અજબ પ્રેમ કહાની પાર્ટ-3 Hiral Raythatha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજબ પ્રેમ કહાની પાર્ટ-3

અજબ પ્રેમ કહાની

પાર્ટ – 3

શીતલ રાયઠઠ્ઠા

સવારે નીરવ ઉઠ્યો તો ઘડિયાલમા જોયુ તો ૮.૦૦ વાગી ચુક્યા હતા.તે ઝડપથી ઉઠ્યો અને કાશ્મીરાને બુમ પાડી “મીરા મારે ખુબ લેઇટ થઇ ગયુ છે ,જલ્દી મારા માટે બ્રેકફાસ્ટ અને કોફી રેડી રાખજે.હું હમણા જ રેડી થઇને આવું છું.પણ મીરા તે સમયે થર્ડ ફ્લોર પર કપડા સુકવવા ગઇ હતી તો કાંઇ સાંભળી ન હતી.તે આરામથી કપડા સુકવી નીચે આવી અને દીપુ માટે દુધ અને પોતાને માટે અને નીરવ માટે બ્રેકફાસ્ટ બનાવવાનુ શરૂ કર્યુ.ત્યાં નીરવ દોડતો દોડતો નીચે આવી ગયો અને બોલ્યો , “મીરા લાવ ફટાફટ બ્રેકફાસ્ટ આપી દે,મને ખુબ જ લેઇટ થાય છે.એક તો હજુ ઓફિસ પહોચવાનુ છે અને ઉપરથી અહી જ લેઇટ થઇ ગયુ છે.” “નીરવ હજુ તો નાસ્તો બનાવવાનુ શરૂ કર્યુ છે.પ્લીઝ જસ્ટ ૧૦ મિનિટ વેઇટ કર.હમણા જ નાસ્તો અને કોફી બનાવી આપુ તને.” કાશ્મીરાએ કહ્યુ. “અરે યાર,હજુ સુધી તારો નાસ્તો બન્યો નથી.તને બુમ પાડીને કહ્યુ તો હતુ કે નાસ્તો બનાવી આપ.છતા પણ તે મારી વાતને અનસુની કરી અને બીજા કામ કરવામા લાગી ગઇ?” નીરવે જરા ક્રોધભર્યા અવાજે કહ્યુ. “અરે ક્યારે કહ્યુ?હું છેલ્લી ૨૦ મિનિટથી તો થર્ડ ફ્લોર પર હતી.તે ક્યારે બુમ પાડી મને?મને કાંઇ ખબર જ નથી.સાચે જ જાનુ.” કાશ્મીરાએ કહ્યુ. “તારા આવા જ કામ હોય છે.એક કામ તારાથી વ્યવસ્થિત ન થાય.બીજા કામ કરતી વખતે જરા કાન ખુલ્લા રાખતા શીખી જા.” નીરવે કહ્યુ. “અરે પણ જરા મને ૧૦ જ મિનિટ આપ.હું તને નાસ્તો બનાવી આપુ છું.અને જો તારી કોફી તો બની જ ગઇ છે.લે આ કોફી પીવાનુ શરૂ કર ત્યાં ગરમાગરમ પરોઠા ઉતારી આપુ તને.” કાશ્મીરા બધુ ભુલી નીરવને પહેલાની જેમ જ ટ્રીટ કરવા લાગી. નીરવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.તેણે એકાએક ગુસ્સાથી કોફીના કપને ધક્કો મારતા કહ્યુ “ જા નથી પીવી મારે કોફી.”

એ બધી કોફી કાશ્મીરાના સલવાર પર ઢોળાઇ ગઇ.તે બાજુ ધ્યાન આપ્યા વિના નીરવ ઉભો થઇ બેગ લઇ ઘરની બહાર નીકળી ગયો. કાશ્મીરા રડવા લાગી અને વિચાર્યુ કે નીરવ સાથે રહેવામા હવે કાંઇ સારૂ રહ્યુ નથી.તેણે તરત જ ઉભી થઇ તેની મમ્મીને કૉલ કર્યો. “હા બેટા કેમ છે?બધા ખુશી મજામા છો ને?”

“હા મમ્મી અમે બધા મજામા છીએ.તને એ કહેવા માટે કોલ કર્યો હતો કે હું અને દીપુ ત્યાં આવીએ છીએ.” કાશ્મીરાએ કહ્યુ. “અરે એ તો બહુ સારા સમાચાર છે.આવો આવો ખુશીથી આવો બન્ને.દીપુને જોવાની પણ ખુબ ઇચ્છા હતી.”

“હા મમ્મી આજે બપોર સુધીમા આવી જશુ અમે બન્ને.” કાશ્મીરાએ કહ્યુ. “ઓ.કે. બેટા , જય શ્રી કૃષ્ણ.” તેના મમ્મીએ આટલુ કહી ફોન કટ કર્યો અને આ બાજુ કાશ્મીરા રડી પડી.તેણે પોતાનું અને દીપુનું બેગ ભર્યા અને દીપુને ઉઠાડી તૈયાર કરી અને ત્યાર બાદ ઘરને લોક કરી તે ચાલી નીકળી. તેના મમ્મી પપ્પાનુ ઘર ગામમા જ હતુ પણ ચાર કિલોમીટર દૂર હતુ અને આજે પાછો ટ્રાફિક પણ બહુ જ હતો.એટલે બે કલાકે તે પોતાના મમ્મી પપ્પાના ઘરે પહોંચી.તેના મમ્મીએ બન્નેને આવકાર્યા અને દીપુને તેઓ રમાડવા લાગ્યા. તેના પપ્પા કાશ્મીરાને જોઇને સમજી ગયા કે કાંઇક અલગ જ મામલો છે.તેણે કાશ્મીરાને ઉપર તેના રૂમમા જઇ આરામ કરવા કહ્યુ.થોડીવાર પછી તે કાશ્મીરા માટે પાણી લઇ ઉપર તેના રૂમમા ગયા અને જોયુ કે કાશ્મીરા રડતી હતી. “બેટા લે પાણી પી લે.” ઓચિંતા જ તેના પપ્પાને આવેલા જોઇ કાશ્મીરાએ જલ્દી આંસુ પોછી નાખ્યા અને પાણીનો ગ્લાસ લઇ લીધો અને પીવા લાગી. “બેટા શું થયુ છે તને?કાંઇ પ્રોબ્લેમ છે તારી લાઇફમા?”

“હા પપ્પા,પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે મારા જીવનમા.કાંઇ સારૂ રહ્યુ નથી હવે.અને એટલે જ હું અહી આવી છું હંમેશા માટે તે ઘર છોડીને.” કાશ્મીરાએ કહ્યુ. “બેટા આમ ઉતાવળે નિર્ણય લેવો યોગ્ય નથી.શું થયુ એ બતાવ મને.નીરવ સાથે ઝઘડો થયો કે કોઇ બીજી પ્રોબ્લેમ છે?” “પપ્પા ઝઘડો નહી ઝઘડા થાય છે.દીપુના જન્મ બાદ મને શાંતિ જ નથી.આમ કહી તેણે બધી વાત તેના પપ્પાને કરી અને તે જોરજોરથી રડવા લાગી. તેના પપ્પાએ તેને સમજાવવાની કોશિષ કરી પણ તે માનવા રાજી ન હતી.તેણે નીરવનું ઘર છોડવા માટેનો મક્કમ નિર્ણય મનમા બનાવી લીધો હતો.તેના પપ્પાએ પણ અત્યારે કાશ્મીરાની હાલત સમજી વધુ સમજાવવાનો આગ્રહ ન રાખતા તે વાતનો અંત આણ્યો અને તેને શાંત રહેવા કહ્યુ. સાંજે કાશ્મીરાના મમ્મી અને પપ્પા જ્યારે વોકીંગમા ગયા હતા ત્યારે બધી વાત તેણે શેર કરી.કાશ્મીરાના મમ્મીને એ વાત જાણી આંચકો લાગ્યો પરંતુ સમય જતા બધુ સારુ થઇ જશે તે વિચારી તેણે બધુ અત્યારે સમય અને કુદરત પર છોડી દેવા વિચાર્યુ.

આ બાજુ નીરવ રાત્રે ઘરે આવ્યો.તેણે જોયુ તો ઘર લોક કરેલુ હતુ.તેને કાશ્મીરા પર વળી ગુસ્સો આવ્યો.બાજુમા રહેતા વર્મા અંકલને ઘરે તપાસ કરતા તેને પોતાના ઘરની ચાવી મળી.તે ખુબ થાક્યો હતો એટલે અંદર જઇ તે સીધો જ આરામ કરવા જતો રહ્યો.તેણે વિચાર્યુ કે કાશ્મીરા હમણા આવે પછી જમશે.રાતના દસ વાગ્યા પણ કાશ્મીરા ન આવી એટલે તેને થોડી ચિંતા થઇ.તેણે કાશ્મીરાને ફોન કરવાની કોશિષ કરી પણ તેનો ફોન લાગ્યો નહી.એટલે તેણે મીરાના પપ્પાને ફોન કર્યો. કાશ્મીરાના પપ્પાએ નીરવને બેધડક બધી વાત કરી દીધી અને કાશ્મીરાનો લાસ્ટ ફેંસલો તેને સંભળાવી દીધો.આ જાણી નીરવને આંચકો લાગ્યો.તે થોડી વાર તો શુન્ય બની ગયો.તેણે આવુ તો સ્વપ્ને પણ વિચાર્યુ ન હતુ કે કાશ્મીરા તેને છોડીને આમ જતી રહેશે.નીરવ કશુ પણ જમ્યા વિના બેડ પર આડો પડ્યો અને કાશ્મીરાના વિચારમા પડી ગયો. કાશ્મીરાના વિચારમા સવાર ક્યારે પડી તે નીરવને ખબર જ ન રહી.સવારે ઉઠતા જ તેણે કાશ્મીરાને બુમ મારી અને નાસ્તો કોફી રેડી રાખવા કહ્યુ પણ કોઇ જવાબ ન મળતા તેને યાદ આવ્યુ કે મીરા તો ઘરમા છે જ નહી.તેણે કોફી બનાવવાની ટ્રાય કરી પણ પોતે ક્યારેય કામ કરેલ ન હોય તેનાથી કોફી બની તો ખરી પણ વધુ મીઠી બની ગઇ.જેમ તેમ તે કીચન સાફ કરી ઓફિસ જવા નીકળી ગયો અને ચાવી વર્મા અંકલને આપતો ગયો. ગઇ રાત્રે ઉંઘ ન આવતા તે ઓફિસમાંથી હાલ્ફ લીવ લઇ અને ઘરે જતો રહ્યો.રસ્તામાંથી જ તે લન્ચ કરી આવ્યો.ઘરે આવતા જોયુ તો ઘર ખુલ્લુ હતુ.તેને થયુ કે કાશ્મીરા આવી ગઇ હશે તો ઉતાવળે પગલે તે ઘરમા ગયો,પણ તેની આશા સફળ ન થઇ.તેના ઘરે આવતી કામવાળી કામ કરવા આવી હતી.તેણે નીરવને કાશ્મીરા વિષે પુછ્યુ તો નીરવે બહાનુ બનાવતા કહ્યુ કે તે તેના પિયર ગઇ છે. કામવાળી બાઇએ કહ્યુ કે સાહેબ મને બધી ખબર પડી ગઇ છે,મેડમ હંમેશા માટે ઘર છોડી જતા રહ્યા છે.આખો મહોલ્લો તમારી જ વાતો કરે છે.અને આજે તો હું કામ કરી જાઉ છું પણ કાલથી નહી આવું.મારા ઘરવાળાને ન ગમે કે હું કોઇ એકલા રહેતા પુરૂષના ઘરે કામ કરવા જઉ એમ કહી તે કામ ફટાફટ પતાવી જતી રહી. આ બાજુ કાશ્મીરાના પપ્પાએ તેને પોતાના ફ્રેન્ડસ સાથે વાતચિત કરવા અને તેની સાથે હળવા મળવા અને માઇન્ડ ફ્રેશ કરવાની સલાહ આપી.કાશ્મીરાને પણ એ સુજાવ ગમી ગયો.તેણે તેની સાથે કોલેજમા અભ્યાસમા સાથે ભણતા મિત્રોને કોન્ટેક્ટ કરી તેના ઘરે એક ગેટ ટુગેધરનો કાર્યક્રમનું આયોજન કર્યુ.સાંજે બધા ફ્રેન્ડ્સ તેના ઘરે આવ્યા હતા.કાશ્મીરાના મમ્મી પપ્પા દીપુને લઇને આજે વોકીંગમા ગયા હતા જેથી કાશ્મીરાને તેના મિત્રો અને સહેલીઓ સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનો સારો મોકો મળી રહે.તેઓ બધા આજે ખુબ જ ખુશ હતા કારણકે કાશ્મીરાના પ્રયત્નને કારણે તેઓ બધા આજે એકબીજાને મળ્યા હતા.નહી તો એક જ શહેરમા રહેતા હોવા છતા પણ તેઓ બધા કોન્ટેક્ટમા ન હતા.

તેના મમ્મી પપ્પા ઘરે આવ્યા બાદ કાશ્મીરાના મિત્રો અને તેમણે બધાએ સાથે ડિનર લીધુ.આજે કાશ્મીરાના ચહેરા પર ખુશી જોઇ તેના મમ્મી પપ્પાને લાગ્યુ કે કાશ્મીરા તેના દુઃખમાંથી બહાર આવી રહી છે અને તેઓ બન્નેએ પણ રાહતનો શ્વાસ લીધો અને તેમને લાગ્યુ કે થોડા સમય બાદ કાશ્મીરા બધુ ભુલી જશે પછી તેને ફરી નીરવના ઘરે મોકલવા અને બન્ને વચ્ચે સુલાહ કરવાનો પ્રયત્ન કરશે.

To be continued.