પાયાના કામ Chirag Chotaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાયાના કામ

“પાયાના કામ : મોટા કે નાના ?”

જેટલા પણ પાયાના કામ છે એ બધાને આપણા સમાજે, આપણી દુનિયાએ, આપણા લોકોએ ખરબમાં ખરાબ ગણાવ્યા છે. આ એક સત્ય હકિકત છે. ભલે, આપણે બધા બરાડા પાડી પાડીને કહેતા હોઇએ કે “કોઇ પણ કામ મોટુ કે નાનું નથી હોતુ.” પણ સત્ય એ છે કે આ વાતને આપણે સમ્પુર્ણપણે માનતા નથી અને જે માને છે (અને જાણે છે!) તેઓ પણ આપણે આપણા જેવી વિચારસરણી મુજબ જીવવા માટે મજબુર કરિએ છે.

હવે પાયાના કામની યાદિ અહિયાં મારાથી તો શું કોઇનાથી બધા ના મુકિ શકાય પણ જેટલા અગત્યના મને ટુંક સમય માં ધ્યાન માં આવ્યા તેની હું અત્રે ચર્ચા કરવા માંગુ છું. આખરે, આપણો દેશ લોકશાહી(કહેવા ખાતર!) છે. જે આપ બધાને ઠીક લાગે તે સાચુ! જેમ કે,

*ટ્રાન્સપોર્ટેશન

i) આમાં શરુઆત રિક્ષા ડ્રાઇવર કે ટેક્ષી ડ્રાઇવર કે સિટી બસ કે સરકારી બસના ડ્રાઇવરથી કરિએ : જસ્ટ ઇમેજીન સવાર સવારમાં ઓફિસે પહોચવામાં કે દુકાને જવા માટે (જેની પાસે પોતાનુ વાહન ના હોય તે) તમને કોઇ પણ રિક્ષા કે ટેક્ષી કે સિટી બસ ના મળે તો? ખાલી વિચારી તો જુઓ શું હાલત થાય તમારી? અને જો તમારી ઓફિસ તમારા ધરે થી 10 કિ.મિ. દુર હોય તો? બસ વિચાર કરો...

ii) આમા એ લોકો આવે છે જે ડાયરેકટલી આપણ ને મદદમાં નથી આવતા પણ જ્યાથી તમે જે પણ કોઇ પણ વસ્તુ ખરીદવા જાવ છો ત્યાં આ લોકો તે વસ્તુને પહોચાડે છે. મતલબ કે કોઇ કરીયાણાની દુકાનવાળાભાઇ, વખારિયા બજારમાથી માલ મંગાવે અને વખારીયા બજારવાળા વેપારી જેના મારફતે માલ મોકલે તે લોકો. આપણે ત્યાં આવું કામ કરનારને “મજુર” તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીથી જસ્ટ ઇમેજીન. જો તમારે કરિયાણાની કોઇ વસ્તુની જરૂર આકસ્મિક રીતે પડી અને એ વેપારીભાઇ ક્હે કે “હવે, તો મજુરીકામ ક્યાં કોઇ કરે છે એટલે, અમે આવતા અઠ્વાડીયે લાવીશું ત્યારે મળશે”. બસ, વિચાર કરો જો બધા લોકો આ કામને નાનું ગણવા માંડે તો શું થાય?

(iii) : ગાઠીયા/ફાફડા અને જલેબીની લારીવાળા : ફાફડા અને જલેબીનું નામ પડતા જ બધાના જીભે પાણી આવી ગયું ને. અને તારક મહેતાના જેઠાલાલ પણ યાદ આવી ગયા હશે. હવે દોસ્તો અગેઇન જસ્ટ ઇમેજીન. તમારે ત્યાં કોઇ બહારગામથી મહેમાન આવ્યા છે. અને સવારે તમે ગાઠીયા અને જલેબી લેવા નીકળો છો પણ ગાઠીયાવાળાની લારી કે દુકાન નથી મળતી કારણ કે તેઓએ પણ “હવે આવું નાનું કામ કરવાનું બંધ કરી દીધું છે.” તો શું થાય?

(iv) “ચા” ની કેબીનવાળા વેપારી : તમારે કાલે સવારે બહાર જવાનું છે અને ચાર-પાંચ ક્લાકની મુસાફરી બાદ તમને કોઇ “ચા” ની દુકાન નથી મળતી અને તમારું માથું પાકી ગયું છે. તમે જ એક દિવસ કહેતા હતા કે “ચા હું થોડી વેચું તેના કરતા તો હું મરી જવાનું પસંદ કરું.” તો શું થાય? કે પછી ઓફીસની નજીક ચા વાળાભાઇ બંધ હોય અને સવારે ચા ના મળે અને દુરથી લેવા જાવી પડે ત્યારે કેવી ફીંલીંગ થાય? અને હા “ચા” તો આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ મોદી એ પણ વેચેલી કે તેથી કમ સે કમ આ કામ ને તો નાનું કામ કહી અને સમજી પણ ના શકાય.

(v) શાકભાજી વેચવાવાળા : આ ટોપીક જોરદાર કોમેડી વાળો છે મારા માટે. “માણસને જે પોતાની શરીરની અંદર એટલે કે જે ખાવું છે તે સાવ સસ્તામાં સસ્તામાં સસ્તું જોઇએ છે અને જે શરીરની ઉપર પહેરવાનું છે અથવા તો બીજા શબ્દો કહીએ તો “દેખાડો” કરવાનો છે દુનિયાની સામે, તે સૌથી મોંધામાં મોંધુ જોઇએ છે.” કદાચિત આટલી વ્યાખયામાં જ બધા સમજી ગયા હશે. આપણે ત્યાં શાકભાજી વેચવાનું કામ એકદમ તુચ્છ પ્રકારનું ગણવામાં આવે છે. “શાકભાજી વેચીને જે વ્યક્તિ મહિને વીસેક હ્જાર (૨૦૦૦૦/૦૦) ક્માતો હ્શે તેની ક્દર આપણા સમાજમાં નથી હોતી, પણ એ.સી.વાળી ઓફીસમાં મહિને તેનાથી અડ્ધું કમાતો હોય છે તેની કદર વધારે હોય છે આપણા સમાજમાં. અને શાકભાજી પણ આપણે ત્યાં રોડની નીચે બેસીને વાહનોના ધુમાડા ખાતું હોય, આપણે ચાલતા હોય ત્યારે ઊડતી ધુળ પણ એમાં ચોટતી હોય તે રીતે વેંચવામાં આવે છે. (કદાચ બધી જગ્યાએ આવી રીતે નહીં હોય). હવે, જસ્ટ ઇમેજીન તમારે કરી લેવાનું જો શાકભાજી લેવા જઇએ અને કોઇ શાકભાજી વેચવાવાળા જ ના હોય તો શું થાય?એવું નથી કે બધા લોકો આવું કામ કરવાવાળાને નાનું કામ ગણતા હોય! અને એ પણ સત્ય છે કે આવું કામ કરવાવાળા બધા લોકો પણ પોતાના કામને મોટું કામ નથી સમજતા.મોસ્ટ ઇમ્પોર્ટેંટ વાત કે જો તમે જ તમારા કામને મહત્વનુ નથી ગણતાં, કદર નથી કરતાં તો બીજા લોકો ક્યારેય પણ મહત્વનુ નહીં ગણાય. ખરેખર તો કામને “નાના કે મોટા” ની વ્યાખયામાં જ ના લાવીએ તો જ સારું છે.!

fjhjkghjkdhgjkhjkfdhjkCCCCCCCCCCccCCCCCCCCCCCCCCCCCChiragChirag Chotaliya

+91-9898396501http://chiragchotaliya.wordpress.com/