ધી ગ્રાન્ડ ઠાકર
મોરબીની એકની એક સમયની ઠાકર લોજ આજે ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર બની
સૌ પ્રથમ મોરબી, ત્યારબાદ રાજકોટ અને પછી અમદાવાદ. ટૂંકસમયમાં લીંબડી, બરોડા તો ભવિષ્યમાં સુરતથી લઈ છેક દુબઈ સુધી લોજમાંથી રેસ્ટોરાં અને રેસ્ટોરાંથી હોટલ સુધીની હરણફાળ ખેડનાર એટલે ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરની વાત આવે એટલે મોઢામાં પાણી આવી વાહ બોલી ઉઠાય. કાઠીયાવાડી હોય કે કચ્છી, મદ્રાસી હોય કે મરાઠી કે અમદાવાદી, સુરતી કે પછી દેશી-વિદેશી-બનાવટી. ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરથી સૌ પરિચિત છે. ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરનો સપ્રેમ સ્વાદ, સુવિધા અને સર્વિસનો સંગમ પણ સૌએ અનુભવ્યો છે. ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર બસ સિર્ફ નામ હી કાફી હૈ. ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર એટલે સ્વાદનાં શોખીનો માટેનું કાશી-કાબા. ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર વિશે એક લાઈનમાં કહેવું હોય તો એ પણ કહી શકાય કે, જેમ લોકોને ચા-કોફી પીવાની, માવા-મસાલા ખાવાની, વાંચવા-ફરવા જેવી વિવિધ પ્રકારની આદતો હોય તેમાની એક આદત ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરમાં જમવાની પણ હોય છે. સૌરાષ્ટ્રના જ નહીં સર્વે માટે ટીજીટી યાની ઘર બહાર, ઘર જેવા વાતાવરણમાં, ઘર જેવા સભ્યો વચ્ચે ઘર જેવું જમવાનું મળતી જગ્યા. ઠાકર એટલે બસ ઠાકર. આ ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરની એકથી એક ચઢિયાતી સ્વાદિષ્ટ વાનગીઓ જેવી જ તેની ચાર દસકોની ચટાકેદાર ગાથા છે.
આગળ કહ્યું એ મુજબ ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરથી સૌ પરિચિત હશે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આ બ્રાન્ડનો પાયો ગુરુદેવની આજ્ઞાથી ઠાકર બંધુઓંએ મળીને નાંખ્યો હતો. આજથી ૪૨ વર્ષ અગાઉ મોરબીમાં ગુરુદેવ જોગબાપુએ કરુણાશંકરભાઈ ઠાકરને તેમના ઘરે આવીને કહ્યું કે, ‘ઈધર રોટલા ખિલાના શરૂ કર દો..’ અને ૧૯૬૫માં મોરબીમાં કરુણાશંકરભાઈ ઠાકરે તેમના સંતાન રાજુભાઈ, હસુભાઈ અને નરેન્દ્રભાઈએ સાથે મળીને પોતાનાં જ ઘરમાં એક નાનકડી લોજની શરૂઆત કરી. જ્યાં ઘરની સ્ત્રીઓ સ્નેહથી રસોઈ કરતી અને ઘરનાં પુરુષો એટલે કે, ઠાકર બંધુઓ લોજમાં જમવા આવતાં ગ્રાહકોને પ્રેમથી પીરસતા. આમ, ઠાકર પરિવાર દ્વારા દરેક ગ્રાહકને ઘરઘરાઉ ઘર જેવું જ જમવાની ઉત્તમ સુવિધા સાથે સ્વાદની અનેરી લિજ્જત મળતી હતી. ગ્રાહકોના સંતોષ અને સ્વીકારથી આગળ જતા ઠાકર પરિવારે મોરબીમાં જ ૨૨ વર્ષથી ઘરમાં ચાલતી ઠાકર લોજને એક તદ્દન નવું રૂપ આપી ૧૯૮૮ની સાલમાં એ.સી. ઠાકર રેસ્ટોરન્ટની શરૂઆત કરી. ઘરઘરાઉ લોજના કામમાં ધીમેધીમે સફળતાની સીડી ચડતાં ઠાકર બંધુઓએ ૮૦નાં દસકમાં મોરબીમાં એ.સી. રેસ્ટોરન્ટ શરૂ કરી માઈલસ્ટોન સ્થાપ્યો હતો લેકીન, કિન્તુ, પરંતુ હજુ તો આ પાશેરામાં પહેલી પૂણી હતી. એમ પણ કહી શકાય કે, આ સ્ટાર્ટર હતું.
મોરબીનાં રેસ્ટોરાં જગતમાં નામના મેળવી લીધા બાદ ૨૦૦૦ની સાલમાં ઠાકર બંધુઓ અને તેમનાં સંતાનોએ ઠાકર રેસ્ટોરન્ટનાં વિસ્તરણના ભાગરૂપે રાજકોટમાં પણ તેની એક બ્રાંચ ખોલવાનું નક્કી કર્યું. કૃષાંકભાઈ, અમિતભાઈ અને ગોપાલભાઈએ રંગીલા રાજકોટીયનને સ્વાદનું ઘેલું લગાડવા માટે ૧૯૯૯ની સાલમાં કાંતાશ્રી વિકાસ ગૃહ રોડ પર મિલપરા વિસ્તારમાં ભાડે મકાન (દુકાન) લઈ નવી બ્રાન્ચ ખોલી હતી. બસ.. અહીંથી આજની ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરની સફળતા દિન દુગની રાત ચોગની થઈ. માત્ર રાજકોટીયન જ નહીં, દેશ-વિદેશથી રાજકોટ પધારતા લોકોએ ઠાકર રેસ્ટોરન્ટનાં સ્વાદ, સુવિધા અને સર્વિસને સહર્ષ આવકાર્યા. સૌ પ્રથમ મોરબી પછી રાજકોટ અને છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદ જેવા મેટ્રો શહેરની સ્ટાર અને સુપર્બ હોટલમાં ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ નામના ધરાવે છે.
ઠાકર બંધુઓએ ઘરમાં લોજ શરૂ કરી ખાણીપીણીના ધંધામાં ઝંપલાવ્યું ત્યારે કોને ખબર હશે કે એક દિવસ આ નાનકડી ઘરમાં, ઘરનાં સભ્યો દ્વારા ચાલતી ઠાકર લોજ એક સમયે હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ જગતમાં ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર નામથી બ્રાન્ડ બનશે. ૨૦૧૧ની સાલમાં રાજકોટમાં જ્યુબેલી ગાર્ડન સામે થ્રી સ્ટાર હોટલ ધી ગ્રાન્ડ ઠાકરની શરૂઆત કરવામાં આવી છે. મોરબીની ઠાકર લોજનાં એક સ્થાપક સ્વ. હસમુખભાઈનાં પુત્ર ગોપાલભાઈ નરેન્દ્રભાઈનાં પુત્ર અમિતભાઈ તેમજ રાજુભાઇનાં સંતાન કૃષાંકભાઈ રાજકોટની ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરનું મેનેજમેન્ટ સંભાળે છે.
ઠાકરબંધુઓની રાજકોટ સ્થિત થ્રી સ્ટાર હોટલમાં ૨૯ આલિશાન રૂમ્સ આવેલા છે. જેમાંથી ૨૪ જેટલાં સુપરિયર અને ૫ જેટલાં એક્ઝિક્યુટિવ રૂમ્સ છે. આ દરેક રૂમ આધુનિક સુખ-સુવિધાથી સુસજ્જ છે. ટીજીટીનાં દરેક રૂમ ઘરથી દૂર છતાં ઘરમાં જ હોઈએ એવા આરામદાયક છે. ધી ગ્રાન્ડ ઠાકરમાં થ્રી સ્ટાર રૂમ્સ ઉપરાંત આધુનિક બન્કેટ હોલ પણ છે. ૧૮૦ લોકો એકસાથે બેસીને જમી શકે તેવી ભવ્ય રેસ્ટોરાંનાં બન્કેટમાં રાજકોટનાં લોકો પોતાના પ્રિયજનોનાં મેરેજ, બિઝનેસ મિટિંગ, બર્થડે પાર્ટી, મેરેજ એનિવર્સરી જેવાં નાના મોટા ફંક્શન ગોઠવતા હોય છે તો બીજી તરફ ટીજીટીમાં ૭૦થી ૬૦૦ લોકોનો સમાવેશ થઈ શકે તેવાં અન્ય બે બન્કેટ પણ આવેલાં છે.
હવે મૂળ વાત ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરનાં જમણ અને સ્વાદની કરીએ તો અહીની ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, કાઠીયાવાડી, સાઉથ ઇન્ડિયન, પીઝા, કોન્ટિનેટલથી લઈ દરેકેદરેક પ્રકારની વાનગીઓનાં આંગળી ચાટતા, સબળકા લેતા લોકો દિવાના છે. માત્ર ટેસ્ટ જ નહીં ટીજીટીની ક્વોલિટી અને ફેસેલિટી પણ અતિ લોકપ્રિય છે. જો ગુજરાતી વાનગીની વાત કરવામાં આવે તો મમ્મીનાં હાથની પૂરણપોળીને કોઈ ટક્કર આપી શકે તો એ અહીંની પૂરણપોળી. આ સિવાય કાઠીયાવાડી ખરો સ્વાદ લેવો માણવો હોય તો ઠાકરની ગુજરાતી દાળ, ઊંધિયું, ખિચડી-કઢી, વઘારેલો રોટલો, ઢોકડીનું શાક, પૂડલા અને હાંડવો ચાખવા જેવો છે. ગુજરાતી અને કાઠીયાવાડી આઈટમ સિવાય ઠાકર જેવું લાજવાબ પંજાબી શાક તો પંજાબમાં પણ મળતું હશે કે કેમ એ યક્ષ પ્રશ્ન છે. અને જો તમે સીઝલર ખાવાના રસિયા હોય તો ઠાકરનું સિઝલર આહ.. હા.. હા.. બસ ટેસ્ટ કરો યાર. જોડે એક બીજી સંભારા-સલાડ જેવી આડ વાત એ કે, ગોપાલભાઈ, અમિતભાઈ અને કૃષાંકભાઈ લોકો માટે દાળ-ઢોકડી, દાલ બાટી તેમજ સીઝલરમાં અનેક વેરાયટીઓ લઈને ટૂંકસમયમાં આવી રહ્યા છે. યેહ હૂયી બ્રાન્ડ બાત. મતલબ કે, શાખ મળે શાંતિથી સંતોષ માની બેસી ન રહેતા ગ્રાહકોને અવનવું આપવું એ પણ બ્રાન્ડ બન્યા બાદ બ્રાન્ડ જાળવવાનો પાયાનો ગુણધર્મ છે.
રાજકોટની ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરનાં સંચાલક ગોપાલભાઈ ઠાકરનાં જણાવ્યા અનુસાર મોરબી, રાજકોટ અને અમદાવાદ બાદ ટૂંકસમયમાં ધી ગ્રાન્ડ ઠાકરનો લીંબડી અને બરોડામાં શુભારંભ થશે. આ સિવાય સુરત અને દુબઈમાં પણ ટીજીટીની હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ સેવાઓ થોડા સમયમાં શરૂ થશે. ટીજીટી યજમાન બની અહીં આવતા મહેમાનોને સંપૂર્ણ પ્રકારનો સંતોષ મળે તેવી વ્યવસ્થાનાં સર્જનમાં વિશ્વાસ ધરાવે છે. ઠાકર લોજમાંથી આજે ધી ગ્રાન્ડ ઠાકર – ટીજીટી બન્યું એ પાછળ ઠાકર પરિવારનાં દરેક સભ્યો અને ગુરુદેવનાં આશીર્વાદ રહેલા છે. આવનારા સમયમાં ટીજીટી વધુને વધુ વિસ્તરણ પામી લોકોને શ્રેષ્ઠ જમવા-રહેવાની સુવિધા આપવા માટે કાર્યરત છે. રાજકોટ સિવાય ૨૦૧૬ની સાલમાં અમદાવાદનાં ઇસ્કોન ચાર રસ્તા પાસે શરૂ થયેલી ટીજીટીમાં ઠાકર પરિવારનાં જ સંતાનો રોહિતભાઈ, પિયુષભાઈ અને હિમાંશુભાઈ સંચાલન સંભાળે છે. મોરબી બાદ રાજકોટ અને હવે અમદાવાદમાં પણ ટીજીટીને સારી સફળતા મળી છે.
યેસ. હવે સમજાયું જ હશે કે, શું કામ ઠાકર લોજમાંથી ધી ગ્રાન્ડ ઠાકર બનેલી ટીજીટી અન્ય હોટેલ્સ અને રેસ્ટોરાંથી અલગ પડે છે. ટીજીટીમાં માત્ર ટેસ્ટી ફૂડ જ નહીં પણ બેસ્ટીની ફીલિંગ પણ મળે છે સાથોસાથ એક્સલ્યુસિવ ક્વાલીટીસ એન્ડ ફેસિલીટીસ અલગ. તો હવે આપશ્રીઓનાં ભૂખ્યા આત્માને તુપ્ત કરવા પહોંચી જાવ ટીજીટીએ.. એ હાલો સ્વાદનો ટેસડો લેવા.
ફેક્ટ ફાઈલ : ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરસ્થાપના : ૧૯૬૫સ્થાપક : કરુણાશંકરભાઈ ઠાકર, હસુભાઈ ઠાકર, રાજુભાઈ ઠાકર, નરેન્દ્રભાઈ ઠાકર.રાજકોટ સંચાલક : ગોપાલભાઈ હસુભાઈ ઠાકર, અમિતભાઈ નરેન્દ્રભાઈ ઠાકર, કૃષાંકભાઈ રાજુભાઈ ઠાકરરાજકોટ સ્ટાફ : ૧૦૦ વ્યક્તિઓસ્થળ : મોરબી, રાજકોટ અને અમદાવાદસુવિધા : હોટેલ, રેસ્ટોરેન્ટ, બન્કેટ, કોફીશોપફૂડ : ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, કાઠીયાવાડી, સાઉથ ઇન્ડિયન, પીઝા, કોન્ટિનેટલવિઝન : ટૂંકસમયમાં લીંબડી, બરોડા અને ત્યારબાદ સુરત, દુબઈમાં ટીજીટી વિસ્તરણ કરવુ
ગુરુમંત્ર : ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર રાજકોટનાં સંચાલક ગોપાભાઈ ઠાકર ટીજીટીને સતત આપમેળે અપગ્રેડ થતા રહેવાને સફળતાનો ગુરુમંત્ર માને છે. જો કોઈ વાનગીમાં કે ગ્રાહકની માંગમાં કોઈપણ પ્રકારની ભૂલચૂક થાય કે મુશ્કેલી પડે તો ટીજીટીની મેનેજમેન્ટ ટિમ તે ઉણપ શોધીને તુરંત દૂર કરે છે. જેથી ગ્રાહકોને સારી વાનગી સાથે શાખ જળવાઈ રહે છે. ધી ગ્રાન્ડ ઠાકર હોલનો મૂળમંત્ર મહેમાનોને ઘર જેવો જ સ્વાદ, સુવિધા અને સર્વિસ આપવાનો છે. જેને લઈને ટીજીટીનો સમર્પિત સ્ટાફ ચોવીસે કલાક મહેમાનોની તમામ જરૂરિયાતો મૈત્રીભાવે પરિપૂર્ણ કરવા કટિબદ્ધ રહે છે. ટીજીટી દ્વારા ગ્રાહકોને સંતોષકારક સેવા આપવા માટે સમયાંતરે સર્વે કરવામાં આવે છે. જેમાંથી જરૂરી જણાતી બાબતો અપનાવવામાં અને બિનજરૂરી બાબતોનો નિકાલ કરવામાં આવે છે. લોકોને ઘર બહાર ઘર જેવું જમણ આપીને મોરબીની એક સમયની ઠાકર લોજ આજે રાજકોટ બ્રાન્ડ સાથે ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર બની છે.
બોક્સ : ઠાકર પરિવારે ઘરમાં શરૂ કરેલી ભોજન સેવા આજે વિસ્તરણ પામીને ત્રણ શહેરોમાં થ્રી સ્ટાર હોટલમાં પરિવર્તિત થઈ ચૂકી છે. મોરબીની ઠાકર લોજને અસલી નામના અને ચાહના રાજકોટમાં મળી. કોઈ રેસ્ટોરાં કાઠીયાવાડી જમણ માટે પ્રખ્યાત હોય, કોઈ જગ્યાનું પંજાબી ખાણું વખણાય તો ક્યાંકની અન્ય વાનગીઓ લોકપ્રિય હોય પરંતુ ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર એકમાત્ર એવી રેસ્ટોરાં છે જેની દરેક ફૂડ આઈટેમ ફેમર્સ છે. સંતુષ્ઠી નામે શ્રેષ્ઠ સેવા આપતી ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારના ભોજન જમાડવા માટે રેસ્ટોરાં, રહેવા માટે હોટેલ, પ્રસંગોની ઉજાણી માટે બન્કેટ અને ‘લેવિસ’નાં નામથી કોફીશોપ પણ આવેલો છે. કોઈપણ આમ ઓર ખાસ વ્યક્તિ રાજકોટ આવે એટલે ધી ગ્રાન્ડ ઠાકરમાં જમવા જાય જ.
***