હોસ્પિટલ, દવાખાના, ડિસ્પેન્સરી વધવા જોઇયે કે ઘટવા? Chirag Chotaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોસ્પિટલ, દવાખાના, ડિસ્પેન્સરી વધવા જોઇયે કે ઘટવા?

હોસ્પિટલ, દવાખાના, ડિસ્પેન્સરી વધવા જોઇયે કે ઘટવા ??

એક દસ-અગિયાર વર્ષના છોકરાને પેટમાં સખત દુખાવો થતો રહેતો. તેના પેરેન્ટ્સે એમ.બી.બી.એસ, એમ.ડિ., સર્જન. લગભગ બધા જ ડોક્ટર ને ત્યાં બધા જ પ્રકારના ટેસ્ટ કરાવ્યા પણ દરેકે-દરેકે ટેસ્ટ ના રિપોર્ટમાં આખરે નોર્મલ(કાઇં બીમારી નથી એવું) જ આવ્યું અને છેલ્લે ડોક્ટરે કહ્યું “આના દિમાગમાં જ બીમારી છે એના દિમાગમાંથી કાઢવાની કોશિશ કરો.” આ તો એક નાના છોકરાની કહાની છે. અલબત, સાથે-સાથે એ પણ એક સત્ય હકીકત છે કે “દુનિયામાં ૯૮%(અથાણું ટકા) બીમારી ફક્ત લોકોના દિમાગમાં હોય છે. ખરેખરમાં કાઇં બીમારી હોતી જ નથી.”

આ તો એક કહાની છે અને એક સર્વે મુજબની વાત છે. પણ અહિયાં કોઈ બીમારી વિષે વાત નથી કરવાની. અહિયાં સવાલ છે હોસ્પિટલો, દવાખાનાઓ ની સંખ્યા વધે એ સારું કે ઘટે એ સારું?? હવે આમાંથી બુદ્ધિશાળી લોકો તરત જ કહેશે “એ તો ભાઈ વધે એ જ સારું ને, વધે તો દર્દીઓને વધુ ફાયદો મળે અને વહેલી તકે રોગ નાબૂદ થાય.” આ જવાબ પરથી એક વાત યાદ આવી રહી છે “હમારા નારા હે ગરીબો કો હટાવો, ગરીબી કી નહીં.” તેવો જ કાઇંક ઉપરનો જવાબ લાગે છે.

જુઑ, હોસ્પિટલ વધારવનું કારણ શું? તો કે રોગો અને દર્દીઓ વધી રહ્યા છે. રાઇટ સૌ એ સૌ ટકા સાચું પણ રોગ કેમ અને કઈ રીતે વધી રહ્યા છે? તો કે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધવું, નિયમિત કસરત ન કરવી, યોગાસન, પ્રાણાયમ ન કરવા, ખુલ્લી ગટરોને કારણે ઝેરી માખી, મછર નો ઉપદ્રવ થવો આ બધા લાગુ પડે બરાબરને. તો પછી દોસ્તો હોસ્પિટલ વધારવાને બદલે આ બધી સમસ્યાઓ વિશે વિચરવું વધારે યોગ્ય લાગે છે. આમ પણ જ્યારે તમે કોઈ ઝાડ કાપતા હોય તો જ્યાં સુધી તેના તમે મૂળિયાં ને ઝડ-મૂડ માંથી ઉખેડીની ફેકી નહીં દયો ત્યાં સુધી ફરીથી ત્યા ઝાડ ઊગી નિકળશે.

આપણે વિશ્વાસના આધારે ચાલીયે છીયે, સુસ્ટીના આધારે નહીં

---- બાઇબલ