈને કંઈ જ કહેવાનું રહ્યું નહીં. સમાચાર પત્રના મુખપૃષ્ટ ઉપરના સમાચારની ઝલક જોતાં જ બધા શિક્ષકો આશ્ચર્યમાં પડી ગયા.

રવીન્દ્ર સર બોલી ઊઠ્યા - “સત્યમ્‌્‌ આ શું? તું સુરત ક્યારે

મુકી આવ્યો. આવડી મોટી સિધ્ધિ ખેડા જિલ્લાનું ગૌરવ કહેવાય” રવીન્દ્રએ હસતાં હસતાં કહ્યું. તેણે સત્યમ્‌્‌ સાથે હાથ મીલાવ્યા. સત્યમ્‌્‌ે હસતાં હસતાં આભાર માન્યો.

ઋતું સત્યમ્‌્‌ પ્રત્યે એક ક્ષણ માટે દૃષ્ટિપાત કરીને શર્મ અનુભવતી હસતી હતી. ગિરીશ, કેતન અને અરુણ પણ આશ્ચર્ય અનુભવતા અભિનંદન આપતા હતા. સત્યમ્‌્‌ આનંદના અતિરેકમાં ગળગળો થઈને મોહનને પાકીટ ખોલીને બે હજાર રૂપિયા આપતો પેંડા ચેવડો ખરીદી લાવા કહેતો હતો. ત્યાં જ ગોપાલસર ઓફીસમાંથી નીકળીને સમાચારપત્રની હેડલાઈન સત્યમ્‌્‌ને બતાવતા કહી રહ્યા હતા. “સત્યમ્‌્‌ આ શું છે?” તેમના હૃદયમાં આનંદ ઉભરાતો હતો. ઋતું ગોપાલસરને હોઠ દબાવીને હાસ્ય ખાળતી જોઈ રહી હતી. ત્યાં જ કેતન કહેતો હતો. “સર.. તમારે તો હવે રીટાયર્ડ થવામાં એક વર્ષ જ ખૂટે છે ને તમે તો કંઈ.”

“હા, સાચી વાત છે. મારું પરિવાર વિશાળ છે. ત્રણ પુત્ર, ચાર પુત્ર તેમને પરણાવામાં ખર્ચ અભ્યાસ કરવામાં નબળા નીકળતાં કંઈ જ કહી શક્યો નહીં. પેલી પંક્તિ પ્રમાણે “બાકર બચ્ચાં લાખ લખે બિચારાં.. સિંહણ બચ્ચું એક એકે હજારાં” તેમનો સ્વર ગળગળો થયો હતો. છતાં આનંદપૂર્વક હસીને સત્યમ્‌્‌ને અભિનંદન આપતા હાથ મિલાવી રહ્યા હતા. ત્યાં જ સત્યમ્‌્‌ના મોબાઈલની રીંગ રણકી ઊઠી.”

“હલોપ”

“હા માસી બોલો.. પેપર વાંચ્યું..” હસતાં હસતાં સત્યમ્‌્‌ કહી રહ્યો હતો.

“હું તે જ કહેવા ફોન કર્યો હતો.” દિવ્યાએ સત્યમ્‌્‌ને હસતાં

હસતાં કહ્યું.

“માસી તમારો આભાર જેટલો માનું તેટલો ઓછો છે. તેનું

ભવિષ્ય તમે જ બનાવ્યું છે. અનંત માસાને આપોને.” “હા..લો..”

“અનંત માસા” સત્યમ્‌્‌ની આંખો ભીની હતી. તેનો કંઈ ગળગળો હતો. તે કહી રહ્યો “તમે તો ભાગ્યવિધાતા છો.” ભાર્ગવને જીવનનો નવો રાહ અપાવ્યો. નૂતન ઘડતર કર્યું. માસીના આગ્રહને વશ થયો. જીદ છોડી ત્યાં જ જીવનનો નવો માર્ગ મળ્યો.”

“સત્યમ્‌્‌! સોનાને ઘાટ આપીએ તો ઘરેણાં બને. તેની કિંમત હીરા માણેક જડવાથી ઓર વધે.” આનુવંશીક સંસ્કાર, બુધ્ધિ હોય તો જ આવું બની શકે છે.” હસતાં હસતાં અનંત દેસાઈ કહી રહ્યા હતા. “ઓ.કે. આવજો.. તમે આવો એટલે પાવાગઢ દર્શને જઈશું.”

સત્યમ્‌ે હસતાં હસતાં મોબાઈલની સ્વિચ ઓફ કરી.

થોડી મિનિટોમાં દોડાવતી રિક્ષામાં મોહન કરંડીયામાં ચેવડો અને પેંડાનાં પાંચ બોક્ષ લઈને પ્રવેશ્યો. સ્કૂલના પગથિયાં પાસે ઊભી રહેલી રિક્ષામાંથી કરંડીયો અને બોક્ક્ષ ઊતારતાં મોહને બાજુના ક્લાસમાંથી દશ જેટલી વિદ્યાર્થીનીઓને બોલાવીને ચેવડા પેંડાના ત્રણસો પેકેટ બનાવડાવ્યાં.

સત્યમ્‌્‌ અને ઋતું એક પછી એક વર્ગના વિદ્યાર્થીઓને પેકેટ વહેંચતાં અનેરો આનંદ અનુભવતાં હતો. સમગ્ર વર્ગખંડોમાં વિદ્યાર્થીઓમાં

ભાર્ગવની સિધ્ધિની જાણ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ ગૌરવ પૂર્વક

સત્યમ્‌્‌ પટેલ અને ઋતુંને નિહાળી રહ્યા હતા. શિક્ષકોએ મિઠાઈનો સ્વાદ

માણ્યો. ઋતું અને સત્યમ્‌્‌ સ્ટાફરૂમ છોડીને સ્કૂલ છૂટતાં સાથે જ ચાલતાં બસ સ્ટેન્ડ તરફ જતાં હતાં. ત્યાં જ પ્રિયાએ પાસે આવીને સ્કુટિ ઊભી રાખી પ્રિયા કહેતી હતી “સત્યમ્‌્‌ મારી સ્કૂૂલમાં મેં પેપર વાંચ્યું. રીંગ

મારી પણ ફોન એંગેજ આવતો હતો. સત્યમ્‌્‌ અભિનંદન. ભાર્ગવ ક્યારે આવવાનો છે?” ઓક્ટોબર-નવેમ્બરમાં જરૂર આવી જશે. સત્યમ્‌ે મુક્ત

મને પ્રિયાને કહ્યું. તે કહી રહ્યો, “પ્રિયા! ઋતું જીવનમાં ન આવી હોત

તો આ સિધ્ધિ ના મળત. જે છે તે તેને આભારી છે.”

પ્રિયાએ હસતાં હસતાં કહ્યું, “સત્યમ્‌્‌ જે છે તે અનુરાધાની સમાધાન વૃત્તિને કારણે છે. ભાભી ખૂબ સમજુ છે. કેટલા બધાં વર્ષો થયાં તો પણ તારા અને ઋતુંના પ્રેમસંબંધ ક્યારેય અણગમો પણ વ્યક્ત કર્યો છે.”

ઋતું પ્રિયાના વિચારને જાણતાં ખડખડાટ હસતાં કહી રહી

“પ્રિયા, સાચું જ કહ્યું. અનુરાધા- મોટી બહેને મને તો સગી મોટી બહેન કરતાં પણ વિશિષ્ટ પ્રેમ આપ્યો છે. મારા અને સત્યમ્‌્‌ના મુક્ત

પ્રેમ સંબંધને હંમેશાં હસતાં હસતાં પ્રોત્સાહીત કર્યો છે.”

સત્યમ્‌્‌ ઋતુંનો મુક્ત હાસ્યભર્યા ચહેરાને જોતો જ રહ્યો. તે કહેતો હતો “ઋતું અનુંને તો ફોન કરવાનો જ ભૂલી ગયો.”

“હા સમાચાર પત્ર પણ ઘેર મોડું આવે છે! કોઈક કહે તો

ખબર પડે” સત્યમ્‌ે મોબાઈલની સ્વિચ ઓન કરી. અનુરાધાને બી.એસ.એન.એલ. ફોન જોડતાં જ રીંગ રણકી ઊઠી.

“હલ્લો” અનુરાધાએ હસતાં હસતાં કહ્યું “જાણ્યું” સત્યમ્‌્‌

હસતો હસતો કહેતો હતો.

“મોટીબેન અભિનંદન” ઋતુંએ સત્યમ્‌્‌ના હાથમાંથી મોબાઈલ

લઈ લેતાં કહ્યું.

“ઋતુંબેન!..” ઋતું અનુરાધાનો રડવાનો ડુસ્કાંનો અવાજ

સાંભળી રહી.

“હા! હા.. મોટીબેન..” ઋતુંની આંખોમાં શ્રાવણ-ભાદરવો છલકાઈ ઊઠ્યા. ડ્રેશની ઓઢણીથી આંસું લુંછતાં ઋતું કહેતી હતી. “મોટીબેન.. કહો કહોપ હું પણ ખૂબ આનંદ અનુભવું છું.”

“ઋતુંબેન તમે ના હોત તો મારો ભાર્ગવ ગામડાનો ગમાર જ રહ્યો હોત” અનુરાધાએ આંસું લુછતાં હિબકાને પીળી સાડીના પાલવને છેડે લૂંછી ઉપર દબાવી કહ્યું.

“મોટીબેન.. તમે મહાન છો તમે મારા અને સત્યમ્‌્‌ના

પ્રેમસંબંધને જાણતા હોવા છતાં ક્યારેય અણગમો વ્યક્ત કર્યો નથી.

તેટલું જ નહીં. તમે તો મને બે ત્રણ વાર કહ્યું પણ ખરું “ઋતુંબેન હેલ

ભરીને આવો. સત્યમ્‌્‌ તે હેલ ઉતારશે અને હું સત્યમ્‌્‌ના હાથમાંથી લઈને પાણિયારે હરખભેર મૂકીશ. મારી જિંદગીનો એ જ આનંદનો દિવસ હશે” “અરે! તમે તો એય પણ કહ્યું “સુહાગરાતની સૈયાને ફૂલોથી સજાવીશ.” ઋતું પ્રેમભર્યા શબ્દોથી અનુરાધાને કહેતાં હિબ્કે ચઢી ગઈ. બસસ્ટેન્ડ પાસે ઊભાં રહેલો સત્યમ્‌્‌ ઋતુંને બસસ્ટેન્ડના બાંકડા ઉપર બેસાડીને તેનાં આંસું લૂંછતાં પીઠ ઉપર હાથ ફેરવતાં કહી રહ્યો. “ઋતું શાંત થા.. બી કંટ્રોલ લોકો જુએ છે.”

ત્યાં જ આણંદ તરફની બસ આવતાં સત્યમ્‌્‌ે ઋતુંનો હાથ પકડી બસનાં પગથિયાં ચઢાવતાં કહી રહ્યો. “બે થામણા.”

પ્રિયાએ ઋતું અને સત્યમ્‌્‌ બસમાં બેસતાં બારી પાસે ઊભા રહીને હાથ ઊંચો કરતાં કહ્યું “ઋતું આવજે.. તું જટ જટ હેલભરી જા.” આંખનાં વહેતાં આંસુને લુંછતી ઋતુંએ હસતાં હસતાં પ્રિયાને

હાથ ઊંચો કર્યો. સત્યમ્‌ે પણ પ્રિયાને હાથ ઊંચો કરી વિદાય આપી. બસ ડાકોર તરફના માર્ગે દોડી રહી હતી.

અ અ અ

“ઋતું!”

“હા! મોટીબેન” “આમ આવ તો.” “એ આવી..”

“જો આ સાડી..”

“આ તો પાનેતર છે. કેટલું સુંદર પોપટી રંગનું છે.”

“તને ગમે છે ને?”

“ખૂબ કિંમતી છે. કેટલું સરસ છે. ઉમરેઠથી લાવ્યા?” “આ બ્લાઉઝ.. ચણિયો..”

“ઓહ.. ખૂબ ખૂબ સરસ છે.. ચણિયો પણ સિલ્કી” અંદરના

ઓરડાનું બારણું બંધ કરી ટ્યુબલાઈટ કરીને અનુરાધા હસતાં હસતાં કહી રહી. “ઋતું તું પહેલાં બ્લાઉઝ ચણિયો.. સાડી પહેરી લો.. આપણે બહાર જવાનું છે.”

“ક્યાં જવાનું છે?” ઋતુંને અનુરાધાનું કોઈ દિવ્ય સ્વરૂપ જોવા

મળ્યું. તે મરક મરક હસતી હસતી ઋતુંને બ્લાઉઝ ચણિયો પહેરવામાં

મદદ કરતી હતી. અનુરાધાએ ચીપી ચીપીને પાનેતર પહેરાવતાં વધુ

ભાવવિભોર બની ઊઠતી હતી. ઋતું પોપટીરંગી પાનેતરમાં ખૂબ સુંદર શોભી ઊઠી હતી. હળવે રહીને તિજોરીનું ખોલીને અંદરનું ડ્રોઅર ખોલતાં અનુરાધા કહી રહી.

“ઋતું તને આ બંગડી ગમે છે?”

“મને તો આ બંગડી ખૂબ ગમે છે. કેવી સરસ ફૂલવેલની ડીઝાઈન બનાવી છે.”

“આ દોરો કે ચંદનહાર ગમે છે?”

“મોટીબેન તમે આ શું કરો છો?” ઋતુંએ તર્કસંગત પ્રશ્ન કર્યો. તે કહી રહી “મોટીબેન તમે મારી પાસે શું કરાવા માંગો છો?” “આપણે તૈયાર થઈને મંદિર જઈશું” અનુરાધાએ મર્માળ

હાસ્ય વેર્યું. ઋતુંએ સોનાની બે બે બંગડી બંન્ને હાથે પહેરી લીધી. બોક્સમાં ગોઠવાયેલો ચંદનહાર ગળામાં નાંખીને તિજોરીના મોટા લાંબા

અરીસા સામે તેના પ્રતિબિંબને જોઈ જ રહી તે બોલી ઊઠી, “મોટીબેન હું કેવી લાગું છું?”

“ઓ હો.. મારી નાની બહેન. રાજારાણી લાગે છે” ઋતુંના ગાલ ઉપર પ્રેમભર્યું ચુંબન અનુરાધા કહી રહી. સાડીનો પાલવ કમર ઉપર

વિંટાળીને ખોસતાં જ અનુરાધાએ ખભા ઉપર બ્લાઉઝ સાથે સાડીને પીનથી ગોઠવીને ફીટ કરી દીધી. ઋતુંના લાંબા કાળા વાળને હેતભર્યા હોળીને સુંદર ચોટલો ગૂંથી દીધો. તે ડાકોરથી મંગાવેલી મોગરાની વિણીને ચોટલામાં ગોઠવતાં અનુરાધા કહી રહી “ચાલો ત્યારે મંદિરે જઈએ. પાણી ભરી લાવીએ” તેણે ઓરડાનું બારણું ખોલીને વારેવારે ઋતું તરફ જોતાં મરક મરક હસતી જ રહી. ત્યાં જ ઘરમાં પ્રવેશતી માલા કહી રહી.. “ઓ હો.. ઋતું માસી તમે તો સ્વર્ગની પરી બની ગયાં.”

માલાએ કોલેજથી આવીને દીવાલ પાસેના ટેબલ ઉપર નોટ્‌સ અને

પુસ્તકો મુકતાં કહ્યું.

માલા તેની મમ્મી અનુરાધામાં આવેલા અનોખા પરિવર્તનને નિરખી રહી. રસોડામાં જઈને પાણીનો પ્યાલો લઈ ઓરડા પાસે આવીને કહી રહી “મમ્મી હું આવું?”

“હું ક્યાં ના કહું છું.. આવવું હોય તો આવ. જમવાનું ઠંડુ થઈ

જશે.” અનુરાધાએ માલાને કહ્યું.

“કંઈ વાંધો નહીં મોડું ખાઈશ” માલા ઋતુંની પાસે ઊભી રહીને ચોટલામાં ગોઠવાયેલી મોગરાની વિણીના ફૂલને ચોટલો ઊંચો કરી સુંઘી રહી.

અનુરાધાએ પાણિયારે આવીને બેડુ ખાલી કરીને કટકાથી લુંછીને

કોરું કરીને કમરમાં દેગડો અને હાથમાં ઘડો લટકાવીને ઋતુંનો હાથ

પકડીને ચાલતાં કહી રહી “ચાલ ઋતુંપ આપણે મંદિરે જઈએ.”

