કોઈ એલિયન આવી રહ્યા છે... Chirag Chotaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઈ એલિયન આવી રહ્યા છે...

કોઈ એલિયન આવી રહ્યા છે...?

હજુ પણ મને એ નથી સમજાતું કે આ પોલીસની કાર કે કોઈ રાજકારણી નેતાની કાર કે કોઈ આઇએએસ ઓફિસરની કારમાં બેઠેલા વ્યકતીઓ કાઇ ટીલું કે શિગડું લઈને આવે છે કે તેની કાર જ્યારે રસ્તા પરથી નીકળે તો ટ્રાફિકને રોકી દેવામાં આવે. એવું લાગે કે કોઈ અંતરિક્ષમાથી એલિયન કેમ આવી રહ્યું હોય! અને પાછો પાવરતો એટલો ને કે ચા ની સાથે-સાથે ચા ની કીટલી પણ એટલી તપતી હોય. આવું શા માટે? આ બાબતમાં મને નથી લાગતું કે કોઈ નેતા આ પર કોઈ નવો કાનૂન બનાવે કારણ કે કાનૂન બનાવાવાળા જ કાનૂન તોડતા હોય છે તેની સાબિતી આપણને ઇતિહાસ સમયે-સમયે આપે જ છે.

હમણાં મને જાણવા મળ્યું છે તે પરથી આગામી 26મી જાન્યુયારીએ કોઈ (ટીલું લઈને આવેલા) નેતા વેરાવળમાં આવવાના છે અને અત્યારની વેરાવળની તો શું લગભગ ગુજરાતનાં બધા શહેરોના રોડ એકદમ ખરાબ છે તો નેતા જે રોડ પરથી નીકળવાના છે તે રોડને ફટાફટ સારો બનાવી દેવાનો છે પછી જે શહેરના મુખ્ય રસ્તા છે તે અને પછી સોસાયટીના રસ્તા બનાવવાના છે. મતલબ જે લોકો શહેરમાં અંદર રહે છે તેના ઘરની નજીકતો હજુ પણ તેને ધૂળ ખાઈને જ પહોચવાનું છે. સાથે-સાથે જે સરકારી ઓફિસરો (ટીલું)ના ઓફિસ અને ઘરની પાસે પણ સૌથી છેલ્લે રોડની અંદર ગટર કરવાનું કામ શરૂ થયું તો સૌથી પહેલા તેની ઓફિસો અને ઘરની પાસે રોડ સારામાં સારો બનાવી દેવામાં આવ્યો છે.

જેવી રીતે જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને જોવા માટે જાઈ છે ત્યારે જેમ તેઑ બંને કેવા સરસ મજાનાં તૈયાર થાય અને પછી મળે તેવું જ કાઇંક અત્યારે વેરાવળમાં થઈ રહ્યું છે. જે રોજનું વેરાવળ છે તેના કરતાં અત્યારે ઘણું અલગ દેખાય રહ્યું છે. અને ઉપરથી એલિયન જ્યાથી નીકળવાના છે તે રોડની આજુ-બાજુ જેટલા પણ રેકડી અને કેબિનવાળા છે તેને પણ હટાવી દેવામાં આવ્યા છે જેથી કરીને જ્યારે તેઓ આવે તો “સ્વચ્છ ભારત” ના લોકોની સામે વખાણ કરી શકે.

દોસ્તો થોડું આર્ટિકલમાં લખવાની માહિતી મળી છે જે આપની સાથે શેર કરવા માંગુ છું. તો માનો કે તમારી પાસે ક્યાંકથી ત્રણ(3) કે ચાર(4) કરોડ રૂપિયા આવી જાય તો તમે શું કરો? મને લાગે છે ત્યાં સુધી બધાના આ વિષે વિચારો અને બધાના શોખ અલગ-અલગ રહેવાના એટ્લે બધાનો જવાબ પણ અલગ જ હોવાનો. પણ જો સરકાર આટલા(હા આટલા, અને કદાચિત આનાથી પણ વધે!) પૈસા નો ધુમાડો ત્રણ(3) દિવસની અંદર કરી નાખે તો? જી હા મને મળેલી માહિતી અનુશાર જે એલિયન આવી રહ્યા છે તેની પાછળ અત્યારે લગભગ આટલા ખર્ચનો અંદાઝ લગાવવામાં આવી રહ્યો છે. એક OMG(ઓહ માય ગોડ) મૂવીનો ડાયલોગ છે જે અત્યારે યાદ આવી રહ્યો છે, કરોડો રૂપિયાનો શિંઘાશન શા માટે? હા મારો પણ એ જ પ્રશ્ન છે આટલા રૂપિયાનો ધુમાડો શા માટે? શું જરૂર છે? અને આટલા પૈસા આવે છે ક્યાથી? આટલા પૈસા તમે કાઇ તમારા ખિસ્સામાથી તો નહીં કાઢતા હો એ તો નક્કી જ છે તો પછી આટલા પૈસા જનતાના છે એટ્લે શું એમનેમ વેસ્ટ કરી દેવાના? અને આનું ભારણ પણ સરવાળે તો આવશે જનતા પર જ ને! મારા અને તમારા પર જ ને? આવા લોકો તો જનતાના પૈસે લીધેલી હેલિકોપ્ટર કે બુલેટપ્રૂફ કારમાં આવશે અને જતાં રહેશે પણ તે સમયે જે ટ્રાફિક થશે તે ભોગવવો તો પડશે આપણને જ ને?

ત્રણ(3) થી ચાર(4) કરોડ રૂપિયા તો અત્યાર સુધીમાં એક જ બિલ્ડીંગના રિનોવેશન પાછળ ખર્ચી નાખવામાં આવ્યા છે અને તે છે, સર્કિટ હાઉશ! હવે વિચાર કરો હજુ તો બીજા લગભગ આટલા જ પૈસા નો ધુમાડો કરવાનો બાકી છે. મેરે દોસ્ત. એવું જરૂરી નથી કે આટલા બધા રૂપિયાના ખર્ચના બિલ સાચા હોય! જી નહીં આપણે ત્યાં સરકારી ઓફિસર એક જ કામ કરતાં હોય બે હજાર નું બિલ બનાવીને કોઈ લાવે તો તેને વધારીને બિલ બનાવવાનું કહેવામા આવે છે કારણ કે તે ઓફિસર તેવું સમજે છે કે મારે ક્યાં ખિસ્સામાથી દેવા પડે છે? પણ, એ પોતે એ ભૂલી જાય છે કે તે પણ એક આમ પબ્લિકનો જ વ્યક્તિ છે.

છેલ્લા ત્રણ વર્ષથી હું સિદ્ધાર્થ સોસાયટીમાં રહું છું. અત્યાર સુધી અહિયાં હજુ કોઈ કરતાં કોઈ પણ વાળવા વાળા નથી આવ્યા અને જ્યારે અમે અહિયાના કોર્પોરેટરને હમણાં ગઈ કાલે જ વાત કરી તો તેઓ કહે, અમારી પાસે લિસ્ટ તૈયાર થઈ ગયું છે ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. અને આજે મે મારી આંખે વેરાવળમાં અમુક રોડ પર જે અઠવાડિયામાં માંડ-માંડ બે વાર રોડ સાફ થતો હોય તે મે આજના દિવસમાં બે-બે વાર સાફ થતાં જોયો ત્યારે મારી આંખો ભરાઈ આવી. એમ લાગ્યું કે આ જે આવી રહ્યું છે તેને પણ સારી રીતે ખબર છે કે તમે લોકો આમ દિવસોમાં કેવિક સફાઈ કરો છો પણ તેઓને પણ ભાઈ સારું લાગવું જોઈએને કે હું આવું છું એટ્લે પછી ભાષણમાં પણ કહેવા થાય ને કે, જોયું અમારું ગુજરાત કેટલું સ્વચ્છ છે!

મને નથી લાગતું કે મારી વાત તેઓ સુધી પહોચશે. પણ જો પહોચી જાય તો મારે થોડું વધારે પણ તેઓને કહેવાની ઈચ્છા છે જે મે થોડા સમય પહેલા ફેસબુક પર પણ શેર કર્યું હતું અને અત્યારે આ આર્ટિકલમાં પણ લખી રહ્યો છું. કારણ કે હજુ પણ કાઇ જ ફેરફાર નથી થયો અને પાછા સ્લોગન આપે છે ગતિશીલ ગુજરાત. !! :

शायद दो महीनो से ज़्यादा से मे एक सरकारी गाड़ी शहरमे देख रहा हु,

जिसमे ड्रायवर ग्लास और उसूके बाजुमे जो बेठता हे उसका भी ग्लास नहीं दिख रहा।

क्या सवर्ण गुजरातके सरकारी गाडि के लिए ग्लास डलवाने के लिए भी अब पैसे नहीं हे?

और जब ट्राफिक पोलिस वाले आम आदमिसे फॉर वहिलरमे ग्लास क्यू नहीं हे? एसा सवाल करते हे तो मुझे तो हसी आ जाती हे की, पहेले अपने गिरेवानमे जांक कर देखो, फिर दूसरों की बात करना!

હમણાં થોડા સમય પહેલા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહેવામા આવતું હતું કે, જુવો અમારા સવર્ણ વિકસિત ગુજરાતમાં અને હવે કહેવમાં આવે છે, ગતિશીલ ગુજરાત! આમાં હકીકત શું માનવી? સત્ય શું છે? શું ગુજરાત સવર્ણ છે? શું ગુજરાત ગતિશીલ છે? આખરે છે શું?

મારા ખ્યાલથી લોકો હજુ પણ એક પ્રકારના સંમોહન(હિપનોટીઝમ)માં જીવી રહ્યા છે. જરાક અલગ પ્રકારના ભાસણો સાંભળીને બધાને એવું લાગી રહ્યું છે કે આ જ માણશ બધુ સરખું કરી દેશે. પણ જ્યારે હકીકતથી સામનો થાય છે ત્યારે બધુ જ બદલી ગયું હોય છે.

સારું પહેલા પણ તેઓ એવા જ હતા, અત્યારે પણ એવા જ છે પણ હવે નથી લાગતું કે તેઓને આવી રીતે રહેવા દેશું?