જબકાવો - આજે નહીં તો કયારે Bhavin H Jobanputra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જબકાવો - આજે નહીં તો કયારે

જબકાવો હવે – અત્યારે નહીં તો કયારે?

જે લોકો એમ કહે છે

- “તારાથી નહીં થાય” કે “તું આ નહિ કરી શકે”

તેઓ કદાચ ડરતા હશે કે

“તારી થી થઈ જશે તો?”

“જબકાવો” ..... આ શબ્દ ઘણા માટે વિચિત્ર અને નવો હશે. આનાથી કદાચ તમારી જિજ્ઞાસા વધી હશે અને તેનો વળી શું સબંધ તમારા વર્તમાન સાથે. તેનો ખુબ ઉંડો અર્થ છે કે... “માત્ર અત્યારેજ કરવા લાગ.” કંઈ નવું કરતી વખ્તે આપણે થોડા ખચકાતા હોઈએ છીએ. હજારો શંકાઓ અને ખોટા વિચારો આપણે મુંજવે છે.

એક સર્કસ માં હાથીનું બચ્ચું લાવવામાં આવ્યું. ટ્રેનરે બચ્ચાને મજબુત દોરડાથી જમીન સાથે બાંધી દિધું. બચ્ચાએ ખુબ કોશીશ કરી પણ તે દોરડું તોળી શકયો નહીં. વર્ષો વિત્યા પણ હાથીતો એમ માની ને બેસી ગ્યો કે મારાથી આ થીઈ શકે તેમ નથી. થોડા સમય બાદ એક નવો હાથી આવ્યો અને તેને ઓલા હાથીને દેખાડયું કે કેટીલી સહેલાયથી આવા દોરડા આપણે ઉખાડી સકી. નવા હાથીએ પેલાના કાનમાં શું કહ્યું હશે?..... “જબકાવ ભાઈ”. હારની ફિકર કર્યા વગર કામ કરવાનો આ ફાયદો છે.

આપણી આસપાસના ઘણા લોકો આપણામાં નિરાશા તથા નકારત્મક વિચારો લાવે છે. આવા લોકોને ટાળો. આવા લોકો સામે દલીલમાં ન પડો. દલીલ કરવી તે ભુંડ સાથે ગટરમાં કુસ્તી કરવાં જેવું છે. ભુંડને ગટરમાં મજા પડશે પણ આપણે ઘાણાં ગંદા થશું. નકારત્મકતાં સામે લડો નહીં. તેઓને અવગણો અને તેઓને ટાળો.

“જબકાવો” એટલે મુશ્કેલીમાં પણશ્રેષ્ઠ પ્રદર્શન આપો. અઘરા સમયે પોતાનીજાત તથા પોતાની નિણર્યશકિતઓ પરજ આધાર રાખો. હમેંશા તમે બીજાપર આધાર ન રાખો નિર્ણયમાટે. આવી ટેવ ભવિષ્યમાટે ઘાતક નિવળશે. “જબકાવો – નિણર્યો જાતે” આ પધ્ધતિ થોડી નવી લાગશે પણ મજા જરુર આવશે.

તમે એવા ઘણાં કાળીચોદશીયાં તજજ્ઞોને ઓળખતા હશો કેજે ખુબજ વિચારે અથવા કામ કરતાં પહેલા હજારો ચોખ્ખોટ કરે. આવું વલણ આપણા જેવા સામાન્ય લોકો માટે નથી. અરે મન પડે તેમ કરો. જો તમને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાયછે તો જાવ. જો ચાલવા જાવાની ઈચ્છા થાય છે તો જાવ. મહેરબાની કરીને રાહ નહીં જોવો. ઘાણાં લોકો અંતરની ઈચ્છાઓને મારી નાખે છે. હું ખાતરી આપું છું........ જયારે તમે વિચારો...તમે કરી શકો અને તમારાથી થશેજ. રાહન જુઓ...........

મને આફ્રિકાના હફીસ નામના ખેડુતની વાત યાદ છે. એક ફકીરે હફીસને ચમકતો પથ્થર દેખાડ્યો અને કહ્યું કે તે બેસકિમતિં હિરો છે. હફીસ ખેતી મુકીને હીરા શોધવા નિકળ્યો. વર્ષો પસાર થયાં અને હફીસ ખુબ ગરીબ થયો. છેલ્લે ખેતર પણ વહેંચી નાખ્યું. જે માણસે તે ખેતર ખરીદયું હતું તેને ખેતર પાસેના ખરાબામાં પુષ્કળ હીરા મળ્યાં. બોધ સ્પષ્ઠ છે. આપણી અંદરની શક્તિઓને જગડવા માટે જબકાવો......

વરદરાજ નામનો એક મુર્ખ હતો. તેના ગુરુ એકદિવસ તેના પર એક ભુલ ને કારણે ખુબ ગુસ્સે થયા. તેથી વરદરાજ ગુરુકુલ છોડી આત્મહત્યા કરવા નિકળ્યો. જેવો તે નદિમાં કુદકો મારવા જાયછે તેનું ધાય્ન નદિકિનારે પાસેના પથ્થરો પર પડે છે. તેને વિચાર્યું કે આટલી સોમ્ય નદિ આવા પથ્થરોને કઈ રીતે કાપી શકે? તેને પોતાનામાં પરિવર્તન કરવાનું નકકી કર્યું. પોતાની નબળાઈઓને જ પોતાનો મજબુત પક્ષ બનાવ્યો. તે મહાન તજ્જ્ઞ બન્યા. જેને આપણે વરદ રુષિ તરીકે ઓળખીએ છીએ. તેમણે ઘણાં ગ્રંથો રચ્યા છે.

શ્રેષ્ઠવાત એછે કે કુદરત શુન્યઅવકાશને ભરી દે છે. એનો મતલબએ છે કે આપણો મગજ બગીચા જેવો છે. જો સારું નહિ વાવો તો નકામું નિંદણ ઉગશે. અત્યારથીજ પોતાના વિશે સકારત્મક વિચારવાનું શરું કરી દો. ‘જબકાવો’ એટલે બહું ન વિચારો લક્ષ્ય તરફ દોડો.’કેમ’, ‘કેવી રીતે થશે?’, ‘કયારે?’ આવા તાર્કીક સવાલોમાં ન પડો. કુદરતને પરિવર્તન ખુબજ પસંદ છે. કુદરત હમેંશા તમને યોગ્ય આપે છે. જો તમને સમસ્યાઓ મળે છે તો તમે ખુબ મજબુત છો. જો તમને નિષફતાઓ મળે છે તો એમ વિચારો કે મને તક પણ મળે છે ને. જો કુદરત તમને પડકારે છે તો એમ માનો કે તમને વધારે મજબુત બનાવા માગે છે.

મેં મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ જોઈ છે. મુશ્કેલીમાં હું એમ વિચારું છું કે ભગવાન મારી પરીક્ષાલેછે અને મારી ફરજ પ્રમાણે તેને પાર પાડી દેવાની છે. મુશકેલીમાં પોતાની જાતને પુછો....બીજાને નહીં. તમારી અંતરઆત્માં તમને જરુર સાચો રસ્તોજ દેખાડશે. દરેક સાહસકથાઓ અથવા સફળતાની કથાઓમાં એક વાત સામાન્ય હશે ---- તે લોકો કંઈક પર આંધળો વિશ્વાસ રાખતા હતા જ્યારે બીજા તેને સ્વીકારવા તૈયાર ન હતા અને તે વ્યક્તિએ સાબીત કરી દિધું કે તેને વિશ્વાસ સાચો હતો. ક્રિસ્ઠોફર કોલ્મબસ જયારે સમુદ્ર ખેડવા નિકળ્યો ત્યારે મનમાં અડગ વિશ્વાસ હતો. ચાલીસ દિવસ દરિયા મુશ્કેલીઓએ બધા જહાજીઓને બગાવત કરવાં મજબુર કરી દિધા. તેઓ કોલ્મબસ ને ગાંડો ગણ્યા લાગ્યા અને મારી નાખવા પર આવી ગ્યા હતા. છેવટે કોલ્મબસે નવિ દુનિયા – અમેરીકા શોધીને ઈતિહાસ રચ્યો. બોધ સરળ છે.... જો અંદર થી અવાજ આવે છે તો તેને દબાવો નહીં....રાહ ન જુઓ....

આખી દુનિયા એવું માનીને બેઠી હતી કે વુક્ષો નિર્જીવ છે. તેનામાં લાગણીઓ હોતી નથી. તેનામાં જીવન હોતું નથી. તેથીજ કદાચ અંગ્રેજોએ તેના માટે ઈટ શબ્દનો ઉપયોગ કરતા. આપણે હજારો વર્ષોથી હિંદુ સંસ્કુતિમાં વુક્ષોને પુજતાં પણ કોઈ આ લોકોને સમજાવવાળું ન હતું. જગદીશચંદ્રબોસે આ પડકાર જીલી લીધો અને વૈજ્ઞાનિક પ્રયોગ કરીને સાબીત કરી દિધું કે વુક્ષોમાં જીવન હોય છે, તેને લાગણીઓ હોય છે, અને તેમને બેભાન કરી સકાય અને તેમને કેફ પણ ચડાવી સકાય અને ઓકસીજન આપી તેમને બચાવી પણ સકાય. તે વખતના વૈજ્ઞાનિકો ને આ વાત ગળે ન ઉતરી પણ છેવટે તે લોકોને સ્વીકારવું પડયું કે વુક્ષોમાં બધીજ લાગણીઓ હોય છે. બોધ સાવ સામાન્ય છે.....સાબીત કરો પોતાની માન્યતા ને.

ઘણા એવા વ્યક્તિઓ છે જેને દુનિયાને પોતાના નજરીયાથી જ જોઈ. અને દુનિયાને તેઓએ જ બદલી છે. થોમસ આલ્વા એડીસન કે જેને ઈલેકટ્રીક બલ્બની સોધ કરી તેની વાતજ નિરાળી છે. તેઓ અભ્યાસમાં ખુબજ નબળા હતાં. ટીચરે સ્કુલ માંથી કાઢી નાખ્યા અને તેની મમ્મી ને કહ્યું “ યોર તોમી ઈસ ટુ ગુડ ફોર નથીંગ”. તેની માતાને આ વાતથી લાગી આવ્યું અને તેને એડીંસનને ઘરે જાતે ભણાવ્યો... અને એડીસને મહાન શોધ કરી ...ઈલેકટ્રીક બલ્બની.... આની સાથે બીજી પણ અસંખ્ય શોધ કરી.....બોધ એકજ છે... વિશ્વાસ કરો.

બચેન્દ્રી પાલ, ભારતના પહેલા મહિલા એવરેસ્ટ સર કરનાર વ્યક્તિ. જયારે તે હિલેરી સ્ટેપ નામની જગ્યાએ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે છરી જેવા બરફના પહાડ પર ચડવાનું છે. બંન્ને બાજુએ ઉડીં ખીણ હતી. એક ભુલ અને વાત ખતમ. તે હજી તેની ઉંચાઈ વિશે અને ચડાણ વિશે મુજવણમાં હતાં. મનમાં તે ખચકાતા હતાં. તેજ સમયે હીલેરી સ્ટેપ ઉભેલા તેના સાથીદાર એંગ દોર્જીએ તેમને એવરેસ્ટ દેખાડયો. ઈશારો કરીને સમજાવ્યું કે મંજીલ સામે છે. બચેન્દ્રી પાલ નવા જુસ્સા સાથે આગળ ગયા અને ઈતિહાસ બનાવ્યો.

બધા ઉદાહરણ એક વાત તરફ ઈશારો કરે છે. સપના જુઓ પણ ખુલી આંખે. ધ્યેય બનાવો.... ધ્યેય તરફ આગળ વધવાના રસ્તા શોધો.....અને રસ્તા મળે તો એક રસ્તા પર દોડો.... હવે વિચારવાની જરુર નથી કરી બતાવવાની જરુર છે.

“જબકાવો” ભલેને નવો શબ્દ લાગતો હોય પણ આ મનોવિજ્ઞાન ખુબજ જુનું છે. હવે જયારે કોઈ કહે “ તારીથી આ તો નહીંજ થાય” ત્યારે ખરેખર જબકાવો........કરી દેખાડો..... અને સાબીત કરો...... હિંમ્મત ની વાતો નકરવાની હોય.....હિંમ્મત દેખાડવાની હોય..............................જબકાવો હાલો.....હવે.......

Written by:

Address:

Sardar Complex,

Ab: Rajbhog Sweets,

Gondal.

Contact No:

Mail:

Like Page:

Whatsapp:

Facebook:

Groups: