મારે બે બાળકો દતક લેવા છે... Chirag Chotaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારે બે બાળકો દતક લેવા છે...

મારે બે બાળકો દતક લેવા છે...

ડીયર મમ્મી-પપ્પા,

હું મારા પૂરા સભાનતા પૂર્વક તમને કહવા માંગુ છું કે હું મેરેજ નથી કરવા માંગતો અને બે બાળકો એક છોકરી અને એક છોકરો દતક લેવા માંગુ છું અને તેની સાથે જ રહેવા માંગુ છું. હું જાણું છું કે આ સાંભળીને તમને દુખ થતું હશે પણ મને લાગે છે કે મારા માટે આ દુનિયામાં કોઈ નથી બન્યું અને જો કદાચ કોઈ બન્યું હોય તો હવે મને લગ્ન કરવામાં કોઈ રસ નથી રહ્યો. એવું નથી કે હું આ જવાબદારીથી છટક્વા કે નિભાવી નહીં શકું. અને એવું પણ નથી કે હું જેને પ્રેમ કરતો હતો અને તેણે લગ્ન કરી લીધા હોવાથી હું લગ્ન નથી કરવા માંગતો. આ બિલકુલ ખોટું છે. હું કાઇ લગ્ન કરવાના વિરોધમાં બિલકુલ નથી. જેને કરવા હોય તે કરે તેમાં કોઈને હું પરેશાન નથી કરતો પણ જેને નથી કરવા તેની તો કમસે કામ ચિંતા કરવાનું નાટક છોડી દો! હા, મારા નિર્ણયની પાછળ આપણો સમાજ જરૂર જવાબદાર છે. કારણ કે આપના સમાજના કહેવાતા ઠેકેદારો તથા આગેવાનોના એવા પ્રકારના નિયમો અને રિવાજો બનાવી રહ્યા છે કે જેમાં પોતે જ ગોઠવતા હોય નહીં કે કોઈ બીજું.

જેમ કે, માનો કે સમાજનો આગેવાન એક ઉચ્ચ ડિગ્રીવાળા અને સારી એવી નોકરી કરતાં હોય તેવા હોય તો તેઓ એવા જ નિયમ બનાવશે કે જેમાં તેઓ જ ગોઠવતા હોય. આપણા સમાજમાં પહેલા છોકરીઓ ભણેલી નહતી મળતી અને હવે આભાર આવા આગેવાના અને ઠેકેદારોનો કે હવે છોકરા ભણેલા નથી મળતા.! હું પપ્પા એવું કામ કરું છું કે જેમાં પૈસા પુષ્કળ મળે છે પણ લોકો હાથીના દાંત જેવા છે દેખાડવા સમયે એવું કહે છે કે પૈસા ના હોય તો ચાલે અને ચાવવા સમયે કહેશે પાસા વગર કેવી રીતે રહું તેની સાથે.! જેમ માણસ પાસે પૈસો આવે છે એટ્લે કહેવાય છે કે ઘમંડ આવી જાય તે રીતે પહેલાના જમાનમાં છોકરા તેના માતા-પિતાની સામે બોલવામાં કાઇ બાકી નહતા રાખતા અને અત્યારે છોકરીઓ કાઇ બાકી નથી રાખતી. ભલે તે પછી કોઇની પત્ની બની ગઈ હોય.

આપણો સમાજ એક મહાસાગરની ઊંડાઈ જેવો બનતો જાય છે જેમાં ટાઈટેનિક જેવી હજારો જહાજ સમાય જાશે પણ આપણો સમાજ ક્યારેય પૂરો નહીં થાય. જેટલા ઊંડા ઊતરશુ એટલું ઓછું. હું હવે કોઈ નોકરી કરવા નથી માંગતો અને આપણા સમાજમાં જો નોકરી ના કરતાં હોય તો અલ્ટિમેટલી છોકરી મળવી મુશ્કિલ તો શું નામુનકિન થાય જાય છે. પણ લોકોને સરવાળે તો પૈસા જ કમાઈ તેવો છોકરો જોઈએને તો પછી થોડું એડ્જેસ્ટ કરવાનું શા માટે તેઓ નથી શિખતા? હું જે કામ કરું છું એ અત્યારે એક નીમ્ન પ્રકારનું, મજૂરી તરીકે ગણવામાં આવ છે પણ લોકો એ નથી ખ્યાલ કે પાયાના કામ હમેંશા મજૂરીવાળા જ હોય છે. જો તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય તો અમારા જેવાની જરૂર પાડવાની ને પાડવાની જ! તેમાં કોઈ બે મત નથી.

લી.

આપનો એક નો એક દીકરો...

તો શું લાગે છે દોસ્તો? આ પત્ર વાચીને? જરા પણ નિગલેટ નહીં કરતાં કે આ કોઈ કાલ્પનિક પત્ર છે. જી નહીં આ પત્ર અત્યારનો અને આવનારા ભવિષ્યનો પત્ર બનવાનો છે. કારણ કે આપણો સમાજ(કહેવતો સમાજ) દિવસેને દિવસે અધોગતિ તરફ બહુ ઝડપથી ગતિ કરી રહ્યો છે. આવો પત્ર એક ઘરમાથી નહીં બલ્કે દરેકે દરેક ઘરમાથી લખાવો જોઇએ ત્યારે આપણા સમાજમાં બદલાવની શરૂઆત થશે. બાકી જેમ લોખંડમાથી કાટ કાઢવો અઘરો છે તેમ આપણા સમાજ પરથી પણ કાટ કાઢવો એટલોજ અઘરો છે.

થોડું આર્ટિકલમાં વધારો કરવાનો સૂચન બ્રિજેશે કહેલું. તો આપણા સમાજમાં કોઈના પણ લગ્ન થઈ જાય એટ્લે તેણે કોઈ તીર કેમ મારી દીધું હોય તેવું લાગે છે. ઓટોમેટિકલી તમારું માન વધી જાય. તમને કોઈ મોટા(મહાન નહીં!) માણશ કેમ બની ગયા હોય તે રીતે જોવા માંડે. દોસ્તો જો ગણતરી કરીએ ને તો કેટલાય લોકો એવા છે જે જો લગ્નના ચક્કરમાં પડ્યા હોત ને તો માણસ જાતને(સમાજને નહીં હો!) કેટલીય નુકશાની ગઈ હોત. પણ આપણો સમાજ તો કોઈ છોકરો જેવો 23-24 વર્ષનો અને કોઈ છોકરી 21-22 વર્ષની થાય એટ્લે તેના માતા-પિતા ને સાંભળવાનું શરૂ કરી દે કે, હવે ક્યારે લગ્ન કરો છો આના? કેમ જાણે તેઓ લગ્નનો ખર્ચ આપવાના હોય! તેવી રીતે બોલે. અને પાછા બોલતા જાય કે જો જો એક વાર ઉમર ચાલી ગઈને તો કોઈ નહીં મળે. અરે ભાઈ ઉમર ચાલી ગઈ તો તમે તેનો મેળ કરતાં કેમ નથી ખાલી ખાલી વાતો કરો છો. હવે કઈ ઉમરે તમારે લગ્ન કરવા એ પણ સમાજ નક્કી કરે! વા કેવું કહેવાય?

આપણે ત્યાં બધુ જ પહેલેથી ફિક્સ જ હોય છે. તમારો જન્મ જ તમારી મરજીથી નથી થતો તો તમારું મુર્ત્યૂ થોડું તમારી મરજીથી આવે. આટલી વાતમાં સમજી શકો તો સમજી લો. પણ એક લગ્નની બાબાત જ એવી છે કે તેમાં તમારી મરજી છે કે નહીં તેવું ફક્ત ઉપર-ઉપરથી પુછવામાં આવે છે બાકી તો બધુ ફિક્સ જ હોય. જેમ કે છોકરી કે છોકરો આપણી જ્ઞાતીની છે, તેનો રૂપ-રંગ કેવો છે, તેનો સ્વભાવ કેવો છે(તેના પાડોશીને ત્યાથી ઇન્વેસ્ટિગેશન કરીને.)? આ બધી જ માહિતી મેળવીને પછી કહી દેવામાં આવે કે અમને તો પસંદ છે તું બોલ? અને આપણે પણ માણસજાત ઈમોશનલથી ભરેલા, લાગણીથી છલકેલા તરત જ હા પડી દઈએ. ઉપરથી માતા-પિતા પણ બોલે, બેટા તારે ત્યાં બાળકને રમાડીને અમે આ દુનિયામાથી જવા માંગીએ છીએ તું હા પાડી તો અમે બધા ખુશ થઈએ. બસ પછી શું થઈ જાય લગ્ન. બીજું શું હોય.

અને આપણે ત્યાં આખી જિંદગી લોકો બાળકો ના થાય તો જવા દેશે પણ એક બાળકને દતક લેવાના નિર્ણય પર નહીં આવે. કારણ કે કહે છે કે, તે તેઓનું લોહી નથી. એટ્લે તેઓ કેપેબલ હોય છતાં દતક નથી લેતા. અને કોઈ બીજા નિર્ણય લે તો તેઓને શિખામણ આપવા આવે કે, હજુ તો તારી ઉમર છે લગ્ન કરી લે બધુ ઠીક થઈ જશે. બોલો લ્યો. આવા કિસ્સા મે નજરે જોયેલા છે.

દતક લેવાની વાત કરતાં જ લોકોના નાકનું ટેરવું એવું ચડે જેમ તમે સેક્સની ચર્ચા કરવાનું કહ્યું કેમ ના હોય! અરે ભાઈ આ તો કોઈ એવા વ્યકતીની જિંદગી સુધારવાની છે નહીં કે બગાડવાની! તમને ખ્યાલ છે કે એવા કેટલાય બાળકો છે જે આ દુનિયામાં આવી તો ગયા છે પણ પોતે આ દુનિયામાં કેવી રીતે જીવશે એ તેઓને ખ્યાલ જ નથી. આવા કેટલા ટકા બાળકો છે તે હું નહીં લખું તે તો તમને ઇન્ટરનેટ પર મળી જ જાશે.

Written By :

Chirag Chotaliya

Edit By :

Brijesh Kanani