Bodano Bhakat Shree Harino Harshad Joshi - Uphaar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Bodano Bhakat Shree Harino

બોડાણો ભક્ત શ્રીહરિનો

બે બોલ..

ગુજરાતી સાહિત્યપ્રેમી જનતાના કરકમળમાં ‘બોડાણો ભક્ત શ્રીહરિનો’ નવલકથા અર્પણ કરતાં આનંદ અનુભવું છું. કાલસર હાઈસ્કૂલમાં પંદર વર્ષની નોકરી દરમ્યાન ડાકોરમાં રહેવાનું અને શ્રીહરિ દર્શન કરવાનાં થતાં હતાં. આ સમય ગાળામાં મારી ‘ગોમતી તારાં નિર્મળ નીર’ ધારાવાહિક નવલકથા પ્રગટ થતી હતી. અનિલ ભટ્ટની પ્રેરણાથી વર્ષો પછી આ નવલકથા ‘બોડાણો ભક્ત શ્રીહરિનો’ નું સર્જન કરી શક્યો છું. મારા આ કાર્યમાં ઉમેશ સેવક, જીતેશ સેવક, નટવર હેડાઉ, દિનેશ ગોસ્વામી, ઈશ્વર પટેલ, નલિન પટેલ, શ્રીતાંબેડકરનો સહકાર મળ્યો છે. તે માટે ખૂબ આભારી છું. મને પ્રોત્સાહન આપનાર નરેન્દ્ર દવેનો આભારી છું. હરીશભાઈ, અમરસિંહ, શૈલેષભાઈ, પ્રિયકાન્ત, રજનીકુમાર, અશોકપૂરી, રામજીભાઈ, પ્રિતમલાલ કવિ, એમ. એમ. પ્રકાશનના યાકુબભાઈનો આભારી છું. વિ.સં. ૧૧૨૯માં બોડાણાનો જન્મ થયો. વિ.સં. ૧૨૧૨માં બોડાણાનું મૃત્યું થયું. ઈ.સ. ૧૮૨૮માં પેશ્વા સરકારે મંદિર બનાવ્યુ. રામસિંહ બોડાણાએ મૂર્તિ સ્થાપિત કરી. ૮૩મા વર્ષે ૬૧ વાર સપત્ની યાત્રા કરી. વિ.સં. ૧૨૧૨માં દીવાળીના દિવસે દ્વારકેશ ડાકોર પધાર્યા.

ગુજરાતની પ્રજાને આ નવલકથા કંઈ નવીન પ્રેરણા આપશે એ અભ્યર્થના સહ આભારી છું.

હર્ષદજોશી ‘ઉપહાર’

મુ. વ્યાસવાસણા તા. કપડવંજ

કાળનેમી!

કાળનેમી!

વૃંદાની સ્વતંત્રતા

મારે છે. પેલો વિષ્ણું.. બીચારો ક્યાંય સંતાઈ ગયો છે. કપટ, છળ, ડર,

ભય, હિંસાથી પૃથ્વી, પાતાળ અને સ્વર્ગમાં સામ્રાજ્ય ફેલાવી રહ્યો છે. તે પોતાને કરગરનાર, આજીજી કરનાર, ગુણગાન ગાનારને ભક્ત ગણે છે. આવા પામર, કરુણ જીવો ઉપર કરુણા, પ્રેમ અને રક્ષણ કરવાનો દંભ કરી હિંસા ફેલાવે છે. આજ તક છે. લક્ષ્મણને બેભાન કર્યો છે. પેલો પરમેશ્વર ગણાવતો રામ હતાશ મનુષ્ય બન્યો છે. તું તેનો આહાર કરજે.” લંકેશ અહમ્‌થી કાળનેમીને કહી રહ્યો.

“આહાપહાપહાપહાપ” કાળનેમીના ભયાનક અટ્ટહાસ્યના

પડઘા બકૌલ પર્વત ઉપરના રાજમહેલમાં ફેલાવા લાગ્યા. કાળનેમી

ભયાનક રીતે લાંબા નખવાળા આંગળાને પોતાના વાળમાં ફેલાવીને

ખેંચવા લાગ્યો. તેની વિરાટ આંખોમાંથી અગ્નિ પ્રગટતો હોય તેમ

અરે! કાળનેમી! ક્યાં છે તું? યુધ્ધ જીતવું હોય તો સમગ્ર શક્તિ

કામે લગાવવી પડે. આમ તું ઊંઘ, આહાર, આશક્તિમાં ગળાબૂડ રહે તે કેમ ચાલે? મકરધ્વજ સાથે તું પણ કામે લાગીજા! કુંભકર્ણનું વેર લેવાનો સમય પાકી ગયો છે. વાનરસેના સાથે લંકા ઉપર હુમલો કરવાનું પરિણામ પેલા બે.. પોતાની જાતને પ્રભુ તરીકે ઓળખાવનાર દુષ્ટોને ભોગવવું જ પડે. હું કોણ? લંકાપતિ.. જેની આજ્ઞાનું નક્ષત્રો, ગ્રહો અને ત્રિલોકના જીવોને પણ પાલન કરવું પડે છે. દુષ્ટ રાહુએ સહેજ ચેષ્ટા કરી મેં તેનો પગ કાપી નાંખ્યો. રાહુ મારી વક્ર દૃષ્ટિથી જ ધ્રુજે છે. ઈન્દ્ર.. બ્રહ્માંડમાં ચૌદલોકમાં ભય ફેલાવી, આતંક મચાવી, પ્રભુત્વ પ્રાપ્ત કરવા હવાતિયાં

લાલહિંગોળ બની ગઈ. પ્રસ્વેદથી તરબતર કાળમીંઢ ચહેરો તગતગી રહ્યો. લાંબી જિહ્‌વાને બહાર કાઢી હોઠ, હડપચી સુધી પ્રસારી, લાંબા

લાંબા દાંત ઉપર પ્રસારીને સુસકારા બોલાવતો બોલી ઊઠ્યો : “લંકેશ! હું કાળનેમી ચૂપ નથી. ક્રોધથી સળગી રહ્યો છું. મારી મેલી તંત્ર વિદ્યા કામે લગાડવાનો સમય પાકી ગયો છે. માત્ર તમારી આજ્ઞાની રાહ જોઉં છું.”

“હા! હા! કાળનેમીપ.. સમય પાકી ગયો છે.” લંકેશ ભયાનક અટહાસ્ય કર્યું તે અટહાસ્યમાં વિજયનો મદહોશ હતો. મદિરા, માંસના

સેવનથી સમગ્ર શરીર તગતગી રહ્યું હતું. મદિરાનો કળશ હોઠથી

ઠાલવતાં પેટ ઉપર હાથ ફેલાવતો લંકેશ કહી રહ્યો. “કાળનેમી! હું લંકેશ

આજ્ઞા કરું છું તું સહ્યાદિ્‌ પર્વત તરફ જા. જો લક્ષ્મણ બેભાન છે. તે કોઈપણ સંજોગમાં ભાનમાં ના આવવો જોઈએ.”

“એટલે?” કાળનેમીએ તર્કસંગત કહ્યું.

“એટલે.. પેલો દુષ્ટ વૈદ્ય તેને ભાનમાં લાવવા કોશિશ કરે છે. કામ પત્યા પછી તેની વાત છે. તેને ખોપરી સાથે જ કાચો ખાઈ જઈશ.”

ક્રોધમાં લંકેશ ગર્જી રહ્યો.

“હાં હાં હાંપ એમ નહિ, તમે કહ્યુંં છે ભક્ષ તો મારે જ કરવાનો.. થોડી પ્રસાદી આપીશ” ખડખડાટ હસતાં કાળનેમી ત્વરીત ઊભો થઈ કૂદકા ભરવા લાગ્યો. ઈશારો થતાં જ લંકેશના અનુચરો- અંગરક્ષકો તેની પાસે આવી ઊંચકીને ભોંય ઉપર પછાડ્યો.

“ઓહ! લંકેશ શું કરાવે છે તું?” કાળનેમી ચોતરફ દૃષ્ટિપાત કરી લંકેશને ચરણે પડ્યો. આજીજી કરી રહ્યો.

“દુષ્ટ! તું પણ પેલા વાંદરા જેવો છે. મારી સોનાની લંકા સળગાવી.” ક્રોધિત લંકેશે કાળનેમીની છાતીમાં પદપ્રહાર કર્યો. “જો કાળનેમી લક્ષ્મણ ભાનમાં ના જ આવવો જોઈએ. વૈદ્યે કહ્યું છે સવાર સુધી સહ્યાદિ્‌માંથી સંજીવની કોઈ લાવે તો તે ઔષધિના રસનું લક્ષ્મણ સેવન કરે તો જરૂર ભાનમાં આવે. આ કામ પેલો દુષ્ટ વાનર હનુમાને ઝડપ્યું છે. તારે તેનો માર્ગ રોકવાનો છે! સામ, દામ, દંડ, ભેદ નીતિથી.

જા..જા.. સહ્યાદ્રિના સાંકડા માર્ગે, સરોવર પાસે સન્યાસી બની રામ

ભક્ત બની જા અને તેનો વધ કર..” રાવણે ભેદનીતિ દર્શાવતાં માર્ગ

દર્શાવ્યો. રાવણ અટહાસ્ય કરતો સિંહાસન ઉપર બેઠો બેઠો જાંગ ઉપર થાપટ મારતો મૂંછને તાવ આપતો અચાનક ઊભો થઈ ગયો. કાળનેમી પાસે ધસી આવતાં તેનો હાથ પકડી દ્વાર તરફ અતિઝડપી છલાંગ

મારતો ખેંચી ગયો અને કહેતો રહ્યો - “જાપ જાપ કાળનેમીપપ કાળનેમી જાપ. તેનો ભક્ષ તું કરજે મઝા આવશે.” લંકેશનું અટ્ટહાસ્ય સમગ્ર ખંડમાં પ્રસરી રહ્યું. લંકેશ કાળનેમીને હાથ પકડી દ્વાર તરફ ખેંચી રહ્યો હતો. ત્યારે કાળનેમી આજીજીભર્યા સ્વરે કહી રહ્યો હતો. “મારી વૃંદા..વૃંદા! દીકરી વૃંદાનું શું?”

દ્વાર બહાર પગથિયાં ઉતરી રહેલો કાળનેમી “વૃંદા! વૃંદા!” પોકારતો. છલાંગો મારતો આગળ વધી રહ્યો હતો. તે જ સમયે તિરસ્કારની દૃષ્ટિથી કાળનેમીની પીઠને વેધક નીહાળી રહેલો લંકેશ અટ્ટહાસ્ય કરતો ગર્જી રહ્યો. “વૃંદા!.. આ..હા..હા..! વૃંદા.. ખૂૂબ સુંદર સુંદરી છે? આજ રાત.. વૃંદાપ કોણ છે?” લંકેશ બરાડી ઊઠ્યો. તેનો અવાજ ફાટી ગયો. “ઓહ! હાં હાં.. લંકાપતિ.. શું છે?” અંગરક્ષકે લંકેશ પાસે

આવી સાદર પ્રણામ કર્યા. “આજે રાત્રિના પહેલા પ્રહરે.. મારા નિવાસમાં.. વૃંદા.. સમજ્યો. જા.. જાપ શું જોઈ રહ્યો છે?” રાવણે ક્રોધથી વિસ્ફારીત આંખો ચોતરફ ફેલાવતાં કહ્યું.

સંધ્યા આથમી ચૂકી હતી. નજીકથી સાગરનાં મોજાંનો ભયાનક

અવાજ સમગ્ર લંકામાં પ્રસરી રહ્યો હતો. ચોતરફના ઊંચા ઊંચા પહાડી

શૃંગો ઉપરથી આવતો તોફાની પવન લંકાને પ્રલયનો અણસાર આપી

રહ્યો હતો. ધીમે ધીમે પોષિ પૂનમનો ચંદ્રમા પોતાનો પ્રભાવ પ્રસારી રહ્યો હતો. મંત્રણા કક્ષમાં આંટા મારતો લંકેશ ક્રોધથી ધૂવાંપૂવાં બની દીવાલો ઉપર મુઠ્ઠી પ્રહાર કરતો હતો. ક્યારેક કક્ષના સ્તંભ ઉપર મુઠ્ઠી

પ્રહાર કરતો બરાડી રહ્યો હતો. “કાળનેમી! તું ક્યાં જવાનો છે? તારી વૃંદા!પ આ હા હા હા..” મોડી રાત સુધી કક્ષમાં વિચારતો લંકેશ ભાવિ યુધ્ધનો ચક્રવ્યુહ ગોઠવતો હતો. જો કાળનેમી તેના કાર્યમાં સફળ જાય તો પેલા વનવાસીને રહેંસી નાંખવો મચ્છરને મારવા જેવો બની રહે. લંકેશે આસન ઉપર બેસતાં જ વિચારવા લાગ્યો - “કદાચ.. વૃંદા.. કાર્યમાં વિહ્‌ગ્ન બને, જો વૃંદા આવી જાય તો.. કારાગૃહમાં.. કે પછી માની જાય તો ઉપભોગ કરી વિવશ કરવામાં સમય નહિ લાગે.” લંકેશે ઊભા થઈ બાજુમાં જ ગોઠવાયેલ મદિરાનો કળશભરી પાન કર્યું. તે મૂંછ ઉપર તાવ દેતો પુનઃ કક્ષમાં આંટા મારવા લાગ્યો. કક્ષની ખુલ્લી બારીઓમાંથી

ભયાનક તોફાની સાગરની ગર્જના કક્ષના વાતાવરણને ડામાડોળ કરી રહી હતી. ત્યાં જ મંદોદરીનો અવાજ સંભળાઈ રહ્યો - “ક્યાં ગયા સ્વામીનાથ.. લંકેશ! ભોજન નથી કરવું?” ધીમે ધીમે મંદોદરી મંત્રણાકક્ષ પાસે આવી રહી હતી. લંકેશ મંદોદરીનો તીણો અવાજ સાંભળતાં જ

ક્રોધને કાબુમાં રાખવાનો પ્રયાસ કરવા લાગ્યો. મંત્રણાકક્ષમાં ક્યારેય ન આવતી મંદોદરી કક્ષના દ્વાર પાસે આવીને ઊભી રહી ત્યારે લંકેશની

દૃષ્ટિ તેના ઉપર પડતાં બંન્નેની દૃષ્ટિ એક થતાં જ લંકેશ અનિર્ણાયક

અવસ્થામાં આવી પહોંચ્યો. તે થોડીક્ષણો માટે થોભી ગયો. લંકેશ

મંદોદરી તરફ જવા લાગ્યો ત્યારે મંદોદરી તેની પાસે આવવા લાગી.

મંદોદરીએ લંકેશના ગળામાં હાથ પરોવતાં તેની વિરાટ છાતીમાં ચહેરો છૂપાવતાં બોલી ઊઠી - “કેમ? સ્વામીનાથ! આજ લંકાપતિપ રાક્ષસરાજપ બાળક જેમ ક્રોધવસ છોકરમત કરી રહ્યા છે. ભગવાન આશુતોષને

પ્રસન્ન કરનાર, નવગ્રહોને દેવતાઓને વશ કરનાર માયાવી લંકેશ મારા

પ્રાણપ્રિય સ્વામીનાથ આજ તમોને શું થયું છે? જરૂર કોઈ અમંગળના અણસાર જણાય છે.”

ચહેરા ઉપર હાસ્ય પ્રસારવા પ્રયાસ કરતો લંકેશ મંદોદરીની પીઠ ઉપર હાથ ફેલાવતો કહી રહ્યો - “એવું કંઈ જ નથી. પેલા વનવાસીનો ભાઈ બેભાન કરી દીધો છે. પરંતુ પેલો સુશેન વૈદ્ય તેની વ્હારે ધાઈને હોશમાં લાવવા સંજીવની ઔષધિ લાવવાનું કહી રહ્યો છે. જો સવાર સુધીમાં સંજીવની લઈને લંકાને સળગાવનાર દુષ્ટ વાનર આવી ચઢે તો જીતની બાજી હારમાં પલટાઈ જાય. કાળનેમીને તેને રોકવા સહ્યાદ્રિના ઋષિમુખ પર્વત તરફ જવા આદેશ આપ્યો છે. પ્રિયેપ વૃંદાપ તેના કાર્યમાં મદદ કરે તો આપણું કાર્ય સફળ બની જાય અને રાક્ષસકુળનો સર્વનાશ થતો અટકી જાય.”

“સ્વામીનાથ.. જે બનવાનું છે તે બનવાનું જ છે. એક અબલાનારીને તમે નજરકેદ રાખી પટ્ટરાણી બનાવવાનાં સ્વપ્નો સેવ્યાં

છે. તે જ લંકાનો સર્વનાશ નોતરી રહ્યાં છે. તુચ્છ માનવ મહામાનવ

બની દેવમાનવ બની જ જશે. હજું સ્વામીનાથ જીદ છોડો. રામ વનવાસી

જંગલી નથી. તે જ વિષ્ણુંનો અવતાર છે.”

“વિષ્ણું.. વિષ્ણું.. વિષ્ણુંપ ઓહ! એ જ વિષ્ણું એ મારી તપસ્યા ભંગ કરવા કોશિશ કરી હતી. પેલો રાહુપ વિષ્ણુંની આજ્ઞાનું પાલન કરતો હતો. તે દુષ્ટનો એક પગ કાપીને કેવો લંગડો બનાવી દીધો છે!” લંકેશનું અટ્ટહાસ્ય ચોતરફ પુનઃ ફેલાઈ ગયું. મંદોદરી રાવણનું

મૂળસ્વરૂપ જોઈને આશ્ચર્યમાં ગરગાવ થઈ ગઈ. લંકેશથી દૂર ઊભા રહેતાં કહેવા લાગી - “સ્વામીનાથ ભોજન તો ગ્રહણ કરો. ક્યાં સુધી

ભોજનનો અનાદર કરી ને યુધ્ધખોર માનસમાં ગળાબૂડ રહેશો? ચાલો

મારી સાથે મંદોદરી લંકેશનો હાથ પકડી ખેંચવા લાગી.”

કહ્યાગરા કંથ જેમ લંકેશ પ્રિય પતિદેવ જેમ તેની પાછળ પાછળ દોરવાતા ભોજનકક્ષ તરફ જવા લાગ્યો. મંદોદરીએ થાળમાં વિવિધ મીઠાઈ, વિવિધ શાક, વિવિધ વાનગીઓ પિરસી, બાજુમાં ઊભેલી બે રાક્ષસી સ્ત્રીઓ લંકેશને વિંઝણો નાંખવા લાગી. લંકેશના

મુખમાં મીઠાઈનો ટુકડો મુકતાં મંદોદરી કહી રહી - “સ્વામીનાથ આજ રસોઈ મેં જ બનાવી છે તમને ભાવતી રસોઈ છે હાં”

લંકેશ હસતાં હસતાં મીઠાઈ ખાવા લાગ્યો. થોડી મિનિટો માટે ગૃહસ્થ જીવન પ્રેમભર્યું બની ગયું. લંકેશ ભૂતકાળનાં સંસ્મરણોમાં સરકી ગયો. રસોઈ જમતાં જમતાં યુવરાજની યાદ આવી ગઈ. આ જ કક્ષમાં

પોતે, યુવરાજ ઈન્દ્રજીત, મંદોદરી સાથે બેસીને જમતાં હતાં. હોંશે હોંશે

વિવિધ રસોઈ બનાવી. વિવિધ વાનગીઓ બનાવી. મંદોદરી જાતે જ

જમાડતી હતી. ઈન્દ્રજીત યુવરાજ બન્યો તો પણ બધાં સાથે બેસીને જ જમતાં. છેલ્લું ભોજન લેતાં મંદોદરી કહેતી હતી - “ઈન્દ્રજીત! આજે તો તારા ભાવતા લાડું બનાવ્યા છે. આપણા કુળમાં લાડું ખૂબ પ્રિય છે ને!” “હા! મા.. મને ખૂબ ભાવે છે.” ઈન્દ્રજીત હસતાં હસતાં

પિતાશ્રી લંકેશ સામુ જોઈને કહેતો.

લંકેશ, મંદોદરી સામે જોઈને હસતાં હસતાં ઈન્દ્રજીતને લાડુ

ખવડાવતાં કહેતા - “પ્રિયપ જો તારી મા.. પિરસતાં કેવી સુંદર લાગે

છે?”

મંદોદરી લંકેશને ખવડાવતાં કહેતી હતી - “સ્વામીનાથ ઈન્દ્રજીત હવે મોટો થયો તેનો મોહ છૂટ તો જ નથી. હું, તમને પણ લાડું ખવડાવું.”

મંદોદરીએ લાડુ લઈને લંકેશને ખવડાવવા લાગી. તે જ સમયે મંદોદરીનો હાથ લાડુના થાળને વાગતાં લાડુનો થાળ નીચે પડતાં લાડુ ફર્સ ઉપર પથરાઈ ગયા. ક્ષોભ અનુભવતી મંદોદરી ઊભી થઈને કહેવા લાગી “કંઈ નહિંપ આ તો જરા હાથ વાગ્યો અને લાડું ઢોળાઈ ગયા.”

અચાનક આમ બનતાં લંકેશ વિસ્મય પામ્યા અને કહેવા

લાગ્યો - “જરૂર કોઈ ગ્રહણ આપણા સુખી જીવનને સ્પર્શી રહ્યું છે.” “ના.. ના.. એવું કંઈજ નથી પણપ” મંદોદરી લંકેશને અને વાતાવરણને હળવું બનાવવા પ્રયાસ કરી રહી. ધિક્ષુબ્ધતા અનુભવતો ઈન્દ્રજીત હાથ ધોઈને ઊભો થઈ ગયો. લંકેશ પણ જમવામાં આનંદ ના

રહેતાં તે પણ હાથ ધોઈને ઊભો થઈ ગયો.

આજે મોડી સાંજે જમતાં જ ઈન્દ્રજીત યાદ આવતાં લંકેશની આંખો ભીની થઈ ગઈ. મંદોદરી ચોધાર આંસુએ રડવા લાગી. મંદોદરીનાં આંસુનો દરિયો તોફાની બનવા લાગ્યો. જાણે સમસ્ત લંકા ડૂબી રહી હોય તેમ અનુભવવા લાગી. ભીની આંખોએ જમતાં જમતાં ઊભો થઈ ગયો. તે હોઠ ચગળવા લાગ્યા. ગળે વધેલા ડૂમાને બે હાથે મસળતાં મસળતાં વ્યર્થ કોશિશ કરવા લાગ્યા. મંદોદરી ભીની આંખોવાળો ચહેરો ફેરવી

લેતાં હીબકાં ભરવા લાગી. ત્યાં જ ક્રોધનું સામ્રાજ્ય લંકેશ ઉપર પ્રસરી ગયું. લંકેશ ક્રોધમાં ગાંડોતૂર બનીને બરાડી ઊઠ્યો - “ઈન્દ્રજીત! હું તેમને નહિં છોડું. કદાચ હું ગુનેગાર હોઉં તો મારો વધ કરવો હતો. મારા પૂત્રએ શું ગુનો કર્યો છે?”

“સ્વામીનાથ! આજે જ તમે સમજો તે પહેલાં સમજીને માત્ર તમે એકલાએ જ યુધ્ધ કર્યું હોત તો મારો ઈન્દ્રજીત યુધ્ધમાં ના હોમાયો હોત.. આ લંકાના લાખો રાક્ષસોના જીવ બચી ગયા હોત. ધ્વંશ તરફ જતી લંકાને બચાવી શક્યા હોત. હજારો સ્ત્રીઓને વિધવા થતી અટકાવી શક્યા હોત. હજારો નિર્દોષ બાળકોેને નિરાધાર થતા અટકાવી શક્યા હોત. હજું કહું છું સ્વામી તમે વિજય તરફ નથી જતા. તમે યુધ્ધના

મહાકાળનો ભક્ષ બની રહ્યા છો. મહાકાળનો ભક્ષ બની રહ્યા છો.” “ચાલ હટ! ગાંડા કાઢ્યા વગર. આખરે સ્ત્રીઓની બુધ્ધિ પગની

પાની સુધી. જો જો કાલે સવાર થશે. સુંદુર પર્વત સામે એ વાનર સેના

વચ્ચે સમુદ્ર કિનારે પેલા જંગલી વનવાસીનો ભાઈ ચિતામાં સળગી

રહ્યો હશે. આ.. હા.. હા.. હા..” લંકેશનું અટ્ટહાસ્ય ભોજનકક્ષને ધ્રુજાવી રહ્યું. મંદોદરીનાં સ્વામીનાથને સમજાવાનાં સ્વપ્નો ચકનાચૂર થઈ ગયાં. હવે ક્યાં સમય જ હતો? ક્યાં હવે બંન્ને મળવાનાં હતાં? એક ભયાનક વિષાદ મંદોદરીની આજીજી સમજી શક્યો. પરંતું હવે રણયુદ્ધમાં પાછા વળવું અશક્ય હતું. સમસ્ત રાક્ષસકુળને લાંછન લાગે તેમ હતું. તેમ વિચારી લંકેશે તિરસ્કૃત દૃષ્ટિથી મંદોદરીને નિહાળી બરાડો પાડ્યો - “શું તેં મને હતવીર્ય બનાવવા ભોજનકક્ષમાં નોતર્યો હતો. દુષ્ટા હમણાં જ તારું ભોજન ખાધું છે નહિં તો તારો વધ કરી નાંખત. તને તારી સોક્ય આવે તે ગમતી નથી. છેવટે તો તું એક પામર સ્ત્રી જ છે. દુષ્ટાપ ચાલી જાપ ચાલી જા મારી નજર સામેથી.” લંકેશે ક્રોધથી ગતિ કરતાં કક્ષમાં તેના ડગલાંના અવાજથી કક્ષ ધમધમવા લાગ્યો. હમણાં જ ધરતીકંપ થશે અને સમસ્ત લંકાનો નાશ થશે. સતી મંદોદરી અસહાય અબળા બની. દૂર દૂર જતા લંકેશને જોતી જ રહી. જોતી જ રહી. અંતે તે પણ

ભોજન કક્ષમાંથી ચાલવા લાગી. તેના પગ નીચે ઈન્દ્રજીતને ભાવતા,

લંકેશને પ્રિય સમસ્ત રાક્ષસ કુળને પ્રિય લાડું કચડાવા લાગ્યા. સતી

મંદોદરી આજ અસહાય અબળા બની હતી. તેણે અશોક વાટિકા તરફ સીતાને મળવા જવાનું વિચાર્યું અને તે અશોક વાટિકા તરફ ધીમા પરંતું દૃઢ પગલાં ભરી રહી હતી.

લંકેશ ક્રોધથી નખશિખ સળગી રહ્યો હતો. તે શયનગૃહમાં

જવાને બદલે મંત્રણા કક્ષમાં પુનઃ પહોંચી ગયો તેને આજ સમગ્ર બ્રહ્માંડ

ચકરાવો લેતું હોય તેમ લાગતું હતું. મંત્રણાકક્ષમાં પહોંચ્યો ત્યાં જ તેણે

મોકલેલો દૂત આવી પહોંચ્યો. તે એકલો જ હતો. વૃંદા ન હતી. ક્રોધથી પહોળી આંખોવાળો લંકેશ ધૂંવાંપૂંવા થતો કૂદકો મારી દૂતને ગળેથી પકડીને બરાડી રહ્યો - “કેમ તું એકલો આવ્યો? વૃંદા ક્યાં છે?”

“સ્વાીપ” ધ્રુજતો મોતના સંકેત માત્રથી કંપતો દૂત કહી રહ્યો

- “એ તો કહે છે આવવું એટલે શરણાગતિ સ્વીકારવી, હું કોઈ મૂર્ખ નથી સમજ્યો. લંકેશ ને કહેજે વૃંદા સ્વતંત્ર છે. તારું શાસન રાક્ષસો ઉપર ચાલે છે. સ્ત્રીઓ ઉપર નહિં. સ્ત્રી સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવાની. તેતો આ બ્રહ્માંડની સામ્રાજ્ઞી છે. જનેતા છે. ચાલ્યો જા અહિંથી.”

લંકેશ એક ક્ષણ માટે સાંભળતાં ડગાઈ ગયો. તે દૂતને દૂર હડસેલી વિચારવા લાગ્યો તે કહી રહ્યો - “ચાલ્યો જાપ” અને તે રાત્રિના

પ્રથમ પ્રહરમાં કાળનેમીના નીલપર્વતની કરાલિની ગુફા તરફ જવા

લાગ્યો. તેની ગતિમાં આજ વેધકતા ન હતી. કંઈક વિચારતો વિચારતો હળવે હળવે “વૃંદા! વૃંદા!” નું સ્મરણ કરતો ચંદ્રની રમ્ય ચાંદની, વેરાન છતાં શોભતી લંકા, વનરાઈ, ચોતરફના પહાડો, વહેતો પવન અને દૂર દૂરથી ઊછળતો, ઘુઘવાતો દરિયો જોતો જોતો જંગલોમાં અદૃશ્ય થઈ ગયો.

હિંદ મહાસાગર રાતા સમુદ્રનાં મોઝાં લંકાની ચોપાસ ઘુઘવતાં

હતાં. રાત્રિનો દ્વિતીય પ્રહર પસાર થઈ રહ્યો હતો. ઘુઘવતાં મોઝાંની

સાથે તોફાની પવન લંકા અને લંકાની ચોપાસનાં જંગલને ઘમરોળી રહ્યો

હતો. ખંડેર લંકામાંથી રાક્ષસી સ્ત્રીઓના ચિત્કાર અને ક્રોધભર્યા અટ્ટહાસ્યો દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા હતા. લંકેશ અડગ ડગલાં ભરતો મક્કમ નિર્ણયપૂર્વક વિચારતો હતો કે આજ વૃંદાને કાળનેમી સાથે મોકલવી. પરંતું તેને વશ કર્યા પછી જ. હજુ તારુણ્યમાં પ્રવેશતી વૃંદા દુષ્ટ વિભિષણના રવાડે ચઢી ગઈ હતી. તેને ક્યાં ખબર છે કે રાક્ષસો માત્ર શિવપ શિવના જ આરાધકો છે. અન્યથા કોઈ નહિ. ભગવાન આસુતોષની કૃપા અનંત છે. ધ્રુવની તપસ્યા-ભક્તિથી જ રાક્ષસકુળ તેજોમય બન્યું. તેમ છતાં દુષ્ટ વિષ્ણુએ ધ્રુવના વંશજ બલિરાજની નિર્મમ હત્યા કરી નાંખી. તે દુષ્ટે તેનો તૃતીય ચરણ નિર્દય રીતે બલિના શીર ઉપર મૂકતાં સહેજ પણ ના વિચાર્યુ કે બલિ તેના જ ભક્ત ધ્રુવનો વંશ છે. આ દેવો શું સમજે છે? શું વિષ્ણું તેના ઘમંડમાં રાચતો હોય કે દેવો તેમના દૈવત્વના અભિમાનમાં તરબતર થઈને સ્વર્ગમાં સ્વેચ્છાચાર કરતા હોય તો તે તેમની ભૂલ છે. તે તેમની સ્વતંત્રતા નથી સ્વચ્છંદતા છે. શું તેમણે સ્વશાસનનું પાલન ના કરવું જોઈએ. તેઓ જે કરે છે જેમ વર્તે તે ધર્મ- સદાચારનીતિ અને રાક્ષસો-માનવો કરે તે અધર્મ, તેમના જ નીયત ધર્મનું પાલન કરવા દેવો આગ્રહ કેમ રાખે છે? અને આ માનવજાત સાવ પાંગળી બનીને દેવોની આજીજી કરી દેવોની દયા-કૃપા-કરુણા ઉપર હરહંમેશ જીવી રહી છે. પેલો યયાતિ દેવોની મદદ કરવા દેવો સાથે દોસ્તીનો હાથ લંબાવી રાક્ષસકુળ સામે યુધ્ધે ચઢ્યો. વૃશપર્વાને નિર્વંશ

કરી નાંખ્યો. ગુરુ શુક્રાચાર્ય મા દિતિની વાતને કેમ ના સમજી શક્યા?

ચોક્કસ ગુરુ શુક્રાચાર્ય પણ હવે દેવ-દાનવ યુધ્ધમાં નિરસ બની ગયા છે. સ્વચ્છંદી દેવોના સ્વર્ગને જીતી જઈશ. આકાશ પાતાળ પૃથ્વી. સમસ્ત બ્રહ્માંડમાં રાક્ષસ રાજ આવશે રાક્ષસનીતિ, નિયતિ, મા અદિતિના વિચારોનું સામ્રાજ્ય ફેલાવીને જ જંપીશ. પોતાની જાતને તપસ્વિની ગણાવતી મંદોદરી મારા ઉદ્‌ગારની સામે બળવો કરી તેજોવધ કરવાની કોઈ જ તક ચૂકતી નથી. રાક્ષસની ભ્રમરવૃત્તિ સાથે તેને શું સંબંધ? તેનું પટ્ટરાણીનું પદ ક્યાં જતું રહેવાનું છે? સીતાને સમજાવીને સહકાર આપ્યો હોત તો આ ખંડેર લંકા, આ યુવાન રાક્ષસો, આ ચિત્કાર કરતી વિધવા રાક્ષસીઓ, આ અફાટ રૂદન કરતાં કુમાર, કુમારિકાઓ, બાળકોને જોવાના દિવસો ના આવ્યા હોત.” રાક્ષસરાજ લંકેશનું ચિત્ત ચગડોળે ચઢી ગયું હતું. એક ક્ષણ માટે તેને તમ્મર આવી ગયા. ત્રણેલોકને ધ્રુજાવનાર, ગ્રહો, નક્ષત્રો ઉપર આધિપત્ય જમાવનાર લંકેશ ચક્કર

ખાઈને ભોંય ઉપર પટકાઈ ગયો. આજ તેના આંતરમને હાર સ્વીકારી

લીધી. જંગલનાં હરણાં, મૃગ, વાઘ, સિંહ, હાથી, ગેંડા, રીંછ, વનિયાર,

ઘુવડ, ચીબરી, ગરુડ, ગીધ અને બાજ પશુપક્ષી અસહાય લંકેશના દયનીય હાલહવાલ જોઈને કોઈક અગમ્ય શાંતિ અનુભવી રહ્યાં. પુનઃ પોતાની જાતને સંભાળી વસ્ત્રો ખંખેરતો લાંબા કેશ ઉપર હાથ પ્રસારતો.

ભરાવદાર મૂંછ ઉપર તાવ દેતો લંકેશ હિંમત એકઠી કરી મક્કમ ડગલાં

ભરવા લાગ્યો. થોડા સમયમાં નીલપર્વત તરફના જંગલોમાં દૂર દૂર

સળગતી અગ્નિજ્વાળા પાસે પહોંચ્યો. ત્યારે અગ્નિજ્વાળાના પ્રકાશમાં

વિશાળ પહાડીના પાષાણમાં ગુફા દૃશ્યમાન થવા લાગી. લંકેશે એક બરાડો પાડ્યો - “કાળનેમી..!..!..”

અફાટ ફેલાયેલા જંગલમાં તેનો ભયાનક અવાજ ફેલાઈ ગયો. હરણાં, મૃગ, દોડવા લાગ્યાં. ચીબરી, ઘુવડ, વનિયાર, ગરુડ, ગીધ વૃક્ષ ઉપરથી ઊડવા લાગ્યાં. ભયાનક ત્રાડ સાંભળીને વાઘ, સિંહ, રીંછ રાત્રિના અંધકારમાં દોડવા લાગ્યાં. તોફાની સાગરનાં મોઝાં પણ લંકેશની

ત્રાડ સાંભળીને સ્મશાન શાંતિ અનુભવી ભયપૂર્વક શાંત થઈ ગયાં. તે

પણ વિચારી રહ્યાં “દિતિનો પુત્ર આટલો ભયાનક હશે!”

સમગ્ર પૃથ્વી ઉપર ભયનો ઓથાર ફેલાવી શકતો હશે. લંકેશ ગુફા પાસે પહોંચ્યો ત્યારે કાળનેમીના મંત્રોચ્ચાર સંભળાઈ રહ્યા હતા. ગુફામાં પહોંચતાં જ કુળદેવીની પ્રતિમા પાસે અગ્નિકુંડમાં આહુતિ આપતો કાળનેમીનું રુદ્ર રૂપ જોઈને લંકેશ અવાક્‌ થઈ ગયો. અગ્નિકુંડમાં પડતી આહૂતિથી અગ્નિજ્વાળામાં દેખાતું કાળનેમીનું સ્વરૂપ સાક્ષાત યમ સમ ભયાનક હતું. અગ્નિકુંડમાંથી એક વાદળી જ્યોતનો પૂંજ પ્રગટ થયો. જ્વાળા મધ્યે દિદીપ્ત વાદળી જ્યોત પૂંજ જોઈને લંકેશ મૂંઝવણ અનુભવવા લાગ્યો, લંકેશે ક્યારેય આવા જ્યોત પૂંજનો અનુભવ કર્યો ન હતો. જ્યોત પૂંજે ધીમે ધીમે કુલદેવીનું સ્વરૂપ ધારણ કર્યું. એક તીણો અવાજ સંભળાઈ રહ્યો - “કાળનેમી! તારી ભક્તિથી હું ખુશ છું. તું

માંગીશ તે રાક્ષસહિતમાં આપીશ.”

“મા!પ લંકેશની આજ્ઞાથી હું પવનપુત્રનો માર્ગ રોકવા જાઉં?”

કાળનેમીએ માને વિનંતિ કરતાં કહ્યું.

“હા! જા પરંતું તું ઈચ્છે છે તેમ નહિ થાય. રાક્ષસકુળની નીતિ વિરુધ્ધનું કાર્ય લંકેશે કર્યું છે. ત્યાં જ તારો અંતકાળ બોલાવી રહ્યો છે. હું તેમાં કંઈ જ કરી શકું તેમ નથી.” કુળદેવી અંતર્ધ્યાન થઈ ગયાં. કાળનેમી પ્રણામ કરી આસન ઉપરથી ઊભો થયો ત્યારે તેની દૃષ્ટિ લંકેશ ઉપર પડી. તેણે લંકેશને દૃઢ શબ્દોમાં કહ્યું - “મહારાજા લંકેશ હું તમારા કાર્ય માટે તત્પર છું. હું જાઉં છું. પરંતુંપ”

“હા, મેં તે સાંભળ્યુંપ માનું વચન અફર હોય છે. તેમ જ થઈને રહે છે.” લંકેશના સ્વરમાં હતાશા હતી. તેમ છતાં રણયુધ્ધમાં પાછાં પગલાં નહિ ભરવા તે અડગ હતો. લંકેશ અભિમાનથી કહી રહ્યો - “કાળનેમી! મારો હુકમ છે તું પણ વાંદરાનો માર્ગ રોક નહિતર તારો શિરચ્છેદ આ ખડગ કરશે.”

કાળનેમી લંકેશને વંદન કરી ગુફા બહાર જવા લાગ્યો. ત્યાં જ

લંકેશ બરાડી ઊઠ્યો - “વૃંદા ક્યાં છે?”

“વૃંદા! વૃંદા તો નથી આવી. ક્યાંક જંગલમાંપ” કાળનેમીએ સહજ કહ્યું. મુખ ઉપરના ભાવને અવલોકતો લંકેશ કહી રહ્યો - “સારુંપતું જા!”

કરું?” વિહ્‌વળ લંકેશનું સમગ્ર અભિમાન ઓગળી ગયું હતું. નાના

બાળક જેમ માના ચરણોમાં માથું નમાવી ડૂસકે ડૂસકે રડી રહ્યો હતો. ગુફાના વાતાવરણમાં તેનાં ડૂસકાં વિખરાઈ રહ્યાં હતાં. આજે નવગ્રહોને વશ કરનાર, નક્ષત્રોને રાશિનો અધિપતિ, સ્વર્ગના દેવોને ધ્રુજાવનાર

લંકેશ હતપ્રભ હતો. તેમ છતાં તેની રાક્ષસી વૃત્તિ તેને ત્યજતી ન હતી.

ક્રોધ, હિંસા, પરપીડન, અત્યાચાર, ભયનું સામ્રાજ્ય ફેલાવા ટેવાયેલો

લંકેશ ગુફાના દ્વારા પાસે પહોંચ્યો ત્યારે બહાર નીકળતાં બરાડી ઊઠ્યો

- “વૃંદાપ વૃંદાપ” ભય અને ડરથી વાઘ, સિંહ, હરણાં, મૃગ દોડવા

લાગ્યાં. જંગલોમાં ચહલપહલ મચી ગઈ. અડાબીડ વૃક્ષ ઉપરથી ઘુવડ, ચીબરી, ગીધ, બાજ ઊડવા લાગ્યાં. સમગ્ર જંગલમાં લંકેશનો બરાડો પહોડોમાં અથડાઈને પડઘો પાડવા લાગ્યો.

કાળનેમી ગુફા બહાર નીકળ્યો. લંકેશ કુળદેવીને પ્રણામ કરતો કહી રહ્યો - “મા આ શું થઈ રહ્યું છે? મારો અંત પણ નજીક છે? હું શું

મહારાણી મંદોદરી

મહારાણી મંદોદરી લંકાના રાજમાર્ગો ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે રાજમાર્ગની બંન્ને તરફ ઊંચી ઊંચી અટારીઓ ખંડેર બની ગઈ હતી. દુઃખ વિરહમાં વ્યાકુળ રાક્ષસીઓ ચિત્કાર કરતી ગૃહમાં દોડતી હતી. કેટલીક રાક્ષસીઓના પતિ વિરહમાં રડવાના અવાજ આવી રહ્યા હતા. કિશોર-કિશોરીઓ પ્રિય પિતાના અકાળ અવસાનથી હતપ્રભ બની અકાળે વૃધ્ધ બની ગઈ હોય તેમ લથ્થડિયાં ખાતા ચાલતી હતી. સુમસામ રાજમાર્ગ ઉપર રાત્રિનો પહેલો પ્રહર હજુ શરૂ થયો હતો છતાં કોઈ જ અવર જવર ન હતી. મોડી રાત્રિ સુધી ધમધમતા રાજમાર્ગ

મકાનોનો દીપક જ્યોતનાં અજવાળાં ક્યાંય ન હતાં. ક્યાંય જીવનનો આનંદ ન હતો. કિલ્લોલ કરતી લંકાનગરી યુધ્ધના આતંકમાં ભસ્મીભૂત થઈ ચૂકી હતી. મહારાણી મંદોદરી લંકાના પૂર્વ તરફના પ્રવેશ માર્ગથી

ઈશાન ખૂણામાં આવેલ અશોકવાટિકામાં પ્રવેશી ત્યારે અત્રતત્ર હનુમાનના

ક્રોધથી દ્વંશ થયેલા વૃક્ષ મૂળસોતા ઉખડીને ધરાશયી થયાં હતાં. વિશાળ

અશોકવૃક્ષના ઓટલા ઉપર ચંદ્રની ચાંદનીના ઉજાશમાં તપસ્વિની સીતાજી-

મહામાયા-પરમેશ્વરી સીતાજી અશોકવૃક્ષના થડના ટેકે બેસીને કંઈક

ઉચ્ચારી રહ્યા હતા. દૃઢ નિર્ણય શક્તિથી તેમની આંખોનું તેજ મંદોદરી

પ્રત્યે દૃષ્ટિ પડતાં જ નીલપ્રકાશપૂંજ મહારાણી મંદોદરીને ઉજાળી રહ્યો હતો. મહારાણી મંદોદરીના આગમન સાથે જ સીતાજીનો પહેરો ભરતી રાક્ષસીઓ સ્થળ છોડી ચાલી ગઈ.

મહારાણી મંદોદરીને આવતાં જોઈને સ્વસ્થ ચિત્તે સીતાજી યોગાસનમાં બેસી કમ્મરને ઉત્કૃષ્ટ કરી કૃશકાયામાં હામ ભરી દેતાં કહ્યું

- “પધારો મહાસતી મંદોદરી!”

“મહારાણી મંદોદરી!” સીતાજીના ઉદ્‌ગાર સાથે જ સીતાજીની ચોતરફ ચાંદની રાતમાં પણ પ્રગટી રહેલી આભાને જોઈને જ બોલી ઊઠ્યાં - “હે પરમેશ્વરી! આપનું અમારા ગૃહમાં સ્વાગત પણ ના કરી શકી એટલી હું હીન છું.”

“ક્ષોભ ના અનુભવો દમયંતી! સંજોગનું નિર્માણ રાક્ષસ મનુષ્યને

લાચાર બનાવે છે. આપની સદ્‌ભાવનાથી હું ક્યાં અજાણ છું. બોલો

મહારાણી કેમ પધારવું થયું?” સીતાજીએ પાલવનો છેડો ધરા ઉપર પાથરી દીધો. મંદોદરી આતુરતાથી કહી રહી “મા! પરમેશ્વરી મારા પતિ આપને ના ઓળખી શક્યા. એમના વર્તન માટે હું ક્ષમા યાચું છું. તે માટે

આવી છું.” રાજા પ્રજાનો ઈશ્વર છે. પ્રજાનું સુખ-દુઃખ રાજાનું સુખ-દુઃખ

છે. રાજા અમન ચમનનો જ માત્ર વિચાર કર્યા કરે તો પ્રજા એને રોકે નહિં. તો રાજા અને પ્રજાને તેનાં ફળ ભોગવાં પડે છે. મહારાણી વિનાશનું કારણ રાવણ નહિ. તેનામાં રહેલી જડતા, પાશવીવૃત્તિ, રાક્ષસીપણું છે. રાવણ સિધ્ધિઓના અહંકારમાં ગળાબૂડ બની મદિરાપાન કરતાં અહમ્‌ના પાનમાં ચકચૂર બન્યો છે. કેમ તમે ના રોકી શક્યાં? તીણા સ્વરે સીતાજીએ કહ્યું.

“મેં ખૂબ પ્રયત્ન કર્યો. રાજનીતિ ત્યજી પ્રેમનીતિ અપનાવા કહ્યું. કોણ જાણે કેમ તેમને શું થયું છે? હા!પ એક વખત કહેતા હતા કે સ્વયંવરમાં મહાસમર્થ રાવણને ત્યજી-તપસ્વી-સિધ્ધિના અધિપતિ- ગ્રહ-નક્ષત્રો જેને વશ છે. જેવો જેનાથી ધ્રુજે છે. ભગવાન સદાશિવ જેના ઉપર હંમેશ પ્રસન્ન છે તેને ત્યજી એક વનવાસીએ કાષ્ટનું ધનુષ્ય તોડ્યું તેમાં તેને વરમાળા પહેરાવી. શું? એ ધરતીપુત્રી પણ એમ સમજે છે કે અમે દિતિના પુત્રો છીએ, અમે માંસ-મદિરા-હિંસા-અત્યાચાર-આતંકના

પ્રેરક છીએ.” “શું અમે દિતિના પુત્રો દેવોના દુશ્મન છીએ એટલે આમ

કર્યું. દેવો હંમેશાં અમોને અન્યાય કરતા આવ્યા છે. સમુદ્રમંથન સમયે

ભગવાન શિવે હલાહલ પીને કંઠમાં સમાવીને નીલકંઠ બન્યા. સમગ્ર બ્રહ્માંડને નાશમાંથી બચાવ્યું. અમૃત નીકળ્યું ત્યારે કપટી વિષ્ણુંએ મહામાયાનું સ્વરૂપ ધારણ કરી માત્ર દેવોને જ અમૃત પીવડાવ્યું. પેલો ચાલક રાહુ દેવોની લાઈનમાં બેસી ગયો અને અમૃતપાન કરી ગયો. તે દુષ્ટે અમને

દગો કર્યો. દેવ-દાનવ યુધ્ધ ચાલતું આવ્યું છે. ચાલતું જ રહેશે. મૃત્યું વારે

વારે કેમ નથી આવતું? અમે હસતે મુખે તેનો સ્વીકાર કરતા આવ્યાં છીએ અને કરતા રહીશું. દેવોના અભિમાનને ઓગાળીને જ જંપીશું. હે! સીતાજી હું તેમને ના રોકી શકી અને તમોને જે યાતના પડી તે માટે હું ક્ષમા યાચું છું.” મંદોદરીએ આજીજીભર્યા સ્વરે કહ્યું.

“હું તમારા ઉપર ખુશ છું. રાણી મંદોદરી! યુગો સુધી તમારા

સદ્‌ભાવ પ્રેમને બ્રહ્માંડના જીવો તમને પૂજ્ય ભાવે યાદ કરશે. અમારે

મન દેવ-દાનવનો કોઈ ભેદ હોતો નથી. જે જેવું કર્મ કરે, તેવો જ તે બને છે. તેવો જ તે બ્રહ્માંડમાં પ્રસ્થાપિત થાય છે. ધ્રુવનું કર્મ, હિરણ્યકશ્યપનું કર્મ, ભગવાન પરશુરામનું કર્મ, વશિષ્ઠ અને વાલ્મિકીનું કર્મ આજે પણ એવું જ છે. રાવણની દુશ્મનભાવની ભક્તિ એ જ રીતે જાણીતી બનશે. વિધિનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમાં હું, તમે કે રાવણ કોઈ જ કંઈ કરી શકીએ તેમ નથી. આગની જ્વાળામાં લીલાં વૃક્ષો પણ બળી જાય છે. તેમ યુધ્ધજ્વાળામાં જાણે અજાણ્યે મૌન રહેનાર સમસ્ત જીવો અન્યાયનો

પ્રતિકાર નહિં કરી શકવાથી બળીને ખાખ થઈ જશે. પુનઃ નૂતન જીવનની શરૂઆત થશે જ. દરરોજ નૂતન પ્રભાત ઊગે છે અને તેની કોમળ રશ્મિ પૃથ્વીને ઊજાળે છે તેમ વૃક્ષોની ડાળીઓ ઉપર નૂતન પક્ષીઓ માળા બાંધશે જ અને નૂતન જીવોનું જીવન ધારણ કરાવા માટે

ઈંડાનું સેવન કરી બચ્ચાંને જન્મ આપશે. મહાસતી તમે તો ઈંડા-

પિંગલા-સુષુમણાને ભેદીને સહસ્ત્રાચારનાં અનુભવી છો. તમે આજ્ઞાચક્રમાં

ભવિષ્યને જાણી શકો છો. તમે યોગિની હોવા છતાં પામર જીવોની જેમ

પ્રશ્નો કરો છો તે જ તમારી મહાનતા દર્શાવે છે. હે! મંદોદરી આવનાર સમય કર્મયોગનો હશે. નાતિ-જાતિના ભેદાભેદ ક્યારનાય નષ્ટ થઈ ગયા હશે. કર્મથી જ દેવ-દાનવ તરીકે જીવો ઓળખાશે. નહિ કે દિતિ- અદિતિના પુત્રો તરીકે.”

“હું હોઉં, તમે હો કે વૃંદા, સ્ત્રી જાતિએ જ ગર્ભનું સેવન કરવાનું છે અને નૂતન જીવોને જન્મ આપવાનો છે.” સીતાજીએ કરુણામયી શબ્દો ઉચ્ચાર્યા.

મહારાણી મંદોદરી પરમેશ્વરી ભગવતી સીતાજીને વંદન કરી જવા આજ્ઞા માંગતા કહેવા લાગ્યાં - “હે ભગવતી આપની આજ્ઞા!”

“જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે થાય છે. જે કંઈ થવાનું છે તે પણ સારા માટે થવાનું છે.” સીતાજીએ મહારાણી મંદોદરીને આશીર્વાદ આપતાં કહ્યું - “પતિ ધર્મ એ જ સાચો ધર્મ છે. તમારો સદ્‌ભાવનાનો એકમાત્ર વિચાર-વર્તન તમોને યુગો સુધી ચંદ્ર-સૂરજના અસ્તિત્વ સુધી અમર બનાવશે.” મંદોદરીએ વિદાય લીધી ત્યારે મધ્યરાત્રીની પોષિ પૂનમની ચાંદની તેનું સામ્રાજ્ય ફેલાવી રહી હતી. સમગ્ર બ્રહ્માંડમાં તેની શીતળતા પ્રસરી રહી હતી. મંથરગતિએ આવેલી લંકાની મહારાણી અડગ ડગ ભરતી પુનઃ મહાલય તરફ વેગગતિથી ચાલવા લાગી.

મધ્યરાત્રિની ચાંદની રૂપું પ્રસારી રહી હતી. તેના પ્રભાતથી સૃષ્ટિ ઉપરની

કુદરત, પશુ, પક્ષી, રાક્ષસ, માનવ અકળ સાંત્વના-શીતળતા અનુભવી

રહ્યા હતા. રૂપું રેલાવતાં ચંદ્રમામાં ડોશી ઝુંપડી હરણાં દેખાઈ રહ્યાં હતાં.

દમયંતી રાજમહેલમાં પ્રવેશી ત્યારે દ્વારરક્ષક નમન કરીને આદર આપતા હતા. ચંદ્રની ચાંદનીમાં સમગ્ર રાજમહેલ સ્નાન કરી રહ્યો હતો. રાજમહેલની

ખુલ્લી બારીઓમાંથી ચાંદની પથરાઈ રહી હતી. શયનગૃહમાં દમયંતી

પહોંચી ત્યારે સમસ્ત સેવિકા સસ્મિત આવકાર આપતી વિદાય થઈ.

ત્રીજા પ્રહર પછી લંકેશના ચરણનો અવાજ રાજમહેલમાં સંભળાઈ

રહ્યા. શયનગૃહમાં સૈયામાં પડખાં ફેરવતી રાજરાણી દમયંતી એ આંખો

ખોલી તો લંકેશ તેના પડખામાં જ પોઢવા બેસ્યા હતા. બાહુબંધ, રાજમુગટ, ઉપવસ્ત્ર બાજુના ટેબલ ઉપર મુકાઈ ચૂક્યાં હતાં. રાજપરિવેશમાંથી મુક્ત લંકેશ સહજ રીતે મંદોદરીના સ્વામીનાથ સ્વરૂપે વિચારોને ખંખેરતા મૂંછ ઉપર તાવ દેતા થોડી મિનિટોમાં ઘસઘસાટ ઘેરી

નિંદ્રામાં ગરકાવ થઈ ગયા. લંકેશનાં નસકોરાં સંભળાવાં લાગ્યાં. પૂર્વની બારીમાંથી શીતળ ચાંદનીના પ્રકાશમાં મંદોદરીનો ચહેરો શોભી રહ્યો હતો. થોડી ક્ષણોમાં ઘસઘસાટ નિંદ્રા માણતી દમયંતીના ચહેરા ઉપર વિશાળ કેશકલાપે સામ્રાજ્ય જમાવી દીધું. ચાંદનીનો પ્રકાશ કેશમાં ઢંકાયેલા ચહેરા ઉપર ચળાઈ ચળાઈને પ્રસરી રહ્યો હતો.

પ્રભાત થયું. પક્ષીઓનો કલરવ, સૂરજના મીઠા તડકાએ મંદોદરીને જાગૃત કરી ત્યારે જીવનમાં ન અનુભવેલી શાંતિ, સ્ફૂર્તિ, તાજગીનો અનુભવ મંદોદરી કરી રહી હતી. પચ્ચાસ-પચ્ચાસ વર્ષો પછી બોજીલ

જીવનમાંથી એકમાત્ર સીતાજીની મુલાકાતથી મુક્તિ મળી હતી. આજે

એને કોઈ અજંપો-ચિંતા તેના હૃદયને કોરી ખાતી ન હતી. સ્વસ્થ ચિત્તે

પલંગમાં બેસી રહેતાં તે પરમેશ્વરીને મનોમન વંદન કરવા લાગી.

પ્રભાતનો તીખો તડકો લંકેશના દેહને પ્રસ્વેદથી રેબઝેબ કરવા

લાગ્યો. ત્યારે લંકેશ સફાળો જાગતો બરાડી ઊઠ્યો - “મારો એકપણ ના બચવો જોઈએ” પોતે રાજમહેલમાં છે તેનું ભાન થતાં જ લંકેશ કહી રહ્યો

- “હું હું રાજમહેલમાં છું? મંદોદરીપ મંદોદરી ક્યાં છે તું?”

સ્નાન કરી નવીન વસ્ત્રો ધારણ કરી લાંબા કાળા કેશને સજાવતી

મંદોદરી ત્વરિત લંકેશ પાસે આવી પહોંચી. તે કહી રહી-“હાંપહાંપ બોલો સ્વામીનાથ.” તેણે લંકેશના ચરણનો સ્પર્શ કર્યો.

“હું ક્યાં છું કેમ મનેપ. મને મારાં મસ્તકને છેદતો પેલો વનાંચલ દેખાઈ રહ્યો છે.” લંકેશે ગભરાઈને ડરથી ધ્રુજતાં કહ્યું. “સ્વામીનાથ સ્વસ્થ થાઓ એવું કંઈ જ નથી. તમે કુશળ છો. શયનખંડમાં છો.”

મંદોદરીએ સ્વસ્થ ચિત્તે લંકેશને ધૈર્ય અર્પતાં કહ્યું. ક્યારેય નહિં આજે

મંદોદરીથી લંકેશની પીઠ ઉપર હાથ પ્રસારતી કહી રહી હતી : “સ્વામીનાથ એ તમારું સ્વપ્ન હશે. સ્વપ્નો ક્યાં સાચાં પડે છે?”

લંકેશ શયનકક્ષમાંથી સ્નાનાગાર તરફ જવા લાગ્યો. પુનઃ નૂતનવસ્ત્રો ધારણ કરી રાજમુગટ, બાહુબંધ બાંધીને મંદોદરી સમક્ષ આવી ઊભો ત્યારે મંદોદરીએ કુમકુમ તિલક કરી અક્ષતને તિલકમાં

લગાવી શુભકામના કરતી આરતી ઊતારવા લાગી. મંત્રણાગૃહ તરફ

જતો લંકેશ મંદોદરીને સ્મિત આપી તેની હડપચી ઉપર હળવી ટપલી

મારી ખડખડાટ હસી પડ્યો. મંદોદરી મ્લાન હસતાં ભાવિને જોતી હોય

તેમ મનોમન બોલી ઊઠી - “આજ આ સ્વામીનાથનું અંતિમ હાસ્ય હશે. આજ આ અંતિમમિલન હશે. અરે..રેપવિધાતાપ” મહારાણી મંદોદરીની આંખોમાં આંસુની ધારા પ્રગટી ઊઠી. આંસુની ધારા સમંદર બની ગઈ. તેમાં જીવનનાં અસંખ્ય સંભારણાં ડુબવા લાગ્યાં.

“સતી તમે રડો છો!” ક્રોધથી લંકેશે કહ્યું. “શું તમે પણ મને આમ જ વિદાય આપશો?” મંદોદરીનું રૂદન લંકેશના ક્રોધમાં પલટાઈ ગયું. ક્રોધની ચરમસીમાએ આગનું સ્વરૂપ ધારણ કર્યું.

મંત્રણાકક્ષમાં હજું પ્રવેશ્યાં નથી છતાં લંકેશ બરાડી રહ્યો હતો

- “કોણ છો? કોણ છો? આજનું યુધ્ધ અંતિમ યુધ્ધ છે. કાંતો જીવનપ. કાંતો મૃત્યુંપ. રાક્ષસો તૂટી પડો એ દુષ્ટો ઉપર. વીણી વીણીને રહેંસી નાંખો. તમારી તમામ પાશવી શક્તિને કામે લગાડો. આજની સાંજ તેમની અંતિમ સાંજ હોવી જોઈએ.”

રાવણની ત્રાડથી સભાગૃહમાંથી - મંત્રણાકક્ષમાં રાહ જોઈ રહેલા વિલક્ષણા રાક્ષસો એક જ મંત્રગ્રહણ કરી રહ્યા. રાવણ કહી રહ્યો હતો - “મરો કે મારો” રણશિંગુ ફુંકાઈ રહ્યાં. યુધ્ધનાં ઢોલ પીટાઈ રહ્યાં. શૂરા રાક્ષસોની કિકિયારીઓ સંભળાઈ રહી. લંકેશ રથમાં આરૂઢ થઈ

ખૂદ પોતે જ રથને હંકારી રહ્યો. આજ તેને રથી ઉપર પણ વિશ્વાસ ન હતો. શંકાની સોય તેને કોરી રહી હતી.

જાલંધર અને વૃંદા

મંદરાચલ તરફ હિન્દમહાસાગર ઉપરથી આકાશમાર્ગે તેજ ગતિ કરી વૃંદા ઊડી રહી હતી. જ્યારે તેણે હરિયાળા પર્વતના શિખર ઉપર ઉતરાણ કર્યુ ત્યારે ખૂબ ભૂખ લાગી હતી. ચાંદનીના પ્રકાશમાં તૃતીય પ્રહરે વિવિધ વૃક્ષ નીચે પાકીને ખરી ગયેલાં ફળ જોઈને આનંદમય ચિત્કાર કરતી ફળ વીણી વીણીને ખાવા લાગી. કેટલાંક ખાટાં, કેટલાંક

મીઠાં ફળ ખાવાથી અંતર તરબોળ થઈ ઊઠ્યું. વૃંદા એ પૂર્વના આકાશમાંથી

મંદમંદ શીતળ પવન વહેતો હતો. સૂરજ ઊગવાની સાથે વૃંદાએ પૂર્વ તરફની પહાડી તરફ જવાનું વિચારીગતિ કરવા લાગી. તે તરફનાં વૃક્ષ ઊંચા અડાબીડ હતાં. તે જોઈને ઉચ્ચારી રહી - “હરિપ હરિપ હરિપ હરિપ હરિપ હરિપ” લંકાના જંગલોમાં જે શાંત્વના-પ્રફુલ્લીતતા મળતી ન હતી. તે પ્રફુલ્લીતતા તેને આજ મળી રહી હતી. કોણ જાણે કેમ

આસુરી પ્રભાવથી મુક્ત થઈ હોય તેમ તેનું હૃદય શાંત અને આનંદ

અનુભવતું હતું. રૂદનથી તે વાજ આવી ગઈ હતી. આજે તેને તેમાંથી

મુક્તિ મળી હોય તેમ સ્વતંત્રતાનો અનેરો આનંદ માણતી હતી. મંદરાચલના પહાડી શિખરોની હારમાળા વચ્ચે સમગ્ર સૃષ્ટિ તેનાં ખૂલ્લા મેદાનમાં એક સરોવર દેખાઈ રહ્યું હતું. ત્યાં પહોંચી, વૃંદાએ સરોવરમાં સ્નાન કરવાનું વિચાર્યુ. પશ્ચિમના આકાશમાંથી પૂર્વના આકાશ તરફ પક્ષીઓની કતાર ગતિ કરી હતી. પર્વતના શિખર ઉપરથી સૂરજનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. દૂર દૂર એક સરોવર ધુમ્મસથી ઘેરાયેલું સૂર્યપ્રકાશમાં દેખાતું હતું. તે તરફના વિસ્તારના જંગલો ધુમ્મસના પ્રભાવમાં ઝાંખા ઝાંખા જણાઈ રહ્યાં હતાં. વૃંદાએ એ સરોવરમાં સ્નાન કરવાનું વિચારી, હરિ સ્મરણ કરવા ધ્યાન કરવાનું વિચારી સરોવર તરફ જવા લાગી. સરોવર પાસે પહોંચી તો સરોવરની ચોપાસ હરિયાળી છવાયેલી હતી. તે હરિયાળીમાં વિવિધ પ્રકારની રંગબેરંગી નાનકડાં પુષ્પ પવન લહેરમાં નાચી રહ્યાં હતાં. ધુમ્મસભર્યા વાતાવરણમાં વૃંદા સરોવરમાં ડુબકી મારી સ્નાન કરી. દૂર દૂર દેખાતા ખીજડાના વૃક્ષ નીચે ધ્યાન કરવાનો સંકલ્પ કરી સરોવરના પાણીથી સૂર્યને અધર્ય આપી. તે તરફ જવા લાગી. વિશાળ

ખીજડાના વૃક્ષ નીચે રાતાંચોળ આકર્ષક પુષ્પની ચાદર પથરાઈ ગઈ હતી. થોડક્ષણો માટે તે ત્યાં જોતી જ રહી ગઈ. હળવે હળવે વૃક્ષ નીચેની પુષ્પ ચાદરમાંથી વૃક્ષના થડ પાસે પદ્માસન લગાવી શ્રીહરિના ધ્યાનમાં

મગ્ન થવા લાગી. વૃંદા ખીજડાના પુષ્પનો અભિષેક કરી ધન્યતા અનુભવી

રહી હતી. થોડી મિનિટોમાં વૃંદા ઈંડા, પિંગળાથી સહસ્ત્રારમાં પહોંચી

ગઈ. તેણે ધ્યાનમાં જોયું તો હરિત પ્રકાશપૂંજમાં મંદરાચલમાં કાળનેમી સરોવરથી થોડે દૂર ઊંચા પહાડની ખીણની પાસે, મેદાન ઉપર માયાવી શક્તિથી ઝૂંપડી બનાવી. અગ્નિકુંડમાં આહુતિ આપી પ્રગટ કરેલા અગ્નિની જ્વાળાને વધુ પ્રજ્વલિત કરી રહ્યો હતો. તેણે યોગીનું રૂપ ધારણ કરી તે “શ્રીરામ” નામનું અંકિત ભગવું ઉપવસ્ત્ર ધારણ કર્યું હતું. કાળનેમીના બર્ફીલા ધવલકેશ વધુ પ્રભાવ પ્રગટ કરતા હતા. વૃંદા સ્થિતિને સમજી ગઈ. તુરંત પિતાશ્રીની પાસે જવાનું યોગ્ય ના જણાતાં ધ્યાન મગ્ન બની. ધ્યાનમાંથી ઊઠીને થોડો સમય બેસી રહી. કાળનેમીનું ધ્યાન

રાખવા તેની નજીક જઈને છૂપાઈ ગઈ. પ્રભાતનો બીજો પ્રહર પસાર થઈ રહ્યો હતો. થોડા સમયમાં હુષ્ટ પુષ્ટ વાનરને ગદા સાથે ત્યાં આવતો જોઈને વૃંદા વિચારી રહી જરૂર આજ હનુમાન હશે. પવનપૂત્રને કાળનેમીના આશ્રમ પાસેથી જ જવાનું હતું. તે સિવાય અન્ય કોઈ માર્ગ ન હતો. કાળનેમીના આશ્રમ પાસે પવનપુત્રને જોઈને કાળનેમીએ અગ્નિકુંડની જ્વાળા વધુ તેજ કરતાં બોલી રહ્યો - “હે શ્રીરામ શ્રીરામ શ્રીરામ” પવનપુત્ર યોગીને શ્રીરામનો ઉચ્ચાર કરતો સાંભળીને થોભી ગયા. તેમણે

પ્રશ્ન પૂછ્યો - “તમે કોણ છો? કેમ મારા શ્રીરામનું નામ ઉચ્ચારો છો?”

કાળનેમીએ કહ્યું - “હું વર્ષોથી શ્રીરામની ભક્તિ કરું છું. અહિં આશ્રમ બનાવી રહું છું.”

પવનપુત્ર આનંદિત થઈ તેની પાસે બેસી ગયા. કાળનેમીએ

પવનપૂત્રને સ્નાન કરીને યજ્ઞ કાર્યમાં સહભાગી થવા કહ્યું. સરોવરમાં

સ્નાન કરવા પવનપુત્ર ભક્તિપૂર્વક પહોંચ્યા. સરોવરમાં મગર પાસે દેહયુધ્ધ થવા લાગ્યું. વૃંદા અવલોકી રહી હતી કે પવનપુત્રને સરોવરમાં જ મૃત કરી નાંખવાની યોજના કાળનેમીએ બનાવી હતી. મગરન અને પવનપુત્રના યુધ્ધથી સરોવરમાં જલસિક્તો ઊંચે ઊડી રહ્યાં હતાં. થોડી મિનિટોમાં સરોવરનું પાણી રક્તમય બની ગયું. વૃંદાએ પવનપુત્રને સરોવરમાંથી બહાર આવતા જોઈને સાંત્વના અનુભવી. કાળનેમીની પાસે પહોંચીને વિરાટરૂપ ધારણ કરી કાળનેમી વિચારે તે પહેલાં જ તેની છાતીમાં લાત મારી ભોંય પર પટકાવી દીધો. કાળનેમીની છાતી ઉપર

ભયાનક તાકાતથી બીજી લાત મારી દીધી. વૃંદા ત્યાં પહોંચે તે પહેલાં જ કાળનેમીનું મૃત્યું થઈ ચૂક્યું હતું. કલ્પાંત કરતી વૃંદા કાળનેમી પાસે પહોંચી. અચાનક આવી પહોંચેલી સ્ત્રીને જોઈને પવનપુત્ર વિસ્મય પામ્યા. પરંતું કલ્પાંત સાથે સ્ત્રીના મુખમાંથી “શ્રીહરિ શ્રીહરિ” ઉદ્‌ગાર સાંભળી દુઃખ અનુભવતા પવનપુત્ર કહી રહ્યા - “હે! હરિપ્રિયા તમે કોણ છો? કેમ તમે અહિં આવ્યા છો?”

અફાટ રૂદન કરતાં વૃંદા કહી રહી - “હે કપિરાજ હું વૃંદા છું.

લંકાપતિ રાવણના આતંકથી બચવા અહિં આવી ગઈ છું. મને ખબર પણ ન હતી કે તમારો માર્ગ રોકવા મારા પિતા કાળનેમી અહિં આવી જશે. તમારા કાર્યમાં અડચણ ઊભી કરવાનું રાવણનું આ ષડયંત્ર છે. તમારા કાર્ય માટે તમે વિદાય થાઓ.”

કપિરાજ હનુમાન વૃંદાનું આક્રંદ સાંભલી “શ્રીહરિ” નામ સાંભળતાં જ ભાવવિભોર થઈ ગયા. તે બોલી ઊઠ્યા - “હે વૃંદા તમારી હરિ

ભક્તિથી હું ખુશ છું દ્વાપરયુગમાં શ્રીહરિ તમને જરૂર મળશે. આ મારું વચન છે.”

કપિરાજનું વચન સાંભળી વૃંદા તેમના ચરણોમાં ઢળી પડી તેનાં આંસુથી હનુમાનના ચરણ ભીના થઈ ગયા. હનુમાને વૃંદાને કહ્યું - “હે વૃંદા! દ્વાપરયુગમાં તમે જરૂર હરિપ્રિયા બનશો. તમારું લગ્ન શિવભક્ત જાલંધર સાથે થશે.”

વિંધ્યાચલ પર્વતની પૂર્વ તરફની હારમાળા તરફ હનુમાન

પવનવેગે ગતિ કરી રહ્યા હતા.

દેવ-દાનવ યુધ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું. હજારો વર્ષોથી ચાલી રહેલા યુધ્ધમાં અગણિત સૈનિકોનો સંહાર થઈ ચૂક્યો હતો. સમસ્ત બ્રહ્માંડમાં યુધ્ધ જ્વાળામાં હોમાઈ ગયું હતું. દાનવકુળનો નાશ થઈ રહ્યો હતો. ગુરૂ શુક્રાચાર્યની સિધ્ધિને કારણે દિન-પ્રતિદિન સંહાર થતા રાક્ષસોના ધરા ઉપર પડતા રક્તબિંદુમાંથી હજારો રાક્ષસો ઉત્પન્ન થતા હતા. આ

ભયાનક સ્થિતિથી દેવગણ હતાશા અનુભવી રહ્યા હતા. સ્વબચાવના

પ્રયાસ કરતા યુધ્ધમાં દિન-પ્રતિદિન દેવો પૃથ્વીલોક-પાતાળલોકમાંથી પીછેહઠ કરી રહ્યા હતા. દેવલોકનો એશ-આરામ હરામ થઈ ગયો હતો. અપ્સરાઓનાં નૃત્ય, ગંધર્વનાં ગીતોનું મનોરંજન ક્ષણિક બની ગયું હતું. તે ક્યારેક ક્યાંક ઈન્દ્રના દરબારમાં સંભળાતું. હરહંમેશ યુધ્ધનો જ

વિચાર કરતો રાજા ઈન્દ્ર હવે ગંધર્વ અને અપ્સરાઓની અવગણના કરવા લાગ્યો હતો. હરહંમેશ સ્વર્ગની ઊંચી અટારીઓમાંથી નૃત્યગાનના

પ્રતિઘોષ સંભળાતા. આનંદનું હાસ્ય સંભળાતું. તે હાસ્ય, તે નૃત્યના ઠુમકા અદૃશ્ય થઈ ચૂક્યા હતા. રાજા ઈન્દ્ર સતત ચિંતામગ્ન રહેતા હતા. પૃથ્વીલોકમાં હિમગિરિમાળાના ઉત્કૃષ્ટ શિખરમાં આવેલા અમરાપુરી પાસે માનસરોવરને કાંઠે એક રાક્ષસ યુવાન પદ્માસનમાં વર્ષોથી શિવ આરાધના કરી રહ્યો હતો. યુવાનના દેહ ઉપર બર્ફ વર્ષા થઈ રહી હતી. તેની ચોપાસ બર્ફના ડુંગર રચાઈ રહ્યા હતા. પુનઃ પુનઃ નિત્ય પ્રભાતપૂર્વેના સૂર્યની લાલીમાં, માનસરોવરમાં સ્નાન કરી અમરનાથમાં ભગવાન સદાશિવનાં દર્શન કરી પુનઃ ધ્યાન મગ્ન થતો હતો. યુવાનનું ચિત્ત સ્વસ્થ જ રહેતું હતું. તેનું મન દૃઢ બની રહ્યું હતું. શ્રાવણી અમાસની

મધ્યરાત્રિએ તે યુવાન યોગી ધ્યાન મગ્ન હતો ત્યાંજ નભોમંડળમાં વીજળીના ચમકારા, વાદળોની ગર્જના થવા લાગી. પૃથ્વી ઉપર ઉલ્કાપાત સર્જાવા લાગ્યો. ભયાનક બર્ફ વર્ષા થવા લાગી. હિમ શિખરો ડોલવા

લાગ્યાં. તેમ છતાં ધ્યાનમગ્ન યુવાન યોગીએ પીળા પ્રકાશ પૂંજને તેની

નજદીક આવતો નીહાળ્યો. તે પૂંજની ગરિમા ભયાનક હતી. યોગી

પ્રસ્વેદથી તરબોડ થઈ ગયો. ઘોર અંધારી અમાસની રાત્રિ તેનું વર્ચસ્વ જમાવી રહી હતી. વેધક પ્રકાશપૂંજ સ્થિર થયો. તે ક્ષણે જ ભગવાન સદાશીવ પ્રકટ થયા. તે કહી રહ્યા - “હે યોગી તારાં નેત્ર ખોલ હું તારા ઉપર ખુશ છું.” યુવાન યોગીનો દેહ બર્ફ વર્ષાને કારણે બર્ફમાં જ દટાઈ

ગયો હતો. માત્ર તેનું શીર દૃશ્યમાન હતું. યોગીએ દૃષ્ટિ ખોલી તો

ભગવાન સદાશિવનાં દર્શન માત્રથી વર્ષોથી મૂંગી વાચા પ્રકટી ઊઠી, બર્ફને ખસેડતો ઊભો થયો. ભગવાન શિવના ચરણોમાં દંડવત પ્રણામ કરી કહી રહ્યો- “હે! દયાળું કૃપાસિંધું મારું જીવન ધન્ય થઈ ગયું. આપ

મુજ ઉપર કૃપા કરો.”

મહાદેવે સ્મિત વેરતાં કરુણામયી નેત્રે કહ્યું - “માંગ માગે તે આપું આ બ્રહ્માંડનું રાજ.. સ્વર્ગનો ઈન્દ્ર બનાવું.”

“હે! દયાળું મહાદેવ મારે માત્ર એક સમય માટે દેવોનું અભિમાન ઊતારવું છે. ઘમંડી ઈન્દ્રએ ભયાનક આતંક ફેલાવી નિર્દોષ જીવોને યુધ્ધમાં હોમી દીધા છે. તેમ છતાં તેને સંતોષ ના હોય તેમ રાક્ષસકુળનો નાશ કરવા તત્પર થઈ ઊઠ્યો છે. ઈન્દ્રને હરાવાની મને ક્ષમતા આપો.

મારું મૃત્યું ક્યારેય ના થાય.”

“તથાસ્તુ!” કહી ભગવાન શિવ અંતર્ધાન થયા. તેના પ્રતીકરૂપે પીળા ફૂલની હારમાળા મૂકતા ગયા. યુવાન યોગીએ તે હારમાળા પોતાના કંઠમાં શોભાવી ઉત્સાહમાં-ગર્વમાં હાસ્ય કરતો ચોપાસ બર્ફને ખસેડતો કૂદતો નૃત્ય કરવા લાગ્યો. તેના હાસ્યના પડઘા હિમગિરિના શિખરોમાં સંભળાઈ રહ્યા. ગંગોત્રીના જલપ્રવાહમાં જ મત્સ્યાના દેહમાં જન્મ ધારણ કરનાર તે જાલંધર હતો. કાશીવાહિની ગંગાના જળમાં વિહાર કરનાર જળજીવોનો આહાર કરનાર જાલંધર બ્રહ્માંડનો સમર્થ જીવન બની ચૂક્યો હતો. બર્ફીલી હિમપહાડીમાંથી ઊતરતો પાઈન, ફર, સ્પ્રુસને

દેવદાર ઔષધિ વૃક્ષોનાં જંગલોમાં આવી પહોંચ્યો. તેની ભયંકર ત્રાડથી

રીંછ દોડવા લાગ્યા. અફાટ પહાડોમાં ફેલાયેલી ત્રાડ માત્રથી પક્ષીઓ

ઊડવા લાગતાં. પશુઓમાં અફડાતફડી મચી જતી હતી. હિમાલયની

મહાભારત લેખમાળામાં આવી પહોંચ્યો. દોડતી કૂદતી ગંગોત્રીના પ્રવાહને તે નિહાળીને ક્રોધમુક્ત થઈ આનંદિત થઈ ઊઠ્યો. ખીણોમાં વહેતી ગંગોત્રીના પ્રવાહમાં કૂદી પડ્યો. સૂર્યાસ્ત સુધી સ્નાન કરી પ્રફુલ્લિત થયેલો જાલંધર કાશીવાહિની ગંગાના કિનારે દૃશ્યમાન થયેલા ભગવાન કાશીવિશ્વનાથને દર્શને જવા લાગ્યો. માર્ગમાં આવતાં વિવિધ વૃક્ષમાં પાંદડાં પુષ્પો મહાદેવને અર્પણ કરવા એકઠાં કરતો સદાશિવ પાસે પહોંચ્યો. ભગવાન સદાશિવને ચઢાવેલાં પુષ્પોમાં કેટલાંક બિલ્વપત્રો હતાં. ધતુરાનાં પુષ્પ પણ હતાં. ભગવાન શિવનું ધ્યાન કરતાં જાલંધર “ઓમ નમઃ શિવાય” મંત્ર ઉચ્ચારી રહ્યો હતો. મધ્યાહ્‌નનો સમય થવા આવ્યો હતો. ત્યાં જ એક આકાશવાણી થઈ - “હે! જાલંધર હું તારા ઉપર પ્રસન્ન છું પરંતું યાદ રાખજે તારામાં પણ જ્યારે ઈન્દ્ર જેવો ઘમંડ આવશે ત્યારે તારા ગળામાં શોભતી પીળાફૂલોની માળા તૂટશે ત્યારે તારું મૃત્યું થશે.” જાલંધરે નભોવાણી સાંભળી ત્યારે તેના દેહમાં ક્ષણમાત્ર

માટે ડરનો કંપ પ્રસરી ગયો. તેનો ચહેરો ઝંખવાણો બની ગયો. ચહેરા

ઉપર ડરની રેખા અંકિત થઈ. તેમ છતાં તે પુષ્પમાળા ઉપર હાથ

પ્રસારતો શિવજીને દંડવત્‌ પ્રણામ કરી. સ્થાન છોડી જવા લાગ્યો. દક્ષિણ તરફ વેગ ગતિએ દોડતો જાલંધર ત્રાડ પાડતો હતો “દુષ્ટ દેવો તમારો

કાળ આવી રહ્યો.” અફાટ વેરાયેલી પ્રકૃત્તિ, પૃથ્વી અને ખુલ્લા આકાશમાં

તેની ત્રાડ ફેલાઈ ગઈ. ગિરિ શિખરો અને કંદરાઓમાં તેનો અવાજ

પ્રતિઘોષ પાડી રહ્યો હતો. દિન-પ્રતિદિન જાલંધરનું સામર્થ્ય વધતું ગયું. હજારો રાક્ષસોનો સમુબ તેની શ્રધ્ધામાં આસ્થા રાખી યુધ્ધ મોરચે રાતદિન દેવો સામે યુદ્ધ કરવા લાગ્યો. ત્રિલોકમાં સામ્રાજ્ય ફેલાવનાર દેવરાજ ઈન્દ્રને હરાવતો જાલંધર પાતાળ લોકમાં કારમો પરાજય આપી. પૃથ્વીલોકમાં યુધ્ધ કરવા સક્ષમ બન્યો. વર્ષોના યુધ્ધમાં દાનવોને પરાજય આપી દાનવવંશને જળમૂળથી ઉપાડવા કોશિશ કરતો ઈન્દ્ર ભયથી કંપવા લાગ્યો. ઈન્દ્રએ અગ્નિ, વરુણ, શનિ, રાહુ, બ્રહ્મા, વિષ્ણુંની મદદ

મેળવવા પ્રયાસો કરવા લાગ્યો. સ્વર્ગમાં હરહંમેશ અપ્સરાઓના નૃત્ય, ગંધર્વનાં ગાન સાંભળવા ટેવાયેલો રાજા ઈન્દ્ર સામ-દામ-દંડ અને ભેદ નીતિ અપનાવા છતાં સતત હાર તરફ હડસેલાઈ રહ્યો. પૃથ્વીલોકમાં પણ

ભયાનક હાર પામી રાજા ઈન્દ્ર સ્વર્ગલોકમાં સંતાઈ ગયો. જાલંધરે રાક્ષસસેના સાથે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. જાલંધરના ભયાનક આક્રમણમાં સ્વબચાવ માટે સ્વર્ગ છોડીને ઈન્દ્ર દેવો સાથે મહાદેવ ભોળાનાથને શરણે ગયો.

વર્ષોને વર્ષો પસાર થવા લાગ્યા. જાલંધરની અસુરસેના દેવોનો પીછો કરવા લાગી. દેવો અને દાનવો વચ્ચે સંતાકૂકડી ચાલું જ રહી. દેવો શિવશરણે અમરનાથમાં પહોંચ્યા. ભગવાન સદાશિવને પ્રાર્થના કરવા

લાગ્યા- “હે! ભોળાનાથ અમે તમારી શરણે આવ્યા છીએ. દાનવોના

ત્રાસથી અમે વાજ આવી ગયા છીએ. પૃથ્વીલોકમાં જાલંધરે હાહાકાર

મચાવી મૂક્યો છે. આશ્રમોનો દ્વંશ કર્યો છે. યોગીઓ, તપસ્વીઓ, સંન્યાસીઓ, આશ્રમબાળકો, સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયોની હત્યા કરી નાંખી છે. યજ્ઞઆદી કર્મ બંધ છે. શિવપૂજા અને વિષ્ણુંપૂજા પણ વર્ષોથી બંધ થઈ ચૂકી છે. સ્વર્ગ ઉપર પણ સામ્રાજ્ય જમાવી ધર્મ-નીતિનો નાશ કરી નાંખ્યો છે. હે! મહાદેવ કૃપા કરો. આપ ભોળાનાથ છો. કલ્યાણ હેતું આપે હલાહલ પાન કર્યું હતું. આપે દિતિપુત્રોથી અદિતિપુત્રોનું રક્ષણ કરવા સમસ્ત દેવ શક્તિથી શક્તિપૂંજા પ્રગટ કરી મા દુર્ગાને પ્રગટ કરી દેવોનું રક્ષણ કર્યું હતું. અમે આ જાલંધરથી રક્ષણ માંગીએ છીએ. હે!

મહાદેવ કૃપા કરો. કૃપા કરો દયાનાથ.”

દેવેન્દ્ર અને દેવસમૂહની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા મહાદેવે ધ્યાન મુક્ત થઈ. દેવેન્દ્ર અને દેવોને કહ્યું - “હે! અદિતિપૂત્રો તમે ધર્મ- ન્યાય-નીતિનું સામ્રાજ્ય ચલાવો છો. તમે હંમેશ જીવ-દયા ધરાવો છો તે કારણે હું ખૂબ પ્રસન્ન છું. સરોવરમાં જ ઉત્પન્ન થયેલ જાલંધર મહાન તપસ્વી છે. તે મને ખૂબ પ્રિય છે. તેનાં લગ્ન કાળનેમીની પૂત્રી વૃંદા સાથે થયેલ છે. વૃંદા વિષ્ણુપ્રિયા છે. હરહંમેશ વિષ્ણુનાં જપ, તપ, ધ્યાન- ધારણા કરી યોગીની બની ચૂકી છે. વિંધ્યાચલ પર્વતની અંતિમ દ્રુપની તળેટીના મેદાનોમાં તે આશ્રમ બનાવી રહી છે. તે હંમેશ યજ્ઞ કર્મ કરે છે. તેના આશ્રમમાં ભગવાન વિષ્ણું યાગ પ્રજ્વલિત રહેતો હોય છે. દિવસોના દિવસો સુધી તપમય રહેતી વૃંદાના તપને કારણે જાલંધરમાં

વિજયની ગરિમા પ્રજ્વલિત છે તે હંમેશ મારું સ્મરણ કરી દેવસેના ઉપર

તૂટી પડે છે. સમગ્ર અસુરસેના મારા ઉચ્ચાર સાથે ખડગથી દેવસેનાનો નાશ કરે છે. મારી પાસે કોઈ જ માર્ગ નથી. હા! તેના ગળામાં શોભતી પીળા ફૂલોની માળા તૂટે. યોગિની વૃંદાનું તપભંગ થાય તો જ જાલંધરનો વધ થઈ શકે. તમે ભગવાન વિષ્ણુંની કૃપા મેળવો. તે જરૂર માર્ગ શોધશે.” મહાદેવ દેવગણને આશીર્વાદ આપી અદૃશ્ય થયા. દેવગણ

ભગવાન વિષ્ણુંની કૃપા મેળવવા વિષ્ણુની શરણે ગયા. પરમેશ્વર વિષ્ણુંને વિનંતિ કરતાં કહ્યું - “હે શ્રીહરિ આપતો અંતર્યામી છો. અમારા દુઃખનું કારણ તમે જાણો છો. દિતિના પુત્રોના ત્રાસથી અમોને બચાવો, અમારું રક્ષણ કરો. આપ હર હંમેશ ધર્મ નીતિને સાથે રહ્યા છો. આપે હંમેશ દેવકાર્યને મદદ કરી છે. આપની કૃપા કરો. અમારું અસુર જાલંધરથી રક્ષણ કરો. અમે ત્રણે લોકમાંથી હાર પામતા સ્વર્ગમાં પણ હાર પામીને સ્વબચાવ માટે, રક્ષણ માટે આપની મદદ માંગવા આવ્યા છીએ. આપ કૃપા કરો.”

દેવેન્દ્ર અને દેવોની પ્રાર્થનાથી-આજીજી સાંભળી દેવેન્દ્રના અભિમાનને ઓગળેલું જાણી ભગવાન વિષ્ણું પ્રસન્ન થયાં. તેમણે દેવેન્દ્રને ચરણોમાંથી ઊભા કરતાં ભેટીને કહ્યું - “હે દેવેન્દ્ર! દેવપ્રાર્થનાથી હું

પ્રસન્ન છું. તમો હંમેશ ધર્મને માર્ગે શાસન કરો છો. તમે ક્યારેય નીતિ

છોડી નથી. યુગો સુધી બ્રહ્માંડમાં શાસન કરવાને કારણે તમોને અહમ્‌ થઈ ગયો હતો. દેવેન્દ્ર હંમેશાં અભિમાનમાં રાચતા, જીવનું હિત ત્યજીને

ગંધર્વના ગાન, અપ્સરાઓના નૃત્યમાં રેલાતાં હતાં. આપના આ અહમ્‌ને

કારણે જ આપ સર્વની હાલત ખરબા થઈ ગઈ છે. વિના કારણે સર્વ દેવો દિતિના પુત્રની હત્યા કરવા યુધ્ધો કરતા આવ્યા છો. તે પણ જીવ છે. તેમના ઉપર પણ કરુણાદૃષ્ટિથી વિચારવું જોઈએ. તેમને પણ ધર્મમાર્ગે વાળવા જોઈએ. ભગવાન વિષ્ણુંના મરક મરક હાસ્ય સાથે ઉચ્ચારાતી વાણીને સાંભળીને અહમ્‌ મુક્ત થયેલા દેવેન્દ્ર અને દેવોએ પોતાની ભૂલ સ્વીકારી. ભગવાન વિષ્ણુંએ કાર્યસિધ્ધ માટે વચન આપ્યું. દેવોએ નૂતન ઉત્સાહ અને શ્રધ્ધાથી જાલંધર સામે યુધ્ધ શરૂ કર્યું. વિંધ્યની ઉત્તર પૂર્વની હારમાળાના મેદાનમાં અરબસાગર તરફ દેવ-દાનવ સેના ભયનાક યુધ્ધ કરી રહી હતી. જાલંધર તેની અસુર સેના દેવો અને દેવસેના ઉપર

ક્રૂરતાપૂર્વક તૂટી પડી હતી. તેમના હાકોટા ચિત્કાર દોડમ્‌ દોડથી ધૂળની ડમરીથી આકાશથી ઘેરાઈ ગયું હતું. પશુ-પક્ષી ભયજનક આતંકી વાતાવરણ અફડાતફડી હચમચાવી રહ્યાં હતાં. દિવસોના દિવસો સુધી ચાલી રહેલી કાપાકાપીને કારણ રહ્યાં હતાં. દિવસોના દિવસો સુધી ચાલી રહેલી કાપાકાપીને કારણ ધરા રક્તભરી થઈ ચૂકી હતી. ઠેરઠેર રક્તનાં ખાબોચિયાં ભરાઈ ચૂક્યાં હતાં. અસંખ્ય દેવ-દાનવ સૈનિકોની હત્યાને કારણે શબના ઢગલા માણવા ચિત્કાર કરતા ઊડી રહ્યાં હતાં. જાલંધર યુધ્ધમાં દેવસેનાને હરાવતો અસંખ્ય સૈનિકોનો વધ કરતો તેના સૈનિકો સાથે દેવેન્દ્રનો પીછો કરો દેવેન્દ્ર નજીક આવી પહોંચ્યાં. સ્વરક્ષણભર્યુ

યુધ્ધ કરતો દેવેન્દ્ર લગભગ દોડતો હોય તેમ સ્વબચાવ કરતો હતો. તે

ક્ષણેક્ષણે શ્રીહરિનું સ્મરણ કરતો હતો. ભગવાન વિષ્ણુંએ વિચાર્યું હવે

દેવેન્દ્ર અને દેવોનું રક્ષણ કરવું જોઈએ. જાલંધરે દેવેન્દ્રને ખડગનો પ્રહાર કરી તેના હાથમાંની તલવાર કાપી નાંખી. દેવેન્દ્ર તે જ ક્ષણે પૃથ્વી પર પટકાઈ ગયો. પુનઃ ઊભો થઈ યુધ્ધ કરવા લાગ્યો ત્યારે જાલંધર ભયનાક કૂદકો મારી દેવેન્દ્રને લાત મારી. દેવેન્દ્ર ભોંય ઉપર પટકાઈ ગયો. દેવેન્દ્રના મુખમાંથી ઉદ્‌ગાર સરી પડ્યો - “હે! હરિપ કૃપા કરો. કૃપા કરો.”

જાલંધર ક્રોધથી બરાડી ઊઠ્યો - “જોઉં છું તારો હરિ ક્યાં બચાવા આવે છે.” એ આવે તો તેના પણ આ ખડગ પ્રહારથી ટૂકડા કરી નાંખું. આ ગીધડાંને ફેંકી દઉં. ઘણા વર્ષો પછી ભૂખ્યાં ડાંસ ગીધડાંને મિજબાની મળી છે.

તે જ ક્ષણે ભગવાન વિષ્ણુંએ જાલંધરનું સ્વરૂપ ધારણ કર્યું. એક ભયાનક હુષ્ટપુષ્ટ, કાળમિંઢ, મોટી મૂંછો, મોટી મોટી લીંબુની ફાડ જેવી આંખોવાળો અટ્ટહાસ્ય કરતો જાલંધર તપસ્વીની-યોગિની વૃંદા જ્યાં સમાધિમાં હતી ત્યાં આવી પહોંચ્યો. જાલંધરના અટ્ટહાસ્યને ઓળખતી વૃંદાની સમાધિ તૂટી તે ધ્યાનમાંથી આંખો ખોલી જોઈ રહી. વિજયહાસ્ય કરતો જાલંધર તેની સમક્ષ આવી પહોંચતો બોલી રહ્યો હતો - “વૃંદા મેં દેવોને હરાવ્યા, પેલો હરામી ઈન્દ્રના અહમ્‌ના ચૂરેચૂરા કરી નાંખ્યા. જો વિષ્ણું આવ્યો હોત તો તે કપટી વિષ્ણુંને પણ મારા આ ભયાનક ખડગના

પ્રહારથી કાપીને ટૂકડા કરી, ગીધડાંને ખાવા નાંખી દેત.

આ..હા..હા..હા..હા..” જાલંધરનું ભયાનક અટ્ટહાસ્ય ફેલાઈ ગયું.

વૃંદા પદ્માસનમાંથી ઊભી થઈને જાલંધરને ભેટવા દોડી ગઈ જેવી તે જાલંધરને ભેટી તો માયાવી વિષ્ણુંએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું. તે વૃંદાના શીર ઉપર હાથ ફેરવવા લાગ્યા. તે જ ક્ષણે દેવેન્દ્રની છાતીમાં

લાત મારી જમણો પગ મૂકીને જેવો ખડગ પ્રહાર કરવા જાલંધર જાય છે તે જ ક્ષણે ખડગની મૂષ્ટી પીળા ફૂલોની માળા તેના ગળામાં શોભતી હતી તેમાં ભરાઈ જતાં ફૂલમાળા તૂૂટી ગઈ. વૃંદાના તપોભંગને કારણે, વૃંદાને મળેલા શિવવચનને કારણે જાલંધરનીો વિરાટ દેહ ખડગ સાથે તે જ ક્ષણે ધરતી ઉપર પછડાયો. દેવેન્દ્રની છાતી ઉપર મૂકાયેલો તેનો પગ તે જ ક્ષણે દેવેન્દ્રએ ઝટપટ ઊઠી તલવારથી કાપી નાંખ્યો. દેવેન્દ્રએ બીજી જ ક્ષણે તેના મસ્તકને તલવારના બીજા પ્રહારથી ધડથી જુદુ કર્યું.

ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને હસતા મૂખે વૃંદાના ચહેરા ઉપર હાથ પ્રસારતાં વૃંદા સભાન થઈ. વૃંદા વિષ્ણુંની માયા જાણી ગઈ. દોડતી યુધ્ધભૂમિમાં પહોંચી તો દૂરથી દેવેન્દ્રની તલવારના પ્રહારથી જાલંધરનો વધ થતો જોઈને ભયાનક કલ્પાંત કરવા લાગી. તે જાલંધરના શબને વળગી પડી. ભગવાન વિષ્ણુંએ વૃંદા સમક્ષ પહોંચીને પ્રસન્ન ચહેરે કહ્યું - “યોગિની વૃંદા તારા તપથી હું પ્રસન્ન છું. હવે તું જાલંધરના દેહ સાથે સતી થાઓ. પૃથ્વી ઉપર સૂરજચંદ્ર હશે ત્યાં સુધી સતીવૃંદા તરીકે જીવો ઓળખશે. તારી ભક્તિને કારણે તને વચન આપું છું કે

ચિતાની રાખ જ્યાં જ્યાં ઊડીને પૃથ્વી ઉપર પડશે ત્યાં ત્યાં જાલંધરની

રાખથી પલાસનાં જંગલો ઊગી નીકળશે જે પલાસવન ગણાશે જ્યાં જ્યાં

તારી રાખ ઊડીને પૃથ્વી ઉપર પડશે ત્યાં ત્યાં વૃંદાના વૃક્ષ ઉત્પન્ન થશે. હું હંમેશ વૃંદાના પર્ણોનો જ પ્રસાદ સ્વીકારીશ. મને હંમેશ વૃંદાની માળા પ્રિય રહેશે. કળિયુગમાં હું તને સાક્ષાત્‌ મળીશ. યોગિની વૃંદાએ વિંધ્યાચલનાં

મેદાનમાં થયેલા દેવ-દાનવ યુધ્ધભૂમિ ઉપર કાષ્ટ એકઠાં કરી ચિતા રચી. વૃંદાએ તે ચિતા ઉપર જાલંધરના દેહને ગોઠવ્યો. પતિ જાલંધરનું શીર

ખોળામાં મૂકી ચિતામાં વૃંદા ગોઠવાઈ. સતીના જમણા પગના અંગૂઠાથી હરિ સ્મરણ કરતાંની સાથે જ અગ્નિ પ્રગટ થયો. ચિતા ભળભળ સળગવા લાગી. દક્ષિણનો તેજ પવન જંગલોમાં પ્રસરી રહ્યો હતો. સાંજનો સૂરજ આથમવા આવ્યો હતો. પક્ષીગણ માળા તરફ પશ્ચિમની દિશામાં જઈ રહ્યાં હતાં. પવનની તેજ ગતિએ ચિતા ભળભળ સળગી ગઈ. તે ચિતાની રાખ દૂર દૂર ઉત્તર તરફના આકાશમાં ઊંચેને ઊંચે યમુનાના મેદાન સુધી ઊડી રહી હતી. ચક્રાવતની ગતિ હળવી થતાં કેટલીક રાખ ચોપાસનાં મેદાનોમાં ઊડી ઊડીને ધરતી ઉપર પડી ચૂકી હતી. વર્ષોનાં વર્ષો પસાર થયાં. વિંધ્યના મેદાનોમાં અફાટ પલાસવન વિશ્વામિત્રીથી ભોગાવો સુધી તટના મેદાનો અફાટ પલાસવન વિશ્વામિત્રીથી

ભોગાવો સુધી તટના મેદાનો સુધી ઊગી ઊઠ્યાં. ફાગણ આવતાં સમગ્ર પલાસવન કેસુડાંનાં પુષ્પની કેસરી રંગનાં માદક પુષ્પથી લહેરાવા લાગ્યું. કેટલાંક સ્થળોએ વૃંદાના વૃક્ષ ઊગી નીકળ્યાં. લીલાં-ઘેરાં વૃંદાના નાજુક

વૃક્ષ માદક સુગંધ ફેલાવી રહ્યા તો વળી યમુનાતટે વૃંદાવન ધરતી ઉપર

ઊગી નીકળ્યાં. નદીના કિનારાઓના વૃંદાવન તરફથી આવતા માદક

હુંફાળી સુગંધવાળા વનથી નૂતન ઉષ્મા પ્રકટ કરતાં હતાં. જીવોમાં

નવીન ઉત્સાહ અર્પતાં હતાં.”

વિજયસિંહ બોડાણો

યમુના નદીને પૂર્વ કિનારાના વિશાળપટમાં નાનકડું ગોકુળિયું ગામ, પૂર્વના મેદાનોમાં પ્રસરેલા વૃંદાવનની પાસે રમ્ય લાગતું હતું. ગોપજાતિની પ્રજા ગાયો ચરાવવી, ગોરસ, માખણ વેચવાનો વ્યવસાય કરતી. યમુનાકાંઠેના વૃંદાવનમાં ગોવાળો ગાયો ચરાવતા. જીવનનો આનંદ

માણતા. સાંજ પડે સંધ્યાના આછા પ્રકાશમાં ગાયો લઈને ગોકુળમાં આવી જતાં. સંધ્યાના રતુમડા પ્રકાશમાં ગોધુલીભર્યા વાતાવરણમાં ગોકુળ, ગાયો-ગોપ, ગોકુળવાસીઓ મનોરમ્ય જણાતાં હતા. ગોવાળિયાઓ ગોકુળના નંદકુંવર કનૈયાને લાડલડાવી રહ્યાં હતાં. કનૈયો વૃંદાની માળા પહેરી,

લાકડી લઈ ગાયો ચરાવા જતો ગોકુળમાંની માખણ ચોરવું. દહીંડાં ખાવાં

મથુરાનાં રાજા કંસના મલ્લોને ખાવા લઈ જતી ગોપીની માખણ, દૂધ, દહીંની મટકીઓ ફોડી નાંખવી, ગોપીઓની સતામણી કરવી, ગાયો ચરાવતાં ચરાવતાં કદમવૃક્ષની ડાળીએ બેસી વાંસડી વગાડવી. ગુંજપર્ણ

માંજરમાળા પહેરી પાંદડાં દેહ પર બાંધી. વાંસડી વગાડતાં નૃત્ય કરવું.

તેના સૂર ઘેલી ગોપીઓને કરવી, પાસેના ગામ બરસાનાની રાધાને

મંત્રમુગ્ધ કરવી. કનૈયાનો નિત્યક્રમ થઈ ગયો હતો. મોડી રાત્રે યમુના કાંઠે વૃંદાવનમાં રાસ રચવા રાત્રિના ચોથા પ્રહર સુધી રાસની મઝા

માણવી. એ દિવ્યકાર્યમાં સમસ્ત ગોકુળ ઘેલું બની જતું હતું. યમુનાનો શીતળ પવન વૃંદાવન જંગલોમાં વૃંદાની હુંફાળી મહેક પાથરતો હતો. ગોકુળવાસીઓ ગોવર્ધનપૂજાનો ઉત્સવ મનાવવાનો નિર્ણય

કર્યો હતો. ગોવાળો-ગોપ આ ઉત્સવને મનાવવા કેટલાય દિવસથી તૈયારી કરતા હતા. ઉત્સવના થોડા દિવસો જ બાકી હતી. ગોવાળિયાઓએ કનૈયાને ગામનો નાયક બનાવવાનું નક્કી કર્યું. સમગ્ર ગોકુળના ગોવાળિયાઓ સમૂહમાં ભેગા થઈને એકી અવાજે નાયકપદે કનૈયાને નિયુક્ત કર્યો. નિયુક્તિ પૂર્વ નાયક તરીકે કનૈયાની નિયુક્તિ થવાની છે તે ચર્ચા ચગડોળે ચઢી હતી. સમગ્ર ગોકુળમાં અનેક તર્કવિતર્ક ચાલતા હતા. નાયકપદની નિયુક્તિ થતાંની સાથે જ ગોકુળના વૃધ્ધોના સમુહનો આક્રોશ પ્રગટી ઊઠ્યો. વયોવૃધ્ધ વિરજાનંદે નાયક પદની નિયુક્તિ પોતાની જ થવી જોઈએ તેવો આગ્રહ કર્યો.

કનૈયાની નાયકપદે નિયુક્તિ થતાં જ વિરજાનંદનો ક્રોધ સાતમાં આકાશે પહોંચી ગયો. તે ક્રોધનો માર્યો દોડવા લાગ્યો. તે કનૈયાને શોધતો શોધતો ગોકુળની ગલીઓમાં ઘુમવા લાગ્યો. નંદરાજાને ત્યાં ગયો. ત્યાં

પણ કનૈયો ના મળતાં વૃંદાવનમાં બરાડા પાડતો હતો- “કનૈયા! કનૈયા!પ

ક્યાં છે તું. કપટી કનૈયાપ ગોવાળિયાને બહેકાવીને, માખણ ચોરીને,

ગોપીઓને પજવીને, સાવ નફ્ફટ થઈ ગયો છે. હું હું વિરજાનંદ તનેનહિ

પડ્યો.

“નીચે ઊતર નીચે ઊતર. નફ્ફટ બોલતાં તને જ આવડે છે.

છોડું.” હાથમાં લાકડી લઈ દોડતા વિરજાનંદ અને તેના ક્રોધને ગોવાળિયાઓ જોતા જ રહ્યા.

ગોવાળિયા બરાડી રહ્યા- “કનૈયા ભાગી જા. કનૈયા ભાગી જા. વિરજાનંદ મારવા દોડ્યો છે. વિરજાનંદ આવે છે.”

ગાયોના ધણ મધ્યે સ્થિત કદમના વૃક્ષની ડાળીએ બેસી વાંસડીના સૂર રેલાવતો કનૈયાએ ગોવાળોનો પોકાર સાંભળ્યો. કનૈયો કંઈપણ વિચારે તે પહેલાં દૂર્વાસાનો ક્રોધ પ્રગટ કરતો વિરજાનંદ ક્રોધી સ્વરૂપને જોઈને હસી રહ્યો. ક્રોધનો માર્યો વિરજાનંદ કંપી રહ્યો હતો. તેનું સમગ્ર અસ્તિત્વ પ્રસ્વેદથી રેબઝેબ હતું. તે ધ્રુજતો ધ્રુજતો ફાટી ગયેલા અવાજે બોલી રહ્યો હતો- “કપટી કનૈયા તારા જેવો નફ્ફટ ગોકુળમાં જન્મ્યો નથી અને જન્મશે નહિં. નંદકુંવર જાણીને તારાં અડપલાં, ચેનચાળાં, ચોરી વગેરે ગોકુળવાસીઓએ સહન કર્યું. હવે તું નાયક થવા માંગે છે. હું હું વિરજાનંદ ગોકુળનો વયોવૃધ્ધ છું. ગોકુળનો નાયક હું બનીશ. તારા જેવા વંઠી ગયેલા છોકરડાને અમે નાયક નહિં બનાવીએ.”

કનૈયો મરક મરક હસતો હસતો કહી રહ્યો - “વિરજુદાદા તમારાથી ચલાતું નથી. માંડમાંડ તમે ઊભા થાઓ છો. તમારા વાળ, પોપચાં, ભ્રમર અરે! રૂંવાટી પણ ધોળી થઈ ગઈ છે. ગાત્રો પણ શિથિલ

થયાં છે તમે નાયક બનીને ગોકુળનું શું ઉકાળશો.” કનૈયો ખડખડાટ હસી

તારી માએ ગાયોનું દૂધ પીવડાવી પીવડાવી, માખણ, દહીં ખવડાવીને ફટવી માર્યો છે. આજે તારી વાત છે. નીચે ઊતર.” ક્રોધાગ્નિમાં વિરજાનંદ ધ્રુજી ઊઠ્યો. તેણે લાકડીને કદમની ડાળી ઉપર મારવાની શરૂ કરી. પૂરી તાકાતથી ત્રણ ચાર લાકડી ડાળી ઉપર મારી દીધી. લાકડીના પ્રહારથી કદમની ડાળી ડોલવા માંડી. કનૈયો, કદમની ડાળી ઉપરથી ખડખડાટ હસતો હસતો નીચે કૂદી પડીને દોડવા લાગ્યો. વાંસડી ઊંચી કરતો ધોતીને હાથમાં ઊંચે પકડીને દોડતા કનૈયાની પાછળ વૃધ્ધ વિરજાનંદ દોડતો, ધરતી ઉપર વારે વારે પડી જતો, પાછો ઊભો થઈને કનૈયા પાછળ દોડતો કનૈયો વિરજાનંદ પાસે આવે ત્યાં સુધી ઊભો રહેતો અને

લાકડીનો પ્રહાર કરે તો નીચે સુઈ જતો. પુનઃ વિરજાનંદ પ્રહાર કરે તો ત્વરિત ઊભો થઈને કનૈયો યમુના તરફ દોડવા માંડતો હતો. આમને આમ કનૈયા અને વિરજાનંદની પકડાપકડી ઘણો સમય ચાલી. પ્રભાતના

પ્રથમ પ્રહરનો સમય થવા આવ્યો હતો. કનૈયો જાણી જોઈને યમુનાના

પ્રવાહમાં કૂદી પડ્યો. ત્યાં જ વિરજાનંદ પણ કનૈયાને પકડવા-કનૈયાને

મારવા યમુનામાં કૂદી પડ્યા. ગોવર્ધન પૂજાનો સમય થવા આવ્યો હતો. વિરજાનંદ કનૈયા પાછળ યમુનામાં કૂદી પડ્યા તો યમુનામાં ડૂબકી

મારેલા વિરજાનંદે કનૈયાનું ચતુર્ભૂજ સ્વરૂપનાં દર્શન કરતાં જ વિરજાનંદને

દિવ્યજ્ઞાન થયું. દિવ્યદૃષ્ટિ મળી. ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પડીને

વિનંતી કરવા લાગ્યો - “હે પ્રભુ! આપે મને દિવ્ય દર્શન કરાવી મારું

જીવન ધન્ય કર્યું. આપ મને તમારી ભક્તિ કરી શકું તેવો જન્મ આપો.”

કરુણામયી-આનંદમયી સ્મિત સાથે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું

- “હે વિરજાનંદ તારી ભાવભક્તિથી પ્રસન્ન છું. વેરભાવે તેં મારી

ભક્તિ કરી છે. તું ગયા જન્મમાં મુનિ હતો. હવે આવતા જન્મમાં પૃથ્વી

ઉપર બોડાણા તરીકે જન્મ ધારણ કરીશ. હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ

પ્રેમભાવે તારા સંસાર રથનો સારથી બનીશ. મારો સારથી બનીને તું જ્યાં લઈ જઈશ ત્યાં હું આવીશ. તારા ભક્તિનો કોડ પૂરા કરીશ.” વિરજાનંદે શ્રીકૃષ્ણના ચરણમાં પ્રણામ કર્યા.

વિરજાનંદ અને કનૈયો યમુનાના પ્રવાહમાંથી બહાર નીકળ્યા ત્યારે સમસ્ત ગોવાળિયા-ગોકુળના ગોપ ગોપીઓ યમુનાના કાંઠે કુતૂહલથી નીહાળી રહ્યા હતા, “હવે શું થશે?”

યમુનાના પ્રવાહમાંથી બહાર નીકળતાં વિરજાનંદની દૃષ્ટિમાં કનૈયાની દૃષ્ટિ મળતાં જ વિરજાનંદે કનૈયાને પ્રણામ કર્યા. મર્માળ હસતાં કનૈયો કહી રહ્યો. “વિરજાનંદ આપ ગોકુળના વૃધ્ધ પુરુષ છો. તમે ગોકુળના નાયકપદે શોભો. હું ગોવાળિયો, નફ્ફટ ગોવાળિયો, નાયક પદે ના શોભું.”

“કનૈયા કનૈયા તું શું કહે છે? નાયક તો તારે જ બનવાનું છે. અમે બધા અહિંથી જતા રહીશું. ગોવર્ધનપૂજા પણ નહિ કરીએ.

ગોવાળિયાઓની આજીજીભર્યો અવાજ આવ્યો.”

“નહિ નહિ કનૈયાપ હે પ્રભુ આપ મને આવું કહીને ભાંઠો ના

પાડો. દયા કરો. આપ તો આ વિશ્વના નાયક છો..” વિરજાનંદ કનૈયાને વંદન કરતાં સજલ નયને કહી રહ્યો હતો.

ગોવર્ધન પૂજાનો સમય થઈ ચૂક્યો હતો. ગોકુળવાસીઓએ કનૈયાની ગોકુળિયાના નાયક તરીકે પૂજા અર્ચના કરી. કનૈયાએ વેદોક્ત રૂચાના ઉચ્ચારો સાથે ગોવર્ધનપૂજા કરી ગોકુળના દેવ ઈન્દ્ર નહિ પરંતું ગોવર્ધનનાથ છે તેમ જાહેર કર્યું. ગોકુળવાસીઓએ “ગોવર્ધનનાથની જય” પોકારી. સમગ્ર બ્રહ્માંડમાં દેવેન્દ્રની પૂજાનો પ્રથમ વિરોધ થતાં જ દેવ ઈન્દ્રને ભયાનક અપમાન લાગ્યું. આ અપમાન દેવેન્દ્ર સહન કરી શક્યો નહિ તે દેવસભામાં ગોકુળવાસીઓ ઉપર આક્રમણ કરી અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું. દેવરાજ ઈન્દ્ર ગોવર્ધન અને ગોકુળ ઉપર

મેઘતાંડવ, વાવાઝોડાં સાથે ત્રાટકી પડ્યા. પૃથ્વી ઉપર પ્રલય શરૂ થયો. ગોકુળિયું ડૂબી ગયું. ગોવર્ધનપૂજા કરી ગોકુુળ તરફ જતા ગોકુળવાસીઓ

મેઘતાંડવ, મેઘગર્જનાના તોફાનથી બચવા વ્યાકુળ થઈ ઊઠ્યા. કનૈયાને

નાયક બનાવી ગોવર્ધનપૂજા કરવાની ભયાનક ભૂલનું પરિણામ તેઓ

ભોગવી રહ્યા છે તેવો અનુભવ કરી રહ્યા. ત્યારે કનૈયાએ સ્વર્ગના દેવઈન્દ્રના ક્રોધને જાણીને તત્કાળ એ જ ક્ષણે ગોવર્ધનને પ્રાર્થના કરી ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઊંચકી લીધો. દિવ્ય ચતુર્ભૂજરૂપ ધારણ કરી વાંસડી વગાડવા લાગ્યા. સમગ્ર પૃથ્વી દેવરાજ ઈન્દ્રના

ક્રોધથી મેઘવર્ષાના પૂરથી તરબોળ હતી. આભો સમુદ્ર ગોકુળ બની

ગયું. ત્યારે મેઘતાંડવથી બચવા ગોકુળવાસીઓ ગાયો સાથે કનૈયાએ

ઉચકેલા ગોવર્ધન પર્વત નીચે આવી ગયા. ગોવાળિયા પર્વત નીચે આવી ગયા. ગોવાળિયા ગોવર્ધન નમી ના જાય તે માટે લાકડીનાો ટેકો આપીને કનૈયાને મદદ કરવા લાગ્યા. રાજા ઈન્દ્ર હારી ગયો. મેઘવર્ષા શાંત થઈ. કનૈયાના ક્રોધથી વીજળીરૂપે ત્રાટકેલી શક્તિથી વર્ષાના ભયાનક પૂરને બાળી મૂક્યું હતું. ગોવર્ધનનાથ.. ગોકુળના દેવ.. ગોકુળવાસીઓ ઉપર

પ્રસન્ન હતા.

અ અ અ

વિંધ્યાચલની ઉત્તરપૂર્વની અંતિમપર્વત શિખર પવનગઢથી

મહીસાગરના પશ્ચિમના પલાસવનના મેદાનો પલાસવનનાં કેસુડાનાં પુષ્પ નૈઋત્યના તેજ પવન સાથે લહેરાઈ રહ્યું હતું. ઉત્તર-દક્ષિણ વહેતા તેજવાન પવન સાથે પલાસપુષ્પ કેસુડા ઊડી ઊડીને ઊંચે આકાશને કેશરી રંગનું બનાવતાં હતાં. ગ્રીષ્મનો તડકો ધીમે ધીમે તીખો થઈ રહ્યો હતો. પલાસવન મધ્યે પાષાણોના બનેલા એક નાનકડા શિવાલયમાં શિવજીને અભિષેક કરતાં ઋષિમંત્ર બોલી રહ્યા હતા - “ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય” અડાબીડ પલાસવનમાં સૂર્યનો પ્રકાશ શિવાલય ઉપર ચળાઈ ચળાઈને આછી આછી છાયા પાથરતો હતો. મધ્યાહ્‌નનો સમય થવા આવ્યો હતો. માત્ર એક વસ્ત્રધારણ કરેલી, છૂટ્ટા કેશવાળી, કૃશ થઈ ગયેલી દિન-સ્ત્રી તેજ ગતિએ શિવાલયમાં

પ્રવેશી. તેનું છાતી સરસું ચાંપેલું નવજાત શિશું રડી રહ્યું હતું. ધવલ વસ્ત્ર

ધારણ કરેલી તે સ્ત્રી મંદિરમાં પ્રવેશી શિવ ચરણે પડતાં શિશુને મૂકીને

શિવજીને પ્રણામ કરીને શિવભક્ત ઋષિ કંઈપણ વિચારે તે પહેલાં બોલી ઊઠી- “હે મહાદેવ હું તમારા શરણે મારી બાળકીને મૂકું છું. મારી બાળકીનું તમે રક્ષણ કરજો. હે! દયાળું મહાદેવ કૃપા કરો.” શિવભક્ત ઋષિએ આંખો ખોલી. તેમની દૃષ્ટિ થોડી ક્ષણો માટે તે અબળા ઉપર પડી અને બાળકી ઉપર પડી. હાથપગ હલાવતી નવજાત બાળકી રડી રહી હતી. ઋષિએ તે સ્ત્રીને પ્રશ્ન કર્યો : “હે! અબળા તું કોણ છે? તું કેમ આ બાળકને મૂકી રહી છે.”

સ્ત્રીએ રડતાં રડતાં જવાબ આપ્યો, “હું અનાથ છું. મારો પતિ બીમારીમાં મૃત્યુ પામ્યો છે. મૃત્યુના થોડા દિવસો પહેલાં અમને બંન્નેને જનપદવાસીઓએ કાઢી મૂક્યાં છે. અમારી જમીન હડપ કરી લીધી છે. દુકાળના કપરા દિવસોમાં અમારી પાસે ખાવા અન્ન પણ નથી. નવજાત જન્મેલી બાળકીનું હું પાલનપોષણ કરી શકું તેમ નથી. હે! ઋષિ રાજ કૃપા કરો. મારી બાળકીનું રક્ષણ કરો.” તે સ્ત્રી કલ્પાંત કરતી ઋષિના ચરણોમાં ઢળી પળી. ઋષિએ બાળકને અપનાવતાં કહ્યું - “હું ભક્તિ કરું કે બાળકીનું જતન કરું? તું આ બાળકી સાથે આ જંગલમાં ઝૂંપડી બનાવીને રહે. પ્રભુ ભક્તિ કર. ભગવાન શિવજી કૃપાળું છે. તારા ઉપર જરૂર કૃપા કરશે જ.”

શિવભક્ત ઋષિના ઉદ્‌ગારની અવગણા તે સ્ત્રી ના કરી શકી.

વૃધ્ધ ઋષિની સાથે વન્યફળ ખાઈને સ્ત્રી જીવન પસાર કરવા લાગી. દૂર

દૂરના જનપદમાંથી ધાન્યમાંગીને ઋષિ બાળકી સાથે સ્ત્રીનો નિર્વાહ

કરવા લાગ્યા. દિન-પ્રતિદિન શૈશવકાળ પસાર કરતી બાળકીનું ઋષિરાજ જતન કરવા લાગ્યા.

નિત્ય પ્રાતકાળમાં થોડે દૂર પલાસવનમાં આવેલા સરોવરમાં સ્નાન કરવા જતા ઋષિએ તે બાળકીનું નામ “ગંગા” નામકરણ કર્યું. નામકરણ કરતાં ઋષિએ કહ્યું : “હે! અબળા આજથી આ બાળકી ગંગા તરીકે ઓળખાશે. આ જગતમાં તેની અનન્ય ભક્તિથી શ્રીહરિ દર્શન આપશે.” ઋષિના નામકરણ સાથે “ગંગા” તરીકે તે અબળા અને ઋષિ પોકારવા લાગ્યા.

ઋષિનો દિન-પ્રતિદિન બાળકીનો ઉછેર-જતનમાં શિવપૂજા પછી બાકીનો સમય પસાર થવા લાગ્યો. કિશોરઅવસ્થામાં પ્રવેશેલી કિશોરી પણ શિવપૂજા કરવા લાગી. મંદિરને સાફ કરવું. ઝૂંપડીમાં કચરો વાળવો. આંગણું સાફ કરવું. ફૂલછોડ રોપવા. સરોવર જળ લાવીને ફૂલ છોડને સિંચવું. મંદિરમાં શિવજીનો અભિષેક કરવાનું કાર્ય કરવા લાગી. ઋષિએ બાળકીને અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કર્યું. મંદિર પાસેના વિશાળ અશોકવૃક્ષ નીચે બાળકીને બેસાડી ધૂળની ઢગલીમાં સળીથી અક્ષરોની ઓળખ આપવામાં આવવા લાગી. શિવમંત્ર, પૂજામંત્રો, શ્લોકપઠન બાળકી કરવા લાગી. મંદિર પાસેના ખુલ્લા મેદોનોમાં સાફ કરીને વર્ષાઋતું આવતાં ધાન્ય બીજનું વાવેતર ઋષિ અને ગંગા કરવા લાગ્યાં.

ધાન્ય પાકી જતાં તે ધાન્યને કાષ્ટના દંડાથી ટીપીને કાષ્ટના ખાણિયામાં

છડીને સુધ્ધ કરી પવનમાં શુધ્ધ કરવા લાગ્યાં. દૂરદૂરના જનપદમાં

ઋષિભક્તિ અને શિવાલયના દર્શને આવતા ભક્તો ગંગા અને સ્ત્રીના કાર્યથી પ્રભાવિત થવા લાગ્યા. એક ભક્તે ઋષિને ગાયનું દાન કર્યું. ગંગાની માતા ગાયને ઘાસ નાંખવું. પાણી પીવડાવવું. ગોબર સાફ કરવું. ગાયનું દોહન કરવું. વગેરે કાર્ય ભાવપૂર્વક કરવા લાગી. ગાય સાથે આવેલી નાનકડી વાછરડીનું ગંગા પાલન કરતી. ગાય-વાછરડીને ચારો ચરવા લઈ જતી. સાંજ પડે તે પહેલાં સરોવરમાં ગાયને વાછરડીને પાણી પીવડાવી સ્નાન કરાવી શિવાલયે લઈ આવતી હતી. ભક્તોની મદદથી ઋષિએ બનાવેલી ઝૂંપડી પાસે નાનકડા પલાસ વૃક્ષ નીચે ગાયને બાંધીને ચારો નાંખવામાં આવતો. તેનું સવાર સાંજ દોહન થતું. નિત્ય સવારે ઋષિ ગાયના દૂધનો શિવજીને અભિષેક કરવા લાગ્યા. સાંજનું દૂધ ગંગાને પીવડાવવામાં આવતું. રોજ ઋષિ અને ગંગાની માતા દૂધ પીતાં હતાં. વર્ષોનાં વર્ષો પસાર થવા લાગ્યાં. કૌમાર્ય અવસ્થામાંથી ગંગા યુવાવસ્થામાં આવી પહોંચી. યૌવનનો થનકાર તેની દેહમાં પ્રસરી રહ્યો. સરોવરની આસપાસના ખેતરો વર્ષાઋતુ આવતાં ધાન્યથી લહેરાઈ ઊઠતાં હતાં. ધીમે ધીમે સરોવરની આસપાસ ખેડૂતો ઝૂંપડાં બનાવીને વસવાટ કરવા લાગ્યાં. નાનકડું જનપદ સરોવરની ચોગમ રચાઈ ગયું. જન્માષ્ટમી અને શિવરાત્રિએ નિત્યક્રમ પ્રમાણે ભિક્ષા માંગવા આવતા ઋષિ, ગંગા અને ગંગાની માતાને આ જનપદ વિશિષ્ટ ભિક્ષા આપતું હતું. વહેલી સવારે સરોવરમાં સ્નાન કરી, શિવાલયે જનપદવાસીઓ ખાસ દર્શને

આવતાં અને ખેતીના કામમાં લાગી જતા. ધીમે ધીમે જનપદવાસીઓમાં

શિવભક્તિનો મહિમા દૃઢ થવા લાગ્યો. જનપદવાસીઓમાં પ્રભુભક્તિનો

શ્રદ્ધાપૂર્વક સંચાર થવા લાગ્યો. પહેલાં ઋષિ જન્માષ્ટમીના પૂર્વે સપ્તાહ આગળ ભાગવત કથાનું પ્રારંભ કરતા. તે કથા સાંભળવા આ જનપદવાસીઓ ખાસ આવવા લાગ્યા. પલાસવનમાં શિવાલયની પૂજા કરતા ઋષિને દંડીનાથ ઋષિ તરીકે ઓળખવા લાગ્યા. ગંગાને ઋષિની

માનસપૂત્રી તરીકે ભાવપૂર્વક આદર આપવા લાગ્યા.

એક વર્ષે જન્માષ્ટમીના પર્વે ઉપસ્થિત જનપદના ભક્તોને જનપદનું નામ “ડંકપુર” આપવા ક્હયું. ત્યારથી તે જનપદ ડંકપુર તરીકે ઓળખાવા લાગ્યું. ભાગવત કથાનું રસપાન કરાવતાં દંડીનાથે કહ્યું - “તમારું આપણું ડંકપૂર ગામ કળિયુગમાં ભવ્ય તીર્થધામ તરીકે ખ્યાતિ પામશે.”

“ગંગા, ડંકપુરની સ્ત્રીઓને-કિશોર-કિશોરીઓ અને વૃધ્ધોને

ભક્તિમાર્ગે વાળવા લાગી હતી. અગિયારશ, પૂનમ, તહેવાર-ઉત્સવ

પ્રસંગે ગંગા સ્ત્રીઓની ભજનમંડળી એકઠી કરતી. મોડી રાત સુધી કૃષ્ણ

ભક્તિનાં ભજનો ભાવમય ગાવામાં આવતાં. વિવિધ વાજિંત્રોના તાલ સાથે લય સાથે, મીઠી વાણીમાં ગવાતાં ભજનો સમગ્ર ડંકપુરને ભાવ તરબોળ કરતાં હતાં.”

મધ્યકાલીનયુગનો સમય હતો. રાજસ્થાનના મેવાડમાં જયપુર

પાસે મેડતામાં જન્મ ધારણ કરી ચૂકેલી મીરાં મેવાડની મહારાણી બની.

બાળપણથી કૃષ્ણભક્તિમાં રંગાયેલી મીરાં “મેરે તો ગિરધર ગોપાલ,

દુસરો ના કોઈ.” જેવાં અનેક ભજનોથી પ્રજાને કૃષ્ણભક્તિને રંગેરંગી રહી હતી. સંસારીક યાતનાઓથી વાજ આવી ગયેલી મીરાંએ રાજમહેલ (ચિત્તોડગઢ) મેવાડ છોડ્યું, ત્યારે ગાઈ ઊઠી હતી.

“સાંઢવાળા સાંઠ શણગાર જે રે! સો કોષ, રાણાજીના દેશમાં મારે જળ પીવાનો દોષ. ડાબો મેલ્યો મેવાડને મીરાં ગઈ પશ્ચિમમાં,

સર્વસ્વ છોડી મીરાં નિસર્યા જેનું માયામાં મનડું ના કાંય.”

શ્રી કૃષ્ણ ભક્તિથી મેવાડને ભાવવિભોર કરતાં મીરાંબાઈ પશ્ચિમ તરફ જવા નીકળી પડ્યાં. મીરાંબાઈ જે જે માર્ગે જતાં હતાં ત્યાં ત્યાં હજારો ભાવિક ભક્તો-લોકો માર્ગમાં મીરાંબાઈના દર્શનાર્થે દિવસોના દિવસો આગળથી ડેરા-તંબુ તાણી પડાવ નાંખતા હતા. મીરાંબાઈ વૃંદાવન પહોંચ્યાં ત્યારે કૃષ્ણભક્તિમાં વિશિષ્ટ ચેતના ઉદ્‌ભવી. એક દિન શ્રીકૃષ્ણ ઝાંખી સાથે શ્રીકૃષ્ણવાણી સાંભળતાં જ મીરાંબાઈને અનુભવ થયો કે અહિં તો યમુનારાણીનાં શ્રીકૃષ્ણ છે. મનોમય જગતમાં નભોવાણીથી સમજાયું કે શ્રીકૃષ્ણ દ્વારકાનગરીમાં છે. તેમ સમજી ગુર્જર દેશ તરફ મીરાં શ્રીકૃષ્ણનાં ભાવમય ભજન ગાતાં ગાતાં માર્ગ કાપવા

લાગ્યાં. ગુર્જર પ્રદેશમાં જેના માર્ગે દ્વારકા સુધી મીરાંબાઈ જે જે માર્ગે

પસાર થવાનાં હતાં ત્યાં ત્યાં હજારો ભક્તો દૂરદૂરના જનપદમાંથી ડેરા તંબુબાંધી પડાવ નાંખી મીરાંના દર્શન માટે વ્યાકુળ હતાં. શ્રીકૃષ્ણ

ભક્તિનાં ભવ્ય-અદ્‌ભુત આંદોલન મીરાંના ભાવ વિશ્વએ જાગૃત કર્યું

હતું. સમગ્ર ભારત વર્ષમાં અનેક સંપ્રદાયોના વાડા વચ્ચે વહેંચાયેલી, દેવ-દેવીઓની શ્રધ્ધા, અંધશ્રધ્ધામાં સપડાયેલી, રોગ-દુઃખથી, વંટોળ- પૂર જેવી આફતમાં જીવન સંઘર્ષ કરતી. દુકાળમાં તરફડતી જનતાને

શ્રીકૃષ્ણ ભક્તિએ અદ્‌ભુત રંગ લગાવ્યો હતો. મનુષ્ય જાતિનું ભાવમય જગત કૃષ્ણપ્રેમ તરફ વળી ચૂક્યું હતું. ઉત્તર ભારતના દિલ્હીકનોજ, કાશી રાજ્યોમાં રજપૂત શાસન અસ્તાચળને આરે હતું. કુસંપ-વેરભાવનો વંટોળ રજપૂત રાજાઓનો દ્વંશ કરી રહ્યો હતો. અત્યંત સમર્થ-શક્તિશાળી રાજાઓ જો તેની પ્રજાને કાબુલ-કંદહારના શાસકો તકનો લાભ ઊઠાવી સમગ્ર ભારત વર્ષને લુંટવા થનગની રહ્યા હતા. વિરાટ સૈન્યબળ સાથે

સિંધુ નદીના નીરને ઓળંગી ગંગા-યમુનાના પ્રદેશમાં તેમના તેજીલા તોખારને નીર પીવડાવી રહ્યા હતા. કનોજના જયસિંહ રાઠોડને દિલ્હીના પૃથ્વીરાજ ચૌહાણ સાથે સંયુક્તાના અપહરણને કારણે ભયાનક વેર બની રહ્યું હતું. જયસિંહ વેર વાળવા અસમર્થ હતો તેથી પવનરાજને યુધ્ધનો

માર્ગ બતાવી આમંત્રણ આપી આવ્યો. પંચારણ્યમાં વલ્લભમહાપ્રભુએ

શ્રીકૃષ્ણ ભક્તિ સેવાનું આંદોલન રચ્યુ હતું. ગુર્જર પ્રાંત કચ્છ માંળવા

પ્રાંત યવન આક્રમણને ખાળવા હજુ સક્રિય ન હતા. એશ-આરામ, અંદરો અંદરના વેર-ઝેરને કારણે આંતરિક યુધ્ધોમાં રચ્યા પચ્યા હતા. શ્રીકૃષ્ણ

ભક્તિના માર્ગે જુનાગઢ પ્રદેશને ભક્ત નરસૈયો વાળી ચૂક્યો હતો.

ભયાનક દયનીય ગરીબાઈમાં જીવન પસાર કરતો. નરસૈયો કરતાલ સાથે

વૈખરીવાણીમાં કૃષ્ણપ્રેમમાં હરહંમેશ ભજનોમાં હરક્ષણ ભાવતરબોળ

રહેતો હતો. ગિરનારની તળેટીમાં, દામોદર કુંડમાં નિત્ય સ્નાન કરી કુંડ પાસેના ભગવાન કૃષ્ણના મંદિરમાં દર્શન કરી. શ્રીકૃષ્ણની ભજનોની રસ લ્હાણ કરતો.

“એવા રે અમે એવા કરશું દામોદરની સેવા રેપ” “વૈષ્ણવજન તો તેને રે કહીએ

જે પીડ પરાઈ જાણે રેપ”

“હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તું જ વિન ધેનમાં કોણ જાશેપ”

શ્રીકૃષ્ણની વૈષ્ણવભક્તિને યથાર્થ કરતા નરસિંહના જીવનમાં અનેક ચમત્કારો સર્જાયાં. જેમાં શ્રીકૃષ્ણએ મદદ કરી. મીરાંબાઈ જેમ દ્વારકાના મંદિરમાં વૃધ્ધાવસ્થામાં મૃત્યુ નજીક હોવા છતાં પગે ઘુંઘરું બાંધી અંતિમ નૃત્ય કર્યુ. ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા અને મીરાંબાઈને

શ્રીકૃષ્ણ ભેટી પડ્યાં. તે સાથે જ મીરાંબાઈ શ્રીકૃષ્ણમાં સમાઈ ગયાં.

માત્ર એમની સાડીનો પાલવનો છેડો બહાર રહી ગયો. જે મીરાંની

ભક્તિનું એકમાત્ર ચિહ્‌ન રહ્યું. વર્ષો સુધી શ્રીકૃષ્ણના શીર ઉપરના છોગા તરીકે શોભતું રહ્યું. મીરાંબાઈ સીસોદિયા રજપૂત કુળમાં જન્મ્યાં હોવાને કારણે આજે પણ મેવાડના રજપૂતો પોતાના કુળને ગૌરવ અપાવનાર મીરાંબાઈની યાદમાં છોગાળી પાઘડી પહેરે છે.

મીરાંબાઈની કૃષ્ણભક્તિ, નરસૈયાની કૃષ્ણભક્તિની સાથે સાથે

દક્ષિણનાં રાજ્યોમાં શંકરાચાર્યની શિવપૂજાનું આંદોલન પણ વેગ પકડી

રહ્યું હતું. રાજકીય હતાહત વંશીય હત્યાઓની સાથે સાથે ગરીબપ્રજા રોગ-દુઃખ, ભૂખ વ્હેમમાં કચડાઈ રહી હતી. સમસ્ત પ્રજામાં અંધશ્રધ્ધાનું બળ વ્યાપક હતું. ઠેર ઠેર વિધવા સ્ત્રીઓ સતિ થતી હતી. બાળલગ્નોની

ભયાનક નાગચૂડ હિંદુસ્તાનને કચડી રહી હતી.

ગુર્જર પ્રાંતમાં જુનાગઢનો નરસૈયો, શગાળશા શેઠ, બીલખામાં, જલારામબાપા, વિરપુરમાં, સત્તાધારમાં આપા ગીગા. ભક્તિ-સેવામાર્ગનું આંદોલન જનસમાજને ભાવમય બનાવતું હતું. તો વળી અંજારના જેસલ- તોરલની કૃષ્ણભક્તિ અદ્‌ભુત હતી. સંતો-સતી-સૂરાની સૌરાષ્ટ્રની ધરતીની

ભક્તિ કંઈક અનેરી હતી. ડંકારણ્યમાંથી પસાર થઈ અનેક કૃષ્ણ

ભક્તમંડળીઓના સંઘ ડંકપુરથી દ્વારકા તરફના પગ રસ્તે ભજન ગાતા પસાર થઈને દ્વારકાધીશના દર્શન કરવા જતા હતા. ઠેર ઠેર પૂર્વના જનપદોમાં સાધુ સંતો જનપદવાસીઓના સંઘ દ્વારકા દર્શને લઈ જઈને

માર્ગમાં આવતાં જનપદમાં રાત્રિ રોકાણ કરી ભજનોની રસ લ્હાણ કરવા લાગ્યા હતા. દર માસની પૂનમે આવા ભક્તિમાર્ગના સંઘો દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળતા સંઘો ત્રણ ચાર માસ આગળથી જનપદોમાંથી ગ્રામ્યપ્રજાને લઈને નીકળતા ગ્રામ્યપ્રજામાં અનેરો ઉત્સાહ

પ્રસરી જતો હતો.

દંડી ઋષિનો આશ્રમ સેવાનું પ્રમુખ કેન્દ્ર બની ચૂક્યું હતું.

મહિનાઓ પહેલા ડંકપૂરવાસીઓ આશ્રમમાં પૂનમના દ્વારકાધીશના સંઘોની

સેવા કરવા તત્પર થઈ જતા. ડંકપુરવાસીઓની સ્ત્રીઓ આવતા સંઘોનો

માર્ગ શીતળ કરવા સરોવર જળની હેલ ભરી લાવીને માર્ગમાં જળનો છંટકાવ કરતી રહેતી હતી. માઈલો સુધીનો માર્ગ જળછંટકાવથી શીતળ થઈ જતો હતો. માર્ગના કાંકરા-કાંટાને સાફ કરવામાં આવતા હતા. એક એક માઈલના અંતરે ડંકપુરવાસીઓ પીવાના જળની વ્યવસ્થા કરતા હતા. ધજા ફરકાવતા ભજન ગાતા, મૃદંગના તાલે નાચતા

મંજીરાને કરતાલ વગાડતા. પદયાત્રાના યાત્રિકો દંડીઋષિના આશ્રમે આવી પહોંચતો હતો ત્યારે તેમના પગચંપી કરવા ડંકપુરના યુવાનો, વૃધ્ધો, સ્ત્રીઓ, બાળકો તત્પર રહેતા હતા. કારુણ્યભાવને કારણે કૃષ્ણભક્ત

પ્રત્યેના પ્રેમને કારણે સંઘનાં યાત્રિકોની આંખો ભાવતરબોળ થઈ જતી. સ્નેહનાં આંસું સરી જતાં. આશ્રમમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી. ડંકપૂરની સ્ત્રીઓ બોઘરણાં ભરી ભરીને ગાયોનું દૂધ ઘેરથી લાવીને યાત્રિકોને દૂધપાન કરાવતી હતી. ધીમે ધીમે ભક્તિના રંગે રંગાયેલા ડંકપૂરમાં બ્રાહ્મણ, આહિર, પટેલ પ્રજાનો વસવાટ થવા લાગ્યો. ઉજ્જૈનના પરમારો વર્ષોથી પલાસવનમાં રહેતા હતા. ઉજ્જૈનના પરમાર વંશની

ભક્તિ ડંકપૂરમાં વસવાટની સાથે જ કૃષ્ણપ્રત્યેની અદ્‌ભુત હતી. દંડીઋષિના આશ્રમમાં ઋષિનું સેવા કાર્ય મંદિરના સ્વચ્છતાનું કાર્ય વર્ષોથી પરમાર પરિવાર કરતું હતું. પ્રાતઃઆરતી સંધ્યા આરતી ટાણે આ પરિવારના બધા જ સભ્યો મંદિરમાં ઉપસ્થિત રહેતા. પરિવારની ભાવમયી ભક્તિને

કારણે ડંકપૂરવાસીઓ ખેતરનું કામ કરતાં પહેલાં અને સંધ્યાટાણે કામથી

પરવારી દર્શન કરવા જતા હતા.

શ્રાવણી દિવસ હતા એક દિવસ વરસાદ વરસતો હતો. ક્યાંક પીળો તડકો તો ક્યાં વાદળ છાયું. આકાશ પલાસવનમાં હરિયાળી છવાઈ હતી. ઠેર ઠેર સ્થળોએ નાનાં નાનાં ખાબોચિયાં ભરાઈ ચૂક્યાં હતાં. દેડકાંઓનું સામ્રાજ્ય ડ્રાંઉ..ડ્રાંઉ.. અવાજથી ફેલાયેલું હતું. પક્ષી વૃક્ષની ડાળીઓ ઉપર કલરવ કરી રહ્યાં હતાં. પ્રકૃતિની તૃપ્તિનો અહેસાસ વૃક્ષોની હરિયાળી પ્રતીત કરતી હતી. ગંગા ગાય જીવનનો આનંદ પ્રકટ કરતી હતી. ડંકપૂરના ગોવાળિયા ગાયો ભેંસો ચરાવવા પલાસવનમાં

ઘૂમતા હતા. અચાનક ગાયો ભૈભરવા લાગી ઘણમાં અફડાતફડી મચી ગઈ. ગાયો અંદરોઅંદર ધણમાં દોડવા લાગી. ત્યાંજ સિંહની ત્રાડ સંભળાઈ. પલાસવને ભયાનક ત્રાડને કારણે નવીન સ્વરૂપ ધારણ કર્યું. પક્ષીઓ ઊડવા લાગ્યા. હરણા, સસલાં, મૃગ દોડવા લાગ્યાં. ગાયોનું ધણ આશ્રમ તરફ દોડવા લાગ્યું. પૂર્વના અડાબીડ પલાસવૃક્ષોમાંથી સિંહ ત્રાટકી પડ્યો. દોડતા હરણને ગળામાંથી પકડીને પીંખી નાખ્યું. રક્તધારા પીતો સિંહ ગાયો તરફ દોડી રહ્યો હતો. ગોવાળિયા પલાસવૃક્ષો ઉપર ચઢી ગયાં હતાં. ગંગા તરફ ધસી આવતો સિંહને જોઈને ગંગા ચિત્કારી ઊઠી- “બચાવોપ બચાવોપ દાદાપ..”

પલાસવનમાં ગંગાનો અવાજ દૂર દૂર આશ્રમ સુધી સંભળાવા

લાગ્યો. ગંગા ઉપર ત્રાટકતા સિંહને જોઈને થોડે દૂર જીવ બચાવવા

ભાગતા યુવાનની દૃષ્ટિ પડતાં યુવાનમાં કોઈક અદ્‌ભુત શક્તિ પ્રગટી

ઊઠી તેણે કમર ઉપર શિર વસ્ત્ર બાંધી હાથમાં લાકડી ઊછાળતો દોડ્યો.

ગંગા ઉપર હુમલો કરે તે પહેલાં જ સિંહનું લક્ષ બદલાઈ ગયું. સિંહે યુવાન તરફ છલાંગ મારી. યુવાન એક તરફ ખસી ગયો. યુવાને સિંહના જડબામાં વીજ ગતિએ લાકડી ફટકારી દીધી. ગળામાં મારેલી લાકડી વધુ તાકાતથી સિંહના ગળામાં મારી રહ્યો હતો. સિંહના આગળના દાંત પડી ગયા. ગંગા દૂર દૂર ધ્રુજી રહી હતી. તે જ ક્ષણે ગંગાને વિચાર સ્ફૂરતાં તે દોડીને યુવાન પાસે આવીને અને તેના હાથમાંની લાકડી લઈ અત્યંત તાકાતથી સિંહના ગળામાં મારવા લાગી. સિંહે ખૂબ તાકાતથી ચકરાવા

લેવા માંડ્યા. દૂર દૂરના વૃક્ષ ઉપર ગોવાળોનું ટોળું આ દૃશ્ય જોઈ રહ્યું હતું.

ગંગા બરાડી રહી હતી. “દોડો દોડોપ.”

ગોવાળિયા ગંગાની બૂમથી વૃક્ષ ઉપરથી કૂદકા મારીને જંગમાં જોડાઈ ગયા. ખરાખરીનો જંગ જામી ગયો. આશ્રમમાંથી કેટલાંક ગ્રામ્ય

લોકોને લાકડી, ધારિયા, કુહાડી જે મળ્યું તે લઈને દોડતા આવી રહ્યા હતા. ચકરાવા લેતા સિંહ ઉપર ઉપરા ઉપરી લાકડીઓનો મારો શરૂ થઈ ગયો. ઘાયલ સિંહ મરણિયો જંગ ખેલી રહ્યો હતો. અચાનક સિંહ ટોળા વચ્ચેથી કૂદયો પણ તેની તે છલાંગ અંતિમ છલાંગ હતી. છલાંગ મારી જમીન તરફ ઉપર પડી ભાગી ગયો. ગામ લોકો લાકડીઓ લઈને સિંહ પાછળ દોડ્યા. સિંહ દૂર દૂર જંગલમાં ભાગ્યો. પ્રસ્વેદથી રેબઝેબ ગોવાળિયા

કહી રહ્યા હતા - “જો વિજય ના હોત તો ગંગાનું મારણ સિંહ કરી

નાંખત.”

ગામજનો વિજયને ગૌરવ ભરી દૃષ્ટિથી જોઈ રહ્યા હતા. વિજયની

ગામલોકોએ તેમની પાછળ ચાલવા લાગ્યા.

“વિજય બોડાણા..” દંડીનાથે ધીમેથી કહ્યું. તેમનો અવાજ

પાસે હાંફતી ગંગા વિજયની આંખોમાં કંઈક જોઈ રહી હતી. જે તેના

જીવનમાં નવીન હતું. પ્રસ્વેદથી રેબઝેબ ગંગાએ હાંફતાં હાંફતાં વિજયને

ભેટી પડી. વિજયનો હાથ ગંગાની પીઠ ઉપર ફરી રહ્યો હતો. વિજયની છાતીમાં ચહેરો છૂપાવી ગંગા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. વિજયે ગંગાનો ચહેરો ઊંચો કરી તેની આંખોમાંથી વહી જતાં આંસુ આંગળીને ટેરવે

લુછી રહ્યો હતો. ત્યાં જ આકાશમાંથી મેઘલી વાદળી ઝરમર ઝરમર વરસી રહી. સૂરજનો કોમળ તડકો ઉષ્મા અર્પી રહ્યો હતો. પલાસવનની હરિયાળી, વૃક્ષો અને ગોવાળિયા અને ગ્રામજનો વરસતા વરસાદમાં

ભીંજાઈ ગયાં હતાં. વૃધ્ધ દંડીનાથ લાકડીના ટેકે આવી પહોંચ્યા. દૃશ્ય જોતાં જ પરિસ્થિતિ પામી ગયા. દંડીનાથ ગંગાને ભેટી પડ્યા તે બોલી રહ્યા - “બેટીપ મારા કાળજાના કટકા.” હંમેશ શિવજીની ભક્તિ કરનાર દંડીનાથના હૃદયમાં કરુણાની સરવાણી ફૂટી નીકળી. તેમની આંખો ભીની થઈ ગઈ. ધીમે ધીમે આંખોમાંથી ગંગા-જમના વહેવા

લાગ્યાં. નૈઋત્યનાં મંદ મંદ પવનની લહેર દંડીનાથના ચહેરા ઉપર જીવનનું

માધુર્યમાં તરબોળ થઈ રહી હતી. પાસે ઊભો રહીને જીવનની ધન્યક્ષણોને જોઈ રહેલો વિજય ગૌરવપૂર્વક દૃષ્ટિથી ચોતરફ પ્રસારી ઊંચે આકાશમાં દૃષ્ટિપાત કરી, “બોલી ઊઠ્યાં-હે કનૈયા.”

વિજય ધીમે ધીમે આશ્રમ તરફ ચાલી રહ્યો. દંડીનાથ અને

અંદરનો અવાજ હતો. ઘેઘુર અવાજ વધારે ઘેરો બન્યો દંડીનાથ કહી રહ્યા. “બોડાણા!પ તેં તારા કુળને ઊજાળ્યું છે. કળીયુગમાં પણ તારું નામ અમર થશે.” દંડીનાથે વિજય બોડાણાને હાથ પકડી તેના શિર ઉપર હાથ પ્રસાર્યો. બોડાણો દંડીનાથના ચરણોમાં પડી ગયો. બે હાથ જોડી બોલી રહ્યો - “હેપ ઋષિરાજ મને કનૈયાની ભક્તિ આપો. એવી તરસ આપો કે આજન્મ હું તેની ભક્તિ કરું.”

દંડીનાથ ઋષિએ વિજયને બાહુમાંથી પકડી ઊભો કર્યો. તેને

ભેટી પડતાં કહ્યું - “વિજય બોડાણા.. તારું જીવન શ્રીકૃષ્ણભક્તિમાં ધન્ય થશે. અને આ ભૂમિ પણ તે ધન્યતાનો અનુભવ કરતી જગપ્રસિધ્ધ થશે.”

અમરસીંગ બોડાણો

સંધ્યા આથમી ગઈ. સંધ્યાના ઝાંખા પ્રકાશમાં દંડીઋષિ સ્નાન કરી દેહને લૂછી રહ્યા હતા. દૂર ઝૂંપડીની ઓસરીની થાંભલીને ટેકે ગંગા ઊભી ઊભી સ્નાન કરીને દેહને લુંછતા દંડીઋષિને જોઈ રહી. “દાદા આહુંપ” ગંગા એકદમ ચિતકારી ઊઠી. ગંગા, દેહ લુંછતા ઋષિની પીઠ, છાતી, ગાલ, કપાળ ઉપરનાં લીલાં ચમાઠાં જોઈ જ રહી. તે રડતાં રડતાં બોલી - “દાદા તમને આ શું થયું હપ”

રડતી ગંગાને અવાજ સાંભળી ગંગાની માતા ગોદાવરી દોડી આવી. ગોદાવરી દંડીનાથના દેહ ઉપરના ચમાઠાં જોઈને વિલંબમાં પડી ગઈ. તે રડતાં રડતાં બોલી ઊઠી - “દાદા જરૂર કાંક થયું હપ” ગોદાવરીની નજર દંડીનાથના ચહેરા ઉપર પડી તેમના ચહેરામાં પરિવર્તન હતું. ચહેરો સુજાયેલો હતો. આગળના ઉપર નીચેના જડબામાં ત્રણ ત્રણ દાંત પડી

ગયેલા હતા. ગોદાવરી વિચાર કરતી મૌન ધારણ કરી આંસુ લુછતી

ઝૂંપડીમાં દોડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

સંધ્યા આરતી સમયે અમરસીંગ, પશીકાકી, વિજય અને સવિતાને

લઈને આવી પહોંચ્યા ત્યારે ગોદાવરીએ વિગતે વાત કરી. દંડીઋષિને નિહાળી જ વિચારમાં પડી ગયેલો અમરસિંગ સમજી ગયો કે જંગલમાં

સિંહ ગંગા-વિજય સામે યુધ્ધ, સિંહનું ભાગવું, લાકડીઓનો મારો.. જરૂર કદાચ એ સિંહ. દંડીનાથ એક તો નહિં હોય. ગંગા પણ દંડીઋષિના દેહ ઉપરના ચમાઠાં પડી ગયેલા દાંતવાળો ચહેરો જોઈને એ જ વિચારી રહી હતી કે જરૂર દંડીઋષિએ જ સિંહનું રૂપ લીધું હોવું જોઈએ. નહિ તો આવું ના જ બને.

આસો માસના દિવસો આવી રહ્યા હતા. ખેતરોનો પાક હસી રહ્યો હતો. મકાઈ, બાજરીની કાપણી શરૂ થઈ ગઈ હતી. મકાઈ વીણી વીણીને ડંકપૂરવાસીઓ સૂકવી રહ્યા હતા. ગાડે ગાડાં ભરાઈને ઘરના આંગણામાં આવી ગયેલા મકાઈ ડોડાથી ખેડૂતોના ચોક ભરાઈ ગયાં હતા. તેને ચોકમાં જ પહોળા કરી સૂકવી દેવામાં આવતા હતા. લીલી

મકાઈના કૂણા ડોડા શેકીને યુવાનો, સ્ત્રીઓ ખેતરમાં જ ડોડા ભાગતાં જ ખાતા હતા. મીઠ્ઠી મકાઈ ખાતાં માંહ્યલો ખીલી ઊઠતો હતો. અંતર ધરાઈ જતું હતું. ઘેર ઘેર મકાઈના કૂણા ડોડા બાફીને બાળકો અને વૃધ્ધો

ખાતા હતા. નવલી નવરાત્રિની તૈયારી રોજ સાંજ ગામના ચોકમાં ભેગા

મળી યુવાનો-કુમારિકાઓ કરી રહ્યાં હતા. ચોકમાંથી ઘાસ કાઢી નંખાયું

હતું. કુમારિકાઓ ચોકને લીંપી રહી હતી. બાળકો આસોપાલવનાં તોરણ

બાંધી રહ્યાં હતાં. તો વળી કેટલાક યુવાનો ફળિયામાં અને ચોકમાં તોરણ બાંધી રહ્યા હતા. પહેલા નોરતાના દિવસે સવારે શુભમુર્હૂત જોઈને

માંડવી રોપવામાં આવી. ડંકપૂરના સુથારે સુંદર માંડવી બનાવી હતી. ઉતરતા ક્રમે ચાર ચાર સળિયાથી ગોળવાળી ગોઠવીને કોડિયાં મૂકી દીપ

પ્રગટાવી શકાય તેમ રચી હતી. આવાં ક્રમ રચ્યા હતા. ડંકપુરને પાદર તોરણ પાસે વરખડાનાં વૃક્ષ હતાં. વરખડાના વૃક્ષની એક ડાળીથી બીજી ડાળીએ નવ નાળિયેરનું તોરણ બાંધ્યું હતું.

યુવાનોએ ઘેર ઘેર પહોંચી દીપ પ્રગટાવા તેલ એકઠું કર્યું હતું તો વળી જંગલમાં ઘૂમીને ગુંગળના વૃક્ષના થડમાંથી ગુંગળ એકઠો કર્યો હતો. નોરતાની પહેલી સાંજથી ઢોલના તાલે યૌવન હિલોળા લેવા લાગ્યું. શક્તિ ઉપાસના કાજે દીપ પ્રગટાવેલા ફૂલથી શણગારેલા ગરબા ચોકમાં ગોઠવાવા

માંડ્યા. ડંકપુરનો ચોક માંડવીની દીપમાળા અને ચોકમાં ગોઠવાવા

માંડ્યા. ડંકપુરનો ચોક માંડવીની દીપમાળા અને ચોકમાં ગોઠવાયેલા ગરબાના પ્રકાશથી ભવ્ય લાગવા માંડ્યો. પૂર્વદિશામાં એક નાનકડી

માટીની માટલી રચીને ગોઠવાયેલા કળશમાં મૂકેલા આસોપાલવના પાંદડાં વચ્ચે શ્રીફળ શોભી રહ્યું હતું. તેને રાતી ચુંદડી ઓઢાડવામાં આવી હતી. તેની પૂંજા કરીને ધૂપ કરી તેની સાથે દીપ પ્રગટાવામાં આવ્યો હતો. ગરબે ઘૂમતી કિશોરીઓ, યુવતીઓ અને સ્ત્રીઓ હળવા કંઠથી ગરબા

ગાવા લાગી. પાદરના વરખડાના વૃક્ષ નીચે ત્રણ પથ્થરની દેરીમાં મા

હરસિધ્ધિની સ્થાપના કરાઈ હતી. તેની પાસે ગામના ભૂવાઓએ માટીમાં

પાણી છાંટી પાંચ ધાન્યનાં બીજ વાવ્યાં હતાં. તે બીજને પાણીનો છંટકાવ કરી નાનકડી મઢુલી બનાવી હતી. મોડી રાત્રે ડાકલાંના અને ઢોલના અવાજે આખા ગામમાં ફેલાવા માંડ્યો હતો. તે અવાજ સાથે મઢૂલીમાં ધૂપ આપીને દીપ પ્રકટાવેલો હતો તે દીપકનો પ્રકાશ દૂર દૂર ગામમાં દર્શનીય બનતો હતો. ડાકલાના તાલે માને રીઝવતા માનાં ગાણાં ગાવામાં આવતાં. મા હરસિદ્ધિ ભવાનીને આજીજી કરવામાં આવતી હતી. પ્રહરના

પ્રહર પસાર થઈ રહ્યા હતા. તૃતીય પ્રહરે પવનની લહેર સાથે એક

ભુવાનો દેહ થરથર કંપવા લાગ્યો. મુખમાંથી નિકળતા શ્વાસના સિસકારા સાથે ધ્રુજતો ભુવો બોલતો હતો.. “હાં..હાં.. હું હરસદભવાની કોયલા ડુંગરવાળી..”

“ખમ્મા ખમ્માપ ખમ્મા મારી માવડી ખમ્મા. મેર કરો માવડી.. અમારા ગામમાં રોગ-દ્વેષ-તાવ-તરિયો.” હાં હાં..હાં.. મારું મારું નિવેદ ચઢાવો.. નવ નવ રાતે મારી સેવા કરોપ મારું વચન સેં વચન.. કુશળ

ખેમ ગામ રેંસે.. ઊગતા દને ગાયને ઘાસ.. કૂતરાને રોટલો નાંખજો. ગામની કુંવારિકાને પૂનમે જમાડજો. દૂધભાતનું નિવેદ, મારું વચન સે એ.. બારે માસ.. લીલાલેર રેંશે.”

“ખમ્મા ખમ્મા મારી માવડી તારી સેવા કરી તું મા.. ગામના હાકોટે આવજે મા..”

“હાં હાં.. કાં ચંતા કરેશનાં તું બોલાવ ન્‌ મું નાં આવું.” ધૂણતા

ભુવાએ જમીન ઉપર જોરથી થાપોટો માર્યો, થાપોટાનો અવાજ દૂર દૂર

સંભળાઈ રહ્યો હતો. ડાકલાના વાગવાનો અવાજ ડ્રઉમ..ડ્રઉમ..ડ્રઉમ ઝડપી બની રહ્યો હતો. ચોથા પ્રહરની રાત સુધી વાગતું ડાકલું શાંત થયું. ઢોલનો ડણકો શાંત થયો. વરખડાના વૃક્ષની ઓથે ભુવાની સાથે રહેલા જાગરિયા પોતાનાને ઘેર વિદાય થયા. તૃતીય પ્રહર સુધી ગવાતા ગરબા ગાઈને સ્ત્રીઓ-યુવતીઓ અને બાળકો-યુવાનો ચિરનિંદ્રા માણી રહ્યા હતા. દંડીનાથ આશ્રમમાંથી ગરબા ગાવા આયેલી ગંગા અને ગોદાવરીને વળાવીને વિજય-વિજયની માતા, પશીકાકી અને વિજયની બહેન સવિતા

મૂકીને પાછા આવી સૂઈ રહ્યાં હતાં. ત્રીજા પ્રહર સુધી માંડવડીના દીવાનો ઝાંખો ઝાંખો પ્રકાશ ચોકમાં અજવાળું ફેલાવી રહ્યો હતો. ખેતરમાં રાતવાસો ગયેલા ખેડૂતોનો શિયાળને ભગાડવા હાકોટો કરતા સંભળાતા હતા. પૂર્વનું આકાશ ધીમે ધીમે કેસરીયા રંગથી ઉજાશભર્યુ થઈ ગયું હતું. પક્ષીઓ કતારબંધ કલરવ કરતાં પૂર્વ તરફના કેશરીયા આકાશ તરફ દૂર દૂર જઈ રહ્યા હતાં. પૂર્વનાં પવનની ઠંડી લહેર પૃથ્વી તરફ પ્રસરી રહી હતી. ખેતરોની રસ્તાઓની હરિયાળી ઝાકળ બિંદુથી શોભી રહી હતી. “લો બાપા.. ચા લાયો શું” દૂરથી મકાઈના ખેતરના માળા

ઉપર ગોફણ વિંજી વિંજીને પથ્થર નાંખતાં હાંકારો કરતા અમરસીંગને બોલાવતાં વિજય કહી રહ્યો. “ઈ ઉગમણી ગમથી આવ દીકરા આથમણું સેંડું હાંજે ડેફુ રોપી પૂરી દીધું શે. શિયાળવાં બૌ હેરાન કરતાં તાં દીકરા”

અમરસીંગ હોક્કાની નેળ ને માળાની થાંભલીને ટેકે ટેકવી માળા ઉપરથી

નીચે ઉતરતાં કહી રહ્યો.

“એ બાપા ચા ઉનો ઉનો સે હટ હટ દાંતણ કરી મોં ધોઈ નાંખો, નીકર ટાઢો થતાં વાટની લાગે” વિજયે છીંડામાંથી ખેતરમાં જતાં શેઢા ઉપરથી જ પ્રતિઉત્તર આપતાં કહ્યું. સૂરજનો પીળો પીળો કોમળ તડકો, ધરતી ઉપર ફેલાઈ રહ્યો હતો. શેઢા ઉપરના લીમડા, બાવળ, ઉપર આવીને મૂકામ કરી રહેલા કાગડા, હોલા ને કબૂતર મકાઈના છોડવાઓ ઉપર કૂણીકૂણી મકાઈ ખાવા ધીમે ધીમે ઉતરતા હતા.

વિજયનો છોડવાઓ ઉપર હિલ્લોળા ખાતા કાગડા, કબૂતરને ઉડાડવાનો જીવ ના ચાલ્યો પરંતું આખરે કરવાનું શું? છતાં વિજયનું મન તો કહેતું હતું “એ મારા જીવલા તમ તમારે ધરાઈને ખાજો ઉપરવાળો ઈ તો આલશે.” કોઠીયો ભરાઈ જવાની શેં તેમ છતાં અમરસિંહનો હાકોટો આવ્યો “એ વિજય, જરા પેલી પા ડબલું પડ્યું શે ને ડાંડીયાથી

ખખડાવ નીકર આ ઓ ને આ..ઓ શેઢાની મકાઈ કાગડા ફોલી ખા હેં.”

વિજય ના છૂટકે ડબલાને લાકડીના ટૂકડે ખખડાવા લાગ્યો. તેના અવાજથી એક છોડ ઉપરથી ઊડીને બીજા છોડ ઉપર કાગડા કબૂતર બેસવા લાગ્યાં. અમરસિંહના ગોફણના પથ્થરો આથમણા શેઢા સુધી આવતાં કાગડા કબૂતર છોડવેથી ઊડી ઊડીને બાવળ અને લીંબડાનાં વૃક્ષ ઉપર ગોઠવાઈ જતા હતા.

“બાપા ઔંણ મક્કઈ સાવણ ઉતરતાં વાવીને મોટી ભૂલ

કરીશેં.. નીકર ભાદરવો ઉતરતાં મક્કઈ ડોડા ચારનાય ભાગીને ઘર

ભેગા થઈ ગયા હોત” વિજય મક્કાઈની ચિંતા કરતાં વાત કરી.

“હાં..બેટા..હું કરે એકલા પડે ખેતર સેડવાનું હમાર કાઢી ચાહ

પાડી વાવવાનું અને તારી મા અન તું નેંદવા લાગો શો તે જરા પાર વહેં

લો આવશ. પાછો છાંટો છૈયો કરતો વરહાદે ચાં બરકત આલી શ.” અમરસીંગે મનની વાત મૂછનો દોરો ફૂટેલા વિજયને કરતાં વિજય દાઢીના તાજા ઉગેલા વાળ ઉપર હાથ ફેલાવતાં કહી રહ્યો.. “બાપા રાંપડી ઔંર આકતાં આવડશ, રાંપડી પણ જગલાના ખેતરમાં કાઢીતી. ભાલોડાની જેમ ઓરનો ચાહ કાઢું હું. બાપા અવ તમાર ચિંતા નૈ કરવાની હમજ્યા.” અમરસીંગે ગોફણ વીંજીને પથ્થર નાંખતાં બોલતો હતો - “એ

ઊભ્ભા રેંજો તમન મક્કઈ ખવડાવું..” વિજયની પાસે આવીને ખભો થાબડતાં બોલી ઊઠ્યા - “શાબાશ, બેટા, મર્દના છોકરા મર્દ જ પાકે.” “જવાનીમાં ચેટલાંય સેતરાં સેડેલાં ચેટલાંય ખરાંમાં વીહુ વીહુ

મક્કઈ અને બાજરો લીધેલો, એ મું અને તારી મા એકલાં જ બાજરો ઊપણતાં, પૂછી જો જે તારી માને.” ગૌરવપૂર્વક મૂંછે તાવ દેતાં અમરસંગે કહ્યું અને ઊભા પગે બેસીને લોટાની ચા કોડીયામાં કાઢી સૂસવાટા ભેર પીતાં પીતાં બોલી રહ્યો - “હાં મા ગામ હળગતી હોળી કૂદવી ઈતો મારો ડાબા હાથનો ખેલ. ઈ લાકડીયો વિંજાતી હોય તોયે ટોળા વચાળે હાંમો પેઠીને દોડતો એકી હાહે મું આવી જતો.” ભૂતકાળને વાગોળતાં અમરસીંગ બોલી રહ્યો હતો. વિજય એકીટશે અમરસીંગના ચહેરા ઉપર પથરાઈ

રહેલા ગૌરવને નીરખતાં હાસ્યથી મલકાઈ રહ્યો હતો.

“બેટા વિજય તન ખબરશી એલા દંડીનાથ બાવો મોટા જોગીશી..

આપણા ગામની હોળીના અંગારા પર હૈંડશ ઈ તો ખરું પણ.. મીં તો હાંભર્યુ શી ક આખા ખાખરાના વનમાં સાવજનું રૂપ લઈને ફરશ.. ઈનો હાકોટો હાંભરી જંગલી જાનવર નાહતાં ફરશ. મહીસાગરના કોતર હુધી રખડતો વરુ, ચિત્તા, વાઘ નહાડી દેંશ.. એક વાર કાશી કે’તી તીક અધરાતે દંડીનાથની ઓયડીમાં જોયું તો બારથી બાયણા ન હાંકળ

ભીડેલી ને બારીમાં જોયું તો બાવો ચતોપાટ હુઈ રહેલો.. કુંણ હાંકળ

ભીડી બાયણું બંધ કરી ગયું અશેં. આખી રાત મું જાગતી રૈ ભડભાંખરે

સાવજની ત્રાડ હંભરાઈ જોત જોતામાં અડધો ઘઉ આગો હાવજ જોવા

મલ્યો ની મીં જોયું તો સાવજ દંડીનાથ બની ગયો ને નમઃ શિવાય, નમઃ શિવાય બોલતો દંડીનાથ નજીક આવી ગયા. લપાતી છૂપા મું જોયા જ કરું જોયા જ કરું અન દંડીનાથ ભીના લુંગડે ઝટા ખંખેરતા દાઢી નીચોવતા મહાદેવમાં પેઠા. ચાં જ્યા અસેં ઈ..” અમરસીંગે કાશીની વાતને દોહરાવતાં દબાતા અવાજે કહ્યું- “બેટા જોગી મોટો જાદુગર સેં. હાં આખા મલકની ચંતા લઈને જીવેં શી.” તું માળે ચઢી જા મોટેથી ડબલું

ખખડાવી ગોફણ વેંજતો રેં જે નીકર હવાર જીવડાં મક્કઈના છોડવે

છોડવે ડોડા ફોલી ખા હૈં.. ઉણ પાંણીની ખેંચ હ ની એકાદ પાણી કોહથી

ખેંચીને મક્કઈને પીવડાવવું પડશી..”

“ઈ.. તમ તમાર જાવ બાપા.. લખાની કેંતા આવજો.. હવાર હવારમાં કોહ કાઢવાનું કામ કરીએ.” વિજયે માળે ચઢીને જીવડાં ખેતરની

મકાઈ ઉપર ના બેસે તે માટે ડબલું ખખડાવતો બરાડો પાડવા માંડ્યો -

“ઈ..હેં..હુડ..હુડ.. મારાં હારાં જંપતાં જ નથી..” વિજયે ગોફણ વીંજીને પથ્થર નાખવા માંડ્યા તેનો માંહ્યલો બોલી ઊઠતો - “જો જે કોઈ જીવડાને પથ્થરો ના વાગી.. મારા રામ”

સૂરજનો કોમળ તડકો નીચો થવા માંડ્યો હતો. આસોનો અગ્નિકોણી પવન ફૂંકાવા લાગ્યો હતો. મંદ મંદ પવનની લહેર સાથે ઊડતાં પતંગીયાં દૂર દૂરના દેશનો સંદેશો લઈને આવી રહ્યાં હતાં. દૂર દૂર પોપટી પોલકા, કબજામાં શોભતી ગંગા ગાય-વાછરડીને હાંકતી વિજયના

ખેતર તરફ આવી રહી હતી. ગંગાને જોતાં જ હરખ ઘેલો વિજય બોલી

ઊઠ્યો - “એય ગંગા જો જે હાં તારી ગાય-વાછરડું શેઢા પરની મકાઈ

ભાંગી ના નાંખ..”

“જરાય ચંતા ના કરતો ઈ છેંડા પાંહણ નૈ આવા દઉં બસ.. મું તો આવું ન્‌” મરક મરક હસતી ગંગાએ વિજયને કહ્યું.

“તું ન ચાં ના પાડું હ.. તું તાર આળ ન મન્‌ ઈમ ક તું નૈ આવ, રાતનો ઉજાગરો ન પાસું ઘરનું કામ” વિજયે ગંગાને આવકારતાં કહ્યું. “દાદા કેંતા કી ગંગા!.. ગાય-વાછરડી લઈને અમરસીંગને

ખેતરે જજે ને બે-ચાર કૂણી ડોડીયું સેકી લાવજી જરા ખાવાનું મન થ્યુંશ.”

ગંગાએ હળવેથી વિજયને કહ્યું.

વિજયે ગંભીર થઈને એક નજર ગંગા પ્રત્યે નાંખીને નખશિખ

જોઈ લીધી તે વિચારવા લાગ્યો “આ કાલની ગંગા અન અતારની ગંગા

ગંગોત્રી મટીને કાશીજલવાહિની બની ગઈશ. શું તેનું યૌવન દેખાવડું

મરોડદાર અંગ, માંસ ભરેલ તેના અંગો, લીંબુના ફાડ જેવી મોટી મોટી આંખો, એ આંખોને ઢાંકતાં હલેશાં જેવાં કાળાંમેસ પોપચાં અને ધનુષ્યની પણછ જેવી તેની ભ્રમર. અરે એના હોઠ તો જાણે કમળની બે ગોઠવાયેલી પાંદડી જેવા, કેવા લાલ લાલ ચોળ શોભી રહ્યા છે. જાણે હમણાં હમણાં

મને કંઈ કહેશે. નિતંબથીય નીચા લાંબા ભરાવદાર કાળા વાંકળિયા વાળ પોલકાની પાછળ ઊડી રહ્યા સે. કુણ જાંણ કયા નિરાંતના દને યે

ભગવાને એ’ન્‌ ઘડી એં ખબર નૈ પડ..” વિજય વિચારોમાં ગરકાવ થતો હાથની હથેળીથી માળાની થાંભલીને મસળતો અનુભવી રહ્યો કે “ગંગા

મારી જ છે મારા માટે ભગવાને ઘડી છે.”

ગંગા, ખાખરાની દંડી હાથમાં લઈને માળા પાસે આવી ત્યારે તે જોતાં જ રહી ગયો. તેની લચકાતી કમર, પીઠ ઉપર ઉછળતા લાંબા વાળ, કબજામાં ઊછળતી ભરાવદાર ફાટુફાટુ થઈ રહેલી છાતી લાલ હીંગોળ જણાતી હતી. તેના નિતંબ જાંગના થરકાટ સાથે ઊછળી રહ્યા હતા. માળા તરફ મુકાતાં પગલાંની આંગળીઓ ગુલાબની ગોઠવાયેલી પાંદડી જેવી ગુલાબી ચળકતા રંગે ચળકી રહી હતી. તેના પગની લાંબી પાની નવજાત શિશુના ગાલ ઉપર ફૂટથી ટશર જેવી તગતગી રહી હતી. તો વળી ગંગાના ગુલાબી ટશરો ફૂટેલા ગાલ પ્રફુલ્લિત ચહેરાને કારણે વધુ દેદીપ્યમાન જણાતા હતા. વિચારમાં ગરકાવ થઈ ગયેલો વિજય, ચાતક નજરે ગંગાને ઓળખી રહ્યો હતો. ગંગાને માણી રહ્યો હતો.

ગંગા માળા પાસે આવીને ઊભી ત્યારે માળા ઉપરથી વાંકો

વળી હાથ લંબાવતાં કહી રહ્યો- “ગંગા આવ!પ માળા ઉપર ખૂબ મઝા આવશે..”

વિજય ગંગાને બાહુમાં પકડે તે પહેલાં જ વિજયના લંબાયેલા હાથમાં ગંગાએ પોતાનો હાથ આપતાં જ રોમાંશ અનુભવતી લજામણી જેમ શરમાઈ ગઈ. ગંગાની આંખોમાં પ્રેમનો અભિષેક થઈ ચૂક્યો. શરમના શેરડા અસ્થિત્વને પ્રભાવીત કરી ગયા. યૌવનનો ભાર અનુભવતી ગંગાને વિજયે એક જ આચકે ઊચકીને માળા ઉપર મુકી દીધી. જ્યારે ગંગા માળામાં બેસી ત્યારે સહજ રીતે વિજયને વળગી પડી. ધરોને આકાશનું મિલન થઈ ગયું. સૂરજને શીશનું તેજ ઓતપ્રોત થઈ ગયું. વિજયએ ગંગાના હોઠ ઉપર જ વર્ષોના દબાવેલા પ્રેમનું ઉત્કૃષ્ટ ચુંબન અર્પી દીધું. ગંગાનું વ્હેંણ ઊછળતું કુદરતી ધવલ સીકર ઊછાળતું વહી રહ્યું. ઉત્કષ્ટ પ્રેમની ગરિમા અનુભવતી ગંગાની છાતી સાગરમાં ઉછળતા

મોઝાંમાં ઉછળતી નૌકા જેમ ઉછળી રહી. માળા ઉપરનું આકાશ હસી રહ્યું હતું. કુંભ રાશિમાં પ્રવેશેલો સૂર્ય ખડખડાટ હસતો હતો. પશ્ચિમ તરફથી ઊડીને મક્કાઈના ખેતરમાં છોડવા ઉપર લીલા કૂણા ડોડા ફોલવા ગોઠવાઈ ગયેલાં પંખીડાં ક્રીયામાં ગળાડૂબ હતાં. માળા ઉપરનાં બંન્ને પારેવાં પ્રેમક્રિયાથી રતિક્રિયાની મોઝ માણી રહ્યાં હતાં. ત્યાં જ દૂરથી સવિતાનો અવાજ આવી રહ્યો “ઈ વિજયપભૈલા..ઓરો આવ, મા

બોલાવશ, બપોરના કોહનું પાંણી કાઢવાનું શ.. બાપા કેંતા કી, અધરાત

હુંધી મક્કઈ પીવડાવી દૈશું.”

સવિતા નજીક આવતી હતી ત્યારે વિજયે અને ગંગાએ સ્વસ્થતા અનુભવી. વિજયે ધીરેથી પ્રતિઉત્તર આપતાં કહ્યું - “એ..હારું..તું ઐયાં આવ, ગંગા તારી વાટ જુવશ.”

વિજય અને ગંગા માળા ઉપરથી ગોફણના પથ્થરો ફેંક્યા ત્યારે વિજયની ગોફણના પથ્થરો અને બન્નેના હાકોટા સાથે ખેતર ઉપરનાં પંખી ઊડવા લાગ્યાં તેમના કલબલાટથી ખેતર, આકાશ ગુંજવા લાગ્યું. વિજયે માળાથી ઉતરીને પૂર્વના શેઢા પાસેથી સૂકાં લાકડાં

ભેગાં કરી પાંચ મકાઈના કૂણા ડોડા ભાગીને લાકડાં સળગાવી સેકવા

લાગી. અગ્નિજ્વાળાઓની લીલીબળતી મકાઈ ડોડાનો “ચળચળાટ

ચળચળાટ” અવાજ વાતાવરણમાં ફેલાવા લાગ્યો.

ખેતરમાં પ્રવેશવાનું છીંડું ઓળંગતાં સવિતા બબડી રહીં હતી

“બાપ ખરા સે હાં.. એક સીંડું રાખ્યું શી”

“એક રાખેની તન ખબર શી.. શિયાળવાં એટલી મકાઈ ભાંગ હ.. જાતો આથમણ ગમ, ગમ પડ તન.. હું થયું હ” વિજયે ખેતરની હકીકત જણાવતાં કહ્યું.

સવિતાએ સવારે નહાતાં નહાતાં વાત કરતા બાપાની વાતને દોહરાવતાં કહી રહી હતી - “અમણાં જ ચમારવાસમાંથી શનીયાને તાંથી વીહ બૈડાંનો કોહ લૈ આવું શું- હવાર હવાર હુધીમાં અડધી પડધી

મકઈ પીવઈ જહેં. ઉણ વરહ લખા જોડે કામની હુંઢેલ કરીશ.. મકઈ

ભાંગવી મજિયારી, મકઈ વાઢવી મજિયારી, અન્‌ અન્‌ કોહ તાંણવો

મજિયારી છે.”

“ઓ બાપ રે.. તમે હું કરીયું.. જરા ઉમર હાંમો તો જુઆં.. હાઈઠમી દિવાળી અમણાં જૈશ.” પશીએ અમરસીંગને વડોદરાથી વેચાતો

મંગાવેલ નવો નક્કોર રૂમાલ આપતાં કહ્યું.

અમરસીંગ હસતાં હસતાં કહી રહ્યો- “ઈ તું તાર ચંતા નાં કર. વિજયની મા.. અ..જ્જુ મું જવાન હું.. જરા.. વાળ ધોળા થ્યાશ.. ઈપ” રૂમાલ વિંટાળતાં છાતી ઉપર હાથ ફેરવતાં ફેરવતાં નાવણિયામાંથી

ઘરમાં પ્રવેશતાં જ પાછુ વળીને પશી સામું જોઈને બોલી ઊઠ્યો - “જો તો ખરી હું કહું શું તી.. આંમ લમણે હાથ દૈ બેહી રયે નાં હૈડે..”

પશીએ હસતાં હસતાં કહ્યું “હારું હારું તમન્‌ રાંમ વાલા એંમ કરો.” વીંટાળેલા રૂમાલે વર્ષો પહેલાં દ્વારકાથી ખરીદી લાવેલા નાનકડા દ્વારકાધીશના ફોટા પાસે દીવો સળગાવતાં અમરસીંગ બેહાથ જોડી પગે

લાગતાં કહી રહ્યો હતો- “હે..દ્વારકાધીશ.. મેંર કરજે.. તારી મેર વન્યા બધુ અધુરું હીં.. મારા નાથ..” પગે લાગતાં અમરસીંગનાં રોમાંશ ખડાં થઈ ગયાં. તેની કરુણામયી આંખોમાંથી આંસુનાં બે બુંદ ગાલ ઉપર ગોઠવાઈ ગયાં ત્યારે મર્દના બચ્ચાના ચહેરા ઉપર બંન્ને હાથ પ્રસારતો બોલી ઊઠ્યો- “એ..વિજયની મા મું જાઉં તારેં” અમરસીંગે ધોતિયું પહેરતાં ધોતિયાની પાટલીવાળી કછોટો વાળતો બોલી રહ્યો હતો. “લખાને

કે’તો જોઉં કી કોહ વાળવા આવી.. બળદું મું હાંકીશ.. ઈનાં ફાવે તો મીં

કોહ વાળીશ..”

“જરા શિરામણ તો કરતા જાઓ જરા દેહમાં કળ રે” પશીએ બાજરાના બે રોટલા છાબળીમાં મૂકી દીધા અને બે લોટામાં રાતે વલોવી તાજી છાશ ભરીને મુક્યા. પશી, અમરસીંગ સામે જોઈને મલકાતી કહી રહી હતી. “મું કાંઈ જવુ ઈમ નથી. રાતી ગરબા ગૈને આવીન્‌ કુકડો બોલ્યે જ મેંની જશી બંન્ને વલોણું ખેંચી નાંખ્યું. તાજી રગડા જેવી છાશ શી.. ઘી માં લથબથતા રોટલાની ગોળ હી..”

અમરસીંગ શિરામણ કરવા બેઠ્યોં છાબળાના રોટલા ખાતાં

ખાતાં છાશનો ઘૂંટ પીતાં કહી રહ્યો - “હું છાશ-રોટલા શી.. મઝા આવી.” ગોળનો ટુકડો મોંમાં મૂકતાં ચાવતાં ઘરનો ઉમ્બર ઓળંગી

લખા પરમારના ઘેર પહોંચ જ બૂમ મારી- “ઈ લખાપ”

“ઈ આવો! અમરસંગ. હું કામ પડ્યું. લખાએ ઘરમાંથી નીકળતાં જ બૂમ મારી આવકારો આપ્યો.”

લખાના ઉમળકાભર્યા આવકારને સમજતાં અમરસંગ કહી રહ્યો - “ઈ..મકઈમાં પાણી મેલવાનું હેં. કોહ તાંણવાનો હી.. આવહેં ની”

“ઈમ..તમન્‌ તો પેંલથી કયું તું હુંઢેલ કરીશું. ચંતા નૈં કરતા તમારી પુંઠ ઈ આવી પૂંગ્યો.” લખાએ હસતાં હસતાં ઉત્તર આપ્યો. અમરસીંગ ઓસરીની થાંભલીને ટેકો દઈને ઊભા રહ્યા હતા ત્યારે કહી

રહ્યા- “મું જરા શનાને તાં જૈ આવું કોહ લેતો આવું.”

“હાં તમ તમારે જાઓ, બેહવું નહીં.” ના.. પાસું મોડું થહેં ની

તાપ ચડહી..” અમરસીંગ ચમારવાસની વાટ પકડી. લખો શિરામણ કરી. અમરસીંગના કબૂતરીયા ખેતર તરફ જવા લાગ્યો. થોડી જ વારમાં કોષ, રાસ, વરેડી, ગાડામાં નાંખી બળદગાડું લઈને અમરસીંગે ખેતરની વાડા પાસે આવતાં બૂમ મારી “ઈ.. લખા, અલાણીએ જાજો.. ગાડુ લઈને તાં આવું હું..” કૂવાને કાંઠે ગાડું ઊભું રાખી કૂવાની કાંને ઊભા કરેલા બે થાંભલા વચ્ચેના પૈડામાં સાંકળ પરોવતાં કોષ બાંધી ને ધૂંસરીએ સાંકળ બાંધતાં અમરસીંગ કહી રહ્યો- “લખા, હું કરશું..”

“તમે કોહ ઝીલજો મુંપ બળદ હાંકીશ.” લખાએ તુરંત જવાબ આપ્યો.

કોષને કૂવામાં નાખતાં અમરસીંગ કહી રહ્યો- “હે..રામ..”

કોષ ભરાઈ જતાં ધૂંસરીએ ખીલડો નાંખી સાંકળ ઉપર બેસી બળદને ડચકારા બોલાવતો લખો અલાંણી તરફ બળદને હાંકી ગયો. ઊંડી અલાંણીમાં બળદ પહોંચ્યા ત્યારે કૂવા બહાર આવેલા કોષને ઝીલીને થાંભલાને ટેકે કોષ ઉપર પગ મુકી ખેંચતાં અમરસીંગ કહી રહ્યો- “એ આયો હે..રામ.”

લખાએ તૂટેલાનો ખીલડો કાઢી નાંખ્યો. સાંકળ ઢીલી થઈને કોષનું પાણી કૂવાના થાળામાં ઢોળાવા લાગ્યું. બપોર થતાં જ જોતજોતામાં અડધી મકાઈ પીવાઈ ગઈ. બપોરનું ભાતું લઈને પશી ખેતરમાં આવી

ત્યારે મલકતા ચહેરે મકાઈને જોઈને ગજ ગજ છાતી ફૂલાવતી બોલી

ઊઠી- “હું મકઈ શ. તમે બેઉં એ ભારે કરી, લો ભાત ખાઓ. મું શેઢ

આંટો મારી આવું” પશી મકઈને ફરતે ફરતાં મરક મરક હસતી ધરાતી નહોતી. સામે છેડેથી માળામાં ગોફણ વિંજીને પથ્થરો ફેંકતો વિજય હાકોટો મારતો હતો- “ઈ..તમ તમારે જાઓ ઐયાંથી..હોઈ..ઈ..ઈ.”

પશીએ બૂમ મારતાં કહ્યું “બેટા પોરો ખા, બપોર થૈ હ.. કાગડા.. કબૂતરાં ઈ લીંબડીઓ ન બાવળીયાની છાંયે જતાં રયાં શ.”

“મા.. તું આવી હ.. જોતો ખરી ઓલા દખણાતા શેઢે ડોડા

ફોલીને ચેવા કરી મૂક્યા શ.” વિજયે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

“ઈતો બેટા એમ જ હેંડ, ધાર્યું ધણીનું થાય. આંમેય દહમો

ભાગ ધરમાદાનો આપણ કાઢીએ છીએની ઈમ હમજવાનું” પશીએ

ધીરજ આપતાં મીઠા શબ્દોમાં કહ્યું.

વિજય માળા ઉપરથી નીચે ઉતર્યો. ફાટુફાટુ જવાની જોતી મા વિજયના માથે બાંધેલા હજુરીયાના છોગાને જોઈને કહેવા લાગી “બેટા ગંગાને મકઈ સેકી આલવી અતી ન.”

“મા સેકી આલીશ.” તાપણીમાંથી મકાઈના સેકેલા ડોડા ઓઢણીના છેડે રાખ ખંખેરીને બાંધતાં કહ્યું - “માસી દાદા વાસ્તે લઈ જવા પડ હેં. ઈમ એંમણે કયું તું.”

“હા, બેટા ઈ તમ તમારે જેટલા જોયે ઈટલા જ્યારે જોયે ત્યારે

લઈ જવાના.. આ બધું તારું જ હ” પશીના મર્માળ શબ્દો સાંભળતાં

મૂૂછોમાં હસતો અમરસીંગ હળવેથી ઠાવકા શબ્દોમાં કહી રહ્યો- “ઈ

દાદાને મારા પ્રણામ કે’જે. કામ પડે તો હંદેહો મોકલે.”

ગંગા ખેતરના છીંડેથી ગાય-વાછરડાને હાકોટો મારતી લાકડી

વિંજતી નીકળી. ગાય-વાછરડું આગળને પાછળ ગંગા આશ્રમ તરફ જવા

લાગ્યાં. વચ્ચે આવતાં સરોવરમાં ધરાઈને પાણી પીવડાવી ગંગાએ હંકર્યા ત્યારે દૂર દૂર ખેતરમાંથી પશી અને વિજયની વાતોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. પશી કહી રહી હતી, “બેટા ગંગા છે ન રૂપરૂપનો અવતાર, જાણ અપસરા જોઈ લો પાછી ધરમ કરમમાં કાંઈ નાં કેવું પડ, મન થાયશ કી”- પશીએ હોઠને દાબીને વાતને પડતી મૂકી સરવા કાને પશીની વાતને ધ્યાન દઈ સાંભળતાં અમરસીંગે ગાલમાં હસવાનું શરૂ કર્યું. અમરસીંગનું મન ભૂતકાળમાં સરી ગયું.

જવાનીના દિવસો હતા. કંકુબા સાથે સંઘમાં દ્વારકાધીશના

દર્શને જવા નીકળ્યા હતા. દંડીનાથની ધજા હેઠળ સંઘ ચાલતો ચાલતો

મોરબીના પાદરે પહોંચ્યો હતો. ગાડામાં ભરેલું સીધું ઉતારી ધર્મશાળાના

ખુલ્લા ઓટલા ઉપર અમરસીંગ પાછળ ચોખાનું પોટલું લઈને આવતી પશીને પાછા ફરતાં અથડાઈ ગયો. પશીને ધક્કો વાગતાં પોટલાં સાથે નીચે પડી ગઈ. અમરસીંગે પશીને પકડી પાડી તેનો હાથ પકડતાં ઊભી કરી. પશી રોફથી જોઈ રહી. કર્કશ અવાજે બોલી ઊઠી- “ભાળતો નથ. જોઈ તારી જવાની. ભાન તો કશું રેતું નથ ને આખલા જેમ થેકડા ભર્યા કરશ”

“મન હું ખબર ક તું પાંહે ની પાંહે આવી હ એય છોડી મો

હંભારી ન બોલ આખલો કો ન કેશ..” અમરસીંગે તીખા અવાજે કહ્યું.

“તન તન છોરા.. ઈક તો ધક્કો મારવો હ ન પાસો ઠાંશ

મારશ” ગુસ્સામાં રાતીચોળ થયેલી પશી ગાડા પાસે ગઈ ઊભી ઊભી બબડ્યા કરતી હતી. “ઘાટમાં આવ તારું દહીં દહીં કાઢ ના તો મારું નામ પશી નૈ પશી હમજ્યો.”

લાકડાની ભારી માથે મૂકી આવતી પશીને તીખી નજરે તાકતો અમરસીંગ પછી બોલ્યો- “હું બબડતી તી પશલી, હખની રેં જે ન કર.” “એય અમરા હું કરી લેવા નો સેં બાખડવું હોય તો આવી જા..”

પશી ઉછળી તેણે ઘાઘરીનો કાછોટો વાળીને ઓઢણી કમ્મરે બાંધી દીધી. “હાં હાં હું કરાંશ તમે આંમ લડવા આયાં શાં ક જાતરાએ”

કંકુબા પશીનું સ્વરૂપ જોતાં દૂરથી જ સમજી ગયાં કે અમરો અને પશી વચ્ચે બોલાચાલી થઈ છે. કંકુબાએ અમરાની પીઠમાં હાથ ફેરવતાં કહી રહ્યાં હતાં. અમરસીંગ કંકુબા સામે જોઈને હસી પડ્યો. એ કહી રહ્યો- “જો ન મા પશલીન સોખાનું પોટલું મૂકતાં વાંહે ઈ આવ હ ઈ ખબર નૈ ને જરા અથડાયો ઈમાં તો આખી ધરમશાળા માથે કરીશ.”

“હાંય બેટા છોરી શ અન્‌ તું હમજુ હ ટાઢો પડ ટાઢો.” કંકુબાએ ગંભીર થઈ ઠપકો આપ્યો.

ધર્મશાળાનાં ઓટલા ઉપર બનાવેલા ચૂલામાં પશીએ લાવેલાં

લાકડાંને મૂકી છાણાંના ટૂકડા કરી ઓટલા ઉપર ખરી પડેલાં સૂકાં પાંદડાં

ભેગાં કરી દીવાસળી સળગાવી છાણાં ભેગાં મૂકેલા પાંદડામાં આગ

ચાંપી ભળભળ બળતા સૂકાં પાંદડાંની સાથે છાણાંએ આગને પકડી

લીધી. ધીમે ધીમે છાણાં સળગવા લાગ્યાં. સળગતાં છાણાં ચૂલામાં મૂકી એક ઊપર એક ત્રાંસા લાકડાના ટુકડા મૂકતાં અમરસીંગ ત્રાંસી નજરે પશીને જોઈ રહ્યો હતો. તે હોઠ ઉપર હોઠ પ્રસારતાં હોઠને કચડતાં સ્વગત બોલી રહ્યો હતો- “હું જોબન શ.. હાહુવારી.. તન તોપ”

અમરસીંગે સળગતા છાણાંની જ્વાળા ગોઠવેલા લાકડાંમાં આગ

પ્રસરે તે માટે જોર જોરથી ફૂંક મારવા લાગ્યાં. છાણાંનો ધુમાડો આંખમાં સ્પર્શ કરતાં આંખ ચોળવા લાગ્યો. ઠાવકી થઈને અમરસીંગ પાછળ આવી બન્ને હાથ કમ્મર ઉપર મૂકીને ઊભી રહેલી પશી બોલી- “ઈમ આંખો ચાં ચોળ હ ઊભો થા.. મું હલગાવું હું” આંખો ચોળતો અમરસીંગ ઊભો થયો. પશી ચૂલા પાસે બેસવા જતાં અમરસીંગને અથડઈ ગઈ. પશીના હોઠ ઉપર મર્માળ હાસ્યની લકીર ફેલાઈ ગઈ. પશી હળવેથી

મરકણી આંખોએ અમરસીંગને જોતી ધીમા હલકા અવાજે બોલી રહી- “જો પાસો..”

અમરસીંગે ધુમાડાથી લાલચોળ થયેલી આંખો ને મીચતાં મીચતાં જોઈ રહ્યો- “હું હેં.”

“પાસો આંખ માર હ મુન” પસી મલકાતા ચહેરો જોતી રહી. તે લજામણીના છોડની જેમ શરમાઈ ગઈ.

કંકુબા, રેવા, લખો, કોદરે ઓટલા ઉપર વાસણ ગોઠવ્યાં હતાં.

ગોઠવાયેલા વાસણમાંથી તપેલું કાઢી રેવાએ પોટલાના ચોખા તીસ માણસની

ગણત્રી કરીને નાંખ્યાં. ચોક વચ્ચેના કૂવામાંથી રાસથી ઘડો બાંધી પાણી

ખેંચીને લખો લઈ આવ્યો. લખાએ તપેલામાં પાણી રેડ્યું. બીજો ઘડો પાણી લાવીને મૂકતાં કોદર બોલી રહ્યો- “હેં રેવાકાકી બીજું પાણી લાવું ક”

“નાં નાં બૌ થઈ જ્યું” રેવાકાકીએ કોદર સામું જોઈને કહ્યું. પાસે મૂકેલી પોટલીમાંથી કંકુબાએ ભરડેલી મગની દાળ કાઢતાં કંકુબા બોલી ઊઠ્યાં- “રેવા ચેટલી દાળ લાંખું.”

“લાખ ન પાંચ-છાં મુઠ્ઠી પાસું. બૌ દાળ ની હારી.” રેવાએ ચોખાને પાણીમાં મસળતાં કંકુબાએ નાંખેલી દાળને તપેલામાં ગોળગોળ હાથ ફેરવી ભેળવતાં કહ્યું.

“પશી!..” કંકુબાએ બૂમ મારી. “જો પશી સોખામાં દાળ ભળી જઈ, ખીચડી બનાવ હ, ચેટલી હારી લાગ હ.” કંકુબાએ કહ્યું.

“હા, કંકુબા હાચી વાત.” પશી હસતાં હસતાં બોલી રહી. “ઈમ જ ગાંડી, મરદ ભેળું બૈરાંની જાત ન ભળી જઈન ખીસડી

બનાવાની હ.” કંકુમા એ મર્માળ વાત કરી. પશી, કંકુબાને પ્રેમાળ આંખો એ જોઈ રહી. તે કંઈ જ ના બોલી પરંતું મનોમન વિચારી રહી. “ઓ અમરા.. તું મન મેલ તો મારો ભવ હુંધરી જાય.. રોયા હું તારી જવાની હ.”

સામે દૂર ઓસરીના ટેકે થાંભલીને ટેકે એક પગે ઊભ રહેલો

અમરસીંગ કંકુબા, પશી અને રેવાકાકીની વાતો કાન દઈને સાંભળતો

હતો. વેધક નજરે ચોરી છૂપીથી જોતી પશીને જોઈને અમરસીંગે મનોમન

ગાંઠવાળી દીધી- “પરણું તો પશલીને જન કર વાંઢો મરીશપ” “બાપાપ” વિજયે બૂમ મારી.

પડ્યો.

“તું એ પાસી એવી ને એવી રૈ” અમરસીંગ ખડખડાટ હસી

લીંબડીના થડને ટેકો દઈને બેઠેલો લખો બંન્નેની પ્રેમ ગોષ્ઠીને

થયો.

ભૂતકાળની મીઠી યાદમાં ગરકાવ થયેલો અમરસીંગ સભાન

વિજયની બૂમ સાંભળીને તબેલામાંથી છોડેલો ઘોડ હણહણે તેમ

માણતા વિચારી રહ્યો- “હું હરસ જોડી હ જોડી, મારી હારી હાહુવારી જસલી હાવ ગાંડી રૈ કોય દા’ડો મારી પાંહે ટાઢી થૈ ને બેઠી જ નૈ.. બે શબ્દ પ્રેમના ક્યા જ નૈ. જાણ જોવો તાણ છાકોટા જ કર્યા કર, હારું ખરું

હણહણાટ કરતો બોલી રહ્યો- “હાં..હાં..બેટા..”

“બાપા, હટ કરો ભાત ટાઢું થાહી.” લેંબડીની છાંયે બેહીને

લખાકાકા ન તમે ખૈ લો. પોરો ખઈને ચલમ હળગાવી તમ તમારે ટાઢા

થી આવો. મું ન મા મક્કઈમાંથી કુણાકુણા ડોડા લઈ આવીએ હાં મા

મકઈની ખીસડી રાંધજે.” વિજયે પશીમા સામે જોતાં હસી રહ્યો.

“હા! બેટા વેણી લાવ ડોડા, તન ન તારા બાપ ન બૌ ભાવહ

ન.” પશીએ વિજયને મીઠા અવાજે કહેતાં કૂવાના ઊરામાંથી ઠંડા પાણીનો

લોટો ભરી લાવીને લીંબડાની છાંયમાં ભાત લઈ જઈને મુક્યું.

કૂવાના થાળે હાથ મોં ધોઈ લખો અને અમરસીંગ લીંબડા નીચે આવ્યા બંન્ને વચ્ચે ભાત મૂકી પશી ઉપરનો કપડાના કટકાની ગાંઠ છોડતી હતી ત્યારે એકીટશે અને પશીને જોતાં અને મૂંછમાં હસતા અમરસીંગ ઉપર દૃષ્ટિ પડતાં પશી કહી રહી- “હું જોવો હ.”

“કાંય નૈ”- અમરસીંગે જવાબ વાળ્યો.

“જાવ ન તમેય પાસા..” શરમાઈ જતાં પશીએ કહ્યું.

હંપેતરુ વળજ્યું. હાઈઠની થૈ તોયે ભટક્યા જ કર, ભટક્યા જ કર હરાયા

ઢોર જેમ.”

બીજી છાબડીમાં બાજરાના ઊના રોટલાને ચોસલો ભરીને ઠરેલું

ઘીની સાથે ગોળનું ઢેફુ અને તેની સાથે આથેલાં ચાર લીલાં મરચાં એક ડુંગરી મુકતાં પશી બોલી રહી- “લો, લખા ભૈ. તમ તમારે નિરાંતે

ખાવો. અન આ બોઘરણાની છાશ ખાટી નથ. જાડી હ રાતે જ વલોણું વલોવ્યું હ.”

લીંબડીના ઘટાદાર શીળા છાંયમાં જીવનનો આનંદ લુંટતા લખો પરમાર અને અભેસીંગ બોડાણો બપોરનું ભાતું ખાઈ રહ્યા છે. દક્ષિણનો શીળો પવન લહેરાઈ રહ્યો છે. લીંબડીની ઘટામાં સૂડા, કોયલ, મોરલા, કબૂતર, કાગડા, કોષીયો, દેવચકલી પોરો ખાઈ રહી લીંબડીની ડાળે પાણી ભરીને લટકાવેલાં ત્રણ ઠીબમાં ચકલીઓ, કાગડા, કબૂતર પાણી પીને પાંખો ફફડાવી રહ્યાં છે. કબૂતરનો ઘુઉ ઘુઉ, કાગડાનો કાઆ..કાઆ..

આ મોરને ટેંહુકાર સંભળાઈ રહ્યો છે. દૂર સામે જ લીંબડીની છાંયે બેઠેલો

ડાઘીયો જીભ કાઢીને હાંફી રહ્યો છે. અભેસીંગે ફાડ રોટલો ડાઘીયાને

નાખતો બોલ્યા- “લે તું ખા ભીયા હાંજ નો ભુસ્યો હ. નવરાતના ત્રણ અપ્પા કરીશ તો હામ નૈ રેં..”

ડાઘીયાએ રોટલા હામું જોયું પણ નહીં. તે પગથી માટી ખતરોડી

ખાડો કરીને આગલા પગે રોટલો ખાડામાં નાંખીને તેના ઉપર ધૂળવાળી પાછો થોડે દૂર જઈને બેઠો બેઠો પૂંછડી પટપટાવા લાગ્યો. પશી ડાઘીયાને બોલતાં કહી રહી- “રોયા.. અપ્પા કરવો હ તો ઐયાં ચમ્‌ બેઠો.. અમાર

માણહન કોહ તાણવાન. ઈમ તાર જમ અપ્પા કરે તો પાલવે મારા બાપ. આઠમ-નુમનો અપ્પા તો અમે કરીએ જ છીએ ની” ડાઘીયાને કરગરતી હોય તેમ પશીનો અવાજ થોથવાયો. તેની આંખો ભીની થઈ ગઈ.

વિજયે માની ભાવના સમજીને કહ્યું- “મા એમેય મું સાતમ- આઠમ-નુમનો અપ્પા કરુંશું ન તો અવ મું નવે નોરતાં કરીશપ” વિજય

માની પાસે આવીને હાથ પકડતાં કહી રહ્યો. મા એ વિજયને સમજાવતાં કહ્યું- “બેટા આઠમ-નુમના અપ્પા તારા દાદા કરતા હતા એટલે તારા બાપે કરવા પડે. એ કરવઠું કહેવાય. માનું ઓમ અવન કરવાનું એટલે કરવા જ પડે. મરણ અવસ્થામાં બાપ દીકરાને અપ્પા કરવાના કહે એટલે તેણે કરવાના હોય.”

“મા આઠમ નુમના અપ્પા ચેમ કરવાના બીજા ચમ નૈ.” માની વાત જાણવા વિજયે કહ્યું.

“બેટા! આઠમનો અપ્પા નકોરડો કરવાનો હોય એ દા’ડ હાંજે

પ્રતિષ્ઠીત દેવીનું હવન કરવાનું હોય. દેવીને ભાત, ઘી, ગોળનું નિવેધ

દેવાનું હોય. તે પ્રસાદ અપ્પા કરનારે ખાવાનો હોય. સ્ત્રી વર્ગના ખાઈ શકે. નુમનો અપ્પામાં પણ મોડી હાંજ હુધીમાં કુળદેવીને દીવોને ધુપ કરી હવન કરવાનું હોય હવનમાં ખીરનું નિવેધ આપવાનું હોય બાકીનો

પ્રસાદ રૂપે ખાવો પડે.”

“મા! આતો વહમું કેવાય. ગામમાં ના હોય તો” વિજયે તર્ક

દોડાવતાં કહ્યું.

“અરે ભૈલા માના અપ્પા કરનારને કરવઠું પડે એટલે ગમે તાં હોય તો તાં પણ ઓમ અવન કરવું જ પડે. ઘેર આવવું જ પડ.” પશીએ વિજયના મનની ઘુંચવણ દૂર કરતાં કહ્યું. હાથ મોં ધોઈ ચળું વાળતાં બોઘરણાની છાશ પીતાં અમરસીંગ કહી રહ્યો “ઈ તાર.. ભાંજગડમાં પડવાનું નૈ. જાણ સમો આવ હી તાણ તન કૈશ” અમરસીંગે વિજયને સ્પષ્ટ સમજાવી દીધું. લખા પરમારે વાતમાં સૂર પૂરાવતાં ટાંકણીયા હોલાની જેમ બોલી ઊઠ્યો- “ઈ ભૈ તમે તો જવાંન સો તમ તમારે લેર કરો.. ખેતરનાં કાંમ કરો.. મેળ જાંવ.. પીહો વગાડો.. ચંતા તો નૈ જ કરવાની હમજ્યા.”

વિજય વાતને ટૂંકવતો ધીમેથી કહી રહ્યો- “લખાકાકા મકઈ ચાણ ભાંગવી હ.”

“ઈ.. આહોના પાછલા પંદરાંમાં ભાંગી નાખવાની ભયા દાણોં

ઠરી જ્યા હેં” લખાએ આંગળીના વેઢે કંઈ ગણતરી કરતાં કહ્યાં. ચળું કરી

મૂંછે તાવ દેતો લખો માથા ઉપરની પાઘડી હરખી મુકતાં કહી રહ્યો હતો.

અમરસીંગ કોહ ખેંચવાની ઉતાવળ કરતો લખાને કહી રહ્યો- “લખા ભૈ જરા પોરો ખા પોરો, કાંય ઉતાવળ નહી. હાંજ પડતાં મકઈ પીવઈ જહેં.”

“હાં હાં લખા ભૈ હાચી વાત હૈં કામ તો જીવીયે તાં હુધી રેંવાનું.

મરી ન થોડું કામ થાય.” પશીએ ભાતની ટોપલી, લોટો કપડામાં કટકો

ભેગું કરી કૂવા પાસેની કુંડીએ જતાં કહ્યું. સાંજ પડતાં પડતાં “હે રામ.. આયો.. હે રામ..” “ખમ્મા મારા બાપલા”ના અવાજ આવતા રહ્યા. કોષ કૂવામાં ડૂબવા માટે ધબ્બાક ધબ્બાક ભૂસકો મારવા લાગ્યો. “ચીચડૂક..ચીચડૂક ચી..ચી..ડૂ..ક..” કોષનાં પૈડું બોલવા લાગ્યું. અમરસીંગના બાહુબળથી એક આચકે ઠલવાતા કોષનાં પાણી ઉરામાં પડવા લાગ્યાં. ઢાળિયામાં ખળ ખળ પાણી દોડવા લાગ્યું. મોડી સાંજ સુધી સૂરજનો તડકો ઢાળિયાના પાણીમાં ચળકતો રહ્યો. દોડતા પાણીમાં સૂરજના ટુકડા થઈને ચમકતા જ રહ્યા.. ચમકતા જ રહ્યા.

સંધ્યાનો આથમતો સૂરજનો ગુલાબી પ્રકાશ સમગ્ર સૃષ્ટિ ઉપર પથરાતો હતો. તે પ્રકાશમાં કોષ, પૈડું, ધમલા બળદ, લખો, અમરસીંગ અને વિજય કોઈ અગમ્ય મલકના અંશ હોય તેવા જણાતાં હતા. ગુલાબી રંગમાં આથમતી સાંજ-જીવનની ધન્ય ક્ષણ હતી. મનભરીને માણતા જીવો જીવનની કરુણતા ભુલી ગયા હતા. અમરસીંગ પરસેવો લુછતાં

વિજયને કહી રહ્યો હતો- “બેટા કેવી રળિયાળી હાંજ સેં મેં મારા

જીવનમાં આવી હાંજ. આથમતો સૂરજ દેવ તેનો અદ્‌ભૂત રકાબ ચાણેય

નથ જોયો.”

“હાં અમરસીંગ મૈંયે પેલીવાર આવી આથમતી હાંજ જોઈ. જરૂર કાંક થા હૈં.” લખા પરમારે વાતમાં સૂર પૂરાવતાં કહ્યું. અસ્તાચલનો સૂરજ ડૂબી ગયો. તેનો ગુલાબી પ્રકાશ પૃથ્વી ઉપર હજુ ફેલાઈ રહ્યો હતો. આથમી ગયેલી સાંજના પ્રકાશને મનભરીને માણી રહેલો

વિજય આથમતી દિશા તરફ ઊડી રહેલાં પક્ષીઓની કતાર જોઈ રહ્યો. તેનો અવાજ સાંભળી રહ્યો હતો. કુદરતની કારીગરીને અનુભવતાં કહી રહ્યો- “હે મારા દ્વારકાધીશ તારું બનાવેલું જગત આટલું રળિયામણું હૈ તો તું કેવો અહેં એકવાર તો દર્શન આપજે મારાવાલા.” વિજયના હાથ ઊંચા આકાશ તરફ ફેલાઈ ગયા. તેના ઉદ્‌ગારો અમરસીંગ અને લખુભા સાંભળી રહ્યા. ખેતરના છીંડા બહાર મકાઈ ડોડા વગરનાં રાડાં ભેગાં કરી ગાંસડી બાંધી જઈ રહેલી પશીએ પાછુ વળીને દીકરાની વિનંતી સાંભળી. તે વિચારી રહી આવો પ્રેમભર્યો અવાજ ક્યારેય તેણે સાંભળ્યો ન હતો. હૃદયમાંથી નીકળતો ઘેઘુર અવાજ સાંભળતાં જ અમરસીંગ અને લખો દંગ થઈ ગયા. એ અવાજમાં અદ્‌ભુત પ્રભુ ભાવ હતો. કારુણ્યની ચરમસીમા હતી. વિજય પાસે અમરસીંગ, લાખો અને પશી આવ્યાં ત્યારે વિજય પ્રસ્વેદથી રેબઝેબ હતો. વિજયની આંખોમાંથી નીકળતો વાદળી પ્રકાશ દૂર દૂર ઊંચે ને ઊંચે આકાશમાં ફેલાઈ રહ્યો

હતો. વિજય સિથીલ થઈને નીચે બેસી ગયો. પશીએ નીકળતા પ્રકાશને

જોઈને આભી બની ગઈ. તેણે વિજયની આંખો ઉપર બંન્ને હાથની

હથેળી ઢાંકી દીધી. પશીએ એકદમ ચીસ પાડી “ઓય મા..બરી ગૈ.” અમરસીંગે તુરંત પશીની બંન્ને હથેળી પકડી લીધી. તેમણે જોયું તો હથેળીમાં વાદળી ચામોઠાં વળી ગયાં હતાં. થોડો સમય જમીન ઉપર સૂઈ રહેલો વિજય જાગ્યો તો બોલી ઊઠ્યો- “હું ક્યાં શું બાપા!”

અમરસીંગે પશી અને લખાને હોઠ ઉપર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કર્યો. “બેટા તું તો ખેતરમાં જ હુઈ જ્યો તો લે પાંણી પીવું હ”

પશી દોડતી જઈને કૂવાના ઊળામાંથી પાણી લઈને આવી. વિજય ઘુંટડો પાણી પીતાં બોલી રહ્યો- “બાપા મુંન દ્વારકાનાથનાં દર્શન થયાં.” ભાવપૂર્વક વિજયે કહ્યું.

“બૌ હારું કેવાય બેટા. સંતો, સાધુઓ, જોગીઓ આખીને આખી જીંદગી કાઢી નાંખે હેં તોયે ચાં થાય શી મારા કાળિયાના દરશન.” અમરસીંગ ભાવસભર કહ્યું.

“બેટા તેં ગયા જનમમાં ભગતી કરી અહેં ની તન દરશન

થીયાં” પશીયે આનંદનાં આવી ગયેલાં આંસુ લુછતાં કહ્યું.

“હા ભૈ હા.. અભેસંગ આ વાત મનમાં રાખજો ન કર વિજયને ગામવાળા વેવલો કેંહે વેવલો” લખા પરમારે મનની વાત કરી ચેતવતાં કહ્યું.

અભેસીંગ હળવેથી વિજયની પીઠમાં હાથ ફેરવતાં કહી રહ્યાં-

“હા હા બેટા મનની વાત મનમાં રાખવાની હો, જગત કડવું હેં, મશ્કરી

કર હેં, મશ્કરી એ ઈ મારા શામળિયો હૌ હારાં વાના કર”

પશી વિજય અને અભેસીંગ સામું જોઈને બોલી રહી- “દુનિયાની જી કેવું હોય ઈ કેં અમારા તો અવતાર ધન થૈ જો ધન.” પશીએ દીકરાના ઓવારણાં લેતાં કહ્યું.

“બેટા તેં હું હું જોયું.” પશીએ હળવેથી વિજયને કહ્યું. લખો અને અમરસીંગ તેની સામે બેસીને સાંભળી રહ્યા-

“ઈ આખો વગડો ઝાડીઓથી ભર્યો હું નો હટ.. ત્રૈણ પા સમંદર હીલોળા લેશે એક નદી સમંદરમાં મલ હી ન નદીની અડીન ઊંચું ઊંચું ધોળી ધજાવાળું મંદીર હી એમાં મારો વાલો લીલો ફેંટો બાંધી મોરપીંછ ફેટામાં ભેરવી મરક મરક મલકી રહ્યો હ. ઝાંપો પણ લીલા રંગનો હી, ગોળમટોળ કાળા મોં ઉપર દાઢીમાં હીરો ઝબકારા માર હી.” તે જાતરાળું પગે લાગતા આજીજી કરતા કેંશી- “મારો વાલો આયાની વધામણી આજની ઘડી રડિયામણી. બે હાથમાં ખડતાલ લૈ ઈ ટોપીવાળો ભગત ગાય હી. જાતરાળું ઈનું હામું ન વાલા હાંમું જુઅ હી. તુલસીની માળા

મારા વાલાના ગળામાં શોભ હી. તમો મઘમઘાટ સૌનું મન હોડાય હી..”

અભેસીંગ, લખો અને પશી આશ્ચર્યમાં પડી ગયા. વરસો પહેલાં જવાનીમાં પશી અને અભેસીંગે દ્વારકાધીશનાં દર્શન કર્યા હતાં ત્યારે તેમનું સ્વરૂપ આવું જ હતું. જેવું વિજયે વર્ણવ્યું હતું. અભેશીંગ પશી યાદ કરતાં ભાવવિભોર થઈ ગયાં. લખાએ વિજયને ઊભો કરી કપડાં

ખંખેર્યા. ડાબા હાથની મુઠ્ઠી ખોલી નાખી તેણે જમણા હાથની મુઠ્ઠી

ખોલતાં જોયું- “આ હું.. આ તો મારા વાલાની તુલસીનું પાન હ.. પાનપ” લખો પરમાર ગદગદીત થઈ ગયો. અભેસીંગ અને પશીએ વિજયના હથેલીના પાનને પકડીને વારાફરતી આંખો એ અડકાડ્યું.

અભેસીંગ એકીટશે તુલસીનાં પાનને જોતાં કહી રહ્યો “ઓહો આ કૃષ્ણ તુલસીના પાન હી.. ભગવાન શામળાને આજ પાન ચડ હી.” અભેસીંગ, પેલું ભજન.. વિજય ગાય હી ઈ તો જુનાગઢના

ભગત નરસીં મેંતાનું હી તેણે જે વર્ણન કર્યુ ઈ.. ઈ ભગત નરસીંનું હી..

લોકો કેંતા કી નરસીં ભગત આવાજ હી. ટોપી પેરી, બે હાથે કરતાલ લઈ

ભજન ગાયા જ કર હી.. ગાયા જ કર હી..” લખો પરમાર વિજય

મહાનતા પામી ગયો. વિજયના ચરણોમાં દંડવત્‌ પ્રણામ કરતાં કહી રહ્યો હતો- “ઈ મારા બોડાણાં ભગત તમે તો અમારા કુળને ઊજાળ્યું અમે ધન ધન થૈ જ્યાં.. ધન.. ધન.”

લખો, અભેસીંગ, પશી અને વિજયની સાથે ગાડામાં બેસી ઘેર ગયા ત્યારે લખાએ મોટેથી બરાડા પાડી કહ્યું “ઈ જવાંનની મા, હોંભરસ્‌..હટ..હટ..ફૂલ, સોખા ને કંકુ લેઈ આવ.. હટ કર હટ..” ફળિયાના

લોકો એ ક્યારેય લખાનો અવાજ નહીં સાંભળ્યો હતો. તેનો અવાજ સાંભળી સ્ત્રીપુરુષને બાળકો ભેગા થઈ ગયા. જશીએ કહ્યું, “કોય દાડો નૈ ને ચમ રાડ્યું પાડાંશ. લખા ગાંડો તો નહીં થ્યોન્‌..”

“ના, કાચી ના મારો વિજય બોડાણો ભગત હી ભગત.. ગાદી

પાથરો ગાયના ઘીનો દીવો કરો. કંકુ ચોખા લાવો.” લખાની વાત

સાંભળીને લખાની ઘરવાળી રેવા કંકુની ડબ્બી અને વાડકીમાં ચોખા લઈ આવી સાથે તાંબાના બેડામાં ભરેલા ચોખ્ખા પાણીનો લોટો ભરી લાવી. રેવાએ મગનસીંગની ઓસરીમાં રજીઈ પાથરી ગાદીમાં બેસાડેલા વિજયના કપાળમાં કુમકુમ તિલક કર્યુ. ચોખાથી વધાવ્યો. પશીએ પાણી ભરેલા કળશ ઉપર પાલવનો છેડો ઢાંકીને વિજયના ઓવારણાં લઈ. ચકલામાં જઈ પાણી ઢોળી આવી.

ફળિયાના એકઠા થયેલા સ્ત્રી પુરુષોને ઈશારેથી લખાએ બેસવાનું કહ્યું. લખાએ ધીમા અવાજે બધી હકીકત કહી. વાલા દ્વારકાધીશના દર્શનની સાક્ષી સમા તુલસીના પાન બધાને બતાવ્યું. એક વાટકી મંગાવી તેમાં તુલસીનું પાન મૂક્યું. પશી, રેવા અને જશીએ તુલસીના પાનને કંકુનો ચાંદલો અને ચોખાથી વધાવી, પ્રણામ કર્યા. એક પછી એક કુતુહલપૂર્વક-શ્રધ્ધાપૂર્વક તુલસીપાનનાં દર્શન કરી વિજયને વંદન કરવા

લાગ્યાં. સ્ત્રી-પુરુષોએ એ સાથે મોટા અવાજે કહ્યું- “બોડાણા ભગતની જય..”

વીર વિક્રમની રાજધાની ઉજ્જૈનમાં પરમાર જ્ઞાતીના વંશજો કુળવૃધ્ધિ અને ખેતીના વ્યવસાયે જોડાયેલા હોવાથી વધુ સારી અને ફળદ્રુપ જમીન શોધતાં ડંકપુરમાં આવીને વસ્યા હતા. તેથી તે પરમારો હરસિધ્ધિ ભવાનીના ઉપાસક હતા. તેમજ ઓમકારેશ્વરના ભક્ત હતા.

રાજા વીર વિક્રમ શ્રીકૃષ્ણના વંશજ હતા. શ્રીકૃષ્ણ ધર્મ રક્ષા અને પ્રજાના

દુઃખ દૂર કરતા તેમ વિક્રમ પણ પરદુઃખ ભંજક કહેવાતો. પરમાર કુળમાં

જનસેવા, દુઃખીયોની સેવાની ભાવના-ભક્તિ લોહીમાં વહેતી હતી. વિજય બોડાણામાં આ ભક્તિની ચરમશીમા આવી પહોંચી

હતી. વિજય બોડાણાને લોકો આદરપૂર્વક જોવા લાગ્યાં. ગામ લોકો

સ્ત્રીઓ-બાળકો-યુવાનો છાના છપનાં વાતો કરતાં હતાં “હું અસેં આ વિજય માં.. એનો આત્મા જરૂર કોઈ યોગીનો હોવો જોઈએ કાં તો

ગોકુળમાંથી ભૂલો પડેલો શ્રીકૃષ્ણ ઘેલો ગોવાળિયો હોવો જોઈએ.” મનનો મેળો

નવલાં નોરતાંના દિવસો ક્યાં જતા રહ્યા કોઈને ખબર ના પડી, સવાર પડતાં ખેતરોમાં પહોંચી જતાં ડંકપુરના સ્ત્રી-પુરુષો-બાળકો- યુવાન-યુવતીઓ ખેતરમાં મકાઈ ડોડા ભાંગવા, મકઈયુ વાટીને પાથરા કરવા. મકાઈયુંના પૂળા બાંધવા, પાથરામાં પડેલા મકાઈ ડોડાનો ઢગલો કરવો. ડાંગરની ક્યારીમાં ડાંગર વાઢવી. મોડી સાંજ સુધી ગાડામાં ડાંગરના પૂળા બાંધી ઢગલો કરવો. ખેતરમાં છોડેલા ગાડાનો માંચડો નીચો ઉતારી ડાંગર જુડવી. હુડલે હુડલે સાંજ પડે માંચડા ઉપર ગોઠવેલા પાટીયાં વચ્ચે ડાંગર ભરવી. ગાડામાં સવારે લાવેલા વાસણ, છાબડી,

માટીનો ઘડો, કલાડું, વૃક્ષના થડ નીચે ગોઠવીને, ગોદડી ઢાંકી દઈ ગાડામાં બાળ-બચ્ચાંને બેસાડી ધુંસરીએ જોડેલા બળદોને ડચકારા બોલાવતા ગામ ભણી અંધારે અંધારે આવી જવું. ઘેર આવી નાવણિયામાં ભરેલાં

માટલાં અને માટીની કોઠીનું પાણી ઉનામણુંમાં ગરમ કરી એક પછી

એક ન્હાવું ને મોડી સાંજનું વાળું સાથે બેસી ખાતાં પહેલાં દેવ-દેવીનો

દીવો કરી બે હાથે વહુવારુંનું પગે લાગવું, નિત્યક્રમ થઈ ગયો હતો. મોડી રાતે ધોયેલાં કપડાં પહેરી, નવી નકોર સાડી પહેરી માંડવીના દીવાના અજવાળે વહુવારું-યુવતીઓનું હળવા રાગે કિલ્લો કરતાં ગરબા ગાવા તે ગવાતા ગરબાને દૂર દૂરથી દીવાનાં ઝાંખા પ્રકાશમાં ડોશીઓ, વિધવાઓ, વૃધ્ધોનું જોયા કરવું, સાંભળવું. જ્યારે યુવાનોનું ટોળું દૂર દૂર અંધકારમાં ઊભુ ઊભુ માંડવીના ઝાંખા પ્રકાશમાં હિલ્લોળા લેતા યૌવનની રમ્યતા

માણ્યા કરવી.

કોયલડીના કંઠ જેવા મીઠા મધુર હૃદય આંસરા ગરબા ગવડાવામાં

મગ્ન ગંગાને ડંકપુરવાસીઓ જોયા જ કરતા. તો વળી સરવા રાગના

ભાવમયી ગરબાને સાંભળવામાં ગુલતાન થઈ જતા હતા. દૂર દૂર યુવાનોના ટોળાઓ વચ્ચે ઊભો ઊભો વિજય, ગંગાને નીરખવામાં મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ગંગાના મધુર કંઠે તેને ઘેલું કર્યું હતું. નવમા નોરતે ગરબા વળાવી મધરાતના સમયે દંડીનાથ આશ્રમમાં મૂકવા જતાં વિજય હળવેથી ગંગા પાસે આવીને કહી રહ્યો હતો- “ગંગા..”

“હું બોલપ” ગંગાએ ધીમે સ્વરે કોઈ સાંભળેના તેમ કહ્યું. “ઓમ ચાં હુધી..” વિજયે ગળગળા સ્વરે સ્વગત કહ્યું.

“હું બોલ હું કરવું હ” ગંગાએ રાતના અંધારાનો લાભ લઈ પશી

માસી થોડા દૂર છે તેમ જાણીને કહ્યું.

“શરદપૂનમને મેળે જાહું” વિજયે હળવેથી હસતાં ગંગાની

ઘાઘરીનો છેડો ખેંચતાં કહ્યું.

“હખનો રે.. જાહું બસ” ગંગાએ ધીમેથી હસતાં કહ્યું.

“હાં તો દહેરા પસી પાંચમા દા’ડ હવારે ભડભોંખરે નેંકરી હું”

વિજયે વાયદો કરતાં કહ્યું.

“પાક્કુ હ..ન્‌” ગંગાએ ધીમેથી દૃઢ અવાજે કહ્યું.

“હાં હાં..મું ન કોદરનો છોરો રમણ, લખાકાકાનો છોરો પ્રતાપ હાથે સી” “ઓ હો..હો..મી તો હમજી ક આપણે બેં જ હીએ” ગંગાએ હસતાં હસતાં કહ્યું.

“પસી હૌ થહેં” વિજયે મર્માળ હસતાં કહ્યું.

“મેળામાં અવર રૈ છટકી જવાનું હાં” ગંગાએ યુક્તિ દર્શાવતાં કહ્યું અને વિજયની પીઠમાં હળવો ધબ્બો માર્યો.

વિજય હળવેથી બોલી રહ્યો- “લુચ્ચી, જબરી હ..”

“તું ચાં ઓસો હ” ગંગાએ હળવેથી ખમીસનો છેડો ખેંચતાં કહ્યું.

શરદપૂનમના મેળાની તૈયારીઓ ડંકપુરમાં થવા લાગી. રમણ,

પ્રતાપ, જગો, વિરમ, સીતા, સવિતા, લીલા, તાપી, નર્મદા, લક્ષ્મી,

મણી, મરીયમે તૈયારીઓ કરવા માંડી. દશમની સવારે ફળિયામાં સ્ત્રી પુરુષ અને બાળકો સ્નાન વિધિ કરતાં હતાં ત્યારે પહેલાં સ્નાનવિધિ પરવારી પશીમા પહેલાં સ્નાન કરી ઘરના દેવ શિવાય તાકામાં દ્વારકાધીશનો દીવો કરતી સવિતાને પશીમા કહી રહ્યાં હતાં- “ચમ સવલી આજ વ્હેલી

વ્હેલી પરવારી દીવાબતી કરશ.” તુલસી માટે દીવો મૂકી પગે લાગતી

સવિતા બોલી ઊઠી- “મા આજ બસ વ્હેલી ઊઠી.”

“ના ભૈ ના કાકં શ” પશીમાએ સવિતાના ચહેરાને અવલોકતાં કહ્યું. તેઓ કહી રહ્યાં હતાં- “મારી છોરીને મું ના ઓળખું ઈ કાંય બન” “કાંય નૈ મા!.. પટેલ ફળિમાં જવું શૈ” સવિતાએ હળવાશથી

ઠાવતા ચહેરે જવાબ આપ્યો.

પશીમાએ તર્ક સાથે વિચારતાં કહ્યું- “ઓલી સીતા, લીલા,

લખમીને મલવા.. શું ચાંક જવાનું હ” પશીમાએ હસતાં હસતાં કહ્યું. ગામની છોકરીઓ ક્યાંય મંદિર-ઉત્સવમાં જવાનું હોય તો એક બીજાને ત્યાં જઈને છાની છપની વાત કરતાં નક્કી કરતાં ત્યારબાદ મા-બાપની સંમતિ લઈને ગામબહાર જવાનું ગોઠવતાં. એમાંય આ તો શરદપૂનમે

મેળે જવાનું રાત્રે રાસગરબાની મોજમાણવાનીને મળસકે નીકળીને પાછું નિઃચિંત મેળાની ખરીદી કરી જીવનનો આનંદ લૂંટતા આવવાનું. મા- બાપ, ફળિયાના, ગામલોકોની સંમતિ હોય તો જવાય તે વિના બહાર જવાય પણ નહિ.

ધીમા હળવા મીઠા અવાજે સવિતાએ માને કહ્યું- “મા અમે શરદપૂનમને મેળે જઈએ?”

મા જાણતી હતી કે દીકરીની મુંઝવણ આવી જ હોય.

મુગ્ધાવસ્થામાં પસાર થતી દીકરીઓમાં લાગણીનો ધોધ વહેતો હોય,

મનની સંવેદનાને સ્હેજ પણ ઠેશ પહોંચે તો જીવનભર તેની અસર રહે.

તેમજ મનોજગતમાં, સ્વપ્નશીલ જીવનમાં રાચતી મુગ્ધા જે નક્કી કરે

તે પ્રમાણે જ કરીને રહે. તે કારણે જ પશીમાએ હળવેથી સવિતાની પાસે આવી પીઠ ઉપર હાથ ફેરવતાં કહ્યું- “બેટા! ગાંમની ચાર-પાંચ છોડીઓ અન સાત-આઠ છોરા મેળે આવતા હોય તો ખૂબ મઝા આવે અને કોઈ ચંતા નાં રે.”

સવિતાના ચહેરા ઉપર મંદ મંદ હાસ્યની લકીર ફેલાઈ તે હસતી આંખોએ માને કહી રહી- “એવું જ શેં મા, સીતા, લીલા, લક્ષ્મી,

મણી, તાપી, નર્મદા અન મરીયમ પણ આવ તો જ મેળે જાહું..

લાખાકાકાનો પ્રતાપ, જગો, વિરમ વાતો કરતા’તાક “કોય દા’ડો મેળે જ્યાં નહિ ગાંમના છોરાં ભેગાં થૈ ન જૈએ તો મઝા પડ. ચેટલાં વરહ થ્યાં”

પશીમાએ સવિતાની વાતમાં સંમતિ આપતાં કહ્યું- “હાંજે સેતરથી તારા બાપુ આવ એટલે વાત કરી. તું તાર નક્કી કરી આવ.. ના નાંઈ પાડ.”

પોપટી કબજો અને વાદળી ઘાઘરી પહેરી ખજુરી ચોટલોવાળી પટેલફળિમાં ગઈ ત્યારે સીતા, લીલાની પરશાળમાં ઓટલી ઉપર એક પગ મૂકી માથું ઓળતી હતી. કોહર પટેલ ઓસરીમાં ખાટલો પાથરી દેવસેવા કરી હુક્કો ગગળાવતા હતા. સવિતાને આવતાં જોઈ કોહર પટેલ બોલી ઊઠ્યાં- “એ આવ બેટી.. ઘણા દા’ડ દેખઈપ”

“કાકા!.. અજુ અમણાં ડાડો ભાજી રહ્યા હીએંપ ડાંગરનો

પાથરો આંગણાનાં તડકે ચડાવ્યો હ. ડાંગરના પૂળા અન મક્કઈઉંના

પૂળાની ઓઘલી માંડવાની બાચી જ હ.. થયું..કી..લાવ સીતા-લીલાને

મલી આવું.” સવિતાએ હસતાં હસતાં કાનજી પટેલ પાસે આવીને ઊભી રહી. પંચાવન વટાવી ચૂકેલા કાનજી પટેલ ગોવિંદ દરજીએ સીવેલી બંડી પહેરીને ખિસ્સામાં ચલમ અને તમાકુની ડબ્બી મૂકતાં કહી રહ્યા- “એ બેટી હારું કર્યું. તમારાં પગલાં અમારે ખોરડે ચાંથી, અમે તો દીકરીઓને જોયે ને ધન ધન થઈ જઈએ.” ગળગળા સ્વરે હસતાં હસતાં કહ્યું- “એ સીતાની મા.. જો જો કુણ આયું હ.”

કાનજી પટેલનો અવાજ સાંભળીને સમુકાકી ઘરના ઓરડામાં કથરોટમાં બાજરીનો લોટ કાઢતાં બોલ્યાં- “ઈ આવી.. પટલ.. ભલ આયાં.” થોડી ક્ષણોમાં બહાર આવતાં સમુપટલાણીએ સવિતાને જોતાં જ હરખનાં તેડાં કરતાં સવિતાની પાસે જઈ માથે હાથ ફેરવતાં બોલી રહ્યાં- “સવિતા બેટી.. હંધાય હારાં શ ન હું હેંડ શ..”

“કાચી.. સીતાને મળવા આવી ને લીલા સાથે બેસીને બે ઘડી વાતું કરીએ” સવિતાએ હસતાં હસતાં કહ્યું.

સીતા, લીલા, લક્ષ્મી સવિતાને જોતાં જ દોડી આવ્યાં હતાં. કાનજી પટેલે તો કહી નાંખ્યું- “સવિતા ચાં જવાનું વિચાર્યુ હ” ઘરની પરસાળમાંથી બોલતા કાનજીપટેલને સાંભળતાં જ પરસોત્તમ પટેલે બળદને પૂળો નીરતાં કહ્યું- “ઈ હારું કેંવાય છોરાંન વરસે દા’ડે ચાંક જવાનું મન

તો થાય ન.” પરસોત્તમની વાતમાં ટાપશી પૂરતાં કાનજીને ધડક દઈને

કહી નોંખ્યું- “ઈ પંદર-હોળ હુધી જેટલું ફરયાં ઈ હાચું. હાહરીમાં ચાં

ઘરનો ઉમરો છોડી ફરવા મલહ. વરહે દા’ડે તો પિયરમાં જવા મલ. એયે પાસું બે-પાંચ દા’ડ આવતું રેવું પડે. આ વિરમની મા પાંચ વરહથી પિયર જઈ જ નથ. ઈ હાહુમાનો હંદેહો આવ કાંય ન કાંય સેતરાંનું કાંમ હેંડ્યા જ કરતું હોય.”

કાનજીની વાતમાં સૂર પૂરાવતો પરસોત્તમે તો ધરાર કહી દીધું. “ઈ છોડ્યો તમ તમાર કાંય ચંતા વના જાંવ. થોરાંન પણ લૈ જો

ભા..સમો કાંય હારો નૈ.” અલ્યા વિરમ તું જગા, પરતાપ, રમણ ને વિજય હારે જજો હાં હંભારીને છોડ્યો ન લેતા આવજો.”

“હારું બાપું.. મન ચાં વાંધો હ.” વિરમે હળવાશથી કહ્યું. કાનજી પટેલ પ્રત્યે અપલક દૃષ્ટિ કરી લક્ષ્મી સામું જોઈને

સવિતાએ કહ્યું- “લક્ષ્મી! પુનમને મેળે જાહુંપ” સીતા, સવિતાની વાત સાંભળીને ખડખડાટ હસી પડી. “અમરાબાપુને કહ્યું હ ક પરબારું વાત્યું હેંડાવશ.” સીતાએ સવિતાની વાત દૃઢ કરવા વેધક દૃષ્ટિથી કહ્યું.

“મા કે’તીતી ક તારા બાપુન કૈ. તું તાર નચંત રેજે” સવિતાએ

માની વાત કહેતાં કહ્યું. સીતાને પશીમા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. પશીમા સીતા અને લક્ષ્મીને પોતાની દીકરીની જેમ જ રાખતાં. સવિતા જે પોલકું પહેરે ઈ સીતાને લક્ષ્મી માટે લાવે. શના મોચીને ત્યાં સવિતાની જેવી જ સપાટું બનાવડાવે. શનો મોચી અને તેનો દીકરો જગલો સપાટ અને બૂટ બનાવામાં હોંશિયાર કે એમના જેવી સપાટ અને બૂટ આખા પંથકમાં

કોઈ બનાવી શકે નહિં.

શના મોચીને ત્યાં લીલા, સીતા, લક્ષ્મી અને સવિતા સપાટું બનાવાનું માપ આપવા ગયાં ત્યારે શના મોચીના દીકરા જગા એ ચારેને બેસવા માટે ખાટલી પાથરતાં કહ્યું- “ઈ આવો ચારેય. આ પૂંઠા ઉપર તમારાં પગલાં દોરી દઉં એટલે પત્યું. પુનમના બે દા’ડા આગળ અસલ ફુંદડીવાળી ચળકતી સવાર મલી જાહેં.”

જગાની વાતમાં વિશ્વાસ મુકી મરક મરક હસતાં બોલી ઊઠી, “હેં જગા ભૈ તું એવું હું કરશ ક એ આખા પંથકના જવાંન છોરા-છોરી બુટ ન સપાટ બનાવા તારા તાં આવ હ.”

લીલાની વાતમાં ટાપસી પૂરતાં સીતા, સવિતા અને લક્ષ્મી હસતાં હસતાં બોલી ઊઠ્યાં- “હાચું કેંહ લીલા. તું અસલ હુંવારી રંગબેરંગી ચળકતી ફુંદડીવાળી સપાટું બનાવીને બધાનું મન જીતી લેશ.”

“ઈ જ કારીગરી હ. પગનાં આંગળાં, પંજો દબાવો નાં જાયે. પગની પાંની સરસ સપાટની ધાર ગોઠવાઈ જાય અને પાછી હુંવારી એવી બનક ચાંય ભાઢુંય નાં પડ. રંગબેરંગી ચળકતી ફુંદડીવાળી સપાટ તાણ બન.” એ વારાફરતી પગલાંના માપને પૂંઠા ઉપર દોરતાં લીલા, સીતા, સવિતા, લક્ષ્મીનાં પગલાંને પૂંઠાં ઉપર ગોઠવતાં જગાને કહ્યું.

“દીકરા એ અદલલ માપ લે જે આપણા ગાંમની દીકરીયું હ.. વટ પડવો જોયે વટ હમજ્યો.” શનાએ જગાને પોરસ ચઢાવતાં ચોકસાઈ

રાખવા ટકોર કરી.

જગાએ શના સામું જોઈને કહ્યું- “બાપુ કાંય કેંવું ના પડપ

એવી સપાટ બનાવું ક મેળામાં બીજી છોરીઓ જોયા જ કર.. પસી કાંય.. હેં સવિતાબુન મણી, તાપી અને મરીયમ નહીં આવાનાં.”

સવિતાએ જગા તરફ હસતાં હસતાં કહ્યું- “અજુ પટેલ ફળીમાં જ વાત કરી હ.. ઘેર જતાં ફળીના નાકે મણી અન તાપીને ટહુકો કરતી જૈ. મન આવતી ભાળીને મરીયમે જોય રૈ તી. મેં બોલારોયે કર્યો “ઈ

મરીયમ મું આવું હું.”

“ચમ કાંય હ” મરીયમે વાતની ટકોર કરી અને ખડખડાટ હસતી સવિતા પટેલ ફળીમાં સીતાને ઘેર પહોંચી ગઈ.

સવિતાએ જગલાને પગનું માપ આપવા પૂંઠા ઉપર પગ મૂકતાં કહ્યું- “જગા અદલ માપ લે જે હાં ચોંક સપાટ ટૂંકી પડ ન એડી જરાક બાર ના રૈ જાય.”

“ઈ તમ તમારે ચંતા ના કરો. ગંગા અન્‌ તાપીને હારે મલશી તું નર્મદાને વાત કરજે” સવિતાએ વાએ વાત ફેલાવી દીધી. બપોર સુધીમાં આખા ગામની છોકરીઓ સપાટાંનાં માપ આપી આવી. ગાયના તાજા પકવેલા ચામડાને ગોઠવીને પગલાંના માપ પ્રમાણે સપાટો બનવાનું કામ પણ શના મોચી અને જગાએ શરૂ કરી દીધું. સાંજ પડતાં પડતાં આખા ડંકપુરમાં વાત ફેલાઈ ગઈ કે ડંકપુરનાં છોરા-છોરી મેળે જાય છે.

મોડી સાંજે વિજય, રમણ, પ્રતાપ, વિરમ, અમથો, દેવો, કેશવ,

જ્યંતી, કનું વગેરે જગા મોચીને ત્યાં આવી પહોંચ્યા. આખા ગામના

જુવાનિયાને આવતાં જોઈને જગો તો હરખઘેલો થઈ ગયો. જગાનું મન

ગળગળું થઈ ગયું. કોને ક્યાં બેસાડું? શું કરું? તે વિચાર ભીની આંખોને

લૂછતાં બોલી ઊઠ્યો- “ઈ આવો મારા ભૈલા! આવોપ આજ મારી

છાપરી ધન થઈ જૈ.”

મરક મરક હસતાં વિજયે કહ્યું- “જગા મેળે જાહું ન? મેળે..

મનના મેળે.”

“હાં હાં ભયા કોન જવાનું નાં મન થાય.” જગાએ હસતાં હસતાં કહ્યું.

વિજયની વાતમાં મોવણ નાંખતાં પ્રતાપ બોલી ઊઠ્યો- “ઈ

એટલ તો મોજડીનું માપ આલવા આયા હીં.”

“ચંતા નાં કરતાં મારા ભૈ ઈ નવાંના ચૈળવાળી, ફુંદડીવાળી, છોગાળી મોજડીનાં બનાવી દૈઉ તો મારું નામ જગલો નૈ. ઈય પાસા બે દાડા મોં મલી જાહેં..” જગાએ ગૌરવપૂર્વક હમણાં જ ઊગેલા મૂંછના દોરાનો વળ ચઢાવતાં દાઢીના, ઊગેલા કાતરા ઉપર હાથ ફેરવતાં કહ્યું. જગાની વાતને પોરસ ચઢાવતાં વિજય, પ્રતાપ, દેવા અને

કેશવ જગાની પીઠને થાબડી હસવા લાગ્યાં.

કેશવે તો કહ્યું- “જગા ડંકપુરનો મોચી એટલે મારા વાલાની

મોજડી બનાવ એવાં હાં”

“હાં હાં હાચી વાત હ ઈ, દ્વારકાવાળો ડંકપૂરમાં આવ તો મારા જગલાની મોજડી પહેરી ખુશ ખુશ થૈ જાય” પ્રતાપે ખડખડાટ હસતાં કહ્યું.

“પાસો આખા ડંકપુરમાં ફળીયે ફળીયે મોજડી પહેરી વટ

પાડતો હસતો હસતો ફર્યા કરે” વિજયે ગળગળા કંઠે કહ્યું.

જગાએ વિરમ, અમથો, દેવો, કેશવ, જ્યંતી, કનુ, મુસાની

મોજડીઓ બનાવાનાં માપ લઈ લીધાં. ફળીયા બાહર જતા ગામના

યુવાનોને જગાએ હરખભેર વિદાય આપી. ભલી તો બોલી ઊઠી - “એ

મારા બાપ તમ તમાર ડંકપુરનો વટ પાડતા આવજો. મારો જગોય

તમારી હારે આવ હેં હાં.”

ભલીમાનો સાદ સાંભળીને પરસોત્તમ પટેલનાં કેશવે કહ્યું પણ

ખરું- “ભલીમા જગો આવ તો ઓર મજા આવે આંમેય ગાંમમાં જગા જેવો ગમ્મતીલો કોણ જવાંનશ.”

“હાં હાં ભલીમા જગાન્‌ જરૂર મોકલજો એના ખરચની ચંતા ના કરતા” મારી મા કે’તીતી “બેટા જગાનેય લેતા જજો, કાના પટેલના અમથાએ ઉત્તર વાળ્યો.”

ગોવિંદ દરજીને ત્યાં જુવાનિયાનો ઠઠ જામ્યો હતો. સાંકળચંદ શેઠની દુકાનેથી દેવાએ કેંડીયું બનાવા કાપડ ખરીદીને આપતાં કહ્યું- “કાકા મન કેંડીયું બનાવી આલો ન ડગલું જુનું થૈ જ્યું હ. ગળામાંથી ફાટી જ્યુંહ.” તો વળી કનુએ ખરીદેલા કાપડમાંથી ત્રણ રૂમાલ બનાવા આપતાં કહ્યું- “કાકા, મન ત્રૈણ રૂમાલ બનાવી આલજો અસલ ટીલડીવાળો, કોટે બંધાય એવા.”

મેળામાં જવાની વાત વણકરવાસમાં, વાણિયાવાડમાં,

હરિજનવાસમાં પણ ફેલાઈ ગઈ. ડંકપુરગામના જુવાનિયા-યુવતીઓ

મેળે જવાના આનંદમાં તૈયારીઓ કરવા લાગ્યા. ખોડા હરિજનનો ચકો,

મનુ હરિજનનો જીતુ અને આશા મથુરની ઈચ્છા અને વાલા હરિજનની કાન્તા એ તો પેટીઓમાંથી સાચવી રાખેલાં કપડાં સાંકળચંદ શેઠને ત્યાંથી સાબુ લાવીને ધોવા માંડ્યા. સફેદ કમખા, ખમીશ, ધોતિયાંને ગળી નાંખીને બગલાની પાંખ જેવાં બનાવ્યાં.

શના ચમારે બે વર્ષમાં ભેગાં કરેલાં, ડંકપુરની દક્ષિણે ખાખરાના જંગલમાં દૂર દૂર પિલવાના વૃક્ષ નીચે બનાવેલા કંડમાં ચામડાં કમાવીને જરૂર પડે તેમ ઘેર લાવી છોલી છોલીને સુંવાળાં બનાવા માંડ્યાં. ભલી અને જગાએ ગામના યુવાનો-યુવતીઓનાં લીધેલાં માપ પ્રમાણે ચામડાં કાપવાંએ માંડ્યાં. મોડી રાત સુધીમાં ચીમનીને અજવાળે ટીપી ટીપીને સરખાં કરી. ચામડાના પળના પંજાના આકારને ગોઠવી ગોઠવી ચામડાની દોરીથી ટાંકા દેવા માંડ્યા. મધ્યરાત્રિ સુધી ચાલેલા કામમાં શનાએ પાતળા ચામડાથી મોજડીઓનો આકાર આપવા માંડ્યો.

ગોવિંદ દરજીની મણીએ ગામની છોકરીઓના કબજા વેતરી વેતરીને કલીબાને સીવવાયે આપવા માંડ્યા. આવતીકાલે સવારે અગિયારશ હતી. આસોની અગિયારશ ગામ ચોકમાંથી નીકળતાં માંડવીના આછાપાછા અજવાળે ગામ અને ચોક ગઈકાલ અત્યારે કિલ્લોલ કરતો જણાતો હતો તે સાવસૂનો સટ કોઈ અજાણ્યા સ્નેહિની વિદાય જેવો લાગતો હતો. દૂર

દૂર બધા ફળીયાના ચોકમાં ખાટલામાં પાસાં ફેરવતી સ્ત્રીઓ યુવતીઓ

નજર નાંખીને નિશ્વાસ નાંખતાં હોય તેમ ઉચ્છવાસ સંભળાતા હતાં.

ડંકનાથ આશ્રમની બહાર ઢળાયેલા ખાટલામાં મધરાતે ઊઠીને માટલીના ઠંડા પાણીના કોગળા કરતી ગંગાએ ચોક તરફ નજર કરી તો માંડવીના આછા પ્રકાશમાં બધા ફળીયાનાં દશ-પંદર કૂતરાં આમ તેમ ફરતાં હતાં. પાંચમા દિવસે મેળામાં જવા થનગનાટ અનુભવતાં યુવકો-યુવતીઓ શાંત થઈને સૂઈ ગયેલાં હતાં. એક માત્ર સવિતા અને વિજય થોડી થોડી વારે ખાટલામાંથી ઊભા થઈ. ઘરની પરસાળની ઓટલી ઉપર મૂકેલી

માટલીમાંથી પાણી પી સૂઈ જતાં હતાં. ગંગાએ વિચાર કર્યો કે જરૂર વિજય-સવિતાના મનમાં કાંઈ ગડમથલ ચાલતી હશે. તેણે વિચાર્યું કે બીજી તો શું હોય કદાચ મારી ઘાઘરી, કબજો કે મોજડી હશે.

ગંગાનું વિચારવું સાચું પડ્યું. વહેલી સવારે નાહી પરવારી ડંકનાથ તરફ આવતી સવિતા-વિજયના વિચારશીલ ચહેરાને જોતાં જ ગંગા બોલી ઊઠી- “ચમ મારા કબજા, ઘાઘરી અને મોજડીનો વચાર કરેંશ, રાતી ઊંઘ્વાયે નહીં.”

“હાચ વાત શ.. તારો જ વચાર કરતાં તાં ગંગા હું કરશેં. બળ્યું હું થાય જીવ મલી જ્યા એટલ” સવિતાએ ચિંતા વ્યક્ત કરતાં ગંગાને

ભેટી પડીને કહ્યું.

જ્યારે વિજય ડાબા પગને અંગુઠે જમીન ખતરોડતાં ઊડી વાવ બનાવવા મશગુલ હોય તેમ બોલી ઊઠ્યો- “હું કરું ગંગા તારા વના કશીય..”

“હોવ હોવ એટલ જ કાલ હાંજ હુધી પેલા શનાકાકા અને

ગોવિંદકાકાના ત્યાં મોજડી, કબજા, ઘાઘરી, બનાવવા જતાં મું યાદ નાં આવી.” ગંગાએ છણકો કરતાં કહ્યું.

“હોયપ હોયપ તું યાદ નાં આવ એવું બન નાં પણ હું કરું એટલા બધા ગામના છોકરા વચ્ચાળેથી છટકવાં ચેટલાય ચેનચાળાં કર્યા પણપ” વિજયે ગંભીર થઈ ગળગળા સ્વરે કહ્યું.

“પણ હું હાહલાન પકડવા નાસેલા પાહલા જમ માંય જ ભરઈ

જ્યો” ગંગાએ હળવેથી હસતાં હસતાં કહ્યું.

“જાન મું તો જાણું જ નૈન સવિતાએ આખા ગામમાં મેળ જવાની વાત્યું વૈતી કરી.” સવિતા તરફ દૃષ્ટિ કરતાં નિસાસો નાંખી વિજયે કહ્યું.

“એવું નહી ગંગા. ઈ તો એવું થ્યું ક મું ચોકમાંથી નેંહરી તાણ ગામના ચૌટે ઊભા-ઊભા ચાર-પાંચ છોરા વાત્યુ કરતા’તા ઈ મેં હાંભરી અન હવારે માડીન વાત કરી “મા મેળે જાહું?” અને મું સીતા

લખમીને તાં હવાર હવારમાં જૈઈ ઈજ” સવિતાએ વાતની ચોખવટ કરતાં કહ્યું.

વિજયએ હળવેથી કહ્યું- “ગંગા, આખા ગાંમનાં છોરાંના મનની વાત હ બધાં ન આવવું જ હ.”

“ઈ તો હારું કેંવાય. હોનાનો દન ઉજ્યો. મુંયે આવી હ” ગંગાએ

વિજય સામું જોઈને પ્રોત્સાહિત નજર નાંખી.

એ નજર તરફ દૃષ્ટિ પડતાં વિજયે કહ્યું- “ગંગા હંધાનો હંગાથ

હોય તો ઓર મઝો આવ. ઈ આનંદ આનંદ.”

ગંગા, સવિતા અને વિજય ખડખડાટ હસી પડ્યાં. ઝૂંપડીમાં કચરોવાળી માટલીને બહાર લાવી વિછરતાં વિછરતાં ગંગાની મા ગોદાવરીએ કહ્યું- “હું મેળે જવાની વાત્યું કરોશાં.”

“હા! માસી દાદાને આજ કે’વાનાંશીએ.” સવિતાએ હળવેથી કહ્યું.

મંદિરમાં શિવજીની આરતી કરવાની તૈયારી કરતાં દંડીનાથે હળવેથી કહ્યું- “મું હંધુય હાંભરું હું તમ તમાર જાંવ, ગાંમનું હારું કે’વાય.”

“દાદા! ગંગાને મોકલ હાં ન ગોમનાં હંધાં છોરાં આવવાનાં હ” સવિતાએ દંડીનાથને હળવેથી વાત કરી.

દંડીનાથે વિજય તરફ દૃષ્ટિ કરી હસતાં હસતાં કહ્યું- “વિજય

હોય એટલ માર ગંગાની કાંય કે’તાં કાંય ચંતા નાં હોય.”

“દાદા!પ મું ન ગંગાપ” વિજયની વાત અધુરી રહી ગોદાવરી જ બોલી ઊઠી.. “તું ન ગંગા કળયુગનાં રાધા-કશનપ”

દાદાએ મરક મરક હસતાં હસતાં હળવેથી આરતીની દીવીમાં દીવેટ મૂકી ઘી પૂૂરતાં કહ્યું- “હાચ વાત હ.. ઈ મારા કાળિયાને ઈ જ ગમતું અહેં”

મંદિરમાં શિવજી સામે ઊંચી બેઠક ઉપર પ્રતિષ્ઠિત પાર્વતીજીની

મૂર્તિ સમક્ષ ઊંચી દીવીમાં દીપ પ્રગટાવી, આરતીનાં પાંચ દીવા પ્રગટાવતાં

દંડીનાથે ઘંટડી ખખડાવી. ગંગા, ગોદાવરી, સવિતા અને વિજય ત્વરિત

મંદિરમાં આવ્યાં. વિજયે નગારા ઉપર ડણકો વગાડવા માંડ્યાં. ગંગાએ

મંદિરનો ઘંટ વગાડવાનો શરું કર્યો સર્વએ “જય હરિહરા પ્રભુ જય હરિ હરાપ” આરતી ગાવા માંડી. દીપ પ્રકાશની જ્યોતમાં કાળાકાળા શિવજી અને ગોરાં ગોરાં પાર્વતી રઢિયામણાં શોભી રહ્યાં હતાં. આરતી પૂર્ણ થતાં આરતી લેતાં વિજય મનમાં વિચારી રહ્યો હતો- “હે મારા ભોળાનાથ મું ન ગંગા ન..”

ત્યાં જ ગંગાએ પ્રસાદ આપતાં કહ્યું “લો.. તમારી ઈચ્છા પૂરણ થા હેં” વિજયે ભાવમયી દૃષ્ટિથી ગંગાને જોતાં જ કહ્યું- “હાચી વાત.” “હા, હાચી વાત મારું ને તમારું વચારો હો મું..તુ જ હું, તું મું

હું.”

“હરિ હરિ.. હરિ હરિ.. મારો ભવ હુંધરી જ્યો” વિજયે શિવજીને

સાષ્ટાંગ પ્રણામ કરતાં કહ્યું.

“મા મું આવું હું..” ગંગાએ ગોદાવરીને કહીને વિજય-સવિતા

સાથે ડંકપુર તરફ જતાં જતાં કહ્યું.

“ઈ.. ખાવાના વખતે આવી જજે પાસું ગાયું ચરાવા જવું પડહેં”

ગોદાવરીએ ગંગાને ટકોર કરતાં કહ્યું.

“હારું મા” ગંગાએ વિજય-સવિતા સાથે ડંકપુર તરફ જતાં કહ્યું.

ચોકમાં આવતાં જ સવિતાએ કહ્યું- “ગંગા હું કરહું.. શનાકાકા

ન તાં.. મોજડી.”

“પેલું ઈ કામ કરીયે” સવિતાએ ગંગા સાથે જતાં કહ્યું. “ઈ તમ તમાર જાઓ મુ ગાયું ન વાછડાંન નીરું હું” શનાકાકાને મોજડીનું માપ આપી, ગોવિંદ દરજીને ત્યાં કમખો,

ઘાઘરી સીવવા નાંખી સવિતા, ગંગા ઘેર આવ્યાં ત્યારે ફળીમાં દાણો ચણતી ચકલીઓ, કબૂતર, હોલાએ ઊડીને આવકારો આપ્યો. લીંપેલા ચોકમાં પાથરેલી ડાંગર, સૂકવેલા તલ અને ફોલેલી મકાઈના ડોડા જોઈને ગંગા બોલી ઊઠી- “ઊણ સાલ મારા વાલાની મેંર હ.”

“હા ગંગા અજુ તો અડધુ પડધુ આયું હ મન તો લાગ હ ક હમુ હુધરું કરતાં ચાર પૂનમ લાગ હેં.” ગંગાએ હસતાં હસતાં કહ્યું. કરણ ચોકમાં ડાંગરનો પાથર કરતો હતો.

“હું શેં બાપા!પ આજે મ્હેંર થૈ” “હરિ હરિ” વિજયે નમ્રતાથી કહ્યું.

દેવીદાસની ખુશી સમાતી નહોતી તેમણે વિજયને આનંદથી પીઠ થાબડતાં કહ્યું- “વિજય આજ મારી ખુશીનો પાર નથી અગિયારશ એં તું ને ગાંમના બધા જુવાનિયા-સ્ત્રી પુરુષો પટેલ ફળીમાં પધારો ઈ..

ભજનુંની હેલી રચો મારા ભૈલા.”

“હાં હાં બધા તમારા માટે ખુશ રેં તુલસી ક્યારો ગૌમુત્ર, ગોબરે લેંપાવો, ચોકમાં જળ છાંટી અબોટ કરાવો. ઈ સમો હી હંધા

નરગાં, ત્રાંસાં, મંજીરાન પીહો લૈને આયી પૂંગ્યાં હમજો.” વિજયે ખુશીથી

મોટા અવાજે હસતાં હસતાં કહ્યું. આખા ગામમાં ભજનનું વાયક ફેલાઈ ગયું. “પટેલવાસમાં ભજન હી. ઈ દેવીદાસ પટેલનું વાયક હ વાયક.” પટેલ ફળીયામાં ગોબરેથી લીંપણ થયાં, તુલસી ક્યારો લીંપાયો,

કાના પટેલનો અમથો, કોદરનો દેવો, પસા પટેલનો કેશવ અને મોહનના વિરમે આસોપાલવના અને આંબાનાં કૂણાં કૂણાં પાનનાં તોરણ બનાવ્યાં. સીતા, લીલા, લક્ષ્મી, મણીએ આખા ફળીયામાં તોરણ બાંધ્યાં. શંકરકુંભારની તાપી અને કનુએ કોરી કોરી ગાગર ભરીને પાંચ પાંચ ગાગર તુલસી ક્યારે મુકી દીધી. રાત પડીને આખું ગામ ભજનો ગાવા અને સાંભળવા હિલ્લોળે ચઢ્યું. ગંગા અને સવિતા લીલાને ઘેર ક્યારનીય આવી પહોંચી હતી. રાત ધીમે ધીમે જામતી હતી. હળવું હળવું ઢોલક, મંજીરા અને કરતાલના તાલે ગંગાનાં ભજનોમાં ભક્તવૃંદ રસતરબોળ હતું. પસી, શાંતા, સમુ, રમીલા, ગલી લાજ કાઢીને બેઠા બેઠાં ગંગાનાં ભજનો ઠાવકા સ્વરે ગાતાં હતાં. તો વળી સાંકળચંદની કલ્પના, ઈન્દુમા, સૂર્યાબેન આનંદ વ્યક્ત કરતાં હતાં. રાત જામતી ગઈ. વિજયે હલકે રાગે ભજનને ઊઠાવતો બે હાથમાં કરતાલ લઈ માથે પાઘડી પહેરી ઊભો થઈને એવો તે નાચવા લાગ્યો કે ભજન ગાનારા દંગ થઈ ગયા. જેમ જેમ વિજય નાચતો જતો હતો. પગનો ઠૂમડો ત્વરિત ઊપડતો હતો. તેમ તેમ નરગાનો તાલ ઝડપી થતો હતો. મંજીરાનો ઝણકાર તેજ બનતો હતો. તે

સાથે કરતાલને બે હાથે ઊંચા કરી કરીને વિજય બોડાણો કોઈ ઓર ભાવ

જગતમાં પહોંચી ગયો હતો. મંજીરા, નરગાંનો તાલ ઝડપી બનતો ગયો

તેમ બોડાણો- “હરિ બોલો, હરિ બોલો, હરિ હરિ બોલો, ગોવિંદ માધવ હરિ હરિ બોલો.”ની ધૂનનો ભાવ સ્વરમાં ઢાળી ગાતો હતો. ભક્તવૃંદ કલાકો સુધી ભાવમયી જગતમાં કોઈ અગમ્ય અનુભવ કરી રહ્યું હતું. બોડાણાનો પગ જમીનને સ્પર્શ કરતો ના હોય તેમ બધા અનુભવી રહ્યા હતા. હવામાં ઊડતો બોડાણો પ્રસ્વેદથી રેબઝેબ હતો. ગંગાથી બોડાણાની અવસ્થા ના સમજાઈ આટલા બધા ભજનિકો વચ્ચે એકદમ ઊભી થઈને “હરિ હરિ બોલતી કહી રહી.. ખમૈયા કરો હરિ..હરિપહરિપ” અમદાવાદના દાણીલીમડેથી વખાનાં માર્યા. ભૂખ, ત્રાસ, દુઃખને

સહન કરી પંદર પંદર વર્ષ જંગલની જમીનનાં ખેતર બનાવી બે પાંદડે બનેલાં દેવીદાસને તેમના ત્રણ ભાઈઓના ખોરડામાં આનંદનો દિવસ હતો. દેવીદાસને ત્યાં પૂત્ર જન્મનાં પારણાં હતાં. દેવીદાસે ભક્ત બોડાણાને કોરી ગાગરનું પાણી પીવડાવી ચરણારવિંદ કરતાં કહ્યું- “હે મારા બોડાણા ભગત અમ આંગણે પધારી હરિદર્શન કરાવી અમને ધન ધન કરી દીધાં મારા બાપ. આ ડંકપૂર તમારા નામે ઓળખા હેં” બોડાણાની

ભક્તિની મહાનતાને બિરદાવતાં ગ્રામજનો યુવક-યુવતીઓ ભાવભીની આંખોનાં આંસુથી તરબોળ બની ગયાં. દેવીદાસે આરતી ઊતારી. પ્રસાદ વ્હેંચાયો. પટેલ ફળીયું ભક્તિમય વાતાવરણમાં તરબોળ બની ગયું.

શરદપૂનમની વહેલી સવારે બે બળદ ગાડામાં વેલ શણગારી

દેવોને કેશવ હંકારતા હતા તો ગાડાની પાછળ ગામના યુવકો-યુવતીઓ

ભાતભાતનાં એક મેકથી ચઢિયાતા કપડાં પહેરી મોજડીને ઠમકે ચાલતાં

મહિસાગરને પંથક જવા લાગ્યાં ત્યારે ત્રીસ પાંત્રીસના યુવાનો-યુવતીઓના ટોળાએ આખા માર્ગને રઢિયામણો બનાવી દીધો. તેમાંય વિજયનો પીહો

મધુર સ્વર રેલાવતો હતો. તો હલકા રાગે ગંગા ગાતી હતી - “શેરી વળાવું સાદ પડાવું હરિ આવોને..

હરિ તો વનનો મોરલો ગિરધારી..રે.”

“કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકાને લીધો

મણિયારાનો વેશ હું તો તને વારું રે જીવો મણિયાર.”

ગંગાના હળવા રાગે ગવાતા ભજન-ગીતોને ગામની યુવતી- યુવાનો ઉત્સાહથી મોટા સ્વરે ગાતી ગાતી પંથ કાપી રહી હતી. આગળ આવતાં બે બળદગાડાંનાં ઘુઘરાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સૂરજનો તડકો તીખો બને તે વખતે ડંકપૂરનાં યુવક-યુવતીઓ મહીસાગરને મેળે ગળતેશ્વર આવી પહોંચ્યાં. મહીસાગરના વિશાળ પટમાં હાટડીઓ મંડાઈ હતી. ઠેર ઠેર યુવક-યુવતીઓ નદીમાં સ્નાન કરતી, આવતી જતી યુવકો સાથએ હસી ખુશી કરતી હતી. હાટડીમાંથી જાતભાતની ચીજોની ખરીદી થતી હતી. પાવો, પીહો, ખંજરી, મંજીરા, ઢોલક તો નરગાંનો તાલ દેતા યુવકો ખરીદી કરતા હતા. ગોઠવાયેલી હાટડીમાંથી યુવતીઓ જાતભાતની રંગબેરંગી ચૂડીઓ, ચૂડલા ખરીદી પહેરી લીલી, પીળી, લાલ, પોપટી ચૂડીની હારમાળાથી શોભતી હતી. ચૂડી ખણકાવતી યુવતીઓ ગવાતા

રાસમાં દાંડિયા સાથે રાસ ગાવામાં જોડાઈ જતી હતી તો યુવકોનું વૃંદ

અણિયાળી લાકડીને ટેકે મૂંછોને તાવ દેતાં નીરખી રહ્યા હતા. યૌવનના થનગનાટને તેમાં વાળી કેટલાક ઉત્સાહમાં આવીને પીહો વગાડતા. દાંડિયાનો તાલ દેતા રાસ ગાવામાં મશગુલ થઈ ગયા હતા. ગળતેશ્વરનું

મંદિર યુવક-યુવતીઓના દર્શનાર્થે અવરજવરથી શોભી રહ્યું હતું. નદીમાં

પ્રવાહ વર્ષોથી ઉભરાતો યૌવન પ્રવાહ.. ઈતિહાસનો સાક્ષી બની મહાભારત કાળથી આજ સુધી શાંત ગતિએ દેવર્ષિની જેમ નીરખી રહ્યો હતો. પૂર્વ તરફના પટે કિડીયારુ ઉભરાતી હોય તેમ તંબુ તાણી તાણીને આગલી રાતથી મેળો માણવા આવતી પ્રજાને નૌકા દ્વારા માછીઓ ઠાલવી રહ્યા હતા. સાવ અજાણ્યાં માનવી જાણીતાં બનીને મોડી સાંજે વિદાઈ થઈ રહ્યાં હતાં. યૌવનની થનગનતી આંખો મારકણી બનીને કેટલાંય પ્રેમતરસ્યા યુવાનોની તરસ મીટાવતી હોય તેમ હિલ્લોળા લઈ રહી હતી. વિજયને ઈશારે ગવાતા રાસમાંથી હળવેથી નીકળીને ગંગા વિજય પાસે આવીને ઊભી રહી. રાસ ગવાતા ડંકપૂરના યુવકો-યુવતીઓએ આ દૃશ્ય જોયું ગંગા વિજયને ઈશારો કરી ગળતેશ્વર મંદિર તરફ લઈ ગઈ. પુરાણકાળમાં ચંદ્રહાસને જીવતો છોડી મારાઓ જંગલમાંથી જતા રહ્યા તે સ્થળે ગંગા અને વિજય લીમડાના વૃક્ષ નીચે ઊભા હતાં ત્યાંથી નીકળ્યાં સાથ સાથ ચાલતાં ગંગાએ વિજયને કહ્યું- “વિજય ચ્યાં હુંધી આમને આમ નેંહાકા નાંખતા રૈસું કાંક કરન્‌”

“હાચૂ હ તારું.. મું મા ન વાત કરું” વિજયે ગંગાનો હાથ

શિવજીના દર્શન કરતાં પકડીને કહ્યું.

ગંગાએ કહ્યું “હે મારા ભોળાનાથ અમ ઉપર મેંર કરો.”

વિજયએ હળવેથી ગંગાને હસતાં કહ્યું- “ઈ માં મારો ભોળાનાથ હું કર.. આપણ કાંય નાં કરીએ તાં.”

“મું માડીને વાત કરીને માંગુ મોકલાવું.”

“ઈ વાત હાચી તું માંગુ મોકલાવ તો હટ કાંમ પત- બધુ હમું હંધુ પતી જાય.” વિજયે મર્માળ હસતાં કહ્યું.

“તું સવિતાને વાત કરન્‌ માન વાત કર” ગંગાએ ઉપાય

બતાવતાં વિજયને કહ્યું.

વિજયે હળવેથી કહ્યું- “આજ રસ્તામાં જતાં જતાં સવિતાને વાત કરું..”

“ના ઈમ નૈ મું જ વાત કરું” ગંગાએ એક યુક્તિ સુજતાં કહ્યું. સાંજ પડવા આવી. પૂનમનું અજવાળું ધીમે ધીમે સૂર્યાસ્ત થતાં

પૂર્વના આકાશમાંથી પૃથ્વી ઉપર ચાંદી પાથરતું હતું. જેમ જેમ રાત

મધરાત બનતી જતી હતી તેમ તેમ ડંકપૂર તરફ જવાની ચિંતા યુવતીઓને કોરી ખાતી હતી તેમ છતાં રાસ-ગરબાની રમઝટ માણવામાં સમય ક્યાં જતો હતો તેની કોઈને પડી નહતી. મોડી રાતે મધરાતે વિજયે રાડ પાડી- “ડંકપુર હેંડો.” ટોળામાંથી ગંગા-વિજય જવા લાગ્યાં ત્યારે વિજયે ગંગાને

લીંબડીના ઝાડની છાયામાં વળગી પડીને ચુંબનોનો વરસાદ વરસાવ્યો.

“ગંગાપ.” વિજયનો દબાતો સ્વર વાતાવરણમાં ફેલાઈ ગયો.

તો ગંગાએ પ્રતિઉત્તર આપ્યો - “ઊંહ.. જંપની..” ગંગાના

હોઠમાંથી એક સિસકારો નીકળી ગયો.

ત્યારે વિજય ગંગાના હોઠ ઉપર ચુંબન અર્પતાં ઉત્કટ બન્યો

“નહીં રેંવાતુંપ તારાપ”

“અવ બૌ થ્યું કોક જોય જાહેં” ગંગાએ ડરતાં કહ્યું. પુરાણકાળમાં

ચંદ્રહાસને માલવમુનીએ આ સ્થળે ઉછેર્યો હતો.

“ઈ જી થવાનું હોય ઈ થાય..” વિજયએ તેને બાહુપાસમાં

ભીંસી દીધી.

વિજયની બાહુમાંથી ચૂંટલી ખણીને ગંગા છટકી ગઈ. ગંગાનું હાસ્ય ફેલાઈ રહ્યું હતું. તો વિજય કહી રહ્યો હતો- “લુસ્સી આવું કરવાનુંપ લોઈ નેંકર્યુ સેં.”

લીંબડીના વૃક્ષ તરફ ડંકપુરના યુવક-યુવતીઓ આવવા લાગ્યાં. વિજયે હળવેથી સાદ દીધો- “ઈ આવો ગાડા પાંહેં. કેશવે બૂૂમ મારી- કોઈ રૈજતું નહીં ન”

એમ કર જ્યંતી તું ગણી લેં “એમ નાં હેંડ” જ્યંતીએ દબાતાં અવાજે કહ્યું.

વિજય તું પીહો વગાડ એટલ- “હમજી જહેં કી ડંકપુર હેંડ્યું.”

વિજયનો પીહો મધુર સ્વર રેલાવા લાગ્યો. પીહાનો સ્વર સમજતા ડંકપૂરના યુવાનો યુવતીઓ ગાડા પાસે આવી પહોંચ્યા. કરુણાશંકરના પ્રકાશે ગણતરી શરૂ કરી.. એક..બેપપાંચપસાત.. પાંત્રીસ.

પૂરા પાંત્રીસ યુવક-યુવતીઓનો સમૂહ મહીસાગરનો મેળો છોડીને ધીમે

ધીમે ગાડાંની પાછળ પાછળ ચાલવા લાગ્યો. લીલા સીતાને કહી રહી હતી- “સીતા બૌ મઝા પડી.” જવાદેંન ખરાખરીની મઝા આવી તાણ હેંડો” સીતાએ છણકો કરી કહ્યું. ઠાવકા સ્વરે વિજયે કહ્યું- “ઈ તો એમ જ હોય, અતારી નેંકરી હું ન તો હરણીયે ઊગતાં પહોંચી હું.. રંગનાં છાંટા હોય કાંય કુંડા નાં હોય.”

મુસો ખડખડાટ હસી રહ્યો હતો તો વળી ત્યાં જ મજાકખોર જગો કહી રહ્યો હતો- “કુંડાં તો લીંબડીની નેંચ છલકૈ જ્યાં. છાંટા છાંટા અમાર પર પડ્યા.” બધા જ ખડખડાટ હસી પડ્યાં.

કેશવે હળવેથી વાત કરતાં કહ્યું- “લેં કર વાત કુંડાનો રંગ વરહોં હુધી ઈમનો ઈમ રેં”

જશી, લક્ષ્મી, મણીને તાપી, ગંગાને ટપલી દાવ કરતાં કહી રહી.. “હાચી વાત સેં.. રંગના છાંટા ઊડે તો જ હમજણ પડેં” યુવતીઓ

ખીલખીલ હસવા લાગી.

સાંકળચંદની કલ્પના, મંગળદાસની કપીલા અને કરુણાશંકરની વિદ્યા, કાવેરીને કહી રહી, “કાવેરીપ તન કાંય હમજાયું” તે ખડખડ હસી રહી હતી. તો કાવેરી હળવેથી બોલી- “ઈ તો વિજયભૈને હમજણ પડી ઈ હાચું.”

અણધાર્યો કાવેરીના ઉત્તર સાંભળી ગંગા બોલી ઊઠી- “એવું

કાંય નહી ઈ તો જરા વેલાં નેંકર્યા ઈજ.”

“તન વરી હું થ્યું. કાવેરીએ તો વિજયને કયું તું” વિદ્યાએ મરક

મરક મલકાટ કરતાં કહ્યું.

“મું કૈઉ ક ગંગા કેં એમાં હું ફરક પડહ.” વિજયે ઝડપી રસ્તો કાપતાં કહ્યું. તેના પિહાનો સ્વર વધુ તેજ બન્યો હતો. યુવક-યુવતીઓ તેજ ગતીથી ચાલવા લાગ્યા. એકબીજાની ઠઠ્ઠા-મશ્કરી કરતાં માર્ગ ક્યાં કપાઈ ગયો તે ખબર ના પડી. હરણિયું ઊગતાં તો ડંકપુરના પાદરમાં

પ્રવેશતાં યુવક-યુવતીએ ફંટાતા માર્ગે દંડીનાથ આશ્રમ તરફ વળતી ગંગાને જોઈને વિજય બોલી ઊઠ્યો- “ગંગા મેલવા આવું.”

ગંગાએ કહ્યું “ના ઈ મું જતી રૈ”. “ઈ હંભારીન જજે” સવિતાનો

સ્વર સંભળાઈ રહ્યો. મેળાના સંસ્મરણો સાથે ગંગા ઝૂંપડીએ આવી કે

માએ હળવેથી કહ્યું- “આવી પૂગ્યાં”

“હા માપ” ગંગાએ ટૂંકો ઉત્તર વાળી તેણે ઓટલી ઉપર મુકેલી

માટલીમાંથી કોગળા કરી ચળું વારી ઠંડુ પાણી પીધું.

દૂર દૂર ચોરા તરફ જતાં યુવતી અને યુવકોનો બોલારો સંભળાતો હતો. હળવા સ્વરે તે સાંભળી રહી- “બૌ મઝા આવી- કેવી રઢિયાળી પૂનમ સૈ” ગંગાએ કપડાં બદલી માની પાસે પાથરેલી ખાટલીમાં પડખું તાણ્યું. થોડી ક્ષણોમાં તે ઘસઘસાટ સૂઈ ગઈ. સવાર ક્યારે થઈ તેનો ખ્યાલ પણ ના રહ્યો. ગોદાવરીએ મીઠી નિંદર માણતી ગંગાને ઊઠાડી પણ નહીં. તીખો તડકો ગંગાની આંખોએ પડ્યો ત્યારે તે ઊંઘમાંથી જાગીને બેઠી થઈ. બગાસું ખાતાં બોલી ઊઠી- “મા તું ય ખરી હેંપ

ઊઠાડી પણ નૈ.”

“ના ભૈ ના કામેય હું અતું. થયું કી જેટલું ઊંઘવું હોય ઈ ઊંઘ્યા કરેં” ગંગાને પ્રેમ નજરથી નીરખતાં હસતા હોઠોએ ગોદાવરીએ કહ્યું.

ગંગાનું માગું

“તું આજ ઘરકામ કર, મું ગાય ચરાવા જૈ” ગોદાવરીએ ગાયને છોડતાં કહ્યું. વાછરડી ગાયની પાછળ ગોમતી સરોવર તરફ જવા લાગી. ગોદાવરીએ તેની પાછળ પાછળ ડચકારા બોલાવતી નાનકડી તોડેલી પલાસની સોટીને વિંજતી જવા લાગી. ગોમતીનું પાણી પીને વાછરડી- ગાય ઊભા હતાં ત્યાં ગોદાવરીએ જોયું તો ત્રૈણ વરહમાં સરોવરની પાળે ઊગેલાં તુલસીછોડ પાંચ પાંચ હાથનાં થૈ ગયા હતા. ઘટાદાર છોડને

માંજર આવી ગઈ હતી. ગરમ ગરમ હવા ભરતી તેની સુગંધ શ્વાસને ઉષ્મા આપતી હતી. પશ્ચિમના માર્ગ તરફ જતી ગાય વાછરડી ચરતી ચરતી અમરસિંગના ખેતરની વાડ પાસે જઈને ઊભી રહી.

વિજય, ગોદાવરી માને જોઈને આશ્ચર્યમાં પડી ગયાં. ગોદાવરી

માએ વગર કહ્યે કહ્યું- “વિજય! આજ એમ થ્યું કી આંટો મારી આવું

કતી ગંગાને શાંતા મલી.” ગોદાવરીનો કંઠ ઘેરો હતો. તેનો અવાજ

અંદરથી આવતો હતો.

“ગોદાવરી મા તમન હું થ્યું હેં કાંક કાં” વિજયે ગળગળા અવાજે કહ્યું.

“દીકરા..તુંપકાંય નૈ” ગોદાવરીએ વાતને દબાવા પ્રયાસ કર્યો તો વિજયે ગોદાવરીને ગંગાના સોગંદ ખવડાવતાં કહ્યું- “મા ગંગાના હમ જે કેવું હોય ઈ કો”

ગોદાવરીએ હળવેથી વિજયની આંખમાં આંખ પરોવતાં કહ્યું- “વિજય તું અન ગંગા.”

“હા મા મું ન ગંગા, તમાર જે વાત કરવી હોઈ ઈ કરો” વિજય

ગળગળા કંઠે કહ્યું.

“આજ તારા ઘરે જવાનું હ્‌ ગંગાનું માંગું મૂકવા.” ગોદાવરીએ વિજયનો હાથ પકડી કહ્યું.

વિજયના હોઠ પર હાસ્ય ફરી વળ્યું. તે બોલી ઊઠ્યો- “આ પા’ડ

નહીં ભૂલું.”

વિજયની આંખો ભીની થઈ ગઈ. ગોદાવરીએ વિજયને ત્યાં જઈને ધીમેથી હસતાં હસતાં કહ્યું- “સવિતા! પશીમા હીં”

“ઈ આવો આવો ઘેર હું” પશીમાએ ઓરડામાંથી બહાર આવી ગોદાવરીને આવકાર્યા. સવિતા, પાછલા બારણેથી દોડી આવી. તે બોલી

ઊઠી- “ગોદાવરી મા વિજયનું કેવાં આવાં હાં.”

પશીમાએ હસતાં હસતાં કહ્યું- “મન્‌ ધડ વિસવા અતો તમ

આવ હાં જ.”

“હા હા ઈ કાંમે જ આઈ હું” ગોદાવરીએ સ્પષ્ટતા કરતાં કહ્યું. “સવિતા તું સેતરે જા અને તારા બાપુજી-વિજય ન મોકલ

આજ દા’ડો હારો હ.” પશીમાએ સવિતાને ખેતરે મોકલી.

ખેતરે જતી સવિતાને ગોદાવરીએ જ કહ્યું- “જરા ગાયન્‌, વાછરડાન્‌ હંભારજે.”

“ઈ હારું ચંતા નાં કરતાં” સવિતાએ પાછું વળી ઉત્તર વાળ્યો. ગોદાવરીએ પશીમા પાસે ઘરમાં બેસતાં બેસતાં પશીમાએ

આપેલા પાણીને પીતાં પીતાં કહી રહ્યાં- “આજ થયું સમો પાચી જ્યો હ, છોરાં જવાંન થૈ જ્યા હ.. પાસું કુંડાળામાં પડી જાય તો વહમુ પડ.” ગોદાવરી વાત ધ્યાનથી સાંભળતાં ચોખામાંથી તરિયો છૂટા

પાડતા પશીમા બોલી ઊઠ્યાં- “ઈ માકા મનની વાત કરી.”

“જુઓ અમરસંગ તમે મારું માંગુ રાખો તો આ માગશરમાં હાથ પીળા કરી નાંખું” ગોદાવરીએ ધીમેથી છતાં ડરતા સ્વરે કહ્યું.

“ઈમ ચમ બોલ્યાં આ તમ જેવાનાં પગલાં મારા ઘેર ચોંથી હોય. ગંગા તો મારા ઘરની લાજ થહેં” પશીમાએ ચોખા સાફ કરી પાણીમાં એક પછી એક એમ બેવાર ધોતાં કહ્યું. પશીમાએ ચૂલા ઉપર

ભાતની હાંડલી મૂકી ચોખા ચઢી જતાં દાળની હાંડલી ચૂલે ચઢાવી

વાતોમાંથી વાતો નીકળવા માંડી. ખેતરમાં વાઢેલા તલના પૂળિયા એકઠા

કરી ગાડામાં મુકી અમરસીંગ આવતો હતો. ત્યાં સવિતા વાડોલિયામાં

સામે જ મળી. “બાપુ, ગોદાવરી મા આયાં હ, તમન બોલાવ હ”

“મું આવ તો જ અતો થયું કી કોય દા’ડો નૈન ગોદાવરી ગાય- વાછરડીને લઈને ચરાવા ચમ આયાં, અહેં ક મારી માનતા હાચી પડી” અમરસીંગે હળવેથી વિચારતાં સવિતાને કહ્યું.

ખેતરમાં તલના પૂળિયાને એકઠાં કરતાં સવિતાએ અમરસિંગને કહ્યું- “બાપુ તમ તમાર જાવ બધુ પાકુ કરી આવજો હાં.”

સવિતાની ટકોરથી અમરસીંગ સમજી ગયો કે જરૂર ગોદાવરી ગંગાનું માંગું મૂકવા આવ્યાં છે. પશીને જ જવાબદારી સોંપી દેવી સારી તેની ઈચ્છા પ્રમાણે જે કરવું હોય તે કરે તેવું વિચારતાં ગાડું હાંકી ફળીયામાં ગાડુ છોડી બળદને ઘર પાછળની કોઢારમાં બાંધતાં બાજરીના બે બે પૂળા નીરીને આવતાં ઓસરીમાંથી બૂમ મારી “ઈ આવો ગોદાવરી હું કામ પડ્યું”

“ઈ તો અમથી આવી’તી જરા..” ગોદાવરીએ હસતાં હસતાં કહ્યું.

પશીએ રસોડામાંથી બહાર નીકળતાં કહ્યું, “ઈ હાંભરો શાં ઈ

તો વિજયની વાત કરવા આયાં શે.. ગંગાની..”

“ઈ મા હું પશી કર ઈ ખરું મન ઈમાં હમજણ નાં પડ. છોરાં- છોરી રાજી હોય તો કરો કંકુના.” અમરસિંગે કમ્મરે બાંધેલા હજૂરિયોને છોડીને ખમીસ ઉપરનો પૂળાનાં તણખલાં ખંખેરવા માંડ્યાં. ઉપર ઝાપટ

મારવા માંડી અને કહ્યું.

“મારી ચાં ના હ.. વિજય આવ એટલે પાકું” પશીએ માટલાનું

ઠંડુ પાણી અમરસિંગને આપતાં કહ્યું.

વિજયને ફળીયામાં આવતો જોઈ પશીમાએ કહ્યું- “ઈ આવો..

ભૈ.”

“ઈ ભૈલા આ ગોદાવરી મા હું કેંસ્‌..ગંગા” પશીએ હસતાં હસતાં કહ્યું.

વિજય મૂંછમાં હસતાં બોલી રહ્યો- “ઈ તમે કરો ઈ ખરું.” પશીએ આપેલા પાણીને લોટાથી ગટગટાવતાં કહ્યું.

“ઈ ગોદાવરી કારતકી પાંચમે હારુ મૂરત જોઈને.. દાદાને કેંજો હાં” અમરસિંગે દંડીનાથને પૂછવા કહી વાતને આગળ ચલાવી.

કાર્તિકી પાંચમે માંગુ મૂકવાનું નક્કી થયું. વહેલી સવારે ગોદાવરી અને ક્યારેક જ ડંકપુરમાં આવતા દંડીનાથ નાળિયેર લઈને અમરસિંગને ત્યાં આવ્યા. વ્હાલભર્યુ હરખઘેલા પરિવારે સ્વાગત કર્યુ. ખાટલા ઢાળી રૂવેલ ગોદડાં પથરાયાં, ઉપર વડોદરાથી ખરીદેલ નવી નક્કોર ચાદરો પથરાઈ, ગોદાવરીને બેસવા ચટાઈઓ પથરાઈ, ફળીયાની સ્ત્રીઓ- યુવાનો એકઠા થયાં. ભૂરિ ભેંસના દૂધની ચાયું બનાવા વાઈ અને આપવામાં આવી. બારણાની પાસે જ બાજઠ ગોઠવાયા. વિજયના ચરણ ધોવા થાળી મંગાવાઈ. તે થાળીમાં પગ મુકાયા ને દંડીનાથે વિજયના

ચરણને ધોઈ જમણા પગે કંકુનો ચાંદલો કરી અક્ષતથી વધાવાયા.

વિજયના હાથમાં ગંગાના માંગાંનું નાળિયેર અપાયું. ફળીયાના એકઠાં

થયેલાં સ્ત્રી-પુરુષો, યુવક-યુવતીઓ રાજીના રેડ થઈ ગયાં. આખા ગામમાં વાએવાત ફેલાઈ ગઈ. ગામ આખાના એકઠા થયેલા લોકોને યુવાનો-યુવતીઓને બાળકોને સાકળચંદ શેઠને ત્યાંથી ગોળ મંગાવી

ભગાવીને મૂઠ્ઠી ગોળ આપતાં. લખા પરમારની કરશન કહી રહી હતી “શાંતા લેં ગોળ ખા, રમલી તું તો બોલતીય નહીં.. વિજયના માંગાનો ગોળ હ, ચાંલ્લો થ્યો.”

હસતાં હસતાં ગામની સ્ત્રીઓ અંદર અંદર વાતો કરતી હતી- “ઈ હારું થ્યું.. ભગવોન હારું કર.”

દંડીનાથે બીજા દિવસે ગંગાને ચુંદડી ઓઢાડવા આવેલા અમરસિંહ,

લખો, કોદર પટેલ, દેવીદાસ, દલપતસુથાર, પરસોત્તમ અને બકી, શાંતા, પશી, સમુ, રમીલા વગેરેને કહ્યું- “પોષ સુદ ત્રીજનું મુહુર્ત સારું સેં”

પોષ સુદ ત્રીજનું લગ્ન નક્કી થયાં. લગ્નની તૈયારીઓ થવા

લાગી. આંગણું, ઘર લીંપાવા લાગ્યાં. ઊમરેઠથી લાવેલ ચૂનો અને ગેરુથી

ઘર ધોળાયાં અને ગેરુના રંગે દીવાલો ઉપર પટ્ટા પડાયા. ફળી વચ્ચેના તુલસીના ક્યારોને લીંપીને ચૂને ધોળવામાં આવ્યો. સૂરજદાદા, ચંદ્રમામાને ચિતરવામાં આવ્યા. લીંપેલા આંગણામાં ટગરી, બારમાસી, જાસુદ ને સોનચંપાના ક્યારાને સજાવામાં આવ્યા.

ગોદાવરીને આંગણે ગંગાના લગ્નની તૈયારીઓ થવા લાગી.

ઉમરેઠનો બે ઓડ પરિવાર આવી પહોંચ્યો. ઝૂંપડીને સ્થાને કાળી માટીની

ગાર બનાવી બે ઓરડાનું માટીના કરાનું ભીંતોવાળું ઘર બનાવામાં આવ્યું. ગામની ગાયો, બળદ, ભેંસનું ગોબર ભેગું કરીને દીવાલોને

લીંપવામાં આવી. ઓસરી, પછીત, કરા, ચોક અને ઘરમાં સુંદર ચોકડીઓ પાડીને શાંતા, સમુ, રમીલા, ગલીએ ચોક લીંપ્યા. દીવાલો લીંપી. ચોકમાં રળિયામણી ઓકળીઓ પાડીને લાલ ચણોઠીથી ચોક પૂર્યા. તુલસીક્યારાને લીંપતાં લીંપતાં લાલ ચણોઠીથી સજાવામાં આવ્યો. ઉમરેઠથી

લાવેલા ચૂનાથી ઘરને ધોળીને ગેરુથી દીવાલો સજાવી.

ગોવિંદ દરજી, તેની પુત્રી મણીએ ગંગાને પહેરવા પોપટીરંગી દશ હાથનો ઘાઘરો બનાવ્યો. તેમાં આભલા ભયરાયા. જરીની દોરીથી ડીઝાઈન પાડવામાં આવી. તો વળી ગલી દરજણે તો ગંગાનો લાલ કમખો એવો બનાવ્યો કે તેને આભલા ભરી મોતીભર્યા મોરલાથી સજાવ્યો.

ચોકને ત્રણ બાજુ ઊંચી ઓટલીઓ બનાવી લીંપવામાં આવી. ઓટલીઓની બંન્ને બાજુ ફૂૂલનાં કુંડાં ગોઠવી રમણીય બનાવાયો. તેની

ત્રણ તરફ થાંભલીઓ રોપીને અજવાળા માટે ફાનસ લટકાવાની સગવડ કરાઈ.

ર્

ર્ ર્

“મા! મોજડી બનાવડાવું” ગંગાએ ગોદાવરીને કહ્યું. “હાં બેટા

ચમ નૈ. બનાવડાવ.. શનોકાકો અસલ બનાવી આલ હેં” ગોદાવરીએ

મીઠા સ્વરે હસતાં હસતાં કહ્યું. શના ચમારને ત્યાં સવિતા અને લીલા

સાથે ચમારવાસમાં મોજડી બનાવા જતાં ગંગાએ લક્ષ્મીને કહ્યું. “તું હાથી આવેં હેં?પ મોજડી હારું.”

“હાં હાં ચમ નૈ મોજડીયો અસલ જોઈએ” લક્ષ્મીએ ગંગાને

ઉત્સાહથી કહ્યું.

સરખી સહેલી સાથે શના ચમારને ત્યાં પહોંચ્યાં ત્યારે જગો અમથામાં ફુંદડીવાળા ટીલડી ગોઠવેલા બૂટને સજાવી રહ્યો હતો. તેણે કહ્યું, “ઈ આવો ચારેય. હમજી જ્યો મોજડી બનાવી હન. ગંગાબુન” ગોવિંદનો ઉત્સાહ સમાતો ન હતો. તેની છાતી ગજ ગજ ફૂલતી હતી.

ગંગાએ હસતે ચહેરે કહ્યું- “ગોવિંદ! મોજડી બનાવી હ.”

“હાં હાં એવી બનાવું ક મનખ જોતું રૈ જાય ચકચકતી રંગીન

મોજડીમાં મોં દેખાય. એને ફુંદડીથી સજાવું. ચાંચવાળી મોજડીમાં છોગાં

મેલી પસી કાંય હ” જગાએ હસતાં હસતાં કહ્યું.

“તારું માપ તો મારી પાંહણ હ શરદપૂનમનું” ગંગાને સૂચકદૃષ્ટિથી જોતાં જ કહ્યું. લક્ષ્મી, સવિતા, લીલા ખડખડાટ હસી પડ્યાં. શરદપૂનમે હુડલે હુડલે બાજરો, મકઈ ને ડાંગરથી ઘરની કોઠીયો ભરાઈ જતાં આનંદનો ઓડકાર અનુભવતા શનાચમારે છોકરાંની વાતમાં હળવેથી ધ્યાન આપતાં કહ્યું- “ઈ નિરાંતે જાવ. ચંતા નાં કરતાં. ગોવિંદ ઘેર આઈ ન આલી જાહેં.”

ચમારવાસમાંથી નીકળતી સહેલીઓને દૂરથી જોતાં જ દેવો,

કેશવ, કુબેર, કનું, જ્યંતી ચૌટે ઊભા ઊભા વાત્યું કરતા હતા. તેમને

જોઈને ગંગા, લક્ષ્મી હસતા હોઠે આવકારો આપતાં હતાં. ગંગાએ કહ્યું, “તમેય પાસા ટેકો કરજો હાં.”

રોયો અમથો કાલ કેંતો તોપ. સીતાએ વાતને ટાળી. ગંગાએ વાતને જાણવા કહ્યું- “હું કે’તો તોપ”

“જવા દેન ગાંમના છોરા એવા જ હેં” સીતાએ વાતને ટાળવા

છણકો કર્યો.

“ઈ તો ગોમઈથી ગાગર ભરીન્‌ મું આવતી’તી તાણ મણી અન લીલાનો હંગાથ થૈ જ્યો” સીતાએ વાતનો દોર હળવેથી ચાલુ કર્યો. “અમથો હું કેં તો’તો” લક્ષ્મીએ ઈચ્છુક દૃષ્ટિથી સીતાને નિહાળતાં

કહ્યું.

“ઈ તો આંમેય નફ્ફટ સી લખમી” સીતા હસી પડી. તેણે ચહેરા ઉપર ઓઢણીનો છેડો દબાવી હસતાં હસતાં કહી રહી- “કે તો તો ક ચાં વિજય ન ચાં ગંગાપ ઓ મારા ભૈ કાગડો દૈધરું લૈ જ્યો.” સીતાની વાતથી લક્ષ્મી લીલા ખડખડાટ હસી પડ્યાં. ગંગા હસતાં હસતાં બેવડ વળી ગઈ.

પાસો કેં “અવ તો લીલાડીનો વારો આવહેં ચાં કાગડીપ ચાં દૈધરોપ.” લીલા ઝંખવાણ પડી ગૈ તેમ છતાં બધી સહેલી સાથે હસતાં હસતાં કહી રહી. “જોવું હું.. ઈ કાગડન ચયુ દૈધરું મલ હપ રોયો પેંલથી

એવો હ, લગ્ન પસી એંની વાત હ.”

હસતી હસતી સહેલીઓ છૂટી પડી ગંગા ઘેર આવી ત્યારે

ગોદાવરી ગાયને નીરતી હતી. ગંગાએ વાછરડી પાસે જઈને તેના ચહેરા ઉપર હાથ પ્રસારતાં હસતી કહી.. ગોદાવરીએ ચોકમાંથી કચરો વાળવાનો શરૂ કર્યો તો પણ ગંગા હોઠમાં હસ્યા જ કરતી હતી. ગોદાવરીથી રહેંવાયું નહિ તેણે કહ્યું - “હું થયું હપ”

“કાંય નૈપ” ગંગાએ હસતાં હસતાં ખાણીયામાં છડવા કોઠીમાંથી ટોપલીમાં ડાંગર કાઢતાં કહ્યું.

ખાણીયા પાસે ટોપલી મુકી. ખાણીયામાં ડાંગર નાંખી સાંબેલાથી ગંગા ડાંગર છડવા લાગી. તેનું હાસ્ય સમાતું નહીં વારેવાર હાસ્ય ચહેરા ઉપર રેલાઈ જતું હતું. આટલી પ્રફુલ્લિત ગંગાને જોતાં જ ઝીણી આંખે નિહાળતાં ગોદાવરી કહી રહી- “માન ના કેં પણ કાંક થયું હ”

“ઈ તો મા શનાકાકાને તાંથી આવતાં તાં સીતા કૈતી’તીપ” ગંગા મનોમન હસતી, વાતને રાખી, ડાંગર છડવા લાગી. ઘણો સમય સુધી આ કામ ચાલ્યું. ગોદાવરી છડેલા ચોખાને તપેલીમાં કાઢી સુપડામાં ચોખા નાંખી તરિયા વીણવા લાગી. તેનાથી ગંગાનું મૌન ના સહેવાયું તે છેવટે છણકો કરી બોલી ઊઠી- “તું મોટી ભરાભાદર થૈ જૈ હાંય ઈમ કે’તી નહી. સીતાડી હું કે’તી’તી, રાંડનો જીભડો જ ખેંચી લૌ.”

“એવું નહિં મા ગમ્મત કરતી’તીપ ઈ કે’તી’તી કપ” ગંગા

ખડખડાટ હસી પડી.

“હુ તુંયે અહ અહ કરેંશ. તુંયેપ” ગોદાવરીએ ગુસ્સો વ્યક્ત

કરતાં તરિયા વિણેલા ચોખાને હાંડલીમાં નાંખી કહી રહી.

“મા!પ કે’તી’તી કપ કાગડો દૈધરું લૈ જ્યો” ગંગા હસતી હસતી ખાણીયા છડાયેલા ચોખાની ઢગલી એક બાજુ કરી બીજ ડાંગર

ખાણીયામાં નાંખી સાંબેલાથી છડવા લાગી.

“ઈ મા હુંપ પુરુષ તો શામળો જ હારો..” ગોદાવરીએ ગંગાને

સમજાવતાં જ કહ્યું.

આસોના પાછલા દિવસોમાં લગ્નની તૈયારીઓ થવા લાગી હતી. ઘરની કોઠીમાં ઘરના છડેલા ત્રણ મણ ચોખા, કાનજી પટેલે વીહમણ ઘઉં એક કોઠીમાં દીવેલથી મોઈને ભરેલા હતા. તો વળી પસાકાકાએ આપેલી તુવેરોને ભરડી ભરડીને મઝાની દાળ બનાવેલી હતી. લગ્નના પાંચ દિવસ આગળ ઘઉંને ઘંટીમાં ભરડીને કકરો લોટ બનાવાનો બાકી રાખ્યો હતો.

સીતા, લીલા, લક્ષ્મી, મણી અને તાપીએ બપોરની વેળાએ આવીને આખાં મરચાં ખાંડીને, હળદર દળીને સાંકળચંદ શેઠને ત્યાંથી

લાવેલી નાની નાની કોઠીઓમાં ભરી દીધાં હતાં. મીઠું તો ક્યારનુંય

ખરીદીને મુકાઈ ગયું હતું.

ખેતરનું કામ હલકું થતાં કેશવ, દેવો અને કનુંએ વગડામાંથી

લાકડાં કાપી કાપીને તેને ચીરીને તડકામાં થપ્પી લગાવી સુકવા મુકી દીધાં હતાં. મરી, તજ, લવીંગ, ખસખસ અને સુકી દ્રાક્ષને ગોદાવરી સાંકળચંદશેઠને ત્યાંથી ખરીદી લાવી ને એક કરંડિયામાં ગોઠવીને ઢાંકી

દીધાં હતાં.

દંડીનાથે લગ્નનો પૂંજાપો, માંડ, રામણદીવો અમરસિંગે મઢાવેલી

લાખની ચૂંડી મઢાવીને લાવી દીધી હતી. બાકીની ચીજો લાવવામાં કાનજી પટેલ અને મોહન પટેલ વારંવાર ઊમરેઠના આંટા માર્યા હતા. અમરસીંગે દલપત સુથારને ખેતરને શેઢે ઉઘાડેલા મહુડાના ડાળ

કાપી, સુકવીને તેમાનાં સીધા દંડામાંથી વેહલ બનાવા લાકડાં આપ્યાં. દલપત સુથાર અને કુબેરે મહુડાના લાકડાની સુંદર વહેલ બનાવી. દિવસોના દિવસો સુધી કામ કરીને વહેલ બનાવીને તેના ઉપર પલાસની ડાળીનો સુંદર માફો બનાવ્યો. વહેલાનો માંચડો નિસરણીને કોતરકામથી મઢી. વહેલની ધુંસરી, પૈડાંને લોખંડની પટ્ટીથી, પીત્તળની ફુંદડીથી મઢી, ગોવિંદ દરજીને બોલાવી માફાના માપનું લાલ, લીલા, પોપટી અને પીળા રંગનું રેશમી કાપડ ઊમરેઠથી ખાસ મંગાવ્યું. ગોવિંદ આજે ટિલડીને સોનેરી દોરીથી વહેલને સજાવી. એક પછી એક લાલ, પીળા, અને પોપટી રંગના રેશમી કાપડથી માફાને સજાવા માંડ્યો.

દીપાવલીના દિવસોમાં વેલ એવી બની ગઈ કે ગામના વયોવૃધ્ધ સાંકળચંદ શેઠ, દેવીદાસ પટેલ, લક્ષ્મણ પરમાર, કોદરરાત, શંકર પ્રજાપતિ ગાંમ ચોરે બેઠા બેઠા સાંજના સમયે વહેલના વખાણ કરતાં થાકતા ન હતા. દીપાવલીના દિવસોમાં ગામની સ્ત્રીઓ કન્યાઓ અને યુવાનોમાં ઉત્સાહનું મોજું હતું. ઘરનાં આંગણાં લીપીગૂંપીને સજાવેલાં હતાં. તુલસી

ક્યારે દીપ પ્રાગટ્ય ઢાણે દીપ પ્રગટાવી મુકવામાં આવતા. અગિયારશ,

વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દીપાવલી અને નૂતનવર્ષના તહેવાર ઉત્સાહપૂર્વક ઊજવવા. લોખંડની પેટીઓમાં પૂરાયેલી બાંધણી સાડી, સેલું, પાનેતર બહાર નીકળી યુવાન સ્ત્રીઓના અંહો ઉપર સામ્રાજ્ય જમાવી દીધું હતું. જ્યારે ગોવિંદ દરજી યુવતીઓ અને નવી વહુવારીનાં કમખા બનાવામાં એવો ગળાડૂબ થઈ જતો કે દીપોત્સવી પર્વના પંદર દિવસ કે મહિના પૂર્વ તૈયારી કરે ત્યારે કામ પૂર્ણ થતું હતું.

કહ્યું.

પ્રસાદ લઈ મંદિરની બહાર નીકળી ગયેલા ગામલોકનો અને

સ્ત્રીઓમાંથી અમરસીંગ અને દેવીદાસ દંડીઋષિ પાસે મંદિરના ગર્ભગૃહમાં ગયા.

દંડીનાથની વિદાય

ષોડશીમાં પ્રવેશતી ગંગા નવીન બનાવેલા ઘરના ટોડલે દીપ

પ્રગટાવી મુકતી હતી. તો વળી ગોદાવરી ઘરના આંગણા વચ્ચે તુલસી ક્યારે દીપ પ્રગટાવી પ્રણામ કરી રહી હતી. અગિયારશના ઉપવાસ કરી સાંજે દંડી ઋષિ શિવજીની સંધ્યા આરતી કરી રહ્યા હતા. કોદર, શંકર,

મોહન, લક્ષ્મણ, દલપત, અમરસીંગ અને ગામની વહુવારુંઓ શાંતા, બચી, ભલી, કરશન, સમુ, રમીલા, જ્યોત્સના, ઈન્દુ, સૂર્યા અને સરસ્વતી આરતી પૂર્ણ થતાં પ્રસાદ લઈ ઊભાં હતાં. દંડીઋષિએ હળવેથી અમરસીંગ અને દેવીદાસને બોલાવી કહ્યું, “દેવીદાસ તમે રોકાજો મારે કાંમ સે”

ક્યારેય કોઈ જ કામ ન સાંપનાર દંડીઋષિની આંખોમાં કંઈક અગમના અણસાર ઓળખતાં ભલી અને સૂર્યા હળવેથી દેવીદાસ અને અમરસીંગને કાનમાં કહેતી હતી- “હાંભરો હો આજ કાંક હ..”

“જાંવ તો ખરાં હું કેંહ?” સૂર્યાએ અમરસીંગને ઈશારો કરતાં

દેવીદાસ અને અમરસીંગને બેસવાનો ઈશારો કરી દંડી ઋષિ દીવાલનો ટેકો દઈને બેસ્યા. તેમની સામે દેવીદાસ અને અમરસીંગ બેઠા હતા. ઋષિએ હળવેથી કહ્યું- “જો દેવીકાકા મું થોડા દા’ડા હું”

“હું કાં હાં” દેવીદાસ છળી ગયો એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અમરસીંગે ડૂમો દબાવ્યો.

“હા, અમરસીંગ આ જ વાત કરવા તમને રોક્યા હ.” “એટલ?” અમરસીંગે હળવેથી કહ્યું.

“આવતી પૂર્ણિમાએ મું સમાધિ લેવાનો હું” દંડીઋષિએ સ્ફોટક વાત કરી.

“હું કો હો મારા બાપ” અમરસીંગ બોલી ઊઠ્યો.

“એય ચૂપ” દંડીઋષિએ અમરસીંગને હોઠ ઉપર આંગળી મુકી ડાર્યો. તેઓ કહી રહ્યા, “તમે બંન્ને આ ડંકપુરમાં વયોવૃધ્ધ હાં. સમાધિની વિધિ ગળતેશ્વરના મહારાજ આવી કરશે. તમ તમાર ચંતા ના કરતા. તમાર તો એટલું જ કરવાનું.” ધીમેથી દંડીઋષિ કહી રહ્યા હતા. તેમના અવાજમાં કોઈ જ ભાવ ન હતો. તેમની આંખો મિંચાયેલી હતી.

“હું કરવાનું કારતકી પૂનમે હવારે બીજા ચોઘડિયામાં હું જઈશ.

આ ગોદાવરી અને ગંગાને હાચવાનીશ” દંડીઋષિએ ખૂૂબ હળવા સ્વરે

કહ્યું. વર્ષોના વસવાટના કારણે ગંગા અને ગોદાવરી પ્રત્યે અતૂટ સ્નેહ બંધાયો હતો. પ્રભુ ભક્તિ, પૂંજામાં જીવન વિતાવનાર ઋષિની દૃષ્ટિ દૂર દૂર તુલસી ક્યારે ઊભેલી ગોદાવરી અને ટોડલે દીપ પ્રગટાવતી ગંગાને નીહાળી રહી હતી. દૂર દૂર દૃષ્ટિ તરફ નિહાળતાં અમરસિંગ અને દેવીદાસ ગંગા, ગોદાવરીને જોઈ જ રહ્યા જોઈ જ રહ્યા. બંન્ને પ્રસાદ લઈ બહાર નીકળ્યા ત્યારે મોહન, સાંકર, કોદર, લક્ષ્મણ અને દલપત પૂછી રહ્યા હતા- “ઋષિ હું કે’તાં તા”

“હું કેં આ ઘર પાછળ ખાડો હ ન ઈ પૂરવાનો નહીં ઈ તો રાધાકુંડ હ.” હળવેથી દેવીદાસે કહ્યું. અમરસીંગ કહી રહ્યો હતો “ઈન ઊંડો કરી પથરાથી ચણી લેવાનો સેં.”

રાધાકુંડને ઊંડો કરવા ગામલોકો કલાકોના કલાકો કામ કરવા

લાગ્યા. ખાડાની પાસે બે થાંભલી રોપી વચ્ચે લાકડાનું પૈડું મુકવામાં આવ્યું. સાંકળ અને લોખંડની ચાર ચાર કડાંવાળી કઢાઈ બાંધી ખોદાતા રાધાકુંડના પથ્થર સાંકળથી ખેંચી બહાર કાઢવામાં આવવા લાગ્યા. દીપોત્સવીના દિવસોમાં પણ કામે લાગી ગયેલા યુવાનોએ રાધાકુંડને વીશ હાથનો ઊંડો કરી દીધો. પથ્થરો તોડીને ઊંડો કરાયેલા કુંડ પાસે એક દિવસ વહેલી સવારે કામ ચાલતુ હતું ત્યાં ઋષિ કમંડળ સાથે આવીને કમંડળના જળને જમણા હાથમાં અંજલિ લઈને કુંડમાં છંટકાવ કર્યો. ઘડી બે ઘડીમાં જ અવિરત જળપ્રવાહ પથ્થરોમાંથી ફૂટી નીકળ્યો. વહેતા

જળપ્રવાહથી કામ કરતા યુવાનો બહાર નીકળે તે પહેલાં રાધાકુંડ

નિર્મળજળથી ભરાઈ ગયો. ગામલોકો ભેગા થઈ ગયા. ગામની વહુવારુઓએ જળને વધાવ્યું. રાધાકુંડ પર થાળ નાળિયેરના ભોગથી

ભરાઈ ગઈ. નાળિયેરની શેષ, પ્રસાદ ખાઈ ખાઈને યુવાનો આનંદ

વિભોર બની ગયા. તે જ દિવસથી રાધાકુંડના પાણીનો ઉપયોગ ગામ

લોકો પીવા માટે કરવા લાગ્યા.

થોડા દિવસોમાં પથ્થરો ગોઠવીને ચૂનાથી કુંડને ચણવામાં આવ્યો. રાધાકુંડમાં ઉપર પનિહારીઓ પાણી ભરવા લાગી. ગામતરફ આવતી હેલોથી ગામ શોભી રહ્યું. નૂતનવર્ષના વધામણાં થવા લાગ્યાં. ગામ ચૌટે બધા જ વડીલો, યુવાનો એકબીજાને ભેટી રહ્યા.

કાર્તિકી પૂર્ણિમાની આગલી સાંજે ડંકનાથ મંદિરે ભજન થવા

લાગ્યાં. મંદિરમાં અને ચોકમાં એક બાજઠ ઉપર પાણી ભરેલો કળશ ઉપર આસોપાલવના પર્ણો સાથે નાળિયેરને મૂકીને પૂંજા કરવામાં આવી હતી. તે કળશ બાજઠ ઉપર ઘઉં અને ચોખા વચ્ચે પ્રસ્થાપિત થયેલ હતો. દંડીઋષિએ યોગવિદ્યાથી દીપપ્રાગટ્ય કરેલ હતું. પુષ્પોથી, કંકુ અને અક્ષતથી તેની પૂંજા કરાઈ હતી.

ગણેશ સ્તુતિ પછી એક પછી એક ભજન ગંગા મધુર કંઠે ગાતી હતી. ગામની યુવતીઓ ઢોલક અને મંજીરાથી તાલ આપતી હતી. સામેની તરફ વયોવૃધ્ધો સ્ત્રીઓ બેસીને ભજનને દોહરાવતી હતી. જ્યારે

યુવાન વર્ગ દાંડિયાના તાલે ભજનના સૂરમાં સૂર ભેળવી ઊંચા સ્વરે

ભજન ગાતા હતા. એક પછી એક ભજનની હેલી વચ્ચે રસતરબોળ

ભક્તવૃંદ વચ્ચે વિજયસિંહ માથે સાફો મુકીને રેશમી ધોતિયું પહેરી નૃત્ય કરવા લાગ્યો. તેના બેઉં હાથમા કરતાલ હતી. કરતાલનો અવાજ ભજન ગાતા વિજયસિંહના આત્મ અવાજ સાથે એળો ભળી ગયો હતો કે થનગનતો નૃત્ય કરતો વિજય બોડાણાના ચરણ જમીન ઉપર દેખાતા જ ન હતા. નૃત્યની અદ્‌ભૂત ચરમસીમા નિહાળી ભક્તવૃંદ આશ્ચર્ય ગરકાવ થઈ ગયું. મધરાત પસાર થઈ રહી હતી. રાત્રિનો ત્રીજો પ્રહર ચાલી રહ્યો હતો. બ્રહ્મમુહૂર્ત પસાર થઈ રહ્યું હતું. બાજઠની બાજુમાં બેસેલા દંડીનાથે ઊભા થઈ બોડાણાને ભેટી પડ્યા. તે બોલી ઊઠ્યા “બોડાણા આ તારી

શ્રીહરિ ભક્તિ કળયુગમાં અમર રહેશે. હું જાઉં છું.” દંડીઋષિ પુનઃ બાજઠ પાસે દીપકને પ્રણામ કરી બેઠા તો અચરજ થયું - “દીપકની જ્યોત ઊંચે ને ઊંચે ચઢી સ્થિર થઈ ગઈ. બાજુમાં બેસેલા દંડીઋષિએ પદમાસન વાળેલું હતું. તેમનો દેહ આભાથી પ્રકાશિત હતો. અચાનક દીપ બુઝાઈ ગયો. “દંડીઋષિ પાસે બેસેલા અમરસિંગ અને દેવીદાસે ઋષિ તરફ જોયું. તેમનો હાથ પકડી હલાવ્યા, તો ગળગળા અમરસિંગ અને દેવીદાસે

ભીની આંખો કહી રહ્યા હતા - “ઋષિએ સમાધિ લઈ લીધી, જય દંડીનાથ.”

ભજનમાં ઉપસ્થિત ભક્તવૃંદની આંખો ભીની થઈ ગઈ. હીબકાં

લેતી ગોદાવરી અને ગંગાની પાસે બેસેલી પશી અને કરશને પીઠ ઉપર હાથ પ્રસારી સાડલાના છેડે આંસું લુછતાં કહ્યું “ગોદાવરી બુન વિધિના

લેખ તો લખેલા જ હોય, ગંગાની ચંતા ના કરતાં.”

“મું નોધારી બની જઈ” ગોદાવરીએ છૂટ્ટી પોકે રડતાં કહ્યું.

ભજન આટોપાયું. વિજય બોડાણાએ ભીની આંખોને લુછતાં અમરસિંગના

ઈશારે અંતિમ આરતી કરી. પ્રસાદ વહેંચાયો. આખા ગામમાં વાત

પ્રસરી ગઈ. ઊગતા સૂરજના અજવાળે આકાશમાં વેરાયેલી લાલીમાના

પ્રકાશમાં ગળતેશ્વરથી આવેલા મહારાજના હસ્તે રાધાકુંડની પાસે પાલખીયાત્રા કાઢી દંડી ઋષિને સમાધિ આપવાની વિધિ આટોપાઈ. તે સમાધિ ઉપર પ્રગટાવતા દીપને ગામલોકો, સ્ત્રી, યુવાન-યુવતીઓ પુષ્પોની કરવા લાગ્યા. પૂનમની રાત્રિએ સમાધિ પાસે દીપ પ્રગટાવી

ભજન શરૂ થયું. ઢોલક, મંજીરા અને કરતાલના અવાજથી હળવા કંઠે ગંગા ભજન ગાઈ રહી હતી. મધરાત પસાર થવા આવી. ગંગાને આશા હતી કે “બોડાણો હમણાં આવશે, ભજનની ભાવ ચરમસીમામાં નૃત્ય કરશે.” પરંતુ એવું કંઈ જ બન્યું નહિ. મધ્યરાત્રિએ ભજન પૂૂર્ણ થયું.

ભક્તવૃંદ આરતી-પ્રસાદ લઈ પોતપોતાને ઘેર ગયા. ત્રીજા પ્રહર સુધી બોડાણો ઘેર ના આવતાં અમરસીંગ, પશી અને સવિતા તેમજ ફળિયાના

સ્ત્રી, પુરુષો, યુવાનો શોધી રહ્યા હતા. બોડાણો રાધાકુંડની પૂર્વે ઊગેલા કદમવૃક્ષ નીચે મૂૂંગો મૂંગો બેસી રહ્યો હતો. કુંડ તરફ જતાં જ ગંગા બોડાણાની અવસ્થા વિચારતાં અવાક થઈ ગઈ. તે બોલી ઊઠી- “આ શું? તેના ચહેરા ઉપર પ્રકાશની આભા ચોતરફ પારિજાતના પુષ્પોની

વૃષ્ટિ.” આશ્ચર્યમાં ગરકાવ ગંગાએ મંદિર તરફ દોડતાં પહેલાં આર્ત સ્વરે

બોડાણાનો ચરણ સ્પર્શ કરતાં બોલી ઊઠી - “હરિ હરિ.. હે દ્વારકાધીશ

મારું જીવન ધન્ય થઈ ગયું.”

ગોદાવરી અને ગંગાએ બોડાણો જાગ્રત થાય તે સમયની રાહ જોવા લાગ્યાં. જાગૃત થયેલાં બોડાણાને વંદન કરતી ગંગાને બોડાણો કહી રહ્યો હતો- “મારે હરિ દર્શને દ્વારકા જાવું હેં.”

“જરૂર જાહું મારા બોડાણા.” ગંગાએ ભાવમયી વાણીમાં કહ્યું. ગોદાવરી ગંગા અને બોડાણાને ભેટી પડી.

પોષ સુદ ત્રીજનાં લગ્ન લેવાયાં. દેવીદાસે ડંકનાથ મંદિરે રહીને પૂર્વતૈયારીઓ કરવા માંડી. સમગ્ર પરિવાર લગ્નની પૂર્વ તૈયારીઓમાં રચ્યો રહ્યો. ગોદાવરી દિવસોના દિવસો પસાર થયા હોવા છતાં દંડીઋષિના દેહત્યાગના કારમા આઘાતમાંથી ના નીકળી શકી. જેમ જેમ દિવસોના દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ તેની શૂન્યમનસ્ક અવસ્થા વધતી ગઈ. દિવસરાત વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. ગોદાવરીની આ અવસ્થામાં માની કાળજી રાખનારી દીકરીની આંખમાંથી વારેવારે આંસુ વહેવા લાગ્યાં. ગોદાવરીનો દેહક્રુશ થવા લાગ્યો. એક દિવસ વહેલી પરોઢે ગોદાવરી ઊંઘમાંથી ઊભી થઈને બરાડી લાગી- “ઋષિરાજપ” તેના પડખામાં સૂઈ રહેલી ગંગા સફાળી જાગીને તેને પકડવા દોડી પરંતું ગંગાનો પ્રયત્ન વ્યર્થ હતો. ગોદાવરી થોડું દોડીને જમીન પર પટકાઈને તેનો પોકાર અંતિમ હતો. ગોદાવરીનું પ્રાણપંખેરું અગમની શોધમાં ઊડી

ગયું. ગંગા કરુણ આક્રાંદ કરવા લાગી. મંદિરની પરસાળમાં ઊગતા

સૂરજના કિરણોમાં દેવીદાસ અને તેમની પત્ની શારદાએ જોયું તો ગંગા

છૂટી પોકે રડી રહી હતી. તેનું કલ્પાંત ભયાનક હતું. શારદા અને

દેવીદાસે ગોદાવરીના દેહને ઓરડામાં સુવાડ્યો. દેવીદાસ ડંકપુરના ગામ

લોકોને સંદેશ કહેવા ગયા. દેવીદાસનો આત્મા રડી રહ્યો હતો. તેમના કરુણ ચહેરાને જોઈને વહેલી સવારે ફળીમાં ઊઠેલા લોકો સમજી ગયા કે કંઈક બન્યું છે. ગામ આખામાં વાત પ્રસરી ગઈ. સ્ત્રીવર્ગ, પુરુષવર્ગ, યુવતી અને યુવાનો મંદિર પાસે પહોંચી ગયો.

ગોદાવરીના દેહને ઓરડામાં પશી અને શારદા, સમુ અને શાંતાએ સ્નાન કરાવી નવીન વસ્ત્ર ધારણ કરાવ્યાં. તેના કપાળમાં ચંદનની અર્ચના કરવામાં આવી. ધવલ વસ્ત્ર ઓઢાડી ગાયના ગોબરથી

લીંપેલા ચોકમાં ઉત્તર તરફ શીશ રાખી સુવાડવામાં આવી. પાણિયારે દીપ પ્રગટાવવામાં આવ્યો. બહાર શોકમગ્ન વૃધ્ધવર્ગ અને યુવાવર્ગ ચોકમાં નનામી તૈયાર કરી. ગોદાવરીના દેહને બાંધવામાં આવ્યો. બ્રાહ્મણ ફળીયામાંથી આવેલા મંગળદાસ, કરુણાશંકર, ચંદ્રકાન્ત, ઉમાશંકર રેશમી ધોતિયું પહેરી અંતિમક્રિયા કરી. ગોદાવરીની દેહયાત્રાને ગોમતીના ઈશ્વરના આરે અગ્નિદાહ આપવામાં આવ્યો. દંડીઋષિના શોકમાંથી હજુ ડંકપુરને કળ વળી નથી ત્યાં જ ગોદાવરીના દેહાંતમાં ડંકપુર ગરકાવ થઈ ગયું. માગસર સુદ પૂનમે સ્વાગત કરવા મહીસાગરને કાંઠે આવી પહોંચેલા સાધુૃસંતો દંડી ઋષિ, ગંગા ગોદાવરી પ્રત્યેની અનન્ય સેવાનાં

વખાણ કરતા થાકતા ન હતા. દંડીઋષિની સમાધના સમાચાર સાંભળી

ડંકપુરમાં પધારેલા સાધુુ સંતો રાધાકુંડ પાસે દંડીઋષિની સમાધિએ

ભાવભર્યા પ્રણામ કરી કોઈ અદ્‌ભૂત પ્રેરણા મેળવતા હતા.

ડંકપુરે ગોદાવરીના અગ્નિસંસ્કાર પછી દશ દિવસનો શોક પાડ્યો. ગોદાવરીની હિન્દુવિધિ પ્રમાણે ઉત્તરક્રિયા કરવામાં આવી. તેના અસ્થિને સિધ્ધપુર પધરાવા માટે ગંગા અને વિજય ચાલી નીકળ્યાં. સિધ્ધપુરમાં સરસ્વતીના જળમાં અસ્થિ વિસર્જન કરી પીંડદાન કરી. દશ દિવસે વિજય અને ગંગા આવી પહોંચ્યા. સમગ્ર ગામને ભોજન કરાવાયું. બ્રાહ્મણોને દાન કરાવાયું. પક્ષીઓને ચણ નંખાયા, ગાયોને ઘાસ નીરાયું. ધીમે ધીમે ગંગા શોકમુક્ત થઈ રહી હતી. ત્યારે વિજય દંડીઋષિના શોકની સાથે આવી પડેલા બીજા આઘાતને સહન કરી શક્યો ન હતો. તે હંમેશ ગંગાના જ વિચાર કરતો હતો.

ગંગાનું લગ્ન

નિર્ધારિત સમયે લગ્ન પ્રસંગ પૂર્ણ કરવા સમસ્ત ગામ મક્કમ હતું. પોષ માસની ફૂલ ગુલાબી ઠંડીમાં સમગ્ર ગામને યુવાનો સાફ કરી રહ્યા હતા. અંતિમ દિવસોમાં ફળીયામાં, ચોકમાં આંબાનાં પાનનાં તોરણ બાંધી રહ્યાં હતાં. ક્ષત્રિયવાસમાં અમરસીંગને ત્યાં લગ્નની પૂર્વતૈયારી થઈ ચૂકી હતી. બ્રાહ્મણ ફળીયામાં એકઠા થયેલા બધી જ જ્ઞાતિના

જ્ઞાતિજનોએ ગંગાના લગ્નની તૈયારી રૂપે દંડીનાથ આશ્રમમાં કેટલાક બ્રાહ્મણ સ્ત્રી-પુરુષ-યુવાનોએ કાર્ય શરૂ કરવું. લગ્નની પૂર્વતૈયારીઓ તો થઈ ચૂકી હતી.

લગ્નના પાંચ દિવસ પહેલાં ગણેશની સ્થાપના કરવામાં આવી. ગંગાને પીઠી ચોળતાં જ્યોત્સના, સરસ્વતી, ઈન્દુ, રમીલા, લગ્નગીતો ગાતી હતી. વહેલી સવારે વડીઓ મુકતાં હલકા રાગે લગ્ન ગીત ગાતાં

ગાતાં હરખઘેલી બની ગઈ હતી.

“લખજો લખજો પહેલી કંકોતરી હરસિધ્ધિ મા નેપ

બીજી લખજો દંડીઋષિનેપ લખજો કંકોતરી ગોદાવરી મા ને.”

ત્યાં તો વળી ઈન્દુએ હલકા સ્વરે ગીત ઉપાડ્યું- “ગણેશ દુંડાળા રે, મોટી ફાંદવાળા રેપ”

મોડી સાંજે પીઠી ચોળતાં ગામની વહુવારુંઓ ગંગાને પીઠી

ચોળી ગાતી હતી “હળદર મથુરામાં માંગી વેચાય લાડકીને પીઠી ચઢે.”

ભીંતે ચિતરેલા ગણેશ સમક્ષ ઊંચી પાટલીમાં ઘઉં અને ચોખાનાં થાપણ બે બાજઠ ઉપર મુકેલાં હતાં. તે બાજઠ વચ્ચે દીપ પ્રગટાવેલો હતો. તેની સામે જ ઊંચા બાજઠ ઉપર ઊભા પગે બેેસેલી ગંગાના અંગો ઉપર પીઠી ચોળી ચોળીને ગંગાના દેહને ઊજળો કરાઈ રહ્યો. પીઠી ચોળતાં ચોળતાં સરસ્વતીએ ગીત ઊપાડ્યું- “હડદી મથુરામાં માંગી વેચાય, લાડકીને પીઠી ચઢે.”

ત્યાં જ શાંતા ગાઈ રહી હતી- “ગણેશ દુંડાળા રે, મોટી

ફાંદવાળા રે.” ઘરમાં આનંદનું વાતાવરણ રચાઈ ગયું હતું. ઘરને બારણે

ભરત ભરેલાં તોરણની સાથે આસોપાલવનાં તોરણ શોભી રહ્યાં હતાં.

ઘરની ઓસરી, ચોક આસોપાલવના તોરણથી શોભી રહ્યાં હતાં. ઘરની ઓસરી, ચોક આસોપાલવના તોરણથી શોભી રહ્યાં હતાં. ઓસરીની બંન્ને બાજુ ઊભી કરાયેલી થાંભલીએ અજવાળું પાથરતાં ફાનસ લટકી રહ્યાં હતાં. ઓસરીમાં અને ચોકમાં પથરાયેલી મોદમાં વૃધ્ધો, વૃધ્ધ

સ્ત્રીઓ બેસી રહી હતી. સ્ત્રીઓ હળવા રાગે ઓરડામાં ગવાતા ગીતને

ગાઈ રહી હતી. “નદીને કિનારે રાયવર પતંગ ચગાવે” યુવાન સ્ત્રીઓ અને યુવતીઓ ગોળકુંડામાં હાથની તાલી સાથે લગ્નગીત ગાઈ રહી હતી. ઢોલીડો ઢોલ ધીમુ ધીમુ વગાડતો હતો. સમગ્ર ડંકપુરમાં લગ્નગીતનો સ્વર સંભળાઈ રહ્યો હતો. પીઠી ચોળ્યા પછી ગંગાને સહિયરોએ સ્નાન કરાવ્યું. અત્તરને સુગંધીત દ્રવ્યોથી મહેંકતી રૂપાળી ગંગા વધુ રૂપાળી અપ્સરા જેવી દેખાઈ રહી હતી. છૂટાવાળને ધોઈને વાળ ઝટકોળતી ગંગાને સીતા કહી રહી હતી- “ગંગા તું તો હરગની અપસરા સેં અપસરા..” સીતાના શબ્દો સાંભળતી લીલાતો બોલી ઊઠી- “અમારી ગંગાએ, ગંગાના રૂપે ગામને ઊજાળ્યું હેં જાંણ પૂનમનો ચાંદ.”

ટીખળી કરતી સુમિત્રા કહી રહી- “ગંગા એક બસ એકવાર જરા બચીપ” અને તે ખડખડ હસતી સહેલીઓ વચ્ચે ગંગાને ચૂંબન અર્પી ગઈ. ગંગા મરક મરક હસતાં સુમિત્રા અને લક્ષ્મી સામું જોઈ જ રહી. મોડી રાત્રે ગંગાને કમ્મરમાં લીલાએ તેડી લીધી. ગંગાએ સુંદર ચણિયાચોળી પહેર્યા હતાં. રબારી ભરતકામવાળાં વસ્ત્રો ઊજળી ઊજળી ગંગાના દેહ ઉપર વધુ શોભી રહ્યાં હતાં. બીજી ચાર સહિયરોએ ચોકમાંથી જ વસ્ત્રને તેના શીર ઉપર રાખીને લગ્નગીતો ગાતી શેરી ચંપાવા લઈ ગઈ. બ્રાહ્મણવાસમાં કરુણાશંકરને ત્યાં ઉતારીને બધી સહેલી બેસી ગઈ. ઈન્દુભાભીએ ગંગાનાં ઓવારણાં લીધાં. ચીમનીના અજવાળામાં

પણ ગંગાનું રૂપ વાદળમાં છૂપાયેલા ચંદ્રમા જેવું શોભી રહ્યું હતું.

ગંગાને ભાવતાં ભોજન જમાડીને ઈન્દુભાભીએ સ્વાગત કર્યું.

સાથે સાથે સહેલીઓને પણ જમાડી. મોડી રાત્રે ગીતો ગાતી ગાતી સહેલીઓ ગંગાને ઘેર મૂકી આવી. જ્યોત્સના, સરસ્વતી, રમીલા અને શાંતા ત્યાં જ રોકાયા હતાં. મોડી રાત સુધી ગીતો ગવાતાં રહ્યાં. કાનજી પટેલ અને પરસોત્તમ પટેલે ત્યાં જ રોકાવાનું નક્કી કરી કહ્યું- “ઈ તમતમાર બધાં જાવ.. અમે ઐયાં રોકાઈશું.” વહેલી સવારે ઊઠી ગયેલી ગંગાને સાથે સર્વે ઊઠી ગયાં. રમીલાએ ગંગાને કહ્યું પણ ખરું “ગંગા ઊંઘ આઈ ન.”

“હોં રમીલાકાચી ચમ ના આવ.” હસતાં હસતાં રમીલાને ગંગાએ કહ્યું.

ગંગા હસી રહી હતી ત્યારે તેના રંગાયેલા દાંત ચળકી રહ્યા હતા. તેની હડપચી ઉપર કોતરાયેલાં ત્રણ છૂંદણાં અદ્‌ભૂત જણાતાં હતાં. ગંગાના કમખામાં છૂપાયેલા ઉન્નત ઉરજ આકાશમાંથી છૂપાયેલા ચંદ્રમા જેવા જણાતા હતા.

બીજા દિવસે પણ ગંગાને શેરી ચંપાવા સહેલીઓ લઈ ગઈ. કાનજીપટેલ ને ત્યાં સમુકાકીએ ગંગાનું સ્વાગત કર્યું. ભાવતું ભોજન ગંગા અને સહેલીઓને કરાવ્યું. તે સાથે સાથે યોગ્ય ભેટ આપી નવાજી. આજ ક્રમ પાંચ દિવસ સુધી ચાલુ રહ્યો. ત્રીજા દિવસે પરસોત્તમ પટેલને ત્યાં ચોથા દિવસે મંગળદાસ શેઠને ત્યાં અને પાંચમા દિવસે દેવીદાસને

ત્યાં ગંગાની પધરામણી થઈ ભાવતાં ભોજન જમાડવામાં આવ્યાં. યોગ્ય

ભેટ આપીને સ્વાગત કરાયું. શેરીને નાકે તે ગામને ચોરે ઊભા રહેલા

યુવાનો હળવેથી ગંગાના રૂપને અવલોકી રહ્યા હતા. કાનજી પટેલના દેવાએ તો કહ્યું પણ ખરું- “હું ગંગાનું રૂપ હપ ઉર્વશીનો અવતાર હમજો.. ડંકપૂરનો ચંદ્રમા જાણીલો.”

બાજુમાં ઊભા રહેલા કેશવે ગંગાનાં વખાણ કરતાં કહ્યું- “ગંગા.. ગંગા જ જે હિમાલયમાંથી અવતરેલી ગંગોત્રી.. પ્રયાગરાજની ગંગા બની જૈ હ મારા ભૈ.”

ક્યારેક પીળી ચુંદડી, ક્યારેક લીલા ઘાઘરી પોલકા તો વળી ક્યારેક લાલ ઘાઘરી પોલકામાં શોભતી ગંગાના છૂટાવાળ, ક્યારેક ગંગાનો અંબોડો તો ક્યારેક લટકતો ચોટલો. હિલ્લોળા લઈ રહ્યો હતો. સમગ્ર ડંકપૂરની પ્રકૃત્તિનું સ્વરૂપ ગંગામાં સમાઈ ગયું હતું.

ક્ષત્રિય ફળીયામાં વિજય બોડાણાના લગ્નના ત્રણ દિવસ આગળ ગણેશ માંડ્યા. ફળીયાની સ્ત્રીઓ ગણેશ સ્થાપનાના ગીતો ગાવા લાગી. વડીઓ મૂકાઈ, કંકોત્રીઓ લખાઈ, ફળીયાની સ્ત્રીઓ અને પુરુષોએ ગોળથી મોં મીઠું કર્યું. સાંજે જમણવાર થયો. હરિજનોને વાળું અપાયું.

ઘરમાં પૂર્વ દિશાની દીવાલ ઉપર ગણેશજીના દોરાયેલા ચિત્રની સમક્ષ બે બાજઠ ગોઠવાયા. ઘઉં અને ચોખાના લાલ-સફેદ થાપણ પૂરાયાં. ગણેશજીએ દીપ પ્રગટાવ્યો. સાંજના સમયે ફળીયાની વહુવારીને ભેગી થઈને ગણેશજી સમક્ષ ગોઠવાયેલા બાજઠ ઉપર ઊભા પગે ખૂલ્લા શરીરે

માત્ર ધોતિયા ઉપર ગોઠવાયેલા વિજયને સ્ત્રીઓ પીઠી ચોળવા લાગી.

હસતા ચહેરે ટિખળીખોર લખા પરમારની પૂત્રવધુ મિનળે વિજયને

કમરમાં ચૂંટલી ખણતાં કહી રહી- “કેવા નટખટ લાગો છો!” વિજય

ખણાયેલી ચૂંટલીથી સીસકારો બોલાવતો કહી રહ્યો “ભાભી ઝંપોને તમેય સાવ આંમ.”

મિનળે વિજયના ગાલ ઉપર જોર જોરથી પીઠી ચોળતાં હળવેથી બીજી ચૂંટલી ખણી. વિજય મિનળ સામું જોઈને સીસકારો બોલાવતો બેવડો વળી કહી રહ્યો- “ઓ ભાભી જંપોને હખનાં રો”

પીઠી ચોળવા આવેલી બધી સ્ત્રીઓને પશીમાએ ફૂલરનો લાડું અને પાપડ આપી નવાજ્યાં. હસતી હસતી સ્ત્રીઓ ફુલરલાડું અને પાપડ

લઈને વિદાય થઈ.

પ્રતાપ વિજય માટે પશીમાએ મૂકેલા નાહવાના ઉનમળાનું

પાણી કાઢતો હતો. સવારે જ કોદરરાતે વિજયના કેશ કાપ્યા હતા. નવા

મંગાયેલા અસ્ત્રાથી સુંવાળી દાઢી કરી હતી. અમરસીંગે કોદરરાતને બિરદાવતાં નવું ધોતિયું અને ૧૧ રૂપિયા રોકડા આપ્યા હતા. લગ્નના બીજા દિવસ આગળ પીઠી ચોળેલો વિજય ફૂટડો લાગતો હતો. વિજયના ગળામાં સોનાનો દોરો ચમકતો હતો. તો તેના જમણા હાથની પ્રથમ આંગળીમાં હમણાં જ ઘડાયેલી સોનાની વીંટી શોભતી હતી. મોડી સાંજે ગણેશ પૂંજન કરીને વિજયના વરઘોડાની તૈયારીઓ થવા લાગી. ગામના કનું, નવનીત, મોહન, પ્રકાશ અને કેશવ બની ઠનીને આવી પહોંચ્યા હતા. વિજયએ સુગંધીત દ્રવ્યથી સ્નાન કર્યુ. ચોળી ચોળીને નાહીને વિજય

ફૂટડો લાગતો હતો. વડોદરાથી આણેલું ઝીણી વણાટનું ધોતિયું ચીપીચીપીને

પહેરી શરીર ઉપર અંગરખું પહેરી વિજય તૈયાર થવા લાગ્યો. બોચી સુધી

લટકતા વાંકળીયા વાળને ચીપીચીપીને સુગંધીત તેલ નાંખી ઓળી રહ્યા પછી વિજય કમ્મર ઉપર પાંચ શેરવાળો ગુંથેલો ઘુઘરીવાળો કંદોરો પહેર્યો. જમણા હાથમાં સોનાની પોંહચી પહેરી બંન્ને કાનમાં નવી નકોર

મરચી પહેરી ત્યારે રાજાના કુંવર જેવો શોભી રહ્યો. જૂઈ અને ગુલાબનો હાર શોભી રહ્યો. હાથમાં ખૂંપ અને નાળિયેર હતું. તે થનગનતા ઘોડા પાસે ગણેશને પગે લાગી બહાર નીકળતો હતો તો તેની પાછળ તેની બહેન સવિતા લોટીમાં મીઠાની મોટી કાંકરી નાંખી રેશમી કપડાથી બાંધીને ખખડાવતી હતી. તેની પાછળ થાળીમાં સળગતા દીપક ઉપર પીત્તળની ચારણી ઢાંકી પશીમા માથે માંડ મૂકી ને હાથમાં થાળીમાં સળગતો દીપક લઈને ચાલવા લાગ્યાં. ચોકમાં થનગનતા ઘોડાથી થોડે દૂર શરણાઈ, ત્રાસક, ઢોલીએ ત્રિતાલ ઢોલ વગાડી દેકારો મચવી મૂક્યો. તો તેની સાથે ભવાનમીરે શરણાઈના તીણા શૂર રેલાવાના શરૂ કર્યાં. વિજય સફેદ ઘોડા ઉપર સવાર થયો ત્યારે તેની પાતળી મૂછો નીચે દબાતા હોઠ તેની અડગતા વ્યક્ત કરતા હતા. અમરસીંગે ગૌરવ અનુભવ્યું. પશીને ઈશારો કર્યો. પશી હસી. વિજયની આસપાસ ઊભા રહેલા મિત્રો વારેવારે વિજય તરફ જોઈને હાસ્ય રેલાવતા હતા. પશીમા તરફ દૃષ્ટિ કરી સ્મિત વેરતો વિજય બોલ્યો- “મા..”

પશીમાએ હળવું સ્મિત વ્યક્ત કર્યું. ફળીયા અને ગામની

સ્ત્રીઓ નવીન વસ્ત્રો પહેરી લગ્નગીતો ગાતી ચાલતી હતી. તો સવિતાની

સાથે સાથે તેની બહેનપણીઓ પણ ચાલતી હતી. એક બીજાની ટીખળી કરતી બહેનપણીઓ વારેવારે હાસ્ય રેલાવતી હતી. પુરુષવર્ગ વરઘોડાની આગળ ચાલતો હતો. ગામચોકમાં આવી ગામના ઉમિયાશંકર સેવકે શના રાતની પાસે જઈને “રુડો” ગાવાનું શરૂ કર્યું -

“શેરડી કાપતાં આંગળી કપાણી પાસે બેઠાં દ્રોપદી બહેનીપરૂડો.. સાડી ફાડીને પાટો રે બાંધ્યો

તાંતણે બંધાણા કૃષ્ણમોરારીપરૂડો..”

“રુડો” શબ્દ શના રાતે મોટેથી બોલીને વાતાવરણને અદ્‌ભૂત બનાવતાં સડગતી મશાલમાં દિવેલ રેડાતાં મશાલ વધુ પ્રજ્વલીત બની ગઈ. સમગ્ર ચોકમાં મશાલનો પ્રકાશ પથરાઈ ગયો. મધ્યરાત્રિ થવા આવી હતી. વરઘોડો અમરસીંગને આંગણે આવ્યો. વિજય ઘોડા ઉપરથી નીચે ઉર્ત્યો. માએ ઓવારણાં લીધાં. ભીંતને અડીને ગોઠવેલા રૂવેલ ગોદડા ઉપર રંગીન ડીઝાઈનવાળી ચાદરમાં વરરાજાને બેસાડવામાં આવ્યા. તેમની પીઠ પાછળ સાંકળચંદ શેઠને ત્યાંથી લાવેલા તકિયાને મૂકવામાં આવ્યો. શનારાતે હાજર સ્ત્રીઓ, પુરુષો, યુવાનો અને યુવતીઓને પતાસાં વહેંચ્યાં. પશીમા નીકટના સગા અને ગામના વડીલોને હસતે ચહેરે વિદાય આપવા લાગ્યા. વરઘોડામાં લગ્નગીત ગાતી વહુવારુઓને પાનનાં બીડાં અને એક એક ટકો આપવા લાગ્યાં. પશીમાનો હસતો

ચહેરો જોઈને વિજય અને અમરસીંગ ખુશ થયા. અમરસીંગ વિજયને

હસતાં કહ્યું- “જોયું, તારી મા કેટલી ખુશ છે.” “ખુશ જ હોય ને” સવિતાએ હળવેથી ગૌરવપૂર્વક કહ્યું.

ઓસરીમાં પાથરેલી મોદમાં ગામના વયોવૃદ્ધ દેવીદાસ પટેલ,

મોહન પટેલ, કાનજી પટેલ, શનો કુંભાર, અલ્લારખ ઘાંચી, ક્યારેક આવતા સાંકળચંદ શેઠ, મંગળદાસ શેઠ, કરુણાશંકર, ચંદ્રકાન્ત સેવક, ઉમિયાશંકર સેવક ને કોદર રાત ખભાનો ખેશ ઉનારી, ખુલ્લો કરી પવન નાંખતા હતા. પરસોત્તમે હસતાં હસતાં કહ્યું- “ભૈ અવસર રૂડો હેં હાં.” “હાં હાં મું જાણુ હું” કોદરરાતે મર્માળ હસતાં કહ્યું. વારેવારે

કોદરરાતે પવન નાંખી રહ્યો હતો. સાંકળચંદે ખિસ્સામાંથી ટકો કાઢીને રાતને આપ્યો. બીજા ઉપસ્થિત વૃધ્ધો-વડીલોએ એક એક પાઈ રાતને આપી.

અમરસીંગ ઘેરથી બધા વાતો કરતા કરતા વિખરાયા ત્યારે શંકર, ગોવિંદને કહી રહ્યો હતો “ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ હી ભયા અમરસીંગ ગરીબ હી પણ મું ક દીલનો અમીર હી”

“હાવ હાવ હોનાની વાત કરી બૌ વરહે હાચુ બોલ્યો મારા

ભૈ.” ગોવિંદે શંકરની પીઠ થાબડતાં કહ્યું.

બીજા દિવસે સવારે બોડાણા ફળીયામાં બધા વહેલા ઊઠી નાહી-ધોઈ પરવારી ગયા હતા. નવા કપડાંમાં શોભતા અમરસીંગના પરિવારજનો ખુશ હતા. વિજય તો સૌથી વહેલો ઊઠી કપડાં પહેરી

સજ્જ થઈ ગયો હતો. આગલી સાંજે પશીમાએ કહ્યું હતું- “હાંભરો શો,

ગોરસ લગન હીં પાસું વેંલા ઊઠજો બધા.”

“હા હા હાંભર્યુ કાંય કેંવાનું નાં હોય” અમરસીંગ સૂતાં પહેલાં

પશીમાને હસતાં હસતાં કહ્યું.

સવારની જાન લઈ જવાની તૈયારી થઈ ગઈ હતી. આખા ગામના યુવાનો-યુવતીઓ, સ્ત્રી-પુરુષવર્ગ જાનમાં જવાની તૈયારી કરી બનીઠનીને ફરતા હતા. ખેતરમાં એકાદ હાકો-ડોકો કરી આવતા હતા. ઢોરને ઘાસ નીરીને પાણી પીવડાવી બપોરના નિરાંતનો દમ લેતા આમ- તેમ આંટા મારતા હતા. યુવાનો ટોળટપ્પા મારતા વિજયને ઘેરીને વાતો કરતા હતા. તો વળી ગામની યુવતીઓનું ટોળું હસી મજાક કરતું એક બીજાને ઘેર ઓટલીઓ ઉપર બેસી વાતો કરતું હતું. બપોરની વેળાએ જાન નીકળી ત્યારે આખુ હિલ્લોળે ચઢ્યું હતું. વહુવારુંઓ, યુવતીઓ, યુવાનો અને વડીલવર્ગ જાનમાં જવા નીકળ્યો. ગામમાં બે-પાંચ વૃધ્ધ સ્ત્રી-પુરુષ રહ્યાં. કામ તો કંઈ ન હતું પણ મોડી સાંજે એકબીજાનાં ઢોરને પાણી પાવું-ઘાસ નીરવં મહત્ત્વનું હતું. તેઓ સમજતાં હતાં કે “કોઈ ઢોરને ભૂખ્યાં તો ઠીક પણ તરસ્યાં તો ના જ રખાયને.”

ડંકનાથ મંદિરે માંડવામાં જાન આવી ત્યારે વર ઉઘલાવાની તૈયારી થઈ. જાનૈયાઓને ગોળનું પાણી કસુંબા પીવડાવ્યા. મંદિરથી થોડે દૂર વિશાળ પાંચ લીંબડાની હારમાળામાં જાન ઉતારો અપાયો. વરને

તોરણે લાવામાં આવ્યો. ઈન્દુબાએ કન્યા કાપડી ઘસી કાઢી. યુવાનોમાં

ચળભળાટ થઈ ગઈ. વરરાજા બાજઠની પાસે ઊસળ-મુશળ ફેરવી

ઊભી રહેલી ઈન્દુબા સામે હસીને અડદના ચિતરેલા નાગ પાસે મૂકેલી નાડાસડી બાંધી મૂકેલી બે કુલડી ઉપર જમણો પગ મૂકી કન્યાને માંડવે આવી. બાજઠ ઉપર બેસી ગયા. વિજયના મિત્રો વિજયની પાછળ ગોઠવાયા. તો વળી લુણારી સવિતા હસતી હસતી લૂણ ખખડાવતી વિજયની ખૂબ નજીક પાછળ બેસીને લૂણ ખખડાવતી સાથે વિંજાણો નાંખતી હતી. વરપક્ષની યુવતીઓમાં સીતા, પીળી ઘાઘરી, ચોલી અને

લીલી ઓઢણી પહેરી હતી. લીલાએ લાલ ઘાઘરી, ચોળી અને લીલી ઓઢણી પહેરી હતી. લક્ષ્મી, પોપટી ઘાઘરી, ચોલી અને પીળી ઓઢણી પહેરી હતી. સાંકળચંદની કલ્પના પીળા રંગના રબારી ભરતની ચણીયાચોળીમાં શોભતી હતી. કપીલા અને વિદ્યાએ ચણિયાચોળી અને ઓઢણી પીળા રંગની પહેરી હતી. કાવેરી અને સુમિત્રાએ તો ઘાઘરી- કબજો અને ઓઢણીઓ લીલા રંગની પહેરી હતી. બુટ્ટાવાળી ઓઢણીઓ

લહેરાઈ રહી હતી. ખૂંપમાં આછો આછો દેખાતો વરરાજા જુઈ અને ગુલાબના ફૂલોની શેરમાંથી સુંદર લાગતો હતો. ઉમિયાશંકર કન્યાપક્ષ તરફથી વરની પૂંજા કરવા કરુણાશંકર અને ઈન્દુને બોલાવ્યા. પૂંજાવિધિ શરૂ થઈ. અંતરપટ રાખીને મંગલાષ્ટ બોલવાના શરૂ કર્યા. “કન્યા પધરાવો સાવધાન” શબ્દોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. દેવીદાસે કન્યાને

લઈને આવ્યા. પોપટી રંગના બુટ્ટા ભરેલા ગરચોળામાં ગંગા અદ્‌ભૂત

લાગતી હતી. તેના ગળામાં કિડિયા શેર શોભતી હતી. નાકમાં નથણી

અને હાથમાં હાથી દાંતની સોને મઢેલી ચૂડી શોભતી હતી. વારેવારે

ખણખણતી લીલી, પીળી, પોપટી, લાલ કાચની બંગડીઓ વાતાવરણને રોમાંચક બનાવતી હતી. સામે જ લીંબડા નીચે બાંધેલો ઘોડો થનગની રહ્યો હતો. તો બપોર પછીના ચોથા પ્રહરના તડકામાં રેશમી કપડામાં બુટ્ટા ભરીને બનાવેલો લાલ, પીળા રંગના માફો શોભી રહ્યો હતો. કન્યાને પધરાવામાં આવી. અંતરપટ્ટ દૂર થયું. કન્યાએ વરને હાર પહેરાવ્યો. તેણે વરને ચરણસ્પર્શ કર્યો. વરરાજાએ કન્યાને હાર પહેરાવ્યો. તેણે વરને ચરણસ્પર્શ કર્યો. વરરાજાએ કન્યાને હાર પહેરાવ્યો. અન્યોન્યના ચહેરા ઉપર હોઠ ઉપર મૃદુહાસ્યની રેખા ખેંચાઈ ગઈ. વરના ખેસ સાથે કન્યાનો પાલવ બાંધવામાં આવ્યો. વરના જમણા હાથમાં કંકુનો ચાંદલો કરી નાગરવેલનું પાન મૂકી કન્યાનો હાથ મૂકવામાં આવ્યો. ગોર મહારાજે બંન્નેના જોડાયેલા હાથને વરરાજાનો ખેસ વિંટાળી દીધો. મંગલ ફેરા ફેરવવાની વિધિ શરૂ થઈ કન્યાના ભાઈ તરીકે વાંસના સૂપડામાંથી તલ

લઈને કન્યાના હાથમાં દેવાએ મૂક્યો. પહેલો મંગળ ફેરો ફેરવાયો. કન્યાને કાપડનું દાન અપાયું. બીજો મંગળફેરો ફેરવાયો. સોનાનું દાન અપાયું. ત્રીજો મંગળફેરો ફેરવાયો ગાયનું દાન અપાયું અને ચોથા

મંગળફેરાએ કન્યાનું દાન અપાયું. અગ્નિની સાક્ષીએ ફરેલા મંગળફેરા બાદ વરકન્યાએ આસનગ્રહણ કર્યુ. અન્યોન્યએ મીઠાઈ ખવડાવી. વરપક્ષ તરફથી કન્યાનું દહેજ ભરવામાં આવ્યું. ચાંલ્લાની વિધિ શરૂ થઈ.

ઉપસ્થિત સર્વેને મીઠાઈ ખવડાવામાં આવી. ગોરજનો સમય પૂર્ણ થવા

આવ્યો હતો. ઉમરેઠથી આવેલા જયશંકર અને દયાશંકર પુરોહિતે સ્વાદિષ્ટ

રસોઈ દાળ, ભાત, લાડુ, શાક બનાવ્યાં હતાં. જાનૈયા અને અન્યને જમાડવામાં આવ્યાં. ગંગા ઈન્દુમા, શાંતા, સૂર્યાને ભેટી પડીને ખુલ્લા

મનથી રડી પડી. ગામની સહિયરો ભેટી ભેટીને રડવા લાગી. લગ્નમંડપમાં શરણાઈ સરવો સૂર રેલાવતી હતી. બારણે ગંગા અને વિજયે કંકુના થાપા માર્યા. સ્નેહિઓને પગે લાગી વિવિધ ભેટ સ્વીકારી. ડંકનાથ

મંદિરમાં દર્શન કરવા ગયેલાં વર-કન્યાની આંખો ભીની થઈ ગઈ. ગંગા દોહડા સ્વરે બોલી ઊઠી- “દાદા! મારા પ્રણામ સ્વીકારો. હું જાઉં છું.” વિજયની પણ આંખો ભીની થઈ ગઈ. વિજય ગંગાના ખભે

હાથ મૂકતો કહી રહ્યો, “ગંગા હું છું ને લગ્નમંડપમાં ત્રણ ફેરા હું આગળ હતો. ચોથા ફેરામાં તું આગળ હતી. હવે લગ્ન પછી તુ કહીશ તેમ હું કરીશ. તારી આજ્ઞા વિના એક ડગલું પણ નહિં ભરું, દાદા છે ને.”

ગંગા અનિમેષ વિજયને જોઈ જ રહી. વિજય બોલ્યો- “હા, ગંગા તેમ જ થશે!”

વે’લમાં ગંગાને વિદાઈ અપાઈ. રામણદીવો વેલની પાછળ

લગાવેલા ખીલે લટકાવામાં આવ્યો. વિદાય લેતી ગંગા સહિયરો, સ્ત્રીઓ, ઈન્દુબા અને સૂર્યાને જોઈ ડુમો ના રોકી શકી. તેણે સાડીનો પાલવ હોઠ ઉપર દબાવી દીધો. તેની આંખોમાં ગંગા-ગોદાવરી ઊભરાઈ રહ્યા હતાં. વેલડા આગળ સફેદ ઘોડા ઉપર સવાર વિજય બેઠો હતો. ઘોડો ધીમે ધીમે ચાલતો હતો. ગંગાને લઈને વેલડું તેની પાછળ ધીમે ધીમે ચાલતું હતું.

અમરસીંગના વર્ષોથી જીવનસાથી બનેલા બે બળદ શ્રીકંઠ અને સામેશ

શીંગડાં હલાવતા ચાલતા હતા. તેમના ગળામાં શોભતા પીત્તળના ઘુંઘરા વાગતા હતા. બંન્ને બળદ ઉપર શોભતી ભરત ભરેલી શોભતી હતી. રાત પડતાં ધીમે ધીમે અંધકાર જામતો હતો. ઘરના આંગણે ટોડલામાં સળગતા દીવડા ટમટમી રહ્યા હતા. આછા પ્રકાશમાં અમરસીંગને આંગણે આવી પહોંચેલા જાનૈયા પોતપોતાને ઘેર વિદાય થયા. સ્ત્રીઓનું ગાવાનું ચાલું હતું. “અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભલા”, “ગંગા કે દા’ડાની પરણું પરણું કરતી’તી.”, “પશી ઘડો પાણીનો ભરી લાવ તરસી મરીએ છીએ” સવિતાએ સ્ત્રીઓને, સહિયરોને પાણી પીવડાવ્યાં. ઘોડા ઉપરથી ઉતરેલો વિજય અને માફામાંથી આવેલી ગંગા આંગણામાં સાથે ઊભાં રહ્યાં. પશીમા તાંબાનો પાણીનો લોટો ભરી લાવીને સાડીનો છેડો લોટા ઉપર ઢાંકી વરકન્યાનાં ઓવારણાં લીધાં. બારણામાં પ્રવેશતાં વિજય- ગંગાનું બારણું રોકતાં સવિતા બોલી ઊઠી- “હવે મારો વારો.”

વિજય-ગંગા ખડખડાટ હસી પડ્યાં - “લે આ તારી ભેટ.”

વિજયે સવિતાને બહેન તરીકેનું દાફુ આપી દીધું. ગંગાએ પણ નણંદબાને ભેટ આપી. બાજુમાં મરક મરક હસતી સીતા બોલી ઊઠી- “જો જે હાં સવિતા પાછી ગંગાને નણંદબા થૈને દબડાવતી નૈ.”

સવિતા ખડખડાટ હસી પડી. મોડી રાતે ગણપતિ આગળ દીપ કરી. ગંગા-વિજયને પગે લગાડવામાં આવ્યા. થાળીમાં કંકુવાળા પાણીમાં

દોકડો નાંખી પૈસા રમાડવા આવ્યાં. બંન્ને દોકડો શોધતા રહ્યા. ગંગાના

હાથમાં દોકડો આવ્યો. સીતા બોલી ઊઠી- “વિજય ગંગાનું રાજ ચાલવાનું

તારું નહિ.”

વિજય મરક મરક હસી ઊઠ્યો. પશીમા, સમુ, રમીલા, બચી, કલી, મંગુ અને શારદા ગીતો ગાતાં ગાતાં ખીલખીલાટ હસી પડ્યાં. બચી બોલી ઊઠી- “એવું જ હોય ખરેખર તો સ્ત્રીઓનું રાજ હોય.”

રમીલા તો મોટેથી બોલી ઊઠી- “ભાયડા તો નામના જ રાજ કરે તેમ દેખાડવાનું” શાંતા, માયા અને સમુકાકી એકબીજાને તાલીઓ આપી હસતાં હતાં. સ્ત્રીઓનો હસવાનો અવાજ અને તાળીઓનો અવાજ બહાર પુરુષવર્ગ સાંભળી રહ્યો હતો. ગૃહપ્રવેશ પછી ગામ બહાર વરખડાને વૃક્ષનીચે બનેલી હરસિધ્ધિ ભવાનીની દેરીએ વર-કન્યાને પગે

લાગવા લઈ જવામાં આવ્યાં. હરસિધ્ધિમાનો દીપ પ્રગટાવી. પગે લાગ્યા બાદ વર કન્યાના છેડા છોડવામાં આવ્યા. ગામના યુવાનો સાથે વિજય

ઘેર આવ્યો. રસ્તામાં દેવો, કેશવ, પ્રતાપને કહેતા હતા- “જોયું ને ગંગા કેવી નસીબદાર ગામમાં પિયરને ગામમાં સાસરું.”

પ્રતાપ હસતાં હસતાં કહેતો હતો “હં વિજય તારે તો ફાયદો જ

ફાયદો. સવારે સાસરીમાં ખાવું અને સાંજે ઘેર.”

વિજયને તાળી આપતો પ્રતાપ, દેવો, જ્યંતી હસી પડ્યા. કનું તો બોલી ઊઠ્યો- “વિજય ગંગાને એંહ જેવા રોટલા આવડહેં”

“એં તું હું કામ ચંતા કરશ લ્યા ખડ્યા.” અમથાએ તડાક દઈને

જવાબ આપ્યો.

“ની આવડ તો પશીમા હ ન હીખવાડશે” દેવો દૂરથી વાત

હાંભરી બોલી ઊઠ્યો. બધા ખડખડાટ હસતા ઘેર આવી પહોંચ્યા.

સવિતા, લક્ષ્મી, મણી અને તાપી, ગંગાને વાણિયાવાડમાં પહોંચ્યાં. હળવે હળવે ચાલતી ગંગાને જોઈને લક્ષ્મી બોલી ઊઠી- “અલી, કાલ અતારે થેકડા ભરીને હેંડતી’તી અન્‌ એટલામાં ધેમી ધેમી ચમ હેંડસ્‌” બધી સહિયરો હસી પડી.

ગંગાને તાળી આપતી સીતા કહી રહી- “જો ગંગા બોડાણા

ફળીમાં જાઉં તો હાહરી અને આંણી ગમ આવ તો પિયર હમજી.”

મંગળદાસ શેઠના ઘર પાસે ઊભી રહી ઓટલા ચઢ્યા વિના

સવિતાએ બુમ મારી “કપીલા!પ”

“એ હાં આવી” કપીલાએ બારણું ખોલ્યું. ચીમનીના અજવાળે બધાંને હસતાં હસતાં આવકારતાં કહી રહી- “બંગડીઓ કાઢું હાં.. ચેવી કાઢી કાંચની, લાલ, પીળી, લીલી.”

“એવી જ કાઢ જરા હરખી કાડ જે, પાસી આંણીયા વિદ્યા નાં કરતી” સવિતાએ હળવેથી કહ્યું.

ગંગાને બેસવા ખાટલી ઢાળી ગંગા બેસી બીજી સહિયર ઊભી રહી. પતરાની પેટી કોઠી ઉપરથી નીચે ઉતારી કપીલાએ કાચની વિવિધ બંગડીઓ બતાવી. લક્ષ્મી, મણીને, તાપી બંગડીઓનાં બોક્સ ખોલી

ખોલી જોવા લાગ્યાં અને નીચે મૂકવા લાગ્યાં.

“અલી એ તાર લેવાની સ તે આંમ જોવા બેસી જૈ સ્યો”

કપીલાએ હસતાં હસતાં કહ્યું.

સીતા બોલી ઊઠી- “અજી પૈણવાનું ચાં ઠેકાણું સ. આ મણી તો આંઢી મરી જવાનીશ. મોટો ફાતડો થૈ જૈહ. ઓસું ખાપ ઓસું ખા.” ગંગા સાથે બધી જ બહેનપણીઓ હસવા લાગી. હાસ્યના

ફુવારથી તરબોળ થઈ ગયેલા ઓરડામાં કપીલા બોલી ઊઠી- “ગંગા તું જ ગમાડ ન એટલ પત્યું.”

“ગમાડ્યું જ હન્‌, અમણ રાતી ખબર” લક્ષ્મી ગંગાને ધબ્બો

મારતાં બોલી ઊઠી.

પરણ્યાની પહેલી રાત

બહેનપણીઓ હસતી ટીખળી કરતી ગંગાને સીતાને ઘરની ઓસરી સુધી મૂકી ગઈ. ઘરમાં ગોદડી પાથરીને નવીનકોર રંગીન ચાદર પાથરી ગંગાને પૂર્વની ભીંતને ટેકે બેસાડવામાં આવી. સીતા ગંગા સાથે બેસી રહી. મલકાતા ચહેરે સવિતા ઓસરીમાંથી આવી. અંદરના ઓરડામાં બંન્નેના ઢોલિયા પાથરવામાં આવ્યા. રૂવેલ ગોદડું પથરાયું. રંગબેરંગી ચાદર પથરાઈ. બારણા પાસેના ગોખમાં કોડીયામાં દીપ પ્રગટાવવામાં આવ્યો. સવિતાએ ગંગાને બૂમ મારી “ભાભી.. માંય આવો!” ગંગા નીચે નજરે હોઠ પ્રસારતી ઓરડામાં ગઈ. સવિતાએ બારણું આડુ કર્યુ. સીતા સવિતા બહાર નીકળીને ઓસરીએ આવ્યાં. ચોકમાં પ્રતાપ સાથે વાતો કરતા વિજયને અડકીને સીતા નીકળતાં અડપલું કરી ગઈ. સીતાને જતી જોઈને પ્રતાપ ધીમેથી ઊભો થઈને કહેત હતો- “મું હવારે મલીહ.”

સવિતાએ ખાટલી ઊભી કરી. વિજય અંધારામાં ધીમે ધીમે

ઘરમાં ઓરડામાં ગયો. સવિતાએ બારણું બંધ કરી સાંકળ ભીડી દીધી.

અંદરના ઓરડામાં સળગતા કોડિયાનો પ્રકાશ ઓરડાના આડા કરેલા બારણાની તિરાડોમાંથી આવતો હતો. વિજયે હળવેથી બારણું ખોલ્યું. ગંગા ઘુંઘટમાં ચહેરો છુપાવી રૂવેલ ગોદડું પાથરી ચાદર પાથરી વચ્ચે થોડાં ફૂલો ગોઠવેલ ખાટલાની પાંગથ બાજુ ઊભડક બેસી હતી. ગંગાના બે હાથમાં ઢીંચણ ભીડાયેલા હતા. હળવેથી બારણું બંધ કરી, સાંકળ

ભીડતાં વિજયની દૃષ્ટિ ગંગા પ્રત્યે પડતાં આંખોમાં આંખો મળી ગઈ. તારા મૈત્રક રચાઈ ગયું. બાળપણથી વર્ષોથી જોયેલી ગંગા આજ અદ્‌ભૂત સ્વર્ગની પરી જેવી જણાઈ રહી. વિજયની જીભ બંન્ને હોઠ ઉપર પ્રસરી ગઈ. તેના બંન્ને હોઠ દબાતાં એક બચકારાનો અવાજ ઓરડામાં ફેલાઈ ગયો. હોઠોમાં હસતી ગંગા, વિજયની માદક આંખો નિહાળીને ખીલખીલાટ હસી ગઈ. વિજયે કોડિયાના દીપકને ફૂંક મારી બુજવી નાંખ્યો. અંધકારમાં વિજયે ગંગાને બાહુપાસમાં ભીંસીને ચુંબનોની વૃષ્ટિથી તરબોળ કરી દીધી. ધીમે ધીમે વાતાવરણમાં ગર્મ ગર્મ શ્વાસ ફેલાઈ ગયા. એક પછી એક સીસકાર ફેલાઈ ગયો. પાછલા બારણાની તિરાડમાંથી આવતી પવનની લહેરખીએ વિજયના વસ્ત્રોના અત્તરનો ઓરડામાં પ્રસારવી દીધું. રાત્રિનો સમય પસાર થયો. વિજયનું શરીર ગર્મ હતું. હોઠ હરિ હરિ બોલતા હતા. તૃતીય પ્રહરમાં હરિ શબ્દ સંભળાતો હતો. ચતુર્થ પ્રહરમાં હરિ જાપ ઊંડો થતો જ રહ્યો. વહેલી સવારે ગંગા જાગી તો વિજયના હોઠ

હરિ હરિ રટતા હતા. તે તો પક્ષીઓના કલરવે, ગાય-ભેંસ, બળદના

ભાંભરવાના અવાજથી ગંગા જાગી ગઈ હતી. સવિતાએ બારણે સાંકળ

ખોલીને ખખડાવી. ગંગા અંદરના ઓરડાનું બારણું ખોલી વસ્ત્રો વ્યવસ્થિત કરી ગંગા પહેલા ઓરડાનું બારણું ખોલી મંદમંદ હસતી શરમાઈ ગઈ સામે સવિતા હતી. સાડીના ઘુંઘટમાં ચહેરો છુપાવી દીધો. પીઠ ફેરવી ઓસરીમાં આવી ગઈ. ગંગાને હળવેથી સવિતા કહી રહી હતી. “ભાભી

મઝા આવીને” ગંગા હળવેથી શરમાતી બોલી રહી- “જાવ ને હવે” સવિતાએ ગંગાની નજીક આવી ગંગાની કમરમાં ચુંટલી ખણી. ગંગાએ સીસકારો બોલાવ્યો, “અવ બૌઉ થયું”

ઓરડામાં સૂઈ રહેલા વિજયની પાસે દાતણ કરી ચહેરો સાફ કરી પહોંચી ત્યારે વિજયને કોઈના જુએ તેમ એક તિવ્ર ચુંબન ગંગાએ કર્યુ. વિજય ઊંઘમાં બોલી ઊઠ્યો- “ગંગા..ઊ..હ..”

વિજયે આંખ ખોલી ગંગાનો હાથ પકડી ખેંચીને બાહુમાં ભીડાવતાં તેના હોઠ ઉપર તીવ્ર ચુંબન કર્યુ. ગંગા બોલી ઊઠી- “જાવને કોઈ ભાળી જાહેં.”

ગંગા ઝટપટ ઓરડો છોડીને પાછળના વાડામાં પહોંચી ગઈ. સવારે સ્નાન કરી. પહેલા ઓરડામાં આવેલ દેવ ગોખમાં વિજય

દીપ પ્રગટાવતો હતો. ત્યારે તેની પાસે દૂધનો ગ્લાસ લઈ ઊભી રહેલી ગંગા જોઈ રહી હતી કે વિજય દીપ પ્રગટાવી વંદન કહી “શ્રીહરિ શ્રીહરિ

શ્રીહરિ” બોલતો હતો. ધીમે ધીમે તે ઉચ્ચાર હૃદયમાંથી આવતો હોય

તેવો સાંભળવા લાગ્યો. ગંગા વિચારી રહી. આ અવાજ તો રાત્રે વિજય

સૂતો હતો ત્યારે આવો જ અવાજ આવતો હતો. શરદપૂનમે ગળતેશ્વરના

ખૂલ્લા મેદાનમાંથી રાસ રમી ગંગા લીંબડા વૃક્ષ નીચે ઊભી હતી ત્યારે પીહો વગાડતો વિજય આવતો હતો ત્યારે પણ પીહાના સૂર હરિ હરિ હરિ શબ્દ રેલાવતો હતો. દાદા દંડીઋષિને સમાધિ આપી બધાની નજર ચૂકવી દૂર દૂર પલાસવનમાં એક વૃક્ષ નીચે સૂનમુન બેસી રહેલા વિજયનો શ્વાસમાં પણ ઘૂંટાઈને આ જ શબ્દ નીકળતા હતા.

ગંગા દ્રવી ઊઠી. તે ઘણો સમય દૂધનો ગ્લાસ પકડી ઊભી રહી. વિજય એ આંતર અવસ્થામાંથી બહાર આવ્યો ત્યારે ગંગા હળવેથી કહી રહી. “તમે રાત્રે ઊંઘમાં પણ હરિ હરિ બોલતા હતા. દાદાને સમાધિ આલી તાણેં આગળ ઝાડ નેંચે એકલા બેંહી રહ્યા અતા તાણ તમારા સવાસ હરિ હરિ શબ્દ હંભરાતો હતો. શરદપૂનમની રાતે એલા લીંબડાના ઝાડ નેંચે ઊભા રહ્યા તાણેં તમે પીહો વગાડતા આવતા અતા તાણેં પીહાના સૂૂરમાં હરિ હરિ શબ્દ હંભરાતો અતો.”

વિજય એક પરલૌકિક દૃષ્ટિથી ગંગાને નીહાળતો કહી રહ્યો- “ગંગા! ઈમાં તું ચેંમ વ્યાકુળ થાય હેં. તારું અંતર ઓગરી જાય તેવું હરિનું નામ ઈ જ હરિ મલ્યાની વેળા હીં”

“તમન ગમ ઈ તમ તમારી કરો મન હું વાંધો હ” ગંગા હસતાં

ચહેરે કહી રહી હતી.

સવારે ખેતર તરફ બે બળદ લઈને વિજય જતો હતો ત્યારે

સામે પ્રતાપ મળતાં વિજયે બળદોની રાસ ખેંચી ઊભો રહ્યો. હસતાં

હસતાં પ્રતાપ કહી રહ્યો હતો “ચમનું હ”

“હારુ હારુ મારા ભૈ તું ચાં જૈ આયો” વિજયે હસતાં હસતાં જવાબ આપ્યો.

સવિતા સાથે રાધાકુંડે પાણી ભરવા જતી ગંગાને લક્ષ્મી અને

મણીનો સંગાથ થઈ ગયો.

મણીએ ટીખળ કરતાં કહ્યું “પેલુ પેલુ વહમું લાગ પણ રાગ પડી જહેં” મણી હસી પડી. લક્ષ્મીને ઈશારો કરતાં લક્ષ્મી પણ મરક મરક હસતાં હળવેથી કહેતી હતી “હેંડ તો એવી ન એળી રૈ કાંક હ”

સવિતા લક્ષ્મીની વાત સરવા કાને સાંભળતાં હળવેથી આગળ જતી ગંગાનું છેટું પડ્યું ત્યારે કહી રહી “લખમી! હવારે તો મન ભાળી ન મોં હંતાડી રૈ તી”

મણી સવિતાને કાનમાં કહી રહી હતી “હાંભર હા હ મલહેં

તાણ નરમ પડ હેં.. પેલો દા’ડો હ.”

રાધાકુંડે ઘડાને દોરડું બાંધી કુંડમાં ઊતારતાં ગંગા લક્ષ્મીને કહેતી હતી “લખમી! તું બંગડી પેંરવા જ્યાં તાણ કે’તી’તી એવું થ્યું” ગંગા હસી પડી.

“હું થ્યું” લક્ષ્મીએ ઠાવકા થઈને વાત સાંભળવા પ્રયાસ કર્યો. “થયું એવુંપ” ગંગા મૌન રહી વાતનો દોર પકડતાં લક્ષ્મી

બોલી- “હું થ્યું બોલન્‌”

પાણીમાં ઘડો ડૂબાડતાં દ્‌ડ..દ્‌..ડપદ્‌પડ.. અવાજ આવી રહ્યો

હતો. દોરડાને ખેંચતાં ગંગા મૌન રહી દોરડું ખેંચતી રહી. ખેંચતી રહી.

આકળવિકળ થઈ ગયેલી લક્ષ્મીથી મૌન સહન ના થયું તે બોલી ઊઠી- “હું થિયું મારી બૈ”

“હું થવાનું બધાન થાય ઈ.. ઈ..” ગંગા વેધક નજરે લક્ષ્મીને તાકતી રહી. લક્ષ્મી કુંડને કાંઠે કુંડમાં ઘડો ડુબાડતાં કહી રહી. “ગંગા પેલ તેં કરી ક એંણે?”

“કુણ કર?” નીચું જોઈ પ્રશ્ન કર્યો.

“ઈ કર!” લક્ષ્મી હસતાં હસતાં કહી રહી.

મણી વચ્ચે બોલી પડી “તે હું થીયું” “પેલ મીં કરી” ગંગાએ હસતાં કહ્યું.

“હું કર્યુ તેં” મણી ઉત્કંઠાથી બોલી પડી.

“મીં તો જેવા આયા ઈવા મેં બાજી પડી, ધોતિયાની ફડકપ”

ગંગા હસી પડી. લક્ષ્મી, સવિતા, મણી ખડખડાટ હસી પડ્યાં. લક્ષ્મીએ

ઘડાનું પાણી માટલામાં રેડવાને બદલે દૂર દૂર પડવા માંડ્યું. માટલું ખાલી રહ્યું.

“હું વાત કરશપ પસી હું થ્યું” મણી ખડખડાટ હસતાં બોલી

ઊઠી.

“હું થવાનું મન તો ભેંની ભેંની કરી લાખી” ગંગા ખડખડાટ હસતાં બોલી.

“ઈ ભવ હું ધરી જ્યો.. પસી તો નદીયુંમા ઘોડાપૂર હાચું ન”

લક્ષ્મી બોલી.

“એવું જ હોયન” ગંગાએ માટલું ભરાઈ જતાં ત્રીજી વાર ઘડો રાધાકુંડમાંથી પાણી ભરી ખેંચી કાઢ્યોને દોરડું છોડી માટલા ઉપર ઘડો

મૂકી દોરડું લઈને ચાલવા લાગી. ત્યારે સવિતા બોલી ઊઠી- “ભાભી! દોરડું તો આલો.”

“હાં હાં લો મું તો ભુલી જૈ” ગંગાએ સવિતાને હળવેથી આંખનો ઈશારો કરી કહ્યું. સવિતા સમજી ગઈ કે ભાભીની બધી બનાવટ છે. બોલકી લક્ષ્મી અને મણીને પાઠ ભણાવવા આવી વાત કરી

હશે જ. થોડા સમયમાં ગંગાની સાથે લક્ષ્મી, મણી અને સવિતા થઈ ગઈ. હળવેથી ગંગાએ લક્ષ્મીની ટીખળ કરતાં કહ્યું- “લક્ષ્મીબુન! તમે તો પૈણો અવ તો ઢાંઢાં દેખાવશો”

લક્ષ્મી ઝંખવાણી પડી ગઈ. ચહેરા ઉપર હાથ ફેરવતાં કહી રહી

“હાચી વાત શ?”

“ના હોય તો પૂસી જુઓન મણીન” ગંગાએ સવિતાને ઈશારો કર્યો. સવિતાએ ટાપસી પૂરતાં કહ્યું “એમાં હું પુંસવાનું હાચું તો પરખાઈ જાય”

બાજુથી નીકળી જતાં હતાં.

ઘરકામ, ખેતીનું કામમાં સમય ક્યાં ગયો ખબર જ ના રહી. સાંજ-સવાર ડંકનાથ ભગવાનની આરતી-સેવાપૂંજાની સાથે બાળકોને

ભણાવાનું કાર્ય યુવાનોએ અને વૃધ્ધોએ સંભાળી લીધું હતું. ગંગાનો

મોટાભાગનો સમય ડંકનાથની સેવામાં જ જતો હતો. ચોક સાફ કરવો. ફૂલછોડને પાણી સિંચવું. વૃક્ષો ઉપર લટકાવેલી ઠીબમાં પાણી ભરવું. પક્ષીઓને ચણ નાંખવા. દૂર દૂર ગાયો ચરાવીને ઘેર લાવી નીરવું. પાણી પીવડાવવું. તેમાં કોઈ ફેરફાર નહતો થયો. સવિતા, મણી અને વિજય તેની સાથે જ રહેતાં. એક દિવસ ભગવાન ડંકીનાથની આરતી કરી વહેલી સવારે ગંગા મંદિરમાંથી બહાર આવી તો વિજય ઘરની ઓટલી ઉપર બેઠો બેઠો પૂર્વ તરફ દૃષ્ટિપાત કરી વિચારી રહ્યો હતો. ગંગાએ એક બે બૂમ પણ મારી વિજય નિરુત્તર રહ્યો.

મણીએ પણ લક્ષ્મી સામું ઝીણવટથી જોઈને કહ્યું “ઉમર તો વરતાય જ ન” વાતાવરણ ગંભીર થઈ ગયું. લક્ષ્મીની સાથે જ સવિતા,

મણી અને ગંગા મૌન ધારણ કરી ચાલવા લાગ્યાં ચાર સહેલીઓને સાથે

ચાલતી જોઈને ચળકતાં બેડાંના પ્રકાશમાં અંજાઈ જાતા યુવાનો એક

સંઘ સંગે બોડાણો

વિજયનું મૌન તૂટ્યું “હંપ શું?”

“કેમ તમે? આમપ” ગંગાએ કહ્યું. ગંગા પ્રતિ દૃષ્ટિપાત કરતો વિજય કહી રહ્યો- “ગંગા! મન દ્વારકાધીશ બોલાવે હેં”

“હું વાત કરોંશો”

“હા! જો તે તરફ..” વિજયે અંગુલી નિર્દેષ કર્યો.

તે તરફ ગંગા, સવિતા, લક્ષ્મીએ દૂર દૂર દૃષ્ટિપાત કર્યો. કેટલાક યાત્રાળુઓનો સંઘ આવી રહ્યો હતો.

લક્ષ્મી બોલી ઊઠી “જો જો.. ગંગા હાચી વાત હ સંઘ આવ

સંધ્યા સમયે પણ વિજય, ગંગા, લક્ષ્મી અને સવિતા મંદિરમાં

આરતી કરવા આવ્યા. ત્યારે જ પણ આવું બન્યું. ગંગા મૌન બેસી રહેલા વિજયની પાસે આવી કેટલોય સમય ઊભી રહી. હાથમાં આરતી સળગતી

હ..”

“સંઘ.. આવા કપરા વરહમાં” ગંગાએ કહ્યું.

“હાપ સંઘ જ હ.. ભક્તોને કપરું હું ન્‌.. હેલ્લું હું..” ગંગાએ

હતી. એક વાડકીમાં પ્રસાદ હતો. કેટલોય સમય પસાર થયો. ગંગા,

અવિરત નયને નિહાળી રહેલા વિજયના નેત્ર તરફ દૃષ્ટિ કરી તો વિજયની આંખમાં અશ્રુપ્રવાહ વહી રહ્યો હતો.

ગંગાનું મૌન તૂટ્યું. હળવેથી બોલી “વિજય” કોઈ જ ઉત્તર નહીં પુનઃ બોલી “વિજય” કોઈ જ ઉત્તર નહીં અભેદ મૌન અને અશ્રુધારા ગંગા સહન ના કરી શકી તેની સહન શક્તિની મર્યાદા પૂર્ણ થઈ હતી. ગંગાએ વિજયનો ખભો પકડી હચમચાવ્યો. દૂર ગાયને નીરતી લક્ષ્મી અને ચોક સાફ કરતી સવિતા જોઈ રહ્યાં હતાં.

ગંગાએ કહ્યું “શું થયું”

પ્રત્યુત્તર આપ્યો.

લક્ષ્મી બોલી- “હેંડો ગામમાં વાત કરીએં”

“હા.. હા.. આગતા સાગતા તો કરવી પડહેં” વિજયે ધીમા

સ્વરે કહ્યું.

સવિતાએ ગાયનું દોહન કર્યું. ઘર ખોલી. માટલી ઘડામાં પાણી

ભર્યુ. લક્ષ્મી ગામ તરફ જવા લાગી. ગામના ચોકમાં સામે મળેલા અમરસીંગ, પરસોત્તમપટેલ, લક્ષ્મણભાઈ, કાનજી પટેલ, સાંકળચંદ શેઠને સંઘના આવવાની વાત કરી. સાંકળચંદ અને અમરસીંગે ગામમાં સાદ પડાવડાવ્યો- “સંઘ આવ હ આગતા માટે હેંડો.”

ગામના યુવાનો-યુવતીઓ, પુરુષવર્ગ અને ઘરકામ પરવારી

ગયેલી સ્ત્રીઓ પાણીની વ્યવસ્થા કરવા રાધાકુંડમાંથી બેડાં ભરીને મંદિર તરફ જવા લાગી. અમરસીંગ અને દેવીદાસ પટેલ, પરસોત્તમ, સાંકળચંદ શેઠને ત્યાં ગયા. ખીચડું બનાવા ચોખા, દાળ તોલાવ્યાં. વિરમ, પ્રતાપ, કેશવ અને દેવાએ સીધું લઈને મંદિર તરફ જવા માંડ્યું. ઘેર ઘેરથી છાશ

ભેગી કરીને શંકરકુંભાર, ગોવિંદ દરજી, મોહન પટેલ અને અલ્લારખ

મંદિરે પહોંચ્યા.

મંદિર સામેના ચોકમાં તમણ ખોદી લીંબડા નીચે ગોઠવાયેલી

લાકડાંની પાળીમાંથી લાકડાં લઈને અમથો, કેશવ અને જ્યંતીએ તમણ સળગાવી. સીતા, લીલા અને લક્ષ્મીએ મોટા તપેલામાં દાળ-ચોખા, ધોવા માટે તમણ ઉપર તપેલામાં ગરમ થયેલા પાણી લઈને ધોયા. ત્યારબાદ સળગતી તમણ ઉપર ઉકળતા પાણીમાં ચોખા નાંખી દીધા.

દલપત અને શંકરે બીજી તમણ પણ ખોદી કાઢી હતી. તે તમણ કોદર અને દેવાએ સળગાવીને તે ઉપર એક તપેલામાં છાશ રેડીને ઊકળવા મૂકી દીધુ. દાળ-ચોખાની ખીચડી તળબળવા માંડી. કરુણાશંકરની ઈન્દુએ તેમાં જરૂરી મીઠું નાંખ્યું. સૂર્યાએ કહ્યું- “ઈન્દુમા.. ઊભાં રો કઢી તો મું બનાવું હું”

“અસલ બનાવજે હોં” ઈન્દુએ કહ્યું. “જો જો તો ખરાં સંઘ વારાં આંગળાં ચાટી જાહેં” સૂર્યાએ હરખભેર કહ્યું. ઉકળતી છાશમાં હળદર,

ગોળ, મરચું, મીઠું, જીરૂ નાખતાં સર્યા બોલી ઊઠી- “ઈન્દુમા.. ચાંક મેંઠો

લેંબડો મલ તો હું હવાદ આળ.. વાત ના પૂસો”

ઈન્દુમા બોલી ઊઠ્યાં- “મીં શંકરકુંભાર ના બોકળીયા સેતરના

સેડ જોયો તો ઈ બોયડી ન અડી ન હ.”

ઈન્દુ માએ બૂમ મારી “ઈ દેવા, પ્રતાપ આંય આવો”

“હું શ ઈન્દુમા ચમ બોલાં” દેવાએ ઈન્દુમા પાસે આવતાં કહ્યું. “ઈમ કર..”

“હં બોલો.. શંકરના બોકડીયામાંની ઉગમણી વાડ બોયડીની

પોંહણ મેંઠા લેંબડો હ.. ડાળુ તોડી આંણ” ઈન્દુમા એ કામ સોંપતા કહ્યું.

દેવો અને પ્રતાપ તુરંત શંકરકુંભારના ખેતરમાં જઈને બોરડી પાસેથી મીઠો લીંબડો લાવ્યા. લક્ષ્મી, સૂર્યા, ઈન્દુમા અને ત્યાં ઊભા રહેલા કરુણાશંકર, પરસોત્તમ, મોહન મીઠા લીંબડાની સુગંધથી ખુશખુશ થઈ ગયા.

પરસોત્તમ પટેલ તો બોલી ઊઠ્યો- “હું સુગંધ હ વટ પડવાનો.” “ઈ તો વાણીયા ભૈ જોવું નાં પડ” કરુણાશંકર બોલી ઊઠ્યા. સૂર્યાએ એક નાનકડી હાંડલીનાં થોડું ડોડીયું કાઢીને તમણના

કોલસા બહાર કાઢી ગરમ કરવા મૂક્યું. તે ગરમ થતાં ખાસી મૂઠ્ઠી ભરી રાઈ અને સૂકાં મરચાં નાંખ્યાં. તેમાં જીરૂ અને લીંબડાનાં પાન નાંખ્યાં. વાતાવરણમાં રાઈના તડતડવાનો અને મરચાંનો બળવાનો અવાજ અને

ભજન ગાતો સંઘ નજીક આવી રહ્યો હતો. દેવીદાસ, અમરસીંગ,

લક્ષ્મણ પરમાર, કરશન વણકર, કાનજી પટેલ, કોદર રાત, લીલા,

લક્ષ્મી, તાપી, જ્યંતી, કનું, મરીયમ, દેવો અને અમથો સંઘના સ્વાગત

માટે સામે ગયા. ગામની છોકરીયોએ પાણીના ઘડા, માટલાં માથે મૂક્યાં હતાં. તો યુવાનોએ હાથમાં કુલડીયો પકડી હતી. સંઘ પાસે જઈને મીઠો આવકારો આપતાં અમરસીંગ, દેવીદાસ, કાનજી પટેલ, ગોવિંદ દરજી,

મોહન પટેલ વગેરે કહ્યું- “ઈ આવો મારા ભૈ અમારા ડંકપુરમાં.” “લો..ભૈ.. પાણી પીવો” અમરસીંગ, દેવીદાસ, કાનજીપટેલ,

ગોવિંદ દરજી બોલવા લાગ્યા.

લક્ષ્મી, લીલા, તાપી, જ્યંતી, કનું, કુલડીયો ભરી ભરીને પાણી આપવા લાગ્યા.

ત્યાં તો ધજા પકડી રાખેલા વૃધ્ધ પુરુષે હસતાં હસતાં કહ્યું- “ઈ દ્વારકાવાળો તમારું હારું કરેં. લાવો પાણી તો અમન વાટમાં કોઈ દાઢાળા, બોખા એંસી વરહના બાવો પીવડાવી જ્યો..” ખૂબ મેંઠું પાંણી હતું

ત્યાં જ સંઘનો બીજી યુવાન સ્ત્રી બોલી ઊઠી - “કેં તો તો ક

ભૈ અમારા ડંકપુરમાં કપરા દા’ડા હપ પાંણીયે ના મળ” “હું વાત કરોં હોપ” અમરસીંગથી કહી પડ્યા

“વાતનો ફોર તો પાડો કુણ અતું ઈ” દેવીદાસથી બોલ્યા વગર

ના રેવાયું.

“પાંણી પાતું જાય.. ને કે’તું જાય જાંવ.. અમારા મંદિરે..

ખીચડી-કઢીનો પરસાદ લેતા જજો.. ભુલાય નાં”

“ચાંથી આવો હોં હેંડો અમારા દંડીનાથ આશ્રમમાં” કાનજી

પટેલ હરખનાં તેડાં આપતાં કહ્યું. બધા જ હસતાં હસતાં કહી રહ્યાં. “વાહો ત્યાં જ રેંજો ખીચડી-કઢીનો પ્રસાદ લેજો- બનતી સેવા કરી હું” અમરસીંગ, લાખો પરમાર, કાનજી પટેલ અને પરસોત્તમ

પટેલ, સાંકળચંદ અને ચંદ્રકાન્તને કહી રહ્યા “જરૂર ઈ મારો દંડીઋષિ અહેં”

“મારા વાલાએ મેંર કરી” સંઘ સાથે ડંકપુરવાસીઓ આશ્રમ તરફ ચાલી રહ્યા. મંદિરના ચોકમાં ચાદરો પથરાઈ હતી. ગોદડાં ગોઠવાયાં હતાં. હાથ-પગ ધોવા માટે માટીની કોઠીઓમાં પાણી અને દોણી મૂકાઈ હતી.

યાત્રાળુઓને ન્હાવા વ્યવસ્થા કરાઈ હતી. ડંકપુરની સ્ત્રીઓ, યુવતીઓ, યુવાનો યાત્રાળુંની ચરણ સેવા કરતા હતા.

ખાખરાના પાનની પતરાળી મૂકાઈ. યાત્રાળું જમવા બેઠા. કુલડીઓમાં પાણી મૂકાયાં. ખાખરાના પાનની પતરાળીમાં ખીચડી પીરસાઈ. કુલડીઓમાં કઢી અપાઈ “દ્વારકાધીશનની જય” બોલાવાયી વાતાવરણ અદ્‌ભૂત બની ગયું. મંદિરના ઓટલે થોડે થોડે દૂર દીવડા સળગતા હતા. દીવડાના ઝાંખા પ્રકાશમાં યાત્રાળુઓ જમતા હતા. સંઘમાં સ્ત્રીઓ કઢીનો સ્વાદ માણતાં કહી રહી હતી- “હું કઢી બની હપ હું બની હપ” આનંદનું વાતાવરણ હતું. સ્વાદિષ્ટ ખીચડી કઢી ખાઈને પ્રવાસથી

થાકી ગયેલા યાત્રાળુંઓએ મોડી રાતે ભજન ગાવાનાં શરૂ કર્યાં. ઢોલક

વાગવા લાગ્યાં. મંજીરાનો અવાજ સંભળાઈ રહ્યો. કરતાલ વાગવા

લાગી. ભજનની હેલી વરસી રહી. પરંતુ દૂર-દૂર વિજયનું રૂવાટુંય ફરકતું ન હતું. ગંગા અને વિજય ભજન ગાતાં હતાં તે પણ ગંગા સ્ત્રીઓ ને સખીઓ સાથે બેસી. વિજય ભજન ગાતો હતો પણ તે યુવાનો સાથે બેસીને. ત્રીજી પ્રહરમાં ભજન બંધ થયાં. આરતી થઈ પ્રસાદ વહેંચાયો પણ વિજય માત્ર મૌન હતો. તે અનિમેષ નજરે બાજઠ ઉપરની કોડીયાની જ્યોત અને પ્રકાશને નિહાળી રહ્યો હતો. ગંગા વિજયમાં આવેલા આ પરિવર્તનને સમજી ગઈ હતી. ગામ લોક વિખરાવા લાગ્યા. ગંગાએ વિજયને હળવેથી કહ્યું “ઘેર જાહું?”

“ના આંય રૈયે” વિજયે કહ્યું.

“બા-બાપું” ગંગાએ સૂચક કહ્યું.

“ચંતા નાં કર હરિ બેઠો હ ન” વિજયે કહ્યું.

ગંગા-વિજય ઊગતો સૂરજ અજવાળું પાથરે ત્યાં સુધી જાગતાં જ રહ્યાં.

પ્રાતઃક્રિયા પરવારી ગંગા-વિજયે મંદિરની આરતી કરી ડંકનાથ

ભગવાનનાં દર્શન કર્યા. યાત્રીળું મંદિરમાં દર્શન કરી દ્વારકાના માર્ગે

ચાલવા લાગ્યા.

વિજય સંઘની સાથે સાથે ચાલવા લાગ્યો. જમણા હાથમાં તુલસી હતી. ગંગા પણ સ્વામીધર્મને અનુસરી રહી હતી.

બપોરની વેળા થવા આવી. અમરસીંગ, પશીમા, સવિતા અને

કરણ ઘેર રાહ જોતાં જ રહ્યાં. ફળીયામાં, ગામમાં વા એ વાત ફેલાઈ

ગઈ.. “ગંગા-વિજય” સંઘ સાથે દ્વારકાધિશનાં દર્શને ગયાં. અમરસીંગ- પશીમા પ્રભુકાર્ય માટે જતા દીકરા-વહુના કાર્યથી આનંદીત હતાં પરંતુ તેમના ચહેરા ઉપર ચિંતાની એક લકીર હતી- “ગંગા-વિજય શું કરશેં. ના કોડી - ના વસ્ત્રો ના અન્ન. હું કરશેં મારગમાં.”

તો પશીમા વિચારતાં હતાં “મારા ઘડપણનો ટેકો આમ કર ઈ

હારું કેંવાય.”

ગામ આખામાં ગંગા-વિજયની જ વાતો ચાલતી રહી ચાલતી જ રહી.

સવિતા અને પ્રતાપ ડંકનાથ પહોંચ્યાં ત્યારે કોઈ જ ન હતું.

ઘરનું બારણું ખુલ્લું હતું. મંદિરની સામેના લીંબડે બાંધેલી ગાય ભાંભરતી હતી. ખીલે બાંધેલી વાછરડી સવિતાને આવતી જોઈને ઘુમરીઓ લેવા

લાગી. સાંજના જમણની પતરાળીઓ હળવા પવનમાં પાછળની વાડેથી ઊડી રસ્તા ઉપર આવતી હતી. પલાસના પર્ણોનો ખડખડ અવાજ આવતો હતો. પૂર્વ તરફ સવિતા અને પશ્ચિમ તરફ પ્રતાપ જવા લાગ્યાં. દૂર દૂર સુધી કોઈ ના દેખાયું ત્યારે સવિતાએ પલાસ વૃક્ષ ઉપર ચઢી બૂમ

મારી.

“વિજય!પ. વિજય!પ. વિજયપ.!” આખા જંગલાં દૂર દૂર સુધી સવિતાની ફેલાતી દૃષ્ટિ થાકી ગઈ. અંતે સવિતા હેઠે ઉતરી ત્યારે પશ્ચિમ તરફથી અવાજ આવી રહ્યો હતો “વિજયપ વિજયપ વિજયપ”

પલાસ વનમાં માત્ર ઊંચે ઊડી રહેલા પક્ષીઓ એક સાથે દક્ષિણ

તરફના આકાશમાં ઊડવા લાગ્યાં.

પલાસવને અવિરત મૌન ધારણ કરી લીધઉં. ડંકપૂરના ચોકમાં સવિતા અને પ્રતાપ આવ્યાં ત્યારે ભીની આંખોએ ગામ ચોકમાં અવર જવર કરતાં લોકો, યુવાનો, સ્ત્રીઓ, યુવતીઓને નીરખી રહી સામેથી જ પાણીની હેલ ભરીને આવતી વિદ્યાએ પૂછ્યું “હું થીયું સવિતાબુનપ”

“કાંય નૈપ વિજય.. ગંગાની ભાળ કાળવા જૈતી” “તે” વિદ્યાએ પ્રશ્ન કર્યો

“ચાંયનહીં” નિરાશ ચહેરે ઉત્તર વાળ્યો.

“હાય મા, હું વાત કરો હો” વિદ્યાએ ઓઢણીનો છેડો મુખ પર

દાબી ને ઝટપટ ચાલતી ફળીયા તરફ જવા લાગી જે મળે તેને કહેવા

લાગી “વિજય-ગંગા નહીં”

પ્રતાપ સવિતા ફળિયામાં આવ્યાં ત્યારે પશીમા બહાર ગાયને

મક્કઈયું નીરતાં હતાં. અમરસીંગ ગાડામાં રાંપડી ધુંસરી નાડી જોતરાં

મૂકીને દોરડાથી ઓજારને બંધ દેતાં હતા.

સવિતાએ અમરસીંગને જોઈને બૂમ મારી “બાપુ..હું”

“હું વાત હી” અમરસીંગે સવિતાની ભીની આંખો જોઈને બંધ

બાંધવાનું કામ પડતું મૂકી સવિતા પાસે આવ્યા.

સવિતા હિબકાં લેતી બોલી ઊઠી- “વિજય.. ભાભી ચાંય નહીં” “હું વાત કરેં” “વગડે જોયું” અમરસીંગના કાળજે ફાડ પડી.

અમરસીંગ ડંકનાથ મંદિર તરફ ઉતાવળા જવા લાગ્યા. ઉતાવળા જતા

જોઈને લખો, કરણ, સીતા, અમથો, દેવો ભેગા થઈ ગયા. તે તુલસીક્યારે

ભેગા થઈ ગયા. ઈશ્વરના આરેથી આવતા પ્રતાપને ઉતાવળો આવતો જોઈને કરણ બોલી ઊઠ્યો- “હં થીયું પ્રતાપ.”

પ્રતાપ ગભરાયેલો બોલી ઊઠ્યો- “વિજય-ગંગા.. ચાંય ની

મલેં”

કરણ રડમસ થઈ ગયો. તેણે કહ્યું “બધું ભાળ્યું.. રાધાકુંડ.. કદમ ઝાડ માથે.. પેલા ખાખરાના ડાળપ”

“બધ ભાળ કાઢી કરણ ચાંય નહીં” પ્રતાપે કરણનો હાથ પકડી

પાડ્યો.

કરણ બોલી ઊઠ્યો- “ભાભી ચોં જાય વિજયની હારેહારે હોય” પશીમા બોલારો સાંભળી, સવિતાનાં મોટાં હિબકાં સાંભળી

બહાર નીકળ્યાં તો ફળીયામાં પ્રતાપ, કરણની વાતોના અવાજ સાથે ચોકમાં સવિતાના કહેવાથી પટેલવાસ, વાણિયાવાડના લોકો ભેગા થઈ ગયા હતા.

પશીમા બધાને જોઈને આશ્ચર્યમાં પડી ગયા તે બોલી ઊઠ્યાં- “હં થયું પરતાપ” લક્ષ્મી, સમુ, શાંતા, રમીલા, બકી, ભલી, કલી અને

માયા ફાળના માર્યા ઉતાવળાં ભેગાં થઈ ગયાં.

ભલી બોલી ઊઠી- “પશીમા હાચી વાત હ, વિજય ગંગા જ્યાં” “ચાં જ્યાં” પશીમાએ ગભરાયેલા અવાજે કહ્યું.

“જાતરા એ ધ્વારકાં” લક્ષ્મી બોલી ઊઠી.

“હી ખબર પડી.. પૈણે એક દા’ડો થ્યો હન” શાંતા બોલી ઊઠી. સમુકાકીએ કહ્યું- “બાધા અહેં”

રમીલા બોલી - “કેં’વા રેવું જોયે ને”

“હું કેં બચારાં હરમાતા અહેં” લીલા બોલી.

તો કરશન કાકી બોલ્યાં - “એક વાર કરણ કે તો તો “ગંગા- વિજયને જાતરા જવાની વાત કરતાં તાં.”

“ચાણ કે તો’તો” તાપીએ દાણો દાબતાં કહ્યું.

“ઈ સાંકળચંદ શેઠે ભજન રાખ્યું તાણ” કરણે વાતની સ્પષ્ટતા કરતાં કહ્યું.

કરણ બોલી ઊઠ્યો “ચમ?”

“ઈ હોધ તાણ તારા બાપ ન” મોહને વિરમ હામું જોઈને કહ્યું. “બાપું હું હ” વિરમે મોહન પાસે આવી બોલ્યો.

“જા મુસાને ત્યાં કેં જે ઘોડો પલાણ સંઘની વાંહે જવાનું હેં.” “દલપા જા દોડતો અમરસંગને હડી કાઢ.. કેં જે ઘોડો લૈ જૈયે

હી”

મોહનની વાતમાં વિચારોની ગતિ ક્રીયામાં પલટાઈ દલપત, અમરસીંગ પાછળ દોડ્યો. તો વળી વિરમે મુસાને ઘેર ઘોડા પલાણવાનું કહેવા ગયો.

થોડો સમય પસાર થયો. સ્ત્રીઓ પશીમાની ચારે તરફ ટોળું

વળી બેસી ગઈ હતી. તે સવિતાની આજુ બાજુ આખા ગામની છોકરીઓ ટોળું વળી ઊભી હતી.

તુલસી ક્યારાની પૂર્વ તરફ ગાય-બળદની ઘમણમાં નાંખેલા આડા લાકડા ઉપર બેસી રહેલા કરણ-પ્રતાપની આજુબાજુ ગામના યુવાનો ટોળે વળી વાતો કરતા હતા.

મુસો ઘોડો લઈને આવી પહોંચ્યો ત્યારે ગોમઈની પાછળના રાધાકુંડને રસ્તે ‘બોકળીયા’ ‘ખેતર’ ‘ટેલ્લાવાળા’ ‘કબુતરીયા’ ખેતરમાં ફરીને અમરસીંગને લઈને વિરમ આવતો હતો. આવતા અમરસીંગને જોઈને મોહન બોલી ઊઠ્યો- “ચંતા નાં કરતા મુસાને ઘોડો લાવું કયું હેં.. અમણ આવ હેં.. સંઘ પાંહે અમણ પોંચી જાહું”

મુસાનો ઘોડો આવ્યો ત્યારે અમરસીંગ શ્વાસભેર ઓસરીમાં આવીને ઊભા રહ્યા. પશીમાએ ખાટલી ઢાળી. અમરસીંગની ચિંતા કરતાં પશીમા બોલી ઊઠ્યો- “ચંતા હું કામ કરોશો, ઈ તો મારા વાલા ધ્વારકાધીશને દરશને જ્યો હેં. મન એકવાર કેં તો ક મા ધ્વારકાં જાહું. ઈમ કરો પાંચ દશહ કાવડીયા લૈ આલી આવો ઈ હારુ હ.”

પશીમાની વાતને ઓસરીમાં ઉપસ્થિત બધા સ્ત્રી પુરુષોએ સમર્થન આપ્યું. સાંકળચંદ શેઠ બોલી ઊઠ્યા- “હાચી વાત હ, લો મારી પંડના પાંસ કાવડીયા ઈન આલજો કેં જો ક ઈમાંથી એક કાવડી મારા વાલાને દેં..” સાંકળચંદે પાંચ કાવડી બંડીના ખિસામાંથી કાઢીને અમરસીંગના

હાથમાં મૂકી અને બોલી રહ્યા- “કે જો ક ચાર કાવડી ઈ ખરચીમાં

વાપરે..”

પશીમા બોલ્યા- “પાંણી લાઉં?”

ઝડપભેર મોટા ડગલે પાણિયારે પહોંચીને પાણીનો લોટો ભરી

પશીમાએ પેટી ખોલી ધીમે ધીમે એક પછીએ કપડાના ગાભા

ખંખેર્યા. પાનેતરને બહાર કાઢ્યું. જુનો હાથ સીલાઈ કરેલા કબજો બહાર કાઢી કબજાની ગડી ખોલી. ધીમે રહી કબજાની પીઠના ભાગના દોરા

અમરસીંગના હાથમાં આપ્યો. કરણ મુંગો મુંગો આ દૃશ્ય જોતો હતો. તેના મનમાં એક જ વિચાર ચાલતો હતો. “જરૂર મોટાભૈન કો’ક અણહાર હોવો જોયે” તેણે સવિતાને હળવેથી કહ્યું- “ભૈ તન કાંય કે’તા’તા.”

સવિતાએ કરણને હળવેથી કહ્યું “હા એકવાર કે’તા’તા ક, ધ્વારકાવાળા મારા આંગણે પધારવાના હ”

“હાસું કેંસ.. એવું હોય તો આપણાં ધન ભાગય ઉગડી જ્યા હમજો” કરણ મનોમન દ્વારકાધીશને પ્રણામ કરતો મનમાં બોલી રહ્યો હતો. “હે દ્વારકાધીશ મારા કાળિયા અમારા આંગણે પધારો.”

સવિતા ઊઠીને ઘરમાં ગઈ. પશીમા સવિતાની પાછળ પાછળ

ઘરમાં ગયા. તેમણે સવિતાને કહ્યું- “ઓલી પતરાની કટઈ જૈસ ઈ પેટી કોઠી ઉપરથી ઉતરા”

સવિતાએ કટાઈ ગયેલી પતરાની જૂની પેટી ઉતારી તેની ઉપરથઈ બારણાની પાછળ પડેલા કટકાથી ધૂળ ખંખેરતાં કહ્યું- “માડી લેં આમાં હું હ નરા ગાભા.. તારું પૈણાનું પાંનેતર અન માંડ, લાખનો હોનાની ચીપો વગરના બે પાટલા બસ. પશીમા બોલી ઊઠ્યા, “બોલ મા ચૂપ

મર! તન હં ખબર પડ.”

ઊકેલવા માંડ્યા. સોનાની શેર હળવેથી ખેંચી કાઢી.

સવિતા મરક મરક હસતી બોલી ઊઠી- “માડી ખાસી વેંત જેવડી હ નૈ.”

પશીમા સોનાની શેર લઈને બહાર આવી અમરસીંગ હાથમાં આપતાં બોલ્યાં- “લો વિજયનાં બાપ ઊઠો, સાંકળચંદ શેઠ આના ઉપર ચેટલા કાવડીયા આવહેં” પશીમાએ હળવેથી કહ્યું. અમરસીંગે સાંકળચંદ શેઠને સોનાની શેર આપી. હથેલીમાં જવજન કરતાં શેઠ વિચાર કરતા બોલી ઊઠ્યા- “ખાસ્સી પાંચ તોલાની હ પાંસ વીહુ કાવડીયા આવ હેં” અમરસીંગનાા ચહેરા ઉપર હાસ્ય ફેલાયું. પશીમા સામું અમરસીંગ જોઈ જ રહ્યા. પશીમા બોલી રહ્યાં હતાં “હેંડો હટ કરો

મુસાનો ઘોડો વાટ જોવ હ.” અમરસીંગ અને સાંકળચંદ ઊભા થયા. શેઠની પાછળ પાછળ અમરસીંગ શેઠને ઘેર પહોંચ્યા. અમરસીંગને હસતાં હસતાં ઘરના પટારામાંથી પાંચ વીસું કાવડીયા ગણી આપ્યા. આંગણે આવીને ઘોડાની લગામ પકડી ઘોડાના પેંગડામાં જમણો પગ

મૂકી કૂદકો મારી બેસતાં અમરસીંગે ઘોડાની લગામ ખેંચી. ઘોડો હણહણ્યો તે બોલી રહ્યા “હારું તાણ વિજયની મા મું જઉ હું” “જય દ્વારકાવાળા.”

ઓસરીમાં ઊભાં રહેલાં આબાલ-વૃધ્ધ, સ્ત્રી-પુરુષોએ પ્રતિઉત્તર

આપ્યો- “ઈ જય દ્વારકાવાળા” બધાના ચહેરા ઉપર આનંદનું હાસ્ય

પ્રસરી ગયું.

દૂર દૂર દોડતાં ઘોડાના ડાબલા સંભળાઈ રહ્યા. તેની ધૂળ દૂર દૂર સુધી દેખાઈ રહી. જીવતો જાગતો સૂરજ દેવ સોળે કળાએ ખીલી રહ્યો હતો. તેના પ્રકાશની ઉષ્મા પૃથ્વી ઉપરના જીવોને પ્રોત્સાહન આપી રહી હતી.

અમરસીંગે ઘોડો દોડાવ્યો. ડંકપૂર, શીમળજ, ખેડા, વેત્રાવતીના કિનારા સુધી જતાં જતાં સંઘ દેખાયો, દિવસનો ત્રીજો પ્રહર ચાલતો હતો. વેત્રાવતીને કિનારે વડના છાંયડા નીચે સંઘનો પડાવ હતો. કેટલાક સ્નાન કરતા હતા. તો વળી કેટલાક ઉપવસ્ત્ર પાથરીને આરામ કરતા હતા. સંઘની સ્ત્રીઓ સરોવરમાં વસ્ત્રો ધોવામાં મગ્ન હતી. તો કેટલીક સ્ત્રીઓ, યુવતીઓ ભીના વાળને ઝટકોળી, વાળ સૂકવી રહી હતી. પાંચ-સાત પથ્થરો ગોઠવી ચૂલા બનાવી લાકડાંથી સળગાવી હાંડલીમાં ખીચડી ચઢાવામાં મગ્ન હતી. બે-ત્રણ ચૂલા ઉપર કલાડામાં બાજરાના રોટલા શેકાઈ રહ્યા હતા. શેકાતા રોટલાની સુગંધ ચોતરફ ફેલાઈ રહી હતી. અમરસીંગને આળતા જોઈને વડલા નીચે સ્નાન કરી ઉપવસ્ત્ર વિના ઊભા રહેલા વિજયે રોટલા બનાવતી ગંગાને કહ્યું “ગંગા! બાપુ આયા.” વિજયના ચહેરા ઉપર આનંદની રેખા ખેંચાઈ ગઈ જ્યારે ગંગા

રોટલા શેકતાં શેકતાં ઊભી થઈને દૂર દૂર દેખાતા અમરસીંગને અપલક

જોઈ રહી. ગંગાએ હળવેથી વિજયને કહ્યું- “બાપુને હું ઉત્તર દેહું મં નોંતી

કૈતી ક બાપુને વાત કરીએ, બીજી નૈ પણ ચંતા તો નાં કર.”

“ઈ મારો વાલો ઉત્તર દે હેં. ગંગા આમન્‌ આંમ ચેટલાં વરહાં જ્યાં માલમ હી.” વિજયે હરિમિલનની વ્યાકુળતા વ્યક્ત કરતાં કહ્યું. ગંગા, ઘોડો થોભતાં જ અમરસીંગ અને ગંગાની દૃષ્ટિ મળતાં જ ઘોડા પાસે દોડતી આવીને સાડીનો છેડો માથે મુકી લાજ કાઢી ઊભી રહી. વિજય છાતી પર હાથ પ્રસારતો અમરસીંગ પાસે આવીને ઊભો “બાપુ આવો” વિજય હસતે ચહેરે આવકાર આપ્યો. સંઘના કેટલાક આરામ કરતા સ્ત્રી-પુરુષો એકઠા થઈ ગયા.

ઘોડા ઉપરથી નીચે ઊતરતાં ઘોડાને વડલા નીચે દોરી જતાં અમરસીંગ કહી રહ્યા- “ભૈલા જવાના બે શબ્દ કયા હોત તો આમ લાંબું નાં થવું પડત. બે પાંસ કાવડીયા આપત ન.”

વિજય નિરૂત્તર રહ્યો. ગંગાએ લાજનો છેડો પકડતાં હળવેથી કહ્યું- “બાપુ મન થૈયું હંગાથ હારોહ તી..”

“હારું કૈરું બેટાપ પણ તારી મા.. કરણપ પ્રતાપપ સવિતાપ ચેટલી ચંતા કર હપ..” અમરસીંગે હકીકત કહી.

“બાપું વરહોથી મન નોતું માનતું રાતી ઊંઘ ન આવ દા’ડ ચેન નાં પડ મારો હરિ મળ્યાની વેળા આવી પોંચી’તી.” વિજયે મનનો ઊભરો ઠાલવતાં કહ્યું.

“”મું ચાં જાંણ તો નહીં. દીકરા જન્મથી તન ઓળખું હું. ગાંમ

હંધુય વરાવા આવત આના જેવો રુડો અવસર નાં મલ” અમરસીંગે

ગામની ભાવના વ્યક્ત કરી.

વિજયને ભેટી, ગંગાને માથે હાથ મૂકી ગળગળા થઈ ગયેલા અમરસીંગ વડલા નીચે વિજયે પાથરેલા વસ્ત્રમાં બેઠા. સંઘનાં સ્ત્રી પુરુષો તેમને ઘેરીને ગોઠવાઈ ગયાં. સંઘનો વયોવૃધ્ધ પુરુષ બોલી ઊઠ્યો- “ઈ દરબાર ચંતા નાં કરતા મારો કાળિયો હન્‌ હંભાર રાખ હીં”

“ઈ તો મું હમજુ હું ચેટલા દા’ડ પાંચાય” અમરસીંગે વૃધ્ધ પુરુષને કહ્યું.

“અગિયારશ થૈ ન તીજી અગિયારશ પસી પાંસમા-હાતમા દા’ડ ધ્વારકાં પાંચાય.” વયોવૃધ્ધ પુરુષે આંગળીના વેઢા ગણતાં કહ્યું. પૂરા ત્રૌણ વીહા ન્‌ બીજું ફાડ વીહું થાય.

અમરસીંગ વિચાર કરતા થઈ ગયા. દીકરા અને ગંગા સામું નિશ્વાસ નાંખતાં બોલી ઊઠ્યા- “ઓ મારા બાપ.. હમજો તો હારું અમે

ઘૈડા થ્યા.”

“બાપું ધ્વારકાવાળો હંધાની હંભાર કરવાવાળો સી” વિજયે પૂરી શ્રધ્ધાથી વાત કરી અને જમણા હાથની મૂઠ્ઠી ખોલી હાથમાં રહેલી તુલસીને પ્રણામ કર્યા. અમરસીંગ અને ચોતરફ હાજર સ્ત્રીપુરુષો, ગંગાએ પણ તુલસીને ભાવભર્યા પ્રણામ કર્યા. અમરસીંગ ભાવપૂર્વક પ્રણામ કરતાં ગદગદીત થઈ ગયા. તેમની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. ત્યાં જ ગંગા બોલી ઊઠી- “બાપુ હરિનો કતી પરસાદ લેતા જાઓ”

કોઈ આનાકાની કર્યા વિના અમરસીંગે મૌન ધારણ કર્યુ.

ગંગાએ બનાવેલા રોટલો છાબડીમાં મૂકી અને કુલડીમાં છાશ કાઢી.

શ્રીહરિના નામે ટુકડો રોટલો અને કોડીયામાં છાશ કાઢી દીપ સળગાવી

ભોગ ધરાવ્યો. વિજયે વડલાની ડાળે સૂકાતા ફેંટાને ખૂલ્લો કરી નીચે પાથર્યો. અમરસીંગ બેસ્યા અને ગંગાએ ભાવનાં ભોજન પીરસ્યાં. ભોગ ધરાવેલ પ્રસાદીનો ટૂકડો રોટલો અને કોડિયાની છાશ કુલડીમાં રેડી.

અમરસીંગ ભાવનાં ભોજન આરોગ્યાં. થોડો સમય બેસી કેડે બાંધેલા હજુરિયાના છેડાની ગાંઠ છોડી. તેમણે પાંચ વીહું કાવડીયા ગંગાના હાથમાં મૂકતાં કહ્યું “બેટા! લો તમતમાર શ્રીહરિ દરશન કરી આવી પૂંગજો. અમે ઓલા ચાતક જેમ વાટ જોહું.”

“બાપા આટલા બધા..” વિજય દિગમૂઢ થઈ ગયો. બાપુંને આગ્રહ કરી ચાર વીસું કાવડીયા પાછા આપતાં કહી રહ્યો- “બાપું! ચંતા નાં કરો એક વીહું બૌ થૈ જ્યા.” ગળગળાસ્વરે બોલતાં તેની આંખમાં ચોધાર આંસુ વહી રહ્યાં. પિતા-પૂત્રનો પ્રેમ નીહાળતા યાત્રાળુઓની આંખો ભીની થઈ ગઈ. ગંગાએ બાપુના ચરણસ્પર્શ કર્યા. વિજય પિતાના ચરણોમાં પડતાં જ અમરસીંગ તેને ઊભો કર્યા તેને ભેટી પડ્યા. ઘોડા ઉપર સવાર થતા અમરસીંગે ઘોડાની લગામ ખેંચી ને બોલી ઊઠ્યા- “ઈ તાણ ‘જય ધ્વારકાધીશ’ મારો વાલો રખોપું કર.”

વિજય, ગંગા અને યાત્રાળુઓ વંદન કરતાં ‘જય ધ્વારકાધીશ’

બોલી રહ્યાં. જંગલમાં ચોતરફ જયઘોષ ફેલાઈ ગયો.

દ્વારકાધીશનાં દર્શન

વેત્રાવતીને કાંઠે ઘેઘુર બે વડલાંની છાંયમાં પડાવ હતો. સૂરજ આથમી ચૂક્યો હતો. સંધ્યાની લાલીમા નદીના પ્રવાહમાં અદ્‌ભૂત સૌંદર્ય ફેલાવી રહી હતી. સમગ્ર પ્રકૃતિનું કેશરી પ્રકાશમાં રમ્ય દેખાતી હતી. સળગતા ચૂલા ખિચડી-રોટલા બનાવતી સ્ત્રીઓ ચાર-પાંચ-સાતના સમુહમાં વાતો કરતા વૃધ્ધ, યુવક, સ્ત્રીઓ અને યુવતીઓ વિસામો ખાઈ રહ્યા હતા. પોષમાસની ઠંડી ધીમે ધીમે જામી રહી હતી. મંદ મંદ પવન ધ્રુજારી પેદા કરતો હતો. કેટલાક વૃધ્ધ ચુલાની જ્વાળામાં હુંફ મેળવા પ્રયાસ કરતા હતા. બોડાણો બે વૃધ્ધોની પાસે બેસી હરિદર્શન મહિમાની વાતો સાંભળતો હતો. પલાસ પર્ણોની પતરાળીઓમાં પાંચ સાતના સમુહમાં ગોઠવાયેલા યાત્રાળુઓને સ્ત્રીઓ ચાર-પાંચ ગરમાગરમ રોટલા મૂકને ઉપર ગોળ, કુલડીમાં છાશ આપી રહી હતી. યાત્રાળું રુચિ પ્રમાણે

ખાઈને ઉપવસ્ત્રથી ધોયેલા હાથ લૂંછી હોઠો ઉપર હાથ પ્રસારી રહ્યા હતા.

અંતમાં સ્ત્રીઓ, યુવાનોએ વાળું કરી વાસણ સાફ કરવા

માંડ્યા. મોડી રાત સુધી યાત્રાના મહિમાની વાતો ચાલતી રહી. વૃધ્ધોએ યાત્રાના અનુભવો વ્યક્ત કરતા રહ્યો. ગંગા-વિજય ભાવપૂર્વક સાંભળતા રહ્યા. રાત વધતી ગઈ. ઠંડી વધતી ગઈ. ચૂલામાં લાકડાં સળગતાં રહ્યાં ચોપાસ વૃધ્ધો હુંફ મેળવતા રહ્યા. રાત્રિના પાછલા પ્રહરમાં ઠંડીનું સામ્રાજ્ય વધતું ગયું. ઉપવસ્ત્રને ઓઢી મનને મનાવવા લાગ્યા. ગંગા- વિજય દૂર દૂરથી સૂકાં લાકડાં ચૂલામાં મૂકીને આગને સળગાવતા રહ્યા. વૃધ્ધોને હુંફ આપતા રહ્યા. સવાર ક્યાં પડી ગઈ ખબર ના પડી. પૂર્વનું આકાશ કેશરી વર્ણનું થવા માંડ્યું હતું. નદીકિનારાનાં વૃક્ષો ઉપર પક્ષીઓનો કલરવ ફેલાઈ રહ્યો હતો. પૂર્વના આકાશ તરફ પક્ષીઓનો સમૂહ ઊડી રહ્યો હતો. વેત્રાવતીને પાર કરી યાત્રાળું રઢુના મહાદેવ તરફ ચાલી રહ્યા હતા. વહેલી સવારનો તેજ પવનમાં પાંદડાં જેમ ધ્રુજતા યાત્રાળું ‘હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલો’ ધૂન ગાતાં ગાતાં આગળ વધી રહ્યા હતા. પંથ દૂર દૂર હતો. હરિ દર્શનની તાલાવેલી હતી. માર્ગ વિકટ હતો. હરિનો સહારો હતો. માર્ગમાં અશક્ત યાત્રાળુને ચાલવામાં લાકડી બનવી. શરદી થઈ હોય તો સુંઠ-ગોળ-ઘીની ગોટી બનાવી ખવડાવવી. થાકી ગયેલા યાત્રીની પગચંપી કરવી, સામાન ઊંચકીને ચાલવું, આજકાર્ય ગંગા-વિજયનું હતું. હરિધુન મચાવી, નૃત્ય કરી મંજીરાને મૃદંગને તાલે કરતાલ વગાડીને આનંદ આપી ચાલ્યા જ કરવું. બસ ચાલ્યા જ કરવું.

એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. પોષ માસની ઠંડી

હોય કે મહા માસની કડકડતી ઠંડીમાં પણ શ્રીહરિની શ્રધ્ધાકપરી કસોટીમાં વધુને વધુ વધવા લાગી. ભયાનક જંગલના રસ્તાઓ માત્ર પગદંડી, વિસામાનું સ્વપ્ન દૂર દૂર હોય તો પણ યાત્રાળુના સંઘે સંગમાં રાજી બનીને ગંગા-વિજય શ્રીહરિ સ્મરણ કરતાં ચાલતાં જ રહ્યો. ગંગા- વિજયમાં અભિમાન ઓગળી ગયાં હતાં. નમ્રતા વધતી જ ગઈ હતી. જીવન શ્રીહરિને સમર્પણ થઈ ચૂક્યું હતું. હરિ રાખે તેમ રહેવાનું. હરિસ્મરણ સિવાય કોઈ જ બાબતને મહત્વ નહિં આપવાનું. હરિથી વિમુખ કરતી કોઈ જ પ્રવૃત્તિ નહિં કરવી. હરિ સ્મરણ વિમુખ કરતા કોઈ જ વિચાર નહિં કરવા. માત્ર હરિ હરિ હરિ નું રટણ જ ગંગા-વિજય કરતાં જ રહ્યાં. રાત હોય કે દિન હોય. હાથ-પગ કામ કરતા હોય તો પણ

મન તો શ્રીહરિના જાપ કર્યા જ કરતું હોય.

ત્યારે ગંગા બોલી ઊઠતી “ઈ જે જે જીવ દ્વારકાવાળાને મલવા તડફડતા અહેં ઈ ઈ હાલી નીકળ્યા હીપ મારો દ્વારકાવાળો બૌ દયાળુ હેં.”

વૃધ્ધ યાત્રાળુંનું મન આનંદથી ભરાઈ જાતું. તો કોઈ કોઈ યાત્રાળુની તૂટી ગયેલી શ્રધ્ધાના તંતુ પુનઃ શ્રધ્ધાની અડગ દોરીથી બંધાઈ જાત. ચાલવામાં અનેરું પ્રોત્સાહન વધ્યા જ કરતું હતું. દૂર દૂરથી ધજા દેખાતાં દર્શનાર્થીઓ ‘દ્વારકાધીશની જય’ પોકારી ઊઠતા. સંઘમાં નાચી

ઊઠતા, તાલીઓના તાલ મળતા, ઝાંઝને પખાલ વાગતાં મંજીરાને મૃદંગના

અવાજ તીવ્ર બનતો નાચતા દોડતા ભક્તોમાં ભાવમય શક્તિ ઉભરાઈ

ઊઠતી હતી.

દરિયાના પવન ફૂંકાવા લાગ્યા. ઝાડીને ઝાંખરાં ગીચ બનવા

લાગ્યાં. માત્ર એક-બે જ ચાલી શકે તેવી પગદંડી આવવા લાગી. દૂર

દૂરથી દરિયો દેખાવા લાગ્યો. દૂર દૂરથી ધોળી ધજાવાળું ઊંચા શિખરવાળું

મંદિર દેખાવા લાગ્યું. વહેલી સવારે દરિયાને મળતી ગોમતીની નજીક યાત્રાળુઓ આવી પહોંચ્યા. ગોમતીને કિનારે ચીજવસ્તું મૂકીને સ્નાન કરવા લાગ્યા. થાક તો હરિ દર્શનની તાલાવેલીમાં ક્યારનોય ઊતરી ગયો હતો. ચીજવસ્તુ ગોમતીથી દૂર ખૂલ્લી જગામાં મૂકીને ભીને કપડે શ્રીહરિ દ્વાર ખૂલવાની રાહ જોતા ભજનો ગાતા કરતાલ વગાડતા ઢોલક વગાડતા

મંજીરાના તાલે નાચતા હરિધૂનની હેલી મચાવતા ભક્તો અમીટ નજરે હરિ સ્મરણ કરતા મંદિર સમક્ષ ઊભા જ રહ્યા. વૃધ્ધ દર્શનાર્થીઓનો

પ્રભુ સ્મરણની પ્રેરણા વધવા લાગી. તેઓ પણ નાચતા હતા. હરિધુન

મચાવતા હતા. ગંગા-વિજય કરતાલ વગાડતા હતા. વિજયના એક હાથમાં તુલસી હતી. શ્રી દ્વારકાવાળાને અર્પણ કરવા જીવની જેમ

શ્રધ્ધાનાં નીર સીંચીને લાવ્યો હતો. દ્વાર ખૂલતાં “જય દ્વારકાધીશ” “જય દ્વારકાધીશ” “જય રણછોડ” “જય રણછોડ”ના જયઘોષ ભક્તો કરી રહ્યા હતા. ચહેરા ઉપર પ્રભુની કારુણ્યતા પ્રસરી રહી હતી. વિજય- ગંગાની બંધ આંખોમાંથી ગંગા-જમના વહ્યે જ જતાં હતાં. નદીઓનાં

ઘોડાપૂર ઊભરાઈ રહ્યાં હતાં. હરિ મિલનની લગન ભક્તોની દૃષ્ટિ

ઉપરથી જ સમજાઈ જાતી હતી. પ્રભુના ચરણમાં દ્વારકાધીશનાં ચરણમાં તુલસી અર્પણ કરતો ભક્ત બોડાણો બોલી ઊઠ્યો- “જય દ્વારકાધીશ”

ભક્તવૃંદમાં જયઘોષ પ્રસરી રહ્યો- “જય દ્વારકાધીશ” મંદિરમાં આરતી થવા લાગી. ભક્તવૃંદ એક પછી એક દર્શન કરી ચાલી જતું હતું. બોડાણો અને ગંગા મંદિરના પૂર્વ તરફના ખૂણામાં દિવાલને ટેકવીને દર્શન કરતાં ઊભાં જ રહ્યાં ઊભાં જ રહ્યાં. દર્શન કરવામાં બંન્નેને ભાવસમાધિ લાગી ગઈ. સમય ક્યાં પસાર થયો ખબર જ ના રહી. મંદિર બંધ થવાના સમયે પૂંજારીએ બૂમ મારી “જય દ્વારકાધીશ” “જય દ્વારકાધીશ” મંદિર બંધ થશે. ગંગા-વિજય ભાવસમાધિમાંથી મુક્ત થયા. તેમણે બંધ આંખો

ખોલી. શ્રીહરિના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરી બંન્ને હરિભક્તે દૂર દૂર પોતપોતાના કાર્યમાં મગ્ન સંઘના યાત્રીઓને મળવા ગયા. મનની શાંત અવસ્થા હતી. હરિ મળ્યાનો આનંદ હતો. જીવનનો ધન્ય દિવસ હતો. દક્ષિણ તરફના ગોમતીનું સમુદ્ર સાથે મિલન થતું હતું. ગોમતીનો શાંત પ્રવાહ નવવધુ જેમ દરિયાને મળતો હતો. દરિયાનાં મોજાં ઘુઘવતાં

ઘુઘવતાં દૂર દૂૂર સુધી નદીનાં પ્રવાહને પાછો વાળતાં હતાં. સાગર અને નદીના મિલન સ્થળે સંઘનો પડાવ હતો. ચૂલા ગોઠવાઈ ગયા હતા. બપોરનો સમય હતો. યાત્રાળુઓ ખીચડી અને રોટલા બનાવવામાં મગ્ન હતા. ગંગા અને વિજય અકળ મૌન ધારણ કરી. યોગ્ય લાગે તે કામ કરતાં હતાં. વિજય દૂર દૂરની ઝાડીમાંથી સૂકા લાકડા વીણી લાવી ચૂલો

સળગાવામાં મગ્ન હતો. ગંગા પોટલી ખોલીને ચોખા-દાળ હાંડલીમાં

સાફ કરી ધોઈને જરૂરી પાણી નાંખી હાંડલી ચૂલા ઉપર મુકી જરૂરી મીઠું

હળદર નાંખી તેજ આગને સળગાવા ચૂલમાં લાકડાંને સંકોરા લાગી.

મધ્યાહ્‌ન માથે આવ્યો હતો. હરિ દર્શનની ભવ્ય શાંતિ યાત્રાળું અનુભવી રહ્યા હતા. મૌનનું સામ્રાજ્ય હતું. ચહેરા હસતા હતા. આંખો હરિદર્શનની ઝાંખી અનુભવી રહી હતી. મનોમન ગંગા-વિજય હરિ હરિ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ, જય રણછોડ, જય રણછોડ ના જાપ ચાલું હતા. ઘેઘુર

લીંબડાના વૃક્ષની છાંયમાં યાત્રાળું પાંચ પાંચના વર્તુળમાં ખીચડી-છાશ- રોટલા-ગોળ મરચાંનું મધ્યાહ્‌નનું ભોજન આરોગવા બેઠા હતા. બાજુમાં બેઠેલા યાત્રાળુંને વિજય પૂછી રહ્યો “મગનદાદા આ તમારી કેટલામી જાતરા.”

યાત્રાળુએ કહ્યું - “દીકા ઈ મન હાંભરહ તાં હુધી બીહમી જાતરા અહેં”

“હું વાત કરો હો હાંભરીન્‌ ધન ધન થૈ જ્યાં” ખીચડી પીરસતી ગંગાએ કહ્યું.

“દીકરી જવાંનીમાં પચી તીહ વરહનો અહું ન અમારા ગામમાં ઈ લુણાવાડાનો સંઘ આયો ઈની હાર મી હેંડી નેંકર્યો” વૃધ્ધપુરુષે હકીકત કહી.

“ગામ વારા મારા વાલા મન મનાવા આયા, મા તો માથાં

પછાડી રોવા લાગી પણ મીં ની માંન્યો તી ની માંન્યો. સંઘ હારી હારી હેંડવા લાગ્યો. ફૂટી પૈઈ નૈ ને જાતરા હેંડ્યો. માથે હજુરિયો અતો. મન

મારા કાળિયા હંભારયજ કર હંભારયા જ કર મં હેંડ્યો. જાતરાવાળા

હસતાં હસતાં હંગાથે ભજન ગાતા ધુન મચાવતા અતા મું પણ ધુનમાં હાવ ગાંડો થૈ નાસતો અતા” વૃધ્ધ યાત્રાળુએ જીવનની પહેલી જાતરાની શરૂઆતના દિવસની વાત સાંભળવામાં બધા હળવે હળવે જમતા હતા. કુલડીમાં રેડાયેલી છાશના ઘૂંટ વિજય ભરતો હતો. ગંગા દૂર બીજા યાત્રાળુંને જમણ પીરસતી દાદાની હકીકત સાંભળતી હતી. ગંગા હળવેથી બોલી ઊઠી- “દાદા અમાર પણ તમ જેવું થ્યું”

“હાસી વાત હ ભૈ જીવ જ આકળવીકળ હોય મન તુંહી તુંહી કહેતું હોય અન્‌ આપણ દબાઈ દબાઈન ચેટલું દબાઈયેં. જો ભયા મન ન જી ગમ ઈ કરવું ઈમાં જ જીવ ન શાંતી મલ.. દબાઈ દબાઈન મન ન

મારવામાં મઝા નૈ હાં” વૃધ્ધ યાત્રાળુએ અંગત વાત કરતાં કહ્યું. વિજયને દાદાની વાતમાં રસ પડ્યો. તે બોલી રહ્યો - “દાદા

તમને કોઈ દ્વારકાવાળાનો અનુભવ થીયોહ.”

દાદા ઠાવકા થૈ ને બોલી રહ્યા એમની આંખોમાં ઝળઝળિયાં આળી ગયાં ગળ ગળા સ્વરમાં કહેતા હતા “બોડાણા એકવાર મારા વાલાનો અણસાર થીયો તો હાં દહ વરહ પેંલાં ઈ આખા મલકમાં દકાળ પડ્યો તો ઈ માંણહ માંણહ ઘેરમાં પેંહી રાંધેલું નાહી જાય. ખાવા બેંહ્યા હોય ન ચાંકથી કોઈને કોઈ આવી પૂંગ હામટી છાબડીનો રોટલો ખીચડી

લૈન નાહ ઈની પાછળ બીજા બે ત્રૈણ પડ એક ઈના હાથમાંથી ઝુંટવતો

બીજો ઈના હાથમાંથી ઈ દકાળીયાના જીવતાં જાગતાં ભૂત હડીયો કાઢતાં

હોય. લીલું તખલુંય ના જોવા મળ. ઝાડ ઠુંઠા થૈ જ્યાં તાં તો વળી પાણી..

પાણી તો બે બે ઘઉંથી બૈરાં ભરી લાવ.. આખો દા’ડો પાણી ભરવામાંથી પાર નૈ આવ. શેઠીયા ગામ છોડીન નાહી જ્યા’તા. નદીયું હુંકી ભઠ થૈ જૈતી પાણી છાંટો ચાંથી હોય.. એક દન ગામવારાન કીધું નદીમાં ઊડવો કરીયેં ભલુ થવાનું અહેં તો પાણી થહેં.. ન એક દા’ડ ગાંમના ત્રૈણ ચાર જવાનીયા હારી મું જ્યો. નદીમાં ખાડો ખોદયો ને ચાર-પાંચ આથે પાણી જ પાણી ગામનાં ટોળે ટોળા ભેગાં થૈ જ્યાં.. તાંજ ધામા.. ગામમાં અતુંય હું ઢોરો મરી જ્યાંતાં ખોરડાં બારણાં વગર ભેંતોવાળા અતાં. ઈ પાંણીની તો શાંતી, મારગમાં આઠ દહ પોલીસવાળા ધાંનનાં ગાલ્લાં લૈન નેંકર્યા. હી હંધુ ટોળં તાં પોંચી જ્યું”

“પસી હું થીયું” વિજયે વાતનો દોર ચાલું રાખતાં કહ્યું.

ગામ આખું કગરી પડ્યું “થોડા દાણાં આલો” સપઈએ બંદૂકની

નાળ બતાઈ.

“હું વાત કરો હોં” વિજય ચમક્યો

“મું વચી પડ્યો સપઈએ ભડાકો કર્યો.”

“હું વાત કરો હોં” વિજય ગભરાઈને કહ્યું.

“મારો વાલો વચી અતો” મગનદાદાએ ગળગળા થૈ કહ્યું. વિજયએ કહ્યું “એટલે”

એટલે એમ કી ભડાકો કર્યો પણ ભડાકો મારી સાતીમાં ના

થીયો મારા ગળામાં લટકતા મારા વાલાની ‘હરિ’ની તુલસીમાળા જોઈ

ભડાકો ઊંચો થયો. મું બચી જ્યો. સપઈ ભળી જ્યો. ગાલાંના બળદને

હાંકતો ગાડાવાળો નેચ ઊતરી જ્યો. માર હાંમી જોઈ જ રયો “ભગત હોં.. મન પગે લાગતાં કૈ રયોપ”

વિજય મગનદાદાના જીવનમાં બનેલ બનાવ સાંભળી ગળગળો થઈ ગયો. ગંગાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ગંગા કહી રહી- “દાદા મારા વાલાએ બચાવ્યા.”

“હાચી વાત હ બેટી ગાડાવાળો મન પગે પડી કે ઈ હંધુ ગાડું તમારા ગાંમનુ લૈ જાંય” ગાડાવાળાએ કહ્યું.

મીં ગાડાવાળાન કીધું ભૈ તમારું નોમહું ધાંન તો ઈમ નાં

લૈએપ “હારું વરહ આવ સે ઈટલ દોઢું ધાન આલી હું મારા ભૈ.”

ગાડાવાળાએ કહ્યું મારું નોમ જોણવું હ. મારું નામ હ “જગડુશા- જગત શેઠ. મારો દીકરો હ. જઉ હ ખંભાત વાંહી વાંહી વીહી ગાડાં આવહ- ઈ તમન ગમ તાં ધાંન આલજો હાં”

ગામવાળાએ જગડુશાની જય બોલાવી ઈ વીહ વીહ દા’ડ ધાંન રંધાયાં. ઘેર ઘેર ચૂલા સળગ્યા. જગડુશા અને સપઈન હેતે જમાડવામાં આવ્યો. ભૂખ્યાં વરુ જેમ ધરપત વગર જૈન જાં વેલું રંધાયું તાં ખાવા મંડી પડ્યાપ

વિજય બોડાણો હરિની લીલા સાંભળી ગદ્‌ગદીત થઈ ગયો. ગંગા હરિ સ્મરણ કરતાં મલકાઈ ગઈ.

. મોડી સાંજે ગંગા-વિજય દ્વારકાના બજારમાં પણ તુલસીમાળા

મંજીરા અને ઢોલક ખરીદ કરવા ગયાં. ચંદન ગોપીચંદન દ્વારકાધીશની

મોટી માળા ખરીદી લાવ્યાં સાથે ત્રણ મણ ચોખા, ત્રણ મણ બાજરી, ગોળ, ઘી, મરચું, હળદર, મીઠું ખરીદીને એક મજુર સાથે સંઘમાં લાવી

મુક્યું. સંઘના યાત્રિકો આ ચીજવસ્તુ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. એક

સ્ત્રી બોલી ઊઠી “હરિ હરિ” આ હું કરીયું. તમ તો અમારાં દીકરા દીકરી જેવાં હો. ઘરે એટલી સેવા કરીહ તમ” ગદગદીત થઈ ગયેલી સ્ત્રીને કહેતાં ગંગા બોલી- “ચંચીમા ઈ અમારી જાતરાનાં ફળ મારોવાલો દયાળું હ. તમારી સેવા કરવા મલી ન મારા આતમ દ્વારકાધીશનાં દર્શન થીયાં” જોડે ઊભેલાં વાલીમા ગંગાને જોઈ રહ્યાં.

દૂર ઊભો ઊભો વિજય મરક મરક હસતો હસતો વાલીમાને બે હાથ જોડી બોલી રહ્યો હતો “વાલીમા હંધા સંઘવાળા દયાળું હ.

માવતર જેવા હ અમન ચેટ ચેટલાં હંભાર્યાં. નદીયું પાર કરતી કીધું- “બોડાણા હંભારજે બેટા. પેલા લાકડી પાણીમાં નાંખ ચાં ખાડો હ ચાં ટેકરી માલમ પડ. ન એકવાર લાકડી મેલી તો તળીયાનો તાગ નોં મલ

મારા વાલાએ મેંર કરી બચી જ્યા નદીયુનું પાણી ધમધોકાર વહી જાય.

ઘોડાપૂર જેમ.”

સાંજની આરતીનો સમય થયો. દ્વારકાધીશનાં દર્શને આખા દ્વારકા ગામના લોકો દર્શને આવતાં હોય છે. ભગવાન પાસે જીવનમાં સતત હરિ રહે તેવી કૃપા મેળવવા ગાતા હોય છે. “રસભીના રાય રણછોડ, વસો મારા હૃદયમાં.”

તો આરતી ટાણે “ઓ ઈશ્વર ભજીયે તને” ગાઈને કાલાવાલા

કરતા હોય છે. આનંદ ઘેલા ભક્તો જીવનમાં દ્વારકાધીશની કૃપા મેળવી

ભીની આંખે આજીજી કરતાં ગાતા હોય છે. “આજે મારે દિવાળી થઈ આજ હરિ મુખ જોવા ને, આજ દિવાળી કાલ દિવાળી હરિ મળ્યાની આશ રે, આરતી ઉતારું મારા અલબેલાની હૈયે હરખનાંમાંય.”

હરિઘેલા ભક્તોભવ વિભોર બની ભાવમય અવસ્થામાં જીવનનાં અસ્તિત્વ ભુલી જઈને અહમ્‌ને ઓગાળીને રણછોડ રાયનાં કાલાવાલા કરતાં હોય છે. હરિનું પ્રાગટ્ય-દર્શન ત્યારે જ થાય છે જ્યારે મનુષ્ય અહમ્‌ ત્યજીને સમગ્ર જીવન સમર્પણ કરી તીવ્ર અભિપ્ષાપૂર્વક હરિ માટે તડપતો હોય છે. રોમરોમ હરિને પોકારતા હોય છે. મનુષ્યની બુધ્ધિ હારી જાય છે, મન તુંહી તુંહી પોકારે ત્યારે હરિદર્શન થાય છે. આ એક એવી અવસ્થા છે કે મનુષ્યનો મન નાત, જાત, સ્ત્રી, પુરુષ જીવો માત્રમાં આત્મામાં હરિને જુએ છે. જ્યાં મારું-તારું હોતું નથી. વિશ્વનું કલ્યાણ ઈચ્છતો હોય છે. વેર-ઝેરનાં વાડા ઓગળી ગયા હોય છે. મનુષ્યની આ આવીભૌતિક અવસ્થા છે. પર પરા સહસ્ત્રાર વિંધિને મનુષ્ય હરિ શરણે હોય છે. હરિ ઈચ્છે તેમ જ કરતો હોય છે. હરિ તેનો સ્વીકાર કરીને તેનું સંચાલન કરતો હોય છે. આ ભક્તને આધીન્‌ હરિ હોય છે. ભક્તના દુઃખે દુઃખી હોય છે. જેમ મીરાં-નરસિંહના જીવન સાથે વણાયેલા હતા. આવો

ભક્ત દુઃખમાં સુખ અનુભવે છે. સુખ ને વહેંચે છે. હરિનામનો વેપાર કરે

છે. બોડાણો અને ગંગાની આ અવસ્થા હતી. ના દેહનું ભાન, ના મારું-

તારું, ના વેર-ઝેરનો ભાવ, ના સ્ત્રી-પુરુષ, પશુ-પક્ષીના ભેદભાવ

દુઃખને જોઈને ઓગળી જતાં. બન્ને હૃદયની ભાવ અવસ્થામાં પહોંચી ગયાં હતાં. હરિએ એમનો સ્વીકાર કર્યો હતો. ભૌતિક સુખ-દુઃખને સહજ અનુભવતાં બંન્ને હરિની કૃપા સમજતાં હતાં. તે હરહંમેશ પ્રભુને

પ્રાર્થના “હે હરિ એવું દુઃખ આપો કે અમે તમને ખૂબ ખૂબ યાદ કરીએ.”

બીજા દોઢ માસે ચૈત્રી આઠમે ડંકપુરમાં આવ્યા ત્યારે ગામ

લોકોમાં આનંદની હેલી ઊછળી. સંઘનું સ્વાગત સરભરા થઈ. ગોમતી

ઘાટે સ્નાનાદી ક્રીયાથી પરવાર્યા પછી ભક્તોને ભોજન જમાડવામાં આવ્યું. યુવાનો, યુવતીઓ, સ્ત્રીઓ, પુરુષો યાત્રાળુંની સેવામાં મગ્ન બન્યાં. પગચંપી થવા લાગી. મોડી રાતે હરિ ભજનની હેલી મંડાઈ. ડંકનાથ મંદિરમાં ગવાતાં ભજનોમાં બોડાણો-ગંગા સોળે કળાએ ખીલી ઊઠ્યાં. “હરિ હરિ તે વનનો મોરલો ગિરધારી રેપ” “આજ મારે દિવાળી થઈ હરિ મુખ જોવા ને” “વ્રજ વહાલું રે ગોકુળ નહીં આવું”

ભજન પૂરાં થયાં. પ્રાર્થના ચાલી “ઓ ઈશ્વર ભજીયે તનેપ” ગ્રામવાસી વિખેરાયાં. પશીમા કે અમરસીંગને જોયાં નહીં. બોડાણો વ્યાકુળ થયો. કરણને પૂછ્યું- “કરણ મા-બાપુ?”

“ઈ ફાગણી પૂૂનમેપ” કરણનો કંઠ રૂંધાયો. “હું થીયું?” ગંગા બોલી ઊઠી.

સાંકળચંદ શેઠ બોલી ઊઠ્યા- “ગંગાબાઈ, તમે જ્યાં ને તમારા

વના તડપતાં તડપતાંપ”

થીયાં.”

રડતો રડતો કરણ બોલી રહ્યો- “હા ભૈ બેઉ હારે હરિશરણ

ગંગા-બોડાણો ગળગળા સ્વરે છૂટ્ટી પોકે રડી ઊઠ્યાં- “હરિ

કરી. લીંબડા નીચે બેઠા બેઠા હરિ સ્મરણ કર્યા કરતા. બીજા વર્ષે

નવરાત્રિના દિવસોમાં બાજરીનો પાક કાપવામાં મોડું થયું હતું તો

દાતરડું લઈને રાત્રિના ત્રીજા પ્રહરમાં હરણીઓ નીકળે ત્યાં સુધી બાજરીની

હરિપ આ હું હુંજ્યું?”

ચંચળ અને મગનદાદાએ ગંગા-બોડાણાના શીર પર હાથ ફેરવતાં બોલી ઊઠ્યાં- “જેવી હરિની ઈચ્છા. હરિ કરે તે ખરું.”

ગંગા-બોડાણો શૂન્યમનસ્ક ભાવે અવિરત દૃષ્ટિથી નીહાળી રહ્યાં. ચોધાર આંસું ચાર આંખોમાંથી ઊભરાઈ રહ્યાં હતાં. સંઘના યાત્રિકો દુઃખદ બનાવથી વ્યગ્ર હતાં. વહેલી સવારે વિદાય લેતા સંઘના યાત્રિકો દુઃખદ ચહેરે બોડાણા-ગંગાને મળીને આશ્વાસન આપી વિદાય થતાં હતાં. વાલીમા તો બોલી ઊઠ્યાં- “દીકરી સુખ દુઃખ હરખાં ગણવાં.. ઈ મનેખના ભવમાં વણઈ જ્યાં હોય શેં.. હરિ નામ ઈજ હાચું.”

વિજય ભૂતકાળમાં સરી પડતાં વિચારી રહ્યો “બાપુ કેવા હતા જે નક્કી કરે ઈ કર્યા વના રેં નૈ. સેતરમાં કૂવો ખોદવામાં જાત તોડી નાંખી” નાનોભાઈ લખો કહેતો “મોટાભાઈ તો કોંમનો રાકસસ કેંવાય. કાંમના કરેં તો ગમ જ નૈ હાં.” એક દિવસ પ્રતાપને તાવ આવ્યો ત્યારે અમરસીંગ કોઈને કહ્યા વિના એકલા ખભે બેંહાડી ઊમરેઠ દિવસ ઉગતા પહેલા વૈદ્યને ત્યાં લઈ ગયા હતા. દંડીઋષિને આશ્રમે વહેલી સવારે પહોંચી જાય તો એકલા જાતે જ આંગણું ચોખ્ખું કરી નાંખતા. પાકટ

ઉંમરે ત્રીજા પ્રહરમાં ઊંઘ ઊડી જાય તો ચૂૂપ ચાપ નાવણિયામાં સ્નાન

ઓળ વાઢતા રહ્યા. વિજયે નોરતાના ગરબા ગવાતા બંધ થયા અને બાપુને ઘેર ના જોતાં ખેતરમાં ગયો તો પાસે આવીને ઊભા રહેલા વિજયને કહેતા હતા “બેટા આંમ અંધારે અંધારે નાં અવાયપ તું તાર હુંઈ જા મું વાઢું હું કા ઈટલું કામ કરવું મટ્યું”

નવી પરણીને આવેલી ગંગાને ખ્યાલ પણ નહિ ને લાજ કાઢવાની રહી ગયેલી. ઘરકામમાં મશગુલ ગંગા ઓસરી, ઓરડો અને ચોકવાળીને ગાય-બળદને ઘાસ નીરતી હતી ત્યાં જ ગંગાની નજર અમરસીંગ પર પડતાં શરમાઈ ગઈ અને લાજ કાઢીને દોડી ગઈ ત્યારે બોલી ઊઠ્યા હતા, “ગંગાબાઈ તું તો મારી સવિતા જેવી દીકરી કેંવાય મન મૂકીને કાંમ કરીયે ઈ તો હરિ ભક્તિ-જપ કરતાંય હરિને વ્હાલું હોય હાં” બોકડીયાવાળા ખેતરમાં કૂવાને થારે કપડાં ધોતી પશીમાને અદ્‌ભૂત પ્રેમ કરતા હતા. તેનો સાક્ષિ વિજય બંન્નેની વાતો સાંભળતો. મક્કાઈના

ખેતરમાં પાકા ડોડા ભાગી રહ્યો હતો. “પશીપ તું ને પસાની ઊંમરે પણ જવાંન જેવી ભાલું હું ઈ પાંસ મણની ખહલાની ઘાંહડી ઘડો મૂકતી હોય તેમ એક એલકારે માથે ચાડાવું હુંન.. સડસડાટ. ગાડાની વાટ જોયા વેન્યા

ઘેર હેંડી જાય હ. તાણ તારું રૂપ જવાનીની હેડ બદલઈ જાય હ હાં.”

વરસો સુધી અગિયારશને પૂનમના ઉપવાસ કરતા અમરસીંગના

દિવસ ગયા વગર ચંદ્રમાની કળા ઉપર જ કહી દેતા કે “વિજય આજ

અગિયારશ થઈપ પૂનમ થઈ.”

દિવસે કે ચોઘડિયું બદલાય તો સૂરજના બદલતા પ્રકાશને

પ્રાકૃતિક વાતાવરણની થતી મન ઉપરની અસરથી તુરંત કહેતા “ઈ કાળ ચોઘડિયું બેંઠું વિજય, ધાયણ ખમ, હાચવીને કાંમ કર.”

એક દિવસ એવું બન્યું. સવિતા બપોરનું ભાત લઈને ખેતર જવા નીકળી તો બાપુ બોલ્યા- “બુંન નાં જતાં કુની વાટ ઘરનાં કામ કરો કાળ બેંઠ્યું હ..” સવિતાએ બાપુની વાત હસી કાઢી તે હસતાં હસતાં બોલી ઊઠી- “બાપુ.. ઈપ દન ઊગ ન ચોઘડિયું તો બેંહવાનું.. કાય હું કરી લે મું તો આ હેંડી” “નાં નાં બુંન આજ તારા હાટુ હારું નહિ ચાંક કાંક થહેં”

એવું જ બન્યું. સવિતા ગોમતીથી થોડે દૂર પગદંડી ઊતરીને

ખોડીબારે પહેંચે ત્યાં ઠેસ વાગતાં નીચે પડી ભાત પડ્યું દૂર અને સવિતાનો પગ ઘુંટણમાંથી ઊતરી ગયો. ખોડંગાતી રડતી રડતી સવિતા ખેતરમાં પહોંચી તો વિજયને ખબર પડી કે બાપુના ના કહેવા ઉપર સવિતા ભાત

લઈને નીકળી હતી. વિજય મૂંગો મૂંગો કેટલોય સમય ઓટલી ઉપર બેસી રહ્યો. તેની નજર સમક્ષ પસીમા દેખાવા લાગ્યાં. ચોકમાં મૂકેલા ઘોડિયામાં કરણને હિંચકો નાંખતાં હતાં. સાંજનો સમય હતો. વિજય-પ્રતાપ લંગડી રમતા હતા. પશીમા વિજયને કહેતાં હતાં “વિજય આંમ આવ લેં હેંચકો

નાંખ મું સોખા-દાલ લૈ આવું.”

વિજય હીંચકો નાંખતો રહ્યો ને પશીમાની ચીસ સંભળાઈ. વિજય દોડતો ઘરમાં ગયો. પશીમા બરાડી ઊઠ્યા- “પાંહણ નાં આવતો બેટા કાળમુખો કૈડી જ્યો.” વિજય જુએ છે ને પશીમા ભયાનક સાપના

મોઢામાંથી પકડી ઊભાં થૈ બહાર આવ્યાએ બારણાના ખૂણામાંથી દાતરડું કાઢી જોરથી હાથના પંજા ઉપરની નશ કાપી નાંખી લોહિ નીકળવા

લાગ્યું. નીકળતા લોહી સાથે પશીમા સાપને વિંઝીને ફેંકી દીધો. વિજય

રડતો જ રહ્યો રડતો જ રહ્યો. રડતા વિજયના અવાજે ફળીયાના લોક

ભેગાં થઈ ગયાં. જોયું તો પશીમા સાપ સાથે દોડી રહ્યાં હતાં. કરશનમાએ પશીમાની પાછળ દોડી સાપને ફેંકી દેતી પશીને પકડી પાડી અને બેભાન થવા લાગેલી પશીને થપથપાવતાં ઊંચકી ઘરનાં ચોકમાં સુવાડી. ગામ

લોકો ભેગા થઈ ગયા. ગારુડીને બોલાવામાં આવ્યો. મોડી રાતે સાપનું ઝેર ઊતરી જતાં પશીમાનું માથું ખોળામાં મૂકીને બેસી રહેલી સવિતા અને પશીમાને ઝોળીમાં સૂવાડી ઊમરેઠ વૈદ્યને ત્યાં લઈ જવા નીકળ્યા. પરોઢ થતાં વૈદ્યની દવા કરાવીને ઘેર આવી પહોંચ્યા. દ્વારકા જવા નીકળેલા વિજયને મળવા અમરસીંગ કેવા ઘોડેસવાર થઈને આવી પહોંચ્યા હતા. પાસે હતી તેટલી કાવડીયા આપતાં કેટલું પ્રેમથી બોલતા હતા. છેવટે વિદાય થતાં કેવા ગળગળા થઈ ગયા હતા. તે દૃશ્ય વિજયની આંખો સમક્ષ તરવરવા લાગ્યું. વિજય ને લાગ્યું કે બા-બાપુની યાદમાંથી

બહાર નહી નીકળી શકશે એટલે વિજયે નિર્ણય કર્યો કે કરણ ફળીયા

વચ્ચે ઘરમાં જ રહે અને ગંગા-વિજયે ખૂૂબ ઓછુ ઘેર રહેવું. દિવસોના

દિવસો જવા લાગ્યા. વર્ષ પૂર્ણ થવા આવ્યું.

બોડાણાની ૮૨ મા વર્ષે ૬૦મી યાત્રા

બીજા વર્ષે ૧૨૧૧માં ખંભાતના સંઘ સાથે ગંગાબાઈ-વિજય

દ્વારકા જવા નીકળ્યા. તે પહેલાં મહા માસમાં કરણ-પ્રતાપનાં લગ્ન

લેવાયાં. સાંકળચંદ શેઠને ત્યાં વિજયે લગ્ન અંગેની ઉપાડ કરી જમણવાર

માટેનું સીધું. જરૂરી ચીજવસ્તું, પાનેતર, ચૂડી, કિડીયા હેર લાવ્યા. ગંગાબાઈએ સોનાના દાગીના પ્રતાપ-કરણની પત્નીને દહેજ દીવા ચઢાવ્યા. બંન્નેના વરઘોડા નીકળ્યા. આનંદ ઉત્સવ મનાવાયો. સમસ્ત ગામમાં જમણવાર કરવામાં આવ્યો. પ્રતાપ-કરણ પરણીને આવ્યા ત્યારે ગંગાબાઈએ ઓવારણાં લીધાં. પ્રસંગ પૂર્ણ થયે દીવાની અને કરણની વિદાય લેતાં વિજય બોલી ઊઠ્યો, “કરણ આ ઘર ખેતર તને સોંપું હું ઈ

મારે ને તારી ભાભીએ હરિશરણ સ્વીકારેલું હેં તું તારી ખેતી હંભાર જે અન ડંકનાથની પૂંજા કરજે. અમે દ્વારકા જાહું” ગંગા-વિજય બીજી વાર

દ્વારકા જવા નીકળ્યાં. ખંભાતનો સંઘ હતો. જગત શેઠ ડંકપુર આવ્યા

હતા. સંઘની પૂરી સરભરા કરવામાં આવી. જોઈતું સીધું લઈને ડંકપુરથી સંઘ દ્વારકા જવા નીકળ્યો ત્યારે સાંજની ખીચડી-કઢી ખવડાવતાં સાંકળચંદ શેઠે સંઘવાળાને કહ્યું- “ઈ જગતભૈ અમારી મૂડી તમન હોંપીએ સીયે ઈમન હંભાર જો હોં” જગતશેઠ વિજય-ગંગા તરફ દૃષ્ટિ કરતાં કહ્યું- “સાંકળચંદ શેઠ એમ ચમ બોલ્યા, તમારી મૂડી ઈ અમારી પણ મૂડી હ જેવાં ચેવાં તમારા રાધા-કિશન જેવાં દેખાય હ.” સંઘવાળા ગંગા- વિજયને જોઈ જ રહ્યા. કેટલાક બોલી ઊઠ્યા “હાચી વાત હોં રાધા- કિશન જ હી”

ખંભાતના જગતશેઠ એકવીસ વાર દ્વારકા દર્શન અર્થે સંઘ

લઈને ડંકપુર રોકાઈને ગંગા-વિજયને સાથે લઈને જતા હતા. ઉનાળાનો આકરો તાપ ભૂખ-તરસ તો વેઠવાનાં સાથે બાળી નાંખે એવી લૂૂ હોય પગમાં ફોલ્લા પડી ગયા હોય તો પણ રણછોડજી દર્શનના તરસ્યાં- તડપતા ગંગાબાઈ-વિજય અડગ શ્રધ્ધાથી સંઘ સાથે દ્વારકા જતાં હતાં. દ્વારકાધીશનાં દર્શન કરી ધન્ય ધન્ય બની જતાં. તેમની આંખોમાં કરુણાનાં અશ્રુ ઊભરાઈ આવતાં હતાં. માર્ગમાં ક્યારેક સ્વપ્નમાં દ્વારકાધીશનાં દર્શન થતાં ક્યારેક એ સ્વપ્નની ઝાંખી આખો દિવસ રહ્યા કરતી હતી.

ભાવમય વિચારોમાં આખો દિવસ ચાલ્યા કરતાં ગંગાબાઈ અને વિજય

બોડાણાને શરીરનું કોઈપણ ભાન પણ રહેંતું નહીં. બોડાણો ક્યારે હરિ જાપ કરતો કરતો ઠોકર ખાઈને પડી જતો. તો ગંગાબાઈ તેને ઊભી

કરીને ખભાનો ટેકો આપતી સાથે ચાલતી હતી. બંન્નેને ભૂખ જેવું કંઈ

હતું જ નહીં. દેહની તુરિયા અવસ્થા આવી ગઈ હતી. તાળવામાંથી એક એવો રસ ઝરતો કે બંન્ને તે ઘુંટ પીતાં પીતાં ભૂખનું સમન કરતાં આનંદમાં ઈશ્વર દર્શનની કરુણાભરી આંખો, ચાલ્યા જ કરતાં. બસ ચાલ્યા જ કરતાં. જ્યાં જ્યાં નજર પડતી ત્યાં દ્વારકાધીશનું સ્મરણ થઈ આવતું હતું. જગડુશાના વારસ જગતશેઠ એક દિવસ માર્ગમાં ચાલતાં ચાલતાં ગંગાબાઈને પૂછતા હતા “ગંગાબાઈપ આ ભગત તો ખરા સેં.. કાંઈ બીજી વાત્યુંય નૈ ન બસ હરિ હરિ આ હું વેવલા વદયા કરશેં.”

ગંગાબાઈ જગતશેઠને કહેતા “ઈ મારા દ્વારકાધીશ હ. ઈ નો

મારગ મારો મારગ હ ભયા આ ભવ મારો વાલો નાં મલ તો કાંય નૈ આવતા ભવ ઈ અમૈ હાંથી જનમીને પાસાં તમ હારે સંઘમાં દ્વારકા જાહું.. હરિ હરિ જપ હું ભવોભવ આંમ જાહેં તો હું થયું.. ઈ મારા વાલીડાની મરજી ભયા.”

ગંગાબાઈના શબ્દોએ જગતશેઠને પીગળાવી દીધો. ગંગાબાઈનું

પારખું કરતો જગત ગળગળો થૈ બોલી ઊઠ્યો- “મારાં બુંન તમ હાસાં

ભગત હો, ભગત જરૂર મારો વાલો એક દી તમન મલહી”

જગત શેઠની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. દ્વારકા પહોંચ્યા ત્યારે જગતે આ શું જોયું? બોડાણો દ્વારકાધીશ જેવો દેખાતો હતો અને ગંગા રુકમણી હોય તેમ તેજોમય દેખાતી હતી. ગંગા-વિજયના ચરણોમાં પગે લાગતો જગત કહી રહ્યો “ઈ જાતરા ફળી મારા મન કાળિયો મલી

જ્યો. અવ દ્વારકા મંદિરમાં જવાની હું જરૂર.”

ગંગાબાઈ-વિજય જગત શેઠને કહેતા હતા. “શેઠ તમારું મન

મારા વાલમાં ભળી જ્યું. ઈપ તમ જાં જોવો તાં મારો શામળો દેખા હેં” એવું જ થયું જગતશેઠ દ્વારકા ગયા તો ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરતાં. થોડીવાર વિજય બોડાણો દેખાય તો થોડીવારમાં ગંગા અને પાછાં હસતાં હસતાં દ્વારકાધીશનાં દર્શન થવા લાગ્યાં. મોડી રાતે ગોમતી ઘાટે

ખૂલ્લા મેદાનમાં પડાવ નોંખી ખીચડી ખાઈને બધા સૂતા હતા ત્યારે દરિયાનો મંદમંદ પવન અપૂર્વ શાંતી અર્પતો હતો. ગંગાબાઈ-વિજય કહેતા હતા- “હેં બોડાણા ભગત તમ ચાણની લેંહ લાગી.”

ઈ તો ગંગાન ખબર હ.. પણ એક વાર ગંગાન સિંહ ફાડી ખાતો હતો તાણ મી ઈન બચાવા દોડી જ્યો.. સિંહ ન માર્યો ગંગા પણ મારવા

લાગી.. તાણ મન ગંગામાં કાંક જુદુ જ દેખાયું.. બધા ભેગા થૈ ગયા. સિંહ

નાહી જ્યો, બીજા દા’ડ હવારે આ હું.. અમારા દંડીઋષિના શરીર પર

લાકડીઓના શોળ અન ત્રૈણ દાંત પણ પડી ગયેલા.. “બસ ઈ દા’ડથી મું ગંગા ઓતપ્રોત થઈ જ્યાં ન હરિ સમરણની લેંહ લાગી.” જગત શેઠ આશ્ચર્યમાં પડી ગયા. જરૂર બોડાણામાં મારા વાલાનો પ્રવેશ થયો અહેં.

સાઈઠમી યાત્રા કરવા ગયેલા બોડાણાની ઉમર બ્યાસી વર્ષની હતી. સંવત ૧૨૧૧માં દ્વારકાધીશના દર્શને જતા સંઘ સાથે જતા વિજય બોડાણાનું શરીર જર્જર થઈ ગયું હતું. દેહમાં કોઈ હામ રહી ન હતી. ક્રુશ

શરીર માંડ માંડ ચાલતું હતું. તેનું હરિ સ્મરણ હરિ મિલનની અવસ્થાએ

હતું. રાત-દિવસ સતત તન-મન હરિ સ્મરણ કરતું હતું ના દેહનું ભાન,

માત્ર ગંગાબાઈ વિજય બોડાણાનું ધ્યાન રાખતી હતી. જગત શેઠના પુત્ર

લક્ષ્મીચંદ ખંભાતથી યાત્રાએ જવા સંઘ લઈને ડંકપૂર આવ્યા હતા. ડંકપૂરમાં વર્ષોથી આવતા સંઘમાં હવે લોકોને નહિવત્‌ શ્રધ્ધા રહી હતી. વૃધ્ધો અને યુવાનો વર્ષોથી આવતા સંઘની આગતા-સ્વાગતા કરવી પડે તે પરંપરા મુજબ સેવા કરવાં અને વહેલી સવારે ગંગાબાઈ-બોડાણાને સંઘ સાથે વિદાય આપવી. પ્રતાપ અને કરણનો પુત્ર અજીતસિંહ અને

મંગલસિંહ ગંગાબાઈ અને બોડાણાની સેવા ચાકરી કરતા. માંડ માંડ

ખેતરમાં કામ કરતા વિજય બોડાણા અને ગંગાબાઈનું ખૂબ પ્રેમપૂર્વક સેવા ચાકરી કરતા હરિદર્શન અને સ્મરણાં દિવસો પસાર કરતા બોડાણા અને ગંગાબાઈને લખા પરમારના વંશજ પ્રતાપ અને તેના પુત્ર અજીતનો તેમજ જમુના, રેવાં પુત્રનો પ્રેમ અદ્‌ભૂત હતો.

લખા પરમારની વિદાય પછી સંઘ સાથે જતાં ગંગાબાઈની અનેવ વિજય બોડાણોની સાથે પ્રતાપ અને કરણ પણ દ્વારકા જવા નીકળ્યા. વિજયે ખૂબ મનાવ્યો પણ પ્રતાપ-કરણ માન્યા નહિ. “હરિનો

માર કાઠો સેં હોં.. કાચા પોચાનું કામ નૈ માંડીવાળ ભૈ ઘેર રૈ ન રણછોડ રણછોડ કરજે.. હાચું કૈ હું.. માંડી વાડ જાતરા આવાનું” તેમ છતાં કરણ-પ્રતાપ ભાઈ-ભાભી સાથે ખંભાતના સંઘમાં દ્વારકાધીશનાં દર્શને આવ્યા. બોડાણા રાતે સૂૂતાં સૂતાં પણ હરિ નામ જાપ જપતો હતો.

ગંગાબાઈની પણ સ્થિતિ એવી જ હતી.

શો.”

હરિનામ જપતા વિજયે કહ્યું- “ભૈ કરણ આંય આવપ”

કરણ વિજયની પાસે આવ્યો તે બોલ્યો- “બોલો મોટા ભૈ હું કો

“ભૈ કરણ.. તું ન પ્રતાપ હંપીન રેંજો મારું ન તારી ભાભીનું

વિજય બોડાણાની ૮૨ વર્ષે ૬૦ મી યાત્રાની કપરી કસોટી સાંભળી

ભયાનક આક્રાંદ કરતાં રડી પડ્યાં. કરુણમયી ભક્તની મૃત્યુ સમયની

ક્રુશ અવસ્થામાં અમર દેહને ખેંચીને ચાલતા હાંફતા-હાંફતા ભગતની અતૂટ શ્રધ્ધા હરિદર્શનના તંતુએ બંધાયેલી હતી. પાર્થિવ જગતના લોકોને

નક્કી નૈ હોં.. જો પાસો તારી ભાભી ન ના કે’તો.. મન કંઈ કંઈ દેખાય હ.. મુ જાતરા કરીને ઘેર આવું હુ ન મન કોક મારી નાંખ હ.. ન.. ગંગા પણ મરી જાય હ” વિજય વાત કરતાં કરતાં હાંફતો હતો. તેની આંખોમાં આંસુ હતાં. “એવું ના હોય હરિભગત ન કોની હારે વેર હોય” પ્રતાપ બોલી ઊઠ્યો.

“ઈ હાચી વાત હ.. ઈ નાં થાય” કરણ ગદગદીત કંઠે બોલ્યો

“સપનું ઈ સપનું હોય..”

“એવું નૈ ભૈ..મન.. મારો વાલો દ્વારકાધીશ.. રણછોડરાય દરોજ કેંશ.. તું ઘૈડ્યો થૈ જ્યો.. મન તારી હારે લેં તો જા.. હાચું કૌઉં હું.”

મીં પણ ગઈ રાતે સપનામાં મારા વાલો આયો તાણ કયું “મું પણ ઘૈડ્યો થૈ જો હું અવ ચમ કરી તારાં દરશન કરવા આવું હેંડ મારી હારે મારા વાલા રણછોડ” થોડી શાંતી જાળવી શ્વાસ હેઠો પડતાં રાહતનો દમ લેતાં બોડાણો બોલી ઊઠ્યો- “આ ફેરા તો મારા વાલાનાં દર્શન કરતાં કૈ દેવાનો હું મારા વાલા મારી લાજ તારી લાજ હ તું મારી આરે હેંડ.”

પ્રતાપ-કરણ અને ગંગાબાઈ તેમજ જગત શેઠના અને નંદશેઠ

ક્યાં ખબર કે ભક્ત અને ભગવાન એક હોય છે. ભક્તના દુઃખે ભગવાન દુઃખી હોય છે. તે હંમેશ ભક્તની ચિંતા કરતા કરતા હોય છે. મોડી રાત સુધી વાતો કરતા. કરણ-પ્રતાપ, ગંગાબાઈ, જગતશેઠ સૂઈ ગયાં ત્યારે ઊંઘ હરામ થઈ હોય તેમ બોડાણો વિજય પડખાં ફેરવતાં ફેરવતાં સૂઈ ગયો. તેના હોઠ હરિનામના જાપ “જય રણછોડ” જપતા હતા. શરીરથી

મન અને આત્મા છૂટી પડી ગયા હતા. શરીર જપ જપતું હતું તો મન છૂટું પડીને હરિ ચરણે દ્વારકા ગયું હતું. આત્મા પાછો હરિદર્શન કરી અચેતન શરીરમાં પ્રવેશી ચૂક્યો હતો. બોડાણો જાગૃત થયો ત્યારે કોઈ અગમ્ય શક્તિ સ્ફૂર્તિ તેનામાં અવતરીને ચૈત્ય શક્તિ સંચાર કરતી હતી. વહેલી સવારે “જય રણછોડ”, “જય રણછોડ” જપતો બોડાણો સ્નાન કરી રહ્યો હતો ત્યારે ગંગાબાઈ જગતશેઠ, નંદશેઠ, પ્રતાપ, કરણ જાગ્યા ત્યારે આશ્ચર્યમાં પડી ગયાં. યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ ચેતના વિજય બોડાણામાં પ્રગટી હતી.

દ્વારકામાં પ્રવેશી ચૂકેલા સંઘનો પડાવ હરહંમેશ મુજબ ગોમતી

સાગરના સંગમે હતો. ખીચડી કઢી રંધાઈ ગઈ હતી. ભક્તો મોડી

સાંજના સાયન દર્શન કરવા ગયા. ભક્ત બોડાણાએ દ્વારકાધીશને પ્રાર્થના

કરી “હે! મારા દ્વારકાધીશ, ભક્તોના રક્ષક, મારા રણછોડરાય, કૃપા

કરો, હું હવે ઘરડો થૈ જ્યો હું.. હેંડાતું નહીં હોંફ ચડ હ.. ઈ ડંકપૂર ચાં ન ચાં દ્વવારકા નૈ અવાય અવ મારાથી તારા શરણમાં દર્શન કરવા. કાંક કર મારા વાલા મારી હાર હેંડ” આ શું? વીજળીના ચમકારા સાથે વાદળો ગર્જવાનો અવાજ થવા લાગ્યો. મંદિરના ઘંટ આપો આપ વાગવા

લાગ્યા. મંદિરની મૂર્તિમાંથી તેજ પ્રકાશે બધા ભક્તોને આંજી દીધા. કેટલાક ભક્તો જીવ બચાવા ભાગી ગયા. દોડાદોડ થઈ ગઈ. વિજયે

ભગવાનને પ્રગટ થતા જોયા તે કહી રહ્યા હતા “હે! બોડાણા! તું મને અહીંથી લઈ જા હું આવીશ.”

“પણ મારા વાલા ચમ કરી લૈ જૌ ઉં” બોડાણાએ રડતાં રડતાં કહ્યું “હવે જ્યારે આવું ત્યારે ગાડું લૈ ને આવજે હું તેમાં બેસી જઈશ” દ્વારકાધીશ ભક્તના શીર ઉપર હાથ પ્રસારતાં કહ્યું- ભક્ત બોડાણો બોલી ઊઠ્યો- “હા હા મારા વાલા ગાડું તો હ.. પણ રાજાના સિપાઈ અને આ તોતીંગ દરવાજા તાળાં માર્યા હોય તો હુ કરું.”

દ્વારકાધીશ અંતર્ધાન થઈ ગયા. દ્વારકાના લોકોને અનુભવ હતો કે ભગવાનનો કોઈ ભક્ત જો આવી જાય તો આવું જ બને છે. લોકો દોડતા દોડતા આવ્યા તો.. વર્ષોથી ડંકપૂરમાંથી આવતો બોડાણો જોયો. બોડાણાને જોઈને કેટલાક તો કહી રહ્યો- “ડોહા જંપ હવે ઘરડો થઈ ગયો. જોજે પાછો સીધો રેં જે” અદ્‌ભૂત ઘટના ઘટી પણ એવી જ ભક્ત

બોડાણો દ્વારકાથી ડંકપૂર સાઈઠમી યાત્રા કરીન આવ્યો ત્યારે ડંકપૂરનું

પ્રાકૃતિક-માનવીય વાતાવરણ વિશિષ્ટ હતું. ભક્ત બોડાણાં અને

ગંગાબાઈને લોકો, બાળકો, સ્ત્રીવર્ગ, યુવાનો વગેરે ખૂબ ભાવપૂર્વક

પ્રેમપૂર્વક પ્રણામ કરતા. વળી કેટલીક સ્ત્રીઓ, વૃધ્ધો, બોડાણાને દંડવત્‌

પ્રણામ કરતા હતા. ડંકપૂરની ધરતી ઉપર જીવતા માનવો, પશુ-પક્ષીનું પરિવર્તન અદ્‌ભૂત હતું. ગંગાબાઈને આવતી જોઈને ગાય-ભેંસ ભાંભરતી તો વળી પક્ષીઓ તેની આસપાસ વહ્યા જ કરતી. મધુર મધુર મંદ મંદ પવન ક્યારે ફોરમ ફેલાવ્યા જ કરતો. ક્યારેક ખેતરમાં જતાં બોડાણો- ગંગાબાઈને વૃક્ષો-પ્રકૃતિ આવકારતી હોય તેમ પવનગતિએ ડોલ્યા જ કરતી હતી. હરિરસની હેલી ડંકપૂરમાં ચાલ્યા જ કરતી હતી. હરિરસની હેલી ડંકપૂરમાં ચાલ્યા જ કરતી હતી. ફળીયે ફળીયે તોરણ બંધાતાં, તુલસી ક્યારાં લીંપાતા હતા. ક્યારેક બપોરના તો ક્યારે ખેતરેથી કામ પરવારી સાંજનું વાળું કર્યા પછી મોડી વાર સુધી ભજન ચાલતાં. બોડાણો-ગંગાબાઈ ભજનમાં ઉપસ્થિત ભક્તવૃંદને તીર્થયાત્રાના અનુભવો કહેતા. તો વળી હરિગુણ ગાતાં ગાતાં ગદ્‌ગદિત થઈ ઊઠતાં.

વહેલી સવારે ભાદરવી પૂનમે ખંભાતથી સંઘ ડંકપૂરમાં આવી પહોંચ્યો. સંઘનું સ્વાગત સરભરા ભાવપૂર્વક કરવામાં આવ્યું. ગોમતીના પાણીને ગરમ કરી સ્નાન કરાવ્યું. વૃધ્ધ, સ્ત્રી, પુરુષોને ડંકપૂરની સ્ત્રીઓ, પુરુષો પગચંપી કરવા લાગ્યાં. ગંગાબાઈ-બોડાણો ભાવથી ગદગદીત થઈને વંદન કરતાં હતાં. ડંકપૂરના મંદિરે સાંજનું જમણ ખીચડી-કઢી

ગંગાબાઈએ અને બોડાણાએ જ બનાવતાં પ્રતાપ-કરણ અને તેની પત્ની

જમના અને દીવાને કહ્યું- “ઈ જમના-દીવા હંધાં આગાં રેંજો આજ તો

મારા વાલીડાના ભગતોને જાતી જ ભોજન રાંધી જમાડીશું. ગંગાએ ચૂલો સળગાવ્યો. બોડાણાએ લાકડાં મૂકીને ચૂલાની આગને તેજ પ્રગટાવી. ગંગાએ ચોખા અને દાળ ભેગા કરીને સૂલા ઉપર મૂકેલા તપેલામાંથી ગરમ પાણી લઈને મસળી મસળીને ત્રણ વાર ધોયાને ચોખા-દાળનો

મેલ દૂર કર્યો. જાણે દેહ અને અંતરનો મેલ દૂર કરતા હોય તેમ દૂર દૂરથી જોઈ રહેલા યાત્રાળુ અને પ્રતાપ-કરણ, ગામના વિરમ, સીતા, દેવો, અમથો, કેશવ, જ્યંતી, કનું જોઈ રહ્યાં. પંચ્યાસીયું વટાવી ગયેલા વૃધ્ધ સાંકળચંદશેઠ અને જ્યોત્સના સીત્તેરમામાં પ્રવેશેલા મંગળદાસ અને કરુણાશંકરનો દેહાંત થઈ ચૂક્યો હતો. ચંદ્રકાન્ત સેવકનો જગો અને ઉમિયાશંકર સેવકની કાવેરી કેશવ સાઈઠમા વર્ષે પણ ડંકપૂરના મંદિરમાં

ભાવપૂર્વક ગંગા-બોડાણાની અદ્વિતિય ભક્તિ-સેવાને નીહાળી રહ્યાં હતાં. અઝાર ક્રુશ શરીરમાં આટલી સ્ફુર્તિ અને શક્તિ ક્યાંથી આવતી તે તો કોઈ જ જાણતું ન હતું. ચઢી ગયેલી ખીચડીને ઊતારી. બીજા તપેલામાં છાશ નાંખી ચણાના લોટને પલાળી છાશમાં ભેળવતાં ગંગા કહેતી હતી “ઈ કલ્પના, વિદ્યા જો તો છાશમાં લોટને એવો ઓગાળીને નાંખું હું ક

મન-શરીર ઓગળીને આત્મામાં ઓતપ્રોત થૈ જાય.” બોડાણો મરક

મરક હસતાં હસતાં એક ચવડામાં તેલ નાંખી. ચૂલાના સળગતા અંગારા બહાર કાઢી ચવડાને અંગારા ઉપર મુકી તપાવી રહ્યો હતો. તેલની વરાળ નીકળતાં તેમાં રાઈ-મેથી જીરૂ અને સૂકાં આખાં મરચાં અને મીઠો

લીંબડો નાંખી તેજ ધુમાડો નીકળતાં ચવડાને કપડાથી પકડી કઢીમાં

નાંખી વઘાર કરતાં છીંકાછીંક થવા લાગી. તો બોડાણો બોલી ઊઠ્યો- “ઈ આખા ગાંમનો રોગ-દોગ આ છેંક હારે જતો રયો. મારા વાલ

ભક્તો તમ તમાર લેંરથી ખીચડી-કઢી ખાજો હોં” બોડાણા કઢીમાં હળદર મીઠું અને વધેલો મીઠો લીંબડો નાંખી હસતો હતો. ગંગાબાઈ ઊભી થઈને ચવડાથી કઢીને બરાબર ગોળગોળ હલાવી રહી હતી.

યાત્રાળુંને સંધ્યા સમયે મંદિરના ચોકમાં આરતી કરીને જમાડતાં ગંગાબાઈ અને બોડાણો ખાખરાનાં સૂકાં પાનની પતરાળીમાં ખીચડી- કઢી હોંસે-હોંસે હસતાં હસતાં પીરસતાં કહેતાં હતાં- “ઈ તમ તમારે હરિ નાંમ લૈ હરિ પરસાદ ખાવ.. મોડી રાત હુંધી ધમ ધમાવી હરિ રસ પીરસજો મારા વાલપ”

બોડાણો કોઈ અગમ વાણી બોલતો હોય તેમ કઢીને ખાખરાના બનાવેલા પડીયામાં પીરસતાં હસતાં હસતાં કહેતો હતો- “ઈ.. ભગતો કઢી મીં જાતી બનાવી હ.. ઈ ત્યાસીમા વરહની એકસઠમી જાતરા કરવા આવાનો હું.. ઈ મારો વાલો કર ઈમ કરીશ.. બરાબર ખીસડીમાં કઢી નાંખી રહ રહ કરીન્‌ આરોગજો.. ભૈ.. મારી બુંન.”

બોડાણાની અંતરની અગમવાણીને સાંભળતાં યાત્રાળુંઓ ઘેબી અવાજથી અંતઃમુખ થઈ વિચારતા હતાં. “જરૂર કંઈ નવું થવાનું હ” વહેલી સવારે ભાદરવી પૂનમે આવેલા સંઘ દ્વારકા તરફ જવા નીકળ્યો.

બોડાણો સંઘને ભાવપૂર્વક વિદાય આપતો હતો. ગંગાબાઈ હર્ષનાં આંસું

સાથે યાત્રિકોને ગદગદીત થઈને વંદન કરી રહ્યાં હતાં. પ્રતાપ, કરણ,

દીવા, જમની, રેવા, મંગળ અને અજીત સંઘને વંદન કરતાં કરતાં ગામને પાદરથી દૂર દૂર સીમળજના સીમાડા સુધી મૂકીને વિદાય કરી આવ્યાં. વિદાય લેતાં સંઘના વૃધ્ધ યાત્રાળુંમાંથી જગતશેઠ અને તેમના પૂત્ર અમીરચંદે પૂછ્યુંય ખરું કે “ઈ બોડાણા ચમ નહીં આવાનું દ્વારકાધીશનાં દર્શન.. ઘૈડા થૈજા એટલે પત્યુંપ”

“ઈ નાં નાં મારા શેઠ.. અમીચંદને કેંજો.. તમ તમાર હેંડતા થાં

મું એકલો ગાડું લૈન આવી પુંગું શું” બોડાણાએ કહ્યું.

બપોરની વેળા થવા આવી. કરણ-પ્રતાપ, દીવા, જમના, રેવા,

મંગળ, અજીત, વિદ્યા, કેશવ, મોહન, કલ્પના, કેશવ, કાવેરી, વિરમ, દેવો, કેશવ, જ્યંતી અને કનું સાથે મધ્યાહ્‌નનું ભોજન લેતાં ભાવપૂર્વક બોડાણો પીરસતાં કહેતો હતો- “ઈ તમ તમાર લેંરથી ખાઓ, ભારી હવાદવાળી કઢી બની હ, ખીસડીની વાત જ નાં કરતાં ગંગા બનાવ ઈટલ હમજહુ ક મૈસાગરના મેળ જવાનું મન થાય.” બધા હસતાં હસતાં

ખીચડી કઢી ખાતાં કહેતાં હતા- “દાદા! ચમ દ્વારકા નહીં જવું.”

“જવું હ ન.. થાય.. આ રાગ રૈ ન જાંઉ..” બોડાણાનો અવાજ અંદરથી નીકળતો અવાજ હતો.

“ઐમ ચમ.. રાગ રૈ” કરણના પૂત્ર મંગલે વેધક નજરે જોતાં કહ્યું.

“અજ્જુ તું નાં નો હ નાં નો” બોડાણાએ સહેજ પણ મંગળ

ઉપર નજર નાંખી નહી. પ્રતાપ અને કરણ આશ્ચર્યમાં પડી ગયા. દીવા

તો બોલી ઊઠી- “દાદા ખોટું તો નહીં લાજ્યું ન.”

“નાં નાં ભગત ન માઠું હું ન હારું હું” ગંગાબાઈએ હસતાં હસતાં કહ્યું. નીચે બેસીને માંડ માંડ ઊભી થયેલી ગંગાબાઈ વાંકીવાંકી ચાલતી હતી. બોડાણો ઢીંચણને ટેકે એક હાથ રાખી બીજા હાથમાં કઢીની હાંડલી લઈને મૂકેલા ચવડાથી વારેવારે હલાવતો હલાવતો ભાવથી કઢી પીરસી રહ્યો હતો. કરણ સામે આવી નીચે બેઠ્યો. બોડાણાએ હાંડલીને મૂકી અને સામે બેસતાં લમણે હાથ મૂકી કરણ સામું જોઈને કહી રહ્યો હતો- “કરણ”

“હું દાદા” કરણ બોડાણા સામું જોઈને બોલી રહ્યો.

“જો તું અને પરતાપ હંપીને રેંજો બૌ દા’ડાથી હરખી કરેલું ગાડું

લૈન દ્વવારકાં જઉં હું. ગંગા આવવાની નહીં. બેં બળદ ન નીરીને પાંણી

પીવડાવી આયો હું. જોડું એટલી વાર. પાસું હાંભર ખરાખરીનો જંગ હ

મું નાં આવું તો હમજ જે ઓલી ગોમતીમાં સમાધિ લીધી હ. અન આવુ તો.. હંધા ન કૈસું હાંભરો સમો પાકે જે થવાનું હોય ઈ થવાનું હ. લડવાએ તૈયાર રેવાં પડ.”

“હું વાત કરો હો દાદા.” કરણ એકદમ ખાતાં ખાતાં ઊભો થયો. પ્રતાપનો કઢીનો આભળુકો અધુરો રહ્યો. અજીત, મંગલ ઊભા થઈ ગયા. અજીત બોલી ઊઠ્યો- “દાદા હું થવાનું હ.”

“થવાનું તો કાંય નૈ પણપ”

“એટલપ” મંગળ વિચાર કરતાં બોલ્યો.

“એટલ એમ..કપ મું મારા વાલાન લૈન આવું તોપ”

ઓહો..હો..હોપપ્રતાપ, કરણ, અજીત, રેવા, દીવા, જમના.. એક સાથે બોલી ઊઠ્યાં.. “મારા વાલા ન ફૂલડે વધાવીશું, વરઘોડો કાઢીશું.. ઈ વાજતે ગાજતે પધરાવશું.. ભજનની હેલ્યુ હેલ્યુ.. મારા ભૈ..” બોડાણા અને ગંગા પ્રેમનું ભોજન જમવા બેઠ્યાં. દીવા અને જમના પીરસી રહ્યાં હતાં. કરણ મંગળને બોલાવતાં કહ્યું- “બેટા તારે દાદાને

મૂકવા આવાનું હ”

પ્રતાપ અજીતને કહી રહ્યો હતો- “બેટા અજીત તું અન રેવા બધાં ભજન ગાતાં ગાતાં, મંજીરાં વગાડતાં ગાડાની પાછળ હેંડીશુંપ”

બોડાણો રામાયણકાળમાં શાપીત શ્રીકંઠ અને સામેત બ્રાહ્મણો બળદનો અવતાર ભોગવી રહ્યા હતો તે બળદ બોડાણાને ત્યાં પાપના નીવારણ માટે આવી પહોંચ્યા હતા. કળીયુગમાં ભગવાનનો રથ તેમને

ખેંચવાનો હતો તે બોડાણો બરાબર જાણતો થયો હતો. વારેવારે બોડાણો બંન્ને બળદના કાનમાં ફૂંક મારીને બળદને જોડીને ગાડું હાંકતો હતો. બોડાણા પરિવાર બોડાણાના ગાડા સાથે ચાલતો હતો. ગંગાબાઈ બોડાણાના ગાડામાં બેસી ગયેલાં હતાં. બોડાણાએ ગાડાને સુંદર શણગાર્યું હતું. આસોપાલવના તોરણ બાંધ્યાં હતાં. ગાડામાં રણછોડજીને બેસાડવા વર્ષોથી અમરસીંગ-પશીમાએ સાચવી રાખેલી રેશમ ભરત ભરેલી ગોદડી, પાથરી

હતી. ગાડામાં મંડપ બનાવીને નવી નકરો ગંગાબાઈની પરણ્યાનું પાનેતર

ગોદડીના ગાદી ઉપર પાથર્યુ હતું. પશીમાની આ ઉમરેઠની પરણ્યાની

પાનેતરની સાડીનો માફો બનાવ્યો હતો. “ભગવાનને છાંયડો રહે ને” બોડાણો કરતાલ વગાડતો ભજન ગાતો હરિના જપ જપતો બળદને હંકારતો હતો. ભૂખે મરી ગયેલા ઊંમરમાં ઘરડા થઈ ગયેલા બંન્ને બળદ વર્ષોથી બોડાણા પાસે હતા. કોઈ સંકેત હોય તેમ સામાન્ય જીવના આયુષ્ય કરતાં બંન્ને બળદ પશુયોનીમાં પણ દીર્ઘ જીવી રહ્યા હતા. બોડાણો વર્ષોથી કહેતો “આ બે બળદ મારા પ્રભુને ડંકપૂરમાં લાવવા જીવે સેં.”

એવુ જ બન્યું. બોડાણો હરખાતો હરખાતો ડંકપૂરની ગાડું હાંકતો નીકળ્યો ત્યારે બંન્ને બળદને હાંકતાં ડચકારતો કહેતો હતો- “ઈ તમતમાર હેંડો મારા ભૈ.. તમેય તમારો ભવ સુુધારો.. ઈ ડંકપૂરમાં રણછોડજીને પધરાવી ભવના ફેરા ભાંગો.”

બંન્ને બળદ તેજ ગતીમાં દોડતા-દોડતા વેત્રાવતી વટાવી સાળંગપૂર પંથક તરફ દોડવા લાગ્યા. દ્વારકા તરફના માર્ગે સંઘને મળતાં જગતશેઠ અને અમીચંદ કહેતા હતા- “ઈ ભગત ચમ આફરા ગાડુ લૈ.”

મનમાં ભેદ રાખતાં હસતાં હસતાં બોડાણો બોલી ઊઠ્યો- “હું કરું હેંડા તું નહીં ગંગા તો હાવ ઘૈડી થૈ જઈ. વાંકી વરી જૈ.”

“અવ હું કરહોં” જગતશેઠ કહ્યું.

“જાં લગ જીવ રે તાં હુંધી દ્વવારકાં જાતરાનું ઋણ ફેડીશ.”

જગતશેઠે પણ વિચારતાં કહ્યું- “મારી પણ આ જાતરા છેલ્લી

હ. અમીચંદ ન કહ્યું હ ઈ તું તાર જાતરા જતો રેં જે ટેક ના રાખતો મારા

વાલા.”

“ઈ હું કીધું શેઠ.. જો લગ જાતરા થાવ તો લગ ટેક તો રાખવી રૈ નક માંણહની જત ભારી આળહ.. ભગવાન ન તો ભૂલી જાય..”

“હાચી વાત હ પણ વાંણીયા ભૈના ધંધા વેવારીયા એટલ હું થાય” જગતશેઠે હળવેથી કહ્યું મારગ કાપતાં કાપતાં બપોરની ગરમી, રાત્રીની ઠંડી, ક્યારે તોફાની પવન.. ક્યારે તેજ ઠંડી વગડો વટાવતાં જંગલી જાનવરોનો સામનો કરતાં ક્યારે જંગલમાં રોકાઈને તો ક્યારે ગામને પાદર.. કે ગામમાં ભાવિકોનાં ભાવભર્યા ભોજન આરોગી ને ક્યારેક દુઃખ વેઠીને દિવસના દિવસ ચાલતાં રહી સંઘ આગળ વધવા જ

લાગ્યો. વધવા જ લાગ્યો. સંઘની સાથે ગાડું લૈ ને ચાલતો બોડાણો

ભક્તોને બેસવાનો આગ્રહ કરતાં, ભક્તો ગાડામાં બેસી જતાં પરંતું ગાડામાં ગોઠવેલી રેશમી ગોદડી, પાનેતરનું આશન જોઈને વિચાર કરતા “ભગતને આ હું ઠઠારો કરવાની જરૂર પડી.” કેટલાક વિચારતા- “અસેં આપણ હું ઈ ભગત હી મનમાં આવ ઈ કર.”

અમીચંદ તો એકવાર વહેલી સવારે જૂનાગઢ વટાવતાં ગાડા

સાથે ચાલતાં કહ્યું- “ભગતપ શું ક્યાં નવો વચાર હપ”

બોડાણાએ અમીચંદ સામું જોઈને પૂછ્યું- “હું કાં શો.”

“ઈ કૌ હું ક હું દ્વવારકાંવાળાન લેવા નેંકર્યા હોય ઈમ ગાડું શણગાર્યું હ.”

“હાચી વાત હ મનમાં.. મારા દીલમાં મારો આતમ કેંસ.. ક

મારો વાલો મારી હારે જરૂર આવ હી.”

“હું વાત કરોં હોં” અમીચંદ ચકરાવમાં પડી ગયો. તે બોલી ઊઠ્યો- “ભગત ભારે કરી.. દ્વવારકામાં રોકકળાટ થૈ જાયપ અને ડંકપૂરમાં આનંદ મંગળ.. ઈ ભજનની હેલ્યુંપ વાલાનો વરઘોડો અને પધરામણી.”

બોડાણો ગળગળો થઈ ગયો. તેની આંખોમાંથી આંસુની ગંગા- જમના ઊભરાતી હતી. દ્વવારકા આવ્યા ત્યારે તો વહેતાં આંસુથી ભગવાન દ્વારકાધીશને બેસાડવા ગોઠવેલી રેશમી ગોદડી એક ગોદડી ઉપર ગંગાબાઈનું પાનેતર પલળી ગયું હતું. આંસું સૂકાઈને આંખો સૂકું વેરાન રણ બની ગઈ હતી. સૂકી આંખોનો લાલ રંગ રણમાં આથમતી સંધ્યા જેવો લાલ

લાલ જણાતો હતો. દ્વારકાના દરિયા તરફથી આવાં શીતળ પવન કંઈક ઠંડક પ્રસારતો હતો. ઊંચે ઊંચે દેખાતી દ્વારકાધીશની ધજાનાં દર્શન કરતો બોડાણો ચિત્કારી ઊઠ્યો- “ઈ રણછોડરાયની જય” “દ્વારકાધીશની જય” અમીચંદ અને સંઘના બધા જ યાત્રાળુઓ “રણછોડરાયની જય” “દ્વારકાધીશની જય” પોકારી ઊઠ્યા. પુનઃ ગોમતી અને દરિયાના સંગમ સ્થાને બોડાણો અને સંઘ આવી પહોંચ્યા ત્યારે વર્ષોથી આવતા બોડાણાને જોઈને દ્વારકાના વેપારીઓ હસતાં હસતાં કહેતા હતા- “ભગત કેમ છોપ એ “જય દ્વારકાધીશ” કેમ ગાડું લઈને જાતરાએ, ઘરડા થઈ ગયા

એટલ, ગંગાબાઈ ક્યાં છે?”

જેમ જેમ બોડાણો આગળ આગળ બજાર વચ્ચેથી ગાડું લઈને

જતો હતો ત્યારે વેપારીઓ દ્વારકાવાસી આ જ પૂછતા

“કેમ ભગત જય દ્વારકાધીશ” “ગાડું લઈને જાતરાએ?”

મરક મરક હસતો બોડાણો “જય રણછોડ”, “જય રણછોડ”, “જય રણછોડ” નો પ્રતિઉત્તર આપતો ખડખડાટ હસતો હસતો ગાડું હંકારતો ડચકારા બોલાવતો ચાલ્યો જતો હતો.

દ્વારકાવાસીઓ-વેપારીઓ હસતાં હસતાં કહેતાં હતા- “ભગતનું ચસકી ગયું છે”

“ભગત હવે નહીં આવે” “છેલ્લી જાતરા લાગે છે.” “ગંગાબાઈ સ્વર્ગે સીધાવ્યાં”

મોડી સાંજે આસો સુદ બીજે દ્વારકાધીશનાં દર્શન કરતાં ભક્ત બોડાણો અને યાત્રાળુંઓ કોઈકની ચેતના બોડાણામાં જોતા હતા. બોડાણો નીરખી નીરખીને દ્વારકાધીશનાં દર્શન કરતો હતો. વારેવારે દ્વાર તરફ તો વારેવારે સીપાઈઓ તરફ જોતો હતો. દર્શન કરવા આવેલા સ્થાનિક દર્શનાર્થીઓએ બોડાણાને આ રીતે વર્તતાં જોઈને કહેતા હતા- “ભગતનું ચસકી ગયુંછે. ડોશી મરી ગઈ લાગે છે.”

બોડાણો સરવા કાનથી સાંભળતાં ક્યારેક મરક મરક હસતો

ક્યારે ખડખડાટ હસતો હતો. એક વખત ખડખડાટ હસતા બોડાણા

વારેવારે સિપાઈ તરફ જોતાં સિપાઈ ધમકાવતાં બોલી ઊઠ્યો- “એ

ડોશા દર્શન કર્યા. ચાલ્યો જા..ન..કર.. જોયા જેવી થશે. ડંડા પડશે.” “ઓય દંડાવાળી ના જોઈ હોય તો.. મારો વાલો જોયે સે.. તે

તોતો તારું પુરું કરે શેં” બોડાણો હસતાં હસતાં વારેવારે લાલ લુગીથી ચહેરાનો પ્રસ્વેદ લુંછતાં બોલી ઊઠ્યો. બાજુમાં ઊભેલા અમીચંદ શેઠે સિપાઈને ઈશારો કર્યો- “ગાંડો છે.”

“હં ગંગા મરી ગઈ એટલે” સિપાઈ ધમકાવતો હોય તેમ દયા

ખાતો હોય તેમ બોલી ઊઠ્યો.

“હાં ડંકપૂરનો બોડાણો સેં.” અમીચંદે કહ્યું.

“હાં..હાં.. બોડાણાને કોણ નથી ઓળખતુ. આખું દ્વારકા, આખો પંથક બોડાણાને ઓળખેસે..” સિપાઈએ બોડાણાની ખ્યાતિને વખાણતાં કહ્યું.

અમીચંદ કહી રહ્યો- “પણ હુ થાય દુઃખ એવું હોય.. ચસકી

પણ જાય.”

સિપાઈ અને અમીચંદની વાતો સાંભળતાં બીજા દર્શનાર્થીઓ પણ કહેતા- “જેવી દ્વારકાધીશની ઈચ્છા” દ્વાર બંધ થયાં. ભક્તો પોતપોતાનાં સ્થળે બજારની ખરીદી કરી નીકળવા લાગ્યા.

અમીચંદ અને બોડાણો બજાર વચ્ચેથી દર્શન કરી નીકળતા હતા. ઠેર ઠેર બોડાણાને જોતા વેપારીઓ હસતા મુખે બોડાણાને વધાવતા

કહેતા હતા-

“એ આવો બોડાણા.”

“એ પધારો પાવન કરો” “બોડાણા ગંગા ક્યાં ગયાં?” “બોડાણા ગંગા મઝામાં ને?”

ભક્તની આટલી ફોરમ જોઈને અમીચંદ દંગ થઈ ગયો. હજાર જોજન દૂર

દૂૂર ભક્તની ફોરમ મહેકતી હોય તે તો અમીચંદ પહેલીવાર જોઈ શક્યો.

સંઘના પડાવ પાસે અમીચંદ બોડાણો પહોચવા ગાડાના ધૂંસરે બાંધેલા બળદને ઘાસનીરીને સ્નાન કરી દર્શન કરવા ગયેલા બોડાણાએ ગાડા સાથે લાવેલ સુંઢીયાના પૂળા અને મગફળીનું-મગનુંકડલ સંકોરી બંન્ને બળદના ચહેરા બન્ને પીઠ ઉપર હાથ પ્રસારતાં ભાવભર્યા આંસુંયે બોડાણો બોલતો હતો- “ઈ તમ તમારે અડધી રાત હુધી ખાધા જ કરો.. પસી.. મારાવાલાને પધરાયા પસી ઘૂંટ પાણીયે નૈ મલ હમજ્યા. દોડ્યા જ કરવું પડ હેં દોડ્યા જ કરવું પડહેં ડંકપૂર આવ તાં હુંધી.”

આજ બોડાણો અમીચંદ અને બીજા યાત્રાળુંઓ સાથે જમવા બેઠા. ખીચડી-કઢી ખાતાં બોડાણો કહેતો હતો “હું કઢી થૈ હૈ.. ગંગાએ બનાવી હોય એવી”

અમીચંદ બીજા યાત્રાળુ સામે જોઈને કહી રહ્યો “ખરેખર બોડાણાનું

ચસકી ગયું છે.”

“હાચી વાત છે આંનો કાંય ભરોસો નાં રખાય” બીજા યાત્રાળું કહી રહ્યા હતા. મોડી રાત સુધી ભજન કરતા બધા યાત્રાળુ ઘસઘસાટ

ક્યારે ઊંઘી ગયા તે કોઈને ખબર ના રહી. બોડાણો મધ્યરાત્રિએ ગાડાને

બળદ જોડી ગાડામાં બેસી દ્વારકાધીશના મંદિરના દ્વારે પહોંચ્યો. બળદગાડું ત્યાં ઊભું રાખ્યું. મંદિરના ૧૦૮ પગથિયાં ચઢતાં હાંફી ગયેલો બોડાણો બોલી રહ્યો- “એ મારા વાલા અવ હું થાહેં?”

બોડાણો જેમ જેમ દ્વાર પાસે ગયો તેમ તેમ તેનામાં સ્ફૂર્તિ આવી. દ્વાર પાસેના સિપાઈ ઘસઘસાટ નસકોરાં બોલાવતા ઊંઘતા હતા. બોડાણો તોતીંગ દરવાજા પાસે આવ્યો. તેણે સહેજ દરવાજાને ધક્કો

માર્યો. ચમત્કાર થયો હોય તેમ દ્વાર ખુલી ગયાં. બોડાણો દ્વારકાધીશની

મૂર્તિ સમક્ષ પડેલા રેશમી પડદા ખોલીને દ્વારકાધીશને પગે લાગી “જય

દ્વારકાધીશ”નો જય બોલાવી મૂર્તિને ગાડામાં ગોઠવી. ગાડું હંકારવા

લાગ્યો. ગાડું હંકારતાં બોડાણો વેરાવળો માર્ગે ચાલવા લાગ્યો. રાત્રિનો ચોથો પ્રહર પ્રસાર થઈ રહ્યો હતો. વારે વારે મૂર્તિના દર્શન કરતો બોડાણો પ્રાર્થના કરતો હતો. “હરિ મારા વાલા રણછોડ રાય લાજ રાખજે”

બેઉ બળદને હંકારતો ડચકારા બોલાવતો બળદને દોડાવતો પોરબંદરના માર્ગને વટાવી વીરપુર તરફ ગીરના જંગલોમાં ગાડાને હંકારી રહ્યો હતો. જંગલોમાં દોડતા ગાડાને હાંકવા બળદને બચકારાનો અવાજ દોડતા બળદના વાગતા ઘુઘરાનો અવાજ અને સાથે સાથે દૂર દૂર ક્યારેક નજરથી પસાર થતાં હરણાં, મૃગનો અવાજ સંભળાઈ રહ્યો

હતો. તો વળી સવારના ઝાંખા પ્રકાશમાં દૃશ્યમાન થઈ રહ્યાં હતાં.

ચાંદની રાતનો બીજો દિવસ હતો. ચાંદની રાતના અજવાળામાં ગર્જના

કરતા સિંહ હુમલો કરતા અને બીજી તરફ પલટાઈ જતા હતા. ચિત્તા અને દીપડા બળદના ઘુઘરાના અવાજે ગર્જના કરતા આવતા પણ હુમલો કર્યા વગર જતા રહેતા હતા.

બોડાણાનું ગાડું જંગલોમાં દોડતું દોડતું ગાંડલ વીરપુર તરફ જવા લાગ્યું. બળદને હાંકવાના ડચકાર, ગાડાના પૈડાનો ખળખળ અવાજ, બળદના ઘૂઘરાનો અવાજ તેમજ બળદનાં ખરીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

સવાર થતું હતું. ઊગતા સૂૂરજની લાલીમા પૂર્વના આકાશને

લાલ કરી રહી હતી. પૂર્વનો શિતળ પવન પૃથ્વી પર તેજગતીએ લહેરાઈ રહ્યો હતો. બોડાણો તેના ગાડા સાથે અવિરત વિરપુરનો સીમાડો પાર કરી રહ્યા હતા.

દ્વારકામાં દ્વારકાધીશની પૂંજા આરતી કરવા ગયેલા પૂંજારીઓ અને સફાળા ઊંઘમાંથી જાગી ગયેલા સિપાઈઓ ખૂલ્લા દરવાજા જોઈને ગભરાઈ ગયા. કંઈ અમંગળ થવાના સંકેતથી ધ્રુજી ઊઠ્યા. પૂંજારીઓ, બ્રાહ્મણો અને સિપાઈઓ મંદિર તરફ દોડ્યા. પૂંજારીઓ અને બ્રાહ્મણો જોઈને આશ્ચર્યમાં પડી ગયા. “મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશ નથી.”

શોરબકોર થઈ ગયો. દ્વારકાધીશ નથી. દ્વારકાધીશ નથી.

મંદિરના પગથારમાં “દ્વારકાધીશ નથી”

બજારમાં “દ્વારકાધીશ નથી”

ચોરે ચૌટે “દ્વારકાધીશ નથી”

રરાજમહેલમાં “દ્વારકાધીશ નથી.”

પવનવેગે સમગ્ર દ્વારકા નગરીમાં એક જ વાત ફેલાઈ ગઈ “દ્વારકાધીશ

નથી.”

શંકાની સોય, સમગ્ર દ્વારકાની પ્રજાની એક જ વ્યક્તિ તરફ

જતી હતી- “બોડાણા”

“બોડાણો દ્વારકાધીશ લઈ ગયો”

“બોડાણા દ્વારકાધીશ લઈ ગયો” બ્રાહ્મણો, પૂજારીઓ, સીપાઈયો, વેપારીઓ, ફળીયાના સ્ત્રી, પુરષ, યુવાનો રડવા લાગ્યા બોલવા લાગ્યા- “બોડાણો દ્વારકાધીશને લઈ ગયો”

દ્વારકાના બ્રાહ્મણો, દ્વારકાના રાજા લશ્કર લઈને બોડાણાને

પકડવા ઘોડેસવાર થઈને દોડવા લાગ્યા. બોડાણાનો વધ નક્કી જ. “બોડાણો બદમાશ નીકળ્યો, બોડાણો ચોર.”

વીરપુરનો માર્ગ વટાવી ગુજરાત તરફ અણહીલવાડમાં પ્રવેશતાં બોડાણાએ સાંજના સમયે દોડતા ઘોડાની ઊડતી ધૂળ દૂર દૂર જોઈ. ઊંદર બિલાડીની રમત શરું થઈ ગઈ હતી. હમણાં.. હમણાં બોડાણો પકડાશે જરૂર પકડાશે.. તેનો વધ..વધ નક્કી.

“બોડાણાને કોણ પકડે છે?” “કોણ પકડે છે?”

ત્યાં જ હાથ વેંત દોડતા ઘોડાઓએ ઘેરી લીધેલા લશ્કર વચ્ચેથી

“આસું બન્યું?”

જેવું બોડાણાએ આજીજી ભરી નજરે દ્વારકાધીશને અંતઃપ્રાર્થના

કરી તેવું જ ગાડું બળદો સાથે આકાશમાં ઊંચે ઊડવા લાગ્યું. તેજ ગતીએ ઊડતા ગાડાને શ્રી મહાપ્રભુ દ્વારકાધીશ હંકારતા હતા. ભક્તતો ઘસઘસાટ ગાડામાં ઊંઘતો હતો. ડંકપૂરની સીમમાં સિમળજ ગામે ગાડું લીંબડાના વૃક્ષ નીચે ઊભુ રહ્યું. ભક્ત જાગ્યા અને જોયું તો “સિમળજ આવી ગયું હતું” બોડાણો આળશ મરડી બગાસું ખાતો ખાતો પલાસના વૃક્ષોના જંગલને જોઈને બોલી ઊઠ્યો- “મારા વાલા તેં ભારી કાંહરી કરી તારા

ભગતની લાજ રાખી. ભવોભવ તારી ભગતી આપજે મારા વા’લા.” પલાસનાં વૃક્ષો ઉપર પક્ષીઓ કલરવ કરતાં હતાં. સિમળજની

સીમમાં લીંબડાનાં વૃક્ષ નીચે બોડાણાનું ગાડું આવીને ઊભું હતું. બળદ વૃક્ષ નીચે ઊભા ઊભા વાગોળતા હતા. બન્ને બળદની આંખોમાંથી સ્નેહઅશ્રુનો પ્રવાહ વહી રહ્યો હતો. કારતકી પૂનમની વહેલી સવાર હતી. વિ. સંવત ૧૨૧૨નું વર્ષનું વર્ષ બેસી ચૂક્યું હતું. બોડાણાએ વિચાર કર્યો.

મારાવાલાના સમાચાર કેમ કરી આપું. બોડાણો ગાડાની ધુંસરીથી બળદને છોડી લીંબડાના થડ સાથે બાંધી દ્વારકાધીશને લીમડા નીચે રેશમી ગોદડીમાં જ ગંગાબાઈના પાનેતર પાથરીને, બેસાડીને ગામ તરફ દોટ મૂકી. વૃધ્ધ બોડાણાની આંખોમાં હર્ષાશ્રુ વહેતાં હતાં. દોડતો દોડતો વૃધ્ધ-ક્રુશ બોડાણો ઢીંચણને સહારે ટેકો દઈ બૂમ બરાડા મારતો હતો- “ઐય કરણ.. એય

પ્રતાપ.. એય જશી.. જમના..દીવા.. હેંડો હેંડો મારા વા’લાને વધાવા

હેંડો..” ડંકનાથ મંદિર આવતા જોઈને જશી, જમના, દીવા, કરણ,

મંદિરના ઓટલેથી જોઈ રહ્યાં હતાં. દીવા-જમના અને કરણ વિજય

બોડાણા તરફ દોડ્યાં. વિજય બોડાણા ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરતાં બોલી ઊઠ્યાં- “ઈ દાદા! અમારો ભવ સુધાર્યો. તમ તમારે દ્વારકાવાળા પાંહે જાવ અમે પૂંજા પધરામણીની તૈયારી કરીએ.”

જમના, કરણ, જશી, અને દીવા દૂર દૂરથી દેખાતા ગાડા તરફ ગયા. ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરતાં હર્ષનાં આંસું ચારેયની આંખોમાં વહેવા લાગ્યાં. જશી, દીવા, કરણ અને જમના ડંકપૂર તરફ દોડતાં પહોંચ્યાં. ગામમાં વાત ફેલાઈ ગઈ “રણછોડજી પધાર્યા”, “દ્વારકાધીશ પધાર્યા” સમગ્ર ડંકપૂરનાં આબાલ વૃધ્ધ સિમળજની સીમ તરફ દોડવા

લાગ્યાં. ઉત્સવ-આનંદ ફેલાઈ ગયો. લીંબડાના વૃક્ષની ઘટામાં પોપટ,

મેના, પક્ષીઓ કલરવ કરતાં હતાં. પલાસ વૃક્ષ ઉપરથી હજારો પક્ષીઓ

લીંબડાના વૃક્ષ ઉપર કેટલાક ગોઠવાઈ ગયાં હતાં. કેટલાંક ઊડા ઊડ કરતાં આજુબાજુના વૃક્ષો ઉપર ગોઠવાઈ કલરવ કરતાં હતાં. કારતકી આકાશ ઘોરંભાયું હતું. મંદમંદ પવન પ્રસરી રહ્યો હતો. હળવે હળવે વાદળ અમીછાંટણાં કરતાં હતાં. પ્રકૃતિમાં ચેતના ઉભરાઈ રહી હતી. આજ હરિ મળ્યાની વેળા હતી. ખેતરનાં કામ પડતાં મૂકી હરખઘેલા

ખેડૂતો દોડતા હતા. વહેલી સવારે સ્નાન કરી પૂંજા કરતા વૃધ્ધ સ્ત્રી પુરુષો દીપ પ્રાગટ્ય કરતાં કરતાં ઊતાવળે વંદન કરી દોડી રહ્યા હતા. નાવણિયામાં સ્નાન કરવા બેઠેલાં સ્ત્રી, પુરુષ, બાળકો ઉતાવળે બે-ચાર

લોટા આમ તેમ પાણી રેડી જેમતેમ શરીર લુંછી જે મળ્યાં તે કપડાં પહેરી

રણછોડના દર્શને દોડતા હતા. વૃધ્ધ સ્ત્રી-પુરુષ જે માંડ માંડ ચાલતા હતાં

તે તેજ ગતીએ ચાલતાં ચાલતાં આવી રહ્યાં હતાં. ક્યારેક જોવા મળતાં સાંકળચંદ, કરુણાશંકર, કલ્પના, ઈન્દુબા ચાલતા ચાલતા સિમળજ તરફ આવતાં હતાં. વિજય બોડાણાનો નાનો ભાઈ કરણ, લખા પરમારનો

પ્રતાપ તેમની પત્નીઓ પૂંજાની થાળીમાં કંકુ, ચોખા, અબીલ ગુલાલ, સવારે જ ખેતરમાંથી લાવેલા ગુલાબનાં ફૂલો મૂકીૂ થાળી સાથે આવી રહ્યાં હતાં.. તો વળીજમના, રેવા ને દીવા હમણાં જ દોહેલી ગાયનાં તાજાં દૂધનાં તાંબાના લોટા ભરી, તાંબાની ગાગરમાં જળ ભરીને સીમળજ ગામની સીમમાં આવી પહોંચ્યાં. ઢોલ, ત્રાંસા, મંજીરા, કરતાલ વગાડતા ડંકપૂરનાં સ્ત્રી-પુરુષ, યુવાન અને યુવતીઓ હરિ હરિ જપ કરતાં “હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલો” “જય રણછોડ જય રણછોડ ડંકપૂરવાળા જય રણછોડ” “જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ” ના સ્મરણ સાથે નાચતાં કૂદતાં હતા. કરણ અને જમનીએ ભગવાન દ્વારકાધીશ

ભગવાન રણછોડરાયની જય બોલાવી. હેત ભીનાં બની ભગવાન રણછોડરાયનું જલ સ્નાન કર્યું. ભગવાનનું ગાયના દૂધથી સ્નાન કર્યુ. પુનઃ જળથી સ્નાન કરાવી. સ્વચ્છ કપડાથી ભગવાનના દેહને લૂંછીને કંકુનું તિલક કરી અક્ષત ચોંટાડી. અબીલ ગુલાલનો છંટકાવ કરી પ્રેમભર્યા

ભાવે ગુલાલ અર્પણ કર્યા. બોડાણાએ ભગવાનનાં ચરણ અને કપાળમાં

ચંદનનું તિલક કરી “રાજા રણછોડરાયની જય” બોલાવી કરણ અને બોડાણાની ચંદન તિલક કરી પૂંજા કરી. ભગવાનને પુનઃ ગાડામાં બેસાડી.

બે બળદ જોડીને ડંકપૂર તરફ નાચતાં કૂદતાં ભજન કીર્તન કરતાં ડંકપૂર

વાસીઓ જવા લાગ્યા. ડંકપૂરમાં પ્રવેશી બોડાણાના ઘેર ભગવાન દ્વારકાધીશને બીરાજવામાં આવ્યા. મોડી રાત સુધી ભજન કીર્તન ચાલું જ રહ્યાં. વાયુવેગે વાત ફેલાઈ જતાં આજુબાજુ ગામના ભક્તો દર્શનાર્થે આવવા લાગ્યા. દૂરદૂરથી આવતા ભક્તોએ બોડાણાને કાનમાં કહ્યું “દ્વારકાથી લશ્કર ડંકપૂર તરફ આવે હેં”

“હું વાત કરેં હ” બોડાણો બોલી ઊઠ્યો, ગંગાબાઈ વાત સાંભળતાં છળી ગઈ. ગંગાબાઈએ યુક્તિ વિચારી. બોડાણાને કાનમાં કહ્યું “ગોમતીમાં ભગવાનને સંતાડીએ”

બોડાણો બોલ્યો “તું તારે લઈને જા મું હાંમે જઉ હું તેમને વધાવા કહેવા કી દ્વારકાધીશ એમની મરજીથી આયા હી.”

સિમળજની સિમમાં આવેલું લશ્કર ડંકપૂરમાં પ્રવેશતું હતું. દ્વારકાના રાજાએ લીમડાના વૃક્ષ નીચે પડાવ નાંખ્યો હતો. ગુગલી બ્રાહ્મણો અને લશ્કર ડંકપૂરમાં આવી પહોંચ્યું. સામે આવતાં બોડાણાને કંઈ પણ પૂૂછ્યા વિના સૈન્યના સિપાઈએ તલવારનો જનોઈવઢ ઘા કરી નાંખ્યો. બોડાણો “જય રણછોડ” બૂમ મારતો ધરતી શરણ પડ્યો. અચાનક થયેલા હુમાલથી બધા ડગાઈ ગયા. ડંકપૂરવાસીઓ દોડતા મૃત બોડાણાને ઘેરી વળ્યા. રાજાના સૈન્ય સામે ડંકપૂરની મુઠ્ઠીભર ગ્રામ્ય

ભોળી પ્રજાનું હું ચાલે તે તો લાકડીઓ, કુહાડી, ધારિયાં લઈને આવ્યાં

હતા. સામે તલવારો ભાલાથી સજ્જ સૈનિકો હતાં. અસહાય ગ્રામ્યજનો

“ઈશ્વરને ગમ્યું તે ખરું. મારો રણછોડરાય જે કરે તે ખરું” મનમનાવી

ચોધાર આંસુએ રડતા હતા. કરણને પ્રતાપની પત્નીઓ અને પુત્ર અજીત, સાંકળચંદના પૂત્ર વગેરે તેમજ સ્ત્રી પુરુષો બોડાણાના દેહને ઘેર લઈ ગયા. વૃધ્ધ ગંગાબાઈ કલ્પાંત કરતાં હતાં છતાં તેમને બોડાણાનો બોલ યાદ આવતા હતા. કરણ-પ્રતાપ બોડાણાની ૬૦ મી જાતરાએ કહેલાં વચન યાદ કરતાં કહેતા હતા “તે હાચું પડ્યું.. તે કે’તા અતા કી સિપાઈઓ એમની હત્યા કરહેં.”

ગંગાબાઈનું ગોમતીના ઘાટે ચૂંડી કર્મ કરવામાં આવ્યું. બોડાણાના

ઘેરથી નીકળેલી સ્મશાનયાત્રામાં ગામના આબાલવૃધ્ધ જોડાયાં. ગોમતીના ઈસ્વરના આરે બોડાણાનો અગ્નિસંસ્કાર કરતાં કરણ ચોધાર આંસુએ રડી રહ્યો હતો. “દાદા! તમે તો તમારો ભવ સુધાર્યો. હરિ શરણ થયા.”

લશ્કરના સિપાઈ ઘર ઘરની જડતી લેતા હતા. મૂર્તિને શોધવા આકાશ પાતાળ એક કરતા હતા. ગોમતીને કિનારે દ્વારકાથી આવેલી ગુગલી બ્રાહ્મણોએ મૂર્તિ મેળવવા નકોરડા ઉપવાસ શરૂ કર્યા હતા. બાર બાર દિવસ સુધી ચાલેલા ઉપવાસનો અંત લાવવા ભગવાન દ્વારકાધીશે ગંગાને આકાશવાણીમાં કહ્યું “ગંગા! બ્રાહ્મણોને કહે કે તે મૂર્તિ તો ગોમતીમાં છે. તેના વજન જેટલું સોનું આપ. તેમને તો મારી પૂંજા કરવી નથી. ભક્તિનો ડોળ કરી પેટ ભરવું છે. સોનાની લાલચે માની જશે.” ગંગાબાઈ પ્રભુવાણી સાંભળી દંગ થઈ ગયાં. ગંગાબાઈએ બ્રાહ્મણો પાસે

જઈને કહ્યું- “મૂર્તિ તો ગોમતીમાં છે કાઢી લોપ” બ્રાહ્મણો મૂર્તિને કાઢવા

પુરુષાર્થ કરવા લાગ્યા. ઉપવાસ છોડવા ગંગાબાઈએ કહ્યું- “મૂર્તિ વજન

જેટલું સોનું આપીએ તો માની જશો.”

“બ્રાહ્મણો ખુશ થઈ ગયા હા અમારે કબુલ છે. મૂર્તિ બીજી

બનાવી લઈશું.”

બ્રાહ્મણોએ મૂર્તિ મળતાં ઉપવાસ છોડ્યા. ગંગાબાઈની મૂર્તિના વજન જેટલું સોનું મળવાની લાલચે ગુગલી બ્રાહ્મણો દ્વારકાધીશને તોળાવા સંમત થયા. ગોમતીના કિનારે પીપળની છાંયમાં તુલા લટકાવામાં આવી. એક પલ્લામાં દ્વારકાધીશને બેસાડવામાં આવ્યા. ગંગાબાઈ દૂર દૂૂર ઊભાં હતાં. ગામ લોક ઘરમાં જેટલું સોનું હતું તે લઈને આવ્યા.

સ્ત્રીઓ હરખ ઘેલી હતી. વૃધ્ધો, યુવાન ટોળેવળી કુતુહલથી શું થાય છે તે જોઈ રહ્યા હતા. દ્વારકાધીશ ગંગાબાઈને નભોવાણીથી કહી રહ્યા હતા “ગંગા તારી સોનાની વાળી પહેલી મૂક.”

ગંગાબાઈએ નાકમાંથી સોનાની સવાવાલની વાળી ગોમતી જળથી સાફ કરી તુલા ઉપર તિલક કરી ભગવાન રણછોડજીને ચાંદલો કરી, અબીલ ગુલાલની પૂંજા કરાવી તુલાના ખાલી પલ્લામાં ચાંદલો કરી. સોનાની વાળી તુલામાં મૂકી. બ્રાહ્મણો, સિપાઈઓ ડંકપૂરની

પ્રજામાં આશ્ચર્યમાં પડી ગઈ. ગંગાની સવા વાલની સોનાની વાળી

ભગવાન તોળાઈ ગયા. તેમનું વજન ૧। વાલ સોનું થયું. ગુગલી બ્રાહ્મણોને આ ઘટના મંજુર ના રહી. તેમણે વાંધો ઊઠાવ્યો. “અમારે રણછોડજીના વજન જેટલું સોનું નથી જોઈતું આ બાઈ જાદુગર છે,

અમારે તો મૂર્તિ જ જોઈએ.”

ગંગાબાઈ બોલી ઊઠ્યાં- “જાવ મૂળમૂર્તિ તો ગાયત્રીકુંડમાં છે. દ્વારકામાં લઈ જજો. ગુગલી બ્રાહ્મણો ગાયત્રીકુંડમાંથી મૂર્તિ કાઢીને લઈને દ્વારકાના મંદિરમાં પધરાવી. પુનઃ દ્વારકાધીશનો વરઘોડો નીકળ્યો.

ભગવાનને ગાડામાં પધરાવી બોડાણાને ઘેર લઈ ગયા. ચોકમાં ગાડું છોડાયું. બળદને લીંબડા નીચે બંધાયા. બોડાણાના પડેલા પગલાં નીચે બેઠેલા બળદે દેહ છોડ્યા. ઓરડામાં દ્વારકાધીશને પધરાવામાં આવ્યા. નીત્ય પૂંજા, આરતી, ભાવતો ભોગ, શણગાર, દર્શન, સયન, દર્શન થવા

લાગ્યાં. વિ.સં. ૧૨૧૫માં ગંગાબાઈએ દેહત્યાગ કર્યો. વર્ષોના વર્ષો સુધી

૨૦૦ વર્ષ સુધી દ્વારકાધીશ બોડાણાના ઘરને પોતાનું વૈકુંઠ બનાવી રહ્યા. બોડાણાના વંશજ ધન્ય ધન્ય થઈ ગયા. ઈ.સ. ૧૮૨૪માં પેશ્વા માધવરાયનું શાસન ડંકપૂરમાં ચાલતું હતું. દ્વારકેશની પૂંજા, ભોગ, ખર્ચ પેશવા આપતાય દ્વારકાથી ડંકપૂર આવ્યા ને દ્વારકાધીશને ૨૦૦ વર્ષ થઈ ગયાં હતાં. માધવરાય પેશ્વાએ વહિવટદાર માટે ગોપાલરાવ તાંબેડકર નક્કી કરાયાય સં. ૧૪૨૪માં ડંકપૂરનું નામ ડાકોર બની જતાં દ્વારકાધીશનું

મંદિર બનાવ્યું. સં. ૧૪૨૮માં (ઈ.સ.૧૮૨૮માં) બોડાણા પરિવારના વંશજ રામસિંહ બોડાણાના હસ્તે દ્વારકાધીશને સ્થાપિત કરવામાં આવ્યા. રામસિંહે “રણછોડરાયની જય બોલાવી.”

“જય રણછોડ, જય રણછોડ.”

ખંભાતના નંદ શેઠે લક્ષ્મીજી મંદિર બનાવી દીપસિંહ બોડાણાના

હસ્તે ત્યાં મૂર્તિ પધરાવી. પૃથ્વી પર જ્યાં શ્રધ્ધા છે. ધીરજ છે ત્યાં

દ્વારકાધીશ તેમની ભક્તિ કરતા ભક્તની વહારે આવે છે. ભક્તના દુઃખે

દુઃખી ભગવાન દ્વારકાધીશ છે. રણછોડરાય છે. ભક્ત ભગવાનનો

મહિમા વધારે છે તો ભગવાન ભક્તનો મહિમા વધારે છે.

નૂતન મંદિરમાં ડાકોરવાસીઓ ગાતા હતા- “આજ મારે દિવાળી

થઈ, આજ હરિ રસ ગાવાને.”

આરતી પૂર્ણ થતાં એક સાથે બોલી ઊઠતા હતા “રણછોડરાય ની જય”

“ભક્ત બોડાણાની જય”

।। સમાપ્ત ।।