No Return - 6 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન - 6

નો રીટર્ન

સસ્પેન્સ થ્રીલર નવલકથા

ભાગ - 6

પ્રવિણ પીઠડિયા

અમે છક થઈને હજુ આના વિશે વિચારી જ રહ્યા હતા કે અમને કોઈક અવાજ સંભળાયો. એવું લાગ્યું કે ગુફાના મુખ પાસે કંઈક અથડાયું. કદાચ કોઈ પથ્થર ઉપરથી નીચે ગબડીને ગુફાના દ્વારે પડ્યો હતો. એવો જ કંઈક અવાજ હતો એ.. અમારા કાન સરવા થયા કારણ કે અમે ત્રણેયને એ અવાજ સંભળાયો હતો. અચાનક ફરીવાર અવાજ આવ્યો અને પછીતો ધડબડાટી બોલી ગઈ હોય એવો અવાજોનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. જાણે કે ઘણા બધા માણસો એકસાથે ગુફામાં ઘુસવાની કોશિશ કરી રહ્યા હોય એવા અવાજા હતા. એ જરૂર.. કોઈ ત્યાં આવ્યું હતું. કોણ હોઈ શકે એ...? પૂજા અને ટીના તો અહીં પહોંચવાની કોશિશ પણ ન કરે... તો પછી કોણ હોઈ શકે...? મારા મગજમાં ઘણાં બધા સવાલો ઉઠ્યા. અને હું ઊભો થઈને રીતસરનો બહારની તરફ ધસ્યો. થેંબો મને બહાર જતા જાઈને જલદી જલદી એ મૂર્તિમાં હીરા ૨૧૬ ભરવા લાગ્યો અને પછી એ મૂર્તિઓને થેલમાં મૂકી. મારા આશ્ચર્ય વચ્ચે જગદીશ ત્યાં થેંબા પાસે ઊભો રહેવાને બદલે મારી પાછળ આવ્યો હતો. મને કંઈક અજીવ ભાવ થવા લાગ્યા કે એ શું કામ મારી પાછળ આવ્યો હશે...? હું અથડાતો ઘસાતો જેવો ગુફાના દ્વાર પાસે પહોંચવા આવ્યો કે અચાનક મારા પગ થંભી ગયા. મારી છઠ્ઠી ઈંદ્રિયએ મને કોઈ ભયાનક ખતરાનો સંકેત આપ્યો. અને એટલે જ હું અટક્યો. એક પથ્થરની આડકાશે ઊભો રહી ગયો. કે જેથી હું બહાર શું ચાલી રહ્યું છે એ જાઈ શકું. ત્યાં મારાથી થોડે દૂર ગુફાના દ્વાર પાસે ભારે હલચલ થઈ રહી હતી. બે પહેલવાન જેવા હટ્ટાકટ્ટા માણસો ઉપર ચડ્યાહતા. અને તેઓ હાથ પકડીને ત્રીજાને ઉપર ખેંચવાની કોશિશ કરતા હતા. અત્યારે ઘટનાઓ એટલી ઝડપી ઘટી રહી હતી કે મારી પાસે વિચારવાનો પણ સમય નહોતો. કે અચાનક ક્યાંથી આ માણસો અહીં ઘૂસી આવ્યા...? કોણ હતા આ લોકો.? અને ભૂતના માથાની જેમ અચાનક ક્યાથી ટપકી પડ્યા..? અને અચાનક મને ઝબકારો થયો કે જરૂર આપેલા નેપાળીના જ માણસો હોવા જાઈએ. કારણ કે જગદીશ અને નેપાળી બંને સાથે જ હતા. એટલે જગદીશે અમારો આખો પ્લાન એ નેપાળી સમક્ષ ઓકી નાખ્યો હશે. એટલે એ અમારો પીછો કરતો કરતો અહીં સુધી પહોંચી ગયો હશે... મને જગદીશ ઉપર કાળઝાળ ગુસ્સો આવ્યો કે આખરે એણે પોતાની જાત બતાવી દીધી. હું જેવું એના વિશે વિચારતો હતો એવું જ એણે કર્યું. મને પૂજા અને ટિનાની ફિકર થવા લાગી કે જા આલોકો અહીં સુધી પહોંચી ગયા છે તો એ બંનેનું શું થયું હશે...?

આ લોકોએ જરૂર એ બંનેને પકડી લીધા હશે અથવા તો પછી કદાચ આ અજાણ્યા માણસોને જાઈને એ બંને કોઈ સુરક્ષિત જગ્ચાએ સંતાઈ ગયા હોય એવું પણ બને. સવાલો ઉપર સવાલો મારા મનમાં ઘુમરાઈ રહ્યા હતા. અને એ સવાલોના જવાબ મેળવવાનો અત્યારે સમય નહોતો. જે ઝડપથી આ ખતરનાક ખેલ ભજવાઈ રહ્યો હતો એનાથી ડબલ ઝડપ દાખવીને મારે આ ખેલમાં જીતવાનું હતું. યા તો હું આમા જીતું છું અથવા તો મરું છું. માત્ર બે જ ઓપ્શન હતા. મારી પાસે ને જીતનું ભયાનક ઝનૂન માર પર હાવી થવા લાગ્યું. આમ સાવ આાસનીથી હું લડ્યા વગર હાર માની લઉઁ એ તો મને કોઈ કાળે મંજૂર નહોતું. એટલે મનોમન મેં મારા ગુસ્સાને, ૨૧૭ મારા ઝનૂનને વધારવાની કોશિશ કરી... અત્યારે મારા સિવાય પૂજા અને ટિનાનો પણ જીવ જાખમમાં હતો અને એ વિચારે મને આ પરિસ્થિતિનો સામનો કરવાની જબરજસ્ત શક્તિ આપી.

હું તેજ ગતિએ વિચારી રહ્યો હતો કે હું શું કરું...? કોઈ અવિચારી પગલું મને મોતના હવાલે કરી દે એમ હતું. પેલા ત્રણમાંથી બે માણસો હુંજે તરફ ઊભો હતો એ તરફ ગુફાની અંદર આગળ વધ્યા. એમના ખભે કંઈકલટકી રહ્યું હતું. જે મેંધ્યાનથી જાયું...

હે ઇશ્વર .. એમના હાથમાં મશીનગન હતું. એ ખરેખર ખંખાર અને ભયાનક માણસો હતા. મેં. જાયું તો પેલા ત્રીજા માણ પછી ચોથો માણસ ઉપર આવી ચૂક્યા હતા. એ હજુ ખબર નહીં એની પાછળ કેટલા માણસો હોય. .. ? હવે હું વધારે સમય અહીં રોકાઈ શકું એમ નહોતો. મારે કંઈક કરવું જરૂરી હતું. અને મનોમન એક ઝડપી નિર્ણય કરીને પાછળ ફરીને હું ખૂબજ ઝડપથી અંદર ભાગ્યો. જગદીશ બરાબર મારી પાછળ આવીને જ ઊભો રહ્યો હતો મેં એને જાયો અને પછી ભયંકર ગુસ્સાથી દાંત ભીંસીને એને એક જારદાર ધક્કો માર્યો. હું આવું કંઈક કરીશ એવી આશા જગદીશને નહોતી એટલે અચાનક એની ઉપર થયેલા હુમલાને એ ખાળી ન શક્યો અને મારા ધક્કાના કારણે ધડામ કરતું એનું માથું એક અણિદાર પથ્થર સાથે ભટકાયું. અને તમ્મર ખાઈને એ નીચે પટકાયો. એક તો અચાનક થયેલા હુમલાના કારણે એ ગભરાઈ ગયો હતો. અને એમાંય પથ્થર સાથે જારદાર રીતે માથું ભટકાતા એ બેહોશ થઈ ગયો અને કપાયેલા વૃક્ષની જેમ એ ગુફાના પથ્થરની ફર્શ પર બે હાથ પહોળા કરીને એ ઊંધે માથે પડ્યો એ પડ્યો અને એના શરીર ઉપરથી કૂદીને હું અંદર ભાગ્યો. જગદીશને શું થયું એ જાવા માટે રોકાવાનું નહોતું એટલે હું થેંબા તરફ ઝડપથી દોડ્યો. એ નાનકડી અમથી ટનલ જેવી ગુફામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. હું ભાગી રહ્યો હતો. ત્યારે મારા મગજમાં એક જ વાત રમતી હતી કે બહાર ગુફાનાદ્વારે જે માણસો આવ્યા હતા એ જગદીશ અને નેપાળીના જ માણસો છે, પરંતુ હકીકત એ નહોતી. હકીકત કંઈક અલગ જ હતી. આખો ટેબ્લો કંઈક વિચિત્ર રીતે રચાયો હતો. જા મેં શાંતિથી વિચાર્યું ૨૧૮ હોત અને થોડીવાર ત્યાંજ ઊભા રહીને બધું નિરીક્ષણ કર્યું હોત તો આગળની સ્થિતિ કંઈક અલગ જ બની હોત. પરંતુ એવું નહોતું બન્યું મને સૌથી વધારે પૂજાની ફિકર હતી અને એની ચિંતાએ મને ઝનૂની બનાવી દીધો હતો.

હવે આખી પરિસ્થિતિ કંઈ આ પ્રમાણે બની હતી. અમે જ્યારે ગુફામાં પેલી મૂર્તિઓ શોધી રહ્યા હતા. ત્યારે જ સુરિન્દર અને જગતાપે મોકાનો લાભ ઉઠાવ્યો. એમને વિશ્વાસ થઈ ગયો હતો કે એગુફામાં ‌અમે જરૂર પેલો ખજાનો શોધી કાઢ્યો હશે એટલે હવે વધુ સમય ન બગાડતાં તેઓ હરકતમાં આવ્યા હતા. સૌથી પહેલા તો તેઓએ પૂજા અને ટીનાને બંધક બનાવી દીધા કે જેથી અમારી સાથે સોદાબાજી કરી શકે. એ બંને રાંક છોકરીઓ તો અચાનક એમના ઉપર થયેલા હુમલાથી એટલી ગભરાઈ ગઈ હતી કે રીતસરની રડવા લાગી હતી. સુરીન્દરે એ બંને છોકરીઓને ઝાડ સાથે બાંધીને એમની ઉપર વોચ રાખવા પોતાના બે પહેલવાનોને ત્યાં જ ગોઠવ્યા પછી એ ગુફામાં જવા માટે પર્વત ચડવા લાગ્યો. આ તરફ જેવો હું જગદીશને ધક્કો મારીને ભાગીને અંદર આવતા પેલા બંને માણસો મને જાઈ ગયા. અને મારી પાછળ દોડ્યા. એક તો ગુફા સાવ સાંકડી હતી. અને એમાં એના પહેલવાનો જેવા હટ્ટાકટ્ટાશરીર અને ઉપરથઈ પાછો જગદીશ મારા હાથનો માર ખાઈને પથરાઈને રસ્તામાં નીચે પડ્યો હતો. એટલે એ લોકોને મારી પાછળ આવવામાં મુશ્કેલી પડી. જ્યાં સુધીમાં એ લોકો જગદીશને રસ્તામાંથી સાઈડમાં લઈ જાય અને મારી પાછળ આવે ત્યાં સુધીમાં તો હું ફલાંગો ભરતો થેલા પાસે પહોંચી ગયો હતો. થેંબાને ખતરાનો અહેસાસ થઈ ગયો હતો. એટલે એ પેલા થેલા ખભે ભરાવીને તૈયાર જ ઊભો હતો. અને એને જાતા જ મેં રાડ પાડી .. થેંબા ભાગ.. અને એ મારી આગળ ભાગ્યો. પર્વતની બીજી બાજુ જે રસ્તો ખુલી ગયો હતો એ તરફ થેંબો ભાગ્યો. અને એની પાછળ હું દોડતો હતો. એતદ્દન સાંકડા, અવાવરુ, લપસણા માર્ગ પર અમે પડતા આખડતા છોલાતા, ઘસાતા હાંફતા આંખો બંધ કરીને ભયાનક રીતે ભાગી રહ્યા હતા. અમારી પાછળ પેલા મશીનગન ધારી માણસો અમારો કાળ બનીને આવતા હતા. અને અમારી ધડબડાટી આખી ગુફામાં પડઘા બનીને ગૂંજી ઊઠી હતી.

***

નેપાળી અત્યારે એક ઝાડ પાછળ શ્વાસ રોકીને ઊભો હતો. એની તીક્ષ્ણ નજર પેલાબંદુકધારી માણસો ઉપર હતી. જે પૂજા અને ટીના સામે ભૂખી નજરોએ જાઈ રહ્યા હતા. એ બંને ખતરનાક ઇરાદાથી એ બંને છોકરીઓને તાકી રહ્યા હતા. અને એની આંખોના ભાવ ઉપરથી જ સ્પષ્ટ વર્તાઈ આવતું હતું. નેપાળી ઝડપથી વિચારી રહ્યો હતો કે હવે શું કરવું. ? એની પાસે વિકલ્પો ઘણા હતા પરંતુ એ તમામ વિકલ્પો ખતરનાક અને જીવલેણ હતા. એ જગતાપ અને સુરિન્દરનું પગેરુંદબાવતા અહીં સુધી સાવધાનીથી એની પાછળપાછળ આવતો હતો. અહીં પહોંચીને એણે એક મોટા ઝાડના થડની આડશેથી જાયું તો એલોકો પૂજા અને ટીનાને બાંધીને બે માણસોને એમની ચોકી કરવા મુકી બાકીના તમામ પહાડ ઉપર ચડીને પેલી ગુફામાં ગયા હતા. કે જ્યાં પહેલેથી જ હું, જગદીશ અને થેંબો હતા. નેપાળીનો અડધો પડધો મેકઅપ વિખેરાઈને એના જ ચહેરા પર લીંપાઈ ગયો હતો અન એટલે એનો દેખાવ સાવ વિચિત્ર થઈ ગયો હતો. એ પૂજા અને ટીનાથી પાછળના ભાગે મુશ્કેલીથી થોડા ફલાંગો દૂર જ સંતાઈને ઊભો હતો. નેપાળી કોઈ સચોટ પ્લાન બનાવીને આગળ વધવા માંગતો હતો. જા એ ખુલ્લં ખુલ્લા સામી છાતીએ પેલા ગનધારી પહેલવાનોનો સામનો કરવા જાય તો એને પોતાના જીવને જાખમ થાય અને સાથેસાથે પૂજા અને ટીનાને પણ જાખમ થઈ શકે. નેપાળી નહોતો ઈચ્છતો કે પોતાના લીધે એ બંનેને કંઈ થાય. ભારે ગડમથલમાં એ ત્યાંજ વિચારતો ઊભો રહ્યો. એની પાસે વધુ સમય નહતો કે એ વિચારવામાં બગાડી નાખે, આ એક્શનનો સમય હતો. વાટ જાવાનો નહિ. આખરે એણે એક મોટો નિર્ણય લીધો. અને પેન્ટની પાછળખોસેલી પિસ્તોલ પર હાથ રાખીને એ સાવધાનીથી આગળ વધતો જેટલું બને એટલું દબાતા પગે એ અવાજ ન થાય એ રીતે આગળ વધતો હતો. એ પેલા માણસોની એકદમ નજીક સાવધાનીથી પહોંચવા માંગતો હતો. હતો અને એમાં જા કોઈ ગરબડ થાય તો પિસ્તોલ તો હતી જ એની પાસે. એ બન્ને માણસો જ રીતે ઊભા હતા એ પોઝિશનની નેપાળીએ ગણતરી કરી એના ઉપર કેવી રીતે હુમલો કરવો એ વિચારતો આગળ વધતો જતો હતો. જેમ- જેમ એ પૂજા અને ટીના તથા પેલા બે માણસોની નજીક જઈ રહ્યો હતો તેમ- તેમ એના દિલની ધડકન તેજ થઈ ગઈ હતી. ૨૨૦ સહેજ પણ અવાજ ન થાય એવી સાવધાની રાખીને દબાતા પગલે સ્ફૂર્તિથી એ એક ઝાડના થડ પાછળ પહોંચ્યો. અહીંથી એ માણસોની ચોક્કસ સ્થિતિનો ખ્યાલ સ્પષ્ટ રીતે આવતો હતો. નેપાળીએ મનમાં ગણતરી ગોઠવી.. લગભગ વીસેક ફૂટનું અંતર હતુ એની અને પેલા પહેલવાનો વચ્ચે. નેપાળીને બને ત્યાં સુધી પિસ્તોલનો ઉપયોગ નહોતો કરવો કારણ કે જા ફાયરિંગ થાય તો એનો અવાજ ચોક્કસપણે આખા વિસ્તારમાં ગુંજી ઉઠે અને સાથે- સાથે ઉપર ગયા હતા એ આ બન્નેના સાથીઓ પણ એ સાંભળે અને પછી આખી બાજી બગડતા વાર ન લાગે. નેપાળીએ તો એવી ગણતરી કરી હતી કે એવું કંઈ જ થાય છતાં કામ તમામ થઈ જાય. સાપ મરે અને લાઠીયે ન તૂટે...

