ધ રીઅલ એડવેન્ચર - 1 Bhavin H Jobanputra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ રીઅલ એડવેન્ચર - 1

ધ રીઅલ એડવેન્ચર – 1

મનની વાત...

“ જિંદગી ના યાદગાર બનાવો તેવા હોય છે કે, જેનું કદી પણ અગાઉથી પ્લાનીંગ થયેલું હોતું નથી.”

નીચેની સત્ય ઘટના એ મારા નજરિયા ને સંપૂર્ણ પણે બદલેલ છે. જે કાઈ બન્યું તેને હું તર્ક થી સમજાવી શકતો નથી. એટલે કે, તે ઘટના દરમિયાન કેટલાક અકલ્પનીય ચમત્કાર થયેલા જે સમજાવી શકાય તેમ નથી.. અમે જ્યારે આ પ્રવાસ પાર નીકળ્યા હતા ત્યારે અમને જરા પણ ખબર ન હતી કે આ એક એડવેન્ચર બની જશે..

ધ રીઅલ એડવેન્ચર – 1

ગુજરાત માં આવેલું ગીર નું જંગલ ગુજરાત ના તમામ લોકો માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે તેનું મુખ્ય કારણ ગીર ના જંગલ ની જૈવવિવિધતા અને તેની મનોહર સુંદરતા છે તુલસીશ્યામ માં આવેલ ગરમ પાણીના કુંડ થી લઈને જામવાડા ના સુંદર ઝરણા સુધી ગીર નું જંગલ તેની રસ્પ્રદ વાતો થી બધાને આકર્ષે છે બાળપણ થી મેં ક્યારેય ગીર ના જંગલ માં જવાનો એક પણ મોકો ગુમાવ્યો નથી.

એક શિક્ષક હોવાથી,હું હંમેશા મારા વિદ્યાર્થીઓ ને ગીર અને ગીર ના વિવિધ સ્થળોની મિલકત માટે પ્રોત્સાહિત કરું છું આવું એક સ્થળ કનકાઈ મંદિર છે કનકાઈ મંદિર ગીર નેશનલ પાર્ક માં આવેલું છે મેં ત્યાં જવા માટે મારા ૧૭ વિદ્યાર્થીઓ અને મારા પાંચ મિત્રો કે જે પણ શિક્ષક હતા તેમને તૈયાર કર્યા. મને યાદ છે તે વર્ષ ૨૦૦૭ હતું. મેં જ્યારે તેમને તુલશીશ્યામ, કનકાઈ-બાણેજ મંદિર અને જામવાળા ના ઝરણા ની માહિતી આપી ત્યારે તે લોકો ખુબ જ ઉત્સાહિત હતા. મેં તે માહિતી ના કાગળ માં એશિયાઈ સિંહ નો ફોટો પણ પ્રિન્ટ કર્યો હતો અને તેમાં ઘાટા અક્ષરે લખ્યું હતું કે – સિંહ મળવાની તક.

૪, નવેમ્બર ૨૦૦૭ ને ના રોજ સવારના ૫:૩૦ વાગ્યે અમે ગોંડલ થી નીકળ્યા અને અમારા પહેલા ખુબ જ આકર્ષિત સ્થળ એવા તુલસીશ્યામ પહોચ્યાં. વિદ્યાથીઓ એ ગરમ પાણીના કુંડામાં ન્હાવાની મજા લીધી અને બધું પ્લાન મુજબ જ ચાલી રહ્યું હતું. બધાજ ખુબ જ ખુશ હતા, તેઓ જંગલ ની મનોહર બ્યુટી અને વૃક્ષો ના ફોટાઓ ક્લિક કરી રહ્યા હતા. થોડા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ત્યાની પહાડી પાર ચડી રહ્યા હતા ત્યારપછી બધા એ મેટાડોર માં તેમની જગ્યાએ બેઠા અને અમે લોકો ધારી જવા માટે નીકળ્યા. આકાશ ચોખ્ખું હતું અને વાતાવરણ આહલાદક હતું. તે જાણે અમારા માટે પૂર્ણ દિવસ હતો.

સવારના ૧૧ વાગ્યે અમેં ધારી પહોચ્યાં ત્યારે વિદ્યાર્થીઓ ની ધીરજ ખૂટતી જતી હતી. તેઓ મને વારંવાર એકનો એક સવાલ પૂછી ને પરેશાન કરી રહ્યા હતા. “સર, સિંહ ક્યાં છે? “હું તેમણે સમજાવી રહ્યો હતો કે આ જંગલ છે તે ગમે ત્યાં હોઈ શકે.મને એ વાત ની જાણ હતી કે સિંહ રાત્રે શિકાર માટે નીકળતા હોય છે અને દિવસ ના જ્યારે તાપમાન વધુ હોય ત્યારે તે આરામ કરતાં હોય છે. તેથી તડકો વધુ હોવાથી સિંહ મળવાના ચાન્સ ઓછા હતા. પછી અમે લોકો દલખાણીયા ચેક પોસ્ટ પહોચ્યાં. તે સમયે હું વાહન ની નીચે ઉતાર્યો મેં થોડું અનોખું અનુભવ્યું. હું અને મારો મિત્ર હાર્દિક આ વિશે વાત કરતાં હતા અને અમે હસ્યા. પછી ત્યાં બીજી ફોર્માલીટી પતાવી અમે આગળ વધ્યાં.

હવે, જંગલ અમારી આંખો ની સામે હતું. જુના વૃક્ષો કે જે સુખડ ના કલર ના હોય છે તે રસ્તામાં આવવાના ચાલુ થઇ ગયા હતા. સુકા ઘાસ પાર સુર્ય પ્રકાશ ચમકી રહ્યો હતો. બધું એક જેવા કલર નું જ દેખાવા માંડ્યું હતું. ડ્રાઈવર ડ્રાઈવિંગ ધીરે ધીરે કરી રહ્યો હતો. બધાજ વિદ્યાર્થીઓ જંગલ જોઈ આનંદ માંણી રહ્યા હતા. એક છોકરા એ મોટું દુરબીન કાઢ્યું અને કઈક જોવા માટે ફોકસ કર્યુ. બધા તેણે પૂછવા લાગ્યા કે શું કઈ દેખાય છે? પેલું હરણ કે કશું? રસ્તામાં વાંદરાઓ આવ્યા જે બાળકો માટે આનંદ નો વિષય બન્યા હતા.

ત્યાં રસ્તામાં મોર ઘણી મોટી માત્રા માં જોવા મળે છે. વિદ્યાર્થીઓ વાહન રોકી ને મોર ના ફોટા પાડવા નું કહી રહ્યા હતા. તેમનો એક રથિન પટેલ ફોટોગ્રાફર નો છોકરો હોવાથી તેની જોડે પ્રોફેશનલ કેમેરો પણ લાવ્યો હતો. પણ મેં તેમને ના કહી કારણ કે તે નિયમ ણી બહાર હતું. આપણે જંગલ માં રસ્તામાં આપણું વાહન રોકી શકીએ નહી. મેં માત્ર છોડવડી ચેકપોસ્ટ પર છૂટ આપી, ત્યાં રોડ આપણી માટે આશીર્વાદ રૂપ હોય છે ખરેખર તો તે રોડ હોતો જ નથી. તે જંગલ માં કેડી જ હોય છે જે આપણી માટે અને ST બસ માટે કનકાઈ આવવા માટે બનાવી હતી. મેં અનુમાન લગાવ્યું કે અમે તે દિવસ ના બીજા પ્રવાસી હતા. તે રોડ પર મોટા પથ્થરો અને કાચો રસ્તો હતો. જેથી ડ્રાઈવર સાંભળી ને ડ્રાઈવ કરી રહ્યો હતો.

બાળકો ખુબ મજા કરી રહ્યા હતા. હું પણ દર વખતની જેમ આ વખતે પણ ખુબ જ ઉત્સાહિત હતો.પણ એક ડાઉટ હતો મગજમાં જે સિંહ વિશે હતો. જો અમે સિંહ નહી જોઈએ તો ટુર ફેઈલ ગણાશે. વિદ્યાર્થીઓ એ આપેલા પૈસા માં વર્થ નહી જાણે. મારા મિત્રો કાર્ડ ની રમત રમી રહ્યા હતા. અમે છોડવડી ચેકપોસ્ટ પહોચ્યાં અને કનકાઈ મંદિર જવાની પરવાનગી લીધી. ગાર્ડ દ્વારા ગેટ ખોલવામાં આવ્યો પણ ત્યાં કોઈ પ્રવાસી યાત્રાળુ ની બસ જોડે કન્ફ્યુઝન હતું. હું ત્યાં ચાલીને ગયો ત્યાં કેટલાક મોર હતા જે ફોરેસ્ટર ના જાણીતા હતા. મેં તેમને કહ્યું કે આ યાત્રાળુ ની બસ છે જે કનકાઈ જવા માંગે છે પરંતુ ત્યાનો ફોરેસ્ટર તેણે ના ખી રહ્યો હતો. મેં ગાર્ડ ને વિનંતી કરીકે આ પ્રોબ્લેમ પુરો કરે કારણ કે તે અમારો સમય બગડી રહ્યો હતો.

ટૂંક સમય માં દરવાજો અમારા માટે ખુલ્યો અને અમે કનકાઈ જવા નીકળ્યા. કનકાઈ જવા માટે ના જંગલ ના તે ૧૨ કિલોમીટર ડ્રાઈવર ના ખરાબ ના ખરાબ અનુભવ હોય છે અમારો ડ્રાઈવર એ પોતાની વાત કહેવાની ચાલુ કરી કે તે જેટલી પણ વાર કનકાઈ આવે છે પણ કોઈ વાર કોઈ પ્રોબ્લેમ વિના પાછા વળતા નથી. અચાનક, અમારા વાહન સાથે એક મોટો પથ્થર ટકરાયો જે જમણી બાજુ વાહન ની નીચે કઈક તૂટવા નો અવાજ આવ્યો. હું નીચે ઉતાર્યો અને જોયું કે નુકસાન થયું છે. છતાં ડ્રાઈવરે ખુબ જ ધીમે ધીમે અને સંભાળીને ડ્રાઈવ કરવાનું શરૂ કર્યુ. વિદ્યાર્થીઓ આવી લાંબી મુસાફરી થી થાકી ગયા હતા અને હવે ભૂખ્યા થયા હતા અને અમારી સાથે ઘણું ખાવાનું તો લીધું હતું પરંતુ મેં પહેલા કનકાઈ જવાનું કહ્યું.

