ધ રીઅલ એડવેન્ચર – 3
મનની વાત...
“ જિંદગી ના યાદગાર બનાવો તેવા હોય છે કે, જેનું કદી પણ અગાઉથી પ્લાનીંગ થયેલું હોતું નથી.”
નીચેની સત્ય ઘટના એ મારા નજરિયા ને સંપૂર્ણ પણે બદલેલ છે. જે કાઈ બન્યું તેને હું તર્ક થી સમજાવી શકતો નથી. એટલે કે, તે ઘટના દરમિયાન કેટલાક અકલ્પનીય ચમત્કાર થયેલા જે સમજાવી શકાય તેમ નથી.. અમે જ્યારે આ પ્રવાસ પાર નીકળ્યા હતા ત્યારે અમને જરા પણ ખબર ન હતી કે આ એક એડવેન્ચર બની જશે..
આપણે આગળ જોયું હતું કે, અમે ખુબ જ સંઘર્ષ કરી ને જંગલ ની તો બહાર આવી ગયા હતા, સાંજ નો સમય હતો, અમે થાકી ગયા હતા, વાહન ધીમી ગતિએ જંગલ વાળા વિસ્તાર માંથી બહાર આવી રહ્યું હતું, ત્યાં જ અચાનક રોડ ની પેલી બાજુ અમને બે એશિયાઈ સિંહ દેખાય છે અને અમે ઉભા રહ્યા ત્યાં જ તે કૂદકો મારી ને અમારી સામે આવી જાય છે, હવે શું થાય છે તે જાણવા માટે આગળ વાંચો..
ધ રીઅલ એડવેન્ચર – 3
તેઓ કૂદકો મારી ને ઉભા થયા અને અચાનક અમારી સામે આવી ગયા. મુન્નાભાઈ એ બારી નો કાચ બંધ કર્યો અને તેમની સીટ માંથી થોડા ખસ્યા. બંને સિંહ બસ હવે અમારી ૧ જ મીટર દુર હતા. તે ગર્જના કરી રહ્યા હતા જે જીત ની ગર્જના હતી. તેઓએ હવે અમારી મેટાડોર ની આસપાસ ચક્કર લગાવવાનું ચાલુ કર્યુ જેથી બધાને તેને નજીક થી જોવાનો મોકો મળ્યો. બધા ઉત્સાહિત હતા. ડરથી ડ્રાઈવરે મેટાડોર ચાલુ કરી અને એક્સીલરેટર પર પગ મુક્યો. ત્યારે અમે તેની ૫ મીટર દુર ગયા. પાછા બંને સિંહ અમારી ગાડી ની સામે આવ્યા અને તેમાંના એક સિંહે અમારી ગાડી ના રેડીયેટર પર સ્ક્રેત્ચ કર્યો. ત્યાં જ ડ્રાઈવર પણ ડરી ગયા અને પછી મેં આગળ ચાલવા સિગ્નલ આપી. હું અને હેતલ એ અનુભવી રહ્યા હતા કે અમારી ઉપર કનકેશ્વરી દેવી ની એટલી દયા કે અમે ટુર ની પેલેથી જ બચતા આવ્યા છીએ. આ એક ચમત્કાર જ હતો. મને પૂરે પુરો વિચાર આવ્યો કે હું ગાડી ની નીચે ઉતરું અને સિંહ ને સાવ મારી સામે જ જોઉં. ત્યાં જ મારા એક મિત્ર એ પાછળ નો દરવાજો ખોલી નાખ્યો હતો જેથી કરીને પરિસ્થિતિ કંટ્રોલ બહાર જઈ શકે તેમ હતી. પાછું મુન્નાભાઈ એ ગાડી આગળ લીધી અને અમે તેનાથી ૧૦ મીટર આગળ ગયા. આ વખતે અમે ગર્જના વધારે ભયંકર સાંભળી સકતા હતા. પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ એ જોરથી કહ્યું કે ત્યાં ત્રણ સિંહ છે.
મેં જ્યારે પાછળ નજર કરી, મેં જોયું તો સિંહ જ હતા બધે જ. ત્યાં ટોટલ સાત થી આઠ સિંહ હતા. બધાજ લોકો તેને જોઈ રહ્યા હતા. તે એક અદભુત અનુભવ હતો જિંદગી નો. હું આશ્ચર્ય માં હતો અને મારી પાસે ત્યારે શબ્દો ન હતા. આંખ ના પલકારા માં પાછા તે અમારી નજીક આવી ગયા. ત્યારે મેં ડ્રાઈવર ને ચાલવા માટે સિગ્નલ આપ્યો. ત્યારે અમે તે જગ્યા ભારે હૃદય સાથે છોડી. મેં વિદ્યાર્થીઓ ને આપેલી પ્રોમીસ હવે પૂરી થઇ ગઈ હતી. અને હવે હું સંતોષ અનુભવતો હતો. રસ્તામાં, પાછા અમે હરણ અને વાંદરાઓ જોયા હવે અમે દલખાણીયા ચેક પોસ્ટ નજીક હતા.
અમે ત્યાં પોણા સાત વાગ્યે પહોચ્યાં અને હું ત્યાં પરમીટ પાછી આપવા માટે ગયો. ગાર્ડ એ મને ફરિયાદ કરી કે તમે ખુબ જ મોડા છો તમારે હવે દંડ ભોગવવો પડશે. મેં તેમને કહ્યું તેની કોઈ પણ રકમ હોય મને મારો વાંક મંજુર છે મેં તેમને મારા કપડા, બુટ જોવા કહ્યું અને તેમને અમારી પરિસ્થિતિ વિશે સમજાવ્યું. તે સારો માણસ હશે તો અમને તેને કોઈ પણ દંડ વિના ત્યાંથી જવા દીધા. અમે પાછા ઉત્સાહ માં આવી ગયા. અમે જોઈ રહ્યા હતા કે અમે નસીબ ના ઘોડા પર બેઠા હતા. અમે દલખાણીયા નાના સ્ટોલ પાસે ઉભા રહ્યા અને ચા માટે ઓર્ડર આપ્યો. હેતલ અને રથિન પછી મને ભેટ્યા. અમારી આંખો આશું થી ભીની થઇ ગઈ. બધાજ જાણતા હતા કે અમે માંડ તે પરિસ્થિતિ માંથી બહાર આવ્યા હતા.
મેં તે જ દિવસ ની સવાર ને યાદ કરી, મેં તેજ જગ્યા એ થી નવી પ્રેરણા મેળવી હતી. અચાનક હું ત્યાના ચા વેચવા વાળા પાસે ગયો અને તેને વરસાદ વિશેના સમાચાર પૂછ્યા. તેમને ભારપૂર્વક કહ્યું કે અહિયા છેલ્લા એક મહિના થી વરસાદ નથી. મને એક ઝટકો લાગ્યો.. શું તે વરસાદ માત્ર અમારા માટે હતો? શું કુદરત દ્વારા બધું નક્કી કરાયેલ હતું? શું કુદરત અમને ચકાસી રહી હતી? હજારો વિચારો મારા મગજ માં ચાલુ થયા અને મેં ચા માટે ઓર્ડર આપ્યો. ત્યાર પછી મેં બધા માટે નાસ્તો મંગાવ્યો અને બધાને કહ્યું કે તે કઈ પણ મંગાવી શકે છે હું તેના પૈસા આપી દઈશ. અમે ફરી પાછી અમારી યાત્રા ઘર તરફ જવા ચાલુ કરી.
અને સાડા અગિયાર વાગ્યે હું બધાને પોતાના માં બાપ ને સોપીને મારા ઘરે આવ્યો. મેં મુન્ના ભાઈ ને ટુર ના પૈસા આપ્યા અને તેમને મને કહ્યું કે હવે આપણે ક્યારેય કનકાઈ નહી જઈએ. મારી ઘરે મારું અનોખું જ આગમન થયું. મારી હાલત જોઈને મારી મમ્મી એ મને ખુબ જ કહ્યું. તેમણે મને કટાક્ષ માં તેવો આગ્રહ કર્યો કે તું એક ત્યાં ઘર લઈલે. તેમને મારી જંગલ માં જવાની હોબી નથી ગમતી. મેં તે બધાને આખી વાત કહી અને પછી મારા ન્હાવા વિશે કહ્યું જેથી હું મારા ઘરે ભગવાન ને દીવાઓ કરી શકુ. મેં તે બધું ખુબ જ ઉત્સાહ સાથે પૂરું કર્યુ અને પછી મારી મમ્મી એ મને સ્વાદીષ્ટ જમવાનું કાઢી આપ્યું.
તે આખી રાત મને અડધી-પડધી જ નીંદર આવી, મને તે ટુર ના નાના થી માંડી ને મોટા બનાવો જ યાદ આવ્યે રાખ્યા. આગલા દિવસે રજા હતી અને હું હેતલ ને મળવા ગયો. તેની દુકાને બધાજ અમારા આ એડવેન્ચર અને સિંહ વિશે જ વાતો કરી રહ્યા હતા. અમે બધા ખુબ જ ખુશ હતા અને મેં ન્યુઝપેપર વિશે પૂછ્યું. મેં હેડલાઈન વાચી જે ગીર જંગલ માં ૫ ઈંચ વરસાદ પડ્યો છે તે દર્શાવતી હતી. અને મેં તેમાં તે પણ વાચ્યું કે વીજળી ના લીધે ત્યાં ૨ માણસો પણ મરી ગયા હતા. મેં ત્યાં વાંચવાનું બંધ કર્યુ અને ફરી એક વાર કનકેશ્વરી દેવી નો આભાર માન્યો. ત્યાં પછી હું સ્ટુડીયો એ ગયો મારા કેમેરા માંથી ફોટા બનાવવા દેવા માટે. તે માણસે મને સાંજે ફોટા લઇ જવા માટે કહ્યું.
ટુર ના બધાજ સભ્યો પાછા મારા વર્ગ માં ભેગા થયા. અમે જોક કરી રહ્યા હતા અને આ વિશે વાતો કરતાં હતા. એક મારા મિત્ર એ કહ્યું કે તેણે તેના સેમસંગ ના ફોન થી ફોટા પડ્યા હતા પણ તે ફોન હવે ચાલુ થતો નથી. તે સાવ બંધ થઇ ગયો હતો. રથિન એ મને કહ્યું કે તે તેના કેમેરા ની બેટરી ના પ્રોબ્લેમ ને લીધે ફોટા ન પાડી શક્યો. બધાજ મારા કેમેરા ના ફોટા ની રાહ જોઈ રહ્યા હતા. હું અને રથિન સ્ટુડીયો એ ગયા તો પેલા એ મને ઓછા પૈસા આપવા કહ્યું. મેં તેમને તે વિશે પૂછ્યું. તેણે કહ્યું કે કેમેરા ના રોલ માં માત્ર ૨૨ જ ફોટાઓ હતા. મને આશ્ચર્ય થયું. મેં તેને કહ્યું કે મેં ૩૬ ફોટાઓ પડ્યા હતા. તેણે મને નેગેટીવ આપી મેં તેમાં જોયું તો નેગેટીવ સિંહ ના માત્ર ૧૪ જ ફોટાઓ દર્શાવી રહી હતી. તેણે કહ્યું કે તે આ છેલ્લા ૧૪ ફોટાઓ બનાવી શકે નહિ. માત્ર આ ૧૪ ફોટા જ સિંહ ના હતા. મને આ સંભાળતા જ આશ્ચર્ય થયું. મને થયું કે નેગેટીવ સિંહ ના ફોટા દર્શાવી રહી છે છતાં આ ફોટા ન બંને તેવું કહે છે આ સાંભળી મને આશ્ચર્ય થયું. મેં તેમની જોડે ઘણી દલીલ કરી પણ અંતે સ્ટુડીયો નો મેનેજર મારી પાસે આવ્યો અને તેણે મને સમજાવ્યો કે તે અમારા માટે આમાં મદદ નહી કરી શકે.
આશ્ચર્યજનક પણ સાચું ! આપણે તેને જોઈ શકીએ છીએ પરંતુ તેના ફોટાઓ કેપ્ચર કરી શકતા નથી, શું આ શક્ય છે ? તેનો સંદેશ શું હતો ? શા માટે એક કેમેરો પણ ફોટા પાડવા માટે કામ ન લાગ્યો ? શું તે ચમત્કાર હતો? શું તે અમારી મૂર્ખતા હતી ? કે પછી તે એક અલૌકિક તત્વ હતું ?
જવાબ હજી સુધી અમે શોધીએ છીએ...
Written by:Bhavin H Jobanputra
Address:C/o. Unity English Academy,
Sardar Complex,
Ab: Rajbhog Sweets,
Gondal.
Contact No:8000482007, 9824862749
Mail:
Like Page:Unity English Academy/facebook
Whatsapp:8000482007
Facebook:Bhavin jobanputra.54
Groups:Unitians Rock (Facebook)