ધ ડ્રીમ્સ Parth J Ghelani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ડ્રીમ્સ

Parth J. Ghelani’s

THE DREAMS

Friendship Love Passions

j. ghelani

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો ને મનોરંજન પૂરું પાડવાનો છે.

૨૦૧૩

હેય , કબીર ક્યાં સુધી તું તારી લાગણીઓ પ્રિયા થી છુપાવતો રહીશ ?

રાહુલ તને તો ખબર જ છે કે મારું એક જ સપનું છે.

હા સિંગર બનવાનું અને બીજું પ્રિયા ની સાથે લગ્ન કરવાનું.

હમમ આ બંને જ મારા સપના છે ને આ વાત તારા સિવાય બીજા કોઈને ખબર નથી.

પ્રિયા ને આ વાત કરવાનું તું છેલ્લા ૩ વર્ષ થી કહે છે પણ ભાઈ તે હજુ સુધી કરી નથી , તો હવે ક્યારે કહેવાનું છે ?

હિંમત જ નથી ચાલતી યાર.

જો કબીર આ કોલેજ નું છેલ્લું વર્ષ છે અને થોડા દિવસ પછી વેલેન્ટાઇન છે તો મારી વાત માન અને એ દિવસે જ તું પ્રિયા ને તારા મન ની વાત કહી દે અને જો આ વખતે નહી બોલી શક્યો તો પ્રિયા ને ભૂલી જવી પડશે.

ના , રાહુલ હું તેને ભૂલવા નથી માંગતો આ વખતે તો પાક્કું વાત કરી દઈશ.

સારુ,ચલ કબીર હવે ક્લાસ નો સમય થઇ ગયો છે.

હા , ચલ. અને અમે ક્લાસ માં ગયા.

***

થોડા દિવસ પછી એટલે કે વેલેન્ટાઇન દિવસ આવી ગયો.એ દિવસે હું અને રાહુલ કોલેજ કેન્ટીન એક ખૂણા મા રહેલા ટેબલ પર જઈને પ્રિયા ની રાહ જોઇને બેઠો હતા.જેવી પ્રિયા આવી કે હું તો એને જ જોવા માં મશગુલ થઇ ગયો અને જેમ જેમ એ અમારા નજીક આવતી હતી તેમ તેમ મારા હૃદય ની ધડકનો જોર જોર થી ધડકવા લાગી.ટેબલ ની એકદમ નજીક પ્રિયા પહોંચી એટલે મેં રાહુલ ને કીધું,

રાહુલ,હું હમણાં જ આવ્યો ૨ મિનીટ માં (હજુ આટલું જ બોલ્યો ત્યાં પ્રેમે કીધું )

પરંતુ,જઈ ક્યાં રહ્યો છે ??

વોશરૂમ.આટલું બોલીને હું નીકળી ગયો.

હેય,રાહુલ ગુડ મોર્નિંગ અને હેપ્પી વેલેન્ટાઈન ડે.પ્રિયા એ આવીને ટેબલ પર બેસતા બેસતા કહ્યું.

ઓ હાઈ,પ્રિયા વેરી ગુડ મોર્નિંગ અને તને પણ હેપ્પી વેલેન્ટાઈન ડે.મેં પ્રિયા ની તરફ ફરતા ફરતા કીધું

આ કબીર મને જોઇને ભાગી કેમ ગયો ??

ના,એવું કઈ નથી એ તો વોશરૂમ ગયો છે.(મેં સાચી વાત છુપાવવા ની એક્ટિંગ કરતા કહ્યું)

ઓકે,કશો વાંધો નહી.

વાત શું છે,પ્રિયા ? આજે આ હાથ માં ગુલાબ ,વેલેન્ટાઇન કાર્ડ,અને આ કુર્તી માં તૈયાર થઈને શા માટે ??કોઈને પ્રપોજ કરવાનો વિચાર છે કે શું ??(મેં મારા નેણ ઉપર તરફ કરતા પૂછ્યું)

હાં,એ જ વિચારીને આવી છુ.

કોણ છે એ લકી ??

બીજું કોઈ નહી એ તું જ છે.

શું ?? આ સાંભળતા જ મારા થી આ બોલાઈ ગયું.

હા,રાહુલ હું કોલેજ ના પહેલા વર્ષ થી જ તને પસંદ કરું છુ એટલે તારી સાથે દોસ્તી કરી અને તારા ગ્રુપ માં જોડાઈ.હમણાં સુધી કઈ ના શકી કારણ કે મને ડર હતો કે જો તું ના કહીશ તો કદાચ આપણી આ દોસ્તી ના તૂટી જાય અને હવે આ હતું કોલેજ નું છેલ્લુ વર્ષ એટલે નહી રહેવાયું કહ્યા વગર.

I love you Rahul..

(પ્રિયા ની આ વાત સાંભળતા જ મારે શું કરવું એ ખબર નહી પડતી એક બાજુ કબીર એને પ્રપોજ કરવાનું વિચારીને આવ્યો છે અને પ્રિયા...હું હજુ આ આ વિચારતો જ હતો એટલા માં )

હાઈ,પ્રિયા હેપ્પી વેલેન્ટાઇન ડે.કબીરે ટેબલ પર બેસતા બેસતા કીધું

સેમ ટુ યુ , કબીર .

પ્રિયા,મારે તને કઈક કહેવું છે.

હા,બોલ શું કહેવું છે ?

પ્રિયા..મારે તને એક વાત કહેવી છે.

હા,કબીર બોલ કેવી વાત.

પ્રિયા આ વાત મારે તને ઘણા સમય થી કહેવી છે પરંતુ કહી ના શક્યો પણ આજે કહું છુ I love you પ્રિયા I love you.

જેવું કબીર આ બોલ્યો કે પ્રિયા ની નજર મારા તરફ આવી અને કબીર ની નજર પ્રિયા તરફ.

પ્રિયા કઈ એ પહેલા જ ,

પ્રિયા મને તારા જવાબ ની જલ્દી નથી શાંતિ થી વિચારીને કહેજે.કબીરે પ્રિયા ને કીધું

પ્રિયા એ કબીર તરફ સ્માઈલ કરીને ને મને ફોન કરજે એવો ઈશારો કરીને ઉભી થઇ અને ત્યાંથી ચાલી ગઈ.જેવી પ્રિયા ત્યાંથી ગઈ એટલે કબીર બોલ્યો,

જોયું,રાહુલ મેં મારા મન ની વાત પ્રિયા ને કહી દીધી.કબીર બોલ્યો

હમમમ.

હવે તો મને પ્રિયા ના જવાબ ની જ રાહ છે.તને શુ લાગે છે રાહુલ ? પ્રિયા હા કહેશે કે ના ?

મને કેમ ખબર હોય કબીર.મેં મન માં પ્રિયા ની વાતો ને યાદ કરતા કરતા કહ્યું.

હા,એ પણ છે,તને કેમ ખબર હોય.ચલ હવે બોલ તું શું ખાવાનો ?

કઈ નહી,હમણાં મારે ઘરે જવું પડે એમ છે.

પરંતુ,રાહુલ..

યાર,જવું પડે એમ છે.

સારું,તો ચાલો જઈએ.કબીરે કીધું અને અમે બંને કોલેજ ની બહાર નીકળીને પોત પોતાના ઘર તરફ નીકળી પડ્યા.

***

કોલેજ પરથી ઘરે જઈને મારા મગજ માં એક જ વિચાર ચાલતો હતો કે હવે કરું તો કરું શું હું ? બંને તરફ મારા સારા મિત્રો છે.એક બાજુ પ્રિયા જેનું સપનું મારી સાથે લગ્ન કરવાનું છે.બીજી તરફ કબીર જેનું સપનું પ્લેય્બેક સિંગર બનવાનું અને પ્રિયા સાથે મેરેજ કરવાનું અને મારું સપનું આ બંને ના સપના પૂરું કરવાનું.પૂરી રાત વિચાર્યા બાદ મેં નક્કી કરી લીધું કે હવે મારે શું કરવું જોઈએ.

બીજે દિવસે જેવો કોલેજ પહોંચ્યો કે પ્રિયા પાર્કિંગ માં મારી રાહ જોઈને ઉભી હતી.મેં બાઈક પાર્ક કરીને પ્રિયા જ્યાં ઉભી હતી ત્યાં ગયો અને..

ગુડ મોર્નિંગ પ્રિયા..

વેરી ગુડ મોર્નિંગ..હવે એ મને કે શું વિચાર્યું તે ?

ગઈ કાલે ઘરે જઈને મેં વિચાર્યું તો મને ખબર પડી કે મને સૌથી સારી રીતે જો કોઈ સમજી શકે તો એ તું છે પ્રિયા.મને જો સૌથી વધારે પ્રેમ કરી શકે તો એ તું છે...

તો શું નક્કી કર્યું છે ??

તો કઈ નહી I love you too..priya

OMG!! Really ??

હાં,પ્રિયા I love you.

આ સાંભળતા જ પ્રિયા સીધી કુદીને મને ગળે વળગી ગઈ ને બોલવા લાગી હું આજે બહુ જ ખુશ છુ રાહુલ આ દિવસ હું ક્યારે નહી ભૂલુ.

પ્રિયા જેવી મને ગળે લાગી એટલે મેં પણ તેને સાથ આપ્યો અને અમે બંને હજુ એકબીજાને ગળે લાગેલા જ હતા કે કબીર અમારી પાસે આવ્યો અને બોલ્યો,

Wow..! રાહુલ શું દોસ્તી નિભાવી છે તે....

પ્રિયા થી અલગ થઈને મેં કબર ને કીધું,

કબીર મારી વાત તો સાંભળ..પણ કબીરે મારી વાત સાંભળી જ ના હોય એમ એણે બોલવાનું ચાલુ જ રાખ્યું,

પ્રિયા એ મને ના કહી હોત ને તો મને આટલું ખરાબ ના લાગત જેટલું મને હમણાં તને પ્રિયા ની સાથે તને આ હાલત માં જોઇને લાગી રહ્યું છે.દિલ તોડ્યું છે તે મારું,દોસ્તી દોડી છે તે મારી...

અરે તુ તો મારો સૌથી સારો મિત્ર હતો તને તો ખબર હતી ને કે મને પ્રિયા મને કેટલા સમય થી ગમે છે.પરંતુ તેમ છતા તે....હવે થી મારી સાથે ક્યારેય વાત ના કરતો,આજ થી આપણી દોસ્તી પૂરી...I just Hate you…

કબીર સાંભળ તો ખરી પરંતુ હું કઈ બોલું એ પહેલા જ એ ત્યાંથી ચાલ્યો ગયો.આ જોઇને મને બહુ ગીલ્ટ ફિલ થયું પરંતુ.....

***

સમજે શું છે એ રાહુલ એની જાત ને ?અરે મને સૌથી સારો મિત્ર સમજતો હતો..મારા વિષે બધું જ એને ખબર હતી તો પછી એને શા માટે આવું કર્યું ?અરે પ્રિયા મારું સપનું હતું,લગ્ન કરવા માંગતો હતો એની સાથે પરંતુ એણે તો મારું સપનું જ તોડી નાખ્યું.હવે મારું એક સપનું તૂટી ગયું છે.હવે મારું સિંગર બનવાનું સપનું નહી તુટવા દવ ભલે ગમે તે થઇ જાય.બતાવી દઈશ એને પણ કે એના વગર પણ હું સપના પૂરા કરી શકુ છુ.

***

૨૦૧૫

૨ વર્ષ પછી

આજે બે વર્ષ પુરા થઇ ગયા મારા ને કબીર ને અલગ થયા એ અને મારા અને પ્રિયા ના લગ્ન ને ૧ વર્ષ.

બે વર્ષ પહેલા લીધેલ મારા એ નિર્ણય એ મને અને કબીર એ અલગ કરી દીધા પરંતુ એ એક નિર્ણય ને લીધે કબીર નું સિંગર બનવાનું અને પ્રિયા નું મારી સાથે લગ્ન કરવાનું સપનું પૂરું થઇ ગયું ને હવે બાકી રહ્યું હતું તો એ હતું મારું સપનું કે એ બંને ના સપના પુરા કરવાનું અને એ સપનું કબીર અને પ્રિયા ના લગ્ન થકી પૂરું થઇ શકે એમ જ છે.આ થતા ની સાથે જ અમારા ત્રણેય ના સપના પુરા થઇ શકે એમ છે પરંતુ એના માટે કબીર અને પ્રિયા ને ભેગા કરવા જરૂરી છે એ કઈ રીતે કરું ? આ બધું જ વિચાર તો જ હતો કે પાછળ થી પ્રિયા આવી અને બોલી,

Happy 1st marriage Anniversary dear રાહુલ..

Happy 1st marriage Anniversary પ્રિયા..

ખબર જ ના પડી કેમ રાહુલ કે આપણા લગ્ન નું ૧ વર્ષ થઇ ગયું.

હાં,પ્રિયા.

રાહુલ,તો આ 1st marriage Anniversary પર શું જોઈએ છે ?? જે જોઈએ એ બોલ.

અરે,પ્રિયા આપવાનું મારે હોય છે તને તું બોલ શું જોઈએ છે મારી ચકલી ને ?

કેમ,ગીફ્ટ આપવાનો હક માત્ર પતિ ઓ નો જ છે ? અમારો નહી ?

અરે,એવું નથી કઈ.

તો,પછી ? વાત પૂરી કર અને જે જોઈએ એ માંગ.

સાચે ? જે માંગુ એ મળશે ??(થોડું શાંતિ થી મેં પૂછ્યું)

અરે, માંગી તો જુઓ.

સાચે??

હા,બાબા.

તો,મને એક વચન જોઈએ છે,આપીશ ?

કેવુ ?

કે જો મને કઈ પણ થઇ જાય તો તું અને કબીર લગ્ન કરી લેજો.

આ સાંભળીને પ્રિયા ૨ મિનીટ તો કઈ બોલી જ નહી અને પછી,

આ શું આવી અજીબ વાતો ચાલુ કરી.

તે તો કીધું કે જે જોઈએ એ માંગ.

પરંતુ,આવું કેમ માંગ્યું ?? તને શું કામ કઈ થાય?

હા થશે તો કઈ નહી પરંતુ કઈ થઇ ગયું તો એટલે એક જ વચન માગું વધારે કઈ નહી.

ખુબજ અઘરું છે આ મારા માટે પરંતુ તું જો ખુશ છો આ વચન થી તો તું જેમ કહીશ એમ કરીશ પરંતુ તને કઈ જ નહી થવા દવ એટલે આ વચન આપું છુ.

Thank you પ્રિયા...તે મારા મન નો ખુબજ મોટો ભાર હળવો કરી દીધો છે.

શું ?

કઈ નહી.(હું પણ ખબર નહી ખુશી માં ને ખુશી માં કઈ પણ બોલવા લાગ્યો) આટલું બોલીને હું પ્રિયા ને ગળે લાગી ગયો અને આ સાથે જ મારી આંખ પણ ભીની થઇ ગઈ.

***

તું ફરી વાર અહીં આવી ગઈ ?? છેલ્લા બે મહિના માં તને હજાર વખત ના કહી ચુક્યો છુ કે હું તારા સાથે લગ્ન નહી કરી શકું સમજાતું નથી તને ? કેવી છોકરી છે તું જ્યાં સુધી રાહુલ જીવતો હતો ત્યાં સુધી મારી યાદ પણ ના આવી અને હવે એ આજે નથી તો મારી પાસે આવી ગઈ.કઈ શરમ જેવું છે કે નહી??

કબીર ના આ શબ્દો મારા થી સહન નહી થતા હતા એટલે મારા થી નહી રહેવાયું એટલે હું બોલી,

બસ કબીર બસ મને પણ કોઈ શોખ નથી તારા સાથે લગ્ન કરવાનો પરંતુ રાહુલ ને આપેલા છેલ્લા વચન નિભાવવા માટે હું તારા પાસે આવી છું.

કેવું વચન ?

લે આ વાંચ.

શું છે ???

“The Dreams” રાહુલ ની પર્સનલ ડાયરી છે જે એક વાર વાંચી લે પછી હું અહીં થી ચાલી જઈશ.

કબીર રાહુલ ની ડાયરી લે છે અને વાંચવાનું ચાલુ કરે છે,

જયારે પ્રિયા એ મને પ્રપોજ કર્યું એજ સમયે કબીરે પ્રિયા ને પ્રપોજ કર્યું અને હવે શું કરવું એ મને સમજાતું નહી હતું.તે પૂરી રાતે વિચાર કર્યા બાદ મને સમજાયું કે જો હું પ્રિયા ના પ્રપોજ નો સ્વીકાર કરીશ તો જ આપણા ત્રણેય ના સપના પુરા થશે અને મેં મારા દિલ પર પથ્થર રાખીને નિર્ણય કર્યો અને પ્રિયા ના પ્રપોજ નો સ્વીકાર કર્યો અને એની સાથે લગ્ન કરીને એનું સપનું પૂરું કર્યું અને જેનાથી કબીર નું દિલ તૂટે અને એ એના સિંગિંગ ના સપના માં આગળ વધી જાય અને એ સારો સિંગર બની ગયો હવે બાકી રહેલું તો મારું સપનું કે તમારા બંને ના સપના પુરા કરવાનું જેમાં હવે બાકી હતું કબીર અને પ્રિયા ના લગ્ન જો એ થઇ જાય તો મારું સપનું પણ પૂરું થઇ જશે પરંતુ એના માટે મારે તમારા બંને થી અલગ થવું પડશે અને ખુબજ દુર જવું પડશે તો જ એ શક્ય થશે ઉમ્મીદ કરું છુ કે જયારે આ ડાયરી તમારા હાથ માં આવે તો મારું આ સપનું તમે પૂરું કરશો બંને.

આ વાંચતા વાંચતા કબીર ની આંખો ભીની થઇ ગઈ હતી જે જોઇને હું એની પાસે બેસી અને ,

આપણું મિલન જ રાહુલ ની છેલ્લી ઈચ્છા અને એનું સપનું છે.

આ સાંભળીને ને કબીર મારા ખબા પર માથું રાખી હા કહી રડવા લાગ્યો...

સમાપ્ત

“મિત્રો ના સપના પુરા કરવામાં જે મજા છે એ મજા તો પોતાના સપના પુરા કરવામાં પણ નથી.”

પાર્થ જે. ઘેલાણી

લવ જંકશન ના લાંબા અંતરાલ બાદ એક નાનકડી વાર્તા લઈને ફરી આવ્યો છુ તમારા સમક્ષ આશા કરું છે તેના જેમ The Dreams ને પણ પ્રેમ આપશો.

આ વાર્તા પર તમે તમારા સારા કે ખરાબ પ્રતિભાવો

facebook.com/parth j ghelani ,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....