નેપાળી થોડો વધુ નજીક સરક્યો. ઝાડની આડશ લેતો એ ચિત્તાની સતર્કતાથી આગળ વધ્યો. એ બન્ને માણસો હાથ ગન પર રાખીને એકદમ બેફિકરાઈથી એકબીજાની નજીક ઊભા હતા. એ લોકો બિલકુલ સાવધ નહોતા અને એમને ખબર નહોતી એમ નેપાળી રૂપી મોત એમની તરફ સાવધનીથી બિલ્લી પગે આગળ વધી રહ્યું હતુ. એ બન્નેની અસાવધાનીનો ભરપૂર ફાયદો ઉઠાવવાનું નેપાળીએ નકકી કરી લીધુ હતુ. અને.. સાવ અચાનક જ એ બહાર નીકળ્યો અને ભયંકર ઝડપે પેલા બન્ને તરફ દોડ્યો. એ બન્ને કંઈ સમજે અને કોઈ હરકત કરે એ પહેલા તો એણે એ લોકો પર છલાંગ લગાવી દીધી. બિલકુલ હિન્દી ફિલ્મોમાં જેમ બને છે એમ એ નેપાલીના હાથ એકના ગળામાં ગાળીયો બનીને ફસાઈ ચૂક્યા હતા અને એના પગ બીજાના ગળામાં અજગર ભરડાની જેમ પડ્યા. પેલા બન્ને માટે આ હુમલો સાવ અણધાર્યો હતો એટલે એ કંઈ સમજે, વિચારે કે કોઈ હરકત કરે એ પહેલા તો એ બન્ને ધૂળ ચાટતા થઈ ગયા હતા અને નેપાળી અ બન્ને ઉપર છવાઈ ગયો હતો. નેપાળીએ બરાબર અંદાજા લગાવીને છલાંગ લગાવી હતી. એના હાથનો અજગર ભરડો, આગળ ઊભો હતો એ માણસના ગળામાં સાણસાની જેમ જબરજસ્ત રીતે ભીંસાઈ ચૂક્યો હતો અને એના શરીર ઉપર ઝૂલીને પોતાનો બધો વજન એ માણસ ઉપર નાખી એના પગ ઉંચકયા હતા. હવામાં રીતસરનો ઉડતા નેપાળીએ એના પગને બીજા માણસના ગળામાં નાંખ્યા અને એક જારદાર ઝટકો મારીને એ બન્નેને નીચે પાડી દીધા હતા. એ બન્ને પહેલવાનોની શારીરિક ૨૨૧ તાકાત સામે એ નેપાળી તો સાવ મગતરૂ લાગતો હતો પરંતુ નેપાળીએ એટલો જબરજસ્ત રીતે અચાનક હુમલો કર્યો હતો કે બન્ને ઘીસ ખાઈ ગયા હતા અને કોઈ રીએક્શન કરવા જાય એ પહેલા તો ધૂળ ચાટવા લાગ્યા હતા. નેપાળી પોતે પણ જાણતો હતો કે જા એ બન્નેને સહેજ પણ સમય મળી જશે તો પછી એનું આવી જ બનવાનું છે.

એટલે એ જરાપણ વધારે સમય બગાડવા માંગતો નહોતો. એ લોકો જેવા નીચે પડયા કે તરત જ નેપાળીએ પોતાની એક પગની પકડ ઢીલી કરી એ પગને ગોઠણ સુધી વાળીને હવામાં ઝીંક્યો. અને ભડાક... કરતા એણે પહેરેલા ખીલાવાળા વજનદાર બૂટનો વાર બીજા માણસને ચહેરા પર કર્યો. નેપાળીએ પોતાની પૂરી તાકાતથી વાર કર્યો હતો અને એ વાર એટલો ભયાનક રીતે એના ચહેરા ઉપર થયો હતો કે એનું આખું મોઢુ ચિરાઈ ગયુ. બૂટના ખીલા રીતસરના એના ચહેરામાં ઊંડે સુધી ખૂંપી ગયા હતા. એની નસકોરી ફાટી ગઈ અને મોઢામાંથી દાંત તૂટીને લોહીના કોગળા સાથે બહાર નીકળી ગયા. નેપાળીના વજનદાર બૂટનો એક જ વાર એના એના માટે પ્રાણધાતક સાબિત થયો અને એ ત્યાંને ત્યાં જ ઠાર થઈ ગયો. એ હવે ઊભો થઈ શકે એમ નહોતો કારણ કે એ મરી ચૂક્યો હતો. એક તો ગયો એટલે નેપાળીએ એના હાથની નાગચૂડ પેલા બીજા માણસના ગળામાં વધુ ને વધુ સખત બનાવી. એને અત્યારે ભયાનક ઝનૂન ચડયું હતુ. પેલો માણસ પોતાના હાથ પગ ઉછાળીને પ્રતિકાર કરવાની કોશિશ કરી રહ્યો હતો. અને એણે બે- ત્રણ ઘુસા અને લાતો નેપાળીને વળગાડી દીધી હતી પરંતુ એનાથી નેપાળી જરાય પણ વિચલિત થયો નહોતો કારણ કે એને ઝનૂન ચડ્યુ હતુ અને અત્યારે એની આગળ બીજા બે- ત્રણ માણસો હોત તો પણ એ બધા મારી- મારીને ખોખરા કરી નાખત. નેપાળીએ ફરી વખત દાંત કચકચાવીને ભીંસ્યા અને જબરજસ્ત તાકતથી હાથની પકડ એ પહેલવાનના ઝળે વધારી. પહેલવાનના ખભે ભરાવેલી મશિનગન પણ કંઈ કામની નહોતી રહી અને ધીરે- ધીરે એનો શ્વાસ રૂંધાવા લાગતા એની આંખો અને જીભ બહાર નીકળીને લટકવા લાગ્યા. સામાન્ય એકવડા બાંધાનો નેપાળી એ બન્ને બાવડાબાજ પહેલવાનો ઉપર ભારે પડ્યો હતો અને એ જ ઝડપથી, ભયાનક ઝનૂનથી એણે એ બન્નેને યમલોક પહોંચાડી દીધા હતા એ જાઈને તો પૂજા ૨૨૨ અને ટીના પણ કાંપી ઊઠ્યા હતા. કોઈ કસાઈ બકરાને પોતાના હાથેથી જ હલાલ કરી નાખે એ રીતે નેપાળીએ એ બન્નેને હલાલ કરી નાખ્યા હતા. જયારે એને પૂરી ખાતરી થઈ કે એ બન્ને મરી ચૂક્યા છે ત્યારે જ એણે પોતાના હાથની પકડ છોડી ને એ ઊભો થયો. એ હાંફી રહ્યો હતો અને એવી જ સ્થિતિમાં એ પૂજા અને ટીનાને બાંધ્યા હતા ત્યાં પહોંચ્યો. તેણે એ બન્નેના દોરડા ખોલી નાખ્યા.

પૂજા તો હેરતથી ફાટી આંખે આ મોતનો ખેલ જાઈને હેબતાઈ ગઈ’તી જ્યારે ટીનાના ચહેરા પરથી લાગતુ હતુ કે એને આવું કંઈક બનશે એનો અંદાજ હતો જ. પૂજાને હજુ વિશ્વાસ નહોતો આવતો કે આટલી ભયાનક ઝડપે નેપાળીએ બન્નેને પરાસ્ત કરી નાખ્યા હતા. એતો હતપ્રભ નજરે નેપાળીને તાકી રહી હતી. આ એ જ નેપાળી હતો જેનાથી સાવધાન રહેવાની અમીતે એને ચેતવણી આપી હતી અને આજે એણે જ એનો જીવ બચાવ્યો હતો. શું કામ...? કોણ છે આ નેપાળી...? અમીતે કહ્યું હતુ કે જગદીશ અને આ નેપાળી એમના વિરૂધ્ધ કોઈ કાવતરૂ કરી રહ્યા હતા અને આ જ નેપાળીએ પેલા બન્ને ખતરનાક પહેલવાનોને ખૌફનાક મોતે મારીને એનો અને ટીનાનો જીવ બચાવ્યો હતો. હેરત અને આશ્ચર્યની હદો પાર કરતી એ નેપાળી ને જાઈ રહી હતી. એ નેપાળીનો ચહેરો અત્યારે સાવ બદલાઈ ગયો હતો. આ ઠંડીમાં પણ એના ચહેરા પર પ્રસ્વેદના બૂંદો ચમકી રહ્યા હતા અને એના કારણે એનો મેક-અપ રેલાઈને આખા ચહેરા પર લીંપાઈ ગયો હતો. એ નેપાળી નહોતો પરંતુ બીજી કોઈક વ્યકિત જ હતો. એણે મેક-અપ કરીને પોતાની જાતને નેપાળી બનાવ્યો હતો... એ અચાનક ટીના તરફ ફર્યો અને બોલ્યો... ‘ટીના.. તું પૂજાને લઈને અત્યારે જ નીકળ. આ જીપની ચાવી લેતી જા. કેલાથી થોડે દૂર આગળ એક પથ્થરની આડાશમાં મારી જીપ મેં સંતાડી છે. એ જીપ સુધી તમે પહોંચો એટલે તમે સુરક્ષિત બની જશો. એ જીપના કેશબોર્ડમાં એક પિસ્તોલ તને મળશે એ તારી પાસે રાખજે. તમે બન્ને સમય બગાડ્યા વગર ઝડપથી એ જીપ સુધી પહોંચો, હું જગદીશ, અમીત અને થેંબાની પાછળ જાઉ છું અને એમને લઈને ત્યાં પહોચું ત્યાં સુધી અમારી રાહ જાજા.’ નેપાળીએ એકદમ શુધ્ધ ગુજરાતી ભાષામાં ટીનાને ૨૨૩ કહ્યું અને એને જીપની ચાવી લંબાવી.

પૂજાને જબરજસ્ત આંચકો લાગ્યો. એના આશ્ચર્યની સીમા ન રહી. ‘તો શું ટીના પણ આ નેપાળીને ઓળખે છે...?’ નેપાળી એ જે રીતે ટીના સાથે વાત કરી અને જે રીતે ટીનાએ શાંતિથી એની વાત સાંભળીને સહમતિ આપી એના ઉપરથી હવે તો કોઈ શક રહેતો જ નહોતો કે ટીના પણ આ નેપાળીને બહુ સારી રીતે જાણે છે. અને એને એ પણ ખબર હોવી જાઈએ કે એ નેપાળી એમની પાછળ આવશે જ. અને નેપાળી જે બોલ્યો એ અવાજ તો આ પહેલા પણ એમે ક્યાંક બહુ સારી રીતે સાંભળ્યો હતો. એક બે વખત નહિ ઘણી વખત સાંભળ્યો હતો આ ભરાવદાર અવાજને પરંતુ ક્યાં સાંભળ્યો હતો અને કોનો હતો આ અવાજ...? ‘આ અવાજ..’ પૂજા યાદ કરવા મથી રહી અને ધ્યાનથી એ નેપાળીના ચહેરાને નિરીક્ષણ કરવાની દ્રષ્ટિથી જાઈ રહી...

અને... જયારે એના અવાજ અને એના મેક-અપ પાછળ છુપાયેલા ચહેરાનો તાલમેલ બેઠો ત્યારે તો પૂજા રીતસરની ઉછળી પડી અને આભી બનીને એ ખુલ્લા મોંએ એ નેપાળીને તાકી રહી. પૂજા બહુ સારી રીતે એ નેપાળીને તાકી રહી. પૂજા બહુ સારી રીતે એ નેપાળીને ઓળખી ચૂકી હતી. હરખ, આનંદ અને આશ્ચર્યના કારણે એની આંખો છલકાઈ ઊઠી અને દોડીને એ પેલા નેપાળીને વળગીને ધ્રુસ્કે- ધુસ્કે રડી પડી. એ હરખના આંસુ હતા જેણે નેપાળીનો ખભો ભીંજવી નાખ્યો હતો પૂજાને આવું કંઈક બનવાની બિલકુલ આશા નહોતી અને એણે સ્વપનેય નહોતુ વિચાર્યું કે આ વ્યકિત અહીં હોઈ શકે. પૂજા એકધારી રડતી હતી. એની પાસે નેપાળીને કહેવા માટે શબ્દો નહોતા. નેપાળીએ પૂજાને પોતાનાથી અળગી કરતા એનો હાથ ટીનાના હાથમાં મુકતા કહ્યું. ‘આ ભાવુક થવાનો સમય નથી. તમે લોકો ઝડપથી ભાગો અહીંથી. આપણી પાસે સમય ઘણો ઓછો છે. તમે સુરક્ષિત પહોંચી જાઓ તો મને ઘણી રાહત થશે.. મને રીટર્ન આવતા કેટલો સમય થશે એ નક્કી નથી માટે તમે લોકો ત્યાં જ અમારી રાહ જાજા. મારે હવે જલ્દીથી એ લોકો પાછળ જવુ પડશે નહિતર અનર્થ થઈ જશે. આટલું બોલીને એ પૂજા તરફ ફર્યો. ‘મારા પર વિશ્વાસ રાખજે પૂજા.. હું મારા જીવના જાખમે ૨૨૪ પણ એ બધાને અહીંથી રીટર્ન સહીસલામત પાછા લેતો આવીશ. આ મારૂં તને વચન છે. બાકીની વાતો આપણે પછી કરીશું. તમે હવે જાઓ અત્યારે...’

પૂજા અને ટીનાએ ઝડપથી પેલી જીપ સુધી પહોચી જવા પગ ઉપાડયા. પૂજા ચાલતા- ચાલતા હજુ પણ પાછળ ફરીને પેલા નેપાળીને જાઈ લેતી હતી. એને હજુ પણ પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે હમણા જે બની ગયુ એ સત્ય- હકીકત હતુ. પૂજાને હવે અમીતની ચિંતા ઓછી થઈ ગઈ હતી કારણ કે નેપાળીએ એને વચન આપ્યુ હતી કે એ અમીતને સહી-સલામત પાછો લાવશે અને એને નેપાળીના એ વચન ઉપર વિશ્વાસ હતો કે એ જે કહે છે એમ જ કરી દેખાડશે. પૂજા અહીં રહીને મુશ્કેલીઓમાં વધારો કરવા માંગતી નહોતી એટલે એ ટીનાની સાથે રીટર્ન જવા ચાલવા લાગી. અને આ તરફ.. નેપાળીએ નીચે પડેલા બન્ને માણસોના ખભેથી એની મશિનગન ઉતારીને પોતાના ખભે ભેરવી અને પર્વત તરફ રીતસરની દોટ મૂકી. એ હવે બિલકુલ મોડુ કરવા માંગતો નહોતો કારણ કે પહેલેથી જ ઘણુ મોડુ થઈ ચૂક્યુ હતુ. તે હવે અડધો આશ્વત થઈ ગયો હતો કારણ કે પૂજા અને ટીનાને એણે હોશિયારીથી હેમખેમ છોડાવી લીધી હતી અને એમને સહી સલામત અહીંથી પાછી મોકલી આપી હતા એણે પોતે અડધી બાજી જીતી લીધી હતી અને બાકી અડધીનું કામ પતાવવા જઈ રહ્યો હતો.

