નો રીટર્ન - 4 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન - 4

નો રીટર્ન

સસ્પેન્સ થ્રીલર નવલકથા

ભાગ - 4

પ્રવિણ પીઠડિયા

ગંગટોક એ સિક્કિમનું પાટનગર છે. અનેઠીક ઠીક કહી શકાય એવડું મોટું પણ છે. અહીંનું કુદરતી સાંદર્ય ઊડીને આંખે વળગે એવું બેનમૂન છે. અને અહીં જાવાલાયક જગ્યાઓ પણ ઘણી છે. સ્થાનિક વસ્તુઓની વિશાળ બજારો ઉપરાંત વનસ્પતિશાસ્ત્ર બાગ, વિવિધ અને આકર્ષક ફૂલોના બગીચાઓ, હરણબાગ અને એવા ઘણાં બધા બગીચાઓ આ શહેરની ખૂબસુરતી વધારતા હતા. પર્વતારોહણ અન ટ્રેકીંગ, કેમ્પીંગ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં આવવાવાળા પર્યટકો અહીંની સુંદરતા, કુદરતી છટા, પહાડોનું મનોરમ્ય દૃશ્ય, નાના નાના ઝરણાઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, ઝરમર ઝરમર થતી બરફવર્ષા, ભોળા અને સાલસ લોકો, અહીંની સંસ્કૃતિ, રીતભાત, અહીંના તળાવો ઉપરથી દેખાતું એકદમ ખુલ્લું આકાશ, વાદળો, લીલીછમ પહાડીઓમાં રીતસરના ખોવાઈ જતા. ચારેતરફ મંત્રમુગ્ધ કરતી કુદરતની રચનામાં મન એકાકાર થઈ એક અહર્નિશ શાંતિનો અનુભવ કરવા લાગે. મને તો આ વાતાવરણમાં ખૂબ જ મજા આવી રહી હતી. અને આમ પણ હું પહેલેથી જ સાંદર્યપ્રેમી રહ્યો છું. એ દરેક ચીજ કે વ્યક્તિ જેને સુંદરતાનું વરદાન મળ્યું હતું. એના પ્રત્યે એક અદમ્ય ઝડપથી હું આકર્ષાતો એટલે જ અત્યારે મને ખૂબ મજા આવી રહી હતી.

થેંબો અમને ખરીદી કરવા માટે અહીં આવતા પર્યટકોના સૌથી પ્રિય એવા એક બજારમાં લઈ આવ્યો એક ખુલ્લી લાંબી સડકની બંને બાજુએ વિવિધ વસ્તુઓની હરોળબંધ દુકાનો હતી. એ સડક થોડી ઢોળાવવાલી પથ્થરોથી બનેલી હતી. અહીં જૂનવાણી અને આધુનિક બંને પ્રકારની દુકાનો બનેલી હતી. અને લગભગ બધાને ૧૩૧ આકર્ષી શકે એવી તમામ પ્રકારની વસ્તુઓ એકદમ વ્યવસ્થિત રીતે દુકાનોમાં ડિસ્પ્લે ગોઠવાયેલી હતી. સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે આટલી સખત ઠંડી અહીં પડતી હોવા છતાં આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની ઘણી દુકાનો અહીં હતી. અને એ દુકાનોમાં પર્યટકોનો ધસારો પણ સારો એવો રહેતો. મારે કંઈ લેવાની ઇચ્છા નહોતી. એટલે ધીરે ધીરે ચાલતા હું એ દુકાનોનું વિન્ડો શોપીંગ કરી રહ્યો હતો. થેંબો મારી પાછળ જ હતો. પૂજા, ટીના અને જગદીશ મારાથી આગળ ચાલતા હતા. ટીના લગભગ નાના બાળકની જેમ દરેક દુકાન આગળ ઉભી રહી જતી અને જગદીશ મહામુસીબતે એનો હાથ ખેંચીને પરાણે આગળ ચલાવતો હતો. એ જાઈને પૂજા ચાલતા ચાલતા હસી રહી હતી. એ એક અદભૂત નજારો હતો. પથ્થરોની ખુલ્લી લાંબી સડક પાછળ એક ખૂબજ ઊંચાઈ ધરાવતો થોડે દૂર એક પર્વત હતો. અને એ પર્વતોને વરસાદી વાદળો ઘેરી વળ્યા હતા. એ અલૌકિક દેખાતા પર્વત અને મારી વચ્ચે પૂજા ઊભી હતી. અને એ મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી. એ અલૌકિક રમણીય દૃશ્ય હતું. જાણે કે કોઈ અપ્સરા સ્વર્ગમાં એની સુંદરતા વડે દેવતાઓને ઘાયલ કરી રહી હોય એવી જ હાલત મારી હતી. હું ક્યારેક વિહ્વળ બની જતો અને મન થતું કે દોડીને પૂજા પાસે જાઉં. અને એની સમક્ષ મારા પ્રેમના એકરાર કરી નાંખુ. પરંતુ પછી ડર લાગતો કે ક્યાંક એ મારો પ્રસ્તાવ ઠુકરાવી દે તો....? અત્યારે હજી બપોરના ત્રણ જ વાગ્યા હતા એટલે અમારી પાસે ઘણો સમય હતો. જાકે અહીં સાંજ વહેલા થઈ જતી પરંતુ રાત્રે તો અહીંની ખૂબસૂરતી સોળેકળાએ ખીલી ઊઠતી. રાત્રિના સમયે દુકાનોમાં ચમકતી રોશની અહીંના કુદરતી સાંદર્યમાં ભળી એક અદભૂત અને મનભાવન સૃષ્ટિનું નિર્માણ કરતી હતી.

પૂજા અને ટીના એક દુકાનમાં ગયા. એટલે એની પાછળ જગદીશ પણ એ દુકાનના પગથિયા ચડ્યો. મને થોડી તરસ લાગી હતી એટલે મેં પાણીની ખોજમાં આમ તેમ નજર દોડાવી, થોડે દૂર આગળ એક કોલ્ડ્રિંકની દુકાન દેખાઈ એટલે એ તરફ મેં પગ ઉપાડ્યા. એક પાણીની બોટલ લઈ ઢાંકણું ખોલી હું પાણી પીવા લાગ્યો. પાણી પીધા બાદ મેં બોતલ થેંબા તરફ લંબાવી કદાચ એને પણ પાણી પીવાની ઇચ્છા હોય. થેંબાએ બોતલ મારા હાથમાંથી લઈ કંઈક અલગ જ રીતે પાણી પીવા લાગ્યો. સાવ ૧૩૨ દેશી રીતે... એક હાથે બોતલનું પાણી, બીજા હાથમાં રેડી એ હાથ હોઠે લગાવીને એ પાણી પી રહ્યો હતો. મને એના આ ભોળપણ પર હસવું આવી ગયું. અને સાથે સાથે મનમાં એક પ્રશ્ન ઊઠ્યો કે આ થેંબાનું નામ રાજેશે શા માટે ડાયરીમાં લખ્યું છે ? સાવ અચાનક જ ઉદભવેલા પ્રશ્નએ મને વિચારતો કરી મૂક્યો. જરૂર એ કંઈક વિશેષ જાણતો હોવો જાઈએ. જે અમારાથી છુપાવી રહ્યો હતો. મારું સમગ્ર ધ્યાન એના ચહેરા ઉપર જ હતું. એણે પાણી પીને બોતલ મારી તરફ લંબાવી અને મને એકધારું ધારી ધારીને એના તરફ જાતા જાઇ એ ઓઝપાઈને આડું જાઈ ગયો. એ મારી સાથે દૃષ્ટિ ન મેળવી શક્યો. એની એ હરકતે મારો શક પાકો થયો કે એ જરૂર કંઈક જાણે છે.

‘રાજેશ સાથે શું બન્યું હતું...? એને મેં સીધો જ ધારદાર સવાલ કર્યો.

‘કંઈ...કંઈ... નહીં સાહેબ...’ એના શબ્દો તૂટી રહ્યા હતા.

તું જૂઠું બોલે છે. મારે હકીકત જાણવી છે.

મેં તમને કહ્યું તો હતું ને કે હું એમને લાચૂંગ સુધી લઈ ગયો હતો. અને ત્યાંથી મારી તબિયત બગડતા હું પાછો આવતો રહ્યો હતો.

મારે કોઈ વાર્તા નથી સાંભળવી. તારી આંખો કહે છે કે તું સાવ જુઠી વાત કરી રહ્યો છે.

નહીં નહીં... સાહેબ... હું કંઈ નથી જાણતો.

તું તારા દેવતાના સમ ખાઈને આ વાત કહે તો હું માનું કે તું સાચું બોલે છે.

અને એ રોઈ પડ્યો. મેં એની દુખતી રગ દબાવી હતી. અહીંના લોકો એના દેવતાને બહુ જ આસ્થાથી પૂજતા અને કાયમી એના કોપથી ડરતા હતા. થેંબા માટે હવે સાચું બોલવા સિવાય બીજા કોઈ માર્ગ રહ્યો નહોતો. બજારની વચ્ચે એની આંખોમાંથી આંસુઓ વરસી રહ્યા હતા. મેં એને થોડીવાર રડવા દીધો અને પછી એનો હાથ પકડીને બાજુની બંધ દુકાનના પગથિયે બેસાડ્યો. એનું રડવાનું બંધ નહોતું થતું એટલે મેં ફરીથી એને પાણી આપ્યું. થોડીવાર પછી પાણી પીને એ સ્વસ્થ થયો.

સાહેબ... હું તમને બધું જ જણાવીશ. પરંતુ મને એક વચન આપો કે તમે એ કોઈને નહીં કહો. થેંબાએ નજરો નીચી ઢાળેલી રાખીને મને કહ્યું. મેં એના ખભા પર હાથ મૂક્યો એટલે એણે મારી સામે જાયું. મેં આંખોથી જ એને વિશ્વાસ આપ્યો કે એ જે ૧૩૩ કહેશે એ ગુપ્ત રહેશે.

‘તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારે સૌપ્રથમ હું જ સામે ચાલીને એમની પાસે ગયો હતો. પછી મને ગાઈડ તરીકે સાથે રહેવાની એમણે સંમતિ આપી એટલે એમને હું મારા ઘરે લઈ ગયો હતો. રાજેશ સાહેબે જયારે મને પાંગુસ સરોવર લઈ જવાની વાત કરી એટલે હું એ સાંભળીને ગભરાઈ ગયો હતો. કારણ કે એ જગ્યા ઠીક નહોતી અને ત્યાં ઘણીબધી અનહોની ઘટનાઓ બનતી હતી. એટલે મેં ત્યાં જવાની ચોખ્ખી ના પાડી અને એમને પણ આ વિચાર પડતો મૂકવા જણાવ્યું. કદાચ એ મારી વાત માની ગયા હશે કે નહીં એ મને ત્યારે ખબર નહોતી પડી પરંતુ એ પછી અહીં ગંગટોક બતાવવાનું મને કહ્યું ખાસ કરીને એ જગ્યાઓ જે પૌરાણિક હોય. એ માટે હું રાજી થઈ ગયો અને લગભગ બે દિવસ સુધી અમે ગંગટોક ફર્યા. ઘણી બધી જગ્યાઓ મેં એમને બતાવી અને છેલ્લે આપણે આજે જઈ આવ્યા એ લાઈબ્રેરીમાં ગયા હતા. ત્યાં તમે લોકોએ આજે જે પુસ્તક જાયું એ જ પુસ્તક એમણે વાંચવા લીધું હતું. એ પુસ્તક વાંચતા વાંચતા જ કોઈક પાના પર અટકી ગયા અને થોડીવાર વિચાર કરીને મને પૂછ્યું કે આ ખુરશીદ લતીફ વિશે હું શું જાણું છું? મારા માટે તો આ હેરતની વાત હતી કે આ સાહેબ ખુરશીદ વિશે ક્યાંથી જાણે? કદાચ એ એમના હાથમાં રહેલી ચોપડી વાંચીને મને પૂછી રહ્યા હશે એવું અનુમાન મેં લગાવ્યું. પરંતુ ખુરશીદ એવો તો કોઈ ખાસ વ્યક્તિ હતો નહીં. કે એના વિશે કોઈ આવા દળદાર પુસ્તકમાં લખે. ખેર... જે હોય તે. મારી તો ફરજ હતી એટલે હું જેટલું ખુરશીદ વિશે જાણતો હતો એટલું મેં એમને કહ્યું.

શું વાત કરી હતી તે રાજેશને ખુરશીદ વિશે?

‘મારો તો જન્મ પણ નહોતો થયો. એ પહેલા ખુરશીદનું મોત થઈ ગયું હતું. ખુરશીદના મોતના દસેક વર્ષ બાદનો મારો જન્મ છે એટલે મેં પણ સમજણો થયા પછી અહીંના લોકોના મોંઢે જે વાતો એના વિશે સાંભળી હતી એને સાચી માની લીધી હતી. એ વાતો કંઈક એમ છે કે ખુરશીદ ઉપર છલ્લી એક ક્રાંતિકારી માણસ હતો. પરંતુ એ હતો ઘણો ખૂંખાર. એ સમયે આઝાદી મેળવવાની જ્વાળા આખા ભારતવર્ષમાં ફેલાયેલી હતી. એમાં ખુરશીદ જેવા લોકો પણ સામેલ થઈ ગયા હતા. જેમનો મકસદ તો કંઈક ૧૩૪ બીજા જ હતો. ખુરશીદ એક ક્રાંતિકારી હોવા છતાં એની આડમાં એના બીજા ધંધા પણ ચલાવતો હતો. સૌથી વધુ તો એ દાણચોરીના કામમાં માહેરહતો.. સિક્કિમ એ નેપાળ, તિબેટ અને ચીનની સરહદો સાથે જાડાયેલું છે એટલે અહીં તો દાણચોરી માટે સૌથી વધુ સાનુકૂળતા મળતી હતી. સૌથી વધારે દાણચોરી નેપાળ સરહદેથી થતી અને આ કામમાં ખુરશીદની માસ્ટરી થઈ ગઈ હતી. થોડા સમયમાં જ એણે એ ધંધામાં ખૂબ જ રૂપિયા બનાવ્યા હતા. અને એલોકોની નજરોમાં ન ચડે તેના માટે એણે એક ક્રાંતિકારીનો આંચળો ઓઢીલીધો હતો. ક્રાંતિકારીના આંચળા હેઠળ એનું કામ તો ખૂબ ફૂલ્યું ફાલ્યું હતું. કારણ કે એના કારણે એ બીજા ઘણા એના જેવા માણસોના સંપર્કમાં આવ્યો હતો.

અને એમાં એને એના કામને સંલગ્ન માણસો પણ મળી ગયા હતા. એની જ્યારે હત્યા થઈ ત્યારે એના ઘરે અઠવાડિયા પહેલા જ રાજસ્થાનથી ચાર વ્યક્તિઓ રોકાવા આવી હતી. ખુરશીદે એ વ્યક્તિઓને પોતાના મિત્ર તરીકે ગામવાળાઓને ઓળખાણ કરાવી હતી. એ જ લોકોએ પાછળથી કોઈક કારણોસર ખુરશીદની હત્યા કરી નાખી હતી. અને પછી એ પલાયન થઈ ગયા હતા. એ સમયમાં પણ એચારેયની ખૂબ શોધખોળ થયેલી પરંતુ એમનો કોઈ જ પત્તો મળ્યો નહોતો. એ લોકો ક્યાં ગાયબ થઈ ગયા હતા એ રહસ્ય હજુ આજેય અકબંધ જ છે. એ લોકો કોણ હતા...? શા માટે આવ્યા હતા...? અને ક્યા કારણોસર એમણે ખુરશીદની હત્યા કરી હતી.? આ સવાલોના જવાબ તો આજ સુધી મળ્યા નથી. એ રહસ્યો પરથી આજે પણ પડદો પડ્યો છે. પછી તો જેટલા લોકો, એટલા મોઢા એટલી વાતો વહેતી થઈ હતી. કોઈ કહેતું એ લોકો લાચૂંગ તરફ ગયા હતા. જ્યાંથી ચીનમાં ઘૂસી ગયા હતા. તો કોઈ કહેતું કે એમને પાંગુંસ સરોવર ભરખી ગયું હતું. તો વળી કોઈની વાતો તો એવી હતી કે એ ચારેય ફક્ત અહીં ખુરશીદનો ભેગો કરેલો માલ લૂંટવા આવ્યા હતા. અને લાગ જાઈ એ માલ પર હાથ સાફ કરીનાંખ્યો હતો. સાથે સાથે ખુરશીદનું પણ ઢીમ ઢાળી નાંખ્યું હતું. અને પાછા રાજસ્થાન ભાગી ગયા હતા. આમ એના વિશે તો સાચી બાતમી કોઈની પાસે નહોતી...

તો આમાં રાજેશને શું રસ પડ્યો હતો...? એ શા માટે લાચૂંગ ગયો હતો...?

મેં જ્યારે તમામ વાતો એમને કહી સંભળાવી એટલે થોડો સમય તેઓ કોઈ ઊંડા ૧૩૫ વિચારમાં ખોવાઈ ગયા હતા. અને પછી તરત એમણે મને લાચૂંગ લઈ જવા કહ્યું હતું. અમે બીજા દિવસે લાચૂંગ જવા નીકળ્યા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે મને ખબર પડી કે રાજેશ અહીં પેલા ખુરશીદના સાથીઓ વિશે જ તપાસ કરવા આવ્યા હતા. લાચૂંગ એક નાનકડું પહાડીઓની તળેટીમાં વસેલું ગામ છે. ત્યાંના બુઝર્ગોને અમે શોધી શોધીને પેલા ચાર રાસ્જસ્થાનીઓ વિશે પૂછ્યું પરંતું એ લોકો વિશે કોઈ કંઈ જાણતું નહોતું. એ દિવસે રાજેશ ખૂબજ નિરાશ થયા હતા.

પછી શું થયું...? આમાં તો કંઈ ખાસ વાત નથી....’ મારે જે જાણવું હતું એવું તો કંઈ થેંબાએ હજી સુધી મને કહ્યું નહોતું.

પછી... પછી... સાહેબ, સાવ અણધારી ઘટના અમારી સાથે ઘટી... એ ઘટનાને યાદ કરું છું તો આજે પણ મારા રૂંવાડા થથરી જાય છે. એ દિવસે અમારી નજરોની સામે એક ખૂન થયું હતું. અરે નજરોની સામે નહીં... એ માણસ રાજેશના ખોળામાં જ મૃત્યુ પામ્યો હતો. અને અમે પણ અમારા મોતને હાથતાળી આપીને ત્યાંથી ભાગ્યા હતા. જા અમે વધારે સમય ત્યાં રોકાયા હોત તો અમારું પણ મોત નક્કી જ હતું. થેંબોએ મને જણાવ્યું અને સાથે જ એની આંખો ચકળવકળ થવા લાગી હતી. જાણેકે એઘટના યાદ કરીને એ ડરી રહ્યો હતો. મારા માટે તો આ વાત સાવ અણધારી જ હતી. મને લાગ્યુંકે જાણે કોઈએ મારા પગ પાસે કોઈકે બોમ્બ ફોડ્યો હોય. મારી જિજ્ઞાસા વધી ગઈ હતી. અને એવું લાગતું હતું. કે અત્યારે હું બિલકુલ સાચા રસ્તે જઈ રહ્યો છું.... રાજેશે કંઈ અમથા જ આ થેંબોનું નામ એની ડાયરીમાં નહોતું લખ્યું. મારા મોઢામાંથી અનાયાસે જ શબ્દો નીકળી પડ્યા.

‘ખૂન... કોનું ખૂન...? કોણ હતા એ લોકો...? અને શા માટે ..? તું મને વિસ્તારથી કહે... મારા શરીરમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. અને થેંબો જાણે અત્યારે એની નજરો સામે એ ઘટના નિહાળી રહ્યો હોય એમ મને કહી રહ્યો હતો.

અમે એ આખા દિવસની રઝળપાટના અંતે ગામના છેવાડે આવેલા બૌદ્ધ મંદિરમાં પહોંચ્યા હતા. ચાલી ચાલીને થાકી ગયા હોવાથી અમે ત્યાં જ બેસી ગયા. લગભગ અડધા કલાક પછી અમને દૂરથી કોઈ દોડતું અમારી તરફ આવી રહ્યું હોય એવો ભાસ ૧૩૬ થયો અને સાવ અચાનક જ મેં જાયું તો અમારી તરફ હાંફતો ભાગતો દોડતો આવી રહ્યો હતો. એ શખ્શ લાચૂંગનો મુખી હતો. એ મંદિરના પગથિયા ચડીને અમારી તરફ ધસ્યો હતો. હજી તો અમે કંઈ સમજીએ, વિચારીએ એ પહેલા તો મુખી રાજેશ જ્યાં બેઠો હતો. એના ખોળામાં ગડથલિયું ખાઈને પડ્યો. અમે તો હેબતાઈને એને જાઈરહ્યા હતાકે અચાનક આ બધું શું બની રહ્યું હતું... સાહેબે ધ્યાનથી જાયું ત્યારે ખબર પડી કે એની પીઠમાંથી ત લોહી નીકળી રહ્યું હતું. હું એ મુખીને સારી રીતે ઓળખતો હતો. એનું નામ અમો હતું. બધા એને અમોમુખી કહીને જ બોલાવતા હતા. હું એની પાસે ગયો. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે એ બહુ બૂરી રીતે ઘાયલ થયો હતો. અને એની પીઠમાંથી ભભક ભભખ કરીને લોહી મંદિરની ફર્શ પર વહેવા લાગ્યું હતું. એ કંઈક કહેવા માંગતો હતો. કંઈક બોલવા માંગતો હતો. પરંતુ એના શ્વાસ ડચકા ખાવા લાગ્યા હતા. કદાચ એ મરી રહ્યો હતો. અમે તો સાવ હતપ્રભ સ્થિતિમાં ત્યાં બેસી રહ્યા હતા. અમારે શું કરવું જાઈએ એનો વિચાર શુદ્ધાં નહોતો આવતો. સાવ ઓચિંતા જ, અણધારી બનેલી આ ઘટનાએ અમને વિચારશૂન્ય બનાવી દીધા હતા. બીજીતરફ અમોમુખી નિસ્તેજ થતો જતો હતો. આખરે કોશિશ કરતી હોય એમ એમનો જમણો હાથ એણે એના ગળામાં લટકતા મુદ્રા આકારના માદળિયા પર નાખ્યો અને એક ઝાટકાથી એને તોડીને એ માદળિયું એના હાથમાં લીધં અને એ રાજેશના હાથમાં મૂક્યું. સાવ અચાનક લોહીથી ખરડાયેલું એ મુદ્રા આકારનું માદળિયું રાજેશે પોતાના હાથમાં જાયું એટલે એ ભડકી ઊઠ્યા અને ડરના માર્યા એ માદળિયાનો એણે ઘા કરી દીધો. હજુ તો અમે કંઈ વધારે સમજીએ કે શું બની રહ્યું છે અને એ મુખી આવી પરિસ્થિતિમાં કેવી રીતે અહીં સુધી આવ્યો એ પહેલા તો ધડાધડ કરતા ત્રણ રિવોલ્વર ધારી વ્યક્તિઓ મંદિરન દાદરા ફલાંગતા આવીને અમારી આસપાસ વીંટળાઈને ઊભા રહી ગયા. એ લોકોના હાથમાં બંદૂકો હતી. એટલે મને સમજતા વાર ન લાગી કે આ લોકોએ જ મુખીને માર્યો છે.

અને એની પાછળ ભાગતા ભાગતા અહીં આવ્યા છે. એ સૂટબૂટમાં સજ્જ શહેરી માણસો હતા. અને એ પછીની ઘટનાઓ જે ઝડપે બની એ તો ખરેખર ઉપરવાળાની અમારા ઉપર મહેરબાની જ હતી. મુખી હજુ જીવતો હતો અને રાજેશના ખોળામાં ૧૩૭ પડ્યો પડ્યો કણસી રહ્યો હતો. પેલા ત્રણમાંથી એકે એની રિવોલ્વરની નાળ મુખીની છાતી તરફ કરી અને ઉપરાછાપરી બે ગોળી એની છાતીમાં ધરબી દીધી. એની છાતીમાંથી લોહીનો ફૂવારા ફૂટ્યા. અને મોઢામાંથી એક નાની અમથી ચીસ... ત્યાં ને ત્યાં જ એના રામ રમી ગયા હતા... મુખી નિસ્તેજ થઈ ગયો હતો. ત્યારે અમનેય અમારી સામે અમારું મોત નાચતું દેખાતું હતું. અમે સમજી ચૂક્યા હતા કે હવે અમારો વારો હતો અને મારું અનુમાન સાચું પડ્યું. પેલા માણસે બંદૂકનું નાળચું રાજેશ તરફ ઘૂમાવ્યું. એકટોકટીની પળ હતી અને કોને ખબર કે મારામાં એટલી તાકાત ક્યાંથી આવી ? મેં વગર વિચાર્યે ઓચિંતો જ એ માણસ પર હુમલો કરી દીધો. હું સીધો જ એના ઉપર કૂદ્યો. એના માટે આ હુમલો સાવ અણધાર્યો હતો. એટલે એ કંઈ પ્રતિક્રિયા કરે એ પહેલા તો હું એની ઉપર હતો. અને એ મારી નીચે. બરાબર એ જ સમયે રાજેશે પેલા મુખીને ખોળામાંથી નીચે પટકીને ગામ તરફ રીતસરની દોડ મૂકી. એને જાઈને હું પણ પેલા માણસ ઉપરથી ઉછળીને ધડાધડ મંદિરના પગથિયા ઊતરતો ગામમાં ભાગ્યો.

અમારું સમગ્ર ધ્યાન આગળ દોડવામાં જ હતું કે જેથી ગમે તેમ કરીને જલદીથી ગામમાં ઘૂસી જવાય. એટલે પાછળ શું થાય છે એ લોકો અમારી પાછળ આવે છેકે નહીં એ જાવા રોકાયા વગર મુઠ્ઠીઓ વાળીને અમે ભાગી રહ્યા હતા. સનનન... સનનન... કરતી બે ત્રણ ગોળીઓ મારા કાન પાસેથી પસાર થઈ ગઈ હતી. ભયાનક બીકનો માર્યો હં આંખ મીચીને મુઠ્ઠીઓ વાળીને આડેધડ ભાગ્યો હતો. ક્યાંય સુધી ભાગ્યા બાદ અમે અટક્યા હતા. કારણ કે અમારી પાછળતી આવતા અવાજા બંધ થઈ ચૂક્યા હતા. છાતીમાં શ્વાસનો ભરાવો થઈ ગયો હતો. એટલે અમે હાંફી રહ્યા હતા. અમે સહીસલામત હતા અને અમારી પાછળ અત્યારે કોઈ નહતું. એ લોકો ગાયબ થઈ ચૂક્યા હતા. અમારા મોતિયા મરી ગયા હતા. સાક્ષાત મોતને હાથતાળી આપીને અમે ભાગ્યા હતા. આ બધું એટલું ઝડપી બની ગયું હતું કે અમને પણ પૂરેપૂરી સમજમાં નહોતું આવ્યું કે આખરે શું બન્યું હતું. અમારી નજરની સામે પેલા અમોમુખીનું ખૂન થયું હતું. અને એના લોહીના છાંટા અમારા કપડા ઉપર ઉડ્યા હતા. અમારા હાથ લોહીથી ખરડાયેલા હતા એટલે હવે જા આવી હાલતમાં અમે ગામમાં જઈએ અને ગામલોકોને ૧૩૮ ખબર પડે કે એમના મુખીનું ખૂન થઈ ચૂક્યું છે, અને એ સમયે અમે ત્યાં જ હતા તો અમારું તો આવી જ બને. ગામ લોકો તો અમને જ ખૂની સમજીને પતાવી નાંખે, એટલે અમે ત્યાંથી લાચૂંગથી, બારોબાર કોઈને જાણ ન થાય એવી રીતે ગંગટોક જીપમાં બેસીને અહીં આવી ગયા હતા. એ જ દિવસે મેં તરત રાજેશસાહેબને અહીંથી પરત દાર્જીલીંગની ગાડીમાં બેસાડી રવાના કરી દીધા હતા. જા આ વાત જાહેર થી જાય તો અમારા માટે મોટો ખતરો થાય એમ હતું. નિર્દોષ હોવા છતાં અમે ટીચાઈ જઈએ એ કરતાં ચૂપ રહેવાનું જ અમે મુનાસીબ માન્યું હતું. સાહેબની હાલત તો મારા કરતાય ખરાબ હતી. એટલે ગભરાટમાં એ કંઈ બાફી મારે એના કરતાં એમને ચૂપચાપ અહીંથઈ મોકલી આપવામાં જ ભલાઈ સમજી હતી.

એ ઘડીને આજનો દિવસ, એ વાત મારા જીવનમાંથી સાવ ભૂંસી જ નાંખી છે આ તો તમે મારા દેવતાના સમ આપ્યા એટલે હું વિવિશ બની ગયો તમને કહેવા માટે, નહીંતર આ રહસ્ય મારા મૃત્યુની સાથેજ દફન થાત તમે પણ મહેરબાની કરીને આ રહસ્ય કોઈને કહેતા નહીં. નહિંતર આપણી ઉપર આફત ઉતરી આવશે. ‘એકધારું બોલતાં થેંબાને શ્વાસ ચડ્યો હતો. એટલે એરોકાયો. ‘હવે તમે જ કહો કે જા આ વાત બહાર જાય તો મારું તો આવી જ બને. તમે લોકો જ્યારે પહેલીવાર મારે ત્યાં આવ્યા અને પેલા બહેને સાહેબનો ફોટો બતાવ્યો ત્યારે સાચું કહું તો હું હેબતાઈ ગયો હતો.. એ સમયે હું આપલોકોને બરાબર ઓળખતો પણ નહોતો એટલે આ વાત તમને કહેવાનો કોઈપ્રશ્ન જ ઉપસ્થિત થતો નહોતો. તમને લોકોને શક ન પડે એટલા માટે જ હું તમારી સાથે આવવા તૈયાર થયો હતો. હં ખોટું બોલ્યો હતો. પરંતુ જ્યારે મને સચ્ચાઈની ખબર પડી કે પેલા પૂજાબહેન એ સાહેબના સગા બહેન છે. અને તમે લોકો સાહેબની ડાયરી વાંચીને અહીં સુધી આવ્યા છો એટલે મારો આત્મા મને કહી રહ્યો હતો કે સચ્ચાઈ તમને જણાવી દઉં. એમાં આજે તમે મને રંગેહાથપકડી લીધો. અમારા દેવતાના સમ દીધા એટલે આ વાત મેં તમને કહી.

થેંબાની વાત સાંભળી હવે કંઈક કડીઓ મળી રહી હતી. થેંબાની વાત પરથી એક બાબત તો સાવ સ્પષ્ટ થતી હતી કે રાજેશ પાંગુસ સુધી ગયો જ નહોતો. અને લાચૂંગથી એ રીટર્ન સુરત પહોંચ્યો હતો. તો આ વાત હતી રાજેશ ઉપર ફાયરિંગ થવા પાછળ. ૧૩૯ પેલા લોકોએ રાજેશને શોધી લીધો હતો અને એને મારવાની પણ કોશિશ કરી હતી. ધીરે ધીરે આખી સ્ટોરી મારી સમજમાં આવતી હતી. મને આખું ચિત્ર સ્પષ્ટસમજાઈ રહ્યું હતું. રાજેશ સાવ અચાનક, ઓચિંતા જ બનવાજાગ આ ખરાબ સંજાગોમાં સપડાઈ ગયો હતો. એ લાચંગ ગયો ત્યારે એને કે થેંબાને પણ કોઈ ખબર નહોતી કે એમની સાથે આવું કંઇક બનશે જે રાજેશની જિંદગી નર્કમાં બદલી નાંખશે. અનાયાસે જ એ એક વિષચક્રમાં ફસાઈ ગયો. અને પેલા લોકોના હાથે ચડી ગયો હતો રાજેશે એની ડાયરીમાં લખેલી લગભગ તમામ બાબતો સ્પષ્ટ થઈ ગઈ હતી. કોઈક કારણોસર લાચૂંગના મુખી અમોમુખી ઉપર પેલા લોકોએ જીવલેણ હુમલો કરી મારી નાંખ્યો રાજેશે અને થેંબાએ આ ઘટના પોતાની આંખોથી જાઈ. ફક્ત જાઈ જ નહીં પરંતુ એ ઘટનાના જીવંત સાક્ષી બન્યા. ખરેખર ખૂબ જ ખતરનાક વાત હતી... જા ઇન્સ. ચાવડાની વાત માનીએ તો રાજેશના કેસની પાછળ કોઈ બહુ જ મોટા માણસો હતા. અને આ બાબત મારા માટે ખૂબજ ગંભીર બની જતી હતી... હવે જા એ લોકોને ખ્યાલ આવી જાય કે અમે રાજેશની ડાયરીના આધારે તપાસ કરતા કરતાં ગંગટોક સુધી પહોંચી ગયા છીએ તો અમારે પણ જાખમ હતું. એમ હતો. કદાચ રાજેશ કરતાં પણ ખરાબ હાલત થાય અમારા.. એટલે હવે અમારે બહુ જ સાવધાની રાખી આગળ વધવું પડશે.

‘આ વાત તારે બીજા કોઈને કહેવાની જરૂર નથી.’

‘હું કોઈને નહીં કહું.’

‘ઠીક છે ચાલ હવે.... પેલા લોકો દુકાનમાંથી બહાર નીકળે એ પહેલા તું સ્વસ્થ બની જા, નહીંતર એ લોકોને શક પડશે.’

મારી અને થેંબાની વાર્તા ત્યાં જ પૂરી થઈ હતી. હું લગભગ બધું જ સમજી ચૂક્યો હતો. કે રાજેશ સાથે શું અને કેવી રીતે બધું બન્યું હશે.... એ સાવ નિર્દોષ હોવા છતાં મહા ભયાનક મુસિબતમાં અટવાયો હતો. હજી એક વાત મારા મગજમાં ખટકતી હતી કે આ ખુરશીદમાં રાજેશને શા માટે રસ પડ્યો હતો. રાજેશ કંઈ ડિટેક્ટિવ તો હતો નહીં કે એનું ખુરશીદની પાછળ જાસૂસી કરવાની ઈચ્છા ઉદભવે. છતાં એણે એવું કર્યું હતું. ૧૪૦ જે એનુંગાંડપણ સાબિત થયું હતું. પરંતુ ‘ખુરશીદ’ શા માટે....? આ પ્રશ્ન મારા મનમાં અથડાયા કરતો હતો.

***

સાતેક વાગ્યાની આસપાસ અમે હોટલ પાછા ફર્યા. અમે ખૂબ રખડ્યા અને અહીં ઘણીબધી જગ્યાઓ જાઈ લીધી હતી. મને તો ધરાતુંજ નહોતું અને એવી ઈચ્છા ઉદભવતી હતી કે અહીંના કુદરતી સાંદર્યનું રસપાન કર્યે જ રાખીએ. પરંતુ એ શક્ય નહોતું બનવાનું. અમારે હજી ઘણાં કામ કરવાના હતા અને સાંજ પણ ઢળવા આવી હતી એટલે પાછા ફરવું પડ્યું હતું. થેંબે તો અમે હોટલમાં પહોંચ્યા ત્યાંથી જ એના ઘરે જવા માંગતો હતો. પરંતુ મેં એને રોક્યો કારણ કે આવતી કાલે સવારે શું કરવાનું છે એનો નિર્ણય આજે રાતે જ કરવાનો હતો. એ નિર્ણય એને જણાવવો જરૂરી હતો. જા આગળનું પ્લાનિંગ ચોક્કસ બેસી જાય તો વહેલી સવારે જ અહીંથી નીકળી જવાની ગણતરી મેં કરી હતી. હવે અમારે બધાના વિચારો જાણવાના હતા કે તેઓ શું કહે છે?

હું અને થેંબો સૌથી પાછળ ચાલતા હતા. પૂજા અમારાથી થોડે જ આગળ હતી. અને વારેવારે પાછળ ફરીને અમને જાઈ લેતી હતી. હોટલમાં પહેલા જગદીશ અને ટીના દાખલ થયા અને તેઓ સીધા જ રૂમ તરફ પ્રયાણ કરી ગયા. જ્યારે પૂજા રિસેપ્શન કાઉન્ટરની સામે લોન્જમાં મુકેલા મુલાયમ સોફા તરફ વળી, એ કદાચ ત્યાં થોડીવાર બેસવા માંગતી હશે. પૂજાને સોફા તરફ જતા જાઈને હું પણ એ તરફ ચાલ્યો. થેંબોત્યાં બાજુમાં કાઉન્ટર સુધી પહોંચીને અટકી ગયો. મેં પૂજાની બાજુમાં બેઠક લીધી.

‘શું વાત છે.? થાકી ગઈ? ઉપર રૂમમાં ફ્રેશ થવા નથી જવું...? મેં એની નજરમાં નજર નાંખીને પૂછ્યું. એના ગૌર કપાળ પર અત્યારે ચિંતાની રેખાઓ અંકિત થયેલી હતી. કોઈ ટેન્શન છે..?’

‘ના,... થોડીવાર અહીં બેસવું છે.’

‘ઓકે... અચ્છા એ કહે કે તે બજારમાંથી શું શું ખરીદ્યું....? મારી નજર એણે ૧૪૧ હાથમાં પકડેલી બેગ પર પડી.

‘ખાસ કંઈ નહીં... થોડો જરૂરી સામાન લીધો છે. ખાસ તો અહીંની ઠંડીથી બચવા એક બે સ્કાર્ફ ખરીદ્યા છે. તમને ઠંડી નથી લાગતી..?

લાગે છે ને? એના માટે તો આ સ્વેટર પહેર્યું છે.

‘તમે માથે કે પછી કાન પર ટોપી કે મફલર એવું નથી પહેરતાં?

ક્યારેક સખત ઠંડી હોય તો પહેરું છું. પરંતુ અહીં એ લાવવાનું રહી ગયું. હવે અહીંથી ખરીદી કરવી પડશે...

તો આજે કેમ ખરીદી ન કરી...?

એવો ખ્યાલ જ ન રહ્યો કે કોઈ ચીજ ખરીદવી છે...

કેમ...?

હવે હું સાવધ થઈ ગયો. પૂજાનો આ કેમ...? સવાલનો જવાબ મારી પાસે હતો કે થેંબા સાથે વાતોમાં મશગૂલ બની ગયો હતો. પરંતુ એ પૂજાને કહેવાય એમ નહોતું. કે અમારા વચ્ચે શું વાતો થઈ હતી.

કેમ ચૂપ થઈ ગયા..? આજે તો આપણી પાસે સમય હતો. તો પછી થોડી ખરીદી કેમ ન કરી...?

બસ એમ જ....

અમીત.. પ્લીઝ અચાનક એ ભાવુકબની ગઈ. એ મારી તરફ થોડી ફરી અને મારા બંને હાથ એના હાથમાં લઈને અમારી નજરો સાથે નજર મેળવી. પ્લીઝ તમને અંદાજ આવી જગયો હશે કે હું તમને શું પૂછવા માગું છું. એની આંખોમાં ઝાકળની બૂંદો ચમકવા લાગી. તમે મને સાચો જવાબ આપશો...?

કેમ તારે આવું પૂછવું પડ્યું...? તને એવું લાગે છેકે તું કંઈક મને પૂછીશ અને હું સાચું નહીં બોલું.. ? મારી ઉપર વિશ્વાસ નથી...?

તમારી ઉપર વિશ્વાસ મૂકીને તો હું અહીં આવી છું. નહીતર મને બીજા કોનો સહારો છે અહીં..? તમારા ઉપર શંકાકરવાનો મતલબ છે કે મારો પોતાની જાત ઉપર શંકા કરવી. મને રતિભાર પણ અવિશ્વાસ નથી. તમારા પ્રત્યે ઉલટાની મને મારી જાત ૧૪૨ કરતા પણ વધુ તમારા પર શ્રદ્ધા છે કે તમે ક્યારેય મારું અહિત નહીં થવા દો. પરંતુ અત્યારે મને એવું લાગે છે કે હું જે પૂછીશ એનો સાચો જવાબ તમે મને હીં આપો.

‘જા તને એવું લાગતું હોય કે હું તારાથી કંઈક છુપાવીશ તો એપણ તારી ભલાઈ માટે જ હશે. છતાં તું કહે... શું પૂછવું છે તારે...? હું સાચું બોલીશ.

મેં તમને અને થેંબાને બજારમાં ઘણી ગહન અને લાંબી વાતો કરતા જાયા હતા. અનેમને ખબર છે કે એ વાતો રાજેશ વિશે જ હોઈ શકે. કારણ કે તમારો ચહેરો એની ચાડી ખાઈ રહ્યો હતો. મારે એ જ જાણવું છે કે થેંબાએ તમને શું કહ્યું...?

ઓ હ .. તો આમ વાત હતી. પૂજા દુકાનમાં ઊભી ઊભી પણ અમારા તરફ ધ્યાન રાખી રહી હતી. હું સંકટમાં આવી ગયો કારણ કે આ વાત કોઈને નહીં કહેવાનું મેં થેંબાને વચન આપ્યું હતું. અને આ તરફ અત્યારે પૂજા એ મારું વચન તોડાવવા તૈયાર થઈ હતી. મેં થેંબા તરફ દૃષ્ટિ કરી. એ દૂર ઊભો હતો પરંતુ કદાચ એને આખી વાત સમજાઈ ગઈ હોવી જાઈએ એટલે તેણે આંખોથી જ મૂક સંમતિ આપી દીધી.

તો સાંભળ.. થેંબાએ મને જે ક્હયું હતું તે આખી વાત મેં પૂજાને જણાવી. પૂજા ચૂપચાપ એ સાંભળતી રહી. એની આંખોમાં જામેલા ઝાકળ ધીરે ધીરે આંસુમાં ફેરવાતા ગયા અને એનો ગુલાબી ગાલો પરથી એ આંસુ દડ દડ વહીને સોફા પરપડી રહ્યા હતા. એ નીચે જાઈ રહી હતી અને રડી રહી હતી. એના માટે આ વાત કદાચ વર્જાઘાત સાબિત થઈ હતી. કેમ ન થાય ? સાવ નિર્દોષ એનો ભાઈ રાજેશ લેવા દેવા વગર ફસાયો હતો. આ વાતના કારણે પૂજાના દિલને જબરજસ્ત ધક્કો લાગ્યો હતો. હું એની વધારે નજીક સરક્યો અન એનો ચહેરો મેં હાથેથી ઉપર ઊઠાવ્યો. એની નજરો મારી સાથે મળી અને મને વળગીને ચોધાર આંસુએ રડી પડી. મારી પાસે એને સાંત્વના આપવાના શબ્દો નહોતા. હું એના માથા અને પીઠ પર હાથ પસરાવી રહ્યો હતો. અને એ બસ એમ જ મને વળગીને રડી રહી હતી. હોટલના કાઉન્ટર પાસે ઊભેલા બે ટુરિસ્ટ, થેંબો અને આ હોટલનો મેનેજર, એ તમામની નજરો અમારી તરફ જ જાતી હતી એટલે મારે પૂજાને સંભાળવી જરૂરી હતી. હું થોડોઘણો ક્ષોભીલો પડી ગયો હતો. છતાંપૂજાને અત્યારે મારી સૌથી વધારે જરૂરિયાત હતી. મેં એને સમજાવવાની કોશિશ ૧૪૩ કરી. પ્લીઝ પૂજા... તારી જાતને સંભાળ.. આપણે તો ખુશ થવું જાઈએ કે આપણને રાજેશ વિશેની તમામ હકીકતોની જાણ થઈ ગઈ છે. હવે આપણે બેધડક આગળ વધીશું. અને એ લોકો કોણ હતા એ તપાસ કરીને એને સજા કરાવીશું પરંતુ પ્લીઝ પહેલા તું રડવાનું બંધ કર. મારી વાત સાંભળી એ થોડીવારપછી મારાથી અળગી થઈ ગઈ અને પર્સમાંથી રૂમાલ કાઢી એના ચહેરા પર ફેરવ્યો.

સોરી.. હું ભાવુક થઈ ગઈહતી. સંભાળવાની ઘણી કોશિશ કરી છતાં ભાઈની યાદ આવી ગઈ એટલે રડાઈ ગયું. સોરી.... એ હવે સંભાળીને મારાથી થોડે દૂર ખસી.

એક વાત કહું..?

કહે..

‘થેન્ક યુ’

હું હસી પડ્યો. અને એ પણ આસું ભરેલી આંખો સાથે હસી ઊઠી ‘મારા કારણે તમે ઘણી તકલીફો વેઠી રહ્યા છો. જા તમે ન હોત તો આ વાત હું ક્યારેય જાણી ન શકી હોત. કદાચ સ્વપ્નમાં પણ હું અહીં સુધી આવવાનો વિચાર સુધ્ધાં ન કરત. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડશે. પ્લીઝ... તમે મારી સાથે જ રહેજા. પૂજા ખરાદિલથી કહી રહી હતી. ઘડીભર માટે તો હુંય સાવ સ્થિર થઈ ગયો. પૂજાએ નીતે, એના પગ પાસે મૂકેલી બેગ ઉઠાવી જેમાં એણે બજારમાંથી સામાન ખરીદીને ભર્યો હતો. હું તમને કંઈ આપું તો એ તમે સ્વીકારશો..? એણે બેગમાં હાથ નાંખતા કહ્યું.

શ્યોર... કેમ નહીં...

થેલીમાંથી એનો હાથ બહાર આવ્યો. એના હાથમાં આસમાની કલરની એકદમ મુલાયમ અને રેશમી રૂંવાદાર ટોપી હતી. આ તમારા માટે મેં લીધી છે.તમારી નીલી આંખો સાથે આ આસમાની કલર એકદમ મેચ થઈ જશે...પ્લીઝ ના નહીં પાડતા..

પૂજા ખરેખર અજીબ હતી. હજુ હમણાં તો ચોધાર આંસુએ રડી રહી હતી. અને અત્યારે સાવ અચાનક જ એ મને ભેટ આપી રહી હતી. ખરેખર એ ખૂબ જ સમજુ અને ૧૪૪ લાગણીશીલ હતી. સાવ ભોળી હતી. એને એવાતની પરવા નહોતી કે આ ગિફ્ટની વાતનો હું શું મતલબ કાઢીશ. એ તો બસ એની લાગણીઓ મારી પાસે ઠલવી રહી હતી. એની આ રીત જ મને બહુ પસંદ હતી. જે દિલમાં ઉદભવે એ તરત સામેવાળાને જતાવી દેવાનું. કંઈ જ છુપાવવાનં નહીં. જ્યારે મારી સાથે એવું નહોતું. પૂજા તરફ મારી ચાહત વધતી જતી હતી. છતાં એ કહેવાની મારી હિંમત નહોતી ચાલતી. કદાચ એ ડર લાગતો હતો કે જા હું આ વાત એને કહીશ અને એ મારાથી દૂર ચાલી જશે. આ ડરનાકારણે જ મેં મારી ચાહત દબાવી રાખી હતી. પૂજા મારી પાસેથી ઊભી થઈને થેંબા પાસે ગઈ. એને થેન્કયુ કહ્યું અને પછઈ ઉપર ચાલી ગઈ. અમે બંને અવાચક નજરે એની પીઠને તાકી રહ્યા હતા.

***

સમય હતો સવારના સાત વાગ્યાનો. આકાશમાં હજુ પ્રકાશના કિરણો ફૂટવાનો સમય હતો. જા કે આજનું વાતાવરણ જાતા લાગતું હતું કે સૂરજ નારાયણના દર્શન થવા આજે દુર્લભ બનશે. રૂ જેવા પોચા પોચા વાદલોનો આખો સમૂહ અમારી ઉપર આકાશમાં ઝળુંબી રહ્યો હતો. અને ધીરે ધીરે બુંદા બુંદી ચાલુ હતી. મોટાભાગે આ વિસ્તારમાં વિન્ટરમાં બરફવર્ષા થવી સામાન્ય ઘટના હતી. પરંતુ અત્યારે વિન્ટર સમાપ્ત થવા આવ્યો હતો. વસંતઋતુના વધામણા થવાની તૈયારીહતી. એટલે વાદલોમાંથી બરફ નહીં પરંતુ પાણી વરસી રહ્યું હતું. ઠંડીએ હજુ એનું જાર ઘટાડ્યું નહોતું. એમાં પણ આખી રાત પડેલા ઠારના કારણે સવારની ઠંડી કાતિલ બની હતી. અમારે વહેલી સવારે જ લાચૂંગ જવાનું હતું. ગઈકાલે રાત્રે જ નક્કી થયું હોવાથી હોટલમાંથી ચેકઆઉટ કરીને અમે બહાર પાર્કિંગમાં આવ્યા હતા.

પૂજાએ ગઈકાલે સાંજે ગિફ્ટમાં આપેલી મુલાયમ રૂછેદાર ટોપી મેં પહેરી હતી. એની મેંચીંગ સેન્સ અને ખરીદી કરવાની કળા ખરેખર સારીહતી. આ ટોપીમાં હું વધુ આકર્ષક લાગી રહ્યો હતો. મારી નીલી આંખોની સાથે એ આસમાની કલરની ટોપી ૧૪૫ જબરજસ્ત ટ્યૂનિંગ આપી રહી હતી. બે ઘડી તો પૂજા પણ મારી સામું જાઈને રોકાઈ ગઈ તી. અત્યારે પણ એ મને જ જાઈ રહી હતી. અમારો બધો જ સામાન નીચે હોટલના પાર્કિંગ પ્લેસમાં આવી ગયો હતો. થેંબાએ અમારા માટે જે જીપની વ્યવસ્થા કરી હતી એ હજુ સુધી આવી નહોતી એટલે અમે થેંબાને એની પાછળ દોડાવ્યો હતો. અને અમે ત્યાંજ રાહ જાતા ઊભા રહ્યા. પૂજાએ આજે બ્લુ કલરના જીન્સ પર કંઈક વધુ પડતા મોટા કોલરવાળો આસમાની રંગનું શર્ટ ટાઈપ ટીશર્ટ પહેરેલું હતું. ટી શર્ટના મોટાકોલરના કારણે એના ગળાનો ભાગ થોડો વધુ ખુલતો થયો હતો. અને એના ગળાની લીસી, સુંવાળી ચામડી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ટી શર્ટને ખૂબ જ સારી રીતે જીન્સમાં ખોસી અને ઉપર પેલો ઓવરકોટ ચડાવ્યો હતો. એ ખરેખર અનુપમ સ્ત્રી હતી. જે એને બીજાથી અલગ પાતી હતી. પૂજા જ્યારે ખભા ઊંચા રાખીને એકદમ ટટ્ટાર, થોડી ઊંચી હીલના શૂઝ પહેરીને ચાલતી ત્યારે લોકો એને જાવા મજબૂર બની જતા. એની સાબિતી મારી નજરો સમક્ષ જ હતી. હોટલની ફોયરમાં બેસેલા બે ત્રણ પુરુષો લગાતાર પૂજાને તાકી રહ્યા હતા. જ્યારે એમની સાથે બેઠેલી સ્ત્રીઓને પૂજાની ખૂબસૂરતીની ઈર્ષ્યા થઈ રહી હતી.

મારા આશ્ચર્યની વચ્ચે બાજુની હોટલમાં જે લોકો રોકાયા હતા એ લોકો પણ અત્યારે એમનો સામાન એમની ગાડીઓમાં ગોઠવી રહ્યા હતા. અમારી જેમ કદાચ એ લોકો પણ અહીંથી બીજે જઈ રહ્યા હતા. લગભગ દસથી બાર એકદમ હટ્ટાકટ્ટા અને પહેલવાન ટાઈપ માણસો ધડાધડ કરતા એ ગાડીઓમાં ગોઠવાઈ ગયા હતા. અને બીજી જ પળે એમની ગાડીઓ એકપછી એક એ હોટલના પાર્કિંગ પ્લેસમાંથી બહાર નીકળી સડક પર દોડવા લાગી હતી. જ્યારે અમે તો હજી અહીંજ ઊભા ગાડીની રાહ જાઈ રહ્યા હતા. થોડીવાર અમે ઊભા રહ્યા ત્યાંજ થેંબો મોકાણના સમાચાર લઈ આવ્યો કે એણે જે જીપ નક્કી કરી હતી એ બગડીને ઊભી છે અને હવે અમારે બીજી જીપની વ્યવસ્થા કરવી પડશે, મને, પૂજા અને ટીનાને હોટલમાં જ ઊભા રાખી જગદીશ અને થેંબો બીજી જીપની વ્યવસ્થા કરવા બજાર તરફ ગયા.

તમને શું લાગે છે ? શું આપણે એ લોકોને બેનકાબ કરી શકીશું કે જેમણે રાજેશને ૧૪૬ ગોળી મારી હતી? લગભગ સાતેક મહિના જેવો સમય વીતી ગયો છે અને હવે ત્યાં થોડી એમની નિશાનીઓ આપણને મળશે.? પૂજા મારી નજીક આવતા બોલી.

જા પૂજા તું યાદ કર કે આપણે ઘરેથી અહીં આવવા નીકળ્યા ત્યારે આપણી પાસે શું હતું...? કશું જ નહીં.. છતાં આજે આપણે આના વિશે ઘણું બધું જાણીએ છીએ. એમ હવે તો મને પૂરો વિશ્વાસ છેકે ભલે એ લોકો ત્યાં નહીં હોય છતાં એમના વિશેની કોઈક તો કડી , માહિતી આપણને ત્યાં મળશે જ. ઇન્સ. ચાવડાના કહેવા મુજબ રાજેશનો કેસ તો મોટા માથાઓના દબાણના કારણે બંધ થઈગયો હશે એટલે હવે આપણો બધો ભરોસો ભગવાન ઉપર છે અને એ જરૂર કોઈ માર્ગ ચીંધશે જ .. તું જ વિચાર કે તેં ક્યારેય અહીં સુધી આવવા વિશે વિચાર્યું સુદ્ધાં હતું. ? અને છતાં આપણે અહીં છીએ. અને સમજને કે હવે આ કેસનો ઉકેલ પણ સાવ નજદીક આવી ગયો છે. રાજેશે એની ડાયરીમાં લખેલી તમામ નોંધોમાંથી ફક્ત એક ઝાયબન સિવાયની બધી કડીઓ ઉકેલી ગઈ છે અને મને ખાતરી છે કે થોડા સમયમાં જ આપણે રાજેશ પર ફાયરીંગ કરનારને બેનકામ કરી નાંખીશું.

‘ઝાયબન’ શું હોઈ શકે આ શબ્દનો મતલબ..? પૂજા મારી વાત સાંભળીને વિચારવા લાગી. ઝાયબન... ઝાયબન... આ શબ્દ આ પહેલાં પણ ક્યાંક સાંભળ્યો હોય એવું યાદ આવે છે... પરંતુ ક્યાં...? પૂજા એની યાદશક્તિ પર જાર લગાવીને યાદ કરવાની કોશિશ કરી રહી હતી. ઝાયબન... ક્યાં સાંભળ્યું હતું.. હમણા નજકના સમયમાં જ સાંભળ્યું છે ક્યાંક... અત્યારે યાદ નથી આવતું... પૂજાને કંઈક યાદ ન આવ્યું. એટલે એ બેચેન થઈ ઊઠી.

આમ જ થાય. જ્યારે આપણને કોઈ વસ્તુની ખૂબ જ જરૂર હોય ત્યારેજ જલદી થી યાદ નથીઆવતી. આપણા દિમાગમાં તોએ હોય છે પણ તાત્કાલિક જીભે નથી આવતું. તું યાદ કર... અત્યારે નહી તો થોડા સમય બાદ સાવ અચાનક રીતે જ એ તને યાદ આવી જશે...

અમે હજી વાતો કરી રહ્યા હતા કે મને એક જીપમાં બેસીને જગદીશ અને થેંબો આવતા દેખાયા. ડ્રાઈવરની સીટ ઉપર નજર પડતાં જ મારી આંખો ફાટી પડી અને ૧૪૭ હોઠ વંકાઈ ગયા. હું આશ્ચર્ય અને શંકાની તમામ સીમાઓ વટાવી ચૂક્યો હતો. અને પેલા ડ્રાઈવરને જાઈ રહ્યો હતો. એ ડ્રાઈવર બીજું કોઈ નહીં. પરંતુ પેલો નેપાળી માણસ જ હતો જેને મેં કોલકત્તા સ્ટેશને જાયો હતો. અને અહીં જગદીશ સાથે એ દિવસે રાત્રે કંઈક મસલત કરતા જાયો હતો હું ખળભળી ઉઠ્યો. જગદીશે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હતો. અમારી નક્કી કરેલી જીપનું બગડવું અને જગદીશનું આ નેપાળીની જીપ સાથે અહીં લઈ આવવું એ એક ભયાનક કાવતાર તરફ ઈશારો કરતું હતું. પૂજાને મેં હજી આ વાત કરી નહોતી એટલે એ તો સામાન ગોઠવવા લાગી. જ્યારે અહીં મારી સ્થિતિ કાપો તો પણ લોહી ન નીકળે એવી થઈ હતી. મારા મનમાં ઝડપી વિચારો યુદ્ધે ચડ્યા હતા. કે હવે શું થશે.. કે પેલા નેપાળીએ છેક હું ઊભો હતો ત્યાં મારા પગ પાસે લાવીને જીપને જારદારબ્રેક મારી. હું ઊછળી પડ્યો. અને બે હાથ આગળ તરફ કરી થોડો પાછો ખસ્યો. મારી નજર એ નેપાળી સાથે ટકરાઈ. તેણે ખૂંખાર કાતીલ અદાથી મારી સામે જાયું. જેવી રીતે એણે મને કોલકતા સ્ટેશને જાયો હતો. એના ચહેરા પર ચાલાકીભર્યું હાસ્ય હતું. હવે એક વાત તો ફાઈનલ હતી કે આ નેપાળી છેક સુધી અમારી સાથે રહેવાનો હતો. અને આ બાબત ખરેખર ભયાનક હતી. અત્યાર સુધી જગદીશ અંદરખાનેથી અમારી સાથે કોઈક રમત રમી રહ્યો હતો. મને જગદીશ ઉપર ફક્ત શક જ હતો કે એ અમારી સાથેકોઈ રમત રમી રહ્યો હતો. પરંતુ હવે તો પાકું થઈ ગયું કે એ ખૂબજ ખતરનાક ખેલ ખેલી રહ્યો હતો. અમારી સાથે હતા એ જ અમારા દુશ્મનો બની રહ્યા હતા. એટલે હવે મારે બે બાજુની લડાઈ લડવાની હતી. જરા અમથી ભૂલ અમને મોતના મુખમાં ધકેલી શકે એણ હતી. મારે એવી રીતે બાજી ગોઠવવાની હતી કે હું આ ભેદ ઉકેલવાની સાથે સાથે પૂજા અને ટીનાને પણ અહીંથી સહિસલામત રીટર્ન લઈ જઈ શકું. મનોમન મેં મક્કમતા કેળવી. મારી જાતને હિંમત આપી કે તું બધુંજ કરી શકે છે. એક ઊંડો શ્વાસ લીધો અને પૂજા તરફ ફર્યો. હવે પૂજાને મારે સાવચેત કરવી પડે એમ હતી જેથી કરીને એક અજાણતા જ કોઈ મુસીબત ઊભી ન કરે. અને જગદીશ તથા પેલા નેપાળીથી સાવચેત રહે.

થેંબો જીપમાંથી ઊતરીને મારી તરફ આવ્યો. જગદીશ એની પાછળ જ હતો. આ ૧૪૮ કોણ છે? ક્યાંથી લઈ આવ્યા...? સાવ સાહજીક રીતે જ મેં થેંબાને પૂછ્યું.

એ સાહેબને મળી ગયો.. થેંબાએ જગદીશ તરફ ઈશારો કરતાકહ્યું. બધું એમણે જ નક્કી કર્યું છે. જા કે આજ પહેલા મેં આ જીપવાળા નેપાળીને ક્યાંય જાયો નથી છતાં એ ગાડી ચલાવવામાં તો ઉસ્તાદ લાગે છે.

બધો સામાન ગોઠવીને અમે ગોઠવાયા. જગદીશ આગળ તરફ બેઠો હતો. જ્યારે અમે બધા પાછળ ગોઠવાયા હતા. અને અહીંથી અમારી લાચૂંગની સફર શરૂ થઈ. એક અનંતયાત્રા કે જેમાં આશ્ચર્યો હતા, રહસ્યોની ભરમાર હતી. ચમત્કારો હતા. આસ્થા અને વિશ્વાસની જીત હતી. જીવ સટોસટીનો સંગ્રામો ખેલવાના હતા. મોતનું અટ્ટહાસ્ય હતું પ્રેમ હતો, સુંદરતા હતી, સાહસ અને રોમાંચ હતો. હસીખુશી હતી, દુઃખ અને તકલીફોના તોફાનો હતા. દર્દની પરાકાષ્ટા હતી, કાવાદાવા અને દાવચપેચના ખતરનાક ખેલ હતા, અમારી સહનશક્તિની પરીક્ષા હતી. વિનાશક શક્તિઓ હતી, અમારું મનોબળ અને તાકાત હતી, કુદરતનો પ્રકોપ હતો, અમારું નસીબ હતું, ભયાનક ખીણો હતી, જબરદસ્ત ઠંડી અને વરસાદ હતો અને આ બધાની ઉપર ઇશ્વરીય શક્તિ હતી. જાઈએ હવે કોણ કોને મહાત આપે છે અને અંતમાં કોની જીત થાય છે...?

***

ગઈ વખતે જે ભૂલ થઈ હતી એ ભૂલ આ વખતે તો કદાપિ નહીં કરું. સુરિન્દર મનોમન બબડ્યો. એ અત્યારે ગાડી ચલાવી રહ્યો હતો. ગાડીનો સ્ટીયરીંગ ઉપર એનો ગજબનાક રીતે કાબૂ હતો. પહાડોને કોતરીને બનાવેલા વાંકાચૂકા, ખતરનાક વળાંકો ધરાવતા રસ્તા ઉપર એ સ્ફૂર્તિથી ગાડી ચલાવતો હતો. લાચૂંગ પહોંચીને સૌથી પહેલા તો પેલા અમોમુખીના છોકરાને પકડવો પડશે. ગઈ વખતે તો એ મારા હાથમાંથી છટકીને ગાયબ થઈ ગયો હતો. પરંતુ આ વખતે તો એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. પછી એની ખેર નથી. દાંત ભીંસીને સુરીન્દરે એક જબરદસ્ત વળાંકલીધો.

સુરીન્દરની ગાડી સૌથી આગળ હતી. એની પછીની ગાડી જગતાપ ચલાવી રહ્યો ૧૪૯ હતો. અને એ પછી ત્રીજી ગાડી આગળ વધી રહી હતી. આ ગાડીઓનો કાફળો હજુ થોડી વાર પહેલા જ ગંગટોકથી નીકળ્યો હતો અને લાચૂંગ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો હતો. એ પછીના લગભગ ત્રણેક કલાક પછી એ જ રસ્તે પેલા નેપાળીની ગાડી નીકળી હતી. જેમાં અમીત. પૂજા, જગદીશ થેંબો અને ટીના બેઠા હતા. કુદરતે ખેલ રચીને ચોપાટ બિછાવી દીધી હતી.

***

વિશાળ જગ્યા પર પથરાયેલા ફાર્મહાઉસ જેવી જગ્યાની વચ્ચે લાકડાથી બનાવેલી વિશાળ હવેલી જેવી ઈમારત આગળ એ તમામ ગાડીઓ આવીને ઊભી રહી. સુરીન્દર અને જગતાપની પાછળ પેલા ખૂનખાર પહેલવાનો ઊતર્યા. આ જગ્યા સુરિન્દરની હતી. સુરીન્દર અહીં. આયુર્વેદિક દવા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. અહીં એ પહાડી વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ ઉપર વિવિધ સંશોધનો કરીને એમાંથી દવા બનાવતો હતો. આ જગ્યા લાચૂંગથી લગભગ વિસેક કિલોમીટર છેટે કાંચનજંઘાના પર્વતમાળાની તળેટીમાં બનાવેલી હતી. છેલ્લા લગભગ એકાદ વર્ષથી આ લેબોરેટરી કોઈક અગમ્ય કારણોસર બંધ કરી નાંખવામાં આવી હતી. સાતેક મહિના પહેલા જ્યારે સુરીન્દરઅહીં આવ્યો હતો ત્યારે એના હાથમાં એવી જાણકારી લાગી હતી કે જાએ સાચી પડે તો એ રાતોરાત માલામાલ થઈ જાય.પરંતુ એ સમયે નસીબે સુરીન્દરનો સાથ નહોતો આપ્યો અને એના માણસોના હાથે લાચૂંગના મુખીની હત્યા થઈ ગઈહતી. એ પછી સુરીનદરે ઘણાં ધમપછાડા કર્યા પરંતુ એના હાથમાં કંઈ આવ્યું નહોતું. એ સમયે તો સુરીન્દર હાથ ઘસતો રહી ગયો હતો. પરંતુ આ વખતે એ પૂરી તૈયારી સાથે આવ્યો હતો. અને હવે કોઈપણ ભોગે એ હાર માનીને પાછો ફરવા તૈયાર નહોતો. સુરીન્દરે એની ફેક્ટરી કમ હવેલીમાં એના માણસો સાથે ડેરાતંબૂ તાણી દીધા હતા.

***

એક સાવ સામાન્ય ગણી શકાય એવી ઘટનાએ અમારું જીવન પરિવર્તન કરી નાંખ્યું હતું. એ જ સામાન્ય ઘટનાએ મને અહીં સુધી પહોંચાડી દીધો હતો. સમય વીતી રહ્યો હતો. દિવસ પછી રાત અને રાત પછી દિવસ એ ચક્રપૂરી ઈમાનદારીથી લેસમાત્રના ફરક વગરફરી રહ્યું હતું. વિતતા સમય સાથે મારી અંતરની ઈચ્છાઓ બળવો પોકારવા લાગી હતી. અમે લાચૂંગ પહોંચી ચૂક્યા હતા. અને અહીં એક આખું અલાયદું મકાન પણ અમને રહેવા માટે મળીગયું હતું. સાંજના સમયે અમે લાચૂંગ પહોંચ્યા હતા. એટલે અમે જમીને તરતજ સૂવાની તૈયારીમાં પડી ગયા હતા. આખી રાત મને ઊંઘ ન આવી. જાત જાતના વિચારોએ મારા મનમાં ધમાસાણ મચાવી મૂક્યું.. એક તો ઠંડીનો કાતિલ સપાટો બોલી રહ્યો હતો અને એમાં ઉપરથી ઓઢવા માટેના અપૂરતા સાધનોને કારણે હું ધ્રૂજી રહ્યો હતો... આ સમગ્ર પરિસ્થિતિ સાવ સ્વપ્ન જેવી લાગી રહી હતી. હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો હતો. મારા જીવનનું ચક્ર એટલી ઝડપથી ફરી ગયું હતું કે મને શાંતિથી વિચારવાનો સમય પણ મળ્યો નહોતો. સમયના વહેણમાં તણાતો હું અહીં લાચૂંગના આ ભૂતિયા મકાનમાં ઠંડીથી થરથર ધ્રૂજી રહ્યો હતો. કુદરતની એક અકળ લીલાને કારણે હું એ દિવસે પેલી પાણીની ભયંકર દિવાલ સાથે અથડાયો,પટકાયો અને પછીચાલું થયું દર મહિનાની પહેલી તારીખે આવતા એ જ ભયાનક અને બિહામણા સ્વપ્નોનું તાંડવ.. એ ઘટનાઓ તો જાણે ઉપરવાળા ભગવાને રચેલી એક લીલા જ હોય એમ એ પછી હું એક પછી એક વિસ્મયકારક ઘટનાઓને અંજામ આપતો અહીં સુધી પહોંચ્યો હતો. એ ઘટનાઓને મને રાજેશના ઘર સુધી પહોંચાડ્યો હતો. અને ત્યાં મને પૂજા મઓલી.. પૂજાને જાઈને પહેલી જ નજરે હું એના પ્રેમમાં પડી ગયો હતો. અને બાકીની એ પછીની તમામ સફર મેં માત્ર અને માત્ર પૂજાના કારણે જ કરી હતી. બાહ્ય રીતે તો હું ઘણીબધી ઘટનાઓ સાથે સંકળાયેલો હતો પરંતુ જા પૂજા મને ન મળી હોત તો મને શક છે કે કદાચ હું અહીં સુધી આવ્યો ન હતો. પૂજાએ મને આંતરિક બળ પૂરું પાડ્યું હતું અને એ એક મંજીલ બનીને મારી સાથે હતી... એ ભલે એમ કહે કે હું છું એટલે એ અહીં આવી છે પરંતુ હકિકત એ જ છે કે પૂજા છે એટલે જ હું અહીં આવ્યો હતો. મને એની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ હકીકત તો મારા રોમેરોમને ખબર ૧૫૧ હતી. મારે તો એ જાણવું છે કે શું એ પણ મને ચાહે છે કે નહીં. ? હું જાણું છું કે એને મારા પ્રત્યેની લાગણી તો છે જ પરંતુ બની શકેએ ફક્ત એક સારા મિત્ર તરીકેની હોય.. અથવા તો હું જે એને મદદ કરી રહ્યો છું એને આભારવશ હોય. એની વાતો ઉપથી, વર્તન ઉપરથી ક્યાંય એવો અંદાજ આવતો નહોતો કે એ મને ચાહે છે કે નહીં? મારું મન ઊછળી ઊછળીને મને કહી રહ્યું હતું કે તું એકવાર હિંમત કરીને પૂજાને પૂછી જા...પછી જે થવાનું હોય તે થાય... તું એક વખત પૂજાને તારી ઊર્મિઓ કહી જા... કદાચ એ પણ તારી રાહ જાઈ રહી હોય કે અમીત સામેથી મને કહે... એ એક સ્ત્રી છે. એટલે એની સ્ત્રી સહજ લજ્જા એને આગળ વધતા રોકી રહી હોય. જ્યારેતું તો પુરુષ છે એટલે પહેલ તો તારેજ કરવી પડશે. આખી રાત મેં બસ આવા જ ગાંડપણભર્યા વિચારોમાં વિતાવી દીધી અને સવાર ક્યારે પડી એનો ખ્યાલ જ ન રહ્યો. આખી રાત તંદ્રામાં વિતાવવા છતાં સવાર મને ખુશનુમા લાગી. ચારેતરફ પ્રકૃતિ પોતાની બાહો ફેલાવીને અમને એની ગોદમાં હોવાનો અહેસાસકરાવી રહી હતી. થાક કે સુસ્તીતો અહીં પળવારમાં દૂર થઈ જાય અને તમને એકદમ તાજા ખીલેલા કોમળ ફૂલ જેવા હળવા બનાવી દે. ઊઠીને સૌથી પહેલા તો મેં હું જે રૂમમાં સૂતો હતો એ રૂમની બારી તરફ ગયો અને હળવે હાથે એના કમાડને ધક્કો માર્યો. મારી સામે એક અદભૂત દૃશ્ય ખડું હતું. સફેદ ધવલ, રૂ જેવી પોચી પોચી બરફની ચાદર ઓઢીને કાંચનજંઘા પહાડીઓ દૂરથી એક અવર્ણનીય નજારો મારી સામે આત્મસાત કરી રહી હતી. દૂર દૂર સુધી બસ સફેદી જ સફેદી જાણે કે કોઈ મહાત્માની સફેદ જગ દાઢી પર્વતોએ ધારણ કરી લીધી હોય. એ અલૌકિક નજારો જાતો હું ઘણીવાર સુધી ત્યાં જ ઉભો રહ્યો.

કલાક પછી અમે તૈયાર થઈ ગયા હતા. થેંબાએ રાજેશ વિશે જે વાત મને કહી હતી એ મેં જગદીશને નહોતી કહી અને કહેવાનો પણ નહોતો. મનોમન મેં નિર્ધાર કર્યો હતો કે હવે અહીંથી આગળની સફર હું મારી શરતોએ જ કરીશ. જગદીશ ભલે સાતે હોય પરંતુ હું એની કોઈ જ ચાલ કારગત નહીં થવા દઉં અને પૂજાને પણ સલામત રાખી. અમારું સૌથી પહેલું કામ અહીં પેલું મંદિર શોધવાનું હતું. જેના વિશે રાજેશે ૧૫૨ એની ડાયરીમાં ઉલ્લેખકર્યો હતો. અમે બે ગ્રૂપ બનાવ્યા. એકમાં થેંબો, ટિના અને જગદીશ જ્યારે બીજામાં હું અને પૂજા. થેંબાને જદગીશ સામે મોકલવાનું મારું એક જ પ્રયોજન હતું કે એ જગદીશની તમામ હરકતો ઉપર નજર રાખી શકે. અને પૂજાને મારી સાથે લેવાનું પ્રયોજન મારા ગઈરાતના વિચારો હતા. અમે બંને એકલા હોઈએ ત્યારે મારે એને મારા દિલની વાત કહેવી હતી. આ બધી ભાંજગડમાં પેલો નેપાળી તો સાવ ભુલાઈ જ ગયો હતો. એ અત્યારે ક્યાંય નજરે ચડતો નહોતો. એટલે થેંબાને પાસે બોલાવીને એના વિશે પૂછ્યું ત્યારે ખબર પડી કે એ નેપાળી તો વહેલી સવારથી જ એની જીપ લઈને ગામમાં ચાલ્યો ગયો હતો. હવે કદાચ એ બપોરે જ પાછો આવે. જાકે અત્યારે એ અમારાથી દૂર હ ેએ જ સારી વાત હતી. થેંબાને આંખ અને કાન ખુલ્લારાખી સાવચેત રહેવાની સલાહ આપી જદગીશ સાથે રવાના કર્યો. ત્યારબાદ અમે પણ તેનાથી વિરુદ્ધ દિશામાં ચાલ્યા. અમારે એ બૌદ્ધ મંદિર શોધવાનું હતું. જ્યાંથી આ કહાણીની શરૂઆત થઈ હતી. અને થેંબાના કહેવા પ્રમાણે એ જ મંદિરમાં અમોમુખીનું ખૂન થયું હતું. થેંબાને તો ખ્યાલ જ હતો કે મંદિર કઈ દિશામાં હતું એટલે એણે અમને રસ્તો બતાવી દીધો હતો. એ જગદીશ અને ટીનાને લઈને બીજી દિશામાં ગયો હતો. લાચૂંગ બહું મોટું ન કહી શકાય એવું નાનું ગામ જેવું હતું. અહીં પર્વતોનીટળેટીમાં ગામડાની વ્યાખ્યા બદલાઈ જતી હતી. અલગ-‌અલગ છુટાછવાયા અંતરિયાળ જગ્યામાં બનાવેલા લાકડાના ઢાંચા આકારના મકાનોના સમૂહને ગામડાનું નામ આપી શકાય. અમે એ ગામ વિંધીને બહાર નીકળ્યા. અમને જાઈને અહીંના લોકોને ઝાઝો ફરક પડતો નહોતો કારણ કે અહીં તો ઘણા પર્યટકો આવતા હોયછે એટલે અહીંના લોકો માટે આ સહજ વાત હતી.... અડધા કલાક બાદ અમે એ મંદિર સામે ઊભા હતા. મંદિરની દેખભાળ વ્યવસ્થિત રીતે રાખવામાં આવતી હશે એટલે મંદિર ચોખ્ખું ચણાક અને સુઘડ રીતે સચવાયેલું હતું. દૂરથી એ એકકાળા કલરના પથ્થરોનું બનાવેલું દેખાતું હતું. એનો આખો ઢાંચો કાળમીંઢ પથ્થરોનો બનાવેલો હતો. સામાન્ય રીતે હોય એવુંજ મંદિર હતું એ. પાંચ સાત પગથિયા ચડીને આગળ વધો એટલે ઓસરી જેવી ખુલ્લી જગ્યામા નીચે ફર્શ પર ૧૫૩ ખરબચડા પથ્થરો પાથરેલા હતા. એ ઓસરીના ચારેય ખૂણા એક એક થાંભલો ઊભો કરેલો હતો. એ થાભલાના આધારે મંદિરની નાના સરખા ઘુમ્મટ આકારની છત બનાવેલી હતી. ઓસરી જેવી જગ્યા પૂરી થતાં જ મંદિરનું ગર્ભગૃહ દેખાઈ રહ્યું હતું. જાડા અને મજબૂત લાકડામાંથી બનાવેલા મોટામોટા બે ફાટકના ગર્ભગૃહના દરવાજા અત્યારે ખુલ્લા હતા. ગર્ભગૃહમાં ઓટલા જેવી જગ્યા બનાવી હતી. જેના પર ભગવાન બુદ્ધની ઠીક ઠીકપ્રમાણમાં ઊંચી મૂર્તિ બિરાજમાન હતી. શાંત મુદ્રામાં બેઠેલી ભગવાન બુદ્ધની મૂર્તિમાંથી એક અલૌકિક આભા ચારેતરફ વાતાવરણમાં ફેલાઈ રહી હતી. અમારા મસ્તક આપોઆપ ઝુકી ગયા. હજુ થોડીવાર પહેલા જ અહીં કોઈ દર્શન કરવા આવ્યું હશે એના પુરાવા રૂપે બુદ્ધની પ્રતિમા આગળ અગરબત્તીઓ સળગી રહી હતી. જેની ધુમ્રસેર હવામાં વિલીન થઈરહી હતી. અમારા સિવાય મંદિરમાં અત્યારે બીજું કોઈ નહોતું. ચારે તરફ એક અલૌકિક નીરવ શાંતિ પથરાયેલી હતી. હું અને પૂજા મંદરિના ગર્ભગૃહમાંથી દર્શન કરીને પાછા ઓસરીમાંની ખુલ્લી જગ્યામાં આવ્યા. અમારે અહીં પેલી ચીજ ખોળવાની હતી. જે અમોમુખીએ મરતાં પહેલા રાજેશના હાથમાં મૂકી હતી. અને રાજેશે ગભરાઈને એનો ઘા અહીં ક્યાંક કર્યો હતો. મેં પૂજા સન્મુખ ફરતા એને કહ્યું.

‘પૂજા આ એ જ જગ્યા છે કે જ્યાં પેલા અમોમુખીને કોઈ અજાણ્યા લોકોએ મોતને ઘાટ ઉતાર્યો હતો અને એ સમયે રાજેશ અને થેંબો બંને અહીં જ હતા. એ સમયે જા થેંબો ન હોત તો આજે કહાણી કંઈક અલગ જ હોત. થેંબાને કારણએ રાજેશનો જીવ બચ્યો હતો અને આપણએ અત્યારે અહીં છીએ તો એનુંશ્રેય પણ થેંબાને જ જાય છે. એ આપણા માટે તો આશીર્વાદ સાબિત થયો છે.

‘અમુક વ્યક્તિઓ સાથે આપણી લેણાદેણી બાંધેલી હોય છે. એનો આપણા ઉપર આ એક ઉપકાર જ છે થેંબાએ કહ્યું હતુંકે, અમોમુખીએ મરતાં પહેલા રાજેશના હાથમાં કશુંક મુક્યું હતું. જેને જાઈને રાજેશ ચોંકી ઉઠ્યો હતો. અને ડરીને એનો ઘા કરી દીધો હતો. જે અહીં ક્યાંક જ પડ્યું હતું. આપણે એ ચીજ શોધવાની છે કે એ શું હતું.?

મારું તો અનુમાન એમ કહે છે કે એ ચીજ કોઈ મુદ્રા હોવી જાઈએ. કારણ કે રાજેશ ૧૫૪ મુદ્રા એવું એની ડાયરીમાં લખ્યું છે. હવે અત્યાર સુધી એ અહીં પડી રહી હશે કે પછી કોઈકના હાથે ચડી ગઈ હશે એ પણ એક મોટો પ્રશ્ન છે. આપણી સામે. કારણ કે એ વાતને ઘણો સમય થઈગયો છે.

આપણે કોશિશ કરીએ એને શોધવાની, જા એ ચીજ અહીં નહીં હોય અને કોઈકના હાથે એ લાગી ચૂકી હશે તો પણ કોઈ સુરાગ તો આપણને મળશે જ એવું મારું મન કહે છે. પૂજાએ દૃઢ વિશ્વાસથી કહુંય. અને અમે ફરી પાછા મંદરિના ગર્ભગૃહમાં પ્રવેશ્યા. અંદર વધુ મોકળાશ નહોતી એટલે અમે શોધખોળ ચાલુ કરી કે તરત પૂરી પણ થઈ ગઈ. અમે ગર્ભગૃહનો ખૂણેખૂણો ખોળી નાખ્યો. મૂર્તિ પાછળ, એ ઓટલામાંની જગ્યા નીચે, ઉપર નીચે બધું તપાસી જાયું. પરંતુ કંઈ ન મળ્યું. પંદર વીસ મિનિટમાં તો અમારી શોધખોળનો અંત આવી ગયો. અને એક જબરજસ્ત નિરાશા અમારા ચહેરા પર છવાઈ ગઈ. અમને કંઈ જ ન મળ્યું જરૂર એ ચીજ કોઈના હાથમાં પહોંચી ચૂકી હતી. અને એટલેજ એ ચીજ અમને નહોતી મળી. બે ત્રણ વખત ચાર વખત ફરી ફરીને અમે નાનામાં નાની જગ્યા ખંખોળી નાખી. મંદિરની અંદર, મંદિરની બહાર શુદ્ધાં તપાસ કરી જાઈ પરંતુ એનું પરિણામ આવ્યું શૂન્ય... હવે ? આ મસમોટો પ્રશ્ન મારા અને પૂજાના ચહેરા પર ઊભરી રહ્યો હતો. અમને કંઈ સૂઝતું નહોતું કે હવે શું કરવું ? અમારા માટે એ મુદ્રા આગળ વધવાનો રસ્તો હતો. અને એ જ અમને નહોતી મળી. શું કોઈ એ મુદ્રાને અહીંથી લઈ ગયું હશે? અમારા આગળ વધવાના દરવાજા બંધ થઈગયા હોય એવું હું અનુભવી રહ્યો હતો. ઘોર નિરાશાથી અમે બંને બહાર ઓટલા ઉપર બેસી પડ્યા. અડધા કલાક પહેલા જે ઉત્સાહ હતો એનું સ્થાન નિરાશાએ લઈ લીધું હતું. થેંબાએ તો ખાતરીબંધ રીતે અમને કહ્યું હતું કે રાજેશે એ ચીજનો ઘા અંદર મંદિરના ગર્ભગૃહ તરફ જ કર્યો હતો. પરંતુ અમને તો ત્યાં કાંઈ જ મળ્યું નહોતું. કદાચ એ સમયે હડબડાહટ અનેડરના કારણે થેંબાએ બરાબર જાયું નહીં હોય એમ માનીને અમે મંદિરની આસપાસ ઊગી નીકળેલી ઝાડી ઝાંખરામાં પણ તપાસ કરી જાઈ. પરંતુ એ પણ સાવ વ્યર્થ સાબિત થયું. એ ચીજ અથવા તો મુદ્રા અત્યારે અહીં હતી જ નહીં. ઠંડીમાં પણ અમારા ચહેરા પર પરસેવાના બુંદ ઊપસી આવ્યા. અમારો બધો આધાર ૧૫૫ એ વસ્તુ ઉપર જ હતો, જરૂર એ કોઈ અગત્યની વસ્તુ હશે અને એટલેજ અમોમુખીએ મરતાં મરતાં પણ કંઈક સાબિતી રૂપે એને રાજેશના હાથમાં આપી હતી. એ મુદ્રા જ ખૂબ અગત્યની બની રહી હતી. અને જા અમને મળી જાય તો પછઈ રાજેશની સાથે સાથે અમોમુખીની હત્યાનું રહસ્ય પણ ખુલી જાય એમ હતું. કદાચ એવું પણ બની શકે કે એ મુદ્રા મેળવવા માટે જ અમોમુખીનું ખૂન થયું હોય. આમ એ મુદ્રા અમને નહીં મળતા એના વિશેનું રહસ્ય વધુ ગાઢ થતું જતુંહતું. પૂજા તો રીતસરની મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.

છન... છન... છન... અચાનક એક પાયલનો મધુર અવાજ અમારા કાનોએ અથડાયો. સાથે ખિલખિલાટ કાલુ કાલુ હસવાનો અવાજ પણ ભળ્યો. ભારે કૌતુકથી અમારા બંનેની નજર એ અવાજની દિશામાં ખેંચાઈ અને અમારી નજરોએ જે જાયું એ ખરેખર અદભૂત હતું. ઉપાધિમાં ખેંચાઈને તંગ થઈ ગયેલી મારા ચહેરાની નસો એકાએક શાંત પડવા લાગી. અને મારા ચહેરાનું પન્હળવું હાસ્ય ઉભરાઈ આવ્યું. એ ખરેખર બહુ જ સુંદર અને પરાણે વહાલી લાગે એવી દસેક વર્ષની નાનકડી છોકરી હતી. એ મંદિરના પગથિયા ચડી રહી હતી. અને એણે પગમાં પહેરેલા ઝાંઝરમાંથી લયબદ્ધ રીતે મનને એક અદભૂત શાંતિ બક્ષતો અવાજ આવી રહ્યો હતો. મારી જેવી જહાલત પૂજાની પણ હતી. અહીંના પારંપરીક વસ્ત્રોને બદલે એ છોકરીએ ઘેરા મરૂન રંગની ચોલી અને એવા જ કલરનો કંઈક અંશે ઘેરદાર કહી શકાય એવો ઘાઘરો પહેર્યો હતો. એના કપાળમાં બીંદી અને વાળમાં સેંથો પાડીને સોના જેવોચળકતો ટીકો લગાવેલો હતો એ ખરેખર કોઈ દૈવ કન્યા લાગતી હતી. એણે પોતાના બે હાથ આગળની તરફ ભેગા કરીને હથેળીઓનો ખોબો બનાવ્યો હતો જેમાં સફેદ રંગના ફૂલો ભર્યા હતા. મને અંદાજ નહોતો આવતો કે અચાનક ક્યાંથી આ બાળકી પેદા થઈ હતી. કારણ કે અમારું ધ્યાન તો એ પગથિયા તરફ જ હતું. અને દૂરથી તો એ બાળકી આવતી દેખાઈ નહોતી. તો પછી શું એ હવામાંથી એકાએકપ્રગટ થઈ હશે...? એ નાનકડી દિવ્ય બાળકી મંદિરનું પરિસર વટાવી અંદર ગર્ભગૃહમાં પ્રવેશી. હાથમાં રાખેલા ફૂલોને શ્રદ્ધાપૂર્વક બુદ્ધના ચરણોમાં સમપ્રિત કરી અનન્ય ભાવથી શિશ ઝુકાવ્યું. બે પાંચ સેકન્ડ બાદ એ ૧૫૬ ફરી પાછી અમે બેઠા હતા તે તરફ આવી. એ હજુ પણ ખિલખિલાટ હસી રહી હતી. અને મારી સામે જાતાં જાતાં પગથિયા ઊતરીને મારી નજરોની સામે જ જાત જાતામાં હવામાં ગાયબ થઈ ગઈ. મેં આશ્ચર્યથી વિસ્ફારીત નજરે એ ઘટના જાઈ. આ ઘટના એટલી ઝડપથીબની હતી કે મને એના વિશએ વિચારવાનો સમય સુદ્ધાં નહોતો મલ્યો અને એ જે બની ગયું એ તો સાવ અસંભવ જ હતું. હું હજી એતરફ જ જાઈ રહ્યો હતો કે જ્યાથી એ છોકરી ગાયબ થઈ હતી. હું રીતસરનો એ દિશામાં દોડ્યો અને ત્યાં જઈને ઊભો રહ્યો. ચારેતરફ નિરવ શાંતિ જ પથરાયેલી હતી. અનેદૂર દૂર સુધી કોઈ નહોતું. હું છળી મર્યો. આવું કેમ બને...? હજી હમણા સુધી તો એ છોકરીને જાઈ હતી. મેં અને પૂજા બંનેએ એ છોકરીને અહીં સુધી આવતા જાઈ હતી. અને અત્યારે એ એક છલાવાની જેમ ગાયબ થઈ ગઈ હતી. અમે સમજી નહોતા શકતા કે એક્યાંથઈ આવી હતી અને ક્યાં ગઈ હતી. એ કોઈ સ્વપ્ન નહોતું. મારી ખુલ્લી આંખોએ અને સંપૂર્ણ જાગૃત અવસ્થામાં મેં એ દિવ્ય કન્યાને નિહાળીહતી. તો શું એ કોઈ દૈવી ચમત્કાર હતો કે પછી એ સ્વયંભૂ પ્રગટ થઈને ભગવાનના દર્શન કરીને ગાયબ થઈ ગઈ તી... ? આ એક ચમત્કારહતો.. અવિશ્વસનીય ચમત્કાર. કોણ હતી એ બાળકી..? અહીં શું કરવા આવી હતી.....શું એમાં કોઈ અમારા માટે સંકેત છુપાયેલો હતો...? કંઈ જ સ્પષ્ટ નહોતું થતું. અને હું હજુ દુવિધામાં જ અહીં ઊભો હતો.

અમીત... એક જારદાર બૂમ સંભળાઈ મને. મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું કારણ કે એ બૂમ પૂજાનીહ તી. અને એના અવાજમાં ડર અને ગભરાહટ ભળેલા હતા. હજુ તો હું પેલી નાની બાળકી વિશે વિચારી રહ્યો હતો કે પૂજાની બૂમે આખું વાતાવરણ ગજવી મૂક્યું. અને હું રીતસરનો મંદિર તરફ પાછો ભાગ્યો. પૂજા અત્યારે મંદિરની ઓસરીમાં નહોતી. એ અંદર ગર્ભગૃહમાં ઊભી હતી. દોડીને ધનાધન પગથિયા ચડી મંદિરની ઓસરી વટાવી હું ગર્ભગૃહમાં પૂજાની નજીક પહોંચ્યો અને જાયું તો એ એકદમ સ્થિર હાલતમાં બુદ્ધ ભગવાનની મૂર્તિની બરોબર સામે ઊભી હતી. એના ચહેરા પર કોઈ ભાવ નહોતો. મને સમજ ન પડી કે શા માટે એણે આમ અચાનક બૂમ પાડી...? અને એ તો બહાર બેઠી હતી તો ક્યારેઅંદર આવી? એની નજરો સ્થિરતાથી ભગવાન ૧૫૭ બુદ્ધના ચરણોતરફ હતી અને ત્યાં મુકેલા ફૂલોને એ અનિમેષ દૃષ્ટિથી તાકી રહી હતી. આ એ જ સફેદ કલરના ફૂલો હતા જેને પેલી નાની બાળકી હમણાં થો.ડીવાર પહેલાં જ ભગવાનના ચરણોમાં ચડાવી ગઈ હતી. હું હજુ પેલી બાળકીના આશ્ચર્યમાંથી બહાર નહોતો નીકળ્યો કે પૂજાએ નવું આશ્ચર્ય સર્જ્યું હતું મારા માટે.... મને સમજ નહોતી પડતીકે શા માટે પૂજાએ બૂમ પાડી હતી અને એ શું જાઈ રહી છે? પૂજાનો હાથ પકડીને મેં એને હલાવી.

શું થયું.તે શું કામ બૂમ પાડી પૂજા...?

‘ત્યાં જુઓ અમીત... સામે... પૂજાએ એનો હાથ લંબાવ્યો. અને આંગળી ચીંધી. એ બુદ્ધના ચરણો તરફ ઈશારો કરી રહી હતી. જ્યાં સફેદ ફૂલોની ઢગલી પડી હતી. જે પેલી છોકરી હમણાંજ મૂકીને ગઈ હતી. મેં એ ફૂલો તરફ દૃષ્ટિ કરી. દેખાવમાં તો એ સફેદ કલરના ફૂલો કોઈ જંગલી વનસ્પતિના લાગતા હતા. કારણ કે આ પહેલા મેં ક્યારેય આવા ફૂલો જાયા નહોતા. પરંતુ એમાં આશ્ચર્ય કે બૂમો પાડવી પડે એવું તો કંઈ નહોતું. કંઈક નવાઈ અને અસમંજસથી મેં પૂજા સામે જાયું કે મને કંઈ સમજાયું નથી. પૂજાએ મારો હાથ પકડ્યો અને એ થોડી ખસી અને મને એની જગ્યાએ ઊભો રાખ્યો. હવે જુઓ.. એ ફૂલોની ઢગલી વચ્ચે.

એની પાછળ બાકોરા જેવી જગ્યામાં કંઈક મને દેખાય છે. એની વાત સાચી હતી. હું પૂજાની જગ્યાએ ઊભો રહ્યો ત્યારે જ ખ્યાલ આવ્યો કે એફૂલોની નાનકડી ઢગલીની પાછળ એક નાનકડી બાકોરા જેવી જગ્યા હતી. અને એજગ્યાની અંદર કંઈક ચળકી રહ્યું હતું. અમે જ્યારે શોધખોળ કરી રહ્યા હતા ત્યારે આ જગ્યા અમારા ધ્યાન બહાર રહી ગઈ હતી. અને જ્યારે પેલી બાળકીના ફૂલોની ઢગલી કરી ગીઠ ત્યારે એક ખાસ પ્રકારનો ત્રિકોણ રચાયો હતો જેના કારણે પેલી બાકોરા જેવી જગ્યામાં હતી એ વસ્તુ ઉપર સીધું ફોક્સ પડ્યું. જેના કારણે પૂજાનું ધ્યાન ત્યાં ખેંચાયું હતું. હું મૂર્તિ તરફ આગળ વધ્યો. ભગવાન બુદ્ધના ચરણોની બરોબર વચ્ચે મૂકેલા એ ફૂલો મેં ખસેડ્યા. અને એ નાનકડી બખોલમાં સાવધાનથી મેં હાથ નાંખ્યો. મારી આંગળીના ટેરવે એ વસ્તુનો સ્પર્શ થયો. મેં એ વસ્તુને બહાર કાઢી. એ ૧૫૮ થોડી વજનદાર અને ન સમજાય એવા ાકારની વસ્તુ હતી. અમે ઊભા હતા ત્યાં થોડું અંધકાર જેવું હતું એટલે હું અનેપૂજા બહાર આળ્યા. એ વસ્તુ મારી હથેળીમાં હતી. અને હવે અમે સ્પષ્ટ રીતે એને જાઈ રહ્યા હતા. હું એને ગોળગોળ ફેરવીને ચારેબાજુથી નીરખી રહ્યો. એનો આકાર ખરેખર વિચિત્ર તો હતો જ સાથે સાથે એનો કલર પઠણ સાવ અલગજ હતો. એનો આકાર થોડેઘણે અંશે કઁઈક ષટકોણ પ્રકારનો હતો. લગભગ એ એક ઇંચની જાડાઈ અન એટલી જ ષટ્‌કોણ આાકરની ત્રિજ્યા ધરાવતી એ ચીજ કોઈક પથ્થરમાંથી બનાવી હોય એવું લાગતું હતું. મેં મારા શર્ટની બોય એને રગડીને સાફ કરવાની કોશિશ કરીતો મારી આંખો ચમકી ઊઠી. આ વસ્તુ પથ્થરની બનેલી નહોતી. એ તો... એ તો... કોઈ ધાતુ હતી.... એ સોનું હતું.

અમીત.. આ તો સોનાની મુદ્રા જેવું કંઈક છે. પૂજાના અવાજમાં પણ આશ્ચર્ય ભળ્યું હતું. મારી સ્થિતિ પણ એવી જ હતી.

હા... આ સોનું જ છે. કદાચ આપણે જે મુદ્રાને શોધી રહ્યા છીએ એ આ જ છે..

હેં...

હા.. મને તો ખાતરી છે કે આ જ મુદ્રા છે જે રાજેશએ ફેંકી દીધી હતી.

પરંતુ કેવી રીતે ... મતલબ કે...

મતલબ હું તને સમજાવું છું. આ એક ચમત્કાર જ છે. આપણે અહીં ઘણી તપાસ કરી હતી પરંતુ આપણને કંઈ જ હાથ લાગ્યું નહોતું. અને જ્યારે આપણે નિરાશ થઈને બેઠા હતા કે અચાનક ક્યાંકથી પેલી છોકરી પ્રગટ થઈ એ અહીં માત્ર ને માત્ર આપણને આ ચીજ તરફ ઈશારો કરવા જ આવી હતી. અને ફરી પાછી એ અંતર્ધાન થઈ ગયી. આ વસ્તુ અથવા મુદ્રા ઘણા સમયથી અહીં પડી હશે એટલે એનો કલર સાવ બદલાઈ ગયો છે. આમાંથી વાસ પણ સાવ વિચિત્ર પ્રકારની આવે છે. અને આ જા... આ તરફનો ખૂણો એના બીજા ભાગ કરતાં વધુ ચમકે છે. મેં પૂજાને એ ભાગ દેખાડતાંકહ્યું.

આ શું હોઈ શકે છે...?

લેટ્‌સ ચેક.. મેં એ દાબડીમાંની મુદ્રાને ધ્યાનથી નીરખી. એનો રંગ ખરેખરકેવો છે એ ખ્યાલ જ નહોતો આવતો. મુદ્રાનો એક તરફનો ભાગ સાવ લીસો અને સપાટ હતો. ૧૫૯ જ્યારે એનાથી વિરુદ્ધનો ભાગ કંઈક કોતરણી કરી હોય એવો દેખાતો હતો. એ તરફના ભાગને મેં જરા વધુ ભાર દઈને ઘસ્ટો એટલે એ તરફની કોતરણી થોડી વધુ સ્પષ્ટ દેખાવા લાગી. એ નાની નાની આકૃતિઓનો સમૂહ હતો. કોઈક એકદમ ઝીણવટથી એના ઉપર ડિઝાઈન કોતરેલી હતી. જાણે કે કોઈ કબીલાના માણસોનો સમૂહ હોય એવી ડિઝાઈન. જા મારી પાસે અત્યારે બિલોરી કાચ હોત તો હું વધુ સ્પષ્ટ રીતે એ આકૃતિ વિશે ખ્યાલ આવત. મારું ધ્યાન વારે વારે પેલા ચળકાટવાળા ભાગ તરફ ખેંચાયું હતું. એ ભાગ, એ ખૂણો બીજા ભાગો કરતાં વધુ ચળકાટ કરતો હતો. મેં મારા અંગૂઠાના નખથી એ ચળકાટ ધરાવતા ભાગને રગડીને ઘસવાનં ચાલું કર્યું. બરાબર અધવચ્ચે એટલે કે દાબડીની જાડાઈના અડધા ભાગમાં વચ્ચે મારો નખ કોઈક જગ્યાએ ભરાયો. અને મને સમજાઈ ગયું કે આ શું ચીજ હતી. એ દાબડી વચ્ચેથી ખુલે એ રીતની બે ભાગમાં વહેંચાયેલી હતી. મતલબ કે એને વચ્ચેથી ખોલી શકાય એમ હતી. જે જગ્યાએ મારો નખ ભરાયો હતો એ જગ્યાએ મેં મારો અંગૂઠ વધારે જારથી દબાવ્યો.

એટલે એના પરિણામ સ્વરૂપ મારો નખ એ દાબડીની વચ્ચે થયેલી નાની અમથી તીરાડમાં ઘૂસી ગયો. એ દાબડીના બે ભાગ વચ્ચ હવા જઈ શકે એટલી જગ્યા થતા જ મેં જાર કરીને એ દાબડી ખોલી નાંખી. હવે અમારી નજરોની સામે મારે હથેળીમાં એ બે ભાગમાં વહેંચાયેલી એ ખુલ્લી દાબડી પડી હતી. અત્યાર સુધીની સરમાં અણે ઘણા બધા આશ્ચરયો અને ચમત્કારોનો સામનો કરી ચૂક્યાહતા. અને એવી ઘણી બધી ભયાનક તેમજ અવિશ્વસનીય ઘટનાઓની વચ્ચેથી પસાર થઈ ચૂક્યા હતા. કે હવે અમે એના આદી બની ચૂક્યા હતા. આવી ઘટનાઓનો સામનો કરવાની અમારી માનસિક તાકાત વધી ચૂકી હતી.

પરંતુ જ્યારે આ દાબડી આકારની ચીજ ખૂલી અને જેવી એની અંદર રહેલી ચીજા ઉપર અમારી નજર પડી કે અમારી આંખોના ડોળા બહાર લટકી પડ્યા. અમે ફાટી આંખે એ ચીજાને જાઈ રહ્યા હતા. એ દાબડીમાં હતું જ એવું કે આનંદ અને આશ્ચર્યથી અમે ઊછળી પડ્યા અને અમારા હૃદયજારજારથી ધબકવા લાગ્યા. એમાંથી એકચીજને મેં ઉઠાવી અને પૂજાની હથેળીમાં મૂકી. એ એક કિંમતી હીરો હતો. આછા પીળા કલરનો એકદમ પાણીદાર, ૧૬૦ ખૂબસૂરત ચળકતો હીરો, એ હીરાનો ચળકાટ પૂજાની આંખોમાં અને એના ચહેરા પર પથરાઈ ગયો હતો. એ કંઈક આશંકાથી અને વધુ તો અવિશ્વાસભરી નજરે હીરાને નીરખી રહી હતી. એ દાબડીમાં બીજી પણ એકવસ્તુ હતી. એ એક કાગળ જેવું કંઈક હતું. પરંતુ એ કાગળ નહોતો. કદાચ કોઈ પ્રાણીની પાતળી ચામડીમાંથી બનાવેલી એ ચીજ કાગળ તરીકે ઉપયોગમાં લીધી હતી. એકદમ સફાઈબંધ નાની અમથી ગડી વાળીને ઉપર દોરાથી બાંધીને ફીંડલા આકારમાં એ ગોઠવાયેલું હતું. મેં એ ગડી ખોલી. એમાં કોઈ નકશો બનાવેલો હતો. ચિત્રણ અને લખાણ ઉપરથી એ કોઈ જગ્યાનો નકશો હોય એવું સ્પષ્ટ વર્તાઈ આવતું હતું. આડીઅવળી વાંકીચૂંકી રેખાઓ દોરીને એ રેખાઓમાં થોડા થોડા અંતરે ટપકાં કરી અહીંની સ્થાનિકભાષથામાં બે ત્રણ નામો અથવા તો માહિતી લખી હતી. એ નકશામાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી બાબત એ હતી કે એ ચિત્રની લાઈનો જ્યાં પૂરી થતી હતી એ જગ્યાએ એક ભોળાનાથની મૂર્તિદોરેલી હતી. અને એ મૂર્તિની બરાબર નીચે એક હીરો પણ દોરેલો હતો.

એ રેખા એક પહાડ જેવી આકૃતિમાં આવીને સમાપ્ત થતી હતી. મતલબ કે એ પહાડની આકૃતિની બરાબર મધ્ય ભાગમાં એ મૂર્તિ અને હિરાનું ચિત્ર બનાવેલું હતું. એપહાડની ઉપરના ભાગે પણ કંઈક વિચિત્ર એવું ચિત્ર બનાવ્યું હતું. બે ત્રણ આડી અવળી લાંબી લાઈનો અને એ લાઈનોની વચ્ચમાં ત્રણએક અડધા દોરેલા માણસો હાથ ઊંચા કરીને દોરેલા હતા. પહેલી નજરે ખ્યાલ ન આવ્યો કે આનો મતલબ શું થાય. પરંતુ જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે સમજાયું કે એ આડી અવળી લાઈનો પાણી તરીકે બનાવી હતી. અને પેલા માણસો એમાં ડૂબી રહ્યા હોય એમ હાથ ઊંચા કરીને બચવાની કોશિશ કરતા હતા. હું એ આખા નકશાને સમજવામાં પરોવાયો હતો. જ્યારે પૂજા હજી પણ એ હીરાને નીરખી રહી હતી. એ હીરો ખરેખર બહુજ અમૂલ્ય હતો. એ હીરાનો આકાર લગભગ ચણોઠીના દાણા જેવડો હતો. અમે હજી એ બંને ચીજા નીરખવામાં જ વ્યસ્ત હતા કે અચાનક એજ પરિચિત ખિલખિલાટ અવાજ અમારા કાને સંભળાયો. મારી અને પૂજાની બંનેની નજર એ અવાજની દિશામાં ખેંચાણી. અને અમે એછોકરીને ફરીવાર જાઈ. એ જ સુંદર મુખડું. એ જ ખિલખિલાટ બાળસહજ હસી. એ અમારી સામે જાઇને હસી રહી હતી. એકઉપર ૧૬૧ એક અનેક આશ્ચર્યો અને ચમત્કારોની ગર્તામાં અમે હિલોળા ખાઈ રહ્યા હતા. કુદરતની અવિસ્મરણીય લીલાનો અમે અનુભવ કરી રહ્યા હતા. મેં ઊભા થઈને એ બાળકી તરફ પગ ઉપાડ્યા કે તરત જ એ પાછળની તરફ ચાલવા લાગી.એ મારી નજરોની સામે જ હસતી હસતી જંગલ તરફ દોડવા લાગી અને અમે કંઈ સમજીએ એ પહેલા તો એ હવામાં ઓગળી ચૂકી હતી.... હું બાઘાની જેમ ત્યાં ઊભો ઊભો એ જાઈ રહ્યો હતો. મારી પાસે બીજા રસ્તો પણ શું હતો....? કુદરતની અકળ લીલાને મૂક સાક્ષી ભાવે જાયા સિવાય મારાથી કંઈ થઈ શકે એમ નહોતું. હું મનોમન ભગવાનને વંદી રહ્યો. ભગવાને જ આ બાળકી રૂપે અમને આ મુદ્રા અને નકશા સુધીપહોંચાડ્યા હતા. નહીંતર અમે તો નિરાશ વદને પાછા ફરવાની તૈયારીમાં હતા. અચાનક બાળકી સ્વરૂપે ચમત્કાર થયો અને હવે અત્યારે અમારી પાસે એક નકશો હતો.

***

અમારી સામે બીજી એક વિકટ સમસ્યા મોં ફાડીને ઊભી હતી. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ હતી કે જા અમે આ નકશાવાળી વાત જગદીશને કરીએ તો એ અને એનો સાથીદાર નેપાળી જરૂર આનો ગેરલાભ ઉઠાવે. અને જા આ વાત ન કરીએ તો પછી એમને અહીં મૂકીને આગળ વધવું અશક્ય જ હતું. કારણ કે એના માટે કોઈ બહાનું તો જાઈએ ને... સમસ્યા તો એપણ હતી કે અમને અહીં પણ રાજેશના હુમલાખોરોની વિગતો મળી નહોતી. એક હીરો અને એક નકશો મળ્યા હતા. પરંતુ એના ઉપરથી કંઈ સ્પષ્ટ થતું નહોતું. એ નકશો શેનો હતો એ પણ અમને ખબર નહોતી. હા... એટલો ખ્યાલ જરૂર આવ્યો હતો કે એ દાબડી અથવા તો મુદ્રા રાજેશે ફેંકી હતી. એ ચીજ જ હતી કારણ કે મેં એ દાબડીને ધ્યાનથી જાઈ હતી. એનો જે વિચિત્ર પ્રકારનો કલર હતો એ ખરેખર કોઈ કલર નહોતો પરંતુ એ કોઈકનું લોહી હતું જે જામીને કાળું પડી ગયું હતું. સોના જેવી પીળી ધાતુ ઉપર લોહીનો લાલ રંગ અને એના ઉપર ધૂળ માટી ચોંટવાથી કંઈક વિચિત્ર અને અલગ પ્રકારનો કલર બની ગયો ૧૬૨ હતો. મને થેંબાની વાત યાદ આવી. એણે કહ્યું હતું કે કેવા સંજાગોમાં એ અને રાજેશ અહીંથી જીવ બચાવીને ભાગ્યા હતા. આ મુદ્રા એ જ હતી કે જે પેલા અણોમુખીએ મરતા પહેલા રાજેશના હાથમાં આપી હતી. હવે મને ખ્યાલ આવતો હતો કે એસમયે ખરેખર શું બન્યું હશે... રાજેશને જ્યારે અમોમુખીએ આ મુદ્રા આપી હશે ત્યારે એના હાથ લોહીવાળા થયા હશે. અને એ લોહી આ મુદ્રા પર લાગ્યું હશે. રાજેશ એના હાથમાં એ મુદ્રા તો લઈ લીધી હતી પરંતુ જ્યારે એ લોહીયાળ મુદ્રાને એણે જાઈ એટલે ડરના માર્યા ગભરાઈને એણે આ મુદ્રા ફેંકી દીધી હશે. આખી વાત મને સમજમાં આવી ગઈહતી. અને આનો મતલબ તો એ જ થતો હતો કે આ મુદ્રાને કારણે જ આ આખી ઘટનાએ જન્મ લીધો હતો. આ મુદ્રા જ સૌથી વધુ મહત્વની ચીજ હતી અને એના કારણે જ સૌથી પહેલા અમોમુખી અને ત્યારબાદ રાજેશ ટીચાયા હતા.

અમીત.. આનો મતલબ તો એ જ થયોને કે આ મુદ્રા મેળવવા માટે જ અમોમુખીનું ખૂન થયું હતું. મારી જેમ પૂજાએ પણ તર્ક લગાવ્યો હતો. પેલા બંદૂક ધારી લોકો જરૂર આ મુદ્રાની પાછળ હશે કારણકે આ મુદ્રાની અંદર એક નકશો છે અને મારા અંદાજ મુજબ એ લોકો આ નકશો અને હિરા મેળવવા માંગતાહશે. જ્યારે એમને આ મુદ્રા હાથ નહીં લાગી હોય એટલે એ લોકોએ અમોમુખીને મારી નાખ્યો હશે.

હંમ... તારો તર્ક સાચો છે પૂજા... હું પણ કંઈક આવું જ વિચારી રહ્યો હતો. જા વિગવાર આપણે વિચારીએ તો આ કહાણી કંઈક આ રીતે બની હશે... આ મુદ્રાને મેળવવા માટે એ લોકો અમોમુખી પાછળ પડ્યા હતા અનો મતલબ કે એ લોકોને આ મુદ્રા અને એની અંદર છુપાયેલી ચીજાનો ખ્યાલ તો હશે જ. અને એપણ ખ્યાલ હશે કે આ મુદ્રા અમોમુખી પાસે જ છે. આમ એ લોકોએ અમોમુખીની ભાળ મેળવી એનો પીછો કર્યો હશે. અનેજ્યારે અમોમુખી છટકી જશે એવી દહેશત થઈ હોય એટલે એમણે એને વીંધી નાંખ્યો હશે. પરંતુ એ મુખી મરતાં મરતાં અહીં આ મંદિર આવી પહોંચ્યા હશે ક્યાં રાજેશ અને થેંબો આરામ કરી રહ્યા હતા. એ રાજેશના ખોળામાં ઢળી પડ્યો અને મરતાં મરતાં એણે રાજેશના હાથમાં આ મુદ્રા મુકી એ લોહીવાળી મુદ્રા જાઈને રાજેશ ભડકી ગયો હશે અને અનાયાશે જ એણે મુદ્રાનો ઘા કરી દીધો હશે. પેલા ૧૬૩ લોકો અમોમુખીની પાછળ એનો પીછો કરતા કરતા અહીં મંદિરમાં આવ્યા ત્યારે એમણે અમોમુખીને રાજેશના ખોળામાં જાયો એટલે એમને એવું લાગ્યુ હશે કે જરૂર મુખીએ રાજેશને કંઈક કહ્યું હશે આમ પણ રાજેશે અને થેંબાએ એ લોકોને જાઈ લીધા હતા. એટલે એમના માટે તો એ એક ખતરો જ હતો એટલે એ બંનેને મારી નાખવા માટે એ લોકો માટે જરૂરી થઈ ગયા હતા. પરંતુ એ લોકો ગોળી ચલાવે એ પહેલા તો રાજેશ અને થેંબો ત્યાંથી ભાગ્યા હતા. અને ગામમાં ઘૂસી ગયા હતા. એટલે એ બંને બચી ગયા હતા.

તો પછી એકલા રાજેશને જ શા માટે એ લોકોએ ગોળી મારી...? થેંબાને કેમ નહીં...? પૂજાએ જારદાર પ્રશ્ન ઉઠાવ્યો.

હંમ... એનું કારણ એ હોઈ શકે કે અમોમુખી રાજેશના ખોળામાં હતો એટલે એલોકોને એવું લાગ્યું હશે કે જરૂર અમોમુખીએ રાજેશને કંઈક જણાવ્યું હશે એટલે રાજેશ એમના માટે ખતરારૂપ બન્યો હતો. તેથી એમણે રાજેશને ગોળી મારી હશે.. હું પૂજાને સમજાવી રહ્ય હતો. પરતુ પૂજાએ જે પ્રશ્ન કર્યો હતો એણે મને વિચારે ચડાવી દીધો. પૂજાની વાત બિલકુલ સાચી હતી. રાજેશને એ લોકો છેક સુરત સુધી લાંબા થઈને શોધી લીધો હતો. જ્યારે થેંબો તો એમની પાસે જ ગંગટોકમાં આરામથી ફરી રહ્યો હતો છતાં એને કંઈ નહોતું થયું. આ વાત મારા માટે હેરાન પરેશા નકરે તેવી હતી એવી હતી કે શા માટે થેંબો નિર્ભય થઈને ફરી રહ્યો હતો. શું એ પણ પેલા લોકો સાથે મળી ગયો હશે...? કે પછી બીજું કોઈ કારણ છે આની પાછળ? આ વાત વિચાર માંગી લે એવી હતી. વિચારવા જેવું તોએ પણ હતું કે અમારે જગદીશને આ મુદ્રાવાળી વાત કહેવી કે નહીં... ? છેવટે કોઈ ઉકેલ ન મળતાં અમે મુદ્રાવાળી વાત જગદીશને કહી દેવાનું જ મુનાસીબ માન્યં. બાકી આગળ જે થશે તે જાયુ ંજશે. એમ વિચારને બધું ઉપરવાળા સર્વશક્તિમાન ઉપર છોડી દીધું હતું. અમને શ્રદ્ધા હતી કે એ હરહંમેશ અમારી સાથે જ ચાલ્યા છે અને અમારો વાળ પણ વાંકો નહીં થવા દે. ત્યાંથી અમે પાછા ગામ તરફ ચાલ્યા.

***

પેલો નેપાળી એની જીપ સાથે ગુમ થઈ ગયો હતો. સવારનો એ વહેલો નીકળી ગયા બાદ પરત ફર્યો જ નહોતો. અમે રીટર્ન ગેસ્ટહાઉસમાં પહોંચ્યા ત્યોર આ સમાચાર અમને મળ્યા. મને ઘણી રાહત થઈ જ્યારે મેં જાયું કે જગદીશ અને ટીનાના ચહેરા ઊતરી ગયા હતા. આ તબક્કે નેપાળીનું ગુમ થવું મનમાં ઘણી શંકા કુશંકાઓ જન્માવતી હતી. છતાં મને મજા પડી ગઈ હતી. એ બપોરે જ પાછો આવી જવાનો હતો. અને અત્યારે તો લગભગ સાંજ ઢળી ચૂકી હતી છતાં એનો કોઈ અત્તો પત્તો નહોતો. એ ક્યાં ગયો હતો એની કોઈ માહિતી અમારી પાસે નહોતી. અને આ નાનકડા અમથા કસબા જેવા ગામડામાં જા એ હોય તો તરત મળી જાય. પરંતુ એ અહીં હતો જ નહીં. જગદીશનું તો સ્પષ્ટ કહેવું હતું કે એ ગુમ થઈ ગયો હતો.

હું ખુશ થઈ રહ્યો હતો કે હવેથીએ નેપાળી અમારી સાથે નહીં હોય. પરંતુ એક શંકાપણ ઉઠતી હતી કે કદાચ એ જગદીશ અને નેપાળીની કોઈ નવી ચાલ તો નહીં હોય ને...? જે હોય તે પડટશે એવા દેવાશે આમ પણ મને લાગી રહ્યં હતું કે એક વખત તો અમારે આર યા પારની લડાઈ લડવાની જ હતી કારણ કે એ જેમ જેમ આગળ વધી રહ્યા હતા એમ એમ પરિસ્થિતિ વધુ ભયાનક વળાંકો લઈ રહી હતી. નિત નવી સમસ્યાઓ અમારી સામે વિકરાળ મોં ફાડીને ઊભી રહી જતી હતી. એક સમસ્યામાંથી નીકળીએ ત્યાં તો નવી સમસ્યા અમારા સ્વાગતમાં તૈયાર જ ઊભી હોય. અમે ધીરે ધીરે કરતા એ સમસ્યાઓને પાર કરી આગળ વધી રહ્યા હતા. હવે અત્યારે પરિસ્થિતિ એવી હતી કે એક નકશો અમારે હાથ લાગ્યો હતો. અને એ નકશાને આધારે આગળ વધતા જેમ બને તેમ જલદી આ મામલાને ખતમ કરવો હતો. વધારે સમય બગાડવો એટલે નવી મુસીબતને આમંત્રણ આપવું. મારં મન અત્યારે કહી રહ્યું હતં કે આ નકશામાં દર્શાવેલી જગ્યા જ અમારી મંઝીલ હતી. ત્યાં પહોંચી જઈશું એટલે અમારા તમામ સવાલોનો જવાબ અમને મળી જશે.

મેં એ મુદ્રાવાળી વાત વિગતે બધાને જણાવી દીધી. એ વાત સાંભળીને લગભગ બધાના મોંઢા આશ્ચર્યથી ખુલ્લાને ખુલ્લા જ રહી ગયા હતા. એ નકશો અને પેલો હીરો મેં બધાની વચ્ચે મુકી દીધો. અત્યારે અમે ગેસ્ટહાઉસની અમારી રૂમમાં ભેગા થયા ૧૬૫ હતા. અને આખા દિવસ દરમિયાન કોણે શું કર્યું એની આપ લે થઈ ગઈ હતી. થેંબાએ એ નકશો ધ્યાનથી જાયો અન એમાં જે લખાણ લખ્યુ હતું એ ચપટી વગાડતા જ ઉકેલી દીધું.

આ નકશામાં દેખાય છે એ જગ્યાઓ અહીંથી આગળ કાંચનજંઘા પર્વતમાળામાં આવેલી છે વચ્ચે વચ્ચે ટપકાં કરીને જે નામ લખ્યા છે એ આજગ્યાની રસ્તામાં આવતા નાના નાના કસબાઓના નામ છે. આપણો મુખ્ય ઉદ્દેશ છે આ પર્વત સુધી પહોંચવાનો. થંબાએ નકશામાં દેખાતા પર્વત ઉપર આંગળી મૂકતા કહ્યું. એ જ પર્વત કે જેમાં ભગવાન શિવની મૂર્તિ દોરેલી હતી. આ પર્વત સૌથી દુર્ગમ અને વિષમ મનાય છે. હું ક્યારેય ત્યાં નથી ગયો.પરંતુ મને જાણકારીછે ત્યાં સુધી આ પર્વત લગભઘ વર્ષના બારેય મહિના બરફથી ઢંકાયેલો જ રહે છે. એટલે એ પર્વત સુધી લગભગ કોઈજતું નથી. સૌથી મોટી ભયાનક વાત એ છે કે આ પર્વતની પેલે પાર થોડા કિલોમીટર દૂર એ જ ખૌફનાક અને ખતરનાક પાંગુર સરોવર છે કે જેની આસપાસનો વિસ્તાર મોતના મુખ જેવો એકદમ વેરાન જ છે. જેણે પણ આ નકશો બનાવ્યો હશે એ વ્યક્તિ ચોક્કસ આજગ્યા સુધી ગયો જ હશે એટલે જ આ નકશામાં આટલી સ્પષ્ટ રીતે એ ડૂબતા માણસનું ચિત્રણ કર્યું છે. મારં તો માનવું છે કે આ નકશો દોરનાર વ્યક્તિ જરૂર ભાગ્યશાળી હોવો જાઈએ. કારણકે એ ત્યાંથી જીવતો પાછો ફર્યો હતો અને એણે આ નકશો બનાવ્યો હતો. એ વ્યક્તિ કોણ હોઈ શકે એ આપણે જાણવું રહ્યું... જા એ મળી જાય તો પછી બધા ભેદ આપોઆપ ખૂલી જાય. આ પહાડમાં દોરેલી ભગવાન શીવની મૂર્તિ અને એની નીચે દોરેલા હિરાનો ભેદ પણ પળવારમાં ઉકલી જાય.

કોણ હોઈ શકે એ વ્યક્તિ...?

મારું તો અનુમાન છે કે એ અમોમુખી જ હોવો જાઈએ. કારણ કે એની પાસેથી જ આ નકશાવાળી મુદ્રા રાજેશના હાથમાં આવી હતી. થેંબાએ અનુમાન લગાવ્યું. પરંતુ એ તો મરી ચૂક્યો છે.. આજથી છ સાત મહિના પહેલા.. પૂજાએ કહ્યું.

તો પછી આનો ભેદ ઊકેલવા આપણે આ પર્વત સુધી પહોંચવું જ પડશે. મેં કહ્યં. અને અમે બધા જ એના માટે તૈયાર હતા.

જગદીશ,ટીના થેંબો જે માહિતી લાવ્યા હતા એ પણ ઘણી વિસ્ફોટક હતી. એ લોકોએ ગામની બહાર થોડા કિલોમીટર એક ફાર્મહાઉસર જેવું મકાન જાયું હતું. એમાં ઘણી બધી ચહલપહલ થતી હતી. એ લોકોએ એ મકાનની નજીક જઈને જાયું તો આ એ જ માણસો હતા કે જેઓ ગંગટોકમાં એમની હોટલની બાજુની હોટલમાં રોકાયા હતા. સૌથી વધુ ભયાનક વાત તો એ હતી કે અહીં એમના હાથમાં ખતરનાક હથિયારો હતા. આ વિસ્તાર એવો કોઈ ભયજનક નહોતો કે નહોતા એવા શિકારી પ્રાણીઓ કે જેનો શિકાર કરવો પડે તો પછી આ હથિયાર શા માટે હતા એમની પાસે....? ત્યાંથી પાછા ફરતા જગદીશે ગામમાં એ મકાન વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ એક બંધ પડેલી દવા બનાવવાની ફેક્ટરીની જગ્યા હતી. ત્યાં ઘણી વખત શહેરથી એના માલિકો અને બીજા માણસો આવતા જતા રહેતા હતા. હજુ છ સાત મહિના પહેલા જ એ ફેકટરીનો માલિક એના માણસો સાથે અહીં આવ્યો હતો. પરંતુ એ અરસામાં અહીં ગામમાં મુખીની હત્યા થઈ ગઈ હોવાથી એલોકો વધુ રોકાયા વગર જતા રહ્યા હતા. ગામ લોકો તો ેવું જમાને છે કે અમોમુખીની હત્યા એ લોકોએ જ કરી છે. કારણ કે ગોળી મારીને મુખીની હત્યા થઈ હતી. અને આ સિવાય ગામમાં એમની સિવાય બીજા કોઈની પાસે બંદૂક નહોતી. એ સમયે કોઈ બોલ્યું નહોતું કારણ કે જ્યારે એ દવા બનાવવાની ફેક્ટરી ચાલુ હતી ત્યારે ગામના દરેક ઘરમાં કમસેકમ એક વ્યક્તિ તો ત્યાં કામ કરવા જતો જ હતો. બીજું પણ એક કારણ એ હતું કે ફેક્ટરીના માલિક સાથે અમોમુખીને ગાઢ મૈત્રી હતી. અને અવારનવાર ત્યાં મહેફિલો જામતી. દોસ્તીના દાવે પણ અમોમુખીની હત્યા એ વ્યક્તિ ન કરે એવી માનસિકતાના કારણે એ દિવસોમાં એ ઘટના દબાઈ ગઈ હતી. હાલમાં અત્યારે આ ગામનો મુખી એ અમોમુખીનો દીકરો જ હતો.

***

પૂજા ખૂબજ બેચેની અનુ ભવી રહી હતી. રાત પડતા જ ઠંડીનું જાર ભયાનક હદે વધી ચૂક્યું હતું અહીં ચારેતરફ ફેલાયેલી પર્વતમાળાના કારણે એના ઉપરથઈ ફૂંકાતા ૧૬૭ ઠંડા પવનો કાતિલ સપાટો બોલાવતા હતા. જમી પરવાનીને અમે બધા બહાર ઓસરી જેવી જગ્યામાં સગડીન ીઆસપાસ ધાબળાઓ ઓઢીને ગરમી લઈ રહ્યા હતા. અમારી વચ્ચે એકદમ શાંતિ હતી. બધા ચૂપ હતા છતાં દરેક વ્યક્તિ મનોમન વિચારોના વમળમાં અટવાયેલાહતા. સગડીમાં લાકડા સળગવાનો તડ તડ અવાજ અમારા કાને અફળાઈ રહ્યો હતો.

પૂજાના મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું. એને અંદાજ આવી ગયો હતો કે રાજેશ ઉપર કોણે ગોળી ચલાવી હતી. જગદીશે જ્યારે પેલી દવાની ફેક્ટરી વિશે વાત કરી ત્યારે એસમજી ચૂકી હતી કે અમોમુખીને મારનાર અને રાજેશ પર ફાયરીંગ કરનાર બંને એક જવ્યક્તિ હતી અને એ વ્યક્તિનું કનેક્શન એ દવાની ફેક્ટરી સાથે જ છે. પૂજાને તો થેંબો પણ હવે રહસ્યમય લાગવા માંડ્યો હતો. કારણ કે એને હજુ સુધી કંઈ થયું નહોતું. પૂજા એવું નહોતી ઈચ્છતી કે એને કંઈ થઈ જાય પરંતુ થેંબો એ એક જ એવી વ્યકિત હતી જે હજુ સુધી સહિસલામત, બિન્દાસ ઘૂમી રહ્યો હતો. નો ડાઉટ કે એણે અમને ઘણી મદદ કરી છે પરંતુ એમાં પણ એનો કોઈક સ્વાર્થ હોઈ શકે છે. પૂજાએ નજર પોતાની ચારેતરફ બેઠેલી વ્યક્તિઓ ઉપર દોડાવી. અહીં બેઠેલા તમામ વ્યક્તિઓમાંથી જા એણે કોઈના પર વિશ્વાસ કરવો હોય તો એ અમીત જ હતો. એ અમીતને એકીટશે નિહાળી રહી... કેટલો સોહામણો અને શાંત હતો. એ... સગડીમાંથી બહાર લપકારા મારતી અગ્નિના રતુંબડા પ્રકાશમાં એના ચહેરાની આભા કોઈ ગ્રીક રાજકુમાર જેવી વર્તાતી હતી. એનો ગૌરવર્ણનો ચહેરો અત્યારે તામ્રવર્ણો બની ગયો હતો. પૂજા જ્યારે પણ અમીતને જાતી ત્યારે એના દિલમાં કંઇક અકથ્ય સંવેદન ઊભરાતું હતું. અને એક અદમ્ય ખેંચાણ એ અનુભવતી હતી. દરેક છોકરીઓ પોતાના મનના માણીગર વિશે જે કલ્પનાઓ કરતી હોય છે એવા તમામ ગુણો અમીતમાં હતા. જા અમીત કોઈ છોકરીને સામેથી પ્રપોઝ કરે તો કોઈ એનો પ્રસ્તાવને ઠુકરાવાની હિંમત ન કરી શકે. અમીત સુંદરતામાં કોઈ રાજકુમરાથી કમ નહોતો. અત્યારેએ એકદમ ધીર ગંભીર મુદ્રામાં પોતાના બંને હાથની આંગળઓના અંકોડા એકબીજમાં પરોવીને કંઈક ગંભીરતાથી વિચારી રહ્યો હતો. પૂજા અચાનક સજાગ થઈ ગઈ. એને પોતાને પણ ૧૬૮ ખ્યાલ નહોતો કે ક્યારે એઅમીતના વિચારોમાં ખોવાઈ ગઈ હતી. એક વાત સાવ સ્પષ્ટ હતી કે એ અમીત જ હતો કે જેના કારણે એ અહીં સુધી પહોંચી હતી. એના સાથ અને હૂંફને કારણે જ અહીં સુધીની સફર કોઈપણ અડચણ વગર, કોઈ વિÎન વગર પાર થઈ ગઈ હતી. આમતી ભલેને એમ કહેતો હોય કે એ તો ફક્ત એના સ્વપ્નાઓના ઉકેલ મેળવવા માટે જ મારી સાથે આવ્યો હતો. પરંતુ ખરી વાત તો એ હતકીકે એની હિંમત અને સમજશક્તિના કારણે જ તેઓ આ બનાવના અંત સુધી પહોચવા આવ્યા હતા. પૂજાએ ઘણી વખત અમીતની આંખોમાં એના પ્રત્યેના પ્રેમની ઝલક નીહાળી હતી. છતાં હાલના સમય અને સંજાગોમાં એ આના વિશે અમીતને જણાવી શકે એમ નહોતી. પોતાની લાગણીઓને જબરજસ્તીથી દિલના એક ખૂણામાં ભંડારી દીધી હતી. એને ખબર હતીકે અમીત જેવો સરસ,સાલસ, સહૃદયી છતાં બહાદુર છોકરો એને બીજા કોઈ મળી શકે એમ નહોતો. અન એ અમીતને ગુમાવવા પણ નહોતી માંગતી. પરંતુ હજુ એ સમય નહોતો આવ્યો કે એ અમીતને કહી શકે કે હું તને ચાહું છું. પૂજા એવી કોઈ ભૂલ કરવા નહોતી માંગતી કે જેના કારણે એનું લક્ષ્ય ચૂકાઈ જાય. જ્યારેએવો સમય આવશે. ત્યારે એ અમીતને સામેથી પોતાના પ્રેમનો એકરાર કરી દેશે એવું મનોમન એ વિચારી રહી હતી.

રાત ધીમે ધીમે આગળ વધી રહી હતી. જગદીશ અને ટીના તો ક્યારના બગાસા ખાઈ રહ્યા હતા. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા. અને લગભગ બધાની આંખો ઊંઘથી ઘેરાવા લાગી હતી. એટલે સૌથી પહેલા તો જગદીશ અને ટીના પોત પોતાના કમરામાં ગયા. એ લોકોને ઊભા થતા જાઈને પૂજાએ પોતાના વિચારોને અટકાવ્યા અને એમને જતા જાઈ રહી. પૂજા ધીરે રહીને ઊભી થઈ અને એણે ઓઢેલા ધાબળાને સરખો કરતી એ ઓસરીને કોરે પહોંચીને ઊભી રહી. એક સાથે ઘણા બધા વિચારો આવતા હોવાથી એ ગૂંચવાઈ રહી હતી. કોઈ એક ચોક્કસ વિચાર ઉપર એ સ્થિર નહોતી થઈ શકી. ઓસરીની કોરે થાંભલાના ટેકે એ ઊભી હતી કે અચાનક એને કંઈક યાદ આવતા થેંબાને સાદ પાડ્યો. થેંબો અમીત પાસેથી ઊભો થઈને પૂજા પાસે ગયો.

એક વાત પૂછું..તને...?

પૂછો મેમસાબ...

સાચો જવાબ આપીશ...?

ચોક્કસ આપીશ.

ઠીક છે પરંતુ એ સવાલ પૂછથા પહેલા હું તને કંઈક જણાવવા માંગુ છું. અમીતે તને રાજેશ એટલે કે મારા ભાઈ વિશે પૂરી માહિતી આપી નથી. જે હું તને અત્યારે કહેવા માગું છું. એ સાંભળ્યા પછી તને એવું લાગે તો જ મારા પ્રશ્નનો ઉત્તર આપજે. ...

એવું તો શું તમે મને પૂછવા માંગો છો...? હું તમને ખાતરી આપીને કહું છું કે હું સાચી વાત જ કહીશ.

છતાં મારી વાત સાંભળી લે... તમે લોકોએ અમોમુખીનું ખૂન થતાં તમારી નજરોનજર નિહાળ્યું અને તમે ત્યાંથી ભાગ્યા હતા. પરંતુ એક હકિકત એવીપણ છે કે કે એ લોકોએ રાજેશને તરત જ શોધી લીધો હતો અને તેના પર જીવલેણ હુમલો કરી એને પણ મારવાની કોશિશ કરી હતી. એમાં એ લોકો થોડાઘણા સફળ પણ નિવડ્યા. કારણ કે એ હુમલા બાદ રાજેશ કોમામા ચાલ્યો ગયો હતો અને હજુ પણ કોમામા જ છે.

હેં... શું વાત કરો છો...?તો પછી આ વાત તમે મને પહેલા કેમ ન કહી...? આમ તો ઘણી બધી વાતો કોઈને પણ કહેવાય એવી હોતી નથી. છતાં કહેવી પડે છે. તારા પર વિશ્વાસ થયા વગર આ વાત તને કહેવી એ કદાચ યોગ્ય ન ગણાત પરંતુ હવે ણને અને અમીતને તારી પર પૂરેપૂરો ભરોસો છે એટલે તારાથી છુપાવવા જેવું નથી. મેમસાબ વિશ્વાસ રાખજા. હું તમારા એ ભરોસાને ક્યારેયપણ ઠેસ પહોંચે એવું કામ નહિં કરું. તો પછી એક સવાલનો જવાબ આપ મને તારા દિલ પર હાથ રાખીને મને કહે કે એ લોકોએ રાજેશને ગોળી મારી તો તને કેમ કંઈ થયું નહીં....? તારો એ લોકો સાથે શું સંબંધ છે...? સાવ સાચું કહેજે.. પૂજાએ સીધો ધારદાર સવાલ કર્યો. તમારે રાજેશસાહેબવાળી વાત મને પહેલા જણાવવી જાઈતી હતી. તમારાથી મારે કંઈ છુપાવવા જેવું નથી. પરંતુ મને પણ મારી જાત વહાલી છે.

હું કમોતે નહોતો મરવા ૧૭૦ માંગતો એટલે બને ત્યાં સુધી આ મામલો મેં છુપાવવાની કોશિશ કરી પરંતુ તમારી અને અમીત બને સાથે મને એવી લાગણી બંધાઈ છે કે હવે તમારાથી છુપાવવા જેવું કશું નથી રહ્યું. થેંબો એકદમ લાગણીના આવેગમાં બોલ્યે જતો હતો. હું એ લોકોને જાણું છું. બધાને તો નહીં પરંતુ એમાંથી એક બીજા દિવસે જ મને શોધતો મારા ઘરે આવી ચડ્યો હતો. એ સમયે લાચૂંગના મુખીની હત્યાના સમાચારો વાયુવેગે ચારેતરફ પ્રસરી ચૂક્યાહતા. અને અહીની પોલીસ પણ એની પાછળ ફરી રહી હતી. એટલે હું બચી ગયો હતો. જા કે એ લોકે મને પણ મારી નાખે તો વધારે હો હા થઈ જાય એમ હતું એટલે એ મને ધમકી આપી ચાલ્યો ગયો હતો. એણે મને મારું મોઢું બંધ રાખવાની ધમકી આપી હતી અને જા એ વાત મેં કોઈને કહી તો મારા પણ અમોમુખી જેવા હાલ થાશે. એવું એ જતાંજતાં કહેતો ગયો. એટલે જ હું ચૂપ હતો. તમારી સાથે આવવા પણ એટલે જ રાજી થયો કે તમને લોકોને મારા પર શક ન જાય અને બીજું એ પણ એક કારણ હતું કે જા હું તમારી સાથે રહું તો તમારા લોકોનું ધ્યાન રાખી શકું કે જેથી તમે કોઈ મુસીબતમાં ન ફસાવ. થેંબાની આંખોમાં ઝળઝળિયા આવવા લાગ્યા હતા. કદાચ એ રોઈ પડશે એવુંપૂજાને લાગ્યું. એ ખરેખર ખરાદિલનો માણસ હતો. અને બહુ જલદી ભાવુક થઈ જતો હતો. પૂજા થેંબાની નજીક સરકી અને એના ખબે હાથ મૂક્યો.

સોરી મેં તને દુખી કર્યો. પરંતુ હજુ એક વાત મારે જાણવી છેકે આ આખો મામલો શું છે એ તને ખબર છે..?

હા... મેમ સાબ... થેંબાએ પૂજાના કાન નજીક જઈ એકદમ ધીરા અવાજે એના કાનમાં વાત કહી. એ ખૂંખાર લોકો કોઈ ખજાના પાછળ પડ્યા છે. આ આખી કહાણી પેલા ખુરશીદ નામના વ્યક્તિથી ચાલુ થઈ છે. સાચું ખોટું તો ભગવાન જાણે પરંતુ અહીંના લોકો એમ કહે છે કે એ ખુરશીદે કાળા ધોળા ધંધામાં ઘણા રૂપિયા ભેગા કર્યા હતા. અને રૂપિયાના કારણે જ એના મિત્રોએ એને પતાવી દીધો હતો. અને એનો આખો દલ્લો લઈને અહીંથી લાચૂંગમાં ભાગી આવ્યા હતા. હવે આ આખી વાર્તા સાવ નાખી દેવા જેવી પણ નથી અને સાચી માનવા જેવી પણ નથી. કારણ કે ખરેખર સાચી હકીકત શુંબની હતી એ તો કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. એ લોકો અહીં ૧૭૧ ભાગીને આવ્યા ત્યારબાદ એ ચારેયની ટુકડીમાં અમોમુખી સામેલ થઈ ગયો હતો અને એ લોકોની ગણતરી એવી હતી કે અમોમુખી એમને તિબ્બત સુધી પહોંચાડી દે. એના ઇનામરૂપે અમુક રકમ અમોમુખીને આપવાનું ઠેરવ્યું હું. અને ત્યારબાદ એ લોકોનો કોઈ જ પત્તો મળ્યો નથી. છેક મહિના બાદ અમોમુખી અથડાતો કુટાતો ફરી પાછો લાચૂંગમાં દેખાયો હતો. પરંતુ એની સાથે ગયેલાપેલા માણસોનું શું થયું હતું એ તો કોઈ જ જાણી શક્યું નહોતું.એ વાત ફક્ત મુખી જ જાણતો હતો કે એમનું શું થયું હતું. પરંતુ એ કોઈને કંઇ કહેતો નહોતો. એ ચારેય વિશે કોઈ પૂછે તો મુખી રીતસરનો એમની ઉપર વરસી પડતો. સમય જતા એ મામલો વિસારે પડતો ગયો હતો અને અત્યારે તો લગભગ બધા ભૂલી પણ ગયા હશે. થેંબો એકધારું બોલતો હતો એટલે એને શ્વાસ ચડ્યો હતો. મને તો બસ આટલી જ ખબર છે પરંતુ એ પછી છેક હમણાં છ એક મહિના પહેલા અમોમુખીનું મારી નજરોની સામે જ ખૂન થયું ત્યારે હું સમજી ગયો હતો કે આ ખૂનની પાછળ કારણરૂપે જરૂર પેલો ખજાનો જ હોવો જાઈએ. અમે તો એ લોકોથી બચીને ભાગ્યા હતા. પરંતુ મારા દિલમાં ડરપેસી ગયો હતો કે આ લોકો પણ પેલા ખજાના પાછળ પડ્યા છે અને હવે ખબર નહિ એ અવકાશી ખજાનો કેટલા લોકોનું લોહી રેડાવશે. આજે સવારથી જ મને વધુ ફિકર થવા લાગી છે. કારણ કે સવારે જ્યારે અણે પેલી દવાની ફેક્ટરી વાળા મકાનમાં થતી ખતરનાક હિલચાલ નિહાળી ત્યારે જ મને દાળમાં કંઈક કાળું લાગ્યું. જરૂર એ લોકોજ હશે કે જેમણે અમોમુખીને માર્યો હતો અને રાજેશ જેનો શિકાર બન્યો હતો. આપે બહુજ સાવધાનીથા આગળ ડગ ભરવા પડશે નહિતર આપણી ઉપર પણ મુસિબત આવી શકે છે.

થેંબાની વાત શત પ્રતિશત સાચી હતી. જા એ ખતરનાક લોકો અમને અહીં જાઈ જાય તો ખતરો તો હતો જ. જા કે પૂજાને પાકી ખાતરી હતી કે એ લોકો શા માટે અહીં આવ્યા હતા.? પૂજાએ કંઈક વિચાર્યું અને થેંબાને એક કામ સોંપ્યું. એટલે થેંબો તરત જ પેલા અમોમુખીના ઘરે જવા રવાના થયો. હવે પૂજાના ચહેરા પર થોડીક રોનક આવી. મનોમન એ કંઈક પ્લાન કરતી અમીતપાસે પહોંચી અને એની બાજુમાં જઈને બેઠી. થોડીવાર પછી એણે સામેથી જ અમીતને આખી વાત કહી સંભળાવી. ૧૭૨ લગભગ રાત્રે દસેક વાગ્યે થેંબો પાછો આવ્યો હતો. પૂજાએ કહ્યા પ્રમાણે એની સાથે એ ગામના મુખીને પણ લેતો આવ્યો હતો. એ મુખી, અમોમુખીનો જ દીકરો હતો. થેંબાએ એને બહુ જ સારી રીતે આખી વાત સમજાવી હતી કે અમે લોકો શા માટે અહીં આવ્યા છીએ. પૂજાએ કંઈક વિચારીને જ એને બોલાવ્યો હતો. એક તો થેંબો અહીંથી આગળનો રસ્તો સારી રીતે જાણતો નહોતો. અને બીજું કે જા લાચૂંગનો મુખી જ અમારી સાથે આવવા રાજી થઈ જાય તો અમને આગળ જતા ઘણી સરળતા પડે. અને પૂજાની ગણતરી સાચી પડી. એ મુખી અમારી સાથે આવવા રાજી થઈ ગયો હતો. હવે અમે કુલ છ વ્યક્તિઓનો કાફલો આવતી કાલે સવારે અહીંથી રવાના થવા તૈયાર બેઠા હતા.

***

હંમ... તો એમ વાત છે ... ખબર એકદમ પાકી છે ને ?સુરીન્દરે પોતાનીરિવોલ્વર સાફ કરતાં જગતાપને પૂછ્યું. જગતાપ જે ખબર લઈને આવ્યો હતો એ સાંભળીને એની આંખો ચમકી ઊઠી હતી. કંઈક વિચાર કરીને એના ચહેરાપર કુટીલ હાસ્ય આવી ગયું.

હાં... બોલ.. ખબર એકદમ પાકી છે.. એ છોકરાઓના હાથમાં કોઈક લોકેટ કે મુદ્રા જેવી વસ્તુ લાગે છે.. અને એમાંથી એક નકશો પણ નીકળ્યો છે. એ છોકરાઓએ ગઈકાલ રાત્રે જ ગામના મુખીને બોલાવ્યો હતો અને આજે સવારે એ લોકો એ નકશાવાળી જગ્યા શોધવા નીકળી ગયા હશે.. જગતાપ બધું પાકે પાયે જાણીને આવ્યો હતો.

ચાલો સારું થયું. આપણી મહેનત બચી. આપણી સૌથી મોટી સમસ્યા જે હતી એ પેલી મુદ્રા એ છોકરડાઓએ શોધી લીધી અને હવે એ લોકો નકશાવાળી જગ્યાતરફ ગયા છે ટલે હવે આપણે કંઈ જ કરવાનું રહેતું નથી. એમનો પીછો કરો અને જેવા એ લોકો નકશાવાળી જગ્યા શોધી કાઢે કે તરત એમને મારી નાખો એટેલ બાકીનું બધું આપણા હાથમાં આપોઆપ આવી જશે. સાલો પેલો મુખીનો છોકરો પણ એના બાપની જેમ આપણા હાથે જ મરવા એ લોકોની સાથે ગયો છે. જા... બધાને તૈયાર કર. આપણે આ ઘડીએ જ એનો પીછો પકડવાનો છે. સુરીન્દર ક્રૂર રીતે હસ્યો. જગતાપ બહાર દોડ્યો. બધાને તૈયાર કરવા.

***

ક્રમશ

રેટ કરો અને રિવ્યુ આપો

Prerak Shah

Prerak Shah 6 માસ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 1 વર્ષ પહેલા

Munno

Munno 2 વર્ષ પહેલા

Naresh Bhai

Naresh Bhai 2 વર્ષ પહેલા

yogesh

yogesh 2 વર્ષ પહેલા

શેયર કરો