એક દીકરી નો પોતાના પિતા ને પત્ર Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દીકરી નો પોતાના પિતા ને પત્ર

નામ : ભવ્ય રાવલ

વિષય : પત્ર સ્પર્ધા

 • તારા વિનાની વાત..
 • પ્રિય, મારા વિનાની તનેને..

  એક એ સમય હતો અને એક આજનો સમય છે. મારા નામ અને આપણા સંબંધો સિવાય ઘણુંબધુ બદલાઈ ગયુ છે. દિવસો, મહિનાઓ, વર્ષ અને ઋતુઓ નિરંતર પસાર થતી જાય છે, તહેવારો, ઉત્સવો, પ્રસંગો ઉદાસીથી ઉજવાતા જતાં રહે છે. ભણતર અને અનુભવ, સંઘર્ષ અને સફળતા, ભીડની એકલતા વચ્ચે ક્યાંક આભાસ કરાવતો તારો એ નમણો ચેહરો અને સાંજનાં સમયે અજાણ્યા નંબર પરથી આવેલા બ્લેન્ક ફોન કોલ્સમાં સંભળાતા તારા હદયનાં ધબકાર અને કેટકેટલું જાણે તારા આવવાની જોરશોરથી આગાહી કરે છે. તારે મારી પાસે આવવું છે એટલે નહીં, મારે તું પાસે જોઈએ છે એટલે..

  કારણ, હવે આંસુઑ સુકાવી શકે એવા ખભ્ભા મળતા નથી. સુખનાં સરનામા અને દુ:ખ ઓસડની હવે હરેરાજી થાય છે. સ્વાર્થી ન હતો, પણ બધેથી સ્વાર્થીઓનો શિકાર બની હું પણ છેતરાઈને થોડોઘણો હવે પ્રેક્ટિકલ બની ગયો છું. મારી અધૂરપને તારી જાણે તાતી જરૂરત વર્તાય છે. આ કારણોસર તને નવાઈ લાગશે પણ હમણાથી હું ઘણો બદલાઈ ગયો છું, બદલાઈ રહ્યો છું. કદાચ બદલાવવું પડ્યું છે. કદાચ મારાથી હારી, કદાચ બીજા માટે અને કદાચ જો તને હું જે હતો તેનાથી આ રીતે વધુ આકર્ષિ શકું અને તું મારી પાસે ભાગતી દોડીને આવે. પણ હા, હું બદલાયો ભલે હોય પણ આમ તો હજુ એવોને એવો જ છું અને એવો એટલે..

  તું મને ધમકાવતી ત્યારે દબાયેલું હસીને જાણીજોઈ ડરી જતો એવો. તારા માટે બીજા પાસે ખોટું બોલતો અને તને ખોટું થાય તો ઈશ્વરને કડક ફટકાર આપું એવો. લોકો માટે જેવો તેવો પણ તારા માટે હું એવો ને એવો થોડો ફેંકું પણ હંમેશા ફેક્ટનાં પડખે હૌઉ છું. અકડુ ઘણાને નથી ગમતો એવો છતાં તારા પાસે સદાય નમતો. વગેરે વગેરે શું-શું કહું? તું તારાથી વધુ મને જાણે છે, ઓળખે છે, છતાં સો વાતની એક વાત કહી જ આપું. ઘણીવાર પાનાંને પાનાં ટાઇપ કરી બેકસ્પેસ મારી દીધી. સેવ કરેલી ફાઇલ ડિલીટ કરી નાખી. અંતે ન રહેવાયું અને તને પૂછ્યા વિના જ તારા માટે એક પુસ્તક લખી નાખ્યુ છે. તું પુસ્તક વાંચી મારા ઓટોગ્રાફ લેવા આવે એટલે નહીં પણ હા, મારા ફોટોગ્રાફ અને આપણા બાયોગ્રાફ સમી એકાદ યાદગીરી તારી પાસે રહે માટે. બાકી લખવું એ નશો અને પેશો છે અને તું હિસ્સો છે. મારા જીવનનો હિસ્સો એટલે..

  જેના વિના હું હું નથી. હું નથી ત્યાં તું નથી અને તું નથી એ હર મહેફિલ, એ હર ખુશીનો અવસર, એ હર દુ:ખની ક્ષણ, વસ્તુની મજા અને વિચારનું મનોવિશ્વ મને નિર્જીવ ભાસે છે. કારણ સ્પષ્ટ છે, કારણ તું નથી. તું નથી તો કશું નથી. જીવનનો હિસ્સો તૂટીને અલગ થઈ ગયો છે અને એ તૂટન, એ વિખૂટાપન થકી જાણે સઘળું એક જીવન જીવવાની વ્યવસ્થાનો ભાગ લાગે છે. હવે પ્રેમમાંથી પૈસા મહત્વના બની ગયા છે. પ્રતિષ્ઠા આવી છે. ગમતી વસ્તુ ખરીદી શકું છું, ગમતી વ્યક્તિ પામી ક્યારે શકીશ? કેટલાય સવાલના જવાબ નથી. હવે ફેસબુકની પોસ્ટથી લઈ સરકારી અરજી કોઈ પાસે વંચાવ્યા વિના જ... કોઈ પાસે શું તારી પાસે કશું પણ પઠન કર્યા વિના પ્રસિદ્ધ થતું રહે છે. ફક્ત વાત અહિયાંથી ખતમ થતી નથી. તું નથી તો વાત શેઅર કરવા માટે કોને શું કહેવું, કેમ કહેવું અરે.. ખબર નથી પડતી વર્તવું કેમ? અગણિત પ્રશ્નોના જવાબ નથી એવું કોયડું રચાતું જાય છે જેમાં શૂન્યતા અને ખાલીપો છે. એ શૂન્યતા અને ખાલીપો એટલે..

  ભેળસેળીયું જીવાય રહ્યું છે. આંગળીના નખ ખાવાની આદત છૂટી નથી, રાતે વહેલો સૂઈ જાવ છું. દરરોજ નાહતો નથી અને ખાસ તો મારો ચેહરો અરીસામાં હું જોઈ શકું નહીં એટલે દાઢી વધારી લીધી છે. એક ફાયદો એ થયો કે, લોકો મારા ચહેરાનાં ભાવ વાંચી ન શકે. મનમાં એનેકો સવાલ-શંકા અને પોતાના પાસે શેઅર ન કરી શકાય તેવી વાતોનો સંગ્રહ થઈ પડ્યો છે. કોઈને બોલાવી કે બતાવી ન શકું એવું અદ્રશ્ય અતીત લઈ બેઠો છું.. કોને કહું? કોણ સમજશે? અને કદાચ કોઈને કહી દઉં, કોઈ સમજી જશે તો પણ શું? તે તું તો નહીં જ હોય ને? તું નહીં તો કોઈ નહીં. તને ખબર જ હશે આજકાલનાં ભારતીય સમાજ અને ખાસ તો ગુજરાતી છોકરા/છોકરીઓની પોતાના પ્રેમિ/કા, પતિ/ત્નિ માટેની માનસિકતા વિચિત્ર બનતી જાય છે. એ બધુ જ જીણવટથી શેઅર કરે એવું ઈચ્છે છે. ખબર છે કેવું સૂક્ષ્મ શેરિંગ?? તેનો/ની પાર્ટનર ક્યાં હતો/તી થી લઈ જવાનો/ની તથા બેંક એકાઉન્ટથી ડિટેઈલ્સ, સેલેરી, ફેસબુક પાસવર્ડ અને મોબાઈલ સિક્યુરિટી પેટનથી લઈ શું શું પણ યાર તેમને પોતાના પાર્ટનરની ફિગર, કૂકિંગ રેસીપી લિસ્ટ કે કે પછી સૌથી મોટું તેમને શું ગમે, ન ગમે એ અંગે ખ્યાલ હોતો નથી. અજાણ નથી હોતા પણ જાણવા માગતા નથી. જ્યારે આપણે તો આ સિવાયનું બધુ દિલફોડી શેઅર કર્યું છે. તું ટાઇમમાં બેસતી એ તારીખની મને ખબર રહેતી અને હમણાં-હમણાં તારી બર્થડેટ કે મેરિજ એનિવર્સિરી યાદ રહેતી નથી. કેમ કે, તને હવે ઉપહારો આપવાના અને પત્રો લખવાના થતા નથી. કોણ જાણે આજે નાછૂટકે થોડું લખી નાખ્યુ છે. તું વાંચીને આજેપણ તારું મહત્વ સમજે એટલે નહીં પણ થોડું લખ્યું એટલે..

  પહેલા તું હતી તો થોડું પણ ઘણું લાગતું અને હવે તું નથી તો ઘણું પણ કશું લાગતું નથી. ખૈર, કાફી છે આટલું.. નહીં? તારા-મારા-આપણા અને એકલા આજ માટે. આશા રાખું તારા વિશેની વાત તારા સિવાયનાં બધા વાંચશે તો પણ તારા વિનાનાં મને અને મારા વિનાની તને અને આપણી એકબીજા વિનાની વાતને પોતાની સમજી કોઈ ભૂતકાળનાં જાણીતા બનેલા અજાણ્યાને સમજાશે કે, કોઈનાં વિનાની વાત કોઈનાં વિના પણ કરી શકાય. બસ કોઈ હોવું જોઈએ. બાકી ઘણા હોવા છતાં હોતા નથી અને કોઈ એક ન હોવા છતાંય હોય છે. જો આ રહ્યું. હકીકતમાં ન હોવા છતાં હંમેશ છો ને?

  લી.

  તારા વિનાની વાત તારા વગર લખનાર..

  પ્રિય, મારા વિનાની તનેને..

 • પ્રિય પપ્પા,
 • તમને થોડી નવાઈ જરૂર લાગશે. એક ઘરમાં રહેવા છતાં આજ મારે તમને મારી વાત કહેવા પત્ર લખવો પડે છે. રૂબરૂમાં તમારી સાથે આંખમાં આંખ નાખી કે જીદ કરી કઈપણ કહી કે કશું માંગી ન શકું એ અધિકાર મને છે, એટલી હિમત નથી. તમે શીખવેલ આદર્શ પણ એવું કરવા ના પડતાં હતા. હું તમારા અને મમ્મીનું સર્જન છું. સર્જન હમેશા કલાકારના ઈચ્છા અને માગ્યા મુજબ ચાલે, આગળ વધે. પરંતુ પપ્પા, આજ તમારો અંશ, તમારી કલા તમારી વિરુદ્ધ જઈ એક વાત અને પગલું ભરવા જઈ રહી છે. ઈન એડવાન્સ, આઈ અમ સૉરી ડેડ.

  પપ્પા, હું મારી આજ કરતાં કાલ પ્રત્યે વધુ ગંભીર છું. અને આથી જ મારી કાલને બહેતર બનાવવા માટે આજ મારો જીવનસાથી સ્વયં પસંદ કરવાનો નિર્ણય લઉં છું. પપ્પા હું એક છોકરાને પ્રેમ કરવું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. મારી આ વાત વાંચતાંની સાથે જ તમને ચિંતા થવા લાગશે. આંચકો આવશે. અઢળક સવાલ ઉપજશે. છોકરાનું નામ, ભણતર, ખાનદાન, બિસનેશ, બેગ્રાઉન્ડ ક્યાં રહે છે, શું કરે છે, વગેરે.. વગેરે.. કેટકેટલું..

  તમને એ છોકરા અને તેના પરિવાર સાથ મળાવીશ-જણાવીશ તો, બધુ સારું હોવા છતાં જ્ઞાતિ નહીં મળે. જ્ઞાતિ મળશે તો કુંડળી નહીં મળે. લગ્નએ બે કુટુંબ-પરિવારનું જોડાણ નથી, બે અજાણી વ્યક્તિનું મિલન છે. આથી જ પ્રથમવારમાં જેની સાથ મન મળી ગયું તેની સાથ મે લગ્ન કરી જીવન પસાર કરવાનો ફૈસલો કરી લીધો છે. હવે હું તમારી નાનકી નથી રહી. આઈ અમ એડલ્ટ નાઉ. મને મારા સાચા-સારા, ખરાબ-ખોટાની સમજ ભાન છે. હું જાણું છું તમને મારી પર અતૂટ વિશ્વાસ છે.

  લૂક ફાધર, કોઈ બીજા પસંદ કરી આપે તેવા માણસ કે કોઈ વ્યક્તિની ડિગ્રી કે સ્ટેટસને મારે પરણવું નથી. લગ્ન એ નેચર જોઈ થાય ફીગર નહીં. સમયની સાથ સમાજ બદલાયો છે તો રૂઢિગત વિચારો કેમ એના એ જ જૂના-પુરાણા છે? બીજાનું ઈચ્છ્યુ કરવામાં પોતાના ધાર્યું કરવાનો મોકો કેમ મળતો નથી? રિવાજોના ચક્રવ્યુહમાં ક્યાં સુધી સ્ત્રીઓ અરમાનોની આહૂતિ આપતી રહેશે?

  ખૈર, મારી ઈચ્છા, આકાંક્ષા એ તમારા સંસ્કારની હાર નથી. મે ઉઠાવેલ કદમ તમે આપેલ સમજણ-શિખામણની નિષ્ફળતા નથી. આ તો મારી પોતાની બગાવત કે સ્વતંત્ર રહી પોતાના માટે થતી જહેમત છે. પોતાના સુખને પામવા લેવા પડતાં કેટલાક આકરા નિર્ણયો એ સ્વાર્થીપણું નથી હોતું. પિતા બની રહેવું તેના કરતાં પુત્રી બની જીવવું અગ્નિ પરીક્ષા દેવા જેટલું કઠિન છે.

  જેમ દરેક પિતા ઈચ્છતો હોય છે કે તેનો દીકરો તેમના જેવો બને તેમ દરેક દીકરી ઈચ્છતી હોય છે કે તેમનો પતિ તેના પિતા જેવો મળે. પપ્પા એ તમારા જેવો છે. એકદમ સરળ સ્વભાવનો લાગણીશીલ અને સાફ દિલ ઈન્શાન. અમારી વચ્ચે આજ દિન સુધી સલામત અંતર – સેઈફ ડિસ્ટન્સ અકબંધ છે. અમે એકબીજાને આકર્ષણના કેફમાં ફક્ત ચાહતા, પ્રેમ કરતાં નથી પરંતુ પરિપક્વતાભર્યા સંબંધ પ્રત્યે ગંભીર અને જવાબદાર છે. એ મને અને હું તેને સુખી રાખી શકીશું. વી અંડરસ્ટેન્ડ ઈચ અધર વેરી વેલ એન્ડ લવ ટુ મચ.

  પૈસા, પ્રતિષ્ઠા, પ્રવૃતિ, પાવર જેવા શબ્દો બેશક દીવાસપ્નોને તોડીફોડી નાખે છે. મારી વાતોમાં તમને રિયાલીટી કરતાં ફિકશન વધુ લાગતું હશે. પરંતુ તમે જ કહો ડેડ, કે જે છોકરો તમે મારા માટે શોધવાના હતા એ આગળ જતાં સારો જ નીકળવાનો છે તેની શું ખાત્રી? ભવિષ્યના ગર્ભમાં શું છે એ કોઈ નથી જાણતું. માણસને ઓળખવા-સમજવા તેની જોડે સમય પસાર કરવો પડે. હું જેને પ્રેમ કરું છું તેની સાથ છેલ્લા પાંચ વર્ષથી સંપર્કમાં રહી બધુ સમજી શકી છું. અમારો પ્યાર બે ઘડીનો નથી જે શરીરના ઘર્ષણ સાથ પરસેવા જોડે ઉતરી જાય. આથી જ અમને બીજા કપલો જેવા ન સમજતા. હું તમારી દીકરી છું, બધા પાસા પારખીને જ પ્યારમાં પડી છું.

  એક વ્યક્તિમાં, જીવનસાથીની પસંદગી કરતાં સમયે શિક્ષણ અને સંપત્તિ કરતાં શક્તિ અને સારાઈનો ગુણ મારા માટે વધુ મહત્વનો છે. આજના સમયની યુવતી છોકરાનું મન જુવે છે મોઢું નહીં. પર્સનાલિટી કરતાં આંતરિક ગુણ વધુ મહત્વના છે. દેખાવ કરતાં સ્વભાવ ઈમ્પોટન્ટ છે. છોકરો ઓછું કમાતો ચાલે ઉછીના પૈસા વ્યાજે ફેરવતો ન ચાલે. વ્હોટ યૂ થિંક?

  દરેક સંતાન તેમના વાલીને અણસમજુ સમજે છે અને હરેક વાલી તેમના સંતાનને નાદાન સમજે છે. હકીકતમાં બંને બધી જ બાબતો પ્રત્યે જાણકાર અને સમજદાર હોય છે. આમ છતાં વર્ષોથી એકબીજા જોડે રહેવા છતાં જીવનસાથીની પસંદગી બાબતે માતા-પિતા અને સંતાન વચ્ચે વિચારભેદ પ્રવર્તે છે. કેમ?

  રજનીશે કીધું છે, ‘આઈ ઓલ્વેઈઝ ટોલ્ડ માય ફાધર ધેટ, હી વૉઝ રોન્ગ એન્ડ વ્હેન આઈ રીઅલાઈઝડ ધેટ, હી વૉઝ રાઇટ, આઈ હેડ માય સન ટુ ટેલ મી ધ સેમ..’

  દીકરી વિશે વિચારકો, ચિંતકો જે થિંક કરી શકાતા નથી એ મે તમારી જોડે રહી ફીલ કર્યું છે. આપણે આધુનિક ડૉટર-ફાધર બની રહ્યા છે. તમામેતમામ વાતો-વિચારો એકમેક જોડે શેઅર કરી છે. આથી જ મને આ વાત છુપાવી યોગ્ય ન લાગી, સિક્કાની બીજી તરફ પિતાના વાત્સલ્યનો ભરોસો અને પ્રેમીના વહાલસોયા વિશ્વાસમાંથી મે અજાણ્યાના પ્રેમને આવકાર્યો. આ પાછળ ઘણા કારણ છે. એ તમને જણાવીશ તો ગણાવ્યું કહેવાશે. એટલે આપ ખુદ જ વિચારજો, સમજજો.

  ઈનશોર્ટ પપ્પા, મે તમને કાળી મજૂરી કરતાં જોયા છે. મહેનત કરી ઘરની એક-એક નાની-મોટી વસ્તુઓ વસાવતા જોયા છે. રાત્રે બે વાગે અંધારામાં ઘરના દીવાનખંડમાં ધંધાની ફીકરમાં એકલા આમતેમ આંટાફેરા કરતાં જોયા છે. મે તમને કેલેન્ડરમાં દિવસો ગણીગણી હું સમજતી થઈ ન હતી ત્યારથી મારા સગપણના રૂપિયા ગલ્લાથી લઈ બેંકની ફિક્સ ડિપોજીટમાં જમા કરાવતા જોયા છે. ઘરના તમામ સભ્યોમાં હું તમારી સૌથી નજીક છું અને અંગત વ્યક્તિ આ પ્રકારે ફેસલો કરે ત્યારે તમને દુ;ખ હોવાનું સ્વાભાવિક છે. મારે તમને દુ;ખ આપવું નથી, માત્ર કેટલીક જવાબદારીઓમાંથી તદ્દન મુક્ત કરવા છે.

  આ ક્ષણે હું તમારા મનની ઊથલપાથલને સમજી શકું છું. તમારું સપનું અમારા ભાઈ-બહેનમાંથી કોઈ એકને ડૉક્ટર બનાવવાનું હતું. એ સપનાંને સાકાર કરવા તમે ભાઈને ડૉક્ટર બનાવ્યો. મને ગ્રેજ્યુએટ પૂરું કરાવ્યુ. મમ્મીના અવસાન પછી તમે ક્યારેય માતૃત્વની ઉણપ આવવા દીધેલ નથી. આપણે ખુશીથી રહીએ છીએ. યુ આર વર્લ્ડસ ગ્રેટેસ્ટ ફાધર. લવ યુ પપ્પુ.

  મારા અનેરા સપનાં, ઉજ્જવળ કારકિર્દી, અઘરી મંજીલ, એકધારુ લક્ષ્ય, અને ધ્યેય તરફ મુકાતી દોટ ક્યારેય ખત્મ નહીં થાય. તેમાં મારા થનાર બધાનો સાથ રહેવાનો અને સુખ-દુ;ખના સહભાગી બનવાના. ડોન્ટ વરી ફોર માય સાઈડ. હું ભલે તમારું નામ રોશન ન કરી શકું, તમને નીચું જોવા જેવુ પણ કઈજ નહીં કરું.

  પિતાજી, મારે વારસામાં તમારું વહાલ જોઈએ છીએ, વસિયત નહીં. જિંદગીમાં ધનનું મૂલ્ય ઘણું છે પણ દોલત બધુ જ નથી. ભૌતિકતાના ભાર નીચે દબાય મારે કાચની ઢીંગલી બની જીવવું નથી. મારે સ્ંબંધોના બનાવટી પીંજરામાં પુરાવું નથી. જ્યાં લાગણીઓ નહીં આવેશો હોય. મારે જીવનના સઘળા રસને, બધા રંગોને જીવવા છે. ખાલીખોટું હસવું નથી અને અમથેઅમથું રડવું નથી.

  મે જાણ્યું-અનુભવ્યું છે કે, યુ હેવ ફ્રીડમ ઑફ ચોઈસ, બટ વન્સ યુ ચુઝ, યુ હેવ નો ફ્રીડમ ટુ ગો બેક. પપ્પા હું કદાચ મારા નિર્ણયમાં નાપાસ થાઉં તો પાછી નહીં ફરું. હું ગમે તેવા કપરા સંજોગોમાં જીવી અને બધાને જીતી જાણીશ. આપણા કુટુંબની શાખ, પરિવારના સંસ્કાર અને તમારી આશાને હું ક્યારેય હાનિ નહીં પહુચાડું. પ્રોમિસ પોપ્સ.

  પપ્પા, આજ દિન સુધી તમે માગ્યા વિના બધું આપ્યું છે. મને જરૂરિયાત વિનાનુ ઘણું મળ્યું છે. હવે બસ તમારા આશીર્વાદ ઈચ્છુ છું. હું તમારાથી જુદા કે અલગ થવા નથી જઈ રહી, હું દૂર જઈ રહી છું. જ્યાં પણ હોઈશ તમને ત્યાથી મીસ કર્યા કરીશ. પિતાને પુત્રીનો સંબંધ જ અજીબ છે. પપ્પા એની પુત્રીને બધુ આપવા માગે અને પુત્રીનું પિતા કઈ જ ન લે. અને અંતે પિતા કન્યાદાન કરી દે!

  વાહલા પપ્પા, તમારી નજર આ સમય મારા રૂમ તરફ હશે. ચિંતા ન કરતાં હું હજુ ભાગી નથી. મે મારો વિચાર અને નિર્ણય દર્શાવ્યો છે. તમારી સહમતિ વિના મારા બધા સાહસ અધૂરા છે.

  લી.

  તમારી ડાહ્યી દીકરી.

 • ભવ્ય રાવલ
 • મો. નં. ૯૨૨૮૬૩૭૬૬૪