***

થેંબો દોડતો- દોડતો અચાનક અટકી ગયો હતો. એ ગુફાના બીજી તરફના મુખ પાસે પહોંચી ચૂક્યો હતો અને હવે અહીંથી આગળ વધવુ અશક્ય હતુ. કારણ કે અહીંથી સીધો જ પર્વતનો નીચે તરફનો ઢાળ શરૂ થઈ જતો હતો. થેંબો એ ગુફાના મુખની એકદમ કિનારી પર આવીને અટકી ગયો હતો. જા ભૂલેચૂકેય થોડો વધારે આગળ ગયો હોત તો એ સીધો જ નીચે ખાબકત કારણ કે અહીંથી પર્વત એકદમ સીધા ઢાળમાં હતો. હજુ પણ એ થેલા એના ખભે લટકી રહ્યા હતા. થેંબાની પાછળ લગભગ પંદરેક ફૂટના અંતરે હું સતત દોડતો આવી રહ્યો હતો અને મારૂં સમગ્ર ધ્યાન મારી ૨૨૫ પાછળ આવતા લોકોના પગલાનો અવાજ સાંભળવામાં હતુ. હું એ લોકોથી ઝડપથી દૂર જવા માટે ભાગી રહ્યો હતો અને મને સહેજેય ખ્યાલ નહોતો કે મારી આગળ દોડતો થેંબો અચાનક ઊભો રહી ગયો હશે. હું મારી ધૂનમાં એ નાનકડી, સાંકડી ગુફામાં એટલા ઝનૂનથી ભાગ્યો હતો કે મારા આખા શરીરે એ ગુફાના અણિયાળા પથ્થરો ઘસાયા હતા અને એ જગ્યાઓમાં લોહીની ટશરો ફૂટી નીકળી હતી. કોઈકોઈ જગ્યાએ તો ચામડી રીતસરની છોલાઈને કપાઈ ચૂકી હતી જાણે કોઈએ બ્લેડથી ઘસરકા ન કર્યા હોય પરંતુ મારૂં ધ્યાન એ તરફ નહોતું. મારે તો બસ આ ખતરનાક લોકોની પહોંચથી દૂર નીકળી જવુ હતુ અને એ ધૂનમાંને ધૂનમાં હું થેંબાની નજીક પહોંચી ગયો. હું તેજગતિમાં હતો એટલે થેંબાને ગુફાના દ્વાર નજીક ઊભેલો જાઉ, કંઈક સમજુ કે એ શા માટે ઊભો રહી ગયેલો અને એને જાઈને હું મારા પગને થંભાવુ એ પહેલા તો હું એટલી જારદાર રીતે એની સાથે ભટકાયો કે થેંબો અને હું એ ગુફાના દ્વારેથી બહાર હવામાં ફંગોળાઈ ગયા.

અમારી ટક્કર હતી કે થેંબાને કે મને શું થઈ ગયુ એ વિચારવાનો સહેજ પણ સમય મળ્યો નહોતો... અને જાતજાતામાં તો એ પર્વતની ગુફાના મુખેથી બહાર હવામાં જારદાર રીતે ફેંકાયા હતા. મારૂં શરીર હવામાં તરવા લાગ્યું હતુ અને મગજ સાવ સુન્ન થઈ ગયુ. હું અને થેંબો નીચે પડી રહ્યા હતા... મારા શ્વાસોશ્વાસ ઉપર ચડીને મારા ગળામાં અટકી પડ્યા અને એક વાત નક્કી જ હતી કે નીચે પડતા જ અમારા બન્નેના રામ રમી જવાના હતા. હું કેટલો સમય અધ્ધર હવામાં તરતો રહ્યો એ તો મને ખબર નહોતી રહી પરંતુ એ પછી હું કોઈક સખત, કઠણ વસ્તુ સાથે ધડકાભેર પીઠના ભાગે અથડાયો અને એ ટક્કર એટલો જબરજસ્ત હતો કે મને લાગ્યુ કે મારી પીઠ ઉપર કોઈએ ઘણનો વાર કર્યો હોય. હું એ સખત ચીજ ઉપર ઝીંકાયો એ સાથે જ એ સખત ચીજ ભાંગી પડી અને એક કડાકા સાથે હું એની સાથે નીચે ખાબક્યો. હકીકતમાં એ એક ઝાડ હતું જેની ડાળીઓ ઉપર હું પડ્યો હતો અને એ ઝાડની મજબૂત ડાળીઓ મારા શરીરને ભાર ન ઝીલી શકતા તૂટી ગઈ હતી અને એ ડાળી સાથે જ હું ધડા-ધડ, આડો-અવળો, ચારે તરફ ભટકતો, ફંગોળતો કોઈ ફૂટબોલની જેમ નીચે પટકાતો ગયો. મારા શરીર સાથે એ ઝાડની ડાળીઓએ શું-શું જૂલમ કર્યા એનો મને ૨૨૬ સહેજેય અંદાજ નહોતો રહ્યો અને એ આખા ઝાડને તહસ-નહસ કરતો હું ‘ધડામ...’ કરતો નીચે જમીન પર પટકાયો.

મારા માથામાં એક જબરજસ્ત ઝટકો લાગ્યો. મને એવું દર્દ થતુ હતુ કે જાણે મારા આખા શરીરના હાડકા ભાંગીને ભૂકો થઈ ગયા હતા અને મારી આંખોમાં એ દર્દના કારણે પાણી ઊભરાઈ આવ્યુ. ભયાનક પીડા ઊપડી અને મારી આંખો આગળ બધું ગોળ-ગોળ ફરવા લાગ્યુ. ધોળે દિવસે મને આખુ તારામંડળ મારી સામે નાચતું દેખાઈ રહ્યું હતું. લગભગ બધુ સુન્ન પડવા લાગ્યુ હતુ. આવા સમયે મને શું- શું થઈ રહ્ય હતુ એ તો શબ્દોમાં વર્ણવવું શકય જ નહોતુ. તમો એમ સમજા ને કે જાણે મને કોઈકે ક્રૂરતાથી લાકડીઓ અને લોખંડની પાઈપોથી શરીરના બધા ભાગોનું ધ્યાન રાખ્યા વગર માર્યો હોય અને પછી જે પીડા, જે દર્દ થાય એવું જ કંઈક દર્દ હું અનુભવી રહ્યો હતો. એ જગ્યાએથી જમીન ઉપરથી થોડુ પણ હલવાની મારામાં તાકાત કે હિંમત નહોતી. જેવું હું થોડું પણ હલન-ચલન કરવાની કોશિશ કરતો કે એક દર્દનો સણકો ઊઠતો અને ફરી પાછો હું બેસી જતો હતો. કેટલો સમય હું એમને એમ પડ્યો રહ્યો એનું મને ભાન નહોતું રહ્યુ, પરંતુ એટલી ચોક્કસ ખાતરી કે હવે હું ક્યારેય અહીંથી ઊભો નહિ થઈ શકુ. થોડી વાર બાદ મારા કાને કોઈનો ઊંહકારો સંભળાયો હતો મને ભાન થયું કે હું એકલો નહોતો પડ્યો.

મારી આગળ થેંબો પણ નીચે ઝીંકાયો હતો અને આ કણસવાના અવાજ એના મોંમાંથી જ નીકળી રહ્યો હતો. મહામુસીબતે મેં મારી ગરદન એ અવાજની દિશામાં ઘુમાવી. એક ભયાનક દર્દની લહેરખી મારા આખા શરીરમાં ફેલાઈ ગઈ. થેંબો મારાથી થોડે દૂર ચત્તોપાટ પડ્યો હતો અને એની હાલત પણ બહુ સારી નહોતી. મારા જેવી જ હતી. એ જાણે હમણાં જ ભાનમાં આવ્યો હોય એવા અવાજા એના મોઢામાંથી નીકળી રહ્યા હતા. એનો ચહેરો બહુ ખરાબ રીતે ઘવાયો હતો. અને એના ઘામાંથી લોહી નીકળી રહ્યું હતું. એની હાલત તો મારા કરતાંય વધુ ગંભીર જણાતી હતી. અને એના મોઢામાંથી ચિત્ર વિચિત્ર પ્રકારના અવાજા નીકળી રહ્યા હતા. એ કેવી રીતે નીચે પડ્યો હતો એ મને ખબર નહોતી કારણ કે એ સમયે હું પણ એનીપાછળ જ નીચે પડી રહ્યો હતો. પરંતુ અત્યારે થેંબાની હાલત ગંભીર જણાતી હતી. મેં ધીમે ૨૨૭ રહીને મારા હાથપગ હલાવીને બેઠા થવાની કોશિશ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારો ડાબો હાથ બિલકુલ કામ નહોતો કરી રહ્યો. મહામુસીબતે અને ભયાનક દર્દમાં કરાંજતા હું બેઠો થઈને ઝાડના થડના ટેકે બેઠો. મારો ડાબો હાથ ખભાના હાડકામાંથી છૂટો પડી ગયો હતો. અને જા એ હાથને વધારે સમય આમને આમ લટકતો રાખીશ તો એ હમણાં જ ખભાની ચામડી અને નસો તોડીને નીચે પડી જશે. થેંબાએ કદાચ મારી સામે જાયું હતું. એ મારા કરતાં વધુ સહનશીલ નીકળ્યો. અને થોડીવારમાં તો એ ઊભો થઈ ગયો. એને ઉપર ઘણું વાગ્યું હતું. પરંતુ અંદરની ચોટ કે મૂઢમાર વાગ્યો નહોતો. આમ પણ એનું દેહાતી ખડતલ શરીર અત્યારે એને સાથ આપી રહ્યું હતું. મારા ખભામાં ભયાનક દર્દ થતું હતું એના કારણે મારા મોઢામાંથી વિચિત્ર ઉદ્‌ગારો નીકળવાના ચાલુ થઈ ગયા હતા. થેંબો ઊભો થઈને મારી પાસે આવ્યો. એ ચાલી શક્યો એ જ મારા માટે હેરતની વાત હતી. હજુ પણ પેલા થેલા એના ખભે લટકી રહ્યા હતા. અને એને સંભાળતો, પહોળા પગે મારી નજીક આવ્યો. એ થેલા સહિત લોહીવાળા એના મોં સામે જાતાં જ ભયાનક દર્દમાંય મને હસવું આવી ગયું. એ કોઈ જૂનાગઢના જાગીબાબા જેવો લાગતો હતો. કે જેના મોઢે લાલ કંકુ ચોપડ્યું હોય અને ખભે ઝોળી લટકી રહી હોય. મારે એને કહેવું હતું કે અરે. ભાઈ... હવે તો આ થેલો નીચે મૂક. એ મારી પાસે આવ્યો. અને મારા લટકતા હાથ જાઈને આખી પરિસ્થિતિ સમજી ગયો હોય એમ મારા ડાબા હાથ પાસે બેઠો અને એહાથને બાજુમાંથી પકડીને એવો જારદાર ઉપરની તરફ ધક્કો માર્યો કે મારા મોઢામાંથી રાડ ફાટી ગઈ. અને હું આખેઆખો ખળભળી ઉઠ્યો. હજુ તો હું કંઈ સમજું કે થેંબો શું કરવા માંગે છે એપહેલા તો એણે મારા ખભાના એ ભાગને જારદાર ઝટકા સાથે ફરીથી પાછો એની મૂળ જગ્યાએ બેસાડી દીધો હતો અને એની એ હરકતથી મારી રાડ આખા પર્વતીય વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. એણે થેલામાંથી મશાલ બનાવવા જે લીરા અમે સાથે લીધા હતા એ કાઢીને કસકસાવીને મારો ડાબો હાથ હલે નહિ એ રીતે મારા શરીર સાથે મુશ્કેટાટ બાંધી દીધો. થેંબાએ જે કર્યુ હતુ એના કારણે મને ઘણી રાહત થઈ અને મારા જીવમાં જીવ આવ્યો. હજુ સુધી અમે પાછળ આવતા જાખમથી દૂર નહોતા ગયા એટલે થેંબાએ એના દર્દની ૨૨૮ પરવા કર્યા વગર મારા જમણા હાથને એની ગરદન ફરતે વીંટાળ્યો અને મને આધાર આપી ઊભો કર્યો. આવી ભાંગેલી તૂટેલી હાલતમાં એ મને લગભગ ઊંચકીને ઘણે આગળ સુધી લઈ ગયો. પર્વતના ખતરનાક ઢોળાવોમાં આસાનીથી નીચે ઊતરવું મુશ્કેલ હતુ અને એમાંય અમે બન્ને ઘાયલ હતા, છતાં એક અદમ્ય આંતરિક શક્તિના કારણે અમે બન્ને પર્વતના એ ઢોળાવો વીંધતા નીચે ઊતરતા ચાલ્યા...

અમને ખાતરી હતી કે એ લોકો અમને પકડ્યા વગર નહિ રહે અને જા એક વખત અમે એ લોકોના હાથમાં આવી ગયા તો પછી અમે કૂતરાના મોતે મરવાના હતા, અને હું ચોક્કસપણે કહી શકુ એમ હતો કે હવે થોડી વારમાં અમે એ લોકોની પકડમાં આવી જવાના હતા કારણ કે અમને એ લોકો દૂર ઊંચી પહાડીના ઢોળાવ પર ઝડપથી અમારી તરફ આવતા દેખાઈ રહ્યા હતા. હવે તો અમને કોઈ ચમત્કાર જ બચાવી શકે એમ હતો.

જે ભયાનક ઝડપથી એ લોકો શિલાઓ ફેંકી રહ્યા હતા એની સામે અમારી કાચબા છાપ ગતી હારી જવાની હતી અને બહુ જ જલદી અમારૂં મોત અમને આંબી જવાનું હતુ. અમે બન્ને અમારા ઝખ્મોના કારણે તૂટી ચૂક્યા હતા અને એનું નિમિત્ત હું હતો. જા મેં જાયું હોત કે થેંબો કેમ અચાનક ગુફામાં દોડતા- દોડતા અટકી ગયો છે તો કદાચ હું થંભી ગયો હોત અને અમે ધ્યાન રાખીને નીચે ઊતર્યા હોત, પરંતુ મારી એક બેવકૂફીના કારણે અમે મરતા-મરતા બચ્યા હતા.

થેંબો મને એકબાજુથી ટેકો આપતો એક મોટી શિલા પાસે લઈ આવ્યો. આ શિલા ઉપરથી આખા વિસ્તારનું દ્રશ્ય એકદમ ચોખ્ખુ દેખાઈ કહ્યુ હતુ. અમે ઊભા હતા એ શિલા ઉપરથી નીચેની તળેટી ખાસ્સી દૂર એટલે કે લગભગ ત્રીસેક ફૂટ દૂર હતી અને અહીંથી નીચે તળેટી સુધીનો માર્ગ જબરજસ્ત ઢોળાવવાળો હતો. અમારી પાછળ પેલા યમદૂતો આવી રહ્યા હતા અને આગળ ઢોળાવ શરૂ થઈ જતો હતો. મને ખાતરી હતી કે થેંબો આ ઢોળાવોમાં એનું બેલેન્સ નહીં રાખી શકે અને અમે બન્ને ક્યાં તો નીચે પડશું અથવા તો પછી પેલા લોકોની મશિનગનથી વીંધાઈ જાશુ. અમારી બન્ને તરફ મોત અમારૂં સ્વાગત કરી રહ્યુ હતુ. કટોકટીની આ ક્ષણમાં વધારે સમય બરબાદ કરવો પાલવે એમ નહોતો. શું કરવુ એ સુઝતુ નહોતુ... ૨૨૯ થેંબો મને વધુ સમય સુધી આમ ઊંચકીને આગળ લઈ જઈ શકે એ શક્ય નહોતું જણાતુ કારણ કે એક તો એ પેલા થેલા નીચે મૂકવા તૈયાર નહોતો અને બીજુ કે એને પણ મારી જેમ ઘણું વાગ્યુ હતુ એટલે એ પણ ચાલતા-ચાલતા અટકી જતો હતો. જયારે પેલા માણસો ભયાનક ઝડપે અમારી તરફ આગળ વધી રહ્યા હતા. હવે તો અમે એના પગલાંના અવાજ પણ ચોખ્ખા સાંભળી શકતા હતા અને અમે હજુ પણ એ મોટી શીલા પર ઊભા ઊભા શું કરવું એ વિચારવામાં સમય બગાડી રહ્યા હતા.

આખરે મારા મનમાં એક વિચાર આવ્યો. મેં શિલા ઉપરથી નીચે નજર કરી. લગભગ સીધો કહી શકાય એવો ઢોળાવ હતો. અને એ જગ્યા થોડી બધી સપાટ અને સમથળ હતી. મારા એ નિર્ણયમાં અમારા બંને માથે મોતનું જાખમ રહેલું હતું છતાં એ નિર્ણય મારે અમલમાં મૂકવો જ પડે એમ હતો. કારણ કે જા અમે આમ જ અહીં ઊભા રહીએ એ સંજાગોમાં પણ અમારે મરવાનું તો હતું જ... તો પછી પરિસ્થિતિનો સામનો કરતા કેમ ન મરીએ ? અને એ નિર્ણયને અમલમાં મૂક્યો. થેંબાને વીંટાળેલો મારો હાથ મેં પાછો ખેંચી લીધો અનેથેંબાને મારાથી દૂર કર્યો એ સમજી નહોતો શકતો કે ફરી પાછું અચાનક હું શું કરવા લાગ્યો. એટલે કંઈક અજંપાથી એ મારાથી અલગ થઈને શીલાની કિનારી પાસે ઊભો રહ્યો. જેવો એ શિલાની કિનારી પાસે પહોંચ્યો કે અચાનક જ મેં એને એક જારદાર ધક્કો મારી નીચે ફેંકી દીધો. સાવ બેવકૂફીભર્યું કામ કરી નાંખ્યું મેં... થેંબો નીચે ફંગોળાયો અને રીતસરનો અથડાતો કૂટાતો એ તળેટી તરફ ગલોટિયા ખાતો ગબડવા લાગ્યો. અને બરાબર એની પાછળ મેં પણ આંખો બંધ કરી ભગવાનનું નામ લઈ નીચે ઝંપલાવી દીધું. ‘ધડામ...’કરતો હું પીઠભેર ઝીંકાયો. અને પછી નીચે સરકતો ગયો. મેં આ બીજી વખત થેંબાને પકડ્યો હતો. અને એનો મને ઘણો રંજ હતો. અમે બંને ગબડતા નીચે તરફ જઈ રહ્યા હતા.

***

સા.... એ પાગલ લોકો શું કરી રહ્યા છે...?’ જગતાપે આશ્ચર્યથી સુરીન્દર સામે જાતા પૂછ્યું.

‘આપણાથી બચવાની કોશિશ કરી રહ્યા છે. એ બંને ખરેખર હિંમતવાળા છે. એક વખત આટલી ઊંચાઈએથી પડવા છતાં ફરી પાછા એ લોકોએ નીચે છલાંગ લગાવી દીધી.’

‘છે તો જીગરવાળા પણ આપણા હાથમાંથી છટકીને ક્યાં જવાના છે. એક વખત એ લોકો આપણા હાથમાં આવ્યા કે એને નરક દેખાઈ જવાનું છે.’જગતાપે દાંત ભીંસીને એના હાથ મસળ્યા.

‘તારી એ ઇચ્છા પણ પૂરી થશે. પરંતુ મને નથી લાગતું કે એની જરૂર પડશે...’

સુરીન્દરે પોતાની આંખ ઉપર લગાવેલું દૂરબીન હટાવીને જગતાપ તરફ હાથ લંબાવતા કહ્યું.. આ લે.. જરા આગળ નજર નાંખ.એ લોકોને ખ્યાલ નથી કે એ એના મોત તરફ આગળ વધી રહ્યા છે. આપણે જલદીથી એ લોકોને પકડવા પડશે નહિતર એ થેલા ક્યારેય આપણા હાથમાં નહીં આવે.’

જગતાપનું સંપૂર્ણ ધ્યાન હજુ પણ અમીત અને થેંબા પર જ હતું. એટલે સુરીન્દરે જ્યારે એને દૂરબીન આપ્યું ત્યારે એણે એનાથી આગળ જાયું. અને જે દેખાણું એ જાઈને એ ઉછળી પડયો. સુરીન્દરની વાત સાચી હતી. અહીં આટલી ઉંચાઈ પરથી જ દશ્ય અને દૂરબીનથી દેખાઈ રહ્યુ હતુ એ ખરેખર ખૌફનાક નજારો હતો. લગભગ એકાદ કીલોમીટર પછી વાતાવરણ આખું બદલાઈ જતું હતું. સાંજ પડી ને સૂરજ ઢળવાને હજુ ઘણો સમય હતો, છતાં એ જગ્યાએ સાંજ પડી ચૂકી હોય એવો અંધકાર છવાઈ રહ્યો હતો. કાળમીંઢ ધુમાડાના વાદળોએ જાણે કે એ આખા વિસ્તારને બાનમાં લીધો હોય એમ એ વાદળો ઝળુંબી રહ્યા હતા. લાગતુ હતુ કે હમણાં જ એ કાળી શ્યાહીનો વરસાદ વરસાવશે. એકસાથે ઘણા બધા કબ્રસ્તાનોની જગ્યાએ વાદળોની નીચે એકઠી થઈ ચૂકી હોય એવી ભેંકાર અને બિહામણી એ જગ્યા દેખાઈ રહી હતી. આ પર્વતની તળેટી અને એનાથી આગળ સુધી ઘણા બધા વૃક્ષો અને લીલોતરી નજરે ચડતી હતી. પરંતુ જેવું થોડા આગળ નજર કરો એટલે એકદમ સુકો ભઠ અને નિર્જન વગડો ચાલુ થઈ જતો હતો. સુરીનદરે આજ સુધી આ વિસ્તાર વિશે ફકત સાંભળ્યું જ હતુ જયારે આજે એણે આ હકીકતને નજરોનજર નિહાળી હતી એટલે એના દિલની ધડકનો તેજ ૨૩૧ થઈ ગઈ હતી અને એ નહોતો ઈચ્છતો કે અમીત એ વિસ્તાર સુધી એ થેલા સાથે પહોંચી જાય. કારણ કે જા અમીત ત્યાં પહોંચી ગયો તો પછી એ જગ્યાએથી પાછો આવવાનો નહોતો અને એની સાથે હતા એ ખજાના ભરેલા થેલા પણ એણે ભૂલી જવા પડે એમ હતુ. આ વાત એને હવે બિલકુલ મંજુર નહોતી એટલે ઝડપથી આગળ વધવા જગતાપને ટપાર્યો. જગતાપ તો હજુ પણ અધ્ધર શ્વાસે દૂરબીનથી એ ભયાનક જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો... એ વેરાન- વગડાની વચ્ચોવચ એક સરોવર હતુ કે જેને લોકો ‘અ લેક ઓફ નો રીટર્ન’ કહેતા હતા. આ સરોવર સુધી જનારૂં આજ દિન સુધી કોઈ જીવતુ કે મરેલુ પાછુ ફર્યું જ નહોતુ. એ સરોવરનું પાણી કોઈ સમુદ્રની જેમ હિલોળા લઈ રહ્યું હતુ અને એ સરોવરની ઉપર આછા કાળા રંગના ધુમ્મસની પરત છવાયેલી હતી. એ દશ્ય એવું હતું કે જાણે એ પાણી ઉકળી રહ્યુ હોય અને એમાંથી વરાળો નીકળી રહી હોય. જગતાપે ધ્યાનથી જાયું તો એને સમજાયુ કે અચાનક જાણે કોઈકના આવવાનો અણસાર મળ્યો હોય એમ એ વિસ્તારના ખૌફનાક વાતાવરણમાં ચિત્રવિચિત્ર ફેરફારો થવા લાગ્યા હતા. જાણે કે કોઈ ભયાવહ માયા આળસ મરડીને ઊંઘમાંથી ઊઠી હોય અને જે કોઈ પણ આવે એને ખાઈ જવા માટે તૈયારી કરવા લાગી હોય એવો ભાસ થવા લાગ્યો. જગતાપ, સુરીન્દર અને એની સાથે આવેલા બધા માણસો એ એ દશ્ય જાયુ અને એ લોકોને પણ ડર લાગવા માંડ્યો કારણ કે આ કુદરતની કરામત હતી. જા કોઈ માનવી હોય તો એનો સામનો કરવો શક્ય બને પરંતુ કુદરત સામે તો ભલભલાએ ઘૂંટણિયા ટેકવા પડે.... સુરીન્દરે અમો મુખીના મોઢેથી આ સરોવરની ભયાનકતા વિશે ફકત સાંભળ્યુ જ હતુ. જયારે અત્યારે સાક્ષાત સરોવરને એ નિહાળી રહ્યો હતો. જ્યારે બાકીના બધા માટે તો આ ખૌફનાક અને હેરતજનક બાબત હતી અને બધાના મનમાં થોડો ઘણો ડર પેસી ગયો હતો કે ક્યાંક પોતાને કંઈક થઈ ના જાય. આ ડરને એમણે ચહેરા પર આવવા ન દીધો કારણ કે આ કામના બદલામાં એમને બધાને તગડી રકમ મળવાની હતી અને પછી એ બધા ચિત્તાની ઝડપથી અમીત અને થેંબોની પાછળ લપક્યા.

***

જગદીશ અને નેપાળી એ ગુફામાંથી બહાર નીકળી અડાબીડ રસ્તે ભયાનક ઝડપથી આગળ વધી રહ્યા હતા. જગદીશને મરેલો સમજીને સુરીન્દર અને એના માણસો એને ત્યાં જ પડતો મૂકી આગળ વધી ગયા હતા કારણ કે એમના માટે તો અમીત અને પેલો ખજાનો જ મહત્વનો હતો. આ જગદીશ નહિ. જગદીશને જ્યારે અમીતે ધક્કો માર્યો ત્યારે એ પોતે પણ નહોતો સમજી શક્યો કે અમીત શું કરવા માંગે છે. એને અમીત તરફથી આવુ કંઈક થશે એની આશા બિલકુલ નહોતી એટલે એની અસાવધાનીના કારણે અમીતના ધક્કાથી એ ધડામ કરતો એક અણિયાળા પથ્થર સાથે ભટકાયો અને બેહોશ બની ગયો હતો. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે નેપાળી એને થપથપાવીને જગાડવાની કોશિશ કરી રહ્યો હતો અને ત્યારબાદ એ બન્ને સાથે મળીને અમીત અને થેંબા તરફ ‘એ લેક ઓફ નો રીટર્ન’ તરફ સુરીન્દરથી અલગ દિશામાં જઈ રહ્યા હતા. ઉપરવાળાએ અજીબ રીતે બાજી ગોઠવી હતી. બધા જ પોતપોતાના મોતની દિશામાં ભયાનક ઝડપે આગળ વધી રહ્યા હતા. કોઈક કંઈ જાણવા માટે તો કોઈ લાલચનું માર્યુ મોતના મુખમાં બધુ જાણતાં હોવાં છતાં જવા તૈયાર હતા અને કુદરત એ લોકોને આવકારવા સજીધજીને તૈયાર બેઠી હતી.

થેંબાને મારી ઉપર ભયંકર (ખૂબ જ) દાઝ ચડી હતી. સામાન્ય રીતે શાંત રહેવાવાળો થેંબો અત્યારે અંદરો-અંદર ઉકળી રહ્યો હતો. એને એવી સખત ઈચ્છા થતી હતી કે એ મને મારીમારીને અધમૂવો કરી નાખે કારણ કે મારા લીધે જ બે વખત એના હાડકા ખોખરા થઈ ગયા હતા. પહેલી વાર તો ઠીક છે કે હું એની સાથે અજાણતા જ ટકરાયો હતો અને અમે નીચે પડ્યા હતા પરંતુ આ બીજી વાર તો મેં જાણી જાઈને એને નીચે ખાઈમાં ધક્કો માર્યો હતો અને આ વખતે એને ઘણુ વાગ્યું હતુ. થેંબો લોહી ભીના ચહેરાથી મારી સામે ગુસ્સાથી જાઈ રહ્યો હતો અને મનોમન મને પૂછી રહ્યો હતો કે આ બેવકૂફીભર્યુ કામ મેં શું કામ કર્યું...? હવે હું એને કઈ રીતે સમજાવું કે એ રાક્ષસોની પકડમાંથી છટકવા માટે અમારે એમાંથી તેજ ભાગવુ પડે એમ હતુ અને અમારી એવી હાલત નહોતી રહી કે તેજ ભાગી શકીએ. છેલ્લા ઉપાય તરીકે મેં એ બેવકૂફીભર્યું કામ કર્યુ હતુ અને એના પરિણામ સ્વરૂપે અમે ઘણા આગળ આવી ગયા હતા. પહેલેથી જ ૨૩૩ હાલત એટલી ખરાબ થઈ ચૂકી હતી કે બીજી વખત માટે અમારી રહી- સહી તાકાતનેય પૂરી કરી નાખી. અમારાથી હવે આગળ વધવુ સાવ અશક્ય બની ગયુ. મેં મારી જિંદગીમાં ક્યારેય નાની અમથી ઠોકર પણ નથી ખાધી અને એમાં આ ભયંકર ઠંડા પ્રદેશમાં મારા શરીર સાથે જે ક્રૂરતા મેં વર્તી હતી એ તો મારા માટે કલ્પના બહારની વાત હતી. ઠંડા પવનોનો એકધારો માર ખાઈખાઈને આખા શરીરની ચામડી ફાટી ગઈ હતી અને એમાં અસહ્ય બળતરા થતી હતી અને એવી હાલતમાં જા કોઈ તમને પથ્થરો ઉપર ધોબીપછાડ મારે તો શું થાય...? એવું જ કંઈક અમારી સાથે થયું હતું. અમે બે- બે વખત આ પર્વતના પથ્થરો ઉપર અથડાયા હતા, ઘસાયા હતા અને અમારા હાડકા ભાંગી ગયા હતા. આ બેવકૂફીભર્યુ કામ મને જિંદગીભર યાદ રહેશે. આ વખતે મને જાકે પહેલા જેટલું વાગ્યું નહોતું છતાં વાગેલા ઉપર ફરીથી વાગવાથી અસહ્ય દર્દ ઊપડ્યુ હતુ. હું અને થેંબો ઘણાવાર સુધી એમને એમ જ પડ્યા રહ્યા. હવે વધુ હલનચલન કરવાની અમારી શક્તિ પણ ન હતી અને માનસિક હિંમતે પણ બળવો પોકાર્યો હતો કે હવે બસ.. શાંત થઈ જાઓ અને જે થાય તે થવા દો. રહીરહીને મને એવા ભણકારા વાગવા લાગ્યા કે હમણાં જ એ પહેલવાન જેવા માણસો અમારા સુધી પહોંચી જશે, તેથી ભાગવું હતુ પરંતુ એટલી તાકાત નહોતી શરીરમાં. દર્દના લપકારા આખા શરીરને તોડી ચૂક્યા હતા અને મને થયેલા જખ્મોમાંથી લોહીની ટશીઓ ફૂટી નીકળી હતી. મારા કરતાંય એનો દેખાવ એકદમ બિહામણો થઈ ગયો હતો. મેં મનોમન એને ધન્યવાદ આપ્યા કે એ ઘણો મજબૂત માણસ સાબિત થયો હતો. મારા માટે તો એ એક વરદાન જ હતો. ગંગટોકથી અહીં સુધી એણે અમારો ઘણો સારો સાથે આપ્યો હતો. એમ કહીએ તો એ ખોટું નથી કે એના કારણે જ અમે પેલા ખજાના સુધી પહોંચી શક્યા હતા. જા એ ખૂંખાર માણસો અમારી પાછળ ન પડ્યા હોય તો જરૂર અત્યારે અમે આ ખજાનો લઈને પાછા જવા નીકળી ગયા હોત. મારી સમજમાં તો એ નહોતુ આવતું કે એ ખૂંખાર માણસો કોણ છે...? શું એ જગદીશ અને નેપાળીના માણસો છે..? અને જા એના માણસ હોય તો પછી અત્યારે એ નેપાળી કેમ નથી એમની સાથે..? એ નેપાળી તો લાચૂંગથી જ ગાયબ થઈ ગયો હતો તો એ કયાં છે..? ઘણા બધા પ્રશ્નો હજુ પણ અમારી ૨૩૪ સમક્ષ ઊભા હતા. હજુ આ સફરનો અંત નહોતો આવ્યો અને અંતે શું થવાનું છે એ પણ હું નહોતો જાણતો. સવાલોનું આખુ જંગલ મારી આસપાસ ઉગી નીકળ્યું હતુ અને એ જંગલમાં જવાબરૂપી આશાનું નાનું અમથુ કિરણે ય પ્રવેશી શકતુ નહોતુ.

