Prem Rang Rang books and stories free download online pdf in Gujarati

Prem Rang Rang

સહજ જન્મતો પ્રેમની અભિવ્યક્તિ એટલે

પ્રેમ રંગ રંગ

પુસ્તકો એટલે જ તે દેશ-કાળની જીવનશૈલી... સંસ્કૃતિ. વિશ્વની અનેક ભાષાઓમાં ગુજરાતી ભાષાનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. પન્નાલાલ પટેલની નવલકથાઓ, મુન્શીની નવલકથાઓ અને કવિ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, સુંદરમ્‌, સુરેશ દલાલ, ઉસનસ્‌, ‘કાન્ત’, પ્રીયકાન્ત મણીયાર, મનોજ ખંડેરીયા, જલન માતરી, અમૃત ‘ઘાયલ’, માધવ રામાનુજ નરેન્દ્ર મોદીનું કાવ્ય સાહિત્ય હોય. ગુજરાતી ભાષા વામળી રહી નથી. છેલ્લી વીશીમાં નવલકથા ક્ષેત્રે મહમદ માંકડ, દીલીપ રાણપુરા, મધુરાય, નરેન્દ્ર દવે, રજનીકુમાર, વિનેશ અંતાણી, મોહન પટેલ, બિંદુ ભટ્ટ, રાઘવજી, અશોકપુરી, હરીશ વટાવવાળા, અનીલ વાઘેલા, રાજેન્દ્ર સાગર, મફત ઓઝા, અશ્વિની કુમાર, હરકિસન મહેતા, યાકુબ, સુરેશ જોશી, રામચંદ્ર પટેલ, હસુ યાજ્ઞિક, દક્ષેસ ઠાકર, કુંદનીકા કાપડીયાનું મહત્વનું પ્રદાન રહ્યું છે. ગુજરાતી નવલકથા સાહિત્યમાં હર્ષદ જોશી ‘ઉપહાર’ નવલકથાક્ષેત્રે ગુજરાતની પ્રથમ આતંકવાદી ‘ગોમતી તારાં નિર્મળ નીર’ નવલકથા અર્પી પ્રવેશ કરે છે. ત્યારે રાષ્ટ્રપ્રેમ માટે વ્યક્તિગત પ્રેમનું બલિદાન અર્પતી ભાવના ને સમાજમાં ઉત્કટ બનાવે છે. ત્યારબાદ યાત્રા, બોડાણો ભક્તશ્રી હરિનો, અંતરમનનો વરસાદ નવલકથાઓ વર્ષ ૨૦૧૨ માં અર્પીને એક વિશિષ્ટ શૈલી... કથાવસ્તુ સાથે ગુજરાતી સાહિત્યમાં મધ્યાહ્‌નના સૂરજના તેજ ભવ્ય પ્રકાશમાં પ્રદાન કરે છે. ગુજરાતી સાહિત્ય સમૃધ્ધ બનાવામાં વિશિષ્ટ પ્રદાન કરનાર નવલકથાકાર તરીકે વિશિષ્ટતા વ્યક્ત કરે છે. યાત્રામાં પ્રવાસમાં

જતા યાત્રિકોમાં સ્નેહગાંઠ.. પારિવારીક બને છે જે ઊંચી પ્રેમ ભાવનાને

વ્યક્ત કરી જાય છે. પ્રવાસ સ્થળોનું સુંદર વર્ણન વ્યક્ત કરી જાય છે..

‘બોડાણો ભક્ત શ્રીહરિનો’ નવલકથા ચરોતરના ડાકોર ગામમાં ભગવાન રણછોડજીના પરમ ભક્ત, વિજયસિંહ બોડાણાનું જીવન વ્યક્ત કરી જાય છે. જેમણે દ્વારકેશનાં ૬૨ વાર દર્શન કર્યાં. સંવત ૧૨૧૨નું ગુજરાતી પ્રદેશનું સમાજ જીવન, ભાષા-બોલી, રીત-રિવાજ, વ્યક્ત કરતી રસીક શૈલીની નવલકથા અદભૂત ભક્તિને રજુ કરે છે. તે જ રીતે ત્રીજી નવલકથા ‘અંતરમનનો વરસાદ’ અજણતામાં સહજ દીલ દઈ દેતાં પ્રેમીઓ જીવનનો બદલાવ, અન્યોન્યનાં દુઃખે દુઃખી સમર્પણની ભાવનાવાળાં પ્રેમીની સમાજ જીવનને ઉત્કટ પ્રેમી.. સદ્‌ભાવના અર્પતી નવલકથા છે. ‘પ્રેમ રંગ રંગ’.. નવલકથા ખેડા જીલ્લા અને સાબરકાંઠાની સરહદનાં ગ્રામ્યજીવનની જીવનશૈલી તેમજ સહજ પ્રેમમાં પાગલ યુવક યુવતીની નિર્દોષપ્રેમ તેમજ પટલાઈના પેચ વ્યક્ત કરતી સમાજના ખંધા વડીલોની કર્કશતા વ્યક્ત કરી જાય છે. લેખકની રસાળ શૈલી ગ્રામ્ય બોલીમાં ઘણું બધું કહી જાય છે. જે તે સ્થળો, ઝાંઝરી, ઘડીયા, વાસણાનું પ્રકૃતિજીવન, ગ્રામ્યજીવન વ્યક્ત કરે છે. તો વળી તેની સાથે સમાજના દબાયેલા કચડાયેલા બ્રાહ્મણ, વાણિયા, લુહાર, વણઝારા જ્ઞાતિ કેવું ગરીબ જીવનમાં પિડાય છે તે સહજ રીતે વ્યક્ત કરે છે. નવલકથાકાર હર્ષદ જોશી ‘ઉપહાર’ ની વિશિષ્ટતા જ એ છે કે નવલકથામાં જ હિમાલયનાં મહત્વનમાં સ્થળોમાં પ્રેમીપાત્રોને પ્રેમ વ્યક્ત કરતાં સહજ રીતે પ્રેમ સંબંધ બંધાતાં રેશ્મા..કજરા... યેશા જેવાં પાત્રોને જીવનના પ્રેમ તાંતણે બાંધી દે છે. સમાજના પાત્રોને તરછોડી શકતા નથી. લેખક.. કવિ.. નવલકથાકાર હર્ષદ જોશી ‘ઉપહાર’ની સિધ્ધિ છે. તેવો ગુજરાતી સાહિત્યને વધુને વધુ નવલકથા આપીને તેમની કેડીને રાજમાર્ગ બનાવે. તેમ હું ઈચ્છું છું.

નટવર હેડાઉ ગુજરાતી સાહિત્ય સંગમ બાર જુલાઈ બે હજાર બાર

૧. લે ચલ મુજે ઉસ પાર સજના !

યક્ષને ભેટી ગઈ. ભેટી નહીં... યક્ષના અંગે અંગ ઉપર વરસી ગઈ. ચુંબનોનો વરસાદ યક્ષના હોઠ, આંખ, ગાલ... ગરદન... ખભા ઉપર પ્રસરી રહ્યો. નદી અને સ્ત્રી બંન્ને સરખાં હાં... ઘોડાપૂરથી વહેતી નદી બારે મેઘ ખાંગા થતાં કિનારાને છોડી ધસમસતી વહી જાય છે ત્યારે બધી જ મર્યાદા ઓળંગી જાય છે. સ્ત્રી અને તેમાંય યુવાન સ્ત્રી.. સોડસી મર્યાદા તોડી જાય તો... સત સત સુનામી સર્જી પૃથ્વીને હલબલાવી મૂૂકે. યક્ષ વિહવળ બહાવરો બની યેશાના હૃદયાવેગમાં સાંગોપાંગ તરબતર બનીને અવિરત. ચુંબનોના વરસાદમાં યેશાના કરપલ્લવોના સ્પર્શમાત્રથી ભાવવિભોર બની ઊઠ્યો. તેની આંખોમાં પૂલકીત થયેલા કળા કરતા મોરલા સમી આંખોમાંથી વહેતા આંસુ જેમ આંસુ ચમકવા લાગ્યાં. અને.. અને.. ધીમે ધીમે.. ટપ..ટપ..ટપ..ટપ આંસુનાં ફોરાં. આષાઢના પ્રથમ વર્ષાબુંદ બની ટપકી રહ્યાં. જે યેશાના ચરણકમળને ભીંજવી રહ્યાં. એ ટપકતાં આંસું અશ્રુધારા ક્યારે બન્યા તે તો કોઈનેય ખ્યાલ ન રહ્યો. યેશા એ ચરણની ભીનાશને અનુભવી ત્યારે ભાવવિભોર બની રડી ઊઠી. યક્ષ.. યક્ષ.. યક્ષ તારા.. વિના હું.. હા!...હા!... યેશા.. હું તારા વિના બંનેના હૃદયમાંથી એ જ ક્ષણે એક સાથે જ ઉદ્‌ગાર સરક્યો.. નહીં જીવી શકું એ ઉદ્‌ગાર હવાની લ્હેરખી સાથે પ્રસરી ગયો હવાના અણુએ અણુમાં યુગો સુધી જીવનની જીજિવિષાના પ્રેમતંતુની મહાનતા પ્રસરાવતી અભિપ્ષા સાથે ચોતરફ ઊંચા ઊંચા હિમ પહાડોની ખીણમાંથી રંગબેરંગી પુષ્પ સુગંધ પ્રસરી રહી. કેટકેટલીય મિનિટો સુધી અન્યોન્યની બાહુમાં સમાયેલાં બે આત્માના અનન્ય મિલનને વૃક્ષો... આકાશમાં ઉડતાં પક્ષી જોતાં જ રહ્યાં. પક્ષીઓએ કલસોર મચાવી મૂૂક્યો. પગદંડી ઉપર ચાલી જતા ગ્રામજનો યુવક-યુવતી ખુલ્લી બારીના દૃશ્યને નિહાળીને ખિલખિલાટ હસતાં જીવનની વાસ્તવિકતાને સ્વિકારતાં ચાલતાં ચાલતાં કહેતાં હતાં. “હે ભગવાન, પૃથ્વી ઉપર બીજું કંઈ ના આપે તો ચાલશે.. પણ.. પણ... આ.. આ પેલું પ્રેમઝરણું તો જરૂર આપજે.”

હિમાચ્છાદિત ઊંચા શિખરો યેશા, યક્ષના મિલનનાં સાક્ષી બની તેની ભવ્યતાને વ્યક્ત કરતાં હતાં. બોટ કોટેજમાં ખુલ્લા દ્વારની ઉંબર બહાર બે આત્મા પ્રેમાનુભૂતિમાં ઓતપ્રોત હતાં. ડાલ સરોવરનાં શાંત શિતલ જળમાં બે જીવનું મિલન પ્રતિબિંબ બોટ સાથે રમ્યતા વ્યક્ત કરતું હતું. દૂર દૂૂરથી આવતો વનાંચલ, ઘેટાંની ગાડરને હાંકતાં બરાડી રહ્યો હતો. “છૌરી..રી... છૌરી..રી... સામ હોને કો હૈ.. દૌડ આરી... છૌરી.. ઈ આયી..રી... છોરા... ઈ આયી..રી...છોરી.. માંહે સાથ લે ચલો રી... દૂર દૂર પગદંડી તરફ પહાડોનાં રંગબેરંગી પુષ્પાચ્છાદિત ઝાંખરાંને ઠેકતી ઊછળતી.. કૂદતી વનાંચલ કુમારીકા નવજાત ઘેટામાં બચ્ચાને એક હાથે કમરમાં વળગાડી દોડવાની કોશીષ કરતી ખિલખિલાટ હાસ્ય સાથે સરોવર પાસેથી પસાર થતાં યક્ષ... યેશાના મિલન દૃશ્યને જોતાં જ બોલી ઊઠી.. ઓય.. ઓય રી.. ચલ.. જરા થોભ રી...” પશ્ચિમનો અસ્તાચલનો સૂર્ય પૃથ્વીને તેના રતુમડા પ્રકાશથી તરબતર કરી રહ્યો હતો. હજુ ડૂબતો સૂરજ ડાલ સરોવરનાં શાંત જળમાં તેની ભવ્યતા વ્યક્ત કરતો હતો. સરોવરની ચોપાસાની પહાડી વૃક્ષોનું પ્રતિબંબ તેની વિશાળ જલરાશીમાં અનેરું દૃશ્ય સર્જી ચૂક્યાં હતાં. સરોવર ઉપરથી કલશોર કરતાં અસંખ્ય પક્ષીઓની લાંબી લાંબી કતાર... સોનામાં સુગંધ ભેળવી રહ્યાં હતાં. યેશા-યક્ષ આ દૃશ્ય નિહાળતાં અન્યોન્યને કહી રહ્યા હતાં. “અરે.. જો.. ને આ જ સ્વર્ગ છે.. આ જ ને.” શું દેવો પણ અહીં જ એટલે જ જન્મ ધારણ કરવાનું ઈચ્છતા હશે..” ત્યાં જ યેશા બોલી ઊઠી.. “યક્ષ હું તો આવતો જન્મ.. આ

ઊડતા પક્ષીની જેમ ઈચ્છું છું.” મંત્રમુગ્ધ યક્ષ યેશાની મર્મવાણીનો પ્રતિઉત્તર આપતો કહી રહ્યો. “હું..હું.. પણ... એ જ” ચાલ ને આપણે શિકારામાં બેસી.. હંકારી જઈએ દૂર દૂૂર પેલા કિનારે..” યક્ષે મૂક સંમતી આપી. હાઉસબોટની પાસે લાંગરેલા શિકારામાં

બંન્ને ગોઠવાયાં સાથ સાથે અને લાંગરેલા શિકારાને મુક્ત કરી હલેશાં મારતાં મારતાં હાઉસ બોટની દૂર દૂર.. શિકારાને હલેશતાં રહ્યાં.

યેશા ગણગણી રહી.. “સજના. તેરે બીન ના રહ પાઉ.. સજના! ઓરી... સજના! મન મેરા તુંહી તુંહી પુકારે સજના! મુજે લે ચલ ઉસ પાર.. સજના! સુહાની સામ હોને કો આઈ રી સજના.. ઓરી.. બર્ફીલી પહાડી ચમક રહી રી સજના! હમ તો હૈ જનમ જનમ કે સાથી રી સજના...” “મેં તો દૂજો જનમ એંહી ચાહુ રી સજના.. લે ચલો ઉસપાર સજના.” યેશા ગણગણાટ સાથે તેના રોમ રોમ ઝંકૃત થઈ રહ્યા હતા. તે ગીત ગાતી નહોતી. ક્રૌચ પક્ષીની જેમ આક્રાંદ કરતી હતી. ભાવતરબોર યક્ષ શિકારાને હંકારતો હંકારતો યેશાની હૃદય વિણાના ઝંકૃત તારના સ્વરમાં ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. યેશા.. ગીત ગણગણતાં યક્ષને ભેટી પડીને ચૂંબનોનો વરસાદ વરસાવી રહી હતી. યક્ષ હલ્લેશાં મારતાં મારતાં ગાઈ રહ્યો હતો.

“લે ચલું તુજે ઉસપાર સજની!

હાં હાં લે ચલુ ઉસપાર સજની!

મોંહે દે જનમ જનમ સાથી સજની

..... લે ચલ તુજે...

મોરો રોમ રોમ તુજે ઝંખે સજની સૂન સૂન બુલાયે હમે કિનારો સજની જાવ ત રહી ખગ ટોલી સજની હો રહી સામ સુહાની સજની

હો રહી રંગ ભરી બૌછાર સજની” ... લે ચલું તુજે ઉસપાર સજની

દૂર દૂર દેખાતા ઝાંખા ઝાંખા કિનારા સુધી પહોંચેલું શિકારું પાછુ વાળતાં યક્ષ યેશાને કહી રહ્યો હતો.. “યેશા.. હમણાં આ દેખાતો આછો પ્રકાશ અસ્ત થશે આપણે બોટહાઉસમાં પાછા વળવું જોઈએ.”

“હા... હા... યક્ષ... અંધકારમાં કંઈ સમજ નહીં પડે આપણે કઈ દિશામાં જઈશું...”

“વાંધો નહીં.. ચિંતા ના કર.. જો દૂર દૂર આપણી હાઉસ બોટમાં બોટ માલિકે ફાનસ સળગાવી જ છે. તેની જ્યોત દેખાય છે.”

“હા.. હા... તે જ જ્યોત છે.. હાશ.. હવે તો ચિંતા નહિ..

હું તો ગભરાઈ ગઈ” યેશાએ ધબકારાના અનુભવ થતા પોતાનો જમણો હાથ તેની છાતી ઉપર મૂકી રહી. શિકારુંવાળી ને યક્ષ હલેશાં મારતો રહ્યો. યેશા પણ હલેશાં મારવાં માંડી. બંન્ને પ્રેમીઓ શિકારાને હંકારતાં હંકારતાં બોટ હાઉસ પાસે આવી પહોંચ્યાં. ચોપાસ અંધકાર છવાઈ ગયો હતો. બોટ પાસે શિકારાને લાવીને યક્ષ બોટના સૂકાનને પકડી રહ્યો તે કહી રહ્યો... “યેશા તુ ઉતાવળ ના કરતી મારો હાથ પકડી રાખજે હું બોટમાં ચઢું એટલે તું બોટ પકડીને આવી પહોંચજે.”

યક્ષ શુકાન પકડી બોટમાં પહોંચી ઊભો રહ્યો. તેણે યેશાનો હાથ પકડી ખેંચ્યો. યેશા સુકાન ઉપર પગ ટેકવી બોટમાં આવી ગઈ. તે કહી રહી.. “હાશ..! ગણું મુશ્કેલ કામ છે....”

“હેય મઝા આવી ને.. કેટલું વિશાળ સરોવર છે. કિનારા ઉપર ઊભો વૃક્ષો, બર્ફીલા પહાડોનું પ્રતિબિંબ કેવું અદ્‌ભૂત દૃશ્ય સર્જે છે યક્ષ... ખરેખર આ જ જીવન છે.”

“હા હા યેશા.. હૃદય પુલકિત થઈ ઊઠે છે. હૃદયનો નિર્વ્યાજ સ્નેહ વ્યક્ત થઈ જાય છે. આ આંખોથી મન કહે છે. હૃદયથી વિચારો આ જગતને સમજો. અનુભવો આ જ સુખ છે. આ જ ઈશ્વર છે. નિરાકાર.. નિર્ગુણ.. સચરાચર.”

“કાલે આપણે આ પહાડોમાં જઈશું?” યેશાએ ઈચ્છા વ્યક્ત કરતાં યક્ષનો હાથ પકડી પાડ્યો.

યક્ષ, યેશાના ચહેરા ઉપર હળવી ટપલી મારતાં કહી રહ્યો. “હા.. હા.. હજુ આપણે બે દિવસ રોકાઈશું ને” યક્ષે યેશાના હોઠ ઉપર વેધક ચુંબન અર્પી દીધું. યેશા.. યક્ષના બાહુમાં ઝકળાઈ ગઈ. તેણે યક્ષની વિરાટ છાતીમાં ચહેરો છુપાવી દીધો. તે યક્ષની છાતી ઉપર

હાથ પ્રસારતાં કહી રહી. “લે ચલ મુજે ઉસ પાર સજના!”

યેશાના ચહેરા ઉપર ચુંબનોનો વરસાદ વરસાવતો યક્ષ કહી રહ્યો. “લે ચલું તુજે ઉસ પાર સજની.”

રાત્રિનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યું. સાંજનું હળવું ભોજન કરી બ્રેડ ગરમા ગરમ કેશરઘોળ્યાં દૂધ, કટલેશ દ્વારા તૃપ્તિ અનુભવી. દૂધની ચૂસ્કી લેતાં પાસમાં જ સગડીમાં સળગતા કાષ્ટની જ્વાળાને અવિરત નિહાળતાં યેશા કાજુ-બદામ ખાતાં કહી રહી. “યક્ષ! કેવી માદકતા

પ્રસારે છે. આ દૂધ અને તેમાંય સગળીની નિકળતી કાષ્ટજ્વાળા ઈસ્કી બનાવે છે યક્ષ!” યેશા ધીમે ધીમે સોફામાં બેસેલા યક્ષની નિકટ જતાં જ ટીપોઈ ઉપર દૂધનો ગ્લાસ મૂકતાં કહી રહી. “એય..”

યક્ષે યેશાના ચહેરાનો એકમાત્ર દૃષ્ટિપાત અનુભવ્યો. તેના રોમ રોમ ઉત્તેજીત થઈ ગયા. બોટ હાઉસની ખુલ્લી બારીમાંથી પવનની એક ઠંડી લહેરખીએ તેના અસ્તિત્વ માત્રનો હલબલાવી મૂક્યું. સોફાની બાજુમાં જ ગોઠવાયેલા સ્ટેન્ડમાંથી વોડકા, રમ, ડોક્ટર ચોઈઝ, ફાઈવ હોર્સ, શરાબના મોટા મોટા, નાના કદના કાચના પીળી, લાલ, કેશરી, ગુલાબી શરાબ કાષ્ટજ્વાળાના પ્રકાશમાં ચમકી રહ્યા હતા. મંદમંદ ઠંડી યેશાને ધ્રુજાવતી હતી તો તે જ્વાળા પાસે જઈને બે હાથની હથેલીઓને ગર્મ કરી તેના ચહેરાને તે હથેલીથી છૂપાવતી હતી. ઉષ્મા અનુભવતો રતુમડો ચહેરા ઉપર ઉપસેલી ટટ્ટાર તેની મોહક સુંદરતામાં વધારો કરતો હતો.

યેશાએ હાથની હથેલીમાં છૂપાયેલા ચહેરામાંથી બંન્ને હાથની આંગળીને પહોળી કરી હળવેથી એક વેધક દૃષ્ટિ યક્ષ તરફ નાંખી. યક્ષ વોડકાની નાનકડી બોટલ ખોલી, ખાલી કાચના ગ્લાસને ટીપોઈ ઉપર મૂકી તેમાં શરાબ ભરતો હતો. શરાબી ગંધ ઉત્તેજીત કરતી હતી. ગ્લાસમાં રેડાતા શરાબને નિહાળતાં તેની લાલ લાલ મોટી આંખોમાં એટલી દાહક માદકતા હતી કે તે આંખોથી જ શરાબને પી ચૂક્યો હતો. બે હોઠ ભીડીને બચકારો બોલાવતો યક્ષે ટીપોઈ ઉપરથી ગ્લાસ ઉચક્યો અને ભીડાયેલા હોઠને ખોલીને એકીટશે ગ્લાસ ઘટઘટાવી ગયો. તેની વિરાટ આંખો બંધ થઈ. બળપૂર્વક બંધ થયેલી આંખોની અસર ચહેરા ઉપર પ્રસરી. તેણે તેની છાતીમાં તાકાતપૂર્વક શ્વાસ ભરીને સખત વિશ્વાસ નાંખતાં બોલી ઊઠ્યો. “યેશા...!”

“હં”

“માય ડાર્લિંગ!”

“ઓહ... યક્ષ.. આઈ કાન્ટ.” “હમ તુમ્હે... ત્હોફા દેંગે.” “ઊંહ” યેશા બેઠક રૂમમાં દોડી.

યક્ષે તેને પકડી પાડી.. ભેટી પડ્યો તેના ચહેરા ઉપર વેધક ચૂંબન ભરતાં યેશાના હોઠ ઉરજને મર્દન કરતો ઉત્તેજીત થઈ વિહ્‌વળ બની ગયો. યેશાના ઉપવસ્ત્રને ખેંચી રહ્યો. યેશાના ઉન્નત ઉરજ પિંજરામાંથી મુક્ત ધવલ કબૂતરની જેમ પાંખો ફફડાવા લાગ્યા. યક્ષ

ઈશ્કી વિસ્ફારીત નજરે તે જોઈ રહ્યો. હોઠ પર જીભ પ્રસારતો ઉરજને મર્દન કરતો ચૂંબન કરવા લાગ્યો. યેશા ખિલખિલાટ હસતી તેના હાથોમાંથી છટકીને બાજુના બેડ રૂમમાં દોડી. વારેવારે યક્ષ તરફ દૃષ્ટિપાત કરતી ખિલખિલાટ હસતી હસતી એજન આપી રહી. નશામાં ચકચૂર, યક્ષ લથ્થડીયું ખાતો હોઠને હાથના કાંડાંથી લુછતાં. બે હાથના આંગળાથી માથાના વાંકડીયા વાળને સજાવતો ખડખડાટ હસતો કહી રહ્યો. “યેશા! યેશા”

“હું.. હું... તને પકડી પાડું” તે તેની પાછળ દોડ્યો. તેણે બેડરૂમમાં પ્રવેશીને ત્વરીત દ્વાર બંધ કર્યું. યેશા વિચારતી હતી. “અહીં

કોણ આવવાનું છે?”

યક્ષ નશામાં ચકચૂર નજરે.. બેડરૂમની દિવાલ ઉપર લટકતા આયનાની ખીલી ઉપર ગોઠવાયેલા ચકા-ચકીને જોઈ જ રહી. તે બોલી ઊઠ્યો. “તમે પણ અમારી વોચ કરો છો.. કરો કરો.. મારા સાહેબ..”

“ઓહ!...” યેશાએ યક્ષનું ચકલીને સંબોધન ખૂબ સંવેદનભર્યુ સંયમી લાગ્યું. તે વિચારવા લાગતી શરાબના નશામાં ચકચુર યક્ષ તેનું વર્તન. તેનો વિચાર. શું હશે? યક્ષ કોણ હશે? તે શું કરતો હશે? કોઈ અજાણી વ્યક્તિને સાવ અચાનક દેહાર્પણ યોગ્ય ગણાય? હું કેવી ગાંડી.. તેને બધુ જ અર્પી ગઈ. કંઈક તો રાખવું જોઈએ? અબોટભર્યુ.

૨. મેં સારી રાત સોઈ નહીં

પૂર્વમાં પહાડી બર્ફીલાં શીખરો સોનેરી સૂર્ય પ્રકાશથી શોભી રહ્યાં હતાં. ગુલાબી પ્રકાશની આભા ક્યાંક ક્યાંક હજુ પણ ઊંચા ચિનાર, દેવદારના વૃક્ષોને શોભાવતી હતી. થોડા દિવસો પહેલાં તૂટી પડેલ ગ્લેસીયર પહાડો વચ્ચે વચ્ચેથી દક્ષિણની ખીણપૂરી દીધી હતી. પૂૂરા આઠસો મીટરની ખીણ તળેટીનો એક ભાગ બની ચૂકી હતી. ધીમે ધીમે ઓગળતા બર્ફથી એક નૂતનપ્રવાહ બની ચૂક્યો હતો એ પ્રવાહ દાલસરોવરની પૂર્વ તરફના પહાડી કોતરોમાં ઢોળાવ તરફના તોતિંગ વૃક્ષો વચ્ચેથી પસાર થતો હતો. વાતાવરણમાં ઠંડીનું સામ્રાજ્ય જામી ગયેલું હતું. લાકડાનાં મકાનોમાંથી તાપણાંની ઉષ્મા પામતા પરિવારો સળવળતાં ન હતાં. ચોતરફ લાકડાના વાડામાં પ્લાસ્ટીક વિંટાળીને બનાવેલા તંબુ જેવામાં ઘેટાં બકરાંનો સળવળાટ તેમના અવાજથી નાનકડા ગામને ભરી દેતો હતો. ઊંચી ટેકરીની સોડમાં બાંધેલા મકાન તરફ હાઉસબોટની બારીમાંથી દૃષ્ટિપાત કરતો યક્ષ ઠરી ગયેલા સૂરજ ઊંચા પહાડોને પીળા પ્રકાશમાં ચમકતા જોઈ રહ્યો હતો. તો પૂર્વ તરફ ઊડીને જતા પક્ષીઓની કતારોના કલરવથી વાતાવરણ જીવંત બનતું હતું. પહાડોની તળેટીમાં મકાનો તરફથી આવતા ઘેટાં બકરાંના અવાજની સાથે ખચ્ચરોનો અવાજ વાતાવરણને જીવંત કરતો હતો. ઊંચા ચિનાર, દેવદારને પાઈન વૃક્ષોને શોભાવતાં ઠેરઠેર ઘેઘુર સફરજનનાં વૃક્ષો, લીલાં લાલચટાક ફળો પવનની લહેરમાં નાચી રહ્યાં હતાં. નજીક ઠેરઠેર સ્ટ્રોબેરીના વૃક્ષો લાલચટાક થઈ ગયાં હતાં. તેની ખટાશ શ્વાસોમાં ભરાતી હતી. મકાનનું બારણું ખુલ્યું તેર-ચૌદ વર્ષની મુગ્ધાએ હાથમાં સોટી પકડી બરાડા પાડતી હતી.. અરે એય ચાચા... ઊઠ્યો રી... ભોર હો ગોઈ હે કબકી... કતરા સોવત હો.. દેરી હો જાયગી..

“અરે..રે.. ગુડીયા રી... અરરો ગાડર.. બકરીયાં કો

નીકાલ..ચલ.. મેં આ પહુંચત હું.”

“ના.. ના... રી ચાચા.. તુ સાથ ચલતા મેં અકેલી નહી જાવત રી...” મકાનમાં ગરમગરમ દૂધ પીતાં પીતાં કાનવર બરાડી રહ્યો હતો. વાડામાંથી ઘેટાં બકરાંને બહાર કાઢતી રેશ્માને કહેતો હતો. તું જ સંગ.. આજ અનવર કો ભેજત હું...

“ના... ના.. રી... ચાચા.. અનવર તો હમેરે સંગ અચ્છો

નહી રહત. હમે પીછડો રખત દૌડત જાવત હૈ રી...”

“એ.. મેં કહત હું કી યેશા નૈ કરત.” અરી ઓરી... રેશ્મા એક પલક અનવર તરફ નીહાળીને કહી રહી હતી.

“ઓય રી.. વો સાગની સોટી કી પાસ કી ખીણમેં જીલ કી

પાસ પૂરી હરીયાળી હૈ.. બડા સુહાના ઘાસ હૈ.. છોટે છોટે ફૂલોસે

ભરીવાદી હૈ.. વહાં લે ચલો..” રેશ્મા હાઉસબોટ તરફવળી “તુ કહાંકહાં જાવત હેરી”

“મેં આવત હું રી.. વો બાબુ કો મીલના હૈ... કલ વો જાવ

હૈરી.. મનાલી....”

“મનાલી જાવત હૈ... હાં હાં... ચલી જા જલ્દહી આના...” “ફક્ર ફીક ના કરત મેં દર્જ ગુજરકર ચલી આતી હું.”

“બડી અચ્છી બાત હૈ ભલે અચ્છે બાબુ હૈ રી.. મેંમ કો ભી

મેરી સુક્રીયાકહના” અનવરે ઘેટાંને હાંકતાં હાંકતાં રેશમાને સહજ વાત કરી. પૂર્વની પહાડી તરફ ઘેટાં હંકારતો ચાલવા લાગ્યો. મંદ મંદ ઠંડો હીમભર્યો પવન વહી રહ્યો હતો. રેશમાના ગુલાબી ગાલને સાથે સ્ફુર્તિ અનુભવતી રેશમા ઉછળતી કૂદતી નદીની જેમ તે ફ્રોક ઉછાળતી, વાળ ઉછાળતી ચારેતરફ ચાલવા લાગી.

રેશમા બોટ હાઉસ તરફ પહોંચી ત્યારે બારી ખોલીને યક્ષ પૂર્વની પહાડીને નિહાળી રહી હતી. સૂર્યનાં સોનેરી કિરણો હિમાચ્છાદિત, પહાડોને ચમકાવતાં હતાં. લાલ હીંગોળ રંગોથી ભરેલું આકાશ પીળચટા પ્રકાશથી ધીમેધીમે સોનેરી સાડીની કોર જેવું

પ્રકાશમાન હતું. પૂર્વતરફ ઊડી જતાં હંસોનો સમુહ વાતાવરણમાં કલસોર મચાવી રહ્યો હતો. આખ્ખુ આકાશ સરોવરમાં ન્હાતુ હતું તે તેની સાથે ચોપાસની લીલીછમ પહાડી દૃશ્યમાન થતી હતી. ઊંચા ઊંચા ચિનાર, પાઈનનો વૃક્ષોની ડાળીઓ લહેરાઈ રહી હતી. બોટના તૂકે ઊપરથી રેશમા બોટ તરફ આવવા લાગી ત્યારે અતિ ઉત્સાહ અને

ભાવપૂર્વક બોલી રહી.. “એ બાબુ રી.. મૈં. આ રહી હું.. તુમ્હારી

પાસ મિલને કો.. સુનો રી...” તેના ચહેરા ઉપર મૂક્ત હાસ્યની નિર્દોષતા છવાયેલી હતી. ગુલાબી ચહેરામાં ધવલ દંતાવણી શોભતી હતી. તેની હડપચી ઊપરનો શ્યામલ તલ સરોવરમાં ચોરી છૂપીથી

રતુમડા ઉરજ ઊછળતા હતા. ત્યાં જ બારી પાસે ઊભેલી યેશાની પાસે

જ યક્ષ આવી પહોંચ્યો. તે મૂક્ત હાસ્ય વેરતો કહી રહ્યો. “અરી... રેશમા... તું આ ગઈ... મેં સમજતા થા કી તું ન આયેગી..”

મેરે ભગવાનને મેરી પ્રાર્થના સૂનલી સારી રાત.. તેરી યાદ સતાતી થી.. સોયી નહીં. તેરે હી સોચમેં જાગતા હી રહા. કમબખ્ત

નિંદભી ન આયી.. આયી તો સુબહ સુબહ મેં હી...”

“આયી તો સહી.. રી સચ કહતે હો.. મેં ભી સારી રાત બાબુ તેરી યાદમેં સોઈ હી નહી.” બોટ હાઉસના બારણા પાસે આવતો હસતાં હસતાં રેશમાં કહી રહી. તે હાઉસની બારી પાસે પહોંચી ગઈ તેણે એક ક્ષણમાં ત્વરીત યક્ષનો હાથ પકડી પાડી ને પૂરા જોરથી દબાવ્યો. બીજી જ ક્ષણે યક્ષના ચહેરા ઉપર હાથ પ્રસારતી તેના ગળામાં બંન્ને હાથ ભેરવીને

લગભગ લટકી પડી. યક્ષે તેને નજદીક ખેંચીને તેના ચહેરા ઉપર હાથ

પ્રસારતો તેના હોઠ ઉપર ચૂંબન અર્પ્યા.

યેશા તેની જીલ જેવી નીલી આંખોમાં ખિલખિલાટ હસી રહી.પછી તે બોટહાઉસમાં દોડી ગઈ. યક્ષ દોડતી યેશા તરફ દૃષ્ટિ કરતો કહી રહ્યો. “યેશા.. પ્રેમ.. કેવું અદ્‌ભૂત ઔષધ છે. તે ઉમ્રને ઓગાળે છે. તેને કોઈ દેશની સરહદ કેદ નથી કરતી.

યેશા મંત્રમુગ્ધ બની રેશ્માના મુક્ત પ્રેમને નિહાળતી મીણપૂતળી જેમ બની ચૂકી હતી. અચાનક તંદ્રામાંથી જાગતી યેશા યક્ષ તરફ ના જોતાં રેશ્માને પ્રતીવેધક મુક્ત દૃષ્ટિપાત કરતી કહી રહી. “હાં હાં શું કહ્યું?” “...હા રેશ્મા.. તું...તું..”

યક્ષને રેશ્મા તરફ જતાં જોઈને બોટહાઉસના બીજા રૂમમાં જતાં પીઠ બતાવી. તેના લાંબા લાંબા નીતંબને ચૂંબન કરતા કાળા વાળો હિલ્લોળતાં લચકાતી ચાલે છણકો કરતી કહી રહી “હાં.. તું અને રેશ્મા..

રેશ્મા અને તું... તું રેશ્મા હવે મારી શું જરૂર છે?”

યેશાના છણકા પ્રતિ ધ્યાન ના આપતો યક્ષ ખડખડાટ

ભાવવિભોર હાસ્ય પ્રસારતો કહી રહ્યો હતો. “યેશા તું.. પણ...” તે રેશ્મા પ્રતી લગભગ દોડ્યો. રેશ્માને કમ્મરથી પકડીને ઉંચકી લેતાં ચહેરા ઉપર ચુંબનોનો વરસાદ વરસાવતો હસી રહ્યો. રેશ્મા યક્ષના હાથમાંથી છૂટવાને બદલે તેને ગળામાં વળગી પડીને તેના હોઠ ઉપર ચુંબન આપતાં કહી રહી..” બાબુજી.. જરા હૌલે હૌલે.. કીસ કરોની..

મેં તો શર્મા જાતી હું”... દીદી તો ચલી ગઈ...”

યક્ષ રેશ્માના મોટા મોટા ઉરજને સ્પર્શતો હિલ્લોળી રહ્યો હતો. પૂર્વના બર્ફીલા પહાડોમાંથી સૂરજ ધીમે ધીમે ખીલી રહ્યો હતો. ગુલાબી આછો પ્રકાશ સોનેરી બની રહ્યો હતો તે પ્રકાશમાં હાઉસબોટ સ્નાન કરી રહી હતી. માથાબોડ ન્હાતી રેશ્માના દેહનું ચુંબનોથી સ્વાગત કરી રહી હતી. યક્ષે હળવેથી ફ્રોક નીચેની નીકરને ખેંચી તો રેશ્મા

ખીજાઈને નાગણી બનીને ફુંફાડા મારતી યક્ષના એજ હાથ ઉપર તીણા

દાંતથી બચકુ ભરી દીધું. ચીસ પાડતો યક્ષ હાથને દાંતમાંથી ખેંચવા ઝટકો મારી રહ્યો હતો. તે જ ક્ષણે મુક્ત યેશા ખિલખિલાટ હસતી વેધક દૃષ્ટિથી યક્ષને નિહાળતી હતી. તે દૃષ્ટિમાં યક્ષની દૃષ્ટિનું મિલન થતાં જ યક્ષ એક ક્ષણ માટે ડરી ગયો. તે નતમસ્તક શરમાઈ ગયો. રેશ્મા ખિલખિલાટ હસતી કહી રહી હતી. “તું બાબુ લોગ પ્યાર કે બહાને હમારે રૂપકો લુંટને આતે હો.. હમતો પ્યાર હી કરતે હૈ.. તુમ પર મરતે હૈ.”

યક્ષ કાંડા ઉપર છબી ગયેલી રેશ્માના દંતાવલીને કારણે

લોહીની ટશર ફૂટી ચૂકેલી જોઈ રહ્યો હતો. તો કેટલીક વધુ છબેલા

દાંતને કારણે લોહી પણ નીકળી ચૂક્યું હતું. યશ તે કાંડાને હોઠ પાસે

લાવીને શિશકારા બોલાવતો જોર જોરથી ફુંક મારીને ઠંડક મેળવી રહ્યો

હતો. બાજુની રૂમમાં બેગને તૈયાર કરતી યેશા કંગીના મોટા દાંતાથી વાળને હોળતી ગુંચને કાઢતી બહાર આવી ને બોલી ઊઠી “શું થયું? યક્ષ... શું થયું?”

તે સમયે રેશ્મા ખડખડાટ મૂક્ત હસતી કહેતી હતી “બાબુજી.. જરા સંભલ કે જાના.. હમારી યાદ આયે તો રોના મત... ના જાને મેં

ભી ચલી આઉંગી.. હમે મત ભૂલના”

યક્ષ રેશ્માની પીઠને નિહાળતી હતી. તે વિચારતી હતી કે પહાડી અલ્લડ છોકરી.. કાંટોમાં ખીલતા ગુલાબ જેવી કેટલી સુંદર છે. પવનના સુસવાટા સાથે હાલતી કૂદતી.. રમ્યા.. હિમાલય બર્ફીલા ગુલાબ જેવી..” તે જ સમયે પાછી વળીને યેશા પાસે દોડી આવતી ટેન્ટમાં યેશાને વળગી પડી તે યેશા કંઈપણ સમજે તે પહેલાં તેના લાલલાલ ગાલ ઉપર એક પછી એક ચૂંબન ચોટાડતાં જીભથી ગાલને ચાટતાં કહી રહી. “દીદી મેં તુમ્હે ન ભૂલ પાઉંગી.. હમે યાદ કરના.. ફીર કબ આયેગી” રેશ્માની આંખોમાં આંસુ હતા. હિમાલય હિમપ્રપાત જેવા ગ્લેશીયર સમા રેશ્માના પ્રેમમાં તે ઠંડીગાર બની ગયેલી યેશા છાતી ઉપર ધસી આવેલા સત સત ગ્લેશીયરને ખસેડીને ચૂમી તેના રતુમડા હોઠ ખૂલે ના ખૂલે કંઈ કહે ના કહે તે પહેલાં તેની આંખોમાં આંસુનાં જળજળીયાં ચમકવા લાગ્યાં. પૂનમની ચાંદનીમાં પ્રેમરાગ કે મલ્હારને છેડતા ઉત્સાદ સાથે તબલાના તાલ આપતા તબલચી જોડે બિસ્મીલ્લાહખાનની શરણાઈના શૂર સંભાતાં કાશી વિશ્વનાથનું મંદિર ગુંજી ઊઠે તેમ યેશાના રોમ રેમ પુલકીત બની ચૂક્યા. તે કહી રહી હતી. “રેશ્મા... મેરી પ્યારી પ્યારી ગુડીયા જરૂર આઉગી તેરે સૌહર કો લાઉંગી, તુજે દુલ્હનીયા બનાકર લે જાઉંગી...”

રેશ્મા... જોરજોરથી ભેટતી તેના ગુલાબી ગાલ ઉપર ચુંબન

વરસાવતી યેશા ભાવવિભોર બની ચૂકી હતી... રેશ્મા યેશાના હૃદયમાં ગાંડીતૂર બનેલી ભાગીરથી ગંગારૂપે વહી રહી હતી.

ધસમસતા પ્રવાહમાં પૂણ્યશ્લોકી પ્રેમગંગા જળથી સ્નાન કરી રહી હતી. રેશ્મા યેશાનું અદ્‌ભૂત મિલન હિમાલયના ઊંચા ઊંચા શિખરો ઉપર ચમકતા બર્ફીલા વૃક્ષો ખુલ્લા આકાશમાં પૂર્વ તરફ ઊડી જતા હંસ, સારસની કતાર કલરવ કરતી વધામણાં આપતી હતી. જાણે કહેતી હતી. “આ પૃથ્વી ઉપર જ્યાં સુધી પુનિત પ્રેમની સરવાણી જીવંત છે, ત્યાં સુધી દેવો પણ આજ પ્રેમને પામવા જન્મ ધારણ કરે છે”

મંત્રમુગ્ધ બનેલી યેશા... રેશ્માને બોટ હાઉસના તૂક સુધી

મૂકવા દોરી ગઈ તો તે જ પ્રેમનું રસપાન કરતો યક્ષ સ્વર્ગલોકના ગંધર્વ જેમ કંઈક ગણગણતો તે બંન્નેને ખભે વળગાડી.. એક પછી એક ચુંબન કરતો અદ્‌ભૂત દૃષ્ટિપાત કરતો. પ્રેમ રંગ રંગ પ્રપાતને માણતો કંઈક ગણગણતો હતો. તે મધુર ગણગણાટને માણતી રેશ્મા.. યેશા શૂરને શબ્દનું સ્વરૂપ આપતાં લયબધ્ધ ગણગણતો હતો “માનસરોવર કે હંસ હમસબ ઊડ ઊડ કર પ્યાર બાંટે.. ગલત સમજના હમેં જગવાલેં પ્યાર હમારી હૈ પૂંજા... હમ તો હિમગીરી કે પ્રેમી હમ તો હિમગીરી પ્રેમી.. ગંગા.. ગંગોત્રી, ગેલશીયર, ચિનાર, દેવદાર જીલ હૈ હમારે રૂપ. જગવાલે હિમગીરી કે પ્રેમી. ન સાન ભાન ખાને પીને કી.. ન જીને કા તરીકા.. હમ હૈ જગ કે ન્યારે પ્યારે પ્રેમ હમારી ભાષા... પ્રેમ હમારી અભિલાષા હમે.. હૌ જગસે પ્યાર કે નાતે ન લેના દેના જગ કી રસમ સે હમ તો હૈય ઝો અનમોલ પ્રેમી રહન સહન ન જાને જગ કી.. ન જાને જગ કી ભાષા. હમ તો હિમગીરી કે પ્રેમી.”

તૂક ઉપરથી જીલને કિનાર આવતી રેશ્માને અનવર પોકારી

રહ્યો હતો. અરીરી રેશ્મા.. કહાં ચલત રી.. દેર, હો ગઈ... બાબુ ફીર

આયે તું દુલ્હન બનાકર લે જાયે ગે.. અબ તો ચલ રી.. હાય દેર હો જાયેગી... દેરી મત કર મેરી પાસ પ્યારી ભતીજી... અનવરનો ગળ્યોચટ્ટ મીઠ્ઠો મીઠ્ઠો અવાજ વાતાવરણને ભરી દેતો હતો. યેશાયક્ષને રેશ્મા અનવરના પોકારને સાંભળી રહ્યો હતો. યક્ષ વિચારતો હતો. આ હિમમાનવમાં કેવી છે અટલ શ્રધ્ધા કેવો છે મહાન પ્રેમ.. તે મોટા પહાડી શ્વરે કહેતો હતો. “હાં હાં અનવર મેં મેં જરૂર આઉંગા.. યે હિમાલય કી સોગંદ.. રેશ્મા કો લે જાઉંગા દુલ્હનીયા બનાકર.. મેરી..

મેરી દુલ્હનીયા..” યેશા પૂરો વિશ્વાસ આપતા યક્ષના દૃઢ અવાજને સાંભળી રહી હતી. તેમ તેમ તેનું અસ્તિત્વ ઓગળીને હિમપ્રપાત બનીને ઉછળતું, કૂદતું પહાડી ઝરણાને પ્રસરતું હતું. નદી બનીને તે વિચારતી હતી. “મને નદી બનવાનું સૌભાગ્ય મળે તો કેવું... આ હિમાલયના યુગો સુધીના અસ્તિત્વમાં પણ એક નામ બનીને જોડાઈ જાઉં ‘યેશા’ નામે નદી બની.”

યક્ષ રેશ્માને મૂકવા ઘેટાંને હંકારતા ડચકારો બોલાવતા. સૂસવાટ કરતા અનવર પાસે રેશ્માને છોડતાં રેશ્માના હોઠ ઉપર ચુંબન કરતાં આંખોથી વિદાય આપતાં થોડાં ડગલાં ગયો. ને પુનઃ પાછો વળી રેશ્માને ભેટી પડીને તેના ભૂરા સોનેરીવાળમાં હાથ પ્રસારી લીલી આંખો અને હોઠ ઉપર ચુંબન કરતો ભાવવિભોર ભરી વિદાય લઈ રહ્યો હતો ત્યારે યક્ષથી નીચી રેશ્માએ કૂદકો મારી ગળે લટકી.

૩. ઓહ! કજરા! તું?

વળગી ને હોઠ ઉપર ચુંબન કરતાં તેના વાંકળીયા વાળને

ખેંચીને નમાવતાં કહેતી હતી “હમેં કબ લે જાયેંગે..” યક્ષથી છૂૂટી પડેલી રેશ્માને નિહાળતો વાંકા વળીને તેના હોઠ ઉપર વેધક ચુંબન અર્પતો તેના ગળાની ચેઈન પહેરાવી વિદાય થયો ત્યારે તેની પીઠને વેધક નજરે જોઈ રહેલી રેશ્મા કહી રહી હતી “મૂડ મૂડ કર મત દેખના હમેં... બાબુજી નહીં તો હમ તુમ્હારી સાથ આઉંગી..” ખડખડાટ હસતો યક્ષ લથડાતા પગને સંભાળી મક્કમ ડગલાં ભરતો આગળ વધી રહ્યો હતો. “રેશ્મા કહી રહી હતી “દીદી... બાબુજી કો સંભાલના..

લુઢક ન જાયે...”

યક્ષે ગળાની સુવર્ણ ચેઈન કાઢીને રેશ્માના ગળામાં પહેરાવી ત્યારે અદ્‌ભૂત આનંદ અનુભવતો યક્ષ રેશ્માને સર્વસ્વ અર્પણ કરવાનો

ભાવ વ્યક્ત કરી ચૂક્યો હતો. દુશ્યન્તે પહેરાવેલી અંગુઠીનો રોમાંચ અનુભવતી શકુંતલાના પ્રેમમય જગત કરતાં કદાચ વિશેષ વિશિષ્ટ હોઈ શકે. કણ્વને પણ ક્યાં ખબર હશે કે દિવ્યલોકના પ્રેમ પ્રપાતમાંથી બહાર નીકળી દુશ્યન્ત શકુન્તલાને ભૂલી જશે. ત્યાં સુધી કે આવનાર સમયની વંશજ માત્રને ઓળખવાની ક્ષમતા ના હોય. યક્ષ રેશ્માની

પીઠને અપલક નિહાળતો એ પ્રેમ જગતમાંથી ત્યારે જ બહાર નિકળ્યો

જ્યારે યેશાએ હળવેથી તેના વાંકળીયા વાળની લટને શીખાભાગમાંથી

ખેંચી.

કલ્પાથી શિમલાનો બાવીસ કી.મી.નો માર્ગ કાપતી ત્રીસ યાત્રિકની બ્રહ્માણી ટ્રાવેલ શિમલા આવી ત્યારે દિવા સ્વાનમાં રાચતો યક્ષ બંધ આંખો ને બોટહાઉસનાં રેશ્મા-યેશા અને તેની વચ્ચે બનેલી

પ્રણય ચેષ્ટાનાં દૃશ્યને અવિરત નિહાળતો હતો. જીવન ઘટમાળના

માર્ગનો કોઈ વિરામ હશે તેનો તેને ક્યાં ખબર હતી.

બ્રહ્માણી ટ્રાવેલ્સના ડ્રાયવરે શિમલા ઊંચા ઢોળામાં લકઝરીને બ્રેક મારી સીંગલ પટ્ટ રોડની એક તરફ ગાડી થોભી રાખી કહી રહ્યો, “સિમલા આવ્યું. રાત્રી રોકાણ અહીં જ છે. કલ્પાની જેમ કાષ્ટઘરમાં હા હાઉસબોટ નથી. બર્ફાચ્છાદીત કાષ્ટ મકાનો છે. યે કશ્મીરકી વાદી હૈ.. હરી હરી ધરતી, ફૂલો ભર્યા વૃક્ષો, કલ્પા જેમ જ સફરજન વૃક્ષોથી રસ્તાની બંન્ને બાજુ જંગલો અને ખીણો ભર્યા છે. લાલ હીંગોળ ઢોળાવવાળા ચા ના બગીચા.. ગીતો ગાતી ચા વિણતી યુવતીઓ.. આહ! ક્યાંક સાચવજો હોં.”

યક્ષ બટકબોલા ડ્રાયવરને એક નજરે નિહાળતો કહી રહ્યો - “કૂતરા જેમ ભસતાં આવડે છે બધાને ખબર છે.”

“તમારે શું?...ફૂલ ગુલાબી ઠંડીમાં તમેજ લપટાઈ જશો કોઈની

સાથે તમારી આંખો જ કહે છે.” મરક મરક હસતાં યાસીને યક્ષને કહ્યું.

યક્ષ તીખા સ્વરે કહી રહ્યો “કાલે વાઈટ પોટેટો.. જ્યાદા ખાઈ

ગયો છે?”

“બોઈલ એગ્ઝ જેવાં જ તો.. ના ખાવું તો ઠંડીમાં સ્ટીયરીંગ

પકડાય?”

“હા! ભાઈ હા મારે પણ ડ્રીંક સાથે બોઈલ એગ્ઝ લેવાં પડ્યાં”

હળવેથી યક્ષે કહ્યું. તેના ચહેરા ઉપર ભયાનક વોન્ટેડ ગુનેગાર જેમ

લજ્જા અને દોષિતપણાનો ભાવ હતો. તેનું મન કોચવાતું હતું તે વિચારતો હતો ક્યાં દાદા-દાદી.. દાદાજી ત્રિકાલ સંધ્યા જપ કર્યા કરે.. દાદીમા ‘ભાગવત’ વાંચતાં કહેતાં હોય હે ભગવાન મને કાશી વિશ્વનાથનાં દર્શન કરાવ... મને હરિદ્વાર બતાવ.. તેમની ધોળી ભ્રમરો નીચે ધવલ પોપચાં નીચેની નીસ્તેજ ભૂરી ભૂરી આંખોમાંથી એક પછી એક ટપકતાં આંસુનાં બુંદને કેવો તાક્યા કરતો હતો. યક્ષ તેમના હાથમાંથી “ૐ નમઃ શિવાય” ના જપ કરતી માળાના મણકાનો

ખસવાના અવાજ ક્યારેક ક્યારેક બંધ થઈ જતા અને ક્યારે હાથના

આંગળા ઉપરથી તે સરકીને નીચે પણ જતી તે ખબર પણ નહોતી પડતી. દિવાલને ટેકવીને માથું ઢાળી સુંઈ જતાં દાદીમાને પણ આવીને ઢંઢોળ્યા વગર માળા. આયમની તરભાણી એકબાજું મૂકીને તાંબાની પ્યાલીનું પાણી હળવેથી હોઠ ઉપર અડાડતો ત્યારે દાદીમાં તે પાણીને પણ બંધ આંખો એ પીતાં પીતાં કહેતાં “દીકરા તું..”

“હા દાદી તમે સુઈ જાવ” ગળગળા કંઠે સ્વરે કહેતાં યક્ષ દાદીને તેમણે જ બનાવેલી પીળી ગોદડી પાથરીને તેમના જ ગરમ ધાબળાના ઓષિકા ઉપર માથું ટેકવીને સુવાડી દેતો.

દાદાજી બારી પાસે ઓટલાની દીવાલને ટેકવીને બેઠા બેઠા સંધ્યા પણ કરતા આ દૃશ્ય જોતા કરતા કહેતા “દીકરા.. સો વર્ષનો થા.. દુઃખ તો આવે જ... નીતીના છોડાવ... સંધ્યા કર્યા પછી જ બોલાવ ને.”

યક્ષ દાદાને હળવેથી કહે તો “દાદાજી હવે તો છોડો આ લફરાં

આખી જીંદગી આ જપ..માળા..સંધ્યાપૂજા..કર્મકાંડમાં કાઢી યજમાનો

શું આપે છે? સત્યનારાયણની કથા કરવાની એક બે રૂપિયા... તે પણ બે બે કિલોમીટર ચાલતા જાવ... પગનો અંગૂઠો પાકી જાય તેટલો દુઃખતો હોય.. તમને આવતા જોઈને યજમાન કહે “આવો ગોરભા”

મરક મરક હસતાં કહેતા “ખૂબ તડકો લાગે છે શાંતીથી સંધ્યા કાળે આવ્યા હોત તો એમ કરો કાલે આવજો લખી પટલાણી ખેતરે ગઈ સેં”

ભારોભાર નિશાશો નાંખતા તમે સુકા બીડાયેલા હોઠને

ખોલતા... તરસથી કંઠ સહન કરતા ક્યાંય સુધી બેસીને હાથને ટેકે ઊભા રહેતા ત્યારે પટેલ કહેતા “ગોરભા પેલું વાજ્યું કૂણ વાવવાનું સે?”

તમે નિરાશ નજરે કહેતા “તમે જ તો”

હળવે હળવે તમારી પીઠને નિહાળી તીરછી નજરે હસતાં કહેતા “ધક્કો નાં ખાતાં”

“કેમ?”

“દલવો તમને દક્ષિણા આપી જશે સાંજે”

યક્ષ વિચારતો હતો.. એ સાંજ.. દીવાળી આવે ત્યારે જ થતી..

મગફળીના ભારને ઝાળતાં, ઝળતાં બંડીના ખીસામાંથી દસ રૂપિયા કાઢીને પાછલા હાથે આપતાં કહેતા... “લો ગોરબાપા”

તમે ખરાની એક બાજાુ મગફળીના ઢગલાની એકબાજુ પાથરેલા કોથળા ઉપરથી ઊભા થઈને એક ઝટકે એ એક ની લઈને ખમીશ ઊંચું કરી બંડીના ખિસ્સામાં મૂકતા ત્યારે મને તે જોઈને તમે “ઈડરીયો ગઢ

જીત્યાં હોય તેવો અનુભવ થતો હતા.”

“હા દાદા... તમે તો સાવ ભોળા મને કહેતા યક્ષ.. શું જુએ છે? જેલા માટે ચા બનાવી લાવ” તમારી ધમકાવતી આંખોને હું જોયા જ કરતો. એક એક માસ સુધી મગફળીને ઝાંળવાનું ગાંતર... ડાંખળી જુદુ પાડવાનું ખળામાં કામ ચાલ્યા જ કરતું.

એ સાંજે ગાઢ અંધારામાં આવીને કોથળામાં મગફળી ભરી દલપાની મદદથી ગાંતરમાં સંતાડી રૂખી પટલાણી ઘેર સરકી ગયાં તે સમયે નાની ખાટલીમાં બેઠેલા તળે બુમો મારતા રહ્યા “કોણ છે? કોણ છે?”

ત્યારે જેલો કહેતો હતો “ગોર બાપા એ તો હું ગાંતરનો ઢગલો કરું છું.”

વહેતી સવારે હું તમારી ચા લઈને આવ્યો ત્યારે ઢગલાની ચારે બાજુ બાવચીના સાવરણાથી વાળીને એક સરખા કરેલા ઢગલાને જોઈને આશ્ચર્યમાં પડી ગયો. મેં કહ્યું પણ ખરું. “જેઠા બાપા આજે તો એક સરખો ગોતર ને મગફળીનો ઢગલો કરીને સાવરણાથી વાળીને કર્યો ઈ? કોઈ આવો પગલાં પડ્યા વિના ના રહે :”

“હા યક્ષ ભૈ અને બે ડોહા પડી રહીએ હું બીડીયું પીધા કરું ને આ કીરપા ગોર તો રાતે ચવરતા જ નથી ગોદડીમાં માથું ગાલી સમીસાંજના સૂઈ જાય તે ભડભાંખરે પેશાબ કરવા જ ઊભા થાય.”

“અરે જેલાકાકા.. મેં કેટલીય વાર કહ્યું અને ખળે સુવા જવા

દો તો ના જ પાડે પણ કાલથી હું જ આવવા નો.”

યક્ષની વાત સાંભળી એક ક્ષણ માટે ડઘાઈ ગયેલા જેલા કાકા

યક્ષ ભૈ તમારું કામ ભણવાનું અમે ડોહા ડોહીએ આવું કર્યા કરવાનું હમજ્યા. હસતા હોઠ વચ્ચે છુપાયેલા દગાખોર નેત્રના ભાવને ઓળખી ગયેલો યક્ષ તે ક્ષણથી તેમના ઉપર બાજ નજર રાખવા લાગ્યો તે બપોરે

ઘરે ચા પીતાં પીતાં કહેતો હતો “મમ્મી આ જેલા કાકા વરસોથી ખેતી

કરે છે. ભાગમાં સાત મણ દશ મણ મગફળી, પાંચ મણ ડાંગર, બે મણ તલ બતાવે છે.. દશ વીઘા જમીનની તો વળી આટલી આવક હોય મને તો જેલો કાકો ચોર લાગે છે”

“ચૂપ મર. તને ભાન છે?” લત્તાએ યક્ષને ધમકાવતાં કહેવા

લાગી.

“મને ભાન થવા લાગ્યું છે તમે આંધળાં બની ગયાં છો” યક્ષ કરડી નજરે ચા પીતાં કહ્યું. તે છણકો કરતો ઊભો થયો ત્યારે બારણાના ઉંબરે આવી પહોંચેલી કમળા કહી રહી “શું થયું લતાભાભી?”

“કંઈ નહીં આ તો જરા”

“હા.. હા જેલોકાકો ચોર છે.” “શું વાત કરે છે?” કમળાએ કહ્યું.

“મારી વાત સાચી ના નીકળે તો મને ઘરમાંથી કાઢી મૂકજે” યક્ષે દૃઢતાથી કહ્યું. લતા કમળા ડઘાઈ ગયાં. આવા મોટા ગામમાં ધનવાન ગણાતા જેલા પટેલ ની સામે ચોર તરીકેની આંગળી ચીંધવી એટલે અકબર રાજા ઉપર આરોપ કરવા બરાબર ગણાય. કોઈ જાણે તો ગામ બહાર તેમને કાઢી મૂકે.

તે સાંજે ખેતરના સેઢા ઉપરની લીંમડીના ગાળામાં ચઢીને

સંતાઈને યક્ષ નજર રાખી રહ્યો. ખળામાં થઈ રહેલા સળવળાટ સામે

ગુણ કાઢીને જેલોકાકો ખભે મૂકીને ચાલવા લાગ્યો. તેની પાછળ પાછળ રેવા પટલાણી પણ મગફળી ભરેલી બીજી ગુણને માથા ઉપર મૂકીને ચાલવા લાગી. ખેતરના સેઢા ઉપરની વાડનું ખોડી બારું પસાર કરીને નિકળતાં. લિંમડા ઉપરથી કૂદીને ‘ચોર ચોર’ બૂમ મારી હાથમાં રાખેલી વાંસની પરોણી મારવા લાગ્યો. ચીસા ચીસ કરતા પટેલ પટલાણી કહેવા

લાગ્યાં ‘ના મારો ના મારો... એ તો અમે છીએ.’

યક્ષની બુમો સાંભળીને દોડી આવેલા ગામના યુવક યુવતીઓ ગ્રામ લોકોએ તેમને પકડી પાડ્યાં. રાત્રીના અંધકારમાં તેમની પાસે પડેલી મગફળીની ગુણો જોઈને કહેવા લાગ્યાં “મારા હારા પટલ.. આટલું બધું સેં તાંએ ધરાતો નથી.”

૪. પીછે પીછે આ ગઈ

હિમાલય ઊંચા ઊંચા શિખરોના પહાડી ઢોળાવ વાળા રસ્તાઓ

સાંકડા હતા. માંડ માંડ એક ગાડીને બીજી ગાડીને સાઈડ આપવામાં

ખૂબ કાળજીપૂર્વક વાહનને એક ઊંડી ઊંડી ખીણો પાસ પાસે માત્ર એક બે ફૂટનું અંતર હોય ને વાહન થોભાવું પડતું. વાહનને થોભાવવા જવું કે બ્રેક મારવી એટલે મોત... ડગલે ડગલે મોતના ભણકારા વાગતા દહેરાદૂનના પહાડી માર્ગો કરતાં કલપા અને સિમલાના રસ્તાઓ સાંકડા અને કહેવા પૂરતી પાકી સડક હા બંન્ને તરફ પ્રકૃતિ મનમુકીને ફેલાઈ ગઈ છે. ઊંચા ઊંચા બર્ફઆચ્છાદીત પહાડોના શિખરો સૂર્ય કિરણોથી ચમકતા હોય. તે પ્રકાશપૂંજ ચોતરફ પથરાતો હોય. માનવજાત ખુલ્લી આંખોએ હિમાલય દર્શન કે પ્રકૃતિ દર્શન માંડ માંડ મહામુશ્કેલીએ કરે. સિમલા ઊંચા ઢોળાવ નીચે પૂરા એક કીલોમીટર ટ્રાવેલ્સને બ્રેક વાગી. એક ઝાટકા સાથે યાત્રાળુઓ ચમકી ઊઠ્યા. ગણાની ઊંઘ ઊડી ગઈ.

ઘણા ગભરાઈ ગયા. દીલની ધડકનો સાથે તંદ્રામાં બાળપણનાં દૃશ્યો જોતાં સ્વપ્નાવસ્થામાંથી યક્ષ જાગ્યો ત્યારે ચોતરફ ફેલાવેલા ઊંચા હિમાલયના શિખર...ખીણો... ઊંચા ઊંચા દેવદાર-ચિનારના વૃક્ષોએ

તરફ ધવલ પક્ષીઓની કતારો ઊતરી રહી હતી. તે પક્ષીઓના ચકરાવાને કારણે ધવલ હિમગીરી લીલીછમ પ્રકૃતિ-વનરાજી ઉપર ધવલતા પથરાઈ ચૂકી હતી. શિખર ઉપરનો મધ્યાહ્‌નનો સૂરજ ઉષ્મા પાથરતો હતો. તે પ્રકાશપૂંજ મધ્યે ટ્રાવેલ્સમાંથી યાત્રિકો ગોગલ્સ લગાવીને ઊતરી રહ્યાં હતાં. સામે જ સિમલાનાં ઝરણાં વચ્ચેના પહાડી ઢોળાવ ઉપર પાંચ-દશ પામવૃક્ષ બે-ચાર કાષ્ટ મકાન-સિમેન્ટ કોંક્રેટના મકાન ચમકી રહ્યાં હતાં.

ટ્રાવેલ્સમાંથી અંતિમ મુસાફર તરીકે ઊતરતો યક્ષ યેશાના હાથમાં હાથ પકડીને બીજો હાથ યેશાની કમ્મરને ભીડીને કહી રહ્યો હતો. “યેશા સિમલા આવ્યું...”

“હા... આગો ખસ” “યેશા પ્લીઝ”

“યુ કાન્ટ શી... હિમાલય” “ઓહ.. સિમલા”

“હાઉસબોટમાં તો હું ભૂલાઈ ગઈ.” “વોટ કેન આઈ ડુ ડાર્લીંગ”

“રેશ્મા ઈઝ યશ..યશ.. ઈઝ રેશ્મા”

“ઓહ માય ગોડ.. રેશ્મા ઈઝ હિમાલયા. ખડખડાટ હસતી

યેશાએ યક્ષને છણકો કરતાં કહ્યું, “રેશ્મા ઈઝ બ્યુટી ઓફ હિમાલયા.” યશ માય યેશા.. રેશ્મા ઈઝા વ્હાર રોઝ ઓફ હિમાલયા”

યક્ષના બુચકારા બોલાવતા હોઠો ઉપર માદકતા ભરી આંખો વચ્ચે

હૃદયમાં પ્રેમ અંકુર ફૂટી નીકળ્યા. તે હોઠો ઉપર તેની લાંબી લાંબી જીત

પ્રસરી રહી. આઈસ કેન્ડી ઉપર પ્રસરતી જીભની જેમ સ્વાદ માણતો યશ કહી રહ્યો. “માઈ ગોડ.. ખુદાને ક્યા રૂપ દીયા હૈ રેશ્મા કો. જીલ કી ગહરાઈ જૈસી નીલી નીલી આંખે, ગોરે ગોરે મખ્ખન જૈસે ચીકને ગાલ.. જીલમેં દૌડતે શિકારેમેં પ્રિયતમ કે હાથો સે ચલતે પતવાર જેસી

ભ્રમર.. ધવલ ચીકના અંગ.. કિતના સુહાના થા. બ્રાઉન ઝલ્ફે પલન કે ઝોકોં કી સાથે લહરાતી તબ શીર પે રખ્ખી બ્લ્યુ ઊંનીકી ટોપી થમણી રેશ્મા, કિતની સુહાની લગતી થી. માનો ડાલ જીલ પે હંસી ઊડ રહી હૈ... પલકો કો ઊંચી ઊઠાતી હું રેશ્મા જબ બોટ હાઉસકી ખીડકી કે પાસ આકર મુઝે કહતી થી” બાબુજી મેં આ ગઈ...”

“ઓહ માય ગોડ... તુમ હમે જલા રહે હો” યેશાએ છણકો કરતાં યક્ષને ધક્કો મારતાં કહ્યું. તેના ક્રોધીત ચહેરો રક્તવર્ણો પ્રસરી બન્યો. તે ક્રોધમાં તેની આંખોમાં આંસુુ ચમકી ઊઠ્યાં.

યશ, મરક મરક હસતાં યેશાનો ચહેરો જોતાં કહી રહ્યો હતો. “નો નો... ડોન્ટ માઈન્ડ માય ડાર્લીંગ.. મેં તો જો દેખા ઉસકા

બયાન કર રહા થા.”

“ક્યા કર રહા થા ઈર્ષાધીન યેશાએ યક્ષના ચહેરા ઉપર પૂરી તાકાતથી તમાચ ચોઢી દીધી યાત્રિકો આ દૃશ્ય જોઈને દંગ થઈ ગયા. હમણાં કંઈક થસે? તે શક્યતા સાથે અનેક તર્કવિતર્ક વિચારતાં યાત્રિકોમાં આધેડ યાત્રિકે ધીમેથી તેની પત્નીને કહ્યું : “જો જે હાં બંન્ને લડી પડશે અને નવો જ તમાશો બનશે.”

એક યુવતીએ તો યક્ષને હળવા મીઠા સ્વરમાં કહ્યું પણ ખરું

“યક્ષ ભાઈ આપતો બડે સજ્જન હો, ચાર્મીંગ હો. આપકો સોચના

ચાહીયે કી આપકી મંગેતર કો ક્યા અચ્છા લગેગા યા ક્યા નહીં.”

ખડખડાટ હસતો યક્ષ કહી રહ્યો. ડોન્ટ માઈન્ડ યે સબ હોતા હૈ. મેં સીર્ફ ઈશ્ક સે સુસ્તી ઉડાને કે લીયે કહતા થા.

બધા યાત્રિકો ખડખડાટ હસતાં હસતાં પોતપોતાનો સામાન

લઈને એક બીજાને તાળી આપતાં આગળ વધવા લાગ્યાં. ત્યારે યક્ષ તેની બાજાુમાં ઊભેલી યેશા કરતાં વધારે સુંદર દેખાતી યુવતીને અચાનક

ભેટી પડીને યેશાની નજરો સમક્ષ તેના હોઠ ઉપર ચુંબન આપતાં કહી રહ્યો. “ઓ દીયા યુ આર સો સો બ્યુટી ધેન...”

“ધેન... યેશા...” યેશાએ યક્ષની ફેંટ પકડીને ખેંચી લીધો તેની પીઠ ઉપર બે-ચાર ધબ્બા મારતી કહી રહી. “યુ આર રાશ્કલ.. ડર્ટી... બ્લડી...”

“ઓહ માય ડાર્લીંગ.. યુ આર ગુડ સ્પીકીંગ.. આઈ લવ યુ ટુ.. ટુ મચ ધેન.. દીયા..” યશે દીયાના હોઠ ઉપર એકવેધક ચુંબન કરતાં તેના ઉરજને મર્દન કરતાં કહ્યું. યેશા યક્ષના વર્તનથી ચમકી ઊઠી. તે વિચારી રહી આ તે કેવો પુરુષ છે? વખાણ મારા કરે છે વાત

મારી સાથે કરે છે ને ચુંબન દીયા ને કરે. તે વધુ ખીજાઈ તેનો ક્રોધ આશમાને પહોંચી ગયો. તે ઉશ્કેરાઈને રોડ પાસે કોઈક પથ્થર શોધવા નજર ફેરવી રહી પરંતુ તે કંઈ જ ના દેખાતાં બાજુના જ સ્ટ્રોબેરી વૃક્ષ નીચે પડેલા લાલ ચટ્ટાક સ્ટ્રોબેરીને ભેગાં કરી મારવા લાગી. યશ તરફ ફેંકાતાં પાકાં સ્ટ્રોબેરી ચહેરા ઉપર વાગવાને કારણે યક્ષનો ચહેરો સ્ટ્રોબેરીના કથ્થાઈ-બ્લ્યુ રસથી ચમકી રહ્યો. સામેથી વાગતાં એક સ્ટ્રોબેરીને ઝીલી મોં માં મૂકતાં જ યક્ષ કહી રહ્યો હતો. “ઓહ શું સ્વાદ છે મઝા પડી ગઈ. ક્યા બાત હૈ?”

“યેશા ક્રોધમાં રડવાં લાગી. હસતાં હસતાં પીઠ ફેરવીને

હળવેથી જોતાં યાત્રિકો કહેતાં હતાં “સ્ટ્રોબેરી જેવાં જ છે.” તે યાત્રિકો

પણ યેશાના ફેકાતાં સ્ટ્રોબેરીને વીણીવીણીને ખાવા લાગ્યાં. ખાટ્ટા મીઠ્ઠા સ્ટ્રોબેરીના સ્વાદ માણતાં ડચકારા બોલાવતાં યાત્રિકો પણ કહેવા લાગ્યાં “શું સ્વાદ છે સ્ટ્રોબેરીનો. શિમલાનો ઢોળાવ ઢસીને બજાર વચ્ચે આવીને ઊભાં રહેલાં યાત્રિકે એ પાછળ જોયું તો યક્ષ માથા ઉપર બેગ, બેગ ઉપર થેલો અને બગલમાં વોટરબેગ, લંચ બોક્ષ લટકાવતો દોડતો આવી રહ્યો હતો. યેશા બૂમ મારી રહી હતી. “એય એય બબુચક.. પડી જઈશ..દોડતા..”

જેમ જેમ યેશા બુમ મારતી હતી તેમ તેમ ઊંડી ઊંડી ખીણની ધાર ઉપર દોડતો યક્ષ વધુ જોરથી દોડતો હતો. યેશા છુટ્ટી પોકે રડતી રડતી તેની પાછળ દોડતી હતી. એક બે વાર તો ઊંચા ઢોળાવ ઉપર ચઢતાં પડી પણ ગઈ. માંડ માંડ ઊભી થઈને ચાલતી દોડતી યેશા બજાર વચ્ચે આવી ત્યારે યક્ષે એક ઓટલા ઉપર બેગ-થેલો-વોટરબેગ-લંચ બોક્ષ એક ઉપર એક ગોઠવીને બેઉપગે ઊભો બેસીને માથા ઉપરની ગર્મ ટોપી કાઢી વાળને ખંજવાળતો કહી રહ્યો હતો. “ઓહ!કમઑન

માય યેશા.. ડાર્લીંગ યુ આર વેરી વેરી બ્યુટીફુલ...”

યેશા દોડતી યક્ષની પાસે આવીને તેને ભેટી પડી તેની છાતીમાં ચહેરો છુપાવી મુક્ત મને ધ્રુસકાં લેવા લાગી. નજીક ઉભેલા યાત્રિક દંપતી દંગ થઈને અબુધ પ્રેમને નીહાળી રહ્યાં. વૃધ્ધ દંપતીની આંખમાં

પ્રેમનાં આંસુ ઉભરાઈ ઊઠ્યા. બંન્ને અન્યોન્યને જોઈ રહ્યાં.

યક્ષની દૃષ્ટિ પહાડી ખીણો તરફ ધસમસતાં ખીલખીલાટ ઝરણાં

નીહાળતી હતી. રંગબેરંગી ફૂલોથી છવાયેલાં વૃક્ષો વચ્ચે વનસ્પતિની

મહેંક પવનની લહેરમાં નાચી રહી હતી. કેમ્પ કરતાં અહીં પ્રકૃતિ ચોતરફ

હરિયાળી ફેલાવતી હતી. દેવદાર, ચિનાર વૃક્ષો પાઈન સ્યુટનાં વૃક્ષો

કરતાં વધુ વર્ષાજીને ઊભાં હોય તેમ જણાતાં હતાં. ક્યાંક ક્યાંક સુદ્રાઈ,

ચેરી, સફરજન ઠેર ઠેર ઊગેલા છે. સ્ટ્રોબેરી વૃક્ષો સાથે હોડમાં ઊતરી આવેલાં હતાં. ઢોળાવવાળાં મકાનમાં ઢાળ ચઢીને જવાનું હતું. થોડે દૂર ઢાળ ઉપર દેખાતા પાંચ મકાન પાસે બધાં આવી પહોંચ્યાં હતાં ત્યારે એ કાષ્ટ મકાનોનાં બારણાં બંધ હતાં. તે મકાનના લાકડાના બનાવેલા વાડામાંથી ઘેટાં બકરાં લઈને બે કિશોરી તેમને હંકારતા બરાડા પાડી રહ્યા હતા. તેમના હાથની પાતળી સોટીઓ પ્રેમભરી ઘેટાના ઊન ઉપર વીંજાઈ રહી હતી. તે જ સમયે બારણું ખોલી બરાડતી સોડસી કહી રહી હતી. “એરી... એ સલમા.. કહાં જાવત રી?”

“મેં પીછે પીછે આ.. ગઈ રી” મીઠ્ઠા તીણા હેબકારાભર્યા સ્વરો શબ્દો વચ્ચે ઘેટાં-બકરાંના ઝૂંડ વચ્ચેથી એક યુવાને તે તરફ જોયા વિના જ કહ્યું “કજરા.. તું.. પીછે પીછે આ..જા, પૂરવ કે ખેત મેં.. ચાય કે ખેત, ચલી અમ્મા કી પાસ.. દીદીભી વહાં હૈ.”

યેશા, પૂરા હિમાલયના રૂપને નિહાળતી પહાડી યુવતીને જોઈને દંગ થઈ ગઈ. ઊંચી ઊંચી પાતળી કમર વાળી ઊંભુંગ ઉરજ ધરાવતી યુવતી થેકડા ભરતી ચાલતી હતી. તેના નીતંબના ઊંછાળા સાથે ઢીંચણથીય ઊંચો ચણીયો હીલ્લોળા લેતાં હતો. તેના ગુલાબી ચહેરા ઉપર મુક્ત હાસ્ય વેરાતું હતું. ભૂરા ભૂરા વાળની લઘરવઘર વાળેલી

મોટી ખજુરી હેરની શોભતી હતી.. તેણે તેના માથાના વાળને ઠેર ઠેર આવી નાની નાની ખજુરી હેરથી ગુંથ્યા હતા. તેમણે તેના કપાળ વચ્ચે ઊછળતી કાળા, પીળા, લીલા ચમકતા મણકાનું લહેરીયું સુંદર હતું. બંન્ને હાથો લીલો પીળો લાલ કાચની બંગડીથી કોણી સુધી ભરાવેલા હતા. ચહેરા ઉપરની હડપચી ઉપર શોભતા ત્રણ કાળા તલ ડાલ સરોવરના શિકારા જેવા હતા. કજરાનું રૂપ જોઈ જરૂર યક્ષ ગાંડોતુર બની જઈશ. તેમ વિચારતી યેશા યક્ષને કહી રહી હતી “યક્ષ જો જો..

મકાનો લાકડાનાં હોવા છતાં કેટલાં સુંદર છે.. જો.. જો સામે જ

રેસ્ટહાઉસ જેવું લાગે છે..”

“હા.. હોટલ સિમલા લખ્યું છે તેના ચોગાનમાં દેવદાર અને

પાઈન વૃક્ષની હરોડ કેવી શોભે છે?”

યક્ષે હળવેથી કજરા તરફ નજર નાંખી. મંત્રમુગ્ધ હરણા જેવો યક્ષ કહી રહ્યો હતો. “કેટલી સુંદર છે કજરા જેવી.. હોટલ.. રેશ્મા કરતાં કંઈક ઓર.. આલ્હાદક”

“હા... હા..હોટલસિમલા સિમલા જ છે ડાલની હાઉસ બોટ કરતાંય”

“હા... હા.. હોટલ..કજરા કજરા જ છે.”

રસોઈ સ્વાદિષ્ટ હશે જ. વ્યવસ્થા પણ”

બંન્ને યાત્રિકો પહેલાં હોટલ સિમલાનાં પગથિયાં ચઢી રહ્યાં હતાં. તે પગથિયાં ઉપર જ સામાન મુકતાં જ યક્ષ કહી રહ્યો “યેશા... ઓહ

મારું પાકીટ.. ત્યાં જ પડી ગયું.”

યેશા ગભરાઈ ગઈ તે બોલી ઊઠી “દોડ, દોડ.. જલ્દી જા.” “હા..હા..” યક્ષ દોડતો પગથિયાં ઊતરી કજરા પાસે આવી

પહોંચ્યો તે કહી રહ્યો “હલ્લો.. હાઈ.. કજરા.. યુ આર..ટુ મચ બ્યુટી..

બડી અચ્છી લગતી હો.. લાઈક હિમાલયા.”

“ક્યા બકતા હૈ રી બાબુ..” હસતાં હસતાં કજરા કહી રહી. તેની આંખો નાચતી હતી. કજરાની નજીક આવી પહોંચેલાં યક્ષે કજરાનો હાથ પકડ્યો. તેને ખેંચી કજરાએ છણકો કરી હાથ ખેંચતાં કહી રહી.

“યે ક્યા કર રહે હો.. બાબુજી..”

તેના હોઠ ઉપર હાસ્ય હતું. રતુમડાં હોઠ હલેલાં જેમ પ્રસરી રહ્યા હતા. તેનાં મોટાં મોટાં પોપચાં વચ્ચે છૂપાયેલી લીલી આંખો પોપચાં ઊંચકાતાં જ ચમકી રહી હતી. શર્મની ટશરો ફૂટેલા ગાલ ઉપર રોમાંશ

ભર્યો હાથ પ્રસારતાં યક્ષ કહી રહ્યો હતો. “યે કજરા આઈ લવ યુ..

યાની મેં તુમ્હેં પ્યાર કરતાં હું.”

“ઓહો પ્યાર” - કજરા હસી રહી. તેણે પીઠ ફેરવી. જે અચાનક ઓર તમાચ યક્ષના ચહેરા ઉપર જડી દીધી. પહાડી હોથોની

લાગેલી એ તમાચનો અવાજ એટલો સંભળાઈ રહ્યો કે યેશા.. એને

યાત્રિકો સાંભળતાં કહી રહ્યાં - “ઓહ માય ગોડ...”

યક્ષ એ ક્યા કરતા હૈ. અનજાન સિમલા હૈ યે ડાલજીલ થોડા હૈ..

યેશા તો કહી રહી “અરે.. એ ક્યા કરને ગયા હૈ? ક્યા હોગા? માય ગોડ.” તે દોડતી યક્ષ પાસે હોટલ સિમલાનાં પગથિયાં ઊતરતી આવી રહી તે સમયે કજરા - હસતાં હસતાં યક્ષને કહી રહી હતી “યે સબ દિખાવા હૈ. પ્યાર કી તાકાત સામનેવાલે ચાય કે બગીચેમેં ચલે આના સામ કો મેં ઈંતજાર કરુંગી. તે ખડખડાટ હસી રહી હતી.”

યક્ષ કજરાના વર્તન અને વાણીની ભિન્નતાથી ડઘાઈ ગયો. તે વિચાર કરતો હતો. આ પ્રેમની કેવી પરીભાષા. ત્યાંજ કજરા યક્ષની

મુંઝવણને અનુભવતી કહી રહી “ક્યા સોચતે હો.. હમારા પ્યાર એસા

હી હોતા હૈ. હમ તુમ્હે ઈતના ચાહતે હૈ જેસી યહ ચોટ કી તરહ.. યાદ

રખના હમારે પ્યાર કો કોઈ જાન જાયેગા યા દેખ લેગા તો વો જાતે હુએ

મેરે દૈ ભૈયા તુમ્હે કુલ્હાડીસે કાટ ડાલેંગે સમજા.” ભયાનક પ્રેમની

પરીભાષા અને પરિણામને વિચારતો ડઘાઈ ગયેલો યક્ષ કજરાથી થોડા

દૂર દૂૂર ખસીને ચાલવા લાગ્યો. તે સિમલામાં આવતાં જ જ્યાં બેગ થેલો મુક્યાં હતાં ત્યાં આવીને પાકીટ લેવાનાં દેખાવ કરવા લાગ્યો. તે જ સમયે પેન્ટના પાછલા ખીસ્સા ઉપર હાથ પ્રસારતાં તે ઊભો હતો. ત્યાં જ યેશા આવી પહોંચી “તું... તું.. યેશા..યેશા..તુંમ યે કૈસા વ્યવહાર કરતે હો જાનતે નહીં? યહ અનજાન સિમલા હૈ. હમે સીર્ફ એક દિન હી રહના હૈ” યક્ષે રડમસ થઈ ગઈ તે કહી રહી હતી. તું તારી જાત કંટ્રોલ રાખ. દીમાગમાં જેમ વિચાર આવે તેમ ના કર.. પ્લીઝ.. આપણો જીવ જોખમમાં મુકાઈ જશે.

યક્ષ હોઠ ઉપર સ્મિત ને બે હોઠ વચ્ચે દબાવતાં ખિસ્સમાંથી રૂમાલ કાઢીને ચહેરો છૂપાવતો બે આંખોથી યેશાને નીહાળતો કહી રહ્યો હતો. “ઓહ યેશા.. આઈ એમ સોરી. અબહમ ઐસા નહીં કરેંગે.”

૫. જેલો પટેલ

હોટલ સિમલાની ખુલ્લી બારીમાંથી વાદળછાયુ આકાશ પૃથ્વી ઉપર પથરાઈ રહ્યું હતું. ઝરમર વર્ષાની સાથે હળવે હળવે બર્ફવર્ષા નજરે પડતી હતી. આકાશમાં ઉડતાં ધવલ હંસનો ચકરાવો પૃથ્વી ઉપરના હરિયાળી ચાદર ઉપર તેની આભા પાથરતો હતો. પહાડી

ખીણોમાં ઢોળાવ બર્ફથી છવાઈ ગયો હતો. ધીમે ધીમે રસ્તાઓ, મકાનો બર્ફથી ઢંકાઈ રહ્યાં હતાં. સિમલાની દુકાનો બંધ કરીને રેંકડીવાળા

લારીવાળા, સફરજનની દુકાનોવાળા જે તે પરિસ્થિતિમાં મૂકીને મુકામ તરફ ઝડપી આવી રહ્યા હતા. બર્ફનું સામ્રાજ્ય અંગ્રેજ શાસનના અત્યાચાર જેમ ઠંડીમીઠ્ઠી ઝેરી ધૂળ જેમ જામી રહ્યું હતું. ગર્મ કપડાંમાં સજ્જન પ્રવાસીઓ બર્ફમાં ફસાઈ ના જવાય તેમ લાકડીના ટેકે જોર જોરથી કદમ મૂકીને માંડમાંડ પૂરી તાકાતથી ચાલતા આવતા હતા.

મધ્યાહ્‌નો સૂરજ ઠરીને લાલ હીંગોળ બની પૃથ્વી ઉપર આછોપ્રકાશ પાથરી રહ્યો હતો. ઊંચા ચિનાર દેવદારના વૃક્ષો વચ્ચે પહાડથી ઢોળાવા સુધી પાથરેલા મેદાનો સુધી સ્કેટીંગ કરવાનું છોડીને

ગામ તરફ આવી રહ્યા હતા. ડેલહાઉસીનો માર્ગ સાંકડો હતો. પાછો

બર્ફથી ઢંકાયેલો હતો. ખીણની કિનાર કે માર્ગનો ખ્યાલ પણ આવતો ન હતો. ભારત-પાક ભાગલાના નાનકડી ઊંચી પહાડી ટોચ ઉપરના

મકાનના દૃશ્યને નિહાળી. તે ટેબલ આસપાસ ગોઠવાયેલી ખુરશીઓ

ને નીહાળીને યાત્રિકો વિચારતા હતા કે કેટલા સંકટોમાં દેશના

મહાનનેતા અહીં આવીને અખંડ ભારતની કલ્પનાને હતપ્રભ હાલતમાં

હૃદયમાં સમાવી દઈને હીમશીલા મૂકી દઈને દેશની પ્રજાના હિતમાં

ભારે મને તે કરાર ઉપર અહી કરી હશે. કેટકેટલી યાતના જીવનભર અહીંને અંતે સંજોગોવસ બની આ જ ટેબલ ઉપર મૂકાયેલા કાગળ ઉપર સાહી કરતાં શું?શું?અનુભવ્યું હશે. ડેલહાઉસી સ્થળ જતાં જ દેશના યાત્રિકો ખુશી અનુભવવાને બદલે ગમગીની અનુભવતા ઢોળાવ ઊતરી સીમલા આવે છે. યેશા અને યક્ષ સાથેના યાત્રિકો સીમલા આવી રહ્યા હતા ત્યારે શ્યામબાપ ઘટતી સફરજનની વાડીઓથી સ્વાગત કરતી હતી. ચોતરફ પથરાયેલી ખીણ. ઔષધી.. વનસ્પતિ..દેવદાર, ચેરી, પાઈન, ફરનાં વૃક્ષો બર્ફથી ઢંકાતાં કહેતાં હતાં. - “મારા સામુ જુઓને અમે કેવાં મૌન બની ઊભાં છીએ.”

મૂક નજરે આ વૃક્ષો, વનસ્પતિ, ઔષધીને નીહાળતી યેશા દૂર સુધી દેખાતાં બર્ફના પહાડી ખીણોના સામ્રાજ્યને જોઈને દંગ થઈ ગઈ. તેની નજર પહાડી ટોચ ઉપરથી વહેતી હીમ નદીને જોઈને વિચારતીહતી. આ નદી મારા પ્રદેશમાં વહેતી હોત તો કેવું મારી

મરુંભૂમિ પણ સુજલામ્‌ સુફલામ્‌ બની હોત. ગંગાનું કેટકેટલું પાણી રાત દીન વહીને સાગરમાં મળે છે. નીરર્થક વહેતા જળ વહેતાં ભાગીરથી કાશીવાહિની બનીને મારી મરુભૂમીમાં મરુભૂમિ વાહીની બની હોત તો..તો તો હું જન્મોજન્મ હે ગંગે તારા કિનારે બેસીને તારી ભક્તિ કરતી હોત.

તે સમયે યક્ષ વિચારતો હતો “પેલો જેલો કાકો... મારા બ્રાહ્મણ

દાદાને કેવો છેતરતો હતો. કેટકેટલાં વર્ષોથી આમને આમ મગફળીના ગોતરમાં ગુણો સંતાડીને લઈ જતો હશે. પેલો જયેન્દ્ર કહેતો કહેતો તે સાચુ હોય તેણે ભેંસની કોઢારમાંથી લીલીજારનું રાડું ચૂસવા માટે બપોર વેળાએ લેવા ગયો હતો. ત્યારે જેલાકાકાએ રેવાને કહેતો હતો. “અરે ઓ પટલાણી તને ખબરછે પટલાઈના પેચ કેવા હોય? ગયે વર્ષે તો ગુણ ચોરતાં પકડાયાં અને તેના ઉપર તારી મારી છેડતીની કેવી વાત કાઢીને પંચ સમક્ષ પેલા ટીલવા બ્રાહ્મણના છોરાના છોરા યક્ષને પરોણી પરોણીએ ઝૂડાવ્યાં કે બરડો પરોણીના સાપથી લાલ ચટકા થઈ ગયો. બ્રાહ્મણને ચાં ખબર સેં કી એક જ મોટા ખળામાં ભારના ભાંર ગોઠવીને

ભાંરના ભાંર બદલી કાઢીએ એ આ મૂછાળાનું કામ. સારી મગફળી

બેઠેલા હોય તે ભાર આપણા અને માંય ચાંક ચાંક મગફળી બેસી હોય તે સેઢા સેઢાની મગફળીનો બનાવેલા બે ભાંર ટીલવા બ્રાહ્મણના બતાવી દેવાના એટલે પત્યું.બાંમણની બોયડી બે પાંને ના જ થાય. અને આપણે

ભૈ લેંર. હમજી પાસી તું રહી ભોળી. જોજે કોઈને કેં’તી નૈ””

ખડખડાટ હસતા જેલા પટેલને ટાઢો પાડતી રેવા પટલાણી કહેતી હતી. “અરે હાં તમો સાં ચૂપ મરાં ચૂપ ભેંતને પણ કાંન હોય તમે મોટે મોટેથી બરાડો છો ને પાછી કોક...” તે જ સમયે રમણ

લુહારના જયેન્દ્રને વાડાના વાડોલીયા માંથી ખોડી વચ્ચે નીકળતો જોઈને દૂરથી જેલો જોઈ જતાં કહેતો હતો “અરે ઓ લુહારીયા ચાં ગ્યો તો. ફાડ્યા તારા બાપનો વાડો સેં. ઈ કાંઢાર માં શું કરતો’તો. ટણપો તારી કઈ હગલીની રાહ જોતો’તો. અવ જોયો તો.. ફાડ્યા ઝૂડી નાખીશું. બોયડી ઝૂડઈ જહેં. મરતયે નૈ આવડ ની જીવતય નૈ આવડ હોં.”

“બાપા જવા દોન આંમહું કરાં શાં, ગૌરી દોડતી આવીને

જેલા પટેલના હાથમાંથી પરોણી છોડાવતા કહેતી હતી. હળવો ઝાટકો

મારતાં પટેલના હાથમાંથી છૂટતી પટાણીની ધાર ગૌરીના હથેલીમાં વાગતાં લોહીની ધાર છૂટી. તે જોતાં જ જેલો ખિજાયો અને ગૌરીના હાથમાંની પટાણી ખૂંચવીને જયેન્દ્રને મારવા દોડ્યો. વાગતા ખોડી બારામાંથી નીકળતાં સામે આવતા પટેલ ને જોઈને જયેન્દ્ર પાછો વાડામાં

ભેંસોની ગમાણ તરફ દોડ્યો. તે કહેતો હતો મું મું તો આ રાડું મેંઠુ હ.ચુસવા લેવા આવ્યો તો.”

મૂક મૂક ટણપા ઈ તારા બાપનું સેં.. ખડપા... તું મેલ એંન? દોડતા આવતો જેલો પટેલે પરોણી વિંઝીને જયેન્દ્રને જોરથી બરડામાં ઝીંકી દીધી. જયેન્દ્ર નાછૂટકે જોરથી જેલા પટેલના હાથમાંથી પરોણી

ખૂંચવી એવા જોરથી તેના બરડામાં મારી કે જેલો પટેલ બેવડો વળીને

ગમાણમાં પડી ગયો. જયેન્દ્ર ખડખડાટ હસતો બે જારનાં રાડાં લઈ

ખોડી બારા તરફ દોડી આવ્યો. ત્યાં ઊભી રહેલી ગૌરી હસતાં હસતાં આંખ મીંચકારી કહેતી હતી “જયું..હડી કાઢ.. હડી... પાછો ડોહો આવશી..” ગૌરીના ધીમા અવાજે જયેન્દ્રને હિંમત આવી તેણે લીંમડીના થડને પકડીને સહેજવાર ઊભા રહી ઊંચે જોયું. લીંમડી ની ડાળે મધનો

મોટો પૂળો જોઈ હસતાં કહ્યું, “ગૌરી ઘરમાં જતી રેં કમાડ વાખી દે મું

મધ લૌ શું.”

“હું કરેંશ.. આંમને આંમ કર્યા વગર ઘેંર જા ઘેંર જોતો નથી

મેઘો આવેં સે.. તે મંડાણો સેં.. અમણાં ધમકાવશે.. ધમધમાટ વરહસેં” “આવવા દેં ને મું તો.. મધ લૈન જ જૈસ.. આંન ડોહાને

કૈડાવું.” જયેન્દ્ર ખડખડાટ હસવા લાગ્યો.

જયેન્દ્ર ખડખડાટ હસતો..લીંબડીના થડને બાથ ભીડી બે પગ

ભીડાવીને લીંમડીના ગાળામાં ચઢી બેસ્યો. જેલા પટેલ જયેન્દ્રને લીંબડા

ઊપર ચઢતાં જોઈને કહેવા લાગ્યો. “ખડ્યા.. ઉતર ઉતર મારા હારા.. પાછો લેંમડ ચઢ્યો..”

“ચઢુ જ ન્‌..તું કાં જંપશ”

તે હું કરીહ તું?

“તેં જેમ કર્યું ઈમ મેં” “અવ મારો વારો...”

“અરે! અલ્યા મેં તો તન ઠોક્યો-પરોણીએ.”

મેં પણ ઠોકવાનો ડોહલા અવતો તન છોડવાનો નૈ.. મધ

કૈડાવાનો..

“મધ કૈડાવે.. મારા હારા. હાહરીના.. તન પંચ વચાળી

મરાવી સ” જેલો પટેલ ક્રોધથી ધૂવાંપૂવાં ધ્રુજવા લાગ્યો.

“ઘેર જા..તો..ન..” જયેન્દ્રએ બુશટ કાઢી ડાળી ઉપર બેઠેલા

મધને છંછેડ્યું. મધ ઊડવા લાગ્યું. ઉભરાતી.. ઊડતી મધમાખીનું ટોળું નીચે આવ્યું. મધનો પૂળો સાથે ડાળી ભાગી જયેન્દ્ર એ લીંમડીના ગાળામાંથી જ ભૂસકો માર્યો. ઊડતી મધમાખી જેલાપટેલને વળગી પડી.. ચીસો પાડતો “ખમીશથી ચહેરો છૂપાવતો. ઘર તરફ દોડ્યો.

ખમીશમાં ઢંકાયેલા ચેહરા ઉપર ખુલ્લા હાથ ઉપર અને પાટલીવાળા પહેરેલા ધોતિયામાં મધમાખી કરડવા લાગી. ચહેરો બળવા લાગ્યો. ચીસા ચીસ કરતો જેલો દોડવા લાગ્યો. દલપો ગૌરી ઘરમાંથી બૂમ મારતાં હતાં. “બાપા... દાદા... ગાંતરમાં સંતઈ જાવ.. માંખો નૈ મેલે... નૈ

મેલે.”

“મારા..રોયા.. જયલા તારી વાતસી તારું નખ્ખોદ જાય..”

“તારો ઓસલો કુટું.. તારો રાજયો માંડું.” રડતા.. દોડતા જેલો પટેલને

ફળિયાના લોકો જોતા જ રહ્યા.. ફળિયાના લોકો જોતા જ રહ્યા. ફળિયાના

લોકો કંઈ વિચારે તે પહેલાં જયેન્દ્ર લુહાર.. મધનો પૂળો પકડી.. ટપકતા

મધને હથેળીમાં ઝીલતો ચાટતો... ઘર તરફ આંબલી નીચે આવીને છાંયડા નીચે મૂકેલા ગાડાના અડા ઉપર ઊભા પગે બેસીને મધ ચાટતો બૂમ મારી રહ્યો હતો. “માડી.. તપેલી લાવ.. મોટી લાવજે મોટું મધ

લાયો શું.”

“ચાંથી લાયો.. પાછો કાંક દૈકારો કરતો આયો.”

“હા મા... જેલાકાકાની લીંમડી પરથી લાયો.. મીઠુ મધ સેં..

ભારી શી.. પૂૂરું બે કીલોનું...” “હું વાત કરેંશ..”

“હા મા! જો તો ખરી મોટ્ટી ધાંધ મોટી ધાંધ”

મારા બેટા તું તો જબરો કે’વાય!

“એક તો મોટી ધાંધ અને તે પાછી જેલાકાકાની લેંમડીની..”

એમના સેતરની હરી પણ કોઈ નાં લૈ શકેં.. અને તું આવડી

મોટી ધાંધ લઈ આયો..

“શાબાશ.. મારા બેટા પણ જેલો કાકો..”

જવા દેંન મારી મા.. મું ગમાણમાં જારનું મેંઠું રાડું ખાવા ગ્યો તો ઈ મન પરોણીએ માર્યો - એવો માર્યો મારું મન જાણશ.. જો ન..

માડી બૈડામાં હોર પડ્યાશ.. જયેન્દ્રએ કંકુ લુહારણને ખમીશ ઊંચું કરીને

ખુલ્લો બરડો બતાવ્યો.

કંકુએ દીકરાના બરડામાં લાલચટાક ઊઠેલા સોળને જોઈને

ખીજાઈ. તે ક્રોધની મારી જેલા પટેલને ભાંડવા.. પટેલ વાસમાં પગ ઊછાળતી ઘાઘરાનો કાછડો ભીડતી જવા લાગી. તે બરાડતી હતી. “મારા રોયા.. હરામનું ખૈ ને ફાટ્યો સેં. મારા છોરાન્‌ તેં પરાણી મારી તારો રાજ્યો કુટું.. તારો ઓસલો સેકું.” બહાર ચૌટા વચ્ચે લુહારીયાની કોઢ આગળ પચ્ચીસ પચ્ચીસ સ્ત્રી, પુરુષ, બાળકો.. વૃધ્ધોનું ટોળું બની ગયું. તમાશાને તેડું ના હોય તેમ લોકોનું ટોળું રણચંડી જેવી ક્રોધાયમાન

લુહારીયણની પાછળ જવા લાગ્યું. તમાશો જોવા. “શું થયું? શું થયું?

કહેતું ” ટોળું તેની પાછળ જવા લાગ્યું.

ટોળામાંથી કો’ક કહેતું હતું... ઈ તો જેલા પટેલે પાવરમાં..

લવારણના છોરાને પરાણી મારી. “હું વાત કરાંશ...”

“તો તો શું? તો તો? આજ ભુમ્મ..” “શું કરશો..”

મારી હાહરી બૌ ખરાબશેં હોં.. “હા.. હા.. બૌ.. ખરાબ.” “એટલે?”

“એટલે.. ક્રોધની મારી તેને ઝુડશે પશી.. એ જ ને?” “પટેલને મરાય?”

“ના મરાય.. ના મરાય.” “કોઈ મનાવશે તો?”

જેમ...”

“ના માન.. ના માન.”

“માની જાય.. માની જાય” “માની જાય તો?”

“તો તો ... બૌ ખરાબ... બૌ ખરાબ...” “એટલે?”

“તેની ઓસરીમાં થેકડા ભરસેં ઘાઘરાનો કાછડો કાઢી નાંખશે.” “અરે..રે..રે.. પછી”

“પછી મારી હાહરી કોઈ ઈન પકડ નાં પકડ. તમ ચંપા વાઘરણ

“ચંપા વાઘરણ હું કરતી?”

“ઈ તો ભલભલાના છક્કા ઉડાડતી” “એટલે ધીરેલા પૈસા ના આપ”

“એના તાં... કાછડો ભીડી કૂદીને” “કૂદીને શું કરે?”

“કૂદીને થેકડા ભરતી.. આખીને આખી.. ઘાઘરી ઊંચી કરતી..

“લેં આંણ્યા મોટી ધાંધ તોડી.. તારાથી હું બનશી?”

દોડતી કૂદતી કંકુડી.. જેલા પટેલ સામે ઊછળીને તેણે કાછડો

ભીડેલો ઘાઘરો ખોલી નાંખ્યો ને અચાનક ઊંચો કરી દીધો કહ્યું “લેં

મારા વેંઝોળ તોડ.”

ગામ લોકોનું ટોળું શરમાઈ ગયું. બે પોંચ ડોશીઓ દૂર ઊભી ઊભી આ જોઈ અવળી ફરી ગઈ. તે અચાનક જડી ડોશીએ આવીને કંકુને કહ્યું, “કંકુડી તારી નાગાઈ વધીસેં હોં.” ડોશીએ કંકુડીના બરડામાં જોરથી ધોકાણું મારી દીધું..

ચીસ પાડતી કંકુડીએ પાછળ જોયું. તે બરાડી ઊઠી.. “જડી

મા”

“મારી માડી!”

રડતી.. કંકુડી જડીમાના ચરણોમાં આળોટવા લાગી. જડીમાની આંખો ભીની થઈ ગઈ. ધીમે ધીમે શ્રાવણ ભાદરવો બની ઊભરાવા લાગી તે કહેતાં આંસુમાં જડીમાને કંકુની જવાની દેખાવા

લાગી.

ફાટુ ફાટું જોબન ધરાવતી કંકુને જેલો છેતરીને અનરાધાર

કહેતી જો મારા વારછા..”

“ઓ બાપ રે.. કંકુડી પણ એવુ જ કરશેં?”

“હા હા.. કરશેં શું. એ જો.. ઓ બાપ રે.. આહું કે’વાય?”

જેલો પટેલ નેવાંની ઓટલીની કૂંભીને અડીને ઊભો હતો ત્યાં તો કંકુડી ઊછળતી કૂદતી આવીને બરાડી રહી હતી “મારા રોયા..

મારા છોરાની તેં માર્યો...”

વરસાદ વચ્ચે પાહ ટીપાવાના.. દાતરડાં કકરાવાનાં બહાને તે

લુહારીયાને ઘેર જઈને પાંચસો પાંચસોની પાંચ નોટ આપી રમણને

ખેતરે મોકલીને કહેતો હતો. “રમણા આ પાહ અને દાતરડાં કકરાવા

મૂકી આવતારી ધમણે. અને હળવેથી ઘમણે ગયેલા રમણનેવાતે વળગાડવા ગોઠવેલા મિત્રોએ વાતે વાળતાં જ ઓરડીનું બારણું બંધ કરી. પૂરા કલાક સુધી કંકુના દેહને ચુસતી જળો જેમ સંભોગ કરતો રહ્યો. તેની ચોળી ચીરાઈ ગઈ, વાળ વિખરાઈ ગયા જેલાની આંગળીના

જેલાએ તેના ગાલ ઉપર ભરેલાં બચ્ચાંકાંના દાંત છબી ગયા હતા પરસેવેથી રેબજેબ કંકુડી બારણું ખોલીને દોડી.. સીમ તરફ.. કાળીયાના કૂવે રેંટ હાંકતી જડીમાએ કંકુને અચાનક કૂવો પૂરવા જાય છે ત્યાં તેને પકડી પાડીને તેની દીન હીન.. પીંખાયેલી દેહ હાલતને જોઈને સમજી ગયાં. તેનું માથું છાતીમાં સંતાડી.. તેના ચહેરાને પંપાળી.. જડીમાએ તેના ગાલ ઉપર હાથ પ્રસારી બે ચૂંબનો કરતાં કહ્યું. “બેટા! જે થયું તે થયું!”

ભૂતકાળ ભૂલી જા બેટા! સ્ત્રી જાતે તો આવું સહન કરવાનું. દુઃખના

પહાડ છાતી ઉપર રાખીને જીવવાનું હોય છે. બેટા.. મેં પણ તારા જેમ સહન કર્યું સેં” જડીમાએ તેનો હાથ પકડી થાળામાં લઈ જઈને સ્નાન કરાવ્યું.. કોળા સાલ્લે તેને લુંછી નાંખીને બાજરીના પૂળાથીઊભા કરેલા પૂળાના ધૂંવામાં બેસાડી ઘરેથી રાંધીને લાવેલા બાજરાનો રોટલો ગોળ, કઢીને આથેલાં લીલાં મરચાં અને લીંબુની ફાડને ખવડાવતાં કહ્યું. “દીકરા... આજથી તું મારી દીકરી.. ગામની આબરું મારી આબરું.. તારે બધું ભૂલી જવાનું.. તારી વાત બહાર આવશે તો.. તો મહાન અનર્થ થશે.. ગાંમની દીકરીને કોઈ લેં શે નૈ.. અને દીકરાને કોઈ કોમ પણ નૈ દે હમજી.”

“વારો આવશે તાર બદલો લૈશું હમજી.”

“માંડી સાંજ સુધી ખેતરમાં રેંટ પાસેના ઘુંવામાં પડી રહેતી.. ડુસકાં લેતી કંકુને શાંતા મળતાં પડી રહી. મોડી સાંજ પછી ઘેર આવી ત્યારે અંધકારમાં ઓરડીમાં સળગતી ચીમનીના અજવાળે બહાર દાતરડાં કાકરતા રમણે ખીજાઈને કહ્યું “બોલ ચાં જૈતી...રાંડ..””

“સેતરે...” “કોના સેતરે?”

“હું આલ્યું..”

“આલશે.. બશેર બાજરી”

“હારું.. હારુું.. બીજ તો ચાંય નોતી જૈન..” “તમ્મારા હમ્‌..જડીમાના સેતરે જ”

“હારું ખાતરી કરું શું.”

રમણે ખાતરી કરી તો.. કંકુ જડી મા ને ખેતરે બાજરીની ઓળ વાઢવા ગઈ હતી. સતત દશ દશ દિવસ સુધી આવેલા કામમાં રમણ ને ત્યાં કંઈ થયું નથીને?” ખાતરી કરતાં ચોકસાઈ રાખતો જેલો..મીઠ્ઠી વાતો કરતો.. વડના ઓટલા નીચે ઊભેલી બરફની

લારીએથી બે લીંબુ શરબત મંગાવી રમણ સાથે ગટગટાવી રમણ ને

ખુશ કરી જતો હતો. વાતની ગતિ વિધિ જાણવા કોઈ વર્ષ કરતો જેલો અઠંગ પટેલ હતો. પટલાઈને પંચમાં આખા પંથકમાં જાણીતો હતો.

કહેતાં હતાં. “તમે જરા બોલવામાં ધડો રાખજો.. જથર વથર નાં બોલતા. પેટમાં હોય એટલું બોલી કાઢાંશાંન એટલ જ માર આવવું પડશેં.”

૬. ચંચળની ચતુરાઈ

એક દિવસ ઘડિયાથી જીવણ પટેલને ઘેર મહેમાન ગતિએ તેડાવ્યા. જેઠ-અષાઢના દિવસો હતા. અચાનક જેલીદાસ વેવાઈ તેડું

લાવીને આવતાં ખેતરમાં ઊગેલી મકાઈમાં રાંપડી કાઢતાં વિચારવા

લાગ્યા. “મારું હારું. જેલીદાસનું અચાનક તેડું એટલે જરૂર કાંક કૌતક હસી. કાં તો ગૌરી, જમીન ની આંટીઘુંટી, કાં તો છોરા-છોરીનાં વિવાહની પટલાઈ.. ગૌરી થઈ આવી હતી.”

મોડી સાંજે ઊતરતા જેઠના છેલ્લા દિવસે વાસણા જવા નિકળતા જીવણ પટેલને વિદાય આપતાં ચંચળા પટલાણી કહી રહ્યાં હતાં. “હું હસી દાળમાં કાળું કી.. ઘીમાં પાંચ આંગળી તે પણ હારે આવવા હઠ પકડી કહેતાં હતાં - “હાંભરોંસો મું આવું?”

“આવની મન્‌ ચાં વાંધો હોય? હાંય કી નાં હાંય અણીગમ હોમું આવવાની જ વેવાવણની પણ ખબર કાઢી આવું.. બૈરાંનાં દુઃખ બૈરાં જાંણ..”

“હા હા.. હાચી વાત શી. આવાંની..તી...તમ્‌ તમારેં.”

“હાં પટલાણી મીં ઊંમર થઈ ઈમ જરા ગંભીર થૈજૌ હું”

“હું ઠાવકા થયાં હાં... લુંલી તો દોઢ વેંતનીશી પમદા’ડે પેલા

છગના ને હું કેતોતો.. મું હંધુય પેલી પછીતે ઓથેથી હાંભરતી.” “હું કે’તો તો?”

“ખબર નહીં ભૂલી જ્યા તમારું મગજશી કી ધોળકાનું પાદર”

“હું કે’તોતો?” કેં ગંભીર બનીને નીચી ડોક કરી જમીન તરફ નજર કરતાં જીવણ પટેલે કહ્યું.

ચંચળ પટલાણીને પટેલને ધમકાવાનો આજ મોકો હતો. હળવા અવાજે ખૂબ ધીમેથી ભેંસના આંચળ દોહતાં પવાલીમાં એક પછી એક આંચળની નિકળતી શેડ્‌ને તાલ બધ્ધ પવાલીમાં પડવાને કારણે આવતા અવાજ સાથે જીવણને કહ્યું. “તમે કે’તાતા કી ચંચી તારી કાચી મન રેં.. જો તો ખરો કેવી રૂપાડીશી.. ભૂરી ભટ્ટ, આંખો ગોરા ગોરા ગાલ ગરદન અને વઢિયારી ભેંહ જેવો ભરાવદાર કાંધ... એની કેડ એટલે બે મણનું બાચકું કેંડમાં નાંખીને, રમરમાટ હેંડી જાય તાણ ડાબા હાથે હેંડતી સુરતની મડમ જેવી લાગ. ઈ ઘેરાળો ઘાઘરો ઊછળતો હોય પગની પાંની ભૂંયમાં પછડાયને આંગર જેવડો ખાડો પડી જાય..”

“ઈતો મીં તારાં રૂપનાં વખાણ કરતો તો” જીવણે ઠાવકા થૈને

મરક મરક હસતાં કહ્યું.

“રોયા હું વખાણ કરતો તો મનની વાત મનમાં રખાય.. બધું

ઓંકરીનાં દેવાય. અવેં અડધી જૈ.. અડધી રૈ.. પચ્ચાહનો થૈ જાં..”

મીઠ્ઠો ઠપકો આપતાં ચંચળ કહી રહી હતી.

ભેંસની સૈડ કાઢતી ચંચળના નિતંબના ઉછાળાને જોતો જોતો જીવણ મરક મરક હસતાં કહેતો હતો. હાં હાચી વાત શીં તું પૈણીન આયી તાણી માડી કે’તી’તી કી ઈ મારો જીવણ જ જન્મ્યોની આજ પંદરમી દીવાળી ગઈ. મું તો દહમી દીવાળીએ તો પૈણી જૈ તી. પસી તો પાંચમી દીવાળી જૈન માથા બોળ થૈતી.

માના શબ્દો યાદ કરતાં જીવણ બોલી ઊઠ્યો.

“તન ભાંન બાંન શ હું બક્‌શ..” હાહરીના એવો ન એવો રયો. મું હાલ્લો બદલું તાં હુંધીમાં આ તારા ટાંટીયાને મુંઢું ધોઈ નાંખ હમજ્યો. ડામચીયા ઉપર ગોદડાં વચાળી નવું ખમીશ ન ટોપી મેલી હ.. પેરી લેં.. અન પેલું કેલીકો મીલનું નવું જ થેપાળું પેંરવાનું હ.. થેપાંડુ પેરું તો પાછો .. છૂટ્ટી પાટલી રાખજે હોં.. અમથો અમથો પેશાબ કરવા બેંહી જાયશ..” જીવણને ટકોર કરતી ચંચળ પાછુ વાળીને જોયા વગર જીવણ સામું નજર નાંખ્યા વગર જ બોલી ઊઠી.

જીવણ મુંઝવણ અનુંભવતો ઝંખવાણો પડી ગયો હોવાથી શર્મનો માર્યો. ઘરનો ઉંબર ઓળંગી બીજા ઓરડામાં જતાં જતાં મોટેથી કહેતો હતો. “હારુું હારું મારી માં ચૂંપ મરો આ ભરભાદર થૈ જૈલી છોડી.. હાંભરશ જર શરમાંવ” જીવણે દાંત કચકચાવતાં કહ્યું.

“હાંભર, તમે કરાંશાં એવું તે” ચંચળે મુગ્ધાવસ્થા વટાવી ચૂકેલી પાતળી રૂપાળી મોટી આંખોવાળી ભરાવદાર છાતીવાળી જમના દીકરીને મીઠા અવાજે કહ્યું, “દીકરા.. તું જરા ડેરીએ દૂધ ભરી આવજે હાં અમે.. જરા વાહણા જઈ આઈએ. લલીમાન ઊંઘવા બોલાવ જો

પાછા પેલો રવલો લુચ્ચો હ. કાંક બોલવા આવ તો આ કુંભીએ ઊભી

મૂકેલી પરાંણી રમરમાવજે જે હાં આંમ તો ચિંતા નહીં... ચોકમાં પેહતાં જ ઘમણ ન અડીને કારી છેપલી કુતરી ડગલું મેલતાં જ ઘોઘીહું કરશે એટલ અંઈ ડોકીયું જ નૈ કરેં.”

“હા, મા.. .ઈ તો ગાંડફટ્ટું શ..” મું આંખ ત્રાંસી કરીને દાંતભીડી બોલું તો તો લપલપાટ નાહી જાય હાંમે બુધા કાકાની ઓંહરીમાં પાંચી જાયશી. જમનાએ હસતાં હસતાં કહ્યું.

જમના દીકરીની વાત સાંભળતાં જ ચંચળ ખડખડાટ હસી પડી. તે સમયે ગમાણ પાસે ઊભા પગે બેઠેલી છે પણ કુતરી એકદમ ઊભી થઈ અને પુંછડી હલાવતી “ઊઊ...ઊઊ...ઊઊ...ઊઊઊ.. કરતી જીભ કાઢીને જીભને લબકારવા લાગી. ચંચળે ઘેલ કરતી કુતરીને ચાર પગે નાચતી જોઈને કહ્યું, “હાં હાં છેપલી.. ફાડ રોટલો નાંખુ શું. હાલ્લો તો બદલવા દે” ચંચળ બહાર જવા નીકળે ને કુતરી આવી જતી.

પતરાની પેટીમાં પોપટી રંગનો પટોળા જેવો સાલ્લો પહેરીને ચોકડીમાં હાથપગ મોં ચહેરો ધોઈને રૂમાલથી લુંછતાં લાકડાની ખીંટીએ રૂમાલ લટકાવતાં જમનાએ ગોઠવેલા દર્પણમાં કાંસકાથી વાળ ઓળીને પાંથીની બંન્ને બાજુ કાન તરફના કપાળના ભાગમાંથી કાંચકાના દાંતાથી વાળની લટ્ટ કાઢી જમણા હાથની આંગળીએ વિંટાળીને ઘુઘરીયાળી બનાવીને છુટ્ટી મૂકી બંન્ને લટની હીલ્લોળ આપતી ચંચળ મરક મરક હસતી હોઠ ઉપર હાથ પ્રસારી. કપાળમાં ચાંલ્લો કરતી પોન્ડઝ પાવડરને બે હથેળીમાં છાંટી ચહેરા ઉપર લગાવતાં કહી રહી. “એય પટલ જરા હાંભરાંશાં.”

હાં હાં જમનીની મા બોલ! તૈયાર થૈ - આંમ આવો. જીવણે

પાટલીવાળી થેપાડું પહેરી ઝડપી છલ્લો પાસે આવતો કહ્યું. ચંચળે હોઠ

ઉપર આંગળી ફેરવી “અરીસામાંથી જ જોતાં પીઠ પાછળ આવીને

ઊભેલા જીવણને મરકાતાં કહ્યું.”

“હાં હાં.. બરાબર અદ્દલ પેલી માધુરી જેવી પણ.” મોટેથી બોલાયેલા વાક્યનો છેલ્લો શબ્દ દબાવતાં કહ્યું.

“રોયા.. પણ ઈટલ હું” ખીજાઈ ગયેલી ચંચળે છણકો કર્યો. “ઈટલ કાંય નૈ” ડારતા અવાજે ચંચળને જોયા વગર જીવણ

બોલ્યો.

“ના ના કેં..કેં તું કાંક હંતાડશ.”

ચંચળને ઓરડામાં જતાં જીવણ પાસે જવા લાગી જમના આધેડ

માને થેકડા ભરી જતી જોઈને હળવેથી બોલી ઊઠી.. “મા.. હું તુંય

આમ કરશ. આમ કરશ.”

“હું કરું શું?” ચંચળ ઠાવકા થતાં કહ્યું.

“અવ... અડધી જૈ... હમજી જોતી નથી તારી આંખ પાંહે કેવી ચાર ચાર કરચલી પડશ.”

“હું વાત કરશ?” ચંચળ ચમકી ઊઠી.. ક્યારેય ના વિચારેલી વાત આજે દીકરી જમનાએ કહી દેતાં ઝંખવાણી પડી ગઈ. હળવેથી ચોરીછૂપીથી અરીસામાં ચહેરો, આંખ ભ્રમર.. પોપચાંની બંન્ને ધારે પડતી બમણા તરફની ચાર કરચલી જોઈને ગભરાઈ ગઈ. તે વિચારી રહી “જતી રૈ.. હું વાત છ.. જતી રૈ.. ખબરે નાં પડી.” વિચારોમાં ઘરકાવ ચંચળ એક મિનિટમાં નજર નાંખી અરીસા સામેથી ખસી ગઈ. તેની તે અરીસા સાથે ઊભા રહેવાની હિંમત ના ચાલી બુધાકાકાની ઓસરીમાં

ઊભો ઊભો કોલેજ કરતો કેશવ.. ગાઈ રહ્યો હતો.

“આયના સચમૂચ કી સાફ કહતા હૈ ભલા હી સહી બૂરાભી

સહી.”

ઘરનો ચોક ઓળંગી પાછા વળીને ચંચળ, જમનાને કહેતી હતી “ઈ દીકરા ભરભાંખર ભેંહ દો’વાના ટેંમે આવી પુંગીશ મું.. આવજે.. જય રણછોડ”

આગળ થેકડા ભરી ચાલતા જીવણને ચંચળ કહેતી હતી.. પાદર હુધી તો ઘેમ ઘેમ હેંડાં... જરા વટ પડ”

ચંચળ હળવું હસતાં હસતાં કહી રહી હતી. ફળીયાને છેડે

લીંમડીના થડ નીચે વર્ષોથી પડી રહેલા આંબાના મોટા થડીયા ઉપર ગોઠવાયેલા ચાર ચાર જવાનીયા સામે આવતી પટલાણીને જોઈને

મરકાઈ રહ્યા હતા. ચંચળ પટલાણી સામે નજર મળતાં જ આંખ

મચકારતાં રવચંદ મલકાઈને મનોમન કહી રહ્યો.. “હું રૂપ શ... ચેટલીય વાર.. રમકારી તોંય..” તેનાથી ઉદ્‌ગાર તો નીકળી જ ગયો.. “હાય હાય તન્‌ તો..”

બાજુમાં થડીયા ઉપર ઊભા પગે બેઠેલા તેના જીગરી દોસ્ત અનીલે કહ્યું “શું કહ્યું?”

“શું કહ્યું નૈ અનીલ શું થયું કેં” રવચંદે બે હોઠો બચકારતાં કહ્યું તે બચકારાનો અવાજ પ્રસરી રહ્યો. ચંચળે હોઠો ઉપર જીભ ફેરવતાં ફેરવતાં રવચંદ પાસેથી જ પસાર થતાં એટલી તાકાતથી આંખમીંચકારી કે રવચંદ બોલી ઊઠ્યો. હું..રૂપ..શ... કાચી...”

હળવા દબાયેલા અવાજને માત્ર ચંચળ.. અનીલ સાંભળી રહ્યા. રવચંદ તેની પીઠને તાકતાં તાકતાં કહી રહ્યો હતો. ઝટ

હેંડ..ચંચી..નકર...વળજી પડીશ અમણ..”

રવચંદના અવાજને સાંભળીને ચંચળે પીઠ ફેરવી રવચંદ સામું વેધક નીહાળી કહી નાંખ્યું.

“મીં ચાં નાં પાડી. વળજી પડ ન.” ચંચળ હસી પડી.

“જા જા...કાચી” આ થોરીયાના ઓથ ચડી જૈશ ન તો ઊતરું જ નૈ.. ભલન પશી પરાંણી પરાંણીએ બૈડો ફાટી જાય. ફળિયું નાળિયું પસાર કરી મોટા મોટા થોરથી આડેમાં જઈને ઊભાં રહી પટલાણીએ કહ્યું- “એ રવચંદ! આંય આવાં”

રવચંદની નજર નાળિયાની ધૂળમાં મંડાતાં પટલાણીની લાલચટ્ટ પાનીનાં ડગલાંને તેના હોઠ ચુંબન કરતા હતા જ. ત્યાં એ જ ધૂળને ડગલે ડગલે રવચંદ પટલાણી પાસે પહોંચ્યો. તેના હાથએ પટલાણીની ચોળીમાં સંતાયેલા મોટા મોટા સ્તનને પીઠ પાછળથી દબાવી દીધા. એક ચીસકારો હળવો થયો. હસતા ચહેરે સંભળાયો “એ રોયા..કોઈ જોઈ જાહેં..” રવચંદે ચંચળના હોઠ ઉપર તગતગતું ચૂંબન ચોંટાડતાં હોઠને એક જ ચૂસકારે ચૂસી લીધા તેના લાલ ચટાક ગાલ ઉપર રવચંદે તીણા દાંતથી બટકુ ભરી દીધું. પટલાણી ચીસકારી બોલાવી છૂટી ગઈને સાડીના છેડે તે બટકાંને પંપાળતી રવચંદના ગળે વળગી જ પડી. માંડ

માંડ બચવાનો પ્રયાસ કરતો રવચંદ થોડો દૂર ઊભો ત્યાં જ ચંચળે તેના ગળે કૂદીને લટકી પડતાં જ તેના હોઠ ઉપર ચૂંબન ચોડી દીધું. “એય સાલ્લી ચાં જાયશ. મું આવું હું”

“વાહણા... ધાંમણી નેંરેમાં લલવાના ધોરે રાહ જોઈશ.” હળવેથી ચંચળે વાયદો કરીએ ખડખડાટ હસતી ગાલને પંપાળતી જીવણ પાછળ દોડી ગઈ.

સંધ્યાનો સૂરજ અસ્તાચલ તરફ ધસી રહ્યો હતો. અષાઢના

દિવસો હતા. વરસાદ વર્ષ્યાને પંદર પંદર દિવસો થઈ ગયા હતા.

ખેતરોમાં રાંપડી નીકળી ગઈ હતી. મકાઈ કરમાઈ રહી હતી. હજુ

મગફળીના પાંચ પાને થયેલા છોડવા લીલાછમ લહેરાઈ રહ્યા હતા. ઊનો ઊનો તડકો વાતાવરણમાં બાફ પથરાવી રહ્યો હતો. પ્રસ્વેદથી રેબઝેબ પટલાણી ચંચળ જીવણ પટેલની પાછળ ઝાંઝરના ઝણકારા રેલાવતાં લટકતી ચાલે ચાલતાં હતાં. તેમની પીઠ પાછળનો ભરાવદાર ચોટલો ભારેખમ નીતંબ ઉપર ઊછળી રહ્યો હતો. મરક મરક હસતાં જીવણ પટેલને કહેતાં હતાં. “અરે હાંભરાં શાં...”

“તું તો મન હંભરાવતી રૈશુંન્‌” પટેલે પીઠ પાછળ જોયા વિના જ કહ્યું.

“મું કૈ’ઉશું... પેલી કંકુડીનું લફરુ તો નૈ હોય ન” જમનીએ ગાલ ઉપર ઉપસેલા દાંતને પંપાળતાં કહ્યું.

“હવે વળી.. બૈરાંની જાત.. જાત જાત ના તૂક્કા દોડાવ” જીવણે દાંત કચકચાવતાં કહ્યું.

“બૈઉ દા’ડા પહેલાં પેલો રવચંદ મન કે’તોતો વાહણામાં કંકુડી જેવી રૂપાડી બૈરી... આખા પંથકમાં નૈ હોય” જમનાએ હસતાં હસતાં કહ્યું.

“પછી હું કેં તોતો” જીવણને ચંચળની વાતમાં રસ પડ્યો. ચંચળે હળવેથી કહ્યું. “જુઓ.. ગયે વરહે રવચંદ કમુના શ્રીમંતમાં આયો તો તાણ..એંણે જોયું તું..ક. જેલીદાસ જડીમાના બારણામાંથી નીકળતી કંકુને જાંતાં જ હોઠ ઉપર જીભ ફેરવતા ફેરવતા હોઠને ચગળી રહ્યા હતા. “હું રૂપાડી લવારણ શ તન્‌ નો..એકવાર...”

“સાંની મર રાંડ.. કોક હાંભર હેં રૂપાડાં બધાં હોય એમાં

જેલીદાસન હું ઈ તો જવાનીના જોરમાં પટલાઈના પેચમાં કે’તા હોય હમજી” જીવણે ભૂતકાળમાં જેલીદાસે પંચમાં કેટલાય વર-કન્યાના છૂટાં કરતાં કોયડા ઊકેલ્યા હતા. તે વિચારતાં કહ્યું.

ચંચળ જીવણને વાત કહેતાં કહી ગઈ પણ લગ્ન જીવનના કેટલાય અનુભવો પછી તેને અફસોસ થયો કે તેણે ભૂલ કરી છે તેથી તે હળવેથી ધમકાવતી બોલી ઊઠી” પાછા તમે કોઈને કેતાં નૈ ખેંર નૈ રહેં હમજ્યા.

ખીચડી-કઢી વાડકામાં ચોળીને ઊભા પગે ઘરના વચલા ઓરડા વચ્ચે બેસીને આભળુંકા સાથે ખાતો જેલો મોટી મોટી આંખો ચકર વકર ફેરવતો ઘરના આંગણાના ઝાંપા તરફ જોયા જ કરતો હતો. ઘરના છેલ્લા ઓરડામાં ચૂલામાંથી ધૂમાડો ફેલાઈ રહ્યો હતો. રેવા હળવેથી બોલતી હતી..“પટલ ખીચરી લાઉ”

“નાં નાં પટલાણી.. ડુંગરી-બટાકાના શાક આલાં હારું લાગ્યું” જેલાએ વાડકો લઈને ઊભો થઈ ગયો. તે છેલ્લા ઓરડામાં પ્રવેશ્યો. પટલાણીને કઢી ભરેલી દોણીમાંથી ચાટવો કાઢીને પીત્તળની ભાતીગળ

ભારેખમ તપેલી નમાવી ને ડુંગરી-બટાકાનું રસાદાર તમતમાટ શાક બે

ચાટવો ભરીને આપતાં કહ્યું- “અજ્જુ આલું”

“ના બૌ થૈ જ્યું” પટલ હળવેથી બોલતા વાડકો લઈને પાછા વચલા ઓરડામાં ઊભા પગે વાડકો પકડીને વાડકામાં રહેલી ખીચડીને ચોળતા, કોળીયો ભરી ખાવા લાગ્યા. ઊશકારો બોલાવતા કહી રહ્યાં- “હું શાકનો વટ શેં. જીવણ વેવઈ આવશીને ખાસે તો વખાણ કરતાં થાકે નૈ”

રેવા મરક મરક હસતાં કહેતાં હતાં “વેવઈ હાટે વેવાંણ

આવતાં વટ પડ હાં મું હટ્‌ હટ્‌ શીરો હેકી કાઢેં. લહલહતો હીરો પેટ

ભરીન વેવઈ ખાહેં” ઓલા ઘાડવાનું કણીદાર ઘી વાપરજો હોં. આપણો વટ પડવો જોયેં. હાંમે ડબામાં હુંકી દ્રાક્ષન કાજુ હ. એલચી પણ તાંજ હ.” જેલા પટેલે રેવા પટલાણીને ટકોર કરતાં કહ્યું.

“ઈ મન બધી જ ખબર હ.. મું કાંઈ ભોળી નહીં. વટ પાડી

દૈશ.” રેવાએ મોટા શ્વરે પટેલને કહ્યું.

સાંજનો અંધકાર છવાઈ ગયો હતો. અંધારામાં ઓસરીમાં

લટકતી ટ્યુબ અજવાળું પાથરતી હતી. તે પ્રકાશમાં ઝાંપામાં પ્રવેશતા જીવણ પટેલ અને પટલાણીને આવતાં જોઈને જ ખાટલામાં હુક્કો ગગળાવતા બેસી રહેલા જેલા પટેલ ઊભા થયા વગર ડોક ફેરવીને આવકારો આપતાં કહી રહ્યો - “ઈ આવો બેઉં મઝામાં હોંને”

જેલાપટેલના પહાડી અવાજને સાંભળતી રેવા રસોડામાં વાસણ ઊડકીને ગોઠવતી બહાર આવીને બારણાના ઊંબર પાસે બારણું પકડી ઊભી રહી. આનંદ વિભોર ભાવે બોલી ઊઠી, “આવો આવો વેવાઈ.”

રેવાએ ખીંટીએ ભરવેલી કઢાઈ ઉતારી સળગતા ચૂલામાં બે

ફાચર નાંખને ભડકો કરતાં કહી રહી. ઈ ચંચળ વેવાણ તમ તમાર બે

ઘડી બે હોં જી મું શીરો શેકી કાઢું”

“ચાલ હેં જે અહેં ઈ કઢીતો હી ન્‌” ચંચળે હસતાં હસતાં કહ્યું.

“પટલનું ઘર હોય ને વાળુમાં કઢીનાં હોય તો પટલ નાં કેવાય” રેવાએ મલકાટ વેરતાં સાડીના પાલવે થાળી લુંછતાં કહ્યું. તેણે

લોટનો ડબ્બો ખોલી ઘઉંનો કકરો લોટ ચાળી કાઢ્યો. સામે જ ઘોડા

ઉપર ગોઠવેલા પિત્તળના ડબ્બા ખોલી ઈલાયચી, બદામ, કાજુ, દ્રાક્ષની પોટલીઓ ખોલી નાંખી. ચૂલા ઉપર ગરમ થઈ ગયેલી કઢાઈમાં બે ચમચા કણીદાર, ઠરી ગયેલું ઘી નાંખી ગરમ લોટને તવેથો ફેરવીને શેકવા

લાગી. ઘી શેકાયેલા લોટની સુગંધથી ઘર ભરાઈ ગયું. આખું ફળિયું

મઘમઘાટ થઈ ગયું. ફળિના લોકો બહાર નીકળી જોવા લાગ્યાં. તે વિચારવા લાગ્યાં “જરુર કોક મહેમાન..”

લોટમાં પાણી નાંખી કાજુ, દ્રાક્ષ, બદામ ને ખાંડીને નાંખીને ઈલાયચી નાંખતાં શીરો મઘમઘી રહ્યો. શીરાની સુગંધથી જેલી દાસની જીભ પણ સળવળવા લાગી. કઢાઈમાં તબળતા શીરાને તવેતાથી હલાવતાં પટલાણી વેવાણ ચંચળને કહેતાં હતાં - “વેવાણ ચમ્‌નુંશ બધાં મઝામાં શાં ન”

“હાં હાં રેવા વેવાણ ચાંલ્લાવારામાં રાંપડી કાઢતાંન સેતર પાંહથી જતા તભલાએ હંદેહો ક’યો થયું કી અમરાતો વાણવટીનાં દર્શન કરીને જ્યાંશ ન હંદેહો ચમ્‌ આયો. કાંક શ”

“મન્‌ તો ખબર નહીં બૂન એ પટલ જાણ” “પાંચ દહ દનથી રઘવાયા રઘવાયા ફરશ”

“કાંય કેતા નથી.”

“ના બૂન.. જરાય નૈ છઠ્ઠા મળે પોંચી ઘેલો પારો નેંચો ઉતરતો જ નથી.”

“હું વાત કરાંશ.. મું ઓગરી નાંખું?” “નાંખાંન કાંક કરતાં કાંક કેં તો મારતા નેંકર”

ચંચળે હોઠ ઉપર હોઠ મૂકી હળવેથી કહ્યું, “એક કાંમ કરાં..

તમે ન વેવવઈ કાંક થોડીવાર વાડામાં જતા રો”

“ઈ હાચી વાત.. તમન કોક કોંએ” રેવાએ ચંચળ સામે નજર નાંખી. રેવા ચંચળની મુરાદ જાણી ગઈ. બારણાના ઊંબરે પહોંચીને રેવાએ જીવણ વેવાઈને ઈશારો કર્યો. જીવણ પટેલ તુરંત હુક્કો ગગળાવતા જેલા પટેલની સામેના ખાટલા માંથી ઊભા થયા. રેવા પટલાણી પાછળ પાછળ ચાલવા લાગ્યા. બંન્ને ઘર પાછળના વાડામાં આવી પહોંચતાં રેવાએ કહ્યું “વેવઈ પટલ તમન કાંક કેંશ..”

“નાં વેવાણ.. ખાસ્સી વારે એટલું બોલ્યા. “મારા હારું હું

મનખશ” જેલાએ કહ્યું.

તે જ સમયે જેલા પટેલની સામે આવીને ઊભી રહેલી ચંચળે

મલકાઈને આંખ મીચકારતાં કહ્યું “વેવાઈ હું તમેય એકનું એક ખાવાથી કંટાળતા નથી.”

જેલા પટેલની વેધક નજર ચંચળના ચહેરા ઉપર ખેતરમાં

ચાસમાં ઉગેલી મગફળીના છોડવાને અડીને ઝડપી જતી રાંપડીની જેમ

માટલામાં ઊગેલા ઘાસને કાઢતી જતી હોય તેમ મંડાઈ. તે અફાળા ઊભા થઈને હુક્કાને કુંભીને ટેકે મૂકી દઈ ધોતિયાની પાટલીને સરખી કરતા તે ઉપર હાથ ફેરવતા ચંચળ પટલાણીનો જમણો હાથ પકડી એકદમ ખેંચીને ભેટી પડતાં બોલી ઊઠ્યા “થાય જ ન. પણ પટલાણી ચેડીન ચેડી રેંશ”

“બાંનું કાઢી સરકી જવાનું હો મું. . તમે એવા જ રયા” કીરપાના લગને આપણે ચેવા મેડી ઉપર ચઢી જ્યાં તાં.. પેલી મું ચડી જૈન પસી તમે સેવા લપાક દૈને આવી પોંચ્યા.. એવી મઝા આઈ તીક

ચંચળે હસતાં હસતાં કહ્યું.

“ઈ તો વરહો થૈ જ્યાં” ઝંખવાણા પડેલા પટેલ મહાપ્રયાસે હોઠ ઉપર હાસ્ય પ્રસારતાં કહ્યું.

“મું મેડીએ ચડું હું.. કીમ..આવો” તે જ ક્ષણે પીઠ ફેરવીને ચંચળ બારણા પાસેના મેડી ઉપરનો દાદર ચઢવા લાગી. જેલો પટેલ ચોતરફ નજર ફેરવતો ઘરમાં ડોકીયું કરીને જોવા લાગ્યો. રેવા અને જીવણ ઘર પાછળના વાડામાં ઊભાં ઊભાં વાતો કરતાં હતાં. દાદર ચઢી જઈને મેડીના એ જ ઓરડામાં જ્યાં વર્ષો પહેલાં ચંચળને બાથમાં પકડી ચૂંબનોનો વરસાદ વરસાવ્યો હતો ત્યાં જ સુવાડીને એવી લહેરાવી હતી કે તે યાદ આવી ગયું ત્યાં ચંચળને બાહુમાં સમાવીને હોઠ ઉપર ચુંબન અર્પતાં કહી રહ્યા હતા. “વેવાંણ તમ તમે તો બૈઉ રૂપાડાં હોં..ગોરાં ગોરાં.. હું તમારી હાથળ હ” જેલા પટેલે ઘેરાળો ઘાઘરો ઊંચો કર્યો ત્યાં ધવલ સાથળોની ચળકતી ત્વચાએ મોહીત મત્સલ કર્યો. ચંચળને સેવન કરતાં જેલો કહેતો હતો. “જવાં દો ન...રેવા તો કાંય બોલતી જ નથી.”

“હું થયું શ” મરકાતાં હોઠે ચંચળે કહ્યું.

“હું થાય પેલી કંકુડી” હોઠ દબાવતાં જેલો પટેલ કહેતો હતો. “એમાં હું થીયું મું કૌઉ હું કંકુની બેંન પણ કરી દેં” ચંચળે

ચતુરાઈથી કહી નાંખ્યું. જેલો પટેલ ચમકી ઉઠ્યો. “હાં હાં ઈમ જ

કાંન..મારો જીવ...”

“હું વાત કરાંશ.. ઈ ઘડીયે આયા તાન જ કયું હોત તો.” ચંચળે એકદમ ઊભા થૈ વાળ સરખા કરતાં કહ્યું “મું અમણાં જ જૌઉ સું કંકુન..”

આવુ હું” ચંચળે ઉપાય બતાવતાં કહ્યું.

ચંચળ વેવાણ અને જીવણ પટેલની સાથે આગ્રહ કરીને જેલા પટેલને પુનઃ ભોજન કરવા બેસાડી ગરમા ગરમ શીરો આરોગતાં ચંચળે રેવા પટેલ સામે આંખ મિંચકારી કહ્યું “શીરો થ્યોશ - લહલહતો શીરો

ખાવાીની મઝા પડી જૈ” તે જ સમયે ચંચળ બોલી ઊઠી “ઈ ઓંહરીમાં

કુણ આયું” જીવણ રેવા ઓસરી તરફ જોવા લાગ્યાં તે સમયે ચંચળ શીરાનો કોળીયો જેલા પટેલને મુખમાં મૂકતાં કહ્યું “દલપો લાગશ” ચંચળ હસી પડી. જેલા પટેલે ચંચળની આંખોમાં આંખો માંડતાં કહ્યું “હાં દલપોશ” તે મરકાવા લાગ્યા.

ઠાવકી થઈને ખીચડીમાં કઢી નાંખી ચોળતાં ચંચળ ધીમેથી કહી રહી “રેવાબુન તમે કંકુ હંપી જાવ તો કેવું”

“મું ચાં ના પાડું હ” રેવાએ ઝંખવાણા ચહેરે કહ્યું. તમે એને જેલા પટેલ જીહવીવાળામાં આવાં મું કંકુને લઈને આવું હું હમજ્યાં.

તે જ સમયે ઓસરીની ઝાંપા પાસે ભારેખમ માટીવાળા થૈઈ

ગયેલા ચામડાના બૂટ કાઢતાં દલપાએ કહ્યું “અનર્થ થયો...” “હું થયું?” રેવાએ એકદમ ઊભા થઈને કહ્યું.

“ચિંતા ના કરતાં મું જીહલીવાળામાં બાજરીના સેતરમાં લૈ

જ હેં.

“૧૦૮ બોલાવું”

જવા દૈ ને રોયા. ચાંય અસેં આવતાં જ અડધો પૂણો કલાક થૈ

ત્યાં જ ગોવિંદે બોલાવેલી રીક્ષામાં કંકુને બેસાડીને

૭. કંકુડી

“રમણ લવારીયાની કંકુએ ઝેર પીધું. ઘરની ઓસરીમાં આળોટે શેં.. ની મોમાંથી ફેણ ફેણ નેકરી પડ્યુ શ.” ધીમે સ્વરે દલપાએ કહ્યું.

દલપાની પાછળ પાછળ ચોકમાં આવતાં જડીમા અને બુધાભાઈ સીધા ઘરના છેલ્લા ઓરડામાં આવ્યા. બુધાભાઈએ તો કહી જ નાંખ્યું “જેમ કંકુનું કાંક કરવું પડ.. આંમ ન આંમ રોજ તાયફા હારા નૈ.”

કંકુની ઓસરીમાં ભેગા થયેલા ગામ લોકો રમણને કોઈને કોઈક

નવીન સલાહ આપતા હતા. “રીક્ષા લાવો”

“કપડવંજ લૈ જાવ.. ભાવેશમાં” “બાયડ લૈ જાવ.. મહેન્દ્રમાં” “યોગેશ પટેલ “હારો હોં.”

“ગોવિંદ તે ચેવો રેં.. કમલેશ શાહ ચેવો. અલ્યા મેલાં ન

પૈણા પેલાં લઈ જવાની સગવડ કરાં.”

કિરણ..રમણ..શકુકાકી...કરશનમા બેસી ગયાં. રીક્ષા કપડવંજ તરફ ચાલવા લાગી.

તે રીક્ષા પાછળ બીજી બે છકડામાં દશ-બાર સ્ત્રી પુરુષ ઘેર

દીઠ એક એક ગોઠવાઈ ગયાં ને બંન્ને છકડા દોડવા લાગ્યા.

જેલાપટેલની મહેમાનગતી કરતાં ચંચળ અને જીવણ રસોડામાંથી જમીને બહાર આવ્યાં ત્યારે ચંચળ રેવા પટલાણીને કહેતી હતી. “પટેલને વહેતા મૂકી દો! વહેતાં! આંમ હું ખીલે બાંધેલા બળદની જેમ પંપાર્યા કરાંશાં.”

ચંચળના વાક્યનો મર્મ સમજતાં રેવા પટલાણી બોલી ઊઠી

“ઈ હાંભરાં શાં!” “હું?”

“મીં કૌ’ઉસું કી ગાંમ પટેલ તરીકે તમારી ગાંમ જોડે કાંઈ

હગઈ ખરી.”

“ખરી જ ન, ગામ હાથીનો પગ કે’વાય. અન્‌ મું આ ગાંમનો

પટેલ એટલ મું. હાથી કે’વાઉં ન્‌”

“તો તમ તમારા દોથો ભરીન રૂપીયા લૈ કંકુન બચાવી લો. જાંવ કપણન.”

“કપણનથી અમદાવાદ જવાનું થાય તો ચંતા નાં કરવાની

લવારીયાંન એંમ નાં થવું જાયેં કી ઈ એકલાં હ. હોં વાહેં સી.”

જેલા પટેલે હુક્કાની એક બે ઘુંટડી પીધીને એકદમ ચહેરાને

ધોતિયાના છેડો ફેરવી લુંછતાં ઊભા થઈ ગયા. રેવા પટલાણીએ કેલીકો

મીલનું નવું જ ધોતિયું અને અસ્ત્રી ટાઈટ ખમીશ, ટોપી કાઢીને ઓસરીના ઢાળેલા ખાટલા ઉપર મૂકી દીધાં પટેલે ચોકમાં આવેલી પૂર્વ તરફની ચોકડીમાં જઈને બાજાુમાં મૂકાવેલી પાણી ભરેલી ડોલમાંથી સ્ટીલના

લોટાથી હાથ, પગ ને ચહેરો ધોઈ બે ચાર કોગળા કરી મુખ સાફ કરી વઢી ઉપરની ખીંટીએ લટકાવેલા રૂમાલથી અંગને લૂંછી કાઢ્યું. ખાટલા ઉપર બેઠેલા જીવણ પટેલને ધોતિયું પહેરતાં કહ્યું “જીવણ ભૈ મું કપણન જઈને આવું હું. મોડુ થહેં.. તમ તમારા આ ઢાળેલા ખાટલા ઉપર પાથરેલા રૂવેલ ગોદડામાં ઊંઘી જજો. ચંતા ના કરતા” શરીર ઉપરની બંડી કાઢતાં રેવાને બોલી ઊઠ્યા - “પટલાણી નવી બંડી લાવો આ મેલી થઈ જૈ હ” પટેલે બંડીના ખિસ્સામાંથી કાગળો-બીલ-ડાયરી અને નવીનકોર પાંચસો પાંચસોની વીસ નોટ કાઢીને ખાટલામાં મૂકી. પટલાણીએ લાવેલી બંડી પહેરીને પાછી તે કાગળ, ડાયરી અને પાંચસોની નોટ મૂકતાં બોલી ઊઠ્યા. “પટલાણી પેલા હજારના બંડલમાંથી પચ્ચાહ નોટ લાવો. દવાખાનાનું કામ હ.. કાં તો અમદાવાદ જવું પડ.”

જેલા પટેલના અવાજની સાથે તિજોરી ખોલી હજારનું બંડલ

ખાટલા ઉપર મૂકતાં પટલાણીબોલી ઊઠ્યાં “તમતમાર બંડલ લૈ જાવન” “આટલા બધા હું કરવા હ”

“કામ આવ હેં” પટલાણીએ હસતાં હસતાં કહ્યું. જીવણ પટેલ ચંચળ અને રેવા પટલાણીને જેલા પટેલના હસતા ચહેરાને જોઈને આનંદિત થઈ ઊઠ્યા. ચંચળે હળવેથી કહી નાંખ્યું.

“હાં જેલીદાસ જરૂર પડહાં લૈ જાંવ” જીવણેને વાતમાં ટાપસી

પૂરાવતાં કહ્યું “હાચી વાત સ વેવઈ લૈ જાવ લૈ જાવ.. વટ્ટ પડ.”

કેલિકો મીલના કાપડમાંથી દીલીપ દરજીએ બનાવેલા બે બે ખિસ્સાવાળા

ખમીશમાં પચ્ચાસ પચ્ચાસની બે થોકડી બનાવી ને હજારની નોટ ગોઠવતાં જેલો પટેલ ખમીશનાં બટન વાખતાં કહ્યું “ઈ તમે કૌસોતો ઈમ કરું શું” માથે ટોપી મૂકીને ઓસરીની કુંભીએ લટકતા અરીસામાં ચહેરો જોઈ ટોપી સહેજ ત્રાંસી કરતાં જેલા પટેલે હોઠ ઉપર આંગળી

પ્રસારી હસતાં કહ્યું.

“ઈ મું જૈઉં.. જય ઉમિયાજી” “હાં જય ઉમિયાજી”

હાંભરો ગમે તેટલો ખર્ચ થાય કંકુડી જીવવી જોયે હોં. “હા..હા... ઈમ જ કરી” જેલાપટેલે ઝાંપો ખોલીને ગાડી

બહાર કાઢી. તે સમયે દોડતા આવીને દલપાએ કહ્યું “હાં હાં ઊભાં રો

બાપા હું.. જરા ભેંના કટકાથી બોલેરો લુંછી કાઢું.” દલપો ભીનો કટકો

લઈને બોલેરોને લુંછી નાખી તેણે કાચ ઉપર સ્ટીલના લોટાથી ભરીને પાણી છાંટી દોડતો જઈ ઓસરીમાં ટેબલ ઉપર પડેલા ગઈ કાલના પેપરનો અડધો ભાગ ફાડી લાવી પેપરથી કાચ ઘસીઘસીને લૂંછવા

લાગ્યો. “દલપો કાચ ઉપર ઘસતો પેપરને વાંચી રહ્યો હતો “આવતી કાલે મુખ્યમંત્રી મોદી કાંકરીયા કાર્નીવેલ ખુલ્લું મૂકશે.”

“પતંગ ઉત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ રીવરફ્રન્ટમાં પતંગ ચગાવ્યો” એ જ વાંચતાં દલપાએ જેલીદાસને કહ્યું “બાપા તમતમારે પતંગ ચગાવો.”

જેલો પટેલ બોલેરો ગાડીનું બારણું ખોલી સીટ ઉપર બેસી ગાડી

સ્ટાર્ટ કરી રીવસ કરી ઝાંપા બહાર કાઢીને હસી રહ્યા હતાં. “ઈ દલપા

મું મોડો મોડો બાર વાગે તો આવી જઈશ.”

મોડી રાત્રે ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી.. “ઈ કુંણ.” “ઈ મું જેલો પટેલ “તમ કુણ?”

“ઈ મું..” રેવાનો હસવાનો અવાજ સંભળાઈ રહ્યો. “હાંભરાં સાં.. કંકુન તો ભાવેશ સારવાર ના કરી.. સીવીલમાં

અમદાવાદ લૈ જવી પડી.. ડોક્ટર કેશ કે કંકુન છઠ્ઠા જાય હ.. ઈટલ..

જોખમશ.. માં..દીકરા બેઉન બચાવા પડસે પૂરા તીહ અજાર થહેં..” “ચંતા નૈ બીચારી લવારણનું કુણ”

“હાં હાં.. પાહ ટીપીન.. પાછા આલહી”

“નૈ આલતો કાંય નૈ.. કંકુડી જીવી જાય એટલે બૌ થયું.” ફળિયાના સામે આવેલા બુધાભાઈ અને જડીમા ફોન રણકતાં

જ જાગી ગયાં હતાં. રાતના બે ના ટકોરે રેવા પટલાણી અને જેલાપટેલની

વાતો સાંભળતાં જ જડીમા બોલી જ ઊઠ્યાં “ઈ જેટલા થાય ઈટલા

ઊઘરાણું કરીશું”

બુધા પટેલે કહી નાંખ્યું - “આવડું મોટું પટેલનું ગામ અને એમાં એક લવારીયો, એક દરજી, દહ બાર એક સુથાર, એક મોચી બે પાંચ વણકર બે પાંચ હરીજન.. એમનું રણીધણી ગાંમજન... ગામ હાથીનો પગ.. અન હાથી એટલે ગામ પટેલ.. એ પટલની આબરું જવા દેવાય. ગામધણી ઈટ લ રામ ધણી...”

“હાં..હાં. હાચી વાત હ અટકાટ હું કર... ગામ ધણી ઈ

રાંમ ધણી. પટલ જાતની ઈજ્જતનો સવાલ હ..”

જડીમાએ ફળિયાના લોકો સાંભળે તેમ મોટેથી કહ્યું.

બીજા દિવસે સવારે ૯ ના ટકોરે અમદાવાદથી પાછા આવેલા ગામના પચ્ચીસ પચ્ચીસ લોકો સ્ત્રી પુરુષોએ કહ્યું-

“ઈ જેલા પટેલનો વટ પડી જ્યો”

બુધાભાઈ બોલી ઊઠ્યા “હું થ્યું?”

“ઈ સીવીલમાં કેશનાં લીધો.. તો જેલો પટેલ કંકુડીન સાલમાં

લઈ જ્યા હોં ભારે ખર્ચાળ ઈસ્પીતાલ..” “તે હું થીયું?”

“ડોક્ટરોએ પૂરા લાખ રૂપિયા ટેબલ ઉપર મૂકાવ્યા.” “હું વાત કરોશો”

હા પછી જ.. કેશ દાખલ કર્યો.. ન..ન પસી તો..ડાયલીસીસ શરૂ કર્યુ. મારા ભૈ અમદાવાદ ગયેલી લીલા સુથારણ બોલી ઊઠી. એ ડાયાલીસીસ એવુ થયુ ક.. આખા શરીરનું લોહી કાઢી નાંખી ન નવું

લોહી ચડાવ્યું તોયે ડોક્ટર કેતાતા દહ દહ દાડા રાખવી પડહેં.. રોયો

રમણીયો રો તો તો.

“હું કર ઈ.. બિચ્ચારો ગરીબશ” જડીમાએ કહી નાંખ્યું. “લોઢા ટીપીટીપીન પેટ ભર ઈ જન” રેવા પટલાણી બોલી

ઊઠ્યાં.

બુધાભાઈની આંખમાં ઝળઝળીયાં આવી જ્યાં, તે બોલી ઊઠ્યાં. “હારું કર્યું જેલીદાસે ત્યાં રોકાયા તે. બળ્યું નાવા ધોવાનું તો હમજ્યા પણ લૂગડાં”

“ઈમ કરોન પટેલ તમ તમાર્‌ જાવ.” જડીમાએ ઠાવકા

આવાજે કહ્યું.

“હાચું મુ ઉ પણ કાશી માંદી હ ચાર દાડાથી તાવ ચેડો નહીં

મેલતો” મું હું ન.. જડીમાએ ગંભીર થઈને કહ્યું. “પણ..મી..આ..સાલ ફાલ ચાં આઈ ઈ તો ખબર નહીં. મી

અમદાવાદ પૂરું ચાં જોયું હ.. પરા છપ્પન વરહ થયાં તો પણ.” બુધાભાઈ

પટેલ ચિંતા વ્યક્ત કરતાં કંકુ પ્રત્યે લાગણી હોવા છતાં મુંઝવણ વ્યક્ત કરી નાંખી.

“ઈમ કરો કપણનથી.. મંગા માસ્તરન લૈ જાવ” રેવાએ માર્ગ બતાવતાં કહ્યું.

બુધાભાઈના ચહેરા ઉપર હાસ્ય પ્રસરી ગયું તે બોલી ઊઠ્યા, “હા હા મંગો જ કામ આવશી”

રેવા, ચંચળ, કાશી પટલાણી અને જડીમાએ હસતાં હસતાં કહ્યું “રોયો લપલપાટ બોલતો મંગો પોચેલી માયા ખરી.” ઈમ કરો ફોન કરો પાસો ચાંક જ્યો નાં હોય.

રેવાના ઘેરથી ફોન કરતા બુધાભાઈ એ મંગાને કહ્યું “ઈ મંગાભૈ

મું બુધો બોલુ.. બુધો.. વાહણથી”

“હાં હાં બોલો.. બૌઉ દાડા મું હાંભર્યો.” “ભૈ મંગા તારું કોમ પડ્યું હ.”

“હું બોલો... આમા તેમ.. ચાં હે ભારાં બૌ વરહે હંભાર્યો. એ જ લલડી ની હાટે ઊભા રૈ ને બે ઘડી મું વાત કરતો તો.. તમે તમે

મને લાફો મારી દીધો. ફળિયા વચ્ચે મું નાં ભૂલું..”

“ભૈ ભૂલી જવાનું કાળના માર્યો માર્યો. એવું યાદ ના રખાય.”

પાસે ઊભા રહેલાં જડીમાએ કહ્યું “બુધા લાવ જરા મું કૌઉ.” “હાં લો તમે વાત કરો” જડીમાએ બુધાભાઈ પાસેથી ફોન

લેતાં મંગળભાઈ શારદા હાઈસ્કૂલના શિક્ષકને ધીમે રહીને કહ્યું “ભૈ તું

ભણેલો માંણહ.. તાર અમન ભણાવાનાં હોય. અમારા તન” હમજી જા ન બધુ ભૂલી જૈ કાલે બુધા ભૈ હારે અમદાવાદ. પેલી..પેલી.. સાલ દવાખાનામાં જા.. કંકુએ જેર પીધું હ..”

“હેં હું વાત છે બુધા ભૈને મોકલો મું કાલે નવ વાગે ઘેર તૈયાર રહીશ બસ.” સાલ જોઈ છે ડોક્ટરો મારા મિત્ર છે. કનુભાઈની

ફ્રન્ટી લૈ જઈશું મું કનુભાઈને ફોન કરું છું. હમણાં જ હીરા પાન સેન્ટર આર.એમ.ડી. લેવા આવશે. પૂરી દશ દશ લઈને જતા રેહશે.. ખૂબ શોખીન છે.”

“એમ કરો અરવિંદ મુખીને લેતા આવજો.”

“જવા દો ન... બામણ..અમરનાથ જાતરાએ જવાનો સે..” સાંજે પંકજ ટ્રેડીંગમાંથી બજારમાં બીજા દિવસે પાન સેન્ટરે આવેલા કનુ પટેલને ગામની હકીકત કહતાં જ કનુપટેલે જાતે આવવાનું કહ્યું. તે બોલી ઊઠ્યો. “બૌ ખરાબ થયું. બીચારો રમણ લોઢાં ટીપીને પેટ ભરે. પૈસા તો ચાંથી હોય...”

મંગળભાઈ એ કહ્યું “લખણી કરીશું પણ કંકુડીને બચાવી લેવી

પડે જ.”

“હા..હાચી વાત.. કંકુડી એટલે રૂપનો કટકો.. આખા

પંથકમાં આપણા ગામની આબરૂ. જેલા પટેલ જોયા હ” કનુ પટેલ

હળવેથી ઠાવકાભાઈને હોઠ ઉપર હાસ્ય મરકાવતાં કહ્યું.

“હાં જાવ જ..ન” મંગળભાઈ મર્માળ હસી પડ્યા. જેઠના દિવસનો ગરમાગરમ પવન તે સમયે બંન્ને ના શીર કેશને ઉડાડી રહ્યો હતો. હિરા પાન સેન્ટરથી જ ફોન કરતાં “કનું ભાઈએ બુધાભાઈને કહ્યું “હા હું કહું.. તમે આવો તો જોડે રમેશ.. કિરણ કે રાજુ અને નવનીત ને લાવજો.. બે ચાર છોકરા સારા જરૂર પડે.”

બપોરના સમયે અમદાવાદ શહેરમાં ડ્રાયવીંગ કરતાં કરતાં કનુપટેલે કહ્યું “ડાયાલીસીસ ઉપર છે એટલે લોહીની જરૂર પડે. બે ચાર વાર ડાયાલીસીસ કરવું પડે. અને પંદર દિવસ તો નીકળી જાય.”

“સારી વાત છે. લોહીની વધારે જરૂર પડે. એ ખર્ચા બચાવા

લોહી સામે લોહી આપીએ તો ખર્ચ બચે.” મંગળભાઈથી કહ્યું.

બીજા દિવસે સાંજે ગામ આવી ગયેલા જેલા પટેલને ફળિયામાં

પ્રવેશતાં જોઈને ગામના છોકરાં સ્ત્રીએ અને પુરુષો તેમ ઘેર પહોંચે તે

સાથે જ થોડા સમયમાં બધાં ભેગાં થઈ ગયાં ચોકમાં ઊભાં રહેલાં સો સો

સ્ત્રી પુરુષોને જેલા પટેલે બધા તરફ ગૌરવ ભરી નજર નાંખીને કહ્યું “ચિંતા ના કરતાં જીવી જશે. જો મોડા પડ્યા હોત તો બંન્ને જીવ ખોઈ બેસત..”

સ્ત્રીઓના ટોળામાંથી આવી પહોંચેલા લત્તા ગોરાણીએ મોટેથી કહ્યું “ઈ ભગવાન ભોળાનાથ મા અંબા તમારું ક્લાયણ કરશેં... ગરીબોના બેલી તમે શો....”

સ્વાભિમાન મર્માળ હસતો જેલો પટેલ લતા ગોરાણીને જોતાં જ બે હાથે પગે લાગતાં બોલી ઊઠ્યાં - ગોરાણી મા.. મા ઉમિયા.. બધાંનાં બેલી શે.. તેની દયા હોય તો હાત દરિયા તરી જવાય..

ચોકમાંથી વિખરાતું ટોળામાંથી સ્ત્રી પુરુષનો અવાજ આવતો

હતો. “જેલો પટેલ ભડનો સૈયો હાં” “ગામ ધણી શી”

“રામ ધણી શી” “ભારે દયાળું હોં”

“આવા મનેખથી તો ધરતી ગરવીશેં”

ચંચળ રાત રોકાઈ રેવા વેવાણને સંસારના પાઠ એવા ભણાવ્યાં કે જેલા પટેલને મહેંકતા કરી દીધા ટૂંટીયુંવાળીને રૂવેલ ખાટલામાં હુક્કો ગળગળાવતા પટલ અવ જો જો.. કંકુની પાછળ એવા ગાંડા થાયશ.. હમજ્યા.. મું માંગું તો માથું આલી દે માથું.”

“જાન તું પટલ ન હું હમજશ?” “જુઓ તાણ..મુ..આપણી જમના માટે દલપાનું માંગું નાં ચંચળ પટલાણી નૈ. ગૌરી ન પણ રવચંદના છોરા. કેશા હારે જ હગાઈ કરાવીશ હમજ્યા.. ઈ દીવાળી પછી..પાહ..મા માં તો લગન લેવાડાવીને પૈણાવી દૈશ. હમજ્યા... તમાર પટલન તો સેતરમાં ચાહ પાડવાના રાંપડી કાઢવાની, પાણી

મેળવાનું ને હાં જ પડ ટુંટીયું વાળીને ખીચડી ખૈ હુઈ જવાનું હમજ્યા.”

જુવો પસી મારો વટ આખા ઘૈડીયામાં ચેવો વટ પડશ” ભળભાંખરે

ઘરના આંગણામાં પ્રવેશી ચંચળ સીધી જે કોઢારમાં બાંધેલી ભૂરીનો

દોહવા પવાલી લઈ પહોંચી ગઈ.

૮. ઝાંઝરીનો મેળો

શ્રાવણ સરવળીયા કરતો હતો. રીમઝીમ વરસાદ ઊભા મોલને સ્નાન કરાવતો હતો. મગીનાં ખેતર કાળી મગીથી કાળાં મેંસ દેખાઈ રહ્યાં હતાં. કેટલાક છોડવા બગરુ ફેલાવી ફૂલોથી શોભી રહ્યાં હતાં. તો કેટલાંક ખેતર નીં ગાલ ભરી બાજરીના મોલથી શોભી રહ્યાં હતાં.

મકાઈનાં ખેતરો મુંછાળા દોડાથી શોભતાં હતાં. આ વર્ષે ખેતી સારી હતી. બાજરીનાં દૂધિયા દાણા ઠરી જતાં કાબર, ચકલી કાગડા પક્ષીઓ ડૂંડોનાં દાણા ચણી રહ્યાં હતાં. તો મકાઈના છોડવા ચાર ચાર ડોડા ઉપર કાગડા, કબૂતર, મોરલા, પોપટ મિજબાની માણી રહ્યા હતા. જન્માષ્ટમી ના દિવસે વહેલી સવારે ગામના યુવક-યુવતી બની ઠનીને મેળો મ્હાલવા ઝાંઝરી જવા નીકળી ગયાં હતાં. ઊભા ખેતરમાં બાજરી મકાઈને મગફળીના ખેતરો વચ્ચે જતી પગદંડી યુવક યુવતીઓથી ઊભરાઈ રહી હતી. ગામનાં યુવક-યુવતી જેમ જેમ આગળ વધતાં હતાં તેમ તેમ લાડુજી, ઝંડા આવાવેલ વાસણા અલવા મેનપુરા, ડાંડીયાપુરા, નીરમાલી, લાલપુર, કળાજી હીરાપુરાના યુવકો યુવતીઓ - વૃધ્ધો - સ્ત્રી - પુરુષ વર્ગ ખેતર વચ્ચેની પગદંડીએ વરાંસી નદીનાં સમાં પાણી ઓળંગીને લાલપુર, આલવેલના કોતર કિનારેથી ઝાંઝરી તરફ જતાં હતાં. આ વર્ષે કેદારેશ્વર કે ઉત્કંઠેશ્વરના મેળા તરફ જતા જનસમુદાય કરતાં વિશાળ જનસમુદાય ધુળિયા વાસણાના રેતાળ નાળિયામાં ઊંચા ઊંચા થોર વચ્ચેથી ગંગામાતાના મંદિરે એકઠો થઈ રહ્યો હતો. ડાભા, માનપુર, નરસિંહપુરનો જનસમુદાય ક્યારનો આવી પહોંચ્યો હતો. વિશાળ જંગલો અને ઊંચા રેતટેકરાઓ ઉપર ઠેર ઠેર માનવમહેરામણ ફેલાયેલો હતો. કેળાં, કેરી, જાંબુ, શેરડીના ટૂકડા, ની ખરીદી થઈ રહી હતી. ઠેર ઠેર ગોઠવાયેલી પાંચ-પાંચ નાજુકની હાટડીઓ લટકાવેલા પાણી પાઉચ, રમકડાં, બ્લાઉઝ, નમકીનના વેફર ગાંઠીયા ચવાણું, દાળ, સેવ, ટમટમ, કેળાં વેફર, રતલામી સેવ, સીંગભજીયાના પેકીંગની હારમાળાથી શોભતી હતી. દુકાને દુકાને થોડે અંતરે ગોઠવાયેલી ચાની લારીઓ તળાતાં ભજીયાં, ગોટા વગેરેથી સુગંધ ફેલાવતાં હતાં. ઊકળતી ચાની તપેલીમાં ધાતુનો ચમચો ઘસીઘસીને અવાજ કરતા તપેલીના કિનારે ચમચો ખખડાવતા દુકાનદાર ચા ઉછાળી ગ્રાહકને આકર્ષતા હતા. ખુલ્લા મેદાનમાં પૂર્વની ધર્મશાળામાં ભોજન, ફલાહારની વ્યવસ્થા હતી. એક ભગવાધારી સાધું ગાદી ઉપર બેસીને હસતા રહી વૃધ્ધોને આવકારતો હતો. કાળી માટીની મોટી મોટી કોઠીયોમાં શીતળ જલને જગથી ભરીને આવનાર વૃધ્ધોને એક ગંજેરી જલપાન કરાવતો હતો. મેદાનની ત્રણ કિનારી તરફ ગોઠવાયેલી હાટડીઓની વચ્ચે ખુલ્લા મેદાનમાં યુવક યુવતીઓ શ્રાવણી ગીતો,

મેળાનાં ગીતો ગાતાં ગરબે ઘુમી રહ્યાં હતાં. બાલિકાઓ વડલાની વડવાઈ ઉપર લટકીને હિંડોળા ખાઈ રહી હતી. દલપો, રવચંદ, પહાડીમાં વહેતું આંતર ઝરણું શીવજીને સ્નાન કરાવી વહેતું હતું તે ગૌમુખીમાં સ્નાન કરી ભીને કપડે મહાદેવજીનાં દર્શન કરી બીલીપત્ર ચઢાવતા “ૐ નમઃ શિવાય” મંત્રનું ઉચ્ચારણ કરતા હતા. માનપુર, નરસિંહપુર, ડાભા, તૈનપુર, ચોઈલા, બાયડના મેળામાં આવેલી યુવતીઓ, યુવક, વૃધ્ધો, સાંકડા મંદિરમાં હારબંધ પ્રવેશીને શીવજી દર્શન કરી “ૐ નમઃ શિવાય” મંત્રોચ્ચાર કરતા વંદન કરી બહાર નીકળી રહ્યા હતા.

“અલ્યા દલપા ચાણનો બેઠો હ” બીજાન બીલી ચઢાવા દેન.” “અમણ જ બેઠો વંદન કરતો દલપાએ નામ દઈ ઉચ્ચારણ

કરતી યુવતી તરફ જોયું.”

તે ચકિત થઈ ગયો વર્ષોની ભુલાઈ ગયેલી સ્મૃતિ જીવંત થઈ. તે અને રવચંદ ઊભા થઈને મંદિર બહાર નીકળતા હતા. દલપાએ વારેવારે યુવતીના ચહેરા પ્રતિ દૃષ્ટિપાત કરતો. સ્મૃતિને ઢંઢોળી ભૂતકાળમાં સરકી ગયો. તે વિચારવા લાગ્યો “કદાચ દાહોદની કમું તો

નહિં હોય. બોલી તો આ પંથકની છે પરંતુ અવાજ તે જ છે. હોય પણ ખરી. આપણે શું?” દલપો વિચારોને ખંખેરતો મંદિર બહાર નીકળ્યો. પાછળ પાછળ આવતો રવચંદે દલપાને કહ્યું “અલ્યા દલપા.. ઈ છોડી કુણશ.. હ..તો રૂપાળી નાગરવેલ જેવી.. મોટી આંખો.. મોટીમોટી પાંપણ લાંબુ નાક.. પાતળી...કમ્મરવાળી છોડી..હ તો અપસરા જેવી ઊજળી..ચમકતી મદહોશ કરતી ત્વચા જેવી તું બાર આવ એટલે પૂછતો ખરો કુણશ?” રવચંદની રહેવાયું નહિ દલપો યુવતીની અવગણના કરતો મેળો માણતાં મનખના ટોળામાં ભળી ગયો રવચંદ.. મંદિર બહારની ગૌમુખી ઉપરની ઓટલી ઉપર બેસીને મંદિર બહાર યુવતીની નીકળવાની રાહ જોતો દ્વાર તરફ ટગર ટગર જોઈ જ રહ્યો. સવારનો કુમળો કુમળો તડકો આકાશની આછી આછી વાદળીઓમાંથી ચળાઈને પૃથ્વી ઉપર પ્રસરી રહ્યો હતો. પૂર્વના આકાશમાં વાસણા તરફથી આવતી રેલાઈ રહેલી વાદળી મેઘધનુષ રચી રહી હતી. તેના સાત સાત રંગ આકાશને સુશોભીત કરી રહ્યા હતા. વૃક્ષો ઉપરથી ઉડતાં પક્ષીઓ ટેકરીઓ ઉપર આવીને અડાબીડ વૃક્ષો ઉપર ગોઠવાઈ રહ્યા હતા. ગૌમુખીનું પાણી કોતરમાં વહેતું કલબલ અવાજ પાથરી રહ્યું હતું. પશ્ચિમની ભેખડ ઉપર આવેલાં નાનકડી ગંગા માતાની દેરીના પાસે ઊભા રહીને ભીને કપડે છૂટા નીતરતા વાળે કેટલીક સ્ત્રીઓ ગંગા માતાને દૂધ ચઢાવી રહી હતી. દૂર દૂર વાત્રક તરફ જતા કોતરમાં કેટલીક સ્ત્રીઓ, કુમારીકાઓ, યુવતીઓ, વહેતા પાણીમાં કપડાં ભીંજાવતી ચિંતા કર્યા વિના દોહલી કોશિષ કરતી ઢીંચણ સુધીના પાણીમાં ખીલખીલાટ કરીતી વાત્રક તરફ જઈ રહી હતી. વાત્રકના વિશાળપટમાં પથરાયેલા લાલ-કાળા પથ્થરો ઉપર થેકડા ભરતી હસતી કુદતી યુવતીઓ-બાલિકાઓને સંભાળીને એક પથ્થર ઉપરથી બીજા પથ્થર ઉપર લઈ જતી હતી. નદીની બંન્ને તરફ ઊંચી ઊંચી ભેખડો.. રંગ બેરંગી શોભી રહી હતી.. ઝાંઝરી ધરો તરફ આગળ વધી યુવતીઓ ધરોને કિનારે બેસીને સ્નાન કરતી હતી. એક પંથકને સામે કિનારાના પંથકના અજાણ લોકો અન્યોન્યને મંત્રમુગ્ધ બની અવલોકી રહ્યા હતા. તો વળી સાથ સાથમાં સ્નાન કરતી યુવક યુવકનો એક બીજાથી દૂર દૂર ટોળાં એકબીજાના નામ પૂછી મુલાકાતનો આનંદ માણી રહ્યા હતા. ઝાંઝરીના ધોધ પાસે આવીને રવચંદે થોડે દૂર ઊભેલી મંદિરમાં મળેલી યુવતી ને મીઠ્ઠી નજરે પૂછ્યું “તમે મંદિરમાં હતાં તે તો નો નૈ ને?”

“હા હું તે જ... કમુ...”

“મું રવચંદ.. ઘૈડીયાનો હું... વહાણવટી મંદિરવાળુ

ઘૈડીયા.”

“હા... હા... મું દર્શને આવી હું.. તમારાં તાં પણ..” હાસ્ય

રેલાવતાં કમુએ રવચંદને કહ્યું.. કેટલીક મિનિટ સુધી અન્યોન્ય વચ્ચે

મૌન પથરાઈ ગયું. “તમારા ભૈબંધ..ચાં ગ્યા” કમુએ મૌન તોડતાં કહ્યું.

“કોણ કોણ..દલપો! ઈતો..ઈ હાંમે ધરા પાંહણ બેઠો બેઠો

નાયશ...”

“તમે ઓળખોશો?” રવચંદે આશ્ચર્યથી કહ્યું.

તરતો કમુની શીલા પાસે આવીને શીલા ટેકવી બહાર નીકળતાં કહી

રહ્યો. “કમું તું..તું.. ચેટલી ચૂપચાપ અને અંધારામાં જડેના એવા દલપો તું તો મન બૌઉ ગમશ” રવચંદને કમું સાંભળે તેમ મોટા અવાજે કહ્યું.

કમુએ શરમાળ નજરે નીચું જોયું અને મરકતા હોઠોએ કહ્યું.. “હા..ઈ..ઈ” મહામુશ્કેલીએ ફફડતા હોઠોએ ઉચ્ચાર કર્યો. “દલપત..પટલ...વાહણા”

“હંહ નોમ ન ગોમ બેઉ જોણો હો ન” રવચંદ હસતાં હસતાં કહ્યું. તેણે પૂર્વના ઊંચે ચઢતા સૂરજ તરફ દૃષ્ટિ કરી. આછી આછી વાદળીઓ રેલાતી.. ઝાંઝરીના રમણીયસ્થળને ઝરમર વર્ષાથી પાવન કરી રહી હતી. ઉત્તરનો મંદમંદ ઠંડો પવન વાતાવારણને આલ્હાદક બનાવી રહ્યો હતો. શીતળ જળ પ્રવાહ વાદળ છાયું આકાશ..ચળાઈને આવતો તડકો વરસતો વરસાદ તડકા છાંયાની રમત રમતો હતો.

કમુએ ઊંચે શીલા ઉપર પછડાતા જલ પ્રવાહ... તેનો ઘેઘુર અવાજ... તેનાં ઊછળતાં ફેણીલ મોઝાં.. તેમાં ચળકતી અસંખ્ય

માછલીઓ જોઈને માદક આંખોએ કહ્યું “હા.. દલપત મારો બાળમિત્ર...”

“હું કૌ’શાં, દલપત તમારો...”

“હા... દલપત..મારો..મા..રો” કમુએ મલક મલક હસતાં કહ્યું.

“ઊંચી શીલા ઉપર ઊભા પગે સ્નાન કરો.” રવચંદ ઊંડા

પાણીમાં શરકી ગયો. ગળાબૂડ પાણીમાં ડૂબકી લગાવી દૂર દૂર જોઈને જો કમું તું મન.. બૌઉ બૌઉ ગમશ. રવચંદે બે હોઠ ભીડીને બચકારો બોલાવતાં કહ્યું. તેણે બંન્ને આંખો ચોળી. બંન્ને હાથથી છાતી અને પેટને મશળ્યું. કમ્મર ઉપર વિંટાળેલી લાલ લુંગીને નીચોવી. પીઠ ફેરવીને બહાર નીકળી ગયો. ઊંચે શીલા ઉપર ધોધ પાસે મૂકેલાં કપડાંમાંથી પેન્ટ કાઢીને પહેરી લીધું. બંડી અને બુશટ હાથમાં પકડીને પેન્ટ ખીસ્સામાંથી રૂમાલ કાઢીને ચહેરો લુછતો લુછતો કમું પાસે આવ્યો. મદહોશ પ્રકૃતિએ કમુને કામુક બનાવી હતી. તે મરક મરક હસતાં કહી રહી હતી. “તમે પણ..મને” રવચંદે કમુ પાસે આવી ત્યારે તેનો હાથ પકડી લીધો. પાસ પાસના યુવક યુવતીઓ બંન્નેને નીહાળી રહ્યા હતા. રવચંદના એક ઈશારે ઝાંઝરીના ધોધ પાસે નદીની કલકલ વહેતાં પાણી પથરો ઉપર પછડાઈને ઉછળતાં-કૂદતાં ઉડતાં નદીના કિનારા સામે કોતરમાં અદૃશ્ય થયાં. દલપતે રવચંદને ના જોતાં જમનાને કહ્યું “જમના રવચંદ તો ગંગામાતાએ જતો રહ્યો જણાય છે.” આપણે પણ ત્યાં જઈએ જલદી કર.”

“હમણાં તો કમું અને રવચંદ અહીંયાં હતાં આ કિનારે ન્હાતાં હતાં ને એટલામાં ક્યાં ગયાં જરૂર કાંક હેં”

“નાં હોય જમની. ઈ તો હતપતીયો સેં કમુની ચેડે ચેડે તેની ચેડે ડ જ્યો અહેં.” દલપતે તર્ક દોડાવતાં રવચંદના રંગીન સ્વભાવને જાણતો હોવાથી કહી નાંખ્યું.

“ઈ હાંમે કોતરમાં તો..” ગૌરીએ હસતાં હસતાં કહ્યું.

“હાં બને ઈનું નક્કિ નોય” રવચંદે મલકાતા ચહેરે કહ્યું. જમની અને ગૌરી હસી પડ્યા. ગૌરીએ હળવેથી જમનાની સાથે ગંગા માતા તરફ પથ્થરોમાં એક પથ્થરથી બીજા પથ્થર ઉપર કૂદીને આગળ વધતાં કહ્યું. જમના તે વખતે બોલી પડી. “માડી કેંતીતી ઈ હાચુ રવચંદ રંગીલો સેં..બૌ હારે નાં રેવાનું હમજી” તે મનોમન વિચારતી હતી. કાંમ ધંધો કાંય નૈ ને આખો દાહડો ગામ ગપાટા મારતો ઓલા અનીલની હારે લેંમડી નેંચ બેહી રેશ. ખરો માંણહસ નૈ. કેશો કેં’તો ઈ કદાચ હાચું પણ હોય..” રવચંદતો રખડતા ઢોર જેવો હ. પોપટલાલની બે બે જૂડી બીડિયો પી જાય હ. ન ગણપત હારે ઓલા ધૂણ જઈને ગોંજાના બે - ત્રણ દમ ચલમના મારહ.. મૂવાન કાંય થતુંય નહીં. રવચંદ અંગેના વિચારો કરતી ખળખળતા પથ્થરોમાં ઉછળતાં ઠંડા પાણીના સ્પર્શથી ભીંજાતા પગે રોમાંશ અનુભવી જમના અને ગૌર વાત્રકના બંન્ને કિનારાનાં ઊંચા ઊંચા વૃક્ષોને નિહાળતી. વાત્રકની ભેખડોમાં નદી તરફ ઝૂકી રહેલાં લીંમડા બોરડી, કણજ, સીમડાના વૃક્ષોને અવલોકતી તેની દૃષ્ટિ પારિજાતનાં ફૂલોથી છવાયેલી ધરતી ઉપરની ચાદર ઉપર, પડી ત્યારે તે મુગ્ધા જેમ ઊભા રહેલાં નાનકડાં વૃક્ષને નિહાળીને આશ્ચર્યમાં ગરકાવ બની ગઈ. જમનાના મૌનને તોડવા કોશીષ કરતી ગૌરી ખડખડાટ હસતાં પારિજાતનાં વૃક્ષોને જોઈને બોલી ઊઠી- “જાજરમાન સૌમ્યતા દર્શાવતાં પારિજાત કેવું સ્વરૂપ વ્યક્ત કરે છે.” ગૌરીએ માનીના છતાં બારમા ધોરણ સુધી હઠ કરીને અભ્યાસ કર્યો હતો. તેને પેલી કવિતા “મારી ધરતી કેવી મલકે” યાદ આવી ગઈ. તે ગણગણતી રહી.. “સાવન કા મહિના પવન કરે શોર.. જીયા રે ઢૂંઢે ઐસે જાણે વનમાં નાચે મોર” તે મલકાતા ચેહેરે દલપાને કહેતી હતી “ઈ હાંભરશ હોમે જો.. પારિજાતનાં કેશરી દાંડીનાં ધોળાં ધબ ફૂલ ચેવાં પથરઈ જ્યાં હમને તો ઈમ થાયશ ક.. ભગવોન એવાં જ હ”

“ઈ રાધા-કિશન આ વગડામાં ચોંક ગાયો હારે.. અહેં..” તે જ સમયે પૂર્વ તરફના કોતરોમાંથી નદીના કિનારે કિનારે વાંસડીના સૂર રેલાઈ રહ્યા હતા. વાત્રક નદીમાં જ જલપ્રવાહમાં ચાલતાં ત્રણે જણ ગંગા માતા પાસેના વડલા પાસે આવ્યાં ત્યારે એ જ નદીના કિનારાની પગદંડી ઊતરતાં કમુ-રવચંદને જોઈને ગૌરી બોલી ઊઠી - તમે જબરાં હોં... ઓં ચ્યાં જ્યાં તાં.. વાંસડી વગાડતો રવચંદ વાંસડીને કમરે બાંધેલા કપડામાં ખોસતાં હસતાં હસતાં કહી રહ્યો હતો.. અમે તો નદીમાંથી નેંકરી આંગાંમાંથી નેંકરતાં નેંકરતાં ઐયાં આવી પૂગ્યાં એવાં આંગાં હ એવાં હ..ક..ક” રવચંદ ખડખડાટ હસી પડ્યો. કમુ પણ ખડખડાટ હસી હસતી બોલી ઊઠી. “લો મઝા આવી..આગળ આવી મજા નોતી આવી.”

“હેંડો હેંડો અવ..મોડું થૈ જહેં આપણી ગામનાં માંણહ નેંકરી જ્યાં હેં.”

હતું પણ એવું.. ગંગામાતા પાસે ગણા ઓછા યુવક-યુવતી- વૃધ્ધો રહ્યાં હતાં. ઘડિયા, વાસણા, અલવા પિરોજપુર, લાડુજી ના કેટલાં પરણેલાં યુવક યુવતીઓ તેમની રાહ જોતાં ઊભા હતા. ઝાંઝરી પાસેના ગામડાં આબવેલ, ધૂળિયા, વાસણા, ઝેર, નરસિંહપુર,

માનપુર, ડાભાના યુવક યુવતીઓ સંધ્યા આરતી કરવા રોકાયા હતા. કેટલાં ચાની ચૂસ્કી લેતાં હતાં કેટલાંક રમકડાં ખરીદતા હતા. વળી જન્માષ્ટમી ના ઉપવાસવાળા વૃધ્ધો કેળાં, વેફર, સીંગ આરોગી રહ્યાં હતાં. તો વળી કેટલીક યુવતીઓમાં ક્યારેક મળાયના મળાય એવું વિચારી અજાણ્યા યુવક યુવતીઓ નામ-ઠામ મેળવી મીઠ્ઠી નજરે અન્યોન્યને આમંત્રી રહ્યાં હતાં. આબવેલ તરફના નાળિયાં દળમાં

રવચંદની પાછળ પાછળ ચાલતી ગૌરી જમનાને કહેતી હતી “જમની તું તો વાહણા આવતી જ નહીં ઊણ તું આવજે.. દીવાળી ઉપર આપણે હારે ફાગવેલ મેળે જાહું.”

“ઈ તો લાંબો વાયદો કેવાય. ઈમ કરન તું પાંચમાં નોરત

ઘડિયા આવજે ન મઝા આવ હેં.”

“અહ મા..નાં આવવા દે” ગૌરીએ ઠાવકા ચહેરે કહ્યું. “મા ન મું હમજાવું હું.. બે દા’ડા રેં જે.. મઝો આવ હેં.” એમ નૈ તું પાંચમા નોરત આવજે આપણ હિરાપુરા જાહું..

તાંથી કપણન.. તો તો મોટો પાવાગઢ બનાવ હ.. રીક્ષા કરી હું...કપણન

ફરવાની મઝા આવ હેં. “જમનીએ ગૌરીને મલકાતા ચહરે જમનાનો હાથ પકડી પાડતાં કહ્યું. વિચારોમાં ખોવાઈ ગયેલી જમનીએ રવચંદ તરફ દૃષ્ટિપાત કર્યો. રવચંદની ચાલક નજરમાંથી બંન્ને સહેલી છટકી શકી નહી. રવચંદે હળવેથી કહ્યું “ઈ તો હમજાવાનું મારું કાંમ..ચંચળ કાકીને મું હમજાવી લૈ.”

આબવેલ ગામ ક્યારે આવી ગયું તે વાતોમાં ખબર ના રહી. વરાંસીના શાંત સાથળ સમાં પાણી સામા કિનારે જતાં જમનાનો પણ

ખાડામાં પડ્યો જમનાએ એકદમ ઘાઘરી ઊંચી કરી લીધી. રવચંદ હસતાં

હસતાં હસતાં ત્વરીત તેનો હાથ પકડી બોલી ઊઠ્યો- બૌ ઊંચી નાં કર.. ઓમ આવ.. ઈયાં તો ખાડો હ ખાડો” ગૌરી ખડખડાટ હસી પડ્યાં દલપતે ઝંખવાણ ચહેરે જમનાને જોઈ અને કહ્યું - “તું જરા ધાંન રાખ..” છણકાભર્યા ચિરાતા શબ્દોની કર્કશતા ગૌરીને સ્પર્શી ગઈ તે બોલી ઊઠી - “ઓ હું બોલહ..ઈણ..જાણી જોઈને ખાડામાં પગ મૂક્યો અહેં તી..ઓમ એંન ટૈડકાવશ”

“મું એવું ચોં કૌ હું મુતો કૈ હું ક.. જરા હાચવીન.. અમારી

વાંહે વાંહે હેંડોંન ઈમાં હું જાય હ”

“જવાનું તો હું.. ભૈ વરહમાં એકવાર આવવાનું.. નદી ચાં પાંણી ઊંડું ન ચાં છેછરું કાંય ખબર નાં પડ” ગૌરીએ હસીને હસતાં વાતને ટાળી દેતાં કહ્યું.

રવચંદ મર્માળ હસતાં હસતાં કહી રહ્યો હતો. “ઈ

જમની..ઘાઘરીતો પલળી નહીં ન..ઊંચી કરી નેંચોવી નાંખ.”

જમનીએ ત્રાંસી નજરે રવચંદ તરફ નીહાળ્યું ને ધીમા શ્વરે

દલપત ના સાંભળે તેમ કહ્યું “માન કૈ આલે..”

“મા ન હું કેંવાનું માનજે કેંવાનું મું કોય જાંણું મૈ કયું” ધીમે રહીને જમનાનો હાથ પકડી તેને ખેંચીને બાથમાં લેતાં કાનમાં કહ્યું. જમના મરક મરક હસતી છણકો કરીને રવચંદને ધક્કો મારી તેની પીઠ ઉપર હળવેથી પ્રેમધબ્બો મારતાં કહી રહી. તે ગૌરી પાસે આવીને તેને મનમાં કહેતી હતી. ગૌરી તે સાંભળીને બોલી ઊઠી. “રવચંદ ભૈ તમન્‌ તો મું સૌકાર હમજતી અતી તમે તો ગીલંડર નેંકર્યા.”

દલપત, ગૌરી, રવચંદ અને જમના તરફ દૃષ્ટિ કરતાં બોલી રહ્યો હતો. “અવ હટ કરાો આ મોડાથી પૂરું અડધો ગાઉં વાહણું રીયું ઓળાં અલવા, લાડુજી, પિરોજપુરનાં છોરાં રમરમાટ હેંડવાં જાય હ. હાંજ પડવા આવી હ. અમણ અંધારું થૈ જ હૈં.”

“હાં હાચી વાત હ અમણ હાં જ પડી જહેં પગ દબાવો પગ

માડી વાટ જોતી અહેં.” દલપાએ દુર દુર દેખાતાં વાસણા ગામના

મકાનો, અંબા માની દેરી જોતાં કહ્યું.

રવચંદ જમના-ગૌરી આગળ દલપાની સાથે સાથે હાથ પકડને

ઝડપીચાલતો વિચારી રહ્યો હતો. કમુ કરતાં જમની હારી, જમની કરતાં

ગૌરી ગણી ગણી હારી.. ઠાવકી..કાંય ખબર જ નાં પડવા દે.. ઈ નાં કરતાં તો ચંચીનું મન તો ભગવાન પણ નાં પારખી હકેં મારી જબરી હ... રેવા કાચી હાચું કેતાં “ચંચી તો ચંચી હ... કોયડો ઉકેલવો ઈ તો ડાબા હાથની વાત..” રવચંદ મર્માળ હસતાં હોઠ ઉપર હાસ્યને દબાવીને જમણા હાથની આંગળી પ્રસારતાં ખીલવાટ કરી મૂછોને તાવ દેતાં કહી રહ્યો હતો. “મું તો અવ બધાં કરતાં પેલો પાંચી જવાનો..ઈ અંબામાની દેરીએ” બન્યુ પણ એવું... નારણભૈનું વાજીયું વટાવી...ઘામણી નેહરનું ગરનાળું ઓળંગી રવચંદ દલપતને પણ પાછળ મૂકી અંબામાના

મંદિરે દર્શન કરી ઘંટારવ કરતો ઓટલા ઉપર થાક ઊતારતો ત્રણેની રાહ જોતો બેસી રહ્યો. રવચંદે વગાડેલા અંબામાના મંદિરના ઘંટનો અવાજ વાજીયાં સુધી આવી ગયેલા. ગૌરી, જમના અને દલપતના કાને સંભળાવતો હતો. દલપતથી ચલાતું નથી. તે બોલી ઊઠ્યો. “રવચંદ ખરો હેં..હેંડી કાઢીન.. ગાંમમાં પોચી ગયો પાસો ઘંટ વગાડીન પહોંચી ગયાની સાક્ષી પૂરે હેં “જમના - ગૌરી અન્યોન્ય નીહાળીને

મરક મરક હસી રહ્યાં.”

૯. જયશંકર ભટ્ટ

“કમું તું?” રવચંદે વહાણવટીમાં કમુંને જોતાં કહ્યું “હાં હાં

મીં” - મંદિરના મંડપ દ્વારથી બહાર નીકળતાં હસતાં હસતાં રવચંદને સાકરીયાનો પ્રસાદ આપવા હાથ લંબાવીને છણકો કરતાં કહ્યું. “અલ્યા એય... માતાએ તું જાય ની મીં ના જાઉં.. મું તો નોરતાની આઠમે તો આવું જ હું” મલકાતા ચહેરે કમુએ હળવેથી કહ્યું.

રવચંદ આશ્ચર્યમાં પડી ગયો. છેક દાહોદથી માતાએ આવતી કમું વિષે વિચારમાં ઘરકાવ થતો રવચંદ ભૂતકાળમાં સરકી ગયો. જયશંકર માસ્તર..વીસ વરહ પેલાં ઘડીયાની પ્રાથમિક શાળામાં હેડમાસ્તર.. પાંચમામાં ભણતા રવચંદને નિશાળમાં મોડો આવતાં શંકર માસ્તરે ટકોર્યો. “ઈ રવલા તું દાંડ થવા માંડ્યો શેં... એક..બે..ત્રણ વાર મોડો આવું તો ચાલે.. તું..તો..પૂરો આખો મહિનો

મોડો જ આવ્યો.”

“સાહેબ!”

“સાહેબ-બાહેબ કંઈ નહીં જો છઠ્ઠા-સાતમાની છોડીઓએ

લસણ, મેથી અને ધાણાના ક્યારા ઊગાડ્યા છે. તારે આંતરા દાડે

પાંચમાના ક્લાસમાં ઝારીવાળી ડોલ પડીસે ઈ લઈને એ તૈણેય ક્યારામાં

પાણી છાંટવાનું.”

“મું એકલો થોડો મોડો આવું હું?” રવચંદ એકી શ્વાસે બોલી

પડ્યો.

“એય.. તું તારું હંભાળ બીજાની વાત નાં કર.” ગુસ્સે થયેલા બરડામાં લાકડી ફટકારવા કહ્યું.. “હાથ ધર..હાથ ધર.”

“પણ.. સાહેબ..”

“પાછો બોલ્યો ગધાડીના...”

“સાહેબ તભલો..અનીલ..” હાથ ધરતો રવચંદ જયશંકરભાઈ હેડમાસ્તરની ઊંચકાયેલી શીશમની કાળી મેશ.. ચળકતી દંડી સામે જોતાં જોતાં પાછળ ખસ્યો. ક્લાસ રૂમમાં લપાઈને દીવાલે ચોંટી ગયા હોય એવા અનીલ અને ત્રિભોવન.. હેબતાઈ ગયા.

ત્રિભોવન વિચારી રહ્યો - “મારા હારો રવલો એનું હંભારતો

નહીં ન પાસો મારું અન્‌ અનીલ્યાનું નામ દેશ એની વાત હું.”

નિશાળ છૂટવાના એક કલાક વહેલાં ક્યારીમાં ઝાળીથી પાણી

સિંચતા રવચંદ પાસે પેશાબ કરવાનું બહાનું કાઢીને ત્રિભોવન ક્લાસ રૂમમાં ઊભો થઈને જયશંકર માસ્તરને કહી ટચલી આંગળી બતાવતાં કહી રહ્યો. “સાહેબ.. એ..ક્કી..” જયશંકર માસ્તરે બ્લેક બોર્ડમાં લખતાં

લખતાં ઊભા થયેલા ત્રિભોવનને ચશ્મા કપાળ ઉપર ઊંચાં કરી આંખો

ખેંચીને કહ્યું “અલ્યા... ચેટલી વાર એકી જાયહ..” “સાહેબ શિયાળો હ..ન..તૈણ..ચાર..વાર..તો”

“હારું...પાણી ઓછું પીવાનું રાખન્‌” જયશંકરભાઈ

હેડમાસ્તરે હળવેથી ટકોર કરતાં કહ્યું.

“ઈમજ કરું પણ..લાગી જાય હ.. એવી લાગી જાય હ..ક ક..ક..ચડ્ડી..ચડ્ડી...પલળી..જાય”

ક્લાસરૂમ બહાર દોડતો ત્રિભોવન શિશકારા બોલાવતો દોડ્યો. રવચંદ પાસેથી દોડતો જતો ત્રિભોવન કહેતો હતો. “કાલે તારી વાત હ.. ચાડી ખાયહ..પણ”

રવચંદે વાંકી વળેલી કમ્મરથી ઊભા થઈને જાળી નીચે મુકતાં કરડાકીમાં કહ્યું “હું કરી લૈ..”

“કરી લૈ તે જો જે ન્‌” ત્રિભોવન હસતો હસતો ખિલ્લીએ નાં

લટકાવુ તો મારુ નાંમ તેભલો મેંતો નૈ.”

“જા..જા.. જે થાય તે તોડી લેં જે” ખિજાઈને ત્રિભોવન

લસણના ક્યારામાં પાંણી છાંટતાં કહી રહ્યો હતો.

ત્રિભોવન પેશાબ કરીને ક્લાસ રૂમમાં આવ્યો તેની પાછળ પાછળ ક્લાસરૂમમાં પ્રવેશતા રવચંદે જયશંકર હેડમાસ્ટરને ફરિયાદ કરતાં કહ્યું. “સાહેબ!”

જયશંકરમાસ્તરે ટેબલ પાસે ખુરશીમાં બેઠાં બેઠાં કાવ્ય વાંચતાં કહ્યું : “બોલ...”

“તભલો! મન.. જોઈ લેવાનું કેંસ” ધીમે રહીને રવચંદે

ફરિયાદ કરી.

“સારું બેસી જા! કેશવ ઊભો થા” વિષયાંગ ચલાવવામાં રસતરબોળ થયેલા જયશંકરલાલ હેડમાસ્તરે ભીની આંખોના ખૂણા

લૂછતાં કહ્યું- “કેશવ! શામળિયાએ શું કહ્યું.”

“સાહેબ! મું..ક ઉં, મું કઉં..” સાહેબ મું..સાહેબ મું..એક સાથ પાંચ પાંચ આંગળી ઊંચી કરતાં પાંચમા ધોરણનાં બાળકો ઉત્તર આપવા તલપાપડ થઈને ઊંચ આંગળી કરીને ઢીંચણથી ઊભાં થઈ કહેતાં હતાં જયશંકરે કેશવને જ ઊભો કર્યો. ઉત્તર આપતાં કહ્યું- “શામળિયાએ બાળપણની યાદ તાજી કરાવતાં કહ્યું “તને સાંભળે રે!”

પછી શું કહ્યું - “આપણે બેઉના વાદ વધ્યા તને સાંભળે રે..!” કૃષ્ણએ કહ્યું “હજી બાળપણાની પહેર મને કેમ વિસરે રે..!” જયશંકરે પુનઃ ભીની થયેલી આંખો અને હાથમાં પકડેલા

ચશ્માના કાચ જભ્ભાના ખિસામાંથી રૂમાલ કાઢીને લૂછતાં કહ્યું.

“કૃષ્ણએ શું કહ્યું?”

“બંન્ને મિત્રોને ગુરુ શોધવા નીકળ્યા” જયશંકરની ભીની આંખો સમક્ષ તેમનાં બાળ સંસ્મરણો સળવળી ઊઠ્યાં. ગામમાં બે વિઘા જમીન ધરાવતા જયશંકર ભટ્ટ એકનો એક દિકરો હતો. માતા લત્તા પરણીને સાસરે આવી ત્યારે ક્રીપાશંકરને ગામલોકો વિનંતી કરી. જયશંકરને ભણવા અમદાવાદ મૂક્યો. ફાઈનલ ભણીને આવેલા જયશંકરને ગામમાં જ નિશાળ શરૂ કરવાનો આગ્રહ કર્યો. મહેનતાણા પેટે ચાર રૂપીયા પગાર ગામલોકો ફાળો કરીને આપતા હતા. લીંમડીના વૃક્ષ નીચે ચોતરા બનાવી ઉપર ગોઠવાઈને ગામનાં દશપંદર બાળક એકઠાં કરી ચોતરા ઉપર બ્લેકબોર્ડ ગોઠવી. ખડીથી-ચોકથી લખીને જયશંકરે ભણાવાનું શરૂ કર્યુ. નદી કિનારા પાસેની આ ધૂળી શાળાના

ખૂલ્લા મેદાનમાં વજો અને અભો એમની ગાયો ચરાવતા જયશંકર બાળકોને જે ભણાવતા હતા તે સાંભળતા જ રહ્યા. ક્યારેક ક્યારે

મેદાનમાં ચરતી ગાયોને કૂતરાં ભસતાં જ ગાયો ચોતરા સુધી આવી

પહોંચતી. જયશંકર ગામની પરિસ્થિતિ અને પોતાની પરિસ્થિતિ જાણતા હતા. શિક્ષક તરીકેનું જીવવાનું નક્કિ કર્યુ એટલે પ્રશ્નો અને તેનો ઉકેલ લાવવો જ પડે જયશંકરે કોઈને કંઈ કહ્યા વિના ચોતરા ની આસપાસ છોકરાં પાસે થોર કપાવીને છોકરીઓ પાસે ખાડા ખોદાવીને થોર રોપાવી

લંબચોરસ વાડ કરાવી મેદાન બનાવી દીધું. બે દિવસમાં જ બની ગયેલા

મેદાનમાં પ્રવેશવા માટે વડલાનું બે પાંખવાળું લાકડું કાપી ઊભું રોપાવીને

ખોડી બારું બનાવી દીધું. ચોતરાની ચારેબાજુ બાળકો ફૂલછોડ રોપીને વાડની પાસ પાસે રોપેલા છોડને ખામણાં બનાવી નદીમાંથી પાણી લાવીને છોડને પાણી સિંચવા લાગ્યા. અવરજવર કરતા સ્ત્રી પુરુષો મલકાતા ચહેરે જયશંકર તરફ નજર કરીને કહેતા. “ભટ્ટજી તમે તો ભારે કરી” નેંહાર બનાવી દીધી. કોઈ આવે કે જાય. બ્લેક બોર્ડમાં લખતા જાય ને શીખવતા ભટ્ટજી તે તરફ જોતા ત્યારે બાળકોનો એકાનો ઘડીયો મોટેથી બોલતા તે અવાજ

“એક એકું એક બે એકુ બે

ત્રણ એકુ ત્રણ ચાર એકુ ચાર... ક...કલમનો ક, ખ... ખડિયાનો ખ ગ...ગણપતિનો ગ, ઘ...ઘરનો ઘ ચ... ચકલીનો ચ, છ...છત્રીનો છ

... એકી સાથે બાળકોના બોલવાના અવાજમાં ના સાંભળતાં

ભટ્ટજી ચશ્મા ઉતારી વાડ નજીક પહોંચી કહેતા... “શું કહેતાં હતા?” “તમે તો નિશાળ બનાવી”

“હારું કર્યું”

અરે! આ છોરાંમાંથી તો કોઈક ડોક્ટર, કોઈક શિક્ષક, કોઈક કલેકટર તો કોઈને નેતા બનાવીશ.

.... હા ભટ્ટજી હા આ તો કાચી માટીનો લુંદો છે. મહરી

મહરીને ઘાટ ઉતાર્યા જ કરો. “જાતજાતનાં મનેખ માટીનાં રમકડાં બનશે!”

ભટ્ટજી ખડખડાટ હસતા હસતા પાછા છોકરાંને ભણાવા કામે

લાગી જતા. સાંજ પડતાં પાછું નિશાળ બંધ.. ખોડીલાએ પાસે ઓરડીના

લાંપ ગોઠવાઈ જતી. ઢીલી પોતડી, વીલું મો માંડ માંડ છત્રીને ટેકે માથા

ઉપરની ટોપી ઉતારી બોચી ખંજવાળતા જયશંકર ફળિયાના છેડે આવેલા

માટીના બનાવેલા બે રૂમના દેશી નારો વાળા ઘરમાં પ્રવેશતાં ત્યારે કીપાશંકર..રુક્ષમણી વહુ તરફ જોઈને હળવેથી ઘરની ઓસરી ઓળંગી ફળિયા તરફ ચાલ્યા જતા હતા. તેમની પીઠ તરફ એક દૃષ્ટિ નાંખતાં જયશંકર મનોમન બોલી ઊઠતો. “શું ધર્મ કર્મમાં પડવું છે? બાપ ટીપણું જોઈ જોઈને મરશ. બાપનો છોકરો કર્મકાંડ જપ, તપ અને સંધ્યા પૂજા કરતો મરવા પડશે અને મને ગામમાં કેળવણીની કેડી બનાવવા... નવી પેઢીનું ઘડતર કરવા હોમી રહ્યો છે. આ ખિંટીએ લટકતા એક ઝભ્ભો, ગોખલામાં મૂકેલી એક ધોતી રુક્ષમણીની એક સાડી, ચોળી શિવાય બીજું કાંઈ છે? એક રૂમાલ, ગોખમાં અને એક આ દોરી ઉપર સૂકવેલો છે. બે પાંચ થાળી વાડકી પ્યાલો- બે લોટા, ત્રણ તપેલી, કળછો, તવેથો લોખંડની લોટી, વાંસની છાબડી, આ દેવ શિવાય તાકામાં તરભાણી-તાંબાનો લોટો ચાચમના પૂર્વના ખૂણામાં જોડે સળગી સળગીને કાળા પડી ગયેલો ચૂલો ઉત્તરમાં એક બાજુ ભીંતને ટેકવીને મૂકેલી

બનીપડી રહેં. કાળું મેશ કલાડું દોણી અને ગાડવો દીવાલને ટેકવી ગોઠવાયો હોય. પહેલા ઓરડામાં બે નાની અને બે મોટી કાળીમાટીની કોઠી, નાની ચોખા ભરેલી અને મોટી બંન્ને અડધી અડધી ઘઉં બાજરી

ભરેલી તે લીંપણ થી શોભે જાણે ઘરવાળી અવરની સાક્ષી બને , લીંપાયેલો

ચોક ચોકને એક ખૂણે લીંમડી, લીંમડી પાસે ગુલાબનો ક્યારો, મહેકંતા ગુલાબ, લીંમડીના પાસે તુલસી ક્યારો. ફરતે બનેલો નાનો ચોતરો એવો ચોકડી બનાવી લીંપાયેલો કે ચોતરો અને ચોક શોભી રહેતાં... ઓટલી ઉપર ગોઠવાઈને બે બે દિવસે આવતું પેપર વાંચતાં જયશંકર બોલી ઊઠ્યાં. “સાંભળે છે પાણી લાવજે. ઘરના ખૂણેના ચોકના છેડે બાંધેલી ગાયને દોહવા વાછરડી છોડતાં લત્તા બોલી ઊઠતી - “લાવી હોં”

ગાયને દોહતાં પહેલાં મકાઈને ઘઉંનો ભરડો પલાડીને મૂકતાં. ચારે પગે નાચતી ગાય ખાણ ખાતી ત્યારે દૂર બાંધેલી વાછરડી ભાંભરતી નાચતી છોડવામાં આવે ત્યારે મોમાં આવતાં દૂધ ચૂસવા માંડતી. પાનો વાવ્યા પછી ગાયની વાછરડીને ખેંચીને આંચળ છોડાવતાં લત્તા ક્ષોભ અનુભવતી તેમ છતાં વાછરડાં ખેચીને દૂર ખીલે બાંધી છેલો વાળીને જતી. કરશન પટેલે લાડકી દીકરી મંગુને પરણાવતાં કન્યાદાનમાં ઘરની ઉછેરેલી ગીરગાયની બે વાછરડીમાં થી એક મંગુને આપી હતી. જ્યારે વૃધ્ધ જયશંકર પ્રત્યેની પ્રેમભાવનાને કારણે બીજી વાછરડી આપતાં કહ્યું હતું - “ગોરબાપા આ વાછરડી તમો દોહી ખાવા આપું છું. મોટો કરવામાં ગોરાણીમાને કોઈ આપદા નાં પડે.” જયશંકરની આંખો ગાયની સાંકળ પકડતાં ભીની થઈ ગઈ હતી. હોઠ ફફડતા હતા. તેમને તો કરશન પટેલ યજમાન નહીં પણ સાક્ષાત કૃષ્ણ ગોવાળીયા જણાતાં હતા. તેમણે બે હાથે વંદન કરતાં કહ્યું પણ ખરું. તમે તો અમારું દરદળ

તમારી પેઢીઓ હંમેશાં પૂણ્યદાન કરે. એટલી સમૃધ્ધિ અને સુખ આપે. રોગ-દોગના રહે. ખૂબ ઓછું બોલનાર હંમેશાં મૌન રહેનાર માત્ર ક્રિયાકાંડ ધર્મ કર્મ અને ત્રિકાલ સંધ્યા કરનાર પવિત્ર બ્રાહ્મણ જય શંકરને

ભેટી પડતાં કરશનભાઈ બોલી ઉઠ્યા - “ગોર બાપા તમે તો દેવ સો

દેવ. શુધ્ધ પવિત્ર તમારું જીવન ઈ તમ તમારે દોહી ખાંવ ને છોરાં ને કાશી ભણાવી પંડિત બનાવો.”

જયશંકર પંડિત તો નહતા પણ ગામની ધૂળી નિશાળમાં

ફાઈનલમાં શિક્ષક જરૂર બન્યો. ગામની અબુધ પ્રભુનાં નિર્દોષ બાળકોનું

ઘડતર કુંભારે ચાકડા ઉપર ચઢાવેલા માટીના પીંડમાંથી કોડીયાં, કુલડી,

માટલી, માટલાં, ઘડો કે દોણી વગેરેનું ઘડતર કરવાની નૈતિક જવાબદારી નિભાવી રહ્યા.

દશ દશ વર્ષની મહેનતના ફળરૂપે બાજરીનો નીગાલ આવેને

દૂધિયાં ડૂડાં ચમકવા લાગે તેમ પહેલે તબક્કે ગામની જ્યા, અરુણા,

મંજુ, લલ્લું, મગન, સમું ફાઈનલ પાસ થઈને જયા, મગન, શિક્ષક બન્યા. લલ્લુ તલાટી બન્યો જ્યારે મંજુ મામાને ઘેર ભણવા જઈને કોલેજ કરી ડોક્ટર બની ત્યારે ગામ આખું હરખઘેલું બનીને નાચવા લાગ્યું. જયશંકરને ભગવાન માનીને પ્રણામ કરવા લાગ્યા. જેનાં સંતાનો હતાં તે મા-બાપ જયશંકરને જોઈને ચરણ સ્પર્શ પણ કરતાં હતાં. આખા પંથકમાં ઘડીયા ગામની વાહ વાહ થવા લાગી તો વળી કેટકેટલાય ગામના આગેવાનો જયશંકરને મળીને એમના જેવા શિક્ષક મળે તેવી રજુઆત કરવા લાગ્યા. ૧૫ વર્ષો પછી જયશંકરની લતાએ પેટ માંડ્યું. સારા દિવસો જવા લાગ્યા. આખા ગામની વહુવારું અને વૃધ્ધાઓ

ભગવાનને મનોમન પ્રાર્થના કરવા લાગી “હે ભગવાન ભોળાનાથ જયશંકરને દીકરો આપજે અમારું ગામ અજવાળે એવો.”

કરગરતાં કહ્યું ખરું “ભોળાનાથ તમે તો દુઃખીયાનાં બેલી છો. આ જયશંકરે ચેટલાંય ઘર અજવાળ્યા તેમ તેને દીકરો આપ કે તે અમારાં બીજાં ઘર-પેઢીઓ અજવાળે”

જયશંકરની અવસ્થા થઈ હતી. છપ્પનમું વટાવી ચૂકેલા જયશંકર વહેલી સવારે બ્રહ્મમૂહુર્તમાં મોતને જીતી ગયા. વહેલી સવારે

લતા ગોરમા ઊઠાડવા ગયાં તો બોલારોનાં કરતાં.. બે ત્રણ વાર બોલારો કરીને ખીજાઈ જતાં બોલી ઉઠ્યાં - “અલ્યાં યક્ષ જોતો ખરો.. ડોહો બોલતોય નથી.”

બન્યું પણ એવું ખાટલા પાસે આવીને સૉડ તાણીને સૂતેલા જયશંકરના ચહેરા ઉપરથી સોડ ખેંચી તો યક્ષ હેબતાઈ ગયો. અજવાળામાં ચળકતી આંખો ખૂલ્લા મુખમાંથી ફીણ નીકળી ગયું હતું. ડાબી બાજુ નમી ગયેલી ડોકીમાંથી લાળ અને ફીણ ટપકી રહ્યાં હતાં. બંન્ને હાથ તો બે બાજુ ખુલ્લા મૂકી વાળેલા હતા... યક્ષે મરણ પોક

મૂકી - “ઓ બાપુ રે”

ફળિયું આખું એકદમ જાગી ગયું વહુ-વારુ-સ્ત્રીઓ પુરુષો બાળકો એકઠાં થઈ ગયાં. ચોકો કરીને જયશંકરને ઉત્તરમાં દીશામાં

માથુ રાખી સુવાડ્યા. પાણીયારે માંણ્યું પાસે ઉત્તરમાં દીવો પ્રગટાવી

દીધો. સુવાડેલા ક્રીપાશંકરના મુખમાં કરશન પટેલની પટલાણી લક્ષ્મીએ

લતા ગોરાણી પાસે ગંગાજળ મંગાવી તુલસીના પાનેપાને રેડ્યું. તુલસીનું પાન તેમના મૂખમાં મુક્યું. શકરી પટલાણી ઘરમાં બનાવેલો બાજરીનો જયશંકરની ભાણી કમળાએ ઘરમાં બનાવેલો બાજરીનો લોટ-ઘી ને પાણીનો મિશ્રિત લાડુ બનાવી જયશંકરની ભાણી કમળાને બોલાવીને આપ્યો. કમળા તે લાડુ બાજુના ઘરમાં મુકી આવી. નનામીને કાંધ દેવા

કમળા આવેલા અબોટીયાધારી કુટુંબના પુરુષ અને પૂત્ર યક્ષ ભટ્ટે શબને

સ્નાન કરાવી જનોઈ બદલાવી ચંદનની કપાળમાં અર્ચા કરીને કમ્મરે નવીન ધોતીયું વિંટાળીને સોડતાણીને કંકુ ફૂલથી પૂજા કરી નનામીમાં બાંધ્યું. ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા યક્ષને ભેટી પડીને કરશન પટેલે માથા ઉપર હાથ ફેરવતાં કહ્યું. “ગોરબાપા ઈ તો દેવ હતા અન ઈ તો દેવ થઈ ગયા. તમે પણ કુળદીપક નૈકર્યા. આખું ગામ તમારા બ્રહ્મતેજનાં વખાણ કરહ... ઈ ગાંમમાં જે ગણાંઈ બાંમણના પાંચ ઘર ક્રીપાશંકર તો ગયા દયાશંકર, ત્રિકમગોર, દેવશંકર ગોર અને મગનગોર...”

“ઈ તો હમજ્યા ગોરબાપા તમે અમારા ગોર દેવ અને અમેતો તમારા યજમાન... તમે કો ઈમ અમી કરી હું..” પટલાણી બોલી ઊઠ્યાં.

તો પાસે ઊભા રહેલા મોહને શોકમય ભાવે કહ્યું- “મહારાજ..સાહેબ કાંઈ કાંમ કાજ હોય તો કેજો..મુંઝાતા નૈ.”

યક્ષે આભારની દૃષ્ટિ મોહન ઉપર નાંખી અને કહ્યું “જરૂર...”

જયશંકર ના મૃત્યુના સમાચાર ગામેગામ ફેલાઈ ગયા. દૂર દૂર થી સગુવહાલું, સ્નેહીઓ સમગ્ર પંથકના આગેવાનો - બેસણામાં આવ્યા. જયશંકરની મહેંક એવી હતી કે સાંજ સુધીમાં પાંચ-છ હજાર

લોકો આવી પહોંચ્યાં. ગામ આખાએ શોક પાડ્યો.

જયશંકરની પત્નીને અડતાલીસમું વટાવતાં સારા દિવસો જવા

લાગ્યા હતા. ગામની સ્ત્રીઓ ઈચ્છતી હતી તેમ પુત્રીનો જન્મ થયો. રૂપરૂપનો અંબાર જેવી પુત્રીનું નામ કમળા રાખ્યું. કમળાને જોતાં હરખઘેલી થતી સ્ત્રીઓ કમળાના હસતાં ચહેરા...નાચતી આંખોમાં કંઈક જાદુ જણાતો હતો. જીવનની હતાશ થાક ના દર્શન અને મીઠ્ઠી વાણી સાંભળીને દૂર થઈ જતાં હતાં. દિવસેના વધે અને રાતે વધે. અરંડોને દીકરી સરખાં વધતાં વાર કેટલી. તેર ચૌદ અને પંદર વર્ષનાં

મુગ્ધાવસ્થામાં કમળાનું રૂપ એવું નીખરી રહ્યુ હતુું કે આખા પંથકમાં

વાયરાએ વાતો ઊપડી. યુવક-યુવતી મેળાના બહાને વહાણવટીના દર્શન કરવા આવતા મંદિરના ચોકમાં નાળિયેર અને પ્રસાદ વેચતી કમળાની સાથે કોઈને કોઈ બહાને વાતો કરવા લાગતાં હસતે ચહેરે આંખો નચાવતી મીઠ્ઠી વાણીમાં વાતો કરતી કમળા દૂર દૂર ઊભા રહેતા અસંખ્ય યુવકોની કામુક નજરો ટાળીને કહેતી - “બળ્યું રૂપ સેં ઈમાં મું હું કરું?...” હું એક ને આ મલકના જવાનીયાં અનેક.. જોઈ જોઈને

મનવાશે.. લાં લૈ જાંવ પ્રસાદ.

મલકાતા ચહેરે આંખો નચાવતી કમળાની મૈત્રીભાવ ભરી

મીઠ્ઠી વાણીની માહિત યુવકો અને તે વાણી સાંભળતી યુવતીઓ પ્રસાદ

લેતી હરખપૂર્વક માતાજીના દર્શન કરવા મંદિરમાં જતી. એક દિવસ વાસણાથી છોકરી-છોકરીના સંગ સાથે વહાણવટીના દર્શને આવેલી ગૌરીએ અટકચાળાવાળા છોકરાને મીઠ્ઠી જવાબ આપતી ગૌરીએ કહ્યું પણ કહ્યું -“શું તમે બુંન...એક ચંપલ...”

“ના ના મારી બુન એમ નાં થાય. આ માતાજીનું મંદિરસેં

માતાના દર્શન આવતા જવાનીયા ચાં હમજેં મીઠા શબ્દે વારવા પડે.” કમળા હળવા સ્વરમાં ઉત્તર આપતી હતી. ગૌરીની સાથે ઉભેલી રેવામાએ કહ્યું પણ ખરું “છોડી છણકો તો થાય નેં”

“ના થાય..માનો ચોક..આનંદમાં રાખવાનાં અને આનંદમાં રહેવાનું” કમળાએ મલકાતા ચહેરે ઉત્તર આપ્યો.

ગૌરી બોલી ઊઠી... “માડી ગોરાણીની છોડી હ ઈ કાંય..રેંજી પૈજીનથી છોડી થોડી હ”

“ઈ મોભારે નાં ચડાવો અમે તો બામણ ગરીબ બામણ..બાપો..માસ્તર...પડોશ પડોશ..ગામ લોકોના પ્રેમને સહારે

જીવીએ કોઈ દૂધ આપે કોઈ શાક કોઈ હુલ્લી દાણા આપે.. ગામના

વડીલો ફાળો કરી ચાર રૂપીયા પગાર આલે.. ગાંમ આખું અમારું ધણી કોઈના છોરાને છણકોય ના કરાય હમજ્યાં.. ના ફાવે તો.. ગામ છોડી બીજેય જઈએ. તો પણ આવું જ હોય ને.. ઈ ગામ મારું મંદિર.. હંધાંય..સ્ત્રીઓ મારી વહાણવટી..માડી.”

કમળાની મીઠી વાણીથી મોહિત રેવા પટલાણી દંગ થઈ ગઈ. નાનકડા ગામમાં રહેતાં ઓછી વસ્તીવાળા બામણ, સુથાર, લુહાર, દરજી...કુુંભાર જેવાંને કેવું કેવું સહન કરવું પડે ઈ વાત તો આજે વહાણવટીના દર્શને આવ્યાં ત્યારે સમજાઈ.”

જયશંકરનાં મૃત્યુનાં સમાચાર ગામેગામ ફેલાઈ ગયા. કમળા અને લત્તા ગોરાણી શોક મગ્ન હતા. સાંત્વના આપવા આવેલા કેટલાય ગામના લોક બ્રાહ્મણ પરિવાર ઉપર તૂટી પડેલા આભ જેવા દુઃખની દુઃખી બની જતા હતા. જયશંકરનો એકનો એક છોકરો યક્ષ ગામ છોડીને ક્યાંય ચાલ્યો ગયો હતો. દયાશંકર મહારાજે નિશાળનું કામકાજ સંભાળી લીધું. કરસન પટેલ અને રૂખી પટલાણીએ શોકના દિવસોમાં સથવારો આપ્યો. ગામ આખું દુઃખી પરિવાર પ્રત્યે સદ્‌ભાવના ભરી નજરે નિહાળતું હતું.

સાસરે પરણીને ગયેલી જયા, મંજુ, અરુણા અને સમું... જયશંકરના મૃત્યુના સમાચાર સાંભળતાં જ મળવા આવ્યાં. ભીની આંખોના પોપચાં ઊપર પડું પડું કરતા અશ્રુબુંદને સાલ્લાના છેડે લુછતાં જયાએ લતા ગોરાણીને કહ્યું પણખરું- “માસી! તમે તો હમજુ સોં. કાંક

મારગ કાઢીને જીવનને થારે પાડવું રહ્યું.”

સમુ તો બોલી ઊઠી - “ઈમ કરો બાપાને કૌઉ સું બીજી ગાય દોહવા આપે.”

“નાં નાં એવું ના થાય હંધુય થારે પડી જહેં” લત્તાએ ઠાવકા

થઈને ઉત્તર વાળ્યો.

કારજ સમયે આવેલા લત્તા ગોરાણીના ભાઈ દયાળે હળવેથી તેરમાનાં શૈયાદાન પત્યા પછી લત્તાને કહ્યું - “હું તમને દાહોદ લઈ જૈશ.. આમ એકલું ના જીવાય.”

“જનસત્તા-સંદેશ” ના પાછલા પાને દયાશંકરે આપેલી બેસણાની ફોટા સાથેની જાહેરાત જોતાં જ ગામ આખું ભાવનામય બનીને બોલી ઊઠ્યુું હતું - “ઈ કુણે જાહેરાત આલી, હારું કર્યું.”

“કુણ આલ..ગામનું કોક હશે જ” કરસન પટેલ સમાચાર પત્રમાં ફોટાસાથેની જાહેરાત વાંચતાં દોદળા સ્વરે કહ્યુું. ભીની આંખો એ ઓસરીમાં ખાટલી ઢાળીને હુક્કો ગગળાવતાં ધોતિયાને છેડે આંખો

લુંછતાં કહ્યું.

“ઈ જયાશંકર ગોરબાપા દેવ થઈ ગયા દેવ ન કર આ ગામના

છોરાં અભણ રહેંત. હરાયા ઢોર જેમ ખેતરમાં મજુરી કરતાં હોત.”

૧૦. વર્ષો પછી..યક્ષ..કુલુની યાદ

રવિવારનો દિવસ જોઈને આવેલો લલ્લુ ગોરાણીને મળવા ગયો. કમળાને કહેતો ગયો. “કાંઈ કામ કાજ હોય તો ફોન કરજે. સંકોચનાં રાખતી”

મોહન હંમેશાં જયશંકરના પૂત્રની જેમ ઘરનું ટાંપુ-ટૈપું કરતો. તો વળી ગામની દુકાનોથી કંઈને કંઈ ખૂટતી કરતી વસ્તુ લઈ આવતો હતો. મોહન..લત્તા...કમળા વચ્ચેની આત્મીયતા એટલી વધી ગઈ હતી કે જયશંકરના મૃત્યુનું દુઃખ મોહનને વધુ હતું. હતાશાના વાતાવરણમાંથી નીકળતાં દિવસોના દિવસો લાગ્યા. એક દિવસ મોડી સાંજે ગામના ચોરા વચ્ચે આવીને ઊભી રહેલી ગાડીમાંથી યુવાને... ગામના ચોતરા પાસેના ગલ્લામાં યુવાનને જોતાં બુમ મારી “અલ્યા રવચંદ!”

રવચંદે એકી ટશે યુવાનને જોયો... વર્ષો પછી પણ બદલાયેલા ચહેરો છતાં એ જ અવાજ પરિચિત હતો. તે બાળપણમાં સાંભળ્યા કરતો હતો. રવચંદ બોલી ઊઠ્યો “ઓહો!... કુણ.. ભૈ... યક્ષ.”

“હા... હા... હું.. યક્ષ ભટ્ટ ના ઓળખ્યો” યક્ષ બારણું

ખોલીને બહાર આવ્યો. રવચંદ અને યક્ષ ભેટી પડ્યા. પટેલ ફળિયાના નાકા ઉપર ચોકમાં ઊભા ઊભા લત્તા લીમડીના ચોતરે બેઠેલી બે ત્રણ સ્ત્રીઓ એકદમ બોલી ઊઠી “અરે આ તો... યક્ષ... જયશંકરનો છોરો.

મોહન અને બીજા છોકરાઓ યક્ષને ટોળું વળી ને ઊભા રહ્યા. મોહને

હળવેથી કહ્યું “ચાલો...યક્ષ, મોહન, રવચંદ ગલ્લો ખૂલ્લો મૂકીને સાથે ચાલ્યો. ગામના બીજા દશ-પંદર છોકરાંનું ટોળું જયશંકરના ઘેર પાછળ પાછળ આવી પહોંચ્યું.”

યક્ષન નજર દૂર દૂર લીંમડીનો ચોતરો, ચોતરા પાસે ઊભી રહેલી સ્ત્રીઓ ઘરનું બંધ બારણું.. એ જ લાલ ગીર ગાય. બીજી પણ

લીલ ગીર ગાય.. તેને જોતાં ડોકવાળીને પૂંછડી હલાવા માંડી. બંધ

ઘરને જોઈને ક્ષોભ અનુભવતો યક્ષ કહી રહ્યો.. “કેમ?..બાપુજી..મા..અને કમળા” “કોઈ ઘેર નથી” તે બરાડી ઊઠ્યો.

મોહને ધીમેથી યક્ષનો હાથ પકડીને કહ્યું “ચાલો ઘેર.. માંડીને કહીશ.”

યક્ષને મોહનના રડમસ ચહેરાને જોઈને ધ્રાસ્કો પડ્યો. “શું

થયું હેશે?”

તેની આસપાસના યુવાનો પૂતળા બનીને ઊભા હતા. કોઈ જ કંઈ બોલતું ન હતું.

રવચંદે હળવેથી કહ્યું “હાં હાં કરશનકાકાને ઘેર હેંડો.. પછી વાત”

યક્ષ વિચારોમાં ઘરકાવ થઈ ગયો. તેના હૃદયમાં પડી ગયેલો

ધ્રાસ્કો સમાયો ન હતો. ધક ધક કરતાં હૈયુ.. કંપતું હતું દેહ ધ્રુજતો હતો.

તે ભાંગ્યા પગે કરશન કાકાને ઘેર ગયો. રુખી પટલાણીએ ગંભીર રડમસ ચહેરે આવકારો આપ્યો.. અવાજ નીકળ્યો તે પણ દોદડો “આવો...યક્સ ભૈ...”

કરશન પટેલ મૌન રહ્યા. તેમણે ખાટલીમાંથી ઊભા થઈ વાળું કરીને હુક્કોગગડાવતા ગગડાવતાં હુક્કો ખુંભીએ મૂકીને ખાટલીમાં બેસવા કહ્યું - “બેસ બેટા!”

“જયશંકર દેવ થૈગ્યા...દેવ”

અષાઢના ગર્જતા વાદળ જેવો અંદરનો અવાજ કરશન પટેલનો સાંભળી.. યક્ષ સફાળો ઊભો થઈ ગયો. તે મોહનને વળગી પડ્યો. “મોહન તેં પણ... ખબર..” યક્ષે કહ્યું.

“ચાં ખબર આલું તમારું ઠામ ઠેકાણું” યક્ષ ભોંઠો પડ્યો. તે વિચારતો હતો. “પિતાને ખાંધ ના આપી શક્યો” ભૂતકાળનાં અનેક સંભારણાં તેની આંખો સામે તરવરવા લાગ્યાં. વાસણા રહેતાં ત્યારે તે જેલા પટેલને એવો લડતો હતો. ઈર્ષા વેરની લાગે તેને કેવો ગાંડો કરી

મૂક્યો હતો. એ જ દિવસ ખૂલ્લે આમ ડાંગરના ખળામાંથી દલપા પાસે ગાડું મંગાવીને ડાંગરની તેમની ગુણો. સરેઆમ ભરી ને મૂછોનો તાવ દેતો ગાડું હંકારી ઘેર લઈ જતો જાયો છતાં તે કાંઈ જ ના કરી શક્યો... તેને આવુ પરાધીન..કચડાયેલું ગુલામજીવન જીવવાનું દોહયું લાગ્યું અને એજ રાત્રે મધ્યરાત્રીના સમયે ખાટલામાંથી ઊઠીને બારણું ખોલી ચીઠ્ઠી લખી “બાપુજી હું આવું દયનીય...કંગાળ..ગુલામ જીવનમાંથી

મુક્ત થવા જાઉં છું. મારી કોઈ શોધનાં કરતા.”

અંધકારમાં ઓગળી ગયેલો તે ક્યાં ગયો.. કોઈને ખબર નાં

પડી. ગામે ગામ સગાવહાલે...મિત્રો...સગા મારફતે શોધ કરાવી.

ક્યાંય ખબર ના મળી. વર્ષોનાં વર્ષો પસાર થતાં ગયાં વીસ વીસ વર્ષે ધેર આવેલો યક્ષ..એક અનાથ...નિરાધાર અવસ્થાનો અનુભવ કરી રહ્યો હતો.

કરશને રૂખીને કહ્યું “ભૈ ને ખાવા બેસાડ..વીહ વીહ દા’ડા રેંશે હમજી. હૈયુ ભરાય તેટલા દા’ડા. ગોરભા અમારા તા દેવશેં દેવ.”

રૂખી પટલાણીએ બનાવેલી સુખડી દૂધ જમવા કમને માન

સાચવવા બેઠો. પિતાની લાચારીના લતાના પ્રેમના વિચારો આવવા

લાગ્યા. કેટલાંય સંસ્મરણો તાજા થયાં. રૂખીમા કહેતાં હતાં “ગોરભા તમ તો અમારા ગોર..દીકરા જેવા..હૈયું ઠારો..ધાર્યુ ધણીનું થાય...

લત્તા ગોરાણી મા અને કમળા દાહોદ દયાળ ભૈને ત્યાં જ્યોં હ. કમુ

પણ તાંજ ચંતા નાં કરતાં. હંધુય ઠાર પડી જ્યું હ.”

વિચારોમાંથી બહાર આવતાં બે ઘુંટ દૂધ પીને પ્રણામ કરી

‘હરિ’ સ્મરણ કરતો. યક્ષ શાંતી મંત્ર ભણતો ઊભો થયો. ઉંબર પાસે ઊભો રહેલા મોહને રૂમાલ હાથમાં આપ્યો. મીઠા સ્વરમાં હળવો હળવો બોલાતો મંત્ર મોહનને અદ્‌ભૂત આકર્ષતો હતો. ભીની આંખોએ તેણે કહ્યું “ભૈ યક્ષ સાહેબ પણ જમ્યા પછી આજ બોલતા હતા. મોહનને યક્ષે કહ્યું ગાડી ફાવે છે? તેણે ખિસ્સામાંથી ચાવી આપી કહ્યું “લે...ગાડી અહીંયા લેતો આવ.”

મોહન ચાવી લઈને ગાડી લેવા ગયો. રૂખીમાને હળવેથી યક્ષે કહ્યું, “મા... મમ્મી તો મઝામાં છે ને? હા..બેટા! પણ...”

“પણ શું?” યક્ષે એક આંચકો અનુભવતાં કહ્યું.

“બેટા એક તો શોકના દિવસો અને દીકરીની ચિંતા.. “ઈ તો

મોહન..” એક ચિંતામાં ઘરકાવ રૂખીમા કહેતાં કહ્યું પણ વિચારવા

લાગ્યો.. “યક્ષ હું કરશેં. જવાંન રૂપાડી છોડી..હાતમું ભણેલી..મીઠી

મધુર વાણી... કડવું તો ક્યારેયના બોલતી કમું, કોને નાં ગમે મારો

મોહન..”

ભૂતકાળનો એક પ્રસંગ યાદ આવતાં કમુની માના હોઠ મલકી ઊઠ્યા... તેમણે યક્ષને કહ્યું, “યક્ષ...ચંતા નૈ હો મારો મોહન ભારે ઠાવકો... લતામાનો બોલનાં ઉથાપે”

યક્ષ..મોહન..કમળાના બાળપણના પ્રસંગો જાણતો હતો. જેલા પટેલના હિચકારા કૃત્યોથી કંટાળીને વાહણું છોડી ઘડીયા રહેવા આવેલા બાપુજીને કરશનકાકાએ પહેલી જ મુલાકાતમાં કહેલું “ઈ ગોરબાપા ચંતા નાં કરતા નેંહાર ખોલો નેંહાર ગામશ.. પેટયું જેટલું તો

મળી રહેં.. ઈ મારી જવાબદારી..ગામ હાથીનો પગ કેવાય.”

જયાશંકરે હળવેથી કરશન પટેલના આંગણામાં ક્યારેય ચા

નાં પીવે એમણે ચા પીતાં કહ્યું, “તમે કહો છો એટલે એમ જ કરીશ.”

ઓસરીની ખૂંભીને ટેકો દઈને ઊભો રહેલો યક્ષ ચમકી ઉઠ્યો હતો “ઓહ! ભગવાન આ શું? નિશાળ ચલાવવી એટલે આખી જીંદગી.. પૂરી કરવી.” ચાર-પાંચ રૂપેડીમાં કાંઈ જીવન જીવાય...

ઘરનું ચલણ તો સ્ત્રી જાણે.. લત્તા ગોરાણીએ કરકસર કરી

મીઠા સ્વભાવથી આવેલી મુશ્કેલી હટાવીને હિંમતથી કામ લેવા માંડ્યું.

લતા ગોરાણીને પહેલી મુલાકાતમાં રૂખી પટલાણીનો પરિચય થઈ ગયો હતો તે મીઠ્ઠા બોલાં. પ્રેમાળ સ્વભાવવાળાં ધર્મમાં શ્રધ્ધાવાળાં પટલાણીને આંગણે તુલસી ક્યારો રોજ સાંજે દીવો સળગતો હોય. સવાર સાંજ ગામ બહારના શીવમંદીરમાં દર્શને જતાં હોય...તેમની વાતચીતમાં

ક્યાંય સ્વાર્થના હોય. રૂખીએ એક દિવસ મંદિરમાં ભેગા થઈ ગયેલાં

ગોરાણીને કહ્યું “લતાબૂન..તમે તો ગણાં હારાં કહેવાય. પાંચ રૂપેડીમાં

ઘર ચલાવો. વહેવાર કરો - માંદા હાજાંની ખબર લો, ઘરમાં દવાદારૂ કરો, તકલીફ તો પડતી હશે નેં. એંમ કરો એક ગાય.. અસ્સલ તમારા જેવી હ.. લૈ જાવ.. દોહી ખાજો છોકરાનું તો જોવાંનું ન..”

તે સમયે બાર વર્ષનો યક્ષ થયો હતો. યક્ષના બાળપણને વિચારતાં ક્ષોભ અનુભવતાં લતા ગોરાણી કંઈ બોલ્યાં નહીં પણ પટલાણીએ મનમાં ગાંઠવાળી બીજા વર્ષે દીકરાના લગ્નપ્રસંગે પટેલને ગાય દોહતાં પટલાણીએ કહ્યું “ઈ હાંભરો શો. મારે તો આ ગાય ગોરાણીને દોઈ ખાવા આપવાનીશ.. અન આ બીજી ગાય દીકરીને કન્યાદાનમાં હમજ્યા.”

સાંજના ટાણે ખેતરમાંથી આવીને ચોકમાં આવેલી ચોકડી પાસે

ઘડીના ઢાંકણને ખોલી ઢાંકણ ઉપરના લોટા થી પાણી કાઢી.. હાથ પગમોં ધોતાં પટેલે કોગળા કરતાં કરતાં કહ્યું - “ઈ હારું એના જેવો બાજું કોઈ ધરમ હોય” ઈ આલી”

પટેલે ચેહરો સાફ કરતાં હસતા મુખે પટલાણીને કહ્યું. પટલાણીએ હળવેથી કહ્યું “બળ્યું પાંચ રૂપેડીમાં જીવન જીવાય. ત્રણ

ત્રણ જીવ છોરાનું કાઠું ચાંથી નૈકર.. નાનપણમાં ખાધુ હોય નો જવાનીમાં રોગ નાં થાય.”

“આપણે ગોરમા ને બશેર દૂધ તો મોકલાવીએ છીએ ને” પટેલે હળવેથી કહ્યું.

પટલાણીએ નીચું જોઈને ગંભીર થઈ કહ્યું, “વાત તો હાચી

પટલ પણ હંમેશાં દૂધ આપવા જઈશં ન તાણ.. દૂધ લેતાં ગોરાણી

જરૂર શરમ તો અનુભવશ.. હંમેશાં તેમની આંખો મારી આંખોને મળતી

જ નથી. તેઓ નેંચું જોઈ લેશ..”

“હું કોશો તમ..ઈટલજ ગોરભાની અવરજવર.. આપણા

ઘેર ઓછી થૈ હ...આવશ તાણ..મારી હાંમે ઢાળેલા રૂવેલ ગોદડાને તેની ઉપરની ચાદરમાં બેસતા નહીં. ખૂભીએ ખુરશી ખસેડીને ખુંભીને ટેકે બેંહસ..ઊગાડા મને કોઈજ વાત નહીં કરતા.” વિચારોમાં ખોવાઈ ગયેલા પટેલે ઓસરીમાં આવેલા ખાટલીમાં નીરાંતે બેસીને ખાટલીમાં

મૂકેલા ઓશિકાને ઈશ તરફ અનુકુળ ગોઠવીને ટેકો દઈને લાંબા થયા.

એક હાસકારો અનુભવતા.. પટેલ... એક પગ ઊભો કરી બીજો પગે તેના ઉપર આડો રાખ્યો. કપાળ ઉપર હાથ ફેરવીને કહી રહ્યા “ઈ હાંભરો શો આજ હાંજે દૂધ આલવા જાવ તાણ ગોરભાન કેજો ક જરા..ઘેર આવ”

* * *

એકદમ જાગી ગયાં. યક્ષને પૂછ્યું “ભૈ હું થ્યું..પાણી લાવું” યક્ષ દોદડા સ્વરે કહ્યું - “નાં”

“ગોરભા યાદ આયા” “હા”

“શું થાય? ભૈ ભગવાંન ન જે ગમ્યું ઈ ખરું. હિંમત નાં હારો”

મધ્યરાત્રીએ યક્ષને આશ્વાસન આપીને બ્રહ્મમુહુર્તમાં ગાય દોહવા પહેલાં ઉઠેલા રુખીબૂને પટેલ માટે ચા બનાવીને પટેલને ઊઠાળ્યા. પટેલના ઉઠતાં જ પટલાણી હળવેથી કહ્યું - “રાતે ભૈ તો હિબ્કે ચઢ્યા અતા મીં જાગી જૈ.”

“પસ હું?” પટેલે વાડામાં ઓટલી ઉપર બેસીને દાતણ ચાવતાં કહ્યું.

વીસ વીસ વર્ષ પછી વતનમાં આવેલો યક્ષ મોહન સાથે જ

ખાટલો ખસેડીને સૂઈ ગયો. મોડી રાત સુધી મળવા આવેલા ગામમાં રહેતા મિત્રો, જ્ઞાતિના દયાશંકર, જયાબેન અને મહેશ આવ્યો. દેવશંકરની સાથે આવો માયબેન બન્ને દીકરી અરુણા, શિલ્પગોર, રમીલાબેન અને પૂત્ર લક્ષ્મણ, પુત્રી ઈચ્છા પણ આવ્યાં. ઔપચારિક બે શબ્દો કહીને સાથે ભણેલી ઈચ્છા, અરુણા સાથે બે ત્રણ શબ્દો વાતચીત કરી. અણગમો હોવા છતાં બેસી રહીને પ્રણામ કરી વિદાય આપી.

મોહન, કરસનકાકા, રૂખીબેન અને મંજુલાએ સૂતાં સૂતાં વાતચીત કરી.

ખુલ્લા આકાશને જોતો ચોકમાં ઢાળેલા ખાટલામાં પડી રહીને તારા ગણતો

યક્ષ ભીની આંખોના ખૂણા લૂછતાં યક્ષથી એક હિબ્કુ નંખાઈ ગયું.

ઘસઘસાટ નિંદર માણતા કરશન કાકાના પરિવારમાંથી રુખી પટલાણી

“પસી તો મેં કયં ક... ભગવાન ન જી ગમ્યું ઈ ખરું” તપેલીમાં

ચા ગાળી, કાચના કપરકાબીમાં ચા ભરતાં કહ્યું. ઓટલી ઉપર ઊલ કાઢતા પટેલની પાસે નેપ્કીન અને પાણીનો લોટો ભરીને મૂકતાં કહ્યું. પટેલે ચહેરો સાફ કરી કોગળાં કરતાં કહ્યું, “ભૈનું આદુ નાંખી દૂધ બનાવો.”

“હા ઈ જ કરું હું” રૂખીએ બીજી તપેલામાં દૂધ નાંખી ચૂલા ઉપર ગરમ કરવા મૂક્યાં. આદુ કચડીને ખાંડ સાથે નાંખી ઊભરો આવતા નીચે ઉતારી ઢાંકી દીધું. મોહન અને યક્ષ જાગીને વાડામાં આવ્યા ત્યારે હળવેથી કરશન પટેલે કહ્યું “ભૈ ઊંઘ આવી?” જગ્યા બદલાય એટલ?” પછી કંઈ બોલ્યો નહીં તે મૌન રહ્યો. તે સમયે રૂખી પટલાણી અને યક્ષની નજર એક થઈ. પટલાણીએ હળવેથી કહ્યું “ભૈ દાતણ કરી લો દૂધ બનાયું હ.”

યક્ષ...મોહન દાતણ કરીને દૂધ પીતા પીતાં યક્ષ વિચારોમાં

ખોવાઈ ગયો. સિમલાના ઢોળાવમાં ચા ના બગીચામાંથી બહાર આવતી કજરા ને કેવી સતાવી હતી. લાલ ચટ્ટાક સફરજન તોડી ને કજરા મારતી હતી. અને ક્રોધમાં ધૂંવાપૂવાં બનીને તેની ભાષામાં કેવું કેવું બોલતી હતી. તેના બોલાતા શબ્દોમાં પ્રેમની કેવી મીઠાશ હતી. માત્ર અંતીમ શબ્દ યાદ આવ્યો “હમ તુમ્હે દેખ લેંગે..યે છૂરીશે કાટ કર...ટૂકડે કરકે મુલ્ગી કો..બકરીયોકો ખીલા દેંગે.. ઢોળાવવાળા ભાગમાં યક્ષની પાછળ સફરજન મારવા દોડેલી કજરાએ છૂટ્ટી છરી મારતાં..ચીસ પાડી નીચે નમી ગયેલો યક્ષ ઢોળાવમાં દોડ્યો ત્યારે તે લપસી જતાં.. ચીસ પાડતાં કજરા..રડતી રડતી દોડતી તેની પાસે આવી. ચીસો પાડતો યક્ષ નજીક આવેલી કજરાને કેવો વળગી પડ્યો હતો અને કેવું ચુંબન તેના હોઠ ઉપર કર્યું હતું. કજરા ખિજાઈ કેવું બોલતી હતી. આ..ઈ..લી..વ..ર..સ્કલ...” તમાચ મારી યક્ષની બાહોમાંથી છૂટ્ટીને દૂર પડેલી છરી પકડવા દોડી ત્યારે છરી મારવા આવેલી કજરા..હળવેથી બે હાથે પગે લાગતાં કેવું કહ્યું હતું.. “હમ તુમ્હે..ચા..હ..માંફ કરના ઐસા નહીં કરેંગે..બા..બા..તુમ્હે.” ક્રોધથી ખીજાવેલી કજરા કહેતી હતી..ક્યા તુમ્હે....હમ..હમારે મામુ કો કહ દે તે હૈ.. તુમ્હે કાટ ડાલેંગે.. મુલ્ગી કો ખીલા દેંગે. ક્રોધમાં ધ્રુજતી કજરાને બે હાથે ઊંચકીને હોઠ ઉપર ચુંબન કરતાં દોડતો યક્ષ ગાઈ રહ્યો હતો “કજરા રે..કજરા..હમ તો આસિક હૈ”

હળવેથી હોઠ પ્રસારી હળવું સ્મિત કરતાં બંન્ને હોઠ ઉપર જીવ્હા

પ્રસારતાં કજરાએ કહ્યું “હમે છોડો..ન્‌...વરના...”

“વરના..હમ તુમ્હે..ઈસ્ક કરેંગે” ઓહ! રઘુનાથ બાવા..યે...ક્યા કહતા હૈ..કજરાએ યક્ષની છાતીમાં બે ચાર મુક્કા

માર્યા. તેના હાથમાંથી છટકીને દોડવા લાગી. લંગાવવાનો ઢોંગ કરી

યક્ષે ચીસ પાડી. “ઓ માય ગોડ...ગોડ.”

કજરા..ઢોળાવ ઉતરી મેદાનમાંથી માર્ગ ઉપર આવતાં ઊભી રહી કહ્યું - તે કહી રહી “ઓહ યે ક્યા કરતા..હૈ” તે ઊભી રહી ને કહેતી હતી. “ચલો..હમારે સાથ...”

યક્ષ તે સમયે ચમકી ઉઠ્યો તે વિચારતો હતો “યેશા..રેશ્મા..ઔર યે કજરા..ઈન્હે કહાં લે જાઉ... ” થોડા સમય પછી તે વિચારમાં હતો. “કજરા માય ડાર્લીંગ...કીતની અચ્છી..ગુસ્સેમેં કીતની સુહાની લગતી હૈ.”

“હોં હોં મેં તુમ્હારે સાથ ચલુંગા. યક્ષે કહ્યું ત્યારે કજરા..પાછી દોડીને યક્ષના ગળે વળગી પડી. તેણે યક્ષના ગાલ ઉપર બચકું ભરીને તેના તીણાં દાંત ઉપસાવ્યા. ગાલ ઉપર દાંત ઉપસતાં કજરાને ધક્કો

મારી ચીસ પાડી ગાલ ઉપર આંગળી પંપાળવા લાગ્યો. ત્યારે તેની આંગળી ઉપર, ગાલ ઉપર ઉપસેલાં દાંતના નિશાન માંનું લોહી ચોંટ્યું હતું.”

કુલુમાં સાથે આવેલી કજરા પહાડીના ઢોળાવમાં પાર્ક કરેલી ગાડીથી કુલુ ગામ તરફ જતાં યેશાને કહેતી હતી “હમ કજરા હૈ કજરા..દીલ દે તે હૈ તો એક કો હી જ.. હમ બાબુજી કે સાથ રહેંગે.” ચુંટું (કુલુ)ના દસ કિલોમીટર ઢોળાવના મેદાનોમાંથી આવતા પવનમાં પહાડી ખીણના પવનમાં નશીલી માદકતા હતી. એ સાથે સ્ટ્રોબેરીની સુગંધ શ્વાસમાં ભરાયેલા નશીલા પવનમાં અફીણ ગાંજો અને હરશીના નો કેફ મહેંક હતી. ચુુરું જીલ્લો ૧૨૦૦૦ હેક્ટરમાં અફીણ ચરસ, ગાંજો અને હરશીશની જ ખેતી થાય છે. સ્ટ્રોબેરીનાં વૃક્ષો શોભતાં હતાં. કુલુગામથી બે કિલોમીટર દૂર વાહનોનું પાર્કીંગ પ્લેસ હતું. રસ્તાની

બંન્ને બાજુ ખીણોમાં રસ્તા પાસે જ સ્ટ્રોબેરીનાં વૃક્ષો સિમલામાં શોભતાં

સફરજનનાં વૃક્ષોથી શોભતાં હતાં. સિમલાના ઢોળાવમાં સમગ્ર પંથકમાં

ખેતરો બનાવી લોકો ખેડૂતો ડેનીસન સફરજનની ઉત્તમ જાતની વાડીઓ

ઉછેરી છે. લાલચટ્ટક સફરજન પવનની લહેર સાથે શોભતાં વૃક્ષો મધ્યેથી

ખટ્ટમીઠી સુગંધ ફેલાતી હતી. તેમ તેમ યક્ષ કોઈક અદ્‌ભૂત રોમાંશ અનુભવતો હતો. તેવી જ ખટ્ટમીઠ્ઠી સ્ટ્રોબેરીના સુગંધ લાલચટ્ટાક પાકી ગયેલાં સ્ટ્રોબેરી તેજ પવનની ગતીની સાથે વૃક્ષ નીચે ખરી પડીને ફેલાવતાં હતાં. રોડ આસપાસ સ્ટ્રોબેરી વૃક્ષ નીચે પાક્કાં ગળચટાં સ્ટ્રોબેરી વીણી- વીણીને બાળકો, યુવાનો સ્ત્રીઓ યાત્રિકો ચૂસીચૂસીને સ્વાદ માણતાં હતાં. દૂૂર દૂર દેખાતાં હરીયાળાં ખેતરોમાં નિવાસી ખેડૂતોસાંજ પડતાં ઘર તરફ પ્રયાણ કરતાં, બર્ફીલા પહાડોની ખીણોમાં ચળકતાં અસ્તાચળનાં કિરણો આભા પાથરીને સૌંદર્યમાં વધારો કરતાં હતાં. તેમાં પણ ધવલ ચળકતી ગુલાબી ટશરો ફૂટેલી ભૂખરા ઉડતા કેશને વારેવારે સંભાળીને પાછળ લગી માંજરી-લીલી આંખોવાળી સ્ત્રીઓ યુવતીઓ સ્ત્રીઓ યુવતીઓ અત્યંત દિવ્યમાન લાગતી હતી. સ્વર્ગનું દ્વાર સમું કુલું સોહામણું શોભતું હતું. નોખા નોખા વ્યક્તિત્વને કારણે ઠેર ઠેર વૃક્ષ ડાળીઓ ઉપર લટકતાં ઘરમાં અંદર બહાર અવરજવર કરતાં. બહાર બારી પાસે

ખુરશી નાંખી ગરમ કપડામાં ઠંડીથી રક્ષણ મેળવવા મથતાં યાત્રિકો કુલુના અનોખા સ્વરૂપને જોઈને આશ્ચર્યમાં પડી જતાં હતાં. ઊંચે ટેકરી ઉપર વસેલા નગરનો ઢાળ દૂર દૂર એક પછી એક ઢોળાવ તરફ જતો હતો. દૂર દૂરથી ઢોળાવવાળા રસ્તાની બંન્ને બાજુએ આથમતી સંધ્યાનો ગુલાબી-પીળો તડકો વૃક્ષોમાંથી ચળાઈને માર્ગને અજવાળતો હતો.મોડી સાંજ સુધી પડેલ રીક્ષામાં સવાર થઈને આવતા યાત્રિકોને ઉતરતાં શહેરની કિશોરીઓ-કિશોર હસતા ચહેરે સ્વાગત કરતી પોતાના

મકાનમાં રહેવા લઈ જવા આમંત્રણ આપતી ઉત્તેજીત હતી. તેમના

હરખભર્યા તેડાંને યાત્રિકો સ્વીકારતાં હતાં, તે તેમની સાથે નિવાસસ્થાને

ચાલ્યાં જતાં હતાં. ઠેર ઠેર લટકતાં લાકડાંના પાંચ-સાત મકાનો વચ્ચે બે-બે હાટડીઓ યાત્રિકોને ગરમા ગરમ દૂધ-પીત્ઝા, કટલેશ ચીકન- બીરયાની, બોઈલ્ડ એગ્ઝ, સમોસા, આમલેટ, વગેરે ઓર્ડર પ્રમાણે બાળકિશોર દ્વારા મોકલીને વેપાર કરતા હતા. યાત્રિકોને ગરમ ચા..કોફી પણ જરૂરત પ્રમાણે પૂરી પાડતા હતા. કાષ્ટઘરમાં બેઠેલ ચૂલામાં સળગાવા માટેનાં લાકડાં મકાન માલીક સળગાવી આવતો હતો પાવાકોંગારેના મકાનમાં બે રૂમ બનાવેલા હતા. ભોજન કરવા

માટે ટેબલ ચાર ખુરશી, જરૂરી ડીશ, તપેલી વાડકા સ્પૂન વગેરેની વ્યવસ્થા હતી. યાત્રિકોની સૂવા માટે, અને નાહવા માટે ગરમ ધાબળા, ચટ્ટાઈ, ઓશિકા, કોટ કરતાં પાયજામ, ગરમ પાણીનો ઉપયોગ સ્નાન કરવા કરાતા ટેબલ ઉપરની ફૂલદાની બારી બારણાં કાશ્મીરી મહેકતાં ફૂલોથી તોરણ બનાવી શોભાવ્યાં હતાં. આયનો, કંગી, ક્રીમ, સાબુ, પાવડર, સેમ્પુ વગેરેની પણ વ્યવસ્થા હતી. યાત્રિકોની રખાતી કાળજી સુંદર હતી.

“ઓ! બાબુજી!...”

“ગરમા ગરમ તીખ્ખી ચાય, તીખ્ખા દૂધ, કોફી લાયા હું!”

વિચારોમાં ખોવાઈ ગયેલો યક્ષ એકદમ યાદોમાંથી જાગી

ઊઠ્યો. તે બોલી ઊઠ્યો - “ઓહ!...”

આંખ ચોળીને ચોપાસ જોયું તો.. મોહન! કરસન કાકા...રૂખીમા..!

યક્ષ ત્વરીત ઊભો થઈને બોચી ખંજવાળતો બોલી ઊઠ્યો

“ઓહ! માય ગોડ.”

“કંઈ... કંઈ નહીં..” સર્ટને વ્યવસ્થીત કરતાં યક્ષ બોલ્યો. “ચાલો..ભૈ.. ન્હીલો” રૂખી પટલાણીના મીઠા શબ્દોએ

ન્હાવણીયા તરફ ચાલતાં. મોહને ત્વરીત વચ્ચલા ઓરડામાંના કપડાં

મૂકવાના કબાટમાંથી રૂમાલ બાથરૂમમાં મૂક્યો. ચૂલા ઉપર ઉનમળામાં

મૂકેલા ગરમ પાણીને પટલાણીએ ડોલમાં કાઢી આપ્યું. યક્ષ ફરી : ન્હાવણીયામાંથી ડોલ લેવા આવ્યો.

“ભૈ..મોહન મેલી આપશે”

“ના...ના.. હું લઈ જાઉં છું.” યક્ષે ભરેલી ડોલ..ન્હાવણીયામાં મૂકતાં કોઠીમાંથી ઠંડુું પાણી ઢાંકણું ખોલીને રેડતાં સાબુ શોધવા લાગ્યો. રૂખી યક્ષની સમસ્યા સમજી ગઈ. તેણે મોહનને કહ્યું “ભૈ..ને..હાબુ આલ..લક્સ આલજે”

મોહન પુનઃ પછીતમાં મૂકેલા ગોખમાંથી લક્સ સાબુને લાવીને તેનું ઉપરનું રેપર ખોલી..સાબુના બોક્સમાં મૂકીને આવ્યો. સ્નાન કરી રૂમાલ વિંટાળી દેવ શિવાયના તાકા તરફ જતા યક્ષને હેન્ડલુમનું આસન તતાકા સામે ગોઠવી આપી. દીવીમાં ઘી પૂરી દીવેટ બનાવીને રુખીએ આપી. બાજુમાં મુકેલા કપડાના સ્વચ્છ કડકાની રણછોડજી અને વહાણવટીના ફોટાને સાફ કરી ફોટા ઉપર ચઢાવેલા વાસી ફૂલ કાઢીને તે સમક્ષ અગરબત્તીનો ધૂપ-દીપ કરીને શ્રીકૃષ્ણ સ્મરણ કરી દેવીસ્તોત્ર બોલતાં યક્ષ અંતમાં ગાયત્રીમંત્ર બોલીને વેદોક્ત શાંતી મંત્ર બોલવા

લાગ્યો. નાશ કરીને દેવીનું ધ્યાન કરી.. યક્ષ ઊભો થઈને મોહનને ગાડીમાંથી બેગ લાવવા કહ્યું. બેગમાં થી લેટેસ્ટ ફેશનના ગ્વાલીયરનાં ધવલ કફની લેંગો કાઢીને પહેરવા લાગ્યો. તે સમયે આવેલી જમના એ

મોડી આઈ.”

“હાં કાલે સાંજે જ” ધીમા સ્વરે જમનાને કહ્યું.

“ભૈ ગોરભા સ્વર્ગે જ્યા. બૌઉં દુઃખ થયું. હોય ભગવાનના હાથની વાતશ” જમનાએ રડમસ સ્વરે કહ્યું.

મન ઉપર સ્વસ્થતા જાળવવા પ્રયાસ કરતાં યક્ષે કહ્યું, “ઈશ્વરની ઈચ્છા સર્વોપરી છે. આપણું કંઈ ચાલે?”

ઓસરીમાં આવીને ખુરશી ઉપર બેસતાં ખાટલામાં બેઠેલા કરશન કાકાને યક્ષે કહ્યું “સવારે.. ઘર ખોલીને.. સાફ સુફ કરાવું!”

“હા..ભૈ..એમ..કરો...”

મોહન સામે ઘર આંગણે ગાડી ઊભી રાખી ઓટલાનાં પગથિયાં ચઢતાં નિશ્વાસ નાંખતા યક્ષની આંખો આંસુથી ભરાઈ ગઈ. હોઠ ભીડીને યક્ષને બારણાનું તાળું ખોલવા ઈશારો કર્યો.

બારણું ખોલ્યું.. યક્ષે ઉંબર ઉપર ઊભા રહીને પહેલા ઓરડામાં ચોપાસ નજર ફરી વળી. વર્ષોથી એની એક રહેણીકરણી ચીજવસ્તુ જે તે સ્થળે હતી દેવશિવાયના તાકા તરફ નજર પડી. એ જ સત્યનારાયણની તસ્વીર, વાહણાવટી અને સૂદર્શનધારી યોગેશ્વરની તસ્વીર હતી. તાંબાના તાસકમાં ગણેશજીની ચાંલ્લા કરેલી મૂર્તિ અને તેમની સામે રિધ્ધિ સિધ્ધિના પ્રતીક સમી બે સોપારી ચાંદલા કરીને ચાંદીના એક એક સિક્કા ઉપર ગોઠવોલી હતી. માટીના કરા અને પછી ત્યાં ઊંદરની બોળ હતી. ઓરડામાં ઊંદર દોડા દોડ કરી રહ્યા હતા. પાછળના ઓરડાનું બારણું ખોલ્યું તો પછીતમાં મૂકાયેલા મોટા ઝાળીયામાંથી પ્રકાશ ઓરડાને અજવાળી રહ્યો હતો. જાળીયા ઉપર અને અનેક સ્થળે

જાળાં કર્યાં હતાં. પહેલા ઓરડામાં અભરાઈ ઉપર ધૂળ ખાતાં વાસણોની અભરાઈ નીચે બંધ આરામ ખુરશી ખોલીને તેના કપડાને ખંખેરી ખીંટી ઉપરની લાલ હજુરીયાથી તેને સાફ કરી ઓરડામાં બારણાની સામે ગોઠવી. પિતાજીનું સ્મરણ થઈ આવ્યું. યક્ષ ચોધાર આંસુએ રડતાં રડતાં તે ખુરશી ખુરશીની પાસેના તાકામાં ગોઠવાયેલાં ધૂળથી છવાયેલા ધર્મ..ક્રીયાકાંડ..જ્યોતિષનાં પુસ્તકો, નિશાળમાં બાળકોને ભણાવાના વિવિધ વિષયનાં પુસ્તકો ઉપર દૃષ્ટિ પડતાં. અપલક નજરે કેટલાક સમય નીહાળી રહ્યો. મૂંગો મૂંગો યક્ષ...ખુરશી..દેવશિવાયનું તાકું...તાકામાં ગોઠવાયેલ પુસ્તકો અને વચલા રૂમના બારણા ઉપર લટકાવેલી જયશંકરની તસ્વીરને જોયા કરી. યક્ષે તસ્વીર ઉપર પડતાં કેટલીક મિનિટ બે હાથ જોડી વંદન કરી અંતર મનમાં ઉતરી પરાણે તેણે બે આંખ ખોલી તો.. ઘમસાણ ભર્યા હૃદયમાં કોઈ પરમશાંતી તેણે અનુભવી. એ શાંતી

ભરેલી આંખોમાં મોહને કોઈક નિર્ણય ઝબકતો જોયો. પિતાની તસ્વીર

થોડે દૂર ખસી ઓસરીમાં આવીને ઉંતર તરફ દૃષ્ટિ કરી તો તેની નજર સમક્ષ ઉંબર પૂજતી માતા લતાની ઝાંખી થઈ આવી. લીંમડી તરફથી દોડતી આવતી કમળાનો ભાસ થયો હોય તેમ તે બોલતી સંભળાઈ “યક્ષ જોને મારે બે જ ફ્રોક છે. એ જ વર્ષોથી ચાલતું દફતર મારા માટે એક

ફ્રોક લાવને.” ઈચ્છાના પોટલામાંથી એક એક ઈચ્છા વ્યક્ત કરતી કમળાનો ચહેરો કેવો દીન હતો. આ દીનતામાંથી મુક્ત થવા ઈચ્છતી કમળાના જીવનમાં કેટલા કોડ હશે. એક નિઃશ્વાસ નાંખતાં, પડકારને ઝીલતો યક્ષે મોહનને કહ્યું. “મોહન બે ત્રણ જણ બોલાવી લાવને ઘર સાફ કરી દઈએ.”

“હા હું તે માટે જ જાઉં છું” મોહને ઘર તરફ ડગલાં માંડતાં કહ્યું. તે જ સમયે અરુણા આવી પહોંચી. ઓટલાનું પગથિયું ચઢતાં

કરી દઈએ.” તેણે ઓસરીની ખૂંભી ઉપર મોયરી પાસેથી નેવાના અંદરના ભાગમાં દેખાતી સાવરણીને ઓટલી ઉપર ચઢીને ઊંચા હાથે

ખેંચી કાઢી. યક્ષ અરુણાને કહી રહ્યો હતો “રહેવા દો! મોહન બે જણને બોલાવા ગયો છે.” અરુણા એની વાતમાં અડગ રહી.

તેણે અંદરના રૂમમાં પ્રવેશી ઓરડાના ખૂણામાં ગોઠવાયેલા ટેબલ ઉપર ચઢી દિવાલો સાફ કરવા માંડી યક્ષ લિંમડીના છાંયામાં ચોતરા ઉપર બેસીને ઓસરીમાં પડતા બારણા પાસેના અંદર ના ખૂણામાં પડેલી પેપરની થપ્પીમાંથી ગુજરાત સમાચાર ની ૭-૮-૧૨ ની રવિપૂર્તિ

લઈને વાંચવા લાગ્યો. રિસેકસન કોલમમં ‘ભારદ્વાજ’નો કુલુનો લેખ વાંચીને દંગ થઈ ગયો. તેણે કુલુમાં જે અનુભવ્યુું હતું તે આ કોલમમાં સ્પષ્ટ લખ્યું હતું. લેખકે એટલી હદે જણાવ્યું હતું કે કુલુમાં સ્થાનિક નાગરિક-ખેડૂતો દ્વારા જ-દબાણ, લાલચ આપી જ ડ્રગ ઓપરેટરો બમણું વેતન આપી ખેતી કરાવે છે. ૩૨ હજાર જેટલા વિદેશીઓ આવે છે ડીલીંગ કરે છે માત્ર ૬ વ્યક્તિ જ ચરસની ખેતી ઉપર વોચ રાખે છે. અહીં હશીશ, ચરસની વિશ્વ વિખ્યાત નવ બ્રાન્ડ માલાના કિમ એન બસ્ટ, ચોકો પેશ, એ.કે.૪૭, વ્હાઈટ રશિયન, વ્હાઈટ વિડો, શાંતીબાબા, અંકબોલ્સ, વ્હાઈટ રીનો ચરસની જાતોનું વાવેતર થાય છે. હાઈબ્રીડ વેરાયટીમાં રશીયન મીસ્ટ અને કઝાળ વેરીએબલ મુખ્ય છે. કમાલાના ક્રીમમાં અત્યંત ભારે અને સ્વપ્રવત નશો છે. જેમાં ૨૬ રી થેયસી (ટેટાહાયડ્રોકેનેલીસ ઓઈલ છે. માત્ર ૨૫૦ પોલીસ મેન ધરાવતા જીલ્લામાં બિન્દાસ માફિયા ડ્રગની ખેતી કરાવે છે અને વિશ્વમાં જર્મનો, ઈટાલિયનો બંને ઈઝરાયલીઓ હોય છે. પરબની વેલી ખેતીમાં

પ્રખ્યાત છે. જે ગૃહઉદ્યોગ બની ચૂક્યો છે.” યક્ષ આ આલેખને વાંચીને

ચકિત થઈ ઊઠ્યો તેની નજર સમક્ષ કુલુના કુલ્બા (ઘર)માંથી નીકળીને

રઘુનાથજી મંદિરમાં સાંજના આરતી દર્શન કરતાં બનેલો બનાવ તરવરી

ઊઠ્યો. દશેરાનો દિવસ હતો. દૂર દૂરના પરબતી ખીણમાંથી અને અસંખ્ય માનવ મહેરામણ આવી ચૂક્યો હતો. ભાવીક ભક્તો

પ્રભુદર્શનમાં આરતીમાં મગ્ન હતાં ત્યાં જ બહારના ખૂલ્લા પ્રાંગણમાં

ધક્કા મૂકીમાં બે ડ્રગ માફીયા કોટ પેન્ટ હેટ ધારણ કરેલા બે સ્થાનિકોને

ખેંચીને બહાર લઈ ગયા. તેની જોરજોરથી ધોલાઈ કરતા તેમની ભાષામાં

ક્રોધવશ બોલી રહ્યા હતા. અસંખ્ય સ્થાનિક દર્શનાથીનું ટોળું એકઠું થઈ ગયું. ભક્તોને મારતા જોઈને દર્શન કરી વિચાર આવતો. યક્ષ..યેશા..કજરા સાથે બહાર નીકળ્યો. તે હકીકત જાણવાની ઈચ્છાથી

ભક્તોને મૂક્ત કરવા માટે ગયો તો કજરા કહી રહી હતી “રહને

દો..વહાઁ મત જાના”

યક્ષે તેની તરફ દૃષ્ટિ કરી તે કહેતી હતી “યે લોગ..વિદેશી હૈ. યહાં ઉન્કા બડા કારોબાર હૈ.” યક્ષ કજરાની વાતમાં સંમંત થયો તેમ છતાં તે ગયો તો તેના કપડાં ખેંચતા ધબ્બા મારતા એક વ્યક્તિએ તેના ખિસ્સામાંથી હશીશ અને ચરસનાં ચાર પેકેટ કાઢી લીધાં. બીજાએ તે જ ક્ષણે રીવોલ્વરથી ફાયર કરી બંન્નેનાં ઢીમ ઢાળી દીધાં. યક્ષ ઘટનાક્રમ નીહાળી દંગ થઈ ગયો. ક્રોધથી ધૂવાં પૂૂવાં યક્ષને કજરાએ પકડી રાખ્યો. તેની કાકલુદી સમજીને યક્ષ તેની સાથે બહાર નીકળી ગયો. આખી રાત રઘુનાથજી મંદિરના માર્ગે બોલાબોલી અને લોકોની અવરજવર ચાલતી જ રહી. સ્થાનિક રહીશો ટોળુ વળીને તાપણાં સળગાવી વાતો કરતા જાગતા જ રહ્યા.

સવાર પડી ત્યારે અનેક ગેસ્ટ હાઉસમાંથી જાગેલા યાત્રિકો વિદેશી બ્રેડ, પીઝા માર્ગરેટ મોંમાય મેવોનીસ, જ્યુસલી વાનગીઓનો સ્વાદ માણી રહ્યા હતા. કુલુની વિચિત્ર ઘટનાઓ તેની નજર સમક્ષ તરવરી ઊઠી ત્યારે કજરાએ કુબ્ગામાં પ્રવેશતાં જ કહ્યું, “બાબુજી આપ

ક્યા ખાયેંગે. બ્રેડ, પીત્ઝા યા જ્યુસલી.”

મંદ મંદ હસતી કજરાના ચેહરાને નીહાળતો યક્ષ કહી રહ્યો હતો. “ક્યા ખાયેંગે રાખ હમ તો સામવાળી ઘટનાસે તંગ હો ગયે.”

“ઓહો! ઈતની સી બાત સે આપ પરેશાન હો. યહાં તો હપ્તે

મેં એકબાર તો ઐસા હોતા હી હય..કોઈ કુછ નહીં કર શકતે. યે લોગો કે હાથ બહુત લંબ્બે હૈ.” કજરાએ કુબ્ગુના લોકજીવનની માનસીકતા વ્યક્ત કરતાં કહ્યું.

“હમે અચ્છી કોફી ઓર પિત્ઝા દેના. “યેશા..! તુમ ક્યા

લોગી.”

“મેં સીર્ફ ચાય હી લુંગી.. હમે યહાઁસે જલ્દ હી નીકલના હૈ.”

યક્ષ, યેશા, અને કજરા નીકળ્યાં ત્યારે મનાલી તરફ દોડતી

લકઝરીમાં યાત્રિકો એક જ વાતચીત કરી રહ્યાં હતાં. “ધર્મ, સંસ્કૃતિ જેવું ક્યાં રહ્યું છે. ભારત ક્યાં સ્વતંત્ર છે?” ૪૦ કી.મી.નો માર્ગ ક્યાં કપાઈ ગયો તે ખબર પણ ના પડી. ડ્રાયવરે બ્રેક મારી ગાડી મનાલીનાં પાર્કીંગમાં થોભાવી ત્યારે વિચારોમાં ખોવાઈ ગયેલા યક્ષે આંચકો અનુભવતાં આંખો ખોલી કજરા અને યેશા યક્ષના ચહેરાના ભાવ અવલોકી રહી હતી.

૧૧. આઈ લવ હિમાલયા, માય ગોડ

મનાલી તરફ જતો હિમાલયનો ઢોળાવવાળો ૪૦ કિ.મી. નો કુલુ માર્ગ સાંકડો વાંકોચૂકો, સીધા-ઊંચા ઢોળાવવાળો સીંગલ પટ્ટવાળો

માર્ગ હતો. માર્ગની બંન્ને બાજુ ઊંડી ઊંડી ખીણો-મોતની ખીણ સમજો. એક નાનકડી ભૂલ એટલે મોત. આ માર્ગ પસાર કરતાં ટ્રાવેલને પૂરા બે કલાક લાગ્યા. સામે આવતાં વાહનો ખૂબ ઓછાં હતા.ં તેમ છતાં કોઈક આવતા વાહનને સાઈડ આપવા, માર્ગની ધાર એટલે કે ખીણની એક ફૂટ દૂર ઊભી રાખવી પડે. તેમ કરવામાં વાહનચાલકની કુશળતા વ્યક્ત થઈ જતી. હિમાલયની લીલીછમ ઊંડી ઊંડી ખીણો..ઊંચા બર્ફાચ્છાદીત પહાડો સૂર્યકિરણના પ્રકાશથી પરાવર્તન થતો પ્રકાશ આંખોને આંજી દે. મહામુશ્કેલીથી ટ્રાવેલ્સની નીચે ખીણમાં જોતાં જ ચક્કર આવી જાય. દૂર દૂર બારીમાંથી હિમાલયનું ભવ્યદર્શન કરી શકાય. વહેતાં ઝરણાં, હીમનદીઓ, હમણાં પડું પડું થતા મોટા મોટા ગ્લેશિયર.. તે નીચે તળેટીમાં વસેલાં નાનાં ગામ..ભય સાથેની વેરાયેલી પ્રકૃતિને માણવામાં નિરાકાર ઈશ્વર સાથે વાતો કરવાનો સાક્ષાત્કાર થઈ જાય. મન બે-ત્રણ મિનિટ માટે અંતઃસ્થ બની જાય અને ત્યાં જ આત્માનો અવાજ સંભળાય.

દેવદાર, પાઈન, અને ઊંચા આભને અડકતાં ચિનાર વૃક્ષની

પાસે ઊભાં રહેલાં સ્ટ્રોબેરીનાં ક્યાંક સફરજનનાં વૃક્ષ ગુજરાતમાં ઠેર

ઠેર ઊગી નીકળેલા ગાંડા બાવળ, પીલવા, લીંબડા, બોરડી, પલાસ, ગુંદા, અરડુુશા, પીપળ, પીપળો, સીમડા અને આંબલીના વૃક્ષોની યાદ આપી જાય. બોર, મહુડા, ખાટી આંબલી અને કેરીની શાકનો સ્વાદ

માણવા જેવો સ્વર્ગીય આનંદનો અનુભવ સ્ટ્રોબેરીના વૃક્ષ નીચે પાક્કા થઈને ખરી ગયેલા...લાલ ચટ્ટાક આછી કથ્થાઈ રંગની સ્ટ્રોબેરીને અડકતાં પોચી પોચી અનુભવાયને તેનો સ્વાદ ખટ્ટમીઠ્ઠો માણવા યુવાન યાત્રિકો સાઈડ આપવા ઊભી રહેલી ટ્રાવેલ્સને પસાર થતા વાહનની રાહ જોતા માં તો ખાસ્સો દશ-પંદર મિનિટનો સમય મળે તેટલામાં રોડની બાજુમાં ઊભાં સ્ટ્રોબેરી વૃક્ષ નીચે ખરી ગયેલી સ્ટ્રોબેરીનો સ્વાદ

માણવા નીચે ઊતરી બે-પાંચ સ્ટ્રોબેરી ખાતાં ખાતાં દશ પંદર વીણીને પાછા ટ્રાવેલ્સમાં ચઢી જાય. બીજા યાત્રિકોને વહેંચે બધા તેના સ્વાદ સાથે આંખો મિચકારતા ચેતનાનો પાર્દુભાવ અનુભવે તેમના ચૂસકારા સંભળાયા કરે અને મુક્ત હાસ્ય પથરાઈ જાય.

મનાલીના માર્ગમાં ગામ આવવાના બે કી.મી. બાકી હોય ત્યાં નાનકડો સાંકડો પુલ આવે ઊંચે ઊંચે પહાડોને અડકીને ઊગી નીકળેલાં પાકાં સિમેન્ટ ક્રોંકેટનાં બે-ત્રણ માળનાં મકાનોની પાસે જ

લાકડાનાં નાનકડાં મકાનો, કોટેજ, ગેસ્ટ હાઉસ લીલીછમ હરિયાળી વચ્ચે શોભતાં દેખાય. ચોપાસ ફૂલોની ચાદર સ્વાગત કરતી હોય રંગબેરંગી ફૂલો મંત્રમુગ્ધ કરી દેતા હોય છે. યાત્રિકો માટેના કોટેજ, ગેસ્ટ હાઉસ, તંબુ રંગબેરંગી વિશિષ્ટ કલરથી સજાવ્યા હતા. ફૂલોના તોરણથી શોભતા હતા.સુવિધાથી સજ્જ નિવાસ સ્થાનો આધુનિકતાભર્યા હતાં. યાત્રિકોને ખુશ કરવા સુવિધા આપવી. તગડી કમાણી કરી લેવી. તે જ તેમનો ગુરુમંત્ર બની ચૂક્યો હતો.

મનાલીના પાર્કીંગ પ્લેસ નાનકડી છતાં ખૂલ્લું ત્રણ તરફની

ખીણો-ઊંચાં પહાડો..ઊંચાં ઊંચા લીલીછમ વૃક્ષો નાનકડી રેંકડીઓથી

શોભતું હતું. ટ્રાવેલ્સ જેવી ઊભી રહે ત્યાં નાનાં મોટાં મીઠું બોલતાં

ભૂલકાં-જીંથરા જેવા વાળ, ફાટેલાં કપડામાં ગોરા ગોરા ચહેરા-ચહેરા

ઉપર લાલ ચટ્ટાક ખંજનો- તીણી ભ્રમર નીચે મીનાક્ષીની ચમકથી ચંચળતા

ભર્યા - પ્લાસ્ટીક બોક્ક્ષમાં સ્ટ્રોબેરી ભરી, ગર્મ દૂધના પ્યાલા ભરી, ચા

ભરી, પીત્ઝા ગર્મ સમોસા, કટલેશની ડીસ ભરીને યાત્રિકોને મીઠા

સ્વર્ગ.”

“સંભાલના ઈધર-ઉધર કચરા-કુડા મત ફેંકો.” “યહાં વહાં ગંદગી મત કરો.”

“હમારા મનાલી ગંદગી સે ભર જાયેગા.”

એક ગાઈડે હસતાં હસતાં કહ્યું. “બાબુજી યે મનાલી હમારી

શબ્દોમાં આકર્ષતા કહેતા હોય -

“બહના..!.. કટલેશ”

“ઈ બહના! પિત્ઝા... બહનારી..!” “ઓ...ઓ..બાબુજી! જરા.. સુનિયે... સમોસા.” “બાબુજી! ગર્મ દૂધ...ચાય.”

“ઈ દીદી! ઈ અમ્મા..! સ્ટ્રોબેરી”

હસતો ચહેરા સાથે સર્ટ-ફ્રોકના છેડેથી ચહેરો લુછવા કોશિષ કરતા બાળકો - બાલિકાઓ વારેવારે વાળને ઊંચે ચઢાવતા બોલ્યા જ કરે. યાત્રાળું ના મનને જીતી લે. ખરીદવાની ઈચ્છા ના હોય તો પણ ફાટેલા કપડાંમાં દયનિય આંખોને જોઈને દરેક કોઈને કોઈક ખરીદી કરી સાંત્વના આપતાં. ચા, કોફી, સ્ટ્રોબેરી, પિત્ઝા, સમોસાના સ્વાદને

માણતા માણતા ઊભા રહે. ને સમયે ગાઈડ..ટેન્ટ..ગેસ્ટ હાઉસ કોટેજ..રીસોર્ટમાં લઈ જવા સમજાવતા હોય. કહેતા હોય. “ગાઈડ...ગાઈડ...બાબુજી!”

મધુર શબ્દોમાં યાત્રિકોમાં મોહિની ફેલાવી દે. “હમ પૂરા

મનાલી દીખાયેંગે.. બાબુજી! હમારી સાથ આના.” લેટેસ્ટ કોટેજ, ગેસ્ટ હાઉસ સુધી સાથએ જાય. મીઠી વાણીમાં મનાલીના ગૌરવને પોતાનું ગૌરવ સમજીને કહેતાં હોય. “બહના..હમારા મનાલી સ્વર્ગ હૈ.

જાન હૈ, હમારી માં હૈ માં.” હમ લોગ ઈસ પે જીતે હૈ.

એક તરફ પિત્ઝા ખાઈને યાત્રિકે ફેંકેલી ડીસને તુરંત ઉઠાવી

લેતી નન્હીસી લડકીએ કહ્યું, “માં ઐસા મત કરો. ડસ્ટબીન મેં ડાલો.. વરના પુલિસ દંડ કરેગી.” દૂર ઉભેલા પોલીસમેનને બતાવતાં કહ્યું, “દેખો વો ખડા.”

બસો બસો મીટરે ઊભા પોલીસમેન મનાલી સુધીના બે કી.મી.ના ઢોળાવવાળા માર્ગ ઊભા રહીને ચોકસાઈ રાખતા હતા. વૃક્ષના થડમાં મોટાં મોટાં સૂચના બોર્ડ હતાં. તેમાં લખ્યું હતું, “કચરા- કુડા ડસ્ટબીનમેં ડાલીયે.”

“યહાઁ વહાઁ યુરિન મત કરો.” “ઈધર ઉધર ટોયલેટ મત જાઓ.” “ટોયલેટકી સુવિધા હૈ.”

“ગુટખા મત ખાઓ.”

પૂરા હિમાલયાના પહાડી માર્ગની સાઈડ ઉપર લખાયેલા બોર્ડ યાત્રિકોને સભાન કરતાં હતાં. પાર્કીંગ પ્લેસમાં પેડલ રીક્ષાઓ ઊભી હતી. દૂર દૂર દેખાતા મનાલીના બે કીલોમીટરનો માર્ગ યાત્રિકો તેમાં બેસીને પસાર કરતા હતા. મનાલીના બજાર વચ્ચેના ચોકમાં પૈડલ રીક્ષા સ્ટેન્ડ કરતાં રીક્ષાચાલકે રડમસ ચહેરે કહ્યું, “બાબુજી! જરા સંમલકે

ઉતરના ઔર સામને ચલે જાઓ.” પૈડલ રીક્ષા બંન્ને તરફની ખીણથી

માત્ર ત્રણ ફૂટ દૂર ઊભી હતી. પેડલ રીક્ષા ચાલકે ભીની આંખો લુછી નાંખી. પેડલ રીક્ષા ચલાવતાં ચાલક ભીની ભીની આંખોએ વારે વારે યક્ષ, યેશા અને કજરાને જોયા કરતો હતો. તે સમયે યક્ષને લાગ્યુું કે જરૂર પાગલ હશે.

તે સમયે ખીજાઈ જઈને યેશાએ કહ્યું પણ ખરું - “તુમ યુ પગલા કી તરહ કર્યું ગુડગુડ કર દેખતા હૈ.”

“ચલો સામને દેખકર રીક્ષા ચલાવો” કજરાએ કર્કશવાણીમાં કહ્યું.

તે સમયે ભીની આંખો લુંછતો, પેડલ મારતો, હોઠ ભીડીને પેડલ ઉપર ઊભો થઈ જઈને જોર કરતો પેડલ રીક્ષા ચાલક પ્રસ્વેદથી રેબઝેબ થઈ જતો હતો. બર્ફીલા વાતાવરણમાં પ્રસ્વેદથી રેબઝેબ ભીનાં કપડાં વાળો પેડલ રીક્ષા ચાલકે જ્યારે મનાલીના બજારમાં રીક્ષા ઊભી રાખી ત્યારે યક્ષે યેશા ને કહ્યું, “યેશા! બિચારાને કેટલો શ્રમ પડે છે. આપણે ચાલતા આવવું સારું. મારાથી તની દયનીય હાલત નથી જોઈ શકાતી.”

યક્ષે પેડલ રીક્ષામાંથી ઊતરતાં ધીમે રહીને લાગણીભર્યા સ્વરમા કહ્યું, “ભૈયા! હમ તુમ્હારી સવારી મેં પીડીત થૈ.”

“ક્યું બાબુજી?” ચાલકે આશ્ચર્યથી કહ્યું.

“યું હી.” યક્ષે ઉત્તર ટાળવાનો પ્રયત્ન કરતાં કહ્યું. “ના...ના.. બાબુજી... કહો તો સહી.” રીક્ષા ચાલકે

આતુરતાથી કહ્યું.

“હમ આપ કી રીક્ષામેં બૈઠે ઔર આપ હમે ખીંચકર લે જાઓ

યે હમે શરમીંદા કરતે હૈ.” યક્ષે નમ્રતાથી કહ્યું.

“ઐસા મત સોચો. બાબુજી! પાલકી મેં લે જાના, પેડલ રીક્ષામેં

લે જાના યે તો હમારા બિઝનેશ હૈ. યહી તો હમારી રોજી હૈ. હમારે બુઢ્ઢે લોગ કોટેજ મેં, ખેતો મેં કામ કરતે હૈ.” પેડલ રીક્ષા ચાલકે હસતાં હસતાં નમ્રતાથી કહ્યું.

“તુમ લોફ્ફર હો. પેડલ રીક્ષા ખડી કરકે હમે કહતા થા... બાબુજી! જરા સંભલ કે ઉતરના પાસ હી ખીણ હૈ. કજરાએ ગુસ્સેથી કહ્યું.”

ત્યાં જ યક્ષ બોલી ઊઠ્યો. “તુમને યે ખાઈ કી પાસ રીક્ષા ક્યું

ખડી કર દી.” યહાઁ તો બહૂત ખુલ્લી જગહ હૈ.

“બાબુજી! ઐશા નહીં હૈ. હમારા રીક્ષા સ્ટેન્ડમેં યહી હી સ્થાન

ફીક્સ હૈ.”

“યાની?” યક્ષે ધીમેથી કહ્યું.

“યાની હમે યહાં રીક્ષા ખડી કરને કી પૂરી પાંચ સાલ કી ફીસ દી હૈ.” તીસ તીસ સાલસે મેં યહાં હી રીક્ષા રખતા હૂં.” પેડલ રીક્ષા ચાલાકે નમ્રતાથી ગળગળા સ્વરમાં કહ્યું.

“જરા સમજો.. તું બદમાશ હો. યે બડી ખાઈ કી પાસ હી... તીન ફૂટ દૂર હી ક્યું ખડી કરતા હૈ.” કજરાએ ગુસ્સે થઈને કહ્યું તેનો ચહેરો લોહી ધસી આવવાને કારણે લાલચોળ થઈ ગયો.

યેશાએ હસતાં હસતાં કટાક્ષમાં કહ્યું. “યદી હમ ગીર જાયેં..ઘાયલ હો જાય તો તુમ હમેં ડોક્ટર કે પાસ લે જાઓ..”

કજરાએ દાંત કચકચાવતાં કહ્યું. “તુમ્હે યહાઁ કમીશન મીલતા

હોગા હૈ ના?”

યક્ષ તે ત્રણના સંવાદ સાંભળતો વિચારતો હતો. તે વારે વારે

ત્રણના ચહેરાના ભાવને અવલોકતો હતો. તેણે ગુસ્સે થઈને યેશા અને કજરાને કહ્યુું, “તમે વિચારો તો ખરો. તે કાનુનથી બંધાયેલ છે.”

“આપણા જોખમનું શું?” કજરાએ ગંભીર થઈ કહ્યું. યક્ષ ધીમાશ્વરમાં કહી રહ્યો “તે શું કરે?”

“શું કરે શું? એવું હોય તો આપણને દૂર ઉતારીને તેની રીક્ષા અહીં ઊભી રાખે.” યેશાએ તર્કસંગ કહ્યું.

“એવું નહીં થતું હોય. એમ કરવાથી અવ્યવસ્થા ફેલાઈ જતી હશે.” યક્ષે કજરા અને યેશાને સમજાવતાં વિનંતી કરી.

પેડલ રીક્ષા ચાલકને યક્ષ, યેશાની ભાષા સમજાતી ન હતી. પરંતું પહેલેથી કજરાના દેખાવને જોતાં સમજી ગયો હતો કે “યે લડકી યહાઁ કી હૈ.” તેથી તેણે ધીમેથી કહ્યું, “યે દીદીજી આપ કી પહચાન.”

“મેં...મેં કુલુ કી હું..કુલુ કી.. સમજે. કજરા મેરા નામ. તુમ્હારા ક્યા નામ હૈ?”

“કુલદીપ”

“વાહ!... વાહ.. ક્યા અચ્છા નામ હૈ. લેકીન તું તો હમારે કુલ કો ઉજાડને ચલા હો.” યેશાએ કડવાશ ભર્યા શબ્દોમાં થૂંકતાં કહ્યું.

“ના..ના..દીદીજી! યેશા નહીં હૈ. મૈને યહાં કી હી ફીસ દી હૈ. મેં યહાં સે તનીકસી દૂર યા પીછી રીક્ષા નહી રખ શકતા. વરના એક્સીડન્ટ હોતા હૈ.”

“ક્યા બાત કરતા હૈ?” યક્ષે ચમકી જઈને કહ્યું.

“હાં બાબુજી!” રીક્ષાચાલક કુલદીપ બોલી ઊઠ્યો. તેનો ચહેરો

રડમશ બની ચૂક્યો.

“તુમ યુંહી રોતા ચહેરા બનાકર જ્યાદા રૂપૈયા લેના ચાહતા હૈ.” યેશાએ ધમકાવતાં કહ્યું.

“ના બહના... તુમ્હે જો દેના હો..વો દો ઠીક હમ તો ચલે!! કુલદીપ ભીની આંખોમાં નીકળતાં આંસું રૂમાલથી લુછતાં ખમીશનો છેડો ખંખેરતો બોલી ઊઠ્યો. તે સામે દેખાતી ટેકરી ઉપરની દુકાનોનો ઓટલો ચઢીને કહી રહ્યો.” એક કોફી.

રેંકડીવાળાએ કુલદીપને કોફીનો ગ્લાસ ભરી આપ્યો.

કોફી પીતાં પીતાં યાત્રિકોનો જોવાની પરવા કર્યા વિના

ભગવાન વશિષ્ટના મંદિર તરફ ચાલવા લાગ્યો. વિશાળ ચોકમાંથી પગથિયાં ચઢતાં તે ભાવપૂર્વક મંદિરના દ્વાર પાસેના પગથિયાંને સ્પર્શ્યા કરતો વંદન કરી રહ્યો હતો. કાષ્ટનું બનાવેલું ત્રણ માળનું ઢળતી છતવાળું મંદિર ભવ્ય હતું. તે દર્શન કરીને પેડલ રીક્ષા પાસે આવ્યો. ટ્રાવેલ્સના અન્ય યાત્રિકો યક્ષ, કજરા અને યેશાને શોધી રહ્યા હતા. તેમ છતાં ના મળતાંદૂર ઊંચો ઢોળાવ ચઢી રહ્યાં હતાં. તેમની પાછળ પાછળ ચઢી રહ્યાં હતાં. તેમની પાછળ પાછળ ચાર કુલી તેમની બેગ્સ, બીસ્ત્રા ઉઠાવીને આવતા હતા. કોટેજ હાઉસના દ્વાર પાસે સામાન મૂકતાં એક કુલીએ માથા ઉપરની લાલ ટોપી ઊંચી કરી પીળા વાળમાં આંગળાં

પ્રસારતાં કહ્યું. “બાબુજી! ઈ લો..રૂપૈયા હોગા.” તેણે દૂર દેખાતી

ભગવાન વશિષ્ટના મંદિરની ધજાને વંદન કરી છાતી ઉપર બંન્ને હાથની હથેળી રાખી પ્રણામ કર્યા.

“હાં હાં લો” યેશાએ પર્શમાંથી બે રૂપિયા કાઢીને આપ્યા બપોરનો સૂરજ અસ્તાચલ તરફ ઢળતો હતો. બીજો ફેરો કરવા કુલદીપ પેડલરીક્ષા પાસે જવા લાગ્યો. તે સમયે યક્ષે બૂમ મારી “યે કુલદીપ!

ઈધર આના.”

કુલદીપે તે અવાજ તરફ નજર સુધ્ધાં પણ ના કરી. તેની પાસે

ઊભા રહેલા પેડલરીક્ષા ચાલાકે તેને કહ્યું, “કુલદીપ”

બીજા રીક્ષા ચાલકે પણ કહ્યું, “કુલદીપ.”

છતાં અંતરમનમાં ઘરકાવ થઈ ગયેલા કુલદીપે ના જ સાંભળ્યું. ચા બનાવતા રેંકડીવાળાએ કહ્યું “કુલદીપ સુનતા નહીં?” તેણે

કુલદીપની પાસે જઈને કહ્યું. “ચલો યાર બાબાજી બુલાતે હૈ.”

વારે વારે બે થી ત્રણવાર બોલાવતા યક્ષના અવાજને કારણે રેંકડીવાળા ચા બનાવાનું કામ પડતું મૂકી. સ્ટવ ધીમો કરી તેને ભૂજામાંથી પકડીને કોટેજ પાસેના પ્રાંગણમાં ટીપોય આસપાસ ખુરશી નાંખીને બેસેલાં યક્ષ, યેશા અને કજરા પાસે લાવી ઊભો રહ્યો. ગર્મ દૂધ પીતાં પીતાં યક્ષે કહ્યું, “હમે ઈસકો દૂપહરકા કીરાયા દેના બાકી હૈ.” યક્ષે ગર્મ ટોપી

માથે મૂકતાં કહ્યું.

“હાં સા’બ આપ કહાં જાનેવાલે હૈ? ભૂલ ગયે હોંગે.”

રેંકડીવાળાએ સહજ કહ્યું.

“યેસા નહીં હૈ.. વો હમે સામને વાલી ખાઈ કે પાસ હી દો- તીન ફૂટ કરીબ હી પેંડલ રીક્ષા ખડી કરકે કહતા થા..” યહાઁ સંભલ કે ઉતરના... વરના...

“હાં બાબુજી હમ નિયત નિયમો કા કડા પાલન કરતે હૈ. ઔર કરાતે હૈ. તનીક સી ગલતી મોતકા પૈગામ બનતી હૈ.” રેંકડીવાળાએ વિસ્ફારીત નેત્રે કહ્યું.

“થોડી સી દૂર રખકર હમે નીચે ઉતારને સે ક્યા હો જાતા?” યક્ષે વેધક શબ્દોમાં કહ્યું.

“ઐસા નહીં હૈ બાબુજી! હમ સબ ઐસા કરેંગે તો કોઈન કોઈ

વક્ત રાંગટ્રીક્સ સે અકસ્માત હોતા હૈ.” રેંકડીવાળાએ સમજાવતાં કહ્યું.

“તુમ કહતે હો. લેકીન યે ગંગા કુછ બોલતા હી નહીં.”

કજરાએ તિરછી નજરે કુલદીપ તરફ દૃષ્ટિપાત કરતા કહ્યું. “બાબુજી!.. દીદીજી યે ગુંગા નહીં. આપકી રીક્ષા જહાં ખડી

હૈ. વહાં કી દૂસરી પેડલ રીક્ષા કી ગલતીસે ધક્કા લગને પર ઈસકી

રીક્ષાસે ઉતરતા હુઆ ઈસકા બારહ સાલ કા બચ્ચા ખીણમેં ગીર ગયા,

મર ગયા.” વાતાવરણમાં ચૂપકીદી છવાઈ ગઈ. યેશાનો એક ચિત્કાર

નીકળી ગયો. “ઓહ! માય ગોડ.”

“હાં બાબુજી હમ હિમાલયા કો લવ કરતે હૈ.. જીતે હૈ.”

કુલદીપે રડમસ ચહેરાને ભીની આંખોએ હસતો કર્યો.

“ઈસકે કાનુનસે હી ચલતે હૈ. જીતે હૈ.. જીલાતે હૈ.” તે ધીમા સ્વરમાં કહી રહ્યો. રેંકડીવાળાએ કહ્યું ત્યારે બંન્નેની આંખો ભીની હતી. ઊંડા દુઃખને અનુભવતો યક્ષ એકદમ ખુરશીમાંથી ઊભો થઈ ગયો.

કોટેજ બહાર આવતો વેઈટર કહેતો હતો. “બાબુજી ગર્મ

પાની...ન્હાને કો...”

“હાં લે આના” યક્ષ ભીની ભીની આંખોને લુછતાં કહી રહ્યો. કજરા અને યેશા ક્ષોભ અનુભવતાં રડમશ થઈ ગયાં. બંન્ને હોઠ ચગળતાં

ભીની આંખોની ભીનાશને છુપાવા પીઠ ફેરવી ડ્રેસ ઉપર શોભતા લીલા જાંબલી દુપટ્ટાથી આંખો લુછી રહ્યાં. યેશાએ હળવેથી યક્ષને કહ્યું “દોસો દે દો.”

યક્ષે કંઈ પણ બોલ્યા વિના ટીપોઈ ઉપર પડેલા પર્સમાંથી સો

કુલદીપે હળવેથી કહ્યું “હમ રૂપયે લેને કો નહીં આયે. આપને બુલાયા ઈસ લીયે હમ આયે.”

“હાં બાબજી યહાં તો હર યાત્રિક હમારા દેવતા હૈ. હમે ઈનકી હીફાઝત કરના હમારા ધર્મ હૈ.” હસતાં હસતાં રેંકડીવાળાએ કહ્યું.

કુલદીપે યક્ષ તરફ દૃષ્ટિ કરતાં વિનંતીથી કહ્યું “ઈતના નહીં

હમે આધા દો... પૂરા સો દે દે.”

“સો રૂપયા” યેશા ચમકી ઊઠી.

“હાં દીદી યે સો રૂપયે આપકે આને ઔર મનાલી સે જાને કા કીરાયા હૈ. આપ જબ ભી કહેં તબ મેં ટ્રાવેલ્સ સ્ટેન્ડ પે લે જાઉંગા.” “યહાં લુંટેરે નહીં હૈ, રીસ્તેદાર હૈ.”

દૂર દૂર દેખાતાં હિમશિખરોને ઉપર અસ્તાચલના સુરજનો રતુમડો પ્રકાશ રંગીન મેઘધનુષી બનાવી પૃથ્વી ઉપર પથરાતો હતો. તે આકાશ નીચે પહાડી હરીયાળી વચ્ચે શોભતું મનાલી સ્વર્ગીય જણાતું હતું. નજીકના પહાડી ઢોળાવ ઉપરથી વહેતી હિમનદી પાસે બર્ફ આચ્છાદીત લીલાછમ પહાડોના ઢોળાવમાં સ્કેટીંગ કરતા પ્રવાસીનો

ખીલખીલાટ મુક્ત, દીર્ઘ હાસ્ય , ચિત્કારો મુક્તાનંદને વ્યક્ત કરતા હતા. દૂર દૂરની ખીણો અને મેદાનોના જંગલો વચ્ચે બર્ફથી છવાયેલા પહાડો વચ્ચેની તળેટીમાં ‘હિડીંબા મંદિર’ નો સાયમ્‌ આરતીનો ઘંટારવ સંભળાતો હતો. સમગ્ર કાષ્ટનું ઊંચું ઊંચું ઢોળાવવાળી છતવાળું મંદિર

ત્રણ મજલાનું હતું. ગ્રામીણ લોકો હિડીંબાને દેવી ગણી માનતા કરતા હતા. ભક્તિ કરતા હતા. હિડીંબા ભગવાન કૃષ્ણની પરમ ઉપાસક સિધ્ધ આસૂર ભક્ત હતી. મનાલી વચ્ચે શોભતા ત્રણ મજલાના આ વિશિષ્ટ મંદિર જેવું જ ભવ્ય મંદિર હતું. આરતીના સમયે યાત્રિકો,

રખડપટ્ટી કરીને થાકેલા યાત્રિક ખેડૂત અને સ્થાનિક જંગલી લોકો કીકીયારી

કરી નાચતા હતા. સ્ફૂર્તિ અનુભવતા હતા. સૂરજના ઝાંખા પ્રકાશમાં જામતા અંધારા વચ્ચે યાત્રિકો મનાલી તરફ ચાલતા હતા. દૂર દૂર જંગલોમાં અને મંદિરના ચોકમાં ઢોલ ત્રાંસા પીહાના અવાજ સંભળાતા હતા. કોઈ કોઈ કાન ફાડી નાંખે તેવી સમુહની ચીચીયારી ભયાનક હતી. ખેડૂત વર્ગ કહેતા હતા કે “મોડી રાત સુધી આદીવાસીઓ શરાબ પીને નાચતા રહે છે?” કોટેજ તરફ પ્રયાણ કરતા યાત્રાળું આ વન્યક્ષણો-અસ્તચલના હિમાલયાનાં દર્શનનો અનુભવ હતો. ગરવો હિમાલયા તેની ભવ્યતાનો અનુભવ કરાવતો હતો. યેશા હિમાલયાના દૃશ્યને જોઈને યેશા બોલી ઊઠી... “આઈ લવ હિમાલયા... માય ગોડ.”

“શું ભવ્યતા છે... તે જ તે જ ઈશ્વર છે..”યક્ષે હિમાલયને વંદન કરતાં કહ્યું.

કોટેજ ગેસ્ટહાઉસમાં ગર્મ ઊની ગાદલાં પાથરેલા પલંગમાં ગર્મ કપડાંમાં સુવા માટે લંબાવ્યું. કજરા અને યેશાએ ધાબળા ઓઢ્યા છતાં ઠંડી લાગતાં ઠંઠવાતાં સળવળતાં રહ્યાં.

યક્ષ ઘડી બે ઘડીની ઊંઘ માણી બેચેની અનુભવતો ઠંડીના સહન થતાં અચાનક ઝબકીને જાગી ઉઠ્યો. તેમે પલંગમાં બેઠાં બેઠાં ધાબળો વીંટી લીધો. રાત્રીનો પહેલો પ્રહર પસાર થતો હતો.

રસ્તાઓ ઉપર ચહલપહલ ઓછી થઈ હતી. તેમ છતાં કોઈને કોઈ વટેમાર્ગુનો વાતચીતનો અવાજ આવતો હતો.

કોટેજ પાસેની રેંકડીના સ્ટવનો અવાજ વાસણ ખખડવાનો અવાજ આવતો હતો.

૧૨. ગૌરી! જેવી કોઈ નહીં.

દૂર દૂર થતી વાતચીત સંભળાઈ રહી હતી. વાસણોનો

ખખડવાનો અવાજ ધીમો ધીમો આવતા. કોઈકે તપેલી પછાડી સ્ટવનો સળગવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. બેચેની અનુભવો યક્ષો કોટેજમાંથી ધાબળો ઓઢી બારણું ખોલી બહાર આવ્યો ટેબલ આસપાસ ગોઠવાયેલી ચાર ખુરશીમાંથી કંપાઉન્ડના દરવાજા સામેની ખુરશીમાં ગોઠવાયો. ટેબલ ઉપર ગોઠવાયેલા બોટલમાંથી બાજુમાં પડેલા શરાબ ગ્લાસમાં રેડી પીતો હતો ત્યાં જ કોટેજના ગુરખાએ કહ્યું “બાબુજી નીંદ નહીં આતી.. ચાય લે આઉં.” “સંભાલના રીસ્ક હૈ” “ક્યા?” “હાં... તુમ્હારા ભી લાના” યક્ષે વિવેક દાખવતાં કહ્યું “ગામ..પિતાજી..જયશંકર ગૌરી માતા બધાની યાદ આવતાં જ વર્ષો પહેલાંનો હૃદયમાં ધરબાયેલો અતિત બળવો કરીને ઉભરાઈ આવ્યો. “ખીણ.. કોતર.. ઝાંઝરીનાં કોતર.. જમના... અરુણા... જયેન્દ્ર... ગૌરી જેલો પટેલ રેવા..કરશનકાકા..રૂખીમા... કમળા... કમળા...એક સાથે ઘડીયા-વાસણાની સીમ ખેતર ગામ નજરો સમક્ષ તરવરી ઊઠ્યાં.

સંધ્યા કરતાં શીખ... આપણે બ્રાહ્મણ કહેવાઈએ... કોઈની વાતમાં

ના પડ... જીવવું...પ્રગતિ કરવી...”

યક્ષે.. યાદોના આક્રમણથી માથાના વાળ ખેંચી ભૂતકાળની યાતના... દુઃખને ચિત્કારથી મૂકાબલો કરવા કોશિષ કરતો કહી રહ્યો “ઓહ! માય ગોડ.”

પુનઃ વતનનાં પાત્રો નજરો સમક્ષ તરવરવા લાગ્યાં. “ભૈયા...મારું ફ્રોક..” કમળાની ચમકતી આંખો. હસતો ચહેરો તરવરી ઊઠ્યો. ઘર પાસેથી પસાર થતાં બાળકો નિશાળમાં જતાં દેખાયાં.

“ટીલવા તને તો પંચ સમક્ષ જ ફટકારીશ. ફાટી જ્યોશ તે”

જેલા કાકાનો ક્રોધીત ચહેરો અને મોટી મોટી આંખો વર્ષો પછી તરવરવા

લાગ્યાં.

એક દિવસ ગૌરીની વાતો કરતાં તેણે કહ્યું હતું. “ગૌરી હું

ખૂબ ભણીશ... નોકરી કરીશ. બોસ બનીશ. ગૌરીએ પ્રેમભરી આંખોથી લંબાવેલા બે હાથથી તેનો ખભો પકડીને તેના હોઠને ચૂમતાં કહ્યું “યક્ષ હું તારી સાથે આવીશ.” “ગૌરી! તારા જેવી કોઈ નહીં હોં.” યક્ષે કહ્યું.

યક્ષ રોમાંચીત થઈ ઊઠ્યો. તેણે છાતી સરસી ગૌરીને ભેટીને ચહેરાને ચૂંબનોના વરસાદથી ભીંજવી દીધી.. પ્રેમવર્ષાની હેલીમાં ન્હાતી ગૌરી... યક્ષની મેઘાચ્છાદીત તાંડવ જેવી ગર્જના... વીજ ચમકાર જેવી હાલતે ગૌરી.. યક્ષને... ઓત પ્રોત કરી દીધાં. થોડી જ મિનિટોમાં ધરતી ઉપર વરસતા અષાઢી મેઘ વચ્ચે જ બંન્ને ઘરજતાં... અન્યોન્યને અથડાતાં વાદળના વીજ ચમકારા વચ્ચે તેવાં જ બનીને

પ્રેમરંગે રંગાઈ ગયાં. ભીનાં ભીનાં બંન્ને ખેતરના શેઢેથી બહાર

નીકળીને ખોડીબારામાંથી નીકળતાં હતાં ત્યાં જ જેલો પટેલ ખેતરમાં

છત્રી લઈને પ્રવેશતો હતો. ધોધમાર વરસતા વરસાદ, વાદળોની

મેઘગર્જના.. વીજચમકારા વચ્ચે તે કહેતો હતો. “તમે..તમે...બંન્ને શું કરતાં હતાં?” ચહેરાના ભાવને ઓળખી ગયેલો જેલો પટેલ ક્રોધથી ધ્રુજતો હતો. ધૂંવાપૂંવા જેલો હાથમાં રહેલા દંડો યક્ષની પીઠમાં મારી બેસ્યો. ત્યારે ધ્રુજતી ગૌરી યક્ષને વળગી પડી. બીજો દંડો તેની પીઠમાં વાગ્યો. યક્ષે સ્વસ્થતા પ્રાપ્ત કરી જેલા પટેલના હાથમાંથી દંડો ખૂંચવીને એક ધક્કો મારી દીધો. જેલો પટેલ ખોડી બારા પાસેના ખાબોચીયામાં પડી જતાં જ બંન્ને બહાર નીકળીને ઘર તરફ ચાલવા લાગ્યાં. જેલા પટેલનો ક્રોધીત અવાજ સંભળાતો હતો. “ખડ્યા...ટીલવા..હું હમજસેં. હાંજે તારી વાત. બોયડી ઝુડઈ જહેં.”

ને સાંજે ગામ લોકો એકઠા થયા. પંચ બોલાવ્યું. જયશંકર ભટ્ટને અને લતા ગોરાણીને બોલાવ્યાં : સ્ત્રીવર્ગ દૂર ઊભું પંચ સમક્ષ જેલા પટેલે મરચું મીઠું ઊમેરીને હકીકત કહી.

“આ માસ્તર... સોરાં ભણાવ્‌...ગોરાંણી ઘરકોમ કર...અન્‌ ટીલવાનો છોરો છેનારવો. રખડ્યા કર...મારી ઈજ્જત પર હાથ નાંખ્યો. કાલ બીજાની ઈજ્જત પર નાંખશે.” તાડૂકતો ક્રોધથી રાતો પીળો જેલો પટેલ હાથમાં ગેડો લઈને મારવા ઊભો થઈ ગયો. ગામના વૃધ્ધો એકદમ ઊભા થઈ ગયા દૂર ઊભેલા જવાનીયા ઓએ ગેડો ખુંચવી

લીધો. પંચમાં આવતાં પક્ષે આદૃશ્ય જોયું તે પંચમાં બેઠેલા ગ્રામજનો

વચ્ચે ત્વરીત આવીને બોલી ઉઠ્યો - “ટીલવા કોને કહે છે? મારા બાપને.” તેણે જેલાના દંડાને જયેન્દ્રના હાથમાં લઈને તેના પગની પેડીમાં જ ફટકાર્યો, “ઓ બાપ રે! મરી ગયો.”

જેલો પટેલ નીચે પડી ગયો. યક્ષ કહી રહ્યો હતો. “ગાંમની

છોડી જોડે બે પ્રેમભરી વાત કરવી ગુનો સેં?”

“હેંડ બાપા... આ ગોમ છોડી દઈએ.” યક્ષે પિતાને પંચમાંથી ઊઠાડીને ઘેર લઈ ગયો. લતા ગોરાણી દૂર ઊભાં કહેતાં હતાં “બેટા.. વડીલોની બે વાત સાંભળ.”

“શું સાંભળું? પંચમાં તેની ચોરી વિષે કેટલી ફરીયાદ કરી હતી. ઉપરથી મને માર ખવડાવ્યોને તું રહે. મારે તો અહીં નથી રહેવું.”

ક્રોધનો માર્યો યક્ષ ઘર તરફ ગયો. જયશંકર અને લતા ગોરાણી કંઈ વિચારે તે પહેલાં તો ક્યાં જતો રહ્યો કંઈ જ ખબર પડે નહીં. અમાસની રાત્રીનાં અંધકાર ધીમે-ધીમે ગાઢ બી રહ્યો હતો. આકાશ-ધરતીને ગળી ગયું. સૃષ્ટિને અજગર પેટમાં ગળે તેમ કેટકેટલાય યુવાનો બેટરી-ફાનસ અને લાકડીઓ લઈને યક્ષને શોધવા નીકળી પડ્યા હતા. પરંતુ ક્યાંય યક્ષનો પત્તો ન હતો. સરનામા વિનાના ઘર જેવો યક્ષ ક્યાં ગયો તે

માત્ર યક્ષ તેનું ભટકતું જીવન જાણતું હતું. રાતોરાત અંધકારમાં ઘરકાવ થયેલો... અથડાતો.. પછડાતો પુનઃ ઊભો થઈને સ્વસ્થતા મેળવતો બાયડ તરફ જતા હાઈવે ઉપર અનેક ઉજરડા ભર્યો, ચિંથરેહાલ આવી ગયો. મુંબઈ તરફ સાંજે જતી ટ્રકમાં એક ડ્રાયવરે બેસાડ્યો. મોડી રાત્રે

ત્રણનાં ટકોરે સુરત આવતાં. ટ્રક થોભાવી સાઈડમાં ઊભી રાખી. રસ્તા

ઉપરનાં એક હાઈવે રેસ્ટોરન્ટના ખાટલામાં ડ્રાયવર અને ક્લીનરે

લંબાવ્યું. યક્ષ ચૂપચાપ નીચે ઉતરી ખાટલામાં લંબાવીને સુઈ ગયેલા ડ્રાયવર, ક્લીનરની પાસેના ટેબલ ઉપર પડેલા પાણીના જગમાંથી પ્યાલાં પાણી લઈ ચહેરો સાફ કરી. રૂમાલથી લુંછીને બીજો ગ્લાસ પાણી ગટગટાવીને સુરત તરફ જતા માર્ગ ઉપર ચાલી નીકળ્યો. વહેલી સવારનાં વાહનોની અવરજવર ધીમે ધીમે વધી રહી હતી. રેલ્વે

ક્રોસીંગથી રેલ્વે ટ્રેક ઉપર ચઢીને યક્ષ રેલ્વે પ્લેટફોર્મ પાસેના સાઈનબોર્ડ

પાસે આવીને ઊભો. “જનતા” આવીને પ્લેટફોર્મ ઉપર ઊભી રહી.

પેસેન્જરની ચઢ-ઉતરની પ્રક્રિયા ત્વરિત ગતીએ ચાલી રહી હતી. ટ્રેન

કહ્યું.

“અરે યાર! મેરી ગલી દેખ લેતા તો દુસરી ગલી ભૂલ

જતાં પેસેન્જરોની અવરજવર ઓછી થઈ ગઈ. ઉતારુઓ પ્લેટફોર્મ

છોડી ચાલી નીકળ્યા. બાજુના બસસ્ટેન્ડ ઉપર ટ્રેનના સમયે ઉપડતી બસ ઊપડવા લાગી. રેલ્વે પ્લેટફોર્મની દીવાલ કૂદીને બસસ્ટેન્ડ તરફ કૂદી આવેલો યક્ષ બસસ્ટેન્ડ પાસેના રોજ નજીક ઊભી રહેલી દાળવડા, કચોરી, વડાપાંઉ, સમોસા બનાવતી લારીની બાજુમાં ઊભો રહ્યો.

વેપારી “ગરમા ગરમ... સમોસા, “ગરમા ગરમ... કચોરી,

“ગરમા ગરમ... વડાપાંઉ” ના બરાડા પાડી રહ્યો હતો. યક્ષે ધીમે રહીને રેંકડીવાળાની નજર ચૂકવી બે સમોસા લઈને ઝડપી રોડની વિરુધ્ધ સાઈડ આવીને સામેની નયના હાર્ડવેરની દુકાન પાસેના બંધ દુકાનના પાટીયા ઉપર બેસ ગયો. હાર્ડવેરના દુકાનદાર પાસે પારસી બાવા એ બૂમ મારી. “એય! દેખતા નહીં.. કો ઠેલી ચૂના.. દો ઠેલી સીમેન્ટ દે. ચલ.. ચલ.. જલ્દ કર ટાઈમ નૈ રે...”

“અરે.. વોરાજી ક્યા બકતા હૈ? ચાલ ચાલ પૈસા નીકાલ.. બીના પૈસે માલ કૈસા?”

“કુન્દન” બોલ બોલ કિટના હુઆ?” - વોરાજીએ રૂઆબભેર

પર્સ કાઢીને દાઢી ઉપર હાથ ફેરવીને વહોરાજી કુંદનલાલ સામું જોઈ રહ્યા. “પાંચસો હુઆ” “ચાલ ચાલ...નીકાળ..”

“લારી કહાં હૈ? માનસ ભેજ દે! તેરા બાપ લે જાયેગા.”

વહોરાજીએ વહાન કોઈ ના જોતાં કહ્યું.

“સાલા... તેરી ગલી કીસને દેખી હૈ?” કુંદને હસતાં હસતાં

જાયેગા...” વહોરાજીએ મુક્ત હાસ્ય કર્યુ.

કુન્દને મુક આંખો કરી તીરછી નજરે મૂંછ ઉપર હાથ ફેરવતાં કહ્યું.. “અરે!... કોઈ હૈ?...”

“કોઈ નહીં હૈ!”

સાલા જૂઠ બોલત હૈ.. યે લડકા ક્યા ખાતા હૈ? ચલ સામાન

નીકાલ..

અરે યક્ષ વહોરાજી સામું જોઈ જ રહ્યો. તે કહી રહ્યો, “એય

ભાઈ ખાને તો દે, ખાને કે બાદ”

“ક્યા ખાને કે બાદ.. સાલા દેખતા નહી અભી ૮ હી બજા હૈ, સુબહ સુબહ મેં ભૂખા હો જાતા હૈ.” યક્ષને ધમકાવતાં વહોરાજીએ કહ્યું.

“સૈફુદ્દીન! તુમ.. સોચો યે હમારા નહી.”

“તો ક્યા હુઆ... પૈસા દે દે.. દૂસરા નોકર.” વહોરાએ કુન્દનને ધમકાવતાં કહ્યું.

કુન્દન, દુકાનનાં પગથિયાં ઉતરતાં જ બોલી ઊઠ્યો, “એય

મજુરી કરવી છે ચલ ઈસકે યહાં સિમેન્ટ ભેજ કર આ.”

ચૂપચાપ કંઈ જ ના બોલતાં યક્ષ દુકાનના ઓટલા પાસે ઊભી રહેલી લારીને ખસેડીને કહી રહ્યો “ક્યાં છે?”

“જો આ લાઈનમાં ડાબેથી ત્રીજી દુકાન ખોલ. સિમેન્ટ ચૂનો ત્યાં જ એ કુન્દનનાં કહેવાની સાથે એ લારી લઈને તેની સાથે ચાલતો

યક્ષ દુકાન આવતાં સટર ખોલીને બે થેલી સિમેન્ટ અને બે થેલી ચૂનો

લારીમાં નાંખ્યો. કુન્દનને પાકીટમાંથી કાઢેલી સો સોની પાંચ નોટ કાઢીને

સૈફુદીને આપી. કુન્દને કહ્યું “એય શું નામ?” “યક્ષ” યક્ષે નીચું જોઈને કહ્યું.

જા! વહોરાજીકી પીછે.. સિમેન્ટ ડાલ કર આના..” “હાં હાં ચલ... ઈસ કી મજુરી?”

“તુમ દેના”

“લોફ્ફટ તુમ્હે દેની પડેગી” “હાં હાં મેં દુંગા.. જા..જા.”

બે ફલાંગ, રોડ ક્રોસ કરીને ચાલતાં ‘ઝરીના’ ગલીમાં પ્રવેશતાં જ યક્ષ દબદબાભર્યા ઊંચા ઊંચા ત્રણ ત્રણ માળનાં સિમેન્ટમાં નકશીકામ સાથે કોતરણીવાળા લાકડાની કુંભી.. છતને ફરતાં લાકડાની કોતરણીનાં

લટકતા તોરણ કોતરકામથી શોભતા લાકડાના ઝરુખા... ઝરુખાની

ખુલ્લી બારીઓ.. પાંચમા નંબરના મકાન પાસે લારી લઈને યક્ષ ઉભો રહ્યો તો વ્હોરાજીએ બૂમ મારી “ઝરીના!...એય! ઝરીના.”

બંધ બારી ખૂલતાં રૂખ નીતરતી યૌવના ઝરુખામાં આવીને ઊભી. પરીઓના દેશમાંથી ભૂલી પડેલી પરી! ફૂલો ભરી રેશ્મી ઓઢણીને વારેવારે સરકી જતી ગોઠવતાં બોલી - “અબ્બાજાન”

“હાં યે છોકરા! સિમેન્ટ નિકાલકે યે લડકી કહે વહાં રખ દેના..” વ્હોરાજીએ નીચી નજરે મકાનનાં પગથિયાં ચઢતાં માથા ઉપરની ટોપી કાઢીને માથુ ખંજવાળતાં ટોપીને હાથમાં પકડી ઘરમાં પ્રવેશ કર્યો.

લાકડાના દાદર ઉપર ત્વરિત પગલાં સંભળાઈ રહ્યાં હતાં.

યક્ષ સિમેન્ટની બે થેલી બે બગલમાં મૂકીને સામે આવતી ઝરીના તરફ

ઝડપી ચાલવા લાગ્યો. આશ્ચર્યમાં પડી ગયેલી ઝરીના યક્ષનું યૌવન, યૌવનની શક્તિને જોઈને બોલી ઊઠી.. “યે ખુદા!”

યક્ષ કહી રહ્યો હતો.. “કહાં રખના હૈ ?” યે દાદર કી બગલમેં દીવાલ કી પાસ હી રખ્ખો.

“બતલાઓના...” “દિખાતી હું”

“ક્યા દિખાતી હૈ? જલ્દ કરો?” યક્ષે દાદર પાસેની દીવાલે આવીને કહ્યું.

દોડતી ઝરીના તેની પાસે આવીને ઊભી રહી તે કહી રહી. “યહાં રખ્ખ” મીઠી વાણી હોઠથી સરકી રૂપા ઘંટડી જેવી યક્ષે બંન્ને થેલી એક પછી એક ઉપર એકમૂકીને કહ્યું “ઠીક હૈ ન?”

ઝરીના તેની મોટી મોટી તેજ આંખો જોઈ જ રહી. તે આંખોમાં અળશિયાં સળવળતાં હતાં.

યક્ષને એક ક્ષણમાં માણી લેવા કોશિષ કરતી ઝરીનાના હોઠ ઉપર જીભ ફેરવતી બુચકારો બોલાવી યક્ષની નજીક પહોંચી ગઈ યક્ષે તે જ ક્ષણે તેને કાંડામાંથી પકડીને છાતી સરસી ખેંચી લીધી. યક્ષનો ચહેરો ઝરીનાના ચહેરાને સ્પર્શી ગયો. તેણે તે જ ચુંબન તેના હોઠ ઉપર આપી દીધું. ધવલ દંતાવલી ખૂલી. ખીલખીલાટ હસી રહી.

ઝરીના હોઠમાંથી સીસકારો નીકળી ગયો “ઓહ!” “ઓહ! કીતના અચ્છા હૈ?” તે બોલી ઊઠી હસી રહી. “કિતની નાજુક હૈ..કલીયોં કી તરહ...”

યક્ષે તેને બાહુમાં ભીડી દીધી. તે ક્ષણે સૈફુદ્દીનનો અવાજ આવ્યો. “ઝરીના! ઝરીના! ઈશકો દસ રૂપૈયા દેના.”

“હાં અબ્બાજી.. દેતી હું” યક્ષને વેધક ચૂંબન કરતાં ઝરીના એક ધક્કો મારીને યક્ષની બાહુમાંથી છટકી ગઈ. તે બાજુના રૂમમાં દોડી ગઈ. યક્ષ તેની પાછળ રૂમના દરવાજા પાસે આવી ઊભો. ઝરીના નકશીદાર પલંગમાં સામે પડેલા ઓશિકા નીચેથી પાકીટ કાઢીને દશની નોટ યક્ષને આપવા નીકળતી હતી. તેને ત્યાં જ જોતાં જ એક વેધક નજર યક્ષ પ્રતિ નાંખી. યક્ષે બારણું પકડીને કહ્યું “બંધ કરું?”

“ના...ના...ના.” ધીમે ધીમે મરક મરક હસતાં યક્ષને

ઝરીનાએ કહ્યું.

યક્ષે હળવેથી બારણું બંધ કરી સ્ટોપર મારી. ઝરીના દોડતી યક્ષને મુક્ત મને ભેટી પડી. વર્ષોની તરસી ધરતીની જેમ યક્ષે ઝરીનાના હોઠો ઉપર તગતગતું ચૂંબન આપીને ચૂંસી લીધી. અનન્ય ચુંબનોનો વરસાદ વરસી ગયો. સહરાની ધરતી ઉપર... તરસી ધરતી.. ધોધમાર ગર્જતો ત્રાટકતો ગાંડોતુર મેઘબની યક્ષે ઝરીના ઝરીના યક્ષ ઓતપ્રોત થઈ ગયો. ઝરીનાએ કહ્યું “કબ આઓગે..” ત્યાં જ ધીમે ધીમે પડતા દાદર ઉપરના ડગલાંના અવાજથી સ્ટોપર ખોલી યક્ષ બહાર નીકળી

લારી ઉપરની ચૂનાની બે થેલી બારણા પાસે મૂકીને લારી લઈ ચાલ્યો ગયો. ચાલીસ ચાલીસ મિનિટ થતાં યક્ષ ના આવતાં કુંદન દૂર દૂર વ્હોરાજીની ગલી તરફ જતા માર્ગને તાકીને જોઈ જ રહ્યો હતો. ત્યાં જ વાહનોની સખત ટ્રાફીકમાં રોડ ક્રોસ કરવા ઊભા રહેલા યક્ષને જોઈને કુંદનનું કાળજુ હેઠે બેસ્યું. તે બોલી ઊઠ્યો “હાશ... સાલ્લો નવો છોકરો છે ને.. મારી લારી.. ક્યાંક લારી લઈને.”

કુન્દને રોડ ક્રોસ કરીને આવતા યક્ષને લારી દુકાનના ઓટલાને

અડીને મુકવા કહ્યું.

“અહીં મૂકી દે.. મજુરી?”

“મજુરી તો આપી દીધી.” યક્ષ મલકાઈ રહ્યો ઝરીના યાદ

આવી.

“કેટલા?” કુન્દને મલકાઈ કહ્યું.

“જવા દોને દશ રૂપિયા.” તેમની આંખો હસી રહી. “સારું કહેવાય... સાલ્લો ચીક્કટ છે.”

“પાંચથી વધારે ના આપત.” “શેઠજી મને નોકરી રાખોને.”

“રોજ ઉપર કે પગાર ઉપર?” વેધક નજરે કુન્દને જોયું. “જે આપો તે” યક્ષની આંખમાં વિનંતી હતી.

“ચાલ પગાર ઉપર મહિને બે હજાર.” કુન્દને તડફંડ કરી. શેઠ શહેર જોયું નથી. “વાંધો નહીં થૈ જશે.”

“શેઠ એકલો છું, ઘર-બાર નથી.”

“દુકાન બંધ થાય એટલે પાટિયે સુઈ જજે. અને સામે ના નળે નાહી લે જે. લે બસ્સો રૂપિયા એડવાન્સ સામેની દુકાનેથી પેન્ટ સર્ટ લઈ આય જો જે પાછો.” કુન્દને ચિંતા વ્યક્ત કરી.

“ચિંતા ના કરતા ભગવાન પર ભરોસો” યક્ષે વિનંતી કરતાં કહ્યું. “ખાવાનું શું કરીશ?” કુન્દને હળવેથી આંખમાં આંખ પરોવી “............” યક્ષ થોડીવાર મૌન રહ્યો કંઈ જ ના બોલ્યો.

તેની મુંઝવણ સમજતાં એકે કહ્યું “ચિંતા નહીં હું ટીફીન લાવીશ

ખાઈ લેવાનું બસ.”

બપોર થવા આળી. કુન્દન કાંડા ઘડિયાળમાં જોતાં. યક્ષના ચહેરાને જોઈને બોલ્યો, “જો હું અને તારી કાકી એકલાં છીએ. દરરોજ દુકાન બંધ કરી ખાવા જાઉં છું. આ જ દુકાન તને સોંપીને જાઉં છું. ટીફીન લેતો આવીશ.” કુન્દન યક્ષનું નિરિક્ષણ કરતો દુકાનના ઓટલા નીચે મુકેલા ચામડાના બુટ પહેરતો ચાલતો થયો. દૂર દૂર દેખાતા યશોધર કોમ્પલેક્ષ તરફ તે કોમ્પલેક્ષની પાસે જતા માર્ગ તરફ જવા લાગ્યો. ગલીમાંથી યક્ષને ઝરીના આવતી દેખાઈ.

૧૩. રામલીલા

યક્ષ દુકાનના પાટિયા પાસે ઊભો ઊભો નિરાસ વદને વિચારવા

લાગ્યો. “કેવું કેવું થઈ ગયું? એક ક્રોધ.. માનું નહી માનવું.. ચાલી

નીકળવું.”

મા-પિતા, ગામ લોકો કેવું વિચારતા હશે? ગૌરી ઉપર કેવું કેવું વિતતું હશે? તે શું વિચારશે? જયેન્દ્ર કંઈ કહેશે.. દલપો તો મને બોલ તો જ નથી તેને શું થયું હશે? કદાચ પેલી ‘રામલીલા’ ની રાત્રે..

મને અને ગૌરીને જડીમાની પછીતે બેઠેલાં બેઠેલાં જોઈને ધીમી ધીમી વાતો સાંભળીને સમજી ગયો હશે કે “મારે અને ગૌરીને કંઈક છે”

માગશીર્ષની શરૂઆત હતી. ગામમાં બપોરના સમયે ગામ પટેલ પાસે દેખાવમાં હષ્ટપુષ્ટ લાંબાવાંકળીયા વાળવાળા ઊભું માથું ઓળેલા, કોઈકે વચ્ચે પાંથી પાડેલી, ઊંચા તો કોઈ નીચા, કોઈક ક્લીન સેવીંગવાળા આંખમાં કાજળ આંજેલા પાંચ વ્યક્તિઓ આંગણામાં આવીને બેસ્યા. તેમને આવતાં જ જોઈને રેવા પટલાણી બોલી ઊઠી - “આવો!”

પાછળના વાડામાંથી ઓસરીમાં પાંચ વ્યક્તિને જોઈને ગૌરી

બારણાના ઉંબર પાસે આવીને અવલોકી રહી. વૃધ્ધ વ્યક્તિઓ છુટ્ટી પાટલીનું ધોતિયું અને પીળો રેશ્મી ઝભ્ભો પહેરેલો હતો. જ્યારે તે વૃધ્ધ વ્યક્તિ જેવો ગોરા ચહેરાવાળો વાંકળીયા લાંબા ગરદન સુધી લટકતા વાળવાળો યુવાન બ્લેક પેન્ટ અને બ્લુય શર્ટમાં શોભતો હતો. પાતળી કમ્મરવાળો આ યુવાન વારેવારે તેની હડપચી ઉપર હાથ પ્રસારતો હતો. લાંબુ નાક ધરાવતો યુવાન છ ફૂટ ઊંચો અને પંજાદાર હતો. બીજો આધેડ વ્યક્તિ નીચો જાડો અને ફૂટડો ચોરસ ચહેરો ધરાવતો મોટી પીળી આંખોવાળો હતો. તેના ધવલ થઈ ગયેલા ગરદન સુધીના વાળ

લાંબા અને કોઈક કાળા-લાલ હતા. પાતળા ભરાવદાર હોઠવાળો આધેડ વારે વારે હોઠ ઉપર હોઠ રાખીને નીચેના હોઠથી ઉપરના હોઠને દબાવતો હતો. ઓસરીમાં ખાટલો ઢાળી હુક્કો ગગળાવતો જેલો પટેલ બોલી ઊઠ્યો “રામલીલાવાળા છે?”

ગૌરીએ ડાબાપગથી જમણા પગની જોરથી આંટી પાડી. જમણા હાથથી બારણાની સાખને જોરથી વજન આપતી “હા! એ જ છે.”

જેલા પટેલ એક નજર ગૌરી તરફ નાંખી ત્યાં રેવા પટલાણી બોલી ઊઠી “ચ્યાંથી આયા?”

“નીરમાલીથી આવ્યા.. આમ તો અમે બધા વિજાપુર પાસેના વાલમ ગામના છીએ.” વૃધ્ધ વ્યક્તિએ મીઠ્ઠા શબ્દોમાં ઉત્તર આપ્યો.

“પાણી આપશો?” વૃધ્ધ વ્યક્તિની પાસે ઊભા રહેલા યુવાને કહ્યું.

“એય..મુકેશ... બુન બા પાસે પાણી મંગાય?” આધેડ

વ્યક્તિએ હળવેથી લ્હેકાભર્યા સ્વરમાં કહ્યું.

મુકેશે મીઠા શબ્દોમાં કહ્યું.. “જ્યંતીકાકા તમે હું એવા જ

રહ્યા બુન પાસે પાણી માગવામાં હું વાંધો?”

“ભાઈ મુકેશ તને ખબર નથી બહેનના ઘરનું પાણી નાં

પીવાય. તેને તો આપવાનું હોય લેવાનું ના હોય.”

“હિંમતકાકા મને થયું કે દશ ઘઉંનો મારગ કાપીને ગામમાં પાણી પીશું? પણ ગામમાં કોનું ઘર કોનું હોય ઈ જ હમજાતું નથી ખોળીયું હાચવીને કેટલું હાચવવાનું.” મુકેશે ઠંડા સ્વરમાં કહ્યું.

“બામણ છો?” જેલા પટેલે ઠંડા શબ્દોમાં કહ્યું.

“હા કાકા... અમે ત્રણ બાંમણ છીએ અને આ બે પાછળ ઊભા છે એ નાયક છે.” હિંમતે ઘરનાં નેવાં પાસે પલાંઠીવાળીને બેસતાં કહ્યું.

“ભલે નળે.. બાંમણનું કાંમ ધરમ કરવાનું અને પેટ ભરવાનું.

ભલ ભલ.. નાયક અને બાંમણને મેળ આવશેં.” રેવા પટલાણીએ

મીઠા શબ્દોમાં કહ્યું.

ત્યાં જ ગૌરી બોલી ઊઠી “લો આ ખાટલામાં બેસો અમારા આંગણે બાંમણ ઓસરીમાં બેહે એ શોભે નાં ઘર લજવાય.” ગૌરીએ

ખાટલો ઢાળ્યો.

જેલો પટેલ મૌન રહ્યો. તેની આંખ ગૌરી પ્રત્યે કરડી બનીને ફરી ગઈ. તેમણે આગંતુક પ્રત્યે નજર નાંખીને છ દિવસની વધેલી દાઢીના કાતરા ઉપર ડાબો હાથ દાઢી નીચે ઉપર તરફ ફેરવ્યો. જેલા પટેલે કરડાકીમાં ગળામાં કહ્યું “કેટલા દા’ડા રેવાનો શો? ચેટલા શો?”

“બાપા! રામલીલા કરીએ છીએ. એટલે બરકત આવે ને

ધાર્મિક લોકોને રસ પડે તો વીહ દા’ડાય થાય. અને કાંતો તીહ દાડાય

થાય.” હિંમત મીઠા શબ્દોમાં વિનંતીભર્યું કહ્યું.

“હારું હારું” મરક મરક હસતાં રેવાએ કહ્યું. “બેસો ચા બનાવી લાવું, ગૌરી? નવા માટલાનું ઠંડુ પાણી પીવડાવ બામણશ.. પાછો લોટા, પ્યાલો ઊડકી નાંખજે, હમજી” રેવાએ ગૌરીને મોટેથી કહ્યું.

ગૌરી, રામલીલાવાળા પાંચેય વ્યક્તિ પ્રત્યે મીઠી નજર નાંખીને

યુવાન મુકેશ પ્રત્યે મૃદુહાસ્ય કરતાં કહ્યું “હા..મા..ઈ વીહ..તીહ દાડા

લોકો ભક્તિભાવમાં રાચશે.. ભગવાનમાં માનશે અનેક લોકો કાંક

ભગવાન વિશે જાણશે.. પાણી લાવું હું.”

થોડી જ વારમાં મોટી પવાલીમાં પાણી ભરીને ઉપર છીબુ ઢાંકી તે ઉપર બે પ્યાલા અને એક લોટો મુકી તે પવાલી ઊંચકી લાવી. ઓસરી ઉપરની ઓટલી ઉપર પવાલી મૂકીને લોટાથી પાણી કાઢીને પ્યાલા ભરી

ભરીને આગંતુકને પીવડાવા લાગી. હરખભેર અપાતા પાણીને ભાવભેર

હસતાં હસતાં પીતાં પીતાં અંતરનો આનંદ સર્વે માણી રહ્યા. તે સમયે ગૌરી એ મુકુંદને બીજો પ્યાલો પાણી આપતાં કહ્યું “બીજો પ્યાલો આપું ઠંડુ શે”

“હા, બુન! સરસ શીતળ જળ શેં. સોરઠની ધરતીના લીલુંડા

નીર જેવું” મુકુંદે મરક મરક હસતાં કહ્યું.

“વાહ વાહ ભૈ તમે તો અમારા પાણીને ખૂબ ખૂબ વખાણ્યું..”

ગૌરીએ ગૌરવથી કહ્યું.

“ઈ અમારું કામ જે હાચું હોય ઈ કહેવાનું” મુકુંદે હસતાં હસતાં કહ્યું. અમારું કામ લોકોને રાજી કરવાનાં.. પ્રેમથી જે આપે તે

લઈને ખુશ થવાનું.. પેટ ભરવાનું..”

ગૌરીએ હળવેથી કહ્યું “ચેટલાં જણશો?”

“પૂરા પંદર જણ.. પાંચ પુરુષ, ચાર છોકરીઓ ચાહે છોકરા અને બે વહુઓ શેં અને એક શ મારી મા” મુકુંદે હળવેથી વિગતે વાત કરી.

“હાં હાં તો તો કુટુંબવાળા શો એટલે કોઈ ચંતા નૈ. નકર રામલીલા ભેળી ભેળી ગામમાં રામલીલા થૈ જાય એટલ જરા.” જેલા પટેલે કહ્યું “ગૌરી! પેલી કોઠી ઉપર મૂકેલી લીલી પેટીમાં લાલ ડાયરી સેં ઈ લેતી આવ.”

ગૌરી હળવેથી વચલા ઓરડામાં લાઈટ કરીને કોઠી ઉપર

મૂકેલી બે પેટી નીચે ઉતારી ખોલી તેમાંથી લાલ ડાયરી કાઢીને બે પેટી પાછી કોઠી ઉપર મૂકી. જેલા પટેલને તે હાથમાં આપી. જેલા પટેલે કડકાઈથી કહ્યું “લો... આ પાંચમાં પાના ઉપર સાચાં નામ અને ગામ

લખજે.. હાચે હાચું..હો.”

મુકુંદે જેલા પટેલના હાથમાં હળવેથી ડાયરી લઈને

હિંમતકાકાને આપી તે કહી રહ્યો “લો કાકા હારા અક્ષરે નોમ અને ગોમ લખો.”

“તુ જ લખને ભૈ. મારાં અક્ષર ચાં હારા આવશ.” હિંમતે

મુકુન્દને આગ્રહ કરીને કહ્યું.

મુકુન્દે જેલાપટેલની ડાયરી કાકાના હાથમાંથી લેતાં ડાયરીના

ખૂલી ગયેલા આગળની પાન ઉપર નજર નાંખી તેમાં લખ્યું હતુું. “વણઝારા ઘેલા રતન વતન પાટણ માટીનાં ધરો બનવાનું કામ પાંચ પુરુષ, બે સ્ત્રી, ૩ છોકરા, એક છોકરી. સંવત ૨૦૫૮ પોષ સુદ-૮ બે

મહીના માટે રહેવાના...” નીચે પુરુષો, સ્ત્રી, છોકરાં-છોકરીઓનાં

નામ ઉંમર લખેલી હતી.

મુકુન્દ તે વાંચી ચમકી ગયો આ તો ગોવિંદ.. રમણની ટોળી હશે. તે વિશે વિચારોમાં ખોવાઈ ગયો. તે સમયે હિંમતે બુમ મારી “એય મુંકા હું બકશ હટ કર સમં બોપર થવા આવી. ખાવાનું, રાંધવાનું બાકી હ.”

હા, કાકા એંધણાં મું લાવુું હું તમતમારે સીધું લૈ આવો. પડાવ

ચાં નાંખવાનો?

તે જ સમયે રેવા બોલી “લો પાંચ શેર બાજરીનો લોટ લઈ જાવ.. અન દલી કુંભારણનો ઘર પાહે શનાકાકનું ઘર બંધ રેશ તાં હેંડો એકલાએ બે ઘરની મોટી ઓસરી પાછળ ખુલ્લો વાડો આગળ બે અંબલીના છાંયામાં બપોરે વીહ પચ્ચી માણંહ ખાટલા ઢાળી ને તાંજ નાંખી પડી રેં”

“હા.. હા.. બુન બા... તમારું ભગવાંન ભલુ કરેં. લાવો તાણા..લોટ...” હસતાં હસતાં હિંમતે ખભે નાખેલો ન્હાવાનો રૂમાલ પાથરી દીધો. રેવા પટલાણી જેલા પટેલ સામું નજર નાંખી. પરવા કર્યા વિના રસોડામાં ગઈ. પતરાના ઢાંકણવાળા ડબામાં જેટલો લોટ હતો તે ડબો લાવી. હિંમતે પાથરેલા ન્હાવાના રૂમાલમાં ડબો ઊંધો પાડી તેનું તળીયું ખખડાવા લાગી. તે બોલી રહી “એ તમતમાર બે ટંક ટૂંકા કરો ગોમમાં ઘેર ઘેર ફરસો એટલ ચપટી ચપટી મરચું હળદર, વાડકા વાડકી, દાળ-ચોખા વાડકી વાડકી તેલ હૌ આલશે. ”

રેવાની ભાવભરી દૃષ્ટિ... મુક્ત હાસ્યને નીહાળતા પાંચેય

રામલીલાવાળા ઉત્સાહમાં આવી ગયા. મુકુન્દે એ પળ માટે જેલા પટેલ

તરફ દૃષ્ટિપાત કર્યો. તે વિચારવા લાગ્યો. “ક્યાં વજ્ર જેવો કઠોર

જેલો પટેલ ને ક્યાં ફૂલની પરાગરજથી પણ કોમળ ફોરમવાળી રેવા કાકીનું દીલ... ભાવનાનો ભૂખ્યા ભગવાન શ એમની છોકરી એવી અશે.”

પાંચેય રેવા પટલાણી દ્વારા લાવેલી ચા ને પિત્તળની રકાબીમાં ચૂસકારા બોલાવતા મૌન ગ્રહીને હળવેથી હિંમતકાકાએ ભેગી કરેલી રકાબીને મુકુન્દને આપતાં કહી રહ્યા. “ઈ ચોકડીસ્‌ તાં ચાબક્‌ ચાબક્‌ પાંણીથી ધોઈ નાંખ.. હરખી ઉડક જે પાસોન! ”

ગૌરી બોલી ઊઠી “નૈ નાં ભાં મીં ધોઈ નાંખુ હું. તમે તો બાંમણ..”

“ઈ હાચી વાત મારી બુન.. છતાં અમે રામલીલાવાળા રયા.

લોક ઝુલે જુએ તો અમારી નીંદા કરે.”

સાંજ પડવા આવી. સૂરજનો કોકરવરણો તડકો હળવે હળવે પડતી ઠંડીમાં કંઈક ગરમાવો આવતો હતો. અસ્તાચલનો સૂરજ આથમવા આવ્યો ત્યારે પશ્ચિમનું ખુલ્લું આકાશ સંધ્યાના રંગોથી

ભરાઈને પૃથ્વી ઉપર તેના પ્રેમરંગો પાથરી રહ્યું હતું. મનુષ્ય, યુવાન- હૈયાં પશુ-પક્ષીમાં જીવનના ઉષ્માના રંગોથી મનમુકીને રંગનો છંટકાવ કરતું હતું. યુવાન હૈયામાં પ્રેમ જેવું કૈક છે. તેથી જીવવા જેવું છે. વૃધ્ધોમાં મમતાની એષણા ઉત્તેજીત હતી. ત્યાં જ સીમમાં સીમપાર પડોશી ગામોમાં પણ રામલીલાની વાત ફેલાઈ ગઈ હતી. શનાકાકાના

ઘરની ઓસરીમાં બે ચૂલા સળગતા હતા. એક ચૂલા ઉપર મોટી તપેલીમાં શાક તબળી રહ્યું હતું. તેની મસાલેદાર સુગંધ ફળીયામાં, ગામમાં પ્રસરતી હતી તો બીજી તરફ આંબલી નીચે મુકુન્દ પેટ્રોમેક્સમાં હવા પૂરી

ભડકાકરી પેટ્રોમેક્સને પીન મારી પેનલને ફુંક મારી મારીને પ્રકાશીત

કરતો હતો. ગામ ચોરા પાસેના હજાર માણસ બેસી શકે તેવા ખુલ્લા

મેદાનમાં ચોરાની બાજુના સ્થળે વાંસના ચાર ચાર થાંભલાની હરોળ ઊભી કરી. તે ઉપર આડા વાંસ બાંધીને હિંમતકાકો પડદા લટકાવી રહ્યો હતો. ગામમાંથી લાવેલી રાંપડીને મંડપની સામે વીસ ફૂટ ઊંધી રોપીને લક્ષ્મણ ખાડામાં મારી ઈંટારો કોશથી ધરબી રહ્યો હતો. તેની પાસે પાંચ-સાત-નવ વર્ષનાં નાનાં છોકરાં ટોળું વળીને કુતુહલથી મંડપ પડદાનાં રામ-સીતા લક્ષ્મણ હનુમાનના રંગીન વસ્ત્રોને જોઈ રહ્યા હતા. બે ત્રણ કિશોર કિશોરી પડદા પાસે જઈને આંગળથી શ્રીરામના ચિત્રને દર્શાવતાં કહેતાં હતાં “આ રામ” મંત્રએ કહ્યું.

“આ સીતા” જનક બોલી ઊઠ્યો તે હસવા લાગ્યો. “આ હનુમાન” ચંદુએ મોટેથી કહીને કૂદકો માર્યો.

“આ લક્ષ્મણ” નંદાએ ચિત્રના ચહેરા ઉપર હાથ ફેરવ્યો. “આ નદી...” લખીએ નદીના દેખાતી ચિત્રપ્રવાહ ઉપર હાથ ફેરવ્યો. “આ સરયું નદી” ગંગાએ હસતાં હસતાં કહ્યું.

“ના ના.... ગોદાવરીને જોતી નથી ઝૂપડી સે” “ઝૂંપડી ચેંમ રાજમહેલ નૈ?”

“ઝૂંપડી હોય.. છાપરી... રામ સીતા જંગલમાં જ્યાં” “તો પછી હનુમાન ચાં અતા.”

“ઈ પાછળ વગડોશ.. તો ભેગા થયા.” “હોમ જો.. નદી વહેશ.”

“જો જો નદીની આ પાર રામ, સીતા, લક્ષ્મણ શ. આપા

છાપરી બાંધી રયા.”

“જો.... ડુંગરાં વાંહે હનમાન બતાયા હ.” “હાચી વાત, હાચી વાત.”

“એં કાકા... રામ... લખમણે હું કર્યું?”

“બેહ બેહ... હેંડ..હેંડ...ઈ રામલીલામાં જોઈનું શ.” “હારું... લલી..”

“હા..હા... જયેશ.”

“હેંડો હેંડો હટ હટ ખૈન કોથરા લઈ બેંહી જૈએ. મગન રોકાઈ

જાય.”

“હટ કરો.” ચંદુ, મણી, મંગુ, નંદા, સીતા, ભલો, લખી, ગંગાની જગા આંતરી લેવાની નકર હારેં બેંહવા નૈ મલહો! જનકે ઘેર જવાનો ઈશારો કર્યો તે જ સમયે મંગું બોલી ઊઠી “હેંડો હેંડો જટ...જટ

ખૈ પરવારી આવી જૈએ.”

પેટ્રોમેક્સને પૂરતી હવા ભરી મુકુન્દ કહી રહ્યો હતો. “હાં હાં જતાં રો. હટ હટ ખૈઈન્‌ આવી જજો.. જગા આંતરી દો.”

થોડા સમયમાં તબલાં, હાર્મોનિયમ, મંજીરા, વાગવા લાગ્યાં. દૂર દૂર મકાનોના વીજળીના પ્રકાશમાં ઘરના પરિવારોની જે તે ઓસરીમાં અવરજવર વધવા લાગી. ખાટલા ઢળાઈ ગયા. સ્ત્રીઓએ વૃધ્ધોને ખાટલા પાથરી બેટરી, લાકડી પીવાના પાણીની માટલી મૂકીને કહી દીધું. “ઈ તમ તમારે ઐયાં બેઠાં બેઠાં જોયા કરો હાંભરોશી, દેખાશે

ખરું.” સામેના ચોકમાં લીંમડીના ચોતરા ઉપર બેઠેલા યક્ષ અને જયશંકર રામલીલાના સેનાના મંડપ, રાંપડીના દાઢાએ લટકાવેલી

પેટ્રોમેક્ષના અજવાળામાં મંડપના લટકેલા પડદાનાં રંગીન ચિત્રો જોયા

કરતા હતા. સાંજનું વાળું કરીને શાંતીથી બેઠેલા જયશંકરભટ્ટને ચોકમાં

ખાટલો ઢાળીને ગોદડું પાથરી, ઓશિકું મૂકી આપીને રજાઈ આવતાં

લતા ગોરાણી કહેતાં હતાં “સાંભળો છો?”

“હાં બોલો” જયશંકરે મંડપને નીહાળતાં કહ્યું.

“જુઓ વાછરડી છૂટીનાં જાય... અછોડા ઉપર જ બાંધી છે અને પાછો ખીલોય બોદો છે... ધ્યાંન રાખજો.”

“મું જડીમા, દલીકાકી, રેવા કાકી અને લલી હારે રામલીલા જોવા જૈસું.” લત્તાએ ઓશરીની ઓટલી ઉપર બેસતાં કહ્યું. ધીમે રહીને કમળા કહી રહી, “મા! માટલી પ્યાલો ઓટલી ઉપર મૂકી દઉં?”

“મુકી દે.. પણ છોરાં મોડી રાતે આવશેં ન માટલીમાં પીધેલા

પ્યાલે જ ડબાક ડોયાં કરશેં.”

“હારું મા... મોડા મુકીશું” કમળા એ ઉત્તર આપતાં કહ્યું. “જેવી તારી મરજી” લત્તાએ ઉડાઉ જવાબ આપ્યો તે બારણું

બંધ કરીને ઓરડામાંથી લાવેલી બેટરી લાકડીને જયશંકરના ખાટલા

નીચે મુક્યા.

ઢોલક, હાર્મોનીયમ, મંજીરા વાગી રહ્યા હતા. સાથે સાથે બે બાળક અને એક બાળકી એક સાથે ગાઈ રહ્યાં હતાં. “શામળાજીને

મેળે રમઝણતું રે પિંજણજુ વાગે.” હળવા કંઠે ગવાતા મેળાના ગીતને ગામનાં ભેગો થયેલાં ભૂલકાં નાચતાં કૂદતાં તાળીઓ પાડતાં ગાતાં હતાં. આનંદનો ઉત્સવ જામી ગયો. ધીમે ધીમે ગામ વચ્ચેના ચોકમાં પચ્ચીસ તીસ બાળકો એકઠાં થઈ ગયાં. હળવા કંઠે એક બાળકીએ ગણપતી પૂંજાની પ્રાર્થના શરૂ કરી “પરથમ પહેલા સમરીએ ગણેશ..”

બાળકો એક પછી એક જેને જેની પાસે ગોઠડી હોય તેમ કોથળા

પાથરીને બેસવા લાગ્યાં. શનાકાકાની ઓશરીમાં તૈયાર થતા હિંમત,

મુકુન્દ, જગો, મનુ, કેશવ, કાન્તા, પોતપોતાના પહેરવેશ પહેરી

મેકઅપ કરીને તૈયાર થઈ ગયા. ચંચી શકરી માનસીએ દાળ, શાક અને ભાતનાં તપેલાં નીચે ઉતારી શનાકાકાના પહેલા ઓરડામાં ઢાંકી દીધાં વંદના જ્યોતિએ અમીને હળવેથી કહ્યું, “જમવાના ટાઈમે જ રોટલો ટીપી નાંખીહું. વીહ રોટલા ટીપતા વાર કેટલી?”

“હાં હાં એમ જ કરીએ જલ્દી તૈયાર થઈ જઈએ.” અમીએ જ્યોતિને હસતાં હસતાં કહ્યું.

વહેલાં તૈયાર થયેલા હાર્મોનિયમ ઉપર ગણપતિનો વેશ કાઢવા

મુકુન્દને કહ્યું, તે પડદા પાછળ ગયો. માથા ઉપર મુકુટ મૂક્યો. હાર્મોનિયમના શૂરનો રીયાઝ કરતો મુકુન્દને કહ્યું જરા જંપી જા...

હિંમતે માચીસ કાઢી ખીસ્સામાં મૂકેલી યેવલા બીડીની જૂડીમાંથી એક બીડીને ઊંધી ફૂંક મારી મૂળમાં હોઠ નીચે દબાવીને દિવાસળી સળગાવીને બીડી સળગાવી. હળવો હળવો શ્વાસ ખેંચી બીડી ચૂસીને ધૂમાડો ફેંકતાં કરી રહ્યો ‘ચાલ શરૂ કર.’

હાર્મોનિયમના શૂર સાથે વાગતા તબલાના તાલમાં હળવી

પ્રાર્થના સંભળાઈ રહી.

“પરથમ પહેલા સમરીએ ગણેશ.”

તે સાથે જ રેશમી આબોટીયું લીલા રંગનો જભ્ભો, અને વાદળી

ખેસ પહેરીને માથે મુકુટ મૂકી. હાથમાં સ્વસ્તિક દોરેલી થાળી ચહેરા આગળ પકડી બીજા હાથને ઊંચો નીચો કરતો હિંમત નાચતો કૂદતો આગળ પાછળ ડગલાં ભરતો મંડપમાં આવી પહોંચ્યો. બાળકોએ

તાળીઓના અવાજ સાથે વધાવી લીધો. પોતપોતાના ગમતી સખીઓ,

વડીલો, સાથે ગોઠવાયાં તો સરખી ઉંમરથી યુવતીઓ મુગ્ધાઓ, કિશોરો

મંડપની નજીક ચોતરફ ગોઠવાઈ ગયાં. દૂર અંધકારમાં ઓટલા ઉપર, ચબુતરા પાસે યુવાનો, આધેડવર્ગના પુરુષો ગોઠવાઈ ગયાં.

જગાનાયકે હાર્મોનિયમનો સૂર બદલ્યો. મનુએ તબલાના તાલને હળવું કર્યું. કેશવને ઈશારો કરતાં કહ્યું “જા.. જલ્દી કરું.”

“હાં હાં... થેકડો મારી તબલાને તાલે કૂદતો કેશવ પડદા પાછળ ગયો તે જ સમયે અમી તૈયાર થઈને ચાદર ઓઢી પડદા પાછળ આવી ગઈ હતી.”

જગાનાયકના ઈશારેથી કહ્યું “હાં” મનુએ મસાલાને ચાવીને થૂંકી નાખ્યો બાજાુમાં પડેલા પાણીના જગમાંથી બે ઘુંટ પાણી લઈને કોગળો કર્યો. તે થેકડો ભરી પડદામાંથી બહાર આવ્યો તે બોલી રહ્યો હતો.

“આવ્યો વેશધરીને વિદુષક,

હુકમ શું છે? ફરમાવો મારા મિત્ર.”

“આજ વાસણા ગામ રડીયામણું રે!

આજ ભજવીશું રામ લીલા ખેલ...”

વિદુષકે નાચતાં નાચતાં ખભાના ખેસને વિંઝતાં ગાયું. “વહાલી વીજળી રે વ્હાલી વીજળી રે

તમને આવતાં કેમ લાગી વાર?

તમને કેમ લાગી આવતાં વાર...”

ત્યાં જ પડદા પાછળથી અતિ સુંદર વસ્ત્રોમાં સજ્જ લાંબા

ચોટલાવાળી હાથનો લહેકો કરતી કમ્મરનો વળાંક આપી. વિદુષકને

નમતાં અમી કહી રહી.

“સ્વામી સજવા રહ્યાં શણગારો”

પ્રેક્ષક ગણમાં સ્ત્રીઓ અમીના રૂપને જોઈને આનંદથી હસવા

લાગી. બાળકો અને કિશોરોએ તાળીઓ પાડી. અવાજ આવી રહ્યો

“વીજળી... વીજળી.”

વીજળીએ તે તરફ જોઈને હોઠ ઉપર હાથનાં આંગળાં મૂકી ચૂંબન આપ્યું. ત્યાં જ અંધકારમાં પશ્ચિમના ચોતરા તરફથી સીટીનો અવાજ આવ્યો. બધાંનું તે તરફ ધ્યાન ગયું.. કેટલાંય વિચાર લાગ્યાં. “કુણ અશે?”

વૃધ્ધ સ્ત્રીઓએ યુવાન સ્ત્રીઓને કહ્યું “એમ જોવાનું જ નૈ એવું હોય...”

ત્યાં કોઈકનો અવાજ આવ્યો. “રામ જન્મ”

વિદુષકે કહ્યું “હાં.. રામજનમ મારા વીરા” પ્રેક્ષકોમાં હસવાનો-તાળીઓનો અવાજ પ્રસરી ગયો. જગલાએ તબલાના તાલને વેગ પકડાવ્યો. હાર્મોનીયમના સૂર ઝડપી વધી રહ્યા. વિદુષક વીજળી ના હાથમાં હાથ પરોવી બીજા હાથે તેને ખભામાંથી છાતી સરસી દબાવીને હાથ ઊંચો કરી પડદા પાછળ ચાલતો થયો. તાળીઓ અને સીસકારાના હસવાના અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયા. થોડી મિનિટો માટે ઉલ્લાસભર્યુ વાતાવરણ શાંત થઈ ગયું. ધીમે ધીમે રાત જામતી હતી.

માગશરની ઠંડીનો ચમકારો વર્તાતો હતો. વૃદ્ધાઓ એ લાવેલા ધાબળાને

ખુલ્લો કરી માથે ઓઢી લીધો. દૂર દૂર યુવાનોએ દીવાસળી સળગાવી.

બીડી સળગાવી દમ મારવા માંડ્યા. આંબલીના થડમાં, ગાડાના માંચડા

ઉપર પાનની દુકાન માંડી બેસેલા અમૃત કાછીયાએ એક આનામાં પાન વેચવા માંડ્યાં. ધીમે ધીમે નાના નાની છોકરીઓ સ્ત્રીઓ, યુવતીઓ

માટે છોકરાઓ યુવાનો માટે પાંચ પાંચ દશ દશ પાન લેવા માટે ટોળું વળી ગયાં. અમૃત કાછીયો બૂમ મારતો હતો. પાનનો એક આનો.

૧૨૦-૩૦૦ ના બે આના... મલબારી દેશી તમાકું ના દોઢ આનો બંગલા

૨ આના. યુવાનો ધીમે ધીમે ગાડાના માંચડા પાસે સરકવા લાગ્યા હતા. આમ તેમ પાન ચાવતા મસાલો ચગળતા યુવાનો આધેડ રસની પીચકારી

મારી રહ્યા હતા. તો મીઠુ પાન ખાતી યુવા સ્ત્રીઓ, યુવતીઓ મરક

મરક હસીને એક બીજા સાથે વાતો કરતી હતી. હળવેથી ઈશારો કરી ગૌરીને દૂર માંચડા પાસે ઊભા રહેલા યક્ષે હાર્મોનીયમ પાસે જવાં કહ્યું. “ગૌરી તે તરફ જવા ઊભી થઈ તે જ સમયે યક્ષે માંચડા પાસેથી તબલાવાળા પાસે આવીને બેસીને કહ્યું “મને વગાડવા દે.”

“તને આવડે છે?” મુકુન્દે કહ્યું.

“હાં હાં જોતો ખરો?” યક્ષે મસાલાને ગાલમાં મૂકતો હતો. તેણે રસ ચૂસતાં કહ્યું તે જ સમયે હાર્મોનીયમ પાસે આવીને ગૌરી પાન ચગળતી બેસી ગઈ. તેણે હાર્મોનીયમ ના સૂર છેડ્યા. તે રેલાતા સૂરમાં હસતી હસતી ગાઈ રહી હતી.

“અલી મેળામાં સીવો પાવો વગાડ વાગડ ન તે સૂર સાથે તાલ

મેળવી તબલાની થાપ આપતાં મકુંદ બોલી ઊઠ્યો... “વાહ વાહ”

મુકુન્દના બોલવાની સાથે જ ગૌરીએ યક્ષે નજર મેળવીને હાસ્યવેર્યું તે સાથે જ પુનઃ એજ કડી ગાતાં ગાયું.

“અલી મેળામાં સીવો પાવો વગાડ વગાડન્‌” મીઠા સૂરની

સાથે ગામની સ્ત્રીઓ યુવતીઓ ગાવા લાગી.

બીજી પંક્તિ ગવાતાં જ પ્રેક્ષક ગણનું મન નાચી ઊઠ્યું. “છાતીના બંધ મારા તૂટી તૂટી જાય.” બીજી કડી તો એક સાથે ગવાવા

લાગી.

ત્યાં જ ગૌરીએ ત્રીજી પંક્તિ ગાઈ “અલી! પાવાના પોલાં પર આંગળાં નચાવ નચાવન્‌ કેંડોના મંકોડા મારા લચક લચક થાય.”

“રાધા! તારા મંદિરીયા બોલ જીણા મોર” યક્ષનો હળવો

લ્હેકા સાથેનો સ્વર રેલાઈ રહ્યો. ત્યાં જ હિંમત મહરાજ બોલી ઊઠ્યો

- “ઈ હાં હાં ... પસ....પસ..વચ્ચે ગૈસું... દશરથ ન આવવા દો.”

હિંમતના અવાજ સાથે યક્ષનું હાર્મોનિયમ બંધ થયું.

મુકુન્દ પડદા પાછળથી બોલી ઊઠ્યો “ઈ ડબલ વટકે સાથ

ધૂમ ધમાકા, ભડાકા કડાકા સાથે ગાયન બંધ.”

રંગમંચ પાસે અડ્ડો જમાવીને બેસેલા બાળકો ખડખડાટ હસીને બોલી ઉઠ્યાં - “ડબલ વટ કે સાથ રામાયાણ શરૂ.”

ત્યાં જ હાર્મોનિયમ ઉપર જશી આવી પહોંચી ઊભા પગે જ હાર્મોનિયમના સૂર રેલાવતી ગણગણી રહી. તબલાને તાલ આપવા

મુકુન્દ આવી પહોંચ્યો.

તે જ સમય રાજાના પહેરવેશમાં તલવારને મ્યાનમાંથી કાઢી થેકડો ભરતો વૃધ્ધાવસ્થાએ પહોંચેલો હિંમ્મત કહી રહ્યો. “હું કોણ? અયોધ્યાપતિ... રાજા દશરથ... રઘુવંશ... મારું કુળ.. ભગીરથ મારા કુળમાં જન્મ્યા. પૃથ્વી પર ગંગા અવતરણ માટે વર્ષો સુધી અઘોર તપ કર્યું. ગંગા ભગીરથી કહેવાઈ. ધરતી પવિત્ર ગંગાને કારણે ધન ધન

બની ગઈ.”

“કોણ છે?”

“રાણી કૈકયીને બોલાવો” “રાણીમા આવતાં જ જણાય છે.”

“રાજકક્ષમાં પ્રવેશતાં કૈકયીએ હળવેથી કહ્યું “સ્વામીજી!” “રડમસ વિષાદભર્યા સ્વરમાંથી રાજા દશરથે કહ્યું “હે ભગવાન!

ભોળાનાથ... મારા કુળમાં કોઈ કુલદીપક નહીં. તમારા પૂજા તપ ઉપવાસ

કર્યા... વ્રત કર્યા મારે શેર માટીની ખોટ ના જ પૂરાઈ.”

તે ખોટ પૂરવા ત્રણ ત્રણ લગ્ન કર્યા છતાં પરિણામ

“હા રાણી.. રાણી... કોઈ જ ઉપાય સૂજતો નથી.” નિરાશ વદને દશરથે કહ્યું.

હતાશ રાણી હતપ્રભ હાલતમાં રાણી કક્ષમાં ચાલી ગઈ. રાજા દશરથે પ્રધાનને બોલાવ્યા - “પ્રધાનજી.”

“જી મહરાજા”

“જીવન હવે તો નર્ક જેવું લાગે છે. પૌઢ અવસ્થા શરૂ થઈ

ગઈ છે. હવે તો કોઈ જ આશા જણાતી નથી. એક શેર માટીની ખોટ...

મારા જીવનનો કોઈ અર્થ નહીં રહે.” રાજા દશરથે ડુશ્કું નાંખ્યું. ધીરગંભીર પ્રેક્ષક ગણમાંથી ડોશીઓ બોલી ઊઠી “ભગવાન ભોળાનાથ રાજાની ઈચ્છા પૂરી કરો”

ત્યાં જ યુવા વર્ગમાં બેઠેલો યક્ષ, દલપો એક સાથે બોલી ઊઠ્યા

“કરશે કરશે.. ભગવાન દયાળુ સેં.”

શનોકાકો તો મોટેથી બોલી ઊઠ્યો “ભગવાન હજાર

હાથવાળો સેં.”

બધા પ્રેક્ષકોની નજર શનાકાકા ઉપર મંડાઈ. અંધારામાંથી કોઈકનો અવાજ આવ્યો. “ઈ ડોહા ચૂપ મર.”

“બોલવા દો બાપા બોલવા દો” હાર્મોનીયમ વગાડતન અમીએં ઊભા થઈને કહ્યું.

ત્યાં જ રાણી કક્ષમાંથી કૌશલ્યા, કૈકયી અને સુમિત્રા આવી પહોંચ્યા. રાજાના ચરણો પકડીને કહી રહી “હે! નાથ અમારી દીનહીન અવસ્થા દૂર કરો. ક્યાં ક્યાં સુધી આ હીન જીવન જીવીશું?”

ત્યાં જ કૌશલ્યાએ હળવેથી કહ્યું “સ્વામીજી ગુરુ વશિષ્ટને બોલાવો કોઈક ઉપાય બતાવશે.”

“ગુરુજીને ના બોલાવાય તેમના આશ્રમે જવું પડે” દશરથે

માનપૂર્વક ભાવથી કહ્યું.

“ચાલો આપણે આશ્રમે જઈએ” કૈકેયીએ માર્ગ બતાવ્યો. રઘુકુળનો રાજા દશરથ... અયોધ્યાપતિ ત્રણે રાણી સાથે ખૂલ્લા

પગે જંગલમાં ચાલી નીકળ્યો. માર્ગમાં કાંટા વાગવાથી લોહીની ધારા

નીકળવા લાગી કૈકયી કૌશલ્યા અને સુમિત્રાએ સીસકારો ભરી ચીસ

પાડી. “ઓ ભગવાન” કૌશલ્યા નીચે પડી ગઈ.

૧૪. રામ જન્મ

અરે રાત અનુભવતાં પ્રેક્ષકમાં સ્ત્રી વર્ગનો એક પછી એક

સ્વર સંભળાયો.

“ઓહ ભગવાન!” “હાય! હાય!”

“બૌ દુઃખ પડ્યું... હું થહેં.”

ત્યાં જ પડદો પડી ગયો. પડદા પાછળના ચોતરા ઉપર બેસીને

વ્યક્તિઓ કહેતા હતા. “મઝા પડી.”

“એય થેવલા બીડી લાવ.”

“કાકા! યેવલા અતી તેટલી આપી.” “લો ટેલીફોન બીડી પીવો.”

“હારુ લાવ... કાંક ખાવાનું.” “હું ખાવાનું... માંચડથી લાવું” “જાસું અહેં...”

“આંત્રોલીવાળાનું ચવાણું મલહેં”

પડદા પાછળથી શકરીએ ઈશારો કર્યો. પચ્ચીસ રૂપીયા આપ્યા

“લે ચવાણું લાવ.”

“હારું.. સીધુ તો ભેગું કર્યું નહીં હવારે હું કરીશું?” “અરે, હા! અમણ રામ જન્મે એટલે લખણી કરીએ” “હારુ, ભૂલી ના જતા ન કર”

“હા હા કેવું ના પડ”

ત્યાં જ શકરી માંચડે પહોંચી. અમૃત કાછીયા પાસે ચવાણું માંગ્યું. “લો તોલી આલું બીજું કાંઈ.”

“ડુંગરી હ..હ.. ઘેરથી મંગાવું”

“હટ કરજો ન કર ડોહો.. ફાડ્યો.. બાર નેંકરશેં જ નૈ.”

શકરીએ હળવેથી કડવા શબ્દમાં કહ્યું.

“પીવ શ.” અમૃતે ઈશારો કર્યો.

“પીવેશ પણ રામલીલા પત્યા પશી.. આખું વાહણ..” “હેં ... ભારે માંણહ કેવાય.”

“પચા આલી જૈ મંગાવી આલ જો ભયા” “ચંતા નાં કરતાં હગવડ થૈ જહેં.”

* * *

પડદો ખૂલ્યો. નાનકડી પાટ ઉપર ગાદલું પાથરી તેના ઉપર

સેતરંજી પાથરી વશિષ્ટ ધ્યાન મગ્ન હતા. ધોળા લાંબા વાળ, લાંબી

લાંબી સફેદ દાઢી, ખુલ્લું શરીર, શરીર ઉપર અબોટીયું, ખભા ઉપર

જનોઈ કપાળમાં ચંદન તિલક... બે હાથ.. પદ્માસન ઉપર.. ગોઠવાયેલા

હતા.

પડદા પાછળથી ત્યાં જ રાજા દશરથ દીનહીનભાવે કરગરતા

પ્રવેશ્યા... સાથે ત્રણ રાણીઓ વંદન કરતી ઊભી રહી. રાજાએ ઋષિને

દંડવત્‌ પ્રણામ કર્યા. થોડી મિનિટોમાં ઋષિ આંખો ખોલી ને બોલી ઊઠ્યા

“રાજન્‌ સુખી થાવ.”

“પ્રભુ! ઋષિવર.. દુઃખનો કંઈ પાર નથી બસ શેરમાટીની ખોટશ.” “ઈચ્છાપૂર્વક થશે જ” ઋષિએ ધ્યાનમગ્ન બન્યા. એમણે

ધ્યાનમાં એક દૃશ્ય દૃષ્ટિ પાત કર્યો. તે જ ક્ષણે ઋષિએ બંધ આંખોએ

કહ્યું.. “રાજન્‌ પૂત્રેષ્ઠી યજ્ઞ કરવો પડશે.”

“જેવી આજ્ઞા અન્ય કંઈ”

બ્રહ્મ ભોજન.. દેશ પરદેશના ઋષિમુની સાધુ સંતોને ભોજન

યજ્ઞ પૂર્વે સોળ સોળ નદીઓનાં પવિત્ર જળ.

“હાં ઋષિવર આપ જે કહેશો તેમ થશે.” “પરંતુ..” ઋષિ એ શબ્દ બોલી મૌન થયા.

“કંઈ જ નહીં”

“ના ના મૂનિવર આપ સંકોચ અનુભવો છો...” દશરથે વિનતી કરી.

“તે તો ભવિષ્યની વાત છે. હાલમાં કોઈ જ વિઘ્ન નથી.” ઋષિએ નીખાલસતાથી કહ્યું. ગૌમુત્રથી રાજ મહેલમાં રાજમાર્ગમાં છંટકાવ કરી પક્ષીઓને ચણ નાંખો, ગાયને ઘાસ નીરો. આસોપાલવના તોરણબંધાવો. માગ માસના કુંભ સ્નાન પછી યજ્ઞ શરૂ કરીએ.

ચરણવંદના કરી સહપત્ની રાજન રાજમહેલ તરફ વળ્યા.

કુતુહલ પૂર્વક ગ્રામજનો... નગરમાં પ્રવેશતા નગરજનો જોવા લાગ્યા.

કેટલાક મુખ ફેરવી ઊભા રહ્યા. કેટલાક એકબીજાથી છૂટા પડી ગયા.

રાજન દશરથ આશ્ચર્યમાં પડી ગયો.

રાજમહેલમાં પ્રવેશી રાજા દરબાર ભરવાની દાંડી પીટાવી... રાજદરબાર ભરાયો. રાજપુરોહિતને અને દરબારીઓને હકીકત કહી.

દશરથ બોલી ઉઠ્યા “ચાલો યજ્ઞની તૈયારી કરો. ગૌમુત્રથી રાજમાર્ગો... રાજમહેલ પવિત્ર કરો ગાયોને ઘાસ પક્ષીને ચણ નાંખો.”

“જેવો રાજન્‌ હુકમ..! દરબારીઓએ રાજન દશરથનો જય

જયકાર કર્યો.”

યજ્ઞની તૈયારી થવા લાગી.

ત્યાં જ... પડદો પડી ગયો. પડદા પાછળથી રાજા દશરથનો

“જય ઘોષ” થયો. પ્રેક્ષકોએ રાજા દશરથનો જય જયકાર કર્યો.

ત્યાં જ મુકુન્દ અને તેના સાથીદારોએ ખુરશી ખુરશીમાં રામચંદ્ર

ભગવાનની તસ્વીર ઘીનો દીવો મૂક્યો. દીપ પ્રાગટ્ય થયું. અમીએ

દીપ સળગાવી. થાળીમાં ઘીની પાંચ દીવેટ સળગાવી. આરતી શરૂ

કરી. જ્યંતી, હિંમત, મનુ, કેશવ, માનસી, શકરી જ્યોતી હાર્મોનીયમ, તબલાના અવાજ સાથે ગાવા લાગ્યાં.

“શ્રી રામચંદ્ર કૃપાળું ભજુમન ભવ ભય મન દારુણમ્‌ । નવકંજ લોચન કંજ મુખકર કંજ પદ કંજારુણમ્‌ ।।

કંદર્ષ અગણીત અમીર છબીત્વ નીલ નીરજ સુંદરમ્‌।

ટોળે મુનીવર રજનમ્‌.

પરપીત હું તડીતરુચિશુચિ નમિજનક સુતાવરમ્‌ ।।

ભજુ દીનબન્ધુ દિનેશ દાનવ દૈત્યવંશનિકંદનમ્‌ ।

રઘુનન્દ આનન્દકન્દ કૌશલચંદ્ર દશરથનંદનમ્‌ ।।

આરતી પૂર્ણ થતાં દર્શકોમાં આરતી ફરવા માંડી થાળી રૂપીયાથી

ભરાવા લાગી.

તે જ સમયે હિંમતે આવીને મોટેથી કહ્યું “બાપા! આ તમારા ગામમાં પેટ ભરવા આયા છીએ. રામ ભગવાનના કાલાવાલા કરી... તમારા મનને ખુશ કરીશઉં. હવારે હું ખાવું ઈ ચંતા અમાર હોય.”

“બાપા! કાંક અત્યારે કો” “હવારે તો બાપા કેંસાં જ”

પ્રેક્ષક ગણમાં અમી ગઈ સ્ત્રી વર્ગમાં, મુકુન્દ, મનુ, કેશવ, યક્ષ યુવા વર્ગમાં બીજા બીજી તરફના ટોળામાં જઈ ઊભા રહ્યાં. ત્યાં જ અમીએ બૂમ મારી.

એય... ડબલ વટ સાથે ધડાકા ભડાકા સાથે દહશેર બાજરીનો

લોટ... રામ ભરોશે.

એય... પાંચ શેર બટાકા ડુંગરી... પાનવાળા તરફથી. “એય.... રેવા મા તરફથી શેર તેલ..”

“એય જડી મા તરફથી મરચું, મેઠું, મસાલો...” “એય દલાભા તરફથી લાકડાની ભારી.”

“જય હો જય હો...”

“એય રામ ભરોસે બશેર દૂધ” “જય હો બાપા! જય હો!”

“એય! રોમ ભરોશે બશેર ખાંડ... શેર ચા”

“એય! બાપા... જય હો... જય હો... લાડવાનું કરો તો”

“હારું બાપા.. હોઠ ચીકણા થાય.. કાઠું કૌવતભર્યુ બન..”

ત્યાં જ યુવા વર્ગનાં ટોળામાંથી “પાંચ શેર ઘઉંનો લોટ.. રામભરોસે” અમી કહ્યું.

“એય! ડબલ વટ સાથે ધડાકા ભડાકા સાથે બશેર ઘી..” “એમ.. પાંચ શેર ચોળા..”

“ખમ્મા મારા વીરા! વાહ વાહ..” હિંમત બોલી ઊઠ્યો. “એય! શેર તુવરની દાળ.”

“એય! બટાકા...ઘલોડાંનું શાક જેટલું જોયે તેટલું.”

“વાહ બાપા! તમારી કૃપા હારીશ. જય જયકાર થૈ જ્યો... તમે કો એટલુ પેટભરવા જોયે.”

ત્યાં જ વિદુષકે આવીને ગાયું “વ્હાલી વીજળી રે! તને આવતાં કેમ લાગી વારો”

“સ્વામી રાજના રહ્યા શણગારો.” કાન્તાએ ગાયું.

આજે ગામના ડોહા ડઘરો, જવાન, ઢાંઢા આધેડ છોરાં છોરીને ગાયન હંભરાવોશ. ત્યાં જ અમી નૃત્ય કરતી ગાતી રહી.

“રાધા! તારા મંદિરયા પર બોલે જીણા મોર મોર શું બોલ પપીહા શું બોલ.”

તે જ સમયે યુવાવર્ગમાંથી દીવાસળી સળગી... અમી દોડતી ત્યાં ગઈ તે બોલી ઊઠી.

“એ! ડબલ વટ સાથે ‘ગાયન કટ... કટ...કટ’

કૃષ્ણ ભગવાન હાલ્યા... મણીયારો હાંભળવો શેં.”

“હાં હાં હંભરાવો તાણ...”

વિદુષકે ચાળા કરતાં કહ્યું.

“કૃષ્ણ ભગવાન હાલ્યા, દ્વારકાને લીધો મણીયારાનો વેશ. “હું તો તને વારુ રે! જીવો મણીયાર.”

“મણીયાર ના હાથમાં ભમ્મર ભાલડી ન

માથે વાંકડી પાઘડી વેશ મણીયારાનો

હું તો તને વારુ રે જીવો મણીયાર.”

ત્યાં જ વ્હીસલનો અવાજ આવ્યો. અમી દોડતી પહોંચી ગઈ. તે બોલી ઊઠી. “એય! ડબલ વટ સાથે ૫૦ રૂપીયા આપીને ગાયન કટ...કટ..કટ...”

ધડાકા ભડાકા સાથે “શેલ રમતુડી” હંભળાવો.

“શેલ રમતુડી. આયો પુનમીયો મેળો રે! શેલ રમતુડી.”

ત્યાં જ આધેડ વર્ગમાં બેટરીનું લાઈટ થયું. અમી ત્યાં દોડી ગઈ.

૧૫. સીતા સ્વયમ્‌વર

એય હાંભરાં ૧૦૦ રૂા. સાથે ગાયન કટ..કટ ડબલ વટ સાથે

ઢોલ ના તાલે.. ધમાકા સાથે “કાંદા મૂળા.. શેલ મારા” હાંભરવું શે. “ઈ બાપા! હારું કેવાય...” હંભરાવો.

અમીએ શરૂ કર્યુ. “કાંદા મૂળા વેચવાની ગઈ ઓ લુહારીયા ઓ શેલ મારા કાંદામૂળા વેચવાને ગઈ”

ત્યાં જ ઊંધી રોપેલી રાંપડી ઉપર પેટ્રોમેક્ષમાં ભડકો થયો. તેનો પ્રકાશ ધીમો થઈ ગયો બધાનું ધ્યાન ત્યાં ગયું. તે સમયે જાંખા અંધકારમાં કેટલાંક યુવક-યુવતી સ્ત્રી-પુરુષવર્ગ ઊભો થઈ ચાલવા

લાગ્યો. હિંમતે બૂમ મારી રહ્યો “બાપા! બેંહી જો બેં હી જો. રામ જન્મ

કરી ન વેરાઈ શું લાવ!”

મુકુન્દે પેટ્રોમેક્સ નીચે ઉતારી તેમાં પંપ મારી હવા પૂરી. રામ જન્મ ટાણે માત્ર બસો પ્રેક્ષક જ રહ્યા

પ્રભુનું હાલરડું ગવાયું.

રામચંદ્ર ભગવાનો જય જય કાર થયો.

“રામચંદ ભગવાન કી જય”

‘જય જય જય શ્રી રામ’

‘જય જય શ્રીરામ’

માગશરની મધ્યરાત્રીનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો. ધીમે ધીમે ઠંડી વધવા લાગી. તેમ છતાં કેટલીક સ્ત્રીઓ વૃધ્ધાઓ યુવાન આધેડ વર્ગ સાલ, ધાબળા, ચોરસો ઓઢીને બેસીને રામલીલા નીહાળી રહ્યા.

કેટલાક દૂર દૂર તાપણું કરીને નીહાળી રહ્યા હતા.

* * *

પાંચમા દિવસે રામલીલાનો દંગ જામ્યો. ગામે ગામ રામલીલાના વખાણ થવા લાગ્યા. સ્ત્રી વર્ગ વૃધ્ધાવર્ગમાં મુંખે એક જવાબ હતો “રામલીલા કરેશે ઈ બામણના છોરાંશ... આલીશું ઈ બામણના છોરાન જમવાનું હ.. ચપટી ચપટી આલવામાં હું જવાનું શ?”

આજુબાજુના ગામ કોટવાડ મુવાડા, ડાંડીયાપુર, વસ્તાજી,

ભેમલીયા, મેનપુરા, જમાદાર મુવાડી, આલવા, પીરોજપુર વઘાસથી વૃધ્ધા અને વૃધ્ધો આધેડ પુરુષ સ્ત્રી વર્ગ યુવક-યુવતીઓ પણ સાંજ વધતાં સમી સાંજના આવી પહોંચ્યા. સીતા સ્વયંવર નો વેશ હતો.

રાજા જનકવિદેહીએ સીતાનો સ્વયંવર યોજ્યો હતો. વિદુષકે પ્રવેશ કરી પડદા પાછળથી આવી કહ્યું.

“આવ્યો વેશ ધરીને વિચિત્ર

હુકમ શો છે ફરમાવો મારા મિત્ર.”

આજે સીતા સ્વયંવર યોજો.. સીતા-રામનાં લગ્ન કરાવો.

અવધ પુરીમાં ઉત્સવ મંડાયો.. વિદૂષક -

“વ્હાલી વીજળી રે! વ્હાલી વીજળી રે!

તમને આવતાં કેમ લાગી વારો...”

અમી બોલી “સ્વામી સજવા રહ્યા શણગારો”

.... સમી સાંજથી જ હકડે ઠઠ્ઠ માનવ હજાર પંદરસો હશે. પેટ્રોમેક્સની અજવાળામાં જૂના નવા ચહેરા નીહાળતાં યુવક-યુવતી તારા-મૈત્રક રચવા કોશિષ કરતા હતા, તો વળી નક્કિ કેટલા વાયદા

પ્રમાણે રામલીલાનો વેશ શરૂ થાય તે પહેલાં જ નિયત સ્થળે પહોંચી ગયાં હતાં. કોઈક વડલા ઓથે, કોઈક દરગાહની પાસે , કોઈક નદીના કોતરે તો કોઈક ખેતરની સીમમાં. શિયાળાની વધતી ઠંડીનું પ્રમાણ ચમકારા ભર્યું હતું. વૃધ્ધો-વૃધ્ધાનાં અંગ કે પાવનું હતું. ધાબળા ઓઢીને

માથે લુંગી બાંધીને બેઠેલા યુવાનો પણ સીસકારો બોલાવતા હતા. કેટલાક

તો પહેલેથી તાપણાં કરીને બે બે લાકડાના ટૂકડા નાંખતા હતા.

પડદો ઊંચકાયો. વશિષ્ટ પાટ ઉપર બેઠા બેઠા નીચે ચાર રાજકુમારોને ભણાવતા હતા કેટલાક મંત્રોનો પૂનઃ ઉચ્ચાર રાજકુમારો કરતા હતા.

ત્યાં જ એક આગંતુકે આશ્રમના દરવાજે ઘોડો ઊભો રાખી.

ઘોડાને દરવાજા પાસે ઊભો રાખીને બૂટ કાઢી... આશ્રમમાં પ્રવેશ્યો... ઋષિને નમન કર્યા. ઋષિ ઈશારે એક વિદ્યાર્થી ઊભો થઈને સામે

લીંમડાના વૃક્ષની ઓટલી ઉપર મૂકેલા માટલામાંથી જળપાત્ર ભરીને

લઈ આવ્યો. આગંતુકને જળપાન કરાવ્યું.

ઋષિ વર્યને પગે લાગી વિનંતી કરતાં કહ્યું.

‘મુનિરાજ જનકરાજાએ સ્વયંવર રચ્યો ઈ આપને આમંત્રણ

ઈ! રાજપત્રને મુનીને આપ્યો.

મુનિવરે જમવા માટેનો ઈશારો કર્યો. બાજુની ઝૂંપડીમાં એક વિદ્યાર્થી લઈ ગયો.

નિયત સમયે સહપત્ની ઋષિવર શિષ્યો સાથે સ્વયંવર જોવા

નીકળી પડ્યા.

ઢળતી સાંજે નગરમાં પ્રવેશ્યા. પડદો પડી ગયો...

પુનઃ પડદો ખૂલ્યો. આરતીની તૈયારી થઈ ગઈ.

ખુરશીમાં ગોઠવેલી રામદરબારની તસવીર પાસે દીપ પ્રાગટ્ય

થયું.

મુકુન્દ, અમી...જગો...હિંમતકાકાએ આરતી ઉતારી.’ “શ્રી રામચંદ્ર કૃપાળું ભજુમન ભવ ભય મન દારુણમ્‌ । નવકંજ લોચન કંજ મુખકર કંજ પદ કંજારુણમ્‌ ।।

કંદર્ષ અગણીત અમીર છબીત્વ નવ નીરજ સુંદરમ્‌। પરપીત માનહું તડીત રુચિશુચિ નૈમિજનક સુતાવરમ્‌ ।। સિરકિરિટ કુણ્ડલ બલક ચારુ ઉદાર અંગવિભૂષમ્‌ । આજાનું ભુજ શરચાપ ઘરસંગ્રામ જિત ખરુદૂષણમ્‌ ।

ઈતિ વદતિ તુલસીદાસ શંકરશેષમુનિ મનરંજનમ્‌ ।

મમ્‌ હૃદયકંજ નિવાસકરુ કામાદિ ખલદલ ગંજનમ્‌ ।। “બાપા! રામની સેવામાં પેલો બે પૈસા પેટભરવા થોડું થોડું

ધાંન બોલજો.” વિદુષકે આરતી પૂર્ણ થતાં કહ્યું.

મુકુન્દે આરતીને દર્શકોમાં ફેરવવાની શરૂ કરી. થાળી રૂપિયાની નોટોથી ભરાઈ ગઈ. તે જોઈ મુકુન્દ ખુશ ખુશ થઈ બોલી ઊઠ્યો “શ્રીરામચંદ્ર ભગવાનની જય.”

દર્શકો બોલી ઊઠ્યા “રામચંદ્ર ભગવાનકી જય” “જય જય શ્રી રામ રામ જય જય શ્રી રામ રામ” હાર્મોનીયમ અને તબલા ઉપરના લયબદ્ધ ધૂન શરૂ થઈ. દર્શક

વર્ગ ધૂનમાં તલ્લીન થઈ ગાવા લાગ્યો.

ત્યાં જ અમીએ યુવા વર્ગમાં જઈને બૂમ મારી. “એય.. ભૈ... રામ ભરોશે... દશ શેર ચોખા.” “ઐય... ભૈ... પાંચ શેર દાળ રામ ભરોસે.” “એય... ભૈ... પાંચ શેર ઘી-તેલ રામ ભરોસે.” “જય બોલો ભૈ જય બોલો.”

“ઈ ભૈ... દહ શેર ઘઉં રામ ભરોસે.” “એ ભૈ બધા મસાલા શાક સાથે”

જય બોલો ભો... રામચંદ્રની જય... જય જય જય ત્યાં વિદુષકે કહ્યું “ભૈ સીતાજીનાં લગ્નમાં કન્યાદાન કેંતા રેંજો...”

તે જ સમયે -

પડદો પડ્યો

પુનઃ પડદો ઉઘડ્યો. રાજદરબારનું દૃશ્ય હતું. રાજા જનકવિદેહી સાથે સુનયના બેઠાં હતાં. બીજા રાજા બંન્ને હરોળમાં ડાબી- જમણી તરફ બેઠા હતા. લંકેશ પણ આવ્યો હતો. વચ્ચે ઊંચે ટેબલ પર શણગારેલ ધનુષ ગોઠવાયું હતું. તેની પૂજા કરીને ધૂપ દીવા પ્રાગટ્ય થયું હતું.

ઊંચેથી રાજાએ જાહેરાત કરી.

“આ ધનુષ ભગવાન પરશુરામને આપેલું શીવ ધનુષ છે. જે કોઈ આ ધનુષ્યને પણછ ચઢાવશે તેને મારી પ્રિય પુત્રી સીતા.. જાનકી ફૂલહાર કરશે. વરમાળા પહેરાવશે.”

જેની ઈચ્છા હોય તે આ કાર્ય કરી શકશે.

એક પછી એક રાજા... રાજકુમારો ઊભા થયા. ધનુષ ઊંચુ કરવા અસમર્થ બન્યા.

અંતે ગુરુની આજ્ઞાથી ઈશારાથી જ રામ ઊભા થયા. તેને ઊભો થયેલો જોઈને રાજાઓ મશ્કરી કરવા લાગ્યા “આ છોરો ધનુષ પણછ” ગુરુવંદન અનેકને વંદન કરી.. રાજાને વંદન કરી ધનુષે પાસે શ્રીરામ આવ્યા. તેને ભાવપૂર્વક પગે લાગીને જમણાહાથે તે પકડીને એક જ આંચકે ત્વરીત ઊંચકી લીધું. સભામાં આશ્ચર્ય જનમ્યું. એક હાથે જ ઊભા કરેલી ધનુષને ઊંચું કરી.. પણછને પકડી. અને પળવારમાં પણછને સહજતાથી ચઢાવતાં જ ધનુષ તૂટી ગયું. તેના તૂટવાના અવાજ સાથે

મેઘગર્જના થઈ. વાદળો ઘડઘડાટ વીજળી ચમકી ઊઠી.. પરશુરામને શિવધનુષ તૂટવાનો અણસાર થયો. જંગલોમાંથી તે દોડતા નગર તરફ

આવવા લાગ્યા. ક્રોધની પહોળી આંખો હાથમાં ફરસી વિંઝતા

આવીપહોંચ્યા.

ઊર્મિલા સાથે સીતાજીએ રાજસભામાં આવીને શ્રીરામના ગળામાં વરમાળા પહેરાવી. નમ્રતાથી ડોક નમાવી શ્રીરામ મૃદુહાસ્ય ફેલાવી પ્રેમનજરે સીતાજીને નીહાળી રહ્યા હતા. વિષ્ણુ લક્ષ્મીનું મિલન થયું.

તે જ સમયે વિદુષકે આવીને કહ્યું “સીતાજીને કન્યાદાન કરો બાપા!”

મુકુન્દ, હિંમત અને જગો દર્શકો વચ્ચે આવી પહોંચ્યા. એક પછી એક અવાજ આવવા લાગ્યા

“એય... સીતાજીને પાનેતર” “એય.... સીતાજી સોનાનાં કંગણ”

ખમ્મા મારા વીરા... ખમ્મા

એક ભાવિકે ગીર ગાય વાછરડી સાથે કન્યાદાન આપી. હરખઘેલા રામલીલા વાળા આનંદવિભોર બની ગયા. ત્યાં જ બે કલાકનો સમય જતાં જ વિદુષકે કહ્યું. “શ્રીરામચંદ્ર ભગવાનની જય.”

“જય જય શ્રીરામ જય જય શ્રીરામ...”

પ્રેક્ષકવર્ગે પ્રતિઉત્તર આપ્યો. “શ્રીરામચંદ્ર ભગવાનની જય.

જય જય શ્રી રામ જય જય શ્રીરામ.”

“ભૈઓ...બૂનો હવે... મનોરંજન ગીત માળા.. “વટ... કટ..કટ...કટ...વટ વટ.””

“પ્રીય પ્રીય લોકગીતો... મેળાનાં ગીતો.. હમજ્યા.” “ફીલમ ગીતો નૈ મારા બાપા!”

ત્યાં જ પડદો પડ્યો. “અમી” નૃત્ય કરતી આવી પહોંચી. ગાવા લાગી.

“શામળાજીને મેળે રમઝણીયું રે

પિંજણજી વાગે. હાલને ગોરી હાલને

રમઝણીયું રે! પિંજણયુ વાગે.”

તે જ સમયે યુવા વર્ગમાં બેટરી થઈ. મુકુન્દ દોડતો ગયો. “એય... છોડી...કટ...કટ.. ૫૦ રૂપીયાથી ડબલ વટ સાથે

ધૂમ ધળાકા સાથે “મણીયારો.. આયો.. ગાવાનો સેં.”

“વાહ વાહ મારા ભૈ હારું કેંવાય” અમીએ ગાવાનું શરૂ કર્યું. ત્યાં જ દીવાસળી સળગી. “એય! બોલે ઝીણા મોર.”

અમીએ એક કડી પૂરી ગાઈ ત્યાં પાછુ ગીત કટ..કટ.. થતો અવાજ આવ્યો.

“એય...ડબલ વટ સાથે ૧૦૦ રૂા. માં “રામદેવનો હેલો”

અમીએ રામદેવનો હેલો શરૂ કર્યો.

“રણુજાના રાજા... અજમલજીના વીરા.

રાણી મિનળનો ભરથાર મારો હેલો સાંભળો રે.”

.... તે જ સમયે કોઈ કંઈ બોલ્યું નહીં. હેલો પૂરો થયો.

ત્યાં જ સંતોષ અનુભવતો પ્રેક્ષક વર્ગ રામલીલા પૂર્ણ થતાં વિખરાઈ ગયો.

ત્રીજો પહોર ચાલતો હતો. પટેલ વાડા પાછળ ઘાંચીવાળાના

ખેતરમાં ચહલ પહલ થતી હતી. ધીમે ધીમે ગામમાં વાત ફેલાઈ ગઈ.

લલી અને ગાભલો.. “હું કેવાય?” “ચાં લલી..ન..ચાં ગાભલો..કળયુગ આયોશ. કળીયુગ આયોશ. કળીયુગ આયો મારા

ભૈ.”

બીજી રાત્રે નદીના કોતરમાં મધરાત્રીએ જ દેકારો થયો. રામલીલા જોવા ભેગું થયેલું ટોળું તે તરફ જવા લાગ્યું. “બેસી જાઓ બેસી જાઓ” બૂમો મારતો હિંમતનું કોઈએ કંઈ સાંભળ્યું નહીં. થોડીવારમાં ટોળે ટોળુું પાછુ આવ્યું. વાત વાયરાએ ફેલાઈ... વાતને પગ હોય? સવાર થતાં ગામે ગામ એક જ વાત... “શંકરીયો વાઘરી સવલીને લૈ નાહી જ્યો..”

“હું કેવાય?”

“હાય! રાંડોન હં થયુંશ?”

“એક રાંડેલી ને બીજો પચા વરહનો વાંઢો બેંતો છોકરાંશ.. હું થયુું અશેં એમન? છોરાનું હું?”

“ઈ હું થવાનું? શંકા, ખોતરી ખાહેં. બીજું હું.માંડ માંડ”

લંકાના આક્રમણ સુધીની રામલીલા જોઈ ના જોઈ.

ત્યાં તો... ગામનું પંચ ભેગું થવુ જે નિર્ણય કર્યો... “ભૈ.. ગામની આબરૂ.. હાચવો ધરમ કરમ થહેં.... પણ... ગામેગામ વાત્યું થાયશ ઈનું હું?”

તે જ સમયે જેલા પટેલે રામલીલા વાળા હિંમત જગો, મુકુન્દને બોલાવી કહી દીધું. “આજે હાંજે રામલીલા બંધ કાલે ઊચાળા ભરી હેંડતા થાવ.”

એવુ જ થયું. ગામમાં સોપો પડી ગયો. રામલીલાના કલાકારોના ચહેરા ઝંખવાણા પડી ગયા. ઉદાસ ચહેરે એક ગામથી બીજ ગામ જઈને રજા માંગવા લાગ્યા. બધે થી એક વાત “ના” જ આવતી હતી. અંતમાં

હિંમત અને મુકુન્દ બાયડમાં જઈને મુખીની પરવાનગી લઈ આવ્યા.

એક દિવસ આરામ કરી.. બીજે દિવસે રેવા પટલાણી, જેલો પટેલ.. જડીમા..જયશંકર માસ્તરને મળવા ગયા. ત્યારે બધાંની આંખો ભીની હતી. રેવા પટલાણી ગળગળા સ્વરે કહેતી હતી “ભૈ... આવજો તાણ..

લોક રોયું જંપતું જ નથી... ધરમના બે શબ્દ કાંને પડ્યા હોત તો સુધરત. પણ...ગુંગણીનાં ખોલકીનાં એવાં જ રહ્યાં.”

“હા ભા..આ...હું થાય?” ઢીલા પગલે ચાલતા મુકુન્દ જયેશ અમી... જગોની પાછુ વાળીને જોવાની હિેમત ના હતી.

બીજા દિવસે રસાળો લઈને બાયડ ગયેલા રામલીલાવાળા તો ના ફાવતા પાછા વાહણા આવીને રેવાબાને મળી ગયા. ખબર અંતર પૂછ્યા.

મારી કહ્યું. “એય... હું કરશ.. ઊંઘતો છે..”

“ઊંઘવાનું નૈ...”

“ના... ના... ઊંઘતો નતો” “સપનું જોતો તો...”

“હા સપનું...”

હું કેંસ ગાંડા સપનાં તો રાતે ઊંઘમા આવે. અત્યારે ના હોય. “રૂપીયા કમાવાનું કર”

“એમ જ કરીશ.”

ગૌરીની યાદ આવતાં ભોંઠા પડી ગયેલા ચહેરાની ઉદાસીનતા

ભીની ભીની આંખોમાંથી ટપકવા મથતા ઉત્તેજીત આંસુનાં બુંદ પોપચાં

ઉપર આવીને ગોઠવાઈ ગયાં.

કુન્દનની ચાલાક નજર યક્ષના મનોભાવને ઓળખી ગઈ. તેણે હળવેથી કહ્યું. “ઘર યાદ આવ્યું? ત્યાં કોઈ છે? ઘેર જઈ આવ.”

“ના ના એવું કંઈ જ નથી. એતો જરા અમથું યાદ આવી ગયું” યક્ષે વાતને ઉડાવતાં હસતાં હસતાં કહ્યું.

બીજે વર્ષે વાસણાના બ્રાહ્મણોએ રામલીલા ટોળી શરૂ કરી.

તે પાટીયાને ટેકો દઈને ઝોકે ચઢેલા યક્ષને કુન્દને પીઠમાં ધબ્બો

૧૬. ડ્રગ્ઝ માફિયા યક્ષ

“હલ્લો!” “હં”

“ક્યાં જાઉ?”

“સુરત નહીં? અડાજણ રોડથી પૂર્વ તરફ!” “એ તો ઓલપાડ!”

“ના કીમ ચાર રસ્તા ત્યાં બ્લુ કલરની ઈનોવા તૈયાર હશે.. પાર્સલ તેમાં આ કાર ત્યાં છોડીને તે લઈ જવાનું ચાવી તેમાં જ છે.”

“હાં હાં બોસ પછી ઉત્તર તરફ હંકારી જવાની ડભોઈ તરફ

ત્યાં ડભોઈ ગામમાં પ્રવેશતાં જ એક ખેતર... ખેતરમાં ઓરડી પાસે બે

મોટા આંબા,,, બીજે ક્યાંય બીજાં વૃક્ષ નથી. ખૂલ્લા મેદાનો જ છે. પડતર ખેતરો જ છે. વર્ષોથી ત્યાં કોઈ ખેડાણ થયું નથી. સમજ્યો એ

ભૂલ એટલે મોત.” ત્યાં જઈશ એટલે એક ડોશી બહાર આવશે. ગળામાં કાળા દોરામાં ૐ હશે. ને તને તારી બેગ આપશે. ગાડી લઈને તારે નીકળી જવાનું સમજ્યો.

“હલ્લો! ક્રીમ.”

“હા... પ્હોંચી ગઈ.”

“આજરાત.. ઉચ્છલના પૂર્વના મેદાનમાં” “યશ સર”

યક્ષ ઉચ્છલ પહોંચ્યો. “હલો આવી ગયો.” “યશ બોસ”

“હેલીકોપ્ટર નીચે ઉતરશે.” “રેડી! ઓકે.”

ત્યાં જ ઉચ્છલના જંગલોમાં હેલીકોપ્ટરની ગરેરાટી સંભળાઈ રહી યક્ષે તેની ટોર્ચ આકાશ ઉપર ચાલું રાખી તે સમયે નીચે આવેલા હેલીકોપ્ટરમાંથી એક દોરડું નીચે આવ્યું. ચાલું હેલીકોપ્ટરમાં યક્ષે તેના હાથની બેગ બાંધી દીધી. દોરડું ખેંચાઈ ગયું. પુનઃ હેલીકોપ્ટર ઊંચે ને ઊંચે ઊડીને પશ્ચિમ તરફ જવા લાગ્યું. વ્યારાના ખુલ્લા મેદાનો તરફ જતું હેલીકોપ્ટર... હેલીપેડ સાધતું આગળ વધ્યું.

તે જ સમયે રાતના ગણો સમય થયો હતો. ઉચ્છલના માર્ગો તરફ કારનું ડ્રાયવીંગ યક્ષ ૧૨૦ કી.મી. ની ઝડપે કરી રહ્યો હતો.

માત્ર ૨ કલાકમાં અડાજણ બસ સ્ટોપ પાછળ કાર મૂકીને ચાલતો ભાગળ તરફ ગયો. તેની હાથમાં એક એટચી હતી. વજનદાર એટચીને કારણે તેનો હાથ દુઃખતો હતો. બીજા હાથમાં એટચી પકડી. જવા લાગ્યો. ઠંડીની ઋતુ હોવા છતાં તેના બ્લેક લેબાસમાં પ્રસ્વેદ થઈ ગયો. માથા ઉપરની હેટ એટચીવાળા હાથમાં પકડી ભાર્ગવ બંગ્લોઝમાં પ્રવેશ્યો.

ગેઈટ લોક કરી.. બંગ્લોઝનું દ્વાર ખોલાવાનું બટન દબાવ્યું. બંધ બારણું

ખૂલ્યું. પુનઃ તે પ્રવેશતાં જ બંધ થઈ ગયું. પૂર્વના રૂમમાં ત્વરીતર્ગતિએ દોડીને નાનકડાં દેવ મંદિરને ખસેડ્યું. બે ફૂટ લાંબી માત્ર પાંચ ઈંચ પહોળી તિરાડમાં બેગને સરકાવી. ધમાક બેગ પડવાનો અવાજ આવ્યો પુનઃ લાઈટ બોડમાં બીજા નંબર સ્વિચ દબાવી તુરંત દેવ મંદિર જે તે સ્થળે આવીને જામ થયું. યક્ષે દીવાનખંડમાં જઈને સોફા ઉપર પડતું નાખ્યું. બંન્ને પગ ટેબલ ઉપર બુટ સાથે જ લંબાવ્યા. હાથમાંનો હેટ સામેના સોફા ઉપર ફેંક્યો. ટીપોય ઉપર પડેલી “ફોર સ્ક્વેર” લઈને

લાઈટરથી સળગાવી. સીગારનો મોટો દમ ખેંચ્યો. સમગ્ર ખંડમાં ધૂમાડાની શેર ઉડવા લાગી. રીમોટથી સીલીંગ ફેન ચાલુ કરીને રીમોટ બાજુમાં મૂક્યું. વિચારો..ટેન્સન અનુભવતો યક્ષ બંન્ને હાથ સોફાની ધાર ઉપર લાંબા કરી નિશ્વાસ નાંખ્યો. જાત સાથે વાતો કરતો યક્ષ અંતઃમનમાં ઉતરી ગયો. તેથી નજર સમક્ષ... શાળા જીવન, ગામ તોફાની જીવન.. માની ગરીબાઈ... શિક્ષક વ્યવસાય, મોહન ગૌરી...જમના..રવચંદ..અનીલ..જયેન્દ્ર તરવરી ઉઠ્યા. અજાણ્યા

લોક.. સંઘર્ષમય જીવન, કાળીમજુરી...કુન્દનનો સ્વભાવ.. ઝરીના.. તરવરવા લાગી.

તે એકદમ ચમકી ઊઠ્યો. “કજરા!”

“ઓહ! મેં શું કર્યું...”

“ચરસ, અફીણ.. વ્યવસાય પત્નીનો કેરીયર તરીકે ઉપયોગ.

પ્રેમનું બલીદાન..દગો... કેટલો ક્રુર પ્રેમના હત્યારો... હવસ.. એક નીર્દોષ ભોળી પ્રેમીકાને અંડરવર્લ્ડની દુનિયામાં ઓહ! હુું શું કરીશ? કેમ કરીને મુક્ત કરીશ? કંઈક તો -”

તે જ સમયે યેશાનો ચહેરો તરવરવા લાગ્યો. કેટલા કોડ હતા

“કેટલી ચાહતી હતી.”

“લગીની વાતમાં ભીની આંખોએ કેવું કહેતી” “ક્યારે લગ્ન કરીશું?”

હજું લગ્નને છ માસ જ થયા. યક્ષની આંખો ભીની થઈ ગઈ. એક ડુસ્કું નંખાઈ ગયું. આવડા મોટા બંગલામાં માયા એકલો.. સતત ચીંતામાં ડ્રગ્ઝ માફીયાના ભયથી બેચેન કેવું જીવું છું... રૂપીયા.. તીજોરી..ભોંયરું ભરાઈ ગયું બેંકોમાં કોઈજ એકાઉન્ટ ૧૦૦ કરોડથી ઓછું નથી. ઉપાડવા કેમ જવું?

“માફિયાનો પીછે કેમ છોઢવો... પૂરા ભારતનાં પ્રમુખ શહેરો તેના વ્યવસાયથી ધમધમતાં ના હોય તેવું નથી. આ ચક્કરને ભેદીને શાંત જીવન જીવવા ચાલ્યા જવું ઈ પાછું ગામમાં... ગૌરી સાથે.” અંતઃ મનના અવાજ સાથે વાતો કરતો યક્ષ ચમકી ઊઠ્યો રીમોટથી

ખૂલતું બારણું એકદમ ખૂલી ગયું. તે આશ્ચર્યમાં પડી ગયો “કેમ કરી

ખૂલ્યું હશે?”

ચોક્કસ કોઈ ટ્રીક જાણે છે.

તેણે સત્તાવાહી સ્વરમાં બૂમ મારી “કોણ?” “એય ચૂપ મર... વરના...”

એક કાળો ડીબાંગ... ઊંચો પડછંદ વ્યક્તિ તેની તરફ હાથમાં રીવોલ્વર તાકી અડગડગ મૂકતો આવી રહ્યો હતો. તેનો અવાજ બંગલામાં ફેલાતો હતો. “તુમને.. મલાના ક્રીમ, બસ્ટ, ચોકોપેશ, એ.કે.૪૭, શાંતિબાબા કહાં ભેજા.”

“તુમ કૌન હો?”

“તેરા બાપ”

એય! સમ્હલકર બોલના. યક્ષ ત્વરીત સોફામાંથી ઊભો થઈને એક સાથે બે હાથમાં બે રીવોલ્વર લઈને ફાયર કર્યું. મીની સ્ટેનગન કમરે લટકાવી.

કંઈ ઉત્તર નહીં... “માત્ર અટ્ટહાસ્ય “હા...હા...હા..હા” ફેલાઈ ગયું. તે આગળને આગળ વધી રહ્યો.

યક્ષે બંન્ને રીવોલ્વરથી તેના કમર નીચેનો ભાગ..પગની પાની.. ઢીંચણમાં ગોળીબાર કર્યો કોઈ જ પરિણામ નહી તે આશ્ચર્યમાં પડી ગયો. તે જ ક્ષણે કુશળનિશાને બાજ યક્ષે તેના બંન્ને કાંડાના ભાગ ઉપર “ધાંય ધાંય” ગોળી છોડી તે તેની અંતીમ ગોળી હતી. બાર બાર બોરની બંન્ને રીવોલ્વર ગોળી છોડવાથી ખાલી થઈ ગઈ હતી. બે જ ગોળી બાકી રહી.

ત્યાં જ એક ચીસ સંભળાઈ રહી. તે સાથે જ આવનારના હાથમાંથી બંન્ને રીવોલ્વર છૂટીને નીચે પડી ગઈ.

તે જ ક્ષણે યક્ષે દોડીને ડાય મારી હુષ્ટ પૃષ્ટ યુવાનને ભોંય ઉપર પાડી દીધો. પરંતુ તે તેનો વ્યર્થ પ્રયત્ન હતો. કોઈ જ નક્કર પરીણામ ના આવ્યું. તેનું અટ્ટહાસ્ય ફેલાઈ ગયું તે ત્વરીત ઊભો થઈને યક્ષને એક જ હાથે કમ્મરમાંથી પકડી ઉપાડ્યો. યક્ષ ફર્સ ઉપર પછડાયો. એક મરણતોલ ચીસ નીકળી ગઈ. એક ક્ષણ માટે પટકાયેલો યક્ષ ત્વરીત ઊઠીને તેની ગરદન ઉપર કૂદ્યો. તેને પૂરી તાકાતથી ગરદન પકડીને દબાવા લાગ્યો. પાષાણ સમી ગરદન વાળા યંત્રમાનવ જેવા આગંતુકે માફિયાને તેનો હાથ પકડી એટલો જોરથી જટકો માર્યો કે તે તે જ જાટકા સાથે સામી દીવાલમાં અથડાયો. ત્યાં જ માફિયાએ ચહેરા ઉપરનો માસ્ક ખોલ્યો.

“યક્ષ બોલી ઊઠ્યો - “ઓહ! જ્હોન..તું...હા”

“હમારી પ્રેવર પૂરી ઈન્ડીયામેં બ્રીકી કરતા હૈ.”

“માલાના ક્રીમ શાંતિબાબા યે હમારી મોનોપોલી હૈ. પૂરી દુનિયામેં હમારા પૂરા ૫૦૦ અબજ કા કારોબાર હૈ. ઈન્ડીયામેં હમારે બીના કોઈ બેચ ભી નહીં શકતા.” યક્ષે ધીમે થી કહ્યું “હમ કહાં બેચતે હૈ, હમ તો ડ્રીલીંગ કરતા હું” “એ યે તુમ જીતના ઉત્સાદ હે. મેં ઈસકા ગુરુ સમજે. ચાલ માલ નીકાલ.. યા પૈસા દે.. ”

“જોહ્‌ન.. મેં તુમ્હે મનાલીસે હી પહચાનતા હું કુલુમેં તેરી કીતની

ખેતી હૈ? સાલા, જ્હોનીસબર્ગ અફઘાનીસ્તાન કે ડ્રગ્ઝવાલે તુમ ઈઝરાયલીઓ કો રાક્ષસ કહતે હૈ.” યક્ષે ક્રુરતાથી હાસ્ય રેલાવતાં કહ્યું.

“એય! બકવાસ બંધ કર. યે હમારા બીઝનેશ. હમેં ક્યા કરના ક્યા ના કરના.. હમે દેખના હૈ. તુમ નીકાલતે હો યા માર કે મેં ઢૂંઢલું. તે જ સમયે યક્ષે દીવાલ પાસેની સ્વિચ પ્રેસ કરી. માત્ર બે જ મિનિટમાં જ્હોન કંઈ વિચારે તે પહેલાં ફર્સમાં સરકી ગયો.. જ્હોન પૂરા વીસ ફૂટના ખાડામાં પડી ગયો. એક અવાજ ફેલાઈ ગયો. પુનઃ ફર્શ જે તે સ્થિતિમાં આવી ગઈ.”

યક્ષે છૂટકારાનો દમ લીધો. ત્યાં જ તેને પૂરો કરવાનો વિચાર આવ્યો. દીવાલ પાસેની બીજી સ્વીચ પ્રેસ કરી. એક ધણ ધણ ધણ અવાજ ફેલાઈ ગયો. ગેસ છૂટતાં જ પૂરો ગેસથી ફર્શ નીચેનો ખાડો

ભરાઈ ગયો. માત્ર થોડી જ મિનિટમાં જોહનનાં અસ્તિત્વનો લોપ થયો.

બીજી જ મિનિટે યક્ષને આ બંગ્લામાં રહેવાનું જોખમ લાગ્યું. તે વિચારતો રહ્યો જરૂર જાસુસે આ સ્થાનની માહિતી આપી દીધી છે. તેણે વાયરલેશ સેટ ઉપર વાત કરી “હલો.. હું. તું સુરત ના આવતી.”

“ડભોઈ.. તરફના જતાં અંકલેશ્વરથી વળીજા. અમદાવાદ

તરફ વેજલપુર તરફ રેલ્વે ક્રોસીંગથી પાલડી રાજકોટ સમજ્યા.” “ઓ.કે.” કુલુથી કારગો પાસ કરાવી.. લીડ કરતી કજરા

લુધીયાણા સુધીનો પૂરા ત્રણસો દશ કી.મીટરનો માર્ગ માત્ર આઠ કલાકમાં

અવીરત ફાસ્ટ ડ્રાયવીંગ કરીને ગુજરાતમાં રતનપુર આવી પહોંચી. માફીયા ગેંગને જાણ થઈ ગઈ હતી. એક નાનકડી ચહલ પહલ તેમને માટે ઈશારો પૂરતી છે. કુલુમાં રઘુનાથ મંદિરમાં બનેલી ઘટના.. માફિયા ગેંગના કેમેરામાં ડબ થઈ હતી. જેથી બચવું મુશ્કેલ હતું. અજાણ્યો વ્યક્તિ શા માટે સ્થાનિક છોકરી કેમ તેને હાથ પકડી ખેંચતી હશે. તે ક્ષણથી જ યક્ષ-યેશા અને કજરાના વર્તન ઉપર નજર રાખવામાં આવતી હતી. ઈઝરાયલ માફીયા કરતાં જર્મન માફીયા વધુ ચાલાક હતા. મોડી રાત થી જ યક્ષને નજરકેદ જેવા કર્યો હતા. કોટેઝમાંથી બહાર નીકળી ખુરશી ઉપર ગોઠવાઈને તેણે ચા મંગાવી તે પહેલાં રેંકડી ઉપરથી તપેલી ડીસ તેને જ નીચે ફેંકી હતી. એટની બીરસે તુરંત કોટેજ માંથી બહાર આવતા યશને નીહાળ્યો હતો. ચા લેવા ગયેલા ગુરખાને તેની ભાષામાં કહ્યું હતું “એય યે કૌન હૈ હમારા આદમી નહીં.”

“નહીં તો?” “કૌન હૈ?”

“યે ટૂરીસ્ટ હૈ. ગુજરાત કે.”

“ટૂરીસ્ટ નહીં હો શકતા.. વરના હમારે શીકાર કરે બીચમેં

આનેકી હીંમત નહી કરતા.. હમને દેખ લીયા હૈ”

“એય ... તું માને યા ન માને યે હમારે ગેસ્ટ હૈ.. ગુજરાત કે..” “યે હમારા બિઝનેશ.. સપ્લાયકા કરતા હૈ.”

એટલીનો ધીમે છતાં ધમકી ભર્યો અવાજથી ગુરખો ડઘાઈ ગયો

તે બોલી ઊઠ્યો. “ક્યા બકતા હૈ એટની! યે પહલી દફા યહાં આયે હૈ.” “તું માને યા ન માને.. યહ બાત હૈ.”

“હમ દેખ લેંગે.”

“ક્યા દેખેગા... ડુક્કર તું તો વિદેશી હૈ મેં ડેલ્હી બાત કરતા હું.”

એટની ડઘાઈ ગયો. તેની જબાન ચૂપ થઈ ગઈ. વાતાવરણ શાંત થયું. “ચાય” લઈને આવેલા ગુરખાએ બે સીગાર લાવ્યો હતો તે સમયે યક્ષને ચા આપતાં હળવેથી કહ્યું “બાબુજી આપ.. સબ્હ મેં ચલે જાઓ”

“ક્યું?”

“યે ડ્રગ્ઝ માફીયા.. આપકો શકશે દેખતે હૈ.”

“યે હમારા ઈન્ડીયા હૈ. હમ હમારી મર્ઝીશે ઘુમને ફીરને આયે હૈ. હમે કોઈ રોક નહીં શકતા. હમ આઝાદ હૈ સમજે.” યક્ષ ધીમા છતાં સ્વતંત્ર અવાજમાં ગુરખાને કહ્યું.

ગુરખો સ્વતંત્રના ગૌરવની આત્મશાંતી અનુભવતો બોલ્યો “બાબુજી હમ તો ગુલામ હો ગયે હૈ, હમ મુક્તિશે ગુમ શકતે નહીં.. હમ હમારે ત્યૌહાર ભી નહીં મના શકતે. અચ્છે કપડે નહીં પહન શકતે. યે લોક હમારે ગાંવ કે કિશાનો કી પાસ બળાત્કારશે હી યે ચરસ ગાંજા..હશીશ કી ખેતી કરાતે હે. જો ઈનકી બાત નહીં સૂનતે ઉસે ઉપર ઉડાયા જાતા હૈ” ગુરખાએ ગભરાતાં આજુબાજુ જોતાં ડરતાં વાત કહી.

વહેલી સવારે જ યક્ષ, યેશા, કજરા ઊઠીને બ્રસ કરી બહાર ટીપોયની આસપાસ ગોઠવાયેલી ખુરશીમાં ચા-કોફી પીવા બેઠા ત્યાં જ

કોટેજ પાસેના રોડથી દૂર દૂર દૂરબીનથી બે હેટધારી માફીયા વોચ કરી

રહ્યા હતા. તેમણે કુલુ છોડ્યું ત્યારે પહેલાં જ અડધા કીલોમીટરના અંતરે ટ્રાવેરા અને યક્ષની ટ્રાવેલ્સ પાછળ બીજી બ્લ્યુ કાર આવતી હતી.

લુધીયાણાથી દિલ્હી તરફના ત્રણસો કિલોમીટરના નોનસ્ટોપ ચાલતી ટ્રાવેલ્સને અટકવી નહીં પરંતું દિલ્હીથી જયપુર માર્ગે વળેલી ટ્રાવેલ્સને સો કીલોમીટરનું રાવડી સુધીના અંતરમાં જ રાવડીથી પાંચ કી.મી. દૂર આગળ ચાલતી ટ્રાવેલ્સને રોકવા તેની આગળની ટ્રાવેરા થોભી ગઈ. રોડ વચ્ચેની ગાડીને અથડાઈ ન જાય તે રીતે સાઈડ લેવા ડ્રાયવરે ઓવરટેક કરવા જતાં જ ટ્રાવેરામાંથી ત્રણ ગન ધારી હેટ પહેરેલા યુવાનો ટ્રાવેલ્સ આગળ આવીને ઊભા..યાત્રિકોના જીવ અધ્ધર થઈ ગયા. તેમણે ડ્રાયવરને નીચે ઉતાર્યો. બે જણ ગન સાથે અંદર ચઢ્યા. યક્ષની ફેંટ પકડવા જતાં જ યક્ષે તેને ધમકાવ્યો. તેમણે તે જ સમય કહ્યું “તુમ્હારી બેગ દીખલાવો.”

“ક્યું?” યક્ષે કહ્યું.

“કોઈ હરકત નહીં... હમ કહતે હૈ.”

“તુમ કૌન હો... બેગ દેખનેવાલે...” પૂરી હિંમતથી યક્ષે કહ્યું. બે મિનિટ પાસે માફિયા યુવાન ડઘાઈ ગયા. તે જ સમયે

ટ્રાવેલ્સના યાત્રિકો એક સાથે ઊભા થઈ ગયા. પરિસ્થિતિ જાણતાં જ

બંન્ને ગનધારી માફિયા.. નીચે ઉતરી ગયા. યાત્રિકોએ હાશ કારો અનુભવ્યો. પરંતુ બાહ્ય શાંતિ વડવાનલ જેવી હતી. ક્યારે શું થશે? કેવું થશે તે કોઈ જ જાણતું ન હતું. કજરા, તે સમયે યેશાની સાથે સીટ નીચે છૂપાઈ ગઈ હતી. માફિયા ગેંગની તે તરફ નજર ન હતી. જયપુરમાં કુશળક્ષેમ આવી પહોંચેલા યાત્રિકોએ સ્વામીનારાયણ મંદિરમાં રાત્રી રોકાણ કર્યુ. રાત્રી પસાર થવા લાગી. યાત્રાના થાકને કારણે મોડી

રાતે ૯ કલાક બનેલ પૂરી-શાકને જમીને બધા ક્યારે સુઈ ગયા. તેનો

ખ્યાલ પણ ના રહ્યો. કોમન હોલમાં સુઈ ગયેલા ચાલાકોમાં પુરુષ વર્ગની અંતે યક્ષ યેશા અને કજરા સૂઈ ગયા હતા. બાજુમાંજ બાથરૂમ સંડાશ હતું. મધરાત પસાર થઈ રહી. રાત્રીના બે વાગ્યા હતા. રૂમની દીવાલની ઊંચે પાંચ પાંચના જૂથમાં કાચની બારી હતી. તેની બહારની સાઈડ

લોખંડની ગ્રીલ લગાવેલી . બરાબર યક્ષ, યેશા અને કજરા સૂઈ ગયા હતા તેની ઉપરની બારીની ગ્રીલના સ્ક્રૂ ખોલી ગ્રીલ કાઢી લઈને હીરાકણી ના એક જ સરકાવી કાચ કાપવાનો ચર..ર..ર..ર..ર અવાજ આવ્યો. કાચ નીકળી ગયો. બારી કૂદીને બે ઈસમ અંદર આવ્યા. ભર ઊંઘમાં સૂતેલા કોઈ જ યાત્રિકને ખબર નાં પડી. જ્યાં યક્ષની ભારેખમ બેગ

ખસેડવાનો પ્રયાસ થયો ત્યાં જ ઘસરકાનો અવાજ થતાં જ યક્ષ જાગી

ગયો. તે સૂતાં સૂતાં જ બૂમ મારી ઊઠ્યો “કોણ?”

બીજી જ ક્ષણે એક વ્યક્તિ બેગ લઈ બારી બહાર કૂદી પડ્યો. અંદર રહી ગયેલા વ્યક્તિને સૂતાં સૂતાં જ બેઠા થવાના પ્રયત્ન કરતાં પહેલા જ ઓશિકા નીચે મૂકેલી રીવોલ્વરનો સ્ટ્રાયગર દબાવી આગંતુકની જાંગમાં ગોળી મારી, રીવોલ્વરને સાયલન્સર હોવાથી માત્ર “સ્યુ..ઉ..ઉ..ક” અવાજ આવ્યો અને બીજો એક ચીસ સંભળાઈ “ઓહ...હ..” એ ચીસ સાથે રૂમાં સૂતેલા યાત્રિકો જાગી ગયા. પરંતુ રીવોલ્વરની ગોળી વાગી હોવા છતાં આગંતૂક કૂદકો મારી બારી બહાર પડ્યો. બેગ લઈને ઊભા રહેલા આગંતૂકે તેને ઊંચકી લીધો. ખભા ઉપર નાંખીને દોડવા લાગ્યો ધર્મશાળાના ખૂલ્લા ગ્રાઉન્ડમાં ઊભેલી કારમાં ગોઠવાઈને ગાડી સ્ટાર્ટ કરી ગાડી મારી મૂકી... ગેઈટ બહાર નીકળી હાઈવે ઉપર દોડતી ગાડીનો પીછો કરવો મુશ્કેલ હતો. યક્ષ પાસે કોઈ જ વાહન ન હતું. તેમ છતાં તેની નજર ધર્મશાળાનાં પગથિયાં પાસે ઊભી રહેલી બાઈકને તેના ખિસ્સામાં પડેલી માસ્ટર કીથી ચાલુ

કરી. પૂરઝડપે દોડતી કારનો પીછો કરવા લાગ્યો. ગાડી અને બાઈક

વચ્ચે ખાસ્સું એકકીલોમીટરનું અંતર હતું. વહેલી સવારનો ટ્રાફીક ઓછો હતો. તેમ છતાં ખીચોખીચ વાહનોની વચ્ચેથી ઓવરટેક કરતો કરતો યક્ષ ક્રોસીંગ આવતાં રેલ્વે બંધ હોવાથી કાર ઊભી રહેતાં થોડી જ મિનિટમાં કાર સાથે બાઈકને બ્રેક મારી ઊભો રહ્યો. યક્ષે બાઈક ઊભુું રાખીને કારમાં દૃષ્ટિ પાત કર્યો. પરંતુ આ શું?

યક્ષને આશ્ચર્યથી બોલી ઊઠ્યો “ઓહ! માય ગોડ ખૂબ ચાલાક

લાગે છે.”

કારમાં બે વ્યક્તિમાં કોઈ જ ન હતું. કારની ચાવી કાઢીને બેગ સાથે જ બંન્ને ભાગી ગયા લાગે છે. થોડી મિનિટો પછી તેમની નજર બંધ ફાટકની સામે તરફ ગઈ. ઊભી રહેલી કારની કતારમાં છેલ્લે અંતીમ ગ્રીન ગાડી પાસેથી પસાર થતા બંન્ને જણ દેખાયા. તે જ સમયે સાયલંસર સાથએની રીવોલ્વરનો અવાજ આવ્યો. એક હાથે કારનું બારણું ખોલી ને ડ્રાયવર અને તેની સામે બેઠેલી વ્યક્તિ ઉપર બે બે ગોળી બાર થયા. તેને તરત જ બંન્નેને એક એક ઝાટકા સામે બહાર ખેંચી કાઢી. રીવોલ્વર ધારી ઈસમ ડ્રાયવીંગ સીટ ઉપર બેસી ગયો. તેની બાજુમાં યક્ષની ગોળી વાગી હતી તે ગોઠવાઈ ગયો કારને રીવસ કરી પુનઃ ડાઉન રોડ ઉપર ટર્ન આપી. કારને ૪૦ ની સ્પીડમાં મારી મૂકી. થોડી મિનિટોમાં તો કાર૬૦-૭૦ ની સ્પીડમાં હાઈવે તરફ ચિત્તોડગઢ તરફ દોડવા લાગી. રેલ્વે ફાટક ખૂલ્યા શિવાય.. તેનો પીછો કરવો મુશ્કેલ હતો. હતાશ થઈને બાઈકને પાછી ધર્મશાળા તરફ વાળીને શું કરવં તે વિચારવા

લાગ્યો. તેણે ચિત્તોડગઢ પોલીસ સ્ટેશને ફોન કરવાનું વિચાર્યું. પરંતુ તેની બેગમાં શું હતું? તે તે જ જાણતો હતો. તેથી તે વિચાર બંધ કરી ચિત્તોડગઢમાં હોટલ ગ્લેમર માલિક તુષાર પાંડેને ફોન જોઈન કર્યો. તે

કહી રહ્યો હતો “હલ્લો.”

“હાં” “તુષાર હૈ.” “હું યક્ષ ભટ્ટ”

“ઓહો! સાહેબ શું કામ પડ્યું. આપ આવો!”

અરે બુધ્ધુ અરજન્ટ કામ છે. જો ચિત્તોડ તરફ જયપુરથી એક કાર રેલ્વે ફાટકથી આવી પહોંચશે. તેનો પીછો કરવાનો છે. મારી બેગ છીનવીને ભાગ્યા છે.

ફાટક બંધ છે તેથી પીછો ના કરી શક્યો. બેગમાં ઈમ્પોર્ટેડ આઈકાર્ડ, કરન્સી, ગોલ્ડ બીસ્કીટ, અને કેટલીક કંપનીના કરોડોના ડ્રાફ્ટ છે. પળપળની કિંમત છે. દોડી આવ..

“ઓકે તુષારે ફોન મૂક્યો.”

તેણે બીજ જ ક્ષણે ચશ્મા લઈને રૂમાલથી કાચ લૂછતો હોટલ ગ્લેમરમાંથી બહાર નીકળી પાર્ક કરેલી મારુતી ફન્ટી બહાર કાઢી ને રીવસ કરેલી કારને ફોર ટ્રેક રોડ ઉપર જયપુર તરફ મારી મૂકી. ખૂબ સ્પીડમાં જતી કારે ૬૦ કી.મી. અંતર કાપ્યું હશે ત્યાં જ સામે ફુલ સ્પીડમાં આવતી કારને જોઈ. તેણે કાર ધીમી પાડી. બ્રેક કરી જેવી કાર ચિત્તોડ તરફ જવા માટે તેની કાર પાસેથી પસાર થઈ તે જ સમયે કારનો પીછો કરવા કારને તેની પાછળ ડ્રાઈવ કરી મારી મુકી પણ આ શું? ડ્રાઈવરની બાજુમાં બેઠેલો ઈન્સાન સાઈડ ગ્લાસમાંથી આવતી કારને જોઈને તેણે મોટેથી કહ્યું. “યેશા..” યક્ષની વાતને સાંભળી રહી હતી.

“યેશાએ હળવેથી કહ્યું હવે...”

“હવે શું? તાત્કાલીક નિવાસસ્થાને માલને ટ્રાન્સફર કરું.

ભુગર્ભ ભોંયરાં સ્ટ્રોંગ રૂમ બદલવા પડશે જ.”

યક્ષ જેવો સુરત પહોંચ્યો તો. તે જ કાર તેની આગળ આવીને અડાજણ પાટીયા પાસે પાર્ક થયેલી જોઈ. તેને ધ્રાસ્કો પડ્યો જરૂર આ

લોકો ભાગળના નિવાસ સુધી પહોંચી ગયા હશે. પરંતુ એવુ જ કંઈક

હશે તેમ ના લાગ્યું. જેવો બીજી બેગ લઈ યેશા, કજરાને જુહુ ચોપાટીના બંગલાની ચાવી આપીને કહી રહ્યો. યેશા તારે ગણું જોખમ છે.. તું જુહુ ચોપાટી જા.. ગ્રીન વીલામાં કૈલાસ બંગલો આપણો છે. ત્યાં જા તેં જોયો નથી. હા મેં તને બતાવ્યો નથી. સોરી..વેરી વેરી સોરી તું કજરા ત્યાં જ રહો. હું અહીં રહીશ. તે યેશા અને કજરા ત્યાં ત્રીજી બેગ સાથે ઉપડી ગયાં. જેવો યક્ષ બંગ્લોઝમાં પ્રવેશી સોફા ઉપર પગ ઉપર પગ ચઢાવી સીગારના બે દમ મારે છે ત્યાં જ “મહેમાન” આવી પહોંચ્યા.. યક્ષે ના છૂટકે તેમને ભૂગર્ભમાં સરકાવી ગેસથી ગુંગળાવી મારવા પડ્યા.

યક્ષે તુરંત પાર્ક કરેલી બોલેરોમાં કરન્સીની મોટી ૬ બેગ્સ અને બિસ્કીટની સૂટકેશો ભરી દીધી. હજી ભોંયરામંથી ચરસ, ગાંજો, હશીશ સપ્લાય કરવાનો બાકી હતો. થોડે જ હિસ્સો ડભોઈ રવાના કર્યો હતો. યક્ષ સપ્લાયર્સ શાંતિબાબા, માલાનાક્રીમ હવે રાજસ્થાન, યુ.પી. એમ.પી.માં પ્રખ્યાત હતું. ઠેર ઠેર સપ્લાયર્સ તાલુકા મથકોમાં બે-બે

ત્રણ ત્રણ ડીલર્સ હતા. મોટા શહેરોમાં જાતે એરિયા વાઈઝ ડીલર્સ હતા. સમગ્ર ભારતમાં યક્ષ સપ્લાયર્સનો કારોબાર હતો. જર્મની, અફઘાન, ઈટાલીયન, ઈઝરાયલ, ડ્રગ્સ માફિયાના વર્ષોની મોનોપોલી તૂટી ગઈ હતી. કરોડોનો કારોબાર ચલાવતો આ ઈસમ કોણ હશે? તેન માફિયા ગેંગ પીછો કરતી હતી. અબજો રૂપિયાની ડીલર્સ હતાં નાણાં કોણ ક્યાં ક્યાં રોકતું હશે? કોણ કુલુમાં ખેતી કરાવતો હશે? તેના ગેંગમેન કોઈ

જ યક્ષને ઓળખી શકતા ન હતા. માત્ર નામના જ પડઘા..સિક્કા હતા.

યક્ષ સપ્લાયર્સના નામે કરોડોનું દાન થઈ ગયું. મોટા મોટા શહેરોમાં યક્ષ સર્જીકલ હોસ્પીટલ્સ કાર્યરત થઈ. મોટી મોટી અનેક ફેક્ટર્સની યક્ષ કોલેજ હોસ્ટેલ કેમ્પ શરૂ થયા. વિવિધ સ્થળોએ મોટા મોટા શિવમંદિર બન્યા કપડવંજના નાનકડા વતન મેડીસીન્સ કંપની કાર્યરત થઈ. બાલમંદિરથી માધ્યમિક સ્કૂલ શરૂ થવા લાગી. લાખોનું દાન અનેક સ્કૂલોને મળવા લાગ્યું. પરંતુ આ શું... અડાજણથી ચોપાટી બોલેરો હંકારી.. ગ્રીનવીલામાં પ્રવેશતા યક્ષની તરફ ગોઠવાયેલી ગેંગ જવાનોની ગોળીઓ ધાંય ધાંય છૂટે તે પહેલાં યક્ષની ચાલાક નજરે તે હકીકત જાણી ગઈ. તે જમીન ઉપર ઊંધો સૂઈને ગ્રીન વીલાના ડોર સુધી જાય તે પહેલા ધાંય ધાંય ગોળીઓ છૂટવામાં તે સામે યક્ષની

મસીનગન ધણધણી ઊઠી. ગ્રીન વિલાની બારીઓ ખૂલી.. કજરા યેશાએ રીવોલ્વરથી પૂરી તીસ મિનિટ ગોળીબાર કર્યો. લાશનો ઢગલો થયો પરંતુ માફીયાની એક ગોળી યક્ષના પેટમાં ધરબાઈ ગઈ. ચીસ પાડતો યક્ષ તડપવા લાગ્યો. યેશા કજરાએ બારણું ખોલ્યું. યક્ષને ઢસડીને અંદર લઈ જાય તે પહેલાં તે કહી રહ્યો “દીવાનખંડમાં મારો ફોટો છે તેની ફ્રેમ તોડશો તો ફોટા પાછળ મારું નામ સરનામું પિતા-માતા અને

મારું વીલ છે પ્રમાણે કરજો.”

ગ્રીનવિલાના ઊંબર ઉપર જ યક્ષે પ્રાણ છોડ્યા. તેના મૂખમાંથી શબ્દો સરી પડ્યા.. “ગૌરી..!”

યેશાએ લાશને ફર્શ ઉપર સુવાડી. કજરાએ રડતાં રડતાં ડૂસકાં

લેતાં કબાટ ખોલી સફેદ ચાદર તેના દેહ ઉપર ઢાંકી યેશા બેફામ રડતી રહી. તેના ચહેરા ઉપર હાથ પ્રસારતી ઉત્તર તરફના ટેબલ ઉપર દીપક

પ્રગટાવી રહી. બેફામ ગોળીબારના અવાજ પછી ભરચક શાંત સુરતથી

ચોપાટી એરીયામાં લોકો ગ્રીન બંગ્લોઝ પાસે એકઠા થઈ ગયા.

હજારો લોકોના ટોળામાં રહેલા ટી.વી. ચેન્લ્સના સમાચાર પત્રના રીપોટર્સ એકઠા થઈ ગયા. કેમેરાની ફ્લેસ યેશા, કજરા, યક્ષના દેહ ઉપર જબકવા લાગી. ગ્રીનવીલા ચમકી રહ્યો પૂછપરછ થઈ. પોલીસે રીપોર્ટ તૈયાર કર્યો.

બીજા દિવસે અખબારોમાં સમાચાર ફ્રન્ટ પેઈઝ ઉપર , ફોટા

સાથે ચમકી ઊઠ્યા.

“સુરતના ચોપાટી જેવા સમૃધ્ધ એરિયામાં ૨૧ ફેબ્રુ. સાંજે

માફીયા ગેંગનું ગેંગ વોર..” યક્ષ સપ્લાયર્સના યક્ષ ભટ્ટ ડ્રગ્ઝ માફિયાનું

મોત.. કરોડોની સંપત્તિ ધરાવતા યક્ષ ભટ્ટનો ભારતના શહેરોમાં ડ્રગ્ઝ નો મોટો કારોબાર.. શાંતિબાબા, માલાના ક્રીમ તેની ફેવરેટ ચરસ.. ડ્રગ્સે ઈન્ડીયાને ગાંડુ કર્યું છે. કરોડોની કમાણી કરતા આ ગેંગ લીડર

યક્ષ ભટ્ટે અનેક હોસ્પીટલ મેડીકલ કંપની સ્કૂલ, કોલેજ...મંદિર બનાવેલ ઈ. તે કપડવંજ નાના ગામમાંના માસ્તર જયશંકર ભટ્ટનો એક લૌતો પુત્ર હતો. ગરીબાઈ સામાજિક અન્યાયને કારણે લુંટારું ના બનતાં

ભારતનો મોટો ડ્રગ્સ માફિયો બની ગયો. તેના વીલને અગ્નિસંસ્કાર પછી ખોલવામાં આવશે. તેની અંતિમ ઈચ્છા છે કે તેના અગ્નિસંસ્કાર વતનમાં જ થાય.

બીજા દિવસે સવારે ૮ કલાકે સેંકડો ગાડીનો કાફલો.. પોલીસ..ડી.એસ.પી. ડી.આઈ.જી. આઈ.જી. પી. મુખ્યમંત્રી, ટી.વી. ચેનલના ખબરપત્રીઓ, ન્યુઝ રીપોટર્સ નોંધ લીધી તેની સ્મશાનયાત્રા ઉપસ્થિત મહાનુભવો, ફીલ્મ અભિનેતા અભિનેત્રીઓ ઉદ્યોગપતિ ડોક્ટર્સની હાજરી કરતાં હજારો યુવાનો જે તેની આગળથી ભણી વિવિધ ક્ષેત્રોમાં નોકરી કરતા હતા તેમની હાજરી નોંધનીય હતી.

તેની “ચિડિયાઘર” સંસ્થા દ્વારા હજારો વિધવા, અપંગ, ગરીબોને

પેટીયું ભરવા સીધી જ ઘેર બેઠા સહાય મળતી હતી. મુખ્યમંત્રીએ અંજલી

આપતાં જ કહ્યું. આવો યુવા સમાજસેવક માત્ર તેની નાણાં કમાવાની

ગેરકાનુની રીતિથી જ માફિયા-અસમાજિક તત્વ બની ગયો. તેનો કારોબાર જોતા જણાય છે કે તેની સંસ્થાઓ ક્યારેય બંધ નહીં થાય. તેની મેડીકલ્સ

કંપનીઓ તગડી કમાણી કરી આપશે. તે જ સમયે મુખ્યમંત્રીએ તેની વસીયતનામું ખોલ્યું. તે વાંચતા જ દંગ થઈ ગયા.

“હું શૂન્યમાંથી કંઈક બન્યો છું. રાવણે રામના હાથે જ મરવા યુધ્ધ કર્યું. મેં કુમાર્ગ અપનાવી મેં મારા માતા-પિતાની ગરીબાઈ..તેમની ઈચ્છા...સમાજના ગ્રામીણ લોકોનાં દુઃખને અનુભવીને મારાં નાણાં- આવક સામાજિક સંસ્થાઓમાં રોકવાનું નક્કી કર્યું છે. મેં મારી માતા-

લત્તા-ગૌરી .. યેશા, ઝરીના...રેશ્મા.. અને કજરા, કરશનકાકાને

મારી મિલકતના અડધા ભાગના સરખા હિસ્સેદાર બનાવું છું. મારી મિલકતની બાજી આવક હંમેશાં જે તે સંસ્થાઓને ગરીબ કલ્યાણ માટે જ વપરાશે... સર્વે જનઃ સુખીનો ભવન્તુ....”

ગૌરી યેશા, કજરા, મનાલીથી આવેલી રેશ્મા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી

પડ્યાં. મનોમન યક્ષની છબીને રડતા ચહેરે જોઈને દૂર ખસી ગયાં.

લત્તાએ તે છબીને છાતીએ વળગાડી.ભરયુવાનીમાં ઊડી ગયેલા પ્રિય

પૂત્રનો વસવસો સતાવી રહ્યો હતો. તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી રહી.

જડી મા એ હળવેથી લત્તાની પીઠ ઉપર હાથ મૂકી ભેટી પડતાં કહ્યું “દીકરા! એ તો દેવ થઈ ગયો.” પાછળ ઊભાં રહેલાં રુખીમા અને કરશનકાકાએ લત્તાની પાસે આવી કહ્યું. “ગોરમા.. ઈ દુઃખનાં થાય. ના રોવાય મા ના રોવાય. દેવ થૈ ગયો. જયશંકર જેમ દેવ થયો.” ત્યાં ઉપસ્થિત મેદની હીબ્કે ચઢી. ધીમે ધીમે સાંજનો અંધકાર પથરાઈ ચૂક્યો. ગામની રોડ લાઈટના અજવાળે સેંકડો ગાડીઓ ધીમે ધીમે રવાના થવા લાગી. પુનઃ ગામ તેજ વિષાદ ભરી શાંતીમાં ગરકાવ થઈ ગયું. હા! માત્ર ગામમાં રેશમા, યેશા, કજરા અને ગૌરી જેવી યુવા વિધવાનો ઉમેરો થયો.

બીજા રસપ્રદ વિકલ્પો