Toilet:The Best Seat In the House books and stories free download online pdf in Gujarati

Toilet:The Best Seat In the House

Parth J. Ghelani’s

TOILET

Best Seat In The House

Contact

j. ghelani

E-Mail-parthghelani246@gmail.com

કવર પેજ આ રાખવાનુ છે

સરનેમ માં “ઘેલાની” ની બદલે “ઘેલાણી” રાખજો.

આભાર.

Dedicated to

My parents and Family

હેલ્લો,મારા વહાલા મિત્રો હું એક વાર ફરી તમારી સામે એક નવી વાત લઈને આવ્યો છુ અને આ છે વાત ટોઇલેટ પર,શીર્ષક વાંચી ને જરા સંકોચ થશે કે પરંતુ હું એક પ્રાયોગિક માણસ છુ એટલે જે પણ મારા મન માં આવે એ લખી નાખું છુ અને આજે જ એટલે જ તમારી સામે ટોઇલેટ લઈને આવ્યો છુ અને તમારી સામે રજુ કરૂ છુ.તમે પણ વિચરતા માં હશો કે આવું તો શું છે આ બૂક મા પરંતુ ટોઇલેટ ને સમજવા માટે,જો શક્ય હોય તો આ ટોઇલેટ ને પણ ટોઇલેટ માં જ વાંચવી...તમારા સેલફોન નું ડેટા કનેક્શન ઓફ રાખવું..

ટ્રીન.....ટ્રીન.....ટ્રીન...અવાજ આવતા જ મારી ઊંઘ તૂટી ગઈ આ કોઈ ફોન ની રીંગ ન હતી પરંતુ સવાર ના ૬:૦૦ વાગે ગાજતુ અલાર્મ હતુ જો કે એમ તો ભાઈ ની આંખ ૧૦:૦૦ વાગ્યા સિવાય તો ખુલતી જ નથી પરંતુ હવે મારી જીટીયુ ની સેમ-૭ ની એક્ઝામ ને ૧૦ દિવસ જ બાકી હતા એટલે આ ૧૦:૦૦ નુ અલાર્મ ૬:૦૦ ના ટકોરે સેટ કરી દીધુ હતુ.પરંતુ સેટ કરવાથી કઈ થોડી ઉઠી જવાય છે એટલે પાછુ અલાર્મ બંદ કરીને સુઈ ગયો.

અને ફરી પાછો ૧૦:૦૦ વાગે જ ઉઠ્યો ઉઠીને નોર્મલી દરરોજની જેમ એક હાથ માં બ્રશ લીધુ અને ટોઇલેટ મા જઈને બેસી ગયો અને જેવો જઈને બેઠો કે દરરોજ ની જેમ જ વિચારોની હારમાળા એ મારા દિમાગ પર જોરદાર કબજો કરી લીધો અને મગજ મા પેલા જ તે ૧૦ દિવસ પછી શરુ થનારી એક્ઝામ નુ મેનુ પોપ-અપ થયુ અને ઓટોમેટિક જ કેલક્યુલેશન શરુ થઇ ગયુ કે હવે મારી અને એક્ઝામ ની વચ્ચે દિવસ દસ અને વિષય પાંચ મતલબ એક વિષય માટે ૨ બે દિવસ અને મનોમન નક્કી થવા લાગ્યુ કે આજ અને કાલ ના દિવસે હું પેલા CD(compiler Design) વાંચી ને તેના પ્રોબ્લેમ્સ ની પ્રેક્ટીસ કરીશ અને આવી જ રીતે આખીય એક્ઝામ નુ સમયપત્રક બની ને મગજ માં ચોંટી ગયુ અને બસ મન વીચારવા લાગ્યુ કે જો આ સમયપત્રક મુજબ રીડીંગ થાય તો ,તો પછી આ એક્ઝામ મા મને ટોપ કરતા કોઈ નહી રોકી શકે અને હજુ આવુ જ વિચારતો હતો ત્યાં બહાર થી મમ્મી એ બુમ પડી જલ્દી થી બ્રશ કરી ને બહાર નીકળ અને આવી ને નાસ્તો કરી લે..

દરરોજ જ ની જેમ જ મમ્મી એ સવાલ પૂછ્યો કે શું કર્યા કરે છે ટોઇલેટ માં આટઆટલો સમય બેસીને અને હું થોડુ બોલુ કે મમ્મી ટોઇલેટ મા હું અને બીજા મારા જેવાજ ટોઇલેટ ઓછુ કરીએ છીએ અને વિચારીએ છીએ વધારે.અને નાસ્તો કરીને ફરી પાછો સ્નાન કરવા ગયો ત્યારે ફરીથી આ મોટીવેશનલ વિચારો શરુ થઇ ગયા અને આજે તો આ કરી નાખીશ એ પૂરું થાય એટલે આ કામ વગેરે વગેરે....

અને હવે ફ્રેશ થઇને આવીને મેં મારા ટોઇલેટ માં નક્કી કર્યા મુજબ ના સમયપત્રક મુજબ CD(compiler Design) વાંચવાનું નક્કી કરેલું એટલે બૂક લેવા ગયો કે ટેબલ પર પડેલા મારા સેલફોન પર મારી નજર પડી અને રૂમ ના નક્કી કરેલા સમયપત્રક મુજબ પેલા CD(compiler Design) વાંચવાને બદલે પાંચ જ મીનીટ મોબઈલ પર ના વોટ્સેપ ના મેસેજ વાંચવાનું નક્કી કર્યું પરંતુ આ પાંચ મીનીટે ક્યારે બે કલાક મા ફરી ગઈ એ ખબર ના પડી અને આનાથી ટોઇલેટ ના જબરદસ્ત સમયપત્રક પર એક જોરદાર પ્રહાર થયો.પરંતુ પુરા દિવસ દરમ્યાન જ્યારેં જયારે પણ ટોઇલેટ મા જાવ ત્યારે મને ફરી પાછા એ વિચારો શરુ થઇ જાય,એક્ઝામ-સમયપત્રક વગેરે...વગેરે...

આવુ દરરોજ ને દરરોજ થયા કરે અને હવે આજ થી પાંચ જ દિવસ જ બાકી રહેલા એક્ઝામ ને અને હવે દરેક વિષય માટે એક દિવસ ટોઇલેટ માં ફરી સમયપત્રક બની ગયુ અને હવે વાંચવુ પડે એમજ હતુ પરંતુ જેવો ટોઇલેટ ની બહાર આવું કે ફરી પાછો ફોન જ દેખાયો એટલે ફોન લઈને મેસેજ ચેક કરી લીધા અને ત્યારબાદ ફરી પાછો ટોઇલેટ માં ગયો તો ફરી વિચાર શરુ અને આ વિચાર માં એક વિચાર આવ્યો કે સાલુ જેવો ટોઇલેટ મા આવુ એટલે પોઝીટીવ ઉર્જા મળે એટલે મગજ માં વિચાર આવ્યો કે જો મારે એક્ઝામ માં ટોપ કરવુ હોય તો વાંચવું પડશે અને વાંચવા માટે જોઈએ પોઝીટીવ વાતાવરણ અને એ વાતાવરણ એક જ જગ્યાએ હતુ ટોઇલેટ માં.અને તેથી મેં એક નિર્ણય લીધો કે એક્ઝામ સુધી,મારો નવો બેડરૂમ બનશે આ ટોઇલેટ અને મારુ વાંચવાનું સ્થાન.

હવે મેં મારી વાંચવાની જરૂરી બુક્સ લીધી અને ટોઇલેટ માં જતો હતો કે મમ્મી પૂછવા લાગી કે તુ આ બુક્સ લઈને ટોઇલેટ માં શું કરવા જાય છે.વાંચવા માટે મેં કહ્યું.પરંતુ આ રૂમ માં શું પ્રોબ્લેમ છે.ત્યાં કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ મારે ટોઇલેટ માં વાંચવું છે ત્યાં વાંચવાથી મને જલ્દી યાદ રહે છે.એમ કહીને અંદર ગયો અને દરવાજો બંદ કરીને બેસ્ટ સીટ ઓફ ધે હોમ પર બિરાજમાન થયો અને વાંચવાનું સ્ટાર્ટ કર્યું.અને તે એક દિવસ માં બધું તો ના જ વાંચી શક્યો પરંતુ દરરોજ કરતા વધારે વાંચ્યું હતુ.અને આ નવો અનુભવ મારા માટે વધારે સારો રહ્યો..

આજે રાત્રી દરમ્યાન પણ ખુશ હતો કારણ કે દરરોજ કઈ પણ ના વાંચતું એટલે થોડું ખરાબ લાગે પરંતુ આજે તો ઘણુંય વાંચ્યુ હતુ,અને હવે આ દરરોજ કરવાનુ નક્કી કર્યું.અને આ સેમ-૭ ની બધી જ એક્ઝામ ની તૈયારી મે ટોઇલેટ માં જ કરી અને એક્ઝામ પણ સારી ગઈ હતી. અને હવે હું મારું આ પરીક્ષા નું પરિણામ પણ ટોઇલેટ માં જોઇશ..હવે થોડો સમય વેકેશન હતુ એટલે હું અને બીજા મારા બે મિત્રો વરુણ અને હાર્દિક અઠવાગેટ ચોપાટી મા બેઠા હતા અમે ત્રણેય મિત્રો સાથે જ ભણીએ છીએ એટલે અમારી એક્ઝામ પણ સાથે જ પૂરી થયેલી અને તેથી જ આજે અહીંયા થોડી તાજી હવા મેળળવા માટે બેઠેલા અને એમ જ વાતો કરતા હતા કે આ વેકેશન માં શું કરીશું આવે.અને વાતવાત મા મેં પૂછ્યું કે ભાઈ તમે ટોઇલેટ માં જાવ છો તો કેવું લાગે છે?

મતલબ?ભાઈ તું શું કેવા માંગે છે?વરુણ બોલ્યો

હા,એજ ને?ત્યાં તો હાર્દિક પણ બોલ્યો.

મતલબ કે તમે જયારે ટોઇલેટ માં જાવ છો ત્યારે કઈ વિચાર આવે છે કે મારે આ દિવસ દરમ્યાન શું કરવાનું છે ,મારા કેરિયર મા શું કરવું છે એવું કઈ?

ભાઈ ,ટોઇલેટ માં જઈને હું એજ કરું છુ.જેવો ટોઇલેટ માં જાવ છુ એટલે ઘણાય બધા પોજીટીવ વિચાર આવે છે અને ખુબજ સારું લાગે છે.હાર્દિક બોલ્યો

હું તો આજ સુધી જેટલી વાર સિંગિંગ ના ઓડિશન માટે ગયો છુ એટલી વાર સિલેક્ટ થઇ ગયો છુ અને એક મોટો સિંગર બની ગયો છુ એવા જ વિચાર આવ્યા કરે અને આ તો દરરોજ અને માત્ર જ સવારે નહી પણ જેટલી વાર ટોઇલેટ માં જાવ છુ એટલી વાર....વરુણ બોલ્યો

આ બંને ને સાંભળીને લાગ્યું કે આવું માત્ર મારી ,કે પછી વરુણ અને હાર્દિક સાથે નહી પરંતુ બધા જ લોકો ની સાથે થતુ હોવુ જોઈએ અને તેથી જ તે મે નક્કી કર્યું કે હું મારા મિત્ર સર્કલ માં બધા ને પૂછ્યું અને લગભગ ૫૦-૫૫ લોકો ને પૂછ્યું તો આ વો જ જવાબ મળ્યો.

મિત્રો,જયારે તમને ગુસ્સો આવે ત્યારે તમારે ટોઇલેટ માં જઈને બેસી જવું અને પોતાના સપના ઓ વિષે વિચારવાનું ચાલુ કરી દેવાનું એટલે પળવાર માં જ તમારો ગુસ્સો ગાયબ થઇ જશે.મતલબ કે તમારું સપનું છે એક એક્ટર બનવાનું તો વિચારવાનું કે હું એક્ટર બની ગયો છુ .જયારે તમને ડર લાગે ત્યારે ટોઇલેટ માં જઈને બેસી જવું એટલે તમારો ડર પણ ગાયબ,મતલબ કે જયારે પણ તમને તમારા પર થી વિશ્વાસ ઓછો થતો હોય એવું લાગે ત્યારે ટોઇલેટ માં જઈને બેસી જવું.

આજના સમય માં લોકો પાસે સમાજ માં રહેલા તમામ લોકો સાથે મળવાનો અને બીજાના વિષે ચર્ચા(Gossip) કરવાનો સમય છે પરંતુ પોતાની સાથે જ પોતાના માટે જ વાત કરવાનો સમય નથી.અને જો તમે પોતાના માટે પોતાની સાથે વાત કરવા માંગતા હોવ તો ટોઇલેટ માં સેલ-ફોન વગર જઈને બેસી જાવ.પેલી કહેવત છે ને “પુસ્તકો આપણા સારા મિત્ર છે” તેમજ “ટોઇલેટ પણ દરેક માણસ નો સારા માં સારો મિત્ર છે”,બસ જરૂર છે તો માત્ર તેને સમજવાની.

એક દિવસ આ જ વસ્તુ ટોઇલેટ માં જ બેઠા બેઠા વિચારતો હતો કે ટોઇલેટ એ Best Seat In The House નહી પરંતુ Best motivational Seat In The House, Best Thinking Area of The House,છે.તો મિત્રો તમને જયારે પણ કોઈ પોજીટીવ ઉર્જા ની જરૂર પડે ત્યારે કોઈ મોટીવેશનલ વીડીયો કે પછી બુક્સ વાંચવાને બદલે ૧૦ મીનીટ ટોઇલેટ માં જઈને બેસી જાવ અને ટોઇલેટ નો જાદુ જુવો અને છેલ્લે તમે જે બુક વાંચી રહ્યા છો એ લખવાનો વિચાર પણ મને ટોઇલેટ માં જ આવ્યો અને આ બુક પણ મેં ટોઇલેટ માં બેઠા બેઠા જ લખી છે,અને ત્યારબાદ તમારી સામે રજુ કરી છે.

આ ટોઇલેટ માં તો એવી કઈ શક્તિ રહેલી છે કે આજે પણ જો કોઈ પણ ત્યાં જાય તો એ લોકો પણ ટોઇલેટ ઓછુ કરે છે અને વિચારે છે વધારે એ તો ખુદ ટોઇલેટ જ જાણે અને એ મને પણ ખબર નથી અને જો તમને લોકો ને ખબર હોય તો મને ચોક્કસ જણાવજો અને મારા આ ટોઇલેટ જેવા વિષય પર લખેલા વિચાર પર તમારો કીમતી પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

એક સવાલ:

મારા પ્યારા વાચક મિત્રો તમારી સાથે આવું થાય છે કે નહી મતલબ કે તમને ટોઇલેટ માં પોજીટીવ વિચાર આવે છે કે નહી??

અ.)હા

બ.)ના

For giving your valuable feedback n more information and update follow us,

www.facebook.com/parthjghelani ,

,

google.com/+parthghelani246thestarr

બીજા રસપ્રદ વિકલ્પો