મેં થેંબા તરફ નજર કરી. મારા આશ્વર્ય વચ્ચે એ આટલા ભયાનક દર્દ વચ્ચે પણ મારી સામે જાઈને હાસ્ય રહ્યો હતો. મને ઝટકો લાગ્યો કે વધારે દર્દના કારણે એની ડાગળી તો નથી ચસકી ગઈને... પરંતુ ના, એવું નહોતુ. થોડી વાર પછી એના હસવાનું કારણ મારી સમજમાં આવી ગયું. પેલા માણસો જે અમારી પાછળ હતા તેઓ હવે અમારાથી માત્ર થોડા અંતરે જ હતા અને અમારો કચ્ચરઘાણ વળવામાં માત્ર થોડીક જ મિનિટો બાકી હતી એટલે થેંબો હસી રહ્યો હતો. એની એ બેફિકરાઈભર્યુ હાસ્ય જાઈને મને પણ હસવું આવી ગયુ હતુ. અમે બન્ને એકબીજાની સામે જાઈને હસી રહ્યા હતા.. શું કામ..? એ તો કદાચ તમે લોકો જાણી ચુક્યા હશો આગળ ભાગવાની અમારામાં તાકાત નહોતી એટલે અમે અમારા મોતની રાહ જાતા હસી રહ્યા હતા હવે જે થાય તે અમારૂ નસીબ, એવો નિર્ધાર અમારા હસવામાં સ્પષ્ટ વર્તાતો હતો.

***

‘ધડાક...’ કરતા ઉપરા- છાપરી બે લાતો મારા ચહેરા પર પડી... એ સુરીન્દર હતો જેના વજનદાર મિલિટરી બુટની ઠોકરે મારા આખા ચહેરાને ચીરી નાખ્યો. મને એવું લાગ્યુ કે જાણે કોઈએ બોથડ પદાર્થ ઊંચકીને મારા મોઢા પર માર્યો હોય.. મારી ચીસ મારા ગળામાં જ અટકી ગઈ અને આંખે અંધારા આવી ગયા. મારા મોઢામાં ખારૂ પ્રવાહી ધસી આવ્યુ. એ લોહી હતુ અને મોઢામાંથી રીતસરનો લોહીનો કાગળો નીકળી ગયો. બન્યુ એવું હતું કે એ લોકો અમારા સુધી પહોંચી ગયા હતા અને અમને બન્નેને ઘેરી વળ્યા હતા. અમે બન્ને પાગલોની જેમ હસી રહ્યા હતા. એ જાઈને સુરીન્દરને કાળ ચડ્યો અને એણે મારા ચહેરા ઉપર રીતસરનો ઝુલમ વર્તાવ્યો હતો, મારો હોઠ જમણી બાજુથી ફાટી ગયો હતો. કદાચ બે- ત્રણ દાંત પણ હલી ગયા હતા. અમારૂં ૨૩૫ મોત અમારી આંખો સામે તાંડવ કરવા લાગ્યુ હતુ અને પછી તો એ લોકો અમારી પર તુટી પડ્યા. લાતો- ઘુંસા, મશિન ગનના બટથી ધડાધડ અમારા શરીર પર વાર થલા લાગ્યા. બેરહેમીથી એ લોકો અમને મારી રહ્યા હતા અને અમારૂ હસવાનું તો ક્યારનું ગાયબ થઈ હવે મોમાંથી ચિત્ર-વિચિત્ર ઉદ્‌ગારો ચીસો નીકળવા લાગી. અમારા શરીરના કયા ભાગ પર કેવી રીતે વાર થઈ રહ્યા હતા અનો હિસાબ નહોતો બસ અમે એમ જ ઘણીવાર સુધી માર ખાતા રહ્યા....

‘બસ...’ સુરીન્દરે અચાનક હાથ ઊંચો કરીને એના માણસોને અટકાવ્યા એટલે એ બેરહમ માણસોનું ઝૂંડ અમારા શરીરથી દૂર થયુ પરંતુ ત્યાં સુધીમાં અમને ઘણો બધો માર પડી ચૂક્યો હતો. મારો તો આખો ચહેરો સૂઝને દડા જેવો બની ગયો હતો. સુરીન્દર મારી નજીક આવીને ઊભડક બેઠો અને એની એક આંગળીથી મારા ચહેરા ઉપર થયેલા ઝખમમાં થોડું દબાવ્યુ. મારા મોઢામાંથી રાડ ફાટી પડી એણે એની આંગળી નહોતી અડાડી મને પરંતુ મારા ચહેરાની ચીરાઈ ગયેલી ચામડીને હાથમાં પકડીને ખેંચી હતી અને મને જાણે એમ લાગ્યુ કે કોઈ જીવતે- જીવ મારી ચામડી ઊતરડી રહ્યા હોય... મારી રાડ સાંભળીને એ હેવાન હસ્યો અને અટકી ગયો...’ તમે લોકોએ મારી ખૂબ- ખૂબ મદદ કરી છે એટલે મારે તમને ઈનામ સ્વરૂપે તો કંઈક આપવુ પડે ને.. આ મારને જ તમે ઈનામ સમજી લો ને... હું જે ખજાના પાછળ વર્ષોથી ભટકતો હતો એ ખજાનાને તમે લોકોએ સાવ આસાનીથી શોધી કાઢ્યો અને મારા સુધી પહોંચાડી મારૂ કામ આસાન બનાવી દીધુ. એ બદલ તમારો ખૂબ- ખૂબ.. ખૂબ આભાર.’ ‘ચટાક..’ એના ઊંધા હાથની ઝાપટ મારા ગાલ પર ઝીંકાણી અને ખુન્નસભરી નજરોથી મારી સામે જાતા બોલ્યો ‘અહે હા... એક વાત તો તમને લોકોને કહેવાનું હું સાવ ભૂલી જ ગયો. તમારી સાથે જે અફલાતુન સુંદરીઓ હતી એ અત્યારે મારી પાસે છે એટલે તમે એ બન્નેની ચિંતા સહેજ પણ ન કરતા... હું એ બન્નેને મારા રાણીવાસમાં ખાસ મહેમાન તરીકે સાચવીશ...’ અને પછી મુક્ત મને એણે અટ્ટહાસ્ય કર્યું ‘તમે લોકો ખરેખર મારા માટે લકી સાબિત થયા છો.’

એની વાત સાંભળીને મારા દાંત ભીંસાઈ ગયા અને આંખોમાં ખુન્નસ ઊતરી આવ્યુ. આખરે જે વાતનો ડર હતો એ જ થયુ હતુ. જબરજસ્ત ગુસ્સાના કારણે મારૂં આખુ શરીર કાંપવા લાગ્યુ અને એમ થતુ હતુ કે અત્યારે જ આ માણસનું ગળુ ભીંસીને એને મારી નાખું. પૂજા વિશે એ જે બોલ્યો હતો એ સાંભળીને મારા રૂંવે રૂંવે આગ લાગી ગઈ હતી અને મનમાં એક ગાંઠ વાળી લીધી કે જા કદાચ ભગવાન મને મોકો આપશે તો હું મારા હાથે જ આ રાક્ષસને મારીશ.

‘પેલા થેલા કબજે કરી લો અને આ બન્નેને ખતમ કરી નાંખો...’ સુરીન્દરે મારી પાસેથી ઊભા થતા એના માણસોને આદેશ આપતા કહ્યું... ‘અને હા...’ એને કંઈક યાદ આવતા એ પાછળ ફર્યો અને મારી સામે જાતા બોલ્યો, ‘તને બીજી પણ એક વાત જણાવી દઉ કે જેથી તારો આત્મા મર્યા પછી ભટકે નહિ. તમે લોકો એ જ જાણવા અહીં સુધી આવ્યા હતા ને કે પેલી સુંદરીના ભાઈ પર ગોળી કોણે ચલાવી હતી...?’

મારા કાન ચમક્યા અને હું એ આગળ શું બોલે છે એ જાણવા આતુર થઈ ઊઠ્યો.

‘તો સાંભળ... મારા જ કહેવાથી આ જગતાપે એ છોકરાને ગોળીએ દીધો હતો.’

એણે જગતાપ તરફ ઈશારો કરતા કહ્યું. ‘હવે તું શાંતિથી મર..’

સુરીન્દરે જે કહ્યું એ સાંભળીને મારૂ દિમાગ શૂન્ય થઈ ગયું. તો આમ વાત હતી... એક પછી એક એમ બધા જ રહસ્યો ખૂલીને સામે આવી રહ્યા હતા. આખો મામલો દીવા જેવો સ્પષ્ટ થઈ રહ્યો હતો. કેવી રીતે અને શું બન્યુ હશે એ રહસ્યો મારી સમજમાં ઊતરી રહ્યા હતા. અમો મુખીની પાસે આ ખજાનાની ચાવીરૂપ પેલી મુદ્રા હતી જેમાં ખજાનાનો નકશો અને એક હીરો સંતાડેલો હતો. જે મેળવવા આ સુરીન્દરે એના માણસોને મુખી પાછળ દોડાવ્યા હતા અને એ લોકોના હાથે મુખીનું ખૂન થઈ ગયુ. મુખી તો મરતા મરી ગયો પરંતુ સાવ અચાનક જ રાજેશ અને થેંબો આ બનાવમાં અકસ્માતે સામેલ થઈ ગયા હતા. હવે એ બન્ને ને ચૂપ કરવા જરૂરી બન્યા હશે એટલે સુરીન્દરે થેંબાને ધમકી આપીને છોડી દીધો જયારે રાજેશને ઉડાવી દેવા એના પર ગોળી ચલાવી હતી. આમ આ આખો મામલો ક્લિયર થઈ ગયો હતો કે કોણે રાજેશને મારવાની કોશિશ કરી હતી.

પરંતુ હવે આ બધી વાતોનો કોઈ મતલબ નીકળવાનો નહોતો. કારણ કે હવે થોડી વારમાં જ અમે બન્ને આ લોકોની ગોળીઓથી વીંધાઈ જવાના હતા. મારા માટે સૌથી વધુ અફસોસની વાત એ હતી કે મારા કારણે પૂજા આ લોકોની ચુગલમાં સપડાઈ ચૂકી હતી અને હું અહીં સાવ બેબસી અને લાચારી અનુભવી રહ્યો હતો. મને મારી જાત પ્રત્યે ધ્રુણા ઉપજવા લાગી હતી અને કંઈ જ ન કરી શકવાના અફસોસના કારણ મને ભયંકર ગુસ્સો આવી રહ્યો હતો. મેં થેંબા સામે જાયુ તો એની આંખોમાંય બેબસીના કારણે ખુન્નસ ઊભરાઈ આવ્યુ હતુ. એ મારી તરફ કંઈક ભયાનક દૃષ્ટિથી તાકી રહ્યો હતો. કદાચ એ આટલી જલ્દી હાર સ્વીકારતા તૈયાર નહોતો અને એની નજરોએ જાણે કે મારા ઝનુનની આગને હવા આપી. મરવાનું તો અમારે હતુ જ તો પછી આમ સાવ આસાનીથી કંઈ પણ કર્યા વગર શું કામ મરવું જાઈએ... અમે બન્નેએ આંખો- આંખોમાં જ એકબીજાને છેલ્લો દાવ ખેલી લેવાનો ઈશારો કર્યો. આમ પણ અમારે ગુમાવવાનું કશું હતું જ નહિ એટલે સાવ લાચારીથી બેબસ બનીને મરવા કરતા સામો પ્રતિકાર કરીને મરવું એ મોતને સન્માન આપવા બરાબર હતુ. શરીરમાં તાકાત નહોતી પરંતુ મનોબળ હજુ મક્કમ હોય તો શરીરને ઉઠવું જ પડે.. અને એમ જ થયુ કે જે લોકોએ કલ્પનામાં પણ અમારા વિશે નહિ વિચાર્યું હોય.

સુરીન્દરના ઈશારે બે મશીનગનધારી પહેલવાનો અમારા માથા પર આવીને ઊભા હતા અને બાકીના માણસો પેલા થેલા ઉપાડીને ચાલવા લાગ્યા હતા. આશ્ચર્ય તો એ વાતનું પણ હતુ કે એ લોકો એ થેલો ખોલીને અંદર શું છે એ જાવાની પણ તસ્દી નહોતી લીધી.. કદાચ સુરીન્દર એવું થાય એમ ઈચ્છતો નહીં હોય એના બધા માણસો વચ્ચે એ થેલા ચેક કરવાનું જાખમ લેવા નહિ માંગતો હોય.

મેં થેંબાને આંખોથી જ ઈશારો કર્યો. એ તૈયાર જ હતો. જેવા પેલા બન્ને માણસોએ એના ખભે લટકતા મશિનગનને અમારા માથા પર ટેકવી આંગળીઓને ટ્રીગર પર મૂકી એ સાથે જ બે- ત્રણ ક્રિયાઓ એકસાથે બની ગઈ જેનો અંદાજા એ બન્નેને સહેજે નહોતો. મેં અને થેંબાએ એક સાથે જ હરકત કરી હતી અને અમે બન્નેએ હાથમાં પકડી રાખ્યા હતા એ પથ્થરનો એકસાથે ઘા એ લોકોના ચહેરા ઉપર કર્યો. આવા અચાનક હુમલાની એ બન્નેને સહેજ પણ અપેક્ષા નહોતી એટલે એ બન્ને સમજે કે શું થઈ રહ્યું છે ૨૩૮ એ પહેલા તો ‘ધડામ..’ કરતા એ પથ્થરો એમના ચહેરા સાથે અફળાયા. એના મશિનગન પકડેલા હાથ હવામાં અધ્ધર ઉંચકાયા અને આંગળી ટ્રીગર પર દબાઈ ગઈ. ‘ધ... ધ... ધ... ધ...’ કરતો હવામાં ગોળીઓનો વરસાદ થયો અને એમની બેકાબૂ અવસ્થાનો અમે ભરપૂર લાભ ઉઠાવતા અમારા પગની જારદાર ઠોકર એના ઘૂંટણ પર મારી. મેં અને થેંબાએ ગજબનાક સ્ફૂર્તિ અને તાલમેલથી આ કામ કર્યું હતું. ઢીંચણ ઉપર વાગવાથી એ બન્નેનું બેલેન્સ ખોરવાયુ હતુ અને એ બન્ને ધડામ કરતા નીચે પટકાયા. હવે જા આ વખતે સમય બગાડે તો અમારા જેવા બેવકૂફ બીજા કોઈ ન હોઈ શકે... એ લોકો નીચે પડ્યા એ સાથે જ અમારા બંનેના શરીર હવામાં ઉછળ્યા અને અમે આખેઆખા એ લોકોના શરીર પર પથરાઈ ગયા. અમારી કોણીનો પ્રહાર એમના જડબા ઉપર થયો. એ લોકોના પહાડ જેવા પહેલવાની શરીરની સાથે અમારા ભાંગલા- તૂટલા સૂકલકડી શરીરની તાકાતની તો કોઈ વિસાત જ નહોતી છતાં અમારા આવા અણધાર્યા હુમલાના કારણે એ લોકો માત ખાઈ ગયા હતા. એ બન્ને ચત્તાપાટ પડ્યા હતા અને અમે એમની ઉપર છવાઈ ગયા હતા. અમારા શરીરમાં આટલી તાકાત અને સ્ફૂર્તિ ક્યાંથી આવી એ તો અમે પણ નહોતા સમજી શક્યા પરંતુ અમે મરણિયા થઈને હુમલો કર્યો હતો અને એમાં અમારી જીત થઈ હતી. અમારા તરફથી આવા હુમલાની, પ્રતિકારની આશા તો સુરીન્દરે અને જગતાપે પણ નહોતી રાખી, એટલે જ એ લોકો કંઈ સમજી નહોતા શક્યા કે અચાનક શું થઈ ગયુ. એ લોકો આભા બનીને અમને બન્નેને જાઈ રહ્યા હતા. એ કંઈ સમજે એ પહેલાં તો સેકન્ડના સત્તરમાં ભાગમાં એના બન્ને માણસો ઢગલો થઈને અમારી નીચે પડ્યા હતા. આશ્ચર્ય અને આઘાતથી સુરીન્દર અને એના માણસો આ બધુ જાઈ રહ્યા હતા અને જ્યારે અમને સમજમાં આવ્યુ કે બે મગતરા જેવા માણસો એ એના પહેલવાનોને ચીત્ત કરી દિધા હતા ત્યારે એ બધા ભયાનક ખુન્નસથી દાંત ભીંસતા અમારી તરફ આગળ વધ્યા. હવે એ પાકુ હતુ કે એ લોકો અમને નહિ છોડે. એ બધાની મશિનગનોના નાળચા અમારા તરફ તકાયા અને હું આંખો બંધ કરી ગયો...

‘ધાંય... ધાંય... ધાંય...’ આખુ વાતાવરણ ગોળીઓના અવાજથી ગુંજી ઊઠ્યું. મને તો એમ જ લાગ્યુ કે એ માણસોના હાથમાં હતી એ મશિનગનો ધણધણી ઊઠી હતી અને મારૂ આખુ શરીર ગોળીઓથી ચારણી થઈ ગયુ હતુ. મેં મારી બંધ આંખોના પોપચા થોડા વધુ જારથી ભીંસ્યા અને મરતા પહેલા ભગવાનનું નામ લેવા લાગ્યો. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે થોડી વાર પછી મને ખ્યાલ આવ્યો કે હું મર્યો નહોતો અને ભારે તાજ્જુબી તો એ વાતની હતી કે મને એકપણ ગોળી વાગી નહોતી. આવુ કેમ બને..? એ લોકોએ અમારા પર ગોળીઓ વરસાવી હતી છતા હજુ સુધી હું જીવતો કેમ રહ્યો..? કેમ મને એકપણ ગોળી વાગી નહોતી..? આ સવાલોના જવાબ મેં આંખો ખોલીને જાયુ ત્યારે મને મળી ગયો.

મારી સામે જે ખેલ રચાયો હતો એ જાઈને હું દંગ રહી ગયો. જગતાપ અને સુરીન્દર સિવાયના બાકીના એના તમામ મશિનગનધારી પહેલવાનો ઢગલા થઈને પડ્યા હતા. એક-એક શરીરમાં બે- બે- ત્રણ- ત્રણ ગોળીઓ ધરબાઈ ગઈ હતી અને એ બધાના રામ રમી ગયા હતા. આંખો ચોળી-ચોળીને હું જાવા લાગ્યો કે આ બન્યુ કેવી રીતે...? હજુ બે સેકન્ડ પહેલા જ આ લોકો મોત બનીને અમારી ઉપર ઝળુંબી રહ્યા હતા ને સાવ અચાનક જ આખી બાજી કેવી રીતે પલટાઈ ગઈ...? કોણે માર્યા હતા આ લોકોને...? મરવાનું અમારે હતુ અને મોતે યુ- ટર્ન કેવી રીતે લઈ લીધો..? હું સમજી નહોતો શકયો કે આ કેવી રીતે બની ગયુ અને આના વિશે વધારે વિચારૂ એ પહેલા તો... આશ્ચર્યનો મહાસાગર એક મોટી શીલા પાછળની બહાર નીકળ્યો. હું ફાટી આંખે એ તરફ જાઈ રહ્યો. કેમેય કરીને મને મારી આંખો ઉપર વિશ્વાસ નહોતો આવતો કે જે હું જાઈ રહ્યો છું એ સત્ય છે... આ અસંભવ હતુ. અવિશ્વસનીય હતુ. અરે.. સૂરજ પશ્ચિમમાં ઉગી શકે પરંતુ હુ જે જાઈ રહ્યો હતો એ તો શક્ય જ નહોતુ. છતાં હકીકત મારી સામે ચાલીને આવી રહી હતી. ભયાનક આશ્ચર્યથી હું એ નેપાળી અને એની હાથમાં હતી એ મશીનગનને તાકી રહ્યો. એ મશિનગનના નાળચામાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો હતો. નેપાળીની બરાબર પાછળ જગદીશ દેખાયો એના હાથમાં પણ મશિનગન હતુ એ બન્ને અમારી તરફ આગળ વધ્યા. એમના મશિનગનોની નાળચાની દિશા સુરીન્દર અને જગતાપ તરફ તકાયેલી હતી.

મારી તો સમજમાં કંઈ જ નહોતુ ઊતરતુ. આ સાવ ઈમ્પોસીબલ હતુ કે નેપાળી અને જગદીશ અમારી જાન બચાવે જાન બચાવે અને જગદીશ તો ઉપર ગુફામાં મારા પ્રહારના કારણે અધમૂઓ થઈને પડ્યો હતો તો અત્યારે આની સાથે કેવી રીતે આવ્યો? મારા દિમાગમાં લોચો થવા માંડ્યો હતો. કોઈ કાળે નેપાળી અમને બચાવે નહિ કારણ કે એણે અને જગદીશે તો અમારા વિરૂધ્ધ કોઈક કાવતરૂ ઘડ્યુ હતુ તો પછી એણે શા માટે અમને બચાવ્યા? અને ફકત અમને બચાવ્યા જ નહોતા પરંતુ સુરીન્દરના લગભગ તમામ માણસોને મોતને ઘાટ ઉતારી આખી બાજી એમના હાથમાંથી છીનવી લીધી હતી. જગદીશ અને નેપાળીના ઈરાદાઓ શું હતા એ મને ખબર નહોતી પરંતુ હમણા થોડી વારમાં જ એ સ્પષ્ટ થઈ જવાનું હતુ કે ખરેખર એ લોકો શું ઈચ્છે છે...? સુરીન્દર અને જગતાપની હાલત પણ મારા કરતા સહેજ પણ સારી નહોતી. એ ગીસ ખાઈ ગયા હતા કે સાવ અચાનક પેલા બન્ને ભૂતની જેમ ક્યાંથી પ્રગટ થયા ? એ લોકો જગદીશને તો જાણતા હતા પરંતુ એની સાથે જે બીજા નેપાળી જવા માણસ હતો એ અજાણ્યો વ્યકિત કોણ હતું અને અત્યારે એ અહીં કેવી રીતે આવ્યો એ એમની સમજમાં નહોતુ આવતુ. અમે બધા હજુ તો એ લોકો વિશે વિચારી રહ્યા હતા ત્યાં સુધીમાં જગદીશ પોતાની મશિનગન સંભાળતો અમારી તરફ આવ્યો અને પેલો નેપાળી કંઈક ફિલ્મી અદાથી સુરીન્દર અને જગતાપ તરફ મશિનગનનું નાળચુ તાકતા ઊભો રહી ગયો. જગદીશે મારી પાસે આવીને અમારા બન્નેની ભાંગેલી- તૂટેલી હાલત જાઈ...

‘કેમ... આશ્ચર્ય થાય છે ને... કે અચાનક હું અહીં કેવી રીતે પહોંચી ગયો...? એણે મારી પાસે બેસતા મને પૂછયું. મારી પાસે એનો કોઈ જવાબ નહોતો કારણ કે મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. ‘તેં તો મને ધક્કો મારીને સાવ મારી જ નાખ્યો હતો. એ તો સારૂ થયુ કે હું ફકત બેહોશ જ થયો હતો નહિતર તેં તો મને ઉપર પહોંચાડવાની પૂરી તૈયારી કરી લીધી હતી.’ ‘તો તેં કયા કંઈ બાકી રાખ્યું છે... આ નેપાળી સાથે મળીને તેં ઘણા કાવતરા ક્યાં છે આ ખજાનો મેળવવા માટે... તન એમ કે અમે કંઈ જાણતા નથી એટલે તમારી ૨૪૧ યોજના સફળ થઈ જાશે અને અત્યારે પણ તમે આ ખજાના પાછળ જ આવ્યા છો ને...’

‘હે ભગવાન... તું શું- શું વિચારી રહ્યો છે અમારા વિશે... તને ખરેખર કંઈ જ ખબર નથી એટલે આમ લવારો કર્યે રાખે છે. જા તું એ નેપાળી કોણ છે એ જાણીશ ને તો તારા પગ નીચેથી ધરતી ખસકી જશે સમજ્યો...? ‘પૂજા જાણે છે બધું.’

‘હેં... પૂજાને જાણ છે?’

‘હાં... એ બન્નેને આ લોકોની ચુંગલમાંથી છોડાવીને સુરક્ષિત સ્થળે રવાના કરી દીધી છે અને ત્યારે જ પૂજાને ખબર પડી કે આ કોણ છે.’

‘કોણ છે આ નેપાળી...? મેં સામો પ્રશ્ન જગદીશને પૂછ્યો.

‘એ તું થોડી વારમાં જ જાણી જઈશ. પહેલા આ બન્નેનો હિસાબ કરી લઈએ..’ અને એ મને ભયંકર દુવિધામાં મૂકી નેપાળી તરફ ગયો.

‘હાં તો મિસ્ટર સુરીન્દર... માલિક ઓફ ‘ઝાયબન ફાર્માસ્યુટીકલ્સ.’ નેપાળી સુરીન્દર તરફ ખૂંખાર નજરે તાક્તા બોલ્યો અને એની સાથે છે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી જગતાપસિંહ. તમારા બન્નેનું કોમ્બીનેશન અદભૂત છે.

એક મવાલીમાંથી બીઝનેસમેન બનેલો માણસઅને બીજા મવાલીગીરી કરતા ડોન બનેલો માણસ. બન્નેના મૂળીયા એક જ છે. વાહ...’ નેપાળી ખુશ થઈ ઊઠ્યો.

‘અમારૂ છોડ... તારું કહે કે તું કોણ છો?’ સુરીન્દરે ‘તું’ ઉપર વધારે ભાર દેતા કહ્યું.

‘મને તો તમે લોકો બહુ સારી રીતે ઓળખો છો. થોડી વારમાં હું મારો પરિચય પણ આપીશ પરંતુ મારી વાત હજુ અધૂરી છે. એ તો પહેલા સાંભળી લો...’

‘બકી નાખ...’

‘અહીં તમારો એન્ડ આવી ગયો છે... ધી એન્ડ... હવે તમે સીધા જ જેલના સળીયા પાછળ જશો.’ નેપાળીએ કટાક્ષપૂર્વક હસતા કહ્યુ. આ તરફ હું યાદ કરવાની કોશિશ કરતો હતો કે કોણ હોઈ શકે આ નેપાળી! એનો અવાજ ધ્યાનપૂર્વક મેં સાંભળ્યો હતો અને એ અવાજનેં મેં આ પહેલા પણ ઘણી વખત સાંભળ્યો હતો. પરંતુ ક્યાં...? ૨૪૨ બહુ જાર લગાવ્યુ તો પણ એ નામ યાદ આવતું નહોતુ.

‘જેલમાં...? માય ફૂટ... હું તો જેલમાં નહિ જાઉ પરંતુ એ પહેલા તું ઉપર જરૂર પહોંચી જઈશ.’ સુરીન્દરના તેવર અચાનક બદલાઈ ગયા હતા. ‘તું અહીંથી જીવતો જઈશ તો મને જેલમાં મોકલીશને...’ અચાનક એના હાથમાં નાનકડી ઈમ્પોર્ટેડ પિસ્તોલ ચમકવા લાગી હતી જે એણે ગજબનાક સ્ફૂર્તિથી એના પેન્ટના પાછળના ભાગેથી કાઢી હતી. એણે એ પિસ્તોલ નેપાળી તરફ તાકીને ગોળી ચલાવવાની કોશિશ કરી, પરંતુ એની તમામ હિલચાલ ઉપર નેપાળીનું પૂરેપૂરું ધ્યાન હતું. સુરીન્દરે જેવો પોતાનો હાથ પિસ્તોલ કાઢવા માટે પાછળ કર્યો કે તરત જ નેપાળી સાબદો બની ગયો. અને એની આંગળીઓ એના ખભે લટકત મશિનગનના ટ્રીગર પર સખત થઈ. જેવી સુરીન્દર ગોળી ચલાવવાની હરકત કરે એ પહેલા જ નેપાળીએ ટ્રીગર દબાવી દીધું. નેપાળીની મશીનગનમાંથી નીકળેલું ગરમાગરમ લોઢું સુરીન્દરની છાતીની આરપાર નીકળી ગયુ અને સુરીન્દરના પિસ્તોલવાળા હાથ એમ જ હવામાં અધ્ધર રહી ગયો. સુરીન્દરના શરીરમાં ગોળીઓએ બનાવેલા કાણામાંથી લોહી ઊભરાઈને એના ઓવરકોટમાંથી નીચે ટપકવા લાગ્યું. એ પત્તાના મહેલની જેમ ઢગલો થઈ ગયો. સુરીન્દર મરી ચૂક્યો હતો.

અને... આ બધી ગરબડમાં જગતાપ ધીમા પગલે પાછળ ખસતો ગયો હતો. જેવો સુરીન્દર ઢગલો થયો એ સાથે જ એ ભાગ્યો.... થેલા સહિત એ ભાગ્યો અને નેપાળીએ મશિનગનની નાળ એના તરફ ફેરવી ટ્રીગર દબાવ્યુ. ‘ખટક.. ખટક..’ અવાજ આવ્યો કારણ કે મશિનગનમાં ગોળીઓ ખતમ થઈ ચૂકી હતી અને એ જાઈને જગદીશ જગતાપને પકડવા એની પાછળ દોડ્યો. જગતાપે એટલી ઝડપ કરી હતી કે જગદીશને ભૂલાઈ જ ગયુ કે એના ખભે પણ મશિનગન ટિંગાતી હતી.. એ તો જગતાપની પાછળ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો હતો. અને જેવો એ થેંબા પાસેથી પસાર થયો કે થેંબાએ જગદીશનો હાથ પકડી લીધો એટલે એ અટકી પડ્યો. થેંબાની આંખો જગતાપની પીઠ પાછળ જ તકાએલી હતી અને એ વિચિત્ર અંદાજથી એને જતો જાઈ રહ્યો હતો. જગદીશ સમજી ન શક્યો કે આમ સાવ અચાનક થેંબાએ એને શા માટે અટકાવ્યો હતો. એ તો થેંબાની ૨૪૩ નજરોની ચમકને જાઈ રહ્યો હતો અને પછી થેંબાના ચહેરા પર એક કાતિલ મુસ્કુરાહટ આવી ગઈ.

જગતાપ પહાડથી વિરૂધ્ધ દિશામાં ભાગી રહ્યો હતો. એની પાસે પેલા થેલા હતા કે જેમાં સોનાની મૂર્તિઓ હતી. એ ભૂલી ગયો હતો કે એણે કઈ તરફ ભાગવાનું હતુ અને અત્યારે એ કઈ તરફ ભાગી રહ્યો હતો. એના આખા ગ્રુપમાંથી એ પોતે એકલો જ જીવતો વધ્યો હતો અને એની પાસે જ એ ખજાનો ભરેલા થેલા હતા. એટલે જેવો સુરીન્દર મર્યો કે એ મોકાનો લાભ ઉઠાવીને ત્યાંથી ભાગ્યો હતો. એની એવી ગણતરી હતી કે એક વખત જા એ અહીંથી ભાગવામાં સફળ થઈ જાય તો પછી એ રાજા બનીને જીવશે કારણ કે બહુ જ મોટી કિંમતનો ખજાનો એની પાસે હતો... એ તો બસ આંખો બંધ કરીને જે દિશા યોગ્ય લાગી એ દિશામાં ભાગ્યો હતો. પરંતુ એણે ખોટી દિશા પસંદ કરી હતી. એ એની મોતની દિશામાં ભાગી રહ્યો હતો. આ વાત થેંબો જાણી ગયો હતો એટલે જ એણે જગદીશનો હાથ પકડીને એને રોકી પાડ્યો હતો. અને... જાણે કે કોઈએ હવામાંથી બાથ ભરીને જગતાપને પોતાની આગોશમાં ખેંચી લીધો હોય એમ એ હજી માંડ થોડો જ દૂર ગયો હશે કે અચાનક એ રીતસરનો હવામાં ગાયબ થઈ ગયો. અમે કંઈ સમજીએ, વિચારીએ એ પહેલા તો અમારી આંખોની સામે જ એ દોડતો- દોડતો અલોપ થઈ ગયો. હવામાં રીતસરનું એક કુંડાળુ પડ્યુ... ચમકદાર કુંડાળુ અને એ કુંડાળામાં એ સમાઈ ગયો. જેમ પાણીમાં માણસ ડૂબી જાય અને જેવા વમળો સર્જાય એવી જ રીતે જગતાપ હવામાં ડૂબી ગયો અને હવાના તરંગોમાં વમળો ઊઠ્યા. એણે ઉચકેલા થેલા અને એ પોતે બન્નેને અહીંનુ વાતાવરણ ગળી ચૂક્યું હતુ. અમે બધા ફાટી આંખે, અવિશ્વાસથી ભાલે નજરો સાથે એ નજારો જાઈ રહ્યા હતા જયારે થેંબાના ભાંગી- તૂટીને લોહિયાળ થઈ ગયેલા ચહેરા પરની હાસ્ય વધુ મધુર બની ગયું અને એ મુસ્કાન સાથે જ એણે કહ્યું...

‘આપણે એ કાળમુખા ભૂખ્યા સરોવરની ખૂબ જ નજીક છીએ. જગતાપ પણ એની અંગેઠીમાં હોમાઈ ગયો એટલે હવે જા આપણે અહીં વધુ સમય રોકાશું તો આપણુ પણ આવી બનવાનું છે. અહીંની જગ્યામાં માણસો કે પછી પશુ- પંખી કે પછી કોઈ પણ ૨૪૪ જીવંત વસ્તુનો અનુભવ થતા જ આખુ વાતાવરણ ખળભળી ઉઠે છે. અને એ વસ્તુ પોતાની ગિરફતારમાં લેવા પોતાના સામ્રાજયનો વિસ્તાર ફેલાવે છે. અહીં આવું શું કામ થાય છે અને એવી કઈ શક્તિ કામ કરે છે એ તો કોઈને પણ નથી સમજાતુ છતાં આ એક ભયાનક સત્ય છે. તમારા બધાનું ધ્યાન આ તરફ હતુ એટલે તમે લોકોએ જાયુ નહોતું કે જગતાપ જે તરફ ભાગ્યો હતો એની આગળની બાજુ શું હરકત થતી હતી. હવે જરા ધ્યાનથી જુઓ, જગતાપ જે જગ્યાએ ગાયબ થયો એની આગળની તમામ જગ્યામાં ઉગેલા ઝાડ- પાન સહિતની ચીજા ગાયબ થઈ ચૂકી છે અને હવે એ આપણી તરફ આગળ વધી રહી છે. માટે જેમ બને તેમ વહેલી તકે આપણે અહીંથી નીકળવુ પડશે નહિતર આપણે પણ મોતના મોંમાં હોમાઈ જશુ.’ થેંબાની વાત બિલકુલ સાચી હતી. હું નેપાળી વિશે વિચારવામાં અને અહીં જે ભયાનક ખેલ થોડી જ વારમાં ખેલાઈ ગયો એ જાવા- સમજવામાં એટલો ગૂંચવાઈ ગયો હતો કે મારૂં ધ્યાન એ તરફ ગયું જ નહોતુ. હવે જ્યારે મેં એ તરફ નજર કરી તો હું આભો બનીને જાતો જ રહી ગયો. એ વિસ્તારની જગ્યા ધીરે- ધીરે ફેલાતી જતી હતી અને એની અડફેટ ચડનાર તમામ વસ્તુઓ એમા ગાયબ થઈ રહી હતી. એની પાછળ વધતુ હતુ ભયાનક વેરાન- ઉજ્જડ સૂનકાર, જ્યાં મોત પણ એક વખત જતા વિચાર કરે. એ વેરાન જગા અમને ગળવા માટે આગળ વધતો જતો હતો.

થેંબાને જગદીશે આધાર આપ્યો અને એ નેપાળીએ મારી કમરમાં હાથ નાખીને મને ઊભો કર્યો. ‘તું ખરેખર બહાદુર અને દિલેર છોકરો છે. જા તું ન હોત તો કદાચ આ લોકો અમારા હાથે ક્યારેય ન લાગ્યા હતો.’ નેપાળીએ મને કહ્યું, હું એની વાત સાંભળતો જ રહી ગયો. આ એ જ નેપાળી હતો કે જેને મેં કાવતરાખોર ગણીને મનોમન ઘણી ગાળો ભાંડી હતી. અને એ જ અત્યારે મારા વખાણ કરી રહ્યો હતો. એણે ન ફકત મારા વખાણ કર્યા હતા એ ઉપરાંત અત્યારે અમે જીવિત હતા અને તમામ શ્રેય પણ એને જ મળતુ હતુ. હું મનોમન મારા વિચારો માટે ક્ષોભ અનુભવવા લાગ્યો. મારી પાસે શબ્દો નહોતા કે હું એને શું કહુ?

‘સર... તમને લાગે છે કે આપણે આ બન્નેને આગળ સુધી લઈ જઈ શકીશું...? જગદીશે નેપાળીને સંબોધીને કહ્યુ. હું ફરીવાર ચોંક્યો. જગદીશ નેપાળીને ‘સર’ કહીને શા માટે સંબોધે છે...? મેં ધ્યાનથી નેપાળીના ચહેરા તરફ જાયુ એનો આખો ચહેરો રેળાઈને ક્ષત- વિક્ષત બની ગયો હતો. ‘જરૂર લઈ જાશુ...’ નેપાળીએ એના ખિસ્સામાંથી વોકીટોકી કાઢીને એને ચાલુ કરતા કહ્યુ. નેપાળી મને ઊંચકીને આગળ વધારી રહ્યો હતો એટલે એનો ચહેરો એકદમ મારા ચહેરાની નજીક જ હતો. એ જ્યારે બોલ્યો ત્યારે એનો અવાજ લાંબા સમય સુધી મારા કાનમાં ધોળાતો રહ્યો. અને... એ અવાજ સાથે એના ચહેરાનો તાલમેલ મારા મગજમાં બેસી ગયો. હું ખુશી અને આનંદથી ઉછળી પડ્યો અને મારી આંખોમાં ઝળઝળિયા આવી ગયા. મારી તમામ ફિકર- ચિંતાઓ પળવારમાં ગાયબ થઈ ચૂકી હતી... હું આનંદના મહાસાગરમાં હિલોળે ચડી ગયો હતો.

‘ચાવડા સાહેબ તમે... ઓહ માય ગોડ... હે ભગવાન... તમે... આઈ મીન કે... આ બધુ કેવી રીતે...?’ આનંદ અને ઉત્સાહના અતિરેકમાં મને શું પૂછવું કે શું કહેવું એ પણ સમજાતુ નહોતુ એટલે મારો અવાજ તૂટી રહ્યો હતો... ખરેખર મેં ચાવડા સાહેબને ઓળખવામાં વાર લગાડી દીધી હતી.

‘હા મિસ્ટર અમીત... હું ઈન્સ. ચાવડા. તે મને ઓળખવામાં ઘણી વાર લગાવી દીધી. પરંતુ એક રીતે એ આપણા માટે ઘણુ જ ફાયદામાં રહ્યુ નહિતર તું જરૂર કોઈ ગફલત કરી નાખત અને આખી બાજી તરત બગડી જાત. છતાં એક વાત હું દિલથી સ્વીકારૂં છુ કે જા તું ન હોત તો અમે હજી અંધારામાં જ ભટકતા હોતા.’

‘પરંતુ તમે કેવી રીતે આ બધામાં સામેલ થયા...? અને પૂજા ક્યાં છે...?’ મને સૌથી વધારે પૂજાની ફિકર થઈ રહી હતી. એના વિશે જાણવા હું ઉત્સુક થઈ ઊઠ્યો હતો.

‘પૂજા એકદમ સહી સલામત છે અને તારી જ રાહ જાઈ રહી છે.’ ચાવડાએ હસતા કહ્યું, અચાનક એણે ચાલુ કરેલા વોકી-ટોકીમાં સામેથી કોઈ ધરધરાટી સંભળાવા લાગી હતી. ચાવડા એક હાથમાં વોકી-ટોકી પકડીને એમાં સામા છેડે આદેશ આપવા લાગ્યો ૨૪૬ હતો અને અમારૂં પરફેક્ટ લોકેશન જણાવી જલદીથી હેલિકોપ્ટર મોકલવા કહ્યુ પછી ‘ઓવર..’ કહીને વોકી-ટોકી બંધ કરી ખિસ્સામાં સેરવી દીધુ. તો સૌથી પહેલા તો આપણે આ પહાડ પર કોઈ સમથળ જગ્યાએ પહોંચવું પડશે કે જ્યાં હેલિકોપ્ટર લેન્ડ થઈ શકે અથવા તો સીડીઓ દ્વારા એ આપણને ઉપર ખેંચી શકે માટે --- થોડી ઝડપ કરી અને ચાલતા- ચાલતા જ હું અહીં કેવી રીતે પહોંચ્યો એ આખી વાત તને કહું.’

‘... સાંભળ... રાજેશ પર વોચ રાખનાર પેલો બાબુ મર્યો એ પહેલા એણે ફોન પર દિલ્હી કોઈની સાથે વાત કરી હતી. એ સમયે એનો ફોન અમારા ટ્રેસીંગ પોઈન્ટ પર હતો એ ફોન પર જે વાત થઈ એ સાંભળીને હું ચોકી ઊઠયો હતો અને મને એ વાતનો તુરંત ખ્યાલ આવી ગયો હતો કે આ કેસને અમે જેટલો સીધો સમજીએ છીએ એટલો સરળ તો નથી જ. આમા જરૂર કોઈ મોટા વ્યકિતની સંડોવણી હતી. અને મારો એ શક ત્યારે પાકો થયો કે જ્યારે મને કેસ બંધ કરી દેવાની ઉપરથી સૂચના મળી. તું તો જાણે જ છે કે આ વાત તમને લોકોનેં મેં બોલાવીને કહી હતી અને સાથે-સાથે તારી હિંમત અને કાબેલયત જાઈને મને લાગ્યુ કે તું જરૂર મને કામ આવીશ એટલે મેં તને આગળ વધવાની સલાહ આપી. તમારી સાથે મારા એક વિશ્વાસુ માણસ તરીકે જગદીશને મેં ફીટ કરી દીધો કે જેથી તુ કોઈ ઉપાધિમા ન ફસાઈ જાય અને સાથે- સાથે મને રિપોર્ટ પણ મળતો રહે. રાજેશના કેસને ઓફિશિયલી રીતે તો બંધ કરી દેવો પડ્યો હતો. પરંતુ અનઓફિશિયલી રીતે હું આ કેસને ક્યારેય બંધ કરવા માંગતો નહોતો કારણ કે મને મારા કામમાં કોઈ દખલ કરે એ જરાપણ પસંદ નથી. એક વખત જે કામ હું હાથમાં લઉ છું એ પૂરૂ કરીને જ જંપુ છુ. પછી ભલે એમા ગમે તેટલી અડચણો આવે. તું એ સમયે સિક્કિમ જવા તૈયાર થયો એ મારા માટે ઘણી સારી વાત હતી અને પછી તારી સાથે પૂજા પણ જાડાઈ એટલે ના છૂટકે મારે ટીનાને તમારી સાથે મોકલવી પડી. આ જગદીશ અને ટીના કોઈ જાસૂસો નથી એ બન્ને તો અમારા ખાતાના બાહોશ પોલીસવાળા છે અને આ વાત હું તમને કહી શકુ એમ ન હોતો. કારણ કે તો- તો આખી બાજી ખુલ્લી પડી જાય. પૂજાના મમ્મી પપ્પાને પણ મેં જ સમજાવ્યા હતા કે એ પૂજાની જીદ આગળ નમતુ જાખે અને એને તારી સાથે જવા દે. તમને લોકોને ત્યાંથી રવાના કર્યા બાદ મેં ૨૪૭ મારા ઉપરી સાહેબને વિશ્વાસમાં લઈ હું ઓફિશિયલી રીતે રજા ઉપર ઊતરી ગયો. પછી તમારી પાછળ- પાછળ અહીં સુધી આવ્યો. જગદીશ અને ટીના દ્વારા તમારી બધી વિગતો મારી સુધી પહોંચતી રહી અને હું પણ મારી રીતે એક નેપાળી બનીને માહિતી એકઠી કરતો રહ્યો. જેના ફળ સ્વરૂપે આજે આપણે ઘણા મોટા ગુનેગારોને ઝબ્બે કર્યા અને એક ભયાનક કાવતરાનો પર્દાફાશ કરી શક્યા.’

‘પરંતુ તમે કહેતા હતા ને કે આમા સુરીન્દર સિવાયના બીજા પણ માણસો સંડોવાયેલા છે...’

‘હા.. સુરીન્દર તો આમા ફકત એક પ્યાદુ હતો. મારા હાથ તો એના સગલા ગરદન સુધી પહોંચી ચૂક્યા છે. આમા એક બહુ જ મોટો નેતા અને એક અબજાપતિ બિલ્ડરની સંડોવણી છે. તું એમ નહિ માનતો કે એ લોકો ફકત આ ખજાનાવાળી મેટરમાં જ દોષિત છે, એ લોકો તો એના કરતા પણ મોટા ગુનામાં સંડોવાયેલા છે. એ તમામ કાળા કામોના હિસાબ મને મળી ચૂક્યા છે. એ કોણ છે એ તો હું તમને લોકોને નહીં કહું અને કદાચ આપણા દેશની જનતા પણ એમના કરતૂતો વિશે નહિ જાણી શકે કારણ કે આમાં આપણા દેશની ડેમોક્રેસી આડી આવશે. છતાં એક વાત તો નક્કી જ છે કે એ લોકોને એમના કર્યાની સજા મળવાની જ છે. થોડા દિવસ બાદ છાપામાં જ્યારે તને વાંચવા મળે કે આપણા ફલાણા- ફલાણા નેતાએ પોતાના હોદ્દા ઉપરથી ફલાણા કારણોસર રાજીનામુ આપી દીધુ છે તો ત્યારે તું સમજી જજે કે એ જ વ્યકિત આ બધાની પાછળ હતો અને પેલા અબજાપતિ બિલ્ડરને આ દેશ છોડીને જવાની ફરજ પડશે. સુરીન્દરને તો એના કર્યાની સજા મળી ચૂકી છે કારણ એણે દવાની કંપનીની આડમાં ઘણા ગોરખધંધાને અંજામ આપ્યો હતો અને તમે લોકોએ ખજાનાની શોધમાં અજાણતા જ એ કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે.’

‘પરંતુ પેલી મૂર્તિઓ અને એ ખજાનાનું શુ...? એ તો આપણા હાથમાંથી છટકી ગઈને... કમબખ્ત જગતાપ એને પણ પોતાની સાથે લેતો ગયો...’ જગદીશના મનમાંથી હજુ પણ એ મૂર્તિઓનો મોહ છૂટતો નહોતો. આ વાત કહેતી વખતે એનું મોં જાવા જેવું થયુ હતુ.

એની વાત સાંભળીને થેંબો ખડખડાટ હસી પડ્યો. મને બીક લાગતી કે થેંબો જ્યારે પણ હસતો ત્યારે કોઈક નવીન વાત તો બનતી જ... ‘એ મૂર્તિઓ ક્યાંય ગાયબ નથી થઈ...’ થેંબાએ અચાનક ધડાકો કરીને અમને આશ્ચર્યની ગર્તામાં ધકેલી મૂક્યા...

‘તો...?’

‘તો શું...? જગતાપ જે થેલાઓ એની સાથે લઈ ગયો એમાં તો મેં પથ્થરો ભર્યા હતા. મૂર્તિઓને તો હું ગુફામાં જ એની જ્ગ્યાએ સહી- સલામત સંતાડીને આવ્યો હતો. એ તો સારૂ થયું કે એ લોકોએ થેલા ખોલીને જાયું નહિ, નહિતર આપણી પોલ ખૂલી જાત. પરંતુ ઈશ્વરે આપણને સાથ આપ્યો ને એવું કંઈ જ ન બન્યુ.’ અમે અંચહાથી દ્રષ્ટિથી થેંબાની સામે તાકી રહ્યા... એક સાવ ગામડીયો અને અભણ માણસ આજે અબજા રૂપિયાની રાષ્ટ્રીય સંપત્તિની રક્ષા કરી હતી. હું થેંબાની બુદ્ધિ પર ખરેખર ઓવારી ગયો.

‘પરંતુ તે આ કર્યુ કેવી રીતે...?’

‘તમે લોકો જ્યારે મને ગુફામાં એકલો મૂકીને આગળ ગયા ત્યારે જ મને ભયના અંદાજ આવી ગયો હતો. એટલે બે મૂર્તિઓને મેં પાછી એ પથ્થરના ખાનામાં એની જગ્યાએ મૂકીને એ ખાનુ હતુ એમને એમ બંધ કરી દીધુ અને થેલામાં ત્યાં પડ્યા હતા એ પથરા ભરી દીધા હતા. આવુ મેં શું કામ કર્યું હતુ એ તો મનેય ખ્યાલ નહોતો રહ્યો પરંતુ મને એ સમયે આ જ ઠીક લાગ્યુ હતુ.’ મને એ સમયે દોડીને થેંબાને લેવાનું મન થયુ હું એની સૂઝબુઝ ઉપર ઓળધોળ થઈ ગયો હતો.

મારી અને થેંબાની હાલત ખરેખર બહુ જ ખરાબ થતી જતી હતી. બે વખત પહાડ ઉપરથી નીચે પડ્યા હતા એમાં જ હાડકા ખોખરા થઈ ચૂક્યા હતા. એમાં ઉપરથી સુરીન્દરે અને એના માણસોએ જે જુલમ અમારી ઉપર વર્તાવ્યો હતો એ મારે અમને રીતસરના ભાંગી નાખ્યા હતા. છતા અત્યારે અમે બન્ને ચાવડા અને જગદીશના સહારે કોઈ સમથળ સ્થળ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા હતા. જેથી એ જગ્યાએ હેલિકોપ્ટર ઊતરી શકે અને અમે એમા બેસીને પૂજા જ્યાં છે એ જગ્યાએ પહોંચી શકીએ. પૂજા સહી- સલામત છે એવું ચાવડાના મોઢેથી સાંભળીને મને ઘણી રાહત થઈ હતી. મારા ૨૪૯ માટે તો પૂજા જ સર્વસ્વ હતી અને એને કોઈ તકલીફ થાય એ હું હરગીઝ ક્યારેય સહન ન કરી શકુ. અત્યારે તેના વિચારે મને વિહ્‌વળ કરી મૂક્યો હતો. મારે એને જેમ બને તેમ વહેલા મળવું હતુ. મારે એને જાવી હતી, ધરાઈ- ધરાઈને જાવી હતી. મારા તમામ દુઃખ દર્દો ભૂલી જઈ ત્યાં સુધી એની આગોશમાં પડ્યા રહેવું હતુ અને એટલે જ હું મારી બધી તકલીફોને, દર્દને સહન કરતો ચાવડાના સહારે આગળ વધી રહ્યો હતો. લગભગ અડધા એક કલાક પછી અમને દૂરથી આવતા હેલિકોપ્ટરની ઘરઘરાટી સંભળાઈ. અમારા ચહેરા પર એક અનોખી ખુશી છવાઈ ગઈ. અમે અમારી મંઝીલે બહુ જ ઝડપથી પહોંચી જવાના હતા.

સૌથી પહેલુ કામ તો પેલી ગુફામાંથી મૂર્તિઓને મેળવવાનું હતુ. હું મનોમન ઈન્સ. ચાવડાને ધન્યવાદ આપી રહ્યો હતો. મેં આજ સુધી એના જેવો ઈમાનદાર અને પોતાની ફરજ પ્રત્યે આટલો કર્તવ્યનિષ્ઠ વ્યકિત જાયો નહોતો. એણે જે રીતે રાજેશના કેસમાં કામ કર્યુ હતુ એ ખરેખર પ્રશંસા પાત્ર હતુ. અમારા માટે તો એ સાક્ષાત ભગવાનના અવતાર તરીકે પ્રગટ થયા હતા. જા એ ન હોત તો અમે ક્યારના સુરીન્દરની ગોળીઓનો શિકાર બની મૃત્યુને ભેટી ચૂક્યા હોત. પરમેશ્વરે એને ખરા સમયે અમારી મદદ માટે મોકલી આપ્યા અને અત્યારે આખી બાજી અમારા હાથમાં હતી. અને જીતી ચૂક્યા હતા અને સાથે-સાથે અબજા રૂપિયાનો ખજાનો પણ અમારી પાસે હતો. અમને લઈને હેલિકોપ્ટર સીધુ એ ગુફાની દિશામાં ઊઠ્યુ. ચાવડા હેલિકોપ્ટરના પાયલેટને શું કરવાનું છે એ સમજાવી રહ્યો હતો. થોડી વારમાં જ અમને એ ગુફાનો પાછળનો ભાગ દેખાયો કે જ્યાંથી મારી ગફલતને કારણે હું અને થેંબા હવામાં ઉડ્યા હતા.. હેલિકોપ્ટરમાંથી સીડી નીચે લટકાવવામાં આવી અને જગદીશ એ સીડી દ્વારા ગુફામાં ઊતરી અંદર ઘુસ્યો. થોડી વારમાં જ એ ખજાનાવાળી મૂર્તિઓ લઈને ફરી પાછો સીડી પર લટકી ઉપર આવી ગયો.

હવે અમારે પૂજા અને ટીનાને સાથે લેવાના હતા અને ત્યાંથી સીધા જ કોલકતા એરપોર્ટની વાટ પકડવાની હતી અને હાં... એ પહેલા અમારી પ્રાથમિક સારવાર પણ કરવાની હતી. પૂજાનું નામ આવતા જ મને એક અજબ રોમાંચ થવા લાગ્યો હતો. ‘કેલા’ ગામથી દસેક કિલોમીટર દૂર એ જીપ પાસે અમારૂં હેલિકોપ્ટર ઊતર્યું. મેં ૨૫૦ અધિરાઈથી બહાર એક જીપ તરફ નજર ફેંકી અન એ મને દેખાઈ... પૂજા.... એની નજર પણ વિહવળતાથી મને જ શોધી રહી હતી. અમારા બંનેની નજર એક થઈ. મારા શરીરમાંથી ઊઠતી દર્દની ભયાનક ચીસ ક્ષણવાર માટે ખામોશ થઈ ગઈ. હું એ મારી અપ્રતિમ સાંદર્ય મૂર્તિને જાઈ રહ્યો. તેના તરફ મેં મારા બન્ને હાથ ફેલાવ્યા.

એ રીતસરની દોડી પડી મારી તરફ... ખૂબ જ ઝડપે દોડી આવી ને એ મારી બાહોમાં સમાઈ ગઈ. મને એણે ભીંસી દીધો. મેં પણ એને મારી બાહોમાં સમાવીને મારી છાતી સરસી ભીંસી લીધી. મારા રોમ-રોમમાં એના સ્પર્શથી એક અનોખુ સુકુન છવાતુ ગયુ. એક આહલાદક આનંદની હેલી મારા હદયમાં ઊઠી અને એમાં હું ભીંજાતો ગયો. એ મને કોઈ વેલની જેમ વળગી પડી હતી અને એના આંસુઓ મારો ખભો ભીંજવવા લાગ્યા હતા. એ રડતી હતી એના દિલનો વલોપાત એનો મારા પ્રત્યેનો બેતહાશા પ્રેમ એક અનંગ લાગણી એના આંસુઓ દ્વારા બયાન થઈ રહ્યો હતો. તમામ બંધનો તોડીને અમે અમારા પ્રેમની અનુભૂતિમાં ખોવાઈ ગયા. અમને અમારી આસપાસની સ્થિતિનો પણ ખ્યાલ નહોતો. અમે તો બસ એકબીજાને ભેટીને ખામોશીથી આંખો બંધ કરીને સ્વપ્નીલ દુનીયામાં વિચરી રહ્યા હતા. મારાથી વધારે વખત એ સ્થિતિમાં બેસાયું નહિ અને મારી પીઠમાં જબરજસ્ત દર્દ થવા લાગ્યુ એટલે હું હેલિકોપ્ટરની સીટમાં પાછળની તરફ ઢળ્યો. મેં પૂજાને પકડી રાખી હતી એટલે એ પણ ખેંચાઈ. મારા મોઢામાંથી એક આહ નીકળી ગઈ.. અને.. અમારા પડવાથી અમે થોડા અળગા થયા. એના ચહેરા પર એક આછી મુસ્કાન ઊભરાઈ આવી.

‘અમીત... તમે સાવ પાગલ છો. જુઓ તો તમે કેવી હાલત કરી છે તમારી...’ આટલુ બોલીને એ બેતહાશા મારા ચહેરાને ચૂમવા લાગી. લોહીથી ખરડાયેલા મારે ચહેરાની પરવા કર્યા વગર એ મને ચૂમી રહી હતી. એ રડતી હતી, હસતી હતી, અને મારા ગાલે, કપાળે, આંખે બધે ચૂમી રહી હતી. એના કોમળ હોઠ મારા ઘાવ પર મલમનું કામ કરી રહ્યા હતા. મારા શરીરનું તમામ દર્દ પળવારમાં ગાયબ થઈ ગયુ હતુ. મને આજે દુનિયાનો સૌથી કિંમતી ખજાનો મળી ગયો હતો. આ ખજાના સામે અમે જે ખજાનો લઈને આવ્યા હતા એની મારે મન કોઈ કિંમત નહોતી. મે હળવેક ૨૫૧ રહીને એના ચહેરો ઊંચો કર્યો અને ચહેરો ઊંચો કર્યો અને એના કોમળ હોઠ પર મારા ખરબચડા હોઠ ચાંપી દીધા. એક પ્રગાઢ દીર્ઘ ચુંબન કર્યુ અને પછી હળવેકથી ઊભા થઈ મેં એના મુલાયમ, મખમલસા સ્તનયુગ્મમાં મારો ચહેરો છુપાવી દીધો. મારા જીવનની આ સૌથી વધારે આનંદદાયક ક્ષણ હતી. હું એવું ઈચ્છતો હતો કે આ ક્ષણ ક્યારેય ન વીતે અને હું બસ આમ જ પૂજાની આગોશમાં જિંદગી વીતાવી દઉ.

ઈન્સ. ચાવડા, જગદીશ, ટીના અને થેંબો અમને જાઈને મંદ-મંદ મુસ્કુરાઈ રહ્યા હતા. ધીરેથી હેલિકોપ્ટર જમીનથી ઉંચકાઈને કોલકત્તાની દિશામાં ઉડવા લાગ્યુ. મને અને થેંબાને કોલકત્તાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ઈન્સ ચાવડાએ હેડકર્વાટર પર ફોન કરીને એના ઉપરી અધિકારીને આ કેસની તમામ વિગતો આપી દીધી. આ ખજાનો શોધવા બદલ ઈનામરૂપે કાયદેસર જે રકમ થાય એ આપવાની દરખાસ્ત પર મોકલી આપી. એ ઈનામની રકમ જ કરોડોમાં થવા જતી હતી એટલે અમારી બધાના ચહેરા ખીલી ઊઠયા.

ત્યાં સુરતમાં એક ભૂબ સારા સમાચારે અમારી રાહ જાઈ રહ્યા હતા. એ સમાચાર સાંભળીને પૂજા તો રીતસરની ઉછળી પડી હતી. કોઈક અગમ્ય ચમત્કાર જ થયો હતો અને રાજેશ કોમામાંથી બહાર આવી ગયો હતો. એ સંપૂર્ણપણે સ્વસ્થ બનીને અત્યારે યશોદાબહેન આપી રહ્યા હતા એ દવા પીવાની તૈયારીમાં હતો. આ એ જ કંપનીની દવા હતી જે કંપની સુરીન્દર ચલાવતો હતો. દવાના રેપર પર મેન્યુ. બાય ‘ઝાયબન ફાર્માસ્યુટીકલ્સ’ લખેલુ હતુ.

છે ને કુદરતનો અજીબોગરીબ ખેલ... જે વ્યકિતના કારણે રાજેશ કોમામાં સરી પડ્યો એ વ્યકિતની કંપનીની જ દવા અત્યારે રાજેશ સારો થવા માટે ગળી રહ્યો હતો...

ખરેખર કુદરતના ખેલ નિરાળા હોય છે જે સમજવા સામાન્ય માનવીની સમજણ શક્તિની બહારની વાત છે... એટલે જ કુદરત સામે દરેક વ્યકિતએ નતમસ્તક રહેવું પડે છે. જે નમે છે તે જીતે છે, અને જે અકડાય છે એ રાખમાં મળી જાય છે....

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED