જ્યોતિષવિદ્યા અને અંકશાસ્ત્ર Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જ્યોતિષવિદ્યા અને અંકશાસ્ત્ર

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : જ્યોતિષવિદ્યા અને અંકશાસ્ત્ર

શબ્દો : 1212

સજેસ્ટેડ શ્રેણી : Article

જ્યોતિષવિદ્યા અને અંકશાસ્ત્ર

આજકાલ ન્યુમરોલૉજીની હવાએ ઘણો વેગ પકડ્યો છે, કોઈકને કહીએ અને તેઓ ન માને તો એની એક સર્વસામાન્ય દલીલ કે કોઈપણ વસ્તુનું અસ્તિત્વ આપણાં તેને ન માનવા પર નથી હોતું, આપણે ગમે તેટલું ન માનીએ તે હોયું ન હોયું નથી જ થતું અને એ જ રીતે આપણે ભલે આ વાતને ફાલતૂ સમજીએ પરંતુ જ્યોતિષ વિદ્યા, મનુષ્યની સૌથી મોટામાં મોટી સમસ્યાને પણ હલ કરે છે. હાં, તમે જે વ્યક્તિ પાસે તમારી સમસ્યાનું સમાધાન માંગવા જાવ છો, તેમને આ વિદ્યાની કેટલી સમજ છે, તે વાત જ્યોતિષ ઉપર તમારા વિશ્વાસને બનાવે છે અને બગાડે પણ છે.

જોકે, તમે જે વ્યક્તિની પાસે જાવ છો તે માત્ર બિઝનેસ ચલાવવા માટે લોકોની સમસ્યાને હલ કરવાનો દંભ કરે છે. તેના દ્વારા જણાવેલ કોઇપણ ઉપાય તમારે કામ નહીં આવે અને તમારો વિશ્વાસ જ્યોતિષથી હટી જશે, ત્યાં જ બીજી બાજુ તમને કોઇ એવો જાણકાર મળી જાય, જેની પાસે તમારી દરેક સમસ્યાનું સમાધાન હોય તો, તમે જ્યોતિષ પર વિશ્વાસ કરવા લાગશો.

જોકે, જ્યોતિષ પર વિશ્વાસ કરવો અલગ વાત છે અને તેના વિશે જાણકારી રાખવી તે પણ અલગ વાત છે. આજે અમે તમને જ્યોતિષ શાસ્તમાં ન્યૂમરોલોજી અર્થાત અંકશાસ્ત્રના વિષયમાં જણાવીશું. અંકશાસ્ત્ર તમારા જીવનમાં ખૂબ જ ઊંડાળની સાથે જોડાયેલું છે. હવે તમે સમજો કે, ના સમજો પરંતુ તમારા જીવનને તે મહત્વપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે.

અંકઃ-1

અંકશાસ્ત્રમાં નંબર 1નું પ્રતિનિધિત્વ સૂર્ય ગ્રહ દ્વારા કરવામાં આવે છે. તે લોકો જેમનો જન્મ કોઇપણ મહિનાની 1, 10, 19 અથવા 28 તારીખના થયો છે તો તેમનો મૂળાંક 1 છે. સૂર્ય ગ્રહ તમારી પીઠ, હ્રદય, મસ્તિષ્ક, પેટ, ફેંફસા અને નાડીને સંચાલિત કરે છે. હાઇ બીપી અને હાર્ટ અટેક, શરીરના આ ભાગો સાથે જોડાયેલી બીમારીઓ છે. આ મૂળાંકના લોકોમાં જીવન જીવવાનો એક અલગ ઉત્સાહ હોય છે. આ માટે આ લોકોને ક્યારેય કામનું પ્રેશર પરેશાન કરતું નથી. જેના કારણે તેઓ દબાવમાં રહીને પણ દબાવ અનુભવતા નથી. પરિણામસ્વરૂપ અંત સમયે શરીર તેમનો સાથ આપવાનું બંધ કરી દે છે.

આ મૂળાંકના લોકોએ કોઇપણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઇએ. આ સાથે જ તેમણે કોઇપણ દવાનું આદી પણ બનવું ના જોઇએ. નહિતર તેમને હ્રદય અને લીવર સાથે જોડાયેલી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આ અંકના લોકોને હાઇ કેલોરી ભોજન ગ્રહણ કરવું પસંદ હોય છે, પરંતુ તે તેમના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આ લોકોએ ઠંડી જગ્યા પર જવાથી બચવું જોઇએ અને સાથે જ, પોતાની આંખનું પણ ધ્યાન રાખવું જોઇએ. આ મૂળાંકના લોકોએ આદુ, એલચી, તજ, સફરજન, સંતરા, કેસર, અશ્વગંધાનું સેવન કરવું જોઇએ. અંકશાસ્ત્ર મુજબ આ જાતકો માટે ઓક્ટોબર, ડિસેમ્બર, જાન્યુઆરી મહિના યોગ્ય માનવામાં આવતાં નથી.

અંકઃ-2

અંકશાસ્ત્રમાં નંબર 2ને ચંદ્ર દ્વારા સંચાલિત માનવામાં આવે છે. 2, 11, 20, 20 તારીખે જન્મ લેનાર લોકો આ મૂળાંકની અંતર્ગત આવે છે. આ મૂળાંકના લોકો માટે દાંત અને આંખની બીમારી ખૂબ જ કોમન માનવામાં આવે છે. શરદી, ઉધરસ, ટ્યૂમર, ટ્યુબરક્યુલોસિસ, પેટનો દુખાવો, જળંધર રોગ, લકવો અને શીતળા જેવી બીમારીઓ આ મૂળાંકના લોકોને પરેશાન કરી શકે છે.

આ લોકોને ગંદગી, અંધારું અને ઠંડા સ્થાનથી બચવું જોઇએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જુલાઈના મહિનાઓ આ અંકના લોકોને પરેશાન કરી શકે છે. આ મૂળાંકના લોકોને કોબી, કાકડી, ગાજર, મૂળા જેવા મોસમી ફળ તેમની માટે ઘણા ફાયદાકારક સાબિત થઇ શકે છે.

અંકઃ-3

કોઇપણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે જન્મ લેનાર લોકો મૂળાંક 3ના માનવામાં આવે છે. આ અંકનું સંચાલન બૃહસ્પતિ ગ્રહ દ્રારા કરવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ ઘણો ગરમ, હવાદાર અને પુરૂષત્વના ગુણ ધરાવનાર હોય છે. આ અંક ફેંફસા, નાડી અને આંતરડાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ મૂળાંકના લોકોને ત્વચા, રોગ, સાંધાનો દુખાવો, ડાયાબિટીઝ, લકવો અને હાર્ટ અટેક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સફરજન, દ્રાક્ષ, બદામ, ફુદીના, ચેરી અને લવિંહ આ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય ફેબ્રુઆરી, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનો આ લોકો માટે મુશ્કેલી પેદા કરી શકે છે.

અંકઃ-4

4, 13, 22 અને 31 તારીખે જન્મ લેનાર લોકો આ મૂળાંકની અંતર્ગત આવે છે. મૂળાંક 4નું પ્રતિનિધિત્વ રાહુ ગ્રહ દ્વારા કરવામાં આવે છે, જેના વિશે એવું કહેવામાં આવે છે કે, તેમનું પોતાનું શરીર નથી હોતું તે માત્ર એક છાયા જ હોય છે. રાહુ ગ્રહને ઉઠક-પઠક કરનારો ગ્રહ માનવામાં આવે છે, પરંતુ જો આ ગ્રહ કોઇપણ વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત હોય તો તેનું જીવન આનંદથી ભરી દે છે. મૂળાંક 4 ધરાવનાર લોકો ખુશ રહીને પણ ખુશ રહી શકતાં નથી, આ અંકના લોકોને અજીબોગરીબ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ, આ લોકોને દરેક સમયે બીમારીઓનો પણ ભય રહે છે.

આ લોકો શારીરિક રૂપથી સ્વસ્થ નથી રહી શકતાં પરંતુ પોતાનું જીવન જીવવા માટેની પ્રક્રિયા તેમને સક્રિય રાખે છે. મોટામાં મોટી દુર્ઘટના પણ આ લોકોનું કંઇ જ બગાડી શકતી નથી. તાવ, ફેંફસાની સમસ્યા, કબજીયાત, ટ્યૂમર અને સંધિવા જેવી સમસ્યા તેમને પરેશાન કરી શકે છે. આ લોકોએ કોશિશ કરવી જોઇએ કે, તેઓ માનસિક રૂપથી તણાવથી દૂર રહે. આ મૂળાંકના લોકોએ મસાલેદાર અને વસાયુક્ત ભોજનથી દૂર રહેવું જોઇએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આ લોકો માટે સારો માનવામાં આવતો નથી.

અંકઃ-5

તેવા લોકો જે મહિનાની 5, 14 અથવા 23 તારીખે જન્મ લે છે તે આ મૂળાંકમાં આવે છે, જેમનું પ્રતિનિધિત્વ બુધ ગ્રહ કરે છે. બુધ ગ્રહ તમારી યાદશક્તિ, નાક, હાથ અને તંત્રિકાઓનું સંકસંચાલન કરે છે. ઊંઘન આવવી, ડાયાબિટીસ, શારીરિક અથવા માનસિક અવસાદ, મંદબુદ્ધિ અથવા ટ્યૂમર જેવી બીમારીઓ આ મૂળાંકના લોકોને ઘેરીને રાખે છે.

આ મૂળાંકના લોકોનું સમય પર ભોજન કરવું અને સૂવું જોઇએ. ગાજર, મૂળો, નારિયેળ, અજમો, ફુદીનો, લીલા શાકભાજી, દાળ, ત્રિફળા, આ મૂળાંકના લોકોને સ્વસ્થ રાખે છે. જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બરના મહિના આ લોકો માટે સમસ્યા લાવી શકે છે.

અંકઃ-6

મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મ લેનાર આ મૂળાંકની અંતર્ગત આવે છે. આ મૂળાંકના લોકો પર કિસ્મત હમેશાં મહેરબાન રહે છે. આ અંકના લોકોએ પોતાનું ધ્યાન સ્વયં રાખવું જોઇએ. તમને એક આલીશાન જીવન જીવવાનું પસંદ છે પરંતુ તે તમારી માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. તમે ઘણા રચનાત્મક છો, અન્ય લોકોમાં પણ તમે માત્ર રચનાત્કમ વસ્તુઓ જ જોઇ શકો છો. મહિલાઓ પ્રત્યે તમારું વિશેષ આકર્ષણ રહે છે જે તમારી શારીરિક પરેશાનીઓ લાવી શકે છે.

જો તમે આત્મનિયંત્રણ રાખવામાં સફળ થઇ જાવ છો તો તમે કેન્સર અને સંક્રમણથી પોતાનો બચાવ કરી શકો છો. તમારે માંસાહારથી બચવું જોઇએ, મે, ઓક્ટોબર અને નવેમ્બર તમારી માટે સારા મહિના નથી.

અંકઃ-7

મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મ લેનાર આ મૂળાંકની અંતર્ગત આવે છે. આ અંકનું પ્રતિનિધિત્વ કેતુ ગ્રહ કરે છે. તમે માનસિક દ્રષ્ટિએ પરેશાન રહો છો. જેનો દુષ્પ્રભાવ તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. દ્રષ્ટિનું નબળું થવું, ફેંફસાની સમસ્યા, ત્વચાનો રોગ, ટોનસિલ વગેરે જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.

તમારે અનિદ્રાથી બચવું જોઇએ, તાજી હવા અને પાણી, સામાન્ય ભોજન, ફળોનું જ્યૂસ, સફરજન, દ્રાક્ષ વગેરેનું સેવન તમારી માટે ફાયદાકારક રહે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, ઓગસ્ટ અને જુલાઈ તમારી માટે યોગ્ય રહેશે નહીં.

અંકઃ-8

મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મ લેનાર આ મૂળાંકની અંતર્ગત આવે છે. આ અંકનું પ્રતિનિધિત્વ શનિ ગ્રહ કરે છે. આ મૂળાંકના લોકો આત્મનિર્ભર, ઓછા ખર્ચાળ અને બુદ્ધિમાન હોય છે. આ મૂળાંકના લોકોને વાઈ, ગળામાં સોજો, રક્ત સંક્રમણ, સાંધાનો દુખાવો, લકવો, કબજિયાત અને એનિમેયા જેવી સમસ્યાઓ જોડાયેલી છે.

આ મૂળાંકના લોકોને નશાનું સેવન કરવાથી બચવું જોઇએ. સવારે જલ્દી ઉઠવું, તાજી હવા ગ્રહણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. આ મૂળાંકના લોકો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જુલાઈના મહિના પરેશાન કરી શકે છે.

અંકઃ-9

મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મ લેનાર આ મૂળાંકની અંતર્ગત આવે છે. આ અંકનું પ્રતિનિધિત્વ મંગળ ગ્રહ કરે છે. મંગળ ગ્રહ મસ્તિષ્ક, ચહેરો, ધૂંટણ વગેરેનું નેતૃત્વ કરે છે. આ લોકો ઘણા સંવેદનશીલ હોય છે, તેમને ટ્યૂમર, ચેચક, માથાનો દુખાવો, યૌન સમસ્યાઓ અને ઉચ્ચ રક્તચાપનો સામનો કરવો પડી શકે છે.

આ મૂળાંકના લોકોને લસણ, ડુંગળી, આદુ, લીલું મરચું અને નારિયેળનું પાણી, જેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું હિતકારી છે. આ અંકના લોકો માટે એપ્રિલ, મે, ઓક્ટોબર અને નવેમ્બરનો મહિનો પરેશાની લાવી શકે છે.

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888