કોણ હતુ એ Hiral Raythatha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોણ હતુ એ

નામ : શિતલ રાયઠઠ્ઠા

Email – hiralray37@gmail.com

વાર્તાનું નામ – કોણ હતુ એ?????

એક ટુંકી સસપેન્સ વાર્તા

નયનાબહેન સવારે વહેલા ઉઠી ગયા આજે રવિવાર હતો છતાય તેની ઉંઘ ઉડી ગઇ. તેના પતિ ગીતેશભાઇ નીચે આરામ કરતા હતા આથી તેને ડિસ્ટર્બ ના થાય એટલે નયનાબહેને ઉપર જ બાથરૂમમાં નાહી ધોઇ ઉપર જ રહેલા ભગવાનના મંદિરમાં પુજા આરતી કરતા હતા ત્યાં નીચેથી અવાજ આવ્યો કાંઇક પડ્વાનો તે દોડીને નીચે જોવા ગયા તો જોઇને સ્તબ્ધ થઇ ગયા. દરવાજો ખુલ્લો હતો અને ગીતેશભાઇ ત્યાં હતા નહિ. તેને થયુ કે ઉઠીને કયાક ગયા હશે. બીજા રૂમમાં લાઇટ ચાલુ હતી નયનાબહેન જોવા ગયા ત્યાં તેની આઁખ ફાટી ગઇ તિજોરીનુ બારણુ ખુલ્લુ હતુ અને આખી તિજોરી ખાલી હતી. નયનાબહેનને કાંઇ સમજ ન હતી પડતી તેને ગીતેશભાઇને ફોન ટ્રાઇ કર્યો તો ફોન તો ઘરમાં જ હતો. તે બેબાકળા થઇ ગયા આસપાસના લોકોને બોલાવી લીધા. બધા તેના ઘરમા એકઠા થઇ ગયા. નાનકડો સવજી ગીતેશભાઇને શોધવા કોલોનીમાં નીકળી ગયો. બધા વાતો કરવા લાગ્યા. થોડી વારમા આખી કોલોનીમાં વાત ફેલાઇ ગઇ કે ગિતેશભાઇ ગાયબ છે અને ઘરમાં ચોરી પણ થઇ છે.

“નયનાબહેન તમે હિમ્મતથી કામ લો. રડો નહી આ રીતે. એક કામ કરો, પોલીસને ફોન કરોને” બાજુવાળા મેઘાબહેને કહ્યુ પણ નયનાબહેન તો ચુપ થઇ શક્યા નહે એટલે મેઘાબહેને તેના હસબન્ડ રમેશભાઇને પોલીસને જાણ કરવા કહ્યુ એટલે તાત્કાલીક રમેશભાઇએ પોલીસને ફોન કરી દીધો.

નયનાબહેને થોડી વાર બાદ પોતાના એકના એક દીકરા સંદીપને ફોન જોડયો પરંતુ તે આઉટ ઓફ રેન્જ આવતો હતો. ચાર પાંચ વખત ટ્રાય કરવા છતાંય ફોન લાગ્યો નહિ એટલે તેને પોતાની દીકરી અમીને કોલેજ પર ફોન કરીને તાત્કાલીક ઘરે બોલાવી લીધી.

“હજુ સાંજે તો ગીતેશ મારી સાથે બહાર ઓટલા પર બેઠો હતો.” બાજુના મકાનમાં રહેતા મનોજભાઇએ કહ્યુ. “હા રોજ સવારે વહેલા ઉઠીને તુલસીપુજન કરતા અને મારી સામે રોજ જય શ્રી કુષ્ણ કરે આજે દેખાયા નહી એટલે મને લાગ્યુ કે રજા હશે એટલે હજુ જાગ્યા નહી હોય.” સામેના મકાનમાં રહેતા દીપેનભાઇએ કહ્યુ. “હા કાલે જરાક મારુ માથુ દુ:ખતુ હતુ એટલે હુ વહેલા માથાની ટેબ્લેટ લઇને ઉપર રૂમમાં સુઇ ગઇ હતી તે ક્રીકેટ મેચ ચાલતી હતી તે નીચે ટી.વી. જોતા હતા અને મને તેણે કહી રાખ્યુ હતુ કે નીચે જ સુઇ જશે. આજે રવિવાર હતો એટલે તેને ડિસ્ટર્બ ના થાય એટલે હુ ઉપર જ તૈયાર થઇ ગઇ. હમણા નીચે અવાજ આવ્યો એટલે નીચે આવી અને જોયુ તો બધુ ખુલ્લુ હતુ.”આટલુ બોલતા નયનાબહેન ફરી રડી પડયા. “બહેન મોરા ન પડજો. અમે તમારી સાથે જ છીએ. કાંઇ પણ કામકાજ પડે તો અમને કહેજો.” “બહેન ગીતેશભાઇ મળી જશે કદાચ કોઇ કામ સર બહાર ગયા હશે તમને ડીસ્ટર્બ નહી કર્યા હોય જરા તેને ફોન તો કરો.” “ફોન તો ઘરે જ છે”

સવજી પણ આવી ગયો તેણે કહ્યુ કે ગીતેશભાઇ અહી નજીકમાં ક્યાય પણ નથી. થોડીવારમાં પોલીસની જીપ આવી પહોચી. ઇન્સપેકટર રાહુલે ઘટના સ્થળની બધી તપાસ કરી લીધી પછી નયનાબહેન પાસેથી ગીતેશભાઇની બધી માહિતી લઇ લીધી. ગીતેશભાઇ પ્રાથમિક શિક્ષક હતા અને ભાવનગર શહેરમાં બંન્ને પતિ પત્ની રહેતા હતા. તેનો મોટો દીકરો સંદીપ બાપ-દીકરા વચ્ચે અણબનાવના કારણે થોડા સમય પહેલા જ ઘર છોડીને જતો રહ્યો અને નાનકડી દીકરી અમી ત્યાં ગામમાં જ કોલેજમાં આર્ટસ વિષય સાથે અભ્યાસ કરતી હતી. નાનકડું તેમનુ કુંટુબ હતુ. બાપ દીકરા વચ્ચે હમેંશા મતભેદ રહ્યા કરતો હતો બીજો કોઇ મોટો પ્રોબ્લેમ ન હતો. ઓંચિતા આવુ બની જતા નયનાબહેન હતપ્રભ બની ગયા હતા. અમી કોલેજેથી આવી ત્યારે તેને પણ આઘાત લાગ્યો. મા-દીકરી એકલા પડી ગયા. તેઓએ ગીતેશભાઇના સ્ટાફને પણ પુછપરછ કરી લીધી. કોઇને કાંઇ જાણ ન હતી. સંદીપને ઘણીવાર ફોન કર્યો છતાંય લાગતો ન હતો આથી સંદીપના મિત્રોને પણ ફોન કર્યો પરંતુ કોઇને સંદીપની પણ જાણ ન હતી.

દિવસો વીતવા લાગ્યા પરંતુ ગીતેશભાઇની કોઇ ખબર મળતી ન હતી. પોલીસ ઇન્સપેકટર રાહુલ ખુબ જ ફરજપરસ્ત ઇમાનદાર પોલીસ હતા. તેણે બધા પાસા વિચારી લીધા. ઝીણી ઝીણી પુછપરછ કરી લીધી. તિજોરીમાંથી પચાસ હજાર રોકડા, એક લાખના દાગીના અને મકાનના દસ્તાવેજી પુરાવા એ બધુ ગુમ હતુ. ગીતેશભાઇનુ ઘરમાંથી જ અપહરણ કરવામાં આવ્યુ હતુ છતાં પણ ઘરમાં હોવા છતા નયના બહેનને કાંઇ પણ ખબર જ ન હતી. તે એક વિચારવા જેવી બાબત હતી. કયાંય રસ્તો ન હતો. રાહુલે ગીતેશભાઇના સ્ટાફ સાથે પણ પુછ પરછ કરી લીધી. તેમના આચાર્ય મહેતાભાઇએ પણ કહ્યુ કે ગીતેશભાઇ આ શાળામા છેલ્લા પાંચ વર્ષથી બદલી પામીને આવ્યા છે અને અમે જોઇએ છીએ તેમ તેનો સ્વભાવ ખુબ મિલનસાર છે. કોઇ આડા-અવળા કામ કે લફરામાં તેઓ ક્યારેય પડ્તા જ નહી. કોઇ સાથે અંગત દુશ્મની હોય તો ખબર નહી પણ અમને ક્યારેય તેણે આ બાબતમાં વાત કરી નથી.”

આસપાસના બધા લોકોને પુછ્યુ પરંતુ કોઇને કાંઇ અવાજ પણ આવ્યો ન હતો અને કાંઇ જોયુ પણ ન હતુ. આગલી રાત્રે તેઓની “આનંદ કોલોની”માં ફંકશન રાખ્યુ હતુ ત્યારે ગીતેશભાઇ અને ભાભી સાથે આવ્યા હતા પછી શું થયુ એ બાબતે સૌ કોઇ અજાણ હતુ. તેઓએ પોતાની આનંદ કોલોનીમાં રંગેચંગે ગણપતિની સ્થાપના કરી હતી. તેથી બધી સ્ત્રીઓએ સાંજે ગરબા અને રાસનો કાર્યક્રમ રાખ્યો હતો. નયનાબહેનને વધારે માથુ દુ:ખતુ હતુ તેથી તે દર્શન કરીને જ આવતા રહ્યા હતા અને માથાની ગોળી લઇને ઉપરના રૂમમાં જતા રહ્યા હતા. ગીતેશભાઇ જમીને થોડીવાર બાજુમાં રહેતા મનોજભાઇ સાથે વાતો કરીને પછી હોલમાં ટી.વી. જોતા હતા પછી સવારથી ગાયબ હતા અને ઘરફોડ ચોરી પણ થઇ હતી. કોઇક રાતનુ અંધકારમાં છાનામુન્નુ આવ્યુ અને નયનાબહેનને ખબર ન પડે તેમ ઘરમાંથી ચોરી કરીને ગીતેશભાઇને ઉઠાવી ગયુ. ઇન્સપેકટર રાહુલને શંકા એ હતી કે ચોરી થઇ એ તો સમજાયુ પણ કોઇ ચોરીની સાથે સાથે ગીતેશભાઇનું અપહરણ કેમ કરે? આ પેચીદો પ્રશ્ન ઇન્સપેકટર રાહુલના મનને સતાવતો હતો આથી તે નયનાબહેનને મળવા આવ્યા,

“નમસ્કાર મેડમ, અંદર આવી શકું?” “આવો આવો સાહેબ, બેસો. અમી સાહેબ માટે પાણી લાવજે”

અમી પાણી લઇને આવી અને તેને પણ ઇન્સપેકટર રાહુલે ત્યાં બેસવા કહ્યુ અબે પોતાની વાતનો દોર આગળ વધારતા પુછપરછ શરૂ કરી. “મેડમ મારે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે દીતેશભાઇ વિષે અને તમારા પુત્ર બાબતે.” “હા સાહેબ, કહો શું જાણવું છે તમારે?”

“મને મળેલી જાણકારી મુજબ ગીતેશભાઇ અને તમારા પુત્ર વચ્ચે હંમેશા મતભેદ ચાલતો હતો, હાલ પણ તે તમારી સાથે રહેતો નથી, રાઇટ?”

“હા સાહેબ, આ વાત સાચી છે.” તો મારે એ જાણવું છે કે ગીતેશભાઇ અને સંદીપ વચ્ચે કેવો મતભેદ હતો અને એવું તે શું બન્યુ કે તે ઘર છોડીને જતો રહ્યો?” નયનાબહેન સવાલ સાંભળીને રડવા લાગ્યા એટલે અમીએ કહ્યુ, “પપ્પા અને ભાઇ વચ્ચે ખુબ જ અણબનાવ રહેતો હતો. સાચુ કહુ તો સંદીપ તેમને એક પિતા તરીકે સ્વિકારવા તૈયાર સુધ્ધા ન હ્તો. મારા પપ્પાનો સ્વભાવ થોડો ઉગ્ર હતો અને તેથી જ બારમાં ધોરણ પછી ભાઇ અમદાવાદ ભણવા જતા રહ્યા હતા. અમદાવાદની રંગીન લાઇફમા તે મસ્ત બની ગયા અને ભણવામા તે ખુબ પાછળ રહેતા ગયા ત્યાં તેને કોઇ છોકરી સાથે અફેર પણ હતુ. પપ્પાને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તે બાબતે બાપ દીકરા વચ્ચે મોટો ઝઘડો થયો અને ભાઇને દુઃખ લાગી આવતા તે હમેંશ માટે ઘર છોડીને જતા રહ્યા.” “તેના ગયા પછી તે ક્યાં છે, શું કરે છે,તે બાબતે કોઇ સમાચાર મળ્યા હતા? કે ઘર છોડીને ગયા બાદ ક્યારેય તે પાછો અહી આવ્યો હતો કે નહી?” “હા સાહેબ મારી એક બહેન અમદાવાદમા રહે છે તેના દ્વારા મેં ઘણીવાર તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ઘરે પરત આવવા મનાવ્યો પણ તે પોતાની જીદ છોડવા તૈયાર જ ન હતો. હમણા અઠવાડિયા પહેલા જ મારી બહેન સાથે તેની વાત થઇ હતી પણ હવે તેનો તે ફોન પણ લાગતો જ નથી.” નયનાબહેન સ્વસ્થ થઇને કહ્યુ.

“ઓ.કે. સંદીપ ક્યાં ભણતો હતો તે સરનામુ અને ડિટેઇલ મને આપજો.” અમીએ અમદાવાદનુ સરનામુ આપ્યુ જયા રૂમ રાખીને સંદીપ રહેતો હતો તે તમામ વિગતો ઇન્સપેકટર રાહુલને આપી દીધી અને તેની સાથે લાસ્ટ ટાઇમ જે નંબરથી વાત થઇ હતી એ નંબર પણ તેણે આપ્યા.

“ઓ.કે. થેન્ક્સ ફોર કો-ઓપરેટ મી.” કહેતા તે નીકળી ગયા. દિવસો વિતતા જતા હતા પણ દીતેશભાઇનો કોઇ પતો મળતો ન હતો કે પોલીસ સ્ટેશનમાંથી પણ કોઇ અપડેટ મળતા ન હતા.આમ ને આમ બે મહિના વિતી ગયા. રાહુલે અમદાવાદ જઇને પણ સંદીપ વિષે બધી તપાસ કરી લીધી. પણ સંદીપ હવે અમદાવાદમાં ન હતો. આજુબાજુમા તપાસ કરી પણ તે ક્યાં ગયો હતો તેની કોઇને ખબર જ ન હતી.

ઇન્સપેકટર રાહુલને હવે સંદીપ પર પુરેપુરો શક હતો પણ વળી એ પણ તેને સમજાતુ ન હતુ કે કોઇ સગો પુત્ર તેના પિતાનું અપહરણ કેમ કરી શકે? બે મહિના બાદ રાહુલ એક દિવસ ઓફિસે આવ્યો તો હવાલદાર છોટે રામે કહ્યુ, “સાહેબ કોઇ તમને મળવા માંગે છે” “મોક્લ તેને અંદર” રાહુલે કહ્યુ. “ ઇન્સપેકટર સાહેબ હુ સંદીપ નો મિત્ર જયદેવ વ્યાસ છુ અમે બંન્ને ખાસ મિત્ર છીએ. મને ગીતેશભાઇના અપહરણ વિષે ખબર પડી અને તમે અમદાવાદ તપાસ કરવા આવ્યા હતા ત્યારે હુ કલકત્તા કામ માટે ગયો હતો અને હમણા કાલે જ આવ્યો ત્યારે મારા મિત્રએ બધી વાત કરી એટલે હુ સીધો અહીં આવ્યો છું. હુ સંદીપ વિષે તમને જણાવવા માંગુ છુ” “સારુ મિસ્ટર જયદેવ તમે તમારી ફરજ સમજી આવ્યા બાકી કેસ તો હવે બંધ થવાની અણીએ હતો. બોલો શુ જણાવવા માંગો છો?” “સંદીપ મારો ખાસ મિત્ર હતો. કોલેજમાં અભ્યાસની સાથે તે પાર્ટ ટાઇમ ગાઇડનું કામ પણ કરતો હતો અને અમદાવાદ અને આસપાસ સ્થળોએ તે કામ કરતો હતો. એક દિવસ ઓસ્ટ્રેલિયાથી એક છોકરી આવી હતી અને તે એકલી જ હતી અને તેને પ્રાચીન ભારત વિશે બધુ જાણવુ હતુ અને ત્યારે સંદીપને થોડા દિવસની રજા હતી આથી સંદીપ તેનો ગાઇડ બન્યો હતો. સંદીપ તેને ગુજરાતના પ્રાચીન શહેર મધ્યપ્રદેશ અને બીજા ઘણા રાજયોમાં ફરવા લઇ ગયો અને લગભગ ત્રણ મહિના તેની સાથે રહ્યો હતો. તે છોકરી સાથે રહેવા માટે તે કોલેજ પણ આવ્યો ન હતો અને અભ્યાસ બગાડે જતો હતો. બહુ છેલબટાઉ છોકરો હતો સંદીપ. કોઇ સારી છોકરીને જોઇ લે એટલે તેની પાછળ જ પડી જતો. છોકરીઓ સાથે ફ્લર્ટ કરવુ તે તેના માટે નશા જેવું હતુ. ત્રણ મહિનામાં સંદીપને તેની સાથે પ્રેમ થઇ ગયો અને તેની સાથે લગ્ન પણ કરવા હતા આથી આ બાબતે બાપ દીકરા વચ્ચે ઝઘડો થયો અને તે ઘર છોડીને અહી અમદાવાદ આવી ગયો. અહી પણ સંદીપ અને તે આસ્ટ્રીલીયન ગર્લ સાથે રહેતા હતા. થોડા જ સમયમાં બન્નેએ લગ્ન કરી લીધા અને તે દેશ છોડીને હમેંશ માટે પેલી છોકરી ઓસ્ટ્રેલિયા જતો રહ્યો.” “ઓહ તો સંદીપ અત્યારે ઓસ્ટ્રેલિયા છે એમને. તેના કોઇ કોન્ટેકટ નંબર કે કાંઇ છે તમારી પાસે?” “હા સર, સંદીપ મારો ખાસ મિત્ર હતો આથી તેણે મને તેના નંબર આપ્યા છે.” જયદેવે નંબર આપ્યા એટલે ઇન્સપેકટર રાહુલે તરત જ તેને ફોન કરીને સંદીપને બધી વાત કરી અને તાત્કાલિક ભારત આવી જવા કહ્યુ.સંદીપ પણ પોલીસના કહેવાથી અને તેના પિતાજીની વાત સાંભળી ભારત આવવા નીકળી ગયો.

સંદીપ અમદાવાદ આવ્યો એટલે રાહુલ તેને મળવા ગયા અને સંદીપના મમ્મી અને તેની બહેનને હજુ રાહુલે કાંઇ પણ જાણ કરી ન હતી. તેઓ એકલા જ સંદીપને મળવા અમદાવાદ આવ્યા. સંદીપને ઓસ્ટ્રેલિયા ફોનમાં રાહુલે તેના પિતાજી ગુમ થવાની વાત કરી ત્યારે સંદીપ દોડીને તેની માતાને મળવા જવાનો હતો પરંતુ રાહુલે તેને ના પાડી હતી. સંદીપે આવતાવેંત જ પુછ્યુ, “સાહેબ આ બધુ કેમ બની ગયુ? તમે મને મારી મમ્મીને મળવા કેમ જવા દેતા નથી? પ્લીઝ મને તેની પાસે જવા દો , અત્યારે તેમને મારી જરૂર હશે.” “અરે સંદીપ એવી તે શું ઉતાવળ છે? તુ તારા મમ્મી અને બહેનને મળવા જજે પરંતુ આજે મારી સાથે વાત કરી લે. પહેલા મને એ કહે કે તારે તારા પિતાજી સાથે એવો તે શું વાંધો હતો કે તુ ઘર છોડીને જતો રહ્યો અને પરદેશ ગયો તો પણ ઘરનાને કાંઇ જાણ પણ ન થવા દીધી. જે કાંઇ હોય તે સાચુ કહેજે તો અમે સાચી દિશામાં બધી તપાસ કરી શકીએ.” “સાહેબ મારા પિતાજીને બે પત્ની છે અને મે પરદેશી છોકરી જુલિયા સાથે પ્રેમ કર્યો તો મારા પિતાજી ઝઘડી પડ્યા અને મને કાઢી મુક્યો. મારી માતાને દુ:ખ ન થાય માટે મે કોઇને ઘરમાં આ વાત કરી નથી અને તે બીજી પત્ની લીલાને પણ બે સંતાન છે. કદાચ તેઓએ જ કાંઇ કાવતરુ ઘડયુ હોય?” “તારી વાત સાચી છે સંદીપ. તુ એ લીલાની ડિટેઇલ આપી દેજે. અમે બધી તપાસ કરી લઇએ અને હવે તુ તારા પરિવારને મળી શકે છે.” સંદીપ તેની માતા અને બહેનને મળવા જતો રહ્યો. રાહુલે હવે દિતેશભાઇની બીજી પત્ની લીલા અને તેના સંતાનો પર ચાંપતી નજર ગોઠવી દીધી. તેમના ઘરની તલાશી માટેનું સર્ચ વૉરન્ટ મેળવી બધી તપાસ કરતા દિતેશભાઇના ઘરેથી ચોરાયેલા ઘરેણા ત્યાં મળી આવ્યા. ત્યાર બાદ લીલાબેનના મૉટા પુત્ર વિરાજને હિરાસતમાં લઇ પુછપરછ કરતા વિરાજે તેનો ગુનો કબુલ કર્યો કે તેણે પોતાના બે સાથીદારોની મદદથી જ પૈસા માટે ગીતેશભાઇનુ અપહરણ કર્યુ હતુ અને ઘર ફોડ ચોરી કરી હતી. અપહરણ બાદ ગીતેશભાઇની હત્યા કરી લાશ સુમસાન જગ્યાએ દાટી દીધી હતી. ઇન્સપેક્ટર રાહુલે કેસ સોલ્વ કરી લીધો અને ગુનેગાર હવે તેના કબ્જામાં હતો. ઇન્સપેક્ટર રાહુલે નયનાબહેન અને તેના પરિવારને ગિતેશભાઇની હત્યા અને બીજી પત્ની વિશે ખબર આપી. આ બધુ સાંભળતા જ નયનાબેન આઘાતમાં સરી ગયા. તેણે ક્યારેય એવું નહોતુ વિચાર્યુ કે તેની એક શૌતન હશે. અને દિતેશભાઇ તેને આ રીતે દગો દેશે.તે અમીને સાથે લઇને સંદીપ સાથે ઓસ્ટ્રેલિયા જતા રહ્યા.

આજે સમાજમાં પૈસા અને સંપતિ માટે માણસ કોઇનો થતો નથી. એક સગા પુત્રએ માત્ર પૈસા પડાવવા માટે તેના પિતાનુ અપહરણ કર્યુ અને છેલ્લે તેને મોતને ઘાટ ઉતારવામાં પણ તેના હાથ ધૃજ્યા નહી.વિરાજને તેના પિતાના જ ઘરમાં ચોરી અને હત્યા બદલ ઉમરકેદની સજા થઇ. દિતેશભાઇની આ ભૂલ બદલ નયનાબહેન અને લીલાબહેન બન્નેનો સંસાર ઉજડી ગયો. નયનાબહેને આજીવન દિતેશભાઇને વફાદાર રહ્યા અને અંતમા તેને પરિણામ શું મળ્યુ? કે તેના જ હસબન્ડને બીજી પત્ની છે અને સંતાનો પણ છે. આ બાજુ લીલાબહેને પોતાના પુત્રને ખોઇ દીધો. દિતેશભાઇની ભૂલ બદ્લ આ બધા લોકોના જીવન બેરંગ બની ગયા.

સમાપ્ત