અડધી કલાક પછી અમે લોકોમારી ફેવરીટ જગ્યા એ પહોચ્યાં. જ્યાં એક નદી આવે છે તેને પાર કરવાની હોય છે જે એક મસ્ત અનુભવ હોય છે નદી તો છીછરી અને શાંત હતી પણ ડ્રાઈવરે વાહન રોક્યું અને એક ની પાણી નું લેવલ તપાસવા કહ્યું. તે નદી પાસે ગયો અને જોયું તો પાણી એક ફૂટ માંડ હતું હું નીચે ઉતાર્યો અને આજુ બાજુ જોયું. મારા મિત્ર એ કહ્યું અહી કઈ ન હોય પણ હું જાણતો હતો કે અહિયા સિંહ હોઈ શકે. અમે નદી પાર કરી અને સામે ચઢાણ વાળા રસ્તા પાર અમારી મેટાડોર આગળ વધી. તે રસ્તો નદી થી લગભગ ૫૫ ડીગ્રી ઉંચો હતો. કનકાઈ જતા રસ્તામાં આ ચઢાણ ચડવું તે કોઈ પણ ડ્રાઈવર માટે અઘરું હતું. અમારા એક્સપર્ટ ડ્રાઈવરે એ ચઢાણ ગમે તે રીતે મેનેજ કરી ને રસ્તો પાર કર્યો. અને અમે જ્યારે ઉપર પહોચ્યાં ત્યારે આવા રસ્તાઓ પર ચડતા થતી મુશ્કેલી ઓ વિશે વાત કરી. અને હવે ત્યાંથી કનકાઈ માત્ર પાંચ કિલોમીટર જ દુર હતું. એ કેડી કે જેની ઉપર અમે અત્યારે ચાલી રહ્યા હતા તેની બંને બાજુ નાના નાના પર્વતો હતા. તે કેડી સાંકળી પણ એટલી જ હતી. અમે ત્યારે ખુબ જ આતુર હતા, કારણ કે આ પેલા ની બે ત્રણ વાર મેં દીપડા ને તે નાના પર્વતો ની ઉપર જોયા હતા. દીપડાઓ ની પ્રકૃતિ શરમાળ હોય છે તે આપણ ને જોઈને ભાગી જાય છે મેં થોડા વાંદરાઓ ને જોયા અને હવે થોડા ડિસ્ટન્સ થી અમે કનકાઈ ના મંદિર ને જોઈ શકતા હતા.

ત્યાં પહોચતા જ, બધું જ શાંત થયું. અમે મંદિર માં ગયા. ત્યાં રથિન દ્વારા થોડા ફોટા પાડવામાં આવ્યા. પછી, બધા મુખ્ય મંદિર માં પ્રવેશ્યા અને ત્યાં અમે કનકેશ્વરી દેવી ના આશીર્વાદ લીધા.કનકેશ્વરી દેવી એ સીહોની દેવી તરીકે જાણીતા છે. માણસો કહે છે કે જ્યારે સાંજ સમયે આરતી થાય છે ત્યારે સિંહ પણ તેમાં સામિલ થવા માટે ત્યાં આવે છે. મંદિર થી અમે નદી અને ગાઢ જંગલ જોઈ શકતા હતા, જ્યાં ૧૬ થી ૧૭ સિંહ હોઈ શકે. ત્યાં, એક વૃદ્ધ માણસ હતો જે તદ્દન અલગ જ હતો, અને તે અમારા થોડા વિદ્યાર્થીઓ સાથે વાતો કરી રહ્યો હતો. આ જોઈને હું પણ ત્યાં ગયો અને તેમની જોડે વાત કરવા નું શરૂ કર્યુ પણ તેમને મારી જોડે વાત કરવું ન ગમ્યું, અને તેણે તે જગ્યા છોડી દીધી. અમને મંદિરના જ કોઈ માણસ થી ત્યાં પ્રસાદ લેવા માટે નું કહેવામાં આવ્યું પરંતુ મેં તેને નિરાશા સાથે કહ્યું કે અમે જમવાનું સાથે લાવ્યા છીએ. હકીકત માં, મારી મમ્મી એ અમારા બધા માટે સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું હતું. ટૂંક સમયમાં, મેં બધા જ સભ્યો ને ભેગા કર્યા અને અમે બધા જ્યાં કનકાઈ મંદિર નું મેદાન હતું જ્યાં વાહન નું પાર્કિંગ હતું ત્યાં બેઠા. જ્યારે વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા ત્યારે મારા બે મિત્રો મંદિર ની પાછળ ગયા જે વાત મેં ઇગ્નોર કરી.

થોડી મિનિટોમાં તે અલગ પ્રકારનો વૃદ્ધ માણસ પાછો આવ્યો જેને હું મુખ્ય મંદિરમાં મળ્યો હતો, તેણે કહ્યું કે મારા બે મિત્રો મંદિર માં સિગરેટ ફૂંકી રહ્યા છે જે સારું ન કહી શકાય. મેં તેમની માફી માંગી અને મારા મિત્રો ને ધમકાવ્યા અને કહ્યું કે તેમણે મંદિર ના વિસ્તાર માં સિગરેટ ફૂંકવી ન જોઈએ. ત્યાર પછી, અમે પાછા જમવા બેઠા. ખુલ્લા મેદાન માં જમ્યા પછી, મેં વિદ્યાર્થીઓ ને થોડો સમય રમવા માટે આપ્યો અને હું રાહત અનુભવ્યો. મારા મિત્રો આમ તેમ અને મંદિર માં આટા મારી રહ્યા હતા. મેદાન ની સામે ની બાજુ ગાર્ડ ના મકાન હતા. આપણે નદી પાસે જવાની હિંમત નથી કરી શકતા કારણ કે ત્યાં જવું એટલે કાયદો તોડવો. બધાજ ખુબ જ આનંદિત અને ઉત્સાહિત હતા અને હું ડ્રાઈવર જોડે આમારું આગળનું સ્થળ બાણેજ અને ખોડીયાર ડેમ જવા વિશેની વાતો કરી રહ્યો હતો. ત્યાજ પેલો માણસ પાછો આવ્યો અને આ વખતે તે ગુસ્સે હતો. તેણે આ વખતે મને પણ ધમકાવ્યો અને કહ્યું કે મારા મિત્રો ફરી પાછા સ્મોકિંગ કરી રહ્યા છે અને આ વખતે તે માણસ ખરાબ શબ્દો પણ બોલ્યો. મેં તેને પ્રોમીસ કર્યુ કે અમે એ સ્થળ અડધો કલાક માં છોડી દઈશું.

અને પહેલી વાર મેં તેના વિશે વિચારવાનું ચાલુ કર્યુ કે તે માણસ શા માટે અમારા માટે આટલું વિચારે છે. મેં મારા બધા મિત્રો અને બધા ને બોલાવ્યા પણ બધા ત્યાં રોકાવા ના મૂડ માં હતા. કોઈને બાણેજ પણ જવું ન હતું તેમાં મારા મિત્રો સિંહ વિશે પૂછી રહ્યા હતા. મેં તેને થોડા સમય માટે ધીરજ રાખવા કહ્યું અને મેં આકાશ તરફ નજર કરી. આકાશ સામાન્ય દેખાતું હતું અને તે લાઈટ બ્લુ કલર નું હતું. અને પાછું પંદર મીનીટ પછી પેલો માણસ આવ્યો અને મારી જોડે વાત કરવા લાગ્યો. તેમણે મને ભાર પુર્વક કહ્યું કે હું મારા વિદ્યાર્થીઓ અને મિત્રો નો જવાબદાર માણસ છું. તેમણે અલગ અવાજ માં કહ્યું કે જંગલ નું વાતાવરણ અણધાર્યું છે, અમારે હવે એક ક્ષણ પણ બગાડ્યા વિના એ સ્થળ છોડી દેવું જોઈએ. મેં તેમની જોડે દલીલ ન કરી અને મેં બધાને તેમનો સામાન પેક કરવા કહ્યું અને તે સ્થળ છોડવા કહ્યું. દસ મીનીટ ની અંદર અમે ફરી પાછા મેટાડોર માં ગોઠવાયા અને તે જોઈને ડ્રાઈવર પણ તદ્દન ચકિત થયો.

અમે છોડવળી ચેક પોસ્ટ, કનકાઈ થી નીકળ્યા, ત્યારે ઘડીયાળ માં અઢી વાગી રહ્યા હતા.બધા તદ્દન આનંદિત મુડ માં હતા અને પેલા વૃદ્ધ માણસ ના વિચિત્ર વર્તન વિશે વાતો કરી રહ્યા હતા. મારી મિત્ર, હેતલ એ મને આગળ ડ્રાઈવર ની સીટ પાસે બેસવા માટે વિનંતી કરી પરંતુ હું જરા ખચકાયો, હું વૃક્ષો અને નાના છોડ ના ફોટા પાડવા માં જરા વ્યસ્ત હતો. તે ફોટો થી હું મારું પર્સનલ કલેક્શન વધારવા માંગતો હતો. અચાનક, વાતાવરણ માં એક મોટો પલટો દેખાયો. અમને ત્યાં માટીમાંથી વરસાદ ની સુગંધ આવવા લાગી. અને હવે અમારા વાહન ના કાચ પર પણ વરસાદ ના છાંટા પાડવા લાગ્યા. અમે બધા બારી માંથી બહાર જોવા લાગ્યા અને ડ્રાઈવરે વરસાદ ની બીક ને લીધે ગાડી ની સ્પીડ પણ વધારી. અને ત્યાં થોડીક વારમાં વરસાદ પણ ખુબ જ વધી ગયો. વરસાદ એવો વધી ગયો કે ડ્રાઈવરે વાઈપર ઓન કર્યા પણ તે કઈ કામ ન આવ્યા. વરસાદ નું પાણી અમારા વાહન પર ખુબ જ જડપથી પડી રહ્યું હતું. એ ટુંકી કેડી વધારે ટૂંકી બનતી ગઈ અને તે અજીવંત લાગવા લાગી. ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અમે જંગલ ના પ્રાણીઓ ના અલગ અગલ અવાજ સાંભળી શકતા હતા જે આ કુદરતે આપેલી સરપ્રાઈઝ ને આનંદ થી માણી રહ્યા હતા.

મેં અનુભવ્યું કે હવે કુદરત અચાનક જ નીંદર માંથી જીવંત થઇ ગયું હતું. બધે પાણી જ પાણી હતું, બારી માંથી પાણી અંદર આવી રહ્યું હતું અને અમને ભીંજવી રહ્યું હતું. જે એક નાના શાવર નું કામ કરી રહ્યું હતું. માવઠું હોય એ તો પાચ થી દસ મિનીટ્સ માં બંધ થઇ જતું હોય છે. મેં ફરી પાછું પેલા વૃદ્ધ માણસ એ કહેલ નાના માં નાના શબ્દ ને યાદ કરવાનું શરૂ કર્યુ. ત્યાર પછી અમે તે કેડી ના છેડા પર પહોચ્યાં જેની બંને બાજુ નાના પર્વતો હતા. વાહન ખુબ જ ધીરે ધીરે આગળ વધી રહ્યું હતું અને અમે જોયું કે મુન્ના ભાઈ ખરેખર એક એક્સપર્ટ ડ્રાઈવર હતા. ત્યાં કેડી પર હવે પથ્થરો હતા, ત્યાં વરસાદ નું પાણી અને પારદર્શકતા શૂન્ય હતી. મને એ નદી વિશે ચિંતા થવા લાગી જે નદી અમારે પાર કરવાની હતી. જે કુદકે ને ભૂસકે આગળ વધતી હતી. મુન્ના ભાઈ એ વાહન ને રોક્યું અને મને નદી ના લેવલ વિશે પૂછ્યું.

કઈ રીતે સિંહ સાથેનો સામનો થયો ? કઈ રીતે ગાડી કાદવ માં ફસાણી ? કઈ રીતે એક વ્યક્તિ ને વિછી કરડ્યો ? વરસાદ અને વીજળી ના વિઘ્નો કઈ રીતે ત્રાટક્યા ? આ બધું ધ રીઅલ એડવેન્ચર પાર્ટ ૨ માં છે જ.

Written by:Bhavin H Jobanputra

Address:C/o. Unity English Academy,

Sardar Complex,

Ab: Rajbhog Sweets,

Gondal.

Contact No:8000482007, 9824862749

Mail:

Like Page:Unity English Academy/facebook

Whatsapp:8000482007

Facebook:Bhavin jobanputra.54

Groups:Unitians Rock (Facebook)