નો રીટર્ન - 5 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન - 5

નો રીટર્ન

સસ્પેન્સ થ્રીલર નવલકથા

ભાગ - 5

પ્રવિણ પીઠડિયા

કુદરતની કારીગરી પણ અફલાતૂન અને અદભૂત હોય છે. આ દુનિયામાં જા સામાન્ય રીતે ગણીએ તો રણપ્રદેશને સૌથી વધુ હાડમારીવાળી અને ભયંકર જગ્યા ગણવામાં આવે છએ. રેતીના રણની કલ્પના કરો ત્યાંજ તમને નજર સમક્ષ દૂર દૂર માઈલો સુધી પથરાયેલી સુકી ભઠ્ઠ રેતી દેખાવા લાગે. સૂર્યના જબરજસ્ત પ્રકોપ અન એની ગરમીથી શેકાઈને ઠુંઠા થઈ ગયેલા ઝાડવાઓ, મરેલા પશુ પક્ષી કે માણસોના દેહને ચૂંથતા ગીધડાઓ અને દૂર દૂર સુધી પાણી વગરનો અફાટ રેતીનો સમુદ્ર. તમને સાક્ષાત યમરાજાના દર્શન કરાવી દે. આ એક સર્વ સામાન્ય માન્યતા છે. આવી જ કોઈ કલ્પના ક્યારેય બર્ફિલા પ્રદેશો વિશેથતી નથી. પરંતુ હકીકત એ છે કે રેતીના રણપ્રદેશ અને બર્ફિલા પ્રદેશો વચ્ચે ગજબનાક સામ્યતા છે. એ સામ્યતા એ છે કે અહીં તમારી નાની અમથી ભૂલ તમને મોતને ઘાટ ઉતારી નાખે છે. આવા પ્રદેશની આબોહવા એટલી ખતરનાક રીતે બદલાતી હોય છેકે તમે હજુ તો કંઈ વિચારો એ પહેલાત ોએ એના અજગર ભરડામાં તમને લપેટી લે છે.

બર્ફીલા પ્રદેશોનું ઠંડુ વાતાવરણ અને ભયાકન ઝડપે ફૂંકાતા ઠંડા પવનો તમારા હાડકાને વીંધીને શરીરના તમામ અવયવો પર સીધો જ હુમલો કરે અને એને કામ કરાત બંધ કરી દે. બરફન ડંખ તમારા હાથપગના આંગળા માટે તો રીતસરનો પ્રાણઘાતક સાબિત થાય અને ગેંગરીન થતા એ ગુમાવવાનો પણ વારો આવે. સૂર્યના તેજ પ્રકાશમય કિરણો જ્યારેબરફની સફેદ ચાદર ઉપર ઝીંકાય છે ત્યારે ચારે તરફ એક જબરજસ્ત તેજ પુંજ રચાય છે. પ્રકાશના એ કિરણો જ્ચારે બરફમાંથી રિફ્લેક્ટ મારી પાછા ફેંકાય ૧૭૪ ત્યારે ગમે એટલા ડાર્ક કલરના ગોગલ્સ પહેર્યા હોવા છતાં આંખોને એટલં ભયંકર નુકસાન પહોંચાડે છે કે ક્યારેક તો કાયમી અંધાપો પણ આવી જાય.

આવી જ વિષમ પરિસ્થિતિમાંથી આપણે પસાર થવાનં હતું. અમને હજુ સુધી બરફનું રેગિસ્તાન કોને કહેવાય એનો અનુભવ જ નહોતો થયો. ગંગટોક અને ત્યાંથી લાચૂંગ સુધીની અમારી સફર ખાસ કોઈ તકલીફદાયક નહોતી રહી પરંતુ અહીંથી આગળ જે સફર અમારે કરવાની હતી એ અમને જિંદગીભરની પીડાદાયક યાદગીરી બની રહેવાની હતી. વહેલી સવારથી જ અમે ચાલવાનું શરૂ કર્યું હતું. બપોર થતા સુધીમાં તો અમે ચાલી ચાલીને થાકી ગયા હતા. ઉબડ ખાબડ પથરીલા રસ્તા ઉપર અમે ચાલવાને બદલે રીતસરના દોડી રહ્યા હતા અન એનું કારણ પેલો મુખી દાગંગ હતો. એ અહીનો રહેવાસી હતો. પૂરા છ હાથ ઊંચો અનેએકદમ ભાવહીન જંગલી માણસ હતો. એનું એક એક ડગલું અમારા ત્રણચાર ડગલાં જેટલું થતું હતું. અને એ એવી સફાઈથી આગળ ચાલતો હતો કે અમે એની પાછળ રીતસરના પથ્થરોમાં અટવાતા કુટાતા ઠેસ ખાતા ખાતા ભાગ્યે જતા હતા. એ સાવ જંગલી માણસ નીકળ્યો. અત્યારે તો હું મનોમન પેલા નેપાળીને ખૂબ જ ગાળો ભાંડી રહ્યો હતો. કારણ કે એ ગુમ થયો તો ભલે થયો પરંતુ જીપ પણ એ સાથે લેતો ગયો હતો. જીપ અમારી પાસે હોત તો કમસેકમ અમે અડધા રસ્તા સુધી તો એમાં જઈ જ શકત. પરંતુ કદાચ અમારી કિસ્મતમાં જ હાડમારી વેઠવાની લખી હશે એટલે અત્યારે અમે પડતા આખડતા આગળ વધ્યે જતા હતા. અમે અત્યારે જે રસ્તા પર ચાલી રહ્યા હતા એ જમીન પથરાળ અને સૂકી હતી. મોટામોટા પથ્થરો સમયના વહેણની સાથે ભાંગીને ભુક્કો થઈ ગયા હતા. અને એ જ પથ્થરો અત્યારે જમીન ઉપર છવાઈ ગયાહતા. ઠંડા અને સૂકાહવામાનના કારણે અહીં ઝાડી ઝાંખરા કે વૃક્ષોની ભરમાર નહોતી. અહીંનું વાતાવરણ ઝાડપાનને ઉછેરવા માટે બિલકુલ અનુકૂળ નહોતું એટલે અહીં જંગલની કલ્પના પણ કરી શકાય તેમ નહોતી. પથરાળ અને ઉબડખાબડ જમીન પર ચાલી ચાલીને અમારા વજનદાર સ્નો બૂટના તળિયા પણ ઘસાવા લાગ્યા હતા. આમ તો અમે પૂરી તૈયારી કરીને નીકળ્યા હતા છતાં અમારી હાલત ધીમે ધીમે ખસ્તા થતી જતી હતી. બધાએ એકદમ જાડા ચામડામાંથી ૧૭૫ બનાવેલું અંદરની તરફ રૂછડાવાળા જેકેટ ચડાવ્યા હતા. અને એવીજ ટોપી માથા પર ચુસ્ત બાંધી હતી. જેકેટની નીચે પેન્ટ અને પગમાં બરફમાં ચાલવા માટે વપરાતા સ્પેશિયલ શૂઝ પહેર્યા હતા. કે જેથી પગમાં બરફના ડંખ ન લાગી જાય. બરફ ઉપરથી પરાવર્તિત થતા સૂર્યના કિરણોથી આંખને બચાવવા ગોગલ્સ ચડાવ્યા હતા. અને બધાના હાથમાં એક એક એલ્યુમિનિયમની લાકડી હતી કે જેથી એનો અણીદાર નીચેનો છેડો બરફમાં ખુંપાડીને ચાલવામાં ઉપયોગી થાય અને આ ઉપરાંત દરેક વ્યક્તિની પીઠ ઉપર પોત પોતાનો સામાનનો થેલો તો ખરો જ..

અમારામાંથી સૌથી ખરાબ હાલત પૂજાની હતી. એ બે ત્રણ વખત તો રીતસરની પડતા પડતા રહી ગઈ હતી. પીઠ પર બાંધેલા સામાનના કારણે એને વધુ અગવડતા થઈ રહી હતી. અને વારે વારે એથેલાને સરખો કરતી, હાંફતી એ દોડી રહી હતી. હું એની સાથે જ ચાલતો હતો. અને હવેતો મારે એનો હાથ પકડી રાખવો પડતો હતો. કે ક્યાંક એ પડી ન જાય. આમ જોવા જાવ તો અમારી બધાની હાલત સરખી હતી. આ એમાં પેલો દાગંગ અને થોડે ઘણે અંશે થેંબો અપવાદરૂપ હતો. અમારે સાંજ થતા પહેલા અમારા પહેલા પડાવ કેલા સુધી પહોંચવું જરૂરી હતું. ત્યાં અમારે રાત રોકાવાનું હતું. અને ત્યારબાદ દાગંગના કહેવા પ્રમાણે બીજા એક દિવસની સફર પૂરી થતા અમે નકશામાં દર્શાવેલા પહાડ સુધી પહોંચી જવાના હતા. ફક્ત બે દિવસની અમારી સફર હતી.. બે દિવસ... અને એ પછી.... અમારું મુખ્ય ધ્યેય જેમ બને તેમ જલદીથી અજવાળું રહેતા કેલા પહોંચવાનં હતું. જા અધાંરુ થતાં પહેલા અમે ત્યાં ન પહોંચી શકીએ તો ફરજીયાતપણે અમારે રસ્તામાં અમારા ડેરા તંબુ તાણવા પડે. અને જા એમ થાયતો અહીંના સુસવાટા મારતા જારદાર ઠંડા પવનોમાં અમારી તંબુની શી હાલત થાય એ તો વિચારવા જેવી બાબત હતી. ‘કેલા’ એ સિક્કીમની ઉત્તરપૂર્વમાં કાંચનજંઘા પર્વતમાળાથી નીચે તળેટીમાં વસેલો એક નાનકડો અમથો કસબો હતો. આખરે દાગંગની રફતાર કામ આવી. અમે રાત ઢળતાં સુધીમાં તો કેલા પહોંચી ચૂક્યા હતા. એ લગભગ પંદર વીસ પથ્થોરથી બનાવેલા ઝૂંપડા જેવા મકાનોનો સમૂહ હતો જે કેલા તરીકે ઓળખાતો હતો. અહીં લગભગ તમામ કબીલાનો પોતાનો અલગ મુખી હતો અને ૧૭૬ અહીંના કબીલાના મુખીને દાગંગ ઓળખતો હતો. એટલે અમારા માટે તાત્કાલિક ધોરણે રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈહતી. અમે બધા અલગ અલગ પથ્થરોના બનાવેલા ઘરોમાં ગોઠવાઈ ગયા હતા. ‘કેલા’ની ચારેતરફ પર્વતો વીંટળાયેલા હોવાના કારણે અહીં સીધા પવનો નહોતા પહોંચી શકતા. એમ છતાં ઠંડી જબરજસ્ત હતી જે અમારા ઝૂંપડાની દિવાલોને વીંધીને અમારા શરીરને થથરાવી નાખતી હતી. ઠંડી શું છે અને ઠંડા પવનો કોને કહેવાય એનો અહેસાસ અમને અહીં સિક્કિમમાં આવ્યા બાદ બરાબરનો થયો હતો. અમારા શહેરમાં તો ૧૦-૧૨ ડિગ્રી તાપમાન થઈ જાય તો પણ શહેરી માણસ ઠૂંઠવાઈ મરે જ્યારે અહીં તો કાયમના ધોરણે માયનસમાં જ તાપમાન રહેતું હોય ત્યારે અહીં ઠંડીની વ્યાખ્યા કરવી પણ મુશ્કેલ બની જાય. અહીં રહેતા લોકો તો આવા વાતાવરણથી ટેવાઈ ગયા હોય એટલે એ લોકો ને ઝાઝો ફરક પડે નહીં પરંતુ અમારા માટે તો આ સાવ પહેલી વખતનો નવો અનુભવ હતો. એટલે સ્વાભાવિક રીતે શરીર ધ્રુજી ઊઠ્યો હતો. અમે આખી રાત જબરજસ્ત ઠંડીમાં ઠૂંઠવાતા જાગતા પડ્યા રહ્યા હતા.

આવી જ હાલત પેલા નેપાળીની હતી. એ પોતાની જીપને એક મોટા પથ્થરની આડશમાં રાખીને અંદર બેઠો હતો. કે જેથી સુસવાટા મારતા ઠંડા પવનોથી બચી શકાય. એ પોતે વહેલી સવારથી જ અમીતની ટુકડીથી અલગ પડી ગયો હતો. અને એમાં એની બહુ મોટી ગણતરી રહેલી હતી. એપોતાના નિર્ધારીત પ્લાન મુજબ આગળ વધતો હતો. અત્યારે એ ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યો હતો. કારણ કે પવન વારે વારે એની દિશા બદલતો હતો. અને જીપના હુડના કાપડને વીંધીને સીધો જ એના શરીર પર ઝીંકાતો હતો. એ પરિસ્થિતિ સામે લાચાર બની ગયો હતો. એ જ્યારે નીકળ્યો ત્યારે એણે આવી કલ્પના પણ નહોતી કરી કે આવી હાડમારી ભોગવવાની આવશે. નહિતર એ વધુ ગરમ કપડાની વ્યવસ્થા કરીને નીકળ્યો હોત. સવારે જ્યારે અમીત અને જગદીશનો કાફલો લાચૂંગથી નીકળ્યો એટલે એમની પાછળ પાછળ નેપાળી સાવચેતીથી નીકળ્યો હતો. અને પોતાને ખબર હતી કે અમીતની પાછળ પોતે એકલો નહોતો પરંતુ એના સિવાય બીજા પણ ઘણા લોકો હતા અને આ માહિતી એને જગદીશે જ પહોંચાડી ૧૭૭ હતી. એટલે જ જ્યારે એ લોકો પોતાની ગાડી લઈને નીકળ્યા એના એક કલાક બાદ નેપાળીએ પોતાની જીપ સ્ટાર્ટ કરી હતી. અહીં કોઈ એવા સીધા રસ્તાઓ નહોતા કે એમા આસાનીથી વાહન ચાલી શકે છતાં એક કાચી પથરાળ સડક છેક કેલા સુધી બનાવેલી હતી.એટલે ત્યાં સુધી તો એની જીપ જઈ શકે એમ જ હતી. નેપાળી આ કાચી સડક ઉપર જીપ લઈને કેલા જવા નીકળ્યો હતો. જ્યારે અમીતની ટુકડી આડટપીડ પથરાળ પર્વતોને વીંધતી કેલા પહોંચી હતી. સાંજ પડતા સુધીમાં તો નેપાળીને જીપની લાઈટો બંધ કરવાની ફરજ પડી હતી. કારણ કે અહીંના ખુલ્લા વાતાવરણમાં જીપની લાઈટોનો પ્રકાશ સેરડા રૂ-પે દૂર સુધી ફેંકાતો હતો અને નેપાળી બીજા કોઈને પોતાની હાજરીની સાબિતી આપી બેવકૂફી નહોતો કરવા માંગતો. ઠંડીના કારણે એ કોકડુ વળીને જીપમાં પડ્યો હતો. થોડી ગરમી મેળવવા એણે ખિસ્સામાંથી સીગારેટનું પેકેટ કાઢ્યું અને માચીસથી એક સીગારેટ સળગાવી ઊંડો કશ ખેંચ્યો. એના ફેફસામાં સીગારેટનો ગરમ ધૂમાડો પહોંચ્યો ત્યારે એને થોડું સારું લાગ્યું. નેપાળીએ જ્યારે દિવાસળી સળગાવી ત્યારે એનો ક્ષણિક પ્રકાશ એના ચહેરા પર પથરાયો અને એ દીવાસળીના અજવાળામાં જ એણે પોતાનું પ્રતિબિંબ જીપમાં લગાવેલા કાચમાં નિહાળ્યું. એ પોતે જ પોતાનું પ્રતિબિંબ જાઈને ચમકી ગયો. એણે જે મેકઅપ કર્યો હતો. એ આખા ચહેરા પર લીંપાઈ ગયો હતો. અને અત્યારે એ થોડા ઘણા પોતાના અસલી રૂપમાં હતો. નેપાળીએ જલદીથી થોડો અમથો મેકઅપ હાથેથી ઠીક કરવાની કોશિશ કરી પરંતુ એ પૂરતું નહોતું. સૌથી મોટી બેવકૂફી તો એણે એ કરી હતી કે એ પોતાની સાથે મેકઅપ કીટ પણ નહોતો લાવ્યો. હવે....? નેપાળી વિચારી રહ્યો. જા આ સમયે પૂજા અને અમીત એની સામે આવી જાય તો એ નેપાળીને જાઈને બને છળી મરત કે કોણ છે આ નેપાળી...?

***

જબરજસ્ત ટેબ્લો પડી ચૂક્યો હતો. શતરંજની બાજીની જેમ બધા ચોકઠામાં પ્યાદા ગોઠવાઈ ગયા હતા. અને ઉપરવાળો બાજી ખેલવા ઉત્સુકતાથી બેઠો હતો. અમીતની ૧૭૮ ટુકડી કેલામાં આરામ ફરમાવી રહી હતી. જ્યારે એનાથી દસેક કીલોમીટર દૂર સુરીન્દરની સેનાએ પડાવ નાખ્યો હતો અને સૌથી છેલ્લે પેલો નેપાળી સુરીન્દરથી સાવચેત અંતરે પોતાની જીપમાં ઠૂંઠવાઈ રહ્યો હતો. હવે જા આ દસ કિલોમિટરનું અંતર એમના બધા વચ્ચેથી નીકળી જાય અને બધા એકજ જગ્યાએ ભેગા થઈ જાય તો પછી એમના વચ્ચે ભયાનક ધમસાણ સર્જાયા વગર ન રહે. એ તો કલ્પના જ કરવી રહી કે પછી એ લોકોનું શું થાય....? અને ભગવાને એ બધાને ભેગા કરવાની પૂરેપૂરી ચીવટથી કાવતરું ક્યારનુંય રચી નાંખ્યું હતું. સાથે સાથે કોનું શું થવાનું છે એ પણ નિશ્ચિત જ હતું.

***

આખરે એ પાછો ચાલ્યો ગયો. એક રાતમાં એવું તે શું બની ગયું હતું કે દાગંગ અમારી સાથે આવવા તૈયાર નહોતો અને ફરી પાછો લાચૂંગ જવા રવાના થઈ ગયો હતો. આ તરફ અમારી મુશ્કેલીમાં વધારો થયો હતો કે હવે અમને અહીંથી આગળનો રસ્તો કોણ બતાવશે. થેંબાએ દાગંગને સમજાવવાની ઘણી કોશીશ કરી જાઈ પરંતુ એ એકનો બે ન થયો. દાગંગનું એવું કહેવુ ંહતું કે પાગુંસ સરોવર સુધી જઈને એ પોતાના જીવને જાખમમાં મૂકવા નહોતો માંગતો. અમને ખબર તો હતી જ કે અહીંના લોકો એ સરોવરને દેવતાઓનો શ્રાપ માનતા હતા. અને એવું સમજતા હતા કે જે લોકોથી દેવતાઓ ખુશ નથી હોતા એ લોકોને સરોવર ગળી જાય છે. એટલે ત્યાં સુધી જવાની હિંમત મોટે ભાગે તો કોઈ કરતું જ નહિ. પરંતુ આવું કંઈક અમારી સાથે થાશે એનો અમને ખ્યાલ નહોતો. દાગંગને ખબર જ હતી એ સરોવર સુધી અમારે જવાનું છે એટલે એ અમારી સાથે આવવા રાજી થયો હતો. અને હવે છેક અહીં આવ્યા બાદ એનો વિચાર બદલાઈ ગયો હતો. કેલા ગામના લોકોએ તો અમને પણ સમજાવ્યા કે અમેએ તરફ જવાનો વિચાર માંડી વાળીએ અને ફરી પાછા લાચૂંગ જતા રહીએ પરંતુ અમારો ઇરાદો તો પથ્થરની લકીર સમાન હતો. અમારે આ કોયડો ઉકેલવાનોજ હતો. ૧૭૯ અને હવે છેક અહીં સુધી પહોચ્યા બાદ પાછું ફરી જવું બેવકુફી જ હતી. એટલે અમે એ ગામના મુખી પાસેથી આગળના રસ્તાનું માર્ગદર્શન લઈ દાગંગ વગર જ આગળ વધઅયા અમારી અગાઉની ગણતરી કરતાં અહીંથી એ નકશાવાળી જગ્યાએ પહોંચવા અડધો દિવસ વધુ ચાલવું પડે એમ હતું. લગભગ દોઢેક દિવસ બાદ અમે ત્યાં પહોંચવાના હતા અને હવે તો અહીંથી રસ્તો વધુ કઠીન બની જતો હતો. અત્યાર સુધી તો અમે પથરાળ રસ્તા ઉપર જ ચાલ્યા હતા. અને ક્યારેક ક્યારેક જ વચ્ચે બરફ છવાયેલો મળતો હતો જ્યારે અહીંથી આગળની તમામ સફર અમારે બરફીલા પહાડો ઉપર ચાલતા જ કરવાની હતી. કારણ કે આગળ ઉપર બરફાચ્છાદિત પર્વતમાળા શરૂ થતી હતી. જા અણે એખધારી ગતિથી ચાલીએ તો અમે જલદીથી એ જગ્યાએ પહોંચી શકીએ એમ હતા અને જા રસ્તામાં ક્યાંક કોઈ સંજાગોવશાત અમારે રોકાવું પડે તો બે ત્રણ દિવસ તો સહેજે લાગી જાય એમ હતું. એટલે જેમ બને તેમ ઝડપથી અમે પગ ઉપાડ્યા થેંબો સૌથી આગળ ચાલતો હતો. ત્યારબાદ જગદીશ અને ટીના અને છેલ્લે હું અને પૂજા હતા.

એ અમારી ભયાનક ભૂલ સાબિત થવાની હતી કોઈના પણ માર્ગદર્શન વિના બરફના પહાડો ખૂંદવા એ કંઈ ખાવાના ખેલ તો નહોતા જ. અમને અમરી ઉપર ભરોસો હતો કે અમે આ કામ ચપટી વગાડતાં જ કરી નાખીશું. પરંતુ એ અમારી બેવકૂફી હતી. હિંમત અને બેવકૂફીમાં ઝાઝું અંતર નહોતું. અને અત્યારે અમે ભૂલી ગયા હતા. કે બરફીલા પહાડો ઉપર ચઢવા માટે તમારી સાથે એનો જાણકાર માણસ તો હોવો જ જાઈએ. કારણ કે અહીં તમારે આગળ જવાનો અનેત્યાથી પાછા ફરવાનો રસ્તો યાદ રાખવો પડે છે. અને એ કામ ફક્ત અનુભવી વ્યક્તિ જ કરી કે છે. તેઓ પોતે જાયેલી ભૂ સપાટી અને આકાશના વર્ણન સતત નોંધતા રહી અને તેના આધારે જ વળતો પ્રવાસ આરંભતા હોય છે. અણારી સાથે એવું કોઈ નહોતું. અને અમે મુરખાઓની જેમ આગળ વધ્યે જતા હતા. કેલા ગામથી અમે ઉત્તરમાં લગભગ દસેક કીમી જેટલું અંતર કાપી નાંખ્યું હતું. અનેઅહીંથી આગળનો તમામ પ્રદેશ બરફાચ્છાદિત હતો. અમે જેમ જેમ આગળ વધતા જતા હતા તેમ હવામાં ઓક્સિજનની માત્રા ઘટતી જતી હતી. અને તેના કારણે અમને શ્વાસ લેવામાં તકલીફ પડવી ચાલુ થઈ ગઈહતી. હું ૧૮૦ મારી જિંદગીમાં ક્યારેય આટલું સતત એકધારું ચાલ્યો નહોતો. અને આજે બીજા દિવસ હતો કે હું સતત ચાલી રહ્યો તો. મારા શરીરે તો ગઈકાલથી જ બળવો પોકારવાનું ચાલું કરી દીધું હતું. કારણ કે મારા પગમાં છાલા પડી જવાથઈ મને જબરજસ્ત બળતરા થઈ રહી હતી. અનેપગની નસો ફાટ ફાટ થવા લાગી હતી. ગઈકાલે રાત્રે જે થોડો આરામ મળ્યો હતો એના હિસાબે આજે અમે ફરીપાછા આગળ વધવા સક્ષમ બન્યા હતા. નહિતર ગઈકાલે રાત્રે જ અમારા શરીરે જવાબ આપી દીધો હોત. ગામમાં અમને દેશી સારવાર મળી ગઈ હતી. જેના કારણે અમને ઘણી રાહત મળી હતી.

અમારામાંથી સૌથી ખરાબ હાલત પૂજાની અનેટીનાની હતી. એ બંને છોકરીઓની કોમળ ચામડી ઠંડીની ક્રૂર થપાતો ખાઇ ખાઈને ફાટવા લાગી હતી. હાથપગના આંગળાઓ ઠંડીના કારણે થીજી જતા હોય એવું લાગતું હતું. અને વારે વારે એ બંને અટકી પડતી હતી એટલે અમારે પણ એના માટે રોકાઈ જવું પડતું. સૂરજ એની પૂરી તાકાતથી એનો પ્રકાશ બર્ફીલી ચાદર પર ફેંકી રહ્યો હતો. જેના કારણે અમારી ચારેતરફ તેજપૂંજનો ઉજાસ ઝળહળી રહ્યો હતો. ઠંડાગાર પવનના સુસવાટા વચ્ચે ગોગલ્સમાંય આ પ્રકાશથી અંજાઈ જતી આંખો આગળ હાથનુ નેજવું કરીને મેં ચારેતરફ નજર ફેરવી અમે હવે ખરેખરી મુસીબતમાં ફસાયા હતા. મારી નજર સામે હતું. ચારેતરફ ફેલાયેલું બરફનું આડબીડ રેગીસ્તાન, જ્યાં નજર કરીએ ત્યાં એકલો બરફ જ બરફ છવાયેલો હતો. શૂન્યથી નીચે ઊતરી ચૂકેલી જીવલેણ ઠંડી અને એઠંડીમાં હાડકા સોંસરવી નીકળી જતી સુસવાટા મારતા પવનની ઠંડીગાર ક્રૂરતા ચૂડેલના વાંસા જેવી સપાટ બરફની ચાદર પર ચાલી ચાલીને અમારા પગમાં હિમડંખ થવા લાગ્યા હતા. અમારા બધામાં સૌથી સારી હાલત થેંબાની હતી. એ આગળ આગળ ચાલ્યો જતો હતો. થેંબો જ આ વાતાવરણમાં નાનેથી મોટો થયો હતો. અને અહીંજ ઉછર્યો હતો એટલે એને અમારા જેટલી અસર થઈ નહોતી. જગદીશ કંઈ બોલ્યા વગર ચૂપચાપ માપી માપીને ડગલાં ભરી રહ્યો હતો. પરંતુ એનો ચહેરો કહી રહ્યો હતો કે એ બહુ ઊંડા વિચારોમાં ગરકાવ હતો. જ્યારે ટીના આજે પહેલીવાર હસતી બંધ થઠઈઠ હતી. અને એના ચહેરા પર તિરાડો પજડી ચૂકી હતી. અમે ચારેય ચાલતા નહોતા પરંતુ મહા પ્રયત્ને આગળ વધી ૧૮૧ રહ્યા હતા. અમારાપગ બરફની પોચી પોચી ચાદરમાં લગભગ અડધે સુધી ખૂંપી જતા હતા અને મહામહેનતે એક પછી એક ડગલું આગળ ભરી રહ્યા હતા. આ આખો પર્વત અમારે આળી મુસીબતોનો સામનો કરતા જ પસાર કવારનો હતો. અને અમે જા આ જ ગતિથી આગળ વધતા રહીશું તો અમારે કમસેકમ દસ દિવસ તો લાગી જવાના હતા. માણસો શહેરી વાતાવરણથી તંગ થઈને પ્રકૃતિની ગોદમાં રહેવા ઇચ્છતો હોય છે જ્યારે અમારી કહાણી અત્યારે સાવ ઉલટી થઈ રહી હતી. અમે આ સ્વર્ગીય ધરતી પર બરફાચ્છાદિત પહાડોની સાનિધ્યમાં સંપૂર્ણ રૂપે કુદરતની ગોદમાં વીચરી રહ્યા હતા. છતાં અમે અહીંથી ભાગી જવા માંગતા હતા. અમને એક જ આશા આગળ વધારી રહી હતી કે આ પર્વત પૂરો થાય એની પેલે પાર આટલી હાડમારી નહોતી. અહીં ફક્ત આ પર્વત ઉપર જ બરફ પથરાયેલો હતો. અને ત્યારબાદ ફરી પાછી પથરાળ ભૂમિ આવતી હતી. અમે તો બસ.. આગળ વધ્યે જતા હતા.

***

સાલાઓ, સાવ ઠુસલા છે ઠુસલા. બોસ, તમે હુકમ કરો તો આ બધાને ઊંચકીને આપમએ સાથે લઈને ચાલીએ જા આવી જ રીતે આપણે આગળ વધતા રહ્યા તો કદાચ આ જન્મે તો આપણે એ જગ્યાએ પહોંચી રહ્યા.’ જગતાપથી સહન ન થતા એ સુરિન્દરને કહી રહ્યો હતો. એ મનોમન ધૂંધવાઈ ઉઠ્યો હતો. તકલીફ તો એને પણ થઈ રહી હતી. છતાં એ હવે કોઈની રાહ જાવા તૈયાર નહોતો. જગતાપની વાત સાંભળીને સુરીન્દરે પોતાની આંખો પરથી દૂરબીન હટાવ્યુ. એ દૂરબીનમાં અમીત અને એની હિલચાલને જ નિહાળી રહ્યો હતો.

જગતાપ સાચું જ કહેતો હતો કારણ કે એ લોકો સાવ મુડદાલની માફક આગળ વધી રહ્યા હતા. જગતાપ શાંતિ રાખ, આ લોકો જ આપણને આપણી મંઝીલે પહોંચાડશે. જે કામ આપણે નથી કરી શક્યા એકામ આ લોકો બખૂબીથી કરી રહ્યા છે અને આમ પણ છેલ્લે સરવાળે બધું આપણા હાથમાં જ આવવાનું છે. માટે ખોટી ઉતાવળ કરી બાજી બગાડવાન ૧૮૨ કોઈ મતલબ નથી. એક ભૂલ આની પહેલા મેં કરી હતી. પેલા અમોમુખીને મારીને. હવે કોઈ જ ભૂલ થાય એવું હું ઇચ્છતો નથી. માટે ખેલ જાયે રાખ. એ છોકરો હોંશિયાર છે અને સાથે નસીબનો બળિયો પણ.. બખૂબીથી આગળ વધી રહ્યો છે. અન એ જરૂર મંજિલે પહોંચશે જ. ક્યારેક ધીરજ રાખવામાં પણ શાણપણ સમાયેલું હોય છે. ખોટી ઉતાવળથી કામ બગડી પણ શકે છે. પેલો નકશો એ લોકોએ જ શોધ્યો છે અને હવે એ નકશાનો ખજાનો પણ એ જ શોધીને આપણને પ્રસાદીના થાળની જેમ સામેથી ધરવા આવશે. એની મને ખાતરી છે. સુરીન્દરની વાત સાંભળી જગતાપ ઠંડો પડીગયો.

સુરીન્દર નહોતો ઇચ્છતો કે જગતાપની ખોટી ઉતાવલના કારણએ આખી બની બનાવેલી બાજી બગડી જાય. આની પહેલા એક નાનકડી અમથી ભૂલના કારણે છ સાત મહિના રાહ જાવી પડી હતી. એટલે આ સમયે તે ખૂબ જ સાવધાનીપૂર્વક વિચારીને આગળ વધવા માંગતો હતો. અચાનક સુરિન્દરને આજથી છ સાત મહિના પહેલાની અણોમુખીવાળી ઘટના યાદ આવી ગઈ...

એસમયે સુરિન્દરને લાચૂંગમાં પોતાની ફેક્ટરીમાં આવ્યો હતો. ફેક્ટરી તો વર્ષ દિવસ અગાઉ બંધ કરી નાંખી હતી. પરંતુ એનો હજી થોડો વહિવટ બાકી હતો. એટલે એ માટે તે લાચૂંગ આવ્યો હતો. એની ફેકટરીમાં કામ કરતા માણસોને કોઈક જૂનો લોચો પતાવવાનો હતો. એટલે એણે અમોમુખીને વચ્ચે રાખીને વહીવટ પતાવ્યો હતો. આમ તો એની અને અમોમુખીની ઘણઆ વર્ષોથી મિત્રતા હતી. એટલે એ ફેક્ટરી બંધ થવાથી મુખીને ઘણું જ દુઃખ થયું હતું. સુરીન્દરે મુખીને ફેક્ટરી બંધ કરવાનુંં એવું કારણ જણાવ્યું હતુંકે અહીં જે દવા બનતી હતી એની ડિમાન્ડ માર્કેટમાં ઘટી ગઈ છે. એટલે હવે દવા બનાવવી પોષાય તેમ નહોતી. પરંતુ ખરેખર સાચું કારણ તો એ હતુંક સુરીન્દર આયુર્વેદિક દવાના નામે બીજા જ પ્રકારની ભેળસેળવાળી દવા બનાવીને બજારમાં વેચતો હતો. એટલે સરકારે આ દવા પર નિયંત્રણ મુકી દીધા હતા. એટલે હવે ના છૂટકે તેને આ ફેક્ટરી બંધ કરી દેવી પડી હતી. અમોમુખીને સુરીન્દરની વાત ઉપર વિશ્વાસ આવી ગયો એ સમયે અમોમુખી ઘણો વિચાર કરીને એક વાત સુરીન્દરને જણાવી હતી. મિત્રતાના ભાવે એ વાત એણે કરી હતી જે સાંભળીને સુરીન્દરની આંખોમાં ૧૮૩ એક અજીબસી ચમક પેદા થઈ ગઈ હતી. સાચું તો એહતું કે મુખીને ખબર જ નહોતી કે સુરીન્દર કેવા પ્રકારનો માણસ છે એટલે એણે સુરિન્દર પર આંધળો વિશ્વાસ મૂકીને એ વાત એને કહી નાંખી. અમોમુખીના મોંઢે સાંભળેલી આખી વાત કંઈક આ પ્રકારે હતી..

એ સમયે અમોમુખી હજી જુવાનીના ઉંબરે દસ્તક તઈ રહ્યો હતો. અન એનું જુવાન ગરમ લોહી કંઈક અનોખું અનેઅલગ જ પ્રકારનું કામ કરવા થનગની રહ્યું હતું. એવામાં એક દિવસે એનો ભેટો ચાર રાજસ્થાની માણસો સાથે થઈ ગયો. એક તો એ કંઈક નોંખું કરવાની ઈચ્છાવાલ વ્યક્તિ હતો અને એમાં આ ચાર વ્યક્તિઓએ એને એવી લાલચ આપીને ફસાવ્યો કે એ એમની સાથે જવા રાજી થઈ ગયો. એણે ફક્ત એ લોકોને પહાડોના રસ્તેથી લઈ જઈને ભારતની બોર્ડર ક્રોસ કરાવી દેવાની હતી. અને એના બદલામાં એ લોકો અમોને રાણીસિક્કા આપવા બંધાયા હતા. અમો એ લોકોને ઉત્તર પૂર્વના રસ્તેથી તિબ્બત સુધી લઈ જવા રાજી થયો હતો. અન આમ એ પાંચ આગળ વધ્યા હતા. એ સમયે એના બાપ દાદાઓ પાસેથી પાંગુસ સરોવર અને એની ભયાનકતા વિશે જરા તરા વાતો સાંભળી હતી. પરંતુ એ આવી બધી બાબતોમાં વિશ્વાસ નહોતો કરતો એટલે અમો પેલા લોકોને લઈને પાંગુસ સરોવરવાળા રસ્તેથી જ આગળ વધવા માંગતો હતો. અમો જવાન હતા. હણહણતા ઘોડા જેવો જવાન અને વેગીલો. એનું લોહી ઉછાળા મારતું હતું. અને એ જાશમાંજ એ એક ભયંકર ભૂલ કરી બેઠો હતો. પાંગુસ સરોવરના રસ્તે જવાની આ ભૂલ એણે કરવા જેવી નહોતી છતાં એણે કરી, અને એનું પરિણામ જે આવ્યું તે ખરેખર રૂંવાડા ઊભા કરી દે એવું અને મહા ભયાનક હતું. આમ જાવા જાઓ તો અમોએ જાણી જાઈને એ ભૂલ કરી હતી. અમોએ મનમાં એવું વિચાર્યું કે આજ અવસર હતો કે ગામલોકો આગળ પોટાનો વટ પાડી શકે. એ ગામલોકોને કહી શકે કે એ પેલી મોતના મુખવાળી જગ્યાએથી જીવતો પાછો આવ્યો છે. અનેતમે લોકો જે સમજા છો એ વાયકા સાવ ખોટી છે. અમો ગામમાં પોતાનો પ્રભાવ વધારવા માંગતા હતા. અને એટલે જ જાણી જાઈને એણે પાંગૂસ સરોવર વાળો રસ્તો પસંદ કર્યો હતો. એ સમયે અમો ભાન ભૂલ્યા અને કુદરત સામે એણે બાથ ભીડી ૧૮૪ હતી. જે એના માટે એક દુઃસ્વપ્ન સાબિત થયું હતું. અને સાચેજ... થયું પણ એવું જ કે જે જાઈને અણે આખેઆખા અંદરથી જ ખળભળી ઊઠ્યો. એનો રૂવે રૂંવે કાંપી ઉઠ્યો અને એનું લોહી સુકાઈને જામી ગયું હતું. એ દિવસ અમોને જિંદગીભર યાદ રહી જાય એવો વિત્યો હતો.

પેલા ચારેય રાજસ્થાની વ્યક્તિઓના ખભે મોટામોટા થેલા ભરાવેલા હતા. જેમાં ઘણો વજનદાર સામાન હતો. એ શું સામાન છે એની તો અમોનેય ખબર નહોતી. પરંતુ જ્યારે એ લોકો થેલા ઊંચકી ઊંચકીને થાક્યા ત્યારે એમાંથી બે વ્યક્તિઓએ પોતાના થેલા અમોના ખભે ચડાવ્યા. ત્યારે અમોને ખ્યાલ આવ્યો હતો કે એ થેલામાં ધાતુની કોઈક ખૂબ જ વજનદાર વસ્તુઓ ભરી હતી. અમોને એ સમયે એ પણ ખ્યાલ નહોતો કે આ લોકો ખુરશીદ નામની વ્યક્તિનું લાચૂંગમાં ખૂન કરીને આયા છે અને હવે એ અહીંથી ભાગવાની પેરવીમાં હતા. એ વાતની જાણ તો અમોને ઘણા સમય બાદ થઈ હતી. ધીરે ધીરે કરતા એ લોકો પાંગૂસ સરોવરની હદમાં પ્રવેશી ચૂક્યા હતા. આ એક એવો વિસ્તાર ચાલુ થયો હતો કે જ્યાં બધું સૂકું ભઠ અને વેરાન વગડા જેવું વાતાવરણ હતું. બરફાચ્છાદિત પર્વતોની જગ્યાએ હવે આગળ બધું વેરાન પથરાળ ભૂમિની શરૂઆત થઈ ચૂકી હતી. સાત જન્મેય ત્યાં જવાની કોઈ હિંમત ન કરે એવા બિહામણા સ્મશાનમાં એ લોકો પહોંચી ચૂક્યા હતા. આગળ વધતા બધાને બીક લાગવા માંડી હતી. કારણ કે ચારેબાજુથી ધીમે ધીમે ક્યારેય ન સાંભળ્યા હોય એવા ભયાનક અનેહૃદયને બેસાડી દે એવી ચીસો પોકારા સંભળાવા લાગ્યા હતા.

દૂરથી દેખાતું પાંગૂસ સરોવરનું પાણી એકદમ લાલચટ્ટક બનીને ઉછાળા મારી રહ્યું હોય એવું જણાતું હતું. જાણે કે એ પાણી ન હોય અને એક રાતા લોહીનું સરોવર હોય. અમો અને એની સાથે હતા એ લોકો ભયભીત થઈ ઊઠ્યા. અને પાછા ભાગવાની કોશિશ કરી જાઈ પરંતુ તેઓ પાછા ન ફરી શક્યા. એમની ચારે તરફનું વાતાવરણ એકસરખું બની ગયું હતું. અને એ લોકો દિશાશૂન્ય બની આ વિસ્તારની ભયાનક પકડમાં સપડાઈ ચૂક્યા હતા. અચાનક એ લોકો કેવી રીતે આ જગ્યામાં પહોંચી ગયા એ તો એમને પણ સમજ નહોતી પડતી. ૧૮૫ અને ત્યાંથી ભાગવાની જે પણ કોશિશ કરી એ તમામ વ્યર્થ સાબિત થઈ અન જે બનવાનું હતું એ બનીને જ રહ્યું પેલા બે માણસો કે જેના મોઢામાંથી અચાનક ચીસો નીકળવા લાગી હતી. અચાનક એ લોકો બૂમો પાડવા લાગ્યા અ પાછળ ચાલતા બીજા બે વ્યક્તિઓ સમજી ન શક્યા. એટલે એણે ખભે ભરાવેલા થેલાને ત્યાં જ ઉતારીને એ ચીસો પાડી રહેલા એના સાથીદારો તરફ દોડ્યા. પરંતુ એ લોકો ત્યાં પહોંચે એ પહેલા તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું. દોડીને આવેલા એ લોકોએ જે જાયું એના કારણે એમનું હૃ-દય ઉછળીને મોઢામાં આળી ગયું. અને આંખો રીતસરની ફાટીને બહાર નીકળી ગઈ. એમના ચહેરા ભયાનક દહશતના કારણે પીળા પડી ગયા અને જાણે કે કોઈએ જબરજસ્તીથી એમને પકડીને જમીનમાં ખોડી દીધા હોય એમ એ ખીલો થઈને ઊભા રહી ગયા. એ એમની નજરે જાઈરહ્યા હતા કે એના જે બે સાથીદારો આગળ હતા અને અત્યારે ભયાનક ચીસો પાડી રહ્યા હતા. એમના અડધા ઉપરના શરીર રીતસર હવામાં ઓગળી રહ્યા હતા. અને એ લોકોને જાણે કે કોઈ એસિડ નાંખીને શરીરનો એકબાજુનો ભાગ બાળી રહ્યો હોય એવી ભયાનક પીડા એ બંનેના ચહેરા ઉપર ઉપસી આવી હતી.

અને ધીરે ધીરે એ લોકો વધુને વધુ ઓગળતા ચાલ્યા. એક બાજુનો ભાગ તો સંપૂર્ણપણે ઓગળી ચૂક્યો હતો. પરંતુ બીજી તરફ એ બંને માણસો હાથ લંબાવીને એના બીજા બંને સાથીદારોને પોતાને બચાવી લેવા રીતસરના કાલાવાલા કરી રહ્યા હતા. એમની હૃદયદ્રાવક ચીસો સાંભળીને ભલભલાના ગાત્રો ઢીલા પડી જાય. એમની દર્દનાક ચીસો આ બિહામણા વાતાવરણને વધુ બિહામણું બનાવી રહી હતી. અને એ ચીસો સાંભળને એના બીજા બંને સાથીઓએ એમના હાથ પકડીને એમની તરફ ખેંચવા લાગ્યા. ભયંકર અંધાધૂંધી સર્જાઈ હતી અને પેલા બંને માણસો એના સાથીઓને બચાવવાના મરણતોલ કોશિશ કરી રહ્યા હતા પરંતુ એમની તમામ કોશિશ નાકામિયાબ નિવડી અને એ લોકો પણ એમાં સ્વાહા થઈ ગયા. એ પેલા બંનેને ખેંચી રહ્યા હતા કે અચાનક એક જારદાર ઝટકો લાગ્યો ને એ ચારેય પળવારમાં ગાયબ થઈ ગયા. એમ જ ઊભા ઊભા એ લોકો હવામાં ઓગળી ગયા. અમો તો થરથર ધ્રુજતો ફાટી આંખે આ બધું જાઈ રહ્યો હતો એને અહીંથી ભાગવાનું પણ હોશ નહોતા રહ્યા. શુ થયું કેમ થયું અને એ લોકો ક્યાં ૧૮૬ ગયા એ કાંઈ જ સમજ એને ન પડી. આ બધું અમોએ એની નજરોનજર જાયું હતું. એ ક્યારનો પેલા ચારેય થેલાઓ ઊંચકીને થર થર ધ્રુજતા પગે મોતનું તાંડવ નિહાળી રહ્યો હતો. એક જારદાર અવાજ થયો અને પેલા ચારેય લોકો હવામાં ગરકાવ થઈ ગયા. ત્યારે એને ભાન થયું કે એ મોતના મુખમાં ઊભો છે એટલે એ પાછળ ફરીને મૂઠીઓ વાળીને ભાગ્યો હતો. કાંઈ પણ વિચારવાનું, સમજવાનં નહોતું, બસ ભાગવાનું હતું. અને એ ભાગ્યો હતો. આંધળાની જેમ ભાગ્યો હતો. મોતથી બચવા એપાછળ ફરીને ભાગ્યો હતો. અન એની પાછળ ભૂતાવળ દોડી રહી હોય એવા અવાજા એનો પીછો કરતા હતા અને એનાથી બચવા એ બમણા વેગથી દોડતો હતો.

કેટલાયે લાંબા સમય સુધી એ સતત ભાગતો રહ્યો આખરે શરીરની તમામ શક્તિઓ નીચોવાઈ ગઈ એટલે પોતાની હોંશ ગુમાવીને ધડામ કરતો એક જગ્યાએ ઢેર થઈ ગયો. અમો બેહોશ થઈ ગયો હતો. પરંતુ એના ભાગ્યે એને સા આપ્યો હતો. નસીબ પાધરું હતું એનું એટલે એ જીવતો નીકળી આવ્યો હતો. એ ભૂખી જગ્યામાંથી એને પોતાને પણ ખ્યાલ ન રહ્યો કે કેટલો સમય એ બેહોશ રહ્યો હતો. બેહોશીની ગર્તા તૂટતાં ઘણો લાંબો સમય નીકળી ગયો. એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એ કોઈ પહાડની ટોચે પહોંચી ચૂક્યો હતો. અમોએ ઊભા થઈને પોતાની આસપાસ નજર નાંખી ત્યારે સમજ પડી કે એના પગ દોડતી વખતે કેમ ભારે ભારે લાગત ાહતા. એ પોતાના ખભે ચાર થેલા ઊંચકીને લેતો આવ્યો હતો. એ જ ચાર થેલા કે જે પેલા લોકો પાસે હતા. અમોને પોતાને પણ ભાન ન રહ્યું કે એણે ક્યારે પેલા થેલા એના ખભે ભરાવી દીધા હતા અને એ ટિંગાતા થેલા સાથે જ કેમ ભાગી રહ્યો હતો? એ પોતાના મોતને હાથતાળી આપીને આવ્યો હતો. પરંતુ હજી પણ એના મનમાંથી ડર ઓછો થતો નહોતો. આવું ભયાનક દૃશ્ય એણે ક્યારેય જાવાનું નહોતું. અરે જાવાની વાત તો દૂર રહી. સ્વપ્નમાંય એણે ક્યારેય આવી કલ્પના નહોતી કરી. હવે તો અમોને એ થેલાય મનહુસ લાગવા માંડયા હતા. એટલે એ જેમ બને તેમ એનાથી છુટવા માંગતો હતો. એ થેલાને ત્યાંજ ફેંકી દેવા માંગતો હતો. પરંતુ એ પલહેલા એની અંદર શું છે એ જાઈ લેવાની ઈચ્છા થઈ.

એ ચાર થેલામાંથી એક થેલાની ઝીપ એણે ખોલી. થેલાનું મોઢું ખુલ્લું કર્યું અને ૧૮૭ અંદર નજર નાંખી. કોઈ ક લીસી ચળકતી વસ્તુનો ગઠ્ઠો એના ધ્યાનમાં આવ્યો એટલે એણે બેહાથ થેલામાં નાંખી એ વસ્તુને બહાર કાઢી એ વસ્તુને જાતાં જ એની નજરો ચમકી ઊઠી. એ મૂર્તિ હતી. શુદ્ધ ચળકતા સોનાની ભગવાન શિવની મૂર્તિ હતી. લગભગ દોઢેક ફૂટ ઊંચી અને એકાદ ફૂટની લંબાઈ ધરાવતી એ સોનાની મૂર્તિ હતી. એણે ફટાફટ બધા થેલાઓ ખોલી નાંખ્યા. અન અંદરની વસ્તુઓ જાઈને અવાચક બની ગયો. અમોને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો થતો કે આજે જાઈ રહ્યો છે એ સાચું છે કે સ્વપ્ન. એની નજરોની સામે ચાર એકસરખી કલાત્મક શુદ્ધ સોનામાંથી બનેલી ભગવાન શિવની મૂર્તિઓ હતી. હવે એને આખી વાત સમજમાં આવતી જતી હતી કે પેલા ચાર માણસો આ ભગવાન શિવની મૂર્તિઓ ક્યાંકથી ચોરીને લાવ્યા હતા. અન એટલે જ ભગવાને કોપાયમાન થતા એ લોકોને એની કરણીનું ફળ મળી ગયું. જ્યારે આ ચોરીમાં એનો કોઈ હાથ નહોતો એટલે એ બચી ગયો હતો. અમોએ ફરી પાછી એ મૂર્તિઓ થેલામાં ગોઠવવા એક થેલો જેવો ઊંચો કર્યો કે એકઝળહળતો હીરો એના પગ પાસે પડ્યો. અવાક બનીને એ આ બધું જાઈ રહ્યો હતો. એના મગજમાં હજુ પણ પેલા ચાર માણસોની દર્દનાક ચિસો સંભળાઈ રહી હતી. અમોને મનમાં એવો વહેમ બેસી ગયો કે આ બધું ભગવાન શિવના શાપને કારણે જ થયું છે અને જા એ પોતે આ થેલાને લઈ જશે તો એના પણ એવા જ હાલ થાશે. એટલે અમોએ એ બધા થેલા એ પહાડમાં એક ગુફા જેવી જગ્યામાં અંદર સુધી મુકી આવ્યો. અન એની નિશાનીરૂપે એક નકશો બનાવી નાંખ્યો. અને પેલો હીરો પણ પોતાની પાસે રાખ્યો એ પછી સાવ સહજ રીતે જ અમો ગામમાંપાછો ફર્યો હતો.

આ આખી ઘટના એણે ઘણાં વર્ષો બાદ સુરીન્દર પાસે ઉખેળી હતી. હવે તો અમો ગામનો મુખી પણ બની ગયો હતો. અને ઘરડો પણ. એટલે હવે આ વાત એ કોઈને કહી દેવા માંગતો હતો. કે જેથી મરી જાય તો પણ કોઈને તો ખ્યાલ રહે. અમોમુખીની વાત સાંભળી સુરીન્દરની દાનત બગડી હતી એણે એટલું તો અનુમાન લગાવી લીધું હતું કે એ થેલાઓમાં અબજારૂપિયાનો માલ તો હતો જ. સુરીન્દરે અમોમુખી સાથે સોદાબાજી કરવાની કોશિશ કરી જાઈ. જા મુખી એને નકશો આપી દે તો જે માલ ૧૮૮ મળશે એમાંથી મુખીને અડધો ભાગ આપશે પરંતુ સામા પક્ષે અમોમુખી એ માટે બિલકુલ રાજી નહતો. કારણક ે એને તો ભગવાનના શ્રાપની બીક લાગતી હતી. એ એવું દૃઢપણે માની રહ્યો હતો કે જા એ ખજાનો અહી ંઆવશે અથવા તો એને કોઈ હાથ પણ લગાવશે તો એનું ધનોતપનોત નીકળી જશે. અને પોતાના ગામમાં પણ આફત ઉતરી આવશે. એટલે એણે સુરીન્દરને એ નકશો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

પછી તો અમોમુખી ઘણો પસ્તાયો હતો કે એણે આ વાત સુરીન્દરને નહોતી કરવા જેવી. પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. સુરીન્દરે પોતાની રીતે બે ત્રણ વખત એ આખો ઇલાકો ખોળી નાંખ્યો હતો. પરંતુ એને ન તો અમોમુખીએ કહ્યો હતો એ પહાડ મળ્યો કે ન મળ્યો એ ખજાનો. છેલ્લા દાવ તરીકે એણે મુખી ઉપર દબાણ વધાર્યું. અને એને ડરાવવા પોતાના બંદૂકધારી માણસોને મુખીની પાછળ દોડાવ્યા. પરિણામ સાવ ઊલટું આવ્યું. એના માણસોએ ભૂલથી ગુસ્સામાં અમોમુખીને ગોળીએ દીધો. એ મરતા તો મરી ગયો હતો પરંતુ એના માણસોને મુખીનું ખૂન કરતાં બે વ્યક્તિઓ જાઈ ગઈ હતી જે ભવિષ્ય માટે ખતરનાક હતું એટલે સુરિન્દરે એમાંથી જે એક સ્થાનિક માણસ હતો અને ગંગટોકમા ંજ રહેતો હતો. એને ધમકાવીને ચૂપ કરી દીધો હતો. જ્યારે બીજી તરફ પેલા છોકરડાની સોપારી એણે જગતાપને આપી દીધી. જગતાપ એ સમયે સુરતમાં જ હતો એટલે એ કામ એણે જાતે જ કર્યું અને એમાં એચૂકી ગયો. એ છોકરાના નસીબ સારા હતા કે એ જગતાપની ભૂલના કારણે બચી ગયો હતો.

સુરીન્દર તમામ વાતો વાગોળી રહ્યો હતો. એનાથી ઘણી ભૂલો થઈ હતી અને હવે એ એવી કોઈ ભૂલો દોહરાવવા માંગતો નહતો. એને વિશ્વાસ હતો કે આ છોકરડાઓ જ એને પેલા ખજાના સુધી પહોંચાડશે. એટલે પોતાના દિમાગને ઠંડુ રાખી એ જગતાપને પણ શાંત પાડી રહ્યો હતો. એના મનમાં બીજી પણ એક દાઝ હતી કે એ વખતે જા આ ખજાનો હાથમાં આવી જાય પછી એ એના આકાઓની પણ બોલતી બંધ કરવા માંગતો હતો.

દરેક વ્યક્તિ પોતપોતાના પ્લાન મુજબ આગળ વધી રહી હતી. અને કુદરતે પણ દરેક માટે એક પ્લાન ઘડી રાખ્યો હતો.

સતત ત્રણ દિવસની એકધારી સફરે અમાર મનોબળના ભુક્કા બોલાવી દીધા હતા. ત્રણ દિવસનો સમય મારા માટે ત્રણ સદીઓ કરતાં પણ લાંબો થઈ ગયો હતો. જ્યાં બે ઘડી ઊભા રહેવું એ પણ સાત જન્મોની કારાવાસ જેવું લાગે એવા ભયાનક કાતિલ વાતાવરણમાં સતત ત્રણ દિવસથી અમે ચાલી રહ્યા હતા. કાતિલ ઠંડા પવનોની થપાટો ખાઈ ખાઈને અમાર ચહેરા માદરપાટ જેવા રૂક્ષ બની ગયા હતા. ભીંત ઉપરથી ચૂનો ખરે એમ અમારા ચહેરાની ચામડી ખરતી હતી. પૂજાના મુલાયમ કોમળ હોઠ ઉપર તો જાણે કુદરતે કાળો કોપ વર્તાવ્યો હોય એમ એ એકદમ સફેદ કાગળ જેવા થઈને ફાટી ગયા હતા. અને એમાં પડી ગયેલા કાપામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અમારા મનોબળની ક્રૂર કસોટી થઈ રહી હતી. ઉપર આકાશમાંથી નીચે ધરતી પર ઝીંકાતા સૂર્યકિરણો બરફની ચાદર ઉપર પટકાઈ સીધા જ અમારી આંખોમાં શૂળની જેમ ભોંકાતા હતા. જેના કારણે ઘણીવાર તો આંખો અંજાઈને જવાથી અમારી દૃષ્ટિ એનું સાતત્ય ગુમાવી દેતી હતી. હિમડંખનો એકધારો ઝેરીલો માર ખાઈને અમારા પગની આંગળીઓ ખોટી પડવા લાગી હતી. અમે વારે વારે ઠંડીથી ઠૂંઠવાતા અમારા શરીરને ખેંચીને તંગ કરતા દૃઢ મનોબળ એકઠું કરીને આગળ વધતા હતા, બસ હમણાં બરફનું રેગિસ્તાન પૂરું થઈ જાશે અને ફરી પાછી સમથળ સપાટી આવશે. એવી ચિરંજીવી અમર આશાએ અમારો સાથ છેક છેલ્લે સુધી છોડ્યો નહોતો. અમારું એક એક પગલું અમારા અસ્તિત્વની કસોટી કરી રહ્યું હતું. અમે પાંચ વ્યક્તિ આ કાળઝાળ વાતાવરણને માત કરવાની કોશિશ કરી રહ્યા હતા. સૌથી વધારે ભયાનક અસર અમારા ચહેરા અને પગ ઉપર વર્તાતી હતી. અમારા ચહેરા ઉપરતો અહીંના ઠંડા પવનોએ રીતસરનો જુલમ જ વર્તાવ્યો હતો. હાથના ટેરવા જા ભૂલે ચૂકેય અમારા ચહેરાનો સ્પર્શી લેતા ત્યારે એક ભયાનક પીડા ઊપડતી હતી. અને એવું લાગતું કે જાણે હમણાં અમારા ચહેરાની બધી ચામડીઓ એકસાથે નીકળીને અમારા હાથમાં આવી જશે. પરંતુ એક વાત તો ખાસ હતી અમારા બધામાં અને એ હતી અમારી હિંમત.... આટઆટલી હાલાકી અને હાડમારી વચ્ચેય અમારા હામ સાબુત હતી. ધ્રુજતા હાથે એલ્યુમિનિયમની ટેકણ લાકડીના સહારે અમે આગળ વધતા હતા અને... ત્રણ દિવસની એ યાતનાદાયક ૧૯૦ નર્કાગારની અમારી સફર પૂરી થઈ. ધીરે ધીરે એ બર્ફિલો વિસ્તાર હવે સપાટ મેદાનમાં તબદીલ થવા માંડ્યો હતો. અમે અમારી રાહમાં પથરાયેલું એ બરફનું અડાબીડ જંગલ વીંધીને પથરાળ ભૂમિ ઉપર ડગ માંડી રહ્યા હતા. અહીંથી આખો સીનારીયો જ બદલાવા લાગ્યો હતો. અમ ેઅચાકન જાણે મરુભૂમિ ઉપરથી સુંદરવનમાં આવી પહોંચ્યા હોઈએ એવી અનુભૂતિ થવા લાગી. કુદરતના એ અદભૂત બદલાવમાં અમારી તમામ મુશ્કેલીઓ, દુઃખ, દર્દ અને શારીરિક તકલીફો જાણે કે હવા થઈને ઊડી ગઈ હતી. હું દોડીને એક મોટી શિલા પર ચડી ગયો. અને આજુબાજુના આ અદભૂત નજારાને પૂરી તન્મયતાથી જાવા લાગ્યો. હજુ હમણાં થોડા કલાકો પહેલા લાગતું હતું કે આ બરફના દોખઝમાં ચાલવા કરતા તો મૃત્યુ સારું. જ્યારે અત્યારે પરિસ્થિતિ એનાથી બિલકુલ વિપરીત સર્જાઈ હતી. અત્યારે અમે દેવભૂમિ પર આવી પહોંચ્યા હતા. જ્યાં ચારેતરફ ખૂબસૂરત કુરતી સુંદરતા વેરાયેલી, પથરાયેલી, છવાયેલી હતી. મારી નજરોની સામે એક મોટો પર્વત હતો જે શિલા ઉપર હું ઊભો હતો એનાથી બિલકુલ નજીક હતો. મારી બાજુએ એ પર્વત એકદમ સીધો સપાટ અને ઘણો ઊંચો દેખાઈ રહ્યો હતો. એ પર્વતનો અડધો ભાગ હતો જેની ટોચેથી ખળખળ વહેતું પાણી નીચે એ જ પાણીના બનેલા નાનકડા અમથા સરોવર જેવા તળાવમાં પડી રહ્યું હતું અને એ તળાવની આસપાસ લીલોતરી ઉગી નીકળી હતી. એ જગ્યા ખરેખર અદભૂત હતી. રણમાં જાણે નાની અમથી વિરડી ફૂટી નીકળી હોય અને એની આસપાસ લીલોતરી ઊગીને એક નાનકડું અમથું જંગલ બન્યું હોય એવું કંઈક દૃશ્ય અહીં સર્જાયું હતું..

‘ધુબાક દઇને થેંબો એ નાનકડા સરોવરમાં ખાબક્યો હતો. એના ચહેરા પર અવર્ણનીય આનંદ છવાયો. આટલી જબરજસ્ત કાતિલ ઠંડીમાં પણ આ હિમ જેવા ઠંડા પાણીમાં ખાલી એક અંડરવેર ભેર નહાવા પડ્યો હતો. મને બીક લાગી કે કદાચ એને ન્યૂમોનિયા ન થઈ જાય.. પરંતુ એ અહીંન વતની હતો. એટલે એનું શરીર ઠંડા પાણીથી ટેવાઈ ગયું હતું. અહીં અમારુ બે કલાકનું ફરજિયાત રોકાણ હતું. કારણ કે હવે અમારા શરીર આરામ માંગી રહયા હતા. એના માટે આ એકદમ સારી જગ્યા હતી. પૂજા એક નાનકડા પથ્થર ઊપર બેસીને પગમાંથી બૂટ કાઢી એની નાજુક આંગળીઓને જાઈ રહી હતી. હું એની પાસે ૧૯૧ ગયો. એના મુલાયમ, નાજુક પગની આંગળીઓને ઠરીને લાકડા જેવી કડક થઈ ગઈ હતી. અને બે ત્રણ જગ્યાએ હિમડંખના કારણએ થયેલા ફોડલામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આમ તો આ ઝખમ આખા શરીરમાં થતા દુઃખાવા અને કળતર સામે રતિભાર પણ નહોતા. છતાં પગમાં ઝખમ થયા હતા અને હજુ અમારે ખબર નહીં. કેટલું ચાલવાનું હતું. એટલે એની સારવાર જરૂરી હતી. મે મારા થેલામાંથી ફર્સ્ટ એઈડ કીટ બહાર કાઢી અને પૂજાના મૂલાયમ પગ ઉપર પ્રાથમિક સારવાર કરવાની ચાલુ કરી. હું ચૂપચાપ એના પગ ઉપર મલમ લગાવી રહ્યો હતો. અને એ અનિમેષ દૃષ્ટિએ મને જાઈ રહી.. એ શું વિચારી રહી હતી એ હું જાણતો નહોતો. છતાં એક અંદાજ હતો કે એ મારા વિશે જ વિચારતી હશે. થોડીવાર બાદ હું ત્યાંથી ઊભો થઈને એક ઝાડના થડના ટેકે જઈને બેઠો. મારે આરામની ખાસ જરૂર હતી. કદાચ હું એની પાસેથી દૂર ગયો એ પૂજાને ગમ્યું નહોતું એટલે એ ઊભી થઈને મારી પાસે આવીને મારી બાજુમાં બેસી ગઈ.

‘તમે બહુ જ વિચારો છો. આપણે ઘણા સમયથી સાથે છીએ અને મેં એક વાત નોટિસ કરી કે તમે ક્યારેય દિલ ખોલીને વાત નથી કરતાં.. આવું કેમ...? પૂજા મારી તદ્દન અડોઅડ બેઠી હતી. અને એણે મારી નજરોમાં એની નજર એક કરતાં મને પૂછ્યુ હતું. મારી પાસે એના સવાલનો જવાબ નહોતો. હું કેમ વધુ વાત નહોતો કરતો એ તો મને પણ કદાચ ખ્યાલ નહોતો. કદાચ મારો સ્વભાવ જ થોડો રીઝર્વ પ્રકારનો હતો એટલે મને શાંત રહેવું વધારે પસંદ હતું.

એની તો મને પણ ખબર નથી. કદાચ મારો સ્વભાવ જ એવો છે એટલે જલદીથી હું કોઈની સાથે વાતોમાં જાડાઈ શકતો નથી.

હંમ્‌... તો એમ વાત છે.

હા... કદાચ એમ જ છે પરંતુ તું મને શા માટે પૂછે છે? તારો સ્વભાવ પણ મારા જેવો જ છે ને...? રીઝર્વ...?

ના...રે...ના... એ ખિલખિલાટ હસી પડી.

શું ના.. રે ના... તું પણ ક્યાં ઝાઝું બોલે છે..

છતાં હું રીઝર્વ નથ...

એ કેવી છે..? મને મજા આવી રહી હતી.

ચાલો... ઊભા થાવ, પછી કહું. એણે મારો હાથ પકડીને ખેંચીને મને ઊભો કર્યો. મને ખરેખર ખૂબ જ મજા આવી રહી હતી. ઘણા દિવસો બાદ એ ખુશમિજાજ જણાતી હતી. એ અહીં સુધી પહોંચવામાં જે મુશ્કેલીઓ પડી હતી એને પળવારમાં ભૂલી ગઈ હોય એવું મને લાગતું હતું. એ મસ્તીના મૂડમાં આવી ગઈ હતી અને હું કંઈ સમજું કે એ શું કરવા માંગે છે એ પહેલા તો મને ખેંચતી એ તળાવની કોરે લઈ ગઈ અને મને પાણીમાં જારદાર ધક્કો મારી દીધો હતો. મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે પૂજા આવું કંઈક કરશે હું કંઈક સમજું અન સાંભળું એ પહેલા તો ધુબાક.. દેતોક હું ઠંડા બરફ જેવા પાણીમાં ઊંધા માથે ઝીંકાયો હતો. એ તો સારું થયું કે મેં મારો ઓવરકોટ, પેન્ટ અને ટોપી પહેલેથી જ ઉતારીને સુકાવા મૂકી દીધા હતા. અને હું મારા નોર્મલ કપડામાં હતો. પૂજાએ રીતસરનું પાગલપન જ કર્યું હતું છતાં એ હસી રહી હતી. હું તળાવના ઠંડા પાણીમાં છબછબિયા કરવા લાગ્યો. ઠંડા પાણીમાં પડ્યો ત્યારે ખબર પડી કે થેંબો કેમ ગેલમાં આવી ગયો હતો.? હકીકતમાં બહારના તાપમાન કરતાં તળાવના પાણીનું તાપમાન વધુ હતુ એટલે બહાર કડકડતી ઠંડી કરતાં અત્યારે આ પાણી મને હુંફાળું લાગ્યું હતું. અને એને જાઈને બીજા લોકોને પણ હસવું આવવા લાગ્યું હતું. એ હસતી હતી અને શરમાઈ ગઈ હતી. અને હું એક ઘાયલની જેમ એને તાકી રહ્યો હતો. અને ... હું ચમક્યો હું એટલો બુદ્ધુ નહોતો કે એ ન સમજી શકું કે એનો મતલબ શું થાય.... પૂજા શરમાઈને એનો નીચેલો હોઠ દાંતમાં દબાવીને હસતી હતો. મારી સાથે નજર મળતાં એની નજર ઝૂકી ગઈ. હું ખુશીનો માર્યો ઉછળીને ‘યા.. હૂ...’ કરતાં ઊંધા માથે પાણીમાં ખાબક્યો. મારા મોઢામાં, નાકમાં, કાનમાં પાણી ઘૂસી ગયું હતું પરંતુ મને એની પરવા નહોતી કારણ કે આજે અત્યારે મને મારી દુનિયાની તમામ દોલત મળી ગઈ હતી... મારા આનદની સીમા નહોતી રહી. પૂજાએ મૂક ભાષામાં એના મારા તરફના પ્રેમની કબૂલાત કરી દીધી હતી. એની શરારતનો અને શરમાવાનો એ જ મતલબ નીકળતો હતો જે મેળવવા માટે હું અહીં સુધી આવ્યો હતો. એ સાથે આમ ૧૯૩ અણધાર્યું જ મળી જશે એવી તો મને કલ્પના પણ નહોતી.... પૂજાએ સાવ અચાનક જ આંખો આંખોમાં એ કહી દીધું જેના માટે હં તરસી રહ્યો હતો.... એ કોઈ અપ્સરાની જેમ તળાવના કિનારે ઊભી હતી. અને શરમથી એનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. હું તો બસ એને જાઈ જ રહ્યો. બહાર નીકળવા મેં એના તરફ આગળ વધીને હાથ લંબાવ્યો કે જેથી એના હાથ પકડીને હું પાણીમાંથી બહાર નીકળી શકું. હું હવે પાણીથી બહાર નીકળવા માંગતો હતો પરંતુ એને હજુ પણ શરારત સૂઝી રહી હતી. પહેલા એણે મને અંગૂઠો બતાવ્યો પછી જીભ બહાર કાઢીને કંઈક વિચિત્ર મોં બનાવીને ફરી પાછી એ ખિલખિલાટ હસી પડી. એને મજા પડી રહી હતી. બધાનું ધ્યાન અમારા તરફ જ ખેંચાયેલું હતું. અને તેઓ એકબીજાને અમારા વિશે અંદરોઅંદર ઇશારાથી કંઈક કહી રહ્યા હતા. એ લોકોની હાજરીના કારણે મેં મહામુસીબતે મારા મનને કાબૂમાં રાખ્યું હતું. નહિતર તો હું ક્યારનો પૂજા પાસે દોડી ગયો હોત અને એના નાજૂક પરવાળા જેવા હોઠને ચૂમી લીધા હોત અને જા એવો મોકો ભવિષ્યમાં મને મળશે તો હું એ મોકાનો પૂરેપૂરો લાભ ઉઠાવીશ જ. પૂજાએ આજે પહેલીવાર સામેથી મને આહવાન આપ્યું હતું. અને એણે ખુલ્લેઆમ એના મારા તરફનો પ્રેમ સ્વીકાર્યો હતો. અને હું એટલો બુદ્ધુ તો નહોત જ કે એ સમજી ન શકું.

***

ખેર... છેવટે અમને અમારી મંઝીલ મળી ગઈ. અમારી સામે એ વિશાળ બરફાચ્છાદિત પર્વત હતો. જેની તલાશમાં અમે એકધારા સતત પાંચ દિવસથી મુસાફરી કરી રહ્યા હતા. ભયાવહ ઠંડી, પ્રતિકૂળ વાતાવરણ અને બિહામણી ઠંડી રાતોએ અમારી સફરમાં ઘણી અડચણો નાંખી હતી. છતાં પૂરી મક્કમતાથી એ તમામ પ્રતિકૂળ સંજાગોનો સામનો કરતા અમે નકશામાં બનેલા એ પર્વતની તળેટી સુધી પહોંચી ગયા હતા.

અમારી સામે એ વિશાળ પર્વત હતો. જે અમારી પાસેના નકશામાં દોરેલો હતો. થેંબાએ પૂરા વિશ્વાસથી કહ્યું હતું કે આ એ જ નકશામાં દોરેલો છે. એ પર્વત જ છે ૧૯૪ એટલે અમારા બધાના ચહેરા પર આનંદ છવાઈ ગયો. આખરે અમે પહોંચી ગયા હતા. અહીં આ પર્વતમાં અમારે એ મૂર્તિ અને હીરો શોધવાનો હતો. જેનો ઉલ્લેખ એ નકશામાં હતો. જા આ નકશા પ્રમાણેનો જ પર્વત હોય તો પછી આમાં જરૂર પેલી મૂર્તિ અને હીરા છુપાયેલા હોવા જાઈએ. મૂર્તિ અને હિરા મળતા જ અમને એ રહસ્ય માલૂમ પડી જશે કે એ શું હતું. જેના કારણે રાજેશ મુસીબતમાં મુકાયો હતો.... હું એ પર્વતને જાઈ રહ્યો હતો. અત્યાર સુધી અમારી રાહમાં આવ્યા હતા એ પર્વતો કરતાં વધુ ભિન્ન આ પર્વત નહોતો. સંપૂર્ણ રીતે બરફની સફેદ પોચી ચાદર ઓઢીને કોઈ જટાધારી જાગીના આકારનો પર્વત હતો. હજુ હમણાં ગઈકાલે જ અહીં જારદાર બરફની વર્ષા થઈ હોય એવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. એટલે અમારે બહુ જ સાવધાની રાખીને આગળ વધવું પડે એમ હતું. એ પર્વતની અંદર ઘણી જગ્યાઓમાં બરફની ચાદરમાંથી કાળમીંઢ પથ્થરો દેખાતા હતા. તે ઉપરાંત ત્રિશંકુ આકારના ઘણાં વૃક્ષો એ પહાડમાં ઉગી નીકળ્યા હતા. જેના પર્ણ ઉપર બરફના ફોરા જામીને એ વૃક્ષોના લીલા કલરને પોતાના સફેદ કલરમાં ભેળવવાની કોશિશ કરતા હતા.

અમારા માટે સૌથી મોટી વિકરાળ સમસ્યા એ ઊભી થઈ હતી કે આવડા મોટા વિશાળ પર્વતમાં અમારે એ નકશાવાળી ચોક્કસ જગ્યા શોધવી કઈ રીતે...? અમે એ નહોતા જાણતા કે એ જગ્યા ક્યા ંહોઈ શકે? ખાલી અનુમાનના આધારે આગળ વધવું અને એ મૂર્તિવાળી જગ્યા શોધવી જાખમવાળું કામ હતું. કારણ કે એવી રીતે તો સાવ દિશાશૂન્ય તપાસ કરતા દિવસો વીતી જાય અને એમ છતાં એમાં સફળતાની ગેરંટી તો નહોતી જ કે એ મૂર્તિવાળી જગ્યા અમને મળશે જ. અમે બધા હતાશ થઈને મૂંઝાઈને ઊભા હતા. આજથી લગભગ ૬૦-૬૧ વર્ષ પહેલાંની અહીંની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો ફરક પડી ગયો હશે અને બીજી પણ એક બાબત હતી જે અમારી રાહમાં અડચણ બની હતી કે અમોમુખીએ એ મૂર્તિ પહાડની કઈ દિશામાં સંતાડી હશે...? કારણ કે બની શકે કે અમે અત્યારે જે દિશામાંથી પહાડોને જાઈ રહ્યા છીએ એની વિરુદ્ધ દિશામાં એ મૂર્તિ હોય.... અથવા તો પછી બીજે ક્યાંક હોય. અમે મૂંઝવણમાં હતા કે હવે શું કરવું ? આના વિશે અમારા પાંચેય વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ. ૧૯૫ બધાએ પોતપોતાના અનુમાનો કહ્યા પરંતુ એમ છતાં કોઈ મુદ્દો સ્પષ્ટ થતો નહોતો. કોઈ ચોક્કસ નિર્ણય કે દિશા વગર આગળ વધવું શક્ય જ નહોતું. નકશામાં એ મૂર્તિ અને એની નીચે હીરો સ્પષ્ટ રીતે દોરેલા હતા. પરંતુ એ કઈ દિશામાં સમજવા....? અમારી વિરુદ્ધ દિશામાં પણ એ હોઈ શકે અથવા તો આજુબાજુની સાઈડમાં પણ હોય અને આ વિશાળકાય પર્વતમાં એ નાનકડી અમથી જગ્યા શોધવા માટે અમારે લગભગ આ આખો બરફનો પર્વત ફેંદી નાંખવો પડે... એ કામ રૂના ઢગલામાં નાનકડી સોય શોધવા જેવું હતું. મેં ઘણો ઘણો વિચાર કરી જાયો કે એ મૂર્તિ કઈ તરફ અને ચોક્કસ કઈ જગ્યાએ હોઈ શકે...? આમાં એક બાબત તો સ્પષ્ટ ઊભરી આવતી હતી. કે એ જગ્યા જયાં પણ હોય અમારે એના માટે આ બરફની પરતને વીંધીને એના સુધી પહોંચવાનું હતું. હું નકશાને ધ્યાનથી જાઈ રહ્યો હતો. અને અમનુમાન લગાવવાની કોશિશ કરતો હતો. કે આ મૂર્તિવાળી જગ્યા કઈ તરફ હોઈ શકે....

થેંબા... અહીં આવ તો.... અચાનક કંઈક મારા ધ્યાનમાં આવતા મેં થેંબાને બૂમ પાડી. મારા હાથમાં નકશો હતો. અન એ નકશામાં મને કંઈક દેખાઈ રહ્યું હતું. થેંબો દોડતો મારી પાસે આવ્યો. ‘પાંગુસ સરોવર આ પર્વતની કઈ બાજુ છે?’ મને અંદાજ હતો છતાં મારે કન્ફર્મ કરવું હતું.

‘આ પર્વતની બિલકુલ પાછળ...’

‘તો એમ સમજી શકાય કે આપણે જે જગ્યાએ અત્યારે ઉભા છીએ એ દિશા એકદમ યોગ્ય જ છે. અને અહીંથી જ આપણે પેલી મૂર્તિ સુધી પહોંચી શકીશું. એ મૂર્તિ આ પર્વતની એકદમ વચ્ચે અથવા તો એનાથી થોડી ઘણી આજુબાજુમાં જ હશે. મારા અવાજમાં ઉત્સાહ ભળ્યો હતો. અને મેં પર્વતના મધ્યભાગ તરફ હાથ લંબાવીને બધાને એ જગ્યા બતાવતા કહ્યું.

‘તારી વાત તો સાચી છે પરંતુ આપણે એ જગ્યા સુધી પહોંચીશું કેવી રીતે...? પૂજાએ કહ્યું એની ચિંતા ખોટી નહોતી કારણ કે એક તો પહેલેથી જ અમારી હાલત એટલી નાજુક હતી અને અમારા હાથપગ લગભગ સુન્ન પડવા આવ્યા હતા. એટલે આ પર્વત ઉપર ચડવાની વાત વિચારતા જ તમ્મર આવવા લાગ્યા હતા. પોચા પોચા બરફમાં ૧૯૬ ચાલવું કંઈ ખાવાના ખેલ નહોતા. ઢીંચણ ઢીંચણ સુધી જ્યારે બરફમાં પગ ખૂંપી જાય ત્યારે આગળ પગ ઉપાડવો જાણે એમ લાગે કે સો સો કિલો વજન ઊંચકીને આગળ વધવું. બરફનો આ શ્વેત ધવલ પર્વત અત્યારે દૂરથી તો ખૂબ જ રળિયામણો હતો કારણ કે આ પહેલા પણ અમે આવા પર્વતને વીંધીને અહીં સુધી આવ્યા હતા. એટલે અમને પૂરેપૂરો અંદાજ હતો કે આ પર્વત ચડવો એટલે સામે ચાલીને મુસીબત વહોરવી.

‘ચાલો મારી સાથે...’ અચાનક થેંબાને શું સૂઝ્યું કે એ આટલું બોલીને અમારી રાહ જાયા વગર અમે ઊભા હતા એનાથી જમણી તરફ ચાલવા લાગ્યો.

‘કેમ શું થયું...?’

‘મને કંઈક યાદ આવ્યું છે. અને જા મારો અંદાજા સાચો સાબિત થશે તો આપણને ઉપર જવાનો રસ્તો આસાનીથી મળી રહેશે. ...’ થેંબો આગળ ચાલતો હતો અને અમે પાંચેય એની પાછળ ચાલી રહ્યા હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંથી થોડે દૂર એક ઝરણું આ પહાડની ટોચેથી નીચે વહે છે અને જા હાલમાં પણ એ ઝરણું ત્યાંથી વહી રહ્યું હશે તો એ જગ્યાએથી આપણે જરૂર ઉપર પહોંચી શકીશું. એના અવાજનો ઉમંગ એની વાતને સાચી પાડી રહ્યો હતો... અને થેંબાની વાત બિલકુલ સાચી નીકળી. અમે લગભગ અડધો એક કલાક ચાલ્યા હોઈશું કે એ ઝરણું અમને દેખાયું. અમે જેમ જેમ આગળ વધતા ગયા હતા એમ એમ એ તરફ બરફનું આવરણ ઘટતું જતું હતું. અને એ પર્વતના મોટા મોટા પથ્થરોની ટોચ દેખાવા લાગી હતી. એ પથ્થરની દર્શમાં લીલોતરી ઊગી નીકળી હતી. આ કલ્પના બહારની વાત હતી કે હમણાં જ તો અમે આ પર્વત ઉપર બરફના ઢગના ઢગ બિછાયેલા જાયા હતા. અને અત્યારે એનાથી સાવ ભિન્ન નજારો અમારી સામે હતો. આ તરફ એ પર્વતનું રૂપ સાવ બદલાતું ગયું હતું. અને અમે જ્યારે થેંબાએ કહ્યું હતું એ ઝરણા પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં તો આખું ચિત્ર જ ફરી ગયું હતું. એ પર્વત ઉપર તેમજ ઝરણાની આજુબાજુમાં એક નંદનવન રચાયું હતું. જે ઝાડપાનને અને વનસ્પતિને જાવા અમારી આંખો તરસી ઊઠી હતી. એ અહીં અમારી સામે હતી. પર્વતની ટોચેથી કોઈક પથ્થરોની દર્શમાંથી એ પાણીની સરવાણી નીકળી રહી હતી. જે ઝરણું બની ઠેકઠેકાણે પથ્થરો સાથે અથડાતાં છેક નીચે અમારા પગને ૧૯૭ ચૂમીને આગળ જતા વનરાજીમાં ગાયબ થઈ જતું હતું. આ એક આશ્ચર્યની વાત હતી કે આટલી કાતિલ ઠંડીમાં પણ આ ઝરણું થીજી નહોતુ ંગયું. અને સતત કલ કલ કરતું વહી રહ્યું હતું. પર્વતના આ બાજુના ભાગમાં મોટા મોટા પથ્થરો સાથે અથડાતા છેક નીચે અમારા પગને ચૂમીને આગળ જઈને વનરાજીમાં ગાયબ થઈ જતું હતું. આ એક આશ્ચર્યની વાત હતી કે આટલી કાતિલ ઠંડીમાં પણ આ ઝરણું થીજી નહોતું ગયું. અને સતત કલ કલ કરતું વહી રહ્યું હતું. પર્વતના આ બાજુના ભાગમાં મોટા મોટા પથ્થરો દેખાઈ રહ્યા હતા. અમારે એના ઉપર ચડીને છેક પહાડના મધ્યભાગમાં પહોંચવાનું હતું... કામ ઘણું કપરું હતું કારણ કે અમારા હાથપગ ઠંડીના કારણે અકડાઈ ગયા હતા. અને પહાડના એ પથ્થરો એમ સાવ આસાનીથી અમને ઉપર ચડવા દે એવું માનવું ભૂલ ભરેલું હતું. પાણી ઝરી ઝરીને લીસા અને લપસણા થઈ ગયેલા પત્થરો ઉપરથી ઠંડીથી ઠૂંઠવાઈ ગયેલા હાથ પગની ગ્રીપ બનાવી, સાચવને ચડવું કંઈ આસાન કામ નહોતું. જા ભૂલે ચૂકેય પથ્થર ઉપરથી નીચે લપસી પડ્યા તો પછી જીવતું બચવું મુશ્કેલ જ નહીં સાવ અસંભવ જ હતું. અને આમ પણ અમારામાંથી કોઈ ટ્રેકિંગનો અનુભવી વ્યક્તિ નહોતો કે ઉપર સુધી સલામત રીતે પહોંચી શકે... જીવ હથેળી પર રાખી ઉપર સુધી પહોંચવાનું હતું. જે મને સાવ અશક્ય જ જણાતું હતું. એ એક પછી એક સમસ્યાઓ અમારી ધીરજની કસોટી કરી રહી હતી. જા અમે જેન્ટ્‌સ આ પર્વત ઉપર ચડવામાં હિંમત ખોઈ રહ્યા હોઈએ ત્યારે તો પેલી બંને છોકરીઓ પૂજા અને ટીના ત્યાં સુધી જઈ શકે એ તો વિચારવું જ વ્યર્થ હતું.

અને અત્યારે તો અમે ફક્ત ઉપર જવા વિશે જ વિચારી રહ્યા હતા. જ્યારે ખરેખર તો અમને પણ ખ્યાલ નહોતો કે એ નકશાવાળી જગ્યા હકીકતમાં છે ક્યાં ? કંઈ જગ્યાએ શોધખોળ કરવાથી અમે એ મૂર્તિ સુધી પહોંચી શકીશું? અને જા એ જગ્યા નસીબજાગે અમને મળી પણ ગઈ તો શું ત્યાં હજુ સુધી એ મૂર્તિ સચવાઈને પડી હશે. કે પછી ત્યાં કશું જ નહીં હોય....? સવાલોના હથોડા સતત અમારા મગજમાં વાગી રહ્યા હતા. અમે અહીં સુધી એ નકશાને આધારે પહોંચ્યા હતા. અને હવે એ જગ્યાએ મૂર્તિ કે હીરા કે પછી બીજું કંઈજ ન મળે તો અહીં સુધીની અમારી મહેનત વ્યર્થ જાય અને એનો જે ૧૯૮ માનસિક આઘાત અમને લાગે એ ખરેખર ભયંકર હોય અને રીતસરના અમે ભાંગી જ પડીએ... વિચારી વિચારીને મારું મગજ જ્યારે ફાટ ફાટ થવા લાગ્યું. ત્યારે એક નિર્ણય કર્યો કે હવે આ છેલ્લી કોશિશ પણ કરી જાવી. ભગવાને અત્યાર સુધી મને સાચી દિશા જ બતાવી હતી. અને આગળ પણ યોગ્ય રાહ જ બતાવશે એવા એક વિશ્વાસ સાથે મેં પહાડની ઊપર ચડવાનું નક્કી કર્યું.

મને જગદીશ ઉપર જરા પણ વિશ્વાસ નહોતો એટલે સૌથી પહેલા મેં જ ઉપર ચડવાની શરૂઆત કરી. પૂજા અને ટીનાને તે ઉપર આવવાનો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે એ બંનેને અમે સામાનની દેખરેખ રાખવા નીચે રહેવા દેવાનું જ મુનાસિબ માન્યું. એક ઝાડ નીચે બંનેએ સામાન મૂક્યા અને...

અમીત... સંભાળીને જજા.... મને તમારી ચિંતા રહેશે.’ પૂજાએ ભાવુક સ્વરમાં કહ્યું. એની આંખોમાં ભીનાશ તરી આવી. એને મારી ફિકર થતી હતી. પૂજા નજરો ઉઠાવીને મારી નજરોમાં જાઈ રહી. કંઈક અકથ્ય સંવેદન જાગ્યું. અમારા બંને વચ્ચે અમે બંને એકબીજાની નજરોની ભાષા સમજવા મથી રહ્યા. એ ભાષા હતી અમારા પ્રેમની, સ્નેહની, લાગણીની, સંબંધોની. અમારી નજરોની ગહેરાઈ અમારા બંનેના દિલ સુધી પહોંચી ચૂકી હતી. હું જાણતો હતો કે મારી જેમ પૂજા પણ મને ચાહવા લાગી છે. અને એ ચાહતની સાબિતી એણે પેલા સરોવરના કિનારે ખુલ્લેઆમ આપી દીધી હતી. એણે એકસ્ત્રી હોવા છતાં મારી પહેલા પોતાના પ્રેમનો એકરાર કરી દીધો હતો. અને હવે મારો વારો હતો. મેં આગળ વધીને એના કોમળ હાથ મારા હાથમાંલીધા. અન એના હાથને ઉઠાવીને પહોંચા ઉપર મારા ઠંડીના કારણે ખરબચડા થઈ ગયેલા હોઠ દાબી દીધા. એણે આંખો બંધ કરી દીધી. એની હરણી જેવી આંખોમાંથી બે ત્રણ બુંદ આંસુ ટપકી પડ્યા. હું એના બંને હાથ ચૂમી રહ્યો હતો. મારા ચીરા પડી ગયેલા હોઠમાં દર્દ થઈ રહ્યું હતું. પરંતુ આખા શરીરમા એક અનંગ આનંદ છવાતો જતો હતો. જે છોકરીને મેં પહેલીવાર જાઈને દિલથી ચાહી હતી એ સૌદર્યની પ્રતિમાના નાજુક, કોમળ, મુલાયમ, હાથોને હું બેહિસાબ ચૂમી રહ્યો હતો. અને મારા મનમાં સમાવી એક ચીર આનંદની અનુભૂતિ થઈ રહી હતી. થેંબો, ટિના અને જગદીશ ૧૯૯ અમારી સામે અપલક દૃષ્ટિથી જાઈ રહ્યા હતા. જ્યારે અમને બંનેને એનું ભાન જ નહોતું રહ્યું. જ્યારે ખ્યાલ આવ્યો કે આ સૃષ્ટિમાં આ જગ્યા ઉપર અમારા બે સિવાય બીજ પણ ત્રણ વ્યક્તિઓ હાજર છે અને એ અમને તાકી રહ્યા છે ત્યારે અચાનક સ્વપ્નામાંથી જાગ્યા હોઈએ એ રીતે અમે બંને અળગા થયા... પૂજા એના હાથ મારા હાથમાંથી છોડાવી થોડી દૂર ગઈ.

આઈ લવ યુ... મેં સાવ અચાનક જ પૂજાને કહી દીધું. મને ખુદને ખબર ન પડી કે મેં પૂજાને આઈલવયુ કહી દીધું હતું. પૂજાના ચહેરા પર શરમના શેરડા ફૂટવા લાગ્યા એ મોહક અદામાં આંખોને ઉલાળતી મંદ મંદ હસી ઉઠી.

આઈ લવ યુ ટુ.... સાવ ધીમા અવાજે ફક્ત મને જ સંભળાય એવા અવાજમાં એના હોઠ ફફડ્યા. અને એ દોડીને ટીના પાસે જઈને ટીનાને ભેટી પડી. ત્યાં ઉપસ્થિત અમારી સિવાયની ત્રણેય વ્યક્તિ ગેલમાં આવી ગઈ કારણ કે એ લોકો પણ આવી જ કંઈક રાહ જાઈને બેઠા હતા. બધા જાણતા હતા કે પૂજા અને અમીત એકબીજા તરફ ખેંચાણ અનુભવે છે. છતાં એકબીજાને કહી નથી શકતા પરંતુ આજે જ્યારે ખુલ્લેઆમ, જાહેરમાં અમે અમારા પ્રેમનો એકરાર કર્યો ત્યારે અમારી સાથે એ લોકો પણ કોઈ અનંગ આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા. સૌથી વધારે ખુશી થેંબાના ચહેરા પર છવાઈ ગઈ હતી.

પૂજા અને ટીનાને અમે નીચે ઝાડ પાસે બેસાડીને ઉપર ચડવાની તૈયારીમાં લાગી ગયા. પૂરી તૈયારી કરી લીધા બાદ અમે ચઢાઈ શરૂ કરી. પૂજા અને ટીનાને નીચે રહેવા દીધા એ અમારી ભયંકર ભૂલ સાબિત થવાની હતી. પરંતુ એમને સાથે લઈ જવા એ પણ શક્ય નહોતું. એટલે અમારી પાસે બીજા કોઈ રસ્તો જ નહોતો. એક પછી એક પથ્થરો ઉપર પગ અને હાથનું બેલેન્સ બનાવતા અમે ત્રાંસમાં ઉપર ચડી રહ્યા હતા. સીધેસીધા ચડવાનું અમારું ગજું નહોતું કે નહોતી એવી આવડત એટલે થોડા તોડા અડાબીડ પથ્થર વટાવતા અમે ઉપરની તરફ જઈ રહ્યા હતા. સૌથી આગળ હું, મારા પછી જગદીશ અને છેલ્લે થેંબો. થેંબાને અમે છેલ્લે એટલા માટે રાખ્યો હતો કે એની પાસે એક થેલો હતો જેમાં જરૂરી સામન લીધો હતો. જરા પણ ઉતાવળ કર્યા ૨૦૦ વગર એકદમ શાંત ચિત્તે પથ્થરો વચ્ચેની બખોલોમાં પગના બુટને ગોઠવીને હાથની મજબૂત પકડના આધારે અમે ધીરે ધીરે ઉપર ચડતા હતા. ક્યારેક એવું લાગતું હતું કે અમે હમણાં જ ઉપર પહોંચી જઈશું તો ક્યારેક ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જ્યારે કોઈ પથ્થર વચ્ચે અથવા તો ઝાડની ખાલી જગ્યા આવી જતી હતી. ત્યારે અમે આસાનીથી ઉપર સરકી જતા હતા. વાતાવરણના ભેજ અને ઝરણામાંથ નીચે ઝીંકાતા પાણીના ફોરા હવા સાથે ઊડીને અહીંતહીં પથ્થરો ઉપર ફેલાઈ રહ્યા હતા. જે પથ્થરને ભીના અને લપસણા બનાવી રહ્યા હતા. આખરે લગભગ ત્રણેક કલાકની મથામણના અંતે હું એક એવી જગ્યાએ આવીને ઊભો હતો કે જે જગ્યા થોડી સમથળ હતી. કમરે હાથ ટેકવીને મારા શ્વાસને હેઠો બેસાડવા હું થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. અને આજુબાજુનું નિરીક્ષણ કરવામાં લાગી ગયો. થેંબો અને જગદીશ પણ મારી પાછળ જ એ જગ્યાએ પહોંચ્યા. લગભગ સીત્તેરેક ફૂટ જેટલી ઊંચાઈ અમે સર કરી લીધી હતી. અને અહીંથી પૂજા અને ટીના ઘણાં દૂર... ઘણા નાના દેખાઈ રહ્યા હતા. મેં એમની તરફ હાથ હલાવ્યો એટલે નીચેથી એ બંનેએ પણ એવી જ પ્રતિક્રિયા કરી. હું નિશ્ચિંત હતો કે એ લોકો ત્યાં સલામત હતા.

હવે....? જગદીશે પૂછ્યું.

આ પ્રશ્ન તો છેક શરૂઆતથી આપણી સાથે છે. અને એનો કોઈ જવાબ છે જ નહિ. મેં જગદીશ સામે જાતા કહ્યું. એ ડિટેક્ટીવ હતો કે બીજું કંઈક એ જ ગરબડ ગોટાળાવાળી હકીકત હતી. હા... મને એટલી તો ગળા સુધી ખાતરી હતી કે આ અમારી સાથે કોઈ જબરજસ્ત ગેમ રમી રહ્યો હતો. અને હું પણ સામે તૈયાર જ હતો. એનો જડબાતોડ જવાબ આપવા માટે.

‘તને ખબર હોવી જાઈએ કે આપણે આગળથી એકાદ કલાક જેટલું ચાલીને આ તરફ આવ્યા છીએ કેજેથી આપણે ઉપર ચડી શકીએ. હવે જ્યારે આપણે આ પહાડની બરાબર મધ્ય ભાગમાં ઉભા છીએ તો એક જ કામ કરવાનું રહે છે.. અહીંથી ત્રણેક કિલોમીટરની ત્રિજ્યાના ભાગમાં એ નકશાવાળી જગ્યા શોધવાનું... એ મૂર્તિ, એ જગ્યા આપણે શોધવી રહી. એ ક્યાં હશે... ? હશે કે નહીં...?એ આપણે જાણતા ૨૦૧ નથી. છતાં અંધારામાં તીર ચલાવવાનું છે. જા નિશાના પર લાગી જાય તો ઠીક છે નહિંતર વીલા મોઢે રીટર્ન. આ પહાડમાં કોઈ બખોલ કે પથ્થરની આડશમાં કે કોઈ ગુફા અથવા સુરંગ જેવી જગ્યામાં અથવા ઝાડના થડની બખોલમાં કે પછઈ અહીં પથરાયેલા બરફની નીચે એ મૂર્તિ દટાયેલી હોઈ શકે છે. શક્યતાઓ ઘણી બધી છે એટલે આપણે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે એ શોધવાનું શરૂ કરી દો... અને જા જરા અમથો પણ કોઈ સંદેશો મળે તો તરત જ એકબીજાને જાણ કરજા. જા કે મને ખબર હતી કે અહીં જુદી જુદી દિશાઓમાં જવાય એવું હતું જ નહીં છતાં આ વાત મેં ખાસ જગદીશને સંભળાવવા માટે જ કરી હતી. તો પણ એ મારી વાતમાં રહેલો ટોન સમજી શક્યો નહોતો. અને બધાની જેમ માર સામે જાવા લાગ્યો.

પહાડની ટોચેથી સતત, એકધારું ખળખળ કરતું ઝરણું વહી રહ્યું હતું. કોઈક જગ્યાએ પથ્થરો ઉપરથી તો ક્યાંક પથ્થરોની આડશમાંથી પાણી વહી રહ્યું હતું. કદાચ વર્ષોથી આ ક્રમ એકધારો સતત જળવાઈ રહ્યો હશે એટલે ઝરણાના પાણીએ પોતાનો એક રસ્તો બનાવી લીધો હતો. પાણીના એકધારા મારને સહન કરતા કરતા પથ્થરો ખવાઈને અણિયારા બની ગયા હતા. અને એક નીક જેવો ઉપરથી નીચે સુધીનો રસ્તો બની ગયો હતો. થેંબાએ મને જણાવ્યું હતું કે આ ઝરણું લગભગ બારેમાસ વહેતું હોય છે. ગમે તેટલી ઠંડી પડે કે તાપમાન માઈનસમાં જતું રહે તો પણ થોડા સમયમાં આ પાણી પાછું વહેવા લાગે છે. આ પાણીનું સતત વહેવું એ પણ કુદરતની એક કારીગરી જ હતી. કારણ કે શિયાળામાં તો લગભગ અહીંના બધા જ ઝરણાઓ, નદીઓ, સરોવરો જામીને બરફ થઈ જાય છે. જ્યારે આ એક જ ઝરણું એવું હતું કે જે સતત અવિરત વહ્યે જ રહેતું હતું. હું હજુ થેંબાની વાતને વાગોળી રહ્યો હતો કે સાવ અચાનજક મારા મગજમાં એક ઝબકારો થયો. જા આ ઝરણું થેંબાના કહેવા પ્રમાણે વર્ષોથી થીજ્યા વગર સતત વહ્યે રાખતું હોય તો જરૂર અમોમુખી અહીં આવ્યો હશે. ત્યારે પણ આ ઝરણું આ સ્થિતિમાં હોઈ શકે... આજથી વર્ષો પહેલા તો અહીંનું વાતાવરણ અત્યાર કરતા તો ઘણું વિષમ હશે તો પછી એ નકશાવાળી મૂર્તિને સંતાડવા માટે આ ઝરણાનો રસ્તો જ શ્રેષ્ઠતમ હોઈ શકે... કારણ કે અહીં આ સિવાય બાકીના આખા પર્વત ઉપર તો બરફ છવાયેલો હોય ૨૦૨ એટલે અમોમુખીએ અહીં જ કોઈક જગ્યાએ એ મૂર્તિને સંતાડી હોવી જાઈએ. એવું મારું મન પૂરા વિશ્વાસથી કહી રહ્યું હતું.

અને... હું ઉત્સાહમાં આવી ગયો હતો. મેં જે વિચાર્યું હતું એ એકદમ બંધબેસતું લાગી રહ્યું હતું. મને ખાતરી થતી જતી હતી. કે એ મૂર્તિ જરૂર આ ઝરણાના રસ્તામાં અથવા તો એની આજુબાજુમાં ક્યાંક હોવી જાઈએ. હું જે જગ્યાએ ઊભો હતો એ પથ્થર પર્વતમાંથી થોડો બહાર નીકળેલો હતો એટલે મને છેક ઉપરથી નીચે સુધીનું દૃશ્ય એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. ધ્યાનથી હું નિરીક્ષણ કરવા લાગ્યો કે ક્યાંય કોઈ ગુફા જેવું કે પછી બોગદા જેવી જગ્યા મારી નજરે ચડે. અમે નીચેથી અહીં સુધી આવ્યા હતા એટલે મને ધ્યાન જ હતું. કે કોઈ એવી જગ્યા વચ્ચે મેં જાઈ નહોતી. એટલે એક વાત સાફ હતી કે હવે એ જગ્યા અહીંથી ઉપરની તરફ જ હોવી જાઈએ. મેં ફરીવાર ઉપર ચડવાની શરૂઆત કરી. અને આ વખતે મારા મનમાં અનેરો ઉત્સાહનો સંચાર વર્તાતો હતો. કારણ કે હું સાચી દિશામાં જઈ રહ્યો હતો. આમ કરતાં કરતાં હું ઘણો ઉપર ચઢી ગયો હતો. અને સમય પણ ઘણો પસાર થઈ ગયો. હું લગભગ છેક ઝરણાના મૂળ સુધી પહોંચી ગયો હતો. છતાં એવી કોઈ જગ્યા માર ધ્યાનમાં આવી નહોતી. શરૂઆતનો મારો ઉત્સાહ હવે ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. અને મનમાં એક અજીબ બેચેની છવાઈ રહી હતી. મારા હાથપગ સતત હરકત કરીને જવાબ દેવા લાગ્યા. અને આંગળીઓ ખડકની કિનારીઓને બરાબર પકડવામાં અસમર્થ બની રહી હતી. મનનો ઉચાટ શરીર પર અસર કરતો હતો. મારો આત્મવિશ્વાસ ઊંડી ગર્તામાં ધકેલાઈ રહ્યો હતો. કારણ કે જે વિશ્વાસથી હું અહીં આવ્યો હતો એમાં મને નાકામિયાબી મળી હતી અને હવે વધારે ઉપર જવાની મારામાં તાકાત નહોતી બચી. લગભગ સો સવાસો ફૂટના અંતરને કાપ્યા બાદ પણ અમને કોઈ જ સુરાગ એ મૂર્તિ વિશે મળ્યો નહોતો. મારાથી હવે આગળ વધી શકાય એમ નહોતું. એટલે હું ત્યાં જ એક જગ્યાએ સાવધાનીથી પગ ઠેરવીને બેસી પડ્યો. આમ તો આ પર્વત એકદમ સીધો નહોતો, શંકુ આકારનો હતો એટલે અમને ઉપર પહોંચવામાં વધુ મુસિબતોનો સામનો નહોતો કરવો પડ્યો. પરંતુ હું મારી જિંદગીમાં પહેલીવાર જબરજસ્ત મહેનતનું કાર્ય કરી રહ્યો હતો. એટલે ૨૦૩ મને તો ઘણું કપરું લાગી રહ્યું હતું. મારી જગ્યાએ જા કોઈ અનુભવી ટ્રેકર હોત તો આ પર્વત ઉપર ચડવું એના માટે સાવ સામાન્ય અને સહેલું કાર્ય બની જાત. મારી જેમ જ થેંબો અને જગદીશના ચહેરા થાક અને નિરાશાના કારણે ચિંતિત બની ગયા હતા. એ લોકો મારી પાછળ જ હતા. થેંબો એક ઝાડના થડે પગની આંટી મારીને બેસી ગયો હતો. જ્યારે જગદીશ એક ખડક ઉપર લટકીને એની ઉપર ચડવાની કોશીશ કરતા હતા. જેમાં એ સફળ થતાં ત્યાંજ એ ખડક ઉપર બેસી પડ્યો. અમારા ત્રણેયના ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. અને નિરાશાના કારણે મુરઝાવા લાગ્યા હતા. મેં નીચે નજર કરી તો અહીંથી પૂજા અને ટીના બિલકુલ દેખાતા નહોતા. કારણ કે હવે અમે ઘણી ઊંચાઈએ પહોંચી ચૂક્યા હતા.

હવે...? ફરી એ જ સનાતન પ્રશ્ન મારા મનમાં વંટોળિયાની જેમ ઊઠ્યો. જા અહીં કોઈ સુરાગ નહીં મળે તો અમારે બીજે તપાસ કરવાની હતી. અને એ કામ કંઈ રમત વાત નહોતી. આવી રીતે તો અમારે સરવાળે આખો પહાડ ફેંદવો પડે. અને એમાં તો દિવસોના દિવસો, મહિનાઓ નીકળી જાય એમ હતું. વળી આ જગ્યા સિવાય બાકીના આખા પર્વત ઉપર બરફનું સામ્રાજ્ય છવાયેલું હતું અને એ જગ્યાઓએ શોધખોળ કરવું. ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. અમારી પાસે સમય અને સાધનો બંનેનો અભાવ હતો. જબરજસ્ત હતાશાએ મારા મન ઉપર કબજા જમાવી દીધો હતો. મને કંઈ સૂઝતું નહોતું કે હવે મારે શું કરવું ? એક મુશ્કેલીમાંથી રસ્તો નીકળતા બીજી એનાથી મોટી વિકરાળ મુશ્કેલી મોં ફાડીને અમારી સામે આવી જતી હતી. મને એક શ્રદ્ધા હતી કે હું જરૂરથી આ આખી ઘટનાને અંજામ સુધી પહોંચાડી શકીશ. પરંતુ મારી શ્રદ્ધાની રાહમાં આવતા વિÎનો મને ચલિત કરી મૂકતા હતા. અને અત્યારે એવી જ કંઈક પરિસ્થિતિ ઊભી થઈ હતી. મેં જગદીશ અને થેંબા તરફ નજર કરી તો એ લોકો પણ કંઈક મારા જેવા જ વિચારમગ્ન હાલતમાં ચિંતિત અવસ્થામાં એકબીજા સામે તાકતા બેઠા હતા. એમના મનમાં પણ આ જ પ્રશ્ન હથોડાની જેમ ઝીંકાઈ રહ્યો હતો કે હવે..?’

અને... મારી આંખો સામે જે દૃશ્ય આવ્યું એ જાઈને મારું હૃદય ઉછળીને મોઢામાં ૨૦૪ આવી ગયું. મારી આંખો ફાટી પડી. મારા શરીરમાં એટલું બધું લોહી એક જ દિશામાં ગતિ કરવા લાગ્યું હતું. એ ચમત્કાર જાઈને મારું મોં ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. થેંબો જે ઝાડના થડને પગની આંટી મારીને વળગીને બેઠો હતો એ ઝાડની બરાબર પાછળ થોડે દૂર જે દૃશ્ય મને દેખાઈ રહ્યું હતું એ જાઈને હું આશ્ચર્યની તમામ સીમાઓ પાર કરી ગયો હતો. થેંબાની બરાબર પાછળ એક મોટી શીલા પહાડમાંથઈ અડધો અડધ બહાર નીકળેલી હતી અને એ શીલા એક આડા ઉગેલા ઝાડના આધારે ટકી રહી હતી. જા એ ઝાડ ત્યાંથી નીકળી જાય તો એ શિલા પણ ભયાનક ગતિથી નીચે પડે એમ હતું. મારા આશ્ચર્યનું કારણ એ શિલા કે પછી એ ઝાડ નહોતું. મારા આશ્ચર્યનું કારણ એ શિલા કે પછી એ ઝાડ નહોતું. મારા આશ્ચર્યનું કારણ હતી એ ઝાડની આગળ ઊભેલી, મને દેખાતી હતી એ છોકરી... એ જ નાનકડી, રૂપાળી છોકરી કે જેને મેં લાચૂંગમાં બૌદ્ધ મંદિરમાં જાઈ હતી. આ છોકરીના કારણે જ અમે પેલી મુદ્રા જેવી વસ્તુ સુધી પહોંચી શક્યા હતા અને એ મુદ્રામાંના નકશાના આધારે અમે અહીં સુધી આવ્યા હતા. હે ભગવાન... ફરી પાછો હું કોઈ ચમત્કાર નિહાળી રહ્યો હતો... એ નાનકડી બાળા અત્યારે મારા સામે જાઈને ખિલખિલાટ હસી રહી હતી. સૌથી વધારે હેરત પમાડે એવી વાત તો એ હતી કે એ ખિલખિલાટ હસી રહી હોવા છતાં એનો અવાજ સાંભળીને જગદીશ કે થેંબાએ કોઈ હરકત નહોતી કરી. એ લોકોનું ધ્યાન એ તરફ નહોતું ગયું. ફક્ત હું એકલો જ એ છોકરીને તાકી રહ્યો હતો. તો શું એકલા મને જ એ છોકરીનો અવાજ સંભળાયો હશે? મને એકલાને જ એ છોકરી દેખાઈ રહી હતી...? આ વાત સાવ અસંભવ જ હતી. આવું કેમ બની શકે? એ છોકરીએ હાથમાં આડા ઉગેલા ઝાડની ડાળી પકડી હતી. અને એ ડાળી મારી સામે જાઈને હલાવી રહી હતી. હજુ તો હું આશ્ચર્યના મહાસાગરમાંથી બહાર નીકળું અને કંઈ સમજું કે શું થઈ રહ્યું છે એ પહેલા તો પળવારમાં મારી નજરોની સામે એ છોકરી ગાયબ થઈ ગઈ. એ રીતસરની હવામાં વિલીન થઈ ગઈ અને આ બધું એટલી ઝડપથી બની ગયું કે હું જાણે કોઈ મૂવી જાઈ રહ્યો હોઉં અને એના ચિત્રો એક પછી એક ફટાફઠ મારી નજરો સામેથી વહી રહ્યા હોય.

આ વખતે તો મેં મારી સગી આંખે રીતસરનું જાયું હતું. કે એ નાનકડી સુંદર, ૨૦૫ રૂપાળી છોકરી મારી નજરોની સામે જ હવામાં ઓગળી ગઈ હતી. હું આંખો ચોળતો આદૃશ્ય જાઈ રહ્યો હતો કે ક્યાંક આ સ્વપ્નું તો નહોતું ને... આ પહેલા પણ લાચૂંગના બૌદ્ધ મંદિરમાં મેં અને પૂજાએ આ જ છોકરીને જાઈ હતી એટલે અત્યારે મને કદાચ એનો ભ્રમ થયો હોય એવું પણ બની શકે. પરંતુ ના... એવું નહોતું. હું સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં હતો. અને પેલા ઝાડની ડાળી હજુ પણ હલી રહી હતી. જે પેલી છોકરીના હાથમાં હતી. આ ચમત્કાર હતો, અજાયબી હતી, અવિશ્વસનીય ઘટના હતી જેનો સાક્ષી બીજીવાર હું બન્યો હતો. મારા મનમાં વિચારોનું તોફાન ઊઠ્યું... પેલા મંદિરમાં આ જ છોકરી અમને દેખાઈ હતી ત્યારે અમને પેલી મુદ્રા મળી હતી અને હવે અહીં પણ એ જ બાળા મને દેખાઈ એમાં પણ જરૂર કોઈ ગર્ભિત ઇશારો છુપાયેલો હશે જ... હું વિચારમાં પડી ગયો કે એવું તો શું કહી ગઈ એ બાળા, શું હોઈ શકે એ ઇશારો...? મારું સમગ્ર ધ્યાન હજુયે પેલા ઝાડની હલતી ડાળી ઉપર હતું. એ ડાળીને પેલી બાળાએ હાથમાં પકડી રાખી હતી. અને થોડી ઘણી ખેંચી પણ હતી એટલે જ હજુ સુધી એ હલી રહી હતી.. મને અણસાર મળી ગયો હતો કે એ બાળા શું કહેવા માંગતી હતી.મેં એ ગોળાકાર પથ્થરને ધ્યાનથી જાયો. એમ સમજાને કે કોઈક મોટા ઢાંકણાની જેમ ત્યાં પેલા આડા ઉગેલા ઝાડના સહારે લટકી રહ્યો હતો. જા એ ઝાડને ત્યાંથી ઉખેડીને હટાવી લેવામાં આવે તો એ શિલા આપોઆપ નીચે ગબડી પડે અને એની પાછળનો ભાગ ખુલ્લો થઈ જાય. પેલી છોકરીએ એ ઝાડની ડાળી હલાવીને, ખેંચીને કંઇક એવો જ ઇશારો મને કર્યો હતો. જરૂર આ શિલાની નીચે કંઈક હોવું જાઈએ. મારે હવે કેમેય કરીને એ ઝાડને ત્યાંથી હટાવવાનું હતું. હું થેંબા પાસે ગયો અને એના બગલ થેલામાં અમે સાથે લઈને આવ્યા હતા એ મજબૂત રસ્સી બહાર કાઢી ત્યાંથી પેલા ઝાડ પાસે જઈને એના નીચેના ભાગે મજબૂત ગાળિયો બનાવી ઝાડના થઢને વીંટોળી દીધું. જગદીશ અને થેંબો હેરતથી મારા સામે જાઈ રહ્યા હતા કે અચાનક હું આ શું કરવા માંડ્યો હતો. ઝાડના થડ ફરતે દોરડું વીંટાળી હું એનો બીજા છેડો હાથમાં પકડી થોડો પાછળ હટ્યો અને એ દોરડું ખેંચવામાં સરળતા પડે એવી જગ્યામાં લાગ બનાવી મારા પગ ઠેરવીને ઊભો રહ્યો મારે હવે થેંબા અને જગદીશને સમજાવવાનું હતું કે હું શું કરવા માંગું છું ૨૦૬ એટલે મેં દોરડાને ફીંડો બનાવી થેંબાની તરફ ઘા કર્યો અને ત્યાંથી એ દોરડાનો એક છેડો જગદીશને લંબાવવાનું કહ્યું. હવે અમારા ત્રણેયના હાથમાં એ મજબૂત દોરડું હતું. અને મેં જગદીશ અને થેંબાને સમજાવ્યું કે ત્રણેયે એકસાથે એ દોરડું ખેંચીને પેલા ઝાડને ત્યાંથી ઉખેડવાનું છે. જેવું એ ઝાડ એના મૂળમાંથી નીકળી અને નીચે પડે કે તરત જ બધાએ દોરડું એકી સાથે મુકી દેવવું કે જેથી એ ઝાડના ઝટકાથી કોઈનું બેલેન્સ ન ખોરવાય. અને કોઈ નીચે ન પડે. એ બંનેને આખી વાત સમજમાં આવી ગઈ હતી એટલે અમે એ દોરડું ખેંચવાની તૈયારી કરી... એક.. બે... અને ત્રણ... ની ગણતરી સાથે અમે ભયંકર બળથી દોરડાને જારદાર ઝાટકો માર્યો. અને એ આખું ઝાડ હલી ગયું. પરંતુ આ સહેલું કામ નહોતું.

એક ઝાટકો... બીજા... ત્રીજા... આઠમો... દસમો... અને અગિયારમાં ઝાટકે તો ઝાડ મૂળ સહિત ઉખડીને નીચે ઝીંકાયું. એ સાથે જ અમે દોરડું હાથમાંથી છોડી દીધું. એ ઝાડ સૌથી પહેલા ભયંકર અવાજ સાથે નીચે પડ્યું અને એના આધારે ટકી હતી એ શિલા પહાડમાંથી ઉખડીને નીચે ગબડી... વચ્ચે રસ્તામાં જે આવ્યું એનો કચ્ચરઘાણ વાળતી નીચે ખાબકી પડી. એક મોટો ભયાનક અવાજ થયો અને ધડામ દેતા એ સો એક ફૂટની ઊંચાઈએથી નીચે જમીન પર પટકાઈ. આનંદના અતિરેકમાં હું ઉછળી પડયો. એ શિલા જ્યાંથી નીકળી હતી એ જગ્યાએ અમને ગુફાનું બાકોરું દેખાઈ રહ્યું હતું. એ છોકરીએ આ વખતે પણ ચમત્કારીક રીતે મને રસ્તો દેખાડ્યો હતો અને મનોમન હું એ બાળાને વંદી રહ્યો. આજે ફરી એક વખત સાબિત થયું કે ભગવા મને મારી મંઝીલે પહોંચાડવા માંગે છે. અને મારા માર્ગમાં આવતી તમામ મુશ્કેલીઓમાંથી મને હેમખેમ બહાર કાઢી આગળનો રસ્તો બતાવે છે.

એ શિલા જ્યાંથી ઉખડી હતી એ જગ્યાએ એક ગુફા જેવું બાકોરું દેખાઈ રહ્યું હતું. જે પર્વતની અંદર સુધી જતું હતું. અમે સાવધાનીથી ત્યાં પહોંચ્યા. અને બાકોરામાં દાખલ થયા. મને ડર હતો કે કદાચ એમાં કોઈ જંગલી જીવ જંતુ ન હોય. પરંતુ એવું કંઈ જ નહોતું ત્યાં... મારી પાછળ થેંબો અને જગદીશ પણ આવી પહોંચ્યા હતા. એ ગુફા ખરેખર ખૂબ ઊંડે સુધી જણાતી હતી. કારણ કે જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ અંદર ૨૦૭ પ્રવેશી શકતો હતો ત્યાં સુધી તો અમને બધું દેખાઈ રહ્યું હતું. પરંતુ એ પછી કાળું ઘોર અંધારું અમારી નજરે ચડતું હતું. ખબર નહી કેટલી ઊંડી ગુફા હતી. આ અમે ગુફાની અંદર પ્રવેશ્યા એ પહેલા થેંબાના ખભા ઉપર લટકતા થેલામાંથી જંગલી તેલમાં બોળેલો કાપડનો એક મોટો ટુકડો મેં બહાર કાઢ્યો. જે અમે અમારી સાથે રાત્રે મશાલ જેવું બનાવવા માટે લેતા આવ્યા હતા. અને ઝાડની એક ડાળીએ બરાબરનો વીંટી મશાલ જેવું બનાવી એને સળગાવી ખૂબ જ સાવધાની રાખતા અમે ગુફામાં પ્રવેશી અંદર તરફ આગળ વધ્યા. કાળ મીંઢ પથ્થરોની એ ગુફા કરતાં પથ્થરોના મોટા ઢગલા વચ્ચે જે જગ્યા વધે તે હોય એવું વધુ લાગતું હતું. અમે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ એ ગુફા વધુને વધુ ઊંડી થતી જતી હતી. આ જગ્યા વર્ષોથી બંધ હાલતમાં સાવ અવાવરુ, પડતર પડી રહી હશે એટલે અહીંની હવામાં એક વિચિત્ર પ્રકારની વાસ આવતી હતી. જાણે કે પથ્થરો કોહવાને દુર્ગંધ ઉત્પન્ન કરતા હોય એવી ગંધ અમારા નાકમાં ઘૂસી ગઈ. ગુફામાં ઘણી જગ્યાએ પથ્થરોની વચ્ચેથી પાણી ટપકી ટપકીને અંદર અમારા માથા પર ટપકી રહ્યું હતું. ગુફાનું નિરીક્ષણ કરતા સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે આ એક પ્રાકૃતિક ગુફા હતી. કોઈ માનવસર્જીત નહીં. અમારે ઘણી વખત એકદમ સાવ સાંકડી જગ્યામાંથી પસાર થવું પડ્યું હતું. બે પથ્થરોની વચ્ચેથી ઘસાઈને આગળ વધવું પડ્યું હતું. કોઈક જગ્યાએ ગુફા સાવ સાંકડી બની જતી હતી. આ ગુફા કેટલી ઊંડી હોઈ શકે એનો અંદાજ તો અમને નહોતો એટલે અમે તો બસ આગળ વધ્યે જતા હતા. અહીં સુધી પહોંચવામાં હું જ્યાં જ્યાં અટક્યો હતો, ગુંચવાયો હતો મુશ્કેલીમાં મુકાયો હતો એ સમયે કુદરતે જ મને રાહ બતાવી હતી. હું એટલું તો બહુ સારી રીતે જાણી ચૂક્યો હતો કે એવું જરૂર કંઈક છે કે વર્ષોથી અહી ંદબાયેલું છે અને એ કુદરત મારા થકી બહાર દુનિયા સમક્ષ લાવવા માંગે છે. એક નાનકડા અમથા એક્સિડન્ટે મને અહીં સુધી પહોંચાડ્યો હતો. એમાં પણ કુદરતનો કોઈ ગર્ભિત ઇશારો હતો. જે હું સારી રીતે સમજી ચૂક્યો હતો. દરેક મુશ્કેલી વખતે એ રાહબર બનીને મને રાહ બતાવી હતી. જ્યાં સાવ અટકી ગયા હોઈએ ત્યાંથી અચાનક જ આગળની દિશા અમને મળી જતી હતી. અને એટલે જ અમે હવે લગભઘ લગભગ અમારી મંજીલની ઘણાં નજીક પહોંચી ૨૦૮ ગયા હતા. અને ઉત્સાહમાં અમે ગુફાની ઘણે અંદર સુધી પહોંચી ચૂક્યા હતા. ખબર નહીં અમે કેટલું ચાલ્યા હોઈશું પરંતુ આખરે અમે એક નાનકડા ઓરડા જેવડી જગ્યામાં આવીને અટક્યા. અહીંથી આગળ વધવાનો કોઈ જ રસ્તો અમારી નજરે ચડતો નહોતો. અમે જ્યાંથી આવ્યા હતા એ રસ્તા સિવાય તમામ બાજુ ઘોર અંધકારમાં કાળા પથ્થરો અમારું સ્વાગત કરી રહ્યા હતા. એ કાળા પથ્થરો ઉપર મશાલમાંત નીકળતો માંદો પીળો પ્રકાશ કંઈક નોંખી જ અનુભૂતિ કરાવી રહ્યો હતો. જાણે કે અમે કોઈ ભૂતિયા જગ્યામાં મશાલ લઈને પહોંચી ગયા હોઈએ. આ વાત પાક્કી હતી કે અહીં ગુફા પૂરી થઈ જતી હતી. અહીંથી આગળ વધવાનો કોઈ જ માર્ગ નહોતો. અમે ઉભા હતા એલગભઘ સાત બાય દસ કે એનાથી થોડી વધુ મોટી જગ્યા હતી. કદાચ આ જ જગ્યાએ એ મૂર્તિને સંતાડેલી હોવી જાઈએ એવું મારું માનવું હતું. હું ધ્યાનથી મશાલના પીળા પ્રકાશમાં ગુફાનું નિરીક્ષણ કરવા લાગ્યો. હવે અમને અહીં એ નકશામાં દોરેલી મૂર્તિ મળી જ જશે એવું મારું અનુમાન હતું એટલે ગુફાની ઈંચેઈંચ જગ્યા અમારે તપાસવાની હતી. આ નાનકડી અમથી જગ્યાને તપાસતા અમને વધુ સમય ન લાગ્યો અને પંદર વીસ મીનિટમાં તો અમે આ આખા ઓરડા જેવા વિસ્તારને તપાસતા અમને વધુ સમય ન લાગ્યો અને પંદર વીસ મિનિટમાં તો અણે આ આખા ઓરડા જેવા વિસ્તારમાં ફરી વળ્યા હતા. ધ્યાન ખેંચે એવી કોઈ જ વસ્તુ કે ચીજ અમને ન દેખાઈ. એટલે ફરી વખત કોશિશ ચાલુ કરી... ઉપર નીચે, આજુ બાજુમાં પથ્થરોની દીવાલ ઉપર હાથ ફેરવી ફેરવીને અમે ચેક કરવા લાગ્યા પરંતુ પરિણામ શૂન્ય લગભગ અડધોએક કલાકની મહેનત બાદ પણ કોઈ સુરાગ અમને મળ્યો નહીં. ઊલટાની એક નવી મુસીબત માથે આવી પડી. બન્યું એવું કે એક તો અમે ઘણી ઊંચાઈ ઉપર હતા એટલે સ્વાભાવિક રીતે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હતું અને એમાં પણ આ ગુફામાં તો પહેલેથી જ બંધિયાર વાતાવરણ હતું એટલે અહીં બહાર કરતાં પણ ઘણો ઓછો ઓક્સિજન હતો. આમ તે બે રીતે તકલીફ હતી. એમાં અમારા હાથમાં સળગતી મશાલે તકલીફમાં વધારો કર્યો. ફૂગું ફૂગું કરતી સળગતી મશાલ હવામાંનો બધો ઓક્સિજન બાળી નાખતી હતી. એક તો આમ પણ આ ગુફામાં અમને કંઈ મળ્યું ૨૦૯ નહોતું. એટલે પહેલેથી જ અમે પરેશાન હતા. એમાં આ ગૂંગળામણને કારણે અમને બધાને ગભરામણ થવા લાગી હતી. તમેજ વિચારો કે સાવ સાંકડી જગ્યામાં તમે ત્રણ જણા ફસાયા હોવ અને ઉપરથી ધુમાડો તમારા શ્વાસમાં ચડીને એક જબરજસ્ત ગૂંગળામણ કરાવે તો તમારી શું હાલત થાય ? બસ એવું જ કંઈક અમારી સાથે થતું હતું. ધીમે ધીમે આ સાત બાય દસની કાળકોટડીમાંથી ઓક્સિજન નામશેષ થઈ રહ્યો હતો. અને કાર્બનડાયોક્સાઈડરૂપી ધુમાડો અમાર ફેફસામાં ભરાતો જતો હતો. અમે ઉત્સાહને ઉત્સાહમાં ગુફામાં તો ઘૂસી ગયા હતા. પરંતુ આ બાબતે તો વિચાર્યું જ નહોતું કે અંદર અમારી આવી હાલત થશે. મેં થેંબાને ઈશારાથી મશાલ ઓલવી નાંખવા કહ્યું.

એટલે એણે મશાલ નીચે મુકીને એના ઉપર થેલો દબાવી દીધો. એટલે મશાલ તો ઓલવાઈ ગઈ. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જે ધુમાડો અત્યાર સુધીમાં અંદર ભેગો થઈ ચૂક્યો હતો એની માત્રા ઘણી વધી ચૂકી હતી. અને એ અમારો શ્વાસ રૂંધી રહ્યો હતો. મશાલને બુઝાવતા ગુફામાં ઘોર અંધકાર છવાઈ ગયો. એટલે સુધી કે કોણ ક્યાં ઉભું છે. એ પણ ખ્યાલ નહોતો આવતો. મારા નાક, ગળા, આંખમાં એ જંગલી તેલનો ધુમાડો ઘૂસી જતાં જબરજસ્ત બળતરા ઊપડી હતી. જગદીશ તો ક્યારનો ઉધરશે ચડી ગયો હતો. અને એ બહાર ભાગી જવા માંગતો હોય એમ બહાર તરફ પગ ઉપાડ્યા. પરંતુ એ વધુ ચાલી ન શક્યો. અને એક પથ્થરને ટેકે હાથ દઈને ઊભો ઊભો ખાંસવા લાગ્યો હતો. ઘોર અંધકારમા અમને અમારા હાથ પણ દેખાતા નહોતા. તો પછી બીજાની હાલત શું હશે એ તો કલ્પના જ કરવી રહી. ઘડીકવારમાં તો અમે મોતના મુખમાં આવીને ઊભા રહી ગયા હતા. અમે હજુ કંઈ સમજીએ કે વિચારીએ એ પહેલાં તો ધુમાડારૂપી મૃત્યુ અમને અજગર ભરડો કરવા લાગ્યું હતું. હું એ અંધારામાં પથ્થરોની દીવાલને આધારે ઊભો હતો. ભયંકર બળતરાને કારણે મારી આંખો બંધ હતી. અને હાથેથી એ પથ્થરોને ફંફોસતો હું અનુમાનના આધારે અમે જે તરફથી આવ્યા હતા એ તરફ આગળ વધ્યો. ધીમા ડગલા ભરતો હું પથ્થરોની દીવાલના સહારે આગળ વધતો હતો કે અચાનક મારા પગે કોઈ અથડાયું, મે હાથેથી જાવાની કોશિશ કરી કે એ શું છે ત્યારે ખબર પડી કે એ થેંબો હતો. જે ત્યાંજ બેસી પડ્યો હતો. અને ૨૧૦ એના શ્વાસોશ્વાસ ધીમા પડતા જતા હતા. અમને બધાને તાજી હવાની જરૂર હતી. અને જા થોડીવાર સુધીમાં એ નહીં મળે તો અમે ગૂંગળાઈને મરી જવાના હતા. અમારી જીવતા સમાધી અહીં જ બની જવાની હતી. હું થેંબાને ત્યાં જ પડ્યો રહેવા દઈ આગળ વધ્યો. જગદીશ ક્યાંક થોડે દૂર ખાંસી રહ્યો હતો અને એનો અવાજ પણ ધીરો પડતો જતો હતો. મારા હાથ પથ્થરોની ખરબચડી સપાટી પર ફરતા હતા. અને હું બહારની તરફ ગતિ કરતો હતો.

અચાનક હું અટકી ગયો. પથ્થરોની અણિયારી સપાટી પર ફરતા મારા હાથ આગળ વધતા થંભી ગયા. પથ્થરોની જે દિવાલના આધારે હું આગળ જઈ રહ્યો હતો ત્યાં મારો જમણો હાથ એકલીચી કાચ જેવી સપાટી ઉપર પહોંચીને અટકી ગયો. દીવાલની આ ભાગની જગ્યા એકદમ લીસી અને સપાટ હતી. લગભગ ચોરસ -ફૂટ બાય ફૂટની એ જગ્યામાં હું હાથ પસવારી રહ્યો. મારી તાજ્જુબીનો પાર નહોતો રહ્યો. મારા હાથની આંગળીઓ પથ્થરની અણિયારી દિવાલમાં ફરતા ફરતા એકદમ લીસા, સપાટ ભાગ ઉપર ફરવા લાગી હતી. એ સપાટ જગ્યામાં મેં બે ત્રણ વખત બરાબર હાથ ફેરવ્યો. અને કંઈક અંદાજ લગાવવાની કોશિશ કરી કે આ શું હોઈ શકે. એ સપાટ જગ્યાની બરાબર વચ્ચોવચ્ચ એક ચોખૂણા આકારનો નાનકડો અમથો ખાડો હતો. જેમાં મારી આંગળીઓ ઉલઝી પડી. એ ચોખૂણા આકારના ખાડાને મેં બે વાર બરાબર તપાસ્યો મને સમજમાં આવતુ ંહતું કે આ સપાટ લીસી જગ્યામાં જરૂર કોઈ સંકેત છુપાયેલો હોવો જાઈએ. એટલે મેં એ ભાગ ઉપર મારી હથેલઈનું વજન વધાર્યું અને એ ભાગને દબાવવાની કોશિશ કરી. કંઈ જ ન થયું. અનેએ જગ્યા હતી એમની એમ જ રહી. મારા હાથના દબાણની કોઈ અસર થઈ નહોતી. મેં જાર કરીને ફરીથી એ ભાગ દબાવી જાયો. થેંબો અનેજગદીશના શ્વાસોશ્વાસ બેસતા જતા હતા. અને ના પુરાવારૂપે એમના મોઢામાંથી ધીમી ઘરઘરાટી સંભળાઈ રહી હતી. હું સમજી નહોતો શક્યો કે આ લીસી જગ્યા અને એની વચ્ચે એ નાનકડા અમથા ખાડાનો શું મતલબ હોઈ શકે. મગજને કસ્યું અને સાવ અચાનક મને ઝબકારો થયો. મેં મારા ખિસ્સામાં હાથ નાંખ્યો અને બહાર કાઢ્યો. મારા હાથમાં એ નાનકડો મોતીના દાણા જેવડો હીરો હતો. જે ૨૧૧ અમે પેલી મુદ્રામાંથી મળ્યો હતો. આ હીરો ચોખૂણો હતો. અને દિવાલમાં હતો એ ખાડો પણ ચોખૂણ જ હતો. હળવેથ સાવધાની સાથે એ હીરાને મેં પેલી સપાટ લીસી જગ્યાની વચ્ચે બનેલા એ ચોખૂણા ભાગમાં ગોઠવ્યો અને અંગૂઠાથી એને દબાવ્યો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. એ હીરો ચોખૂણા ભાગમાં એકદમ ફીટ બેસી ગયો હતો. જાણે કે એનું જ માપ લઈને એ ખાડો બનાવ્યો ન હોય. એ હીરા ઉપર મારા અંગૂઠાનું વજન વધતાં જ એની જાતે જ ઓટોમેટીક ધીરે ધીરે એ ખાડામાં ફરવા લાગ્યો. ધડામ... ધડૂમ... ધડામ...’ ગુફામાં ભૂકંપ થયો. અનેએકસાથે ઘણા બધા અવાજા ગૂંજી ઊઠ્યા. ચારે તરફ જાણે કે પથ્થરોની દિવાલો ખસી રહી હોય અનેઘણા બધા દરવાજા એક સાથે ખુલવા લાગ્યા હોય એવો પથ્થરો ખસવાના અને ટકરાવાના અવાજા અમારા બધાના કાનમાં ગૂંજી ઊઠ્યા. અચાનક ક્યાંકથી તાજી સુગંધીદાર હવાની લહેરખીનો સ્પર્શ મારા શરીરને થયો અને એ હવાનો ઊંડો શ્વાસ મેં ફેફસામાં ભર્યો. મરતા માણસને જાણે જીવતદાન મળી ગયું હોય એમ અમારા જીવમાં જીવ આવવા લાગ્યો હતો. અને સાથે સાથે ગુફામાં વીંટળાઈને ઘુમરી ખાઈ રહેલો મશાલનો ધુમાડો ઓગળવા લાગ્યો હતો. એનું સ્થાન તાજી, શુદ્ધ હવા લઈ રહી હતી. એક ચમત્કાર થયો હતો અને અચાકન પેલા હીરાના કારણે અમે મરતાં મરતાં બચી ગયા હતા.

મેં પાછળ ફરીને એ દિશામાં નજર કરી કે જ્યાંથી એ પથ્થરો ખસકવાના અવાજા આવ્યા હતા. મારાથી વિરુદ્ધ દિશામાં એક આખી દિવાલ દરવાજાની જેમ એક તરફ હટી ગઈ હતી. અને એ જગ્યાએ અમને બીજી સુરંગ નજરે ચડતી હતી. આ તાજી હવાની લહેરખી એ સુરંગમાંથી જ આવતી હતી. એનો મતલબ એવો થયો હતો કે કદાચ આ સુરંગનો રસ્તો પહાડની બીજી તરફ નીકળતો હોવો જાઈએ. થેંબાએ ઉભા થઈને ફરી પાછી મશાલ સળગાવી એટલે અંદરનો માહોલ સ્પષ્ટ થયો. મેં એ આખા કમરામાં નજર ફેરવી. હું જ્યાં ઉભો હતો ત્યાં મારા પગ પાસે, થોડે દૂર દીવાલમાંથી બીજા એક નાનકડો લંબચોરસ આકારનો પથ્થર દીવાલમાંથી બહાર ધસી આવ્યો હતો. હવે મને ખ્યાલ આવ્યો કે પેલા હીરાને અંદર નાંખતા જ કેમ ઘણા બધા અવાજા એકસાથે આવ્યા હતા. આ કમરા જેવી જગ્યામાં એ હીરાના કારણે ઘણા બધા પથ્થરો એકસાથે હટ્યા ૨૧૨ હતા. અને એ અત્યારે હું જાઈ રહ્યો હતો. એ નાનકડી લંબગોળ પથ્થર કોઈક ખાનાની જેમ બહાર નીકળ્યો હતો. એટલે ઝુકીને મેં એ પથ્થરને બહાર ખેંચ્યો. એની પાછળ એવડું જ બાકોરું હતું. એટલે મેં સાવધાનીથી એ બાકોરામાં હાથ નાંખ્યો. મારા હાથે કોઈક કાપડના થેલા જેવું અથડાયું એટલે હાથમાં પકડીને મેં એને બહાર ખેંચી લીધું. એ એક થેલા જેવુંજ કંઈક હતું. જગદીશ અને થેંબો મારી પાસે આવ્યા. એ થેલા જેવું નહી પરંતુ થેલો જ હતો. જૂના જમાનામાં વપરાતો હતો. એવો ખદડ, જાડા કાપડમાંથી બનાવેલો થેલો. મેં થેંબા તરફ એને સરકાવ્યો. અને ફરી પાછો એ બકોરામાં હાથ નાંખી ખાંખા ખોળા કરવા લાગ્યો. એક પછી એક એમ કરતા ચાર થેલા મેં બહાર ખેંચી કાઢ્યા. થેલા હતા નાના નાના પરંતુ એ વજનદાર જણાતા હતા. અમારા શ્વાસોશ્વાસમાં ઉત્તેજના ફેલાતી જતી હતી. કદાચ અમે કોઈ ખજાનો મેળવી લીધો હતો. એક પછી એક એ ચારેય થેલા ખોલ્યા. અને એમાં જે વસ્તુ હતી એ બહાર કાઢી અમારા ત્રણેયની વચ્ચે મૂકી....

મશાલના પીળા પ્રકાશમાં એ મૂર્તિઓ ચમકી ઊઠી એ કુલ ચાર થેલામાંથી ચાર મૂર્તિઓ નીકળી હતી. એ મૂર્તિઓનું તેજ આખી ગુફામાં ફેલાઈને પથરાઈ રહ્યું હતું. એક સરખા આકારની શુદ્ધ સોનાની શંકર ભગવાનની એકાદ ફૂટ ઊંચી મૂર્તિઓ હતી એ. અમે ત્રણેય પથ્થરના પૂતળા બનીને ફાટી આંખે, ધડકતા હૃદયે, એ મૂર્તિઓ એકીટશે નિહાળી રહ્યા હતા. એ ધ્યાન મુદ્રામાં પલાંઠીવાળીને ટટ્ટાર બેઠેલા આકારની શંકર ભગવાનની એ ૨૪ કેરેટ શુદ્ધ સોનાની મૂર્તિઓ ખરેખર અદભૂત લાગતી હતી. એ મૂર્તિઓમાંથી એક દિવ્ય પ્રકાશ આખી ગુફામાં ફેલાઈ ઊઠ્યો હતો. અને અમે મંત્રમુગ્ધ નજરે એ મૂર્તિઓને નિહાળવામાં મગ્ન બની ગયા હતા. અમારી સામે અબજા રૂપિયાની કિંમતની પ્રાચીન, અતિ પ્રાચીન મૂર્તિઓ પડી હતી. છતાં અમારા મનમાં લોભ કે લાલચની જરા પણ ભાવના જન્મી નહોતી. આ ફક્ત હું મારી અને થેંબોની વાત કહી રહ્યો છં. જગદીશના મનમાં શું ચાલતું હતું એ હું કહી શકું એમ નહોતો. મેં એની સામે જાયું. એ ધારી ધારીને એ મૂર્તિઓ નિહાળી રહ્યો હતો.

એની આંખોમાં ચમક બદલાતી જતી હતી. મને એવું લાગી રહ્યું હતું કે જેની મને ૨૧૩ બીક હતી. એ ઘડી નજદીક આવી ગઈ હતી. એક તરફ અબજા રૂપિયાની કિંમતની મૂર્તિઓ હતી અને બીજી તરફ આ કાવતરાખોર જગદીશ. એ અમારી સાથે પહેલેથી જ વિચિત્ર રીતે વર્તતો આવતો હતો. અને હવે જ્યારે અમને અમારી મંઝીલ મળી ગઈ છે ત્યારે એ શું કરશે એનું તો મારે અનુમાન જ લગાવવાનું હતું. મારા માટે એ જાણવું જરૂરી હતું કે રાજેશ ઉપર કોણે ફાયરીંગ કર્યુ ંહતું. અને એ રહસ્ય ખોલી શકે એવો કોઈ જ સુરાગ હજુ સુધી તો અમારા હાથમાં આવ્યો નહોતો. મેં એ થેલાને ફરીથી ખંખેર્યો પરંતુ બીજું કંઈ જ એમાં નહોતું. થેલાને બાજુમાં રાખી મેં એક મૂર્તિ હાથમાં લીધી. ખરેખર અદભૂત કામગીરી હતી એ મૂર્તિની. આ પહેલા મેં મારા જીવનમાં ક્યારેય આવી કામગીરી જાઈ નહોતી. અને આ તો સંપૂર્ણ સોનામાં બનાવેલી મૂર્તિઓ હતી. કહેવાય છે કે સોનામાં લોભ અને લાલચ છુપાયેલા હોય છે. સોનાના કારણે આજ સુધીમાં ઘણાં રક્તરંજીત યુદ્ધો ખેલાયા છે ઘણા કપટ દગા અને ખૂનો થયા છે. સોનું એ આ દુનિયાનું શ્રેષ્ઠતમ આકર્ષણ નું સાધન બની ગયું છે. સોનાના કારણે ઘણાં લોહિયાળ સંઘર્ષો થયા છે. અને ભવિષ્યમાં થશે પણ ખરા....કારણકે આ ધાતુમાં જબરજસ્ત આકર્ષણ છે અને માનવીનું મન એને પોતાના કબજામાં લઈ લેવા લલચાય છે. પછી એ ન કરવાના કામો કરતા પણ અચકાતો નથી. હું પણ આમાં અપવાદ નહોતો. મને પણ સોનું ગમતું પરંતુ અત્યારની મારી સ્થિતિ જુદીહતી. હું અત્યારે આ સોનામાં મારા ઈષ્ટદેવ ભગવાન શિવના રૂપને નિહાળી રહ્યો હતો. અનેજ્યાં શિવય હોય ત્યાં સંસારની બીજી કોઈ મોહ માયાના બંધનો લાગતા નથી. હું મનોમન મારા આરાધ્ય દેવ શિવને વંદન કરી રહ્યો હતો. અને એ મૂર્તિ હજુ પણ મારાહાથમાં જ હતી. અને હું પ્રાર્થનામાં લીન બની ગયો.... અને... મારી આંગળીઓ એ મૂર્તિના નીચેના ભાગમાં દબાણી.... ખન...ખનન... ખનન. કરતા એકસરખા આકારના હીરાનો નાનકડો ઢગલો મારા ખોળામાં થઈ ગયો. આ એવા જ પ્રકારના હિરા હતા જેમાંનો એક હીરો અમને પેલા નકશા સાથે મુદ્રાની અંદર મળ્યો હતો. અને જેના ઉપયોગથી જ આ મૂર્તિ રાખેલું ખાનું ખુલ્યું હતું. અમારી નજરોની સામે આશ્ચર્ય અને અવિશ્વાસની પરંપરા ચાલુ થઈ ગઈ હતી. હજુ તો અમે ભગવાન શિવની મૂર્તિને જાતા કર્તવ્યમૂઢ બનીને બેઠા હતા કે આ ૨૧૪ હીરાઓએ અમને રીતસરના બાઘા જ બનાવી નાખ્યા હતા. જા કે આ એક મૂર્તિમાંથી હીરા નીકળ્યા છે તો પછી બાકીની મૂર્તિઓમાં પણ હીરા છુપાયેલા હોવા જાઈએ. અમારું એ અનુમાન બિલકુલ સાચું નીકળ્યું. બાકીની ત્રણેય મૂર્તિઓની બે ઈંચ જેવડી જાડી બેઠકના ભાગેથી ખનન કરતા હીરાઓ ગુફાના પથ્થરો ઉપર ઢગલો થઈને પડ્યા. અમે ત્રણેય આભા બનીને એને જાતાજ રહી ગયા. અમને લોકોને બોલવાના પણહોંશ નહોતા રહ્યા કે આ પરિસ્થિતિમાં અમારે શું કહેવું અને શું કરવું ? મારા શરીરમાં લોહી તેજ ગતિએ દોડવા લાગ્યું હતું. અને એનાથી પણ તેજ ગતિએ મારા મનમાં વિચારો ચાલતા હતા. હું આ આખી પરિસ્થિતિને સમજી ચૂક્યો હતો. અને મને લગભગ આ મૂર્તઓવાળી વાત, એમાંથી નીકળેલા હીરા અને ખુરશીદ, અમોમુખી, રાજેશ આ બધાનું કેવી રીતે શું થયું હશે એ થોડાઘણા અંશે અંદાજ આવતો જતો હતો. મારા મત પ્રમાણે આ આખી ઘટના આજથી ૬૦-૬૧ વર્ષ પહેલા શરૂ થઈ હોવી જાીએ... અને કંઈક આ પ્રમાણે બન્યું હશે...

‘ખુરશીદ પોતાની જાતને એક ક્રાતિકારીના વેશમાં દુનિયા સમક્ષ પ્રસ્તુત કરતો હશે પરંતુ હકીકતમાં સ્મગલર, એક દાણચોર હતો. એણે હમણાં થોડા સમય પહેલા જ એના રાજસ્થાની કહેવાતા મિત્રો સાથે એક બહુ જ મોટો સોદો પાર પાડ્યો હતો. અને એટલે એ અને એના મિત્રો ખુરશીદને મળવા ગંગટોક પહોંચ્યા હતા. સોદો એવો હતો કે એ રાજસ્થાની માણસો પાસે ચોરેલી એકસરખી સોનાની ભગવાન શંકરની ચાર મૂર્તિઓ હતી. અને એ મૂર્તિઓના બદલામાં ખુરશીદે પોતાની પાસે હતા એ કિંમતી હીરા અદલાબદલીમાં આપવાનું ઠેરવ્યું હતું. એ લોકો આવ્યા ત્યારે ખુરશીદ અને એમના એ ચાર મિત્રો વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હશે. એટલે એ લોકોના હાથે ખુરશીદનું ખૂન થઈ ગયું. આમ હવે એમની પાસે મૂર્તિ અને ખુરશીદના હીરા એ બંને વસ્તુઓ હતી. તેઓ ગંગટોકથી લાચૂંગ તરફ ભાગ્યા કે જેથી એ લોકો નેપાળ અથવા તિબ્બત કે પછી ચીનમાં ઘૂસી જાય. પરંતુ ત્યાં સુધીનો પર્વતીય રસ્તાનો જાણકાર એમની પાસે નહોતો. એટલે એમણે લાચૂંગથી અમોને લાલચ આપીને ભોમિયા તરીકે સાથે લીધો હશે. આમ તેઓ લાચૂંગથી આગળ વધ્યા હશે. એ પછી ગમે તે થયું હોય ૨૧૫ પરંતુ આખરે એ બધો જ ખજાનો અમોના હાથમાં આવ્યો હતો. અને પેલા ચાર વ્યક્તિનુ શું થયું એ તો કોઈને ખબર નહોતી પડી. અને અમોએ કોઈક કારણોસર એ હીરાને મૂર્તિમાં ભરીને અહીં આ ગુફામાં ચોરખાનું બનાવીને છુપાવી દીધા અનેલાચૂંગથી અહીં સુધી પહોંચવાનો વ્યવસ્થિત નકશો બનાવી એ એક દાબડી જેવી મુદ્રામાં રાખી પોતાની સાથે લાચૂંગ લેતો ગયો. અને બધું ભૂલીને જીવવા લાગ્યો હતો. હવે ઘણા વર્ષો બાદ એવું કંઈક બન્યું કે કોઈક ખતરનાક માણસોને આની જાણ થઈ ગઈ અને ગમે તે કારણોસર એ લોકોના હાથે અમોમુખી મરાયો. મરતા મરતા એણે રાજેશને મુદ્રા આપી. અનેરાજેશ તેનો ઘા કરીને ત્યાંથી ભાગ્યો.... રાજેશને એ લોકોએ એમના માટે ખતરારૂપ ગણી મારવાની કોશિશ કરી જેમાં એ તો બચી ગયો. પરંતુ ઘટનાબાદ અચાનક જ કંઈક એવી ભેદી ઘટનાઓ બનવા લાગી કે છેવટે આ સમગ્ર કહાણીમાં છેલ્લે હું જાડાઈ ગયો હતો. અને અત્યારે મારી નજર સામે એમૂર્તિ અને હીરા ચમકી રહ્યા હતા.’

***

ક્રમશ