યુથ વર્લ્ડ - 6 Youth World દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

યુથ વર્લ્ડ - 6

માર્કસનાં માંધતાઓ શું કરશો હવે? કહો જરા

"જ્યાં જ્યાં નજર મારી પડે

ત્યાં ત્યાં દેખાય ટોપર મને''

જી હા ફરી એકવાર એ જ રીત ભાત મુજબ પરિણામો આવી ગયાં અને વર્તમાનપત્રો, શહેરમાં અત્ર તત્ર સર્વત્ર પાથી પાડેલા વાળ અને ચશ્મામાં જ સજ્જ માર્કસનાં માંધતાઓ દેખાઈ રહ્યા છે. દર વખતની જેમ મીડિયાનાં મિત્રો માઈક લઈ જઈ તેમનાં ઈંટરવ્યુ લેવામાં લાગી જાય છે. એક જ ઘસાયેલ ટેપ હું સમજણો થયો ત્યારથી સાંભળતો આવ્યો છું કે આખું વષઁ 10 થી 12 કલાકની મહેનત, વહેલી સવાર અથવા તો રાત્રીનાં ઉજાગરા ખેડીને વાંચતો કે વાંચતી. મમ્મી અને પપ્પા ખડેપગે મારી આજુ બાજુ રહેતાં.સ્કુલનો બહુ જ સારો સપોર્ટ રહ્યો હતો મારા પરિણામમાં (સ્કુલોમાં કેટલું ભણાવાય છે એ તો એમને પણ ખ્યાલ જ હોય છે પણ શું થાય ઈટ્સ ફોર્માલીટી બોસ આગળનાં ધોરણમાં એડમિશન જોઈને).

ફલાણા પરિવારનું ગૌરવ, ફલાણા સમાજનું ગૌરવનાં ફોટાથી આખુય વર્તમાનપત્ર ભરાઈ જાય છે અને બીજે દિવસે તેનાં પર આપણે જ દાબેલી ખાઈ જઈએ છીયે અને ગૌરવ ચાલ્યું જાય કચરા પેટીમાં. આખું વરહ ઘસાઈ ગયેલા ટૉપરો સામે કોઈ વિરોધ જ નથી એમને અંતરથી અભિનંદન પણ વિરોધ ત્યાં છે કે એ ટોપરને જ સફળ ગણી બાકીનાં બધાને સિંગનાં ફોતરાની જેમ ઉડાડી દેવાય છે શા માટે? એમની જોડે આવું વર્તન અહીં ક્યાંક સમાનતાનાં કાયદો તુટતો હોય જણાય છે. સ્મરણશક્તિથી લાવેલા 92% એટલે તમે હોશિયાર તમારો ફોટો જાહેરાતમાં મુકી દેવાશે જાણે તમે કોઈ વસ્તુ ન હોય અને તમારો ભાવ બોલતો હશે ટકાનાં રૂપે. 80% જો સમજણશક્તિથી લાવ્યા હશો તો તમારા ફોટા ત્યારે આવશે જ્યારે તમે જાહેરજીવનમાં આવશો કેમ કે ત્યાં પરફોર્મન્સની બોલબાલા છે. યાદશક્તિનાં જોરે સફળતા ત્યાં સુધી જ મળે છે જ્યાં સુધી તમે પરીક્ષાનાં જીવનમાં છો કેમ કે કોઈ કંપની કે કોઈ સંસ્થા માર્કશીટનાં આધારે નોકરી નથી આપતી. દરેક જગ્યાએ ઈંટરવ્યુ હોય છે પછી એમાંથી નોકરી અપાય છે પરફોર્મન્સનાં આધારે પ્રમોશન.ક્યાં આવ્યા માર્ક કહેજો? દરેક જગ્યાએ 10 અને 12માં જોવા મળતા રેંકરની માર્કશીટમાં બધી જ જગ્યાએ 90 થી 95 પર આંકડા હોય એટલે કે એ વિષયોમાં તેને 95% આવડવું જોઈએ એવો અર્થ થાય પરંતુ આવુ અહી જોવાતું નથી. દર સાલ ગણિતમાં પુરા ગુણ મેળવનાર હજારોમાં હોય છે એ હિસાબે ગુજરાત એકલાએ દેશને લાખો ગણિતશાસ્ત્રીઓ પુરા પાડ્યાં હોવા જોઈએ પણ એવું થાય છે ખરું? એ જ રીતે સાયંસમાં 90 ઉપર લાવનારનો રાફડો હોય છે પણ 1960 પછી ગુજરાતનાં ટોપરોએ કેટલી નવી વસ્તુ ડેવલોપ કરી. અરે પરિણામનાં દિવસે જો આવી પરીક્ષા લેવાય તો 90% થી સીધા 60% પર જવું પડે કેમ કે યાદ રાખવાનું તો માત્ર માર્ચ સુધી હતું. માર્ચ પછીની ગરમીમાં જાણે બધું જ બાષ્પીભવન થઈ ગયું હોય તેમ જણાય છે. હજી થોડા સમય પહેલા જ સરકારે ટોપ 10નું લિસ્ટ બંધ કર્યુ છે એ સમયનાં કેટલા સિતારા યાદ રહે છે આપણે. સ્વાભાવિક છે કોઈ પણ નહી છતાં માર્કસ લાવવા એ આપણે કોઈ મહાન કામ લાગે છે. કોઈને યાદ નથી રાખતું કે તમે બોર્ડનાં પેપરમાં કેટલું છાપી આવ્યા. સચિન,ધોની કે વિરાટ હોય કે રહેમાન, બચ્ચન કે રજનીકાંત હોય કોઈ માર્કને આધારે આગળ નથી. ચેતન ભગતનાં બધા બેચમેટ સ્ટેટ અને કદાચ ઇંડિયાનાં ટૉપર હશે ખરુંને પણ એ જ્યાં જાય ત્યાં તો ભીડ જમા થતી નથી કે એમનાં ઓટોગ્રાફ લેવા પડાપડી તો થતી નથી આનો મતલબ એ જ થયોને કે માર્કથી આગળ કંઈક વિશેષ છે એ મહત્વનું છે માર્કશીટનાં ફુદરડા નહીં.

આગળ જઈને તમે શું કરશો એવા સવાલમાં પણ એ જ ગોખયેલો જવાબ મળે છે કે I want to become doctor, engineer, c.a, mba વગેરે વગેરે. આપણે એવું ધારી જ લીધું છે કે બોડઁમાં સારા માર્ક આવે એટલે ઉપરની લાઈનમાં જ કરિયર બને. પહેલી વાત તો એ કે શિક્ષણ એ કે જે મનમાં સવાલ પેદા કરે જવાબ માટે તો ગુગલ અને વિકિપીડિયા છે જ ને. 95% વાળો વ્યક્તિ સારું સંગીત વગાડી શકતો હોય 90% વાળો વ્યક્તિ સારું લખી બોલી શકતો હોય છતાં તે હંમેશા પ્રોફેશનલ સ્ટડીમાં જશે કેમ કે સારા લેખક, સંગીતકાર કે સ્પોટઁપર્સનમાં આપણે કરિયર શોધી નથી શકતાં અને રોબોટની જેમ વૈતરું કરિયે છીયે. કુદરત અને સમાજમાં બધા જ લોકોની જરૂર હોય છે. જંગલમાં સિંહ પણ હોય અને સસલા પણ હોય બંનેનું મહત્વ હોય છે એ જ રીતે બધા જ પ્રોફેસનલ સ્ટડી કરશે તો એવા દિવસો દુર નથી કે જ્યાં કોઈ ઈજનર રિક્ષા ચલાવતો હશે તો કોઈ ડોક્ટર પાન બીડી વહેંચતુ હશે. દરેકને સારું ભણતર લેવાનો હક છે પણ એ માટે માત્ર યાદશક્તિ પર નિર્ભર રહેવું પડતું હોય તો સમજી લેવું કે ક્યાંક લોચા છે અને ત્યાંથી બેક સ્ટેજ તરફ નીકળી જવામાં જ ફાયદો છે. આપણું શિક્ષણ તંત્ર માસ પ્રોડક્શનમાં માનતું હોય તેમ લાગ્યા કરે છે. અત્યારે સૌથી વધુ યુવાન ભારતમાં છે અને લગભગ પહેલી ચોઈશ બધાની ઈજનેરની હોય છે. એકલું ગુજરાત દર સાલ એક બ્રાંચનાં પંદરથી વીસ હજાર ઈજનેરો બહાર પાડે છે આ હિસાબે આપણે અહીં મબલક પ્રમાણમાં નવી નવી વસ્તુ જોવા મળવી જોઈએ. આટલા ઈજનેરો હોય તો રસ્તા અને લાઈટની સમસ્યા હોવી જ ન જોઈયે પણ આવું તો નથી હોતું. કેટલાય આઈનસ્ટાઈન અને ન્યુટન આ 125 કરોડનાં દેશમાં પેદા થવા જોઈયે પણ અહીં ન્યુટનનાં ત્રણ નિયમો જ ગોખાવી દેવાય છે અને માર્ક આપી દેવાય છે બદલામાં એટલે વાત પુરી. આપણી ઉચ્ચસંસ્થા દ્વારા લેવાતી પરીક્ષાની ગણનાં દુનિયાની અઘરી પરીક્ષાઓમાં થાય છે પણ આ પરીક્ષાનાં નામે કરોડોનો વ્યાપાર થાય છે તે જગજાહેર છે પણ કોને પરવા છે? લાઈફને જલ્દથી સેટ કરવાનો એટિટ્યુડ પણ આ ગોખણપટ્ટી પાછળ જવાબદાર છે. કોઈ જાતનું રિસ્ક લીધા વગર આપણે માસિક પાંચ આંકડામાં સેટ થઈ જવું હોય છે એટલે જ કદાચ કોલેજની ચોઈશ પ્લેસમેન્ટને આધારે કરતા હોઈયે છે.

માર્કશીટને છોડી દેનાર જોબ્સ હોય કે ઝકરબર્ગ, ગાંધી હોય કે વિવેકાનંદને જ મહામાનવ તરીકે યાદ રખાય છે. આ ચારમાંથી કોણ ટોપર હતું? કોઈ નહીં છતાં એપલ કે ફેસબૂકમાં નોકરી લેવા માટે ટોપર લાઈન લગાડતા હોય છે અને જેને પરીક્ષામાં પણ ચોરી કરવાનું કહેવાયું હતું અને સાદગીનાં પ્રતિક ગાંધી જ રૂપિયાની નોટ સ્થાન પામે છે આનાથી મોટું સમ્માન ક્યું?

પ્રીતની સંગે - સર્કસનાં સિંહને well trained કહેવાય well educated નહીં? (3 ઈડિયટ્સ મુવી)

પૂજન જાની

નવી દ્રષ્ટિએ