ઋતું અનુરાધાની કમ્મરમાં દેગડો અને હાથમાં ઘડો જોઈને બે ક્ષણ માટે વિચારતી કહી રહી, “તે તો બેડુ લઈને આવો છો ને”

“હા જ તો.. તારે.. હેલ ભરીને આવવાનું છે” અનુરાધાએ હસતાં ચહેરે ઋતુંનો હાથ પકડી ખેંચતાં કહ્યું.

“મોટીબેન.. તમેપ” ઋતું ગળગળી થઈ ગઈ. તેની આંખોમાં

ભીનાશ ઉભરાઈ રહી.

“ઋતુંપ મને મોટીબહેન કહે છે ને” અનુરાધાએ હોઠ બીડતાં કહ્યું.

“હા.. મોટીબેન” ઋતુંએ જમણા હાથે પોતાના નાકને હળવેથી

દબાવતાં કહ્યું.

“તો હું કહું તેમ કરવાનું છે” અનુરાધાએ બીડાવેલા હોઠ ઉપર જમણા હાથની પ્રથમાં મૂકતાં કહ્યું.

“મોટીબેન મારાથી બધુ જ થશે. તમે કહેશો તો હું મારો જીવ આપી દઈશ. પણ આ કામ મારાથી નહીં થાય.” ઋતુંએ કરગરતાં કહ્યું. “કેમ નહીં થાય ચાલ” અનુરાધાએ ઋતુંનો હાથ પકડીને ઊંબર

બહાર ખેંચતાં કહ્યું.

“હું તમારો અધિકાર છીનવી લેવા નથી માંગતી” ઋતુંએ મોટા અવાજે કહ્યું તે જ સમયે રેવાકાકી અને જશીભાભી ચોકમાં આવીને ઊભાં હતાં. અનુરાધાના આગ્રહને સમજતાં જશીભાભી કહી રહ્યાં હતાં.. “દીકરી.. તારો અને સત્યમ્‌્‌નો પ્રેમ વર્ષોથી જોતા આવ્યા છીએ”

રેવાકાકી હળવેથી બોલી ઊઠ્યાં “એ પ્રેમને કોઈક તો નામ

આપવું જ જોઈએ.”

જશીભાભી કહી રહ્યાં હતાં, “તને શો વાંધો છે?”

“હું મોટીબેનના અધિકારને છીનવી લેવા નથી માંગતી.. હું પણ

સ્ત્રી છું” ઋતુંએ ચિલ્લાતાં કહ્યું. તેની આંખોમાંથી આંસું વહી રહ્યા હતા. અનુરાધાએ હળવેથી કહ્યું - “તને સત્યમ્‌્‌ના સમ છે. તારે.. હેલ

ભરીને આવવું પડશે. મારી ખાતર.” અનુરાધાને ચારે દિશાઓ ચકરાવે ચઢતી લાગી. બધુ જ ગોળ ગોળ ફરતું જણાયું. તેણે દૃષ્ટિ બંધ કરી. માથે હાથ દઈને પડવા જતી અનુરાધાને ઋતુંએ પકડી પાડી. તેણે અનુરાધાના ગાલ ઉપર હળવી હળવી ટપલી મારવા લાગી. જશીભાભીએ ઘરમાંથી પાણી લાવીને પીવડાવ્યું ત્યારે ઋતું કહી રહી હતી. “મોટીબેન હું હેલ

ભરીને લાવીશ.. લાવીશ.. લાવીશ..”

ફળીયાની સ્ત્રીઓ સાસરેથી આવેલી નીતું, લોપા અને અનુરાધા અને ઋતું સાથે મંદિરે ગયાં. દર્શન કરીને હેલ ભરીને આવતી ઋતુંની પાછળ પાછળ આનંદઘેલાં એકબીજાંને અડપલાં કરતાં હતો.

દલપત પટેલનાં ઘરના નેવામાં હેલ ઊભી રહેલી ઋતું. સામે સત્યમ્‌્‌ પ્રેમમય આંખોએ ઊભા રહેલા સત્યમ્‌્‌ે હેલ ઊતારી. ત્યારે સત્યમ્‌્‌ ઋતું અને અનુરાધાની આંખો ભીની થઈ ગઈ હતી. અનુરાધાને સત્યમ્‌્‌ના હાથમાંથી હેલ લેતાં કહ્યું “લાવોપ. પાણિયારે મૂકી આવું.”

સત્યમ્‌ે હળવેથી ઋતુંના ગાલ ઉપર બધાની નજર ચૂકવીને

હળવી ટપલી મારતાં કહ્યું “એયપ ઋતું..”

હળવેથી સાદ આપતી કહી રહી હતી. “હંપસત્તું..”

બારણાને અડકીને ઊભી રહેલી માલા હસતાં હસતાં ઋતુંને કહેતી હતી “માસી.. તમે તો કેટલાં સુંદર લાગો છો.”

અનુરાધાએ ગોળનો ટુકડો ઋતુંના મુખમાં મુક્યો. ઋતુંએ અનુરાધાએ લાવેલી ગોળની થાળીમાંથી એક ટુકડો ગોળ સત્યમ્‌્‌ના

મુખમાં મુક્યો. અનુરાધાએ ચોકમાં ઊભી રહેલી ફળીયાની સ્ત્રીઓને ગોળ વહેંચ્યો. ત્યારે બધી જ સ્ત્રીઓમાં આનંદ હિલ્લોળાતો હતો.

અ અ અ

“હલો.. પપ્પા” “હા..હા.હલો” “મેરેજ કર્યા.”

“હા ખૂબ સરસ અભિનંદન. કોણ છે એ ભાગ્યશાળી?” “સત્યમ્‌્‌ સાથે..”

“ઓહોપ એ જ ને.. તેને જોયો ને ત્યારથી મારા અને તારી

મમ્મીના મનમાં વસી ગયો હતો.” અનંત દેસાઈએ હસતાં કહ્યું. “તમે તો મને કહ્યું પણ નહીં”

“ના જ કહું ને મારી દીકરીનું સિલેકશન કેવું હોય તે તો મારે

જાણવું જોઈએ ને.. લે તારી મમ્મી જોડે વાત કર” “મમ્મી!પ”

“હા, સાંભળ્યું.. ખૂબ સારો છોકરો છે. મારી ઋતુંના કોળ પૂરા કરશે.”

“મમ્મી આવતી ૨૧ ફેબ્રુઆરીએ રીસેપ્શન રાખ્યું છે.” ઓહો.. અભિનંદન દીકરીપ થોડી મેરેજ પહેલાં જાણ કરી હોત તો તારા માટે

સારી સાડી.. દાગીના.. વગેરે વગેરે લાવી રાખત ને.” દિવ્યાએ ભીની

ભીની આંખોનાં આંસું સાડીનાં પાલવથી લુંછતાં કહ્યું.

“મમ્મી.. તું છે પપ્પા છે પછી મારે શું જોઈએ.” ઋતુંએ ખૂબ ધીમા પડેલા દોદડા અવાજને સાંભળતાં કહ્યું. ઋતુંનો કંઠ ભરાઈ આવ્યો હતો. તેણે નાક સીમેડી, ઉધરસ ખાતાં થોડી હળવાશ અનુભવતાં કહ્યું.

“દીકરા રડે છે.. પ્લીઝ આનંદના સમાચાર આપવાનાપ” “ના..ના.. મમ્મી તું ખૂબ યાદ આવી તું કેવી ખોળામાં સૂવાડીને

પગ ઊછાળી ઊછાળીને મને થપથપાવતી હતી. કલાકના કલાક તારા

ખોળામાં પડી રહીને દૂધ પીતાં પીતાં હું તને જોયા કરતી, વાતો કરતી. તું સ્હેજપણ કંટાળ્યા વગર મને વહાલ કરતી તારા ખોળામાં પી..પી..કરું તો પણ તું કોરી સાડીને ખોળામાં પાથરી પાછી મને સુવાડીને ઊંઘ ના આવે ત્યાં સુધી થપથપાવ્યા કરતી. આમને આમ મને જોઈને પપ્પા કેવા ગુસ્સે થઈ જતા હતા. મને પારણામાં સુવાડવાનું કહ્યા જ કરતા. નિત્ય નવું જ ફ્રોક નવો ડ્રેશ.. ગળા સુધી આવતા વાંકળિયા વાળને સજાવીને બક્કલ લગવાની ગુલાબનું ફૂલ ભેરવતી હતી. મમ્મી પેલો ફોટો કેટલો સરસ છે તું પપ્પા અને વચ્ચે હું ગુલાબના ફૂલવાળી.”

“હા.. હા.. બેટા.. રિસેપ્શનના ત્રણ દિવસ અગાઉ. આવી જઈશું. તને ખબર પડી?”

“શું” ઋતુંએ આશ્ચર્ય અનુભવતાં કહ્યું.

“બેટા ભાર્ગવે તો ડોક્ટરેટ ઈંગ્લેન્ડની ઉપાધી મેળવી સુરતમાં

“ઋતું હોસ્પિટલ” બનાવી દીધી.

કહેતો હતો કે ૨૧ ફેબ્રુઆરીએ તેનું ઉદ્‌ઘાટન રાખ્યું છે. પપ્પાએ

કોઈ વાત ના કરી.

“હું વાત કરું કે તારા પપ્પા શું ફેર પડવાનો છે.” “મારું રિસેપ્શન તો સવારે દશ કલાકે છે.”

ઓહો.. તો.. મઝા આવશે. ભાર્ગવે તો હોસ્પીટલનું ઉદ્‌ઘાટન

સાંજે પાંચ કલાકે રાખ્યું છે. ઉદ્‌ઘાટક અરવિંદ અવશેષ ધામ, વાપીના

સાધક ડાહ્યાભાઈ પુરોહિત છે.

“મમ્મી! તો તો અમે બધા જ આવીશું. મીની લકઝરી કરી દઈશું.” અત્યંત આનંદમાં આવીને ઋતુંએ કહ્યું તે કહી રહી “પપ્પાને આપને..”

“હા લે પપ્પા જોડે વાત કર.”

“પપ્પા ભાર્ગવની વાત મમ્મીએ કરી. અહીં ફંકસન પૂર્ણ કરી બરાબર ૧૨ ના ટકોરે નીકળી જઈશું એટલે આવી જઈશું.”

“બેટા ભાર્ગવે તો ભારે કરી છે.” “શું?”

તેતો કહેતો હતો કે “ઉદ્‌ઘાટન પછી આખી રાત અને બીજા દિવસે સાંજ સુધી કોઈપણ દર્દીની સેવા.. ઓપરેશન ફ્રી કરવાનાં..”

“ખૂબ સારું પૂણ્યનું કામ કહેવાય” ઋતુંએ હસતાં હસતાં કહ્યું. “સત્યમ્‌્‌ ક્યાં છે?” અનંત દેસાઈએ હળવેથી કહ્યું.

“આ મારી પાસે જ ઊભા છે.” “તેમને ફોન આપને”

“હા લો વાત કરો.”

સત્યમ્‌્‌ અભિનંદન.. સુરત ક્યારે રહેવા આવે છે. હવે હું અને

તારી માસી વૃધ્ધ થયાં. આ ફેકટરીનો વહીવટ, સુરતની મહાદેવી સિલ્ક

સંભાળી લે.

“હા.. થેંક્સ.. પપ્પા.. તેવું જ મારું આયોજન છે. થોડા દિવસોમાં કાર્યભાર સંભાળી લઈશ.”

“બેટા તારો આભાર જેટલો માનું તેટલો ઓછો છે.” અનંત

દેસાઈએ ગળગળા કંઠે હસતાં હસતાં મોબાઈલની સ્વિચ ઓફ કરી.

ઋતું અને સત્યમ્‌્‌ અન્યોન્યને નીહાળી રહ્યા. પ્રેમનું ઘોડાપૂર બંન્નેની આંખોમાં ઊભરાઈ ગયું. ઋતુંને સત્યમ્‌ે તેના બાહુમાં લઈ લીધી. તે હોઠોથી ઋતુંના હોઠ ઉપર ચુંબનોનો વરસાદ વરસી રહ્યો. શિયાળાની ફુલગુલાબી ઠંડી.. મંદ મંદ પવન સાથે પ્રસરી રહી હતી. પૂર્વના આકાશમાં કેશરીયો સૂરજ તેનો કેશરીયો પ્રકાશ મનમૂકીને ફેલાવી રહ્યો હતો. કોમળ તડકામાં આબાલ વૃધ્ધ જીવનનો આનંદ માણી રહ્યા હતા.