Abhishaap (Part-3) books and stories free download online pdf in Gujarati

Abhishaap (Part-3)

"અભિશાપ" ભાગ-3

શારદાબેનને હવે ઊંઘ નહતી આવી રહી, અને આવે પણ કેમ? તેમને તેમની સાથે ઘટેલી સૌથી ભયાનક ઘટનાની યાદ આવી ગઈ હતી. તેઓ શ્રુતિને તેના રૂમ માં સૂવડાવી તો આવેલા પરંતુ શ્રુતિ ને પેલી બાર વર્ષની છોકરીની ચીસો સપનામાં પણ સતાવી રહી હતી. તે છોકરીની વેદના, તેનું રુદન તેના કાનમાં સતત સંભળાઈ રહ્યું હતું. તેની સાથે આવા દુષ્કર્મ કરતા પહેલા તેના નરાધમ કાકાને ભગવાનનો ડર નહિ લાગ્યો હોય?

રાત્રી ના આશરે આઠેક વાગ્યા હશે. શ્રુતિ તેનું રૂટીન કામ કરી રહી હતી. તેણી હોસ્પિટલના જનરલ વોર્ડમાં લીસ્ટ પ્રમાણે ઇન્જેક્સંસ અને ગ્લુકોસની બોટલ વગેરે ચડાવી રહી હતી. કામ પૂરું કરીને તેણી લોબીમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક અમૂક લોકોને સ્ટ્રેચર પર એક નાની છોકરીને ઓપરેશન થીએટર તરફ લઇ જતા જોયા. શ્રુતિ પણ ઓપરેશન થીએટર તરફ દોડવા લાગી. તેણી દોડતી દોડતી લોકોને બાજુ પર જવા અપીલ કરવા લાગી. તે છોકરીને લઈને લગભગ પંદરથી વીસ જણા હોસ્પિટલ આવ્યા હતા. શ્રુતિ સીધી જ ઓપરેશન થીએટર માં ગઈ અને ડોક્ટરની મદદ માં લાગી ગઈ. અચાનક તેણીનું ધ્યાન તે બાર વર્ષની છોકરી પર પડ્યું અને તે હચમચી ગઈ જયારે તેણીને ખબર પડી કે તેણી સાથે બળાત્કાર થયો છે. તેણીને માથાના ભાગ પર ગંભીર રીતે વાગ્યું હતું અને ખુબ જ લોહી વહી રહ્યું હતું તેમજ હાથ પગ અને શરીરના અન્ય અંગો પર પણ માર માર્યા ના નિશાન હતા. તેણીનો ડ્રેસ પણ નીચેની તરફ લોહીથી ભરાઈ ગયો હતો. તે દર્દથી પીડાતી જોર જોરથી બૂમો પાડી રહી હતી.

"શીતલ તું ઓપરેશન માટેની તૈયારી કર અને શ્રુતિ તું આ બ્લીડીંગ કંટ્રોલ કર ફટાફટ, આપણી પાસે ટાઇમ નથી. કમોન ફાસ્ટ" ડોકટરે તે છોકરી પર નજર નાખીને નર્શોને કામે લાગી જવા કહ્યું તેમજ તેઓ પોતે પણ ઓપરેશનની તૈયારીમાં લાગી ગયા. શ્રુતિ શક્ય એટલી જલ્દીથી ડ્રેસિંગ કરવા લાગી અને લોહી વહેતું રોકવા પ્રયન્ત કરવા લાગી. આમ તો તેના માટે આ રોજિંદુ કામ બની ગયું હતું પરંતુ આજે તેણી આ છોકરીને જોઇને તેના દિમાગ માં જાતજાતના વિચારો આવી રહ્યા હતા. તેણી તેના કામ પર ધ્યાન પણ નહતી આપી શકતી. આજે પહેલી વાર તેણીના હાથ કોઈનું ડ્રેસિંગ કરવામાં ધ્રુજી રહ્યા હતા.

ડ્રેસિંગ કરતી વખતે અચાનક પેલી છોકરીએ શ્રુતીનો હાથ પકડી લીધો અને કહેવા લાગી, "દીદી,..............તેને મને કેમ..............કેમ આવું કર્યું દીદી,...........મેં શું કર્યું તું...........મારો શું વાંક હતો એમાં,...........મને તો પપ્પાએ જ મોકલી હતી..........મને......મેં તો......" તે તુટક અવાજ માં વાક્ય પૂરું જ નહતી કરી શકતી એટલે શ્રુતિએ તેને શાંત કરાવી અને કહેવા લાગી, "કાંઈ નહિ થાય બેટા તને, અમે બધા છીએ ને". તેણીએ તે છોકરીના શરીર પર માર લાગેલા અંગો ને સ્પીરીટથી સાફ કરવાનું શરુ કર્યું, "શ્સ્સ્સસ............. આંખ બંધ કરી દે................ચુપ................બસ થઇ ગયું..................બસ એક સેકન્ડ.............." તેણીએ સામાન્ય રીતે બાળકોને ડ્રેસિંગ કરવા ઉપયોગમાં લેવાતા શબ્દોનો સહારો લીધો અને વચ્ચે વચ્ચે તે છોકરીના શરીરના બાકીના ઘા ને જોઈ રહી હતી. તેણીને આજે સમાજના પુરુષો પ્રત્યે ધ્રુણા થઇ રહી હતી, ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ તેણીએ પોતાનું ધ્યાન તે છોકરી પર આપવાનું યોગ્ય માન્યું. થોડીવારમાં ડોક્ટર્સ ત્યાં આવી પોહાચ્યા અને ઓપરેશન શરુ કરવાની તૈયારી બતાવી. તેઓએ છોકરીને બેહોશી માટેનું ઈન્જેકસન આપવા કહ્યું જેથી ઓપરેશન ચાલુ કરી શકાય.

"પેશન્ટ ના રિલેટીવ પાસે અંડર ટેકિંગ ફોર્મ સાઈન કરાવ્યું?" એક ડોકટરે નર્સને પૂછ્યું અને સાધન હાથમાં લીધું.

"સર, તેના રિલેટીવ હજી આવ્યા નથી. તેમનો કોન્ટેક્ટ થયો છે અને તેઓ રસ્તામાં છે" નર્સ બોલી, "આ છોકરી ને બીજા લોકો લઇ આવ્યા છે અહિયાં"

"ઓહ્હ, તો આવા કેસ માં આપણે આ ઓપરેશન ના કરી શકીએ, તેમને આવવા દો" ડોક્ટર બોલ્યા અને પોતે પહેરેલું માસ્ક પાછું ઉતારી લીધું.

"સર પણ આપણે તેમના આવવા સુધી રાહ ના જોઈ શકીએ, આ છોકરીની હાલત તો જુઓ. કેટલું બ્લીડીંગ થઇ ગયું છે ઓલરેડી" શ્રુતિએ ડોક્ટરને ઉંચા અવાજે કહ્યું પરંતુ ડોક્ટર શાંત રહ્યા, તેઓ સારી રીતે જાણતા હતા કે આવા કેસને કેવી રીતે હેન્ડલ કરવા.

"શ્રુતિ તું સારી રીતે જાણે છે કે આપણા પ્રોફેસનમાં ઈમોશનલ થઇને કામ ના થાય. તને પણ ખબર છે કે અંડરટેકિંગ ફોર્મ સાઈન કરાવ્યા વગર આપણે ઓપરેશન કરીશું અને ભગવાન ન કરે ને આપણે તેણીને ના બચાવી શક્યાં તો કેટલો મોટો ઇશ્યું બની જશે" તેઓએ શ્રુતિને હકીકત સમજાવવાનો પ્રયન્ત કર્યો અને શ્રુતિને પણ પોતે કરેલી ભૂલનો અહેસાસ થયો. એવામાં એક આશરે વીસેક વર્ષનો યુવક તેની જ ઉમરના ત્રણ ચાર છોકરાઓ સાથે દોડતો દોડતો આવ્યો. હોસ્પિટલ મેનેજમેન્ટના કર્મચારીઓએ તેઓને બહાર લોબીમાં જ રોક્યા અને પૂછપરછ કરવા લાગ્યા. પોલિસ પણ ત્યાં આવી પોહચી હતી એટલે આગળની કાર્યવાહી તેઓએ હાથમાં લીધી. તે છોકરાઓ એટલા ગુસ્સામાં હતા કે પોલિસને તેઓને રોકવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી. એમાંથી એક તે છોકરીનો ભાઈ હતો જેની પાસે હોસ્પિટલના મેનેજમેન્ટે ફોર્મ સાઈન કરાવ્યું. તે છોકરાને અચાનક એક ફોન આવ્યો અને ફોન મૂકતાની સાથે જ તેનો ગુસ્સો બમણો થઇ ગયો. તે તેના મિત્રોને કહેવા લાગ્યો કે તેના કાકાએ જ આ દુષ્કર્મ કર્યું છે. શ્રુતિ આ બધું જોઈ રહી હતી. તેના તો જાણે હોશ જ ઉડી ગયા જયારે તેણીને ખબર પડી કે તે છોકરીના સગા કાકાએ આ બધું કર્યું છે. કોઈ કાકો પોતાની ભત્રીજી સાથે આવું કરી શકે? જયારે ડોકટરે તેણીને બૂમ પાડી ત્યારે તે જબકીને ભાનમાં આવી અને ઓપરેશન થીએટર તરફ ભાગી. ડોકટરોની ટીમ પ્રયન્ત કરી રહી હતી કે તેઓ તે છોકરીને બચાવી શકે. ઓપરેશન કરતા કરતા ડોકટરોને લાગવા લાગ્યું કે તેઓ તેણીને હવે નહિ બચાવી શકે પરંતુ તેઓએ પ્રયત્નો ચાલુ રાખ્યા અને સતત ચાલુ રાખ્યા. શ્રુતિની નજર થીએટર રૂમમાં રાખેલી મોનીટર સ્ક્રીન પર જ ચોટેલી હતી. તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે તે સ્ક્રીનની રેખા સીધી ના થાય પરંતુ એવું જ થયું, તે રેખા એકદમ સીધી થઇ ગઈ. તે છોકરી, તે બાર વર્ષની છોકરી હવે આ દુનિયામાં નહતી રહી. ડોકટરોએ તેણીને મૃત જાહેર કરી દીધી હતી. બહાર લોકોનું ટોળું જમા થઇ ગયું હતું અને તેમાં ક્યાંક રડવાના અવાજ તો ક્યાંક આક્રંદ ચાલુ થઇ ગયો હતો. શ્રુતિના મોઢામાંથી જોરથી ચીસ નીકળી ગઈ અને ઊંઘ માંથી જાગી ગઈ. તે પોતાના ઘરે પોતાના જ રૂમમાં બેડ પર બેઠી હતી. તેણીના આખા શરીરે પરસેવો વળી ગયો હતો. એકવાર તો તેણીએ વિચાર્યું કે તે તેની માં પાસે જઈને બેસે પણ તે તેની માંને પરેશાન કરવા નહતી માંગતી જેથી તેને એવું ના કર્યું. શ્રુતિ ને ક્યાં ખબર હતી કે તેણીની માં પણ બહાર એજ વિચારોથી ઘેરાયેલી હતી અને જાગી રહી હતી. શ્રુતિને મનમાં અમુક પ્રશ્નો સતાવી રહયા હતા કે મરતા પહેલા તે છોકરીએ તેના પપ્પા વિશે જે કહ્યું હતું તેનો મતલબ શું હતો? તેણીના પપ્પાએ તેને ક્યાં મોકલી હતી? તેની સાથે ખરેખર શું થયું હતું? શ્રુતિને આ બધા પ્રશ્નોના જવાબ જોઈતા હતા પરંતુ તે કેવી રીતે મળી શકશે તે પોતે નહતી જાણતી. અચાનક જોરથી એક વીજળી ત્રાટકવાનો અવાજ આવ્યો એટલે તેની બ્લેન્કેટ માથે ઓઢીને બેડ પર સુવા માટે પડી, અલબત તેણીને આખી રાત ઊંઘ નહતી આવી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED