Ajab Prem Kahani books and stories free download online pdf in Gujarati

અજબ પ્રેમ કહાની

અજબ પ્રેમ કહાની પાર્ટ – 1

શીતલ રાયઠઠ્ઠા

કાશ્મીરાની ઉંઘ સવારમાં વહેલી ઉડી ગઇ.રાતના પણ તેને ચેન ન હતુ.માંડ માંડ પડખા ઘસતા ઘસતા થોડુ ઝોકુ આવ્યુ હતુ.તે પણ ઉડી ગયુ.ઘડિયાળમાં જોયુ તો સવારના સાડા ચાર વાગ્યા હતા.નાનકડો દીપુ ગાઢ ઉઘમાં હતો તેને સવારના સાત વાગ્યે શાળાએ જવાનુ હતુ.તે રોજ દીપુ અને નીરવના ટિફિન બનાવવા માટે સવારના પાંચ વાગ્યે તો ઉઠી જ જતી હતી.આજે કામ માટે પણ રૂચિ ન હતી.નીરવ તો બહારગામ હતો.દીપુ માટે રસોઇ કરવાની હતી.

કાશ્મીરાના ચિત્તમાં ક્યાંય શાંતિ ન હતી.આથી પાડોશમાં રહેતા અને ટિફિન સર્વિસ ચલાવતા મેઘના બહેનને દીપુ માટે રસોઇ બનાવવાનુ કહી દીધુ.મેઘનાબહેન ટિફિન સર્વિસ ચલાવતા હતા અને એટલે રોજ સવારે ચાર વાગ્યે ઉઠી જતા હતા.આથી તેને કહી દીધુ તો તેઓ કલાક પછી ટિફિન બનાવીને આપી જવાના હતા.દીપુને આખા દિવસની શાળા હતી.તે ઘરથી પાંચ કિ.મી.દુર શાળાએ જતો જેમાં શાળા પછી ટયુશન અને બીજા કલાસિસ કરાવતા હતા.આથી સવારે સાત વાગ્યે જઇ દીપુ સાંજે પાંચ વાગ્યે ઘરે આવતો હતો. નીરવને પણ આખા દિવસની ઓફિસ હતી મોટેભાગે તે ઘરે એકલી જ હોય પરંતુ આજે એકલતા વધારે ચુભતી હતી.છેલ્લા કેટલાય દિવસોથી બંન્ને વચ્ચે તનાવ રહેતો હતો.એક વર્ષથી તુટતો તુટતો મનમેળ ગઇરાત્રે સાવ તુટી જ ગયો.નીરવ સાથે ફોનમાં મોટો ઝઘડો થઇ ગયો અને નીરવે ફોનમાં છેલ્લે કહી જ દીધુ તુ તારો રસ્તો શોધી લે અને હુ મારા રસ્તે હવે આપણે સાથે રહી શકીએ એમ નથી.

નીરવના વિચારથી તેને ઘૃણા આવતી હતી.નીરવ પાસે તેની માટે કયાં ટાઇમ જ હતો.આખો દિવસ ઓફિસ અને કામ.ઘરે આવીને પણ ફોન અને ટી.વી.થોડો સમય હોય તો પણ દીપુ સાથે ગુજારે બસ તેની જ સાથે કયારેય નિરાંતે વાતચીત પણ ન કરે. છેલ્લા છ મહિનાથી તેઓ બન્ને સાથે કયારેય ફરવા પણ નહોતા ગયા.બસ કયારેક દીપુને લઇને બગીચે ફરવા જતો હતો.કેટલો પ્રેમ હતો બંન્ને વચ્ચે કેમ હવા થઇને ઉડી ગયો તે કાશ્મીરાને સમજાતુ જ નહોતુ. પોતે હવે આવા જીવનથી કંટાળી ગઇ હતી.હવે મનમાં નિર્ણય લઇ જ લીધો હતો કે પોતે એજ્યુકેટેડ છે દીપુને લઇને પપ્પાના ઘરે જતી રહેશે અને જોબ કરીને માં-દીકરાનુ ભરણ પોષણ કરશે. છ વાગ્યા એટલે દીપુને ઉઠાડયો અને તેને શાળાએ જવા માટે તૈયાર કરી દીધો અને શાળાની બસમાં મુકી આવી.પછી પોતે થેલો ભરવા માટેની તૈયારી કરવા લાગી.કબાટમાંથી બધી વસ્તુઓ કાઢીને થેલામાં ભરવા લાગી ત્યાં અચાનક તેના હાથમાં નીરવે આપેલી ભેટ આવી.

નીરવે સગાઇ પછી પહેલા વેલેન્ટાઇન ડે પર આપેલુ સુંદર મજાનુ બ્રેસલેટ એન.અને કે. લખીને ખાસ તેના માટે જ બનાવડાવ્યુ હતુ તે જોઇ કાશ્મીરાના આઁખમા આંસુ આવી ગયા .કેટલો પ્રેમ હતો તે સાવ આ રીતે ટુટી રહ્યો હતો.નીરવે આપેલી બધી ગિફટો એકઠી કરીને તે નીરવના કબાટમાં ડ્રોઅરમાં રાખવા ગઇ.હવે તે ગિફટો સાથે લઇ જવા માંગતી ન હતી.તે જાણતી હતી કે આ બધી ગિફ્ટ જો તે સાથે લઇ જશે તો નીરવની યાદો ક્યારેય તેનો પીછો નહી છોડે.

બધી ગિફ્ટ તે કબાટમા રાખતી હતી ત્યારે લગ્નનું આલ્બમ તેણે હાથમા લીધુ.એક પછી એક લગ્નના ફોટો જોઇ તે પોતાને રોકી ન શકી અને ધૃસકે ધૃસકે તે રડી પડી.તેને લગ્નની પહેલી રાત યાદ આવી જ્યારે બન્ને લવ બર્ડસ એકાંતમા પહેલી વખત મળી રહ્યા હતા.કાશ્મીરા ઉત્કંઠાપુર્વક તેની રાહ જોઇ રહી હતી.નીરવે તેને ખાસ ગિફ્ટમા આપેલુ નાઇટ ગાઉન પહેરી કાશ્મીરા તેની રાહ જ્તી હતી.તેને ખબર જ હતી કે નીરવના મિત્રો તેને આસાનીથી રૂમમા આવવા નહી જ દે પણ કાશ્મીરા સાથેના ગાઢ પ્રેમને કારણે નીરવ તેના મિત્રોથી પીછો છોડાવી રૂમમા આવ્યો. કાશ્મીરાને જોઇ તે મંત્ર મુગ્ધ બની ગયો.બસ એક જ નજરે કાશ્મીરાને જોતો રહ્યો.પોતે ગિફ્ટ કરેલુ ગાઉન પહેરેલી જોઇ નીરવ બહુ ખુશ થયો.ગાઉનમા કાશ્મીરાનુ જોબન સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતુ અને જાણે તેનુ જોબન નીરવને પોતાની તરફ ખેચી રહ્યુ હોય તેમ નીરવ તેની તરફ ખેચાયો અને તેની નજીક જતા જ કાશ્મીરા શરમાઇ ગઇ અને દૂર જતી રહી. નીરવ તેની પાછળ ગયો અને તેનો હાથ પકડીને ફુલોથી સજાવેલી સેજ પર તેને બેસાડી અને કહ્યુ , “મીરા(પ્રેમથી નીરવ તેને મીરા કહેતો) આજે આપણે મન અને શરીર બન્ને રીતે એક થવા જઇ રહ્યા છે.સાચુ કહુ તો મારા માટે તારા શરીર કરતા તારા મનને પામવા માંગુ છું.મારા માટે તારુ મન જીતવુ અતિ મહત્વનુ છે. ભલે આપણા અરેન્જ્ડ મેરેજ હોય પણ સગાઇ બાદ આપણે ઘણો સમય સાથે સ્પેન્ડ કર્યો છે અને તારા મનને થોડુ થોડુ સમજી શકવા માટે સમર્થ બન્યો છું અને આજે લગ્નની પહેલી રાત્રે તને એક વચન આપવા માંગુ છું કે જીવનની દરેક પરિસ્થિતીમાં હું તારો સાથ આપીશ.તને ખુશી મળે અને જીવનમા ક્યારેય તને તારા માતા-પિતાની યાદ ન આવે તેનો હું હંમેશા ખ્યાલ રાખીશ.” “હુ પણ સદાય તારી સાથે જ રહીશ,નીરવ અને જીવનમા તારો સાથ ક્યારેય નહી છોડુ.તારો સાથ જ મારા માટે જરૂરી છે.મારે તારો સાથ જોઇએ એટલે આ દુનિયાની તમામ ખુશી મને મળી ગઇ એમ જ હું સમજુ છું.આઇ લવ યુ સો મચ ડીઅર.” કાશ્મીરાએ રીપ્લાય આપતા કહ્યુ.

“આઇ લવ યુ ટુ જાનુ” કહેતા નીરવે પ્રેમથી મીરાને બાહોમા લઇ અને તેનુ મનપસંદ ડ્રીંક “રજવાડી શેઇક વીથ સાહી ડ્રાય ફ્રુટ” નો ગ્લાસ પોતાના હાથે પીવડાવ્યુ.કાશ્મીરા શરમાઇ જતા નીરવે તેના મુખને ઉંચુ કરતા કહ્યુ , “જાનુ આજે આપણા મિલનની રાત છે,આજે હું તારા સર્વાંગમા મારુ નામ લખવા જઇ રહ્યો છું તો તેમા મારો સાથ આપવાને બદલે આજે કેમ શરમાય છે?જેમ મને આપણા મિલનની રાત્રીની તાલાવેલી હતી તે રીતે જ તને પણ આ ક્ષણનો ઇન્તઝાર હતો જ.તો આજે કેમ આ શરમ આપણી વચ્ચે આવે છે?

મીરાએ હસીને નીરવને શેઇક પીવડાવ્યુ અને બોલી કે મારા મસ્તીખોર પતિદેવ આજે પહેલી રાત જેવુ તમને લાગે એટલા માટે હું જરા શરમાવાની ટ્રાય કરતી હતી,આટલુ બોલતા તે હસી પડી અને તેણે એક તસતસતુ ચુંબન નીરવના ગાલ પર કર્યુ.નીરવે તેને બેડ પર સુવાડી કહ્યુ , “જાનુ યે હુયી ના બાત,હવે એમ લાગે છે કે તને પણ બહુ ઉતાવળ છે.આજે આખી રાત આપણે એકબીજના ગાઢ પ્રેમમા રહેશું,અરે આજે તો શું હું તને આ જ રીતે આખી જીંદગી પ્રેમ કરતો રહીશ.જીવનની દરેક રાત આપણા માટે સુહાગરાત જ હશે.એમ કહેતા બન્ને એકમેકમા ખોવાઇ ગયા.આજે કાશ્મીરાએ પોતાનુ સર્વસ્વ નીરવને નામ લખી દીધુ.નીરવ અને કાશ્મીરા મન અને શરીર બન્નેથી આજે એક થઇ રહ્યા હતા અને તેના રૂમમા સણગારેલા હજારો ફુલો તેના સાક્ષી બન્યા હતા.ફુલોથી સજાવેલી સેજ પર બન્ને એકબીજાને મન ભરીને પ્રેમ કરતા રહ્યા.નીરવ વહેલી સવાર સુધી કાશ્મીરાના રૂપનુ પાન કરતો રહ્યો અને કાશ્મીરા પણ નીરવને સાથ આપતી રહી. આમને આમ પ્રેમ અને પ્રેમમાં બે વર્ષ ક્યાં વિતી ગયા કાંઇ ખબર જ ન પડી.બંન્ને સવારે સાથે ઉઠે ત્યારે થોડો સમય એકબીજાની બાહોંમાં પસાર કરે અને પછી કાશ્મીરા નીરવ માટે ટિફિન અને નાસ્તો બનાવે.બન્ને સાથે મળી નાસ્તો કરે.નીરવ ઓફિસે જાય ત્યારે એક લાંબુ લિપ કીસ કરીને જાય જેની યાદમાં કાશ્મીરા આખો દિવસ એકલતામાં પસાર કરી લે.નીરવ ઓફિસેથી આવે એટલે આવતાની સાથે જ બન્ને લોંગ ડ્રાઇવ પર નીકળી જાય.કાશ્મીરા અને નીરવ બન્ને બાઇક પર એ રીતે બેઠા હોય કે તેની વચ્ચેથી હવા પણ પસાર ન થઇ શકે. ડ્રાઇવ પરથી આવીને કાશ્મીરા ડીનર બનાવે ત્યારે પણ નીરવ કોઇ ના કોઇ બહાને કીચનમા આવી તેને પ્રેમ કરવાનું શરૂ કરી દે.કાશ્મીરાને મનોમન તો ખુબ જ ગમે પણ જાણીજોઇને તે નીરવને દુર કરી દે.રાત્રે એક જ થાળીમાં ભેગા મળીને જમે.નીરવ રસોઇના કામમાં ઘરમાં પણ મદદ કરાવતો.કાશ્મીરાને થોડો સમય કયારેક પિયર જવુ હોય તો તેને જરાય ન ગમતુ હતુ.લગ્ન બાદ તે ક્યારેય પિયરમાં રાત્રી રોકાવા ગઇ ન હતી.

  • To be continued

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED