OH MY GOD-2 Parth J Ghelani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

OH MY GOD-2

Oh MY GOD 2

Part-01

GOD V/S Dark Politics

A story by

Parth J. Ghelani

j. ghelani

Dedicated to

My parents and my famil

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો ને મનોરંજન પૂરું પાડવાનો છે.

હજારો વર્ષો પહેલા ની આ વાત છે.ભગવાને પ્રેમ ને ફેલાવવા માટે એક સરસ મઝાની દુનિયા બનાવી જેને આપણે લોકો પૃથ્વી ના નામ થી ઓળખીયે છીએ.દુનિયા તો બની ગઈ પરંતુ પછી હવે આ પ્રેમ ને ફેલાવવો કઈ રીતે??આ સવાલ ભગવાનને સતાવતો હતો અને થોડા જ સમય માં તેનું પણ નિરાકરણ નીકળી ગયું,અને તે હતું માણસો અને પ્રાણીઓ ને રચવાનું.

થોડાજ મહિનાઓ માં ભગવાને માણસ અને પ્રાણીઓ નું સર્જન કર્યું.સર્જન કર્યા ના થોડાજ દિવસોમાં ભગવાને આ માણસો અને પ્રાણીઓ ને પૃથ્વી પર પણ મોકલી દીધા,અને તેઓના રક્ષણ માટે ભગવાને પૃથ્વી પર જંગલો,નદીઓ,પહાડો,તળાવો જેવી કુદરતી વસ્તુઓ માણસ અને પ્રાણીઓ ના રક્ષણ માટે બનાવી.થોડા વર્ષો સુધી બધાયે જ પોતપોતાનું કામ બરાબર રીતે કર્યું. પરંતુ પ્રાણીઓ એ તો પ્રેમ ફેલાવવાનું કામ શરુ જ રાખ્યું ,પરંતુ ત્યારબાદ માણસ સ્વાર્થી બનતો ગયો અને પ્રેમ ને ફેલાવવાને બદલે બીજા કામ કરવા લાગ્યો..અને પૃથ્વી ને વિનાશ ની તરફ લઇ જવા લાગ્યો,અને પૃથ્વી પર થતા આવા દુષણ ને અટકાવવા માટે બ્રહમાં જી એ આજે મિટિંગ બોલવી હતી.

મીટીંગ નો સમય સવારે ૧૧:૦૦ વાગ્યા નો હતો અને મીટીંગ માં મહાદેવ,વિષ્ણુજી,ઇન્દ્ર દેવ વગેરે મીટીંગ માં ૧૦:૩૦ વાગતા જ પંહોચી ગયેલા અને બધા જ અંદરો અંદર વિચારતા હતા કે આમ અચાનક જ બ્રહ્માજી એ આં મીટીંગ શા માટે બોલાવી??૧૧:૦૦ વાગતા જ બ્રહમાં જી એ કોન્ફરન્સ રૂમ માં એન્ટ્રી કરી અને બધા એક સાથે ઉભા થઈને બોલ્યા ગુડ મોર્નિંગ બ્રહ્માજી.

ગુડ મોર્નિંગ,ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ.પ્લીઝ સીટ.બ્રહામાંજી બોલ્યા અને તેની સીટ પર બેસી ગયા.

હું,તમારી બધાની આ તાત્કાલિક ધોરણે યોજવામાં આવેલી મીટીંગ માટે માફી માંગું છુ.બ્રહ્માજી બોલ્યા

અરે,તેમાં માફી થોડી માંગવાની હોય.અમને બધાને જ ખબર છે કે તમે કોઈ કારણ વગર ક્યારેય તત્કાલીક મીટીંગ માં હાજર રહેવા માટે નથી કહેતા.પરંતુ આજે એવી તો શું વાત થઇ ગઈ કે તમે આજે અમને લોકો ને અહીંયા તત્કાલીક બોલાવ્યા છે??બ્રહ્માજી.વિષ્ણુ ભગવાન બ્રહ્માજી તરફ જોઈને બોલ્યા

હાં,પ્રભુ બોલો ને તમે તો એવી કઈ મુંજવણ માં છો??મહાદેવ બોલ્યા

મને મુંજવણ માં આં પૃથ્વી પર રહેતા લોકો એ કરી દીધો છે. જુવો વિષ્ણુ જી ,જુવો અને તમે બધા પણ જુઓ,આં તુચ્છ માણસે પોતાના સ્વાર્થ માટે આ પૃથ્વી ની હાલત કેવી કરી નાખી છે.

હાં,બ્રહ્મા જી આપણે લોકો એ કેવા હેતુ થી આ પૃથ્વી નું સર્જન કરેલું અને આ માણસ તેનો કેવો ખરાબ રીતે ઉપયોગ કરે છે.મહાદેવ બોલ્યા

તો,પ્રભુ તમે હવે શું કરવા માંગો છો??ઇન્દ્ર દેવ બોલ્યા

આ ના નિરાકરણ માટે તો મેં તમને લોકો ને અહીં બોલાવ્યા છે.અને તે નક્કી કરવા માટે તો મેં આ મીટીંગ રાખેલી છે.બ્રહ્માજી બોલ્યા

મારા પાસે એક ઉપાય છે.મહાદેવ બોલ્યા

શું છે એ મહાદેવ??બધા એક જ સાથે બોલ્યા

આં પૃથ્વી પર રહેતા લોકો એ ન્યાય માટે કાનુન બનાવ્યા છે.અને તેઓ કાનુન ના નિયમ નું ઉલ્લંઘન નથી કરતા.મહાદેવ ફરી બોલ્યા

તો ???બ્રહ્માજી બોલ્યા

તો કઈ નહી,આપણે પણ એ લોકો ને તેણી જ ભાષા માં જ જવાબ આપીએ.મહાદેવ બોલ્યા

એટલે તમેં એક્જેટલી કરવા શું માંગો છો??બ્ર્હામાંજી થોડા મુંજાઈ ને મહાદેવ ની સામે જોઈને બોલ્યા

આપણે લોકો માણસ પર કેસ કરીએ અને તે લોકો ને તેના જ કાનુન દ્વારા સમજાવીએ.મહાદેવ બોલ્યા

તેના માટે આપણે લોકો ને પૃથ્વી પર કેસ લડવા માટે કોઈ વકીલ ની જરૂર પડશે.તેનું શું?બ્ર્હામાંજી બોલ્યા

અને આપણા માંથી પણ કોઈ એક ને તે વકીલ ની સાથે રહેવું પડશે.વિષ્ણુ જી બોલ્યા

પણ,અહીંયા તો આપડે બધા પાસે પુરતો સમય નથી તો પછી અહીંયા થી કોણ જશે??ઇન્દ્ર દેવ બોલ્યા

મારા પાસે એક વ્યક્તિ છે.જેને આપણે લોકો પૃથ્વી પર મોકલી શકીએ.મહાદેવ બોલ્યા

કોણ છે??બધા એક જ સાથે બોલ્યા

કૃષ્ણ.મહાદેવ બોલ્યા

અરે,તેને ના મોકલાય તે તો કામ ને વધુ બગાડશે.ઇન્દ્ર દેવ બોલ્યા

નહી,બગાડે.એ બધી જ જવાબદારી મારી.મહાદેવ બોલ્યા

ક્યાં છે??એ બોલાવો તેને.વિષ્ણુ જી બોલ્યા

[આગળ ની પાંચ મીનીટ માં કૃષ્ણ ત્યાં આવે છે]

બોલો,પ્રભૂ મને કેમ,આમ અચાનક યાદ કર્યો??કૃષ્ણ આવીને તરતજ બોલ્યા

તારું એક કામ છે.મહાદેવ બોલ્યા

કેવું કામ??કૃષ્ણ એ મહાદેવ ને પૂછ્યું

[મહાદેવે મીટીંગ માં થયેલી બધી જ વાત કૃષ્ણ ને કરી.]

ઓકે,એ કામ હું કરીશ.પણ મારી રીતે જ કરીશ.કૃષ્ણ બોલ્યા

ઓકે,એક બીજું કામ ત્યાના સારા વકીલ ને શોધવાનું છે.વિષ્ણુ જી બોલ્યા

તો.સમજો વકીલ આપણ ને મળી ગયો.કૃષ્ણ બોલ્યા

મતલબ??બ્રહમાં જી બોલ્યાં

એક વકીલ મારી નઝર માં છે અને તે આ કામ કરવા માટે ના પણ કહી શકે.કૃષ્ણ બોલ્યા

કોણ?? બધા એક સાથે બોલ્યા

તમે પેલા કાનજી લાલજી મહેતા નો ઓળખો છો??કૃષ્ણ એ કીધું

હાં,કે જેને ૪ વર્ષ પહેલા આપણા પર કેસ કરેલો તે ને??મહાદેવ બોલ્યાં

હાં,તે જ.કૃષ્ણ બોલ્યાં

પણ,તે વકીલ તો નથી.વિષ્ણુ જી બોલ્યાં

તે નથી,પરંતુ તેનો છોકરો અર્જુન મહેતા જે એક સારો એવો વકીલ છે.કૃષ્ણ એ કીધુ

અરે,વાહ ખુબજ સરસ કાનુડા.બ્ર્હામાંજી બોલ્યાં

તો હવે,આજ થી જ તારું કામ ચાલુ કરી દે.મહાદેવ બોલ્યાં

જી,પ્રભુ.હું હમણાં જ પૃય્હ્વી પર જાવ છુ.અને મારું કામ ચાલુ કરું છુ.કૃષ્ણ બોલ્યાં

***

બેટા,પૂર્વી દરવાજ ખોલતો કોઈક આવ્યું હોય એવું લાગે છે.ઘર માં રાખેલ બેલ નો અવાજ સંભળાતા જ કાનજી ભાઈ બોલ્યાં

જી,પપ્પા.પૂર્વી એ તેના પપ્પા ને કીધુ અને દરવાજા પાસે જઈને દરવાજો ખોલ્યો

નમસ્તે,કાનજી ભાઈ છે??મેં દરવાજા પાસે ઉભી રહેલી પૂર્વી ને પૂછ્યું

જી,તમે કોણ??પૂર્વી એ પૂછ્યું

મારું નામ કાનજી છે.

અંદર,આવો.તે અંદર જ બેઠા છે.પૂર્વી ઘર ની અંદર તરફ જતા બોલી

નમસ્તે,કાનજી ભાઈ.. નમસ્તે.મેં જઈને તરત જ કાનજી ભાઈ ને કહ્યું અને બે મીનીટ મને જોઈને બોલ્યાં..

માખણચોર,નટખટ,ગોપીઓ ના વહાલા,રાધા નો પ્રિય,કંસ ને હણનાર અને આ કાનજી નો સુદામા બાદ નો મિત્ર કાનુડા તું???કાનજી ભાઈ બોલ્યાં

હાં,કાનજી ભાઈ હું જ છુ.મેં કાનજી ભાઈ ને કીધું

એ મારા તરફ આવીને તરત જ મને ગળે લાગ્યા.અને મને પૂછ્યું કેમ આજે અચાનક??આ મિત્ર ને મળવા માટે આવ્યો કે પછી ફરી કોઈ એ કેસ કર્યો છે તારા પર??

ના,કોઈ એ મારા પર કેસ નથી કર્યો.પરંતુ હું એક કામ લઈને પૃથ્વી પર આવ્યો છુ.મેં કાનજી ભાઈ ને કીધું

કેવું કામ??કાનજી ભાઈ એ પૂછ્યું

મારે એ કામ માં તમારી મદદ ની જરૂર છે,એટલા માટે હું તમારા પાસે આવ્યો છુ.મેં કાનજી ભાઈ ને કીધું

મદદ તો હું તારી કરવા માટે તૈયાર જ છુ.પણ કેવું કામ??કાનજી ભાઈ એ ફરી મને પૂછ્યું

પૃથ્વી ને બચાવવાનું કામ.મેં કાનજી ભાઈ ને કીધું

એટલે??એકઝેટલી કરવાન શું છે??કાનજી ભાઈએ મને પૂછ્યું

કેસ કરવાનો છે.મેં કીધું

કોના પર??કાનજીભાઈ એ પૂછ્યું

પૃથ્વી પર વસતા માણસ પર.મેં જવાબ આપ્યો

પણ શા માટે??તેણે મને પૂછ્યું

પૃથ્વી નો બગાડ કરવા બદલ,પૃથ્વી ને નુકશાન કરવા બદલ વગેરે...મેં કીધું

તો,આ કેસ કોના પર કરવાનો છે???કાનજી ભાઈ એ પૂછ્યું

તમારા લોકો ના લીડર પર.મેં કીધું

કોના પર?અમારા લીડર પર?એટલે નેતા પર??પોલીટીક્સ??કાનજીભાઈ એ એકજ સાથે આ બધું બોલી ગયા

પરંતુ તું ઈચ્છે તો તું એક જ સેકન્ડ માં બધું કરી શકે એમ છો,તો પછી આ બધું કરવાની શું જરૂર છે??કાનજી ભાઈ એ ફરી મને પૂછ્યું

તમારી વાત સાચી છે કાનજી ભાઈ.મહાભારત માં પણ હું ધારે તો એક જ જાટકે બધું પૂરું કરી શકતો હતો.પરંતુ હું બધા ને પોતપોતાના નિયમો થી હરાવવા માંગું છુ.મેં કીધું

એટલે??કાનજી ભાઈ એ પૂછ્યું

એટલે,એમ કે હું માણસો ને માણસ ના બનાવેલા નિયમો થી હરાવવા માંગું છુ.સમજ્યા??મેં કાનજીભાઈ ને મેં કીધું

તો,હવે હું કઈ રીતે મદદ કરી શકું??કાનજી ભાઈ એ મને પૂછ્યું

કાનજીભાઈ,મારે એક સારા અને ઈમાનદાર વકીલ ની જરૂર છે.જેના પર આપણે લોકો આંખ મીચી ને ભરોસો કરી શકીએ.મેં કીધું

વકીલ તો આપડો અર્જુન જ છે.કાનજી ભાઈ એ કીધું

તેથી જ તો હું તમારા પાસે આવ્યો છુ,કારણ કે મને બીજા કોઈ પર હવે ભારોસો નથી.મેં કીધુ.

તો અર્જુન ને ક્યારે વાત કરવી છે??કાનજી ભાઈ એ મને પૂછ્યું

હમણાં જ કરી એ,ક્યાં છે એ??મેં કીધું

પૂર્વી બેટા,અર્જુન ને બોલવ તો.કાનજીભાઈ પૂર્વી તરફ જોઈને બોલ્યા

બોલાવું છુ.પૂર્વી ઉભી થઈને ઉપર તરફ જતા જતા બોલી

આગળ ની પાંચ જ મીનીટ માં અર્જુન પોતાની રૂમ માંથી નીચે આવ્યો અને મારી બાજુ માં રહેલા સોફા પર બેસી ગયો.અને બોલ્યો,

હાં,બોલો પપ્પા.શું કામ છે??

બેટા,અર્જુન આમને મળ આં છે મારો જુનો મિત્ર કાનજી.જેને તારું કામ છે.કાનજી ભાઈ એ અર્જુન ને કીધું

હેલ્લો,મારુ નામ અર્જુન.અર્જુન મારા તરફ હાથ લંબાવીને બોલ્યો

વાસુદેવ કૃષ્ણ યાદવ.મેં મારું નામ અર્જુન સાથે હાથ મિલાવતા મિલાવતા કહ્યું

બોલો કૃષ્ણ,હું તમારી કેવી રીતે મદદ કરી શકુ??અર્જુન બોલ્યો

બેટા,તેને કોઈના પર કેસ કરવો છે અને તે કેસ તારે એમના તરફ થી લડવાન ઓ છે.કાનજી ભાઈ બોલ્યાં

કોના પર કેસ કરવાનો છે??અને શા માટે??અર્જુન બોલ્યો

બેટા તે આપણા રાજ્ય ના લીડર અંબિકા બેન તથા તેની જેવા બીજા રાજ નેતાઓ પર કેસ કરવા માંગે છે. કાનજી ભાઈ બોલ્યા.

પરંતુ શા માટે??અર્જુન બોલ્યો

આ ધરતી ને બરબાદ કરવા માટે.કાનજી ભાઈ બોલ્યાં

તે લોકો કોઈ નાના માણસ નથી તેના પર કેસ કરવા માટે અને તેની સામે લડવા માટે એકદમ પાક્કા સબુતો ની જરૂર પડશે.છે તમારી પાસે?? અર્જુન મારી તરફ જોઈને બોલ્યો.

હાં,છે મારી પાસે.મેં અર્જુન ને કીધું

તો હું તે જોઈ શકું?અર્જુન ને મને પૂછ્યું

મેં એક DVD તેના તરફ લંબાવીને આપી અને કીધું લે આ જો.અને અર્જુન ને તે શરુ કરી અને અમે ત્રણેયે જોવાનું શરુ કર્યું,

***

અમિત આજ નો આપનું શિડ્યુલ શું છે??અંબિકા બેન પોતાના આસિસ્ટન્ટ અમિત તરફ જોઈને બોલ્યાં

મેડમ,આજે આપણી મીટીંગ છે.અમિત બોલ્યો

શેના માટે??અંબિકા બેન બોલ્યાં

ગીર ના જંગલ ની ડીલિંગ માટે.અમિત બોલ્યો

ઓકે,અને તે લોકો કેટલા વાગે મીટીંગ માટે આવવાના છે??અંબિકા બેન અમિત તરફ જોઈને બોલ્યાં

મેડમ, ૪:૦૦ વાગે તે લોકો આવવાના છે.અમિત બોલ્યો

ઓકે,ત્યાં સુધી માં અપણા બીજા જે કામ છે તે પુરા કરી લે.અંબિકા બેન અમિત તરફ જોઈને બોલ્યાં

***

[૪:૦૦ વાગે]

સ્વાગત છે તમારું,ભારત માં સ્વાગત છે.અમિત ડીલિંગ માટે અવેલા ફોરેનર ને આવતા તેણી તરફ આગળ જતા જતા બોલ્યો.

થેંક યુ,થેંક યુ મી.થોમસ અને મી.ક્યુરી એક સાથે બોલ્યાં

યુ આર મોસ્ટ વેલકમ.અમિત તે બંને તરફ જોઈને બોલ્યો અને તેની પાછળ આવો એવું કહ્યું,અને અંબિકા બેન ની ઓફીસ તરફ ગયો.

વેલકમ ,વેલકમ..અંબિકા બેન તે બંને ની તરફ જોઈને બોલ્યાં

થેંક યુ,થેંક યુ મી.થોમસ અને મી.ક્યુરી એક સાથે બોલ્યાં અને પાસે રહેલી ખુરશી પર બેઠા

તો,તમારી મુસાફરી કેવી રહી??અંબિકા બેન એ બંને ને પૂછ્યું

નોત અ બેદ.મી.થોમસ બોલ્યાં

હવે,મીટીંગ શરુ કરીએ અમારે થોડી ઉતાવળ છે.મી.ક્યુરી અંબિકા બેન તરફ જોઈને બોલ્યા

હાં,જરૂર કેમ નહી.અંબિકા બેન બોલ્યાં

અંબિકા બેન અમારે લોકો એ જલ્દી ને જલ્દી જમીન જોઈએ છે એટલે જેમ બને તેમ અમને એ જમીન આપો.મી.ક્યુરી બોલ્યા

તમને ખુબજ જલ્દી તમારી જમીન મળી જશે,પરંતુ તમેં અમને અમારો ભાગ ક્યારે આપશો??અંબિકા બેન બોલ્યા

તમને તમારો ભાગ બહુજ જલ્દી મળી જશે પરંતુ અમને એ જમીન કયારે મળશે??કોઈ ચોક્કસ સમય આપો.મી.થોમસ બોલ્યાં

ચોક્કસ સમય તો હું ના કહી શકું અને હજુ થોડો સમય તો લાગશે કારણ કે હજુ તો ત્યાં જંગલ છે અને તેને કાપવું પડશે અને તેના માટે થોડો સમય લાગશે.અંબિકા બેન બોલ્યા

ઓકે,પરંતુ જલ્દી મળે એવા પ્રયત્નો કરો.મી ક્યુરી બોલ્યા

શ્યોર.અમિત બોલ્યો

તો હવે અમે લોકો જઈએ છીએ.મી થોમસ બોલ્યા અને તે બંને ઉભા થઈને ચાલ્યા ગયા ત્યારબાદ અમિત બોલ્યો,

પરંતુ ત્યાં જે જાનવરો રહે છે તેનું શું??

અરે,આ આપડે પહેલીવાર થોડી કરીએ છીએ,જેવું આના પહેલા કરેલું તેવું આ વખતે પણ કરી લેવાનું.અંબિકા બેન બોલ્યા

પરંતુ,મને અંદર થી થોડો ડર લાગે છે.અમિત બોલ્યો

અરે,તું વધારે ટેન્શન ના લે આ કામ હું સાંભળી લઈશ ઓકે.અંબિકા બેન બોલ્યા

***

તો જોયુંને તમે લોકો એ??મેં કાનજીભાઈ અને અર્જુન તરફ જોઇને કહ્યું

આ લોકો માણસો ની સાથે તો રમતો રમે જ પરંતુ જાનવરો ને પણ નથી છોડતા.કાનજીભાઈ બોલ્યા

હમમમ.અર્જુને ટૂંક માં જ ઉતર આપ્યો

તો,હવે તારે બીજા કોઈ પુરાવા ની જરૂર છે??મેં અર્જુન ને પૂછ્યું

ના,અન થી મોટો પુરાવો બીજો તો શું હોઈ શકે.અર્જુને કહ્યું અને સાથે સાથે એ પણ કહ્યું કે હવે આપણે લોકો ને ક્યારે નોટીસ મોકલવી છે??

આ અઠવાડિયા સુધીમાં દેશ માં જેટલા પણ લીડર છે એ બધા ને જ નોટીસ મોકલાવી દો.મેં અર્જુન ને કહ્યું

ઓકે,જરૂર થી મોકલી આપીશ.અર્જુને મને કહ્યું

તૈયાર થઇ જા હવે આ કૃષ્ણ અને પોલીટીક્સ વચ્ચે ના નવા યુદ્ધ માટે...કાનજીભાઈ બોલ્યા

હવે હું અને તું મળીને ફરીવાર દોહરાવીશું મહાભારત.મેં અર્જુન તરફ જોતા જોતા કહ્યું

***

હેલ્લો,અમિત તને કોર્ટ તરફ થી કોઈ નોટીસ મળી છે??અંબિકા બેને અમિત ને ફોન પર ગભરાયેલા અવાજે પૂછ્યું

હાં મને કોર્ટ તરફ થી નોટીસ મળી અને તમને પણ??અમીતે સામે થી ગભરાયેલા અવાજે જ કહ્યું

હાં,અને એક કામ કર તું જલ્દી થી મારી ઓફીસ પર અવીજા.અંબિકા બેને અમિત ને કીધું

અમિત અંબિકા બેનની ઓફિસ પર આવ્યો અને જોયું તો ત્યાં બીજા રાજય ના લીડરો પણ આવીને બેઠા હતા કારણ કે તે બધા ને પણ નોટીસ મળી હતી.

હવે શું કરીશું??ત્યાં બેઠેલા લોકો માંથી એક બોલ્યો

હવે શું??નોટીસ જ મળી છે

શું??અમિત બોલ્યો

હાં,આપણે લોકો પણ કેસ લડીશું અને અમિત એક કામ કર તું જલ્દી ને જલ્દી આપણા વકીલ કરણ ને ફોન કર અને ઓફીસ પર બોલાવ.અંબિકા બેન અમિત તરફ જોઇને બોલ્યા.

અમિત કરણ ને ફોન કરીને ઓફીસ પર બોલાવે છે અને આગળ ની ૧૦ જ મિનીટ માં તે ઓફીસ પર આવી પહોંચે છે.

આવ કરણ આવ અને બેસ.અંબિકા બેન કરણ તરફ જોઇને બોલ્યા

શું વાત છે??કેમ આટલો જલ્દી મને બોલાવ્યો??કરણ આવતા વેત જ બોલ્યો

અરે,અમારા બધા પર કોર્ટ તરફ થી નોટીસ આવી છે.અમિત બોલ્યો

પરંતુ કોણે??અને શા માટે કેસ કર્યો છે???કરણ બોલ્યો

અરે,તારા પેલા દુર ના રિશ્તેદાર કાનજીભાઈ ના સુપુત્ર એ નોટીસ ફટકારી છે.અંબિકા બેન બોલ્યા

પરંતુ શા માટે??કરણ બોલ્યો

અરે તેના ક્લાઈન્ટ ની પ્રોપર્ટી ની ચોરી કરવાના કેસ માં.અંબિકા બેન બોલ્યા

તમારા બધા ની પર જ આ ગુનો જ છે?કરણ બીજા ની તરફ જોઇને બોલ્યો

હાં.બધા જ એક સાથે બોલ્યા

મતલબ જેણે પણ તમારી તરફ કેસ કર્યો છે એ તમને બધાને જ ઓળખે છે??અને તમે લોકો એ ભેગા મળીને તેની પ્રોપર્ટી ની ચોરી કરી છે??કરણ બોલ્યો.

અરે અમે કોઈ જ તેને ઓળખતા પણ નથી અને આ છે કોણ એ પણ નથી ખબર.અંબિકા બેન બોલ્યા

કઈ વાંધો નહી ઓક્કે.આપને કોર્ટ માં જોઈ લઈશું તેને.કરણ બોલ્યો અને ચાલ્યો ગયો

***

[જે દિવસે કેસ હતો તેની આગળ ની રાત્રે હું,કાનજીભાઈ અને અર્જુન અગાશી પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા]

અર્જુન કાલ માટે તું તૈયાર છે ને??કાનજીભાઈ એ અર્જુન ને પૂછ્યું

હાં,પપ્પા બિલકુલ તૈયાર છુ.અર્જુને જવાબ આપ્યો

બેટા,તને ખબર છે ને તારા ક્લાયન્ટ કોણ છે??કાનજીભાઈ એ અર્જુન ને પૂછ્યું

હાં,પપ્પા મને ખબર જ છે કે આ કાનજીભાઈ(કૃષ્ણ વાસુદેવ યાદવ) આપણા ક્લાયન્ટ છે.અર્જુન ને કાનજીભાઈ ને જવાબ આપ્યો.

હાં,પરંતુ તે કોણ છે એ તને ખબર છે??કાનજીભાઈ એ ફરી અર્જુન ને પૂછ્યું

હાં,એ તમારા નાનપણ ના મિત્ર છે.અર્જુને કાનજીભાઈ ને જવાબ આપ્યો

હું બધું જ સમજી ગયો હતો કે કાનજીભાઈ મારી સાચી ઓળખ આપવા જી રહ્યા હતા અને મેં પણ તેને રોક્યા નહિ કારણ કે તે મારા તરફ થી કેસ લડી રહ્યો છે તો તેને મારા વિષે પૂરી જાણકારી હોવી જોઈએ,આવું વિચારીને મેં કાનજીભાઈ ને આંખો વડે જ સંમતી આપી.

To be continue..

સુચના:લવ જંકશન omg-2 ના ભાગ-૧ અને ભાગ-૨ પછી ફરી ભાગ-૧૬ થી પબ્લીશ થશે.